________________
ભાવના જાતક.
સફેદ થઈ જાય છે. પુણ્ય પાતળું પડી જાય છે તેથી વૃદ્ધ પુરૂષનું મુખ અને તેનાં વચને કોઈને ગમતાં નથી. એવી રીતે જરા અવસ્થાનો ઝપાટો લાગતાં મોતની સામગ્રી તૈયાર થઈ રહે છે. જેના આશ્રયથી આ જીવનલતા ટકી રહી છે તે આયુષ્યરૂપ શાખા ક્ષણે ક્ષણે કેતરાઈ રહી છે. દિવસ, રાત, પક્ષ, માસ, ઋતુ, વરસ અને યુગરૂપી ઉંદરો આયુષ્યરૂપ તરૂશાખાના મૂળને કરકોલ્યા કરે છે. જેના તળીયામાં છિદ્ર છે એવા ઘડામાં ભરેલું પાણી જેમ ક્ષણે ક્ષણે કર્યા કરે છે અને થોડા વખતમાં તે ઘડો ખાલી થઈ જાય છે, તેમ આયુષ્ય પણ ક્ષણે ક્ષણે ઝર્યા કરે છે-ક્ષીણ થતું આવે છે. આયુષ્ય ક્ષીણ થઈ રહેતાં એક પળ પણ આ શરીર ટકી શકે તેમ નથી. એક સુભાષિતકારે કહ્યું છે કે
व्याघ्रीव तिष्ठति जरा परितर्जयन्ति । रोगाश्च शत्रव इव प्रहरन्ति देहं ॥ आयुः परिस्रवति भिन्नघटादिवांभो । हा हा तथापि विषयान् न परित्यजन्ति ॥ १ ॥
અર્થાત – જરા અવસ્થા વાઘણની પેઠે શરીરના બેહાલ કરી નાંખે છે, રોગો શત્રુઓની માફક પ્રહાર માર્યા કરે છે, ફૂટેલા ઘડામાંથી પાણી વહ્યાં કરે છે તેમ આયુષ્ય ઝરતું જાય છે, તોપણ મનુષ્યો વિષયાસક્તિ કેમ છોડતા નથી?
આ દુનીયામાં પગલે ને પગલે શરીરનાશક વસ્તુઓ ભરેલી છે. ધરતીકંપ થવાથી કેટલીએક વાર હજાર મનુષ્ય જમીનમાં જ ગરક થઈ જાય છે. નદીમાં રેલ ચડવાથી, તળાવ ફાટવાથી, સમુદ્રમાં તોફાન થવાથી પણ હજારો મનુષ્યને વિનાશ થઈ જાય છે. લડાઈઓ જાગવાથી લાખો માણસોની ખુહારી થાય છે. રેલ્વે અકસ્માતે અને બીજા અનેક ઉપદ્રવોથી જરા અને રોગ વિના