________________
ભાવના-શતક
સુખ અને હિત માને છે, સ્વાર્થપર્યત નહિ પણ વિના સ્વાર્થ પણ પતિભક્તિ કરવાનું ચૂકતી નથી, પતિના મરણ પછી પણ પતિવ્રત્ય પાળે છે, તે સ્ત્રી ઉત્તમ કહેવાય છે.
દષ્ટાંત-અધમાધમ લંપટ સ્ત્રીઓના દાખલા શાસ્ત્રમાં અનેક છે. બીજા નંબરની અધમ સ્ત્રી સૂરિકતા છે, જેનું વર્ણન “રાયપણું” સૂત્રમાં છે. સૂરિકતા અર્ધકેયી દેશના રાજા પરદેશીની પટરાણી હતી. પરદેશી રાજા પૂર્વ અવસ્થામાં ઘણે અધર્મી, અન્યાયી, જુલ્મી, ક્રર, નાસ્તિક, ધર્મદ્રોહી અને વિષયાસક્ત હતે. સૂરિકતાની ઉપર તેને ઘણો પ્રેમ હતો, કારણ કે તે પટરાણું હતી અને તેને પુત્ર સૂરિકતકુમાર યુવરાજ હતો, તેથી ભવિષ્યની તે રાજમાતા હતી. સૂરિજંતાની ઇચ્છા પ્રમાણે દરેક વસ્તુ રાજા તરફથી તેને મળતી, તેથી રાજા પ્રત્યે તે અતિ પ્રેમભાવ દર્શાવતી.
જ્યાં સુધી રાજાને સદ્દગુરૂ કેશી સ્વામીનો સમાગમ નહોતો થયે ત્યાંસુધી તે રણના પ્રેમનો પ્રવાહ તેવો ને તે ચાલુ રહ્યો, પણ ચિત્તસારથીના પ્રયત્નથી કેશી સ્વામીનું તાંબિકા નગરીમાં આગમન થયું અને પરદેશી રાજાને મૃગવન ઉદ્યાનમાં પ્રસંગે સગુરૂનો સમાગમ થયો, એટલું જ નહિ પણ કેશી સ્વામીની યુક્તિભરી દલીલોથી જ્યારે પરદેશી રાજાના મનનું સમાધાન થયું, સ્વર્ગ-નરક, પુનર્જન્મ-પુનર્ભવ, પુણ્ય-પાપ, ધર્મ-અધર્મ અને શરીર ભિન્ન જીવ છે એવી ખાતરી થઈ ત્યારે રાજાએ નાસ્તિકપણના મિથ્યા સિદ્ધાંતને ત્યજી દઈ જૈન ધર્મના સત્ય સિદ્ધાંતો સ્વીકાર્યો; તેની સાથે બારવ્રત રૂ૫ શ્રાવક ધર્મ સ્વીકાર્યો અને પિતાના તાબાના સાત હજાર ગામના ચાર વિભાગ પાડી એક ભાગમાંથી દાનશાળા માંડવાનું નક્કી કર્યું. પરદેશી રાજાની ધાર્મિક વૃત્તિ એટલી દઢ થઈ કે તેણે સંસારનાં તમામ કાર્યો છેડી દીધા; માત્ર એકાંતની ! પૌષધશાળામાં ધર્મ ધ્યાન કરવું એટલું જ કાર્ય તે પિતાનું સમજ્યા,