________________
ભાવના-ચાતક,
() શનિત્ય માવના,
[ ભાવનાઓની શરૂઆત અનિત્ય ભાવનાથી થાય છે. અનિત્ય પદાર્થોમાં સૌથી વધારે લલચાવનાર અને દુઃખ આપનાર માયા-લહમી છે, માટે પ્રથમ લક્ષ્મીની અનિત્યતાનું વર્ણન અનંતર ત્રણ કાથી કરવામાં આવે છે. ]
अनित्यभावना वातोद्वेल्लितदीपकाङ्करसमां लक्ष्मी जगन्मोहिनीं । दृष्ट्वा किं हृदि मोदसे हतमते मत्वा मम श्रीरिति ॥ पुण्यानां विगमेऽथवा मृतिपथं प्राप्तेऽपियं तत्क्षणादस्मिन्नेव भवे भवत्युभयथा तस्या वियोगः परम् ॥२॥
અનિત્ય ભાવના. અર્થ હે ભદ્ર! લક્ષ્મી જગતને મોહ ઉપજાવનારી છતાં, વાયુથી કંપતી દીપકશિખાની પેઠે અસ્થિર અને નાશ પામનારી છે. આવી રીતે તું નજરે જુએ છે, છતાં પણ આ લક્ષ્મી મહારી છે એમ જે માની બેસે છે તે શું હારી મૂઢતા નથી? હે મુગ્ધ! લક્ષ્મી-સંપત્તિ મળવી તે પુણ્યાધીન છે. પુણ્ય મર્યાદિત હોય છે. મર્યાદા પૂરી થતાં પુણ્યનું અવસાન આવે છે ત્યારે અથવા પોતાનું આયુષ પૂર્ણ થતાં પરલોકગમન કરવું પડશે ત્યારે મળેલી લક્ષ્મીને અવશ્ય વિયોગ થવાનો છે. ખાત્રીથી માન કે કાંતો લક્ષ્મીને છોડી હારે જવું પડશે અગર લક્ષ્મી ને છોડીને જશે. બીજા ભવમાં નહિ પણ આ ભવમાં જ બેમાંથી એક પ્રકારે પણ અવશ્ય લક્ષ્મીને વિરહ થશે. (૨)
વિવેચન–જે મનુષ્યો પ્રાપ્ત થએલી લક્ષ્મીને ગર્વ કરે છે, લક્ષ્મીની સત્તાથી બીજાઓને દબાવે કે સતાવે છે, અપ્રાપ્ત થએલી લક્ષ્મી મેળવવાને ચારે તરફ ફાંફાં મારી અનર્થો નિપજાવે છે,