________________
=
અનિત્ય ભાવના
૩૧ ડેસાના હાથમાં મૂક્યો, તે આંધળા ડોસાએ પોતાના મહેઢામાં મૂક્યો, અને મૂકતાંની સાથે જ તે કાદવ હોવાનું જણુયાથી તેણે શુંકી દીધો એટલે તેની પાઘડી ઉછાળીને હસતો હસતો પેલો છોકરો દોડી ગયો અને ડોસે બુમ પાડી તેથી ફળીયામાંથી ચાર પાંચ બીજા જુવાનીયા આવ્યા તેમણે તે ડોસાને પાઘડી પાછી આપવાને બદલે તેની કાછડી કાઢી નાંખીને વધારે પજવ્યો.
આ પ્રમાણે જુવાનીના મદમાં કેટલાએક દુઃખી થતા વૃદ્ધ મનુષ્યોની છેડ કરે છે પણ તેમને એટલી ખબર નથી કે “એક વખત આપણું પણ એવી જ દશા થવાની છે. તે પણ લાંબે વખતે નહિ પણ તરત જ આવવાની છે. જુવાનીને જતાં કંઈ પણ વાર નહિ લાગે. પતંગના રંગની પેઠે તે તરત ઉડી જશે.” કોની જુવાની કાયમ રહી છે? જેઓ થોડા વખત પહેલાં જુવાન હતા તેઓને બુઢ્ઢા થતાં આપણે નજરે જોઈએ છીએ. જેમ તેઓ બુઢ્ઢા થયા, તેમ દરેક જુવાન અવશ્ય બુદ્દો થવાને જ, જયારે તે બુદ્દો થશે ત્યારે તેના પણ તેવા જ હાલ થશે. ભર્તૃહરિનાં આ વચનો તેમણે યાદ રાખવાં જોઈએ:
गात्रं संकुचितं गतिर्विगलिता भ्रष्टा च दन्तावलि । दष्टिनश्यति वर्द्धते बधिरता वक्त्रं च लालायते ॥ वाक्यं नाद्रियते च बान्धवजनैर्भार्या न शुश्रूषते ।
हा कष्टं पुरुषस्य जीर्णवयसः पुत्रोप्यमित्रायते ॥ १ ॥
અર્થાત–જ્યારે માણસને વૃદ્ધાવસ્થા લાગુ પડે છે, ત્યારે શરીર સંકોચાઈ જાય છે, પગ નરમ પડી જાય છે, ચાલવાની શક્તિ રહેતી નથી, દાંતની પંક્તિ પડી જાય છે, આંખનું તેજ ઘટી જાય છે અગર બંધ થઈ જાય છે, કાને બહેરાશ આવે છે, મેઢામાંથી લાળ ઝર્યા કરે છે, કુટુંબમાં તેને અનાદર થાય છે,