Book Title: Agam Kathanuyoga Gujarati Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrut Prakashan Nidhi
Catalog link: https://jainqq.org/explore/005008/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 'નમો નમો નિમ્પલદેસાણસ્મા આગમ કથાનુયોગ -: સંકલન અને અનુવાદ કર્તા : - મુનિ દીપત્નસાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: નમો નમો નિમ્મલદંસણસ્સ પૂ. શ્રી આનંદ—ક્ષમા—લલિત—સુશીલ–સુધર્મસાગર ગુરુભ્યો નમઃ આગમ કથાનુયોગ-૧ (ભાગ–૧–કુલકર કથા, તીર્થંકર ચરિત્રો) -: સંકલન અને અનુવાદકર્તા : નિી દીપરત્નગર તા. ૨૩/૬/૦૪ બુધવાર ૧/૧ ૨૦૬૦અષાઢ સુદ-૫ આગમ કથાનુયોગ–સંપુટ મૂલ્ય રૂા. ૧૫૦૦/ શ્રી શ્રુત પ્રકાશન નિધિ સંપર્ક સ્થળ આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી, વિભાગ–૧, ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. Page #3 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ -: આગમ કથાનુયોગ ભાગ ૧ થી ૬ –' ૦ કયા ભાગમાં કઈ કથા મળશે ? ભાગ-૧ ) (૧) કુલકર કથા (૨) તીર્થકર કથા ભાગ-૨ (૧) ચક્રવર્તી કથા (૨) બલદેવ કથા (૩) વાસુદેવ કથા (૪) પ્રતિવાસુદેવ કથા (૫) ગણધર કથા (૬) પ્રત્યેકબુદ્ધ કથા (૭) નિલવ કથા (૮) ગોાલકની કથા ભાગ-૩ ) ૦ શ્રમણ કથા – (મૂળ આગમ આધારિત) ( ભાગ-૪) (૧) શ્રમણ કથા (આગમ સટીકની) (૨) શ્રમણી કથા ભાગ-૫ ) (૧) શ્રાવક કથા (૨) શ્રાવિકા કથા ભાગ-૬ ) (૧) દેવ કથા (૨) દેવી કથા (૩) પ્રાણી કથા (૪) અન્યતીર્થીક કથા (૫) દુખવિપાકી કથા (૬) પ્રકીર્ણ કથા (૭) દષ્ટાંત-ઉપનય કથા Page #4 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય સહાયકો ભાગ–૧–ની સંપૂર્ણ દ્રવ્યસહાયના પ્રેરણાદાતા (૧) વાત્સલ્યવારિધિ, પરમ ગીતાર્થ, સંયમમૂર્તિ પૂજ્ય સ્વ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્દ દેવેન્દ્રસાગર સૂરીશ્વરજી મ.સા.ના પટ્ટપ્રભાવક, ગુરુપાદચારી, ભગવતીજીસૂત્રદેશનાદલ, શ્રુતાનુરાગી પૂ.આચાર્યદેવ શ્રી નરદેવસાગર સૂરીશ્વરજી મ.સા. તથા તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્ય રત્નો પૂ. પ્રવચનપટુ, તપસ્વીરત્ન ગણિવર્ય શ્રી ચંદ્રકીર્તિસાગરજી મ.સા. તેમજ વૈયાવચ્ચ પરાયણ પૂજ્ય મુનિરાજ શ્રી પદ્યકીર્તિસાગરજી મ.ની પ્રેરણાથી શ્રી સંઘમાં થયેલ ઐતિહાસિક ચાતુર્માસ, અનેકવિધઅભૂતપૂર્વ આરાધનાઓ, શ્રી ભગવતીજીસૂત્ર તથા શ્રી મલયસુંદરીચરિત્રના મનનીય અને તાત્ત્વિક પ્રવચનો તેમજ શ્રી ઉપધાન તપની આરાધના નિમિત્તે – (૧) શ્રી શાહપુરી જૈન છે.મૂ.પૂ. સંઘ – કોલાપુર (૨) શ્રી લક્ષ્મીપુરી જૈન શ્રે.મૂ.પૂ. સંઘ – કોલાપુર (૩) શ્રી રાજસ્થાની જૈન શ્વે.મૂ.પૂ. સંઘ – સીકંદરાબાદ Page #5 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ 'ભાગ-૨ થી ૬ના અન્ય દ્રવ્યસહાયકો પ.પૂજ્ય ગચ્છાધિપતિ, આગમવિશારદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજ સાહેબની શુતઅનુરાગજન્ય પ્રેરણાથી (૧) શ્રી મુનિસુવ્રતસ્વામી જૈન દેરાસર ઉપાશ્રય સંઘ, નવરોજી લેન, ઘાટકોપર વેસ્ટ, મુંબઈ-૮૬—તરફથી – (૨) શ્રી સુભાનપુરા જૈન સંઘ, વડોદરા તરફથી – | ૩ | સંયમૈકલક્ષી પૂઆદેવ શ્રી વિજય ઋચકચંદ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી (૧) જૈન શ્વે.મૂર્તિ. સંઘ, મંગળ પારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ. (૨) શ્રી આદિનાથ જૈન શ્વે.મૂર્તિ. સંઘ, ગિરિરાજ સોસાયટી, બોટાદ. પ.પૂ. સચ્ચારિત્ર ચૂડામણી પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી દેવેન્દ્રસાગર સૂરિશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન શાસનપ્રભાવક પૂ.પંન્યાસ શ્રી હર્ષસાગરજી મ.સા.ની પ્રેરણાથી – (૧) “આરાધક સુશ્રાવક ભાઈઓ તરફથી' મલાડ(૨) શ્રી ભાદરણનગર .મૂ.પૂ.જૈન સંઘ, મલાડ, મુંબઈ. પ.પૂ. વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય દેવ શ્રી મહાયશસાગર સૂરિજી મ.સા.ની પ્રેરણાથી “શ્રી ગોડીજી દેવસુર સંઘ” મુંબઈ. પ.પૂ. શ્રુતવત્સલ આચાર્યદેવ શ્રી વિજય મુનિચંદ્રસૂરિજી મ.સા.ની પ્રેરણાથી – “ભરડવા જૈન સંઘના જ્ઞાન ખાતામાંથી પ.પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરિશ્વરજી મ.સા.ના પરિવારવર્તી સરળહૃદયી – ભક્તિ પરાયણ પૂ.પં.શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી – “શ્રી હાલાર તીર્થ, આરાધના ધામ” વડાલીઆ, સિંહણના જ્ઞાન ખાતામાંથી પ.પૂ. આગમ વિશારદ ગુરુદેવ પંન્યાસ શ્રી અભયસાગરજી મ.સા.ના પરિવારવર્તી તાત્વિક વ્યાખ્યાનદાતા પૂ.ગણિવર્ય શ્રી અક્ષયચંદ્રસાગરજી મ.સા.ની પ્રેરણાથી – “શ્રી કલ્યાણકારી સિદ્ધાર્થનગર હૈ.પૂ.પૂ.સંઘ.” ગોરેગાંવ–વેસ્ટ, મુંબઈ. Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય સહાયકો ૧૨ પ.પૂ. તપસ્વીરત્ના, શ્રમણીવર્યા શ્રી શશીપ્રભાશ્રીજી મ.ની સમ્યકુંજ્ઞાનાનુરાગીણી પ્રેરણાથી (૧) શ્રી સુંદરબાઈ જૈન પૌષધશાળા, શાંતિનગર કોલોની, ઇન્દૌર. (૨) શ્રી કોલોની નગર શ્રી જૈન સંઘ, ઇન્દૌર. પૂ માલવદેશદીપિકા સાધ્વીશ્રી મનોહરશ્રીજી – ઇશ્રીજી મના શિષ્યરત્ના પૂ શ્રમણીવર્યા શ્રી હેમેજશ્રીજી તથા પૂસા. શ્રી ચારદર્શાશ્રીજી મની પાવન પ્રેરણાથી – શ્રી જૈન શ્રેમૂપૂસંઘ, કર્નલ તરફથી પૂ.ગુરુવર્યા, વૈયાવચ્ચપરાયણા શ્રી મલયાશ્રીજી મ.સા.ના શિષ્યા ગુણાનુરાગી સાધ્વી શ્રી હિતજ્ઞાશ્રીજી મ.ની પ્રેરણાથી – “જૈન આરાધના મંદિર, ખાનપુરના જ્ઞાનખાતામાંથી, અમદાવાદ તરફથી પૂ.વાત્સલ્યવારિધિ સાધ્વીશ્રી મલયાશ્રીજી મ.સા.ના શિષ્યા વિદુષી સાધ્વીજી પૂ.પ્રગુણાશ્રીજી મ. તથા પૂ.નરેન્દ્રશ્રીજી મ.ની સ્મૃતિઅર્થે સુવિશાલ પરિવાર પરિવૃત્તા પૂ.શ્રમણીવર્યા પ્રશમશીલાશ્રીજી મ.ની પ્રેરણાથી – “ગુરુકૃપા ટ્રસ્ટ" અમદાવાદ તરફથી. ૧૩ પ.પૂ. વૈયાવચ્ચરતા સાધ્વીશ્રી મલયાશ્રીજીના પ્રશિષ્યા પૂ.ગુરુવર્યા સા. શ્રી ભવ્યાનંદશ્રીજી મ.ના પટ્ટપ્રભાવિકા મૃદુભાષી સા.શ્રી પૂર્ણપ્રજ્ઞાશ્રીજી મ.ના તપસ્વીરત્ના શિષ્યા સા.શ્રી પૂર્ણદર્શિતાશ્રીજીની પ્રેરણાથી– અનિતાબેન માંગીલાલજી રાંકા, હસ્ત-અક્ષત, યશ્વી, પ્રતીક્ષાટાવર, મુંબઈ તરફથી પ.પૂ.શતાવધાની શ્રમણીવર્યા શ્રી શુભોદયાશ્રીજી મ. તથા સા.સુરકુમાશ્રીજીની પ્રેરણાથી– જૈન શ્વે.મૂ.પૂ.સંઘ, દાહોદ તરફથી પપૂ. શતાવધાની શ્રમણીવર્યા શ્રી અમિતગુણાશ્રીજી મ. તથા પૂ. | તપસ્વીરત્ના સાધ્વી શ્રી વિનીતજ્ઞાશ્રીજી મ.ની પુનિત પ્રેરણાથી– “શ્રી લુણાવાડા શ્વે.મૂ.પૂ.જૈન સંઘ, જ્ઞાનખાતું, લુણાવાડા તરફથી. | પપૂ. સાધ્વીશ્રી ઘર્મજ્ઞાશ્રીજી તથા પ.પૂ. સાધ્વી શ્રી પ્રતિજ્ઞાશ્રીજીની પ્રેરણાથી “શ્રી કાલાવાડ રોડ છે.મૂ.પૂ.જૈન તપગચ્છ સંઘ", રાજકોટ તરફથી તથા – પ.પૂ. વૈયાવચ્ચપરાયણા સાદવીશ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શ્રી નાથીશ્રી શ્રાવિકા ઉપાશ્રય, પતાસાપોળ, અમદાવાદ તરફથી. - - - - - - - - Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ ૧૭ પ.પૂ. સાગરાનંદ સૂરિશ્વરજી મ.સા.ના સમુદાયના સ્વ. સાધ્વીશ્રી રત્નત્રયાશ્રીજી મ.સા.ની નવમી પુન્યતિથિ નિમિત્તે તેઓના પટ્ટપ્રભાવિકા શ્રમણીવર્યા શ્રી સૌમ્યગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી – “શ્રી જોધપુર સેટેલાઈટ છે.મૂ.પૂ. સંઘ – જ્ઞાનખાતું, અમદાવાદ તરફથી. પ.પૂ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરિશ્વરજી મ.ના આજ્ઞાનુવર્તી – પૂ.સમાધિમરણઆરાધિકા સ્વ. સાધ્વીશ્રી દેવેન્દ્રશ્રીજીની સ્મૃતિ નિમિત્તે પૂવૈયાવચ્ચી સાધ્વીશ્રી અનંતગુણાશ્રીજીની પ્રેરણાથી “સખ્યમ્ દર્શન આરાધના ટ્રસ્ટ” અમદાવાદ તરફથી. { ૧૯ પપૂ સંયમ અનુરાગી સા. શ્રી નિરુજાશ્રીજી મ.ના શિષ્યા જ્ઞાનરુચિવંતા સા.શ્રી વિડિતરત્નાશ્રીજીની પ્રેરણાથી – “શ્રી જૈન સંઘ, મઢી તરફથી પ.પૂ.આગમોદ્વારકશ્રીના સમુદાયવર્તી સાધ્વી શ્રી શીલરેખાશ્રીજી મ.સા.ના શિષ્યા પઠન-પાઠનરતા સાધ્વીશ્રી મુક્તિરેખાશ્રીજી મ. તથા સા.શ્રી અસ્મિતાશ્રીજીના વર્ષિતપ નિમિત્તે – “શ્રુતપ્રેમી ભક્તો" તરફથી. પ.પૂ. વર્ધમાન તપોનિધિ આ.દેવ શ્રીમદ્ વિજય ભક્તિ સૂરિશ્વરજીના સમુદાયના પૂ.ગચ્છાધિપતિ આ.દેવ શ્રી પ્રેમસૂરિશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી પુન્યવતી શ્રમણીવર્યા શ્રી લાવણ્યશ્રીજી મ.ના પરમ વિનેયા–શિષ્યા સા.શ્રી હિતજ્ઞાશ્રીજી મ.ની પ્રેરણાથી – “શ્રી ધર્મભક્તિ-જૈન છે.મૂ.પૂ.સંઘ, રાજગાર્ડન, અમદાવાદ તરફથી. શેઠ શ્રી રતનચંદ ગુલાબચંદ જૈન ઉપાશ્રય ટ્રસ્ટ – જ્ઞાનખાતુ, નાગજી ભુધરની પોળ, માંડવીની પોળ, અમદાવાદ. ૨૩. શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ, જૈન પાઠશાળા, જામનગર તરફથી સમ્યમ્ શ્રુતાનુરાગી શ્રાવિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ, | ગૌતમનગર, વડોદરા – તરફથી. પ્રભાબેન શાંતિલાલ વોરા, જામનગર તફથી. – ૪ – ૪ – -: ટાઈપ સેટીંગ : “ફોરએવર ડિઝાઈન” માધવપુરા માર્કેટ, અમદાવાદ. ફોન નં. ૨૫૬૩૧૦૮૦ -: મુદ્રક :"નવપ્રભાત પ્રન્ટીંગ પ્રેસ” ઘીકાંટા રોડ, અમદાવાદ ફોન નં. ૨૫૫૦૮૬૩૧ Page #8 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ – ભાગ-૧ થી ૬ અ–ન-ક-મ-ણિકા ૧૧ ૧૧૩ ૧૧૫ ૦૩૭ ૧૧૭) ૧૧૯ ૧૨૧ o8o ૧૫ ૧૨૭ ૦૪o | ૧ર૯ ૧૩૧ ૦૪૧ ૧૩૩ ૦૪૧ ૧3૫) -: આગમ કથાનુયોગ – ભાગ-૧ :– ઉત્તમપુરુષ ચરિત્ર – ભૂમિકા ૦૩૩] 3. ભ.સંભવ કથા કુલકર વક્તવ્યતા ૦૩૬/ ૪. ભ.અભિનંદન - કથા ભરતક્ષેત્રના વર્તમાન કુલકર ૦૩૭) ૫. ભ. સુમતિ કથા - સાત કુલકર પરંપરા ૬. ભ.પદ્મપ્રભ કથા - પંદર કુલકર પરંપરા ૦૩૯) છે. ભ.સુપાર્શ્વ કથા ૧. સુમતિકુલકર ૦૪૦૮. ભ.ચંદ્રપ્રભ કથા ૨. પ્રતિકૃતિ કુલકર | ૯ ભસુવિધિ કથા ૩. સીમંકર કુલકર ૦૪૦ ૧૦, ભ.શીતલ કથા ૪. સીમંધર કુલકર ૦૪૦ ૧૧. ભ.શ્રેયાંસ કથા પ. ક્ષેમંકર કુલકર | ૧૨. ભ.વાસુપૂજ્ય કથા ૬. ક્ષેમંધર કુલકર ૦૪૧ | ૧૩. ભ.વિમલ કથા ૭. વિમલવાહન કુલકર ૧૪. ભ.અનંત કથા ૮. ચક્ષુષ્માન કુલકર ૧૫. ભ.ધર્મ કથા ૯ યશસ્વી કુલકર ૧૬. ભ.શાંતિ કથા ૧૦. અભિચંદ કુલકર ૧૭. ભાકુંથ કથા ૧૧. ચંદ્રાભ કુલકર ૦૪૨ | ૧૮. ભ.અર કથા ૧૨. પ્રસેનજિત કુલકર ૧૯. ભીમલિ કથા ૧૩. મરુદેવ કુલકર ૨૦. ભમુનિસુવ્રત કથા ૧૪. નાભિ કુલકર ૨૧. ભ.નમિ કથા ૧૫. ઋષભ કુલકર | ૨૨. ભ. અરિષ્ટનેમિ કથા કુલકરોની દંડનીતિ | ૨૩. ભ.પાર્થ કથા કુલકર કાળે કલ્પવૃક્ષ ૨૪. ભ.મહાવીર કથા યુગલિક પુરુષ–સ્ત્રી વર્ણન ૦૪૭ ભરતક્ષેત્રની આગામી ચોવીસી ભરતક્ષેત્રના પૂર્વ કુલકરો ૦૪૯| ભ.મહાપદ્મ ચરિત્ર ભરતક્ષેત્રના આગામી કુલકરો ૦૫૦ ઐરવત ક્ષેત્રની ચોવીસીઓ ઐરવત ક્ષેત્રના કુલકરો ૦૫૦| તીર્થક-સામાન્ય. અધ્યયન-૧ તીર્થકર ચરિત્ર ૦૫૧ તીર્થકરના ૩૪ અતિશયો ૧. ભ.ઋષભ કથા ૦૫ર|તીર્થકર વસ્ત્ર અને લિંગ ૨, ભ,અજિત કથા ૧૦૯ વ્રત–ચાર કે પાંચ, રાજવીપણું ૦૪૧ ૧૩૭] ૦૪૨ ૧૪૩ ૧૪૬ ૦૪૨ ૧૪ ૦૪૨ ૦૪૨ ૦૪3 ૦૪૩ ૦૪૪ ] ૨૦૫ ૩૭૧ ૩૭૪ ૩૮૦, 3૮૧} ૩૮૧ 3૮૨ ૩૮૨ Page #9 -------------------------------------------------------------------------- ________________ ખંડ–૧–ઉત્તમપુરુષ ચરિત્ર—ચાલુ અઢીદ્વીપમાં અરહંતાદિ વંશ અઢીદ્વીપમાં અરહંતાદિ ઉત્પત્તિ અઢીદ્વીપમાં ઉત્તમ પુરુષો અધ્યયન–૨–ચક્રવર્તી ચરિત્ર ૦ ચક્રવર્તી સ્વરૂપ ૦ ભરતક્ષેત્રના વર્તમાન ચક્રવર્તી ૧. ભરતચક્રી કથા ૨. સગરચક્રી કથા ૩. મધવચક્રી કથા ૪. સનત્કુમારચક્રી કથા ૫. શાંતિચક્રી કથા ૬. કુંથુચક્રી કથા ૭. અરચક્રી કથા આગમ કથાનુયોગ – ભાગ–૨ ૦૩૩ (૨) દ્વિપૃષ્ઠ વાસુદેવ ૦૩૩ (૩) સ્વયંભૂ વાસુદેવ ૦૩૩ (૪) પુરુષોત્તમ વાસુદેવ ૦૩૪ (૫) પુરુષસિંહ વાસુદેવ ૦૩૫ (૬) પુરુષપુંડરીક વાસુદેવ ૦૩૫ (૭) દત્ત વાસુદેવ ૦૩૫ (૮) નારાયણ વાસુદેવ ૦૩૬ (૯) કૃષ્ણ વાસુદેવ ૦ બલદેવ સ્વરૂપ ૦૯૦ (૧) અચળ બળદેવ ૦૯૧ (૨) વિજય બળદેવ ૦૮૭ ૮. સુભૂમચક્રી કથા ૯. મહાપદ્મચક્રી કથા ૧૦. હરિષણચક્રી કથા ૧૧. જયચક્રી કથા ૧૨. બ્રહ્મદત્તચક્રી કથા - - ચક્રવર્તી સામાન્ય અઢીદ્વીપમાં ચક્રવર્તી વિજય આગામી કાળે થનાર ચક્રવર્તી – ચક્રવર્તીની સંખ્યા ---- O ચક્રવર્તીની ઋદ્ધિ ચક્રવર્તીનો સર્વ વૈભવ અધ્યયન-૩ બલદેવ–વાસુદેવ—પ્રતિશત્રુ ભૂમિકા – ત્રણે સાથે કેમ ? - - દશાર/દશારમંડલનો અર્થ ૦ વાસુદેવ સ્વરૂપ વાસુદેવ પરીચયાત્મક કથા (૧) ત્રિપૃષ્ઠ વાસુદેવ ૧૦૧ (૩) ભદ્ર બળદેવ ૧૦૨ (૪) સુપ્રભ બળદેવ ૧૦૩ (૫) સુદર્શન બળદેવ ૧૦૩ (૬) આનંદ બળદેવ ૧૦૬ (૭) નંદન બળદેવ ૧૧૩ (૮) પદ્મ બળદેવ ૧૧૪ (૯) રામ બળદેવ ૧૧૫૦ પ્રતિવાસુદેવ સ્વરૂપ ૧૩૫ (૧) અશ્રુગ્રીવ પ્રતિશત્રુ ૧૩૫ (૨) તારક પ્રતિશત્રુ ૧૩૬ (૩) મેરક પ્રતિશત્રુ ૧૩૬ (૪) મધુકૈતભ પ્રતિશત્રુ ૧૩૬ (૫) નિશુંભ પ્રતિશત્રુ ૧૩૭ (૬) બલિ પ્રતિશત્રુ (૭) પ્રહ્લાદ પ્રતિશત્રુ ૧૩૯(૮) રાવણ પ્રતિશત્રુ ૧૩૯ (૯) જરાસંઘ પ્રતિશત્રુ ૧૩૯ | કૃષ્ણ–રામ–જરાસંઘ કથા ૧૪૦ ભરતક્ષેત્રના ભાવિ—બલદેવાદિ ઐરાવત ક્ષેત્રના બલદેવ–આદિ ૦ અચલ અને વિભિષણ X આગમ કથાનુયોગ–૧ - ૧૪૧ - X ૧૪૧ ૧૪૨ ૧૪૨ ૧૪૩ ૧૪૪ ૧૪૪ ૧૪૪ ૧૪૫ ૧૪૫ ૧૪૬ ૧૪૬ ૧૪૬ ૧૪૭ ૧૪૮ ૧૪૮ ૧૪૮ ૧૪૯ ૧૪૯ ૧૫૦ ૧૫૧ ૧૫૧ ૧૫૧ ૧૫૧ ૧૫૧ ૧૫૧ ૧૫૧ ૧૫૧ ૧૫૨ ૧૫૨ ૧૭૨ ૧૭૨ ૧૭૩ Page #10 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા | રપ૮ ૩૧૪ m ૩૩૯ ૩૪૨ | ભાગ-૨અંગર્તતુ ખંડ-૨–શ્રમણ કથાનક અધ્યયન–૧–ગણધર કથા ૧૭૪ અધ્યયન–૩–ગોશાલક કથા ગણનો અર્થ ૧૭૪/ગોશાળાનો પૂર્વભવ, આભવ, ગણધરનો અર્થ ૧૭૪/- ભાવિભવોથી મોક્ષ સુધી ભ.મહાવીરના ગણગણધર ૧૭૫ – ૪ – ૪ – ૦ ગણધર કથાનક : ૧૭૫) અધ્યયન-૪-પ્રત્યેકબુદ્ધ કથા ૧. ઇન્દ્રભૂતિ ગૌતમ કથા ૧૭૫૦ પ્રત્યેકબુદ્ધનું સ્વરૂપ – ૨. અગ્રિભૂતિ ગણધર કથા ૧૮૮ (૧) કરકંડુ પ્રત્યેકબુદ્ધ કથા ૩૧૬ 3. વાયુભૂતિ ગણધર કથા ૧૯૨(૨) દ્વિમુખ પ્રત્યેકબુદ્ધ કથા ૩૨૦ ૪. વ્યક્ત ગણધર કથા ૧૯૪(૩) નમિ પ્રત્યેકબુદ્ધ કથા ૩૨૨ ૫. સુધર્મા ગણધર કથા ૧૯૬(૪) નગ્ગતિ પ્રત્યેકબુદ્ધ કથ ૩૩૧ ૬. મંડિતપુત્ર ગણધર કથા ૧૯૯- કરકંડુ આદિ ચારેનો મોક્ષ ૩૩૭ ૭. મૌર્યપુત્ર ગણધર કથા ૨૦૨ ૦ ઋષિભાષિત પયત્રા મુજબ ૮. અકંપિત ગણધર કથા ૨૦૫| પીસ્તાળીશ પ્રત્યેકબુદ્ધો ૯. અચલભ્રાતા ગણધર કથા ૨૦૭૧. ભ.અરિષ્ટનેમિના શાસનના ૧૦. મેતાર્ય ગણધર કથા ૨૦૯ – વીશ પ્રત્યેકબુદ્ધો ૧૧. પ્રભાસ ગણધર કથા ૨૧૧ [૨. ભ.પાર્શના શાસનના ૦ ચોવીસ જિનના ગણધરો ૨૧૩ - પંદર પ્રત્યેકબુદ્ધો – – – | 3. ભ. મહાવીરના શાસનના અધ્યયન-૨-નિભવ કથા : - – દશ પ્રત્યેક બુદ્ધો ૦ નિલવનો અર્થ ૨૧૪(૫) ઇન્દ્રનાગ પ્રત્યેકબુદ્ધ કથા (૧) જમાલ નિભવ કથા ૨૧૪ (૬) ઘર્મરુચિ પ્રત્યેકબુદ્ધ કથા 3૪૪ (૨) તિષ્યગુપ્ત નિલવ કથા ૨૩૧ (૭) રુદ્રક પ્રત્યેકબુદ્ધ કથા ૩૪૬ (૩) અષાઢ નિલવ કથા ૨૩૩/(૮) વલ્કલચિરિ પ્રત્યેકબુદ્ધ ૩૪૮ (૪) અશ્ચમિત્ર નિલવ કથા (૯) વારત્રક પ્રત્યેકબુદ્ધ કથા ૨૫૪ (૫) ગંગાચાર્ય નિલવ કથા ૨૪૦ (૧૦) નારદ પ્રત્યેકબુદ્ધ કથા | ૩૫૮ (૬) રોહગુપ્ત નિલવ કથા ૨૪૪|(૧૧) નાગદત્ત પ્રત્યેકબુદ્ધ કથા ૩૬૧ | (૭) ગોષ્ઠામાહિલ નિલવ કથા ૨૪૯T(૧૨) બાહુક પ્રત્યેકબુદ્ધ કથા, ૩૬૬ (૮) શિવભૂતિ નિલવ કથા ૨૫૪|(૧૩) કૈપાયન પ્રત્યેકબુદ્ધ કથા ૩૬૭ આગમ કથાનુયોગ ભાગ-૩ ખંડ-૨ – અંતર્ગત્ - અધ્યયન––મૂળ આગમ આધારિત શ્રમણ કથાઓ ૦ શ્રમણ શબ્દ–અર્થ અને સ્વરૂ૫ ૦૩૩) ૨. ઉદક પેઢાલ પુત્ર કથા ! ૦૪૫ | ૧. આર્દ્રકુમાર કથા ૦૩૪ [૩. મહાબલી સુદર્શન કથા ૦૫૯ ૩૪૨ ૩૪3 ૨૩૭ Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ | ભાગ-૩ (ખંડ–૨) અધ્યયન-૫ મૂળ આગમની શ્રમણ કથા–(ચાલુ) | ૨૧૬ ૨૨૦ 233 ર૫ર ૨૫૨ ૨૫૨ ૨૫૨ ૨૫૩ ૨૫૩ ૨૫૩ ૨૫૫ ૧૨૬ | પપ ૨૫૭ ૪. કાર્તિક શ્રેષ્ઠી કથા ૫. ગંગદત્ત કથા ૬. ઋષભદત્ત કથા ૭. અતિમુક્ત કથા ૮. સ્કંદક કથા ૯. ગંગેય કથા ૧૦. પુદ્ગલ પરિવ્રાજક કથા ૧૧. કુરુદત્ત પુત્ર કથા ૧૨. તિષ્યક કથા ૧૩. કાલાચષિપુત્ર કથા ૧૪. શિવરાજર્ષિ કથા ૧૫. ઉદાયન કથા ૧૬. રોહ કથા ૧૭. કાલોદાયી કથા ૧૮. આનંદ કથા ૧૯. સર્વાનુભૂતિ કથા ૨૦. સુનક્ષત્ર–૧ કથા ૨૧. સિંહ અણગાર કથા ૨૨. સુમંગલ કથા ૨૩. કાલિકપુત્ર કથા + મેહિલ સ્થવિર + આનંદરક્ષિત સ્થવિર + કાશ્યપ સ્થવિર ૨૪. થાવગ્ગાપુત્ર કથા + શેલકરાજર્ષિ + શુક્રપરિવ્રાજક + પંથકમુનિ ૨૫. જિતશત્રુ-સુબુદ્ધિ કથા ૨૬. ધર્મરુચિ–૧ કથા ૨૭. ધર્મરુચિ-ર કથા ૨૮. ધર્મરુચિ-૩ કથા ૨૯. મેઘકુમાર કથા ૩૦. જિનપાલિત કથા ૦૭૨|૩૧. ધન્ય સાર્થવા–૧ કથા ૦૭૭ ૩૨. ધન્ય સાર્થવાહ–ર કથા ૦૮૦૩૩૩. ચિલાતિપુત્ર કથા ૦૮૩/+ ધન્ય સાર્થવાહ કથા ૦૮૬ | ૩૪. પંડરીક–કંડરીક કથા ૦૯૯ [૩૫. પ્રતિબુદ્ધિ કથા ૦૯૯ | ૩૬. ચંદ્રચ્છાય કથા ૧૦૩|૩૭. શંખ કથા ૩૮. રુકિમ કથા | ૩૯. અદીનશત્રુ કથા ૧૦૬ ૪૦. જિતશત્રુ–૨ કથા ૧૧૩. ૪૧. પાંડવોની કથા ૪૨. તેતલિપુત્ર કથા ૧૨૭૪૩. ગૌતમ મુનિ કથા ૧૩૧|૪૪. સમુદ્ર-૧ કથા ૧૩૧|૪૫. સાગર–૧ કથા ૧૩૧ ૪૬. ગંભીર કથા ૧૩૨ ૪૭. તિમિત કથા ૩૨/૪૮. અચલ–૧ કથા ૩૨ ૪૯. કાંડિલ્ય કથા ૫૦. અક્ષોભ–૧ કથા ૩૨૫૧. પ્રસેનજિત કથા ૧૩૨/પર. વિષ્ણુકુમાર કથા ૧૩૩/પ૩. અક્ષોભ-ર કથા ૧૩૯૫૪. સાગર-ર કથા ૧૪૦ પપ. સમુદ્ર-ર કથા ૧૪૭પ૬. હૈમવંત કથા ૧૫૩પ૭. અચલ–૨ કથા ૫૮. ધરણ કથા ૬૦પ૯. પૂરણ કથા ૬૦. અભિચંદ્ર કથા ૧૬૨ ૬૧. અનીયસ કથા ૨૦૫ [ ૬૨. અનંતસેન કથા ૨૫૮ ૨૫૮ ૨૫૮ ૨૫૮ ૨૫૯ ૨૫૯ ૨૫૯ ૨૬૦ ૨૬૦ ૨૬૦ ૨૬૦ www ૨૬૧ ૨૬૧ ૨૬૧ ૨૬૧ ૨૬ ૨ ૨૬૩ Page #12 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ભાગ–૩ (ખંડ–૨) અધ્યયન-૫ મૂળ આગમની શ્રમણ કથા (ચાલુ) | ૨૯૬ ૨૯૬ ૨૯૬ ૨૯૭ ૨૯૮ ૨૯૯ ૨૯૯ ૨૯૯ ૨૯૯ ૩૦૦ ૩૦૦ ૩૦૦ ૩૧૪ ૬૩. અનિત કથા ૬૪. વિદ્વત્ કથા ૬૫. દેવયશ કથા ૬૬. શત્રુસેન કથા ૬૭. સારણ કથા ૬૮. ગજસુકુમાલ–૧ કથા ૬૯. ગજસુકુમાલ–ર કથા ૭૦. સુમુખ કથા ૭૧. દુર્મુખ કથા ૭૨. ફૂપદારક કથા ૭૩. દારુક કથા ૭૪. અનાદૃષ્ટિ કથા ૭૫. જાલિ–૧ કથા ૭૬. મયાલિ–૧ કથા ૭૭. ઉવયાલિ–૧ કથા ૭૮. પુરુષસેન–૧ કથા ૭૯. વારિષણ–૧ કથા ૮૦, પ્રદ્યુમ્ન કથા ૮૧. શાંબ કથા ૮૨. અનિરુદ્ધ કથા ૮૩. સત્યનેમિ કથા ૮૪. દૃઢનેમિ કથા ૮૫. મંકાઈ કથા ૮૬. કિંકમ કથા ૮૭. અર્જુનમાળી કથા ૮૮. કાશ્યપ કથા ૮૯. ક્ષેમક કથા ૯૦. ધૃતિધર કથા ૯૧. કૈલાશ કથા ૯૨. હરિચંદન કથા ૯૩. વારત કથા ૯૪. સુદર્શન કથા ૯૫. પૂર્ણભદ્ર-૧ કથા ૨૬૩/૯૬. સુમનભદ્ર કથા ૨૬૩૯૭. સુપ્રતિષ્ઠ કથા ૨૬૩/૯૮. મેઘ કથા ૨૬૩૯૯. અલક્ષ્ય કથા ૨૬૩] ૧૦૦. જાલિ–૨ કથા ૨૬૪] ૧૦૧. મયાલિ–૨ કથા. ૨૮૩૧૦૨. ઉવયાલિ–ર કથા ૨૮૪ ૧૦૩. પુરુષસેન–ર કથા ૨૮૪|૧૦૪. વારિષણ–૨ કથા ૨૮૪૧૦૫. દીર્ઘદંત કથા ૨૮૪૧૦૬. લષ્ટદંત કથા ૨૮૫૧૦૭. વેહલ–૧ કથા ૨૮૫૧૦૮, વેડાયસ કથા ૨૮૫૧૦૯. અભય કથા ૨૮૫) ૧૧૦. દીર્ધસેન કથા ( ૧૧૧. મહાસેન કથા ૨૮૫ [૧૧૨. ધન્ય અણગાર કથા ૨૮૫૧૧૩. સુનક્ષત્ર-૨ કથા ૨૮૬૧૧૪. ઋષિદાસ કથા ૨૮૮] ૧૧૫. પેલક કથા ૨૮૯ [૧૧૬. રામપુત્ર કથા ૨૮૯) ૧૧૭. ચંદ્રિમ કથા ૨૮૯૧૧૮. પૃષ્ટિમાતૃક કથા ૨૮૯ [૧૧૯, પેઢાલપુત્ર કથા ૨૯૦| ૧૨૦. પોટ્ટિલ કથા ૨૯૬ [૧૨૧. વેહલ–૨ કથા ૨૯૬/૧૨૨. સુબાહુ કથા ૨૯૬ ૧૨૩. ભદ્રનંદી–૧ કથા ૨૯૬T૧૨૪. સુજાત કથા ૨૯૬૫૧૨૫. સુવાસવ કથા ૨૯૬ ૧૨૬. જિનદાસ કથા ૨૯૬ ૧૨૭. ધનપતિ કથા ૨૯૬]૧૨૮. મહાબલ કથા ૩૧૪ ૩૧૪ ૩૨૩ ૩૨૪ ૩૨૪ ૩ર૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૪ ૩૨૯ ૩૩૦ ૩૩૦ ૩૩૦ ૩૩૧ ૩૩૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આગમ કથાનુયોગ-૧ ભાગ–૩ (ખંડ-૨) અધ્યયન–પ મૂળ આગમની શ્રમણ કથા (ચાલુ) | ૧૨૯. ભદ્રનંદી–૨ કથા ૩૩૧/૧૫૭. પગત (પ્રકૃત) કથા | ૩૪૮ ૧૩૦. મહચંદ્ર કથા ૩૩૨,૧૫૮, યુક્તિ (જુત્તિ) કથા 3४८ ૧૩૧. વરદત્ત કથા ૩૩૨ | ૧૫૯. દશરથ કથા ૩૪૮ ૧૩૨. દૃઢપ્રતિજ્ઞ–૧ કથા ૩૩૨૧૬૦. દૃઢરથ કથા 3४८ ૧૩૩. કેશી (કુમાર) કથા ૩૩૩ ૧૬૧. મહાધનું કથા ૩૪૮ ૧૩૪. દઢપ્રતિજ્ઞ–ર કથા ૩૩૫ ૧૬૨. સપ્તધનુ કથા ૩૪૮ ૧૩૫. પદ્મ કથા ૩૩૬/૧૬૩. દશધનું કથા ૩૪૮ ૧૩૬. મહાપદ્મ કથા ૩૩૭/૧૬૪. શતધનું કથા 3४८ ૧૩૭. ભદ્ર કથા ૩૩૭/૧૬૫. નાગીલ કથા 3४९ ૧૩૮. સુભદ્ર કથા ૩૩૭/૧૬૬. વજ આચાર્ય કથા ૩૫૯ ૧૩૯. પદ્મભદ્ર કથા ૩૩૮/૧૬૭. શ્રીપ્રભ કથા ૩૬૩ ૧૪૦. પધસેન કથા ૩૩૮/૧૬૮. સાવદ્યાચાર્ય (કુવલયપ્રભ)/ ૩૬૪ ૧૪૧. પદ્મગુલ્મ કથા ૩૩૮૧૬૯. નંદીષેણ–૧ કથા 3૭૨ ૧૪૨. નલિનગુલ્મ કથા ૩૩૮/૧૭૦. આસડ કથા ૨૭૫ ૧૪૩. આનંદ-ર કથા ૩૩૯ [૧૭૧. અનામી (મુનિ) કથા ૩૭૭ ૧૪૪. નંદન કથા ૩૩૯૧૭૨. સુસઢ કથા ૩૭૭ ૧૪૫. અંગતિ કથા ૩૩૯ + ગોવિંદબ્રાહ્મણ, + કુમારવર ૩૭૮ ૧૪૬. સુપ્રતિષ્ઠ કથા ૩૪૧૧૭૩. ચિત્ર(મુનિ) કથા ૩૯૮ ૧૪૭. પૂર્ણભદ્ર-૨ કથા ૩૪૧૧૭૪. રથનેમિ કથા ૩૯૮ ૧૪૮. મણિભદ્ર કથા ૩૪૨ [૧૭૫. હરિકેશબલ કથા ૪૦૧ ૧૪૯. દત્ત કથા ૩૪૩/૧૭૬. જયઘોષ + વિજયઘોષ ૪૦૭ ૧૫૦. શિવ કથા ૩૪૩૧૭૭. અનાથી (મુનિ) કથા | ૪૧૦ ૧૫૧. બલ કથા ૩૪૩ [૧૭૮, સમુદ્રપાલ કથા ૪૧૪ ૧૫ર. અનાધૃત કથા ૩૪૩૧૭૯. મૃગાપુત્ર (બલશ્રી) કથા ૪૧૬ ૧૫૩. નિષધ + વીરંગદ કથા ૩૪૪|૧૮૦. ગર્દભાલિ કથા ૪૨૨ ૧૫૪. માયની કથા ૩૪૮+ સંજયરાજા + ક્ષત્રિયમુનિ ૪૨૨ ૧૫૫. વહ કથા ૩૪૮૧૮૧. ઇષકાર કથા ૪૨૫ | ૧૫૬. વેડ (વેડલ) કથા ૩૪૮ + ભૂગુ પુરોહિત કથા ૪૨૫ આગમ કથાનુયોગ ભાગ-૪ -: (ખંડ–૨ અધ્યયન-૫) આગમ સટીકંની શ્રમણ કથા :૧૮૨. અતિમુક્ત મુનિ કથા ૦૩૩/૧૮૪. અંબર્ષિ કથા ૦૩૪ ૧૮૩. અંગાર્ષિ કથા ૦૩૩૧૮૫. અચલ-૩ કથા ૦૩૫ Page #14 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ભાગ–૪ (ખંડ–૨ અઘ્ય.૫) આગમ સટીકંની શ્રમણ કથા (ચાલુ) ૦૩૫ ૨૧૯. કાશીરાજ દૃષ્ટાંત ૦૩૬ | ૨૨૦. કુણાલ કથા ૦૪૪ ૨૨૧. કુમારપુત્રિક કથા ૦૪૫ ૨૨૨. કુમાર મહર્ષિ કથા ૧૮૬. અચલ–૪ કથા ૧૮૭. આર્યરક્ષિત કથા ૧૮૮. અર્જુન (પાંડવ) કથા ૧૮૯. અર્ણિકાપુત્ર કથા ૧૯૦. અપરાજિત કથા ૧૯૧. અભિચંદ્ર કથા ૧૯૨. અભિચીકુમાર કથા ૧૯૩. અમૃતઘોષ કથા ૧૯૪. અજાપાલક વાચક કથા ૧૯૫. અન્નક કથા ૧૯૬. અર્હમ્ મિત્ર કથા ૧૯૭. અવંતિસુકુમાલ કથા ૧૯૮. અકટાતીત કથા ૧૯૯. અષાઢાભૂતિ કથા ૨૦૦. અષાઢાચાર્ય કથા ૨૦૧. અંગારમર્દક કથા ૨૦૨. ઇન્દ્રદત્ત (અંતર્ગત) સાધુ ૨૦૩. ઇલાચિપુત્ર કથા ૨૦૪. ઋષભસેન ગણધર ૨૦૫. ઋષભસેન + સિંહસેન ૨૦૬. ઉત્સાર વાચક કથા ૨૦૭. એણેયક કથા ૨૦૮. કાષ્ઠ મુનિ કથા ૨૦૯. કઠિયારાની કથા ૨૧૦. કૃષ્ણ આચાર્ય કથા ૨૧૧. કૃતપુણ્ય કથા ૨૧૨. કાર્તિકાર્ય કથા ૨૧૩. કપિલમુનિ કથા ૨૧૪. કાલક—૧ કથા ૨૧૫. કાલકર કથા ૨૧૬. કાલક—3 કથા ૨૧૭. કાલક—૪ કથા ૨૧૮. કાલવૈશિક કથા ૧૩ ૦૯૯ ૦૪૮ ૨૨૩. કુરુદત્ત સુત કથા ૦૪૯ ૨૨૪. ફૂલવાલક કથા ૦૪૯|૨૨૫. કૌડિન્યાદિ તાપસ કથા ૦૫૦ ૨૨૬. ખપુટાચાર્ય કથા ૦૫૦ ૨૨૭. સ્કંદક—૨ કથા ૦૫૦ ૨૨૮.સ્કંદિલાચાર્ય કથા ૦૫૨ ૨૨૯. ક્ષુલ્લકકુમાર કથા ૦૫૩ ૨૩૦. ગાર્ગાચાર્ય કથા ૦૫૪ ૨૩૧. ગાગલિ કથા ૦૫૬ ૨૩૨. ગુણંધર કથા ૦૫૯ ૨૩૩. ગુણચંદ્ર-૧ + મુનિચંદ્ર ૧૦૧ ૦૬૩|+ સાગરચંદ્ર + ચંદ્રાવતંસક ૦૬૪ ૨૩૪. ગુણચંદ્ર–૨+સાગરચંદ્ર ૦૬૫ ૨૩૫. ગોવિંદ વાચક કથા ૦૬૭ ૨૩૬. ધૃતપુષ્યમિત્ર કથા ૦૬૮ ૨૩૭. ચંદ્રાચાર્ય + સાધુ ૧૦૦ ૧૦૧ ૦૬૮ ૨૩૮. ચાણક્ય કથા ૦૭૦ ૨૩૯. ચિલાત–ર કથા ૦૮૮ ૦૮૮ ૦૮ ૦૮૯ ૦૮૯ ૦૮૯ ૦૯૨ ૦૯૩ ૦૯૪ ૦૯૬ ૧૦૩ ૧૦૫ ૧૦૬ ૧૦૭ ૧૦૮ ૧૧૪ ૦૭૧ | ૨૪૦. જમુનરાજર્ષિ + દંડમુનિ ૧૧૫ ૧૧૬ ૧૧૬ ૧૧૮ ૧૧૮ ૧૨૦ ૦૭૨ ૨૪૧. જંઘાપરિજિત કથા ૦૭૨ ૨૪૨. જંબુસ્વામી કથા ૦૭૩ ૨૪૩. જગાણંદ કથા ૦૭૭ ૨૪૪. જવ મુનિ કથા ૦૭૭ ૨૪૫. યશોભદ્ર (જસભ૬) ૦૮૧-૨૪૬. જિનદેવ કથા ૦૮૩ ૨૪૭. યુધિષ્ઠિર (જુહિણ્ઠિલ) ૧૨૦ ૦૮૪ ૨૪૮. જ્વલન આદિ કથા ૦૮૬|+ દહનમુનિ + હુતાશનમુનિ ૦૮૭ ૨૪૯. ઢંઢણકુમાર કથા ૧૨૦ ૧૨૧ 090 ૧૨૧ Page #15 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૧ ભાગ–૪ (ખંડ–૨ અઘ્ય.—૫) આગમ સટીકંની શ્રમણ કથા (ચાલુ) ૧૬૩ ૧૬૬ ૨૫૦. તોસલિપુત્ર કથા ૨૫૧. સ્થૂલભદ્ર + શ્રીયક કથા ૨૫૨. દૃઢપ્રહારી–૧ કથા ૨૫૩. સંગમસ્થવિર કથા ૧૨૩ ૨૮૨. પ્રસન્નચંદ્ર કથા ૧૨૩ ૨૮૩. પાદલિપ્તસૂરિ કથા ૧૩૩ ૨૮૪. પિઢર કથા ૧૩૪ | ૨૮૫. પુષ્પપ્સ્યૂલ કથા ૧૬૭ ૧૬૭ ૧૬૯ ૧૬૯ ૨૮૬. પુષ્પભૂતિ + પુષ્યમિત્ર ૧૬૮ ૧૩૬ ૨૮૭. ‘‘પુષ્યમિત્ર'' કથા ૧૩૬ ૨૮૮. પોતપુષ્યમિત્ર કથા ૧૩૭ ૨૮૯. પિંગલક કથા ૧૪૪ ૨૯૦. ફલ્ગુરક્ષિત કથા ૧૪૫ | ૨૯૧. બલભાનુ કથા ૧૪૫ ૨૯૨. બાહુબલિ કથા ૧૭૦ ૧૭૦ ૧૭૦ ૧૭૦ ૧૭૩ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૪ + દત્તમુનિ કથા ૨૫૪. દધિવાહન કથા ૨૫૫. દમદંત કથા ૨૫૬. દશાર્ણભદ્ર કથા ૨૫૭. દત્ત + સેવાલાદિ કથા ૨૫૮. દુષ્પ્રભ થા ૨૫૯. દુર્બલિકા પુષ્યમિત્ર કથા ૨૬૦. દેવર્દ્રિગણિ કથા ૨૬૧. દેવલાસુત કથા ૨૬૨. દેવશ્રમણક કથા ૨૬૩. ધનગિરિ કથા ૨૬૪. ધનમિત્ર + ધનશર્મ ૨૬૫. ધન્યની કથા ૨૬૬. ધર્મઘોષ-૧ કથા ૨૬૭. ધર્મઘોષ–૨ કથા ૨૬૮. ધર્મઘોષ-રૂ કથા ૨૬૯. ધર્મઘોષ–૪ + સુજાત ૨૭૦. ધર્મસિંહ કથા ૨૭૧. નકુલ પાંડવ કથા ૨૭૨. નંદ (સુંદરીનંદ) ૨૭૩. નંદિષણ-૨ કથા ૨૭૪. નંદિષણ–3 કથા ૨૭૫. નંદિષણ-૪ કથા ૨૭૬. નાગિલ–૨ કથા ૨૭૭. નાગાર્જુન કથા ૨૭૮. નાગદત્ત—૧ કથા ૨૭૯. નાગદત્ત ૨ કથા ૨૮૦. પંથક કથા ૨૮૧. પ્રભવ (ચોર) કથા ૧૪૬૨૨૯૩. ભદ્ર—૧ કથા ૧૪૬ ૨૯૪. ભદ્ર~૨ (જિતશત્રુપુત્ર) ૧૪૭ ૨૯૫. ભદ્રગુપ્તાચાર્ય કથા ૧૪૮ ૨૯૬. ભદ્રબાહુસ્વામી કથા ૧૪૮ ૨૯૭. ભશકમુનિ કથા ૧૪૯ ૨૯૮. ભીમ (પાંડવ) કથા ૧૫૦ ૨૯૯. ધર્મઘોષ—૫ કથા ૧૫૦ + ધર્મયશ+અવંતિવર્ધન ૧૫૦ ૩૦૦. મનક કથા ૧૫૧૩૦૧. મહાગિરિ કથા ૧૫૩|૩૦૨. મહાશાલ + શાલ કથા ૧૫૩ ૩૦૩. મુનિચંદ્ર કથા ૧૫૪ ૩૦૪, મેતાર્ય કથા ૧૫૫ ૩૦૫. રંડાપુત્ર કથા ૧૫૫ ૩૦૬. રોહિણિક કથા ૧૫૬ ૩૦૭. લોહાર્ય કથા ૧૫૮ ૩૦૮. વજ્રસ્વામી કથા ૧૫૯ ૩૦૯. વજ્રભૂતિ કથા ૧૫૯ | ૩૧૦. વજ્રસેન આચાર્ય કથા ૧૬૧ ૩૧૧. વસ્ત્રપુષ્યમિત્ર કથા ૧૬૨ ૩૧૨. વિંધ્યમુનિ કથા ૧૬૨ ૩૧૩. વિષ્ણુકુમારમુનિ કથા ૧૭૭ ૧૭૮ ૧૭૮ — ૧૮૦ ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮૩ ૧૮૭ ૧૮૭ ૧૮૮ ૧૮૯ ૧૯૮ ૧૯૯ ૧૯૯ ૧૯૯ ૨૦૦ Page #16 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ભાગ–૪ (ખંડ-ર, અઘ્ય.—૫) આગમ સટીકંની શ્રમણ કથા (ચાલુ) ૨૦૧ ૩૨૨. સુનંદ કથા ૨૦૧ ૩૨૩. સુમનભદ્ર કથા ૩૧૪. સંભૂતિવિજય કથા ૩૧૫. (આર્ય) સમિત કથા ૩૧૬. શશક (મુનિ) કથા ૩૧૭. સહદેવ (પાંડવ) કથા ૩૧૮. શાલિભદ્ર કથા ૩૧૯. શીતલાચાર્ય કથા ૩૨૦. સિંહગિરિ કથા ૩૨૧. સુકોશલ કથા ૨૦૩ ૩૨૪. સુવ્રત કથા ૨૦૪ ૩૨૫. સુહસ્તિ કથા ૨૦૪ ૩૨૬. શŻભવ કથા ૨૦૯|૩૨૭. સોમદેવ–૧ કથા ૨૧૦ ૩૨૮. સોમદેવ-૨ કથા ૨૧૧ ૩૨૯. હસ્તિભૂતિ+હસ્તિમિત્ર ભાગ–૪ – (ચાલુ) ખંડ–૩ શ્રમણી કથાનક - મૂળ આગમની શ્રમણી કથાઓ ૧. અનવદ્યા કથા ૨. ચંદના કથા ૩. જયંતી કથા ૪. દેવાનંદા કથા ૫. પ્રભાવતી કથા ૬. મૃગાવતી કથા ૭. દ્રૌપદી કથા ૮. પોટિલા કથા ૯. કાલી—૧ કથા ૧૦. રાજી કથા ૧૧. રજની કથા ૧૨. વિદ્યુત્ કથા ૧૩. મેધા કથા ૧૪. શુંભા કથા ૧૫. નિશુંભા કથા ૧૬. રંભા કથા ૧૭. નિરંભા કથા ૧૮. મદના કથા ૧૯. ઇલા કથા ૨૦. સતેરા કથા ૨૧. સૌદામિની કથા ૨૨૦૬૨૨. ઇન્દ્રા કથા ૨૨૧ ૨૩. ધના કથા ૨૨૫ -૨૪. વિદ્યુતા કથા ૨૨૮ ૨૫. રૂપા કથા ૨૩૧ | ૨૬. સુરૂપા કથા ૨૩૩ ૨૭. રૂપાંશા કથા ૨૪૦ ૨૮. રૂપકાવતી કથા ૨૮૬ ૨૯. રૂપકાંતા કથા ૨૯૯ | ૩૦ રૂપપ્રભા કથા ૩૦૫ ૩૧. કમલા કથા ૩૦૬|૩૨. કમલપ્રભા કથા ૩૦૬ | ૩૩. ઉત્પલા કથા ૩૦૬ ૩૪. સુદર્શના કથા ૩૦૭ ૩૫. રૂપવતી કથા ૩૦૭ ૩૬. બહુરૂપા કથા ૩૦૭ ૩૭. સુરૂપા કથા ૩૦૭ ૩૮. સુભગા કથા ૩૦૭ ૩૯. પૂર્ણાં કથા ૩૦૭ ૪૦. બહુપુત્રિકા કથા ૩૦૮ ૪૧, ઉત્તમા કથા ૩૦૮ ૪૨. ભારિકા કથા ૧૫ ૨૧૧ ૨૧૧ ૨૧૨ ૨૧૨ ૨૧૫ ૨૧૮ ૨૧૮ ૨૧૯ ૩૦૮ ૩૦૮ ૩૦૮ ૩૦૮ ૩૦૯ ૩૦૯ ૩૦૯ ૩૦૯ ૩૦૯ ૩૦૯ ૩૦૯ ૩૦૯ ૩૦૯ ૩૦૯ ૩૦૯ ૩૦૯ ૩૦૯ ૩૦૯ ૩૦૯ ૩૦૯ ૩૦૯ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આગમ કથાનુયોગ-૧ ભાગ-૪ (ખંડ-૩) મૂળ આગમની શ્રમણી કથા (ચાલુ) ૩૧૨ ૩૧૩ ૩૧ ૨ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧3 ૩૧૩ ૩૧૩ ૪૩. પદ્મા કથા ૪૪. વસુમતી કથા ૪૫. કનકા કથા ૪૬. કનકપ્રભા કથા ૪૭. અવતંસા કથા ૪૮. કેતુમતી કથા ૪૯. વજસેના કથા ૫૦. રતિપ્રિયા કથા ૫૧. રોહિણી કથા પર. નવમિકા–૧ કથા ૫૩. હી કથા ૫૪. પુષ્પવતી કથા ૫૫. ભુજગા કથા ૫૬. ભુજગાવતી કથા ૫૭. મહાકચ્છા કથા ૫૮. અપરાજિતા કથા ૫૯. સુઘોષા કથા ૬૦. વિમલા કથા ૬૧. સુસ્વરા કથા ૬૨. સરસ્વતી કથા ૬૩. સૂર્યપ્રભા કથા ૬૪. આતપા કથા ૬૫. અર્ચિમાલી–૧ કથા ૬૬. પ્રભંકરા–૧ કથા ૬૭. ચંદ્રપ્રભા કથા ૬૮. જ્યોત્સનાભા કથા ૬૯. અર્ચિમાલી–ર કથા ૭૦. પ્રભંકરા-ર કથા ૭૧. પદ્માવતી કથા ૭૨. શિવા કથા ૭૩. શચિ કથા ૭૪. અંજૂ કથા ૭૫. રોહિણી કથા ૩૦૯૭૬. નવમિકા–ર કથા ૩૦૯ ૭૭. અચલા કથા ૩૦૯|૭૮. અપ્સરા કથા ૩૦૯ ૭૯. કૃષ્ણા કથા ૩૦૯,૮૦. કૃષ્ણરાજી કથા ૩૦૯ ૮૧. રામા કથા ૩૦૯T૮૨. રામરક્ષિતા કથા ૩૦૯ ૮૩. વસુ કથા ૩૦૯ ૮૪. વસુગુપ્તા કથા ૩૦૯/૮૫. વસુમિત્રા કથા ૩૦૯ ૮૬. વસુંધરા કથા ૩૦૯ [૮૭. ગોપાલિકા કથા ૩૦૯ ૮૮. પુષ્પચૂલા કથા ૩૦૯ ૮૯. સુવ્રતા–૧ કથા ૩૦૯ |૯૦. સુવ્રતા–ર કથા ૩૦૯ [૯૧. પદ્માવતી કથા ૩૦૯ ૯૨. ગૌરી કથા ૩૦૯ ૯૩. ગાંધારી કથા ૩૦૯ ૯૪. લક્ષ્મણા કથા ૩૦૯ ૫. સુશીમા કથા ૩૧૦ ૯િ૬. જાંબવતી કથા ૩૧૧ | ૯૭. સત્યભામા કથા T૯૮. રુક્મિણી કથા ૩૧૧ ૯. મૂલશ્રી કથા ૩૧૧] | ૧૦૦. મૂલદત્તા કથા | ૧૦૧. નંદા કથા ૧૦૨. નંદવતી કથા ૩૧૧ ૧૦૩. નંદોત્તરા કથા ૧૦૪. નંદશ્રેણિકા કથા ૧૦૫. મરુતા કથા ૩૧૨/૧૦૬. સુમરુતા કથા ૩૧૨ ૧૦૭. મહામરુતા કથા ૩૧૨/૧૦૮. મરૂદેવા કથા ૩૧૪ ૩૧૪ ૩૧૪ ૩૧૫ ૩૧૫ ૩૨૦ ૩૨૦ ૩૨૦ ૩૨૦ ૩૧૧ ૩૨૦ ૩૨૦ ૩૨૦ ૨૨૧ ૩૨૧ ૩૨૧ ૩૨૨ ૩રર ૩૨૨ ૩૨૨ ૩૨૨ ૩૨૨ : Page #18 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ભાગ-૪ (ખંડ–૩) મૂળ આગમની શ્રમણી કથા (ચાલુ) ૩૪૬/ ૩૪૯ ૩૪૯ ३४८ ૩૪૯ 3૪૯ ૩૪૯ ૩૪૯ ૩૪૯ ૧૦૯. ભદ્રા કથા ૧૧૦. સુભદ્રા કથા ૧૧૧. સુજાતા કથા ૧૧૨. સુમના કથા ૧૧૩. ભૂતદત્તા કથા ૧૧૪. કાલી–૨ કથા ૧૧૫. સુકાલી કથા ૧૧૬. મહાકાલી કથા ૧૧૭. કૃષ્ણા કથા ૧૧૮, સુકૃણા કથા ૧૧૯. મહાકૃષ્ણા કથા ૧૨૦. વીરકૃષ્ણા કથા ૧૨૧. રામકૃષ્ણા કથા ૧૨૨. પિતૃસેનકૃષ્ણા કથા ૧૨૩. મહાસેનકૃષ્ણા કથા ૧૨૪. યક્ષિણી કથા ૧૨૫. બ્રાહ્મી કથા ૧૨૬. સુંદરી કથા ૧૨૭. સુભદ્રા કથા + સોમા કથા ૩૨૨/૧૨૮. શ્રીદેવી (ભૂતા) કથા ૩૨૨/૧૨૯. હીદેવી કથા ૩૨૨/૧૩૦. ઘુતિદેવી કથા ૩૨૨૧૩૧. કીર્તિદેવી કથા ૩૨૨૧૩૨. બુદ્ધિદેવી કથા ૩૨૨/૧૩૩. લક્ષ્મીદેવી કથા ૩૨૫૧૩૪. ઇલાદેવી કથા ૩૨૬/૧૩૫. સુરાદેવી કથા ૩૨૭૧૩૬, રસદેવી કથા ૩૨૭] ૧૩૭. ગંધદેવી કથા ૩૨૯૧૩૮. પાંડુઆર્યા કથા ૩૩૦ ૧૩૯. કમલામેલા કથા ૩૩૦/૧૪૦. ભટિદારિકા (?) કથા ૩૩૧૧૪૧. મેઘમાલા કથા ૩૩૨૧૪૨. રજૂઆર્યા કથા ૩૩૩]૧૪૩. લક્ષ્મણાઆર્યા કથા ૩૩૩ ૧૪૪. વિષ્ણુશ્રી કથા ૩૩૫]૧૫. કમલાવતી કથા ૩૩૭/૧૪૬. જસા કથા - ૧૪૭. રાજીમતી કથા ૩૫૧ ૩૫૩ ૩૫૩ ૩૫૪ ૩૫૬ ૩૬૨ ૩૬૨ ૩૬૩ ૩૬૩ | ભાગ-૪ (ખંડ-૩) આગમ–સટીકેની શ્રમણી કથા | ૩૬૮ ૩૬૮ ૩૬૯ ૩૬૯ ૧૪૮. અંગારવતી કથા ૧૪૯. અર્ધસંકાશા કથા, ૧૫૦. ઉત્તરા કથા ૧૫૧. કીર્તિમતિ કથા ૧૫ર, યક્ષા કથા ૧૫૩. ચક્ષદિન્ના કથા ૧૫૪. ભૂતા કથા ૧૫૫. ભૂતદિના કથા ૧૫૬. સેણા કથા ૧પ૭. વેણા કથા ૧૫૮. રેણા કથા ૩૬૪|૧૫૯. જયંતિ + સોમા કથા ૩૬૫ ૧૬૦. યશોભદ્રા કથા ૩૬૬/૧૬૧. યશોમતી કથા ૩૬૬] ૧૬૨. ધનશ્રી (સવાંગસુંદરી) ૩૬૭/૧૬૩. ધારિણી કથા ૩૬૭૧૬૪. પદ્માવતી કથા ૩૬૭૧૬૫. પ્રગભા + વિજયા ૩૬૭/૧૬૬. પુષ્પચૂલા + પુષ્પવતી ૩૬૭]૧૬૭. પુષ્પચૂલા-ર કથા ૩૬૭૧૬૮. પુરંદરયા કથા ૩૬૭૧૬૯. ભદ્રા કથા ૩૭૨ 393 393 ૩૭૪ ૩૭૫ ૩૭૫ Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આગમ કથાનુયોગ-૧ - - ભાગ-૪ (ખંડ–૩) આગમ સટીકની શ્રમણી કથા (ચાલુ) ૧૭૦. મનોહરી કથા ૩૭૬ | ૧૭૪. શિવા કથા ૧૭૧. વિગતભયા + વિનયવતી, ૩૭૬ ૧૭૫. સુકુમાલિકા–ર કથા ૧૭૨. નંદશ્રી/શ્રીદેવી કથા ૩૭૭/ ૧૭૬. સુજ્યેષ્ઠા કથા ૧૭૩. શ્રીકા કથા ૩૭૭ ૧૭૭. સુનંદા કથા ૩૭૮ ૩૭૯ 3८० ૩૮૩ ૧રપો ૧૩૬ م م ૧૪૪ ૦૫૧ ૧૪૫. م ૧૪૫ ૧૪૬ આગમ કથાનુયોગ-૫ | ખંડ-૪-શ્રાવક કથા , ભાગ-૫ (ખંડ–૪) મૂળ આગમની શ્રાવક કથા ૧. લેપ કથા ૦૩૪ ! ૨૦. સદ્દાલપુત્ર કથા ૨. ઋષિભદ્રપુત્ર કથા ૦૩૫ | ૨૧. મહાશતક કથા 3. શંખ + પુષ્કલી કથા ૦૩૮ | ૨૨. નંદિનીપિતા કથા ૪. નાગપૌત્ર વરુણ + બાલમિત્ર ૦૪૩|૨૩. લેતિકા/સાલિદી પિતા ૫. સોમિલ કથા ૦૪૭ ૨૪. સુદર્શન–૨ કથા ૬. મÇક કથા | ૨૫. સુમુખ કથા. ૭. ઉદયન કથા ૦૫૩ |૨૬. વિજયકુમાર કથા ૮. અભીચિ કથા ૨૭. ઋષભદત્ત કથા ૯. તુંગીયાનગરીના શ્રાવકો ૨૮. ધનપાલ કથા ૧૦. કનકધ્વજ કથા ૦૬૧) ૨૯. મેઘરથ કથા ૧૧. નંદમણિયાર કથા ૩૦. નાગદેવ કથા ૧૨. સુદર્શન–૧ કથા ૦૬૯ [૩૧. ધર્મઘોષ કથા ૧૩. અર્વત્રક કથા ૩૨. જિતશત્રુ કથા ૧૪. આનંદ કથા | 33. વિમલવાહન કથા ૧૫. કામદેવ કથા ૦૮૮) ૩૪. કોણિક કથા ૧૬. ચુલનીપિતા કથા ૧૦૧] ૩૫. અંબઇશ્રાવક-૭૦૦ શિષ્યો ૧૭. સુરાદેવ કથા ૧૦૮ | ૩૬. પ્રદેશ રાજા કથા | ૧૮. યુદ્ધશતક કથા ૧૧૫] ૩૭. સોમિલ કથા ૧૯. કુંડકોલિક કથા ૧૨૦| ૩૮. શ્રેણિક કથા ભાગ-૫ (ખંડ-૪) આગમ સટીકંની શ્રાવક કથા ou, ૧૪૬ ૧૪૬ م م જs ૦૭૧ ૧૪૬ oછર م ૧૪૭ ૧૮૨ ૧૮૮ ૨૫૪ ૨૬૦ - - ૨૮૨ ૩૯. અંબડ કથા ૪૦. આનંદ-૨ કથા ૪૧. ઉદાઈ કથા ર૭૯ [૪૨. ક્ષમશ્રાવક કથા ૨૮૦/૪૩. ગંધાર શ્રાવક કથા ૨૮૦૪૪. ચેટક કથા ૨૮૨ ૨૮૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ભાગ–૫ (ખંડ–૪) આગમ સટીકંની શ્રાવક કથા (ચાલુ) ૨૮૩ ૫૭. મિત્રશ્રી કથા ૨૮૪ ૫૮. મુંડિક્રામક કથા ૨૮૪ | ૫૯. મુડ કથા ૪૫. જનક કથા ૪૬. જિનદાસ–૧ કથા ૪૭. જિનદાસ–ર કથા ૪૮. જિનદાસ-૩ કથા ૪૯. જિનદેવ–૧ કથા ૫૦. જિનદેવ–૨ કથા ૫૧. ટૂંક શ્રાવક કથા પર. Ğર કથા ૫૩. ધનંજય કથા ૫૪. પદ્મરથ + વૈશ્વાનર કથા ૫૫. પ્રસેનજિત કથા ૫૬. બલભદ્રકથા ૧. સુભદ્રા—૧ કથા ૨. સુલસા કથા 3. અગ્નિમિત્રા કથા ૪. અનુધરી કથા ૫. અશ્વિની કથા ૬. ઉત્પલા કથા ૭. ઉપકોશા કથા ૮. કોસાગણિકા કથા ૯. ચેઘણા કથા ૧૦. દેવકી કથા ૧૧. દેવદત્તા કથા ૧૨. ધન્યા કથા ૧૩. નંદા કથા ૧૪. પૂષા કથા ભાગ—૫ (ખંડ–૫) - - ૧. વિજયદેવ કથા ૨. શક્રેન્દ્ર કથા ૨૮૫| ૬૦. વલ્ગર કથા ૨૮૬ ૬૧. વસુભૂતિ કથા ૨૮૬ ૬૨. સંપ્રતિરાજાની કથા ૨૮૭|૬૩. સાગરચંદ્ર કથા ૨૮૭ ૬૪. સુદર્શન કથા ૨૮૭ ૬૫. સુનંદ કથા ૨૮૮ ૬૬. સુલસ કથા ૨૮૮ ૬૭. શ્રેયાંસ કથા ૨૮૯ ૬૮. ભ.વીરને પારણું કરાવનારા શ્રાવિકા કથા ૩૦૨ ૧૫. ફાલ્ગુની કથા ૩૦૪ ૧૬. ફલ્ગુશ્રી કથા ૩૦૬ | ૧૭. બહુલા કથા ૩૦૬ ૧૮. ભદ્રા—૧ કથા ૩૦૭ ૧૯. ભદ્રા ૨ કથા ૩૦૭૨૦. ભદ્રા—3 કથા ૩૦૭૨૧. મિત્રવતી કથા ૩૦૮ ૨૨. રેવતી કથા ૩૦૮ ૨૩. રુદ્રસોમા કથા ૩૦૯ ૨૪. સાધુદાસી કથા ૩૧૦ ૨૫. શ્યામા કથા ૩૧૧|૨૬. શિવાનંદા કથા ૩૧૧ ૨૭. સુભદ્રા–ર કથા ૩૧૨ ૨૮. સુભદ્રા—3 કથા આગમ કથાનુયોગ ભાગ–૬ ભાગ–૬ (ખંડ–૬) દેવ—દેવીની કથાઓ ૦૩૪ ૩. ઇશાનેન્દ્ર કથા ૦૪૪ ૪. ચમરેન્દ્ર કથા ૧૯ ૨૮૯ ૨૯૦ ૨૯૦ ૨૯૦ ૨૯૧ ૨૯૧ ૨૯૬ ૨૯૬ ૨૯૮ ૨૯૮ ૨૯૯ ૨૯૯ ૩૧૨ ૩૧૩ ૩૧૩ ૩૧૩ ૩૧૪ ૩૧૪ ૩૧૪ ૩૧૫ ૩૧૬ ૩૧૬ ૩૧૭ ૩૧૭ ૩૧૮ ૩૧૯ ૦૪૯ ૦૫૮ Page #21 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ - - - - ૦૭૨ ૦૭૪ ૦૭૪ ૦૭૫ ૦૭૫ ૦૭૫ ભાગ-૨ ખંડ- દેવ-દેવી કથાઓ (ચાલુ) પ. હરિભેગમેષી કથા ૦૬૫] ૨૨. બલ યક્ષ કથા ૬. ત્રાયશ્ચિંશક દેવ કથા ૦૬૬/૨૩. સંગમ દેવ કથા ૦૭૨ ૭. ચંદ્ર દેવ કથા ૦૬૭|૨૪. વિદ્યુમ્માલી દેવ કથા ૦૭૨ ૮. સૂર્ય દેવ કથા ૦૬૭|૨૫. નાગીલ દેવ કથા ૦૭૨ ૯. શુક્ર દેવ કથા ૦૬૮૨૬. પ્રભાવતી દેવ કથા ૦૭૩ ૧૦. પૂર્ણભદ્ર દેવ કથા ૦૬૮) ૨૭. હેંડીક દેવ કથા ૦૭3 ૧૧. મણિભદ્ર દેવ કથા ૦૬૮) ૨૮. શૈલક યક્ષ કથા ૧૨. દત્ત આદિ દેવ કથા ૦૬૮ ૨૯. તિષ્યક દેવ કથા ૧૩. સૂર્યાભદેવ કથા ૦૬૯|૨૦. જવલન + દહન દેવ કથા | ૦૭૪ ૧૪. દુર દેવ કથા ૦૬૯ | ૩૧. સાગરચંદ્ર દેવ કથા ૧૫. મહાશક દેવ કથા ૦૬૯) ૩૨. મુદગરપાણી યક્ષ કથા ૦૭૫ ૧૬. માગધ દેવ કથા ૦૭૦ |૩૩. કમલદલ યક્ષ કથા ૧૭. વરદામ દેવ કથા ૦૭૧ | ૩૪. પુષ્પવતી દેવ કથા ૧૮. પ્રભાસ દેવ કથા ૦૭૧૩૫. લલિતાંગ દેવ કથા ૧૯. કૃતમાલ દેવ કથા ૦૭૧૩૬. હિંદુક યક્ષ કથા ૨૦. મેઘમુખ દેવ કથા ૦૭૧|દેવકથા વિશે કંઈક ૨૧. શૂલપાણી યક્ષ કથા . ૦૭૧ ૦ ચોસઠ ઇન્દ્રોના નામ – ૪ – ૮ – ૮ – ૮ – ૮ - ૪ ૧. અમરેન્દ્રની અગમહિષીઓ [ ૦૭૮૧૦. ચંદ્રની અગમહિષીઓ ૨. બલીન્દ્રની અગ્રમડિષીઓ ૦૭૯ ) ૧૧. શક્રની અગ્રમડિષીઓ 3. ધરણેન્દ્રની અગ્રમડિષીઓ | ૦૭૯ ૧૨. ઇશાનેન્દ્રની અગ્રમહિષીઓ ૦૮૨ ૪. વેણુદેવ આદિની અગ્રમહિષી ૦૭૯ ૧૩. બપુત્રિકા દેવી કથા | ૦૮૩ ૫. ભૂતાનંદની અગ્ર મહિષીઓ ૦૮૦ ૧૪. શ્રી–હી આદિ દશ દેવીઓ ૦૮૩ ૬. વેણુદાલી આદિની અગમહિષીઓ ૧૫. હાસા + પ્રહાસા દેવી ૦૮૩ ૭. પિશાચ આદિ આઠ ૧૬. કટપુતના વ્યંતરી કથા ૦૮૪ – વ્યંતરેન્દ્રોની અગમડિષીઓ ૧૭. શાલાર્યા વ્યંતરી કથા ૮. મહાકાલ આદિ આઠ ૧૮. સ્વયંપ્રભા દેવી કથા ૦૮૫ – વ્યંતરેન્દ્રોની અગમહિષીઓ ૦૮૧/૧૯. શ્રી દેવી કથા ૦૮૫ ૯. સૂર્યની અગ્રમહિષીઓ ૦૮૧ ૨૦. સિંધુદેવી કથા ૦૭૬ ૦૭૬ ૦૭૬ Ou ૦૮૨ ૦૮૦ ૦૮૪ ૦૮૫ ભાગ-૬ (ખંડ–૭) પ્રાણી કથાઓ ૧. ઉદાયી હાથીની કથા ૦૮૬૩. સેચનક હાથીની કથા ૨. ભૂતાનંદ હાથીની કથા ૦૮૭/૪. વાંદરાની કથા '૦૮s Page #22 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ૨૧ ૦૯૩ ૦૯૪ ૦૯૪ ૦૯૪ ૦૯૫ ૧૦૪ ૧૦૫ ૧૦૬ ૧૦૭ ભાગ-૬ (ખંડ–૭) પ્રાણી કથાઓ (ચાલુ) ૫. સુમેરપ્રભ હાથીની કથા ૦૯૦ ૧૦. બળદની કથા ૬. મેરુપ્રભ હાથીની કથા ૦૯૧ ૧૧. સર્પની કથા ૭. દેડકાની કથા ૦૯૧|૧૨. હાથીની કથા ૮. કંબલ–સંબલ બળદોની કથા | ૦૯૨ ૧૩. પાડાની કથા | ૯, ચંડકૌશિકની કથા ૦૯૩ ૧૪. બકરાની કથા ભાગ-૬ (ખંડ–૮) અન્યતીર્થિક કથાઓ ૧. મરીચી કથા ૦૯૬ ૧૨. ઇન્દ્રનાગ કથા ૨. કાલોદાયી આદિ દશ ૦૯૭ ૧૩. પૂરણ તાપસ કથા, 3. દ્વૈપાયન ઋષિ કથા ૦૯૮/૧૪. કૌડિન્ય, દત્ત અને ૪. રામગુપ્ત આદિ મિથ્યામતિ ૦૯૯) શેવાલ આદિ તાપસોની કથા ૫. તામલિ તાપસ કથા ૦૯૯ [૧૫. ગોવિંદ ભિક્ષુ કથા ૬. જમદગ્નિ કથા ૧૬. પોટ્ટશાલ કથા - + પરસુરામ કથા ૧૭. બુદ્ધાશાજ્ય કથા ૭. કુંદક પરિવ્રાજક કથા ૧૮. ઐરિક તાપસ કથા ૮. પુદ્ગલ પરિવ્રાજક કથા | ૧૯. ધર્મરુચિ તાપસ કથા ૯. મુદ્ગલ પરિવ્રાજક કથા ૧૦૨ ૨૦. શિવ તાપસ કથા ૧૦. નારદ(કચ્છલનારદ કથા ૧૦૩|૨૧. શુક્ર પરિવ્રાજક કથા ( ૧૧. વૈશ્યાયન બાલતપસ્વી કથા ૧૦૪ ૨૨. કપિલની કથા ભાગ-૬ (ખંડ–૯) અન્ય કથાઓ ( ખંડ–૯ અન્યકથા – અધ્યયન–૧ દુખવિપાકી કથાઓ ૧. મૃગાપુત્રની કથા ૧૧૧/૬. નંદિવર્ધન કથા ૨. ઉર્જાિતકની કથા ૧૧૮૭. ઊંબરદત્ત કથા 3. અગ્નિસેન કથા ૧૨૩૮. શૌર્યદત્ત કથા ૪. શકટની કથા ૧૨૮૯. દેવદત્તા કથા ૫. બૃહસ્પતિદત્ત કથા ૧૩૧ ૧૦. અંજૂની કથા | ખંડ–૯ અન્યકથા – અધ્યયન-૨ પકીર્ણ-કથાઓ | ૧. કાલકુમાર કથા ૧૪૮| ૫. સુકૃષ્ણકુમાર કથા ૨. સુકાલકુમાર કથા ૧૫૦ ૬. મહાકૃષ્ણકુમાર કથા 3. મહાકાલકુમાર કથા ૧૫૦,૭. વીરકૃષ્ણકુમાર કથા ૪. કૃષ્ણકુમાર કથા ૧૫૦ ૮. રામકૃષ્ણકુમાર કથા ૧૦૭ ૧૦૮ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ૧33 ૧૩૫ ૧૩૮ ૧૪૧ ૧૪૬ . ... ૧પ૦ ૧૫૦ ૧૫૦ ૧૫૦ Page #23 -------------------------------------------------------------------------- ________________ રર. આગમ કથાનુયોગ-૧ 31 ૧૬૨ ભાગ-૬ (ખંડ–૯) અન્યકથા – અધ્ય-૨ – પ્રકિર્ણ કથા (ચાલુ) ૯. પિતૃસેનકૃષ્ણ કથા ૧૫૦ | ૧૯. અપ્રતિષ્ઠાન નરકે જનાર ૧૦. મહાસેનકૃષ્ણ કથા ૧૫૦ | ૨૦. કુરુવંદ કથા ૧૬૦ ૧૧. મહેશ્વર–ઉત્પત્તિ કથા ૧૫૧ | ૨૧. પ્રદ્યોતની કથા ૧૨. એલાષાઢ કથા ૧૫3 | ૨૨. અસંયતિઓની પૂજા ૧૬૨ ૧૩. કેસ કથા ૧૫૩ | ૨૩. મંડિતચોરની કથા ૧૬૫ ૧૪. કલ્કી કથા ૧૫૫ ૨૪. પાલક કથા ૧૫. કચ્છ, મહાકચ્છ, ૨૫. મૂલદેવ કથા - નમિ, વિનમિ કથા ૧૫૫ ૨૬. મમ્મણ કથા ૧૬૬ ૧૬. કલ્પક કથા ૧૫૬ | ૨૭. સુમતિ કથા ૧૭૧ ૧૭. કોકાસ + જિતશત્રુ કથા ૧૫૮[૨૮. સુજ્ઞશ્રી કથા ૧૮. કાલસૌરિય કથા ૧૫૯ | ૨૯. તુલસા કથા ૧૬૪ ૧૬૭ ૧૭૧ ૧૭૧ - ૧૮૪ ૧૮૯ ૧૮૯ ૧૮e. ૧૮૯ ૧૮૯ ૧૯૦ ભાગ-૬ (ખંડ-૧૦) દૃષ્ટાંત–ઉપનય ૦ દૃષ્ટાંત ઉપનય ભૂમિકા ૧૭૩ ૭. અશ્વ ૧. મયૂરી અંડ ૧૭૩]૮. સંઘાટ ૨. કાચબો ૧૭૬ ૯. શૈલક 3. તુંબડુ ૧૭૮ ૧૦. માકંદીપુત્ર ૪. અક્ષત–શાલી ૧૭૯ [૧૧. નંદીફળ ૫. ચંદ્રમાં ૧૮૨ ૧૨. સુંસુમાં ૬. દાવદ્રવ ૧૮૩/૧૩. પુંડરીક ભાગ-૬ (ખંડ–૧૦) વિવિઘ પિંડદોષના દષ્ટાંતો ૧૪. હાથી ૧૯૦ |૨૬. ગોવત્સ ૧૫. લાડુપ્રિયકુમાર ૧૯૦| ર૭, મણિભદ્ર યક્ષાયતન ૧૬. ચોર ૧૯૧ ૨૮. દેવશર્મા પંખ ૧૭. રાજપુત્ર | ૨૯. ભગિની ૧૮. પલ્લી ૩૦. મોદકભોજન ૧૯. રાજદુષ્ટ ૩૧. ભિક્ષુ ૨૦, શાલી–૧ | ૩૨. મોદકદાન ૨૧. બિલાડાનું માંસ ૧૯૫ ૩૩. ગોવાળ ૨૨. શાલી–૨ ૧૯૫] ૩૪. મોદક ૨૩. સંઘભોજન ૧૯૬ ૩૫. સ્વગ્રામદૂતિ ૨૪. ખીરભોજન ૧૯૬ | ૩૬. ગ્રામનાયક | ૨૫. ઉદ્યાનગમન ૧૯૭] ૩૭. બ્રાહ્મણ પુત્ર ૧૯૮ ૧૯૯ ૨૦૦ ૨૦૧ ૨૦૨ ૨૦૩ ૨૦૪ ૨૦પ ૨૦૬ ૨૦૭ Page #24 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ૨૩ ૨૧૦ ૨૧૧ -- - . ૨૧૨ ૨૧૨ ૨૧૨ ભાગ-૬ (ખંડ–૧૦) વિવિધ પિંડદોષ દષ્ટાંત (ચાલુ) ૩૮. મૃત માસિક ભોજન ૨૦૭૪૦. સિંકેસરા લાડુ ૩૯. ક્ષુલ્લક સાધુ ૨૦૮ ૪૧. ભિલૂપાસક ભાગ-૬ (ખંડ–૧૦) “ભક્તપરિજ્ઞા'માંના દષ્ટાંતો ૪૨. મૃગાવતી ૨૧૧ ૫૧. વસુરાજા ૪૩. દત્ત ૨૧૧ પર. કીઢી ડોશી ૪૪. કૃષ્ણ + શ્રેણિક ૨૧૧ ૫૩. કામાસક્ત પુરુષો ૪૫. નંદ મણિયાર ૨૧૨ / ૫૪. દેવરતિ ૪૬. કમલયક્ષ ૨૧૨ પ૫. નિયાણશલ્ય યુક્તો ૪૭. સુદર્શન ૨૧૨ ૫૬. ઇન્દ્રિય રાગથી હાનિ ૪૮. યુવરાજર્ષિ ૨૧૨/૫૭. કષાય પરિણામ ૪૯, ચિલાતિપુત્ર ૨૧૨/૫૮. અવંતિસુકુમાલ | ૫૦. ચંડાલ ૨૧૨/ ૫૯. સુકોશલ + ચાણક્ય | ભાગ-૬ (ખંડ–૧૦) “સંસ્કારક પયત્રા'માંના દષ્ટાંતો | ૬૦. અર્ણિકાપુત્ર આચાર્ય ૨૧૩ ૬૮. અમૃતઘોષ ૬૧. સ્કંદકસૂરિ–પ૦૦ શિષ્યો ૨૧૩૬૯. લલિતઘટા પુરુષો ૬૨. દંડ + યુવરાજર્ષિ ૨૧૪/૭૦. સિંહસેન ઉપાધ્યાય ૬૩. સુકોશલ ઋષિ ૨૧૪૭૧. કુરુદત્ત શ્રેષ્ઠીપુત્ર ૬૪. અવંતિસુકુમાલ ૨૧૪૭૨. ચિલાતિપુત્ર ૬૫. કાર્તિકાર્ય ઋષિ ૨૧૪૭૩. ગજસુકુમાલ ૬૬. ધર્મસિંહ ૨૧૪૭૪. સુનક્ષત્ર મુનિ ૬૭. ચાણક્ય ૨૧૪) + સર્વાનુભૂતિ મુનિ | ભાગ-૬ (ખંડ-૧૦) “મરણસમાધિમાંના દૃષ્ટાંતો ૨૧૨ ૨૧૨ ૨૧૩ ૨૧૩ ૨૧૩ ૨૧૩ ૨૧૫ ૨૧૫ ૨૧૫ ૨૧૫. ૨૧૫ ૨૧૬ ------- ૨૧૭ ૭૫. જિનધર્મ શ્રાવક ૭૬. મેતાર્ય મુનિ ૭૭. ચિલાતિ પુત્ર ૭૮. ગજસુકુમાલ ૭૯. સાગરચંદ્ર ૮૦. અવંતિસુકુમાલ ૮૧. ચંદ્રાવતંસક ૮૨. દમદંત ઋષિ ૮૩. કુંદકઋષિના – શિષ્યો ૨૧૬ ૮૪. ધન્ય + શાલિભદ્ર ૨૧૬૮૫. હાથી ૨૧૬૮૬. પાંડવ ૨૧૬/૮૭, દંડ અણગાર | ૮૮. સુકોશલ ૨૧૭૮૯. ક્ષુલ્લક મુનિ ૨૧૭૯૦. વજસ્વામી ૨૧૭|૧. અવંતિસેન ૨૧૭/૯૨. અર્વત્રક ૨૧૭ ૨૧૭ ૨૧૭ ૨૧૭ ૨૧૮ ૨૧૮ ૨૧૮ ૨૧૮ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આગમ કથાનુયોગ-૧ - - - - -- - -- - - -- -- - - ૨૧૮ ૨૧૮ ભાગ-૬ (ખંડ–૧૦) “મરણસમાધિમાંના દષ્ટાંતો (ચાલુ) ૯૩. ચાણક્ય ૨૧૮૯૮. મુનિચંદ્ર આદિ ૯૪. બત્રીશઘટા પુરુષો ૨૧૮ | ૯૯. ઉષ્ણાદિ પરીષહો ૫. ઇલાપુત્ર ૨૧૮] ૧૦૦. સિંહચંદ્ર + સિંહસેન ૯૬. હસ્તિમિત્ર ૨૧૮૧૦૧. બે સર્પો ૯૭. ધનમિત્ર ૨૧૮/૧૦૨. પુંડરીક-કંડરીક | ભાગ-૬ (ખંડ૧૦) “આગમ–સટીકં”ના દૃષ્ટાંતો ૨૧૯ ૨૧૯ ૨૧૯ ૨૩૦ ૨૩૦ ૨૩૧ ૨૩૧ ૨૩૧ ૨૩૨ ૨૩૨ ૨૩૨ ૨ 33 ૨૩૩ ૨૩૪ ૨ ૩૫ ૧૦૩. અગદ ૧૦૪. અગડદત્ત ૧૦૫. અગારી ૧૦૬. અચંકારિયભટ્ટા ૧૦૭. અજિતસેન ૧૦૮. અર્જુનચોર ૧૦૯. અર્તન ૧૧૦. અનંગ ૧૧૧. અસંઘ ૧૧૨. અર્હદત્ત ૧૧૩. સ્ત્રીજનિત સંગ્રામો ૧૧૪. ઇન્દ્ર ૧૧૫. ઇન્દ્રદત્ત ૧૧૬. સુરેન્દ્રદત્ત ૧૧૭. ઉત્કર્ટ | ૧૧૮. ઉદિતોદય ૧૧૯. કપિલ ૧૨૦. કપિલબટુક ૧૨૧. કપિલા ૧૨૨. કાલોદાયી ૧૨૩. કુવિકર્ણ ૧૨૪. કોંકણક–૧ ૧૨૫. કોંકણકદારક ૧૨૬. કુચિત ૧૨૭. કુલપુત્ર ૧૨૮. કેશી ૨૧૯ | ૧૨૯. કોંકણક-૨ ૨૨૦ [૧૩૦. કોંકણક-૩ ૨૨૧૧૩૧. કોંકણક સાધુ ૨૨૧૧૩૨. કોંકણક–૪ ૨૨૨ ૧૩૩. ભારવાહી પુરુષ ૨૨૩૧૩૪. કોડીસર ૨૨૩] ૧૩૫. કોલગિની ૨૨૩/૧૩૬. ખંડકર્ણ ૨૨૪૧૩૭. ગંધપ્રિય ૨૨૪ ૧૩૮. ચારુદત્ત ૨૨૪ ૧૩૯. જિનદાસ + દામન્નગી ૨૨૫ ૧૪૦. જિતશત્રુ-૧ ૨૨૫૧૪૧, ડોડિણી ૨૨૫૧ ૧૪૨. તંડિક ૨૨૬ /૧૪૩. તોસલિ ૨૨૬ ૧૪૪. તોસલિક ૨૨૭૧૪૫. દેવદત્તા ૨૨૭૧૪૬. ધર્મઘોષ-૧ ૨૨૮૧૪૭. ધનસાર્થવાહ ૨૨૮૧૪૮. ધર્મઘોષ–૨ ૨૨૮ ૧૪૯. ધર્મરુચિ ૨૨૮૧૫૦. ધર્મિલ ૨૨૯ /૧૫૧. ધૂર્યાખ્યાન ૨૨૯ ૧૫ર. નંદિની ૨૩૦|૧૫૩. નવકપુત્રી + ચેટી ૨૩૦ ૧૫૪. પદ્માવતી + વજભૂતિ ૨૩૫ ર ૩૬ ૨૩૬ ૨ ૩૬ ૨૩૭ ૨૩૭ ૨૩૭ ૨૩૮ ૨૩૯ ૨૩૯ ૨૪૧ ૨૪૧ ૨૬ Page #26 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ થી ૬ની અનુક્રમણિકા ૨૫ - = ૨૫૦૦ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૨૫૨ ભાગ-૬ (ખંડ–૧૦) “આગમ–સટીકના દષ્ટાંતો (ચાલુ) ૧૫૫. પુષ્પશાલ + ભદ્રા ર૪ર૧૭૩. સુકુમાલિકા ૧૫૬. પુષ્પશાલ સુત ૨૪૨] ૧૭૪. સોદાસ ૧૫૭. પૃથ્વી ૨૪૨ / ૧૭૫. સોમિલ ૧૫૮. ભદ્રગમહિષી ૨૪૩/૧૭૬. સૌમિલિક ૧૫૯. મતિ + સુમતિ ૨૪૩૧૭૭. ૫૦૦ સુભટ ૧૬૦. મંગુ આચાર્ય ૨૪૩] . માનવભવની દુર્લભતા૧૬૧. મંડુક્કલિત ૨૪૪| દશ દષ્ટાંતો ૧૬૨. મગધશ્રી + મગધસુંદરી ૨૪૫) ૧૭૮. (૧) ચોલક ૧૬૩. મગધસેના ૨૪૫૧૭૯. (૨) પાસગ ૧૬૪. મયુરંક ૨૪૬ /૧૮૦. (૩) ધાન્ય ૧૬૫. મુરુંડ ૨૪૬ ૧૮૧. (૪) દ્યુત ૧૬૬. મૂક ૨૪૬] ૧૮૨. (૫) રત્ન ૧૬૭. રોગ ૨૪૭૧ ૧૮૩. (૬) સ્વપ્ન ૧૬૮. વિજયા ૨૪૮ ૧૮૪. (૭) ચક્ર/રાધાવેધ ૧૬૯. વિમલ ૨૪૯ ૧૮૫. (૮) કાચબો ૧૭૦. વીરક ૨૪૯૧૮૬. (૯) યુગ ૧૭૧. વીરઘોષ ૨૪૯ ૧૮૭. (૧૦) સ્તંભ ૧૭૨. સરજસ્ક ૨૫૦/૧૮૮. કૂવાનો દેડકો પરિશિષ્ટ-૧ અકારાદિક્રમે કથાના નામો ૨પર ૨૫૨ ૨૫૩ ૨૫૩ ૨૫૩ ૨૫૪ ૨૫૪ ૨૫૪ ૨પપ ૨પપ ૨૫૫ ૨૫૬ - આગમકથા કમકથાનુયોગભાગ૧ સંક્ષિપ્ત–વિવરણ ભાગ કુલ પૃષ્ઠ ૩૮૪. ૩૬૮ 3. સમાવિષ્ટ કથાનકો કુલકર કથાઓ, તીર્થંકર કથાઓ. ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, - ગણધર, નિલવ, ગોશાલક, પ્રત્યેકબુદ્ધની કથાઓ. શ્રમણ કથાઓ – મૂળ આગમો આધારિત શ્રમણ કથાઓ – આગમ પંચાંગી આધારિત શ્રાવક કથાઓ, શ્રાવિકા કથાઓ. દેવ, દેવી, પ્રાણી, અન્યતીર્થિક, દુઃખવિપાકી અને પ્રકીર્ણ કથા | વિવિધ દષ્ટાંતમાળા ૪૩ર ૩૮૪ ૩૨૦ | ૨૭૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૬ આગમ કથાનુયોગ-૧ -- - - - ..... . - - - સૂય. ગચ્છા. અંદ અનુત્ત. ઓહ. પન્ન સંક્ષેપ–સૂચિ આયા. આચારાંગ પુષ્ક. પુફચૂલિયા સૂયગડાંગ વહિ . વિષ્ઠિદસા ઠાણાંગ ભત્ત. ભરપરિણા સમ, સમવાયાંગ સંથા. સંથારગ ભગ. ભગવતી ગચ્છાચાર નાયા. નાયાધમ્મકહા મરણ. મરણસમાધિ ઉવા. ઉવાસગદસા નિસી. નિશીથ અંતગડદસા બુહ. બુહત્યપ્પ અનુત્તરોપપાતિક દસા વિવ. વિવાર પહા. પહાવાગરણ દસા. દસાસુયખંધ વિવા. વિપાકસૂત્ર જય. જયકમ્પ ઉવ. ઉવવાઈ મહાનિ મહાનિશીથ રાય. રાયપૂસેણિય આવ. આવશ્યક જીવા. જીવાજીવાભિગમ ઓહનિસ્તુતિ પન્નવણા પિંડ. પિંડનિજુત્તિ સૂરપન્નત્તિ દસ. દસયાલિય ચંદપન્નત્તિ ઉત્ત. ઉત્તરાધ્યયન જંબૂ, જંબૂદીવપન્નત્તિ નંદી. નિરયાવલિયા અનુગધાર કપૂવડિંસિયા તિલ્યો. તિરથોદ્ગાલિયા પુષ્ફિ. | પુફિયા ઋષિ ઋષિભાષિત વૃ. – વૃત્તિ ચૂ. – ચૂર્ણિ ભા. – ભાષ્ય નિ. – નિર્યુક્તિ મૂ. – મૂલ સૂ. – સૂત્રાંક હ. – હારિભદ્રિય | મા – મલયગિરિ અ. – અધ્યયન પૃ. – પૃષ્ઠક ૧ – (આવ.યૂ.) ભાગ–૧ ૨ – (આવ.યૂ.) ભાગ-૨ 0. – સ્થવિરાવલિ ટી. – ટીપ્પણક અવ. – અવચૂરી કમ્પ–વૃ-કલ્પસૂત્ર—વિનયવિજય–વૃત્તિ|ઉત્ત.ભાવ—ઉત્તરાધ્યયન–ભાવવિજય–વૃત્તિ સંદર્ભ સાહિત્ય (૧) અમે સંપાદન કરેલ નમુત્તાિ – મૂર્ત અને સમજુત્તા-સટી આ કથાસાહિત્યનો મૂળ સ્ત્રોત છે. તેનાજ ક્રમાંકો આગમસંદર્ભમાં આપેલા છે. (૨) ચૂર્ણિમાં પૂજ્ય સાગરનંદસૂરીજી સંપાદિત ચૂર્ણિના પૃષ્ઠાંક આપેલા છે. (૩) જીતકલ્પ, ઋષિભાષિત પૂજ્ય પુન્યવિજયજી સંપાદિત છે. નંદીસૂત્ર RS અનુઓ. કપ Page #28 -------------------------------------------------------------------------- ________________ આગમ સાહિત્ય પ્રકાશન ૨૭ | અમારું પ્રકાશિત આગમ-સાહિત્ય – એક ઝલક १-आगमसुत्ताणि-मूलं આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદ સૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક અધ્યયનવક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્રગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ–અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫–આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીશ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. સામનો , કાનમાજ઼ોનો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂ. ૧૫૦૦/- દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. – ૪ – ૪ – ૪ – ૪ – ૨. અગમ-ગુજરાતી અનુવાદ આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઇત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શકયા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂ. ૨૦૦૦/–ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ સન–૨૦૦૩ને અંતે તેની માત્ર બે નકલો બચેલી છે. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલ છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ : - ३. आगमसुत्ताणि-सटीकं જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૫૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઇત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે છે. આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂ. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની માત્ર બે નકલો સન-૨૦૦૩ને અંતે સ્ટોકમાં રહી છે. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. – ૮ – ૮ – ૮ – x -- ૪. આગમ-વિષય-દર્શન આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે – ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથકૂ–પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો–આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમ–સટીકંમાં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂ. ૪૦૦/–ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #30 -------------------------------------------------------------------------- ________________ આગમ સાહિત્ય પ્રકાશન ૨૯ ५. आगमसद्दकोसो આ શબ્દકોશ – એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ–ડીક્ષનેરી" જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ–અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – ૩ થી ૪ પયંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ – જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું કામસુત્તળિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો તેમાં મૂળ આગમ કે આગમ–સટીકંમાં મળી જ જવાના. – ૮ – ૮ – ૪ – ૪ – ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમ સટીકંમાં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ. ભાષ્ય. ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તે-તે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/–ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું કામસુત્તળિ–સટી તો છે જ. Page #31 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ ७. आगमसूत्र हिन्दी अनुवाद મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦ થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તો પણ આગમના ગુજરાતી અનુવાદની ગેરહાજરીમાં તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્ત્વજિજ્ઞાસુઓ માટે મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ કામસૂત્ર–હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને ગામ સટી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. – ૮ – ૮ – ૮ – – ૮. આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે સાથે પતિ શ્રી રૂપવિજયજી દ્ ૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. – – ૪ –– ૪ – ૪ – ક અન્ય સાહિત્ય પ્રકાશન : આગમના ઉક્ત વિરાટ કાર્યોની ઉપરાંત વ્યાકરણ, વિધિ, પૂજન, વ્યાખ્યાન, તત્વાર્થ, જિનભક્તિ, પાઠશાળા અભ્યાસ, આરાધના આદિ વિવિધ વિષયોને સ્પર્શતા અમારા ભિન્ન-ભિન્ન પ્રકાશનો અને પ્રસ્તુત આગમકથાનુયોગ ભાગ–૧ થી ૬ સહિત મુનિદીપરત્નસાગરની કલમે ૨૪૭ પ્રકાશનો પ્રગટ થઈ ચૂક્યા છે. જેમાંના ઘણાં બધાં પ્રકાશનો હાલ અપ્રાપ્ય બન્યા છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય સર્જન – હું – અને કથાનુયોગ ... આરંભે આટલું જરૂર વાંચો અભિનવ હેમ લઘુપ્રક્રિયાને સર્જનયાત્રાનું આરંભ બિંદુ ગણીએ તો મારી આ યાત્રા બાવીશ વરસની થઈ આટ આટલા વરસોથી લખું છું. છતાં ગ્રંથસ્થ કૃતિઓની સંખ્યાથી કોઈને આંજી શકું તેમ નથી. વરસો કે ગણિતનો મેળ બેસાડવા પ્રયત્ન પણ કર્યો નથી. મારાથી થાય એ રીતે શબ્દની સાધના કરી રહ્યો છું. શબ્દની આંગળી ઝાલી જ્યાં-જ્યાં હું ગયો છું એ મુકામોનો હિસાબ હવે ૨૪૭ પ્રકાશનો પહોચે છે. આયુષ્ય કર્મ અને દેહનામ કર્મ આદિનો સથવારો રહે તો હજી શબ્દોના સંગાથે વધુને વધુ પંથ કાપવાની ભાવના ભાવું છું. જે કંઈ લખ્યું છે એ ફરી વાંચવાનો સમય ન મળે એવી તાણ વચ્ચે જીવવાનું થયું છે. શ્વાસ લઉં છું કે વિચરું છું ત્યારે નહીં, પણ કંઈક લખી શકું છું ત્યારે જ જીવું છું. છતાંયે લખવામાં સમગ્ર જીવનનો વ્યાપ આવી જાય છે, એવા ભ્રમમાં પણ નથી. હા, આ સર્જને એ પ્રાણવાયું સમ જરૂર બની રહે છે. આગમ સાધનામાં આઠેક વર્ષ પસાર થયા છે અને આગમ સંબંધી આ નવમું વિરાટ પ્રકાશન આપ સૌના કરકમલોનો સ્પર્શ પામી રહ્યું છે. આગમ શ્રતના ચાર મુખ્ય અનુયોગમાં આ કથાનુયોગ સંબંધી સર્જન છે જેમાં મૂળ આગમોની સાથે તેની નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવચૂરી એ તમામ અંગોનો સમાવેશ કરી કથાઓનું સંકલન, ગોઠવણી અને (પ્રાક્ત તથા સંત ભાષામાંથી) ગુજરાતી અનુવાદ કરેલ છે. જેને મુખ્ય દશ વિભાગો દ્વારા છ પુસ્તકોમાં ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં રજૂ કરું છું. વર્તમાન કાળે સ્વીકૃત પીસ્તાળીશ આગમો અને તેના નૃત્યાદિનો આધાર લઈને સંકલિત કરાયેલ આ આગમ કથાનુયોગમાં જો કથાને ધ્યાનથી વાંચવામાં આવે તો તેમાં દ્રવ્યાનુયોગ તથા ચરણકરણાનુયોગ પણ ગુંથાએલો નજરે પડે છે. જો કથાને મનન કરી તેના નિષ્કર્ષોને ચિંતવવામાં પુરુષાર્થ થાય તો અદ્ભુત સત્યો અને તત્ત્વોથી આત્મા વૈરાગ્ય વાસિત થતો રહે અને ચિત્તતંત્રને ચોંટ આપે તેવો સમર્થ છે. આગમ સાહિત્યમાં જ – નાયાધમ્મકહા, ઉવાસગદસા, અંતગડદસા, અનુત્તરોપપાતિકદસા, વિપાકસૂત્ર. નિરયાવલિકા, કલ્પવતંસિકા, પુષ્ફિયા, પુષ્ફયૂલિયા અને વહિદસા એટલા આગમસૂત્રો તો પ્રત્યક્ષતયા કથાનુયોગનું પ્રાધાન્ય ધરાવે જ છે. જ્યારે ઉવવાઈ અને રાયuસેણિય એ બંને આગમોમાં દ્રવ્યાનુયોગ અને ચરણાનુયોગની ગૂંથણી હોવા છતાં પ્રધાનતા તો કથાનુયોગની જ છે. વળી વિશાળકાય રૂપ ધરાવતા ભગવતીજી અંગ સૂત્રોમાં અનેક કથાઓ વણી લેવામાં આવી છે. તો ઉત્તરાધ્યયન સૂત્ર પણ કથાથી સમૃદ્ધ બનેલ છે. સમવાય અંગસૂત્ર ઉત્તમપુરષોના ચરિત્રોમાં અનેક પૂરક માહિતી પૂરી પાડે છે. તો આચારાંગને જોયા વિના ભગવંત મહાવીરના કથા અણસ્પર્શી જ રહે. દ્રવ્યાનુયોગ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૩ર પ્રાધાન્ય છતાં આર્દ્રકુમાર આદિ માટે સૂયગડાંગ જોવું જ રહ્યું અને પદાર્થોની એકથી દર્શની ગણના છતાં ઠાણાંગ સૂત્રની વૃત્તિમાં કથા તો મળે જ છે. ગણિતાનુયોગ પ્રાધાન્ય છતાં જંબૂદ્દીવપન્નત્તિ સૂત્ર વિના ભગવંત ઋષભનું ચરિત્ર અને ભરતચક્રવર્તી કથા અધૂરી જ રહી હોત. તો જીવ–અજીવ આદિ પદાર્થોની પ્રજ્ઞાપના કરતા જીવાજીવાભિગમની વૃત્તિ પણ ક્યાંક ક્યાંક કથાઓનું દર્શન કરાવવાનું ચૂક્યું નથી. આગમ કથાનુયોગ–૧ ચાર મૂળસૂત્રોમાં આવશ્યક સૂત્રની પંચાંગી તો લખલૂંટ ખજાના જેવું છે. આગમોમાં સૌથી વિપુલ સાહિત્ય જો ક્યાંય પ્રાપ્ત થતું હોય તો તે છે આવશ્યકસૂત્રના ચૂર્ણિ—વૃત્તિ ભાષ્ય અને નિર્યુક્તિ તેની સાથે સાથે ઓઘ અને પિંડનિયુક્તિ પણ આચારની સમજ આપતી વેળા વિવિધ દોષોનો નિર્દેશ કરતા અનેક દૃષ્ટાંતો પૂરા પાડે જ છે. પણ જો દૃષ્ટાંતમાળાની ગુંથણી જ કરવી હોય તો નિશીથ, બૃહત્કલ્પ, વ્યવહાર અને જીતકલ્પ સૂત્રના ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ જેટલી વિપુલ માહિતી તો અંગસૂત્ર અને ઉપાંગસૂત્રો પણ પૂરી પાડતા નથી. મહાનિશીથ સૂત્ર તો સચોટ કથાના વૈભવરૂપ છે જ. તો દસાસુયકબંધ છેદસૂત્ર એ શ્રેણિક—ચેન્નણા દ્વારા ભગવંત વંદનાર્થે જતા શ્રાવકોની ઋદ્ધિનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડેલ છે. નંદી આદિ ચૂલિકા સૂત્ર પણ કથાનકથી અણસ્પર્ધા નથી જ તો પયત્રા સૂત્ર પણ કથાનો અંગુલિનિર્દેશ તો કરે જ છે. આટલા બધાં આગમોમાં કથાઓના વર્ણનથી આપણે સહેજે એવો વિચાર સ્ફુરે કે, અધધ ! આટલું કથાસાહિત્ય છે આપણી પાસે ? તો તમને ભગવંતના શાસનકાળ વખતના એક માત્ર નાયાધમ્મકહા સૂત્ર સુધી અવશ્ય દોરી જવા પડશે. જ્યારે નાયાધમ્મકહા સૂત્રનું કદ ૫,૭૬,૦૦૦ શ્લોક પ્રમાણ હતું ત્યારે તેમાં નાની—મોટી થઈને સાડા ત્રણ કરોડ કથાઓ હતી. આ તો થઈ માત્ર એક જ અંગસૂત્રની વાત. બીજા સૂત્રોમાં આવતી કથાઓ તો અલગ. તેની સામે અમે વર્તમાનકાલીન આગમોમાં પીસ્તાળીશે આગમ, તેની પ્રાપ્ત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ આદિ બધું જ સાહિત્ય એકઠું કરીને એક–એક પાત્રની માહિતીને એક જ સ્થાને સંગૃહિત કરી તો પણ મળ્યા માત્ર ૮૫૨ કથાનક અને ૧૮૭ દૃષ્ટાંતો ખેર ! છેદસૂત્રો અને આવશ્યક સૂત્રનું વિવેચન સાહિત્ય ફંફોસતા દૃષ્ટાંતોની સંખ્યા હજી વધી શકે છે. પણ ક્યાં સાડા ત્રણ કરોડનું કથા સાહિત્ય અને ક્યાં આજે મળતી માંડ–માંડ હજાર–બારસો કથાઓ !!! તો પણ મને સંતોષ છે કે, પૂજ્યપાદ્ આગમોદ્ધારક શ્રી આનંદસાગર સૂરિશ્વરજીના અધૂરા રહી ગયેલા સ્વપ્નોને પરિપૂર્ણ કરવાનું સદ્ભાગ્ય મને સાંપડ્યું અને અનેકાનેક પૂજ્ય શ્રી, શ્રમણીવૃંદ અને શ્રુતપ્રેમીઓના દ્રવ્યભાવયુક્ત સહકાર, પ્રેરણા, ભાવના, આશીર્વાદ અને પ્રાર્થનાઓના પ્રેરકબળોથી ગણધર કૃત્ શબ્દોને પુનઃ શબ્દદેહ અર્પી કિંચિત્ ચેતના પૂરી શક્યો છું. – મુનિ દીપરત્નસાગર Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૩ બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ નમો નમો નિમ્પલદેસણસ શ્રી આનંદ ક્ષમા લલિત સુશીલ સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ આરા-કથાનુયોર ખંડ-૧ ઉત્તમ પુરુષ ચરિત્ર સંસારમાં જે પૂજ્ય, શ્રેષ્ઠ અથવા વિશિષ્ટ સન્માનનીય છે તેઓને ઉત્તમપુરુષ કહેવાય છે. આ ઉત્તમપુરુષોને શલાકાપુરુષ પણ કહે છેઆવા શલાકાપુરુષની સંખ્યા ત્રેસઠની ગણાવેલ છે તીર્થંકર-૨૪, ચક્રવર્તી–૧૨, બળદેવ-૯, વાસુદેવ-૯ અને પ્રતિવાસુદેવ૯ એ રીતે ત્રેશઠ શલાકા પુરુષ બતાવેલ છે. જેના ચરિત્ર વર્ણનને આશ્રિને ત્રિશષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર” નામનો ગ્રંથ પણ છે. કોઈ આચાર્ય ભગવંત પ્રતિવાસુદેવની ગણના આ ઉતમ પુરુષોમાં નથી કરતા તેઓ ચોપન ઉત્તમ પુરુષો ગણાવે છે. તેને આશ્રિને “ચઉપ્પન મહાપુરુષ ચરિય” નામનો ગ્રંથ પણ ઉપલબ્ધ છે. (* સમવાય–૧૪, સૂત્ર–૧૩રમાં ચપન ઉત્તમ પુરુષ કહ્યા છે. તેમાં પ્રતિવાસુદેવોને ગણ્યા નથી) આગમ ગ્રંથોમાં વર્તમાન કાળે ઉપલબ્ધ સાહિત્યમાં પ્રાપ્ત માહિતી આધારે અહીં તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવના ચરિત્ર–કથાનક કે કથાંશના વર્ણનો કરેલ છે. જેમાં અતિત, અનાગતના તેમજ ઐરાવત ક્ષેત્રના ઉત્તમ પુરુષોના કથાંશ પણ સમાવી લીધેલ છે. પૂર્વે જ્યારે દૃષ્ટિવાદ નામનું બારમું અંગ અસ્તિત્વમાં હતું ત્યારે તો તીર્થકર ગંડિકા, ચક્રવર્તી મંડિકા, બળદેવ ચંડિકા, વાસુદેવ ચંડિકા આદિ ગંડિકાઓ “ગંડિકાનુયોગ” વિભાગમાં ઉપલબ્ધ હતી જ. તે કાળે ધર્મકથાનુયોગમાં તીર્થકર આદિ ઉત્તમ પુરુષોના ચરિત્રોનું કથન અને પઠન સુલભ જ હતું પણ વર્તમાન કાળે ધર્મકથાનુયોગ અતિ કૃશ થતો ગયો, પરિણામે આગામિક કથાઓમાં જેટલી માહિતી હાલ મળે છે તેનો જ આ ઉત્તમપુરુષ ચરિત્રોમાં સમાવેશ થઈ શકેલ છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આગમ કથાનુયોગ-૧ 'ખંડ૧ ઉત્તમ પુરુષ ચરિત્ર -: અધ્યયન-૧-તીર્થકર ચરિત્ર :ભૂમિકા-તીર્થકર તીર્થકર એટલે જે તીર્થની સ્થાપના કરે છે. સાધુ, સાધ્વી, શ્રાવકશ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની અથવા પ્રથમ ગણધરની સ્થાપના કરનારને તીર્થકર કહે છે. આચાર, સૂત્રકૃતુ આદિ બાર અંગરૂપ પ્રવચનની તેઓ દેશના આપે છે. આ અર્થસભર દેશનાને ગણધરો (તીર્થકરના મુખ્ય શિષ્યો) સૂત્રરૂપે ગુંથે છે. તીર્થકરની વાણીની એક વિશેષતા હોય છે કે તે પ્રત્યેક સાંભળનાર પ્રાણી તે દેશનાને પોત-પોતાની ભાષામાં સમજી શકે છે કેમકે પ્રવચન સાંભળનાર પ્રાણીની જે ભાષા હોય તે ભાષામાં આપો આપ જ તીર્થકર ભગવંતોની વાણી પરાવર્તન પામે છે. જે ઉત્તમ મનુષ્યો પૂર્વના મનુષ્યભવે તીર્થકર નામકર્મનું ઉપાર્જન કરીને આવેલા હોય તે તીર્થકર બને છે. તેઓ હંમેશાં ઉત્તમ કૂળોમાં જ જન્મે છે. તેમના જાતિ અને વંશ ઉત્તમ જ હોય છે. તેઓ કદાપી અંત્ય, પ્રાંત, અઘમ, તુચ્છ, દરિદ્ર, કૃપણ, ભિક્ષુ આદિ કુળમાં જન્મતા નથી. તેઓ માતાના ગર્ભમાં આવે ત્યારે હંમેશા તેઓની માતા ચૌદ મહાનું સ્વપ્નોને જુએ છે. તેઓને જન્મથી જ મતિ, કૃત, અવધિ એ ત્રણ જ્ઞાન હોય છે અને જ્યારે દીક્ષા લે ત્યારે મન:પર્યવ નામનું ચોથું જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેઓ સ્વયંભુદ્ધ હોય છે અર્થાત્ આપમેળે જ બોધ પામનારા હોય છે. તેઓ તેમના દેખાવ, રૂપ, બુદ્ધિ, શક્તિ, જ્ઞાન આદિ સર્વ બાબતોમાં ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ આદિથી ચઢીયાતા હોય છે. તેઓ ચોત્રીશ અતિશયોથી યુક્ત હોય છે. તીર્થકરોના જીવનની પાંચ ઘટના અતિ મહત્ત્વની છે. ચ્યવન–માતાના ગર્ભમાં આવવું, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણ આ પાંચ ઘટનાને કલ્યાણક શબ્દથી ઓળખવામાં આવે છે. આ પાંચે કલ્યાણકોની ઉજ્વણી ઇન્દ્ર આદિ દેવો આપણી આ પૃથ્વી ઉપર આવી કરે છે. તેઓ પરમાત્માની સ્તુતિ સ્તવના આદિ કરે છે. પરમાત્માને કેવળજ્ઞાન થયા પછી દેવો સમવસરણની રચના કરે છે. પુષ્પવૃષ્ટિ ઇત્યાદિ અનેકવિધ પ્રવૃત્તિ કરે છે, જે તીર્થકર પરમાત્માના અતિશયોને આભારી હોય છે. તીર્થકરોને આદિકર, અરહંત, બુદ્ધ, Page #36 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભૂમિકા ૩૫ ધર્મવચાતુરંત ચક્રવર્તી, ભગવંત આદિ અનેકવિધ સંબોધનોથી સંબોધાતા હોય છે. પ્રત્યેક ઉત્સર્પિણી કે અવસર્પિણીના કાળચક્ર દરમિયાન ભારત અને ઐરાવત ક્ષેત્રમાં ચોવીશ–ચોવીશ તીર્થંકરો થાય છે. જેમાંના એક તીર્થકર સુષમદુષમા કાળમાં અને ત્રેવીસ તીર્થકરો દુઃષમસુષમાં કાળમાં થતા હોય છે. સમગ્ર મનુષ્ય ક્ષેત્રમાં ઓછામાં ઓછા વીસ અને વધુમાં વધુ એકસો સીતેર તીર્થકરોનું અસ્તિત્વ હોય છે. ફક્ત જંબૂતીપમાં જ ઓછામાં ઓછા ચાર તીર્થકર અને વધુમાં વધુ ચોત્રીશ તીર્થકર હોય છે. ચોવીશ તીર્થકરોમાં પહેલા અને છેલ્લા તીર્થકરમાં સર્વવિરતિ ધર્મની પ્રરૂપણા પાંચ મહાવ્રત તથા અચલકત્વરૂપે અને મધ્યના બાવીશ તીર્થકરો તથા મહાવિદેહ ક્ષેત્રના સર્વ તીર્થકરો સર્વવિરતિ ધર્મ ચતુર્યામ તથા સચેલકત્વરૂપે પ્રરૂપે છે. જો કે દેશવિરતિ અર્થાત્ ગૃહસ્થધર્મ તો સર્વેમાં બાર વ્રત રૂપે જ હોય છે. તીર્થંકર પરમાત્મા સંબંધિ આ અતિ સંક્ષિપ્ત ઓળખ અહીં રજૂ કરી છે. વિશેષ કથન તેમના–તેમના ચરિત્ર કથાનકોમાં જોવું. (તીર્થંકર પરમાત્મા વિષયક માહિતી સ્રોતના આગમ સંદર્ભ) આયા. મૂ. ૫૧૦ થી ૫૧૩; આયા.મૂ. ૧– આયા.નિ. ૧–ગ્ન સૂય ચૂy.3; સૂય.મૂ.૧૮–4; સૂય નિ– ઠા. મૂ.૨૮૦, ૩ર૧; ઠામૂ. ૧૧૬–વૃ. સમ. મૂ. ૫૪, ૧૧૦, ૨૭૧, ૩૪૬, ૩૫૪, ૩૭૪; ભગ. મૂ. ૫, ૪૨૦, ૫૧૮, ૧૯, ૬૦૧, ૭-૫, ૭૯૯, ૮૦૦; ભગમૂ.૪–વૃ; નાયા. ૫, ૪૬, ૨૩, ૭૬ થી ૭૯, ૮૧, ૯૬ થી ૧૦૮; પા . ૩૪, ૪૪; ઉવ ૩૪; દેવિંદ. ૨૩૯; બુ. ભા. ૬૩૬૯, બુ.ભા. ૧–વું; વિવ.ભા. ૪૩૫૦, ૪૬૮૩; જીત.ભા. ૪૬૯; આવ. નિ. ૭૫, ૯૦ થી ૯૨, ૨૧૨ થી ૨૨૦, ૨૩૬, ૨૫, ૨૯૧, ૨૯૨, ૫૪૦, ૫૪૧, પ૭૧, ૫૭૭, ૭૪ર; આવ.ભા. ૧૦૦; આવ યૂ. ૧–. ૮૫, ૧૩૧, ૧૩૫ થી ૧૫૧, ૧૮૧, ૨૩૫, ૨૩૯, ૨૫૦ થી ૩૨૫, ૩૩૦, ૩૩૧; -ર-પૂ. ૬૨, ૨૫૮; ઉત્ત. ૮૫૮, ૮૫૯, ૧૧૫૬, નંદી ૧૮, ૧૯, મૂ.૧–પૃ. કલ્પ.મૂ. ૧૫ થી ૧૭–વૃ. –– – – – – Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૬ આગમ કથાનુયોગ-૧ - કુલકર-વક્તવ્યતા ૦ પ્રથમ તીર્થકર ઋષભ પંદરમાં કુલકર થયા. – જંબૂ. ૪૧; ૦ ઋષભ કુલકરના શાસનમાં ધિક્કાર દંડનીતિ હતી – જંબૂ. ૪૨; ૦ શ્રેણિક રાજા આગામી ચોવીસીના પ્રથમ તીર્થંકર “મહાપઘ' થશે તેનો જન્મ “સંમતિ' કુલકરની ભદ્રા' ભાર્યાની કુતિથી થશે. ઠા. ૮૭૧; આ વચનો તીર્થકર કથાનકની ભૂમિકામાં કુલકરના સ્થાનને પ્રતિપાદિત કરનારા છે, કેમકે પૂર્વ કુલકર વ્યવસ્થા હોય છે પછી તીર્થકર વંશ, ચક્રવર્તી વંશ આદિનો આરંભ થાય છે. - સમવાયમાં પણ પહેલા કુલકર અને પછી તીર્થકરના નામનો ઉલ્લેખ છે. દ્વાદશાંગીના બારમાં દષ્ટિવાદ નામક અંગમાં ગંડિકાનુયોગમાં પણ તીર્થકર ચંડિકાની પહેલા કુલકર ચંડિકાનો ઉલ્લેખ છે – નંદી.યૂ.૫. ૧૧૨, નંદી. હા. ૧૧૫, નંદી મૂ.૧૫૪-q. આ સર્વે હકીકતોને ધ્યાનમાં લઈને અત્રે સર્વ પ્રથમ કુલકર વિષયક વક્તવ્યતા નોંધેલ છે. તદુપરાંત “ઋષભ” કુલકર વંશમાં થયા હોવાથી પ્રથમ તીર્થકરની ઐતિહાસિક ભૂમિકારૂપે પણ કુલકર વક્તવ્યતા જરૂરી છે. ૦ કુલકર'નો અર્થ :- માનવસમૂહ રૂપ કૂળની વ્યવસ્થા આદિ કરવામાં સમર્થ તથા વિશિષ્ટ બુદ્ધિસંપન્ન પુરુષને કુલકર કહે છે. તેને માનવ કૂળનો નેતા, રાજ્યપાલ કે ન્યાયપાલક પણ કહે છે કે જે શાસનનીતિનો અમલ કરાવે છે અને શાંતિ તથા વ્યવસ્થાને જાળવે છે. ૦ કુલકર ઉત્પત્તિ – સુષમ દુઃષમ નામના ત્રીજા આરામાં છેલ્લા ત્રિભાગને પૂર્ણ થવામાં પલ્યોપમનો આઠમો ભાગ જેટલો સમય બાકી રહે ત્યારે દક્ષિણાર્ક ભરતમાં ગંગા અને સિંધુ નદીના મધ્યખંડમાં દરેક ઉત્સર્પિણી, અવસર્પિણીમાં કુલકરોની ઉત્પત્તિ થાય છે. સમ. ૨૨૫; જંબૂ૪૧,૫૩, જંબૂ.મૂ. ૪૧–પૃ. આવ. નિ.૧૫૦,૧૫૧; ૦ કુલકર સંખ્યા સંબંધિ ત્રણ પરંપરા ૧. કુલકરોની સંખ્યા સાત બતાવે છે – ઠા. સમ ભગ. આવ. ૨. કુલકરોની સંખ્યા દશ બતાવે છે – ઠાસમ. ૩. કુલકરોની સંખ્યા પંદર બતાવે છે – જંબૂ. આગમની વાંચનાઓની ભિન્નતા અને વિભિન્ન પરંપરાને કારણે આ સંખ્યાભેદ દૃષ્ટિગોચર થતો હોય તેવું લાગે છે. વળી આવશ્યક સૂત્ર સાત કુલકરની પ્રરૂપણા બતાવે છે તો પણ આવશ્યક ભાષ્યમાં ‘ઋષભનો કુલકર તરીકે ઉલ્લેખ તો થયો જ છે. જુઓ સાવરક્ક-માષ્ય ૫ અને ૮; Page #38 -------------------------------------------------------------------------- ________________ કુલકર-કથા ૩૭ ૪ કુલકર – (ઉત્તમપુરુષ ચરિત્ર-ભૂમિકા) થી ૧. ભરતક્ષેત્ર – વર્તમાન અવસર્પિણી કાળ : ૦ સાત કુલકર પરંપરા :- જંબૂદ્વીપની આ અવસર્પિણીમાં સાત કુલકર થયા. વિમલવાહન, ચક્ષુષ્માન, યશસ્વી, અભિચંદ્ર, પ્રસેનજિત, મરૂદેવ અને નાભિ. ૧-વિમલવાહન – જંબૂઢીપના ભરત ક્ષેત્રની વર્તમાન અવસર્પિણીમાં પહેલા કુલકર થયા. તેમનો જન્મ સુષમદુઃષમા કાળના અંતિમ ભાગમાં થયેલો. તેમની ઊંચાઈ ૯૦૦ ધનુષ હતી. વજsષભ સંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાન હતુ, તેમના દેહનો વર્ણ નિર્મલ સુવર્ણની પ્રભા સમાન હતો. પલ્યોપમના દશમાં ભાગનું આયુષ્ય હતુ. કુલ આયુષ્યનો પહેલો દશમો ભાગ કુમારઅવસ્થામાં વીતાવેલો, છેલો દશમો ભાગ વૃદ્ધાવસ્થામાં પસાર થયો. મધ્યમના આઠ ભાગ જેટલા આયુષ્યમાં તેઓ કુલકરપણે રહ્યા. સ્વાભાવિક પાતળા એટલે કે અલ્પ રાગદ્વેષયુક્તવાળા વિમલવાહન કુલકર મૃત્યુ પામીને સુવર્ણકુમાર દેવપણે ઉત્પન્ન થયા. તેમનો પુત્ર ચકુષ્માન બીજો કુલકર થયો. વિમલવાહન કુલકરના પત્નીનું નામ ચંદ્રયશા હતુ. તે સ્ત્રીનું આયુ, સંઘયણ અને સંસ્થાન વિમલવાહન કુલકર પ્રમાણે જ હતા. ઊંચાઈમાં તેણી થોડી ઓછી ઊંચાઈ વાળી હતી. તેણીનો દેહ નીલવર્ણનો હતો. તેણી મૃત્યુ બાદ નાગકુમાર દેવમાં ઉત્પન્ન થયેલ. વિમલવાહન કુલકરના હાથીનું આયુષ્ય કુલકર સમાન જ હતું. તે હાથી પણ મૃત્યુ પામીને નાગકુમાર દેવમાં ઉત્પન્ન થયો. વિમલવાહન કુલકર તથા હાથી બંને પૂર્વભવમાં અવરવિદેહના વણિક હતા. સરળ હતો તે કુલકર થયો માયાવી હતો તે હાથી થયો. ત્રણ પ્રકારની દંડનીતિમાં વિમલવાહનના શાસનમાં હક્કાર નામની દંડનીતિ વર્તતી હતી. સાત પ્રકારના વૃક્ષો તે વખતે ઉપભોગમાં આવતા હતા – મત્તાંગક, ભંગ, ચિત્રાંગ, ચિત્રરસાંગ, મયંગ, અનJ, કલ્પવૃક્ષ. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ અનુસાર પંદર કુલકરોમાં વિમલવાહન કુલકરનો ક્રમ સાતમો હતો (તેમની વિશેષ કથા ત્યાં આપેલી છે) ૨ ચક્ષુષ્માન :- ભરતક્ષેત્રની આ અવસર્પિણીમાં તે બીજા કુલકર થયા. તેમની ઊંચાઈ ૮૦૦ ધનુષ હતી. દેહનો વર્ણ નીલવર્ણ પ્રભા સમાન હતો, આયુષ્ય અસંખ્ય પૂર્વ વર્ષો હતું, મૃત્યુ પામીને તેઓ સુવર્ણકુમાર દેવપણે ઉત્પન્ન થયા તેની પત્નીનું નામ ચંદ્રકાંતા હતું. ત્રીજા યશસ્વી કુલકર તેના પુત્ર હતા. તેમના શાસનમાં હક્કાર નામક દંડનીતિ હતી. – પૂર્વજન્મ, ઉત્પત્તિ, સંઘયણ, સંસ્થાન, કુલકરકાળ, હાથી, સ્ત્રીનો વર્ણ વગેરે સર્વે કથન વિમલવાહન કુલકર મુજબ જાણવું. – પંદર કુલકરની ગણનામાં ચક્ષુષ્માનનો ક્રમ આઠમો છે. ૩ચશસ્વી (જસમ) :- ભરતક્ષેત્રની આ અવસર્પિણીમાં તે ત્રીજા કુલકર થયા. તેમની ઊંચાઈ ૭૦૦ ધનુષ હતી. દેહનો વર્ણ નીલવર્ણ પ્રભા સમાન હતો. આયુષ્ય અસંખ્ય પૂર્વ વર્ષોનું હતું. પણ બીજા કુલકર કરતા ઓછું હતું. મૃત્યુ પામીને તે ઉદધિકુમાર દેવ થયા. તેની પત્નીનું નામ સુરૂપ હતુ. કુલકર અભિચંદ્ર તેનો પુત્ર થયો. તેમના શાસનકાળમાં સ્વલ્પ અપરાધ કરનાર માટે હક્કાર નામક દંડનીતિ હતી અને મહાઅપરાધ કરનાર માટે Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આગમ કથાનુયોગ-૧ મક્કાર નામક દંડનીતિ હતી. - પૂર્વજન્મ, ઉત્પત્તિ, સંઘય, સંસ્થાન, કુલકરકાળ, સ્ત્રીનો વર્ણ, ગતિ, હાથી વગેરે સર્વે કથન વિમલવાહન કુલકર પ્રમાણે જાણવું. - પંદર કુલકરની ગણનામાં તેમનો ક્રમ નવમો છે. ૪-અભિચંદ્ર :- ભરતક્ષેત્રની આ અવસર્પિણીમાં તે ચોથા કુલકર થયા. તેમની ઊંચાઈ ૬૫૦ ધનુષ હતી. તેનો દેહનો વર્ણ ચંદ્ર સમાન ગૌરવર્ણનો હતો. આયુષ્ય અસંખ્યપૂર્વ વર્ષોનું હતું પણ ત્રીજા કુલકર કરતા ઓછું હતું. મૃત્યુ પામીને તે ઉદધિકુમાર દેવ પણે ઉત્પન્ન થયા તેની પત્નીનું નામ પ્રતિરૂપા હતું. તેમના શાસનકાળમાં સ્વલ્પ અપરાધ માટે હક્કાર દંડનીતિ અને મહાઅપરાધ માટે મક્કાર દંડનીતિ હતી. – પૂર્વજન્મ, ઉત્પત્તિ, સંઘયણ, સંસ્થાન, કુલકરકાળ, સ્ત્રીનો વર્ણ, ગતિ, હાથી વગેરે સર્વે કથન વિમલવાહન કુલકર પ્રમાણે જાણવું. – પંદર કુલકરની ગણનામાં તેમનો ક્રમ દશમો છે. - સાત કુલકર પરંપરામાં અભિચંદ્ર પછી પ્રસેનજિતનો ક્રમ આવે છે. જ્યારે પંદર કુલકરમાં અભિચંદ્ર પછીના કુલકર ચંદ્રાભ છે. કુલકરવંશ સંબંધિ વાચના ભેદને કારણે આમ હોવાનો સંભવ છે. પ–પ્રસેનજિત :- ભરતક્ષેત્રની આ અવસર્પિણીમાં તે પાંચમાં કુલકર થયા. તેમની ઊંચાઈ ૬૦૦ ધનુષ હતી. તેના દેહનો વર્ણ નીલવર્ણ પ્રભા સમાન હતો. આયુષ્ય અસંખ્ય પૂર્વ વર્ષોનું હતું, પણ તે ચોથા કુલકર કરતાં ઓછું હતું. મૃત્યુ પામીને તે દ્વીપકુમાર દેવપણે ઉત્પન્ન થયા. તેની પત્નીનું નામ ચક્ષુષ્કાંતા હતુ. મરૂદેવ કુલકર તેના પુત્ર હતા. તેમના શાસનકાળમાં જઘન્ય અપરાધ માટે હક્કાર દંડનીતિ, મધ્યમ અપરાધ માટે મક્કાર દંડનીતિ અને ઉત્કૃષ્ટ અપરાધ માટે ધિક્કાર દંડનીતિ હતી. – પૂર્વજન્મ, ઉત્પત્તિ, સંઘયણ, સંસ્થાન, કુલકરકાળ, સ્ત્રીનો વર્ણ, ગતિ, હાથી વગેરે સર્વે કથન વિમલવાહન કુલકર પ્રમાણે જાણવું. – પંદર કુલકરની ગણનામાં તેમનો ક્રમ બારમો છે. ૬મરૂદેવ :- ભરતક્ષેત્રની આ અવસર્પિણીના તે છઠા કુલકર થયા. તેમની ઊંચાઈ ૫૫૦ ધનુષ હતી. તેમના દેહનો વર્ણ નિર્મળસુવર્ણ પ્રભા સમાન હતો. આયુષ્ય અસંખ્યપૂર્વ વર્ષોનું હતું, પણ તે પાંચમાં કુલકર કરતા ઓછું હતું. મૃત્યુ પામીને તે દ્વીપકુમાર દેવપણે ઉત્પન્ન થયા. તેની પત્નીનું નામ શ્રીકાંતા હતુ. નાભિ કુલકર તેના પુત્ર હતા. તેમના શાસનકાળની દંડનીતિ પ્રસેનજિત કુલકર સમાન હતી. - પૂર્વજન્મ, ઉત્પત્તિ, સંઘયણ, સંસ્થાન, કુલકર કાળ, સ્ત્રીનો વર્ણ ગતિ, હાથી વગેરે સર્વે કથન વિમલવાહન કુલકર સમાન જાણવા. – પંદર કુલકરની ગણનામાં તેમનો ક્રમ તેરમો છે. ૭નાભિ :- અવરવિદેહમાં બે વણિક હતા. એક સરળ સ્વભાવી અને બીજો માયાવી. બંનેનું મૃત્યુ થયું. સરળ વણિક નાભિ કુલકરરૂપે જમ્યા. તેના પિતાનું નામ મરૂદેવ અને માતાનું નામ શ્રીકાંતા હતું. નાભિ કુલકરની સાથે તેની યુગલીની એવી Page #40 -------------------------------------------------------------------------- ________________ કુલકર કથા ૩૯ મરૂદેવાનો જન્મ થયો, જે તેની પત્ની હતી. આ નાભિ આ ભરતક્ષેત્રની વર્તમાન અવસર્પિણીમાં સાતમાં અને છેલ્લા કુલકર થયા (જંબૂકીપ પ્રજ્ઞપ્તિ અનુસાર તે ચૌદમાં કુલકર થયા) ભગવાન્ ઋષભ તેના પુત્રરૂપે જન્મ્યા. નાભિ કુલકરનો જન્મ થયો ત્યારે આ અવસર્પિણી કાળના સુષમદુઃષમ નામક આરાનો અંત્ય ભાગનો કાળ વર્તતો હતો. તેમના કુલ આયુષ્યનો પહેલો દશમો ભાગ કુમારરૂપે પસાર થયો. મધ્યના આઠ ભાગ કુલકર અવસ્થા ભોગવી અને છેલ્લો દશમો ભાગ વૃદ્ધાવસ્થામાં રહ્યા. નાભિકુલકર અને મરૂદેવાએ જે યુગલને જન્મ આપ્યો તેનું નામ ઋષભ અને સુમંગલા હતું. નાભિ કુલકરની ઊંચાઈ પ૨૫ ધનુષ હતી. (બીજા મતે પર૦ ધનુષ હતી). વજઋષભ સંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાનથી યુક્ત હતા. તેમના દેહનો વર્ણ નિર્મલ સુવર્ણ પ્રભા સમાન હતો. તેમનું આયુષ્ય સંખ્યાત વર્ષનું હતું. (જો કે બીજા મતે અસંખ્યાત વર્ષ હતુ. પણ મરૂદેવામાતા કેવળી થયા, અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાને કેવળ જ્ઞાન થાય નહીં, તેથી મરૂદેવાનું આયુષ્ય સંખ્યાત વર્ષનું જ હોય તે નાભિ કુલકરના યુગલીની હોવાથી નાભિનું આયુષ્ય પણ સંખ્યાત વર્ષનું હોવું જોઈએ તે મત વધારે યોગ્ય લાગે છે) તેઓ આયુષ્ય પૂર્ણ કરીને નાગકુમાર દેવપણે ઉત્પન્ન થયા. નાભિ કુલકરના પત્ની મરૂદેવાનું સંઘયણ અને સંસ્થાન નાભિ પ્રમાણે જ હતું. ઊંચાઈ થોડી અલ્પ હતી. તેણીના દેહનો વર્ણ નીલવર્ણપ્રભા સમાન હતો. મરૂદેવાને તે જ ભવે કેવળજ્ઞાન થયું અને અંતકૃત્ કેવલી થઈ મોક્ષે ગયા (તત્સમ્બન્ધી વિશેષ કથા ઋષભ ચરિત્રમાં જોવી.) પૂર્વભવનો માયાવી વણિક જે નાભિ કુલકરની સાથે ત્યાં હાથી રૂપે જન્મ્યો હતો. જેનું આયુષ્ય વગેરે નાભિ કુલકર સમાન જ હતું. તે હાથી મૃત્યુ પામીને નાગકુમાર ભવનપતિમાં ઉત્પન્ન થયો. નાભિ કુલકરના કાળમાં મુખ્યત્વે ધિક્કાર દંડનીતિ હતી. પણ કવિ નિર્યુક્તિ. અભિપ્રાય અનુસાર અલ્પ અપરાધે હક્કાર દંડનીતિ, મધ્યમ અપરાધે મક્કાર દંડનીતિ અને ઉત્કૃષ્ટ અપરાધે ધિક્કાર દંડનીતિથી શાસન ચલાવાતું હતું. (સાત કુલકર પરંપરા અને કથાનક સંબંધિ આગમ સંદર્ભ) :ઠા. ૬૪૮ થી ૬૫૧, ૬૫૪; સમ. ૧૯૧, ૨૬૦ થી ર૬૨; જંબૂ. ૪૧, ૪ર આવ નિ ૧૫૪ થી ૧૬૮; આવ.યૂ. ૧–પૃ. ૧૨૮, ૧૨૯૯ કલ્પ ૧૯૪–વૃ; ૦ પંદર કુલકર પરંપરા :- તે સમયે – સુષમ-દુઃષમ નામના ત્રીજા આરાના છેલ્લા ત્રિભાગની સમાપ્તિ થવામાં પલ્યોપમનો આઠમો ભાગ બાકી રહ્યો ત્યારે પંદર કુલકર થયા. ૧. સુમતિ, ૨. પ્રતિકૃતિ, ૩. સીમંકર, ૪. સીમંધર, ૫. ક્ષેમંકર, ૬. ક્ષેમંધર, ૭. વિમલવાહન, ૮. ચક્ષુષ્માન, ૯. કસમ, ૧૦. અભિચંદ, ૧૧. ચંદ્રાભ, ૧૨. પ્રસેનજિતું ૧૩. મરૂદેવ, ૧૪. નાભિ ૧૫. ઋષભ. – જંબૂ. ૪૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ ४० આગમ કથાનુયોગ-૧ ૧. સુમતિ :– ભરતક્ષેત્રની આ અવસર્પિણીમાં પંદર કુલકરમાંના પ્રથમ કુલકર હતા. તેના શાસનમાં હક્કાર દંડનીતિ હતી. સર્વપ્રથમ મનુષ્યોએ અનંત આકાશમાં જ્યારે ચંદ્ર અને સૂર્યને જોયા ત્યારે ભયથી કંપી ઉઠયા. તેઓ વિચારવા લાગ્યા કે આપત્તિઓની ઘનઘોર ઘટા છવાવાની છે. તે ભયભીત માનવોને પ્રથમ કુલકરે આશ્વાસન આપી સમજાવ્યું કે આ સૂર્ય-ચંદ્ર નવા નથી ઉગ્યા પણ તે તો રોજેરોજ ઉગે છે અને આથમે છે. પરંતુ તેજાંગ જાતિના અત્યંત પ્રકાશપૂર્ણ કલ્પવૃક્ષોને કારણે આપણે તેને જોઈ શકતા ન હતા. હવે તે જાંગ કલ્પવૃક્ષનો દિવ્ય પ્રકાશ મંદ થઈ રહ્યો છે તેથી આપણને સૂર્ય-ચંદ્ર દેખાઈ રહ્યા છે, તેથી ભયભીત થવાની આવશ્યકતા નથી. જન માનસનો ભય નષ્ટ કરવાથી તે કુલકર કહેવાયા. (તિલોયાન્નત્તિમાં અહીં પ્રતિકૃત કુલકરનું નામ જણાવેલ છે.) - ૨. પ્રતિકૃતિ :- ભરતક્ષેત્રની વર્તમાન અવસર્પિણીના બીજા કુલકર હતા. તેના શાસનમાં હક્કાર દેડ નીતિ હતી, પહેલા કુલકરના અવસાન પછી તેજાંગ નામક કલ્પવૃક્ષ સંપૂર્ણ નાશ પામ્યા. જેનાથી ગહેરો અંધકાર છવાઈ ગયો. અંધકાર થવાથી આકાશમાં અસંખ્ય તારા ઝગમગવા લાગ્યા. લોકોએ પ્રથમ વખત તારાઓ જોયા. તેમનું હૃદય ભયથી આશંકિત થઈ ગયું. બીજા કુલકરે લોકોને સમજાવ્યું કે તેજાંગ કલ્પવૃક્ષના નાશ થવાથી રાત્રિના અંધકારમાં તારાનો પ્રકાશ દેખાઈ રહ્યો છે, તારામંડલ તો આ પહેલાં પણ હતું જ. લોકોને આ વાત સમજાવાથી તેઓ ભયમુક્ત બન્યા અને તે બીજા કુલકર તરીકે ઓળખાયા. (તિલોયાન્નત્તિમાં અહીં સુમતિ/સમ્પત્તિ કુલકરનું નામ આવે છે.) ૩. સીમંકર :- ભરતક્ષેત્રની વર્તમાન અવસર્પિણીમાં પંદર કુલકરમાંના ત્રીજા કુલકર થયા. તેના શાસનમાં હક્કાર દંડનીતિ હતી. સીમંકર કુલકરના સમયમાં કલ્પવૃક્ષોની ફળ દેવાની માત્રા ઘટવા લાગી, જેનાથી બધાં મનુષ્યોની આવશ્યકતા પૂર્ણ થતી ન હતી. તેઓ એકબીજાના વૃક્ષો પરત્વે પોતાનો માલિકી ભાવ સ્થાપવાનો પ્રયાસ કરવા લાગ્યા. સીમંકરે કહ્યું કે આ રીતે સંઘર્ષ કરવાથી સમાધાન નહીં થાય. તમે સીમા-મર્યાદા નિર્ધારણ કરો, સીમા નિર્ધારણ કરવાથી સંઘર્ષ શાંત થયો અને તે કુલકર કહેવાયા. (તિલોયાન્નત્તિમાં સીમંકરને પાંચમાં કુલકર તરીકે જણાવેલ છે.) ૪. સીમંધર :- ભરતક્ષેત્રની વર્તમાન અવસર્પિણીના પંદર કુલકરમાંના ચોથા કુલકર થયા. તેના શાસનમાં હક્કાર દંડનીતિ હતી જ્યારે કલ્પવૃક્ષની માલિકીના સંદર્ભમાં પરસ્પર સંઘર્ષ થવા લાગ્યો ત્યારે વૃક્ષો ઉપર નિશાની કરી સંઘર્ષનો અંત લાવવાથી તે કુલકર કહેવાયા. (તિલોયાન્નત્તિમાં સીમંધરને છઠા કુલકર કહ્યા છે. તેમના મતે હક્કાર અને મક્કાર બંને દંડનીતિ તેમના શાસનમાં હતી.) ૫. ક્ષેમંકર :- જંગલોમાં પહેલાં પણ વાઘ વગેરે પશુ હતા, પણ તેઓ સ્વભાવે સૌમ્ય હતા. કાળક્રમે આ પશુઓમાં ક્રૂરતા પ્રવેશી, તેઓ મનુષ્યોને સંતાપવા લાગ્યા. Page #42 -------------------------------------------------------------------------- ________________ કુલકર–કથા ૪૧ ક્ષેમંકરે લોકોને કહ્યું કે તમે સમૂહ બનાવીને રહો જેથી પશુઓ તમને કષ્ટ ન આપી શકે. આ રીતે તે કુલકર નામે પ્રસિદ્ધ થયા. (તિલોયાન્નત્તિમાં હેમંકરને ત્રીજા કુલકર કહ્યાં છે.) ૬. ક્ષેમંધર :- ભરતક્ષેત્રની આ અવસર્પિણીના પંદર કુલકરમાંના છઠા કુલકર થયા. તેમના શાસનમાં મક્કાર દંડનીતિ હતી. જ્યારે પશુઓમાં અધિક ક્રૂરતા પ્રવેશી, તેઓ માનવસમૂહ ઉપર હુમલા કરવા લાગ્યા, ત્યારે ક્ષેમંધરે કહ્યું કે પશુઓથી બચવા માટે તમે સાથે દંડ રાખો જેથી પશુ જલ્દીથી આક્રમણ ન કરે. એ રીતે તેઓ પણ કુલકર તરીકે પ્રસિદ્ધ થયા. (તિલોયપત્તિમાં લેમંધરને ચોથા કુલકર કહ્યા છે. તેના મતે લેમંધરના શાસનમાં હક્કાર દંડનીતિ હતી.) ૭, વિમલવાહન :- ભરતક્ષેત્રની આ અવસર્પિણીના પંદર કુલકરમાંના સાતમા કુલકર થયા. તેમના શાસનમાં મક્કર દંડનીતિ હતી. એક વખત એક યુગલ વનમાં અહીં-તહીં પરિભ્રમણ કરી રહેલું. એક વિરાટકાય સફેદ હાથી સામે આવ્યો. તે યુગલે તે હાથીને ઘણાં ખેહથી પંપાળ્યો. તે હાથીને જાતિસ્મરણ જ્ઞાન થયું કે અમે બંને તો પૂર્વભવમાં પશ્ચિમ મહાવિદેહમાં ઘનિષ્ઠ મિત્ર હતા. આ સરળ પ્રકૃત્તિવાળો હોવાથી મનુષ્ય થયો અને હું માયાવી હોવાથી તિર્યંચ-પશુ થયો. તે હાથીએ પોતાની સુંઢ વડે તે યુગલ દંપત્તિને આલિંગન કર્યું અને પોતાની પીઠ ઉપર બેસાડ્યું. બીજા યુગલોએ જ્યારે તેને વાહન પર બેઠેલા જોયા ત્યારે તેમને ઘણું આશ્ચર્ય થયું કેમ કે તેની પહેલા કોઈને વાહન ઉપર બેસેલ જોયા ન હતા. તે યુગલો વિચારવા લાગ્યા કે આ મનુષ્ય અમારા બધાથી વધુ શક્તિશાળી છે તેથી તેને આપણો મુખી બનાવીએ. એ રીતે વિમલવાહન કુલકર રૂપે પ્રસિદ્ધ થયા. ઉજ્જવલ ક્રાંતિવાળા હાથી પર બેઠેલ હોવાથી તે વિમલવાહનના નામે ઓળખાવા લાગ્યા. તેનું અનુકરણ કરી બીજા મનુષ્યોએ પણ પશુઓને પાલતુ બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો (વિશેષ વિગત માટે સાત કુલકર પરંપરામાં “વિમલવાહન” જુઓ). ૮. ચક્ષુષ્માન :- ભરતક્ષેત્રની આ અવસર્પિણીના પંદર કુલકરમાંના આઠમાં કુલકર થયા, તેના શાસનમાં મક્કાર દંડનીતિ હતી. “તિલોયપન્નત્તિ" ગ્રંથકારના જણાવ્યા મુજબ આ કુલકરના સમયમાં યુગલોએ પોતાના સંતાનને જોયા, તેઓ ભયભીત થઈ ગયા. ચક્ષુષ્માને સમજાવ્યું કે તમે ભયભીત ન થશો આ તમારા જ સંતાન છે. તે યુગલો પોતાના સંતાનનું મુખ જોવા લાગ્યા અને મુખ જોતા-જોતા જ પરલોક વાસી બની ગયા. (વિશેષ વિગત માટે સાત કુલકર પરંપરામાં “ચકુષ્માનું” જુઓ). ૯. યશસ્વી (ગરમ) :– ભરતક્ષેત્રની આ અવસર્પિણીના પંદરમાંના નવમાં કુલકર થયા. તેના શાસનમાં મક્કાર દંડનીતિ હતી. આ કુલકરે યુગલોને પોતાના સંતાનના નામકરણ માટેનું જ્ઞાન આપ્યું. કેમકે તે કાળમાં સંતાનને જોતા જ યુગલો મૃત્યુ પામતા ન હતા. એ રીતે નામસંસ્કરણનો આરંભ થયો. (વિશેષ વિગત માટે સાત કુલકર પરંપરામાં “યશસ્વી” જુઓ.) Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૨ આગમ કથાનુયોગ-૧ ૧૦. અભિચંદ્ર :- ભરતક્ષેત્રની આ અર્પિણીના પંદર કુલકરમાંના દશમાં કુલકર થયા. તેના શાસનમાં મક્કાર દંડનીતિ હતી. આ કુલકરે કુળની સુવ્યવસ્થાની સાથે બાળકોના રડવાને રોકવા માટે તેને ખવડાવવા – પીવડાવવાની વિધિ બતાવી. તે રીતે યુગલો પોતાના બાળકોનું પાલન-પોષણ કરવા લાગ્યા. કેટલાંક દિવસ પાલન-પોષણ કરી તે યુગલનું મૃત્યુ થતું હતું. (વિશેષ વિગત માટે સાત કુલકર પરંપરામાં “અભિચંદ્ર” – જુઓ) ૧૧. ચંદ્રાભ :- ભરતક્ષેત્રની આ અવસર્પિણીના પંદર કુલકરમાં અગિયારમાં કુલકર થયા. તેના શાસનમાં ધિક્કાર દંડનીતિ હતી. આ કુલકરના કાળ વખતે ઋતુમાં પરિવર્તન શરૂ થયું. પહેલાં ઋતુઓ સમશીતોષ્ણ હતી. વિશેષ ઠંડી નહીં, વિશેષ ગરમી નહીં, વિશેષ વર્ષા નહીં. પરંતુ આ કાળમાં ઠંડી અને ગરમીમાં વૃદ્ધિ થઈ. ધુમ્મસ છવાવાથી સૂર્યનો પૂરતો તાપ મનુષ્યોને ન મળવાથી તેઓ ક્યારેક થરથરતા હતા. ચંદ્રાભ કુલકરે તેમને સમજાવ્યું કે સૂર્યના કિરણોથી આ ઠંડી સામે રક્ષણ મળી શકે છે. લોકોને તે રીતે શાંતિનો અનુભવ થયો. ૧૨. પ્રસેનજિત :– ભરતક્ષેત્રની આ અવસર્પિણીના પંદર કુલકરમાં બારમા કુલકર થયા. તેના શાસનમાં ધિક્કાર દંડનીતિ હતી. આ કુલકરના કાળમાં બાળકોનો જન્મ જરાયુથી વિંટાયેલા હોય તે રીતે થતો જોઈ યુગલો ભયભીત થતા હતા. પ્રસેનજિતે સમજાવ્યું કે જરાયુનું પડલ ખસેડી દો અને બાળકોનું યોગ્ય રીતે પાલન કરો. (- વિશેષ વિગત માટે સાત કુલકર પરંપરામાં “પ્રસેનજિત" – જુઓ) (- તિલોયપત્રતિ ગ્રંથકાર પ્રસેનજિતને તેરમાં કુલકર રૂપે જણાવે છે.) ૧૩. મરૂદેવ :- ભરતક્ષેત્રની આ અવસર્પિણીના પંદર કુલકરમાં તેરમાં કુલકર થયા. તેમના શાસનમાં ધિક્કાર દંડનીતિ હતી. આ કુલકરના કાળમાં આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યા, વીજળીઓ ચમકવા લાગી. મુશળધાર વર્ષાનો આરંભ થયો. નદીઓ વહેવા લાગી. આ દૃશ્ય જોઈને યુગલો ભયભીત થવા લાગ્યા. મરૂદેવે કહ્યું કે હવે કર્મયુગનો તુરંતમાં આરંભ થશે. તમે ભયભીત ન થશો, નૌકા બનાવી નદી પાર કરવી. છત્રી જેવા આવરણોથી ઠંડી-ગરમી સામે રક્ષણ મેળવવું. સીઢી જેવા સાધનોથી પર્વત ઉપર ચઢી જવું, આવા ઉપાયો બતાવવાથી તે કુલકર કહેવાયા. (વિશેષ વિગત માટે સાત કુલકર પરંપરામાં “મરૂદેવ” જોવું) ૧૪. નાભિ :- ભરતક્ષેત્રની આ અવસર્પિણીમાં પંદરમાંના ચૌદમાં કુલકર થયા. તેમના શાસનમાં ધિક્કાર દંડનીતિ હતી. આ કુલકરના કાળમાં યુગલિક બાળકોની નાભિની નાળ મોટી થવા માંડી. નાભિ કુલકરે સમજાવ્યું કે આ નાળનું છેદન કરવું. તે સમય સુધીમાં કલ્પવૃક્ષો નષ્ટપ્રાયઃ થવા લાગ્યા. વિવિધ ધાન્ય અને મધુર ફળો જંગલોમાં ઉત્પન્ન થવા લાગ્યા. નાભિએ તે ફળ અને ધાન્યાદિ ખાવાની સલાહ આપી જેનાથી યુગલિકોની શાંતિ પ્રાપ્ત થઈ. (વિશેષ વિગત માટે સાત કુલકર પરંપરામાં “નાભિ” જોવું.) Page #44 -------------------------------------------------------------------------- ________________ કુલકર—કથા ૧૫. ઋષભ :– ભરતક્ષેત્રની આ અવસર્પિણીમાં પંદરમાંના પંદરમાં અને અંતિમ કુલકર ઋષભ થયા. તે કુલકર નાભિ અને મરૂદેવાના પુત્ર હતા. ઋષભની યુગલીની – પત્ની સુમંગલા હતી. તેના શાસન સમયે ધિક્કાર દંડનીતિ હતી. તેઓ ભરતક્ષેત્રની આ ચોવીસીના પ્રથમ તીર્થંકર થયા. (– ભગવંત ઋષભ માટે “ઋષભચરિત્ર' જોવું. જુઓ તીર્થંકર ચરિત્ર) - તીર્થંકર ચરિત્રની પૂર્વભૂમિકારૂપ કુલકરવંશની પ્રાપ્ય વિગતોનું અત્રે નિરૂપણ કર્યું કેમકે ઋષભને પંદરમાં કુલકર કહ્યા છે. (કુલકર પરંપરા અને કથાનક સંબંધિ આગમ સંદર્ભ) જંબૂ – ૪૧, ૪૨; (કથાનક માહિતી — તિલોયપન્નત્તિ, ઉદ્ધરણકર્તા – દેવેન્દ્ર મુનિ) કુલકરોની દંડનીતિ :– સાત કુલકર અને પંદર કુલકર બંને પરંપરામાં દંડનીતિનો ઉલ્લેખ મળે છે. પરંપરા અને વાચના ભેદની ભિન્નતા હોવા છતાં ત્રણ દંડનીતિ તો બંને પરંપરામાં અસ્તિત્વ ધરાવતી જ હતી. આ દંડનીતિ શું હતી ?– અપરાધીના અનુશાસન માટેની નીતિ તે દંડનીતિ. આવ.યૂ. ૧-૫.૧૨૯; ઠા. ૬૫૬-૧ કાળ દોષથી ક્રમશઃ કલ્પવૃક્ષો ક્ષીણ થવા લાગ્યા. પહેલા યુગલિકો સરળ હતા, તેમનામાં વિવાદ થતો ન હતો. કલ્પવૃક્ષોના ક્ષીણ થવાથી તેમની જરૂરિયાતો સંતુષ્ટ થતી ન હતી. કાળના પ્રભાવે યુગલિકોમાં કષાય વધવા લાગ્યો. યુગલિકોમાં મમત્વભાવ ઉત્પન્ન થયો. ‘આ' મારું છે બીજા કોઈનું નથી એવું કહેતા થઈ ગયા. બીજાનું છીનવવા લાગ્યા. સ્વામીત્વભાવ કરીને પરસ્પર વિવાદ કરવા લાગ્યા. તે વખતે તેઓને થયું કે આપણે કોઈને અધિપતિરૂપે નીમીએ જે શાસનવ્યવસ્થાનું સ્થાપન કરે. કુલકરે તેમના વૃક્ષોની વ્યવસ્થા ગોઠવી કહ્યું કે તમારામાંથી જે આ મર્યાદાનું ઉલ્લંઘન કરે, તેની વાત મને જણાવવી, હું તેનો દંડ કરીશ. ત્યાંથી દંડનીતિનો આરંભ થયો. આગમ સંદર્ભ : - ઠા. ૬૫૬‰. ૦ દંડનીત - ત્રણ અને સાત ઃ ૪૩ કલ્પ. ૨૧૦–વૃ જંબૂ. ૪૨–વૃ કલ્પ. ૨૧૦–પૃ. આવ.નિ. ૧૫૪–પૃ. (૧) ત્રણ દંડનીતિ – હક્કાર, મક્કાર, ધિક્કાર જંબૂ. ૪૨; આ.નિ. ૧૬૭; કલ્પ. ૨૧૦‰; (૨) સાત દંડનીતિ – હક્કાર, મક્કાર, ધિક્કાર, પરિભાષણ, મંડલબંધ, ચારક અને છવિચ્છેદ. આવ.નિ. ૧૬૯; આવ.ભા. ૩; ઠા. ૬૫૬; જંબૂ. ૪૨–પૃ. ૧. હક્કાર દંડનીતિ :- જે કોઈ મનુષ્ય નીતિનું ઉલ્લંઘન કરે તે અપરાધ કરનાર અપરાધીને એટલું જ કહેવામાં આવતું કે હા ! તમે આ શું કર્યું ? આટલી જ શબ્દ પ્રતાડના તે યુગનો મોટામાં મોટો દંડ હતો. તેને સાંભળતા જ અપરાધી પાણી-પાણી થઈ જતો, તેને પોતાની ભૂલ સમજાઈ જતી. જેમ સમુદ્રની ભરતીનું જળ મર્યાદા ઓળંગે નહીં તેમ ‘હા કાર' શબ્દથી શીક્ષા પામેલ યુગલિક તેની મર્યાદા ઓળંગતા નહીં. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૪૪ આગમ કથાનુયોગ-૧ તે કાળમાં “હાકાર' દંડનીતિથી શાસિત થયેલ યુગલ લજ્જા પામી, વિશેષ લજ્જિત થઈ, કંપિત અને ભયભીત થઈ ચૂપ થઈ જતા તથા વિનય વડે નીચું મોઢું કરી ઊભા રહી જતા હતા. ૨. મક્કાર દંડનીતિ :- જે કોઈ વ્યક્તિ નીતિનું ઉલ્લંઘન કરે તે દોષી યુગલને મત કરો – “આવું કરો નહીં” એવી નિષેધાત્મક આજ્ઞા કરાતી. તે “મા-કાર" શબ્દ જ મોટો દંડ ગાતો હતો, જે તે યુગલને આઘાત સમાન લાગતો હતો. આટલા દંડથી તે યુગલ લજ્જિત, વિશેષરૂપે લજ્જિત થઈ કાંપતા-ભયભીત થતા અને વિનયપૂર્વક મૌન ધારણ કરી નીચે મોઢે ઊભા રહી જતા હતા. ૩. ધિક્કાર દંડનીતિ :- જે કોઈ વ્યક્તિ નીતિનું ઉલ્લંઘન કરે તે દોષી યુગલને (હા! તમે આ શું કર્યું?, આવું નહીં કરવું જોઈએ એમ હા-કાર અને મા-કાર બંને દંડ ને ન ગણકારે ત્યારે તેને) ધિક્કાર નીતિથી દંડ કરાતો “ધિક્કાર છે કે તમે આવું કાર્ય કર્યું” આવા તિરસ્કાર સૂચક શબ્દો સાંભળીને તેઓ મૃત્યુદંડ કરતાં પણ વિશેષ પોતાની જાતને દંડિત સમજતા. આટલા દંડથી તે યુગલ લજ્જિત થઈ યાવત્ નીચે મુખે ઊભા રહી જતા. તે સમયની પ્રજા સ્વભાવથી સરળ, માનસથી કોમળ, સ્વયં શાસિત અને મર્યાદા પ્રિય હોવાથી આ દંડનીતિ વડે શાસન ચાલતું હતું. નાભિ કુલકર સુધી આ ત્રણે દંડનીતિઓ ચાલી. (ઋષભ કુલકરના આરંભ કાળ પર્યન્ત આ દંડનીતિ ચાલી) પછી વધારે પડતો કાળ આવ્યો. યુગલોના કષાયો વધવા લાગ્યા તેઓ ત્રણે દંડનીતિઓનું ઉલ્લંઘન કરવા લાગ્યા. ૪. પરિભાષણ :- અપરાધીને ઠપકો આપવો. નીતિનો ભંગ કરનારને ક્રોધઆવેશપૂર્વક ઉપાલંભ આપવો. ૫. મંડલબંધ :- નીતિભંગ કરનાર અપરાધીને ક્ષેત્ર મર્યાદાની બહાર ન જવાની આજ્ઞા આપવી. ૬. ચારક :- નીતિનો ભંગ કરનારને કૈદમાં નાંખવો, બંધનમાં બાંધવો. ૭. છવિચ્છેદ :- અપરાધી વ્યક્તિના હાથ–પગ નાસિકા આદિનો છેદ કરીને તેને દંડ આપવો તે. આ છેલ્લી ચાર દંડનીતિનો અમલ ભરત ચક્રવર્તીના કાળમાં શરૂ થયેલો, કેટલાંક કહે છે કે, કુલકરકાળના અંતે ઋષભદેવના શાસનમાં પરિભાષણ અને મંડલબંધ નીતિનો આરંભ થયો અને ચારક તથા છવિચ્છેદ દંડનીતિનો આરંભ ભરત ચક્રીના કાળે થયો. કુલકર કાળે કલ્પવૃક્ષ :- વિમલવાહન કુલકરના કાળમાં સાત પ્રકારના વૃક્ષો ઉપભોગમાં આવતા હતા... નાભિ કુલકરના કાળમાં કલ્પવૃક્ષો પ્રાયઃ નષ્ટ થઈ રહ્યા હતા. આવો ઇતિહાસ પહેલાથી છેલ્લા કુલકર સુધીનો કહ્યો. આ કલ્પવૃક્ષોની સંખ્યા સ્થાનાંગ, સમવાયાંગ, જીવાજીવાભિગમ, જંબૂતીપપ્રજ્ઞપ્તિ આદિમાં દશની બતાવેલી છે. યુગલિક યુગમાં મનુષ્યોની ઈચ્છા અલ્પ હતી. તેમના ભૂખ, તરસ, વસ્ત્ર, પાત્ર, મકાન આદિની આવશ્યકતા કલ્પવૃક્ષોથી થતી હતી. આ પ્રત્યેક વૃક્ષની પોતપોતાની ફળ દેવાની વિભિન્ન શક્તિ હતી. “કોઈપણ કલ્પવૃક્ષ કંઈપણ માંગો તો આપે” – એ માન્યતા ભ્રામક છે. દશે કલ્પવૃક્ષ અલગ-અલગ Page #46 -------------------------------------------------------------------------- ________________ કુલકર કાળે કલ્પવૃક્ષ ૪૫ આવશ્યકતાની પૂર્તિ કરનારા હતા. વિમલવાહન કુલકરના કાળ પૂર્વે તયાગ, દીપાંગ અને જ્યોતિરંગ ત્રણ કલ્પવૃક્ષોના નષ્ટપ્રાયઃ થવાની સંભાવનાથી તેમના કાળમાં એ ત્રણ સિવાયના બીજા સાત કલ્પવૃક્ષોનો ઉલ્લેખ નજરે પડે છે. સુષમસુષમા આરામાં દશ પ્રકારના વૃક્ષો ઉપયોગમાં હતા તે આ પ્રમાણે – મત્તાંગક, ભૂત્તાંગ, તૂર્યાગ, દીપાંગ, જ્યોતિરંગ, ચિત્રાંગ, ચિત્રરસાંગ, મર્યંગ, ગૃહાકાર અને અનગ્ર. ઠા૯૮૬, ૯૮૭ અકર્મભૂમિના મનુષ્યોને દશ પ્રકારના વૃક્ષો ઉપભોગ માટે ઉપસ્થિત હતા. મત્તાંગક, ભૂત્તાંગ યથાવત્ અનગ્ન. સમ ૧૬, ૧૭; તે સમયે ભરતવર્ષ (ક્ષેત્રોમાં ત્યાં ત્યાં મતંગ નામના વૃક્ષસમૂહો જણાવેલા છે.. થાવત્ અનગ્ન નામના વૃક્ષસમૂહો જણાવેલા છે. જંબૂ. ૩૩; ૧. મત્તાંગ :- આ વૃક્ષો પેય પદાર્થ પૂરા પાડતા. ચંદ્રપ્રભા, મણિશલાકા આદિ જાતિવંત ફળ, પત્ર, પુષ્પ કે સુગંધિત દ્રવ્યોથી નીકળેલ સારભૂત રસ અને વિવિધ દ્રવ્યોથી યુક્ત અને યોગ્ય કાળે સંયોજન કરી બનાવાયેલ આસવ, મધુ આદિ સ્વાદવાળી, પ્રસન્ન, શતાયુ, ખજૂર આદિના મધ જેવા વર્ણ, રસ, ગંધ, સ્પર્શ તથા બળ–વીર્ય ઉત્પન્ન કરે તેવા પ્રકારે આ વૃક્ષો વિવિધ સ્વાભાવિક પરિણામવાળી મદ્યવિધિથી યુક્ત અને ફળોથી પરિપૂર્ણ તેમજ વિકસિત હતા. તે વૃક્ષો, ઘાસ વગેરેથી રહિત મૂળવાળા હોય છે. ૨. ભૂતાંગ :- આ વૃક્ષથી સહજ રૂપે પાત્ર, વાસણ મળી જતા હતા. જેમ ઘડો, કળશ, ભંગારક, પાત્રી, થાળી વગેરે વાસણ હોય, જે સોના અને મણિ રત્નોના બનેલા હોય, તેના પર સુંદર ચિત્રામણ કરાયેલ હોય તે રીતે આ વૃક્ષો ભાજનવિધિમાં વિવિધ પ્રકારના વિસ્ત્રસાપરિણત વાસણોવાળા હોય છે. ફળોથી પરિપૂર્ણ અને વિકસિત તથા ઘાસ આદિ રહિત મૂળવાળા હોય છે. ૩. તૂર્યાગ :- આ વૃક્ષો વાદ્ય-સંગીત આપતા. જેમ મૃદંગ, ઢોલ, ભંભા, વીણા, કાંચતાલ વગેરે વાજિંત્ર સારી રીતે વગાડાય છે. વાદ્યકલામાં નિપુણ વ્યક્તિ જે રીતે તેનું સંગીત પીરસે છે. જે વાદ્યો સાયંત શુદ્ધ હોય છે, તે રીતે આ સૂર્યાગ વૃક્ષ વિવિધ પ્રકારના સ્વાભાવિક પરિણામથી પરિણત થઈને વિતતતત–ઘન–શુષિર એ ચાર પ્રકારની વાદ્યવિધિથી યુક્ત હોય છે. ૪. દીપાંગ :- આ વૃક્ષો ઉદ્યોત કરતા હતા. જે રીતે સધ્યા પછીના સમયે નવનિધિપતિ ચક્રવર્તીને ત્યાં દીપિકા હોય છે. જેનું પ્રકાશમંડલ ચારે તરફ ફેલાયેલ હોય છે તેમજ જેમાં ઘણી બધી વાટ અને ભરપુર તેલ હોય છે કે જે પોતાના સઘન પ્રકાશથી અંધકારનો નાશ કરે છે, જેનો પ્રકાશ સુવર્ણકસમ યુક્ત પારિજાતના વનના પ્રકાશ જેવો હોય છે. અતિ પ્રદીપ્ત તેજોમય તેમજ નિર્મળ ગ્રગણોની જેમ પ્રભાસિત અને અંધકારને નિવારનાર એવી સૂર્યની ફેલાયેલી પ્રભા જેવી ચમકતી હોય છે તેવી જ રીતે આ દીપાંગ વૃક્ષ પણ અનેકવિધ વિસસા પરિણામવાળી ઉદ્યોતવિધિથી યુક્ત હોય છે. ૫. જ્યોતિરંગ :- આ વૃક્ષો પ્રકાશ આપતા હતા. જે રીતે તત્કાળ ઉદય પામેલ શરદકાલીન સર્યમંડળ પડતી એવી ઉલ્કા, ચમકતી વિજળી નિર્ધમ પ્રદીપ્ત અગ્રિ. તપનીય Page #47 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ સુવર્ણ, અશોકાદિ પુષ્પસમૂહ, મણિરત્નોના કિરણો ઇત્યાદિ પોતપોતાના વર્ણ અને આભાથી તેજસ્વી લાગે છે તે જ રીતે આ વૃક્ષ અનેક વિસ્રસા પરિણામથી પ્રકાશવિધિ યુક્ત હતા. તે સુખકારી અને મંદ છતાં તેજસ્વી પ્રકાશ આપતા હતા. તેનો આતાપ તીવ્ર ન હતો. પર્વત જેવા આ સ્થિર વૃક્ષો આસપાસના સર્વ પ્રદેશને તથા ત્યાં રહેલા સઘળા પદાર્થોને પ્રકાશિત કરતા હતા. ૬. ચિત્રાંગ :- આ વૃક્ષો, ફૂલ, માળા વગેરે આપતા હતા. જેમાં કોઈ પ્રેક્ષાગૃહ વિવિધ રંગી, રમ્ય, શ્રેષ્ઠપુષ્પોની માળાથી સજાવેલ હોય, વિકસિત, પ્રકાશિત, વિખરાયેલા પુષ્પગુંજોથી સુંદર અને વિવિધ પ્રકારની ગુંથાયેલી માળાથી શોભાયમાન હોય, કુશળ માલાકાર દ્વારા તૈયાર થયેલ માળાઓ વડે જેનું સૌદર્ય વધી ગયું હોય, પંચવર્ણી પુષ્પમાળા સ્થાને સ્થાને લટકતી હોય, અગ્રભાગે લટકાવેલી વનમાળાથી જે દીપ્તિમાન લાગતું હોય એવા પ્રેક્ષાગૃહ સમાન તે ચિત્રાંગ વૃક્ષો અનેકવિધ વિસસા પરિણામવાળી માલ્યવિધિથી યુક્ત હતા. ૭. ચિત્રરસાંગ :- આ વૃક્ષો પરમાન્ન-ખાદ્ય પદાર્થો આપતા હતા. જે રીતે સુગંધી અને શ્રેષ્ઠ જાતિના ચોખા અને વિશિષ્ટ કક્ષાની ગાયના શુદ્ધ દૂધથી પકાવેલ, શરદઋતુના ઘી, ગોળ, સાકર આદિ ભેળવેલ અતિ સ્વાદિષ્ટ અને ઉત્તમ વર્ણ તથા ગંધયુક્ત દૂધપાક–ખીર તૈયાર કરાય છે. જે રીતે ચક્રવર્તીના કુશળ રસોઈયા દ્વારા તૈયાર થયેલ ઉત્તમ જાતિના ચોખા કે જેમાં અનેક મેવા-મસાલા આદિ નાંખીને સુગંધિત દ્રવ્યોથી જે સંસ્કારિત કરાયેલ હોય – કે જે શ્રેષ્ઠ વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી યુક્ત થઈ બળ-વીર્ય રૂપે પરિણત થતા હોય, ઇન્દ્રિયોની શક્તિ વધારતા હોય, ભૂખ-તરસ શાંત કરતા હોય ઇત્યાદિ ગુણયુક્ત અને અતિ પ્રિયકારી દ્રવ્યયુક્ત હોય એવા પરમ આનંદદાયક તે પરમાન્ન-ખીર સદશ આ કલ્પવૃક્ષ હોય છે કે જેમાં આ સામગ્રી વિઢસા પરિણામથી પરિણત થાય છે. ૮. મયંગ :- આ વૃક્ષો આભૂષણ આપતા હતા. જે રીતે હાર, મુગટ, કુંડલ, મુદ્રિકા, બાજુબંધ, કંદોરો આદિ આભૂષણ હોય, વળી તે સૂર્ય, વૃષભ, ચક્રમાળા આદિ આકારવાળા હોય, સોના, મણિ, રત્ન આદિની રચનાવાળા અને અતિ સુંદર હોય તે જ રીતે આ મર્યાગવૃક્ષો વિઐસા પરિણામથી આભૂષણ વિધિથી યુક્ત હતા. ૯. ગેહાકાર :- આ વૃક્ષો રહેઠાણ–નિવાસસ્થાન આપતા હતા. જે રીતે પ્રાસાદ, અટ્ટાલિકા, હાર, ગોખ, મંડપ, ગર્ભગૃહ, મોહનગૃહ, ચિત્રશાળા આદિથી સજ્જ એવા ઘર હોય, ગોળ, ચોરસ, નંદાવર્ત આદિ આકારવાળા હોય, વિવિધ પ્રકારના ભવનો હોય, અનેકવિધ સગવડો યુક્ત ઘર હોય તેવી જ રીતે આ ગેહાકાર વૃક્ષો પણ વિવિધ પ્રકારના અતિ સ્વાભાવિક પરિણામોથી પરિણત ભવન અને ગૃહોથી યુક્ત હતા. તે ભવનોમાં સુખે કરી ચઢી–ઉતરી શકાતું. તેના પગથીયા પણ નજીક-નજીક અને વિશાળ હતાં. તેમાં સુખે કરી આવ-જા થઈ શકતી હતી. મનને અતિ પ્રિય લાગે તેવા હતા. ૧૦. અનગ્ન :- આ વૃક્ષો વસ્ત્ર આપતા હતા. જે રીતે વિવિધ પ્રકારના ચર્મવસ્ત્ર, કપાસ કે ઉનના વસ્ત્ર, મૂલાયમ વસ્ત્ર, રેશમી વસ્ત્ર આદિ હોય. આ વસ્ત્રો રંગબેરંગી તથા Page #48 -------------------------------------------------------------------------- ________________ કુલકર-યુગલિક વર્ણન ૪૭ સુંદર ચિત્રોવાળા હોય, સોના-ચાંદીના તારોથી તે ગુંથાયેલા હોય, જુદા જુદા દેશમાં નિર્માણ પામેલા હોય, શ્રેષ્ઠ નગરોના કુશળ કારીગરોએ બનાવેલા હોય તેવા જ પ્રકારે આ અનગ્ર વૃક્ષો પણ અનેકવિધ પ્રકારના, સ્વાભાવિક પરિણામથી પરિણત વિવિધ વસ્ત્રોથી યુક્ત યાવત્ અતિ શોભાયમાન હતા. ૦ દશ પ્રકારના કલ્પવૃક્ષ – જીવા. ૧૪૫ ૦ યુગલિક વર્ણન - - યુગલિક પુરષ :- અનુપમ, સૌમ્ય અને સુંદર રૂપવાળા હોય છે, ઉત્તમ ભોગસૂચક લક્ષણવાળા, ભોગજન્ય શોભાયુક્ત, જન્મથી શ્રેષ્ઠ અંગવાળા અને સર્વાગ સુંદર હોય છે. તેના પગ સુપ્રતિષ્ઠિત અને કાચબા જેવા સુંદર, લાલાશ યુક્ત તળીયાવાળા, મૃદુ મુલાયમ અને કોમળ, પર્વત, નગર, સમુદ્ર, મગર, ચક્ર, ચંદ્રમા આદિ ચિન્હવાળા હોય છે. પગની આંગળીઓ ક્રમશઃ મોટીનાની અને એકમેકની નિકટ તથા ઉન્નત પાતળા તામ્રવર્ણી સ્નિગ્ધ નખોવાળી હોય છે. તેના ઘૂંટણ સંસ્થિત ઘન અને ગૂઢ હોય છે. પિંડી ક્રમશઃ સ્થળ–સ્થૂળતર અને ગોળ હોય છે. જાંઘ હાથીની સૂંઢ જેવી સુંદર, ગોળ અને પુષ્ટ હોય છે. શ્રેષ્ઠ મદોન્મત હાથી જેવી ચાલ, ગુહ્ય ભાગ ઘોડાની જેવો સુગુપ્ત, આકર્ણિક, અશ્વની જેમ મળ મૂત્રાદિ લેપથી રહિત હોય છે. તેની કમર યૌવન પ્રાપ્ત શ્રેષ્ઠ ઘોડા અને સિંહની કમર જેવી પાતળી અને ગોળ હોય છે. તેની રોમરાજી સરળ, સમ, સઘન, સુંદર, શ્રેષ્ઠ, પાતળી, કાળી, સ્નિગ્ધ, લાવણ્યમય, સુકુમાર અને રમણીય હોય છે. તેની નાભિ ગંગાના આવર્ત સમાન દક્ષિણાવર્ત તરંગ જેવી વક્ર અને સૂર્યના ઉગતા કિરણોથી ખીલેલા કમળ જેવી ગંભીર અને વિશાળ હોય છે. તેમની કુક્ષિ મત્સ્ય અને પક્ષી જેવી સુંદર તથા પુષ્ટ હોય છે. પેટ માછલી જેવું કૃશ હોય છે. તેમની ઇન્દ્રિયો પવિત્ર, નાભિકમળ જેવી વિશાળ, પડખાં નીચા નમેલા પ્રમાણોપેત અને સુંદર હોય છે. પીઠની હફી માંસલ હોવાથી દેખાતી નથી. શરીર સુવર્ણ સમાન કાંતિવાળું નિર્મળ, સુંદર અને નિરૂપહત હોય છે. તે શુભ લક્ષણોથી યુક્ત હોય છે. વક્ષ:સ્થળ સુવર્ણના શિલાતલ જેવું ઉજ્વળ, પ્રશસ્ત, સમતલ, પુષ્ટ, વિસ્તીર્ણ અને વિશાળ હોય છે. છાતી પર શ્રીવત્સનું ચિન્હ હોય છે. તેની ભુજા નગરના આગળીયા જેવી લાંબી, બાહ વિશાળ, હાથોની કલાઈ દઢ, આનંદદાયક, પુષ્ટ, સુસ્થિત, સુશ્લિષ્ટ, ઘન, સ્થિર, સુબદ્ધ અને ગૂઢ પર્વ સંધિવાળી હોય છે. તેની હથેળી લાલ વર્ણની, પુષ્ટ, કોમળ, માંસલ, પ્રશસ્ત લક્ષણોવાળી, સુંદર અને પરસ્પર મળેલ આંગળીયો વાળી હોય છે. આ આંગળીયો પુષ્ટ, ગોળ, સુજાત અને કોમળ હોય છે. તેના નખ તામ્રવર્ણ, પાતળા, સ્વચ્છ, મનોહર અને સ્નિગ્ધ હોય છે. હાથોમાં ચંદ્ર, સૂર્ય, શંખ, ચક્ર, દક્ષિણાવર્ત સ્વસ્તિકની રેખાઓ હોય છે. જે રેખાઓ શ્રેષ્ઠ લક્ષણ યુક્ત, ઉત્તમ, પ્રશસ્ત, સ્વચ્છ અને આનંદપ્રદ હોય છે. ખભાઓ અતિ સુંદર, પ્રતિપૂર્ણ, વિપુલ અને ઉન્નત હોય છે. ડોક ચાર આંગળ પ્રમાણ અને શ્રેષ્ઠ શંખ જેવી, દાઢી અવસ્થિત, સુવિભક્ત વાળવાળી, માંસલ, સુંદર સંસ્થાનવાળી અને પ્રશસ્ત હોય છે. હોઠ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૮ આગમ કથાનુયોગ-૧ બિંબફળ જેવા લાલ, દાંત ચંદ્રમાં જેવા ઉજ્વળ અને અખંડિત તેમજ પાસે પાસે રહેલા, જીભ તથા તાળવું તપનીય સુવર્ણ સમાન હોય છે. - તેનું નામક ગરૂડના નાક જેવું દીર્ધ સીધું અને ઊંચુ હોય છે. આંખો સૂર્યવિકાસી કમળ જેવી, જેના ખૂણા લાલ, મધ્યભાગ કાળો અને બાકી શ્વેત ધવલ સમાન હોય છે. તેની ભ્રમર પણછ ચઢાવેલ ધનુષ્ય જેવી, રમણીય, કાળી, સંગત, દીર્ઘ, સુજાત, પાતળી અને નિગ્ધ હોય છે. તેના કાન મસ્તકના ભાગ સુધી કંઈક જોડાયેલા અને પ્રમાણોપેત હોય છે. કપાળ માંસલ, લલાટ પ્રશસ્ત વિસ્તીર્ણ અને સમતલ તથા મુખ પૂનમના ચંદ્ર જેવું સૌમ્ય હોય છે. તેનું મસ્તક ઉત્તમ અને છત્રાકાર, શીર્ષ ઘન સુબદ્ધ અને પ્રશસ્ત લક્ષણોયુક્ત તેમજ ગોળ, મજબૂત અને ઉન્નત્ત હોય છે. ખોપડીની ચામડી દાડમના ફૂલ જેવી લાલ અને નિર્મળ સુવર્ણ સમાન સુંદર હોય છે. મસ્તકના વાળ ઘન, નિબિડ, મૃદુ, નિર્મળ, પ્રશસ્ત, સૂક્ષ્મ લક્ષણોવાળા, સુગંધી, કાળા, સ્નિગ્ધ, ઘુંઘરાળા તથા દક્ષિણાવર્ત હોય છે. તે મનુષ્યો લક્ષણ, વ્યંજન, ગુણોથી યુક્ત, સુંદર સ્વરૂપવાળા, પ્રસન્નતાદાયી, દર્શનીય, અભિરૂપ હોય છે. તે સુંદર સ્વરવાળા, સિંહ સમાન ગર્જના કરનારા, મધુર સ્વર, મધુર ઘોષ, સુસ્વર, સુઘોષવાળા, કાંતિમય શરીરવાળા, વજઋષભનારાચ સંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા, સ્નિગ્ધ, રોગાદિરહિત, પ્રશસ્ત શરીરી, નિરૂપમશરીરી, પરસેવોમેલ આદિથી રહિત, અનુકૂલ વાયુવેગવાળા, નિર્લેપ ગુદાવાળા, કબૂતરની જેમ બધું પચાવનારા અને સુગંધી શ્વાસોચ્છવાસ વાળા હોય છે. તેને ચોસઠ પાંસળીઓ હોય છે. તે મનુષ્યો સ્વભાવથી ભદ્ર, વિનીત, શાંત, અલ્પકષાયી, માર્દવ, અલ્પ ઈચ્છાવાળા, અલ્પ પરિગ્રહી, અક્રૂર, વૃક્ષોમાં રહેનારા, સ્વૈર વિહારી અને એક દિવસને આંતરે આહારની અભિલાષાવાળા હોય છે. - યુગલિક સ્ત્રી :- આ સ્ત્રીઓ શ્રેષ્ઠ અવયવો દ્વારા સર્વાગ સુંદર હોય છે. તેના પગ અતિ વિકસિત પઘકમળ જેવા સુકોમળ અને કાચબાના જેવા ઉન્નત હોય છે. પગની આંગળીયો સીધી, કોમળ, ધૂળ, અંતરરહિત, પુષ્ટ અને પરસ્પર નિકટ હોય છે. નખ ઉન્નત, આનંદદાયી, પાતળા, તાંબા જેવા લાલ, સ્વચ્છ અને સ્નિગ્ધ હોય છે. પીંડી રોમરહિત, ગોળ, સુંદર, સંસ્થિત, ઉત્કૃષ્ટ શુભ લક્ષણવાળી અને પ્રીતિકર હોય છે. ઘુંટણ સુનિર્મિત, ગૂઢ, સુબદ્ધ સાંધાવાળા હોય છે. તેની જંઘા કદલીના સ્તંભથી પણ વધુ સુંદર, વ્રણાદિ રહિત, સુકોમળ, મૃદુ, કોમળ, પરસ્પર નિકટ, સમાન પ્રમાણવાળી, સુજાત, ગોળ, મોટી અને આંતરારહિત હોય છે. તેનો નિતંબ ભાગ અષ્ટાપદ વ્રતના પટ્ટના આકારનો, શુભ, વિસ્તીર્ણ અને મોટો હોય છે. મુખપ્રમાણથી બમણો, વિશાળ, માંસલ અને સુબદ્ધ તેનો જઘન પ્રદેશ હોય છે. ઉદર વજ જેવું સુશોભિત, શુભ લક્ષણયુક્ત અને પાતળું હોય છે. તેણીની કમરનો ભાગ ત્રણ વળ પડતો હોય તેવો, પાતળો અને લચીલો હોય છે. તેની રોમરાજિ સરળ, સમ, મળેલી, જન્મજાત પાતળી, કાળી, સ્નિગ્ધ, સુહાવની, સુંદર, સુવિભક્ત, સુજાત, કાંત, શોભાયુક્ત અને રમણીય હોય છે. નાભિ ગંગાના આવર્તની જેમ દક્ષિણાવર્ત સૂર્યવિકાસી કમળ જેવી ગંભીર અને વિશાળ હોય છે. કુક્ષિ ઉગ્રતારહિત, પ્રશસ્ત અને સ્થળ હોય છે પડખાં અકેલા સંદર પમાણોપેત પરિમિત માત્રાવાળા સ્થળ અને Page #50 -------------------------------------------------------------------------- ________________ કુલકર–યુગલિક વર્ણન ૪૯ આનંદદાયક હોય છે. પીઠની હડ્ડી અને પાંસળી ન દેખાય તેવા માંસલ શરીરવાળી હોય છે. તેણીનું શરીર સુવર્ણ કાંતિયુક્ત, નિર્મળ, સુંદર, જવરાદિ ઉપદ્રવ રહિત હોય છે. તેણીના સ્તનો સોનાના કળશ જેવા, પ્રમાણયુક્ત, બંને બરાબર મળેલા, સુજાત અને સુંદર હોય છે. તેના સ્તનની ડીંટડી તે સ્તનો પર મુગટ જેવી શોભે છે. બંને સ્તનો ગોળ, ઉન્નત અને આકારમાં પ્રીતિકારી હોય છે. તેની બંને બાહુ સર્પની માફક ક્રમશ: નીચે તરફ પાતળી, ગોળ, પરસ્પર સમાન, પોતપોતાના સાંધા સાથે જોડાયેલી, નમ્ર, અતિ આદેય. અને સુંદર હોય છે. નખ તામ્રવર્ણના હોય છે. પંજા માંસલ, આંગળીયો પુષ્ટ કોમળ અને શ્રેષ્ઠ હોય છે. હાથની રેખાઓ સ્નિગ્ધ, સુવિરચિત, શુભ ચિન્હોથી યુક્ત હોય છે. તેની કક્ષ અને વસ્તિ પીન અને ઉન્નત હોય છે. તેના ગાલ ભરાવદાર, ગર્દન ચાર આંગળ પ્રમાણ અને શ્રેષ્ઠ શંખ જેવી હોય છે. ડાઢી માંસલ, સુંદર આકારવાળી તથા શુભ હોય છે. નીચલો હોઠ દાડમના ફૂલ જેવો લાલ, દીપ્તિમાન, પુષ્ટ, કંઈક વળાંકવાળો, ઉપરનો હોઠ પણ ઘણો જ સુંદર હોય છે. દાંત ચંદ્ર આદિ સમાન શ્વેત અને આંતરારહિત હોય છે. તાળવું અને જીભ રક્તકમળ જેવા લાલ, મૃદુ અને કોમળ હોય છે. નાક કણેરની કળી જેવું સીધું, ઉન્નત, ઋજુ અને તિક્ષ્ણ હોય છે. નેત્રો શરદઋતુના કમળ અને ચંદ્રવિકાસી કમળ જેવા કંઈક શ્રેત, લાલ અને કૃષ્ણ વર્ણના હોય છે. વચ્ચે કાળી પુતળી જેવી કીકીઓથી ઘણાં જ સુંદર લાગે છે. લોચન ચંચળ, કાન સુધી ખેંચાયેલા અને કંઈક રક્ત હોય છે. ભ્રમર કંઈક નમેલી, ધનુષ જેવી વક્ર, સુંદર, કાળી, પ્રમાણોપેત, લાંબી, સુજાત અને સ્નિગ્ધ હોય છે. તેણીના કાન મસ્તક સાથે કંઈક નિકટ અને પ્રમાણયુક્ત હોય છે. કપાળ માંસલ, સ્નિગ્ધ અને રમણીય હોય છે. લલાટ ચોરસ, પ્રશસ્ત અને સમતળ હોય છે. મુખ કાર્તિક પૂર્ણિમાના ચંદ્ર જેવું નિર્મળ અને પરિપૂર્ણ હોય છે. મસ્તક છત્ર સમાન ઉન્નત હોય છે. વાળ સ્નિગ્ધ અને લાંબા હોય છે. તે છત્ર, ધ્વજ, યુગ, સ્તૂપ આદિ બત્રીસ લક્ષણોને ધારણ કરનારી હોય છે. હંસ જેવી ચાલવાળી, કોયલ જેવી મધુર સ્વર વાળી, કમનીય અને પ્રિય લાગે તેવી હોય છે. તેના શરીરમાં કડચલી નથી પડતી, વાળ સફેદ નથી થતા, વર્ણવિકાર વ્યાધિ દૌભાગ્ય અને શોકથી રહિત હોય છે. તેની ઊંચાઈ તેના યુગલિક પુરુષ કરતા કંઈક ઓછી હોય છે. તેણી સ્વાભાવિક શ્રૃંગાર અને શ્રેષ્ઠ વેશભૂષાવાળી, ચાલ, હાસ્ય, વાણી, ચેષ્ટા, વિલાસ, સંલાપ આદિમાં ચતુર તથા વ્યવહાર કુશળ હોય છે. તેણીના સ્તન, જઘન, મુખ, હાથ, પગ, નેત્ર ઘણાં જ સુંદર હોય છે. તે સુંદર વર્ણવાળી, યૌવના અને વિલાસયુક્ત હોય છે. નંદનવનમાં વિચરતી અપ્સરાઓ જેવી રમણીય અને દર્શનીય તેમજ અભિરૂપ અને પ્રતિરૂપ હોય છે. એક દિવસને આંતરે તેને આહારની અભિલાષા થાય છે. તે પૃથ્વી-પુષ્પ અને ફળોના આહાર કરે છે. આગમ સંદર્ભ – પહા. ૧૯ જીવ. ૧૪૫; – x – x —કુલકર-ભરતક્ષેત્ર – અતીત ઉત્સર્પિણી કાળ – ૦ સાત કુલકર પરંપરા - જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણી કાળમાં Page #51 -------------------------------------------------------------------------- ________________ ૫૦ આગમ કથાનુયોગ-૧ સાત કુલકર થયા – ૧. મિત્રદામ, ૨. સુદામ, ૩. સુપા, ૪. સ્વયંપ્રભ, ૫. વિમલઘોષ, ૬. સુઘોષ અને ૭. મહાઘોષ. આગમ સંદર્ભ :- , ઠા. ૬૪૬, ૬૪૭; સમ. ર૫૫, ૨૫૬; ૦ દશ કુલકર પરંપરા – જંબૂદ્વીપના ભરત વર્ષમાં અતીત ઉત્સર્પિણી કાળમાં દશ કુલકર થયા :- ૧. શતંજલ, ૨. શતાયુ, ૩. અમિતસેન, ૪. અનંતસેન, ૫. કક્કસેન, ૬. ભીમસેન, ૭. મહાભીમસેન, ૮. દઢરથ, ૯. દશરથ અને ૧૦. શતરથ. (મૂળ સ્થાનાંગમાં અજિતસેનનો ક્રમ ચોથો અને અનંતસેનનો ત્રીજો છે. પાંચમા કુલકરને “ કજસેન’ અને ‘તર્કસેન બંને નામે જણાવેલ છે.) – આગમસંદર્ભ : ઠા. ૯૮૮, ૯૮૯; સમ. ૨૫૭ થી ૨૫૯, – ૪ – ૪ – કુલકર-ભરતક્ષેત્ર આગામી ઉત્સર્પિણી કાળ – ૦ સાત કુલકર પરંપરા – જંબૂઢીપના ભરતવર્ષમાં આગામી ઉત્સર્પિણીકાળમાં સાત કુલકર થશે :- ૧. મિત્રવાહન, ૨. સુભૂમ, ૩. સુપ્રભ, ૪. સ્વયંપ્રભ૫. દત્ત, ૬. સૂક્ષ્મ, ૭. સૂબંધુ. – આગમસંદર્ભ : ઠા. ૬૫ર; સમ ૩૫ર, ૩૫3; બીજા કુલકર “સુભૂમ' માટે સ્થાનાંગમાં ‘સુભોમ' નામ છે. ૦ દશ કુલકર પરંપરા – જંબૂદ્વીપના ભરતવર્ષમાં આગામી ઉત્સર્પિણીકાળમાં દશ કુલકર થશે :- ૧. સીમંકર, ૨. સીમંધર, ૩. ક્ષેમકર, ૪. ક્ષેમંધર, ૫. વિમલવાહન, ૬. સંમતિ, ૭. પ્રતિકૃતિ, ૮. દૃઢધનુ, ૯. દશધનુ, ૧૦. શતધનુ. (સમવાયાંગમાં આ પરંપરાની નોંધ જોવા મળતી નથી.) આગમસંદર્ભ : ઠા. ૯૯૦; કુલકર – ઐરવત ક્ષેત્ર – જંબૂઢીપના ઐરવત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં દશ કુલકરો થશે :- ૧. વિમલવાહન, ૨. સીમંકર, 3. સીમંધર, ૪. ક્ષેમકર, ૫. ક્ષેમંઘર, ૬. દૃઢધનું ૭. દશધનું ૮. શતધન, ૯. પ્રતિકૃતિ, ૧૦. સંમતિ. (આ નામો ભરત ક્ષેત્રના આગામી કુલકરના હોવા જોઈએ. ઐરાવતના નહીં તેમ લાગે છે) આગમસંદર્ભ :- સમ. ૩૫૪; (નોંધ :- સ્થાનાંગ, સમવાયાંગ અને તીર્થોગાલિ પયત્રામાં જણાવાયેલ કુલકરોના નામોમાં ભિન્નતા જોવા મળે છે. ૦ ઐરાવતના ભાવિ કુલકરના નામ એ વાચના કે પરંપરાભેદ અથવા તો લડીયા ભૂલ જણાય છે. કેમકે કુલકર સંબંધિ અતીત કે વર્તમાન ઐરવત ક્ષેત્રના નામો છે નહીં. વળી સમવાયાંગની સૂત્ર ક્રમ પરિપાટી જોતા પણ એવું લાગે છે કે જો વર્તમાન કુલકર પછી વર્તમાન તીર્થંકર આદિ હોય તો, ભાવિ તીર્થકરાદિ પૂર્વે ભરતના ભાવિ કુલકરના નામ જ હોવા જોઈએ – ઐરવતના નહીં) Page #52 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર - - - 'અધ્યયન-૧ (Jતીર્થકર ચરિત્ર -- તીર્થકર ચરિત્ર પૂર્વે “ભૂમિકા” અંતર્ગત કુલકર વિષયક વિસ્તૃત વર્ણન કર્યું કેમકે ભગવંત ઋષભને પંદરમાં કુલકર કહ્યા છે. –૦- દષ્ટિવાદમાં આવતા ગંડિકાનુયોગમાં તીર્થકર ગંડિકામાં તીર્થકરોના ચરિત્રો ઉપલબ્ધ હતા, પણ કાળક્રમે દષ્ટિવાદ વિચ્છેદ પાડું, ઉપલબ્ધ આગમોનું સાહિત્ય પણ ઘણું જ અલ્પ પ્રમાણમાં રહ્યું છે. - - હાલ મુળ આગમોમાં કંઈક વિસ્તારથી કહી શકાય તેવા તીર્થંકર ચરિત્રોમાં વર્તમાન ચોવીસીના માત્ર ત્રણ તીર્થકરના કથાનક ઉપલબ્ધ છે. ૧. ઋષભ, ૨. મલિ અને ૩. મહાવીર. આગામી ચોવીસીના પ્રથમ તીર્થંકર મહાપવનું કથાનક કંઈક વિસ્તારથી મળે છે. – નેમિનાથ અને પાશ્વનાથનું કિંચિત્ કથાનક કલ્પસૂત્રમાં મળે છે. - અન્ય તીર્થકરોની તો વિવિધ માહિતી માત્ર “બોલસંગ્રહ” રૂપે છે. –૦- ઉત્તરાધ્યયન ભાવવિજય કૃત્ વૃત્તિને આધારે શાંતિ-કુંથુ-અર એ ત્રણ કથાનકો ચક્રવર્તી કથાનકોમાં પ્રાપ્ત થાય છે. -૦- નેમિ અને પાર્થ વિષયક થોડો વિસ્તાર કલ્પસૂત્રવૃત્તિમાં મળે છે. –૦- આવશ્યક સૂત્રની નિર્યુક્તિ, ચૂર્ણિ અને વૃત્તિમાં તીર્થકરો સંબંધિ ઘણી જ માહિતી ઉપલબ્ધ છે. કથાનકોમાં તો ઉક્ત તીર્થકરના ચરિત્રોથી વિશેષ અન્ય કોઈ તીર્થકર વિષયક વિશેષ કથાનક જોવા મળેલ નથી. ગ્રંથોમાં ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર, ચઉuન મહાપુરુષ ચરિયું કે તીર્થંકર પરમાત્માના સ્વતંત્ર ચરિત્રોમાં જરૂર ચોવીસે તીર્થંકરની કથા મળે) જો કે પૂર્વભવના નામ, કલ્યાણક નક્ષત્ર, પરિવાર સંખ્યા આદિમાં આગમ અને કથાગ્રંથોમાં અનેક સ્થાને તફાવત જોવા મળેલ છે. અમારું ક્ષેત્ર “આગમ" હોવાથી અમે આગમને જ પ્રાધાન્ય આપેલ છે.) -૦- અહીં વર્તમાન ચોવીસીના તીર્થંકરના ક્રમમાં જ અમે કથાનક રજૂ કર્યા છે, તેમાં જે વર્ણનાત્મક કથા મળે છે તે વર્ણન રૂપે અને બોલસંગ્રહ રૂપ માહિતી પેરેગ્રાફ રૂપે રજૂ કરેલ છે. છે જે ૪ થrm grૉ ર ા, – મુનિ દીપરત્નસાગર Page #53 -------------------------------------------------------------------------- ________________ પર ૧. ભ ઋષભ કથાનક ૦ આગમ સંદર્ભ - કથાનકનો મુખ્ય સ્રોત જંબૂ. ૪૧ થી ૪૬; આવ ચૂ. ૧–પૃ. ૧૩૧ થી ૧૮૨; - તીર્થંકર સંબંધિ વિવિધ બોલ આવ.નિ. ૨૦૮ થી ૩૮૭ મધ્યે; આગમ કથાનુયોગ-૧ આવનિ. ૧૭૦ થી ૧૯૭; ૨૦૪ થી ૨૨૮ + રૃ. ૧૯૫. સમ. ૨૬૩ થી ૩૦૯ મધ્યે, આવ ચૂ.૧--પૃ. ઉપર મુજબ - ૦ ચ્યવન : જંબુદ્વીપમાં આ અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થંકર ઋષભદેવ થયા. જે પૂર્વભવમાં વ્રજનાભ નામે ચક્રવર્તી રાજા હતા. પછી વજ્રનાભ રાજાએ દીક્ષા લીધી. તીર્થંકર નામ ગોત્ર કર્મ બાંધ્યુ. મૃત્યુ પામીને સર્વાર્થસિદ્ધ વિમાને ગયા. ત્યાંથી વિનીતાનગરીમાં નાભિ કુલકરની પત્ની મરૂદેવાની કુક્ષિમાં પુત્રરૂપે ગર્ભપણે ઉત્પન્ન થયા. ૦ કલ્યાણક નક્ષત્ર :- તે કાળ અને તે સમયે કૌશલિક (કૌશલ – અયોધ્યા દેશમાં જન્મેલા) અદ્ભુત ઋષભના ચાર કલ્યાણક ઉત્તરાષાઢા નક્ષત્રમાં થયા અને પાંચમું કલ્યાણક અભિજિત્ નક્ષત્રમાં થયું. - કૌશલિક અર્હત્ ઋષભદેવના જીવનની પાંચ ઘટના ઉત્તરાષાઢા નક્ષત્રમાં અને છઠ્ઠી અભિજિતૂ નક્ષત્રમાં બની. ૧. ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચ્યવ્યા અને ચ્યવીને ગર્ભમાં આવ્યા. ૨. ઉત્તરાષાઢા નક્ષત્રમાં ઋષભદેવનો જન્મ થયો, ૩. ઉત્તરાષાઢા નક્ષત્રમાં મુંડિત થઈ, ગૃહવાસનો ત્યાગ કરી દીક્ષા લીધી. (ઉત્તરાષાઢા નક્ષત્રમાં રાજ્યાભિષેક થયો), ૪. ઉત્તરાષાઢા નક્ષત્રમાં અનંત, અનુતર, અવ્યાબાધ, નિરાવરણ, સમગ્ર, પ્રતિપૂર્ણ શ્રેષ્ઠ કેવળજ્ઞાન–કેવળદર્શન ઉત્પન્ન થયા અને ૫. અભિજિત્ નક્ષત્રમાં નિર્વાણ પામ્યા અર્થાત્ મોક્ષે ગયા. ચ્યવન કલ્યાણક :- તે કાળ અને તે સમયે કૌશલિક અર્હત્ ઋષભદેવ જે તે ગ્રીષ્મકાળનો ચોથો મહિનો, સાતમો પક્ષ એટલે કે અષાઢ માસના કૃષ્ણ પખવાડીયા (અષાઢ વદ) ચોથના દિવસે (ગુજરાતી જેઠ વદ ચોથે) સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય વગેરે પૂર્ણ કરીને આંતરા વિના ચ્યવન કરીને આ જ જંબુદ્વીપ નામક દ્વીપમાં ભરતક્ષેત્રની ઇક્ષ્વાકુ નામક ભૂમિમાં નાભિ કુલકરની મરૂદેવા નામની પત્નીની કુક્ષિમાં, મધ્યરાત્રિએ દેવસંબંધિ આહારનો, દેવના ભવનો, દિવ્ય શરીરનો ત્યાગ કરીને, ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ગર્ભરૂપે ઉત્પન્ન થયા. ૦ ઋષભદેવના પૂર્વભવ ઃ- આ ઋષભ કોણ હતા ? ભગવંત શ્રી ઋષભદેવના જીવને સર્વપ્રથમ ધન્ય સાર્થવાહના ભવમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું તે વખતે તેઓ મિથ્યાત્વથી મુક્ત થયા. તેરમે ભવે તે આ ભરતક્ષેત્રની વર્તમાન અવસર્પિણીના ચોવીસ તીર્થંકરોમાં પ્રથમ તીર્થંકર થયા. (૧) ધન્ય સાર્થવાહ :- ભગવંત ઋષભદેવનો જીવ તે કાળે અને તે સમયે અવરવિદેહમાં ધન્ય નામનો સાર્થવાહ હતો. તેની પાસે વિપુલ સંપત્તિ હતી. તે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરીથી વસંતપુર વ્યાપાર અર્થે જવાનો હતો. તેણે એવી ઉદઘોષણા Page #54 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભઋષભકથા ૫૩ કરાવી કે જેને મારી સાથે વેપાર કરવા આવવું હોય તે ચાલે, તેના ખાવા-પીવાની, વસ્ત્રપાત્રની દવા વગેરેની બધાં જ પ્રકારની સગવડો હું આપીશ. ઘણાં બધાં લોકો તેની સાથે જવા રવાના થયા. ' ધર્મઘોષ આચાર્યને શિષ્યો સહિત વસંતપુર પધારવાનું હતું. વિકટ સંકટમય રસ્તો હોવાથી સાર્થ વિના જવું મુશ્કેલ હતું. ઉનાળાનો કાળ હતો. તેઓએ પણ શ્રેષ્ઠી સાથે જવા ભાવના વ્યક્ત કરી. શ્રેષ્ઠીએ પણ પોતાના ભાગ્યની પ્રશંસા કરતા તેઓને અનુમતિ આપી. સાધુ ભગવંતો તેમની સાથે ચાલ્યા. માર્ગમાં જંગલ આવ્યું. વર્ષાઋતુ શરૂ થઈ. સાર્થવાહે પણ અતિ દુર્ગમ પંથ જાણી ત્યાંજ પડાવ નાંખ્યો. આખું ચોમાસુ ત્યાંજ પસાર કરવા વિચાર્યું. આખો સાથે પણ ત્યાં રોકાઈ ગયો. સાર્થની ખાદ્યસામગ્રી સમાપ્ત થઈ ગઈ. ભૂખની પીડાથી સાર્થના લોકો કંદમૂળ આદિનું ભોજન કરવા લાગ્યા. ત્યારે સાધુઓ આહારના અભાવે દુઃખી થવા લાગ્યા. કદાચ કંઈ યથાયોગ્ય મળી રહે તો તેઓ ગ્રહણ કરતા હતા. એ રીતે સમય વીતવા લાગ્યો, ચોમાસાનો થોડો કાળ બાકી રહ્યો. ત્યારે ધન્ય સાર્થવાહને વિચાર આવ્યો કે આ સાર્થમાં કોણ દુઃખી છે ? ત્યારે તેને યાદ આવ્યું કે મારા સાર્થમાં સાધુ ભગવંતો છે તેને કંદમૂળ ખપતા નથી. તે તપસ્વીઓ ઘણાં દુઃખી છે. કાલે સવારે જઈને તેમને વિનંતી કરીશ કે અમારું આમાંથી કંઈ લઈ શકો તો આપ આહાર ગ્રહણ કરો. આચાર્ય મહારાજે તે સાર્થવાહને કપ્ય-અકથ્ય આહારની સમજણ આપી કહ્યું કે, અમારા નિમિત્તે કંઈ કરવુંકરાવવું અમને ન કલ્પે. જો કોઈ ર્નિગ્ધ પદાર્થ કે કંઈ તૈયાર વસ્તુ હોય તો અમે ગ્રહણ કરી શકીએ. ધન્ય સાર્થવાહે ત્યારે વિપુલ પ્રમાણમાં અને નિર્દોષ એવું ઘી નું દાન કર્યું. શુદ્ધ ભાવનાના ફળ રૂપે તેને ત્યાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. આ હતો ઋષભદેવનો (સમ્યકત્વ પ્રાપ્તિથી) પહેલો ભવ. (૨) યુગલિક મનુષ્ય :- ધન્ય સાર્થવાહનો જીવ આયુષ્ય પૂર્ણ કરીને દાનના પ્રભાવે ઉત્તર કુરુક્ષેત્રમાં યુગલિક–મનુષ્ય થયો. (૩) સૌઘર્મદેવલોક :- (ઋષભદેવનો જીવ) દેવકુરુમાં યુગલિક મનુષ્યનું આયુ પૂર્ણ કરીને સૌધર્મ કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયો. (૪) મહાબલ :- ત્યાંથી ચ્યવીને (ઋષભદેવનો જીવ) આ જ જંબૂદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહની ગંધિલાવતી વિજયમાં વૈતાઢય પર્વત ગાંધાર જનપદમાં ગંધસમૃદ્ધ વિદ્યાધર નગરમાં અતિબલ રાજાના દોહિત્ર શતબલરાજાનો પુત્ર મહાબલ થયો. તે રાજા બન્યો. મહાબલ રાજા પોતાના મહેલમાં નાટક-પ્રેક્ષણ આદિમાં વિશેષ રત રહેતો હતો. તે વખતે તેના પરમમિત્ર અને શ્રાવક એવા સુબુદ્ધિ અમાત્યએ રાજાને ધર્મ સમજાવ્યો. (રાજાએ દીક્ષા ગ્રહણ કરી) શેષ આયુ બાકી રહ્યું ત્યારે બાવીસ દિવસનું ભક્ત પ્રત્યાખ્યાન કરી સમાધિ મૃત્યુ પામી, આયુ પૂર્ણ કર્યું. (૫) લલિતાંગ દેવ :- (ઋષભદેવનો જીવ) ત્યાંથી ઇશાન કલ્પમાં શ્રીપ્રભ વિમાનમાં લલિતાંગ દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં સ્વયંપ્રભા દેવીમાં અત્યંત આસક્ત બન્યો. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આગમ કથાનુયોગ-૧ સ્વયંપ્રભા દેવીનું ચ્યવન થવાથી લલિતાંગદેવ તેના વિરહમાં આકુળ-વ્યાકુળ બની ગયો. ત્યારે મહાબલના ભવનો તેનો સુબુદ્ધિ અમાત્યનો જીવ જે તે જ કલ્પમાં દેવ થયો હતો તેણે આવીને તેમને સાંત્વના આપી. સ્વયંપ્રભા દેવી ત્યાંથી ચ્યવીને જે નિર્નામિકા નામની બાલિકા રૂપે જન્મેલી તે કેવલીના ઉપદેશથી શ્રાવિકા બની. ત્યાં મનુષ્યનું આયુ પૂર્ણ કરી ફરી તે જ દેવલોકમાં સ્વયંપ્રભા દેવી બની. તે લલિતાંગ દેવ ફરી તેનામાં આસક્ત થઈ ગયો. અંતે નમસ્કાર મહામંત્રના જાપ સાથે દેવભવનું આયુ પૂર્ણ કર્યું. (૬) વજજંઘ :- (ઋષભદેવનો જીવ છઠા ભવમાં) જંબુદ્વીપની પુષ્કલાવતી વિજયમાં લોહાર્ગલ નગરના સ્વામી સ્વર્ણગંધ સમ્રાટની પત્ની લક્ષ્મીદેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. તેનું વજજંઘ નામ પડાયું. તે રાજા બન્યો. સ્વયંપ્રભાદેવી પણ દેવભવનું આયુ પૂર્ણ કરી પુંડરીગિણી નગરીમાં વજસેન રાજાની શ્રીમતી નામે પુત્રી થઈ. શ્રીમતી એક વખત મહેલની છત ઉપર ઊભી હતી. તે સમયે પાસેના ઉદ્યાનમાં મુનિને કેવળજ્ઞાન થયું. તેના મહોત્સવ નિમિત્તે દેવગણ આકાશ માર્ગે જઈ રહેલ હતો.