________________
અશરણ લાવના અને અહર્નિશ તે જ કાર્યમાં મશગુલ બની રહ્યો. આ વાત સૂરિકંતાને પસંદ પડી નહિ, કારણ કે તેથી તેને સ્વાર્થ સધાતે
અટકયો. સૂરિકતાની સ્વાર્થી વૃત્તિમાં પૂર્વના પ્રેમને અંકુર બળીને દગ્ધ થઈ ગયા. એમની જગ્યા દ્વેષે લીધી. રાતદિવસ સૂરિકતાના મનમાં પરદેશી રાજા ઉપર અને તેને ધર્મોમાં સમજાવનાર કેશી સ્વામી ઉપર ઠેષ ઉભરાવા લાગ્યો. તે એમ સમજતી હતી કે સાધુએ રાજાના ઉપર કંઈ ભૂરકી નાંખી રાજાને ભરમાવી દીધા છે, અને મારા ઉપરનો પ્રેમ ઉતરાવી નાંખ્યો છે. | સ્વાર્થપરાયણ સૂરિમંતા પૂર્વને સ્નેહ, ઉપકાર, સંબંધ, એ સર્વ ભૂલી જઈ પ્રભુતુલ્ય પતિને યમધામમાં પહોંચાડી દેવાના વિચાર પર આવી પહોંચી. તે વિચાર તરત પાર પાડવાને પાશ રચવા લાગી. આ કાર્ય કેવળ પોતાની જાતથી નહિ બની શકે એમ જણાયાથી સૂરિકતકુમારને રાજ્યસત્તાના લેભમાં નાંખી તેને પિતાના ધારેલાં કાર્યમાં શામેલ રાખવાને સૂરિકંતાએ નિશ્ચય કર્યો. એક માણસને મોકલી તેણે કમારને પોતાની પાસે બેલાવ્યો. એકાંતના ઓરડામાં તેને લઈ જઈ નીચે પ્રમાણે તે કહેવા લાગી.
સૂરિકંતા–કેમ કુમાર! તમારી શી ઈચ્છા છે?
કુમાર–માતાજી! હું તમારે પ્રશ્ન હજુ સમ નથી. મને ખાસ બોલાવી કઈ ઈચ્છા વિષે પૂછે છે?
સૂરિકતા–હું રાજયની ઇચ્છા વિષે પૂછું છું, કે તમારે રાજ્યગાદીએ બેસવું છે કે નહિ ?
કુમાર–માતાજી! આ વખતે આ પ્રશ્ન પૂછવાનું શું પ્રજન?
સૂરિકંતા–પ્રયોજન એ કે રાજ્યનું બધું કામ બગડે છે. રાજાજીને ધર્મને છંદ લાગી ગયા છે કે કેણ જાણે મતિવિભ્રમ