________________
અનિત્ય ભાવના.
૩૭, તેની પણ તેને ખબર રહી નહિ. રાજા જાગૃત થયા અને પહેલા ત્રણ પદો ગાવા લાગ્યા હતા ત્યાંસુધી પણ તે વિદ્વાન ચાર અંદર હતો. રાજાના ત્રણ પદે તેણે સાંભળ્યા. સાંભળીને વિચાર થશે કે રાજાને ગર્વ આવી ગયા છે, તે ઉતારવાની દવા તેને કોણ આપે ? તેની પાસેના માણસો તો ઘણે ભાગે ખુશામતીયા જ હોય, જેથી બૂરૂં મનાવી શકે નહિ. હું રાજાને ગર્વ ઉતારી શકું, પણ આ વખતે જાહેરમાં કેમ અવાય ? જાહેરમાં આવું તે મને ચાર જાણી પકડી પાડે. હવે શું કરવું? આ વિચાર ઉપરથી તે એવા નિર્ણય ઉપર આવ્યો કે મારૂ ગમે તે થાય પણ રાજાનો ગર્વ ઉતારવાને ભારે બહાર પડવું. એમ નિશ્ચય કરીને તે ચોર રાજાના સૂવાના ઓરડાની આગળની અગાશીમાં ઉભો રહ્યો. રાજાએ ત્રણ પદ પૂરા કર્યા કે તુરત ચેરે નીચે પ્રમાણે ચોથું પદ ઉચ્ચાયું –
संमीलने नयनयोर्न हि किंचिदस्ति ॥ અથત–હે રાજન ! સ્ત્રી, મિત્ર, નેકર, હાથી, ઘેડા, લશ્કર વગેરે બધું ત્યાંસુધી તારૂં છે કે જ્યાં સુધી આંખ ઉઘાડી છે પણ આંખ બંધ થઈ ગઈ પ્રાણ ઉડી ગયા, કે કંઈ પણ તારૂં નથી. કબીરદાસના કહેલા શબ્દોમાં બોલીએ તો “ આપ મુએ પીછે ડુબ ગઈ દુનીયા.” ચોથું પદ સાંભળીને રાજાના મનમાં એક તો લોક પૂર્ણ થશે તેથી તેષ થયે અને વળી તે પદ એવું ચમત્કારી અર્થસૂચક હતું કે તેના અર્થને વિચાર કરતાં રાજાને ગર્વ પણ ઉતરી ગયો. પણ આ પાદપૂર્તિ કરનાર કોણ છે? તપાસ કરાવીને તેને રાજાએ પોતાની પાસે બોલાવ્યો. વિદ્વાન ચારે પણ રાજાની સન્મુખ ઉભા રહી ચોથા પદનો અર્થ સારી રીતે સમજાવ્યો. રાજાએ પૂછયું કે “તું કોણ છે” તેણે કહ્યું કે “હે રાજન ! હું ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલ એક ગૃહસ્થ છું, પણ જન્મથી કઈ એવા સંસ્કાર મારી બુદ્ધિમાં પડી ગયા છે કે તેથી હમેશાં વૃત્તિ