________________
અનિત્ય ભાવના છે, પિતાને મળેલી થેડી સંપત્તિને ગર્વ કરી રહ્યા છે, અને તેવી સંપત્તિ વધારવાને ન કરવાલાયક કાર્યો આચરી રહ્યા છે, તેઓએ એટલું તો અવશ્ય વિચારવું જોઈએ કે આ હવેલી, હાથી, ઘોડા, રથ, કુટુંબ, પરિવાર, શરીરબળ, યૌવન, લક્ષ્મી, બાગ બગીચા, જમીન, ગામ ગરાસ, અધિકાર અને સત્તા એ સર્વે કયાંસુધી રહેવાના છે, અથવા આપણે પિતે કયાંસુધી ટકવાના છીએ ? પુણ્ય કે આયુષ્યનું બળ હોય ત્યાંસુધી જ તે બંનેને સંયોગ છે, પણ પુણ્ય અને આયુષ્ય કયાંસુધી સ્થિર રહેશે? એ બંને ચીએ એવી નથી કે લાખો અથવા કરોડો વરસ સુધી કાયમ રહે. વધારે તો શું પણ પાંચ પચીસ વરસ સુધી નિયમિત રીતે ટકી રહે તેમ પણ નથી. વખતે બીજે જ ક્ષણે બદલાવાની હોય તો બીજે જ ક્ષણે નાશ પામે. જે ક્ષણે નાશ પામવાની હોય ત્યારે કોઈની સત્તા નથી કે તેને નાશ પામતાં અટકાવી શકે. એવા તો ઘણાએ દાખલા જોવામાં આવે છે કે એક ક્ષણે રાજા અને બીજે ક્ષણે તે રાંક બની જાય છે. એક ક્ષણે શાહુકાર અને બીજે ક્ષણે દરિદ્ર, એક ક્ષણે નીરોગી અને બીજે ક્ષણે રોગી, એક ક્ષણે જીવતે, બીજે ક્ષણે મરણ પામતો જોવાય છે. તો જ્યારે પુણ્ય અગર આયુષ્ય એ બેમાંની એક ચીજનો અંત આવશે તેની સાથે જ સર્વ સંપત્તિનો વિયોગ થશે. મારૂં મારૂ કર્યા છતાં એક ક્ષણભર પણ તેને ઉપભોગમાં લેવાનો હક્ક નહિ રહે.
દૃષ્ટાંત–ભેજરાજાની એક અવસ્થાનું દૃષ્ટાંત અહીં લઈએ. ભેજરાજાની ઉદારતા અને વિદ્વતા એ બે ગુણે સર્વત્ર પ્રસિદ્ધ છે. આ બે ગુણની સાથે અભિમાનરૂપ અવગુણ ન રહે એવું તે કોઈનું જ અંતઃકરણ હશે. ભોજરાજામાં અભિમાનનો દોષ કદાચ સ્વાભાવિક નહિ હોય, પણ કોઈ વખતે આવિર્ભાવ પામે એ અસ્વાભાવિક નથી. એક વખત રાત્રિનો થોડો ભાગ અવશેષ રહ્યા હતો, બંદીજનો