________________
૨
ભાવના-શતક દવા પછવાડે હજાર રૂપિયા શેઠ ખર્ચી નાંખતા. હર્ષચંદ્રની માંદગી જે બે ચાર દિવસ વધારે લંબાતી તે ત્યાંસુધી શેઠને બિલકુલ ચેન પડતું નહિ. ખાન-પાન કે ગાન-તાન કંઈ ગમતું નહિ. છોકરાની ફિકરમાં કઈ વખતે શેઠ પિતે માંદા પડી જતા; એટલે બધે હર્ષ ચંદ્રના ઉપર શેઠને મેહ હતો. જ્યારે તે સાત આઠ વરસનો થયો ત્યારે તેને ભણાવવા ખાસ શિક્ષકે રાખી પિતાને ઘેર ભણાવવાને બંદોબસ્ત કર્યો. માસ્તરે ને ભલામણ દેવામાં આવી કે થોડું ઝાઝું ભણે તેનું કાંઈ નહિ પણ છોકરાને બિલકુલ મારવો નહિ, કે ધમકી પણ ન આપવી. એક તરફ અભ્યાસ ચાલુ થયે, બીજી તરફ બીજા શાહુકારો તરફથી પિતાની કન્યાનો હર્ષચંદ્ર સાથે વિવાહ કરવા માટે ઉપરાઉપરી શેઠને પ્રાર્થના થવા લાગી. શેઠ અને શેઠાણીને પણ પુત્રને લગ્નમહત્સવ જેવાની ઘણું જ આતુરતા હતી, તેથી પિતાના બરોબરીયા એક મોટા ગૃહસ્થની કન્યા સાથે હર્ષચંદ્રનું વેવિશાળ કર્યું અને લગભગ બાર તેર વરસની ઉંમરે તેના લગ્નની ધામધૂમ થવા માંડી. આ ધામધૂમમાં શું ખામી હોય? લાખો રૂપીયા તો લગ્ન પ્રસંગમાં ખસ્ય. શેઠે હર્ષચંદ્રના લગ્નને લહાવો લીધા. હર્ષચંદ્રને નેકરી તે કરવાની હતી નહિ, તેમ પૈસા પુષ્કળ હતા, જેથી વધારે ભણાવી શું કરવું છે એવી માન્યતાથી પરણ્યા પછી ભણાવવાનું માંડી વાળ્યું. કામકાજમાં માત્ર રમતગમત કરવી, ફરવા જવું, મેજમજાક ઉડાવવી, એટલું જ રહ્યું, અને તે કામમાં હર્ષચંદ્રનો સમય ચાલ્યો જવા માંડો. હર્ષચંદ્રની જ્યારે સોળ વરસની ઉમ્મર થઈ ત્યારે શેઠની ઉમ્મર ૭૬ વરસની થઈ હતી. તે ઉમ્મરે પણ કંઈ જરૂર પ્રસંગ પડવાથી શેઠ દસ પંદર દિવસની મુસાફરીએ ગયા. મુસાફરી કરી પાછા ઘેર આવે છે ત્યાં તે રસ્તામાં સમાચાર સાંભળ્યા કે હર્ષચંદ્રને ગઈ કાલે પ્લેગની ગાંઠ નીકળી છે! સમાચાર સાંભળતાં જ શેઠના હેશકશ ઉડી ગયા. ગાડીમાં ને ગાડીમાં જ મુચ્છ આવી ગઈ. શુદ્ધિ આવતાં ગાડીવાનને