________________
ભાવના-શતક પગે ચાલતાં શરીરને ઘસારો લાગી જાય એમ જાણીને ઉંટ ઘોડા વાહન ઉપર બેસી મુસાફરી કરી શરીરને ખૂબ સાચવ્યું : ખેદની વાત છે કે એટલું કરતાં પણ અંતે શરીર ટકયું નહિ, કિન્તુ રોગ જરા અને મૃત્યુના પંજામાં સપડાઈ જઈ નષ્ટ થયું! (૬)
વિવેચન–માણસે પોતાની માની લીધેલી વસ્તુઓમાંની સાથી નજીકની વસ્તુ શરીર છે. કેટલેક અંશે લક્ષ્મી મેળવવાનો પ્રયાસ શરીરરક્ષણને માટે થાય છે. માંદે માણસ હજારો-લાખો રૂપીઆ ખર્ચીને પણ શરીરને બચાવવા ઈચ્છે છે તેથી જણાય છે કે લક્ષ્મી કરતાં પણ શરીર વધારે ઉપયોગી હોવાથી તેના ઉપર માણસને વધારે પ્રીતિ હોય છે. પણ બીજી બાજુ તરફ જોઈએ છીએ તે જેમ લક્ષ્મી ચપલા-અસ્થિર છે તેમ આ શરીર પણ તદન પાયા વગરનું–ક્ષણભંગુર જણાય છે. એક ઈમારત, ઝાડ કે તરણના ટકાવ જેટલી પણ શરીરના ટકાવની આશા રાખી શકાય નહિ, કેમકે ઇમારતને પાયો જમીનમાં ઉંડે નાંખવામાં આવે છે, ઝાડનાં મૂળીયાં પણ જમીનમાં ઉંડાં ઉતરો ઝાડને ટકાવી રાખી પોષણ આપ્યાં કરે છે, લાંપ જેવા નિર્જીવ તરણું પણ જમીનમાં જડ ઘાલી રહે છે, ત્યારે આપણું શરીર તો તદ્દન નિમૂળ હોય છે. તેને રોગરૂપે પવનને એકાદ સપ્ત ઝપાટો લાગ્યો કે જમીન ઉપર ધસી પડતાં શું વાર લાગે ? રોગોને કંઈ બહારથી બોલાવવા જવું પડતું નથી. તે તે શરીરની અંદર ભર્યા જ પડ્યા છે. શરીરમાં રહેલા રૂંવા તે રોગને સૂચવનારાં નિશાનો વા વજાઓ જ છે. એક રોગ પોતાના મૂળમાં પણુબબે રોગની સત્તાનું સ્વામીપણું ભોગવી રહેલ છે. જે નાવાનું તળીયું બોદું પડી ગયું છે અથવા નીચેનાં પાટીયાંમાં હેટાં મોટાં છિદ્રો પડી ગયાં હોય તે નાવામાં બેસીને સમુદ્રમાં મુસાફરી કરનાર મનુષ્ય પોતાની જિંદગીની આબાદીનો વિશ્વાસ કયાંસુધી રાખી શકે? તેટલો વિશ્વાસ પણ આ છિદ્રવાળા અને રોગથી ભરેલા શરીરની આબાદીને માટે રાખી શકાય નહિં.