________________
અનિત્ય ભાવના
૨૯
વિના હકે તેની પાસેથી કંઈ પણ છીનવી લેવાનું કપટ પેદા થાય છે, નાના પ્રકારે અભિમાન આવી જાય છે, એટલે કેઃ-હું ઉચ્ચ જાતિને હું, મ્હને ઉત્તમ પ્રકારની સામગ્રીના લાભ થયેા છે, તે બીજા કાને નથી. હું ઉંચા કુળના છું–મારા જેવું કાને ઉંચુ કુળ નથી. મ્હારૂં અશ્વય પ્રબળ છે, તેવું ખીજાને નથી. મ્હારૂં બળ–સામર્થ્ય અધિક છે, તેવું કોઈનામાં નથી; મ્હારૂં રૂપ ઘણું સારૂં' છે તેવું કાઈનું નથી; મ્હારૂં તપ ઊંચા પ્રકારનું છે-તેવું કાષ્ઠનું નથી; મ્હારૂ' જ્ઞાન વધારે છે તેવું કોઈનું નથી: એમ અનેક પ્રકારે છતી વસ્તુના મદ અને અછતી વસ્તુઓનું માન પેદા થાય છે. વક્રપણે જેની તેની ભાંડ ભવૈયાની પેઠે મશ્કરી કરવાની બુદ્ધિ ઉપજે છે. ભાગજોગે પેાતાને કંઈ સારી વસ્તુની પ્રાપ્તિ થાય તે તે અત્યંત ખુશ ખુશ થાય છે, હર્ષોંધેલા અને છે, કોઈ વસ્તુના વિનાશ થાય તે અત્યંત ક્લેશરૂપ વિષાદ થાય છે, અનેક પ્રકારના ભય પેદા થાય છે, ષ્ટિ વસ્તુના વિયેાગ પ્રસંગે ધણા વખત સુધી તેને શાક થાય છે, વળી સાસુને રંગ લાગે છે ખીજાઓની મલિનતા તરફ તેને સૂગ પેદા થાય છે. પુરૂષ હાય તા સ્ત્રી ભાગવવાની ઈચ્છા થાય છે, સ્ત્રી હાય ! પુરૂષ ભાગવવાની ઈચ્છા થાય છે, નપુંસક હાય તા સ્ત્રી અને પુરૂષ એ બન્નેને ભાગવવાની ચ્છિા થાય છે. આ પ્રમાણે જુવાનીમાં માહના ઉદય થાય છે તેથી અજ્ઞાનપણે મનુષ્યજન્મને સાક કરવાના વખત જે ચિંતામણિ રત્ન સમાન ગણાય છે તેને નિર્ક ગુમાવે છે અને આત્મહિતને વિસારે છે. આંખે પાટા બાંધી શણગાર સજીને વરધાડામાં કરનાર વાગતાં વાજા'ના નાદને આધારે સાથે ને સાથે તેા કરી શકે છે પણ તેના શરીરપરના શણગાર ઉપાડી લેનારને તે જોઈ શકતા નથી. તેમ જુવાનીના મદવડે આંધળા બનેલા ચાલુ નકલીઆ જમાનામાં વાગતાં વાજા' જેવાં કે નાટકા, હાટલા, ફેશન, એટોક્રેટા અને શૃંગારિક નાદશ્રવણેામાં બીજાએની સાથે સાથે જાય તેા છે,
તેા