________________
૧૭
અનિત્ય ભાવના ભૂલી જવાય, પણ આ તો વિપરીત જ નીકળ્યું. અંત્ય અવસ્થા તે બંને અવસ્થા કરતાં ભયંકર જ નીકળી. આ ત્રીજી અવસ્થાનું નામ છે ફના અથવા નાશ ! પ્રથમ બે અવસ્થાના દુઃખને તે દ્રવ્યાર્થી લોકો સુખ કરી માની લે છે પણ આ અવસ્થાનું દુઃખ તે તેમને કંટકરૂપ લાગે છે. અર્થાત અનેક દુઃખોની પરંપરાને ઉલંઘી લક્ષમી એકઠી કરી તો પણ તે કાયમ સ્થિર રહેતી નથી. અનેક પ્રયત્ન કર્યા છતાં પણ જ્યારે તે જવાની થાય છે ત્યારે ગમે ત્યાંથી માર્ગ કરી મેળવનારની આંખમાં આંજી છેતરીને ચાલી જાય છે. તે મેળવનારની હયાતી સુધી કાયમ રહેતી હોય તે બિચારા મેળવનારને તો દુઃખ દેખવું ન પડે પણ આતે માત્ર ચાર દિવસને ચટક દેખાડી વાદળાંની છાયા, સંધ્યાનો રંગ કે દાભડાની અણિ ઉપર જામેલ પાણીને બિંદુની પેઠે શીધ્ર અદશ્ય થઈ જાય છે. ખરેખર દલત તે દ=બે, લત લાત મારનારી જ થઈ જ્યારે આવી ત્યારે ગરદનમાં લાત મારી તેથી છાતી બહાર નીકળી આવી અને મસ્તક અનમ થયું હતું પણ જતી વખતે તે કેડમાં એવી લાત મારતી જાય છે કે બિચારાની કેડ વાંકી વળી જાય છે, અને છાતી તો ફાટી જાય છે. તેનું પાછળનું જીવન ધૂળમય બની જાય છે. ઘોડાગાડીમાં બેસીને ફરનાર અને ગાદીતકીયા ઉપર બેસનારને જ્યારે પિતાની પીઠ ઉપર બોજો ખેંચવાનો વખત આવી પુગે છે ત્યારે બિચારાને કેટલું વસમું લાગતું હશે ? તેને ખ્યાલ બીજાઓને ન આવી શકે. તે તે તેને અનુભવી જ જાણી શકે છે. લક્ષ્મીને વિયાગ તેને જીવન પર્યન્ત ખટકે છે, અને છેવટે પણ આર્તધ્યાન કરતાં આ ભવની સાથે પરભવ પણ બગડે છે. દુર્ગતિને બંધ પડે છે તેથી મનુષ્યને ભવ હારી જઈ નરક તિર્યંચમાં ગોથાં ખાવાં પડે છે. આ બધાં દુઃખનો વિચાર કરીને કહેવામાં આવ્યું છે કે “હુલ યાકરતુલ્ય ” અર્થાત ધનમાં સુખ એક બિન્દુ જેટલું પણ નથી, ત્યારે દુઃખને તે દરીયો ભર્યો છે. કેટલાએક કહે છે કે લક્ષ્મીને