________________
લાવના-શતક, તે દોષ પણ તારો નહિ, કિન્તુ લક્ષ્મીને જ છે. નિસ્સો ચડડ્યા પછી જેમ માણસ ભાન ભૂલી જાય છે, તેમ ધન મળ્યા પછી ગરીબાઈનું દુઃખ ભૂલી જવાય છે; ગરીબ સગાંવહાલાં પિતાને ઘેર આવ્યા હોય છતાં તે નજરે ચડતાં નથી. તે બિચારાંઓ ધનની મદદ મેળવવાની આશાએ શ્રીમંતની પાસે પોતાનાં દુઃખની વાત કરે છે પણ તે તરફ કોણ ધ્યાન આપે છે તેવી વાતો સાંભળવાને તે શ્રીમંતને કાને બહેરાશ આવી ગઈ છે એટલે છતે કાને પણ સંભબાતું નથી. કદાચ વારંવાર આજીજી કરતાં થોડા શબ્દો સાંભળ્યા પણ તેથી શું ગરીબોને હા કે નાને કંઈ જવાબ મળે છે? નહિ જ. ગરીબની સાથે વાતચીત કરવાને શ્રીમંતની જીભમાં મૂક્તાને રોગ થઈ આવે છે, જેથી છતી જીભે પણ બોલી શકાતું નથી. એક સુભાષિતકારે ખરું જ કહ્યું છે કે –
बधिरयति कविवरं । वाचं मूकयति नयनमन्धयति ॥ विकृतयति गात्रयष्टिं । संपद्रोगोऽयमद्भुतो राजन् ॥ १ ॥
હે ભદ્ર! લક્ષ્મીને ત્રીજે દેશ એ છે કે તે જેની પાસે જાય છે તેને મોજશોખમાં પાડી દે છે, વ્યસની બનાવી દે છે, કામકાજમાં આળસુ અને એદી બનાવે છે, ધાર્મિક ક્રિયામાં વ્રત નિયમ કરવામાં શિથિલ બનાવે છે અને લેભમાં વધારો કરે છે: એવા અનેક દોષોથી ભરેલી લક્ષ્મીને જોઈ તું મનમાં ફુલાય છે? આટલા દોષો હોવા છતાં પણ તે લક્ષ્મી કાયમ ત રહેતી નથી. તેનામાં મહેટામાં મોટો દેષ તો વ્યભિચારને છે. તે એક ધણીને ત્યાં જીવનપર્યત રહેતી નથી કિન્તુ એકને છોડી બીજાની પાસે જાય છે અને થોડા જ વખતમાં બીજાની પાસેથી ત્રીજાની પાસે જાય છે. માટે જ તેનું નામ ચંચલા-ચપલા પાડવામાં આવ્યું છે. તે એટલી બધી અસ્થિર છે કે તેને વાયુથી કંપાયમાન થતી દીવાની શિખાની ઉપમા આપીએ તો તે બરાબર ઘટે છે. મેદાનમાં રાખેલે દીવો કે જેને ચારે તર