________________
અશરણ ભાવના
૪૧ આપે છે, ધર્મની આજ્ઞા અને મહાપુરૂષની શિક્ષાને એક તરફ પડતી મૂકે છે, જે ધન મેળવવાને લોકોમાં અશાંતિ ફેલાવે છે, ઉત્પાત જગાડે છે અને કપટ, દંભ, લોભ, વિશ્વાસઘાત, અસત્ય, અન્યાય આચરે છે, તે ધન તને પિતાના પંજામાંથી છોડાવશે? કદી નહિ!
દૃષ્ટાંત-એક શાહુકારની પાસે અગણિત દોલત ગણાતી હતી. નોકર, ચાકર, ગાડી, ઘોડા, બાગ બગીચા વગેરે તેની સાહ્યબી પણ તેવી જ હતી. રાજ્યમાં તેને સારો સત્કાર થતો હતો અને સમાજમાં તે અગ્રણે ગણાતો હતો; તથાપિ એક વસ્તુની ખામીને લીધે તે સર્વ સાહ્યબી તેને મન તુચ્છ લાગતી હતી. જ્યારે તે વસ્તુનું તેને સ્મરણ થતું ત્યારે તેના મુખમાંથી ઉડે નિઃશ્વાસ નીકળતા અને એવા ઉદગારો નીકળતા કે હાય ! ! આટલી સંપત્તિ મને મળવા છતાં પણ એક જરૂરની ચીજ પ્રાપ્ત થઈ નહિ. આ ચીજ બીજી કંઈ નહિ, પણ એક પુત્ર ! પુત્રની પ્રાપ્તિ માટે શેઠે અનેક ઉપાયો કર્યા, એક સ્ત્રી ઉપર બીજી-ત્રીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા; આખરે ઘણે વરસે ત્રીજી સ્ત્રીથી શેઠને એક પુત્ર થયો. પુત્રના જન્મથી શેઠના આનંદને તો કાંઈ પાર રહ્યો નહિ. છૂટે હાથે પૈસા ખરચીને પુત્રનો જન્મ મહોત્સવ કર્યો. અનેક આંધળાં, લુલાં, પાંગળાં નિરાધાર ભિક્ષોને દાન આપી સંતોષ્યા. આ પ્રસંગે શેઠનાં સગાં વહાલાં સંબંધીઓ ઓળખીતાં માણસો તરફથી શેઠના ઉપર એટલા બધા અભિનંદન પત્ર આવ્યા કે તેના જવાબો લખવાને ખાસ માણો રોકવા પડયા હતા ! બાળકના જન્મથી ચારે તરફ હર્ષ ફેલાઈ રહ્યો હતો, તેથી તેનું નામ હર્ષચંદ્ર રાખવામાં આવ્યું. હર્ષચંદ્ર પંચધાવે ઉછરવા લાગ્યો. રમાડનારી જૂદી, ધવરાવનારી જૂદી, સ્નાન કરાવનારી જૂદી, વસ્ત્રાભૂષણ પહેરાવનારી જૂદી અને ખેળે બેસાડનારી જૂદી ! હર્ષચંદ્રને જરા ઉધરસ આવતી કે ઝીણો પણ તાવ આવી જતો ત્યારે વૈદ્યો અને ડાકટર ઉપરાઉપરી આવતા.