________________
અંકુરાપણે, મૂળપણે, છાલપણે, થડપણે, શાખાપણે, પાંદડાંપણે, કુલપણે, ફળપણે, બીજપણે, ગુચ્છાપણે, વેલડીપણે તે જીવ ઉત્પન્ન થયે, ત્યાં બીજા લોકે તેને છેદતા, ભેદતા દળતા, વાટતા. મરડતા, તેડતા, વિંધતા બાળતા ઈત્યાદિ અનેક પ્રકારે પીડા આપતા હતા. ભવિતવ્યતા પાસે હોવા છતાં તે જીવ તરફ તેના કર્મ પ્રમાણે અત્યારે તે બેદરકારી પણે વર્તતી હતી. - આવાં દુઃખ સહન કરવામાં ઘણે કાળ ગમે ત્યારે ભવિતવ્યતાએ તે સંસારી જીવને તે સ્થાનમાંથી ઉપાડી પૃથ્વીકાય નામની એકેન્દ્રિય જાતિના શરીરમાં જન્મ લેવડાવ્યા. અહીં પણ કાળ, ધોળાં, રાતાં, પીળા, લીલાં વિગેરે વિવિધ રૂપો અને વિવિધ આકૃતિઓ ધારણ કરવી પડી, ત્યાં પણ છેદન, ભેદન, દાન, ચરણાદિ કરવા વડે અન્ય જીવોએ તેને ભયંકર દુઃખ આપ્યાં. ત્યાંથી કાળાંતરે ભવિતવ્યતા તે જીવને પાણીની જાતિના એકેન્દ્રિયવાળા શરીરમાં લઈ ગઈ. અહીં વિવિધ પ્રકારની પાણીની જાતિ અને આકૃતિમાં વિવિધ રૂપ ધારણ કરાવ્યાં અને ગરમી, ઠંડી, ક્ષાર આદિ વિવિધ વિરોધી શિવડે દુઃખ અનુભવાવીને ભવિતવ્યતા તેને અગ્નિજાતિના
એકેન્દ્રિવાળા શરીરમાં લઈ ગઈ. અહીં તેના શરીરને સ્પર્શ ગરમ, અને શરીર દાહરૂપ બનાવવામાં આવ્યું. અગ્નિની વિવિધ આકૃતિઓમાં અનેક જન્મ લેવરાવ્યા. અને વિરેધીશવડે તેને વારંવાર બુઝાવવાનો પ્રયત્ન કરનારા જીએ વિવિધ પ્રકારે દુઃખ આપ્યાં.