________________
અશરણ લાવના
न तस्स माया व पिया व भाया । कालंमि तस्स सहरा भवंति ॥ १ ॥
અથવૂ–જેમ કોઈ સિંહ મૃગના ટોળામાંના એકાદ મૃગને પકડી ચાલ્યો જાય છે, તેમ માત કુટુંબના બધા માણસની વચ્ચે એકાદ જણને જ્યારે પકડે છે તે વખતે તે માણસના માબાપ ભાઈ સ્ત્રી પુત્ર આદિ કેઈ પણ માણસ તેને સહચારી થતો નથી કે મોતના પંજામાંથી તેને છોડાવી શકતો નથી. આ જગતમાં વધારેમાં વધારે ભય કોઈને પણ હોય તો તે મૃત્યુનો છે, કારણ કે કોઈ કટ્ટામાં કદ્દો અમલદાર હાય તેના હુકમ પૈસાથી કે પિછાનથી કે સમજાવટથી ફરી શકે છે. રાજાને હુકમ પણ પ્રજાની આજીજીથી કે સખ્ત પોકારથી બદલાઈ જાય છે. પણ મોતને હુકમ કેઈથી પણ બદલી શકાતો નથી. જે દિવસે જે ઘડીએ અને જે પળે તેને હુકમ થયો તે જ ક્ષણે તેને આધીન થવું પડશે. મેતને એ વિચાર નહિ થાય કે “બિચારો આ માણસ હજુ જુવાન છે, ગઈ કાલે જ પરણ્યો છે, તેના માબાપને તે એક જ કરે છે, આખા કુટુંબનો આધાર તેના ઉપર જ છે, તેના મરી જવાથી પાંચ પચીશ માણસના હાથ ભયપર પડે તેમ છે, અગર પાંચ દશ પેઢીનો વંશ નીકળી જાય તેમ છે માટે આને છોડી દઉં.” તેમજ તેને એવી દયા પણ નહિ આવે કે “ આની પછવાડે તેની બાળ સ્ત્રીને જીવનપર્યત વૈધવ્ય પાળવું પડશે, કે તેના આંધળાં માબાપે રખડી મરશે, તેના કરજદારોને પોક નાંખી રોવું પડશે, કે તેના આશ્રય નીચે સેંકડો માણસોનું ગુજરાન ચાલે છે તે બધા નિરાધાર બની જશે.” મેત બાળકને ઉપાડતાં એટલી વાર લગાડશે અને જુવાનને પકડતાં પણ તેટલે જ વખત લગાડશે, એકલાને તાબે કરતાં જેટલો વખત લાગશે તેટલે જ વખત હજાર અને લાખ માણસોના લશ્કર વચ્ચેથી એક સરદારને ઉપાડી જતાં લાગશે. કોઈની પણ તે શરમ નહિ રાખે કે કેઈથી