________________
૩૪
ભાવના રાતક.
ખાવામાં આવી, તે ચીજની સામે નજર કરતાં હવે સૂગ ચડે છે. તેની ઉછળતી દુર્ગંધ પણ ખમી શકાતી નથી. એટલી વારમાં સ્વરૂપ પિરવર્તન થઈ ગયું તેનું કારણ ? કારણ ખીજાં કંઈ નહિ. પુદ્ગલ સ્વભાવ જ એવા છે. શુભ વર્ણના અશુભ વણુ અને અશુભ વના શુભ વણુ, સુરભિ ગંધના દુરભિ ગંધ અને દુરભિ ગંધના સુરભિ ગંધ, શુભ રસના અશુભ રસ અને અશુભ રસના શુભ રસ અને છે. સાબુ ખાર આદિથી ઉજ્વલ બનાવેલું વસ્ત્ર પહેરી તેથી કે કંદોઈની દુકાને બેસતા માણસનાં વસ્ત્ર ચાર પાંચ દિવસમાં એવાં મલીન થઈ ગએલાં જોવામાં આવે છે કે જાણે તે વસ્ત્ર જ ન હોય !
એક તરફ વસ્તુઓ આવી રીતે પરિવર્તન પામતી જાય છે, નવીની જુની અને જીનીની નવી વસ્તુ બને છે, એક વસ્તુ હાય ત્યાં અનેક અને અનેક હોય ત્યાં એક પણ રહેવા પામતી નથી, જલ ત્યાં સ્થલ અને સ્થલ ત્યાં જલ, ગામ ત્યાં શહેર અને શહેર ત્યાં સ્મશાન બની જાય છે; બીજી તરફ આપણે પાતે પણ બદલાતા જઇએ છીએ. બાલ્યાવસ્થા, કિશારાવસ્થા, તરૂણાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા એ દરેક અવસ્થામાં શરીર વગેરેની સ્થિતિ બદલાતી જાય છે, એટલું જ નહિ પણ તેની સાથે પુણ્યની સ્થિતિ પણ અદલાયાં કરે છે. એક વખતે જે જે ઇચ્છા થાય તે તે વસ્તુ મળતી આવે, ખીજે વખતે જે જે ઇચ્છે તેનાથી વિપરીત જ પ્રાપ્ત થાય ! એક વખત હારા માસા ઉપર હુકમ ચલાવે છે, બીજી વખત હારાના હુકમા ઉઠાવવા પડે છે. એક વખત ખેસવાને હાથી ધાડા પાલખી મળે છે ત્યારે બીજી વખત ગાડીના બળદને ઠેકાણે જોડાવુ પડે છે . અગર ખીજાની પાલખી પેાતાને ખભે ઉપાડવી પડે છે! એક વખત જમવાને મનમાનતી રસાઈ એ તૈયાર થાય છે ત્યારે બીજી વખત સુકા રોટલાના કકડા પણ મળતા નથી! આમ એવડી રીતે પરિવર્તન પામતા દૃશ્ય જગતમાં જે મનુષ્યા તલ્લીન થઈ રહ્યા