________________
અનિત્ય ભાવના.
થવાનું નથી, તેા પછી બીજી વસ્તુઓની તા કરવી ? (૯)
33
વાત જ શી
વિવેચન—આ જગતમાં જેટલી ચીજો દૃશ્ય છે અર્થાત્ દૃષ્ટિાચર થાય છે તે સ` ચીજો પુદ્ગલ સ્વરૂપ છે. પુદ્ગલ એટલે “પૂરળાજનશ્ર્વમાવઃ પુત્તS: ’” અર્થાત્–“ પુરાવું–મળવું અને ગળી જવું— વિખરાઈ જવું એ જેને સ્વભાવ છે તે પુદ્ગલ કહેવાય છે. ” આકાશમાં સાંજની વખતે રંગ ખેર'ગી દેખાતી સંધ્યા એ પુદ્ગલ છે, અને સૂના ઉદયની સાથે ખીલેલા ફૂલની સુગંધ એ પણ પુદ્ગલ છે. ખાવાનાં પકવાન્તા, પહેરવાનાં વસ્ત્રો, આભૂષા, સૂવાની શય્યા, આસના, રહેવાની હવેલી એ સર્વ પુદ્ગલની જ વસ્તુઓ છે. એટલા માટે તે ક્ષણે ક્ષણે પલટાયા કરે છે. સાંજને વખતે સંધ્યાના રાગથી આકાશ જળહળી રહેતું જણાય છે, પણ પાંચ મિનિટ રહીને જોઈએ છીએ તે! અંધકાર છવાઈ ગયેલા જણાય છે. ઘેાડી વાર થાય છે અને ચંદ્રના ઉદય થાય છે ત્યારે અંધકાર પણ નષ્ટ થાય છે અને તેની જગ્યા પ્રકાશને મળે છે, એટલે ચંદ્રિકાની જ્યેાતિ ઝગમગી રહે છે, પણ થેાડા વખત પછી વળી અંધકારનું આગમન થાય છે અને ચદ્રિકા અદશ્ય થાય છે. પ્રભાત થાય છે એટલે સૂર્યના ઉદય થતાં આતપ પ્રસરે છે અને અંધકાર નષ્ટ થાય છે. સૂર્ય` પણ પ્રભાતે કિશાર, મધ્યાન્હે યુવાન અને સાંજ પડતાં તે વૃદ્ધ ખની અસ્ત પામી જાય છે—પ્રકાશને ખેંચી લઈ અંધકાર મૂકતે જાય છે ! પ્રકાશ અને અંધકાર એ પણ સ પુદ્ગલ સ્વરૂપ છે. સૂર્ય અને ચંદ્ર જેવા જ્યાતિવાળા પદાર્થી પણ સ્થિર નથી, કિન્તુ ક્ષણે ક્ષણે પરિવર્તન પામ્યા જ કરે છે, તેા ખીજાની શી વાત કરવી ? પૈસા ખરચી પરિશ્રમ લઈ કઈ ખાવાની સારામાં સારી ચીજ બનાવી પેટમાં નાંખી કે તરત ઉલટી થઈ, તે તેનું સ્વરૂપ તદ્દન બદલાઈ ગએલું માલમ પડે છે! જે વસ્તુ થાડા વખત પહેલાં ખુશી થઈ
૩