________________
નિત્ય ભાવના. અને પાપના પ્રવાહમાં તણાયા જાય છે, તેવા મનુષ્યોમાંના એક મનુષ્યને ઉદ્દેશી અપાએલો આ લોકમાંને બોધ માત્ર એક મનુષ્યને જ લાગુ પડે છે એમ નથી, કિન્તુ ધનમાં લુબ્ધ થએલા દરેક જણને લાગુ પડે છે. “દૂતમત્તે” એ સંબોધન પદથી જેઓની મતિ લક્ષ્મીના મદમાં યા તેની લાલચમાં બહેર મારી ગઈ છે, તે દરેક મનુષ્યનું ગ્રહણ થાય છે. ભલે લક્ષાધિપતિ કે કરોડાધિપતિ હેય પણ જે પોતાની પાસે દ્રવ્ય હોવાને લીધે અભિમાન કરે છે, ફાંકડો થઈને ફરે છે, આંખ કપાળે ચડાવી દે છે, તેને શું “હતમતિ – મૂઢમતિ ન કહી શકાય? જે મળેલ દ્રવ્યને શાશ્વત માની જમીનમાં દાટી મૂકી માત્ર દ્રવ્યને સંચય કરે છે તે શું મૂઢમતિ ન કહેવાય ? જે વસ્તુ થોડો વખત રહેવાની છે તેને માટે લાખો અને કરોડ વરસો સુધી પોતાને અને બીજાઓને દુ:ખ ભોગવવું પડે તેવાં પાપકર્મો બાંધી જે અનર્થ કરે છે તેને શું મૂઢમતિ ન કહી શકાય? કહેવાય જ. હે મંદમતે ! લક્ષ્મી મળ્યા પછી તેને જે ગર્વ આવે છે, તે તારો દોષ નથી પણ પ્રાયે તેને જ તે દેષ છે. દારૂમાં જેમ નિસ્તે ચડાવવાનો ગુણ છે તેમ લક્ષમીમાં પણ નિસ્સો ચડાવવાને ગુણ છે. અનુભવી પુરૂષો કહે છે કે એક શેર દારૂમાં જેટલો નિરસે છે તેટલો નિસ્સો સો રૂપીયામાં છે. મદિરા પીધા પછી તેના નિસ્સામાં ડાહ્યો માણસ પણ ગાંડે બની જાય છે તેમ લક્ષ્મી મળ્યા પછી અજ્ઞ મનુષ્ય ગર્વમાં ગાંડે બની જાય તેમાં શું નવાઈ? અલબત્ત, એટલો તફાવત છે કે મદિરાને નિસ્સો ગમે તેવા ડાહ્યા માણસને પણ ચડે છે. ત્યારે લક્ષ્મીને નિસ્સો માત્ર અજ્ઞ મૂઢ મનુષ્યોને જ ચઢે છે. હદયમાં કંઈક સમજણ હોય, સારાસાર વિચારવાની શક્તિ હોય તો તેને લક્ષ્મીને નિસે ચડતો નથી, પણ તેવા મનુષ્યો બહુ થોડા હોય છે. હે ભદ્ર! લક્ષ્મી આવ્યા પછી છતી આંખે દેખાતું નથી, છતે કાને સંભળાતું નથી, છતી જીભે પણ બોલાતું નથી એવી જાતને એક રોગ ઉત્પન્ન થાય છે