________________
છેવટે એકેન્દ્રિય જાતિના છેલ્લા પાંચમા વિભાગવાળા વાયુ નામના શરીરમાં ભવિતવ્યતાએ જન્મ લેવરાવ્યા. અહીં પણ વિવિધ આકૃતિવાળા દેહ ધારણ કરાવ્યા, લેકે એ પિતાના મજશેખને ખાતર અનેક રીતે તેને નાશ કર્યો. આમ અસંખ્યાતા કાળ સુધી આ સ્થાનમાં તીવ્રઅજ્ઞાન અને તીવ્રમહ તથા ભવિતવ્યતાએ મળી સંસારી જીવને રેકી રાખે. કપરિણામની આજ્ઞા થતાં પૂર્વે અનુભવેલાવ્યવહાર રાશીના સ્થાનમાં તે સંસારી જીવને અનેકવાર રબડાવવામાં આવ્યો
છેવટે અકામનિર્જરા–ઈચ્છા વિના દુઃખ અનુભવે કરતાં જે કર્મ એાછાં થાય તેના બળવડે તે સંસારી જીવને વિકસેન્દ્રિય જાતિમાં આગળ વધારવામાં આવ્યું. પ્રથમ અત્યાર સુધી એકેન્દ્રિયવાળું શરીર મળતું હતું, હવે આ સ્થાને તે જીવને રહેવા માટે બે ઈન્દ્રિવાળું શરીર આપવામાં આવ્યું. સ્પર્શ ઇન્દ્રિય ઉપરાંત અહીં રસના–જીભઈન્દ્રિયની પ્રાપ્તિ થઈ. તેથી એકેન્દ્રિયમાં જે મૂછિંત કે નિદ્રિત થયેલા જેવી તે જીવની સ્થિતિ હતી તે દૂર થઈ અને કાંઇક વિશેષ ચૈતન્યનો વિકાશ થયે. છતાં આ સ્થીતિ શાંતિ વાળી તે નજ હતી. આ ભવમાં મૂત્રમાં, આંતરડામાં અને રૂધિરાદિથી ભરેલા મનુષ્ય તથા પશુઓના શરીરમાં તે જીવને રહેવાનું થયું. પુરૂષના વીર્યમાં સ્ત્રીના રૂધિરમાં, વિષ્ટામાં, કુતરા પ્રમુખ ખને પડેલા ચાંદાની અંદર કૃમીપણે વારંવાર ઉત્પન્ન થઈ. ત્યાં પણ ઘર્ષણાદિ વડે મરણ પામે. કેઈ વખતે જળેપણે, કેઈ વખત શંખ, કેડા ઈત્યાદિપણે પણ ઉત્પન્ન થયે.