________________
ભાવના-શતક,
પૃથ્વીના બાદશાહે અને માંડલિક રાજાઓ પણ જ્યારે મેતના પંજામાં પકડાઈ જઈ, હતા નહતા થઈ ગયા, ત્યારે બીજા સામાન્ય માણસની તો વાત જ શી કરવી ? (૭)
વિવેચન-આ જગતમાં કાળ નામનો રાક્ષસ એટલો બધે જોરાવર છે કે તેણે નાના મહેટા સર્વને એકસરખી રીતે સંહાર કર્યા છતાં પણ તે શાન્ત પડતો નથી. તેણે શક્તિવાળા સમર્થ શ્રીમંતો, પિતાની શબ્દગર્જનાથી સિંહને પણ ડરાવી ભગાડનારા શૂરવીરો, શત્રુવર્ગોને હંફાવી જેર કરનાર બલિષ્ઠ રાજાઓ, વૈદ્યવિદ્યાના પારંગત વૈદ્યરાજે, શુદ્ધ ધર્મના આરાધક પૂજનિકે, ઢોંગદ્વારા પૂજાતા હૈંગીઓ, લક્ષ્મીના અભિમાનીએ, પવિત્ર મહાત્માઓ, અપવિત્ર લુચ્ચાઓ, શીળવંતી સતીઓ, વ્યભિચારી કુલટાઓ, પિતાની શક્તિના વિચારને ભૂલી બીજાઓની નકલ કરનારા નકલી આઓ, તેલ ફુલેલ લગાવી માથાના વાળની પટ્ટીઓ પાડી અહોભાગ્ય માનતા લહેરી લાલાઓ, તેમની પ્રવૃત્તિમાં અંધ બની આછાં વચ્ચે ચાળા કરી જગત ફંદમાં વધારો કર્યા છતાં ખાનદાન-અમીર કે ઉમરાવ કુટુંબમાં એાળખાવાની નકલ કરનારી તેમની લોલણુઓ, આ સર્વેને કાળ વિના પક્ષપાતે એકસરખી રીતે નાશ કરે છે. નથી ચાલતી તેની આગળ રાજાઓની રાજ્યસત્તા કે નથી ચાલતું હેટા લશ્કરનું લશ્કરી બળ; નથી ચાલતી વૈદ્યોની વૈદ્યક વિદ્યા અને નથી ચાલતી હકીમોની હિકમત. નથી ચાલતી કારીગરોની કરામત, કે નથી ચાલતાં હુન્નરીઓના હુન્નરો. નથી ચાલતો ડાકટરની દવા, કે નથી કામ આવતી માથેરાનના બંગલાની હવા ! નથી ચાલતી ઉદ્ધતાની ઉદ્ધતાઈ કે નથી ચાલતી ગરીબોની ગરીબાઈ નથી ચાલતો જેશીઓને જેષ અને નથી ચાલતો ભુવાઓને રોષ. નથી ચાલતો અમલદારોને રૂવાબ કે નથી ચાલતો વકીલ બારીસ્ટરોએ ઘડી કાઢેલો જવાબ. નથી ચાલતી માન્ધાતાની હાટાઈ કે નથી ચાલતી બાદશાહની બાદશાહી. નથી ચાલતી અમીરોની અમીરાઈ કે નથી ચાલતી ઠાકોરની ઠકુરાઈ.