________________
અનિત્ય ભાવના
૧૧
ઘરના ભાડા માટે તો કરજ કરવું પડે છે, અને તેના બદલામાં અનેક કઠોર ગાળો–પ્રહારો સહન કરવા પડે છે. તેમાં જે વચ્ચે એકાદ માંદગી આવી તો ન મળે કોઈ ચાકરી કરનાર કે પાણી પાનાર ! અનેક મુસીબતો વેઠી પડ્યા રહે છે તે કેટલેક વરસે ક્રમે ક્રમે પગાર વધે છે અને કરજથી મુક્ત થઈ કાંઈક ઉંચું મુખ કરી શકે છે. કદાચ વગેસગે વ્યાપારની લાઈનમાં ચડે તો પણ જીવ તો મુઠીમાં ને મુઠીમાં! માલની ભરતી થઈ ગઈ અને ભાવ ઉતરી ગયા હોય તો રાત અને દિવસ ચિંતા ચિંતા અને ચિંતા. “અરેરે ! આટલું બધું કરજ થઈ જશે તે હું કેમ ચુકવીશ? હવે કેમ લાજ રહેશે ?” આવી ચિંતા અને ગભરામણમાં ઉંઘ આવતી નથી, ખાવાનું ભાવતું નથી, ચિત્તભ્રમ થઈ જાય છે, વખતે આપઘાત કરવાને દોરાય છે. કદાચ પુણ્યનો યોગ હોય તો આફત ટળે અને છેવટે પૈસે મેળવે, પણ તે કેટલે દુઃખે? કેટલી મુસીબતે ? આટલી મુશ્કેલીઓ વેઠતાં લક્ષ્મી મળી તેથી પણ કંઈ દુખની સમાપ્તિ થતી નથી. દુઃખપરંપરા તો હજુ ચાલુ જ રહે છે. મેળવેલી લક્ષ્મીનું કેવી રીતે રક્ષણ કરવું, તેની ચિંતા હવેથી શરૂ થાય છે. માણસ એમ સમજે કે દ્રવ્ય મેળવ્યું એટલે તે મારું થઈ ચૂક્યું, પણ તેમ નથી. તેના ઉપર સાત પ્રકારના ઉપદ્રવો તે ચાલુજ રહે છે. નજીકના ભાયાતો અને સંબંધીઓની એવી નજર થાય છે કે અમુક શ્રીમાન નિર્વશ તુરત ભરી જાય તો તેની લક્ષ્મી અમે વહેંચી લઈએ. લુંટારા, ચેર અને ઠગારા લોકોની દૃષ્ટિ પણ ત્યાં લાગી રહે છે કે ક્યારે તક મળે અને ક્યારે તેના ઘરબાર લુંટી લઈએ. રાજા કે અધિકારીની તેવી દષ્ટિ થાય છે તેમના તરફથી ઉપદ્રવ ચાલુ થાય છે. તેમ જ અગ્નિ, જળ, ધરતીકંપ, દુષ્ટ દેવ અને વ્યસની સંતતિ તરફથી પણ મેળવેલ ધનને ઠેકાણે પાડવા પ્રયત્ન ચાલુ થાય છે. આટલા બધા ઉપદ્રવોથી લક્ષ્મીને બચાવવાને લક્ષ્મીપતિને રાત દિવસ ફિકર રહ્યાં કરે છે. ગરીબ માણસે જ્યારે નિશ્ચિતપણે સુખે