________________
અનિત્ય ભાવના
ફથી પવનના ઝપાટા લાગી શકે તેની શિખા પવનના વચ્ચે કેટલી વાર સ્થિર રહી શકે ? તેવી જ યા તેથી પણ વધારે અસ્થિર લક્ષ્મી છે. વૃક્ષની છાયા દેખીતી રીતે સ્થિર લાગે છે પણ તે એક ક્ષણ પણ સ્થિર રહેતી નથી. ક્ષણે ક્ષણે પિતાનું સ્થાન છોડી આગળ પાછળ જાય છે. સવારે એક તરફ હોય છે, સાંજે બીજી તરફ જાય છે, તેવી જ રીતે લક્ષ્મી-માયા પણ દેખીતી રીતે સ્થિર લાગે છે પણ તે ક્ષણે ક્ષણે ગતિ કર્યું જાય છે એટલું જ નહિ પણ તે જેટલી ગતિ કરે છે તેટલે અંશે પૂર્વના પુણ્યને ખપાવતી જાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે થોડે છેડે ખવાતાં ખવાતાં પુણ્ય
જ્યારે પૂરાં થઈ રહે છે ત્યારે એકદમ લક્ષ્મીનો નાશ થાય છે, તોપણ મૂર્ખ મનુષ્યો તેને કશે લાભ લઈ શકતા નથી. સત્કાર્યમાં અને સારી સંસ્થામાં તેનો વ્યય કરી પુણ્યની નવીન જ્યોતિ પ્રકટાવી શકતા નથી. તેઓ એમ વિશ્વાસ રાખીને બેસી રહે છે કે
આ લક્ષ્મી પાછળથી આપણને કામ આવશે, પણ તેમ વિશ્વાસ રાખવાથી તેઓ છેતરાય છે. પાછળથી તેમને પશ્ચાત્તાપ કરવો પડે છે કેમકે આ ને આ ભવમાં જ લક્ષ્મીનો અવશ્ય વિયોગ થાય છે. વિયોગ બે પ્રકારે થાય છે? એક તો માણસના જીવતાં લક્ષ્મી તેને છોડીને ચાલી જાય છે, બીજી રીતે આયુષ્ય પૂર્ણ થતાં માણસ જ લક્ષ્મીને અહીં પડતી મૂકી ખાલી હાથે પરલોક તરફ પ્રયાણ કરે છે. એ બે રીતે લક્ષ્મીનો વિયોગ થતાં જે તેને હા લેવામાં ન આવ્યો હોય તે છેવટે લક્ષ્મીપતિને માત્ર અફસોસ કરવાને જ વખત આવે છે. (૨)
लक्ष्मीजन्यसुखदुःखयोस्तुलना । त्यक्त्वा बन्धुजनं पियां च पितरं मुक्त्वा च जन्मावनिमुल्लंघ्याम्बुनिधि कठोरवचनं सोदा धनं सश्चितम् ॥