________________
૪૫
અશરણ ભાવના અને હેને સ્વાર્થ સધાતો રહેશે, ત્યાં સુધી હારા ઉપર અંતરથી નહિ પણ બહારથી મોહિત થઈ રહેશે–પ્રમ દર્શાવશે; પણ જ્યારે દુઃખથી ભરેલો મરણને સમય આવશે, ત્યારે પેટી પટારાની કુંચીઓ, દાગીના અને સંપત્તિના સમાચાર પૂછવા તૈયાર થશે, પણ હવે દુઃખમાંથી કે મેતના પંજામાંથી નહિ છોડાવી શકે. (૧૧)
વિવેચન–જે મનુષ્ય અંતે સ્ત્રી અને સહાય કરશે એમ ધારી સ્ત્રીના મોહમાં મુગ્ધ બની ગયો છે, તે પુરૂષને ઉદ્દેશીને આ કાવ્યનું કથન કરવામાં આવ્યું છે. તે પુરૂષનું સંબોધન અધ્યાહારથી લેવાનું છે. હે મહમુગ્ધ ! આ જગતમાં સ્ત્રીઓ ચાર પ્રકારની છેઃ અધમાધમ, અધમ, મધ્યમ અને ઉત્તમ. જે સ્ત્રીના ઉપર તેનો પતિ પ્રેમ રાખતો હોય, પોતે દુ:ખી થઈ પૈસા કમાઈ સ્ત્રીને સારાં વસ્ત્રો, આભૂષણ આપતો હોય છતાં તે સ્ત્રી બહારથી માત્ર દાર્શનિક પ્રેમ બતાવી અંદરખાને બીજા કોઈ પરપુરૂષના પ્રેમમાં લપટાએલી હોય, પતિનું અહિત ઇચ્છતી હોય, કપટ કરી પતિને છેતરતી હોય, તે સ્ત્રી અધમાધમ કહેવાય. જે સ્ત્રી સ્વાર્થ હોય ત્યાં સુધી પતિ ઉપર પ્રેમ રાખે, પતિના કાર્યમાં મદદ કરે, પતિનું હિત ચાહે, પણ સ્વાર્થ સધાઈ રહ્યા પછી પતિથી પ્રતિકૂળ થઈ ચાલે છે, પતિને કોલ કરે છે તે સ્ત્રી અધમ ગણાય છે. જે સ્ત્રી સ્વાર્થ હોય ત્યાંસુધી સારી રીતે પ્રેમ રાખે છે અને પછી વિશેષ પ્રેમ નથી રાખતી, તેમ અપ્રેમ પણ નથી રાખતી, પતિના હિતમાં પોતાનું હિત નહિ, પણ પોતાના હિતમાં પતિનું હિત સાધે છે, પોતે દુઃખ ખમી પતિનું સુખ સાધતી નથી પણ પિતાનું સુખ સાધીને પતિના સુખની ચાહના કરે છે, તે મધ્યમ સ્ત્રી કહેવાય છે, અને જે સ્ત્રી પતિવ્રતા ધર્મનું રહસ્ય સમજી પતિની ભક્તિ કરે છે, પતિ તરફથી સારાં વસ્ત્રો, આભૂષણ મળે તેની ખાતર નહિ, પણ પિતાની ફરજ સમજી પતિના દુઃખમાં ભાગ લે છે, પતિના સુખમાં કે હિતમાં પિતાનું