________________
૨૦.
ભાવનાતક. નીકળ્યા. બેમાંથી એક જણ જાતમહેનતુ હતો. બે ચાર ગાઉની મુસાફરી કરવી હોય તો ગાડીનું સાધન છતાં પગપાળા ચાલ. પર્વ તિથિઓમાં ઉપવાસાદિ પણ કરતો હતો. વખતપર ઓછું હતું કે ટાઢું ઉનું જે ભેજન મળે તેના પર તે સંતોષ માનનારો હતો, ત્યારે બીજો માણસ શરીરની બહુ સંભાળ લેતો હતો. થોડું પણ કામ પોતાની જાતે કરતા નહિ. થોડો વખત પણ તે ભૂખને સહન કરતો નહિ. મુસાફરીમાં તો ક્યાંક ખાવાનું મોડું મળે, ક્યાંક ન પણ મળે, સૂવાને પથારી મળે અથવા ન મળે, આથી બીજે મિત્ર બહુ દુઃખી થવા લાગ્યો. અધૂરામાં પૂરું વળી એક સ્થળે એવું બન્યું કે તે બે જણ જે જગ્યામાં ઉતર્યા હતા, ત્યાં કોઈની ચોરી થઈ. ચોરીને આરોપ આ બે જણ ઉપર આવ્યો. બંનેને આઠ આઠ દિવસની કેદની શિક્ષા થઈ કેદીઓને ખોરાક બહુ તુચ્છ મળતો. જે સહનશીલતાવાળો હતો તે તો તેવા ખોરાકથી પણ સંતોષ માનીને નિર્વાહ કરતો, પણ બીજે માણસ કે જેને જરા ઠંડું કે માળું હોય તે પણ ભાવતું નહિ, તેનાથી કેદીને ખોરાક શી રીતે લઈ શકાય? પરિણામ એ આવ્યું કે જ્યારે સજા ભોગવી લઈ છુટવાનો વખત આવ્યો ત્યારે એક જણ જ બહાર નીકળ્યો. બીજે જણ તકલાદીપણાની ટેવથી આઠ દિવસની ભૂખ વેઠીને કેદખાનામાં જ મરણ પામ્યો. | ગમે તેવી રીતે સાચવ્યા છતાં પણ જયારે આ શરીરને વિનશ્વર સ્વભાવ દૂર થતું નથી, એટલું જ નહિ પણ જે આ શરીરની સુંદરતા લાગે છે તે પણ ચૈતન્યની હાજરીથી જ. ચિતન્ય નિકળી જતાં તો તે એક ઘડીવારમાં વિણસી જાય છે, દુર્ગધ નીકળવા માંડે છે, જીવાત પડી જાય છે અને આસપાસના વાતાવરણને પણ ખરાબ કરી દે છે. ચૈતન્યને ટકાવી રાખવાની પણ તેમાં શક્તિ નથી તો પછી કયા ગુણને લઈ તેના ઉપર મોહ કે આસક્તિ રાખવી ઘટે? કવિ દલપતરામે કહ્યું છે તેમ અંતે તે