________________
૧૦
ભાવના-રાતકે
પાતાલમાં પ્રવેશ કરાવવા પડે છે, એટલે કે જન્મભૂમિ, જન્મદાતા, મિત્રા, અને જીવન સહચારિણી એ સર્વને વિયેાગ સહન કરી દ્રવ્ય મેળવવાને પરદેશ-દૂર દેશ તરફ પ્રયાણ કરવું પડે છે. માની મુસાફરીમાં જળવાટે કે સ્થળવાટે અનેક આફત આવી પડે છે. મુંબઈ, કરાંચી, મલબાર, જંગબાર, એડન કે અરબસ્તાનની સક્ર કરવાને વ્હાણુ કે સ્ટીમરમાં એઠા પછી કેટલાએકને પિત્ત ઉછળે છે, મન ભ્રમે છે અને ફેર આવે છે એટલે ખાવું પીવું બધું પડતું મૂકી કુંટીયા વાળી કે લાંબા થઈ સૂઈ જવું પડે છે! વખતે વમન થાય ત્યારે દિવસે તારા દેખાય છે. વગર માંદગીએ અધમૂઆ જેવા ખની જાય છે. એટલામાં ક્યાંય દરીયાનું તાકાન નડે છે કે પૂરેપૂરા ખેહાલ થાય છે! દ્રવ્ય તા હજી દ્રવ્યને ઠેકાણે રહ્યું, કુટુંબ કુટુંબને ઠેકાણે રહ્યું અને દ્રવ્યના ઉમેદવાર તેા જળ અને આકાશની વચ્ચે ડેાલાયમાન થવા માંડે છે ! તેના હાશકાશ ઉડી જાય છે. પારાવાર પશ્ચાત્તાપ કરે છે કે “ આના કરતાં દેશમાં જ દર અનીને રહ્યો હાત તા શું ખાટું હતું ?'' આયુષ્યને યેાગે કદાચ સહીસલામતીથી ધારેલે સ્થાને પહોંચ્યા તાપણુ જતાં વેંત તા પૈસા મળી જતા નથી. પ્રથમ તા અજાણ્યા દેશમાં પીછાણુ ન હેાવાને લીધે આમથી તેમ લટકવું પડે છે. શ્રીમાના સમાગમ માટે ધક્કા ખાવા પડે છે. “ શેઠ અખી સેા ગયે હૈં, અખી જંગલ ગયે હૈ, અખી તા આરામમે બૈઠે હૈં, અમી નહીં મીલેગે, પીછે આના આવાં શેઠના નાકરાનાં વચન સાંભળી પાછા ક્રૂરવું પડે છે. કેટલેક દિવસે શેઠની મુલાકાત થઈ તેા “તને કાણુ પીછાણે છે? તારા જેવા રઝળતા ધણા માણસા આવે છે. તું ચારી કરી ચાલ્યેા ન જા તેની શી ખાત્રી? કાણુ જામીન થાય છે?” આવા આવા અનેક અટપટા અપમાનભરેલા સવાલા શાંતિથી સાંભળી તેનેા નમ્રતાથી જવામ આપવા પડે છે. નીચેના હલકટ માણસાની ખુશામત કરવી પડે છે. છેવટે નાકરી તો મળે પણુ પગાર પેટપુરતા જ મળે છે, કપડાં અને
""