________________
ભાવના-સતક.
रे जानीहि तवाधि नाम निकटं माता दशेयं द्रुतं । सन्ध्याराग इवेह यौवनमिदं तिष्ठेचिरं तत्किम् ॥ ८॥
જુવાનીની અસ્થિરતા. અર્થ–અરે એ યુવક ! પેલે વૃદ્ધ ડેસે કે જેનું શરીર જરાછર્ણ થવાથી બેવડું વળી ગયું છે, કે જે હાંફતો હાંફત લાકડીના ટેકાવતી ઘણી મુસીબતે ચાલી શકે છે, બિચારો ચાલતાં ચાલતાં લડથડીયાં ખાઈ પડી જાય છે, તે ડોસાની તું શા માટે મશ્કરી કરે છે? આટલે બધે જુવાનીના ગર્વમાં ગરકાવ થઈ ગયો છે, અગર અજ્ઞાનસાગરમાં ડુબી ગયેલ છે કે જુવાની જવાની છે તેને ખ્યાલ સરખો પણ હુને થતો નથી? સમજ સમજ! કંઈ વિચાર કર ! આ જુવાની થોડે વખત સુધી જ ટકવાની છે, ચાર દિવસ જ હેને ચટકો છે, સંધ્યાના રાગ સમાન જુવાની થોડા વખતમાં જ્યારે ચાલી જશે ત્યારે હારી પિતાની પણ આ જ દુર્દશા થવાની છે. તું યાદ રાખજો કે જે દશા ડોસાની જોઈ તું મશ્કરી કરે છે, તે જ દશા હને પિતાને વીંટી વળશે, ત્યારે હને પણ આવું જ દુઃખ વેઠવું પડશે. (૮)
વિવેચન-“જુવાની દીવાની ” એ કહેવત અનુસાર જુવાન અવસ્થામાં ઠામ ઠામ મદિરાપાને છકેલા માપની પેઠે દીવાનાપણું ઘણે ભાગે જોવામાં આવે છે. મદિરા પીનારને જેમ ભાન રહેતું નથી તેમ જુવાનીમાં વિવેક રહેતો નથી. જ્યાં વિવેકની ગેરહાજરી ત્યાં મેહની પ્રબળતા હોય છે, એટલે જેય દેવતા ઉપર ગરમ થએલા કડકડતા તેલમાં પાણી પડે તો ઉભરાઈ જાય છે તેમ સહજ નિમિત્ત મળતાં ક્રોધના આવેશમાં આવે છે, આખા જગતના પદાર્થ માત્ર પોતાના કબજામાં આવે તે પણ સંતોષ પામે નહિ તેટલો લોભ આવિર્ભાવ પામે છે. ગમે તેને ગમે તેમ છેતરીને