________________
અશરણ ભાવના
૪૩ કહ્યું કે મને ઘેર તરત પહોંચાડ. ગાડીવાને ઘોડા છૂટા મૂકી દીધા. થોડીવારમાં ગાડી ઘેર આવી પહોંચી. ઘર આગળ ડાકટરોની ગાડીઓ ઉભી હતી. બીજા કેટલાક માણસોની આવજા થઈ રહી હતી. હાંફતા હાંફતા શેઠ હર્ષચંદ્રના પલંગ આગળ પહોંચ્યા. હર્ષચંદ્રની સામે જોયું તો તેને ચહેરો બદલાઈ ગયો છે, શરીરે હાથ મૂકે તો તાવ એકસો ચાર પાંચ ડીગ્રી ચડેલો છે, ચાર પાંચ ડોક્ટરો તો હાજર હતા છતાં એથી મ્હોટા બીજા ડોકટરોને બોલાવવા શેઠે નોકરોને મોકલ્યા. થોડીવારમાં તે હેટા હેટા સરજન ડોકટરો ભેગા થઈ ગયા. શેઠને હિમ્મત આપવા લાગ્યા કે તમે ફિકર કરે નહિ, હમણાં સારું થઈ જશે. આ કેસ કંઈ જોખમ ભરેલો નથી. આથી શેઠને થોડી આશા બંધાય, પણ જ્યારે હર્ષચંદ્ર તરફ નજર કરે છે ત્યારે તેની માંદગી વધતી જતી જોવામાં આવે. ડાકટરો ઉપર ડાકટરો બોલાવ્યા છતાં અને દવાઓ ઉપર દવાએ પાયા છતાં ક્ષણે ક્ષણે માંદગી વધતી ગઈ. બે ઘડી વારમાં તે શુદ્ધિ જતી રહી. સન્નિપાત થઈ આવ્યા, તેમાં હર્ષચંદ્ર ગમે તેમ બકતો. એકવાર તે તે એકદમ બેઠે થઈ શેઠને ગળે વળગ્યો અને કહેવા લાગ્યો કે, બાપા ! હવે હું મરી જઈશ. આ જમડાઓ સામે ઉભા છે. શું તે મને લેવાને આવ્યા છે ? હા, હા, ભલે લઈ જાય. અરે બાપા ! મને બચા. આમ અસ્ત વ્યસ્ત બલ શેઠની ગરદન પકડી રહ્યો. છેવટે બહુ પ્રયત્ન ગરદન છેડાવી તેને સૂવાળ્યો, પણ શેઠનું હૈયું હવે સ્થિર રહ્યું નહિ. તે ઉઠીને એક ઓરડામાં રોવા લાગ્યા. “હાય ! મારા નસીબ ફૂટયાં. હવે આ માંદગી શાથી મટે ?' શેઠનાં સગાંવહાલાં શેઠને ઘણી રીતે સમજાવતાં, પણ શેઠ તો પછાડ ખાવા મંડી પડ્યા, માથું કુટવા લાગ્યા; હર્ષચંદ્રની વહુ, તેનો સસરો અને ઘરનાં બધાં માણસો રોવા મંડી પડ્યાં. રડાકુટ થવા માંડી. શેઠ પિક નાંખી રોતે રીતે કહેવા લાગ્યા કે આ વખતે મારા દીકરાને કઈ બચાવે તેને મોં માગ્યા પૈસા આપું. લાખો-કરોડો રૂપીયા કે