તે જોઈને શ્રીમતીને પૂર્વભવની સ્મૃતિ થઈ. આ સ્મૃતિ એક ચિત્રપટ પર અંકિત કરી. તેની પરિચારિકાને રાજમાર્ગ ઉપર મોકલી. વજસેન રાજાનો મહોત્સવ મનાવવા આવતા-જતા અનેક રાજકુમારો તેને જોતા હતા. વજજંઘ રાજકુમારે જેવું આ ચિત્ર જોયું કે તેને પૂર્વભવની સ્મૃતિ થઈ. શ્રીમતીના કહેવાથી વજસેન રાજાએ વજજેઘ સાથે શ્રીમતીનો વિવાહ કરાવ્યો. વજસેન રાજાએ સંયમ ગ્રહણ કર્યો. એક વખત લડાઈ જીતીને પાછા ફરતા હતા ત્યારે તેને જાણ થઈ કે આ અરણ્યમાં બે મુનિઓને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું છે, તેમના દિવ્ય પ્રભાવથી દષ્ટિવિષ સર્પ નિર્વિષ થઈ ગયો. તેથી વજજંઘ મુનિ દર્શનાર્થે ગયા. ઉપદેશ સાંભળી વૈરાગ્યે થયો. દીક્ષા ગ્રહણ કરવાની ભાવના સાથે પોતાની રાજધાનીમાં પહોંચ્યા. તેના પુત્રને થયું કે પિતાજી મને રાજ્ય આપશે નહીં તેથી રાજ્યલોભમાં વજજંઘના મહેલમાં ઝેરી ધુમાડો ફેલાવ્યો. જેની ગંધથી વજજંઘરાજા અને શ્રીમતી રાણી બંને મૃત્યુ પામ્યા. (૭) યુગલિક :- (ઋષભદેવનો જીવ) સાતમે ભવે ઉત્તરકુરમાં યુગલ બન્યો અને શ્રીમતિ તેની યુગલિની બની. (૮) સૌધર્મકલ્પ :- યુગલિકનું આયુ પૂર્ણ કરી તે સૌધર્મકલ્પ દેવ થયા. (૯) વૈદ્યપુત્ર :- દેવાયુ પૂર્ણ કરીને (ઋષભદેવનો જીવ) વૈદ્ય પુત્ર થયો. (તેનું નામ જીવાનંદ હતું.) તે વખતે ત્યાં પાંચ અન્ય જીવો પણ ઉત્પન્ન થયા. (૧) રાજપુત્ર–મહીધર, (૨) મંત્રીપુત્રસુબુદ્ધિ, (૩) સાર્થવાહપુત્ર-પૂર્ણચંદ્ર, (૪) શ્રેષ્ઠીપુત્રગુણાકર, (૫) ઈશ્વરદત્ત પુત્ર કેશવ (જે શ્રીમતીનો જીવ હતો.) આ છ એ મિત્રોને પરસ્પર અતીવ ખેહ હતો. (Hવશ્ય વૃoિf અને વૃત્તિમાં ચારનો ઉલ્લેખ છે. ઈશ્વરદત્ત પુત્રનો ઉલ્લેખ નથી) જીવાનંદ વૈદ્ય વૈદ્યક શાસ્ત્રમાં નિષ્ણાત હતા. એક વખત કૃમિકુષ્ઠની ભયંકર વ્યાધિથી પીડાતા મુનિને જોયા. જીવાનંદ વૈદ્યને તેની ચિકિત્સા તો આવડતી હતી પણ તેની પાસે ફક્ત લક્ષપાક તેલ હતું. ચિકિત્સા માટે રત્નકંબલ અને ગોશીષચંદનની Page #56 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભઋષભકથા ૫૫ આવશ્યકતા હતી. બધાંએ ભેગા થઈ ત્રણે વસ્તુ એકઠી કરી, વેચનાર વણિકે તેનું મૂલ્ય ન લીધું. તે બધાં પહોંચ્યા મુનિની સમીપે. | મુનિની અનુજ્ઞા લીધા વગર જ (બીજા મતે અનુજ્ઞા માંગીને) ચિકિત્સા શરૂ કરી. તેલના મર્દનથી કૃમિઓ બહાર નીકળવા લાગી. રત્નકંબલમાં બધી કૃમિ એકઠી કરી લઈને ગોચર્મમાં મૂકી દીધી જેથી કૃમિ પણ ન મરે. બીજી વખતના મર્દનથી માંસમાં રહેલી કૃમિ નીકળી ગઈ. ત્રીજી વખતના મર્દનથી અસ્થિમાં વ્યાપેલી કૃમિઓ નીકળી ગઈ. કૃમિ રહિત શરીર પર ગોશીષ ચંદનનો લેપ કર્યો. મુનિ પૂર્ણતયા સ્વસ્થ અને નિરોગી બન્યા. છએ મિત્રોએ પછી દીક્ષા લીધી, તપ-સાધના કરી. (૧૦) અચુત કલ્પે :- (ઋષભદેવનો જીવ તથા રાજા, શ્રેષ્ઠી, અમાત્ય અને સાર્થવાહ એ ચારેના પુત્રો) બધાં જ મનુષ્યભવ પૂર્ણ કરી બારમા અધ્યેત કલ્પે દેવપણે ઉત્પન્ન થયા. (કેસ પણ દેવપણે ઉત્પન્ન થયો) (૧૧) વજનાભ :-- અય્યતકલ્પથી ચ્યવી આ જ જંબૂદ્વીપમાં પૂર્વવિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં મનુષ્યરૂપે જન્મ્યા. (ઋષભદેવનો જીવ કે જ) વૈદ્યપુત્ર હતો તે વજસેન રાજાની ધારિણી રાણીની કુક્ષિમાં પુત્ર રૂપે ઉત્પન્ન થયો. તે વૈદ્યપુત્ર આ ભવમાં ચક્રવર્તી થયો. તેનું નામ વજનાભ પાડ્યું. અન્ય ચાર (રાજપુત્ર–મહીધર, અમાત્યપુત્ર–સુબુદ્ધિ, સાર્થવાહપુત્ર-પૂર્ણચંદ્ર, શ્રેષ્ઠી પુત્ર–ગુણાકર) અનુક્રમે તે વજનાભના ભાઈઓ રૂપે જમ્યા જેમના નામ બાહુ, સુબા, પીઠ અને મહાપીઠ હતા. (છઠો તેમનો સારથી થયો કે જે પૂર્વ કેશવનો જીવ હતો) વજનાભને રાજ્ય આપીને વજન રાજાએ દીક્ષા ગ્રહણ કરી, તેઓ તીર્થકર થયા. વજનાભ ચક્રવર્તી થયા. વજનાભ આદિ સર્વે પાંચ પ્રકારના કામભોગોને ભોગવતા જીવન જીવવા લાગ્યા. જે દિવસે વજસેન પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તે જ દિવસે વજનાભને ચક્રરત્ન ઉત્પન્ન થયેલું. કેમકે વૈદ્યપુત્રના ભવમાં સાધુની વિશુદ્ધ વૈયાવચ્ચથી તેણે ચક્રવર્તીનું ભોગકર્મ બાંધેલ હતું. બાકીના ચાર માંડલિક રાજા થયા. વજનાભ ચક્રવર્તીએ ચોર્યાશી લાખ પૂર્વ સર્વાયુ પાળ્યું. તેમાં ત્રીશ લાખ પૂર્વ કુમાર અવસ્થામાં, સોળ લાખ પૂર્વ માંડલિક રાજા રૂપે, ચોવીસ લાખ પૂર્વ ચક્રવર્તીપણે અને ચૌદ લાખ પૂર્વ સાધુપણામાં વ્યતીત કર્યા. જ્યારે તીર્થંકર પરમાત્માનું સમવસરણ થયું ત્યારે તે પિતા તીર્થંકર પાસે ચારે ભાઈઓ સહિત દીક્ષા લીધી. તેમાં વજનાભ ચૌદ પૂર્વે ભણ્યા, બાકીના અગિયાર અંગો ભણ્યા. તે સાધુ ભગવંતોમાં બાહુમુનિ સાધુઓની વૈયાવચ્ચ કરતા હતા, સુબાહુમુનિ પરિશ્રાંત મુનિઓને વિશ્રામણા આપતા હતા. તે બંને મુનિની સેવાભક્તિ જોઈને વજનાભ ભગવદ્ ઘણાં જ પ્રસન્ન થયા. તેઓએ કહ્યું કે ખરેખર આ બંને મુનિને ધન્ય છે જે આવી ભક્તિ અને વૈયાવચ્ચ કરી રહ્યા છે. આ પ્રશંસા સાંભળીને પીઠ અને મહાપીઠને અપ્રીતિ થતી. અમે બંને સ્વાધ્યાયાદિમાં રત રહીએ છીએ તો અમારી પ્રશંસા થતી નથી પણ આ ભક્તિ વૈયાવચ્ચ કરનારાની પ્રશંસા થાય છે. ખરેખર લોકવ્યવહાર જ સત્ય હોય તેવું જણાય છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૬ આગમ કથાનુયોગ-૧ વજનાભ મુનિને વિશુદ્ધ પરિણામથી તીર્થંકર નામકર્મનો બંધ થયો. તેમણે વીશ સ્થાનકની આરાધના પણ કરેલી (પીઠ અને મહાપીઠે ઇર્ષ્યા અને માયા વડે સ્ત્રીવેદનો બંધ કર્યો. બાહને સાધુની ભક્તિથી ચક્રવર્તીનું ભોગકર્મ બંધાયું અને સુબાહુને સાધુની વિશ્રામણાથી અત્યંત બાહુબળ ઉત્પન્ન થયું. –૦- વિશ સ્થાનક કયા કયા? અરિહંત – અશોકવૃક્ષ આદિ આઠ મહાપ્રાતિહાર્યાદિ રૂપ પૂજાને યોગ્ય તે અરિહંત. સિદ્ધ – સઘળા કર્મોથી રહિત થયેલા, પરમ સુખી અને જેના સર્વ કાર્યો સંપન્ન થઈ ગયા છે તેવા કૃતકૃત્ય તે સિદ્ધ. 3. પ્રવચન :- શ્રુતજ્ઞાનના ઉપયોગવાળા અથવા સંઘ તે પ્રવચન. ગુરુ :- શાસ્ત્રાર્થને ગુંથનાર અર્થાત્ ધર્મોપદેશાદિને દેનારા તે ગુરુ (આ પદને આચાર્ય પણ કહે છે.) સ્થવિર :- સ્થવિર ત્રણ પ્રકારે કહ્યા. જાતિથી, શ્રતથી અને પર્યાયથી. જાતિ એટલે કે વયથી સાઈઠ વર્ષના હોય તે, જાતિ વિર. સમવાયાંગને ધારણ કરનાર તે શ્રુત સ્થવિર. વીસ વર્ષના દીક્ષા પર્યાયવાળા તે પર્યાય સ્થવિર. બહુશ્રુત :- જેને ઘણું શ્રુતજ્ઞાન છે તે. અપેક્ષાએ બીજા કરતા વધુ શ્રુતજ્ઞાનવાળા, એમ સમજવું. જો કે સૂત્રધર કરતા અર્થધરનું મહત્ત્વ વધારે છે. તેના કરતા પણ સૂત્ર અને અર્થ ઉભયને ધારણ કરનારાની પ્રધાનતા છે. ૭. તપસ્વી – અનશન આદિ લક્ષણવાળા (બારે પ્રકારના) વિવિધ તપને આદરતા એવા અથવા સામાન્ય સાધુ. આ અરિહંત, સિદ્ધ, પ્રવચન, ગુરુ, સ્થવિર, બહુશ્રુત અને તપસ્વી એ સાતે પ્રત્યે વત્સલભાવ હોવો તે. અરિહંતાદિ સાતે પરત્વે હદયનો અનુરાગભાવ, તેમના ગુણોની સ્તુતિ અને પ્રશંસા, યથાનુરૂપ ભક્તિ અને અતિ બહુમાન આદિ અર્થાત્ અરિહંત વત્સલતા, સિદ્ધ વત્સલતા આદિ પદો સમજવા કે જે તીર્થકર નામ કર્મ બંધાવે છે. ૮. અભીષ્મજ્ઞાનોપયોગ – અનવરત કે નિરંતરપણે જ્ઞાનનો ઉપયોગ હોવો તે અથવા અનુપ્રેક્ષાદિમાં નિઃશંકિતતા આદિ હોવા તે. ૯. દર્શન :- સમ્યકત્વ (જીવાદિ તત્ત્વોની અતુટ શ્રદ્ધા) તેની વિશુદ્ધિ રાખવી. ૧૦. વિનય – જ્ઞાન આદિ ભેદ ઓળખાવાય છે તે. તેમાં સંપન્ન રહેવું તે. આવશ્યક :- સંયમ આદિ ક્રિયા ને નિરતિચારપણે અવશ્ય કરવી તે. ૧૨. શીલવત :– શીલ અર્થાત્ અઢાર હજાર શીલાંગરથરૂપ ઉત્તરગુણ અને વ્રત અર્થાત્ મૂળગુણ. આ મૂળગુણ અને ઉત્તરગુણોનું નિરતિચારપણે પાલન કરવું તે. ૧૩. ક્ષણલવ :- કાળને આશ્રિને આ એક માપ છે. ક્ષણલવમાં સંવેગભાવના ૧૧. Page #58 -------------------------------------------------------------------------- ________________ ભઋષભકથા ૫૭ અને ધ્યાનનું સેવન કરવું. સતત સંવેગભાવ અને ધ્યાનાસેવન કરવું તે. ૧૪. તપ :- યથાશક્તિ બારે પ્રકારનો તપ કરવો, તપમાં સતત રતિ હોવી તે. ૧૫. ત્યાગ :- વિધિપૂર્વક છોડવું તે. (કાંતપ્રિય એવા ભોગ પ્રાપ્ત થાય ત્યારે તેના તરફથી મુખ ફેરવી લેવું તે). ત્યાગમાં અતિ પ્રીતિ હોવી તે. દ્રવ્યથી આહાર-ઉપધિન્શય્યા આદિનો અને ભાવથી ક્રોધ આદિનો ત્યાગ કરવો. ૧૬. વૈયાવચ્ચ :- વૈયાવચ્ચ, સેવાભક્તિમાં અતિ પ્રીતિ હોવી તે. આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુળ, ગણ અને સંઘ આ દશેની પ્રત્યેકની અન્ન, પાન, આસન આદિ વડે ભક્તિ કરવી તે. ૧૭. સમાધિ :- ગુરૂ ભગવંતો આદિનું કાર્ય કરવા દ્વારા તેમને સ્વસ્થતા અને સમાધિ પહોંચાડવી તે. ૧૮. અપૂર્વ જ્ઞાનગ્રહણ :-- અપૂર્વ ઉત્સાહપૂર્વક જ્ઞાનાભ્યાસ કરવો તે. ૧૯. શ્રુતભક્તિ – કૃતનું બહુમાન હોવું તે. ૨૦. પ્રવચન પ્રભાવના :- યથાશક્તિ માર્ગની દેશના આપવી. પ્રવચનના વિવિધ અર્થોને પ્રકાશવા તે. | (ઉક્ત વીશ સ્થાનક વ્યાખ્યા અમે આવશ્યક નિર્યુક્તિ તથા નાયાધમ્મકા–અભયદેવસૂરિ કૃત વૃત્તિ આધારે લીધી છે.) આ વીશ સ્થાનો (કે તેમાંનું કોઈ પણ સ્થાન) આરાધવાથી તીર્થકર નામકર્મનો બંધ થઈ શકે છે. વજનાભ મુનિએ આ વીશે સ્થાનકોની આરાધના કરેલી હતી. વજનાભ આદિ પાંચે પોત-પોતાનું આયુષ્ય પૂર્ણ કરી કાળ કર્યો. ૧૨. સર્વાર્થસિદ્ધ :- (બારમે ભવે શ્રી ઋષભદેવનો જીવ) વજનાભ તથા બાહુ, સુબાહુ, પીઠ, મહાપીઠ એ પાંચે સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીશ સાગરોપમની સ્થિતિ (આયુષ્ય)વાળા દેવરૂપે ઉત્પન્ન થયા. ૧૩. ઋષભદેવ :- સર્વાર્થસિદ્ધ વિમાનેથી સર્વ પ્રથમ ઋષભદેવનો જીવ દેવાયું પૂર્ણ કરીને ત્યાંથી ઍવ્યો. આ અવસર્પિણીનો સુષમસુષમા અને સુષમા આરો પૂર્ણ થયો હતો. ત્રીજો સુષમદુષમા આરો, તે પણ ઘણો ખરો પૂરો થયો હતો. તે પૂરો થવામાં ચોર્યાશી લાખ પૂર્વ અને નેવ્યાસી પક્ષ બાકી રહ્યા હતા. ત્યારે અષાઢ વદ ચોથના (ગુજરાતી જેઠ વદ–૪) દિવસે, ચંદ્રના ઉત્તરાષાઢા નક્ષત્રના યોગમાં મધ્યરાત્રિએ નાભિ કુલકરની મરૂદેવા પત્નીની કૃષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયા. કાળક્રમે બહુ મુનિનો જીવ વૈયાવચ્ચના પ્રભાવે ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી રૂપે જમ્યો. સુબાહુમુનિ વિશ્રામણાના પ્રભાવથી વિશિષ્ટ બાહુબળથી યુક્ત એવા બાહુબલી નામે ઋષભદેવના પુત્ર થયા. પીઠ–મહાપીઠે માયાદોષથી બાંધેલ સ્ત્રીવેદને લીધે ઋષભદેવના પુત્રી બ્રાહ્મી અને સુંદરી થયા. (સારથીનો જીવ ઋષભદેવના પૌત્ર શ્રેયાંસકુમાર નામે ઉત્પન્ન થયો.) ભગવંત ઋષભદેવ જ્યારે મરૂદેવા માતાની કૃષિમાં ગર્ભપણે અવતર્યા ત્યારે તે મતિ-મૃત-અવધિ ત્રણ જ્ઞાનોથી યુક્ત હતા. તેમનું દેવવિમાનથી ચ્યવન થવાનું હતું ત્યારે Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આગમ કથાનુયોગ-૧ હું ચ્યવીશ એ પ્રમાણે જાણતા હતા, હું ચ્યવ્યો એ પ્રમાણે પણ જાણ્યું, પરંતુ જ્યારે આંતરા વિના તેનું ચ્યવન થયું ત્યારે એક જ સમયમાં ચ્યવન થવાનો કાળ અતિ સૂક્ષ્મ હોવાથી હું ઍવું છું એ પ્રમાણે તેઓ જાણતા ન હતા. જે રાત્રિએ ઋષભદેવ પ્રભુનો જીવ મરૂદેવા માતાની કુક્ષિમાં આવ્યો ત્યારે મરૂદેવા માતા ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા. તે ચૌદ સ્વપ્નો આ પ્રમાણે હતા :- ૧. હાથી, ૨. વૃષભ, ૩. સિંહ, ૪. લક્ષ્મીદેવી, ૫. ફૂલની માળા, ૬. ચંદ્ર, ૭. સૂર્ય, ૮. ધ્વજા, ૯. પૂર્ણ કળશ, ૧૦. પદ્મ સરોવર, ૧૧. સમુદ્ર, ૧૨. દેવવિમાન, ૧૩. રત્નનો ઢગલો અને ૧૪. નિધૂમ અગ્રિ. (સ્વખ વર્ણને ભ, મહાવીર ચરિત્રમાં જોવું) (આ ચૌદ સ્વપ્ન સર્વસાધારણ જિનમાતાને આશ્રિને છે. મરૂદેવામાતાએ પહેલા સ્વપ્ન વૃષભ જોયો હતો. જુઓ સાવ નિર્યાવર-૧૮૪ની વૃત્તિ તથા ચૂર્ણિ) આ સ્વપ્નનો સર્વ વૃત્તાંત મરૂદેવા માતાએ નાભિ કુલકરને કહ્યો. તે કાળે સ્વપ્નના ફળ બતાવનાર સ્વપ્ન લક્ષણ પાઠકો ન હતા. નાભિકુલકરે પોતે જ તે સ્વપ્નના ફળને જણાવતાં કહ્યું કે તારો આ પુત્ર મહાન્ કુલકર થશે. તે સમયે શક્ર ઇન્દ્રનું આસન ચલિત થયું. તે શીધ્ર આવ્યા અને મરૂદેવા માતાને કહ્યું કે, હે દેવાનુપ્રિયા ! તમારો પુત્ર સકલભુવનમાં મંગલરૂપ એવો પ્રથમ રાજા અને પ્રથમ ધર્મચક્રવર્તી થશે. કેટલાંક આચાર્યો કહે છે કે બત્રીશે ઇન્દ્રોએ આવીને સ્વપ્નોનું ફળ વર્ણવેલું હતું. મરૂદેવા માતા તે સાંભળીને પ્રસન્ન તથા સંતુષ્ટ થઈને ગર્ભનું વહન કરવા લાગ્યા. જન્મ કલ્યાણક – તે કાળે અને તે સમયે ગ્રીષ્મઋતુનો પ્રથમ માસ અને પ્રથમ પક્ષ અર્થાત્ ચૈત્રમાસનો કૃષ્ણ પક્ષ આવ્યો ત્યારે ચૈત્રવેદી (ગુજરાતી ફાગણ વદી) આઠમના દિવસે મરૂદેવા માતાને ગર્ભવહનના નવ માસ અને સાડાસાત રાત્રિ વ્યતીત થયા ત્યારે–મધ્ય રાત્રિના સમયે ઉત્તરાષાઢા નક્ષત્રનો ચંદ્રમામાં યોગ થયો ત્યારે આરોગ્યવાનું માતાએ આરોગ્યવાનું એવા પુત્ર કૌશલિક અહંતુ ઋષભને જન્મ આપ્યો. તીર્થકરનો જન્મ થાય ત્યારે સર્વલોકમાં ઉદ્યોત થાય છે. તીર્થંકરની માતા પ્રચ્છન્નગર્ભા હોય છે. તીર્થકર જન્મે ત્યારે જરાઆવરણપs, લોહી, કલિમલ આદિ હોતા નથી. (મરૂદેવા માતાને પણ આમાંનું કંઈ ન હતું.) કે જન્મ મહોત્સવ – જંબૂઢીપપ્રજ્ઞતિ વક્ષસ્કાર-પાંચ મુજબ આ વર્ણન અહીં વિસ્તારથી છે. ભ મહાવીરના કથાનકમાં આજ વર્ણન કલ્પસૂત્રની વૃત્તિ અનુસાર સંક્ષેપથી આપેલું છે. -૦- અધોલોકવાસી દિકુકમારીઓનું આગમન : તીર્થકર ઋષભનો જન્મ થયો ત્યારે અધોલોક નિવાસી આઠ દિકકુમારી પોતાના ફૂટ ઉપર પોત-પોતાના ભવનમાં પોત-પોતાના પ્રાસાદવતંત્રોમાં પ્રત્યેક ચાર હજાર સામાનિક દેવો, ચાર સપરિવાર મહત્તરિકાઓ, સાત સેનાઓ, સાત સેનાધિપતિયો, સોળ હજાર આત્મરક્ષક દેવો તથા બીજા અનેક ભવનપતિ અને વાણવ્યંતર દેવ-દેવીથી ઘેરાયેલી સુમધુર નાટ્ય ગીત-વાદ્ય આદિના કર્ણપ્રિય ધ્વનિ વડે ચાવ––ભોગોપભોગમાં રત હતી. અધોલોકવાસી આ આઠ દિકકુમારીકાઓ નામ :- ૧. ભોગંકરા, ૨. ભોગવતી, 3. સુભોગા, ૪. ભોગમાલિની. ૫. તોયધારા. ૬. વિચિત્રા. ૭. પપમાલા અને Page #60 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર-ભઋષભકથા ૮. અનિંદિતા હતા. (સ્થાનાંગ સૂત્રમાં છેલ્લી ચારના નામ સુવત્સા, વત્સમિત્રા, વારિયેણા અને બલાહકા જણાવેલા છે.) (આવશ્યક નિયુક્તિ ૧૮૭ વૃત્તિ તથા કલ્પસૂત્ર વૃત્તિમાં સુવત્સા, વત્સમિત્રા પુષ્પમાલા અને અનિંદિતા છે) તે સમયે અધોલોકવાસિની તે આઠે દિક્કુમારિકાઓના આસન ચલાયમાન થયા. પોત-પોતાના આસન ચલાયમાન થયેલા જોઈને તેણે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી જોયું તો અવધિજ્ઞાન વડે તીર્થંકરને જોયા. તે જોઈને પરસ્પર એક-બીજી દિકુમારીને બોલાવીને કહ્યું કે જંબુદ્વીપ નામના દ્વીપમાં તીર્થંકર ભગવાન્ ઉત્પન્ન થયા છે. ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાલિન દિકુમારીઓનો એવો આચાર છે કે તેઓ તીર્થંકર ભગવાનો જન્મમહોત્સવ કરે. તો ચાલો, આપણે પણ ભગવાનો જન્મ મહોત્સવ કરીએ. - આટલું કહીને પ્રત્યેક દિકુમારીએ પોત-પોતાના આભિયોગિક દેવોને બોલાવીને કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! તમે શીઘ્ર એક દેવવિમાન તૈયાર કરો. જે વિમાનમાં સેંકડો સ્તંભ હોય, તેના પર ક્રીડા કરતી એવી અનેક પુતળીઓ હોય વગેરે – યાવત્ – જે એક યોજન વિસ્તારવાળું હોય એવા દિવ્યવિમાનની વિકુર્વણા કરી, અમારી આજ્ઞા પ્રમાણે કાર્ય થયાનું અમને જણાવો, ત્યારે તે આભિયોગિક દેવોએ સેંકડો સ્તંભોથી રચાયેલ એવું પૂર્વે કહ્યા મુજબનું વિમાન તૈયાર કર્યું. - - ત્યારે તે અધોલોકવાસિની આઠે દિક્કુમારિકાઓ હર્ષિત અને સંતુષ્ટ થઈ, આનંદિત ચિત્તવાળી થયેલી તે – યાવતુ – પાદપીઠિકાથી ઉપર ચઢીને, તે દરેક પોતપોતાના ચાર હજાર સામાનિક દેવો, ચાર મહત્તરિકાઓ – યાવત્ – બીજા અનેક દેવદેવીઓ સહિત તે વિમાનમાં બેઠી. સર્વઋદ્ધિ, સર્વદ્યુતિ સહિત ઢોલ-મૃદંગ આદિ વાદ્યોને વગાડતી, ગીતો ગાતી પોતાની ઉત્કૃષ્ટ ગતિયાવત્ દેવગતિ વડે જ્યાં તીર્થંકર ભગવંતની જન્મ નગરી હતી, તેમાં જ્યાં તીર્થંકરનું જન્મ ભવન હતું ત્યાં આવી. ત્યાં આવીને તીર્થંકર ભગવાનના જન્મભવનની ચારે તરફ તે દિવ્ય વિમાન સહિત ત્રણ વખત જમણેથી ડાબી બાજુ પ્રદક્ષિણા કરીને ઇશાન ખૂણામાં પૃથ્વીથી ચાર આંગળ ઊંચે દિવ્ય વિમાનને ઊભું રાખે છે. ત્યાર પછી પોતાના ચાર હજાર સામાનિક દેવ આદિ સર્વ પરિવારથી ઘેરાયેલી એવી તે દિવ્ય વિમાનથી નીચે ઉતરે છે. સર્વઋદ્ધિ સહિત યાવત્ – દુંદુભિના નાદ સહિત જ્યાં તીર્થંકર ભગવાન્ અને તીર્થંકરની માતા છે ત્યાં આવીને તેઓને ત્રણ પ્રદક્ષિણા આપે છે. પછી તે પ્રત્યેક પોત-પોતાના હાથની અંજલિ કરીને મસ્તકે લગાડી નમસ્કાર કરી આ પ્રમાણે કહેવા લાગી— હે રત્નકુક્ષિધારિણી ! જગતને પ્રદીપ દેનારી ! તમને નમસ્કાર થાઓ, સમસ્ત જગને મંગલરૂપ, મુક્તિ-અભિલાષીઓને નેત્ર સમાન, સમસ્ત જગતના જીવોના વત્સલ, હિતકારી, માર્ગદશક, વાગ્ઋદ્ધિવિભુ, પ્રભુ, જિન, જ્ઞાની, નાયક, બુદ્ધ, બોધક, ત્રણ જગના નાથ, સમસ્ત વિશ્વ માટે મંગલરૂપ, નિર્મલ, ઉત્તમકુળમાં ઉત્પન્ન, જાતિથી ક્ષત્રિય અને લોકોત્તમ પુત્રની માતા–તમે ધન્ય છો. પુણ્યશાલિની છો, કૃતાર્થ છો. હે દેવાનુપ્રિયે ! અમે અધોલોકવાસિની આઠ પ્રધાનદિકુમારીઓ તીર્થંકર ભગવંતનો જન્મ મહોત્સવ કરીશું. તેથી આપ ભયભીત ન થશો. એવું કહીને તેઓ ઇશાન ખૂણામાં ૫૯ Page #61 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ ગઈ. ત્યાં જઈ વૈક્રિય સમુદુઘાત કર્યો. સમુદઘાત કરીને સંખ્યાત યોજન લાંબો દંડ બનાવ્યો. તે દંડ રત્નોનો હતો – યાવત્ – સંવર્તક વાયુની વિદુર્વણા કરી. તે વાયુ કલ્યાણકર, મૃદુ, નીચે તરફ વહેનારો, ભૂમિતળને નિર્મળ કરનારો, મનોહર, સર્વ ઋતુઓના ફૂલોની સુગંધથી યુક્ત, ઘનીભૂત ગંધ વડે સર્વત્ર સુગંધ ફેલાવનારો અને તિર્થો વહેતો તીર્થકર ભગવંતના જન્મ ભવનની ચારે તરફ યોજન પર્યન્ત સફાઈ કરવાવાળો હતો. જે રીતે કોઈ સેવકપુત્ર હોય – યાવત્ – તે જ રીતે તે વાયુએ ત્યાં જે તૃણ, પાંદડા, ડાળી, કચરો, અશુદ્ધિ, અપવિત્ર સડેલા એવા પદાર્થ હતા તે બધું જ ઉડાવીને એકાંત સ્થળે ફેંકી દીધું. ત્યાર પછી તે દિકુકમારીઓ જ્યાં તીર્થકર ભગવંત અને તેની માતા હતા ત્યાં આવ્યા. આવીને તીર્થકર ભગવંત કરતા બહુ દૂર નહીં અને બહુ નજીક નહીં એવા યોગ્ય સ્થળે ગીત ગાતી એવી ત્યાં ઊભી રહી. -૦- ઉર્ધ્વલોકવાસી દિકકુમારીઓનું આગમન :- તે કાળે અને તે સમયે ઉર્ધ્વલોકમાં રહેનારી આઠ પ્રધાન દિકકુમારીઓ પોતપોતાના કૂટ પર પોતપોતાના ભવનમાં પોતપોતાના પ્રાસાદવતંસકોમાં તે પ્રત્યેક પોતપોતાના ચાર - હજાર સામાનિક દેવો ઇત્યાદિ પૂર્વે વર્ણવ્યા પ્રમાણે રહેતી હતી. તેના નામ આ પ્રમાણે છે– ૧. મેઘંકરા, ૨. મેઘવતી, ૩. સુમેધા, ૪. મેઘમાલિની, ૫. સુવત્સા, ૬. વત્સમિત્રા, ૭. વારિષેણા અને ૮. બલાહકા (સ્થાનાંગ આઠમાં પહેલા ચાર નામો આ જ છે. પછીના ચાર નામો અનુક્રમે - તોયધારા, વિચિત્રા, પુષ્પમાલા અને અનિંદિતા છે. જ્યારે આવશ્યક વૃત્તિમાં તથા કલ્પસૂત્ર વૃત્તિમાં પાંચમાં અને છઠા નામમાં ફેરફાર છે. પાંચમું નામ તોયધારા અને છઠું નામ વિચિત્રા છે. બાકી નામો ઉપર મુજબ છે.) તે સમયે તે ઉર્ધ્વલોકવાસિની આઠ મુખ્ય દિકકુમારીઓના આસન ચલાયમાન થયા. આ બધી દેવીઓ પણ અધોલોકવાસી દેવીઓની માફક આવી – યાવત્ – હે દેવાનુપ્રિયે! અમે ઉર્ધ્વલોકવાસિની આઠ મુખ્ય દિકકુમારીએ છીએ. અમે તીર્થકર ભગવંતનો જન્મ મહોત્સવ કરીશું તેથી તમે ભયભીત થશો નહીં. એમ કહીને તે ઇશાનખૂણામાં ચાલી ગઈ. ત્યાં જઈને – યાવત્ – આકાશમાં વાદળા વિદુર્ગા, વરસાદ દ્વારા – યાવત્ – એક યોજન ભૂમિમાં રજ-ધૂળને શાંત કરી દીધી, ધૂળનો નાસ કર્યો – ધૂળ બેસાડી દીધી – પ્રશાંત ઉપશાંત કરી દીધી. આ રીતે કરવાથી ધૂળ શીધ્ર શાંત થઈ અર્થાત્ બેસી ગઈ. ત્યાર પછી પુષ્પના વાદળો વિકુર્લા અને પુષ્પોની વર્ષા કરી. એ જ રીતે – યાવત્ – કાળા અગરુની ઉત્તમ ધૂપ દ્વારા સુગંધ ફેલાવી – યાવત્ ઉત્તમ દેવોના આગમનને યોગ્ય બનાવી. પછી જ્યાં તીર્થકર ભગવંત અને તેના માતા હતા ત્યાં આવી – યાવત્ – મંદ અને મધુર સ્વરમાં ગીત ગાતી ત્યાં ઊભી રહી. –૦- પૂર્વરૂચકવાસિની દિકુકમારીઓનું આગમન : તે કાળ અને તે સમયે પૂર્વ દિશાવર્તી રુચકપર્વતવાસી આઠ મુખ્ય દિકકુમારીઓ પોતપોતાના કૂટ ઉપર – યાવતું – રહેતી હતી. તેમના નામ આ પ્રમાણે છે :- ૧. નંદોત્તર, ૨. નંદા, ૩. આનંદા, ૪. નંદિવર્ધના, ૫. વિજયા, ૬. વૈજયંતી, ૭. જયંતી અને Page #62 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર-ભઋષભકથા ૮. અપરાજિતા. અધોલોકવાસી દિકકુમારીની માફક આવી – યાવત્ – કહ્યું કે તમે ભયભીત ન થશો. એવું કહીને તીર્થકર ભગવંત તથા તેમની માતાની સામે તીર્થકર તથા તેમની માતાના શૃંગાર, શોભા, સજ્જા આદિ વિલોકનમાં ઉપયોગી દર્પણ હાથમાં લઈને પરમાત્મા તથા તેની માતાની પૂર્વ દિશામાં મંદમંદ સ્વરે ગીતો ગાતી ઊભી રહી. –૦- દક્ષિણ રૂચકવાસી દિકકુમારીઓનું આગમન : તે કાળે અને તે સમયે દક્ષિણ રૂચકવાસી આઠ દિકકુમારીઓ પૂર્વ વર્ણનાનુસાર – થાવત્ – રહેતી હતી. તેમના નામ આ પ્રમાણે છે :- ૧. સમાહારા, ૨. સુપ્રતિજ્ઞા, 3. સુપ્રબુદ્ધા, ૪. યશોધરા, ૫. લક્ષ્મીમતી, ૬. શેષવતી, ૭. ચિત્રગુપ્તા અને ૮. વસુંધરા. (આવશ્યકવૃત્તિમાં છઠી દિકકુમારીનું નામ શેષવતીને સ્થાને ભોગવતી નોંધેલ છે). શેષ વર્ણન પૂર્વવત્ – યાવત્ – કહ્યું કે તમે ભયભીત થશો નહીં. એમ કહીને તીર્થકર ભગવંત તથા તેમની માતાની દક્ષિણ તરફ હાથમાં ઝારી લઈને ગીત ગાતી ઊભી રહી. –૦- પશ્ચિમ રૂચકવાસી દિકકુમારીઓનું આગમન : તે કાળ અને તે સમયે પશ્ચિમ દિશાવર્તી રૂચકપર્વત પર રહેનારી આઠ મુખ્ય દિકકુમારીઓ પોતપોતાના કૂટ પર – યાવત્ – રહેતી હતી. તેઓના નામો આ પ્રમાણે છે :૧. ઇલાદેવી, ૨. સુરાદેવી, ૩. પૃથ્વી, ૪. પદ્માવતી, ૫. એકનાસા, ૬. નવમિકા, ૭, ભદ્રા અને ૮. સીતા. (ઠાણાંગ સૂત્ર ૭૭૨ અને આવશ્યક વૃત્તિમાં સાતમ-આઠમી દિકકુમારીના ક્રમમાં ફેરફાર છે ત્યાં ૭–સીતા અને ૮–ભદ્રા જણાવેલ છે). શેષ કથન પૂર્વવત્ – યાવતુ – તીર્થકર ભગવંત અને તીર્થકર માતાની પશ્ચિમે હાથમાં પંખો લઈ ગીત ગાતી એવી તે ઊભી રહી. –૦- ઉત્તર રૂચકવાસી દિકકુમારીઓનું આગમન : તે કાળ અને તે સમયે ઉત્તર દિશાવર્તી રૂચક પર્વત પર રહેનારી આઠ મુખ્ય દિકુમારીઓ પોતપોતાના કૂટ ઉપર વિચરતી હતી – યાવત્ – તેઓના નામ આ પ્રમાણે :– ૧. અલબુસા, ૨. મિશ્રકેશી, ૩. પંડરીકા, ૪, વારણી, પ. હાસા, ૬. સર્વપ્રભા, ૭. હી અને ૮, શ્રી (આવશ્યક વૃત્તિમાં સાતમી અને આઠમી દિકકુમારીનો ક્રમ આગળ-પાછળ છે. ૭–શ્રી અને ૮-ઠ્ઠી. સ્થાનાંગ સૂત્રમાં દિકકુમારિયોમાં બીજું નામ ‘મિતકશી' છે. ત્રીજું ‘પોંડરિ', ચોથું ગીતવારુણી', છઠું ‘સર્વગા', સાતમું “શ્રી' અને આઠમું ‘હી છે) શેષ કથન પૂર્વવત્ – યાવત્ – તીર્થકર ભગવંત અને તીર્થંકરની માતાની નિકટ ઉત્તર દિશામાં ચામર લઈ મંદ અને મધુર સ્વરે ગીત ગાતી ઊભી રહી. –૦- વિદિશાની દિકુમારીઓનું આગમન : તે કાળે અને તે સમયે વિદિશા ખૂણાઓમાં રૂચક પર્વત ઉપર રહેતી ચાર મુખ્ય દિકકુમારી પોતપોતાના કૂટ ઉપર વિચરતી હતી. તેના નામ આ પ્રમાણે છે :- ૧. ચિત્રા, ૨. ચિત્રકનકા, ૩. શહેરા અને ૪. સૌદામિની. શેષ વર્ણન પૂર્વવત્ – યાવત્ – તીર્થંકર ભગવંત અને તીર્થકરની માતાની નિકટ ચારે ખૂણાઓમાં દીપક હાથમાં લઈને મંદ અને મધુર સ્વરે ગીત ગાતી ઊભી રહી. –૦- મધ્યવર્તી રૂચકવાસી દિકકુમારીઓનું આગમન :તે કાળ અને તે સમયે મધ્યરચક પર્વત પર રહેનારી ચાર મુખ્ય દિકકુમારી Page #63 -------------------------------------------------------------------------- ________________ ૬૨ આગમ કથાનુયોગ-૧ પોતપોતાના કૂટ ઉપર પૂર્વવત્ રહેતી હતી. તેના નામ આ પ્રમાણે :- ૧. રૂપા, ૨. રૂપાશ્રિતા, ૩. સુરૂપા અને ૪. રૂપકાવતી. શેષ કથન પૂર્વવત્ – યાવત્ – તમે ભયભીત ન થશો. એવું કહીને તીર્થકર ભગવંતની નાભિનાળને ચાર આંગળ છોડીને કાપે છે. પછી ખાડો ખોદીને ખાડામાં નાભિનાળને ડાટી દે છે. પછી તે ખાડાને રત્ન અને વજરત્નોથી પૂરી દે છે. પછી લીલા ઘાસ વડે તેના ઉપર પીઠિકા બનાવે છે. પીઠિકાની ત્રણ દિશાઓમાં એક-એક કદલીવૂડની વિકૃર્વણા કરે છે. (તીર્થકર ભગવંતના જન્મ ભવનથી પૂર્વ-દક્ષિણ અને ઉત્તર એ ત્રણે દિશાઓમાં એક-એક કદલીગૃહની વિકુર્વણા કરે છે). ત્યાર પછી તે પ્રત્યેક કદલીગૃહની મધ્યે એક-એક ચંદ્રશાળા વિકુર્તે છે તે ચંદ્રશાળાની બરાબર મધ્યમાં એક-એક સિંહાસનની રચના કરે છે. (સિંહાસન વર્ણન અન્ય સૂત્રમાં જણાવ્યા મુજબ સમજી લેવું.) ત્યાર પછી તે ચારે મુખ્ય દિકકુમારી જ્યાં તીર્થંકર ભગવંત અને તેની માતા છે ત્યાં આવે છે. આવીને તીર્થકર ભગવંતને પોતાની હથેળીઓમાં ગ્રહણ કરે છે. તીર્થંકરની માતાને હાથનો ટેકો આપી ઉઠાડે છે. પછી તેને દક્ષિણ દિશાવર્તી કદલી મંડપની ચંદ્રશાળાના સિંહાસન પાસે લાવે છે. તીર્થકર ભગવંત અને તેની માતાને સિંહાસન પર બેસાડે છે. શતપાક સહસ્ત્રપાક તેલ વડે તેમને માલીશ કરે છે. પછી સુગંધિત પીઠી-ઉબટન વડે ઉબટન કરે છે. પછી તીર્થકર ભગવંતને બંને હથેલીમાં ગ્રહણ કરે છે અને તેની માતાને ટેકો આપે છે. ત્યાર પછી માતા અને પુત્રને પૂર્વ દિશાના કદલી મંડપ તરફ લઈ જાય છે. ત્યાંની ચંદ્રશાલાના સિંહાસન ઉપર બેસાડે છે. તેમને ગંધોક, પુષ્પોદક અને શુદ્ધ જળ વડે સ્નાન કરાવે છે. પછી સર્વ પ્રકારના આભુષણ અને અલંકારો વડે વિભૂષિત કરે છે. પછી તીર્થકર ભગવંતને બંને હથેલીમાં ગ્રહણ કરે છે અને તીર્થકરની માતાની બાહાને પકડે છે. ત્યાંથી ઉત્તર દિશાવર્તી કદલીગૃહની ચંદ્રશાલાના સિંહાસન પર લાવે છે. ત્યાં તીર્થકર ભગવંત અને તેની માતાને એ સિંહાસન ઉપર બેસાડે છે. ત્યાર પછી આભિયોગિક દેવોને બોલાવીને આ પ્રમાણે કહે છે – હે દેવાનુપ્રિયો! તમે જલ્દીથી લઘુ હિમવંત પર્વત જઈને ગોશીષ ચંદનનું કાષ્ઠ લઈને આવો. ત્યારે તે આભિયોગિક દેવો તે મધ્યમ રૂચક પર્વતવાસી ચાર મુખ્ય દિકકુમારીઓની આજ્ઞા અનુસાર હર્ષિત અને સંતુષ્ટ થઈને – યાવત્ – વિનયપૂર્વક તેમની આજ્ઞા સ્વીકારીને લઘુહિમવંત પર્વતથી ગોશીષ ચંદન કાષ્ઠ લઈને આવે છે. ત્યાર પછી તે ચારે દિકકુમારી અગ્નિ ઉત્પન્ન કરનાર શરકને તૈયાર કરે છે. શરકને અરણિ સાથે ઘસે છે. સંયોજિત કરે છે. શરક અને અરણિને ઘસીને આગની ચિનગારી ઉત્પન્ન કરે છે. ચિનગારી પેટાવીને તેમાં ગોશીષચંદનના લાકડાં નાંખે છે. પછી અગ્નિ પ્રજ્વલિત કરે છે. પછી તેમાં સમિધાકાષ્ઠને નાંખીને અગ્રિહોમ કરે છે. અગ્રિડોમથી રાખ (ભૂતિકર્મ) કરે છે. પછી તે રાખની પોટલી બનાવે છે. પોટલી બાંધે છે. પછી અનેક પ્રકારના મણિરત્નોથી સુંદર એવા બે ગોળાને હાથમાં લઈ તીર્થકર ભગવંતના કાન પાસે ટિક ટિક એવો ધ્વનિ કરે છે અને આશીર્વાદ આપે છે કે હે ભગવન્! આપ પર્વત સમાન આયુષ્યવાળા થાઓ. પર્વતની જેમ સુદીર્ઘજીવી બનો. Page #64 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભઋષભકથા ૬ ૩ તે પછી તે ચારે મહત્તર દિકકુમારી તીર્થકર ભગવંતને બંને હથેલીમાં ગ્રહણ કરી, તીર્થકરની માતાને બાજુઓથી પકડીને તીર્થકર ભગવંતના જન્મભવનમાં આવે છે. ત્યાં આવીને તીર્થકર ભગવંતની માતાને બેસાડે છે. તીર્થકર ભગવંતને માતા પાસે સુવડાવી મંગલ ગીતો ગાતી ત્યાં ઊભી રહે છે. આ રીતે અધોલોક, ઉર્ધ્વલોક, રૂચક પર્વતની ચારે દિશા એ છ ની આઠ-આઠ તથા રૂચકલીપની ચાર, વિદિશાની ચાર અને મધ્યરૂચક પરની ચાર એમ કુલ છપ્પન દિકકુમારીઓએ તીર્થકર ભગવંતનો જન્મ મહોત્સવ કર્યો. દેવેન્દ્રો દ્વારા તીર્થકરનો જન્મ મહોત્સવ :–૦- દેવેન્દ્ર શુક્રનું આગમન : તે કાળે – તે સમયે વજપાણિ, પુરંદર, શતક્રતુ, સહસ્રાક્ષ, મધવા, પાકશાસન ચક્ર નામનો દેવેન્દ્ર દેવરાજ કે જે દક્ષિણાર્ધલોકનો અધિપતિ છે. બત્રીસ લાખ વિમાનોનો સ્વામી છે. ઐરાવણ હાથી જેનું વાહન છે. સુરોનો ઇન્દ્ર છે. આકાશ જેવા નિર્મળ શ્વેત વસ્ત્રોને જેણે ધારણ કરેલા છે. ઝુમખાવાળા મુગટથી જેનું મસ્તક શોભી રહેલું છે. તેમસુવર્ણથી બનેલ એવા સુંદર ચિત્તની જેવા ચંચળ અને ગાલોને સ્પર્શ કરતા કુંડળ જેના કાનમાં શોભી રહેલા છે. જેનું શરીર કાંતિમાન છે. ગળામાં માળાઓ લટકી રહી છે. જે અતિશય વૈભવશાળી, કાંતિમાન, બલિષ્ઠ, યશસ્વી, સૌભાગ્યશાળી, સુખસંપન્ન છે. જે સૌધર્મકલ્પના સૌધર્માવલંસક વિમાનમાં સુધર્મા નામની સભામાં શક્ર નામના સિંહાસન પર બેઠો છે. આવો તે શક્રેન્દ્ર બત્રીસ લાખ વિમાનવાસી, ચોર્યાશી હજાર સામાનિકદેવો, તેત્રીશ ત્રાયશ્ચિંશક દેવો, ચાર લોકપાલો, આઠ સપરિવાર પટ્ટરાણીઓ, ત્રણ પર્ષદ, સાત સેના, સાત સેનાધિપતીઓ, ચોર્યાશી હજાર આત્મરક્ષક દેવો તથા બીજા અનેક વૈમાનિક દેવદેવીઓના અધિપતિ, અગ્રેસર, સ્વામી, ભર્તા, મહત્તર, આજ્ઞાદાતા, નાયક છે. તેનું ભરણપોષણ અને શાસનકર્તા છે. સુમધુર નૃત્ય, ગીત, વાદ્ય, વીણા, તલ, તાલ, ત્રુટિત, મૃદંગ, ઢોલ, નગારા આદિના ધ્વનિપૂર્વક દિવ્ય ભોગોપભોગ ભોગવતો ત્યાં રહ્યો હતો. તે સમયે તે દેવેન્દ્ર દેવરાજ શક્રનું વિવિધ પ્રકારના મણિયુક્ત આસન કંપાયમાન થાય છે. તે જોઈને શક્ર અવધિજ્ઞાનનો ઉપયોગ કરે છે. અવધિજ્ઞાન વડે તીર્થકર ભગવંતને જુએ છે. જોઈને હૃષ્ટ, તુષ્ટ, આનંદિત, પ્રસન્ન મનવાળો થાય છે. હર્ષાતિરેકથી તેનું હૃદય ઉછળવા લાગે છે. જે રીતે મેઘવર્ષાથી કદંબપુષ્પ વિકસ્વર થાય તે રીતે તેના રોમરોમ વિકસ્વર થયા. સુંદર કમળ સમાન નેત્ર અને મુખ વિકસિત થઈ ગયા. શરીરના સ્પંદનોથી તેણે પહેરેલા શ્રેષ્ઠ કટક કેયુર બાજુબંધ મુગટ ચંચળ થઈ ગયા, જેના વક્ષસ્થળ ઉપર હાર, કાનોમાં કુંડલ શોભી રહ્યા છે. લટકતા ઝુમખાથી ગળામાં પહેરેલ આભૂષણહાર આદિ ટકરાઈ રહ્યા છે એવો તે દેવેન્દ્ર દેવરાજ શક્ર ઉત્સુકતાપૂર્વક ચપળતાથી પોતાના સિંહાસનથી ઊભો થાય છે. - પછી તે પાદપીઠથી નીચે ઉતરે છે. ઉતરીને તે તેની વૈડૂર્ય વરિષ્ટ-રિષ્ટ-અંજન રત્ન વિશેષથી બનેલી પાદુકા ઉતારે છે. પછી એક શાટિક ઉત્તરાસંગ કરે છે. (ખેસ ઓઢે છે) બંને હાથો વડે અંજલિ કરીને તીર્થકરની દિશામાં સાત-આઠ ડગલાં ભરે છે. પછી Page #65 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ ડાબો ઘૂંટણ વાળીને ઊંચો કરે છે અને જમણો ઘૂંટણ વાળીને જમીન પર સ્થાપિત કરે છે. ત્રણ વખત મસ્તકને નમાવીને ધરતી પર મુકે છે. પછી થોડો ઊંચો થાય છે. કટક અને ત્રુટિતથી સ્તંભિત પોતાની ભુજાઓને સંભાળીને બંને હાથ વડે અંજલિ બનાવી મસ્તક પર ઘુમાવીને આ પ્રમાણે કહ્યું ધર્મની આદિને કરનાર, તીર્થંકર, સ્વયંસંબુદ્ધ; પુરષોત્તમ, પુરુષસિંહ, પુરુષોમાં ઉત્તમ કમળ સમાન, ઉત્તમ ગંધહસ્તિ સમ પુરુષ, લોકમાં ઉત્તમ, લોકના નાથ, લોક હિતકારી, લોક પ્રદીપ, લોક પ્રદ્યોતક, અભયદાતા, ચક્ષુદાતા, માર્ગદાતા, શરણદાતા, જીવનદાતા, બોધિષ્ઠાતા, ધર્મદાતા, ધર્મોપદેશક, ધર્મનાયક, ધર્મસારથી, ચાતુરંગ ધર્મચક્રવર્તી એવા અરિહંત પરમાત્માને મારા નમસ્કાર થાઓ. ૬૪ જે દ્વીપ / દીવા રૂપ છે, ત્રાણ રૂપ છે, શરણાગત માટે આશ્રયરૂપ છે. અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાનદર્શનને ધારણ કરવાવાળા છે. જેનું છદ્મસ્થપણું ચાલી ગયું છે. પોતે જિન છે અને બીજાને જિન બનવાનો ઉપાય દેખાડે છે, સ્વયં સંસારસાગર તરી ગયા છે અને બીજાને તારનારા છે. પોતે બુદ્ધ છે અને બીજાને બોધ પમાડનારા છે. પોતે મુક્ત છે. બીજાને મુક્ત કરાવનારા છે. સર્વજ્ઞ છે, સર્વદર્શી છે. જે કલ્યાણકારી, અચલ, અરુજ, અનંત, અક્ષય, અવ્યાબાધ, અપુનરાવૃત્તિવાળી સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરવાવાળા છે એવા ભવિજેતા જિનને નમસ્કાર થાઓ. ધર્મના આદિકર – યાવત્ – મોક્ષ પ્રાપ્ત કરવાની આકાંક્ષાવાળા તીર્થંકર ભગવંતને મારા નમસ્કાર થાઓ. અહીં રહેલો એવો હું ત્યાં રહેલા તીર્થંકર ભગવંતને વંદના કરું છું. ત્યાં રહેલા એવા હે ભગવંત ! અહીં રહેલા એવા મને જુઓ. આ પ્રમાણે તે શક્ર વંદન અને નમસ્કાર કરે છે. પછી સિંહાસન પર પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠો. ત્યાર પછી તે દેવેન્દ્ર દેવરાજ શક્રના મનમાં આ પ્રકારનો – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો. ખરેખર ! જંબૂદ્વીપમાં તીર્થંકર ભગવંત ઉત્પન્ન થયા છે. ભૂત–ભાવિ અને વર્તમાનકાળના દેવેન્દ્ર દેવરાજ શક્રનો એવો પરંપરાગત આચાર છે કે તીર્થંકરનો જન્મ મહોત્સવ કરે તો હું પણ તીર્થંકર ભગવંતનો જન્મ મહિમા કરું. એ પ્રમાણે વિચારીને પદાતિસેનાના અધિકારી હરિêગમેષી દેવને બોલાવી આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! સુધર્મસભામાં જે મેઘસમૂહની ગર્જના જેવી ગંભીર અને સુમધુર ધ્વનિ કરનારી, એક યોજન પરિધિવાળી સુંદર સ્વરવાળી સુઘોષા નામક ઘંટા છે. તેને ત્રણ વખત વગાડીને ઉચ્ચ સ્વર માં ઘોષણા કરતા તમે આ પ્રકારે આજ્ઞા પ્રસારિત કરો દેવેન્દ્ર દેવરાજ શક્ર આ આજ્ઞા આપે છે કે દેવેન્દ્ર દેવરાજ શક્ર જંબુદ્વીપમાં તીર્થંકર ભગવંતનો જન્મ મહોત્સવ કરવા જઈ રહ્યા છે. તેથી હે દેવાનુપ્રિય ! તમે બધાં જ પોતાની સમસ્ત ઋદ્ધિ, કાંતિ, બળ, સમુદાય, સન્માન, વિભૂતિ, વિભૂષા, નર્તકો, નાટકોથી સજ્જ થઈ અંતઃપુર સહિત, સર્વ પ્રકારના પુષ્પ, ગંધ, માળા, અલંકારોથી વિભૂષિત થઈ સર્વ દિવ્ય ત્રુટિત, કટક, કેયુર આદિ વાદ્યોના તુમુલ ધ્વનિ સાથે યાવત્ – પોતપોતાના પરિવાર સાથે પોતપોતાના યાનવિમાનો, વાહનો પર આરૂઢ થઈને, ક્ષણ માત્રના વિલંબરહિત શક્રની સમીપે ઉપસ્થિત થાઓ. Page #66 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર–ભઋષભકથા આ પ્રકારે દેવેન્દ્ર દેવરાજ શક્ર દ્વારા આજ્ઞા અપાયેલ પદાતિ-અનિકાધિપતિ હરિશૈગમેલી દેવ હર્ષિત-સંતોષિત થઈ શક્રની આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકાર કરે છે. પછી શક્રેન્દ્ર પાસેથી વિદાય લઈ સુધર્મા સભામાં (પૂર્વવર્ણિત એવી) એક યોજન વિસ્તાર વાળી સુઘોષા નામક ઘંટા પાસે આવીને ત્રણ વખત સુઘોષા ઘંટા વગાડે છે. ત્યારે (પૂર્વવર્ણિત એ ઘંટાના વગાડવાથી) સૌધર્મકલ્પના એક સિવાયના બધાં જ એવા બત્રીસ લાખ વિમાનાવાસોમાં એક સિવાયની બત્રીશ લાખ ઘંટા ખણખણાટ કરતી વાગવા લાગી. એ રીતે પ્રાસાદ–વિમાનોના નિષ્ફટ પ્રદેશોમાં થતા ઘંટારવોથી લાખો પ્રતિધ્વનીઓથી આખો સૌધર્મકલ્પ વ્યાપ્ત થઈ ગયો. તે સમયે આ સૌધર્મલ્પવાસી અનેક વૈમાનિક દેવ-દેવીઓ જેઓ ફક્ત વિષય સુખમાં આસક્ત, નિત્ય પ્રમત્ત અને મૂર્ણિત રહેતા હતા. તેઓ આ ઘંટાઓના મધુર રણકારથી ઉત્પન્ન કોલાહલ દ્વારા એકાએક જાગૃત થઈ ગયા. તેઓ ઘોષણા સાંભળવા એકાગ્ર ચિત્તવાળા થયા. તેઓના એકાગ્ર ચિત્ત થયા બાદ તેમજ ઘંટારવ શાંત થયા પછી પદાતિ અધિકારીએ ધીરગંભીર સ્વરમાં ઘોષણા કરતા શક્રેન્દ્રએ કહેલ આજ્ઞાને સંભળાવી શક્ર પાસે શીઘ્ર ઉપસ્થિત થવા જણાવ્યું. ત્યારે આ ઘોષણા સાંભળીને તે દેવ-દેવીઓ હર્ષિત, સંતુષ્ટ – યાવત્ – પ્રસન્ન હૃદયવાળા થયા. તેમાંના કેટલાંક વંદનના હેતુથી, કેટલાંક નમસ્કારના હેતુથી, કેટલાંક પૂજાના, સત્કારના, સન્માનના, દર્શનના, જિનભક્તિના એવા પ્રત્યેક ભિન્ન ભિન્ન હેતુથી, તો કોઈ શક્રની આજ્ઞાના પાલન માટે અને કોઈ એકબીજાને અનુસરીને, તો અનેક પોતાનો પરંપરાગત આચાર સમજીને શક્ર સમક્ષ ઉપસ્થિત થયા. દેવેન્દ્ર દેવરાજ શક્ર ક્ષણ માત્રનો વિલંબ કર્યા વિના પોતાની સમક્ષ હાજર થયેલા દેવ-દેવીઓને જોઈને હર્ષિત થઈ પાલક નામના આભિયોગિક દેવને બોલાવે છે. પછી કહે છે કે, હે દેવાનુપ્રિય ! તું જલદીથી સેંકડો સ્તંભવાળું એક વિમાન વિકુ. જેમાં લીલા કરતી પુતળીઓ હોય, ઇહામૃગ, વૃષભ, ઘોડા, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, રૂર, સરભ, અમર, કુંજર, વનલતા, પદ્મલતા આદિના ચિત્રોની રચના હોય, પ્રત્યેક સ્તંભની વજય વેદિકા હોય જેના પર યંત્રોથી જોડાયેલી એવી દેખાતી વિદ્યાધર યુગલની પુતળીઓ હોય, સહસ્રરશ્મિ સૂર્યની માફક ચમકતી હોય, જે હજારો રૂપકવાળા હોય, અતિશય દેદીપ્યમાન અને આંખોને જોવા ગમે તેવા તથા આકર્ષક હોય, જેનો સ્પર્શ સુખદ હોય, શોભાસંપન્ન હોય, જેની ઘંટડીનો સ્વર મધુર અને મનોહર હોય, જે શુભ, કાંત, દર્શનીય નિયમોપેત હોય, જેની ચારે તરફ ચમકતા મણિરત્નોથી જડેલી ઘંટડીઓની માળા ગુંથેલી હોય, જે ૧૦૦૦ યોજન લાંબુ, પ૦૦ યોજન ઊંચુ હોય, શીધ્ર ત્વરિત ગતિવાળું હોય એવા દિવ્યવિમાનની વિકુર્વણા કરી, મારી આજ્ઞાનું પાલન થયાનું મને જણાવી ત્યારે દેવરાજ દેવેન્દ્ર શુક્રની આજ્ઞા સાંભળી તે પાલકદેવ હર્ષિત, સંતુષ્ટ થઈ – થાવત્ – વૈક્રિય સમુદુઘાતથી તેવા પ્રકારનું વિમાન બનાવે છે. તે દિવ્ય યાન-વિમાનની ત્રણ દિશાઓમાં ત્રણ સોપાન પ્રતિરૂપક હતા. તે પ્રતિરૂપકોની સામે એક એક તોરણ હતું - આદિ સમજી લેવું. (જુઓ સૂર્યાભદેવ કથા) Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૬ આગમ કથાનુયોગ–૧ તે વિમાનની અંદરનો ભૂમિપ્રદેશ અતિ સમતલ, રમણીય હતો. તે મૃદંગ અથવા ઢોલકના મુખ ભાગ જેવો – યાવતુ – ચીત્તાની ખાલ જેવો હતો. તેના તળીયામાં હજારો શંકુ અને ખીલીઓ જડેલી હતી. તેમાં સુઘડતાથી જડેલ રંગબેરંગી વિવિધ પ્રકારના મણિ– માણિકમાંથી કેટલાંયે આવર્ત-પ્રત્યાવર્તવાળા, શ્રેણી પ્રશ્રેણીવાળા, સુરેખ સ્વસ્તિક, શરાવસંપુટ, મંગલપાઠક, મચ્છી–મગરના ઇંડા જેવા હતા. કેટલાંકમાં પુષ્પવેલ, કમલવેલ, સાગરતરંગ, વસંતલતા, પઘલતા આદિ જેવા ઘણા બીજા સુંદર ચિત્રો અંકિત થયેલા હતા. એ રીતે તે ભૂ-ભાગમાં જડેલ ચમકતા ઉત્કૃષ્ટ પ્રભાવશાળી મણિયો વડે તે શોભતું હતું. તે મણિના વર્ણસ્પર્શ આદિનું વર્ણન રાજપશ્રિયસૂત્ર (સૂર્યાભદેવ મુજબ) જાણવું. તે ભૂમિભાગના મધ્યમાં સેંકડો સ્તંભોથી યુક્ત પ્રેક્ષાગૃહમંડપ હતો – યાવત્ – પ્રતિરૂપ પદ સુધીનું વર્ણન પૂર્વવત્ સમજી લેવું. તે પ્રેક્ષાગૃહ મંડપમાં બાંધેલા ચંદરવામાં પઘલતા આદિના ચિત્રો હતા – યાવત્ – સુંદર રીતે ચમકતા સોનેરી તારોથી ગુંથેલ હતા - યાવત્ – પ્રતિરૂપ અતિ સુંદર હતા. તે મંડપના અતિ સમતલ અને રમણીય ભૂમિ પ્રદેશની મધ્યમાં આઠ યોજન લાંબી-પહોળી અને ચાર યોજન ઊંચી સર્વાત્મના મણિમય પીઠિકા હતી. તેના પર એક વિશાલ સિંહાસન હતું. તેના પર એક રત્નજડિત વિજયકૂષ્ય હતું. તેની બરાબર મધ્યમાં વમણિનું બનેલ અંકુશ હતું. તેમાં ઘડા જેટલું મોટું એક મુક્તાદામ હતું. તેની આસપાસ ચારે તરફ અડધી ઊંચાઈવાળા અર્ધ કુંભ પ્રમાણ બીજા મુકૃતાદામ હતા. તે મુકૃતાદામ, મોતીની માળા સુવર્ણ નિર્મિત દડા જેવા આભરણોથી યુક્ત, સોનાના પતરાથી બનેલ, વિવિધ મણિરત્નોના અનેક હાર અને અર્ધપારોથી શોભિત એવી સુંદર રીતે ઘડાયેલી હતી. જે એક મેકની ઘણી નીકટ હતી. પરવાઈ હવાથી તે મંદમંદ હલતી હતી – યાવત્ – તે માળાના પરસ્પર ટકરાવાથી ઉત્પન્ન થતો અવાજ કર્ણપ્રિય હતો – યાવત્ – તે ઘણી જ શોભાયમાન લાગતી હતી. તે સિંહાસનના વાયવ્ય ખૂણામાં, ઉત્તરમાં અને ઇશાન ખૂણામાં દેવેન્દ્ર દેવરાજ શક્રના ચોર્યાશી હજાર સામાનિક દેવોના ચોર્યાશી હજાર ભદ્રાસનો હતા. પૂર્વ દિશામાં આઠ પટ્ટરાણીઓના ભદ્રાસન હતા. અગ્નિ ખૂણામાં અત્યંતર પર્ષદાના ચૌદ હજાર દેવોના, દક્ષિણ દિશામાં મધ્યમ પર્ષદાના ચૌદ હજાર દેવોના, નૈઋત્ય ખૂણામાં બાહા પર્ષદાના સોળ હજાર દેવોના અને પશ્ચિમ દિશામાં સાત સેનાપતીઓના ભદ્રાસન હતા. તદુપરાંત તે સિંહાસનની ચારે દિશાઓમાં ચોર્યાશી-ચોર્યાશી હજાર આત્મરક્ષક દેવોના ભદ્રાસન હતા. ઇત્યાદિ બધું વર્ણન “સૂર્યાભદેવના આગમન” પ્રસંગ અનુસાર જાણવું. ત્યારે તે શક્ર હર્ષિત અને સંતુષ્ટ આદિ થઈને જિનેન્દ્ર ભગવંત સન્મુખ જવા માટેના યોગ્ય સર્વ અલંકારોથી વિભૂષિત દિવ્ય ઉત્તરવૈક્રિયરૂપની વિકૃર્વણા કરે છે. પછી પોતાની આઠ સપરિવાર પટ્ટરાણીઓ સાથે નર્તક અને ગંધર્વવંદ સહિત તે વિમાનની પ્રદક્ષિણા કરતા કરતા પૂર્વ દિશાના ત્રણ સોપાનોથી થઈને તેમાં ચઢે છે – યાવત્ – પૂર્વ દિશા સામે મુખ કરીને સિંહાસન ઉપર બેસે છે. એ જ રીતે સામાનિક દેવો પણ ઉત્તર દિશાના ત્રણ સોપાનો ચઢીને પ્રત્યેક દેવ પૂર્વે રચેલા પોત-પોતાના ભદ્રાસન પર બેસે છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર-ભત્રઋષભકથા ૬૭ બાકીના દેવ-દેવીઓ દક્ષિણ દિશાવર્તી ત્રણ સોપાનોથી ચઢી – યાવત્ – પૂર્વવત્ બેઠા. ત્યારે તે શક્રના તે વિમાનમાં ચઢવાની સાથે આઠ-આઠ મંગલમ યથાક્રમે આગળ ચાલ્યા. ત્યાર પછી પૂર્ણ કલશ, ભૂગારક, ચામર સહિત દિવ્ય છત્ર પતાકા અને ફરકવાને ારણે દર્શનીય તથા મોહક, આકાશની ઊંચાઈને સ્પર્શતી (અતિ ઊંચી) અને વાયુથી લહેરાતી એવી વિજય વૈજયંતી પતાકા અનુક્રમે આગળ ચાલી, પછી છત્ર અને ઝારી ચાલ્યા. પછી અનુક્રમે વજરત્નથી બનેલ ગોળ, સુંદર, સુસ્થિત, સુશ્લિષ્ટ, પરિમાર્જિત, રમણીય, સુપ્રતિષ્ઠિત, વિશિષ્ટ હજારો પંચરંગી નાની-નાની ધ્વજાઓથી સજાવાયેલ નયનરમ્ય, હવાથી ફરકતી વિજય વૈજયંતીવાળી પતાકાઓથી યુક્ત છત્રાતિછત્રોયુક્ત ગગનતલના શિખરને સ્પર્શે તેવો ઊંચો, હજાર યોજનનો મહાન ઇંદ્રધ્વજ આગળ ચાલ્યો. તેની પાછળ પોતપોતાનો અનુરૂપ વેશ પહેરેલા સુસજ્જિત અને સર્વ અલંકારોથી વિભૂષિત પાંચ સેના અને પાંચ સેનાપતિ ચાલ્યા. પછી અનેક આભિયોગિક દેવ-દેવીઓ પોતપોતાના રૂપ – યાવત્ – નિયોગોથી દેવેન્દ્ર દેવરાજ શક્રની આગળ-પાછળ આજુબાજુ ચાલવા લાગ્યા. પછી સૌધર્મકલ્પવાસી અનેક દેવ-દેવીઓ પોતપોતાની સમસ્ત ઋદ્ધિ વૈભવ આદિ સાથે વિમાનોમાં આરૂઢ થઈને આગળ-પાછળ ઇત્યાદિ ચાલ્યા. ત્યારે તે શક્ર પાંચ પ્રકારની સેનાઓથી ઘેરાયેલો – યાવત્ – જેની આગળ આગળ ઇન્દ્રધ્વજ ચાલતો હતો, જે ચોર્યાશી હજાર સામાનિક દેવોથી પરિવૃત્ત હતો; સમગ્ર ઋદ્ધિ – કાવત્ – ધ્વનિ સાથે સૌધર્મકલ્પની બરાબર મધ્યમાં થઈને પોતાની તે દિવ્યઋદ્ધિનું પ્રદર્શન કરતો, સૌધર્મકલ્પની બહાર જવાના ઉત્તર દિશાવર્તી માર્ગ પાસે આવ્યો. ત્યાં આવી એક લાખ યોજન પ્રમાણવાળી ઉત્કૃષ્ટ દેવગતિથી ગમન કરતો તિછલોક સંબંધિ અસંખ્યાત દ્વીપસમુદ્રની મધ્યમાં થઈને નંદીશ્વર દ્વીપના અગ્નિખૂણામાં રતિકર પર્વત પાસે આવ્યો. આગળનું વર્ણન સૂર્યાભદેવ અનુસાર જાણવું. - ફર્ક માત્ર એ કે સૂર્યાભદેવને સ્થાને શક્રેન્દ્ર નામ સમજવું. દિવ્ય દેવદ્ધિ – થાવત્ – દિવ્યયાન વિમાનનું પ્રતિસંહરણ-સંકોચન કરીને – યાવત્ – જ્યાં તીર્થંકર ભગવંતનું જન્મનગર છે, તેમાં જ્યાં જન્મભવન છે, ત્યાં આવીને તે દિવ્ય યાનવિમાન દ્વારા તીર્થકર ભગવંતના જન્મભવનને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને તીર્થકર ભગવંતના જન્મભવનથી ઇશાન ખૂણામાં જમીનથી ચાર આંગળ ઊંચે તે દિવ્ય ચાનવિમાનને ઊભું રાખે છે. પછી આઠ પટ્ટરાણીઓ, બે સેના, નર્તકવંદ, ગંધર્વવંદની સાથે તે દિવ્ય યાનવિમાનમાંથી પૂર્વ દિશાવર્તી ત્રણ સોપાનોથી નીચે ઉતરે છે. પછી તેના ચોર્યાશી હજાર સામાનિક દેવો તે દિવ્ય વિમાનના ઉત્તર દિશાવર્તી ત્રણ સોપાનોથી નીચે ઉતરે છે. બાકીના દેવ-દેવીઓ તેના દક્ષિણ દિશાવર્તી ત્રણ સોપાનોથી નીચે ઉતરે છે. ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક ચોર્યાશી હજાર સામાનિક દેવો આદિથી સંપરિવૃત્ત અને સર્વદ્ધિથી સજ્જ થઈને – યાવત્ – દંદુભિ ઘોષના ધ્વનિ સહ જ્યાં તીર્થકર ભગવંત અને તેની માતા છે ત્યાં આવે છે. પ્રણામ કરે છે. તીર્થકર ભગવંત અને તેની માતાને ત્રણ પ્રદક્ષિણા દઈ, મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે કહ્યું, હે રત્નકૂલિધારિણી ! તમને મારા નમસ્કાર થાઓ. ઇત્યાદિ દિકકુમારીવત જાણવું – યાવત – આપ ધન્ય છો, Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૮ આગમ કથાનુયોગ-૧ પુણ્યશાળી છો, કૃતાર્થ છો. હે દેવાનુપ્રિયે ! હું શક્ર નામનો દેવેન્દ્ર દેવરાજ તીર્થકર ભગવંતનો જન્મ મહિમા કરીશ, તો આપ ભયભીત ન થશો. એમ કહીને અવસ્થાપિની વિદ્યાનો પ્રયોગ કરે છે. માતાને ગાઢ નિદ્રામાં મૂકી દે છે. પછી તીર્થંકર સમાન પ્રતિરૂપકની વિદુર્વણા કરીને તીર્થંકરની માતા પાસે તે બાળકને ગોઠવી દે છે. - ત્યાર પછી તે શક્ર પાંચ શક્રોની વિકૃર્વણા કરે છે. વિકર્વિત શક્રમાંથી એક, તીર્થકર ભગવંતને બે હથેળીમાં લે છે, એક શક્ર પાછળ છત્ર ધારણ કરે છે. બે શક્રો બંને બાજુએ ઊભા રહી ચામર ઢાળે છે. એક શક હાથમાં વજ લઈ આગળ ચાલે છે. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક્ર અન્ય અનેક ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવદેવીઓની સાથે સર્વ ઋદ્ધિ – યાવત્ – દુંદુભિનાદ સાથે પોતાની ઉત્કૃષ્ટ દેવગતિથી – થાવત્ – ગમન કરતો કરતો મેરુ પર્વતના પંડકવનની જમણી બાજુની અતિપડકંબલ અભિષેક શિલાના અભિષેક સિંહાસન પાસે આવે છે. ત્યાં પૂર્વ દિશા તરફ મુખ રાખીને તે સિંહાસન ઉપર બેસે છે. –૦- ઇશાનેન્દ્રનું આગમન : તે કાળ તે સમયે શૂલપાણી વૃષભવાહન દેવેન્દ્ર દેવરાજ ઇશાન નામના સુરેન્દ્ર જે ઉત્તર લોકાર્ધના અધિપતિ છે, અઠાવીસ લાખ વિમાનોના સ્વામી છે, આકાશ જેવા નિર્મળ વસ્ત્રોને ધારણ કરે છે ઇત્યાદિ વર્ણન શક્ર ઇન્દ્ર અનુસાર સમજી લેવું. ફર્ક માત્ર એ છે કે ઘંટાનું નામ મહાઘોષા છે. પદાતિ સેનાપતિનું નામ લઘુપરાક્રમ છે. પુષ્પક વિમાન છે. બહાર નીકળવાનો માર્ગ દક્ષિણ દિશાનો છે. ઇશાન ખૂણાના રતિકર પર્વતે આવે છે. મેરુ પર્વત આવે છે – યાવત્ – પર્યપાસના કરે છે. –૦- બાકી સુરેન્દ્રોનું આગમન : શક્ર અને ઇશાન ઇન્દ્રોની જેમ અય્યતેન્દ્ર સુધીના બધાં જ ઇન્દ્રો ત્યાં આવ્યા. વિશેષ એ કે સામાનિક દેવોની સંખ્યામાં ફેરફાર છે તે આ પ્રમાણે – પહેલા કલ્પ ના ૮૪૦૦૦ સામાનિક દેવ હતા, બીજાના ૮૦,૦૦૦, ત્રીજાના ૭૨,૦૦૦, ચોથાના ૭૦,૦૦૦, પાંચમાંના ૬૦,૦૦૦, છઠાના ૫૦,૦૦૦, સાતમાંના ૪૦,૦૦૦, આઠમાંના ૩૦,૦૦૦, નવમાં-દશમાં કલ્પના ૨૦,૦૦૦ અને અગીયારમા–બારમાં કલ્પના ૧૦,૦૦૦ સામાનિક દેવો હતા. આ ઇન્દ્રો જેનું આધિપત્ય કરે છે તે વિમાનોની સંખ્યામાં પણ ફેરફાર છે. પહેલા કલ્પના ૩૨ લાખ, બીજા કલ્પના ૨૮ લાખ, ત્રીજા કલ્પના ૧૨ લાખ, ચોથા કલ્પના ૮ લાખ, પાંચમાં કલ્પના ૪ લાખ, છટ્ઠા કલ્પના ૫૦,૦૦૦, સાતમાં કલ્પના ૪૦,૦૦૦, આઠમા કલ્પના ૬૦૦૦, આનત–પ્રાણત (નવદશમા) કલ્પના ૪૦૦ અને આરણ-અર્ચ્યુત કલ્પના ૩૦૦ વિમાનો જાણવા. ' યાન વિમાનના નિર્માણ કર્તા દેવોના નામોમાં પણ ફેરફાર છે તે આ પ્રમાણે :(૧) પાલક, (૨) પુષ્પક, (૩) સૌમનસ, (૪) શ્રીવત્સ, (૫) નંદાવર્ત, (૬) કામગમ, (૭) પ્રીતિગમ, (૮) મનોરમ, (૯-૧૦) વિમલ અને (૧૧-૧૨માં કહ્યું વિમાન નિર્માણ Page #70 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભsષભકથા ૬૯ કર્તા દેવ) સર્વતોભદ્ર હતા. (૧) સૌધર્મ, (૩) સનસ્કુમાર, (૫) બ્રહ્મલોક, (૭) મહાશુક્ર અને (૯-૧૦) આનત-પ્રાણતના ઇન્દ્રોને ત્યાં સુઘોષા નામની ઘંટા હતી, પદાતિ સેનાપતિ હરિશૈગમેષી હતા, બહાર નીકળવાનો માર્ગ ઉત્તર દિશા હતો, રતિકર પર્વતના અગ્નિ ખૂણામાં વિમાન લઈ ગયેલા. જ્યારે (૨) ઇશાન, (૪) માહેન્દ્ર, (૬) લાંતક, (૮) સહસ્ત્રાર, (૧૧–૧૨). આરણ અય્યત કલ્પના ઇન્દ્રોને ત્યાં મહાઘોષા નામની ઘંટા હતી, પદાતિ સેનાપતિ લઘુ પરાક્રમ નામે હતા, બહાર નિકળવાનો માર્ગ દક્ષિણ દિશા હતો. રતિકર પર્વતના ઇશાન ખૂણામાં વિમાન લઈ ગયેલા. આ સિવાય પર્ષદામાં આત્મરક્ષક દેવોની સંખ્યા તેમના–તેમના સામાનિક દેવોની સંખ્યા કરતા ચાર ગણી સમજવી. બધાં જ ઇન્દ્રોના યાનવિમાનોનો વિસ્તાર એક લાખ યોજનનો અને ઊંચાઈ પોતપોતાના વિમાન પ્રમાણ જાણવી. બધાંનો ઇન્દ્રધ્વજ ૧૦૦૦ યોજન ઊંચો હતો. શક્રેન્દ્ર સિવાયના બાકીના ઇન્દ્રો મેરુ પર્વત પર ઉતરીને – યાવત્ – પર્યુપાસના કરે છે. -૦- અસુરેન્દ્ર ચમરનું આગમન : તે કાળ તે સમયે અસુરેન્દ્ર અસુરરાજ ચમર પોતાની ચમચંચા નામક રાજધાનીમાં સુધર્મા નામક સભામાં ચમરનામક સિંહાસન પર ૬૪,૦૦૦ સામાનિક દેવો, ચાર લોકપાલ, સપરિવાર પાંચ પટ્ટરાણી, ત્રણ પર્ષદા, સાત સેના, સાત સેનાધિપતિ, ૨,૫૬,૦૦૦ આત્મરક્ષક દેવો – યાવત્ – શક્રની જેમ બિરાજમાન હતો. ફર્ક માત્ર એટલો કે તેના પદાતિ સેનાધિપતિનું નામ ડ્રમ, ઘંટાનું નામ ઓઘસ્વરા, વિમાનનો વિસ્તાર ૫૦,૦૦૦ યોજન, ઇન્દ્રધ્વજની ઊંચાઈ ૫૦૦ યોજન, વિમાનનિર્માતા આભિયોગિક દેવ. શેષ વર્ણન શક્રેન્દ્ર મુજબ જાણવું – યાવત્ – મેરુ પર્વત ઉપર આવીને પર્યપાસના કરે છે. –૦- બલી આદિ અન્ય અસુરેન્દ્રનું આગમન : તે કાળ તે સમયે બલી નામક અસુરેન્દ્ર અસુરરાજ પણ ચમરેન્દ્રની માફક જ આવ્યો. ફર્ક માત્ર એટલો કે તેના ૬૦,૦૦૦ સામાનિક દેવ હતા. ૨,૪૦,૦૦૦ તેના આત્મરક્ષક દેવો હતા. પદાતિ સેનાધિપતિનું નામ મહાદ્રુમ હતું. ઘંટાનું નામ મહા ઓઘસ્વરા હતું. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. તે કાળ તે સમયે ઘરણ નામક અસુરેન્દ્ર પણ આવ્યો. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું. વિશેષ એટલે કે તેના સામાનિક દેવ ૬૦૦૦, છ પટ્ટરાણી, ૨૪,૦૦૦ સામાનિક દેવ, મેઘસ્વરા નામક ઘંટા, પદાતિ સેનાધિપતિ ભદ્રસેન, વિમાનનો વિસ્તાર ૨૫,૦૦૦ યોજન, ઇન્દ્રધ્વજ ૨૫૦ યોજન ઊંચો હતો. આ પ્રકારે અસુરેન્દ્ર સિવાયના બધાં ભવનવાસી ઇન્દ્રો વિશે સમજવું. વિશેષ એટલું કે, ૧. અસુરકુમારોની ઘંટા ઓઘસ્વર, ૨. નાગકુમારોની ઘંટા મેઘસ્વરા, ૩. સુવર્ણકુમારોની ઘંટા હંસસ્વરા, ૪. વિદ્યુતકુમારોની ઘંટા ક્રૌંચસ્વરા, ૫. અગ્રિકુમારોની મંજુસ્વરા, ૬. દિકકુમારોની મંજુઘોષા, ૭. ઉદધિકુમારોની સુસ્વરા, ૮. દ્વીપકુમારોની મધુરસ્વરા, ૯. વાયુકમારોની નંદિ સ્વરા અને ૧૦. સ્વનિતકુમારોના ઇન્દ્રની ઘંટા નંદિઘોષા નામની હતી. Page #71 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ સામાનિક દેવોની સંખ્યા અસુરકુમાર આદિ ભવનવાસી ઇન્દ્રોની ક્રમશઃ ૬૪,૦૦૦, ૬૦,૦૦૦ બાકીના નવેની છ-છ હજાર હતી. આત્મરક્ષક દેવોની સંખ્યા અનુક્રમે પોતપોતાના સામાનિક દેવોની સંખ્યા કરતા ચારગણી જાણવી. એ જ રીતે દક્ષિણ દિશાવર્તી ઇન્દ્રોના પદાતિ સેનાધિપતિના નામ ભદ્રસેન અને ઉત્તરદિશાવર્તી ઇન્દ્રોના પદાતિ સેનાપતિના નામ દક્ષ છે. -૦- વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવોનું આગમન : વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવો સંબંધિ વક્તવ્યતા એ જ પ્રમાણે જાણવી. વિશેષ એટલે કે વાણવ્યંતરના ૪૦૦૦ સામાનિક દેવ, ચાર પાણી, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, ૧૦૦૦ વિમાન હોય છે. ઇન્દ્રધ્વજની ઊંચાઈ ૧૨૫ યોજન, દક્ષિણ દિશાવર્તી ઇન્દ્રોની ઘંટાનું નામ મંજુસ્વરા, ઉત્તર દિશાવર્તી ઇન્દ્રોની ઘંટાનું નામ મંજુઘોષા છે. તેમના પદાતિ સેનાધિપતિ અને વિમાન નિર્માતા આભિયોગિક દેવ હોય છે. જ્યોતિષ્ક દેવોનું શેષ વર્ણન એ જ પ્રમાણે જાણવું. વિશેષ એટલે કે જ્યોતિર્મેન્દ્ર ચંદ્રની ઘંટાનું નામ સુસ્વરા અને સૂર્યની ઘંટાનું નામ સુસ્વરનિર્દોષા છે. આ બધાં જ મેરૂ પર્વત પર આવે છે. એ રીતે બત્રીશ ઇન્દ્રો ભગવંતની સમીપ આવ્યા. (અહીં કલ્પસૂત્રની સૂત્ર-૯૭ની વિનય વિજયજી કૃત્ ટીકામાં ચોસઠ ઇન્દ્રો આવે છે તેવો ઉલ્લેખ કર્યો છે. આવશ્યક ભાષ્ય-૬૪માં પણ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વિમાનવાસીના દેવોના આગમનનો ઉલ્લેખ છે. * નોંધ :- ભવનપતિના-૨૦, વ્યંતરના-૩ર, જ્યોતિષ્કના-૨, વૈમાનિકના–૧૦ એમ કુલ ૬૪ ઇન્દ્રો થાય છે. જેના નામો સ્થાનાંગ સૂત્રના ૯૮માં સૂત્રમાં અમે નોંધેલ છે. પણ સમવાય-૩રના સૂત્ર ૧૦૮માં ૩૨–ઇન્દ્રો જણાવ્યા છે તેની વૃત્તિમાં શ્રી અભયદેવસૂરિ સ્પષ્ટતા કરે છે કે વ્યંતરના સુરૂપ આદિ–૧૬ તથા અણપત્રિક આદિ–૧૬ એ– ૩ર-અલ્પઋદ્ધિવાળા હોવાથી તેની વિવક્ષા કરી નથી. સૂર્ય-ચંદ્ર પણ અનેક છે. તેને માત્ર જાતિથી ગ્રહણ કરી બે ઇન્દ્રો જ ગણેલ છે. અન્યથા માત્ર જંબૂદ્વીપમાં જ બે સૂર્ય–બે ચંદ્રનો છે) # ઇન્દ્રો દ્વારા કરાયેલ જન્માભિષેક – –૦- અય્યત ઇન્દ્ર કરેલ ભગવંતનો જન્માભિષેક : ત્યારે બધા દેવેન્દ્રોમાં મહાત્ એવા દેવેન્દ્ર દેવરાજ અય્યત ઇન્ડે આભિયોગિક દેવોને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે અતિ સાર્થક, મહામૂલ્યવાનું, મહોત્સવને યોગ્ય વિશાળ એવા તીર્થકરાભિષેકની શીઘ તૈયારી કરો. ત્યારે તે આભિયોગિક દેવો સ્વામીની આજ્ઞા સાંભળીને હર્ષિત, સંતુષ્ટ થઈને ઇશાન ખૂણામાં જાય છે ત્યાં જઈ વૈક્રિય સમુદૂઘાત – યાવત્ – કરીને તેઓએ ૧૦૦૮ સુવર્ણ કળશોની વિફર્વણા કરી. એ જ રીતે રૂપ્યમય, મણિમય, સુવર્ણરૂપ્યમય, સુવર્ણ મણિમય, રૂધ્યમણિમય, સુવર્ણપ્યમણિમય, માટીના અને ચંદનના એમ પ્રત્યેકના ૧૦૦૮–૧૦૦૮ કળશોની વિકુવણા કરી. એ જ પ્રમાણે ઝારી, દર્પણ, થાળા, પાત્રી, સુપ્રતિષ્ઠક, ચિત્રો, રત્નકરંડક, કળશ જેવા જળપાત્ર, પુષ્પ ચંગેરીઓની વિફર્વણા કરી. સૂર્યાભદેવની વક્તવ્યતામાં જણાવ્યા મુજબ સમસ્ત ચંગેરિકા, સમસ્ત પુષ્પ પટલો આદિની વિકુર્વણા કરી. એ જ પ્રમાણે સિંહાસન, છત્ર, ચામર, તેલસમુદ્ગક – યાવત્ – સરસવના ડબ્બા, પંખા – યાવત્ – ૧૦૦૮ ધૂપદાનોની વિફર્વણા કરી. પછી સ્વાભાવિક તેમજ વિકર્વેલ કળશોથી લઈને Page #72 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભઋષભકથા ધૂપદાન પર્વતની બધી વસ્તુઓ લઈને શીરોદક સમુદ્ર જઈ શીરોદક લે છે. ત્યાંના ઉત્પલ, પા – યાવત્ – સહસ્ત્રપત્રોને પણ ગ્રહણ કર્યા. એ જ રીતે પુષ્કરોદક – ચાવતું – ભરત ઐરાવતના, માગધ આદિ તીર્થોના જળ અને માટીને ગ્રહણ કર્યા. એ જ રીતે ગંગા આદિ મહાનદીઓ – યાવતુ – લઘુ હિમવંત પર્વતથી સમસ્ત કલૈલા પદાર્થ, બધાં ફૂલ, સુગંધિત દ્રવ્ય, બધાં માલ્ય યાવત્ બધી ઔષધિઓ અને સફેદ સરસવને લીધા પછી પદ્ધહના જળ અને ઉત્પલ લીધા. એ રીતે બધાં જ કુલ પર્વતો, વૃત્ત વૈતાદ્યો, મહાકહો, સમસ્ત વર્ષhત્રો, બધી જ ચક્રવર્તી વિજયો, વક્ષસ્કાર પર્વતો, અંતરનદીઓમાંથી જળ વગેરે લઈ – યાવત્ – ઉત્તર કર આદિ ક્ષેત્રો – યાવતુ – સુદર્શન - ભદ્રશાલ વનમાંથી બધાં કલૈલા પદાર્થ – યાવત્ – સરસવને ગ્રહણ કર્યા. એ જ રીતે નંદનવનમાંથી બધાં જ કર્થલા પદાર્થ – યાવત્ – સરસ ગોશીષ ચંદન અને દિવ્ય પુષ્પમાળાઓ લીધી. સૌમનસ અને પંડક વનમાંથી પણ એ બધું ગ્રહણ કર્યું. તે દેવો એક સ્થાને એકઠા થયા. પોતાના સ્વામી પાસે આવ્યા. આવીને મહા અર્થવાનું – યાવત્ – તીર્થકરના અભિષેકની તૈયારી કરે છે. તે પછી તે અશ્રુત દેવેન્દ્ર દશ હજાર સામાનિક દેવો, તેત્રીશ ત્રાયશ્ચિંશક દેવો, ચાર લોકપાલ, ત્રણ પર્ષદા, સાત સેના, સાત સેનાપતીઓ, ચાલીશ હજાર આત્મરક્ષક દેવોથી પરિવરેલો એવો તે સ્વાભાવિક અને વિકૃર્વિત, ઉત્તમ કમળો પર સ્થાપિત શ્રેષ્ઠ સુગંધી જળથી ભરેલા ચંદનથી ચર્ચિત, કાંઠામાં પંચરંગી સૂતરથી બાંધેલા, પક્ષ અને ઉત્પલથી ઢાંકેલા, સુકુમાળ હથેલીમાં લીધેલા ૧૦૦૮ સુવર્ણ કળશ યાવત્ ૧૦૦૮ માટીના કળશો દ્વારા – યાવત્ – બધાં પ્રકારના જળ, માટી, કલૈલા દ્રવ્ય દ્વારા – યાવત્ - માટી તથા સરસવો દ્વારા પોતાની સમસ્ત ઋદ્ધિ – યાવત્ – વાદ્ય ધ્વનિયો અને કોલાહલ પૂર્વક ઘણાં જ ઠાઠમાઠથી તીર્થકરનો અભિષેક કરે છે. - જ્યારે અચ્યતેન્દ્ર મહાત્ શોભા સહિત અભિષેક કરી રહેલ હતો, ત્યારે બીજા ઇન્દ્રાદિ દેવો હર્ષિત, સંતુષ્ટ અને આનંદવિભોર થઈને હાથોમાં છત્ર, ચામર, ધૂપદાન, પુષ્પ, સુગંધ દ્રવ્ય, વજ, ફૂલ વગેરે લઈને અંજલિપૂર્વક ભગવંત સન્મુખ ઊભા હતા. વિજયદેવના વર્ણનાનુસાર અહીં પણ ઋષભદેવનું અભિષેક કથન સમજી લેવું – યાવત્ – કેટલાંયે દેવોએ રાજમાર્ગ, ગલિયો, પગદંડીઓને સાફસૂફ કરી, અભિષેક જળનો છંટકાવ કર્યો, છાણ વડે લેપન કર્યું. ધૂપ પ્રગટાવી સુગંધિત કર્યું. કેટલાંક દેવોએ ચાંદીની વર્ષા કરી, એ જ રીતે સુવર્ણ, રત્ન, વજમણિ, આભૂષણ, પત્ર, પુષ્પ, ફળ, બીજ, માળા, સુગંધિત પદાર્થ – યાવત્ – સુગંધિત ચૂર્ણની વર્ષા કરી. કેટલાયે દેવોએ સોના-ચાંદીથી – યાવત્ – સુગંધિત ચૂર્ણથી માર્ગને શૃંગારિત કર્યો કેટલાંક દેવો તત-વિતતઘન-શુષિર ચાર પ્રકારના વાજિંત્રોને વગાડતા હતા. કેટલાંક દેવો ઉલ્લિત, પાદાંત, મંદાયિત, રોચિતાવસાન ચાર પ્રકારના ગીતો ગાતા હતા. કેટલાંક દેવો અંચિત, દ્વત, આરભટ-ભસોલ ચાર પ્રકારના નૃત્યો કરતા હતા. કેટલાંક દેવો દૃષ્ટાંતિક–પ્રતિકૃતક, સામાન્ય વિનિપાતિક, લોકમધ્યાવસાનિક ચાર પ્રકારના અભિનય કરતા હતા. કેટલાંક દેવો બત્રીશ પ્રકારની નાટ્યવિધિઓનું પ્રદર્શન કરતા હતા. કેટલાંક Page #73 -------------------------------------------------------------------------- ________________ ૭૨ આગમ કથાનુયોગ-૧ દેવો ઉત્પતન-નિપતન, નિપતન-ઉત્પતન, સંકુચિત–પ્રસારિત – યાવત્ – ભ્રાંત-સંભ્રાંત નામક નાટ્યવિધીઓનું પ્રદર્શન કરતા હતા. કેટલાંક દેવ તાંડવ નૃત્ય કરતા હતા. કેટલાંક લીલા કરતા હતા. કેટલાંકે હર્ષોલ્લાસ સહ ગર્જના કરી, કેટલાકે તાલ બજાવી ફટુ ફટ્ટ ધ્વનિ કર્યો, કેટલાંક પરસ્પર ગળે મળ્યા - સિંહનાદ કર્યો, કેટલાંકે આ બધું કર્યું. કેટલાંક દેવો ઘોડાની જેમ હણહણતા હતા. એ જ રીતે – હાથીની જેમ ચિંઘાડતા હતા, રથ જેવી ઘનઘનાહટ કરતા હતા. કેટલાંક આ ત્રણે કરતા હતા. કેટલાંક સામે કે પાછળથી ઉછળતા હતા. કેટલાંક ચપટી વગાડતા હતા, કોઈ જમીન પર પગ પછાડતા હતા. કોઈ જોરજોરથી અવાજો કરતા હતા. એ પ્રમાણે બધું સમજી લેવું. કેટલાંક દેવ હા– હુ કરતા હતા. એ પ્રમાણે ફૂત્કાર, થા-થા અવાજ, નીચે આવવું – ઉપર ઉછળવું, ઘુમવું, જલવું, તપવું, ધગધગવું, ગર્જવું, વિજળીની જેમ ચમકવું વગેરે કરતા હતા. કેટલાંક દેવોને એક લાઈનમાં ઊભા કરતા હતા – કહકાટ કે દુહદુહાટ કરતા હતા. કેટલાંક અનેક રૂપોની વિદુર્વણા કરતા નાચતા હતા. એ પ્રમાણે શેષ વર્ણન “વિજયદેવ” અનુસાર સમજી લેવું – થાવત્ – ચારે તરફ સર્વત્ર ભાગ-દૌડ મચેલી હતી. તે સમયે સપરિવાર અચ્યતેન્દ્ર મહાનું અભિષેક દ્વારા પ્રભુને અભિષેક કરે છે. પછી બે હાથ વડે અંજલિ કરીને – યાવત્ – નતમસ્તક થઈ નમસ્કાર કરીને જય-વિજય શબ્દોથી પ્રભુને વધાવે છે. પછી ઇષ્ટ આદિ વાણી વડે જય જયકાર કરીને – યાવતું – કમળ જેવા સુકોમળ, સુગંધિત, ગંધ કાષાયિક વસ્ત્રથી પરમાત્માનું શરીર લુછે છે. પછી શરીરને કલ્પવૃક્ષ સંદેશ અલંકૃત અને વિભૂષિત કરે છે - યાવતુ – નાટ્ય પ્રયોગ દેખાડે છે. પછી સ્વચ્છ, સ્નિગ્ધ, રજતમય સરસ સુંદર અક્ષત વડે ભગવંત સન્મુખ આઠ-આઠ મંગલોનું આલેખન કરે છે. આ મંગલક છે – ૧. દર્પણ, ૨. ભદ્રાસન, ૩. વર્ધમાન, ૪. કળશ, ૫. મત્સ્ય યુગલ, ૬. શ્રીવત્સ, ૭. સ્વસ્તિક અને ૮. નંદાવર્ત. ' અષ્ટમંગલનું આલેખન કરીને તે ભગવંતની પૂજા (ઉપચાર) કરે છે. કઈ રીતે ? પાટલ, મલિક, ચંપક, અશોક, પુત્રાગ, આમ્રમંજરી, નવલિકા, બકુલ, તિલક, કણેર, કુંદ, કુબ્બક, ટોરંટક પત્ર, દમનક પુષ્પોની શ્રેષ્ઠ સુગંધથી વાસિત અને હાથમાંથી નીચે પડતા પુષ્પોનો ત્યાગ કરીને, તે રંગબેરંગી એવા પંચરંગી પુષ્પોથી ઘુંટણ પ્રમાણ ઢગલાની રચના કરે છે પછી ચંદ્રકાંત કર્યેતનાદિ રત્ન, વજ-વૈડુર્યમણિથી નિર્મિત વિમલદંડ વાળી સુવર્ણ મણિરત્ન આદિથી રચિત વિવિધ ચિત્રોથી યુક્ત, કૃષ્ણાગરૂ, કંદરક, તુરષ્ક જેવી ઉત્તમ સુગંધવાળી ધૂપોની સુગંધની લહેરને ફેલાવનારી ધૂપદાનીથી ધૂપક્ષેપ કરે છે. પછી ઋષભજિનેન્દ્રથી સાત-આઠ ડગલાં દૂર જઈને દશે આંગળી પરસ્પર ભેગી કરી મસ્તકે અંજલિ કરી વિશુદ્ધ પાઠવાળી–ઉત્તમ છંદોથી રચિત અર્થસમૃદ્ધ અને અપુનરુક્ત એવી ૧૦૮ સ્તુતિ કરે છે. - સ્તુતિ કર્યા બાદ ડાબા ઘૂંટણને વાળીને ઊંચો કરે છે. જમણો ઘૂંટણ જમીન ઉપર સ્થાપે છે – યાવત્ – બંને હાથ જોડી મસ્તકે અંજલિ કરી કહ્યું કે, હે સિદ્ધ, બુદ્ધ, નીરજ, શ્રમણ, સમાધિયુક્ત, સમત્ત (અવિસંવાદિ વચનવાળા) સમયોગી, શલ્ય રહિત, નિર્ભય, Page #74 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભઋષભકથા ૭૩ રાગદ્વેષ રહિત, મમત્વરહિત, નિસ્ટંગ, નિઃશલ્ય, માનમર્ધક, ગુણરત્નોના ભંડાર, શીલસાગર, અનંત અપ્રમેય ભવ્ય ધર્મરાજ્યના સાર્વભૌમ ચક્રવર્તી ! આપને મારા નમસ્કાર થાઓ. “અરિહંતોને નમસ્કાર થાઓ' એમ કહી તેણે (ઋષભપ્રભુને) વંદના–નમસ્કાર કર્યા, પછી અતિ નિકટ કે અતિ દૂર નહીં તેવા યથોચિત સ્થાને ઊભા રહીને સુશ્રુષા – યાવત્ - પર્યપાસના કરે છે. –૦- ઇશાન આદિ ઇન્દ્રો કૃતુ જન્માભિષેક : જે રીતે અચ્યતેન્દ્રએ અભિષેક કર્યો તે જ રીતે પ્રાણત આદિ ઇન્દોએ પણ (ઋષભ પ્રભુનો) જન્માભિષેક કર્યો. વિશેષ એ કે જેનો જે પરિવાર હોય તે પરિવાર તેના–તેના ઇન્દ્ર સાથે સમજી લેવો – યાવત્ – ઇશાનેન્દ્રએ કરેલ જન્માભિષેક પર્યત સર્વ ઇન્દ્રો દ્વારા પ્રભુનો જન્માભિષેક થયો. એ જ રીતે ભવનપતિ, વ્યંતર અને સૂર્યઇન્દ્ર પર્યંત શક્ર સિવાયના પ્રત્યેકે – પ્રત્યેકે સપરિવાર જન્માભિષેક કર્યો. તે સમયે તે દેવેન્દ્ર દેવરાજ ઇશાનેન્દ્રએ પાંચ ઇશાનેન્દ્રોની વિકુર્વણા કરી, એક ઇશાનેન્દ્રએ તીર્થકર ભગવંતને પોતાની બંને હથેલીમાં ગ્રહણ કર્યા, લઈને પૂર્વ દિશા પ્રતિ મુખ રાખીને સિંહાસન પર બેઠો. એક ઇશાનેન્દ્ર પાછળ છત્ર લઈને ઊભો. બે ઇશાનેન્દ્ર ચામર ઢોળતા બંને પડખે ઊભા રહ્યા. એક ઇશાનેન્દ્ર હાથમાં શૂળ લઈ સામે ઊભો. –૦- શક્ર ઇન્દ્ર દ્વારા કરાયેલ જન્માભિષેક : પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર એ આભિયોગિક દેવોને બોલાવ્યા. બોલાવી અય્યતેન્દ્રની માફક અભિષેક સામગ્રી લાવવાની આજ્ઞા આપી. તે દેવો પણ પૂર્વ વર્ણિત રીતે બધી સામગ્રી લાવ્યા. પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર તીર્થકર ભગવંતની ચારે દિશાઓમાં ચાર શ્વેત વૃષભોની વિદુર્વણા કરે છે. તે વૃષભો શંખદળ સર્કશ વિમળ, દહીં સમાન નિર્મળ, ગાયની દૂધના ફીણ અને ચાંદીના ઢેર જેવા પ્રકાશમાન શ્વેત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને સુંદર હતા. એ ચારે શ્વેત વૃષભોના આઠ સીંગડામાંથી જલધારાઓ નીકળતી હતી. આ આઠે જલધારા ઊંચે આકાશમાં ઉછળતી હતી. ત્યાં એકત્રિત થઈને તે તીર્થકર ભગવંતના મસ્તક પર પડતી હતી. તે સમયે તે દેવેન્દ્ર દેવરાજ શક્ર પોતાના ચોર્યાશી હજાર સામાનિક દેવો સાથે (અય્યતેન્દ્રની પેઠે) અભિષેક કાર્ય સંપન્ન કરી – યાવત્ – વંદના નમસ્કાર કરી – થાવત્ – પÚપાસના કરે છે. પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર પાંચ શક્રોની વિકુર્વણા કરીને, એક શક્ર તીર્થકર ભગવંતને પોતાના કરસંપુટમાં ગ્રહણ કરે છે, એક શક્ર પાછળ ઊભો રહી છત્રને ધારણ કરે છે, બે શક્રો આસપાસ ઊભા રહી ચામર ઢોળે છે. એક શક્ર હાથમાં વજ લઈ આગળ ઊભો રહે છે. ત્યાર પછી તે શક્ર ચોર્યાશી હજાર સામાનિક દેવો – યાવત્ – બીજા ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવ-દેવીઓથી ઘેરાયેલો પોતાની પૂર્ણ ઋદ્ધિ સાથે – થાવત્ – વાદ્યોના નિર્દોષપૂર્વક પોતાની ઉત્કૃષ્ટ દિવ્ય દેવગતિથી ચાલતા-ચાલતો જ્યાં Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૪ આગમ કથાનુયોગ-૧ તીર્થકર ભગવંતનું જન્મનગર હતું, જ્યાં જન્મભવન હતું, જ્યાં તીર્થંકરના માતા હતા ત્યાં પહોંચે છે. પછી તીર્થકર ભગવંતને માતાની પાસે રાખે છે, તીર્થંકરની પ્રતિકૃતિનું પ્રતિસંહરણ કરે છે, માતાને આપેલ અવસ્થાપિની નિદ્રા પાછી લઈ લે છે. પછી એક મહામૂલ્યવાનું સૌમયુગલ (એક પ્રકારના વસ્ત્રો અને બે કુંડલને તીર્થકર ભગવંતના ઓશીકા પાસે રાખે છે. તપનીય સુવર્ણના ઝૂમખાંવાળું, સોનાના પતરાનું બનેલ, અનેક પ્રકારના મણિરત્નો અને નાની-નાની માળાઓથી સુશોભિત સુંદર કુંભ સદશ એક શ્રીદામચંડ તીર્થકર ભગવંતની ઉપર ચંદરવામાં લટકાવે છે. સુખપૂર્વક એવા અને આનંદથી રમતા તીર્થકર ભગવંતને અનિમેષ દૃષ્ટિએ જોતા-જોતા તે ઊભો રહ્યો. - ત્યાર પછી તે દેવેન્દ્ર દેવરાજ શકે વૈશ્રમણ દેવોને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય! બત્રીસ કરોડ હિરણ્ય, બત્રીસ કરોડ સુવર્ણ, સુભગ, સુંદર રૂપ અને લાવણ્ય યુક્ત બત્રીશ નંદાસણ, બત્રીસ ભદ્રાસન ભગવંતના જન્મભવનમાં યથાસ્થાને જલદીથી સજાવટ સાથે સ્થાપિત કરો. એમ કર્યા પછી મને તુરંત જણાવો. તે વૈશ્રમણ દેવે શક્રના આજ્ઞા વચનોને સવિનય સ્વીકારી જંભક દેવોને બોલાવ્યા. તેઓને કહ્યું કે, હે દેવાનુપ્રિય! તમે જલ્દીથી બત્રીશ કોડી હિરણ્ય આદિને તીર્થકર ભગવંતના જન્મભવનમાં સ્થાપન કરો અને મને તે કાર્ય થયાની જાણ કરો. ત્યારે તે વૈશ્રમણદેવની આજ્ઞા સાંભળી હર્ષિત અને સંતુષ્ટ થયેલા તે જંભક દેવે બત્રીશ કોડી હિરણ્ય આદિ ભગવંતના જન્મભવનમાં મૂક્યા. કાર્ય થયાની સૂચના આપી. વૈશ્રમણદેવે તે વાત શક્રેન્દ્રને જણાવી. - ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર એ આભિયોગિક દેવોને બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી તમે તીર્થકર ભગવંતના જન્મનગરના શૃંગાટક – યાવત્ – રાજમાર્ગમાં જઈને ઉચ્ચ સ્વરે ઘોષણા કરો કે, હે અનેકાનેક ભવનપતિ, વાણવંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવ-દેવીઓ ! સાંભળો, હે દેવાનુપ્રિયો ! જે કોઈ તીર્થંકર કે તીર્થંકરની માતાને માટે મનમાં અશુભ ચિંતવશે તેના મસ્તકના અર્જક વૃક્ષની મંજરીની પેઠે સો-સો ટુકડા થઈ જશે. આ પ્રમાણે ઘોષણા કરી મને તે સમાચાર જણાવો. ત્યારે તે આભિયોગિક દેવોએ – “જેવી આપની આજ્ઞા” એમ વિનયપૂર્વક તે આજ્ઞાને સ્વીકારી, દેવેન્દ્ર દેવરાજ શક્ર પાસેથી નીકળી, તુરંત જ ભગવંતના જન્મનગરના શૃંગાટક આદિમાં “તું” ઘોષણા કરી. ઘોષણા કર્યા બાદ શક્રેન્દ્રને તે વાત જણાવી. ત્યાર પછી તે અનેકાનેક ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવો તીર્થકર ભગવંતનો જન્મ મહોત્સવ કરે છે. કરીને નંદીશ્વર હીપે આવે છે. ત્યાં પણ અષ્ટાલિકા મહોત્સવ કરે છે. પછી તેઓ જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ફરે છે. વિશેષ એટલે કે દેવેન્દ્ર શુક્ર નંદીશ્વરવીપના પૂર્વીય અંજનક પર્વત અષ્ટાલિકા મહોત્સવ કરે છે. તેના ચાર લોકપાલો, ચાર દધિમુખ પર્વત પર, ઇશાનેન્દ્ર ઉત્તરીય અંજનગ પર્વત પર, તેના લોકપાલો ચાર અંજનક પર્વત પર, અમરેન્દ્ર દક્ષિણીય અંજનક પર્વત પર, બલીન્દ્ર પશ્ચિમના અંજનક પર્વત પર, તેઓના લોકપાલો દધિમુખ પર્વત પર અષ્ટાલિકા મહોત્સવ કરે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભઋષભકથા ૭૫ ૦ પરમાત્માના નામો : કૌશલિક અત્ ઋષભ કાશ્યપગોત્રીય હતા. તેમના પાંચ નામ આ પ્રમાણે છે :૧. ઋષભ, ૨. પ્રથમ રાજા, ૩. પ્રથમ ભિક્ષાચર, ૪. પ્રથમ જિન, . પ્રથમ તીર્થંકર અથવા (મરૂદેવા માતાની કુલિમાં) પ્રથમ રાજા, પ્રથમ જિન, પ્રથમ કેવલી, પ્રથમ તીર્થકર, પ્રથમ ધર્મવર ચાતુરંત ચક્રવર્તી એવા કૌશલિક અહંતુ સમુત્પન્ન થયા. (આ બધાં જ નામો કેમ પડ્યા ? તેનું રહસ્ય આ કથાનકમાં ક્રમશઃ આપેલ છે). ૧. ઝડષભ-(ઉસભ) :- (૧) તેમની બંને જાંઘમાં વૃષભ (ઉસભ) લંછન હોવાથી તે ઋષભ કહેવાયા અથવા (૨) તેમની માતાએ જોયેલા ચૌદ સ્વપ્નમાં પ્રથમ વૃષભ જોયેલ હોવાથી તેમનું ‘ઋષભ' એવું નામ પડાયું. (ઋષભ અને વૃષભને બાવળા નિતિ ૧૦૮૦ની વૃત્તિમાં એકાર્થક શબ્દ કહ્યા છે) (૩) સંયમનો ભાર વહન કરવામાં ઋષભ સમાન હોવાથી પણ ઋષભ કહેવાયા. (४) वृषभो वा इति संस्कारः तत्र वृषभ इव वृषभ इति वा (૫) વૃવે મતિ રૂતિ વા વૃક્ષમઃ | ૨. કૌશલિક :- કોશલ (અયોધ્યાનું બીજું નામ) દેશમાં ઉત્પન્ન થયા હોવાથી તેને કૌશલિક નામે પણ બોલાવાયા. ૩. પ્રથમ રાજા :- આ અવસર્પિણીમાં નાભિ કુલકરના આદેશથી યુગલિકોની વ્યવસ્થા અને શાસન માટે તથા શક્ર દ્વારા પ્રથમ અભિષેક થયો હોવાથી તે પ્રથમ રાજા કહેવાયા. ૪. પ્રથમ જિન :- (આ અવસર્પિણીમાં આ ભરતક્ષેત્રમાં) રાગદ્વેષને સર્વ પ્રથમ જિતનાર હોવાથી પ્રથમ જિન કહેવાયા (અથવા) સ્થાનાંગ સૂત્ર અભિપ્રાય અનુસાર જિનત્વ ત્રણ પ્રકારે છે. અવધિ, મન:પર્યવ અને કેવલી તે રીતે ઋષભદેવ પ્રથમ મન:પર્યવજ્ઞાની હોવાથી પ્રથમ જિન કહેવાયા. ૫. પ્રથમ કેવલી :- ઋષભદેવ આ કાળમાં પહેલા કેવલી–સર્વજ્ઞ થયા તેથી તેનું એક નામ પ્રથમ કેવલી પડેલ. ૬. પ્રથમ તીર્થકર :- તીર્થંકર નામકર્મના ઉદયથી તેમણે આ કાળમાં સર્વપ્રથમ ચતુર્વર્ણ સંઘની સ્થાપના કરી તેથી પ્રથમ તીર્થકર કહેવાયા. ૭. પ્રથમ ધર્મવર ચાતુરંત ચક્રવર્તી :- ધર્મ વડે ચાર ગતિના અંતને કરનારા (દેખાડનારા) એવા હોવાથી પ્રથમ ધર્મવર ચાતુરંત ચક્રવર્તી નામ થયું. ૮. પ્રથમ ભિક્ષાચર :- યુગલિકોમાં ભિક્ષાનો પ્રશ્ન ન હતો. ઋષભદેવે આ કાળમાં સર્વપ્રથમ ભિક્ષા ગ્રહણ કરી, ભિક્ષાવિધિ પ્રતિપાદિત કરી માટે પ્રથમ ભિક્ષાચર કહ્યા. ૦ પ્રભુનો આહાર : ઋષભદેવ પ્રભુ અભુત સ્વરૂપવાળા હતા. અનેક દેવદેવીથી પરિવરેલા અને સકલગુણો વડે અન્ય યુગલિક મનુષ્યોથી પરમ ઉત્કૃષ્ટ એવા પ્રભુ અનુક્રમે મોટા થવા લાગ્યા. તેમના ગૃહાવાસમાં આહાર સંસ્કાર વિધિ હતી નહીં. વળી સર્વ તિર્થંકરને Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૬. આગમ કથાનુયોગ-૧ બાળભાવમાં જ્યારે ભૂખ કે તરસ લાગે છે ત્યારે સ્તનનો ઉપયોગ કરતા નથી અર્થાત્ માતાનું દૂધ પીતા નથી, પરંતુ પોતાના જ અંગુઠાને મુખમાં નાખે છે. તે અંગુઠામાં દેવોએ વિવિધ રસયુક્ત અને મનને અનુકૂળ એવા અમૃતને સંક્રમાવેલ હોય છે, જેના વડે તેની ભૂખ-તરસ શાંત થાય છે. જ્યારે તે બાલ્યાવસ્થાને પાર કરે છે ત્યારે અન્ય તીર્થકરો રાંધેલ (અગ્નિથી પકાવાયેલ) આહાર કરે છે. પણ ઋષભદેવ ભગવંતે તો દીક્ષા લીધી ત્યાં સુધી દેવો દ્વારા લેવાયેલ ઉત્તર કુરુક્ષેત્રના કલ્પવૃક્ષોના ફળોનું જ ભોજન કરેલ હતું. ૦ વંશ સ્થાપના : હવે ઇષભદેવ પ્રભુની ઉંમર એક વર્ષથી કંઈક ઓછી હતી ત્યારે શક્રને વિચાર થયો કે – અતીત વર્તમાન અને ભાવિ દેવેન્દ્ર શુક્રનો એવો આચાર છે કે પ્રથમ તીર્થંકરના વંશની સ્થાપના કરવી જોઈએ. ત્યારે લોકોથી પરિવરેલ એવા શક્ર ત્યાં આવે છે. પણ સ્વામી પાસે ખાલી હાથે કેમ જવાય ?" એમ વિચારી એક મોટી ઇક્ષયષ્ટિ (શેરડીનો સાંઠો) લઈને આવ્યો. નાભિ કુલકરના ખોળામાં બેઠેલા પ્રભુએ ઇક્ષયષ્ટિ પર દૃષ્ટિપાત કર્યો (હર્ષિત વદનવાળા પ્રભુએ હાથ લંબાવ્યા) ત્યારે શક્ર ઇન્ડે પ્રભુના ભાવને જાણીને પ્રણામ કરવા પૂર્વક પૂછયું કે, આપ ઇશુ–શેરડી ખાશો ? ત્યારે સ્વામીએ હર્ષિત થઈ હાથ લંબાવ્યો, ત્યારે “પ્રભુને ઇશુ–શેરડીનો અભિલાષ થવાથી” તેમનો વંશ ઇત્ત્વાકુ થાઓ. તેમના પૂર્વજો પણ ઇલુરસ પીતા હતા. તેથી તેમનું ગોત્ર “કાશ્યપ" નામનું થાઓ, એ રીતે શક્રઇન્દ્ર વંશની સ્થાપના કરીને ગયો. ૦ વિવાહ પરંપરા : (ઋષભદેવના કાળે યુગલિક પરંપરા હતી. એક માતાના ઉદરમાંથી એક સાથે બાળક-બાલિકાનો જન્મ થતો હતો. તે નર-નારીનું યુગલ જ પતિ-પત્નીરૂપે જીવન પસાર કરતું હતું) અહીં ભગવંત ઋષભ પણ સુમંગલા સાથે સુખપૂર્વક વિચારતા હતા અને વૃદ્ધિ પામતા હતા. તે કાળે – તે સમયે કોઈ એક યુગલે એક યુગલ (જોડલા)ને જન્મ આપેલ. તે માતા-પિતા યુગલ એ બાળ યુગલને તાડવૃક્ષ નીચે મૂકી ક્રીડા કરવાને કોઈ કદલીગૃહમાં ગયેલા હતા. તે સમયે તાલવૃક્ષથી પાકી ગયેલ કોઈ તાલફળ વાયુના પ્રહારથી તે બાળક ઉપર પડ્યું. તે બાળક અકાળે જ મૃત્યુ પામ્યો. આ અકાળમરણ પહેલી જ વાર થયું. ત્યારે તે માતા-પિતારૂપ યુગલ તે બાલિકાને એકલીને ઉછેરવા લાગ્યા. તેનું નામ સુનંદા પાડેલ. થોડા કાળ પછી તે યુગલ મરણ પામ્યું. સુનંદા અતિ સ્વરૂપવાનું દેવકન્યા જેવી થઈ. વનદેવીની માફક તેણી વનમાં એકલી ભમ્યા કરતી હતી. તેણીને એકલી જોઈને કેટલાંક પુરુષો તેને નાભિ કુલકર પાસે લાવ્યા. ત્યારે નાભિ કુલકરે તે કન્યાને પોતાની પાસે રાખીને કહ્યું કે આ સુંદર કન્યા ઋષભની પત્ની થશે. સુનંદા અને સુમંગલા બંને કન્યાની સાથે મોટા થતાં ઋષભ પણ યૌવનવયને પામ્યા. પૂર્વના જાતિસ્મરણવાળા અને ત્રણ જ્ઞાનયુક્ત પ્રભુ બાળભાવ છોડીને યુવાન થયા ત્યારે શકને આવા પ્રકારનો વિચાર આવ્યો અતીત, વર્તમાન, અનાગત શક્રનો એવો આચાર છે કે પ્રથમ તીર્થંકરનો વિવાહ મહોત્સવ કરવો જોઈએ. શીઘ તે શક્ર કરોડો દેવ-દેવીઓથી પરિવરેલો એવો પ્રભુ પાસે Page #78 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્રભઋષભકથા આવ્યો. પ્રભુનો વિવાહ આરંભ્યો. વર–પક્ષ સંબંધિ સર્વ કાર્ય ઇન્દ્રએ પોતે અને દેવોએ કર્યું. કન્યાપક્ષ સંબંધિ બધાં કાર્ય દેવીઓએ કર્યા. પછી દેવ-દેવીઓ પોતાના સ્થાનમાં ગયા. એ રીતે સુનંદાસુમંગલા સાથે વિવાહ કરેલ પ્રભુને પણ ભોગ ભોગવતા છ લાખ પૂર્વ વ્યતીત થયા. ત્યારે અનુત્તર વિમાનથી ચ્યવીને આવેલ બાહુ અને પીઠના જીવ સુમંગલાની કુલિમાં ઉત્પન્ન થયા તેનું ભારત અને બ્રાહ્મી નામ પાડ્યું. સુબાહુ અને મહાપીઠના જીવ સુનંદાની કુશીમાં ઉત્પન્ન થયા. તેનું બાહુબલી અને સુંદરી નામ પાડ્યું. પછી સુમંગલાએ ક્રમશઃ ઓગણપચાશ (૪૯) પુત્ર યુગલોને જન્મ આપ્યો. એ રીતે એકસો ભાઈઓ અને બે બહેનો કાળક્રમથી મોટા થવા લાગ્યા. ૦ ડષભદેવનું પ્રથમ રાજાપણું : (કુલકર વક્તવ્યતામાં જણાવ્યા મુજબ નાભિ કુલકર સુધીમાં હક્કાર, મક્કાર અને ધિક્કાર એ ત્રણ દંડનીતિ પ્રવર્તતી હતી) કાળક્રમે યુગલિકોના ક્રોધાદિ કષાય વધવા લાગ્યા. તેઓ ત્રણે દંડનીતિનું ઉલ્લંઘન કરવા લાગ્યા. અપરાધો વધવા લાગ્યા. યુગલિકોએ એકઠા થઈ પ્રભુને જ્ઞાનાદિ ગુણો વડે અધિક જાણીને તેમને બધી હકીકત જણાવી. ભગવંતે કહ્યું કે નીતિનું ઉલ્લંઘન કરનારનો રાજા દંડ કરે છે. આવો રાજા અમાત્યરક્ષક આદિથી સહિત હોય, તેનો રાજ્યાભિષેક કરાયેલો હોય, દંડનીતિ કઠોર હોય કે જેથી લોકોને યોગ્ય શિક્ષા થઈ શકે. ત્યારે તે યુગલિકોએ કહ્યું કે તમે જ અમારા રાજા થાઓ. પ્રભુએ ઉત્તર આપ્યો કે તમે નાભિ કુલકર પાસે જઈને રાજાની માગણી કરી. તેઓએ નાભિ કુલકરને નિવેદન કર્યું. નાભિએ કહ્યું કે આ ઋષભ તમારો રાજા થાઓ. યુગલિકોએ ઋષભપ્રભુ પાસે જઈને તે હકીકત જણાવી. પછી પ્રભુનો રાજ્યાભિષેક કરવા માટે પાણી લેવા નીકળ્યા. પદ્મિની સરોવરે ગયા. તે વખતે શક્રેન્દ્રનું સિંહાસન કંપ્યું. અવધિજ્ઞાનના ઉપયોગથી શક્રેન્દ્રએ પ્રભુના રાજ્યાભિષેકની વાત જાણી. પ્રથમ તીર્થંકરના રાજ્યાભિષેકનો પોતાનો શાશ્વત આચાર જાણીને શક્રેન્દ્ર પરિવાર સહિત ત્યાં આવ્યો. પછી સૌધર્મેન્દ્ર શુક્રએ સુવર્ણની વેદિકા બનાવી. તેના ઉપર સિંહાસન સ્થાપ્યું. દેવોએ લાવેલા તીર્થજળ વડે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી પ્રભુને દિવ્ય વસ્ત્રો પહેરાવ્યા. યથાયોગ્ય અંગો પર રત્નના અલંકારો પહેરાવી પ્રભુને વિભૂષિત કર્યા, મસ્તકે મુગટ પહેરાવી પ્રભુનો રાજ્યાભિષેક કર્યો. તે સમયે યુગલિકો કમળના પત્રમાં જળ લઈને આવ્યા. તેઓએ પ્રભુને દિવ્ય વસ્ત્રો અને અલંકારોથી શોભતા અને સિંહાસન પર બેઠેલા જોઈ વિસ્મય પામ્યા. દિવ્ય વસ્ત્રો અને આભુષણોથી અલંકૃત્ થયેલા સ્વામીના મસ્તક પર જળ નાંખવું યોગ્ય નથી એમ વિચારતા વ્યાકુળ ચિત્તવાળા થઈ ક્ષણવાર માટે ઊભા રહી ગયા. પછી પ્રભુના ચરણમાં તે જળનો ક્ષેપ કર્યો. તે જોઈ સંતુષ્ટ થયેલા ઇન્દ્ર વિચાર્યું કે ખરેખર ! આ મનુષ્યો. વિનીત છે. એવું વિચારી શક્ર એ વૈશ્રમણ યક્ષરાજને આજ્ઞા કરી કે અહીં બાર યોજન લાંબી અને નવ યોજન પહોળી એવી વિનીતા નામની નગરી બનાવો. તે દેવોએ શક્રેન્દ્રની આજ્ઞા અનુસાર બાર યોજન લાંબી અને નવયોજન પહોળી એવી રત્ન અને સુવર્ણમય હવેલીઓની પંક્તિથી તથા ફરતા કિલ્લાવાળી એવી સુશોભિત વિનીતા નગરી વસાવી. તે નગરીનું બીજું Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૮ આગમ કથાનુયોગ-૧ નામ અયોધ્યા પણ છે. તે પ્રાન્તનું નામ વિનિત ભૂમિ અથવા ઇકૂનાગ ભૂમિ પડ્યું. જે પછીથી મધ્ય દેશ નામે પણ વિખ્યાત થયું. ૦ રુષભદેવની રાજ્ય વ્યવસ્થા : ઋષભ દેવ રાજા બનતા બાકીના લોકો પ્રજા બની ગયા. કુલકર વ્યવસ્થાનો અંત આવ્યો. નવીન રાજ્ય વ્યવસ્થાનો પ્રારંભ થયો. પ્રથમ રાજા એવા ઋષભદેવ પ્રભુ પોતાના સંતાનની માફક પ્રજાનું પાલન કરવા લાગ્યા. ઊંચી જાતિના ઘોડા, હાથી, બળદ, ગાયો વગેરેનો સંગ્રહ કર્યો. રાજ્યની સુવ્યવસ્થાના હેતુથી આરક્ષક દળની સ્થાપના કરી, જેના અધિકારી “ઊગ' કહેવાયા. મંત્રીમંડળ બનાવ્યું. જેના અધિકારી “ભોગ' કહેવાયા. સમ્રાટના પાસેના માણસો કે જે પરામર્શ દાતા હતા. તેઓ “રાજન્ય' નામે ઓળખાયા. અન્ય રાજકર્મચારી ક્ષત્રિય' નામે જાણીતા થયા. ૦ આહાર સમસ્યાનું નિવારણ : કાળની ઉત્તરોત્તર હાનિથી ઋષભદેવ પ્રભુના વખતમાં કલ્પવૃક્ષના ફળો મળતા ન હતા. તેથી જેઓ ઇક્વાકુ વંશના હતા. તેઓ શેરડી ખાતા હતા, બીજા પ્રાયઃ વૃક્ષોના પત્ર, પુષ્પ, ફળાદિ ખાતા, તે વખતે અગ્નિ ન હોવાથી ચોખા વગેરે કાચું ધાન્ય ખાતા. પણ કાળના પ્રભાવથી તે પચતું ન હતું. પ્રભુના કહેવા પ્રમાણે ધાન્યને હાથથી મસળી તેના ફોતરા કાઢી ખાવા લાગ્યા. તે પણ ન પચવાથી પ્રભુના કહેવા પ્રમાણે ધાન્યને હાથથી મસળી ફોતરા કાઢી પાંદડાના પડીયામાં જળથી ભીંજાવીને ખાવા લાગ્યા. પછી તે પણ પચતું બંધ થયું ત્યાર પછી ભિંજાવેલા ધાન્યને કેટલોક વખત મૂઠીમાં ગરમી લાગે તેમ રાખી પછી ખાવા લાગ્યા. તે પણ ન પચવાથી ભિજાવેલા ધાન્યને કાંખમાં ગરમી લાગે તેમ રાખી પછી ખાવા લાગ્યા. આ પ્રમાણે ધાન્યને પચાવવાના વિવિધ ઉપાયો કરવા લાગ્યા. તે કાળે વૃક્ષોના ઘર્ષણથી અગ્નિ ઉત્પન્ન થયો. તૃણકાષ્ઠ આદિને બાળતા એવા તે નવીન અગ્નિની વાળાઓ વધવા લાગી. યુગલિકોએ અગ્નિ ક્યારેય જોયેલો નહીં. વિસ્મિત થયેલા યુગલિકોએ તેને નવીન રત્ન સમજી ગ્રહણ કરવા હાથ લંબાવ્યા. તેના વડે તેઓ પણ બળવા લાગ્યા. પ્રભુ પાસે આવી તેમણે આ વાત જણાવી. પ્રભુએ જાણ્યું કે અગ્નિ ઉત્પન્ન થયો છે. ત્યારે તેમણે યુગલિકોને જણાવ્યું કે એ અગ્નિ ઉત્પન્ન થયો છે માટે તમે ચોખા વગેરે ધાન્યને અગ્રિમાં સ્થાપન કરીને ખાઓ. જેથી તે ઘાન્ય તમને સુખેથી પચશે. અજીર્ણથી કંટાળેલા તેઓ પ્રભુના વચને હર્ષ પામ્યા. પણ પકાવવાનો અભ્યાસ ન હોવાથી ચોખા વગેરે ધાન્યોને સીધું જ અગ્નિમાં નાંખવા લાગ્યા. તે ધાન્ય બધું બળીને ભસ્મ થઈ જતું હતું. ભોળા એવા તે યુગલિકોએ અગ્નિને પાપાત્મા સમજી શિક્ષા કરાવવા વિચાર્યું. પ્રભુ તે વખતે હાથી ઉપર બેસી આવી રહ્યા હતા. તેઓએ પ્રભુ પાસે ફરિયાદ કરી. પ્રભુએ તેઓને સમજાવ્યું કે તમારે વાસણ વગેરેની મદદથી ધાન્યને અગ્નિ ઉપર રાખી પકાવવું જોઈએ. એમ કહી પ્રભુએ યુગલિકો પાસે ભીની માટીનો પિંડ મંગાવ્યો. હાથીના કુંભ સ્થળ પર માટીનો પિંડ મૂકી મહાવત પાસે વાસણ બનાવડાવ્યું. એ રીતે આહારની ખાદ્ય સમસ્યાનું નિવારણ કર્યું. Page #80 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભઋષભકથા ૦ શિલ્પ દ્વાર : આહાર દ્વારા પૂર્ણ કરી આવશ્યક નિર્યુક્તિકાર શિલ્પ હારને જણાવે છે. પ્રભુએ પાંચ પ્રકારના મૂળ શિલ્પોની કળાનું શિક્ષણ આપ્યું :- ૧. કુંભારનું, ૨. લુહારનું, 3. ચિતારાનું, ૪. વણકરનું અને ૫. નાપિતનું. આ પાંચ મૂળ શિલ્પ કળાના પ્રત્યેકના વીસ-વીસ ભેદો થવાથી કુલ એક સો શિલ્પ પ્રગટ કર્યા. (અહીં શિલ્પ અને કર્મનો મહત્ત્વનો ભેદ જણાવે છે–) આચાર્યના ઉપદેશ વિના ઉત્પન્ન થાય તે કર્મ. આચાર્યના ઉપદેશથી થાય તે શિલ્પ. પરમાત્માએ ઘડા વગેરે વાસણ બનાવવા શીખવ્યું તે કુંભારનું શિલ્પ, વસ્ત્રો બનાવવા માટે શીખવ્યું તે વણકર શિલ્પ ઇત્યાદિ પાંચ મુખ્ય ભેદે શિલ્પનું જ્ઞાન આપ્યું. તદુપરાંત કળાનું વિજ્ઞાન પણ પ્રજાના હિત માટે શીખવ્યું. ૦ કળાનો ઉપદેશ : ઋષભદેવ પ્રભુએ પ્રજાના હિત માટે પુરુષોની બોંતેર કળા, સ્ત્રીઓની ચોસઠ કળા, ઉક્ત શિલ્પો તથા અસિ, મણિ, કૃષિ રૂપ કર્મોનું પરીષ્નાન કરાવ્યું. -૦- પુરુષોની બોંતેર કળા :- ૧. લેખન, ૨. ગણિત, ૩. ગીત, ૪. નૃત્ય, ૫. વાદ્ય, ૬. પઠન, ૭. શિક્ષા, ૮. જ્યોતિષ, ૯. છંદ, ૧૦. અલંકાર, ૧૧. વ્યાકરણ, ૧૨. નિરુક્તિ, ૧૩. કાવ્ય, ૧૪. કાત્યાયન, ૧૫. નિઘંટું, ૧૬. ગજારોહણ, ૧૭. અશ્વારોહણ, ૧૮. હાથીઘોડા કેળવવા, ૧૯. શસ્ત્રાભ્યાસ, ૨૦. રસ, ૨૧. મંત્ર, ૨૨. યંત્ર, ૨૩. વિષ, ૨૪. ખણ્ય, ૨૫. ગંધવાદ, ૨૬. પ્રાકૃત, ૨૭. સંસ્કૃત, ૨૮. પૈશાચિક, ૨૯, અપભ્રંશ, ૩૦. સ્મૃતિ, ૩૧. પુરાણ, ૩૨. વિધિ-અનુષ્ઠાન, ૩૩. સિદ્ધાંત, ૩૪, તર્ક, ૩૫. વૈદ્યક, ૩૬. વેદ, ૩૭. આગમ, ૩૮. સંહિતા, ૩૯. ઇતિહાસ, ૪૦. સામુદ્રિક, ૪૧. વિજ્ઞાન, ૪ર. આચાર્ય વિદ્યા, ૪૩. રસાયણ, ૪૪. કપટ, ૪૫. વિદ્યાનુવાદ, ૪૬. દર્શન સંસ્કાર, ૪૭. ધૂર્તશંબલક, ૪૮. મણિકર્મ, ૪૯. તરુ ચિકિત્સા, ૫૦. ખેચરી કલા, ૫૧. અમરીકલા, ૫૨. ઇન્દ્રજાળ, ૫૩. પાતાલ સિદ્ધિ, ૫૪. યંત્રક, પપ. રસવતી, ૫૬. સર્વકરણી, ૫૭. પ્રાસાદ લક્ષણ, ૫૮. જુગાર, ૫૯. ચિત્રોપલ, ૬૦. લેપ, ૬૧. ચર્મકર્મ, ૬૨. પત્રચ્છેદ, ૬૩. નખચ્છેદ, ૬૪. પત્ર પરીક્ષા, ૬૫. વશીકરણ, ૬૬. કાષ્ઠ ધન, ૬૭. દેશભાષા, ૬૮. ગારુડ, ૬૯. યોગાંગ, ૭૦. ધાતુકર્મ, ૭૧. કેવલિવિધિ ૭૨. શકુનરુત. (સમવાયાંગ–૭૨ (સૂત્ર–૧૫૦)માં કળાઓના નામમાં થોડો ભેદ છે. ૧–લેખ, ગણિત, રૂપ, નાટ્ય, ગીત, વાદ્ય, સ્વગત, પુષ્કગત, સમતાલ, ૧૦–દુત, જનવાદ સુરક્ષા અષ્ટાપદ દકમૃતિકા અન્નવિધિ, પાનવિધિ, વસ્ત્રવિધિ, શયનવિધિ, આર્યવિધિ ૨૦–પ્રહેલિકા માગધિકા, ગાથા, શ્લોક, ગંધયુતિ, મધુમિકથ, આભરણવિધિ, તરુણી, પ્રતિકર્મ, સ્ત્રીલક્ષણ, પુરુષલક્ષણ, ૩૦–અશ્વલક્ષણ, ગજલક્ષણ, બલોકેલ લક્ષણ, કુકર્કટ લક્ષણ, મેઢલક્ષણ, ચક્રલક્ષણ, છત્રલક્ષણ, દંડલક્ષણ, અસિલક્ષણ, મણિલક્ષણ, ૪૦–કાકણીલક્ષણ, ચર્મલક્ષણ, ચંદ્રચર્યા સૂર્યચર્યા, રાષ્ય ગ્રહચર્યા, સૌભાગ્ય કરણ, દૌભથ્થકરણ, વિદ્યાગત, મંત્રગત, ૫૦–રહસ્યગત, સમાસ, ચાર, પ્રતિચાર, બૃહ પ્રતિબૃહ, સ્કંધાવારમાન, નગરમાન, વાસ્તુમાન, સંધાવાર નિવેશ, ૬૦–વાસ્તુરિવેશ, નગરનિવેશ, અસ્ત્રવિદ્યા, અસિવિદ્યા, અશ્વશિક્ષા, હસ્તિશિક્ષા, ઘનુર્વેદ, હિરણ્યપાક, બાહુલ્ડ-મુષ્ટિ આદિ યુદ્ધ, સૂત્ર—નાલિકા–વર્ત આદિ ખેડ, ૭૦–પત્રચ્છેદ, સંજીવની વિદ્યા અને ૭ર–પક્ષીની બોલી આદિ જાણવા) Page #81 -------------------------------------------------------------------------- ________________ ૮૦ આગમ કથાનુયોગ-૧ ઉક્ત ૭૨–કળાઓમાં લેખન એટલે હંસલિપિ વગેરે અઢાર જાતની લિપિ. તે કળા ભગવંતે જમણા હાથે બ્રાહ્મીને શીખવી સુંદરીને એક, સો, હજાર, દશ હજાર, લાખ, દશ લાખ ઇત્યાદિ દશ-દશ ગણી સંખ્યાવાળું ગણિત ડાબે હાથે શીખવેલું. કાષ્ઠ કર્માદિરૂપ કર્મ ભરતને શીખવ્યું. પુરુષાદિના લક્ષણ બાહુબલિને શીખવ્યા. –૦- સ્ત્રીઓની ચોસઠ કળા :- ૧. નૃત્ય, ઔચિત્ય, ચિત્ર, વારિત્ર, ૫. મંત્ર, તંત્ર, ધનવૃષ્ટિ, ફલાકૃષ્ટિ, સંસ્કૃતજલ્પ, ૧૦. ક્રિયાકલ્પ, ૧૧. જ્ઞાન, વિજ્ઞાન, દંભ, અંબુસ્તંભ, ૧૫. ગીતમાન, તાલમાન, આકારગોપન, આરામરોપણ, કાવ્યશક્તિ, ૨૦. વક્રોકિત, નરલક્ષણ, હાથી-ઘોડાની પરીક્ષા, વાસ્તુસિદ્ધિ, લઘુબુદ્ધિ, ૨૫. શકુન વિચાર, ધર્માચાર, અંજનયોગ, ચૂર્ણયોગ, ગૃહિધર્મ, ૩૦. સુપ્રસાદન કર્મ, કનક સિદ્ધિ, વર્ણિકા વૃદ્ધિ, વાક્પટુતા, કાલાઘવ, ૩૫. લલિતચરણ, તૈલ સુરભિતાકરણ, નૃત્યોપચાર, ગેહાચાર, વ્યાકરણ, ૪૦. પરનિરાકરણ, વીણાનાદ, વિતંડાવાદ, અંકસ્થિતિ, જનાચાર, ૪૫. કુંભભ્રમ, સારિશ્રમ, રત્નમણિભેદ, લિપિ પરિચ્છેદ, વૈદ્યક, ૫૦. કામાવિષ્કરણ, રંધન, ચિકુરબંધ, શાલીખંડન, મુખમંડન, પપ. કથાકથન, કુસુમસુગ્રથન, વરવેશ, સર્વભાષા વિશેષ, વાણિજ્ય, ૬૦. ભોજ્ય, અભિધાન પરિજ્ઞાન, આભૂષણ પરિધાન, અંત્યાક્ષરી અને ૬૪. પ્રશ્ન પહેલિકા. ૦ પુત્રોનો રાજ્યાભિષેક - શિલ્પ, કળા અને અસિ આદિ કર્મોને શીખવી, લોકોના જીવનને સરસ–શિષ્ટ તથા વ્યવહાર યોગ્ય બનાવી પોતાના સો પુત્રોને સો રાજ્ય ઉપર અભિષેક કરી અલગ-અલગ રાજ્યો સોંપી દીધા. પ્રભુએ ભરતને વિનીતા નગરીનું મુખ્ય રાજ્ય આપ્યું. બાહુબલિને તક્ષશિલા નગરીનું રાજ્ય આપ્યું અને બાકીના અઠાણુ પુત્રોને જુદા જુદા દેશ આપ્યા. –૦- પ્રભુના ૧૦૦ પુત્રોના નામ:- ૧. ભરત, બાહુબલિ, શંખ, વિશ્વકર્મા, વિમલ, સુલક્ષણ, અમલ, ચિત્રાંગ, રચાતકીર્તિ, વરદત્ત, ૧૧. સાગર, યશોધર, અમર, રથવર, કામદેવ, ધ્રુવ, વત્સ, નંદ, સૂર, સુનંદ, ૨૧. કુરુ, અંગ, બંગ, કોશલ, વીર, કલિંગ, માગધ, વિદેહ, સંગમ, દશાણ, ૩૧. ગંભીર, વસુવર્મા, સુવર્મા, રાષ્ટ્ર, સુરાષ્ટ્ર, બુદ્ધિકર, વિવિધકર, સુયશા, યશકીર્તિ, યશસ્કર, ૪૧. કીર્તિકર, સૂરણ, બ્રહ્મસેન, વિક્રાંત, નરોત્તમ, પુરુષોત્તમ, ચંદ્રસેન, મહાસેન, નભસેન, ભાનુ, ૫૧. સુકાંત, પુષ્પયુત, શ્રીધર, દુર્ધર્ષ, સુસુમાર, દુર્જય, અર્જયમાન, સુધર્મા, ધર્મસન, આનંદન, ૬૧. આનંદ, નંદ, અપરાજિત, વિશ્વસેન, હરિષણ, જય, વિજય, વિજયંત, પ્રભાકર, અરિદમન, ૭૧. માન, મહાબાહુ, દીર્ઘબાહુ, મેઘ, સુઘોષ વિશ્વ, વિજયંત, પ્રભાકર, અરિદમન, ૭૧. માન, મહાબાહુ, દીર્ઘબાહુ, મેઘ, સુઘોષ, વિશ્વ, વરાહ, સુસેન, સેનાપતિ, કપિલ, ૮૧. શૈલવિચારી, અરિજય, કુંજરબલ, જયદેવ, નાગદત્ત, કાશ્યપ, બલ, ધીર, શુભમતિ, સુમતિ, ૯૧. પદ્મનાભ, સિંહ, સુજાતિ, સંજય, સુનાભ, નરદેવ, ચિત્તહર, સુરવર, દઢ રથ અને ૧૦૦. પ્રભંજન. ૦ ઋષભદેવનું દીક્ષા કલ્યાણક : કૌશલિક અત્ ઋષભ વીશ લાખ પૂર્વ કુમાર અવસ્થામાં રહ્યા. પછીના ત્રેસઠ Page #82 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર–ભઋષભકથા લાખ પૂર્વ મહારાજા રૂપે રહ્યા. તે મહારાજા–પણામાં કળા-શિલ્પ-કર્માદિનો ઉપદે લોકહિતાર્થે આપ્યો. છેલ્લે પોતાનાં સો પુત્રોને સો રાજ્યો પર અભિષેક કર્યો. એ રી. વ્યાસી લાખ પૂર્વ ગૃહસ્થપણે પૂર્ણ કર્યા. દીક્ષા લેવાને તત્પર થયા. (છેલ્લા પૂર્વનું) એ વર્ષ બાકી રહ્યું ત્યારે લોકાંતિક દેવોએ પોતાનો શાશ્વત આચાર જાણી પ્રભુને દીક્ષા અવસર જણાવવા વિનંતી કરી. તીર્થંકર પરમાત્માને દીક્ષાનો અવસર જણાવવાનો તેમને કલ્પ હોવાથી બ્રહ્મલોક નિવાસી લોકાંતિક દેવોએ તેવા પ્રકારની વિશિષ્ટ ગુણવાળી, છા થાવત્ પ્રિય વાણી વડે પ્રભુને અભિનંદવા પૂર્વક સ્તુતિ કરતા કહ્યું કે, હે પ્રભુ! આપ જ પામો – જય પામો. હે ભગવન્! આપ બોધ પામો. હે લોકનાથ ! સકળ જગતના જીવો હિતકર એવું ધર્મતીર્થ પ્રવર્તાવો. (* લોકાંતિક દેવ સંબંધિ વિશદ્ ચર્ચા ભમલ્લિ–કથાનકમાં જોવી) ઋષભદેવે અવધિજ્ઞાન અને અવધિદર્શન વડે પોતાનો દીક્ષાકાળ જાણી વર્ષિદા આપ્યું – યાવત્ – પોતાના ગોત્રીયોને સુવર્ણાદિક ધન ભાગે પડતું વહેંચી આપી ગ્રામ્યધર્મ (ઇન્દ્રિય વિષયો) અને રાજ્યનો ત્યાગ કરીને પ્રભુ દીક્ષા લેવા નીકળ્યા. જે આ ગ્રીષ્મ ઋતુનો પહેલો માસ, પહેલો પક્ષ અર્થાત્ ચૈત્ર માસનું કૃ પખવાડીયું, તેની આઠમી તિથિ અર્થાત્ ચૈત્ર વદ આઠમ (ગુજરાતી ફાગણ વદી આઠમ) દિવસે, દિવસના પાછલા પ્રહરે દીક્ષા લેવા નીકળ્યા. (અહીં જંબૂતીપ પ્રજ્ઞપ્તિમાં ‘ચિત્ત બહુલ નવમી પકખેણે લખ્યું છે. વૃત્તિકારે પણ “નવખ્યાસ્મિથે' લખ્યું છે. પછી આગળ સ્પષ્ટીકરણમાં નવા પલે' નોમને દિવસે એવું અર્થઘટન કરી પછી આઠમના દિવસનો ચોથો પ્રહર એવો ખુલાસો પણ આપેલ ૯ તે વાંચાનાંતર અથવા અથાતર જાણવું) પ્રભુ દીક્ષા લેવા નીકળ્યા ત્યારે સુવર્ણનો ત્યાગ કરીને, હિરણ્ય, કોશ કોઠાગારનો ત્યાગ કરીને, સેના–વાહનનગર-અંતઃપુરનો ત્યાગ કરીને, વિપુલ ધસુવર્ણ, રત્ન, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાલ, માણેક તથા ઉત્તમ સારરૂપ દ્રવ્ય ત્યાગ કરીને તેમજ આ બધું સ્વજનો અને સંબંધીઓમાં વહેંચી દઈ દીક્ષા લેવા નીકળેલ (* તીર્થકર અભિષેક માટે ભમલિ તથા ભ૦ મહાવીર કથાનક ખાસ જોવું). તે સમયે (ચૈત્ર વદી આઠમના ચોથા પ્રહરે) સુદર્શના નામની પાલખીમાં રત્નજડિ સિંહાસન પર પૂર્વદિશા સન્મુખ બેસીને નીકળ્યા. તેની પાછળ-પાછળ દેવ, મનુષ્યો આ અસુરોની પરિષદ ચાલી રહી હતી. શંખવાદક, ચક્રધારી, હળધારી, મંગલવચન બોલનાર મંગલપાઠક, વધાઈગાનારા, કથક, દોરડા પર નાચનારા, ચિત્રપટ દેખાડનારા, ઘંટ વગાડનારા આદિ તેની સાથે ચાલી રહ્યા હતા. પોતાની ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનહર ઉદાર, કલ્યાણકર, શિવંકર, ધન્ય, માંગલિક, સશ્રીક, હૃદયંગમ, ગંભીર, કર્ણ અને મન સુખદ–અપુનરુક્ત સુંદર વાણી વડે અવિચ્છિન્નરૂપથી અભિનંદન અને સ્તુતિ કરાતા હતા કુલના વડિલો-સ્વજનો ઇત્યાદિ પ્રભુને કહે છે કે – હે કલ્યાણકારક ! હે ભદ્રકારક ! તમે જય પામો – જય પામો. સંયમરૂપ ધર્મ તમે નિર્વિજનતા પામો. પરિષહો-ઉપસર્ગોથી ભયભીત ન થનારા તમે ભીષણ ભયોને લ ભાવે સહન કરનારા તમે ! તમારી ધર્મારાધના નિર્વેિદનપણે સંપન્ન થાઓ. એ પ્રકા Jain nternational Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ભગવંતને અભિનંદે છે - સ્તવે છે. તે સમયે કૌશલિક અર્હત્ ઋષભ હજારો નેત્રો વડે અનિમિષ પણે જોવાતા . યાવત્ – (ઉવવાઈ સૂત્રના વર્ણન અનુસાર) નીકળે છે. જ્યાં ગગનમંડળ જનસમૂહના કોલાહલ વડે વ્યાપ્ત હતું તે વિનીતાની રાજધાનીના મધ્ય ભાગ થકી નીકળી, સિદ્ધાર્થ નામના ઉદ્યાનમાં અશોક નામક વૃક્ષ નીચે આવે છે. તે સમયે સિદ્ધાર્થવન નામક ઉદ્યાન તરફ જતો માર્ગ પાણીથી સીંચેલો હતો. સાફસ્વચ્છ કરાયેલ હતો. પુનઃ સુગંધિત જળનો છંટકાવ કરાયેલો હતો. પુષ્પોથી સજાવેલો હતો. જેના પર હાથી, ઘોડા, રથ અને પગેથી ચાલનારા લોકોને કારણે મંદ મંદ રજ ઉડી રહી હતી. આવા પ્રકારના માર્ગેથી થઈને જ્યાં સિદ્ધાર્થ વન હતું. અશોક નામે વૃક્ષ હતું ત્યાં આવે છે. પછી અશોકવૃક્ષની નીચે પાલખી (શિબિકા) સ્થાપન કરાવે છે. શિબિકામાંથી નીચે ઉતરે છે. પછી પોતાની જ મેળે પ્રભુ આભરણ-અલંકાર આદિ ઉતારે છે. પછી પોતાની જ મેળે ચાર મુષ્ટિ લોચ કરે છે. પ્રભુએ જ્યારે ચાર મુષ્ટિ લોચ કર્યો અને એક મુષ્ટિ કેશનો લોચ બાકી હતો ત્યારે તે એક મુષ્ટિ કેશલતા પ્રભુના સુવર્ણ સમાન કાંતિવાળા ખભા ઉપર લટકતી હતી ત્યારે સુવર્ણકળશ પર શોભતી નીલકમલની માળા જેવી મનોહર દેખાતી હતી. આ એક મુષ્ટિ કેશલતાને જોઈને હર્ષિત ચિત્તવાળા ઇન્દ્રએ પ્રભુને વિનંતી કરી કે, હે સ્વામી ! કૃપા કરી આટલા કેશ રહેવા દો. શક્રના પ્રાગ્રહથી પ્રભુએ તેટલા કેશ રહેવા દીધા. જુઓ- કલ્પસૂત્ર.મૂ.૨૧૧–વૃત્તિ આગમ કથાનુયોગ–૧ ચાર મુષ્ટિ લોચ કર્યા બાદ અને નિર્જલ એવા છટ્ઠ તપ પૂર્વક ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ઉગ્ર–ભોગરાજન્ય અને ક્ષત્રિય કુળના ચાર હજાર પુરુષો (જેમાં કચ્છ અને મહાકચ્છ પણ હતા) સહિત, ફક્ત એક દેવદૂષ્ય ગ્રહણ કરીને, કેશ લોચ કરવારૂપ દ્રવ્યથી અને ક્રોધાદિ નિગ્રહરૂપ ભાવથી મંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરીને અનગારિક પ્રવજ્યા લીધી અર્થાત્ સાધુપણાને પામ્યા. અહીં ચાર હજાર પુરુષ સાથે દીક્ષા લીધી તેમ કહ્યું. ભગવંતે ખરેખર તેઓને દીક્ષા આપી નથી. ચારે હજાર પુરુષોએ પોતાની જ મેળે પંચમુષ્ટિક કેશ લોચ કર્યો. સ્વયં પ્રતિજ્ઞા કરી કે જે રીતે ભગવંત કરશે તેમ અમે પણ કરીશું અર્થાત્ ભગવંતને અનુસરીશું. ૦ પ્રથમ ભિક્ષાચર અને અચેલકત્વ : કૌશલિક અર્હત્ ઋષભદેવ એક વર્ષથી કંઈક અધિક સમય સુધી વસ્ત્રધારી રહ્યા બાદમાં તેઓ અચેલક થઈ ગયા. અર્હત્ કૌશલિક ઋષભદેવ દીક્ષા લીધા પછી એક હજાર વર્ષ સુધી હંમેશાં કાયાની શુશ્રૂષાનો ત્યાગ કરી, દેહના મમત્વથી રહિત, પરીષહોને સહન કરતા રહ્યા. પરમઘોર અભિગ્રહોને ધારણ કરી, શરીરની માયા છોડી દઈને, આંખની પણ પ્રમાર્જના ન કરતા કે શરીરને પણ ન ખંજવાળતા પ્રભુએ દેવ આદિના કરેલા ઉપસર્ગોને સહન કરે છે. એ રીતે એક ગામથી બીજે ગામ વિચરણ કરી રહ્યા છે. તે વખતે લોકો સમૃદ્ધ હતા. ભિક્ષા શું ? ભિક્ષાચર કેવા હોય ? તે હકીકત જાણતા ન હતા. જેઓએ પ્રભુની સાથે દીક્ષા લીધી હતી તેઓ ભિક્ષા ન મળવાથી ભૂખ Page #84 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર-ભષભકથા ૮૩ વગેરેથી પીડિત થઈને પ્રભુને આહારનો ઉપાય પૂછવા લાગ્યા. પણ મૌનધારી પ્રભુએ કંઈ ઉત્તર ન આપ્યો. ત્યારે તે પુરુષોએ કચ્છ મહાકચ્છ પાસે જઈ તેમને વિનંતી કરી. તેઓએ કહ્યું કે, તમારી જેમ અમે પણ આહારનો કોઈ વિધિ જાણતા નથી. આપણે દીક્ષા લીધા પહેલા પ્રભુને કંઈ પૂછયું નહીં. હાલ તો પ્રભુ મૌન ધરીને રહ્યા છે. તેઓ કંઈ ઉત્તર આપતા નથી. આપણે આહાર વિના રહી શકતા નથી. ભારતની લજ્જાથી ઘેર જવું પણ ઠીક નથી. આપણે માટે વનવાસ જ કલ્યાણકારી છે. તેઓ એ રીતે એક સંમત થઈને પ્રભુનું જ ધ્યાન ધરતા ગંગાનદીને કાંઠે વનમાં રહ્યા, ત્યાં ફળ, ફૂલ, પાંદડા વગેરે ખાનારા તથા મસ્તક અને દાઢીમૂછના વાળને સાફ નહીં કરનારા એવા જટાધારી તાપસ થયા. કચ્છ અને મહાકચ્છના પુત્ર નમિ અને વિનમિ પિતાના અનુરાગથી તેમની સાથે જ વિચરતા હતા. વનવાસી થયા ત્યારે કચ્છ-મહાકચ્છે તેના પુત્રોને કહ્યું અને આ રીતે વનવાસવિધિ સ્વીકારી છે. તમે ઘેર પાછા ફરો અથવા ભગવંત પાસે જાઓ. તેઓ અનુકંપા વડે તમને ઇચ્છિત ફળને દેનારા થશે. તેઓ પણ તેમના પિતાને પ્રણામ કરીને પિતાની આજ્ઞાનુસાર ભગવંત પાસે ગયા. પ્રતિમા સ્થિત ભગવંત માટે જળાશયમાંથી નલિનીપત્રોમાં જળ ભરીને પ્રભુની આસપાસ સર્વત્ર જળ છંટકાવ કર્યો. ભગવંતને જાનુ પ્રમાણ સુગંધી ફૂલોનો ઢેર કર્યો. મસ્તક નમાવી પંચાંગ પ્રણિપાત કરવા પૂર્વક હે પ્રભો ! અમોને રાજ્ય આપો.” એમ વિનંતી કરવા લાગ્યા. એક વખત ભક્તિથી ધરણેન્દ્ર પ્રભુને વંદન કરવા આવ્યો. તેણે પ્રભુની સેવા કરતા અને પ્રભુની પાસે રાજ્યની માંગણી કરતા નમિ અને વિનમિને જોયા. તેણે સંતુષ્ટ થઈને કહ્યું કે હે ભદ્રો! પ્રભુ તો નિઃસંગ છે. તમે તેમની પાસે રાજ્ય ના માંગો. પ્રભુની ભક્તિથી હું જ તમને રાજ્ય આપીશ. પ્રભુની સેવા નિષ્ફળ ન થાઓ. એવું કહીને ધરણેન્દ્રએ તેમને ૪૮,૦૦૦ વિદ્યાઓ આપી. તેમાં ગૌરી, ગાંધારી, રોહિણી અને પ્રજ્ઞપ્તિએ ચાર વિદ્યા પાઠ સિદ્ધ આપી. પછી ધરણેન્દ્રએ કહ્યું કે આ વિદ્યા વડે વિદ્યાધરની કૃદ્ધિ પામેલા તમે સ્વજન પરિવારને લઈને વૈતાઢય પર્વત ઉપર જાઓ. ત્યાં દક્ષિણશ્રેણિમાં ગૌરેય ગાંધાર વગેરે આઠ નિકાયો અને રથનૂપુર ચક્રવાલાદિ પચાશ નગર વસાવો. તથા ઉત્તર શ્રેણિમાં પંડક વંશાલય વગેરે આઠ નિકાયો અને ગગનવલ્લભ આદિ સાઈઠ નગરો વસાવો. ત્યારે તે બંનેએ ઇચ્છિતને પામીને પુષ્પક વિમાન બનાવ્યું. તીર્થકર ભગવંત તથા નાગરાજને વંદીને, પછી પોત-પોતાના પિતાને જણાવીને, વિનીતાનગરી ગયા. ભરત રાજાને બધી વાત જણાવી, પોતાના સ્વજન-પરિવારને લઈને વૈતાય પર્વત ગયા. નમિએ દક્ષિણવિદ્યાધર શ્રેણી અને વિનમિએ ઉત્તરીય વિદ્યાધર શ્રેણીમાં નગર વસાવ્યા. ઋષભદેવ પ્રભુએ દીક્ષા લીધી ત્યારે લોકો અન્ન-પાન આદિ આપવાનું જાણતા ન હતા, તેથી ભિક્ષા માટે પધારેલા પ્રભુને પહેલાંની માફક રાજા સમજી વસ્ત્ર, આભરણ, કન્યા વગેરે ગ્રહણ કરવા નિમંત્રણા કરતા હતા. આ પ્રમાણે યોગ્ય ભિક્ષા ન મળવા છતાં દીનતારહિત મનવાળા અને ગ્રામાનુગ્રામ વિચરતા પ્રભુએ કુરુ દેશના હસ્તિનાગપુર નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં બાહુબલિનો પુત્ર સોમપ્રભ નામનો રાજા રાજ્ય કરતો હતો. સોમપ્રભનો Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૪ આગમ કથાનુયોગ-૧ પુત્ર શ્રેયાંસ યુવરાજ હતો. તે શ્રેયાંસકુમારે રાત્રિના એવું સ્વપ્ન જોયું કે શ્યામવર્ણ વાળો દેખાતો મેરૂ પર્વત તેણે અમૃતથી ભરેલા કળશો વડે સિંચન કર્યો. તેથી તે ઘણો જ શોભવા લાગ્યો. તે જ નગરના સુબુદ્ધિ નામના નગરશેઠને સ્વપ્ન આવ્યું કે સૂર્યમંડળથી ખરી પડેલા હજાર કિરણોને શ્રેયાંસકુમારે પાછા તેમાં સ્થાપન કર્યા. તેથી તે સૂર્યમંડળ અતિ પ્રકાશમાન થયું. રાજાને એવું સ્વપ્ન આવ્યું કે શત્રુની સાથે લડતો કોઈ પુરુષ શ્રેયાંસની સહાયથી વિજય પામ્યો. સવારે રાજ્યસભામાં એકઠાં થયેલા ત્રણેએ પોતપોતાના સ્વપ્ન પરસ્પર જણાવ્યા. રાજાએ કહ્યું કે, શ્રેયાંસને કોઈ મહાનું લાભ થશે. શ્રેયાસ પોતાના મહેલના ઝરૂખામાં બેઠો હતો. “સ્વામી કંઈપણ લેતા નથી” એ પ્રમાણે મનુષ્યોનો કોલાહલ સાંભળ્યો. “મેં પહેલાં આવો વેશ ક્યાંક જોયો છે” એવું વિચારતા તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. શ્રેયાંસે જાતિ સ્મરણ જ્ઞાનથી જાણ્યું કે પૂર્વે આ ભગવંત વજનાભ નામે ચક્રવર્તી હતા. તે વખતે હું તેમનો સારથી હતો. તે જ ભવમાં સ્વામીના પિતા વજસેન નામે હતા. તેમને મેં આવા તીર્થકર ચિન્હવાળા જોયા હતા. વજસેન તીર્થંકર પાસે વજનાબે દીક્ષા લીધી ત્યારે મેં પણ તેમની સાથે જ દીક્ષા લીધી હતી. તે વખતે તીર્થકર વજસેન પ્રભુના મુખે સાંભળેલ કે આ વજનાભ ભરતક્ષેત્રમાં પ્રથમ તીર્થકર થશે. તે જ આ તીર્થકર ભગવંત છે. એવામાં એક મનુષ્ય ઉત્તમ શેરડીના રસથી સંપૂર્ણ ભરેલા ઘડાઓ હર્ષપૂર્વક શ્રેયાંસકુમારને ભેટ કર્યા. નિર્દોષ ભિક્ષાની વિધિને જાણતા એવા શ્રેયાંસકુમારે પ્રભુને વિનંતી કરી કે, હે ભગવન્! આ કલ્પનીય ભિક્ષા ગ્રહણ કરો. પ્રભુએ પણ બંને હાથની પસલી (ખોબો) કરી તે હસ્તરૂપી પાત્ર આગળ ધર્યું. શ્રેયાંસકુમારે રસથી ભરેલા ઘડાઓ લઈને તેમાં ખાલી કરવા માંડ્યા. બધાં જ ઘડાનો રસ તેમાં રેડી દીધો. ભગવંત “અછિદ્રપાણિ” હોય છે. તેથી એક પણ બિંદુ નીચે ન પડ્યું. તે રસની શિખા ઉપર વધવા લાગી. ભગવંતની એવી લબ્ધિ હોય છે. આ રીતે ભગવંતને સાંવત્સરિક તપનું પારણું થયું. તે વખતે પંચ દિવ્યો પ્રગટ થયા :- ૧. વસુધારા વૃષ્ટિ – સાડાબાર કરોડ સોનૈયાની વર્ષા, ૨. વસ્ત્રની વૃષ્ટિ, ૩. દેવદુંદુભિનો નાદ, ૪. સુગંધી જલ અને પુષ્પોની વૃષ્ટિ, ૫. “અહોદાનમ્ અહોદાનમ્” એ પ્રમાણે આકાશમાં દેવોએ કરેલી ઉદ્ઘોષણા. આ પ્રમાણે પ્રગટ થયેલા દિવ્યોથી આશ્ચર્ય પામેલા લોકો તથા તે તાપસો શ્રેયાંસના ઘેર એકઠા થયા. શ્રેયાંસે તેઓને જણાવ્યું કે સદ્ગતિ મેળવવાની ઈચ્છાથી સાધુઓને આ પ્રમાણે નિર્દોષ આહારની ભિક્ષા આપવી જોઈએ. આ રીતે શ્રેયાંસે પ્રથમ ભિક્ષા આપી અને પ્રભુ પ્રથમ ભિક્ષાચર કહેવાયા. ૦ ભગવંત ઋષભદેવ અને શ્રેયાંસના સંબંધો : ત્યાં એકત્રિત થયેલા લોકોએ શ્રેયાંસકુમારને પૂછયું કે, “તમ કેમ જાણ્યું કે આ દાન કઈ રીતે દેવાય? શ્રેયાંસે કહ્યું કે જાતિસ્મરણ જ્ઞાનથી. કુતૂહલવાળા લોકોને શ્રેયાંસે ભગવંત સાથેનો આઠ ભવનો સંબંધ જણાવ્યો. (૧) જ્યારે સ્વામી ઈશાન દેવલોકમાં લલિતાંગ નામે દેવ હતા ત્યારે હું તેમની સ્વયંપ્રભા નામે દેવી હતો. Page #86 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર-ભઋષભકથા (૨) પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી વિજયમાં લોહાર્ગલ નગરમાં વજંઘ નામે રાજા હતા ત્યારે હું તેમની શ્રીમતી નામે રાણી હતી. (૩) ઉત્તરકુરુમાં પ્રભુ યુગલિક હતા ત્યારે હું તેમની યુગલિની હતી. (૪) પછી અમે બંને સૌધર્મ દેવલોકમાં મિત્ર દેવ હતા. (૫) પ્રભુ અવરવિદેહમાં વૈદ્યના પુત્ર હતા ત્યારે હું જીર્ણશેઠનો પુત્ર કેશવ હતો. (૬) પછી અમે બંને અચ્યુત દેવલોકમાં દેવ હતા. ૮૫ (૭) પ્રભુ પુંડરીકિણી નગરીમાં વજ્રનાભ ચક્રવર્તી હતા. હું તેમનો સારથી હતો. (૮) અમે બંને સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થયા. ૦ ભગવંત ઋષભદેવ અને શ્રેયાંસના ભવો : (ઝાવશ્યક નિયુક્તિ-૩૨૨ની ધૂળિ. વૃ−િ9− પૃ. ૧૬૨ થી ૧૮૦ મુજબ−) ઋષભદેવ ભગવંત દીક્ષા લીધા પછી છદ્મસ્થાવસ્થામાં વિહાર કરતા, એક વર્ષ ગયું ત્યારે બહલી દેશથી વિચરતા ગજપુર ગયા. ત્યાં ભરતનો પુત્ર શ્રેયાંસ હતો. બીજા (આચાર્ય) એમ કહે છે કે, બાહુબલિના પુત્ર સોમપ્રભ અને શ્રેયાંસ હતા (વળી વ્યવહાર પ્રસિદ્ધ વાત મુજબ બાહુબલિના પુત્ર સોમપ્રભ અને તેનો પુત્ર શ્રેયાંસ હતો) સોમપ્રભ અને શ્રેયાંસ બંને તથા નગર શ્રેષ્ઠીએ તે રાત્રે સ્વપ્ન જોયું. ત્રણે ભેગા થઈને સોમની પાસે આવીને કહ્યું– શ્રેયાંસહે આર્ય ! સાંભળો મેં જે સ્વપ્ન જોયું તે – મેરૂ પર્વત ચાલતો અહીં આવ્યો. તે મ્લાન થયો હતો. મેં અમૃત કળશ વડે તે મેરૂને અભિસિક્ત કર્યો. એટલે તે (મેલરહિત) સ્વાભાવિક થઈ ગયો. આ સ્વપ્ન જોઈને હું જાગ્યો. સોમે કહ્યું – મેં જે સ્વપ્ન જોયું તે હે શ્રેયાંસ ! તું સાંભળ. સૂર્યના કિરણો ખરી પડ્યા. તેં બધાં કિરણો ભેગા કરી દીધા. ત્યારે તે ફરી પૂર્ણ પ્રકાશિત થઈ ગયો. શ્રેષ્ઠી બોલ્યો મેં જે સ્વપ્ન જોયું તે સાંભળો, કોઈ પુરુષ મોટા પ્રમાણવાળા મહા સૈન્ય સાથે યુદ્ધ કરતો મેં જોયો. ત્યારે શ્રેયાંસ તેની સહાય કરવા ગયો. ત્યારે તેની સહાય વડે તેણે પરસૈન્યને પરાજિત કર્યું, તે જોઈને હું જાગ્યો. ત્યારે તેઓ આ સ્વપ્નના ફળની વિચારણા કરવા લાગ્યા. તે વખતે ભગવંત ઋષભદેવ પણ એક વર્ષથી ભિક્ષા માટે યાવતું ભ્રમણ કરતા શ્રેયાંસના ભવને ગયા. ત્યારે શ્રેયાંસ પ્રાસાદતલ પરથી પોતાના પિતામહ (દાદા)ને આવતા જોયા. તે વિચારવા લાગ્યો કે આવી કોઈ આકૃતિ મેં પૂર્વે ક્યાંક જોયેલી છે. તે વિષયે માર્ગણા-વિચારણા કરતા કરતા તેના આવરક કર્મના ક્ષયોપશમથી શ્રેયાંસને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે પૂર્વભવે ઋષભદેવ ભગવંતનો (ભગવંતના પૂર્વભવના જીવનો ચક્રવર્તીનો) સારથી હતો. ત્યારે તેણે ભગવંતની સાથે દીક્ષા લીધેલી. તે વખતે તેણે સાંભળેલું કે, ભરત ક્ષેત્રમાં આ (ઋષભનો જીવ) પ્રથમ તીર્થંકર થશે. આ એ જ ભગવંત છે, તેમ ખ્યાલ આવતા તે સંભ્રાંત થઈ, ઊભો થયો. આ સર્વ સંગના ત્યાગીને ભોજન–પાન આપવા જોઈએ. તે વખતે તેના ભવનના આંગણમાં શેરડીના રસના કળશો ભરીને જતો પુરુષ આવ્યો. ત્યારે પરમ હર્ષિત થઈ, મહાર્દ વસ્ત્ર રત્નથી સુસંવૃત્ત, સરસ–સુરભિ-ગોશીર્ષ Page #87 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ ચંદનનું વિલેપન કરેલો, સૂત્ર, માળા, વર્ણક, વિલેપન, મણિ સુવર્ણાદિથી યુક્ત, હાર, અર્ધવાર, ત્રિસરો હાર, લંબાયમાન ઝુમખા-કટિસૂત્રથી શોભતો, રૈવેયક, મુદ્રિકા, લલિયંક, લલિત અભરણથી શોભતો, ઉત્તમ કટક અને ત્રુટિતથી ખંભિત ભુજાવાળો, અધિક રૂપશોભા સંપન્ન, કુંડલ વળે ઉદ્યોતિત મુખવાળો, મુગટ વડે દિપ્ત મસ્તકવાળો, હાર વડે શોભિત વક્ષસ્થળ યુક્ત, મુદ્રિકા વડે પીળી લાગતી આંગળીવાળો, લંબાયમાન થયેલા ઉત્તરીય યુક્ત, વિવિધ મણિ, કનક, રત્નના વિમલમહાર્ણ, ઉદ્યોવાળા, ખણખણતા, સુશ્લિષ્ટ એવા વીર વલય ધારણ કરેલો એવો તે શ્રેયાંસ તેનું કેટલું વર્ણન કરીએ ? કલ્પવૃક્ષની પેઠે અલંકૃત્ વિભૂષિત એવો નરેન્દ્ર (સમ), છત્ર ધારણ કરેલો, ઉત્તમ ચામર વડે વિંઝાતો, જયજય શબ્દના નાદ પૂર્વક, અનેક ગણનાયક, દંડનાયક, રાઈસર, તલવર, માડંબિક, કૌટુબિંક, મંત્રી, મહામંત્રી ગણ, દ્વારપાળ, અમાત્ય, ચેડ, પીઠમર્દક, નિગમ શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂત, સંધિપાલથી પરિવરેલો એવો તે જલદીથી ઊભો થયો. ઊભો થઈને પગ વડે ચાલતો, ચાલીને એકશાટિક ઉત્તરાસંગ કર્યું, કરીને બે હાથ જોડી, મસ્તકે અંજલિ કરી, ભગવંત ઋષભદેવ સન્મુખ સાત-આઠ કદમ ગયો. ત્યાં જઈને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને વંદન નમસ્કાર કર્યા, નમસ્કાર કરીને પોતે જ શેરડીના રસને ગ્રહણ કરીને દ્રવ્યશુદ્ધિ, દાયકશુદ્ધિ, પ્રતિગાહક શુદ્ધિ વડે ત્રિવિધ પ્રકારે ત્રિકરણ યોગ શુદ્ધિથી દાન વડે હું પ્રતિલાલીશ એમ વિચારી સંતુષ્ટ થઈને ભગવંતની પાસે ગયો. ભગવંતને પૂછયું કે, આ આપને કલ્પ છે ? ત્યારે ભગવંતે પોતાના બે હાથ પસાર્યા. બધો જ રસ ભગવંતના હાથમાં ઠાલવવા માંડ્યો. ભગવંત તો “અછિદ્રપાણી" છે અર્થાત્ તેમના હાથમાંથી એક બિંદુ પણ પડતું નથી. ઉપર–ઉપર રસની શિખા થતી ગઈ. તો પણ એક ટીપું છલકાતું નથી. ભગવંતની આવી લબ્ધિ હોય છે. એ પ્રમાણે ભગવંતે વર્ષીતપનું પારણું કર્યું. ભગવંતને પ્રતિલાભિત કરતાં પણ શ્રેયાંસ સંતુષ્ટ થયો અને પ્રતિલાભિત કર્યા પછી પણ તે સંતુષ્ટ થયો. ત્યારે ત્યાં પાંચ દિવ્યો પ્રાદુર્ભત થયા. તે આ પ્રમાણે :- (૧) વસુધારાની વૃત્તિ, (૨) પંચવર્ણા પુષ્પોની રચના, (૩) વસ્ત્રનો ઉલ્લેપ (વર્ષા), (૪) દેવદુંદુભિનો ગગનનાદ અને (૫) આકાશમાં “અહોદાનઅહોદાન' ઉદ્ઘોષણા. શ્રેયાંસ દ્વારા દેવપૂજનાદિ સાંભળીને રાજા, સોમપ્રભ આદિ લોકો પરમ કુતૂહલથી પૂછવા લાગ્યો કે, હે શ્રેયાંસ ! તમે આ કઈ રીતે જાણ્યું અર્થાત્ ભગવંતને ભિક્ષાદાનની વાત તમે કઈ રીતે જાણી ? ત્યારે શ્રેયાંસે જણાવ્યું કે, આ પ્રમાણે ભિક્ષા અપાય છે. આવા પ્રકારની ભિક્ષા – આવી રીતે આપવી જોઈએ. આ રીતે સુપાત્ર દાનથી સદ્ગતિ પ્રાપ્ત થાય છે. ત્યારે તેઓએ પૂછયું કે, આ બધું તમે કઈ રીતે જાણ્યું? પરમગુરુ એવા ભગવંતને આવી ભિક્ષા અપાય. તમે આનો પરમાર્થ જણાવો. ત્યારે શ્રેયાંસે તેમને કહ્યું કે, જ્યારે મેં મારા પિતામહ-દાદાનું દિક્ષિત (સાધુ)નું રૂપ જોયું ત્યારે મને મનમાં વિચાર આવ્યો કે, મેં આવું રૂપ પૂર્વે કયાં જોયું છે ? વિચારતા-વિચારતા ઘણાં ભવનું જાતિ સ્મરણ જ્ઞાન અને સત્પન્ન થયું, ત્યારે મેં જાણ્યું કે, ભગવંતને ભિક્ષાદાન કઈ રીતે થાય ? ત્યારે સર્વજનો પરમ વિસ્મિત થયા Page #88 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભઋષભકથા અને પૂછયું કે, ક્યા કયા ભવમાં તમે શું શું હતા ? ત્યારે શ્રેયાંસે પોતાના અને ભગવંત ઋષભદેવના આઠ પૂર્વ ભવોનો સંબંધ જણાવ્યો, જે પ્રમાણે “વસુદેવડિંડીમાં જણાવેલ છે, તે હું સંક્ષેપથી કહું છું – શ્રેયાંસે કહ્યું, આજથી સાતમા ભવે ગંધમાદન કે જે નીલવંત અને માલ્યવંતની મળે છે, સીતા મહાનદીને મધ્યેથી વિભિન્ન કરે છે, ઉત્તરકુરુમાં છે, ત્યાં હું યુગલિની (સ્ત્રી) હતો ત્યારે મારા આ પિતામહ ભગવંત યુગલિક પુરુષ હતા. ત્યાંથી અમે બંને તે દેવલોકભૂત દશવિધ કલ્પતરુના ભવ્યભોગનો સમુદાય કરી કોઈ વખતે ઉત્તરકુરુ દહના કિનારાના પ્રદેશે અશોકવૃક્ષની છાયામાં વૈડૂર્યમણિની શિલા તલ, નવનીત સમાન સ્પર્શ યુક્ત ભૂમિ પર સારી રીતે રહેતા હતા. પછી દેવ તે દહર મધ્યે ગગન દેશે ઉપજ્યા. ત્યારે તેણે પોતાના પ્રભાવથી દશ દિશાને પ્રભાસિત કરી. ત્યારે તે મિથુન પુરુષે તે જોઈને તેણે કંઈક વિચાર્યું. તે મોહ પામ્યા. થોડા વખત પછી સંજ્ઞા પ્રાપ્ત થતા બોલ્યા, હા ! સ્વયંપ્રભા ક્યાં છે ? મને પ્રતિવચન આપ્યા. ત્યારે તે વચન સાંભળીને મેં સ્ત્રીપણે સ્વયંપ્રભા શબ્દ કયાંક સાંભળેલ છે, તેવા પૂર્વ અનુભૂતને વિચારતા મને પણ મોહ ઉત્પન્ન થયો. જ્યારે મને સંજ્ઞા ઉત્પન્ન થઈ ત્યારે મેં કહ્યું કે, હું જ સ્વયંપ્રભા છું. જેનું તમે નામ લઈ રહ્યા છો. ત્યારે તે પુરુષે પરમ સંતુષ્ટિથી કહ્યું, હે આર્યા ! તું મને જણાવ કે, તું કઈ રીતે સ્વયંપ્રભા છે ? ત્યારે તે સ્ત્રી બોલી, મેં જે અનુભવ્યું છે, તે તમે મને કહો – ઇશાન નામે કલ્પ (દેવલોક) છે, તેના મધ્ય ભાગમાં, ઇશાન ખૂણામાં શ્રીપ્રભ નામે વિમાન છે. ત્યાં લલિતાગક નામે દેવ છે, તેને સ્વયંપ્રભા નામે અગમહિષી છે. ત્યારે (દેવની વાત સાંભળી) તે સ્ત્રી પણ તેમાં સંમત થઈ. તે દેવે તેણીની સાથે દિવ્ય વિષયસુખ સાગરથી ઘણો કાળ દિવસની જેમ વિતાવ્યો. કોઈ વખતે ફૂલની માળાને અલ્પ તેજ વાળી જોઈને મને પર્ષદામાં વિજ્ઞપ્તિ કરતા કહ્યું, હે દેવ ! કેમ વિમનસ્ક દેખાઓ છો ? આપને કોનાથી સંતાપ છે ? ત્યારે કહ્યું કે, મેં પૂર્વભવે થોડો તપ કર્યો છે. તેથી હું તારાથી અલગ પડી જઈશ, તેનો મને સંતાપ છે. ત્યારે મેં પણ ફરી તેને પૂછ્યું, તમે કેવો તપ કરેલો તે મને કહો – આ દેવભવ કઈ રીતે પ્રાપ્ત થયો ? ત્યારે કહ્યું કે – જંબૂવીપના અવરવિદેહમાં ગંધિલાવતી વિજયે, ગંધમાદન વક્ષસ્કાર પર્વતની નજીક વૈતાઢય પર્વત ગંધાર નામે જનપદ છે. ત્યાં સમૃદ્ધ જન સેવિત ગંધ સમૃદ્ધ નગર છે. રાજાની માફક વિબુદ્ધ નયનયુક્ત, જનપદ હિતેચ્છુ શતબલ રાજાનો પૌત્ર અને અતિબલનો પુત્ર મહાબલ નામે હતો. તેથી હું પિતા અને દાદાની મહાન્ પરંપરામાં રાજ્યશ્રીને અનુભવતો હતો. મારો બાળસખ્ય ક્ષત્રિયકુમાર સ્વયંબુદ્ધ નામે થયો. તે જિનવચન ભાવિતમતી હતો. બીજો સંભિન્નશ્રોત મારો મંત્રી હતો. ઘણાં કાર્યોમાં તે બંને પૂછવા યોગ્ય હતા. તે કાળે કોઈ દિવસે ઘણાં ગીતગાનમાં અનુરક્ત એવા મને નૃત્યનાટક જોતો જોયો. ત્યારે સ્વયંબદ્ધ મંત્રીએ વિનંતી કરી કે, હે દેવ ! ગીત ગાનમાં મગ્ન પુરુષને નૃત્યરૂપ વિડંબના છે, આભરણ ભાર રૂ૫ છે, કામભોગ દુર્લભ છે. તમે પરલોકના હિતમાં ચિત્તને Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૮ આગમ કથાનુયોગ-૧ પરોવો. વિષયભોગ આસક્તિ અહિતકારી છે. જીવિત અશાશ્વત છે. ત્યારે મેં તેને કહ્યું, આ ગીતના શ્રવણનો વિલાપ શા માટે ? નૃત્યથી નયનને વિડંબણા કેમ ? કઈ રીતે દેહની વિભુષારૂપ આભુષણનો ભાર લાગે છે ? લોક સારભૂત. કામમાં રતિકરી દુઃખને વહન કરવાનું કઈ રીતે છે ? ત્યારે અસંભ્રાંત થઈને સ્વયંબુદ્ધ વિનવણી કરી. હે દેવ ! સાંભળો. જ્યારે પવસિતપતિકા પતિને સ્મરણ કરતી, તેનો સમાગમ ઈચ્છતી પોતાના ભર્તાને ઈચ્છતી બંને રીતે દૂહિત થઈ વિલાપ કરે, નોકરો પણ સ્વામીની કૃપા નિમિત્તે જે વચનો બોલતા, નમનપૂર્વક પોતાને દાસ્યભાવે સ્થાપિત કરે તે વિલાપ, તે જ રીતે સ્ત્રી કે પરષ અન્યોન્ય સમાગમ અભિલાષથી જે કાંઈ મન-વચનથી ક્રિયાઓ કરે, ત્યારે કુશલજન – વિવિધ યોનિનિબદ્ધ – તેને ગીત કહે છે. તો વિચારો કે, હે સ્વામી! તમે કેમ વિલાપ પક્ષે વર્તો છો ? હવે નૃત્ય સંબંધી વિડંબણા સાંભળો, જો કોઈ પુરુષ કે સ્ત્રી યક્ષાવિષ્ટ થઈને પરવશ થાય કે મદ્યપાન કરતો થાય. કાય વિક્ષેપ આદિ ક્રિયા કરવા લાગે. ગમે તેવા વચનો બોલવા લાગે તે વિડંબણા તે જ પ્રમાણે જે કોઈ પણ સ્ત્રી કે પુરુષ ઘણાં જ પરિતોષ નિમિત્તે નિયોજિત થઈ ધનપતિને કે વિદુષકજન નિબદ્ધ વિધિને અનુસરે અને જે રીતે હાથ, પગ, મસ્તક, નયન, હોઠ વગેરેનું સંચાલન કરે તે વિડંબણા કહેવાય. પરમાર્થથી આભરણ પણ ભારરૂપ જ જાણવા જે સ્વામીના નિયોગથી મુગટ આદિ આભરણોને વહન કરે છે તે અવશ્ય તેને માટે પીડાજનક ભાર છે. વળી જે પરવિસ્મય નિમિત્તે તેવા જ યોગથી શરીર સ્થાનને સંનિવેસિત કરીને વહન કરે છે, તે તેને રાગને કારણે ભારરૂપ સમજતા નથી. તે જ રીતે જે પરિતોષનિમિત્તે રંગભૂમિના નેપથ્યથી સારી રીતે ભારનું વહન કરે છે, તે “મને કોઈ પરિશ્રમ થતો નથી” તેમ વિચારતો તે ભારને પણ ભાર માનતો નથી. પરમાર્થથી કામભોગ પણ બે પ્રકારના છે – શબ્દ અને રૂપ. તેમાં શબ્દમાં મૂર્શિત એવા મૃગ શબ્દને સુખરૂપ માની મૂઢતાથી અપરિગણિત વિનિપાત રૂપ વધ, બંધ, મરણને પામે છે. તે જ રીતે સ્ત્રી કે પુરુષ શ્રોત્રેન્દ્રિયને વશ થઈને શબ્દના અનુપાતરૂપ સાધારણ શબ્દમાં મમત્વ બુદ્ધિથી તેના સંરક્ષણ હેતુથી પરસ્પર કલુષિત હૃદયથી દુષિત થાય છે. એ રીતે રાગદ્વેષથી પ્રતિત થઈ તેમાં રત બનીને તેના નિમિત્તે સંસારમાં દુઃખનું ભાજન બને છે. તે જ પ્રમાણે રૂપમાં આસક્ત, રૂપમાં મૂર્ણિત સાધારણ વિષયોમાં મમત્વ બુદ્ધિથી રૂપના રક્ષણમાં પરસ્પર પ્રહસિત થઈ સંક્લિષ્ટ ચિત્તે તે પાપકર્મને સંચિત કરે છે. તેના પ્રભાવથી સંસરમાણ એવા સંસારમાં દુઃખનું ભાજન થાય છે. આ જ પ્રમાણે ભોગોમાં પણ ગંધ, રસ, સ્પર્શમાં મૂઢ બનેલો એવો તે બીજાથી પ્રહસિત થઈને મૂઢતાપૂર્વક કર્મો એકઠા કરે છે. ત્યાર પછી જાતિ, જરા, મરણની બહુલતાવાળા સંસારમાં ભમે છે. તેથી કામભોગને દુઃખરૂપ ચિંતવવા, શ્રેયસ્કર છે. આ પ્રમાણે કહેતા સ્વયંબુદ્ધ મંત્રીએ મને જણાવ્યું. મારા હિતને જોતો હતો ત્યારે અહિતમાં મતિનું વહન કર્તા એવાં Page #90 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર-ભઋષભકથા ૮૯ એક મને પરલોકના સુખ વડે વિલોભિત થતો, સાંપ્રત સુખની નિંદા કરતો દુઃખમાં પાડવા ઈચ્છે છે. તેમ જાણી સંભિન્નશ્રોત્ર એવા મંત્રીએ મને કહ્યું, હે સ્વામી ! આ સ્વયંબુદ્ધ તો શીયાળની જેમ મસ્યકાંક્ષી, મત્સપેશી છોડીને નિરાશ થયો છે. તેથી દૃષ્ઠસુખ છોડીને સુખના આશયથી આ સુખનો ત્યાગ કરવાનું જણાવે છે. ત્યારે સ્વયંબુદ્ધ મંત્રીએ કહ્યું, તમે જે તુચ્છ સુખમાં મોહિત થઈને કહો છો, તેનું કોણ પ્રમાણ કરી શકે ? નિપુણ લોકો રત્નને છોડીને કાકણીમાં આસક્ત થવાનું ઈચ્છે તો તેને કઈ રીતે સમજાવવા ? તેથી શરીર અને વૈભવની અનિત્યતાને જાણીને વીર પુરુષો ભોગોનો ત્યાગ કરીને તપ અને સંયમ દ્વારા નિર્વાણ અને દિવ્ય સુખ માટે પ્રયત્ન કરે. ત્યારે સંભિન્નશ્રોત્રે કહ્યું, હે સ્વયંબુદ્ધશું મરણની આશંકાથી કોઈ શ્મશાન જઈને બેસે છે ? જે રીતે ટીંટોડી આકાશથી પડવાના ભયથી શંકિત થઈને, ઊંચા પગ કરીને સુવે છે. તે રીતે તું પણ ક્યાંક મૃત્યુ આવી જાય તો એવું વિચારીને સાંપ્રત સુખનો પરિત્યાગ કરીને અકાલિક (ભાવિ સુખની) પ્રશંસા કરે છે. મરણ સમય પ્રાપ્ત થાય ત્યારે પરલોકના હિતને આદરવું જોઈએ. ત્યારે સ્વયંબુદ્ધે કહ્યું, હે મુગ્ધ! હાથી જ્યારે ઘોડાનું દમન કરવા લાગે ત્યારે યુદ્ધ ન થાય, નગર રંધાયું હોય ત્યારે ધાન્ય એકઠું કરવા ન જવાય, ઘરમાં આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય. પરંતુ જો પહેલેથી દમન, ભરણ, ખનન કાર્ય કરી રાખ્યું હોય તો પર સૈન્ય, સુધા, અગ્રિનું નિવારણ સુખેથી થઈ શકે. તે જ રીતે જો ભવિષ્ય સંબંધી પરલોકના હિતને માટે જે ઉદ્યમ કરતો નથી તે મમત્વ સ્થાનાદિમાં વિસંવાદિત થઈ પરમ દુઃખથી અભિભૂત થઈ કઈ રીતે પરલોકના હિતમાં સ્થિર થવાનો ? - હવે તમે વિચક્ષણ પુરુષોએ કહેલા ઉપદેશને સાંભળો–કોઈ એક હાથી હતો, તે વૃદ્ધાવસ્થાને પામેલો હતો. ગ્રીષ્મકાળમાં કોઈ પર્વતીય નદીને ઉતરતા વિષમ કિનારે પડી ગયો. તે શરીરના ભારેપણાને કારણે અને દુર્બળતાને લીધે ત્યાંથી ઊભો થવાને માટે અશક્ત હતો. તેથી ત્યાં જ મૃત્યુ પામ્યો. બગલા વડે અપાન પ્રદેશથી ખવાઈ ગયો. તે જ માર્ગેથી કાગડાઓ આવ્યા. માંસાદિ પર જીવતા તેઓ ત્યાંજ રહ્યા. ઉષ્ણતાને કારણે તેની શરીર બળવાથી તેનો અપાનપ્રદેશ સંકોચાઈ ગયો. ત્યારે કાગળા ખુશ થયા. તેમને થયું કે આ તો અહીં રહેવાનું બાધા રહિત થઈ ગયું. પ્રાવૃષ (વર્ષ) કાળે પર્વતીય નદીનું પૂર વેગ વડે વહેતું વહેતું અતિ મોટા સ્ત્રોતમાં પડવા લાગ્યું. પછી તે કલેવર તેમાં ઢસડાતું સમુદ્રમાં પહોંચ્યું. મત્સ્ય અને મગરોએ તે શરીરને છેદી નાંખ્યું. ત્યાર પછી તે હાથીનું કલેવર પાણી વડે પૂરાવા લાગ્યું. ત્યારે તે કાગડા ત્યાંથી નીકળી ગયા. ત્યારે કાગડાઓને ક્યાંય કિનારો દેખાયો નહીં. ત્યાં ને ત્યાં જ નિધન પામ્યા. જો તેઓ ભવિષ્યનો વિચાર કરી પહેલા નીકળ્યા હોત તો દીર્ધકાળ સ્વચ્છંદપણે વિવિધ પ્રકારના માંસ અને ઉદકનો આહાર કર્યો હોત. આ દૃષ્ટાંતનો ઉપસંહાર એ કે, જે આ કાગડા હતા તેવા સંસારી જીવો જાણવા. જે હાથીના કલેવરમાં પ્રવેશ્યા તેને મનુષ્યના શરીરનો લાભ જાણવો. જે હાથીના શરીરમાં રહેલ માંસ અને ઉદક હતું તેને વિષય સંપત્તિ જાણવી. જે માર્ગનો સંનિરોધ કહ્યો તેને તે-તે ભવનો પ્રતિબંધ જાણવો. જે Page #91 -------------------------------------------------------------------------- ________________ ૯૦ આગમ કથાનુયોગ-૧ પાણીના સ્ત્રોતનો વિક્ષોભ કહ્યો તેને મરણકાળ સમજવો. જે નિર્ગમની વિષમતા કહી તેને પરભવનું સંક્રમણ જાણવું. એ પ્રમાણે હે સંભિન્નસ્રોત ! તું સમજ, જો તુચ્છ અને અસાર એવા અલ્પકાલીન કામભોગનો ત્યાગ કરીને તપ અને સંયમમાં ઉદ્યમ કરે છે, તે સુગતિમાં જાય છે, તેમાં કોઈ સંશય નથી અને જે વિષયભોગમાં ગૃદ્ધ બની મરણ સમયની ઉપેક્ષા કરે છે, તે શરીરનો ભેદ થતાં દુર્ગતિ પામીને દીર્ઘકાળ પર્યન્ત દુઃખી થાય છે. તેથી શીયાળની પેઠે તુચ્છ વિષયમાં સુખની ભ્રાંતિ વડે પ્રતિબદ્ધ બની વિપુલ દીર્ઘકાલિક સુખની અવજ્ઞા ન કર. ત્યારે સંભિન્નશ્રોતે કહ્યું, કઈ રીતે ? સ્વયંબુદ્દે જણાવ્યું સાંભળી કોઈ એક વનચર વનમાં ફરતો હતો. તેણે વયસ્થ હાથીને જોયો. તે વિષમ પ્રદેશમાં રહ્યો. તે કોઈ વખતે હાથીના દાંતને ગ્રહણ કરવાના હેતુથી પરશુ લઈને ગયો. તે વખતે હાથીના પડવાથી તેને મહાકાય સર્પ વડે ખવાતા ત્યાં જ પડ્યો. ત્યારે કોઈ શિયાળે ભમતા ભમતા તે હાથીને જોયો. બીકણપણાને લીધે ત્યાંથી સરકી ગયો. પણ માંસની લોલુપતાથી ફરી ફરી ત્યાં આવવા-જવા લાગ્યો. નિશંકપણે સંતુષ્ટ થઈ તે હાથીને જોતા-જોતા તે વિચારવા લાગ્યો કે આ હાથી એ મારું જાવજીવનું ભોજન છે. અહીં રહેલા માણસ અને સર્પ કેટલોક કાળ રહેશે, પછી તેઓ ચાલ્યા જશે ત્યારે હું હાથીના કલેવરને ખાવાનું શરૂ કરીશ. તે મંદબુદ્ધિ એમ વિચારતો હતો, તેટલામાં કોઈ કારણે તાલુપ્રદેશથી ભૂદાઈને મૃત્યુ પામ્યો. જો અલ્પસારભૂત એવા હાથીના, મનુષ્યના, સર્પના કલેવરમાં તે મોહાયો ન હોત તો બીજી દીર્ધકાળ સુધી ભોજન કરત. એ પ્રમાણે તે પણ જાણ કે, મનુષ્ય સંબંધી સુખમાં આસક્ત બની જે પરલોકના સાધનભૂત કાર્યોની ઉપેક્ષા કરે છે, તે જંબૂક–શીયાળ માફક વિનાશને પામે છે અને પરભવનું સુખ પણ મળતું નથી. હે સ્વામી ! તમે કુમારકાળે મારી સાથે નંદનવનના દેવઉદ્યાને આવેલા ત્યાં દેવો અવતર્યા. હું તે જોઈને અટકી ગયો. દેવો પણ દિવ્યગતિથી ક્ષણવારમાં મારી નજીક આવ્યા. તેમણે કહેલું કે હું શતબલ છું, હે મહબલ ! તારો દાદો છું. રાજ્યશ્રીનો ત્યાગ કરીને લાતક કલ્પનો અધિપતિ થયો છું. તે પ્રમાણે તું પણ મહાપ્રમાદી ન થઈને તારા આત્માને જિનવચન વડે ભાવિત કર, તો તું સુગતિને પામીશ. એ પ્રમાણે કહીને તે દેવ ચાલ્યો ગયેલો. હે સ્વામી ! જો તમને આ વાત યાદ આવે તો પરલોક છે તેવી શ્રદ્ધા રાખજો. ત્યારે મેં કહેલું કે, હું સ્વયંભુદ્ધ મને યાદ છે કે પિતામહ–દાદાને જોયા હતા. અવકાશ પ્રાપ્ત થયો ત્યારે કહ્યું કે, સાંભળ પૂર્વે કુરચંદ નામે રાજા હતો. તે કરમતી નામે રાણી હતી. તેઓને હરિચંદ નામે કુમાર હતો. તે રાજા નાસ્તિકવાદી હતો. તે માનતો હતો કે, પરભવ સંક્રમ જેવું કંઈ નથી, સુકૃત કે દુષ્કૃતનું કોઈ ફળ નથી તે ઘણાં જીવોનો ઘાત કરતો, છરાની જેમ એકાંત ધારની જેમ વર્તતો, શીલરહિત અને વ્રતરહિત રહેતો હતો. તેને આ રીતે જીવતા ઘણો કાળ ગયો. મરણ કાળે અશાતા વેદનીયની બહુલતાથી નરકપ્રતિરૂપક પુદ્ગલ પરિણામો થયા. Page #92 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્રભઋષભકથા ત્યારે તેને અતિ મધુર ગીતો આક્રોશ જેવા લાગતા હતા, મનોહરરૂપો વિકૃત જણાતા હતા. ખીર, ખાંડ, સાકર મિશ્રિત ખીર તેને પરૂ સમાન લાગતી હતી. ચંદનનો લેપ મુર્ખર અગ્નિ જેવો લાગતો હતો. હંસતુલ્ય અને મૃદુ શય્યા કાંટાળી લાગતી હતી. તેના તેવા પ્રકારના વિપરિત ભાવોને જાણીને કુરુમતી દેવી સહિત હરિચંદ પ્રચ્છન્ન છુપાઈને રહ્યા. તે કુરુચંદ રાજા આ રીતે પરમ દુ:ખી થઈને કાળધર્મ પામ્યો. તેની નીહરણ ક્રિયા કરીને હરિચંદ જનપદ સહિત ગંધસમૃદ્ધનું પાલન કરવા લાગ્યો. ત્યારે તે પિતાના તેવા પ્રકારના મરણને વિચારતો હતો. ત્યારે તેને એવા પ્રકારની મતી ઉત્પન્ન થઈ કે, ખરેખર ! સુકૃત-દુષ્કૃત્ ફળ દેનારા થાય છે. તેને એક ક્ષત્રિયકુમાર બાલ મિત્ર હતો. તેને કહ્યું, હે ભદ્રમુખ ! તું મને પંડિતજન ઉપદિષ્ટ ધર્મશ્રુતિ કહે, પછી તે તેમની સાથે જેજે ધર્મસંશ્રિત વચનો સાંભળતો તે-તે રાજાને કહેતો. ત્યારે હરિચંદ પણ તેની શ્રદ્ધા કરતો શીલપૂર્વક તે પ્રમાણે જ અંગીકાર કરતો. કોઈ દિવસે તે નગરથી નીકટ તથારૂપ સાધુને કેવળજ્ઞાન ઉત્પત્તિ થતા મહિમા કરવા માટે દેવો આવ્યા. તે સમાચાર ક્ષત્રિયકુમારે હરિચંદ રાજાને જણાવ્યા. તે પણ દેવ આગમનથી વિસ્મીત થઈને જવાને માટે ઘોડા પર બેઠો. સાધુની પાસે ગયો. ત્યાં વંદન કરીને વિનયપૂર્વક બેસી કેવલીના મુખેથી વચનામૃત સાંભળવા લાગ્યો. તેમણે સંસાર અને મોક્ષની કથા કહી. પરભવ–જન્મ આદિ સાંભળીને તે નિઃશંકિત થયો. ત્યારે હરિચંદ રાજાએ પૂછયું, હે ભગવન્ ! મારા પિતાની કઈ ગતિ થઈ છે ? ત્યારે તે કેવલી ભગવંતે કહ્યું, વિપરિત વિષયને પ્રાપ્ત થઈને તે સાતમી નારકીને પામ્યા છે. હે હરિચંદ ! તારા પિતા અનિવારિત પાપાશ્રવથી, ઘણા જીવોને પીડા પહોંચાડીને પાપકર્મના ભારથી નરકે ગયા છે. ત્યાં પરમ દુઃસહ, નિરુપમ, નિપ્રતિકાર, નિરંતર અને જેને સાંભળતા પણ જીવને ભય લાગે તેવા દુઃખો અનુભવે છે. ત્યારે તેવા પ્રકારે કેવલિ દ્વારા કથિત પિતાના કર્મવિપાકને સાંભળીને સંસાર અને મરણથી ભયભીત હરિચંદ રાજા તેમને વંદન કરીને પોતાના નગરે ગયો. પુત્રને રાજ્યશ્રી સમર્પિત કરીને સુબુદ્ધિને કહ્યું, તું મારા પુત્રને ઉપદેશ આપજે. તેણે વિનવણી કરી કે, હે સ્વામી ! જો હું કેવલીના વચન સાંભળીને તમારી સાથે તપ ન કરું, તો મેં તે વચન ન સાંભળ્યા બરાબર છે. પછી રાજાએ પોતાના પુત્રને આજ્ઞા કરી કે તારે સુબુદ્ધિના પુત્ર પાસે ધર્માધિકાર સાંભળવો. ૯૧ પછી તે ત્વરિતપણે સિંહની જેમ નીકળી ગયો. સુબુદ્ધિની સાથે હરિચંદ્ર રાજાએ પણ કેવલીની પાસે દીક્ષા લીધી. પરમ સંવેગપૂર્વક પ્રશસ્ત સ્વાધ્યાયમાં ચિંતન કરતો ફ્લેશની જાળને છેદીને પછી ઉત્પન્ન જ્ઞાનવાળા તે પરિનિર્વાણ પામ્યા. તે