________________
-
-
અનિત્ય ભાવના.
૨૩
નથી ચાલતી શાહુકારોની શાહુકારી, કે નથી ચાલતી અરજદારોની અરજદારી, નથી ચાલતું અમલદારોનું અભિમાન અને નથી ચાલતી કમાન્ડરોની કમાન. નથી ચાલતું નિશાન તાકનારાઓનું નિશાન અને નથી ચાલતું સુકાનીઓનું સુકાન. નથી ચાલતી ગવૈયાની ગાનકળા અને નથી ચાલતી કવિઓની કાવ્યકળા. નથી ચાલતી ગણિતવેત્તાઓની ગણિતકળા અને નથી કામ આવતી સાહિત્યચાર્યોની સાહિત્યકળા. નથી ચાલતી વિદ્વાનોની વિદ્વત્તા અને નથી ચાલતી વક્તાઓની વકતૃતા. નથી ચાલતો દંભીઓનો દંભ અને નથી ચાલતો યાજ્ઞિકને યજ્ઞસમારંભ, જે કાળ કોઈની પણ લાલચમાં લપટાતે હેત કે કોઈની પણ હુન્નરકળાથી પ્રસન્ન થતો હોત, કેઈની પણ હેમાં દબાતો હોત કે કોઈની પણ શરમ રાખતો હેત, કેઈની સત્તાથી પરાજય પામતો હોત કે કેઈની સમજાવટથી સમજતો હોત, તો આ જગતમાં નામીચા પુરૂષો, શ્રીમતિ, અમલદારો, રાજાઓ, બાદશાહો, ચક્રવર્તીઓ, પંડિતો કે જાદુગરો કદી પણ મરણ પામત નહિ. ગમે તે રીતે કાળને ફોસલાવી, ફસાવી, લલચાવી, ભૂલાવી, સમજાવી, હરાવી, દબાવી કે રંજન કરી પાછો વાળત અને મતથી બચી જાત. પણ તેમ થતું તો દેખાતું નથી. ચક્રવર્તી બળદેવ, વાસુદેવ, માંડળિક, માધાતા રાજાઓ અને કળાવાન હુન્નરી બળવાન સત્તાવાન અનેક પુરૂષો આ પૃથ્વી ઉપર થઈ ગયા છે પણ તેમને કોઈ પુરૂષ હાલ દેખાતો નથી. જે હોય તે બતાવે ભરત આદિ ચક્રવર્તીઓ કે જેમની પાસે છ ખંડનું રાજ્ય હતું, બત્રીસ હજાર મુકુટબંધ રાજાએ જેને નમતા હતા, ચોરાસી લાખ હાથીઓ, ચોરાસી લાખ ઘોડા, ચોરાસી લાખ રથો અને ૯૬ કરોડ પાયદળ લશ્કર જેમની પાસે હતું. ત્રણ કરોડ કેટવાળ, ત્રણ કરોડ કામદાર અને તેટલા જ મંત્રી મહામંત્રી હતા. ચૌદ રત્નો જેઓનું દરેક કામકાજ કરતા હતા, અને સોળ હજાર દેવતાઓ જેમની સેવામાં હમેશ હાજર રહેતા હતા. તેવા ચક્રવર્તીએમને એક તે બતાવો !