________________
અનિત્ય ભાવના
ધણીને તું કામે લાગતી નથી ! આ કેટલી બધી હારી નિર્દયતા ! ઉપકારનો બદલો અપકારમાં જ વાળે છે કે શું ? (૪)
વિવેચન-તે જ વસ્તુ ઉપાદેય ગણી શકાય કે જે વસ્તુના આદિમાં કંઈ સુખની પ્રાપ્તિ થાય, ત્યા સુખે સુખે મેળવી શકાય. કદાચ મેળવવામાં સુખ ન હોય કિન્તુ દુઃખે કરી મેળવી શકાતી હાય, પણ મળ્યા પછી જે તેમાંથી કંઈ સુખ પ્રાપ્ત થતું હોય તે પણ તે ઈચ્છવાલાયક માની શકાય. છેવટે મધ્યમાં પણ કદાચ સુખ ન મળતું હોય તે અંતના સુખની અભિલાષાએ પણ મધ્યમાં દુઃખ વ્હોરી લઈ તે વસ્તુ મેળવવાનો મનુષ્યનો પ્રયત્ન કંઈક વાજબી ગણું શકાય. પણ જેમાં પહેલાંએ દુઃખ, વચ્ચે પણ દુઃખ, અને અંતે પણ દુઃખ તેવી વસ્તુ મેળવવામાં જે મનુષ્ય પોતાની આખી જીંદગી ગુમાવી નાંખે છે તેઓ કેટલી હેટી ભૂલ કરે છે ? લક્ષ્મીને માટે ફાંફાં મારનારાઓને પણ આ જ કોટિના મનુષ્યો ગણી શકાય. લક્ષ્મીના આદિમાં, મધ્યમાં કે અંતમાં શું જોઈએ તેવું સુખ મળી શકે છે? નહિ જ. પ્રથમ તે દ્રવ્ય મેળવવામાં અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે. “ઝનની જન્મમમિત્ર સ્વ રચી અર્થાત-પિતાની જન્મભૂમિમાં નિવાસ કરીને જનનીની સેવા કરવી તે સ્વર્ગના સુખ કરતાં પણ અધિક સુખદાયક છે. આ સ્વર્ગીય સુખને, દ્રવ્ય મેળવવા ઈચ્છનારાઓએ પ્રથમથી તિલાંજલિ આપવી પડે છે, એટલું જ નહિ પણ જેઓની સાથે રમ્મત ગમ્મત કરી છે, જેઓની સાથે શાળામાં અધ્યયન કર્યું છે, તેવા જીગરના બાળમિત્રો અને ભાઇઓની આનંદભરી વાતોથી અને તેમના સહવાસથી મળતું સુખ પણ દ્રવ્ય મેળવવાને માટે ત્યજવું પડે છે. જે માતાપિતાએ ઉછેરી, પાળી પિલી, ભણાવી ગણાવી હુશીયાર કર્યો, તે માતાપિતાની વૃદ્ધાવસ્થામાં પ્રત્યુપકાર તરીકે કરવી જોઈતી તેમની સેવાભક્તિ પણ બાજુએ મૂકી દેવી પડે છે અને પતિને જ પ્રભુતુલ્ય ગણનારી પતિવ્રતા પત્નીના હાર્દ પ્રેમને પણ દ્રવ્ય મેળવવાની ખાતર