________________
ભાવના-શતક.
છે. નમસ્કાર કરવાને યોગ્ય તો અનંત વ્યક્તિઓ સામાન્ય રીતે ઉપસ્થિત થાય છે, પણ તેઓ પૈકી જે વ્યક્તિને રચનાર અને વાંચનાર ઉપર વિશેષ ઉપકાર છે, જેના વચનવિલાસથી વર્તમાન કાળમાં પણ વિશિષ્ટ બોધ મળી શકે છે, તે નિકટોપકારી શાસનપતિ ચરમતીર્થંકર મહાવીર સ્વામીને ગ્રંથકાર પ્રથમ નમસ્કાર કરે. છે. “શ્રીવર્તમાન” અહીં સર્વત્ર પ્રસિદ્ધ “મહાવીર' શબ્દ ન વાપરતાં “વર્ધમાન” શબ્દ વાપર્યો છે, તે એટલા માટે કે ગ્રંથકારના મનમાં “જ્ઞાન-સંપત્તિ, ચારિત્ર્ય–સંપત્તિ અને મોક્ષ–સંપત્તિની સિદ્ધિને માટે ભાવનાની વૃદ્ધિ સત્વર કયે રસ્તે થાય” એ વિચારે રમી રહ્યા છે. તેને અનુકૂળ થઈ પડે તેવો અર્થ “ વર્ધમાન ' શબ્દમાં સમાયેલો છે, એટલે કે તે શબ્દ વૃદ્ધિ અર્થવાળા “કૃષ” ધાતુમાંથી બનેલો છે અને તે સહેતુક છે. વીરપ્રભુના સમાગમ, દર્શન અને સ્મરણ માત્રથી પણ દરેક ઉચ્ચ વસ્તુની વૃદ્ધિ થવી સંભવિત છે. માટે “વદ્ધમાન’ શબ્દ પ્રયોગ આ સ્થાને ઉચિત જ છે. અહીં વર્ધમાન શબ્દનાં ચાર વિશેષણો જેલાં છે. તેમાં પહેલું નિન-રાગ દ્વેષને જીતનાર' એ વિશેષણ વીતરાગ અવસ્થા દર્શક છે. બીજું “૫તુચે' (ઈષ્ટ મનોરથ પૂરવામાં કલ્પવૃક્ષ તુલ્ય ) એ વિશેષણ વીતરાગ અવસ્થાના કાર્યરૂપ જ્ઞાન-સંપત્તિ દર્શાવે છે, દેવતાને વલભ” અને ઇન્દ્રથી પૂજિત એ બે વિશેષણે વીતરાગ અવસ્થાની સાહજિક વિભૂતિ યા પૂજાતિશય દર્શાવે છે. નમસ્કરણીય વીર પ્રભુની વીતરાગ અવસ્થા અને તેની સંપત્તિનું આ સ્થળે સ્મરણ કરવાનો હેતુ એ છે કે આ દુનિયામાં પરમ શાંતિનું સ્થાન જે કંઇ હોય તો તે વીતરાગ અવસ્થા જ છે. કહ્યું છે કે
नवि सुही देवता देवलोए । नवि सुही पुढवीपई राया ॥ नवि सुही सेठ सेणावइ य । एगंत सुही मुणी वियरागी ॥१॥
જે અવસ્થા પરમ શાંતિને આપનાર છે, તે જ અવસ્થા શાંતિના અભિલાષી પુરૂષને સાધનીય અથવા સ્પૃહણીય છે. ગ્રંથકાર