________________
૧૪
ભાવના-શતક મેળવવાને શ્રી કૃષ્ણને દરીય ળવો પડ્યો. આ વાતને આલંકારિક રીતે એમ માનીએ કે લક્ષ્મી-દ્રવ્ય મેળવવાને દુઃખને દરીયો ડોળો પડે છે તે કંઈ ખોટું નથી. આટલું દુઃખ હેરીને પણ મેળવેલી લક્ષ્મી પિતાના ધણને છેવટને વખતે પણ સુખ આપતી નથી; માટે જ તેને ઉલ આપવામાં આવ્યો છે કે “રવં નિયા શીશ” હે લક્ષ્મી ! તને લોકે માતા તરીકે ગણે છે, તેથી માતા તરીકે પુત્રો પર વત્સલતા રાખવી તહને ઉચિત છે; તે ગુણ તારામાં નથી તો કંઈ નહિ, પણ હારા પાલક હારૂં રક્ષણ કરવાને કેટલી તકલીફ ઉઠાવે છે, ત્યારે માટે વખતપર પોતાના પ્રાણનો પણ ભેગ આપે છે, તે પણ તું લક્ષ્યમાં લેતી નથી અને ઉપકારને બદલો વાળી પ્રત્યુપકાર કરતી નથી એટલે કૃતજ્ઞતાના ગુણને પણ કતનતાના દોષથી તે દબાવી દીધે, તે પણ કદાચ જાતે કરીએ, તોપણ હારો માલીક છેવટને વખતે હારા તરફથી કંઈક દયાની આશા તો રાખી શકે; પણ કોણ જાણે હારામાં કેટલી કઠોરતા છે કે ત્યાંય પણ તું નિર્દય નીવડે છે. હારા ધણીને દુઃખી હાલતમાં પડતો મૂકી લંપટ સ્ત્રીની પેઠે તું ચાલી જાય છે અને બીજો ધણી કરે છે. આ ઉપાલંભથી કે વ્યાજનિનાથી લક્ષ્મીની અનિત્યતાનું ભાન કરાવ્યું છે. લક્ષ્મીને સ્વભાવ જ અનિય છે, તે જાણતાં છતાં લોકો જે લક્ષ્મીને કહા લઈ શકતા નથી તે દોષ લક્ષ્મીનો નથી પણ માણસોને જ છે, અને તેથી ઉપરને ઉલંભે ખરી રીતે લક્ષ્મીને નહિ પણ વિચારહીન લક્ષ્મીપતિને જ ઘટે છે. વિચારશીલ મનુષ્યોએ લક્ષ્મીના દેષો, લાક્ષ્મીની ત્રણે અવસ્થાનું દુઃખ અને તેની અસ્થિરતાને ખ્યાલ કરી અનિય ભાવનાની ઉંડાણમાં ઉતરી, લોભ તૃણું ગર્વ અને ઉદ્ધતાઈ દૂર કરવી એ લક્ષ્મીની અનિત્ય ભાવનાનું ફળ છે. ( ૩-૪ )
[ શરીર ઉપર અંધ પ્રેમ-મોહ રાખવાથી કેટલાંએક કરવાનાં કામ રહી જાય છે, જેથી શરીરનું વાસ્તવિક સ્વરૂપ સમજાવવાને નીચેનાં બે કાથી શરીરની અનિત્યતાનું વર્ણન કરાય છે.]