________________
આ સમુદાયમાં છે તેને મેકલ ગ્ય છે અને બીજાઓ પણ મેકલવા છે તેને મેકલાવીશ.
ચાલુ વિષયનો નાયક એ સંસારી જીવ છે તેથી તેને અહીં પતિ તરિકે જણાવેલ છે. નહિતર બધા સંસારી જીની ભવિતવ્યતાને પત્નિ કહેવામાં હરકત નથી.
નિગદના અને એક સ્પર્શ ઇન્દ્રિય હોય છે. અનંતજીવોને ધારણ કરનારા શરીરમાં તે જીવ રહે છે. સૂક્ષ્મજીવો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એમ પાંચ જાતના હોય છે. તેમાં અનંતનિગદ જે કહેવામાં આવેલ છે તે તો સૂક્ષ્મવનસ્પતિકાયજ હોય છે.
આ સ્થાનમાં રહેલા અનંતજીમાંથી ઉન્નતિકમમાં આગળ વધવાને લાયક જીવને, તે જીવની ભવિતવ્યતા ત્યાંથી ઉપાડી ને વ્યવહાર રાશીવાળા એકેંદ્રિય જીવમાં લાવી મૂકે છે. આ સ્થાન પ્રથમ નિગોદસ્થાનને પ્રાચે મળતું છે. વિશેષ એટલે છે કે ત્યાંના જ ત્યાંજ જન્મ મરણ કરતા હોય છે ત્યારે આ સ્થાનમાં આવેલા છેઆ સ્થાનથી બીજે સ્થાને ઉત્પન્ન થવા રૂપ વ્યવહારને લાયક થયા હોવાથી વ્યવહાર રાશીમાં ગણાય છે. આ સ્થાને પણ તેના ઉપર ચકી રાખનાર અત્યંત અધ અને તીવ્રમેહદય સાથે ભવિતવ્યતા રહેલ છે કેમકે અજ્ઞાન અને મેહની આ સ્થાનમાં મુખ્યતા છે અને ભવિતવ્યતા જે તે બનેમાંથી ઉત્પન્ન થયેલી સ્થિતિ, તે સ્થાનાંતરમાં લઈ જવા માટે સાથે રહે છે.