________________
ભાવનાતક થઈ ગયો છે. ગમે તેમ હો, તમે જતા નથી કે રાજ્ય કે ઘરની બાબતમાં તે જરાએ લક્ષ આપે છે? - કુમાર–ના, તે તો નથી આપતા; પણ તેનું હવે શું કરવું?
સૂરિકતા–શું કરવું તે બધું હું જણાવીશ. પણ તે પહેલાં એટલી ભલામણ કરું છું કે આપણું આ ખાનગી વાત ક્યાંય પણ બહાર પડવી ન જોઈએ.
કુમાર–મારા તરફથી બહાર નહિ પડે તે વિષે ખાત્રી રાખો, પણ વાત શું છે તે જણાવો.
સૂરિકતા–કુમાર ! જુઓ હવે રાજા આપણને આડખીલીરૂપ છે. એમની હયાતી સુધી તમને રાજ્યગાદી મળી શકશે નહિ અને ત્યાં સુધીમાં રાજ્યની સ્થિતિ અસ્તવ્યસ્ત થઈ જાય, માટે કેઈ ન જાણે તેવી રીતે આપણે બંને કોઈ પણ પ્રયોગથી ઝેર આપી, આગ લગાડી કે શસ્ત્રથી રાજાને મારી નાંખીએ. પછી તમે છે અને હું છું. આપણે બંને એકબીજાની સલાહથી રાજ્ય ચલાવીશું. કેમ, આ મારી વાત એ છે?
કુમાર–(સ્વગત) અધધધ!! આ ભયંકર વિચાર !! આટલે બધે રાજ્યસત્તાને લોભ ! ! ધૂળ પડે તે રાજ્યવૈભવમાં કે જેને માટે આવા ક્રૂર વિચારો ઉત્પન્ન થાય છે! હવે અહીં બેસવામાં લાભ નથી. વધારે પડતું બોલીશ તે મારા માટે પણ આવા વિચારો બાંધતાં મારી માતા વાર લગાડશે નહિ. (પ્રકાશ) માતાજી ! એના માટે હું વિચાર્યા વગર હમણાં કંઈ નહિ કહી શકું. હમણું મારૂં શરીર અસ્વસ્થ છે, તેથી જવાની રજા લઉં છું.
એટલું બોલી કુમાર ઉઠી ચાલતો થયો. સૂરિકતા જરા વાર તો વિચારમાં પડી કે કામ ન થયું અને વાત બહાર પડી ગઈ કુમાર મારા વિચારમાં સંમત થયો નહિ. અસ્તુ. મેં બીજાને આશ્રય માગ્યો એ જ ભૂલ કરી. એ કામ મારા એકલાથી કયાં બની શકે