________________
ભાવના-શતક
તેથી પણ વધારે દીકરાના વજન બરાબર ઝવેરાત આપું. કેઈ મારા છોકરાને બચાવે ! બીજી તરફ હર્ષચંદ્રની મા રોતી રોતી કહેવા લાગી, અરે મારા દીકરાને કોઈ બચાવે. જે કોઈ બચાવે તેને હું ભાશ લાખો રૂપીયાની કિંમતનાં આભૂષણે આપવા ઉપરાંત જે માગે તે આપું. આમ સર્વ પિોકારતા રહ્યા; તેટલામાં તે હર્ષચંદ્રનો જીવાત્મા પરલોક તરફ પ્રયાણ કરી ગયો ! શેઠની જીંદગી ધૂળધાણું જેવી થઈ ગઈ. શેઠ પાછળથી થોડા વરસ જીવ્યા પણ પિતાને જીવતા મૂઆ માનતા અને છેવટે ગુરી મુરીને શેઠ પણ પરલોકવાસી થયા.
આ દૃષ્ટાંત ઉપરથી સમજવું જોઈએ કે ગમે તેટલી લક્ષ્મી હોય, પણ મોતના પંજામાંથી લક્ષ્મી કે લક્ષ્મીથી મેળવેલાં બીજા સાહિત્ય બચાવી શકતાં નથી, એટલે મોત વખતે ધન કશા કામમાં આવતું નથી. (૧૦)
શાન્તાપિ ન રાખ્યા. मत्वा यां त्वं प्रणयपदवी वल्लभां प्राणतोपि। पुण्यं पापं न गणयसि यत्मीणने दत्तचित्तः ॥ सा ते कान्ता मुखसहचरी स्वार्थसिद्धयेकसख्या । मृत्युग्रस्तं परमसुहृदं त्वां परित्यज्य याति ॥११॥
સ્ત્રી પણ રક્ષણ નહિ કરી શકે અર્થ—જે સ્ત્રીને તું પિતાના પ્રાણ કરતાં પણ પ્યારી માને છે, ખરા પ્રેમનું પાત્ર માનીને જેને સંતોષવા અને શણગારવા પુણ્ય પાપની દરકાર રાખ્યા વગર ગમે તેવું અકાર્ય કરવા પ્રવૃત્ત થાય છે તે હારી કાન્તા-સ્ત્રી જ્યાં સુધી હાર તરફથી સુખ મળ્યા કરશે