________________
ભાવના-શતક
અને વિરૂદ્ધાચરણથી યદ્યપિ તું લક્ષ્મી સંપાદન કરે છે, પણ જ્યારે કાળ આવીને કંઠ પકડશે તે વખતે શું હુને લક્ષ્મી કાળના સપાટામાંથી બચાવી શકશે?? ના, રે ના ! ગમે તો લાખો રૂપિયા મેળવ્યા હશે કે કરોડ મેળવ્યા હશે, પણ તે લાખ કરોડ રૂપીઆ કાળના મુખમાંથી છોડાવી તને પિતાને શરણે કદી નહિ રાખે ! (૧૦)
વિવેચન–બાળકોની રમતમાં એક છોકરો બીજા છોકરાને મારે છે ત્યારે તે છેક રોતે રોતો પિતાનાં માબાપને શરણે જાય છે. તેઓ પિતાના છોકરાને આશ્વાસન આપી તેને મારનારને શિક્ષા કરે છે. કોઈ રોગી રોગથી પીડાતા–દુઃખી થતો, કઈ પરોપકારી વૈદ્ય હકીમ કે ડોકટરને શરણે જાય છે તો વૈદ્ય દવા આપી દર્દીનું દર્દ દૂર કરી શાંતિ ઉપજાવે છે. લુંટારા કે બંડખોરોના ત્રાસથી દુઃખ પામતી પ્રજા રાજાને શરણે જાય છે. રાજા તેનું દુઃખ ધ્યાનમાં લઈ તે દૂર કરવાની કોશિશ કરે છે. કોઈ રાજા લડાઈમાં પરાજય પામે છે ત્યારે પોતાથી મેટા રાજાને શરણે જાય છે, તે સમર્થ રાજા શરણે આવેલા રાજાને સહાય આપી આફતથી બચાવે છે. પૈસાની તંગી ભોગવતો કઈ ગરીબ માણસ દાતારને શરણે જાય છે. દાતાર પુરૂષ તેને આશ્રય આપી તેનું કષ્ટ કાપે છે. આવી રીતે આ જગતમાં ન્હાના ન્હાનાં દુઃખથી બચાવનાર અને સહાય આપનાર માણસો અગર વસ્તુઓ મળી શકે છે પણ જ્યારે અંત વખતની માંદગી લાગુ પડે છે, અન્ન કે પાણી ગળા હેઠળ ઉતરતાં નથી, શ્વાસ ઉપર શ્વાસ ચાલી રહ્યો હોય છે, ઉઠવા બેસવા કે બલવાની શક્તિ રહેતી નથી, સન્નિપાત જાગે છે અને મોતના ભણકારા વાગી રહે છે, તે વખતે કાળના સપાટામાં સપડાએલા માણસને દુઃખમાંથી બચાવનાર કે શરણ આપનાર કેણુ છે ? હે મહાનુભાવ ! જે ધનને માટે પરમ સુખ આપનાર ધર્મને તિલાંજલિ