________________
૧૩
આ સ્થાનમાં તે જીવને ભવિતવ્યતાએ અનંતકાળ રાખે તેટલા વખતમાં તે જીવ જાણે ભરનિદ્રામાં પડે હાય, દારૂ પિધેલ જેમ ઘેનમાં પડે હોય મૂછ પામેલે કે મરી ગયા જેવો હોય તેમ અનંત જાની સાથે એક મેક મળે, સાથે જ શ્વાસોશ્વાસ લેતે અને મૂકતે, અને સાથેજ આહાર નિહાર કરતે રહે છે.
ત્યાર પછી કર્મપરિણામના હુકમ પ્રમાણે તેને તે સ્થાનમાંથી ભવિતવ્યતાઓ પ્રત્યેક વનસ્પતિના સ્થાનમાં મેકત્યે. અહીં દરેક જીવોનાં શરીર જુદાં જુદાં હોય છે. ફળને, કુલ, છાલને, થડને, મૂળને, પત્રને અને બીજને એમ દરેક જી વનસ્પતિમાં જુદા જુદા હોય છે, તે પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે.
આ દરેક સ્થાનમાં ફેરવતાં પહેલાં કર્મ પરિણામ, લેકસ્થિતિ, કાળપરિણતિ, નિયતિ, સ્વભાવ અને ભવિતવ્યતાની મદદથી તેવા તેવા પરમાણુનું બનાવેલું આયુષ્ય આ જીવની સાથે આપવામાં આવે છે. તે પ્રમાણે આ જીવને તે ભવમાં તે ટકાવી રાખે છે અને આયુષ્ય પુરૂં થયે બીજા ભવ માટેનું આયુષ્ય તેવીજ રીતે તૈયાર કરાવીને તેને બીજા ભવમાં મેકલવામાં આવે છે. તે - આ સ્થાનમાં તે જીવને અનેક રૂપ અને સંસ્થાને આકૃતિઓ ધારણ કરવી પડી. કેઈ વખતે સૂક્ષ્મ તો કંઈ વખતે સ્થળ રૂપને દેખાવ લેવું પડશેપ્રત્યેક વનસ્પતિમાં