________________
અનિત્ય લાવના.
૨૫ કુટુંબના માણસોના અગર બીજાંઓનાં ખૂન કરી નાંખે તેવા મનુષ્યો પણ જ્યારે મેતના મિજમાન બને છે ત્યારે તેમની આંખે ઉડી જાય છે. ભૂતકાળનાં કાળાં કર્યો તેની નજર આગળ ખડાં થાય છે, ત્યારે હદયમાં કંપારી છૂટે છે અને પારાવાર પશ્ચાત્તાપ થાય છે, પણું ઘર સળગ્યા પછી કુવો ખોદાવવાથી આગ કયાંથી લાય અને માલ ક્યાંથી બચે? માટે પ્રથમથી પ્રયત્ન કરવો જોઈએ. ડાહ્યા મનુષ્ય તે ગણાય કે જે કાળની દૂતી જરા અવસ્થાનું એકાદ ચિલ્ડ નજરે ચડતાં તરત ચેતી જાય.
દષ્ટાંત-એક રાજાનું દષ્ટાંત આ સ્થળને બંધબેસતું છે. એક રાજા કે જેના તાબામાં મોટું રાજ્ય હતું, જેણે પિતાના દુશ્મનને નમાવ્યા હતા, તે રાજા એક વખતે પોતાના મહેલમાં એક પલંગ ઉપર બેઠો છે. તેની જોડે તેની રાણી હાસ્યવિલાસ કરતી બેઠી છે. પ્રસંગને અનુસરતી વિનંદની વાતો ચાલી રહી છે. એટલામાં ભીંતપર ગોઠવેલા અરીસા તરફ રાજાની નજર ગઈ કે અચાનક રાજાના ચહેરા ઉપર લાનિ છવાઈ ગઈ. વિનોદ અને વિલાસને સ્થળે ઉદાસીનતા આવી ગઈ. રંગમાં ભંગ પડી ગયો. આ જોઈ રાણી પણ બહેબાકળી બની દીન સ્વરે રાજાને આ પ્રમાણે વિનવવા લાગી – રાણી–( દુહો )
ખોળે ભરી છે સુખડી, પાનનાં બીડાં હથ્થ,
જળહળ જ્યોતિ જગમગે, કેમ અલુણું કંથ? (૧) અર્થાત–હે પ્રાણનાથ ! આ મીઠાઈ મેવાના ખુમચા ભરેલા મારા ખોળામાં પડયા છે, આપને ખાવાને પાનનાં બીડાં તૈયાર કરી મેં હાથમાં રાખ્યાં છે, સામે રત્નોની જ્યોતિ જળહળી રહી છે, હાસ્યવિલાસને રંગ જામ્યો છે, તેમાં એકાએક આપ કેમ ઉદાસ થઈ ગયા ? ભૂતકાળના કાંઈ પ્રસંગ સાંભરી આપે કે ભવિષ્યમાં કાંઈ આફત આવવાની આગાહી મળી છે કે શરીરમાં કંઈ ગુપ્ત વેદના ઉત્પન્ન થઈ છે ? શા કારણુથી અચાનક રંગમાં ભંગ પડ્યો ?