________________
અનિત્ય ભાવના.
૧૯
પણ ઘણા જાનેાની પાયમાલી થતી જોવામાં આવેછે. ઠેસ વાગતાં, ઉધરસ આવતાં, બળખા અટકી જતાં કે હૃદય બંધ થઈ જતાં ઘણાં મરણે। નિપજી જાય છે. જીવવામાં હજારા મુશ્કેલીઓ નડે છે, ત્યારે મરવું તે સહજ છે. આવી સ્થિતિમાં આ શરીરની આબાદી ઉપર વિશ્વાસ રાખી સુસ્ત થઈ બેસી રહેવું એ કેટલી મૂર્ખાઈ છે તે સ્પષ્ટ સમજાય તેમ છે. બિચારા કેટલાએક પામર જીવા આ દેહથી પરમા કરવામાં કે ધર્મીનુષ્ઠાન કરવામાં શરીર ધસાઇ જવાની ખીક રાખે છે. જો તેઓને ઉપવાસ, એકાસણું, આયંબિલ વગેરે તપસ્યા કરવાનું કહેવામાં આવે તેા તેઓ એમ કહે કે અમારાથી ભૂખ સહન થઈ શકે નહિ ! ભૂખથી અમારૂં શરીર સુકાઈ જાય ! જો તેમને પરમાવાળું કાઇ જાતમહેનતનું કામ બતાવવામાં આવે તેા શરીરે પરિશ્રમ લેવાથી શરીરને ધક્કો લાગે એમ માની પરમાથી દૂર રહે છે. જેનાથી આત્માની શુદ્ધિ થાય તેવાં સામાયક પ્રતિક્રમણ પ્રભૂતિ ધાર્મિક અનુષ્ઠાનેા કરવાથી શરીરને તકલીફ પડે એમ માની ધાર્મિક અનુષ્ઠાનેા પણ કરતા નથી. કેવળ સારા સારા પદાર્થી આરેાગવા, સારાં વસ્રો-આભૂષણા હેરવાં, ધાડા ગાડીમાં એસીને કરવું, રમવું, ન્હાવું, સૂઈ રહેવું અને શરીરને પાષવું, એ કાર્યમાં રાત દિવસ મચી રહી જેએએ શરીરને પુરતી રીતે સાચવી રાખ્યું તેઓના શરીરને રાગ, જરા અને મૃત્યુ શું મૂકી દે છે ? નહિ જ. સૌથી પ્રથમ તેના શરીરને જ રાગાદિકના ઉપદ્રવ " भोगे रोगभयं લાગુ પડે છે. અનુભવસિદ્ધ નિયમ છે કે વધારે ભાગા ત્યાં વધારે રાગેા. શરીરના ઉપર વધારે મેાહરાખનાર અને વધારે સાચવનારને થાડું દુ:ખ પણ મેરૂ જેવ ુ લાગે છે. ક્યાંક પરવશપણે થાડો પણ પરિશ્રમ લેવા પડે તે તે તેમને મહાભારત જેવું લાગે છે. ઘેાડો પણ ઉત્પાત તેમને ભયંકર જણાય છે અને તેવી આફતમાં વગર માતે તેઓ મરી જાય છે.
આ
દૃષ્ટાંત—એક વખત કોઈ એ મિત્રા પરદેશની મુસાફરીએ
""