________________
અનિત્ય ભાવના,
૧૭
શરીરની બહારના વાતાવરણમાં પણ રોગ ઉત્પન્ન થવાનાં કંઈ થોડાં નિમિત્તા છે? જરી હવા ઠંડી થઈ કે તરત ફેફસાંમાં શરદી લાગે છે અને પછી શરીરના બીજા ભાગો ગબડી પડે છે. માસામાં પાણવાળા ભાગમાં મચ્છરોની વધારે ઉત્પત્તિ થઈ કે મેલેરીયા તાવની ઋતુ ચાલુ થાય છે, અને તેમાં ટપોટપ માણસે સંપડાવા માંડે છે. વધારે વરસાદથી જમીનમાં ભિનાશ વધતાં મરડાને રોગ લાગુ પડે છે. વધારે ગરમી પડતાં કેલેરા ફાટી નીકળે છે. પાણીના વિકારોથી ખસ, દાદર, વાળા વગેરે રોગો ઉદ્દભવે છે. રોગકારક સૂક્ષ્મ જંતુઓની વૃદ્ધિ થવાથી ઑગ, ધનુર્વા, ક્ષય વગેરે દર્દી ફેલાય છે. આવા અનેક સંયોગો મળતાં શરીરની અંદર સત્તામાં રહેલા રગે એકદમ બહાર ફૂટી નીકળે છે. તે રેગો શરીરને શિથિલ–અશક્ત બનાવી દે છે અથવા મોતને સ્વાધીન કરી દે છે. પછી ભલેને બાળ હોય કે જુવાન હય, સ્ત્રી હોય કે પુરૂષ હોય, રાજા હોય કે રંક હોય, પણ રોગોનો ઉપદ્રવ થયો કે પળ એકમાં આ શરીર ગબડી જાય છે. એક તરફ રેગો શરીરને શિથિલ બનાવવાનું કામ કરે છે, બીજી તરફ જરા અવસ્થા અને મૃત્યુ શરીરમાં પ્રવેશ કરવાને ડોકીયાં કરી રહ્યાં હોય છે. જરા છે તે નારી જાતિ, પણ તેના કારી જખમો એટલા ઉંડા પડે છે કે તેથી માણસને ગમે તેવું મજબુત શરીર ઘાયલ થઈને જર્જરિત બની જાય છે. જરા અવસ્થાનું ઝેરી બાણ મોઢામાં વાગે છે, તે દાંતની બત્રીશીનું સત્યાનાશ વળી જાય છે. તેને ધક્કો આંખને લાગે છે તે આંખનું તેજ જતું રહે છે અને અંધાપે આવી જાય છે. કાનમાં વાગે છે તો કાનના પડદા તૂટી જાય છે અને સાંભળવાની શક્તિના બાર વાગી જાય છે, કેડમાં વાગે છે તો કેડ વાંકી વળી જાય છે, મસ્તક કંપ્યા કરે છે, હાથ ધ્રુજવા મંડે છે, શરીરનું લેહી શોષાઈ જાય છે, ત્વચામાં લીલરી વળી જાય છે, બળ તદ્દન ક્ષીણ થાય છે, મેઢાનું તેજ મંદ પડી જાય છે, અને બાલ તમામ