હરિચંદ રાજર્ષિના વંશમાં સંખ્યાતીત નરપતિ ધર્મપરાયણ થઈ તેમાં જ મતી રાખી વર્ત્યા, તેવા વંશમાં હે સ્વામી ! તમે ઉત્પન્ન થયા છો અને હું સુબુદ્ધિના વંશમાં જન્મ્યો છું. તેથી આ આપણો સંયોગ ધર્મદેશના અધિકાર વિષયમાં ઘણી પુરુષ પરંપરાથી પ્રાપ્ત થયો છે. મેં જે તમને વિનવણી કરી તેનું કારણ પણ સાંભળો આજે હું નંદનવનમાં ગયેલો. ત્યાં મેં બે ચારણ શ્રમણ મુનિને જોયા—આદિત્યયશા અને અમિતતેજ. તેમને વંદન Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯૨ આગમ કથાનુયોગ-૧ કરીને મેં પૂછયું, ભગવન્! મહાબલ રાજાનું કેટલું આયુષ્ય છે ? તેમણે જણાવ્યું કે, એક માસનું આયુ બાકી છે. તેથી સંભ્રાન્ત થઈને હું આવ્યો. આ પરમાર્થ છે, હવે તમને જે શ્રેયકારી લાગે તે તમે કરો. ત્યારે મેં તે ઉપદેશ સાંભળી કે જે સ્વયંબુઢે કહેલો, પછી હું ધર્માભિમુખ થયો. આયુનો ક્ષય સાંભળીને, ભયથી જલ્દી ઉઠીને, અંજલિ જોડીને સ્વયંબુદ્ધના શરણે ગયો. હે મિત્ર! આ બાકી રહેલા એક માસના આયુષ્યમાં પરલોકના હિતને માટે શું કરું? પછી તેણે મને આશ્વાસિત કરતા કહ્યું કે, હે સ્વામી ! સર્વ સાવદ્યનો ત્યાગ કરવા માટે દિવસ પણ પૂરતો છે, તો પછી મહિનામાં તો કહેવું જ શું ? ત્યાર પછી તેના વચનથી પુત્રને પ્રજાના પાલનને માટે રાજ્ય પર સ્થાપીને હું સિદ્ધાયતને ગયો. ભક્ત પરિત્યાગ કર્યો. સંથારો સ્વીકાર્યો. સ્વયંબુદ્ધ ઉપદિષ્ટ જિનમહિમા સંપાદને શુભ મનથી અનિત્ય એવા સંસારની દુગંછાથી પાદોપગમન કર્યું. વૈરાગ્ય જનિત એવો કાળ કરીને અહીં આવ્યો. એ પ્રમાણે મેં થોડો જ તપ કર્યો. આ પ્રમાણે આજે મને લલિતાંગ દેવે સપરિવાર કહ્યું. ઇશાન દેવરાજ સમીપનો એક દૃઢધર્મ નામનો દેવ આવ્યો અને કહ્યું, હે લલિતાંગ! દેવરાજ ઇન્દ્ર નંદીશ્વરતીપે જિનમહિમા કરવા માટે જાય છે, હું પણ સાથે જવાનો છું. તે તને જાણ કરું છું, એમ કહી તે ગયો. તેથી હું આજે દેવ સહિત અવશ્ય ગમન કરીશ, મને આટલું કહીને તુરંત નંદીશ્વર કીપે ગયો. જિનાયતનમાં મહોત્સવ કર્યો. પછી તિછલોકમાં તિર્થંકરને વંદન કરી શાશ્વત ચૈત્યની પૂજા કરી. લલિતાંગ દેવનું ચ્યવન થયું. પરમ શોકાગ્નિથી બળતા હૃદયે ચિંતાસાગરમાં ડૂબી. બધાં સપરિવાર શ્રીપ્રભ વિમાનમાં ગયા. મને બોધિલાભ થશે તેમ કહ્યાનું યાદ રાખી હું પણ ત્યાંથી ચ્યવી. જંબૂઢીપના વિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરિકિણી નગરીએ વજસેના ચક્રવર્તીની ગુણવતી રાણીની પુત્રી શ્રીમતી નામે મારો જન્મ થયો. ત્યાં પિતાના ભવનમાં રાજહંસી જેવી અને ધાત્રીજન દ્વારા પરિગૃહિત યમક પર્વત સંશ્રિત લતા સુખે વૃદ્ધિ પામી. રમત-રમતમાં બધી કળા શીખી લીધી. કોઈ દિવસે પ્રદોષે સર્વતોભદ્રપ્રસાદે મેં તેને નગર બહાર દેવકુલે જોયેલ. ત્યારે મને દેવજાતિનું સ્મરણ થયું. તે યાદ આવતા દુઃખ વડે આહત થઈને મૂછ આવી. પરિચારિકાએ જલકણ વડે સિંચિત કરી. ત્યાર પછી મને ભાન આવતા વિચાર્ય, મારો પ્રિય લલિતાંગ દેવ ક્યાંથી ? ત્યારે હું કોઈપણ કારણ વિના મૂકત્વને પામી. ત્યારે પરિજનો કહેવા લાગ્યા, કોઈ પક્ષ દ્વારા તે આવિષ્ટ થઈ છે. કોઈ ચિકિત્સકે બલિ, હોમ, મંત્ર, રક્ષાદિ વિધાન વડે ઉપચાર શરૂ કર્યો. હું પણ મૂળ લક્ષને છોડતી ન હતી. મારી અંબેધાત્રી પંડિતિકા મારા હૃદયગત અર્થને જાણવા બોલી કે, જે બન્યું છે તે મને કહો.' ત્યારે મેં કહ્યું, હે અંબા ! કારણ હોવાથી જ મેં મૂકત્વ ધારણ કર્યું છે. ત્યારે તેણી સંતુષ્ટ થઈ બોલી, હે પુત્રી ! તું મને કારણ જણાવ. સાંભળીને તું જેમ કહીશ તેવું કરીશું. ત્યારે મેં કહ્યું – ધાતકીખંડહીપના પૂર્વ વિદેહમાં મંગલાવતી વિજયે નંદીગ્રામ નામક સંનિવેશ હતું. ત્યાં હું આજથી ત્રીજા ભવે દરિદ્રકુળમાં છ પુત્રી ઉપર સાતમી પુત્રી રૂપે જન્મી મારા Page #94 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર–ભઋષભકથા ૯૩ માતાપિતાએ મારું કોઈ નામ પાડ્યું નહીં. નિર્નામિકા એવું જ નામ થઈ ગયું. કર્મને વશ તેઓનું અવસાન થયું, હું જીવતી રહી. કોઈ દિવસે ઉત્સવે આઠ બાળકો પોતાના ઘેરથી વિવિધ ભક્ષ્ય હાથમાં લઈ નીકળ્યા. તેમને જોઈને મેં માતાને કહ્યું, હે માતા ! મને લાડું કે બીજું કંઈ ખાવાનું આપો તો આ બાળકો સાથે રમવા જઉ. તેણે રોષપૂર્વક મને ઘરમાંથી કાઢી મૂકી. ત્યારે હું રડતી રડતી નીકળી. માર્ગને ન જાણતી જતી હતી. મેં કોઈ જણને અંબરતિલક પર્વત તરફ જતો જોયો. હું પણ તેની સાથે ગઈ. ત્યાં મેં પૃથ્વીના તિલકભૂત વિવિધ ફળના ભારથી નમેલ એવું ઝાડનું સંકુલ જોયું. ત્યાં મેં પણ ઝાડ પરથી પડેલા સ્વાદિષ્ટ ફળો ખાધા. ગિરિવરની રમણીયતા જોતી ચાલતી હતી ત્યારે લોકોની સાથે મેં પણ અતિ મનોહર શબ્દોને સાંભળ્યા. તેને અનુસરતી હું લોકો સાથે તે પ્રદેશમાં ગઈ. ત્યાં મેં યુગંધર આચાર્યને જોયા. તેઓ વિવિધ નિયમના ધારક અને ચૌદપૂર્વના જ્ઞાતા હતા. ત્યાં દેવ-મનુષ્ય આદિ આવેલા હતા. તેઓ જીવોને કર્મના બંધ અને મોક્ષ વિશે કહેતા હતા. સંશયનું નિવારણ કરતા હતા. ત્યારે હું તે જણની સાથે ત્યાં બેઠી. તેમના પરમ મધુર વચનો સાંભળ્યા. ધર્મકથા મધ્યે મેં પૂછયું, ભગવન્! શું મારા સમાન દુઃખી એવો કોઈ જીવ આ જીવલોકમાં હશે ખરો ? ત્યારે તેઓએ કહ્યું, હે નિર્નામિકા ! તને શુભાશુભ શબ્દો સારી રીતે સંભળાય છે, રૂપોને પણ તું સારી રીતે જોઈ શકે છે, શુભાશુભ ગંધ સુંઘી શકે છે. મનોજ્ઞ-અમનોજ્ઞ રસને પણ આસ્વાદી શકે છે. ઇષ્ટ અનિષ્ટ સ્પર્શ પણ અનુભવે છે. વળી શીત, ઉષ્ણ, તૃષ્ણા, સુધાદિનો તું પ્રતિકાર કરી શકે છે. નિદ્રા પણ તું સુખપૂર્વક લઈ શકે છે. અંધકારમાં જ્યોતિના પ્રકાશમાં તું તારા કાર્યો કરી શકે છે. જ્યારે જેઓ દાસ-ચાકર આદિ છે. તેઓ પરવશ છે, વિવિધ પ્રકારે દેહપીડાકુલેશાદિ અનુભવે છે. ક્ષણવાર પણ તેમને નિકાસુખ મળતું નથી. નારકીના જીવો પણ વિવિધ પ્રકારે ભયંકર-દારુણ દુ:ખોને સહન કરે છે અને વેદના વેદે છે. (ઇત્યાદિ નરક આદિ ગતિના દુઃખનું વર્ણન જાણવું). તે ધર્મ સાંભળીને કેટલાકે પ્રવજ્યા ગ્રહણ કરી, કેટલાંક ગૃહવાસ યોગ્ય (શ્રાવકને યોગ્ય) શીલ અને વ્રત ગ્રહણ કર્યા. મેં વિનવણી કરી કે, હું જે નિયમનું પાલન કરી શકું તેમ હોય તેવા નિયમોનો મને ઉપદેશ આપો. ત્યારે મેં તેમની પાસે પાંચ અણુવ્રત સ્વીકાર્યા. વંદન કરી, સંતોષ પામી, તે જણ (વ્યક્તિ)ની સાથે નંદિગ્રામે આવી. વ્રતનું પાલન કરતા પણ હું સંતોષ પામી. કુટુંબ સંવિભાગથી પરિણત થઈને ઉપવાસ-છઠઅઠમ મેં કર્યા. એ પ્રમાણે કાળ વીતતો હતો, ત્યારે ક્યારેક ભક્ત પરિત્યાગ કરેલો ત્યારે રાત્રે એક દેવને મેં જોયો. તે પરમદર્શનીય હતો. તેણે કહ્યું, હે નિર્નામિકા ! મને જો અને મનમાં ચિંતવ કે હું આ દેવની પત્ની થઉં. તો તું મારી દેવી થઈશ અને મારી સાથે દિવ્ય ભોગોને ભોગવીશ. આટલું કહી તે દેવ અદૃશ્ય થઈ ગયો. હું પણ તે દેવના દર્શનથી હૃદયપૂર્વક સંતૃપ્ત થઈ. પછી સમાધીપૂર્વક કાળ કરી ઇશાનકલ્પમાં શ્રીપ્રભ વિમાનમાં લલિતાંગ દેવની અગ્રમડિષી સ્વયંપ્રભા થઈ. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૪ આગમ કથાનુયોગ-૧ ત્યાર પછી અવધિજ્ઞાનના ઉપયોગ વડે મેં દેવભવ પ્રાપ્તિનું કારણ જાણ્યું. પછી લલિતાંગ દેવની સાથે યુગંધર ગુરુને વંદન કરવાને માટે નીચે આવી. તે સમયે તે જ અંબરતિલકના મનોરમ ઉદ્યાનમાં સ્વગણ સાથે તે સમવસરેલા હતા. ત્યારે હું સંતુષ્ટ વદને ત્યાં ગઈ. ત્રણ પ્રદક્ષિણાપૂર્વક તેમને વંદન કર્યું. નિવેદન કર્યું. પછી દેવ સાથે નિરૂપસર્ગ એવા કામભોગને ઘણાં કાળ સુધી મેં અનુભવ્યા. હે માતા ! તે દેવ પણ આયુષ્યનો ક્ષય થવાથી ઓવ્યો. પણ તે જ્યાં ઉત્પન્ન થયો તે હું જાણતી નથી. હું પણ તેના વિયોગના દુઃખથી પીડાતી ઍવીને અહીં ઉત્પન્ન થઈ. દેવઉદ્યોત જોઈને મને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તે દેવને મનમાં અવધારીને મેં મૂકત્વ ધારણ કર્યું છે. હું તેમના વિના કોઈ સાથે વાત કરવા ઇચ્છતી નથી. તે વાત સાંભળીને અંબધાત્રીએ મને કહ્યું, હે પુત્રી ! સારું થયું તેં મને આ વાત કહી. હવે તારા પૂર્વભવનું ચરિત્ર આલેખીને હું ભ્રમણ કરીશ. તે લલિતાંગ દેવ જો મનુષ્યપણે આવેલ હશે તો તે પોતાનું ચરિત્ર જોઈને જાતિ સ્મરણને પામશે. તો તું તેની સાથે ફરી વિષયસુખને અનુભવી શકીશ. ત્યાર પછી એક ચિત્રપટ તૈયાર કર્યો. તેમાં પહેલા નંદિગ્રામ આલેખ્યું, અંબરતિલક પર્વત સંશ્રિત અશોકતલ પર બિરાજિત ગુરુને આલેખ્યા. દેવયુગલને વંદન કરવા આવેલ દેખાડ્યું. ઇશાન કલ્પ, શ્રીપ્રભ વિમાન દોર્યું. પછી મહાબલ રાજા સાથે સ્વયંબુદ્ધ અને સંભિન્નસ્રોતને દેખાડ્યા. તપ વડે શોષિત કાયાવાળી નિમિકા, લલિતાંગદેવ અને સ્વયંપ્રભાને નામ સહિત બતાવ્યા. પછી તે ધાત્રી ધાતકીખંડ કીપે જવા માટે નીકળ્યા. પછી થોડા કાળમાં પ્રસન્ન મુખે પાછા ફર્યા. તેણીએ આવીને કહ્યું, હે પુત્રી ! તું ચિંતા છોડી દે. મેં લલિતાંગને જોઈ લીધો છે. મેં કહ્યું કે માતા ! બરાબર કહો. તેણી બોલ્યા, મેં રાજમાર્ગ પટ્ટક ફેલાવેલો. આલેખનકળાકુશલો તેની પ્રશંસા કરતા હતા. દુમષરાજાનો પુત્ર દુર્દીતકુમાર પરિવાર સહિત આવ્યો. મુહૂર્ત માત્ર આ પટ્ટ જોઈને તે મૂર્ણિત થઈ પડી ગયો. ક્ષણવાર પછી આશ્વસ્ત થયો. તેના માણસો પૂછવા લાગ્યા, હે સ્વામી ! તમે કેમ મૂર્શિત થયા ? તે બોલ્યો કે આ પટ્ટમાં લખેલ ચરિત્ર જોઈને મને જાતિસ્મરણ જ્ઞાન થયું. હું જ લલિતાંગ દેવ હતો, સ્વયંપ્રભા મારી દેવી હતી. મેં પણ પૂછયું, હે પુત્ર ! આ સંનિવેશ કુયું છે ? તેણે કહ્યું, આ પુંડરિકિણી નગરી છે. આ અણગાર કોણ છે ? તે મને યાદ નથી. સૌધર્મ કહ્યું છે. આ કોઈ રાજા છે, જે મંત્રી સહિત છે. આ તપસ્વીની કોણ છે ? તેનું નામ જાણતો નથી. તેં જન્માંતરમાં આ બધું ભોગવ્યું છે, તો કેમ ભૂલાય? મેં તેણીના કહેવાથી જ તારી માર્ગણાગવેષણા કરી છે. તેટલામાં લોહાર્શલ ધન નામનો કુમાર આવ્યો. તેણે કહ્યું કે, આ મારું ચરિત્ર છે. હું લલિતાંગ નામે દેવ હતો. સ્વયંપ્રભા મારી દેવી હતી. ત્યારે મેં તેને પૂછયું કે, આ સંનિવેશ કયું છે ? તેમે કહ્યું, નંદિગ્રામ. આ અંબરતિલક પર્વત છે. આ યુગંધર આચાર્ય છે. આ શ્રમણે નિર્નામિકાને બોધ આપેલો. આ મહાબલ રાજા છે, તેની સાથે સયંબુદ્ધ અને સંભિન્નશ્રોત મંત્રીઓ છે. આ ઇશાનકલ્પ છે. શ્રીપ્રભ વિમાન છે. એ પ્રમાણે Page #96 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર-ભઋષભકથા ૯૫ તેણે બધું જ જેમ હતું તેમ કહી દીધું. ત્યારે મેં પણ સંતુષ્ટ થઈને તેને જણાવ્યું કે, આ શ્રીમતી કુમારી છે. તે જ સ્વયંપ્રભા છે. ત્યારે તે શુભ મનવાળો થઈને ગયો. હું પણ પાછી આવી. હવે હું રાજા પાસે જઈને આ બધો વૃત્તાંત કહીશ. ત્યારે મને પ્રિયનો સમાગમ થશે એમ કહ્યું. એ સમયે અવર વિદેહમાં સલિલાવતી વિજયમાં વીતશોકા નામે નગરી છે. ત્યાં જિતશત્રુ નામે રાજા છે. તેને મનોહરી અને કેકથી નામે બે રાણી છે. તેમને અચલ અને વિભિષણ નામે અનુક્રમે પુત્રો છે. પિતાના મૃત્યુ બાદ તે (અચલ) બળદેવ અને (વિભિષણ) વાસુદેવ બને અર્ધ ભરતનું રાજ્ય ભોગવી રહ્યા છે. ત્યાર પછી કેટલાંક કાળ બાદ મનોહરી કે જે બળદેવની માતા હતી, તેણીએ પ્રવજ્યા માટે રજા માંગી. પછી બળદેવે તેને કહ્યું કે, જો તમે દેવલોક જાઓ તો મને પ્રતિબોધ કરવો, એ વાત કબૂલ હોય તો દીક્ષા લેવાની રજા આપું. તેણીએ એ વાત કબૂલ કરી – યાવત્ –તેણી કાળધર્મ પામીને લાતક કલ્પે ઇન્દ્ર થઈ – યાવત્ – મનોહરી દેવના પ્રતિબોધથી અચલ બળદેવે દીક્ષા લીધી. (ઇત્યાદિ કથા અચલની કથાથી શ્રમણ વિભાગમાંથી જાણી લેવી.), આ અચલ બળદેવ પુત્રને રાજ્યલક્ષ્મી સોંપી, કામભોગથી ઉદ્વિગ્ન થઈ પ્રવ્રજિત થયો. તપ વગેરે આદરીને લલિતાંગ દેવ થયેલો. તે લલિતાંગ સાગરોપમના સાત નવમાંશ ભાગે દેવસુખ ભોગવીને ચ્યવ્યો. ત્યાં બીજો દેવ ઉત્પન્ન થયો. તે લલિતાંગ એ આ મારો પુત્ર છે. એવી રીતે બધાં શ્રીમતી પાસે પહોંચ્યા. પણ તેમાં વ્રજજંઘ જ એવો લલિતાંગ દેવ હતો કે જેને જોઈને શ્રીમતીને સ્નેહ ઊભરાયો. બીજાને વિસર્જિત કર્યા. તેઓએ નિર્વિધે ભોગો ભોગવ્યા. વજસેન રાજા પણ લોકાંતિક દેવના પ્રતિબોધથી સાંવત્સરિક દાન આપીને નીકળ્યા. દીક્ષા લીધી. કેવળજ્ઞાન થયું, ધર્મદેશના આપી. વજજંઘ અને શ્રીમતી પણ ગયા - યાવત્ – હે આર્ય ! જે નિર્નામિકા હતી તે, જે સ્વયંપ્રભા હતી તે, જે શ્રીમતી હતી તે હું જ છું તેમ જાણવું અને જે મહાબલ રાજા હતા, જે લલિતાંગ દેવ હતા, જે વજજંઘ હતા તે તમે છો અને તમે જેનું નામ ગ્રહણ કર્યું તે સ્વયંપ્રભા હું જ છું. ત્યારે સ્વામીએ કહ્યું, હે આર્યા ! જાતિસ્મરણ જ્ઞાનથી દેવઉદ્યોત દર્શન વડે મેં વિચાર્યું – દેવભવમાં વર્તતી મારી સ્વયંપ્રભા મેં ખોઈ. પૂર્વભવના સ્મરણથી ઉત્પન્ન થયેલ સ્નેહથી સુખે આવેલ વિષયસુખ ત્રણ પલ્યોપમ પર્યત ભોગવી કાળધર્મ પામી સૌધર્મકલ્પ દેવ થયા. ત્યાં પણ પરસ્પર પ્રીતિ રહી. પલ્યોપમની સ્થિતિ ભોગવી, ત્યાંથી ચ્યવી વચ્છકાવતી વિજયે પ્રભંકરા નગરીએ ત્યાં દાદા (ભગવંત ઋષભનો જીવ) સુવિધિ વૈદ્યનો પુત્ર કેશવ નામે થયા. હું શ્રેષ્ઠીપુત્ર અભયઘોષ થયો. ત્યાં પણ અમને પરસ્પર સ્નેહ મૈત્રી રહ્યા. તે જ નગરમાં રાજપુત્ર, પુરોહિતપુત્ર, મંત્રીપુત્ર, સાર્થવાહ પુત્ર હતા. તે બધા સાથે મૈત્રી થઈ (ઇત્યાદિ કથા તીર્થકર ઋષભદેવમાં, ભરત ચક્રવર્તીમાં, બાહુબલીમાં આવી ગયેલ છે.) Page #97 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ ત્યાં બધાંએ પહેલા શ્રાવક ધર્મ સ્વીકાર્યો – યાવત્ – કાળધર્મ પામીને અચ્યુતકલ્પે ઇન્દ્રના સામાનિક દેવ થયા. ત્યાંથી ચ્યવીને કેશવ (તીર્થંકર ઋષભનો જીવ જે પૂર્વે લલિતાંગ દેવ હતો તે) વજ્રસેન રાજાનો પુત્ર થયો તેનું વજ્રનાભ નામ હતું – યાવત્ - હું તે જ નગરમાં રાજપુત્ર થયો. બાળપણથી જ વજ્રનાભ સાથે રહ્યો. પછી હું તેમનો સારથી થયો. મારું નામ સુયશ હતું – યાવત્ – (તીર્થંકર ઋષભની કથામાં જણાવ્યા પ્રમાણે) બધાં સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થયા. - સૌથી પહેલાં વજ્રનાભ સર્વાર્થસિદ્ધ વિમાનથી વ્યવ્યા. જો કે મેં પણ પૂર્વભવના સ્નેહથી વજ્રનાભની પાછળ પ્રવ્રજ્યા ગ્રહણ કરેલી. તે ભવમાં વજ્રસેન ભગવંતે નિર્દિષ્ટ કરેલ કે આ વજ્રનાભ આવતી ચોવીસીમાં ભરત ક્ષેત્રમાં ઋષભ નામે પ્રથમ તીર્થંકર થશે. કનકનાભ (બીજું નામ બાહુ છે) તે પ્રથમ ચક્રવર્તી ભરત થશે. રૂપ્યનાભ (બીજું નામ સુબાહુ છે તે) બાહુબલિ થશે ઇત્યાદિ બધાં મનુષ્ય ભવ પામી સંસારનો અંત કરનારા થશે. ત્યાંથી (સર્વાર્થસિદ્ધથી) અમે છ એ ચ્યવીને અહીં આવ્યા. મેં વજ્રસેન તીર્થંકરને આવી આકૃતિથી ત્યાં જોયેલા. અત્યારે પિતામહને પણ તે જ રીતે જોઈને જાતિસ્મરણ જ્ઞાન થયું. મેં જાણ્યું કે તપસ્વીને અન્ન-પાનાદિ આપવા. ત્યારે શ્રેયાંસ પાસેથી આ વૃત્તાંત સાંભળીને પ્ર–હર્ષિત માનસ વડે નરપતિ આદિથી પૂજિત થયા. ત્યારથી લોકોને ભિક્ષાદાનનું જ્ઞાન થયું. શ્રેયાંસે પણ અહીં મારા ભગવંત ત્રિલોકગુરુ ઊભા હતા. તે સ્થાન કોઈના પગ વડે આક્રમિત ન થાય તેમ જાણીને ત્યાં રયણપીઠિકા રચાવી. ઇત્યાદિ (ભગવંત અને શ્રેયાંસ ભવસંબંધ જાણવો.) (જો કે આવશ્યક વૃત્તિ, કલ્પસૂત્ર વૃત્તિ, આવશ્યક ચૂર્ણિ, ત્રિષષ્ઠીશલાકા આદિમાં આ કથામાં થોડો—થોડો ભેદ સ્પષ્ટ જણાય છે.) ૯૬ આ ભવે હું ભગવંતનો પ્રપૌત્ર શ્રેયાંસ થયો. આ પ્રમાણેની વાત શ્રેયાંસ પાસેથી સાંભળી તેને અભિનંદતા પોતપોતાના સ્થાને ગયા. શ્રેયાંસે પણ જે સ્થાને ભગવંતને પડિલાભ્યા હતા. તે સ્થળે ભક્તિપૂર્વક રત્નમય પીઠિકા બનાવી. ત્યાં ત્રિકાળ પૂજા કરવા લાગ્યા. પર્વદેશકાળે તેની વિશેષથી પૂજા કરીને જ તે ભોજન લેતો હતો. લોકો પૂછતા કે આ શું છે ? ત્યારે શ્રેયાંસ ઉત્તર આપતો કે, આ ‘‘આદિકરમંડલ’’ છે. ત્યારે લોકોએ પણ જ્યાં જ્યાં ભગવંત રહ્યા ત્યાં ત્યાં પીઠિકા બનાવી. ભગવંત ત્યાંથી વિહાર કરી તક્ષશિલા નગરી સમીપે પધાર્યા. ભગવંત નગરીની બહાર ઉદ્યાનમાં કાયોત્સર્ગ ધ્યાને રહ્યા. તત્કાળ ઉદ્યાનપાલકે આવી બાહુબલીને વધામણી આપી. પ્રભુના આગમનના સમાચાર સાંભળી હર્ષિત થયેલા બાહુબલિએ વિચાર્યું કે કાલે સવારમાં સર્વ ઋદ્ધિ સહિત જઈને પ્રભુને વંદના કરીશ. પ્રભુ તો પ્રાતઃકાળે પ્રતિમાસ્થિતિ સમાપ્ત કરી ત્યાંથી વિહાર કર્યાં. બાહુબલિ સવાર થતાં સર્વ ઋદ્ધિ સાથે આડંબરપૂર્વક પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુને વિહાર કરી ગયા જાણી તેને ઘણો જ ખેદ થયો. પછી પ્રભુના ચરણબિંબને કોઈ ઉલ્લંઘે નહીં એમ વિચારી બાહુબલિએ ત્યાં રત્નમય ધર્મચક્રની સ્થાપના કરી. ભક્તિપૂર્વક વંદના કરી બાહુબલિ પોતાની નગરીમાં ગયા. ભગવંત પણ નિરૂપસર્ગ વિહાર કરતાકરતા વિનિતા નગરીના પુરિમતાલ ઉદ્યાનમાં પહોંચ્યા. Page #98 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર-ભઋષભકથા ૯૭ ૦ ઋષભદેવ પ્રભુનું કેવળજ્ઞાન કલ્યાણક : જ્યારથી કૌશલિક અત્ ઋષભ મુંડિત થઈને ગૃહવાસ છોડી અનગારીક પ્રવજ્યાથી પ્રવ્રજિત થયા હતા ત્યારથી તેમણે શરીર શુશ્રુષા છોડી દીધી હતી, દેહના મમત્વનો ત્યાગ કરેલો. દેવકૃત્ – યાવત્ અનુકૂળ કે પ્રતિકૂળ જે કોઈ ઉપસર્ગો થયા તેને સહન કર્યા. અહીં પ્રતિકૂળ અર્થાત્ વેંત – યાવત્ – શરીર પર ચાબુકથી પ્રહાર ઇત્યાદિ અને અનુકૂળ ઉપસર્ગોમાં વંદન – યાવતુ – પર્યાપાસના આદિ સમુત્પન્ન એવા આ સર્વે ઉપસર્ગોને પ્રભુએ સમભાવપૂર્વક, કલુષિત મનવાળા થયા સિવાય, દુઃખ રહિતપણે, અલુબ્ધભાવથી, મન, વચન, કાયાને સંયમિત રાખીને, શાંતિપૂર્વક સારી રીતે સહન કર્યા – યાવત્ – અવિચલ રહ્યા. –૦- ભ. ઋષભનું અનગાર સ્વરૂપ : જ્યારથી ભગવંત ઋષભ શ્રમણ થયા ત્યારથી તે ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમત્ત નિક્ષેપણા સમિતિ, પારિષ્ઠાપનિકા સમિતિ, મનઃ સમિતિ, વચન સમિતિ, કાય સમિતિ એ આઠે સમિતિથી સમિત હતા. મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયવુતિ વડે ગુપ્ત હતા – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારી હતા. ક્રોધ, માન, માયા, લોભ આદિ ભાવોથી રહિત હતા. તેઓ શાંત, પ્રશાંત, ઉપશાંત, પરિનિવૃત્ત, શોકરહિત, અલિપ્ત હતા. (ભગવંતના અનગાર સ્વરૂપ માટે અપાયેલી ઉપમાઓમાં એકરૂપતા જોવા નથી મળી – જુઓ આગમ સંદર્ભ :- (૧) ઠા. ૮૭૨-૮૭૫, (૨) પહા ૪૫; (૩) ઉવ ૧૭, (૪) જંબૂ ૪૪, (૫) કલ્પમૂ ૧૧૮) ભગવંત – જેમ અતિ નિર્મળ કાંસાનાં વાસણ પાણીના સંપર્કથી મુક્ત રહે છે તેવા આસક્તિ પૂર્ણ સંબંધોથી મુક્ત હતા. શંખની જેમ રાગાદિ અંજનની કાલિમાથી રહિત તથા રાગ-દ્વેષ મોહથી વિરક્ત હતા. કાચબાની જેમ ગુપ્ત ઇન્દ્રિય હતા. શુદ્ધ સુવર્ણની જેમ શુદ્ધાત્મ સ્વરૂપની શોભાને પ્રાપ્ત કરનારા હતા. કમળના પાનની જેમ નિર્લેપ હતા. ચંદ્રની સમાન સૌમ્ય સ્વભાવવાળા અને સૂર્યની જેમ દેદીપ્યમાન હતા. પર્વતોમાં પ્રધાન મેરૂપર્વત જેવા અચળ, સમુદ્રની માફક ક્ષોભરહિત તથા સ્થિર અને પૃથ્વીની માફક બધાં જ પ્રકારના સ્પર્શીને સહન કરનારા હતા. તપને કારણે રાખથી ઢાંકેલા અગ્નિ જેવા, પ્રજ્વલિત અગ્નિ સમાન તેજથી જાજવલ્યમાન અને ગોશીષચંદનની પેઠે શીતળ તથા સુગંધિત હતા. સરોવરની જેમ શાંત સ્વભાવી, સારી રીતે ઘસીને ચમકાવેલ નિર્મળ દર્પણમંડળના તળીયા સમાન સહજ સ્વભાવથી શુદ્ધ પરિણામવાળા હતા. હાથી સમાન શૂરવીર, વૃષભ સમાન બલિષ્ઠ અને મૃગાધિપતિ સિંહ સમાન અજેય હતા. શરદઋતુના જળ જેવા શુદ્ધ હૃદયી, ભાખંડ પક્ષીની જેમ અપ્રમત્ત, ગેંડાની સિંગ સમાન એકાકી, સ્થાણુ જેવા ઉદ્ઘકાય અને શૂન્યગૃહ સમાન શૃંગાર શોભાથી રહિત હતા. શૂન્યગૃહની અંદર વાયુરહિત સ્થાનમાં રખાયેલા દીપકની જ્યોતિ સમાન નિષ્કપ હતા. છુરાની ધારની જેમ ધ્યાનની એકાગ્રધારાવાળા, સર્પની જેમ સ્થિર દૃષ્ટિવાળા અને આકાશની જેમ આલંબન રહિત હતા. પક્ષીની જેમ સર્વત્ર મુક્ત વિહારી અથવા પક્ષી જેવા પરિગ્રહ રહિત, સર્પની જેમ બીજાના બનાવેલા સ્થાનમાં નિવાસ કરનારા (સ્વ નિવાસ Page #99 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૧ સ્થાન રહિત), વાયુની જેમ પ્રતિબંધ રહિત અને જીવની જેમ અપ્રતિહત ગતિવાળા હતા. (કેવળ જ્ઞાન પ્રાપ્તિ પૂર્વે સર્વે તીર્થંકર આવા સ્વરૂપના અનગાર હોય છે.) ભગવંત ઋષભનો પ્રતિબંધ અભાવ : ૯૮ તે ભગવંતને કોઈ જ પ્રકારનો પ્રતિબંધ–આસક્તિ ન હતી. (આ મારું છે અથવા હું આનો છે એવા હેતુપૂર્વકનો કોઈ બંધ ન હતો) આવો પ્રતિબંધ ચાર પ્રકારનો હોય છે. ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળથી અને ૪. ભાવથી. - દ્રવ્યથી :- આ મારી માતા છે, આ મારા પિતા છે, આ મારો ભાઈ છે, આ મારી બહેન છે – યાવત્ – આ મારા સ્વજન, સંબંધિ, પરિચિત છે. આ મારું હિરણ્ય છે, આ મારું સુવર્ણ છે યાવત્ આ મારા ઉપકરણ છે અથવા સંક્ષેપમાં કહીએ તો આ સચિત્ત-અચિત્ત કે મિશ્ર દ્રવ્ય મારા છે. એવા સંકલ્પ તેમને હોતા નથી. ક્ષેત્રથી : ગામ કે નગર કે અરણ્ય અથવા ખેતર કે ખળા અથવા ઘર કે આંગણું કે એવા કોઈપણ ક્ષેત્ર-પ્રદેશમાં આ મારું છે એવું કોઈ મમત્ત્વ તેમને ન હતું. કાળ :– સમય, આવલિકા, શ્વાસોચ્છવાસ, સ્ટોક, લવ, મુહૂર્ત, અહોરાત્રિ, પક્ષ, માસ, અયન, સંવત્સર કે એવા કોઈપણ પ્રકારના દીર્ઘકાલ અથવા કાલખંડ (કોઈપણ પ્રકારના સમયમાં) ભગવંતને મમત્ત્વભાવ ન હતો. ભાવ :- ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, શોક, રતિ–અરતિ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, પરપરિવાદ ઇત્યાદિ કોઈપણ ભાવોમાં તેમને પ્રતિબંધ ન હતો. - ભગવંત ઋષભની વિહાર–ચર્યા : તે ભગવંત વર્ષાવાસ (ચોમાસા) સિવાય હેમંત અને ગ્રીષ્મઋતુમાં ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ રહેતા હતા. તેઓ હાસ્ય, શોક, રતિ–અરતિ, ભય, ત્રાસ આદિથી મુક્ત થઈને, મમત્વ અને અહંકાર રહિતપણે, લઘુભૂત (નિર્લોભી) થઈને, પરિગ્રહ રહિત વિચરતા હતા. તેઓને કોઈ લાકડાની માફક છોલે તો દ્વેષ થતો નહોતો અને કોઈ ચંદનથી વિલેપન કરે તો રાગ થતો ન હતો. માટીના ઢેફા કે સુવર્ણમાં સમસૃષ્ટિ હતા. આ લોક અને પરલોકના બંધનથી રહિત અને જીવન કે મૃત્યુ પ્રતિ નિઃસ્પૃહપણે વિચરતા હતા. સંસારથી પાર થનારા અને કર્મસંબંધનો નાશ કરવા માટે પુરુષાર્થયુક્ત થઈ વિચરતા હતા. -૦- ભગવંત ઋષભને કેવળ જ્ઞાન – (પ્રથમ કેવલી) :— આવા ઉત્તમ અનગાર સ્વરૂપને ધારણ કરનાર, પ્રતિબંધ રહિત અને પ્રશસ્ય વિહારચર્યા કરતા ભગવંતને એક હજાર વર્ષ વીતી ગયા, પુરિમતાલ નગરની બહાર શકટમુખ ઉદ્યાનમાં શ્રેષ્ઠ ન્યગ્રોધ વૃક્ષની નીચે ધ્યાનાન્તરિકામાં લીન રહેલા ત્યારે જ્ઞાનદર્શન–ચારિત્રાદિ અસાધારણ ગુણો વડે પોતાના આત્માને ભાવિત કરીને રહેલા હતા તે કાળે જે આ શીતકાળનો ચોથો મહિનો, શીતકાળનો સાતમો પક્ષ એટલે કે ફાગણ માસનું કૃષ્ણ પખવાડીયું તેના અગીયારમાં દિવસે એટલે ફાગણ વદ-૧૧ના દિવસે (ગુજરાતી મહાવદ–૧૧) પૂર્વા કાલ સમયે - પ્રાતઃકાળે, જ્યારે તેમણે નિર્જળ એવો અઠ્ઠમ તપ કરેલો હતો ત્યારે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થતા શુક્લધ્યાનના મધ્ય ભાગમાં વર્તતા એવા ભગવંતને— - Page #100 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભઋષભકથા સર્વોત્કૃષ્ટ સંયમ, તપ, બળ, વીર્ય, નિર્દોષ વસતિમાં વિહાર કરતા, સર્વોત્કૃષ્ટ ભાવના, ક્ષમા, ગુતિ, ઇન્દ્રિયનિગ્રહ, મુક્તિ (નિસ્પૃહતા), તુષ્ટિ (સંતોષ) સહ વર્તતા, સર્વોત્કૃષ્ટ આર્જવ, માર્દવ, લાઘવ યુક્ત એવા, સુચરિત અને સુપુષ્ટ ફળવાળા નિર્વાણ માર્ગની સાધના કરતા કરતા આત્મધ્યાનમાં લીન બનેલા હતા ત્યારે અનંત વસ્તુના વિષયવાળું, અનુત્તર, અનુપમ, આવરણ રહિત, અખંડ, પ્રતિપૂર્ણ એવું કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયા (એ રીતે તેઓ આ કાળના પ્રથમ કેવલી બન્યા) ભગવંત ઋષભ જિન, કેવલી, સર્વજ્ઞ અને સર્વદર્શી થયા. તેઓ નરકલોક, તિર્યલોક, મનુષ્યલોક અને દેવલોકના સમસ્ત પદાર્થોના સ્વરૂપને જોવા-જાણવા લાગ્યા. જેમકે—કોઈની પણ આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉત્પત્તિ, ભોજન, ક્રિયા, સેવન, પ્રગટકર્મ, ગુપ્તકર્મ, સર્વ કાળના મન, વચન, કાયાના વ્યાપાર (પ્રવૃત્તિ) ઇત્યાદિ તથા જીવના સર્વ ભાવો, અજીવોના સર્વભાવો (પર્યાયો)ને ભગવંત જોવા-જાણવા લાગ્યા. તેમજ આ મોક્ષમાર્ગ મારા માટે, અન્ય જીવોને માટે હિતકર, સુખકર, કલ્યાણકર, સર્વ દુઃખોથી મુક્તિને આપનાર અને પરમ સુખરૂપ થશે. (તેમ જાણવા લાગ્યા.) –૦- ભરત ચક્રીનું પ્રભુ – વંદનાર્થે મરૂદેવા માતા સાથે ગમન : ઋષભદેવપ્રભુને વિનીતાનગરીના પુરિમતાલના શકટમુખ ઉદ્યાનમાં જ્યારે કેવળજ્ઞાન થયું ત્યારે ભરતરાજાને એક દૂતે આવીને વધામણી આપી કે, આપની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું છે અને બીજા એક દૂતે તે પૂર્વે ભરતને જણાવ્યું કે, આપના પિતા– તીર્થકર ઋષભદેવ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. આ રીતે ભરતને એક સાથે બે વધામણી મળી, એક જ્ઞાનરત્નની ઉત્પત્તિની અને બીજી ચક્રરત્નની ઉત્પત્તિની. બંને વધામણી સાંભળી ક્ષણવાર ભરત વિચારમાં પડ્યા કે મારે પહેલા પિતાજી (તીર્થકર)ની પૂજા કરવી કે ચક્રરત્નની ? તુરંત તેમણે નિર્ણય કર્યો કે આ લોક અને પરલોકનું સુખ આપનારા પિતાજી (તીર્થકર)ની પૂજા કરવા માત્રથી આ લોકનું સુખ આપનારા ચક્રની પૂજા થઈ જ જવાની. એ રીતે વિચારી પ્રભુને વંદન કરવા જવાની તૈયારી કરી. પ્રભુએ જ્યારથી દીક્ષા લીધી ત્યારથી મરૂદેવા માતા પુત્ર વિરહને લીધે વ્યથિત હતા. ભારતની રાજ્યલક્ષ્મી જોઈને હંમેશાં ફરિયાદ કરતા કે, હે ભરત ! મારો પુત્ર આ બધી રાજ્યલક્ષ્મીને છોડીને ચાલ્યો ગયો. અત્યારે તે ભુખ-તરસથી કેવા પીડાતો હશે ! વસ્ત્રરહિત ફરતો હશે ! તેને કેવા કેવા દુઃખો પડતા હશે ? એ પ્રમાણે ઉદ્વેગ કર્યા કરે. ભારતે તેની પાસે તીર્થકરના વૈભવનું વર્ણન કર્યું તો પણ મરૂદેવામાતાને પ્રતીતિ ન થઈ. પુત્રના શોકમાં અવિરત રૂદન કરતા અવિશ્રાંત અમૃતલથી તેમનાં નેત્રોમાં પડલ બાઝી ગયા. ભરતે પ્રભુના કેવળજ્ઞાનના સમાચાર સાંભળ્યા ત્યારે સર્વ ઋદ્ધિ સહિત વંદન કરવા જતી વખતે મરૂદેવા માતાને કહ્યું કે, માતા! મારી સાથે ચાલો, હું તમને તમારા પુત્રનો વૈભવ દેખાડું, મરૂદેવા માતાને હાથી ઉપર બેસાડી ભરત રાજા પ્રભુને વાંદવા નીકળ્યો. –૦- પ્રથમ ઘર્મ ચક્રવર્તી – ભઋષભનું સમવસરણ : ફાગણ વદ-૧૧ના દિવસે જયારે ભગવંતને કેવળજ્ઞાન થયું ત્યારે અર્થાત્ ઘાતિકર્મ ચતુષ્ટયનો ક્ષય થવાથી અનંતજ્ઞાનાદિ (કેવળજ્ઞાનાદિ), ઉત્પન્ન થયા ત્યારે જરામરણથી Page #101 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ આગમ કથાનુયોગ-૧ વિપ્રમુક્ત એવા તેમનો દેવદાનવેન્દ્રોએ (વૈમાનિક, જ્યોતિષ્ઠ, ભવનપતિ અને વ્યંતરના ઇન્દ્રોએ – દેવો સહિત) જ્ઞાન મહોત્સવ કર્યો–કેવળજ્ઞાન મહિમા કર્યો. બધાં જ તીર્થકરોને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે શક્ર આવીને અવસ્થિત કેશ, રોમ, દાઢી, મૂછ, નખ વગેરેનું સંમાર્જન કરે છે. તે કૃત્ય કર્યું. વિશેષ એ કે ઋષભ સ્વામીની જે જટા (એક મુષ્ટિ પ્રમાણ વાળ) મેરૂ પર્વત પર અંજનરેખા જેવા શોભતા હતા તેનું છેદન ન કર્યું. પછી દેવોએ સમવસરણની રચના કરી (સમવસરણ વર્ણન ભગવંત મહાવીરના કથાનકમાં હવે પછી આવશે. સવરચક્ર નિશ્ચિત્ત આદિમાં પણ તેમજ છે) ભગવંત ઋષભ દેવતા રચિત સમવસરણમાં બિરાજમાન હતા. ચોત્રીશ અતિશયોથી શોભતા એવા તે સુવર્ણના સિંહાસન પર બિરાજેલા, સુરેન્દ્રોથી પૂજાતા અને સુરનર આદિ સમુદાયથી પરિવરેલા હતા. ભરતે મરૂદેવા માતાને કહ્યું કે, માતાજી જુઓ આપના પુત્રનો આ વૈભવ કેવો છે. આકાશ મંડલથી દેવોનો સમૂહ વિમાનથી ઉતરી રહ્યો છે. દેવદુંદુભિના નાદથી ચારે દિશા મંડલો ધ્વનિત થયેલા છે. મારી ઋદ્ધિ તો ભગવંતના લાખ-કરોડમાં ભાગે પણ નથી. જુઓ આપના પુત્ર કેવી અમૃતમય દેશના આપી રહ્યા છે. ભારતનું આવું કથન સાંભળી (પ્રભુનો દિવ્ય વૈભવ તથા ધર્મકથા સાંભળતા) રોમાંચિત થયેલા અંગવાળા મરૂદેવા માતાને આનંદના અશ્રુઓ આવી ગયા. નેત્રમાં બાઝેલા પડલ ધોવાઈ ગયા. પ્રભુની છત્રચામરાદિક લક્ષ્મી જોઈ, મરૂદેવા માતાને થયું કે મોહથી વિહળ બનેલા પ્રાણીને ધિક્કાર છે. ખરેખર ! સ્નેહને ધિક્કાર છે. તેમના ધ્યાનનો પ્રવાહ પલટાયો. શુક્લ ધ્યાનની ધારાએ તે જ ક્ષણે મરૂદેવા માતાને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. આયુષ્યનો લય પણ એ જ વખતે થતા મરૂદેવા માતાના ચાર અઘાતી કર્મો પણ ક્ષય પામ્યા. હાથી પર આરૂઢ થયેલા તેઓ સિંદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ ગયા અર્થાત્ મોક્ષે સિધાવ્યા. આ રીતે આ ભરતક્ષેત્રમાં, આ અવસર્પિણી કાળમાં મરૂદેવા માતા પ્રથમ સિદ્ધ થયા. દેવોએ પણ તેમની પૂજા કરી તેણીના શરીરને ક્ષીર સમુદ્રમાં પધરાવ્યું. ૦ ઋષભ દેવ દ્વારા તીર્થ પ્રવર્તન : કેવળજ્ઞાન થતાં જ દેવતાકૃતુ સમવસરણમાં ઋષભદેવ ભગવંતે પ્રથમ દેશના આપી. સમવસરણમાં દેવ–મનુષ્યો અને અસુરોની સભામાં ધર્મ કહ્યો ત્યારે પૂર્વબદ્ધ ગણધર નામગોત્ર (કર્મ)ના ઉદયથી સંવેગ ઉત્પન્ન થતાં ભારતના પુત્ર ઋષભસેને દીક્ષા લીધી. તે પ્રથમ ગણધર થયા. બ્રાહ્મીએ પણ દીક્ષા લીધી, તે મુખ્ય સાધ્વી થયા. ભરતરાજા મુખ્ય શ્રાવક થયા, સુંદરી પણ દીક્ષા લેવાની ઈચ્છા ધરાવતી હતી પણ તેણીને અત્યંત સ્વરૂપવાનું જાણીને સ્ત્રીરત્ન રૂપે સ્થાપવાની ઈચ્છાથી ભારતે દીક્ષા લેવાની આજ્ઞા ન આપતા તે શ્રાવિકા થઈ એ રીતે ચતુર્વિધ એવો શ્રમણપ્રધાન સંઘ સ્થપાયો. શ્રમણશ્રમણી, શ્રાવક-શ્રાવિકા રૂપ સંઘ અર્થાત્ ધર્મતીર્થનું પ્રવર્તન થયું. ભરતના ઋષભસેન સહિત પ૦૦ પુત્રો અને ૭૦૦ પૌત્રોએ પણ દીક્ષા લીધી. ભગવંતના કેવળજ્ઞાન થયાની વાત સાંભળી કચ્છ–મહાકચ્છ સિવાયના બધાં તાપસોએ આવીને ભવનપતિ વ્યંતર જ્યોતિષ્ક વૈમાનિકો દેવો સહિતની પર્ષદા જોઈને ભગવંત પાસે દીક્ષા ગ્રહણ કરી. સમવસરણમાં રહેલા મરીચિ આદિ અનેક કુમારોએ પણ દીક્ષા લીધી. Page #102 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભઋષભકથા ભગવંત શ્રમણ નિગ્રંથ અને નિJથીઓને ભાવનાસહિત પાંચ મહાવ્રતોનો અને છે જીવનિકાયની રક્ષારૂપ ધર્મનો ઉપદેશ આપવા પૂર્વક વિચરવા લાગ્યા. આ પૃવીકાયાદિક છે જીવનિકાય અને ભાવના સહિત પાંચ મહાવ્રતોનું સ્વરૂપ આચારાંગ સૂત્રથી જાણી લેવું. કૌશલિક અર્હત્ ઋષભદેવે આ અવસર્પિણી કાળના નવ સાગરોપમ કોટાકોટિ વર્ષ વીત્યા બાદ તીર્થ પ્રવર્તન કર્યું. –૦- ભરતે પણ ભગવંતની પૂજા કર્યા બાદ ચક્રરત્નનો અઠાઈ મહોત્સવ કર્યો. ક્રમશઃ તેણે છ ખંડને સાધવા માટે તેની દિગ્વીજય યાત્રાનો આરંભ કર્યો. (તેનું સમગ્ર વર્ણન ભરત ચક્રવર્તીના કથાનકમાં કરાયેલ છે.) ૬૦,૦૦૦ વર્ષે તે ભરત ક્ષેત્રના છ ખંડ સાધી પોતાને ઘેર આવ્યા. વિનીતા નગરી આવ્યા બાદ બાર વર્ષ સુધી તેનો મહારાજા અભિષેક મહોત્સવ પ્રર્વત્યો. –૦-- સુંદરીની દીક્ષા :- મહારાજા અભિષેક મહોત્સવ બાદ ભરત ચક્રવર્તીએ પોતાના સ્વજન વર્ગને યાદ કરવો શરૂ કર્યો. સર્વે સ્વજનોને જોતા-જોતા તેણે સુંદરીને પણ જોઈ. તેણીને અત્યંત કૃશકાય જોઈ. સૌદર્યરહિત એવી સુંદરીને જોઈને તેણે પૂછ્યું કે, આ સુંદરી આવી કૃશ કેમ થઈ ગઈ છે ? શું મારા ગયા પછી તેની કોઈ સારસંભાળ પણ લેતું ન હતું ? ત્યારે ખબર પડી કે રાજા ભરત જે દિવસે દિગ્વીજય યાત્રા કરવા નીકળ્યા તે જ દિવસથી સુંદરીએ આયંબિલનો તપ આરંભ કર્યો હતો. ભરતે જ્યારે રોષપૂર્વક કુટુંબીજનોને પૂછયું કે, શું મારે ત્યાં ભોજન ન હતું ? વૈદ્યો ન હતા કે તેણી આવી સૌદર્યહીન થઈ ગઈ. કુટુંબીજનોએ કહ્યું કે, તેણી (સંયમ અને વૈરાગ્યથી ઉછળતા સાગરથી પ્રવજ્યા પંથે જવા માટે) ૬૦,૦૦૦ વર્ષથી આયંબિલ કરી રહી છે. તેથી ભરતનો તેના પરનો રાગ ઘટી ગયો. સુંદરીએ પણ કહ્યું કે, જો તમને યોગ્ય લાગે તો મારી સાથે ભોગ ભોગવો અથવા મને દીક્ષા લેવા અનુમતિ આપો. ત્યારે ભરત તેના પગમાં પડી ગયો. દીક્ષા લેવાની અનુમતિ આપી. સુંદરીએ દીક્ષા ગ્રહણ કરી. -૦- અઠાણ ભાઈઓની દીક્ષા : ભરતક્ષેત્રના છ એ ખંડની સાધના કરી પાછા આવેલા ભરત ચક્રવર્તીએ પોતાના અઠાણું ભાઈઓને દૂત મોકલીને સંદેશો આપ્યો કે મારી આજ્ઞાનો તમે સ્વીકાર કરો. તેઓએ ઉત્તર આપ્યો કે તને પણ પિતાએ રાજ્ય આપ્યું છે અને અમને પણ પિતાએ રાજ્ય આપ્યું છે. અમે પિતાને પૂછીશું. તેઓ જેમ કહેશે તેમ કરીશું. તે સમયે ભગવંત ઋષભ અષ્ટાપદ તરફ વિચરી રહ્યા હતા. બધાં ભાઈઓ ભેગા થઈને ભગવંત પાસે ગયા, ભગવંતને પૂછયું કે, તમે અમને રાજ્ય આપેલ છે. મોટા ભાઈ અમારું રાજ્ય લઈ લેવા માંગે છે. તો અમારે શું કરવું? અમે તેની સાથે યુદ્ધ કરીએ કે તેની આજ્ઞા માનીએ ? ત્યારે ભગવંતે તેઓને ભોગથી નિવર્તવા માટે ધર્મ ઉપદેશ કહ્યો. મુક્તિ સમાન કોઈ સુખ નથી. પછી તેઓને અંગારદાહકનું દષ્ટાંત આપ્યું એક અંગારદહક હતો. પાણીનું એક વાસણ ભરીને ગયો. પાણીને એક સ્થાને રાખી દીધું, એક તો ઉપર બળબળતો સૂર્ય, બીજું ચારે તરફ (તેણે લાકડા સળગાવીને કોલસા બનાવવા માટે પ્રગટાવેલો) અગ્રિ. વળી લાકડા કાપવાનો તેનો સખત પરિશ્રમ. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ આગમ કથાનુયોગ–૧ પાણીની તરસ લાગી. ઘરે જઈ પાણી પીધું. મૂચ્છિત થઈને પડી ગયો. તેને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ખૂબજ તરસ લાગવાથી તે પાણી પીવા લાગ્યો. તેની તરસ છીપી નહીં તે બધાંજ કુવા, તળાવ, નદી, કહ, સમુદ્રના પાણી પી ગય. તો પણ તેની તરસ છીપાઈ નહીં. ત્યારે કોઈ જીર્ણ કૂવામાં ઘાસનો પૂડો નાંખી પાણી સિંચવા લાગ્યો. જે કંઈ બિંદુઓ પડે તે જળબિંદુને જીભથી ચાંટવા લાગ્યો. શું ભીના થયેલા તે ઘાસના પૂડાથી તેની તરસ છીપે ખરી ? એ જ પ્રમાણે તમે પણ સર્વલોકના અનુત્તર એવા શબ્દ–સ્પર્શ આદિ અનુભવ્યા. સર્વાર્થસિદ્ધના સુખને પણ પામ્યા, તો પણ તમારી તૃષ્ણા ન ગઈ તો પછી આ મનુષ્યલોકના અશુચિમય, તુચ્છ, અલ્પકાલિક, વિરસ એવા કામભોગની અભિલાષા શા માટે રાખો છો ? એ પ્રમાણે વૈતાલિક (વૈદારિક) અધ્યયનની પ્રરૂપણા કરી. “સખ્ય બોધ પામાં કેમ બોધ પામતા નથી ?” એ પ્રમાણે તે અઠાણુ ભાઈઓ બોધ પામ્યા અને તે બધાંએ દીક્ષા ગ્રહણ કરી. –૦- બાહુબલી સાથે યુદ્ધ અને બાહુબલીની દીક્ષા : ત્યાર પછી ભરત મહારાજાએ બાહુબલી પાસે દૂત મોકલ્યો. અઠાણું ભાઈની દીક્ષાની વાત સાંભળી તે ઘણો ક્રોધિત થયો. તેણે દૂતને કહ્યું કે, તે ભાઈઓ તો બાળક હતા તે દીક્ષા લઈ લીધી પણ હું તો યુદ્ધ કરવા માટે સમર્થ છું. શું તે મને જીતી શકશે? કાં તો હું રાજા થઈશ અથવા તે રાજા થશે. ત્યારે તે બંને પોત-પોતાના દેશની સરહદે સર્વબળ–સૈન્યાદિ સહિત યુદ્ધ કરવા માટે એકઠા થયા. (ભરત બાહુબલીનું યુદ્ધ બાર વર્ષ ચાલ્યું. બંનેના સૈન્યમાં પુષ્કળ મનુષ્યોનો સંહાર થયો, પણ બંનેમાં કોઈ હાર્યું નહીં) બાહુબલીએ તેને કહ્યું કે, નિરપરાધી લોકોને શા માટે મારવા જોઈએ ? આપણે બે જ પરસ્પર યુદ્ધ કરીએ. ત્યારે પ્રથમ દૃષ્ટિયુદ્ધ થયું. ભરત તેમાં હારી ગયો. ત્યાર પછી બંને વચ્ચે અનુક્રમે વાયુદ્ધ, બાયુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ થયું. તે સર્વેમાં ભરત હારી ગયો. (કલ્પસૂત્રની વૃત્તિમાં અહીં એમ કહ્યું છે કે, શક્રેન્દ્રએ યુદ્ધ અટકાવી બંનેને પરસ્પર લડવા કહેલું. શક્રએ દષ્ટિયુદ્ધ, વાયુ, મુષ્ટિયુદ્ધ અને દંડ્યુદ્ધ એમ ચાર પ્રકારે બંને ભાઈઓએ પરસ્પર લડવાનો ઠરાવ કર્યો હતો. એ ચારે યુદ્ધમાં બાહુબલીનો વિજય થયેલો) ત્યારે ભારતને થયું કે, ખરેખર ! આ ચક્રવર્તી છે કે, હું દુર્બલ છું. ત્યારે તેની ચિંતા જોઈ દેવતાએ તેને ચક્રરત્ન નામનું આયુધ આપ્યું. બાહુબલીને હણવા માટે તે ક્રોધથી ધમધમતો દોડ્યો અને તેના પર ચક્રરત્ન ફેંક્યું. આ તરફ બાહુબલીએ ભરતને દિવ્યચક્રરત્ન ગ્રહણ કરીને આવતો જોયો. તેણે સગર્વ વિચાર્યું કે ભારતને હવે આ ચક્ર સહિત ચૂર્ણ કરી નાંખુ. (કલ્પસૂત્ર–વૃત્તિમાં અહીં જણાવે છે કે સમાન ગોત્રી ઉપર ચક્રરત્ન કાંઈ કરી શકતું નથી માટે ચક્ર પાછું ફર્યું. ત્યારે બાહુબલીને થયું કે અત્યાર સુધી મેં ભ્રાતૃભાવથી આને કંઈ કર્યું નહીં, છતાં તે પોતાનો દુષ્ટ સ્વભાવ છોડતો નથી. હવે એક જ મુઠીના પ્રહારથી ભરતના ચૂરેચૂરા કરી દઈશ) તુરંત બાહુબલીને થયું કે, તુચ્છ એવા કામભોગ માટે હું પ્રતિજ્ઞાભ્રષ્ટ થઈશ. ભરતને મારી નાંખવો યોગ્ય નથી. મારી પહેલાં અઠ્ઠાણું ભાઈઓએ જે કર્યું. તે જ યોગ્ય Page #104 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભષભકથા ૧૦૩ છે. હું પણ તેઓને જ અનુસરીશ. એવું વિચારી તે બોલ્યો કે, આ પુરુષત્વને ધિક્કાર છે જે અધર્મ યુદ્ધ માટે પ્રવૃત્ત થયું, મારે યુદ્ધ ન કરવું જોઈએ છતાં મેં યુદ્ધ કર્યું. હવે મારે ભોગનું પ્રયોજન નથી. તેણે ભરતને કહ્યું કે, લે આ તારું રાજ્ય, તું જ ભોગવ તેને. હું તો હવે પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ. (અહીં કલ્પસૂત્ર વૃત્તિકાર કહે છે કે, ભરતને મારવા ઉગામેલી મુઠી નિષ્ફળ ન જવી જોઈએ તેમ વિચારી તે જ વખતે પોતાના મસ્તક પર મુઠી ચલાવી લોચ કર્યો. સર્વ સાવદ્યનો ત્યાગ કરી કાયોત્સર્ગમાં સ્થિર થઈ ગયા) ભરત પણ તેને વંદન કરી, ક્ષમા યાચી સ્વસ્થાને ગયો. બાહુબલીના પુત્રને રાજારૂપે સ્થાપ્યો. બાહુબલીને થયું કે, મારા નાના ભાઈઓ સમુત્પન્ન જ્ઞાનાતિશયા (કેવલજ્ઞાની) છે. હું નિરતિશય (અ-કેવલી) ત્યાં કેમ જઉં ? કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યાં સુધી હું અહીં જ કાયોત્સર્ગમાં લીન રહીશ. એ રીતે તે કાયોત્સર્ગ પ્રતિમાએ સ્થિર રહ્યા. પણ અભિમાનરૂપી પર્વતના શિખરે ચઢીને. ઋષભદેવ આ વાત જાણતા હતા છતાં તીર્થકરો અમૂઢલક્ષ્યા હોવાથી કંઈ ન બોલ્યા. એક વર્ષ પર્યન્ત બાહુબલી એ રીતે કાયોત્સર્ગ સ્થિર રહ્યા. તેના શરીરને વેલડીઓ વિંટાઈ વળી, પગમાં સાપે રાફડા બનાવ્યા. એક વર્ષ પુરું થયું ત્યારે ભગવંતે બ્રાહ્મી અને સુંદરીને મોકલ્યા. તે પહેલાં ન મોકલ્યા કેમકે તે પહેલાં બાહુબલીને સમ્યક્ બોધ ન થાત. બ્રાહ્મી અને સુંદરી માર્ગ શોધતાં ત્યાં પહોંચ્યાં, વેલડી આદિથી વીંટાયેલા બાહુબલીને જોયા. તેમને જોઈને વંદન કર્યું. આ પ્રમાણે કહ્યું કે, પિતાજીએ (ભગવંતે) આજ્ઞા કરી છે કે, હાથી ઉપર ચઢીને કેવળજ્ઞાન ન થાય. આટલું કહી તે બંને ચાલી ગયા. બાહુબલીએ વિચાર્યું કે, અહીં હાથી ક્યાં છે ? તે બંને જુઠું તો બોલે નહીં. એમ ચિંતવતા જાણ્યું કે, હું માનરૂપી હાથી પર સવાર છું. મારા માનને છોડીને હું જાઉં, ભગવંતને વંદન કરું, તે સાધુ ભગવંતોને વાંદુ એમ વિચારી જેવો પગ ઉપાડ્યો કે તેને કેવળજ્ઞાન થયું. પછી તે કેવલીની પર્ષદામાં જઈને રહ્યા. ભરત ચક્રવર્તી પણ રાજ્યને ભોગવવા લાગ્યા. મરીચી પણ સ્વામી પાસે ઉગ્ર તપ સંયમપૂર્વક વિચારતા હતા. તે સામાયિક આદિ અગિયાર અંગ ભણ્યા – ચાવંત્ – ક્રિયામાં ઉદ્યત હતા (અહીંથી મરીચીનું કથાનક શરૂ થાય છે. અમે તેને ભગવંત મહાવીરના કથાનકમાં નોંધેલ છે.) ભરત ચક્રવર્તીને પણ અંતે અનિત્યપણાની ભાવના ભાવતા કેવળજ્ઞાન થયું. દેવતાએ આપેલ મુનિવેશ ગ્રહણ કરી છેલ્લે મોલમાં ગયા. (ભરતના કથાનકની વિશેષ માહિતી ભરત ચક્રવર્તીની કથામાં નોંધી છે) ૦ ઋષભદેવનું નિર્વાણ કલ્યાણક : કૌશલિક અર્હત્ ઋષભ વજઋષભનારાચ સંઘયણવાળા હતા. તેમનું સંસ્થાના સમચતુરસ્ત્ર હતું. તેમની ઊંચાઈ ૫૦૦ ધનુષ હતી. તેઓ વીસ લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહ્યા. ત્રેસઠ લાખ પૂર્વ મહારાજા રૂપે રહ્યા. એ રીતે વ્યાશી લાખ પૂર્વ વર્ષ ગૃહવાસમાં રહ્યા. પછી મુંડિત થઈ ગૃહવાસ ત્યાગ કરી અનારિક પ્રવજ્યાથી પ્રવ્રજિત થયા. તેઓ એક હજાર વર્ષ છદ્મસ્થાવસ્થામાં રહ્યા. એક હજાર વર્ષ જૂના એક લાખ પૂર્વ વર્ષ સુધી Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ આગમ કથાનુયોગ-૧ કેવલી પર્યાયમાં રહ્યા. એ રીતે એક લાખ પૂર્વ સુધી શ્રામણ્ય પર્યાય પાળીને, કુલ ચોર્યાશી લાખ પૂર્વ સુધી સર્વાયુ પાળીને વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર ભવોપગ્રાહી કર્મો ક્ષીણ થયા ત્યારે આ અવસર્પિણી કાળમાં સુષમદુઃષમા નામનો ત્રીજો આરો ઘણોખરો ગયા બાદ, ત્રીજા આરાના ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે જે આ હેમંત ઋતુનો ત્રિીજો માસ, પાંચમો પક્ષ એટલે કે મહા માસના કૃષ્ણ પક્ષની તેરસને દિવસે એટલે કે, મહાવદ તેરશને દિવસે (ગુજરાતી પોષવદ–૧૩) અષ્ટાપદ નામના પર્વતના શિખર પર, ચૌદશ ભક્ત તપ કરતા (છ ઉપવાસ વડે યુક્ત) અભિજિત નક્ષત્ર સાથે ચંદ્રમાનો યોગ થયો. ત્યારે ૧૦,૦૦૦ સાધુઓ સહિત, પૂર્વાકાળે સમ્યક્ પ્રકારે પલ્થક આસને બેઠા બેઠા કાળધર્મ પામ્યા, સંસાર સમુદ્રનો પાર પામ્યા – યાવત્ – સર્વ દુઃખથી મુક્ત થયા. –૦- શક્રાદિ દેવેન્દ્ર કૃત્ નિર્વાણ મહોત્સવ : જે સમયે કૌશલિક અત્ ઋષભ કાળધર્મ પામ્યા, તેમના જન્મ જરા બંધન નષ્ટ થયા. તેઓ સિદ્ધબુદ્ધ થયા – યાવત્ – સર્વ દુઃખોથી મુક્ત થયા, ત્યારે અર્થાત્ ઋષભદેવ ભગવંતનું નિર્વાણ થયું ત્યારે શક્રનું સિંહાસન ચલાયમાન થયું. દેવેન્દ્ર દેવરાજ શક્રએ પોતાનું આસન ચલાયમાન થયું જાણી, અવધિજ્ઞાનનો ઉપયોગ કર્યો. અવધિજ્ઞાન વડે તીર્થકર ભગવંત ઋષભનું નિર્વાણ થયું જાણીને આ પ્રમાણે કહ્યું જંબૂદીપ નામક દ્વીપમાં ભરત વર્ષમાં કૌશલિક ઋષભ અત્ નિર્વાણને પ્રાપ્ત થયા છે. અતીત–વર્તમાન અને અનાગત દેવેન્દ્ર દેવરાજ શકનો એવો આચાર છે કે, તીર્થકરના નિર્વાણનો મહોત્સવ કરે. તો હું પણ તીર્થકર ભગવંતનો નિર્વાણ મહોત્સવ કરવા જાઉં. એમ વિચારી તે વંદના અને નમસ્કાર કરે છે. વંદના-નમસ્કાર કરીને ૮૪,૦૦૦ સામાનિક દેવો, તેત્રીશ ત્રાયઢિશક દેવો, ચાર લોકપાલો – યાવત્ – ૩,૩૬,૦૦૦ આત્મરક્ષક દેવો તથા બીજા અનેકાનેક સૌધર્મલોકવાસી વૈમાનિક દેવ-દેવીઓ વગેરે સર્વ પરિવાર યુક્ત થઈ ઉત્કૃષ્ટ ગતિથી – યાવત્ – તિર્યલોકના અસંખ્ય દ્વીપસમુદ્રોના બરાબર મધ્યભાગમાં થઈને અષ્ટાપદ પર્વત પર આવે છે. જ્યાં ભગવંત ઋષભનું શરીર છે, ત્યાં આવીને વિષાદ યુક્ત મનવાળો, આનંદ રહિત, અશ્રુસભર નેત્રવાળો તે તીર્થંકરના શરીરની ત્રણ પ્રદક્ષિણા આપે છે. પછી બહુ દૂર નહીં, બહુ નિકટ નહીં એ રીતે ઊભો રહી શુશ્રુષા – કાવત્ – પર્યુપાસના કરવા લાગ્યો. તે કાળ, તે સમયે દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્ર જે ઉત્તરાર્ધ લોકનો અધિપતિ અને અઠાવીસ લાખ વિમાનનો સ્વામી હતો. જેના હાથમાં ફૂલ હતું. વૃષભ વાહન હતું. રજરહિત આકાશ જેવા નિર્મળ વસ્ત્રો પહેર્યા હતા – યાવત્ – વિપુલ ભોગ ભોગવતો હતો. તેનું આસન પણ ચલાયમાન થયું. તેણે પણ પોતાના અવધિજ્ઞાનના ઉપયોગ દ્વારા તીર્થકર ભગવંતનું નિર્વાણ જાણ્યું. તે પણ શકેન્દ્રની જેમ પોતાના પરિવાર સાથે તે જ રીતે અષ્ટાપદ પર્વત પર આવ્યો – યાવત્ – પર્યપાસના કરવા લાગ્યો. એ જ રીતે બધાં જ ઇન્દ્રો – યાવત્ – અય્યતેન્દ્ર પોતાના પરિવાર સાથે ત્યાં આવ્યા. એ જ રીતે ભવનવાસીના વીસ ઇન્દ્રો, વાણવ્યંતરના સોળ (બત્રીશ) ઇન્દ્રો, Page #106 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્રભઋષભકથા જ્યોતિષ્ક દેવોના બે ઇન્દ્રો પોતપોતાના પરિવાર સાથે આવ્યા. બધાં જ પ્રભુના શરીર પાસે વિધિપૂર્વક પર્યાપાસના કરતા ઊભા રહ્યા. તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્રએ તે અનેક ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે જલ્દીથી નંદનવન જઈ, સરસ, શ્રેષ્ઠ, ગોશીર્ષ ચંદનના લાકડાં લાવો. લાવીને ત્રણ પ્રકારની ચિતાઓ બનાવો :૧. તીર્થંકર ભગવંતની, ૨. ગણધરોની અને ૩. બાકીના સાધુઓ માટેની. તીર્થંકર માટેની ચિત્તા વર્તુળાકાર બનાવી, જે પૂર્વ દિશામાં હતી. બીજી ગણધર માટેની (અાવશ્યના મતે ઇક્ષ્વાકુ કુળમાં ઉત્પન્ન થયેલ માટેની) ચિતા ત્રિકોણાકાર બનાવી, જે દક્ષિણ દિશામાં હતી અને ત્રીજી શેષ અણગારો માટેની ચિંતા ચતુષ્કોણ હતી, જે પશ્ચિમ દિશામાં હતી. ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શકે આભિયોગિક દેવોને બોલાવી જલ્દીથી ક્ષીરોક સમુદ્રથી ક્ષીરોદક લાવવા કહ્યું. તે દેવો જ્યારે ક્ષીરસમુદ્રનું જળ લાવ્યા. ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રએ તીર્થંકરના શરીરને ક્ષીરોદક વડે સ્નાન કરાવ્યું. તાજા ગોશીર્ષ ચંદન વડે વિલેપન કર્યું, હંસ લક્ષણવાળું વસ્ત્ર ઓઢાડ્યું અને સર્વ અલંકારોથી વિભૂષિત કર્યું. તે વખતે ભવનપતિ યાવતુ વૈમાનિક દેવોએ ગણધર અને અન્ય અણગારોના શરીરને ક્ષીરોદકથી સ્નાન કરાવ્યું, તાજા ગોશીર્ષ ચંદનનો લેપ કર્યો. સંપૂર્ણ દેવદૃષ્ય યુગલ વસ્ત્ર પહેરાવ્યા. સર્વ અલંકારોથી વિભૂષિત કર્યા. પછી તે દેવેન્દ્ર દેવરાજ શકે તે અનેક ભવનપતિ યાવત્ – વૈમાનિક દેવોને બોલાવીને કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી ઈહામૃગ, વૃષભ, તુરંગ – યાવત્ – વનલતા આદિ ચિત્રોવાળી ત્રણ શિબિકાઓ બનાવો. એક તીર્થંકર ભગવંત માટે, બીજી ગણધરો માટે, ત્રીજી બાકી અણગારો માટેની. ત્યારે તે અનેક ભવનપતિ – યાવત્ – વૈમાનિક દેવોએ ત્રણ શિબિકાઓ વિકુર્તી. પછી આનંદ રહિત, દીન મનવાળા અને અશ્રુપૂર્ણ નેત્રવાળા શક્ર ઇન્દ્રે પ્રભુના શરીરને એક શિબિકામાં પધરાવ્યું. અન્ય દેવોએ ગણધરોના શરીરને બીજી શિબિકામાં અને બાકીના મુનિના શરીરોને ત્રીજી શિબિકામાં પધરાવ્યા. પછી પ્રભુના શરીરવાળી શિબિકાને શક્રેન્દ્રએ અને ગણધરો તથા અન્ય મુનિવરોના શરીરોવાળી શિબિકાને અન્ય દેવો ઉપાડીને ચિતા પાસે લાવ્યા. પછી ઇન્દ્રએ તીર્થંકરના શરીરને શિબિકામાંથી ધીમે ધીમે ઉતારી ચિતામાં સ્થાપન કર્યું. બીજા દેવોએ ગણધરો તથા મુનિવરોના શરીરને શિબિકામાંથી ઉતારી ચિતામાં સ્થાપન કર્યા. ત્યાર પછી તે દેવેન્દ્ર દેવરાજ શક્રએ અગ્નિકુમાર દેવોને બોલાવીને કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! જલ્દીથી તીર્થંકર, ગણધર અને મુનિવરોની ચિતાઓમાં અગ્નિની વિકુર્વણા કરીને મને જણાવો. ત્યારે અગ્રિકુમાર દેવોએ વિષાદયુક્ત ચિત્તે, આનંદરહિતપણે, અશ્રુપૂર્ણ નયનોવાળા થઈને તીર્થંકર યાવત્ મુનિઓની ચિતામાં અગ્નિ વિકુર્તી પોતાના મુખ વડે પ્રક્ષેપ કર્યો. = ત્યાર પછી તે દેવેન્દ્ર દેવરાજ શક્રએ વાયુકુમાર દેવોને બોલાવીને કહ્યું કે, તમે જલ્દીથી તીર્થંકર યાવત્ મુનિવરોની ચિતામાં વાયુકાયની વિકુર્વણા કરો, અગ્નિને પ્રજ્વલિત કરો અને તીર્થંકર-ગણધર તથા મુનિવરોના શરીરોને જલાઓ. ત્યારે તે વાયુકુમાર દેવોએ ૧૦૫ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ આગમ કથાનુયોગ-૧ ખિન્ન મનથી, આનંદરહિતપણે, અશ્રુભરી આંખોવાળા થઈને તીર્થકર યાવત્ ગણધરની ચિતાઓમાં વાયુને વિકુર્તી અગ્નિ પ્રજ્વલિત કર્યો. માંસ અને લોહીને જલાવ્યા – યાવત્ – ધ્યામિત કર્યા. ત્યાર પછી તે દેવેન્દ્ર દેવરાજ શક્રએ અનેક ભવનપતિ – યાવત્ – વૈમાનિક દેવોને કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! જલદીથી તમે તીર્થકર યાવત્ મુનિવરોની ચિતાઓમાં અગરુ, તુષ્ક, ઘી, મધુને અનેક કુંભ પ્રમાણ અને ભાર પ્રમાણ લઈને નાંખો અર્થાત્ સિંચન કરો. ત્યારે તે દેવોએ પણ શક્રેન્દ્રની આજ્ઞાનું પાલન કર્યું. ત્યાર પછી તે દેવેન્દ્ર દેવરાજ શક્રએ તીર્થંકર આદિના શરીરમાંથી હાડકાં સિવાયની બધી ધાતુઓ દગ્ધ થઈ ગઈ ત્યારે મેઘકુમાર દેવાને બોલાવીને કહ્યું કે, હે દેવાનુપ્રિય! તમે જલ્દીથી તીર્થંકર યાવત્ મુનિવરોની ચિતાને લીરોદક વડે બુઝાવી દો – શાંત કરી દો. ત્યારે મેઘકુમાર દેવોએ તીર્થકર યાવત્ મુનિવરોની ચિતાને બુઝાવી. ત્યાર પછી તે દેવેન્દ્ર દેવરાજ શક્રએ તીર્થકર ભગવંતની જમણી તરફની ઉપરની દાઢા (સન્થિ) ગ્રહણ કરી, દેવેન્દ્ર દેવરાજ ઇશાને ડાબી બાજુની ઉપરની દાઢા (સક્ટ્રિ) ગ્રહણ કરી. અસુરેન્દ્ર અસુરરાજ ચમરે નીચેની જમણી દાઢા લીધી અને વૈરોચનેન્દ્ર વૈરરાજ બલિએ નીચેની ડાબી દાઢા લીધી. શેષ ભવનપતિ – યાવત્ – વૈમાનિક દેવોમાંથી કોઈએ જિનભક્તિથી તો કોઈએ પોતાનો પરંપરાગત આચાર સમજીને, વળી કોઈએ તેમનો ધર્મ છે તેવું વિચારીને યથાયોગ્ય અવશિષ્ટ અંગોપાંગોની અસ્થિઓને ગ્રહણ કરી. નરેશ્વર આદિએ તેની ભસ્મ ગ્રહણ કરી. બાકીના લોકોએ તે ભસ્મ વડે તિલક આદિ કર્યા. કોઈ તે રાખના છાર વડે ડોંગરા બનાવી શ્રદ્ધાપૂર્વક ઘેર લઈ ગયા. ત્યાર પછી તે દેવેન્દ્ર દેવરાજ શક્રએ અનેક ભવનપતિ – યાવત્ – વૈમાનિક દેવોને કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! તમે જલદીથી સમગ્રરૂપે રત્નમય દર્શનીય મહા આલયવાળા ત્રણ ચૈત્યસ્તૂપો બનાવો. એક તીર્થકરની ચિતા પર, બીજો ગણધરની ચિતા પર અને ત્રીજો બાકીના મુનિવરોની ચિતા પર. ત્યારે તે અનેકાનેક દેવોએ ચૈત્યસ્તૂપોનું નિર્માણ કર્યું. ત્યાર પછી તે અનેકાનેક ભવનપતિ - યાવત્ – વૈમાનિક દેવોએ તીર્થકરનો પરિનિર્વાણ મહોત્સવ કર્યો મહોત્સવ કરીને નંદીશ્વર દ્વીપ આવ્યા. દેવેન્દ્ર દેવરાજ શક્રએ પૂર્વ દિશાના અંજનક પર્વત પર આઠ દિવસનો મહોત્સવ કર્યો. દેવેન્દ્ર દેવરાજ ઇશાને ઉત્તર દિશાના અંજનક પર્વત પર આઠ દિવસનો મહોત્સવ કર્યો. ચમરેએ દક્ષિણ દિશાના અંજનક પર્વત પર અને વૈરોચનેન્દ્ર બલિ એ પશ્ચિમ દિશાના અંજનક પર્વત પર આઠ દિવસનો મહોત્સવ કર્યો. તે ચારે ઇન્દ્રોના પ્રત્યેકના ચાર-ચાર લોકપાલોએ દધિમુખ પર્વતો પર અષ્ટાલિકા મહોત્સવ કર્યો. ત્યાર પછી શક્ર આદિ દેવો અને અનેકાનેક ભવનપતિ, વાણવ્યંતર આદિ દેવો કે જે દેવોએ પણ અષ્ટાલિકા મહોત્સવ કરેલો તે સર્વે પોત-પોતાના વિમાનમાં પાછા ફર્યા. તેઓ પોત-પોતાના વિમાનના પોત-પોતાના ભવનમાં પોત-પોતાની સુધર્માસભામાં ગયા. માણવક ચૈત્યસ્તંભ પાસે ગયા. ત્યાં વજરત્નમય ગોળ ડબ્બાઓમાં જ્યાં ભગવંતના અસ્થિઓ પધરાવે છે, તેમાં ઋષભદેવ પ્રભુના અસ્થિને પધરાવ્યા. પછી ઉત્તમ અને ઉત્કૃષ્ટ Page #108 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભષભકથા ૧૦૭ સુગંધિત પદાર્થો અને પુષ્પ માળા વડે તેની પૂજા કરવા લાગ્યા. –૦- ભરત ચક્રી દ્વારા જિનાલય નિર્માણ : - જ્યારે ભગવંત ઋષભનું નિર્વાણ થયું ત્યારે ભરત ચક્રી પણ દુઃખ સંતપ્ત મને, પગે ચાલતો જ અષ્ટાપદ પર્વત ગયો હતો. દેવો પણ ત્યાં આવેલા હતા. ભરતે ભગવંતને ઉદ્દેશીને વર્ધકીરત્નને એક યોજન લાંબુ, ત્રણ ગાઉ ઊંયુ. સિંનિષદ્યા આકારનું એક જિનાલયનું નિર્માણ કરવા કહ્યું. જેમાં એકસો સ્તંભ મુકાવ્યા. પછી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિમાં જે રીતે વૈતાય પર્વત પરના સિદ્ધાયતન (જિનાલય)નું વર્ણન આવે છે અથવા જીવાજીવાભિગમમાં જે રીતે જિનપ્રતિમાનું વર્ણન આવે છે તે રીતે એક સુંદર જિનાલયનું નિર્માણ કર્યું. પૂર્વે જ્યારે ભારતે સમવસરણમાં પૂછેલું ત્યારે ભગવંતે તેને જણાવેલ હતું કે, આ અવસર્પિણીકાળમાં આ ભરતક્ષેત્રમાં મારા પછી બીજા ત્રેવીશ તીર્થંકરો થશે (આવર નિર્વવિત્ત ૩૭૦-૩૭૧) અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પપ્રભુ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભુ, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મતિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્થ અને છેલ્લા વર્ધમાન. ભરતે તે – તે તીર્થકરના સ્વ-સ્વ વર્ણ - પ્રમાણ યુક્ત એવા ચોવીશ તીર્થકર ભગવંતની પ્રતિમાને (જીવાજીવાભિગમમાં ઉક્ત એવા પરિવાર સહિતની) સ્થાપવાનું નક્કી કર્યું. - જિનાલયની ચારે દિશામાં એક-એક હાર મૂકાવ્યું. ત્યાંના ચૈત્યસ્તૂપ, મણીપીઠિકા, અષ્ટમંગલ, ચંદન કળશો, મુખમંડપ, વનમાલા, પ્રેક્ષાઘર મંડપ, અફાટક, સિંહાસન, ઇત્યાદિ સર્વ વર્ણન શાશ્વત ચૈત્ય અને શાશ્વતી જિનપ્રતિમાઓના વર્ણન અનુસાર જાણી લેવું. ચોવીશે જિનવરોની પ્રતિમાને તેમના શરીરના વર્ણ (માન) પ્રમાણે ત્યાં સ્થાપન કરી. જેમાં દક્ષિણ દિશામાં ચાર, પશ્ચિમ દિશામાં આઠ, ઉત્તર દિશામાં દશ અને પૂર્વ દિશામાં બે, એ પ્રમાણે ચોવીશ જિનપ્રતિમાનું સ્થાપન કર્યું. તે તીર્થની રક્ષા માટે દંડરત્ન વડે અષ્ટાપદ પર્વતને છેદીને એક–એક યોજનાનું એક એવા આઠ પગથીયા બનાવ્યા. લોઢાના યંત્ર પુરુષનો દ્વારપાલ બનાવ્યો. ત્યાં પૂજા મહિમાદિ કરી સ્વસ્થાને પાછો ફર્યો. (નાવય નિશ્ચિત મતે ભગવંત અને નવાણું ભાઈ મુનિઓના સ્તૂપ પણ બનાવ્યા, સાવરચવ Hષ્યમાં પણ જણાવ્યું છે કે, સો ભાઈઓના સ્તૂપ અને ચોવીશ જિનવરના વર્ણ પ્રમાણેની ચોવીશ પ્રતિમાયુક્ત જિનપ્રાસાદ કરાવ્યો હતો – વ્યવહારમાં જિનપ્રતિમા ચોવીશે જિનવરના દેહ પ્રમાણ બનાવ્યાની વાત પ્રસિદ્ધ થઈ છે. પણ અહીં “વર્ણ–પ્રમાણ” શબ્દ જ મુકેલ છે.) ભગવંત ઋષભ કથાનકના મુખ્ય આગમ સંદર્ભ : (૧) જંબૂ. ૪૧ થી ૪૬, ૨૧૨ થી ૨૪૪ + વૃ. (૨) આવનિ ૧૭૦ થી ૧૯૭ + વૃ. ૨૦૯ થી ૩૯૦ મધ્યે, ૧૦૭૯; (૩) આવ.ભા. ૩ થી ૩૭ + વૃ. (૪) આવ યૂ.૧–પૃ. ૧૩૧ થી ૧૮૨; (૫) કલ્પ. ૨૦૪ થી ૨૨૮; અન્ય સંદર્ભ – (૧) આયા.નિ. ૧૯ ની વૃ. (૨) આયા.યૂ.પૃ. ૪; (૩) સૂય. યૂ.પૂ. ૬૫; (૪) ઠા. ૧૧૬, ર૭૩, ૪૭૩ + વૃ. ૭૬૩, ૭૬૮, ૭૭૨, ૭૭૬, ૭૭૮, ૭૮૦; (૫) સમ. ૫૩, ૧૬૨, ૧૬૩, ૨૬૩, ૩૦૯; (૬) જી.ભા.ર૧રપ, Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ આગમ કથાનુયોગ-૧ (૭) ઉત્ત.મૂ. ૯૭૮–. (૮) ઉત્ત.ચૂં.. ૨૦૭; ૦ ભઋષભની ગણઘર – આદિ સંખ્યા : –૦- કૌશલિક અર્હત્ ઋષભદેવને ગણધર આદિ આ પ્રમાણે થયા– ચોર્યાશી ગણ અને ચોર્યાશી ગણધર હતા. -ઋષભસેન પ્રમુખ ૮૪,૦૦૦ શ્રમણોની ઉત્કૃષ્ટ સંપદા થઈ. -બ્રાહ્મી સુંદરી આદિ ત્રણ લાખ શ્રમણીઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ. - શ્રેયાંસ વગેરે ત્રણ લાખ પાંચ હજાર શ્રાવકોની ઉત્કૃષ્ટ સંપદા થઈ. - સુભદ્રા વગેરે ૫,૫૪,૦૦૦ શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ. (તીર્થ પ્રવર્તન સમયે મુખ્ય શ્રાવિકામાં સુંદરીનું નામ હતું. જુઓ સાવરચક્ર નિર્વત્તિ ૩૪૩ની વૃત્તિ) – જિન ન હોવા છતાં જિન સમાન સર્વાસર, સંયોગવેદી જિન-ભગવંતની માફક યથાર્થ પ્રતિપાદન કરનારા ચૌદપૂર્વીની ઉત્કૃષ્ટ ૪૭૫૦ની સંપદા થઈ – અવધિજ્ઞાની મુનિયોની ઉત્કૃષ્ટ સંપદા નવજાર ની થઈ. -વીસ હજાર જિન (કેવળજ્ઞાની) અને ૨૦,૬૦૦ વૈક્રિય લબ્ધિધારી શિષ્યોની સંપદા થઈ. - વિપુલમતિ મન:પર્યવજ્ઞાનિયોની ઉત્કૃષ્ટ સંપદા ૧૨,૬૫૦ની થઈ. - વાદકલા નિપુણ શિષ્યોની ઉત્કૃષ્ટ સંપદા પણ ૧૨,૬૫૦ની થઈ – કલ્યાણકારી ગતિ અને સ્થિતિવાળા તથા પછીના આગામી ભવે સિદ્ધ થનારા એવા અનુત્તર વિમાને ઉત્પન્ન થયેલા શિષ્યોની ઉત્કૃષ્ટ સંપદા ૨૨,૯૦૦ હતી. -ભગવંતના ૨૦,૦૦૦ શ્રમણો અને ૪૦,૦૦૦ શ્રમણીઓ એમ કુલ ૬૦,૦૦૦ અંતેવાસીઓ સિદ્ધ થયા – યાવત્ – સર્વદુઃખથી મુક્ત થયા. -ભગવંત ઋષભને બે પ્રકારની અંતકર ભૂમિ થઈ :- ૧. યુગાન્તર અને ૨. પર્યાયાન્ત કર. યુગાંતકર ભૂમિ (મોક્ષમાર્ગ) અસંખ્ય પુરુષ સુધી ચાલુ રહી અને પર્યાયાંતકર ભૂમિ તો અંતમુહૂર્તમાં ચાલુ થયેલી. કેમકે મરૂદેવામાતાએ પ્રભુને કેવલ જ્ઞાન ઉત્પન્ન થયાના અંતમુહૂર્તમાં જ અંતકૃત્ કેવલિપણું પ્રાપ્ત કરેલ. –ષભ અર્પના અનેકાનેક અનગાર શિષ્યોમાં કેટલાંક એક માસના દીક્ષા પર્યાય વાળા હતા – યાવત્ – (ઉવવાઈ સૂત્રના વર્ણન અનુસાર) તે બધાં શિષ્યો ઉર્ધ્વજાનું, મસ્તક નમાવેલા, ધ્યાનરૂપી કોઠામાં પ્રવેશ કરીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા હતા. ઉપરોક્ત બોલ સંગ્રહના આગમ સંદર્ભ :મુખ્યત્વે – (૧) જે ૪૪ (૨) કલ્પ.મૂ. ૨૧૩ થી ૨૨૬, – ૪ –– » – ભગવંત ઋષભનું વિસ્તૃત કથાનક પૂર્ણ થયું Page #110 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર—ભઅજિત—(માહિતી) (૨) ભ અજિત કથાનક - (બોલ સંગ્રહ રૂપે) આ અવસર્પિણીમાં જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં બીજા તીર્થંકર શ્રી અજિતનાથ થયા. તેઓ પૂર્વના મનુષ્ય ભવમાં વિમલ નામે માંડલિક રાજા હતા. તે ભવમાં દીક્ષા ગ્રહણ કરી - અગિયાર અંગનો અભ્યાસ કર્યો – તે ભવે તીર્થંકર નામ કર્મ બાંધ્યુ. ત્યાંથી કાળધર્મ પામીને વિજય નામે અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં એકત્રીશ સાગરોપમનું દેવ-આયુ ભોગવ્યું. (ત્રિષષ્ઠી શલાકા.માં ૩૩ સાગરોપમ આયુ કહે છે.) દેવતાના ભવથી ચ્યવીને તેઓ અયોધ્યા નગરીમાં જિતશત્રુ રાજાની ભાર્યા વિજયા રાણીની કુક્ષિમાં વૈશાખ સુદ-૧૩ના દિવસે રોહિણી નક્ષત્રમાં ચંદ્રમાંનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્ર રૂપે ઉત્પન્ન થયા. તે વખતે વિજયા માતા ગજ-વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા. ૧૦૯ મહાસુદી આઠમના દિવસે રોહિણી નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે અયોધ્યા નગરીમાં ભ૰અજિતનો જન્મ થયો. ભગવંતના માતા-પિતાએ કહ્યું કે, પહેલા અમે દ્યૂત રમતા હતા ત્યારે હંમેશા જિતશત્રુ રાજા જિતતા હતા. પણ જ્યારથી આ બાળક કુક્ષિમાં આવ્યો ત્યારથી દ્યુતમાં વિજ્યારાણી જીતવા લાગ્યા. તેથી આ બાળક કોઈથી ન જીતાય તેવો હોવાથી અમો તેમનું અજિત એવું ગુણ સંપન્ન નામ રાખીશું. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ સુવર્ણની પ્રભા સમાન હતો. તેનું લાંછન ગજ(હાથી) હતું. ભઅજિત બાલ્યભાવ છોડી યૌવનને પામ્યા ત્યારે તેના લગ્ન થયા. તેઓ અઢાર લાખ પૂર્વ રાજકુમાર અવસ્થામાં રહ્યા. ત્રેપન લાખ પૂર્વ અને એક પૂર્વાંગ માંડલિક રાજા રૂપે રાજ્યાવસ્થા ભોગવી એ રીતે એકોતેર લાખ પૂર્વ અને એક પૂર્વાંગ વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં રહ્યા. આ મત આવશ્યકનો છે. સમવાય સૂત્ર૧૪૯ પ્રમાણે તેમનો ગૃહસ્થ પર્યાય ૭૧ લાખ પૂર્વનો હતો. ૪૫૦ ધનુષની ઊંચાઈવાળા એ પ્રભુ ત્યાર પછી દીક્ષા લેવા માટે ઉદ્યત થયા. મહાસુદી નોમના દિવસે વિષયો (ગ્રામ્યાચાર) તથા રાજ્યનો પરિત્યાગ કરી અજિતનાથ સ્વામી અયોધ્યા નગરીથી નીકળ્યા. તેમણે છટ્ઠ ભક્ત તપ કરેલો હતો. ઉંમરની પાછલી અવસ્થા હતી. ત્યારે સુપ્રભા નામની શિબિકામાં બેસીને દિવસના પાછલા ભાગમાં દિક્ષા લેવા માટે નીકળેલા. સહસ્રાપ્રવન ઉદ્યાનમાં એક હજાર પુરુષો સાથે જ્યારે રોહિણી નક્ષત્રનો ચંદ્રમા સાથે યોગ પ્રાપ્ત થયો ત્યારે દીક્ષા લીધી. દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી અજિતનાથ ભગવંતને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. અયોધ્યા નગરીમાં જ બ્રહ્મદત્ત નામના ગૃહસ્થે અમૃતના રસ જેવી ખીર (પરમાત્ર) વહોરાવી પ્રથમ ભિક્ષા દાન કર્યું. તેમણે મગધ, રાજગૃહી આદિ આર્ય ભૂમિમાં વિચરણ કરેલ. બાર વર્ષ પર્યન્ત છદ્મસ્થ રૂપે રહ્યા. ત્યારે બીજા જીવો વિચારી પણ ન શકે તેવો ઉગ્ર તપ કર્યો. પોષ સુદી અગિયારસના દિવસે છઠનો તપ કરેલા એવા અજિતનાથ પ્રભુને શ્રાવસ્તી નગરી બહાર સહસ્રામવન ઉદ્યાનમાં એકરાત્રિકી પ્રતિમા વહન કરીને (પ્રાતઃ) Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦. આગમ કથાનુયોગ-૧ કાળે રોહિણી નક્ષત્રનો ચંદ્રમાં સાથે યોગ પ્રાપ્ત થયો ત્યારે સપ્તપર્ણ નામના વૃક્ષ નીચે કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત થયા. સમવસરણ મધ્યે રચાયેલ ચૈત્યવૃક્ષની ઊંચાઈ બે ગાઉ અને ૧૪૦૦ ધનુષની હતી. પ્રભુના કેવળજ્ઞાનને દિવસે પ્રથમ સમવસરણમાં જ ચાતુર્વર્ણ સંઘરૂપ તીર્થ પ્રર્વર્તન થયું હતું. અજિતનાથ પ્રભુએ ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર જ હતું. (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું) તેમના શાસનના સાધુસાધ્વીજીઓમાં સુખેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે પ્રભુનો ઉપદેશ તેઓ માટે સુગમ હતો. - અજિતનાથ પ્રભુને લ્પ ગણ થયા, ૫ ગણધરો થયા. આ મત આવશ્યકનો છે. સમવાય અને તીર્થોદ્ગારિતના મતે ૯૦ ગણ અને ૯૦ ગણધરો થયા છે. તેમના પ્રથમ શિષ્ય સિંહસેન હતા. પ્રથમ શિષ્યા ફલ્ગ હતા. તેમની ઉત્કૃષ્ટ સંપદા – શ્રમણોની એક લાખની, શ્રમણીઓની ૩,૩૦,૦૦૦ શ્રાવકોની ૨,૯૮,૦૦૦ અને શ્રાવિકાઓની ૫,૪૫,૦૦૦ની હતી. અજિતનાથ પ્રભુના શિષ્યોમાં ૯,૪૦૦ અવધિજ્ઞાની, ૧૨,૫૫૦ મન:પર્યવજ્ઞાની, ૨૨,૦૦૦ કે વલી, ૩, ૭૨૦ ચૌદપૂર્વી, ૧૨,૪૦૦ વાદીમુનિ અને ૨૦,૪૦૦ વૈક્રિયલબ્ધિધર મુનિની ઉત્કૃષ્ટ સંપદા થઈ. પ્રભુ એક પૂર્વાગ ન્યૂન એક લાખ પૂર્વ શ્રમણ પર્યાયમાં રહ્યા. આ મત આવશ્યકનો છે. સમવાયના મતે તેમનો શ્રમણ પયય એક લાખ પૂર્વનો હતો. (પૂવગનો અર્થ આવશ્યક નિર્યુક્તિ અવયૂરીમાં ૮૪ લાખ વર્ષ કર્યો છે.) તેમાં ૧૨ વર્ષનો છદ્મસ્થ કાળ હતો. શેષકાળ કેવલી પર્યાયમાં રહ્યા. ૭૨ લાખ પૂર્વનું કુલ આયુ ભોગવીને ચૈત્ર સુદ પાંચમના દિવસે મૃગશીર્ષ નક્ષત્રનો ચંદ્રમાં સાથે યોગ પ્રાપ્ત થયો ત્યારે પ્રભુ એક હજાર મુનિવર સાથે સમેત શિખર પર્વત પર નિર્વાણ પામ્યા. પ્રભુએ નિર્વાણ પૂર્વે એક માસનો અનશન તપ (માસિક ઉપવાસ) કરેલ હતો. અજિતનાથ પ્રભુ નિર્વાણ પછી ત્રીશ લાખ કરોડ સાગરોપમના કાળ વીત્યા બાદ ત્રીજા તીર્થકર શ્રી સંભવનાથ થયા. અજિતનાથ ભગવંતના સમયમાં સૌથી વધુ ૧૭૦ તીર્થકરો વર્તતા હતા. તેના શાસનમાં અનેક પુત્ર-પૌત્રાદિ વિશાળ પરિવારવાળા મનુષ્યો થયા હતા. મનુષ્યોની ઉત્કૃષ્ટ સંખ્યા પણ તેમના કાળમાં જ થયેલી. -o- આગમ સંદર્ભ :ઠા. ૧૧૬, ૫૧૪; સમ. ૪૯, ૫૩, ૨૪, ૭૧, ૧૦૭, ૧૪૯, ૧૬૯, ૧૭૩, - ૧૮૬, ૨૧૧, ૨૬૩ થી ૩૧૧ મધ્યે, ભગ. ૭૯૪; આવ. મૂ. ૪ થી ૬, ૪૧ થી ૪૩; આવ.નિ. ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૩૨૩ થી ૩૨૯, ૩૭૬ થી ૩૯૦ મધ્યે, ૧૦૮૦ આવ. યૂ.પૂ. ૧, ૩૯, ૪૦; આવ.મ.ગ્રં.પૃ. ૨૦૫-૨૦૭; નંદી ૧૮; તિલ્યો. ૨, ૩૩૬, ૩૬૧, ૪૪૩, ૪૫૭, ૪૬૪; કલ્પ. ૧૮૯; Page #112 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભસંભવ–(માહિતી) (3) ભ સંભવ કથાનક :- (બોલ સંગ્રહ રૂપે). આ અવસર્પિણીમાં જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ત્રીજા તીર્થકર ભગવંત શ્રી સંભવનાથ થયા. તેઓ પૂર્વના મનુષ્ય ભવમાં વિમલવાહન નામે માંડલિક રાજા હતા. તે ભવમાં દીક્ષા ગ્રહણ કરી, અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે ભવમાં તીર્થકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને સાતમાં ચૈવેયક વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં ૨૯ સાગરોપમનું દેવઆયુ ભોગવ્યું. (ત્રીષષ્ઠી શલાકાતમાં આનત નામે નવમો દેવલોક કહ્યો છે.) દેવતાના ભાવથી ઍવીને તેઓ શ્રાવસ્તી નગરીમાં જિતારી રાજાની પત્ની સેના રાણીની કુલિમાં ફાગણ સુદ આઠમના દિવસે મૃગશિર્ષ નક્ષત્રમાં ચંદ્રમાંનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે સેનામાતાએ ગજ-વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોયા. મૃગશીર્ષ સુદ ચૌદશને દિવસે મૃગશીર્ષ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે શ્રાવસ્તી નગરીમાં ભસંભવનો જન્મ થયો. માતાના ગર્ભમાં આવ્યા ત્યારે શસ્ય (એક ધાન્ય)ની અત્યધિક ઉત્પત્તિ (સંભવી) થઈ. તેથી તેમનું સંભવ એવું નામ પડાયું. બીજો અર્થ એ કે – તેમનામાં ચોત્રીશ અતિશય ગુણો પ્રકર્ષથી સંભવતા હતા. માટે તેનું સંભવ નામ રાખ્યું. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ સુવર્ણપ્રભા સમાન હતો. તેમનું લાંછન અશ્વ (ઘોડો) હતું. ભસંભવ બાલ્યભાવ છોડી યૌવનને પામ્યા ત્યારે તેના લગ્ન થયા. તેઓ પંદર લાખ પૂર્વ કુમારઅવસ્થામાં રહ્યા. ૪૪ લાખ પૂર્વ અને ચાર પૂર્વાગ વર્ષ તેમણે માંડલિક રાજારૂપે રાજ્ય ભોગવ્યું. એ રીતે ૫૯ લાખ પૂર્વ અને ચાર પૂર્વાગ વર્ષ સુધી તેઓ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. આ મત આવશ્યકનો છે. સમવાય સૂત્ર. ૧૩૭માં ૫૯ લાખ પૂર્વનો ગૃહસ્થ પર્યાય જણાવેલ છે. ૪૦૦ ધનુષની ઊંચાઈવાળા એ પ્રભુ પછી દીક્ષા લેવાને ઉદ્યત થયા. વિષયો (ઇન્દ્રિય ધર્મ) અને રાજ્યનો પરિત્યાગ કરી, માગસર સુદી પૂનમને દિવસે સિદ્ધાર્થી નામની શિબિકામાં બેસીને, દિવસના પાછલા પ્રહરમાં સંભવનાથ ભગવંત શ્રાવસ્તીનગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેમની ઉંમરની પાછલી વય હતી. તેમણે છઠનો તપ કર્યો હતો. તે જ દિવસે મૃગશીર્ષ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે સહસ્ત્રાપ્ર વન-ઉદ્યાનમાં પ્રભુએ એક હજાર પુરુષો સહિત દીક્ષા લીધી. દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી સંભવનાથ પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. શ્રાવસ્તી નગરીમાં જ સુરેન્દ્રદત્ત નામના ગૃહસ્થ અમૃતના રસ જેવી ખીર (પરમાન્ન) વહોરાવી. ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. સંભવનાથ પ્રભુ ચૌદ વર્ષ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ કર્યો. તે કાળે સંભવનાથ પ્રભુએ છઠનો તપ કરેલ હતો. એકરાત્રિની પ્રતિમા વહન કરેલી. ત્યારે કારતક વદ પંચમી (ગુજરાતી આસો વદ–૫)ના પ્રાતઃ કાળે સૂર્યોદય સમયે મૃગશીર્ષ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે શ્રાવસ્તીના, સહસ્ત્રાપ્રવન, ઉદ્યાનમાં શાલવૃક્ષની નીચે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સંભવનાથ પ્રભુના ચૈત્યવૃક્ષની ઊંચાઈ બે કોશ અને ૮૦૦ ધનુષ હતી. કેવળજ્ઞાનના દિવસે જ પ્રથમ સમવસરણમાં ચાતુર્વર્ણ સંઘ રૂપ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ આગમ કથાનુયોગ-૧ તીર્થ પ્રવર્તન થયેલ. સંભવનાથ ભગવંતે ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર જ હતું. (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું) તેમના શાસનના સાધુસાધ્વીજીઓમાં સુઆગેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે ધર્મોપદેશ પામવો તેઓને માટે સુગમ હતો. સંભવનાથ પ્રભુને ૧૦૨ ગણ થયા, ૧૦૨ ગણધર થયા. તેમના પ્રથમ શિષ્યનું નામ ચારુ હતુ અને પ્રથમ શિષ્યા “શ્યામા' હતા. તેઓની ઉત્કૃષ્ટ સંપદા – શ્રમણોની બે લાખ, શ્રમણીઓની ૩,૩૬,૦૦૦, શ્રાવકોની ૨,૯૩,૦૦૦ અને શ્રાવિકાઓની ૬,૩૬,૦૦૦ની હતી. સંભવનાથ ભગવંતના શિષ્યોમાં ૯,૬૦૦ અવધિજ્ઞાની, ૧૨,૧૫૦ મન:પર્યવ જ્ઞાની, ૧૫,૦૦૦ કેવલી મુનિ, ૨,૧૫૦ ચૌદ પૂર્વધર, ૧૨,૦૦૦ વાદીમુનિ અને ૧૯,૮૦૦ વૈક્રિય લબ્ધિધર મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. પ્રભુ ચાર પૂવગ ન્યૂન એવા એક લાખ પૂર્વ શ્રમણ પર્યાયમાં રહ્યા. આ વાત આવશ્યક મતે છે સમવાય–સૂત્ર ૧૩૭ મુજબ તે એક લાખ પૂર્વનો છે. તેમાં ૧૪ વર્ષનો છમસ્યકાળ હતો. શેષ કાળ કેવલી પર્યાયરૂપે વ્યતીત કર્યો. સાઈઠ લાખ પૂર્વનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસના નિર્જળ ઉપવાસ કરેલા એવા સંભવનાથ ભગવંત ચૈત્રસુદ-પાંચમના દિવસે મૃગશીર્ષ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે એક હજાર મુનિવરો સહિત, સમેતશિખર પર્વત પર નિર્વાણ પામ્યા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા. સંભવનાથ પ્રભુના નિર્વાણ બાદ દશ લાખ કરોડ સાગરોપમનો કાળ વીત્યા બાદ ચોથા તીર્થકર અભિનંદન સ્વામી થયા. ઐરાવત ક્ષેત્રમાં તીર્થકર ‘અગ્રિસેન' ભ૦ સંભવનાથના સમકાલીન હતા. આગમ સંદર્ભ:ઠા. ૧૧૬, ૧૧૪, ૯૨૧; સમ. ૪૯, ૫૩, ૨૪, ૧૮૫, ૨૬૩ થી ૩૧૧ મળે, ભL ૭૯૪; આવયૂ ૪ થી ૬, ૪૧ થી ૪૩; આવ.નિ. ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૩૨૦, ૩૨૩ થી ૩૨૯, ૩૭૬ થી ૩૯૦ મધ્યે ૧૦૮૦૧૦૮૧; આવયૂ. ૧–પૃ. ૩૯, ૨૧૭, ૨૪૮; આવ.મ.. ૨૦૬, ૨૦૮ થી ૨૧૪, ૨૩૭ થી, નંદી ૧૮; તિસ્થા. ૩૧૬, ૩૬૧, ૩૯૧, ૪૦૫, ૪૪૪, ૪૫૭, ૪૬૬ (મૂ. ૪૪૪માં તે ગણધર સંખ્યા ૯૫ નોધે છે) કલ્પ. ૧૮૮; Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ તીર્થકર ચરિત્ર-અભિનંદન (માહિતી) (૪) ભ.અભિનંદન કથાનક (બોલ સંગ્રહ રૂપે) આ અવસર્પિણીમાં જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ચોથા તીર્થકર ભગવંત શ્રી અભિનંદન સ્વામી થયા. તેઓ પૂર્વના મનુષ્ય ભવમાં ધર્મસીંહ નામે માંડલિક રાજા હતા. તે ભવમાં દીક્ષા ગ્રહણ કરી. અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે જ ભવમાં તીર્થકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને જયંત નામના અનુત્તર વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા. (ત્રિષષ્ઠી સલાકામાં વિજય વિમાન કહ્યું છે.) ત્યાં બત્રીશ સાગરોપમનું દેવ આયુ ભોગવ્યું. દેવતાના ભવથી ચવીને તેઓ વિનિતા નગરીમાં સંવર રાજાની પત્ની સિદ્ધાર્થી રાણીની કુક્ષિમાં વૈશાખ સુદ ચોથના દિવસે અભિજિત નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે સિદ્ધાર્થા માતા ગજ-વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા. મહાસુદ બીજના દિવસે અભિજિત નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે વિનિતા નગરીમાં ભઅભિનંદનનો જન્મ થયો. માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી શક્રેન્દ્રએ વારંવાર તેને અભિનંદિત કર્યા. તેથી તેનું નામ અભિનંદન રખાયું. બીજો એ અર્થ પણ છે કે, દેવેન્દ્ર આદિ દ્વારા અભિનંદાતા હોવાથી તેનું નામ અભિનંદન પડ્યું. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ સુવર્ણપ્રભા સમાન હતો. તેમનું લાંછન કપિ (વાંદરો) હતું. ભઅભિનંદન બાલ્યભાવ છોડી યૌવનને પામ્યા ત્યારે તેના લગ્ન થયા. તેઓ સાડા બાર લાખ પૂર્વ કુમારઅવસ્થામાં રહ્યા. સાડા છત્રીસ લાખ પૂર્વ અને આઠ પૂર્વાગ તેમણે માંડલિક રાજા રૂપે રાજ્ય ભોગવ્યું. એ રીતે ઓગણપચાસ લાખ પૂર્વ અને આઠ પૂર્વાગ સુધી તેઓ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. ૩૫૦ ધનુષની ઊંચાઈવાળા તે પ્રભુ ત્યાર પછી દીક્ષા લેવાને માટે ઉદ્યત થયા. વિષયો (ઇન્દ્રિય ધર્મ અને રાજ્યનો પરિત્યાગ કરી, મહાસુદ-બારસને દિવસે સુપ્રસિદ્ધ નામની શિબિકામાં બેસીને, દિવસના પાછલા પ્રહરમાં અભિનંદન સ્વામી વિનિતા નગરથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેમની ઉંમરની પાછલી વય હતી. તેમણે છઠનો તપ કર્યો હતો. તે જ દિવસે અભિજિત નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં પ્રભુએ એક હજાર પુરુષો સહિત દીક્ષા લીધી દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી અભિનંદન પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થઈ સાકેતનગરના ઇન્દ્રદત્ત નામના ગૃહસ્થ અમૃતના રસ જેવી ખીર (પરમાન્ન) વહોરાવી ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ રાજધાની આદિ આર્ય ભૂમિમાં વિચરણ કરેલું અભિનંદન સ્વામી અઢાર વર્ષ છઘવસ્થાવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ કર્યો. તે કાળે અભિનંદન સ્વામીએ છઠનો તપ કરેલ હતો. એકરાત્રિકી પ્રતિમા વહન કરેલી. ત્યારે પોષસુદ-ચૌદશના પ્રાતઃકાળે સૂર્યોદય સમયે અભિજિત નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો, ત્યારે વિનિતા નગરીથી બહાર સહસ્ત્રાપ્રવન-ઉદ્યાનમાં પ્રિયક વૃક્ષની નીચે પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેમના સમવસરણ મધ્યે રચેલ ચૈત્યવૃક્ષની ઊંચાઈ બે ગાઉ અને બસો ધનુષની હતી. પ્રભુના કેવળજ્ઞાનના દિવસે જ પ્રથમ સમવસરણમાં ચાતુર્વર્ણ International Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આગમ કથાનુયોગ-૧ સંઘરૂપ તીર્થ પ્રવર્તન થયેલ. અભિનંદન સ્વામીએ ચાતુર્યામ-ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર જ હતું. (દોપસ્થાપનીય ચારિત્ર ન હતું.) તેમના શાસનના સાધુ-સાધ્વીજીઓમાં સુઆઑયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણા હોવાને લીધે તેઓને માટે ધર્મોપદેશ સુગમ થતો હતો. અભિનંદન સ્વામીને ૧૧૬ ગણ થયા, ૧૧૬ ગણધર થયા. તેમના પ્રથમ શિષ્યનું નામ વજનાભ હતું. પ્રથમ શિષ્યાનું નામ અજિતા હતું. તેઓની ઉત્કૃષ્ટ સંપદાશ્રમણોની ત્રણ લાખ, શ્રમણીઓની ૬,૩૦,૦૦૦, શ્રાવકોની ૨,૮૮,૦૦૦ અને શ્રાવિકાઓની ૫,૨૭,૦૦૦ની હતી. અભિનંદન સ્વામીના શિષ્યોમાં ૯,૮૦૦ અવધિજ્ઞાની, ૧૧,૬૫૦ મન:પર્યવજ્ઞાની, ૧૪,૦૦૦ કેવલજ્ઞાની મુનિ, ૧,૫૦૦ ચૌદ પૂર્વધર, ૧૧,૦૦૦ વાદીમુનિ અને ૧૯,૦૦૦ વૈક્રિયલબ્ધિધર મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. પ્રભુ આઠ પૂર્વાગ ન્યૂન એવા એક લાખ પૂર્વ શ્રમણ પર્યાયમાં રહ્યા. તેમાં ૧૮ વર્ષનો છઘર્થીકાળ હતો. તે સિવાયનો કાળ કેવલી પર્યાય રૂપે વ્યતીત કર્યો. પચાસ લાખ પૂર્વનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસના નિર્જળ ઉપવાસ કરેલા એવા અભિનંદન સ્વામી વૈશાખ સુદ આઠમના દિવસે પુષ્ય નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે એક હજાર મુનિવરો સહિત સમેતશિખર પર્વત નિર્વાણ પામ્યા યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા. અભિનંદન સ્વામીના નિર્વાણ બાદ નવ લાખ કરોડ સાગરોપમનો કાળ વીત્યા બાદ પાંચમાં તીર્થકર શ્રી સુમતિનાથ સ્વામી થયા. આગમ સંદર્ભ :ઠા. ૧૧૬, ૫૧૪, ૮૦૩, ૯૨૧, સમ ૪૯, ૫૩, ૨૪, ૧૮૪, ૨૬૩ થી ૩૧૧ મધ્યે, ભગ. ૭૯૪; આવયૂ ૪ થી ૬, ૪૧ થી ૪૩; આવ.નિ ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૩૨૦, ૩૨૩ થી ૩૨૯, ૩૭૬ થી ૩૯૦, ૧૦૮૦; આવ યૂ. ૧–પૃ. ૧૫૭ થી, ર૧૭, નંદી. ૧૮; તિલ્યો. ૩૩૬, ૩૯૧, ૪૦૫, ૪૪૪, ૪૪૫, ૪૫૭, ૪૬૭; (* તિથો ૪૪૪માં ગણધર સંખ્યા ૧૦૩ નોંધી છે) કલ્પ. ૧૮૭; – ૮ – – Page #116 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્રભસુમતિ (માહિતી) ૧૧૫ (૫) ભ. સુમતિ કથાનક (બોલ સંગ્રહ રૂપે). આ અવસર્પિણીમાં જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં પાંચમાં તીર્થકર ભગવંત શ્રી સુમતિનાથ થયા. તેઓ પૂર્વના મનુષ્યભવમાં સુમિત્ર નામે માંડલિક રાજા હતા. તે ભવમાં દીક્ષા ગ્રહણ કરી, અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે જ ભવમાં તીર્થકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને વૈજયંત નામના અનુત્તર વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં બત્રીશ સાગરોપમનું દેવઆયુ ભોગવ્યું. (ત્રિષષ્ઠીમાં પૂર્વભવનું નામ પુરુષસિંહ જણાવેલ છે.) દેવતાના ભવથી ચ્યવીને તેઓ કૌશલ્યા (કૌશલપુર–અયોધ્યા) નગરીમાં મેઘરાજાની પત્ની મંગલારાણીની કુલિમાં શ્રાવણ સુદ બીજના દિવસે મઘા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે મંગલા માતા ગજ-વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા. વૈશાખ સુદ આઠમને દિવસે મઘા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે કૌશલ્યા નગરીમાં ભસુમતિનો જન્મ થયો. માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતા સર્વ પ્રકારે વિનિશ્ચય યુક્ત અતિ મતિ સંપન્ન થયા. બે શૌક્યમાં પુત્ર કોનો તેનો યોગ્ય નિર્ણય મંગલામાતાએ ગર્ભ પ્રભાવે કર્યો. તેની આવી સમ્યક્ મતિ જોઈને પુત્રનું નામ સુમતિ રખાયું. બીજો અર્થ એ કે તેની શોભન એવી મતિ હોવાથી સુમતિ નામ રખાયું. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ સુવર્ણ પ્રભા સમાન હતો. તેનું લાંછન ક્રૌંચ પક્ષી હતું. ભસુમતિ બાલ્યભાવ છોડી યૌવનને પામ્યા ત્યારે તેના લગ્ન થયા. તેઓ દશ લાખ પૂર્વ કુમારાવસ્થામાં રહ્યા. ઓગણત્રીસ લાખ પૂર્વ અને બાર પૂર્વગ વર્ષ સુધી તેમણે માંડલિક રાજા રૂપે રાજ્ય ભોગવ્યું. એ રીતે ઓગણચાલીશ લાખ પૂર્વ અને બાર પૂર્વાગ સુધી તેઓ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. ત્યાર પછી ૩૦૦ ધનુષની ઊંચાઈવાળા તે પ્રભુ દીક્ષા લેવાને માટે ઉદ્યત થયા. વિષયો (ઇન્દ્રિય ધર્મ) અને રાજ્યનો પરિત્યાગ કરી, વૈશાખ સુદ નોમને દિવસે વિજયા નામની શિબિકામાં બેસીને, દિવસના પહેલા પ્રહરમાં સુમતિનાથ ભગવંત કૌશલ્યા નગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેમની ઉંમરની પાછલી વય હતી. તેઓ નિત્ય ભોજનથી (અનવરત ભર્તન) નીકળેલા. તે જ દિવસે મઘા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે સહસ્ત્રાપ્રવન-ઉદ્યાનમાં પ્રભુએ એક હજાર પુરષો સહિત દીક્ષા લીધી. દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી સુમતિનાથ પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. વિજયપુર નગરમાં પદ્મ નામના ગૃહપતિએ અમૃતના રસ જેવી ખીર (પરમાત્ર) વહોરાવી ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. સુમતિનાથ પ્રભુ વીસ વર્ષ છઘDઅવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ કર્યો.. તે કાળે સુમતિનાથ પ્રભુએ છઠનો તપ કરેલો. એકરાત્રિની પ્રતિમા વહન કરેલી. ત્યારે ચૈત્ર સુદ-અગિયારસના પ્રાતઃકાળે સૂર્યોદય સમયે મઘા નક્ષત્રમાં ચંદ્રમાંનો યોગ પ્રાપ્ત થયો, ત્યારે કૌશલ્યા નગરી બહાર સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં પ્રિયંગુ નામના વૃક્ષની નીચે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેમના સમવસરણ મધ્યે રચેલ ચૈત્યવૃક્ષની ઊંચાઈ એક ગાઉ Page #117 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ અને ૧,૬૦૦ ધનુષ હતી. પ્રભુના કેવળ જ્ઞાનના દિવસે જ પ્રથમ સમવસરણમાં ચાતુર્વર્ણ સંઘરૂપ તીર્થ પ્રવર્તન થયેલ. ૧૧૬ સુમતિનાથ ભગવંતે ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિક રૂપ ચારિત્ર જ હતું. (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું) તેમના શાસનના સાધુ– સાધ્વીજીઓમાં સુઆધ્યેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે તે સાધુ–સાધ્વીજીઓને ધર્મોપદેશ સુગમ હતો. સુમતિનાથ પ્રભુને ૧૦૦ ગણ થયા. ૧૦૦ ગણધર થયા. તિર્થોગાલિતમાં ૧૧૬ ગણ—ગણધર કહ્યા છે. તેમના પ્રથમ શિષ્યનું નામ ચમર હતું. પ્રથમ શિષ્યાનું નામ કાશ્યપી હતું. તેઓને ઉત્કૃષ્ટ સંપદાશ્રમણોની ૩,૨૦,૦૦૦, શ્રમણીઓની ૫,૩૦,૦૦૦, શ્રાવકોની ૨,૮૧,૦૦૦ અને શ્રાવિકાઓની ૫,૧૬,૦૦૦ની હતી. સુમતિનાથ ભગવંતના શિષ્યોમાં ૧૧,૦૦૦ અવધિજ્ઞાની, ૧૦,૪૫૦ મનઃપર્યવજ્ઞાની, ૧૩,૦૦૦ કેવલી મુનિ, ૨,૪૦૦ ચૌદ પૂર્વધર, ૧૦,૪૫૦ વાદીમુનિ અને ૧૮,૪૦૦ વૈક્રિયલબ્ધિધર મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. પ્રભુ બાર પૂર્વાંગ ન્યૂન એવા એક લાખ પૂર્વ શ્રમણ પર્યાયમાં રહ્યા. તેમાં વીસ વર્ષનો છદ્મસ્થકાળ હતો. શેષકાળ કેવલી પર્યાયરૂપે વ્યતીત કર્યો. ચાલીશ લાખ પૂર્વનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસના નિર્જળ ઉપવાસ કરેલા એવા સુમતિનાથ ભગવંત ચૈત્રસુદ—નોમના દિવસે પુનર્વસુ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે એક હજાર મુનિવરો સહિત સમ્મેતશિખર પર્વત પર નિર્વાણ પામ્યા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા. સુમતિનાથ પ્રભુના નિર્વાણ બાદ નેવું હજાર કરોડ સાગરોપમનો કાળ વીત્યા બાદ છઠ્ઠા તીર્થંકર પદ્મપ્રભ સ્વામી થયા. ઐરવત ક્ષેત્રમાં તીર્થંકર “ઇસિદત્ત' ભ૰સુમતિનાથના સમકાલીન હતા. આગમ સંદર્ભ : = ઠા. ૧૧૬, ૫૧૪, ૮૦૩; ભગ ૭૯૪; આવ.મૂ ૪ થી ૬, ૪૧ થી ૪૩, આવ.નિ. ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૩૨૦, ૩૨૩ થી ૩૨૯, ૩૭૬ થી ૩૯૦, ૧૦૮૧; આવયૂ. ૧-૫ ૧૫૭ થી ૨૧૭; નંદી. ૧૮; સમ. ૪૯, ૫૩, ૫૪, ૧૮૩, ૨૬૩ થી ૩૧૧ મધ્યે; જિત.ભા. ૩૧૮; તિત્વો ૩૬૧, ૪૦૫, ૪૪૩, ૪૪૫, ૪૫૭, ૪૬૮; આવમ! ૨૦૪-૨૧૪, ૨૩૭–૨૪૩; કલ્પ ૧૮૬; - — * - Page #118 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર-ભપાપ્રભ (માહિતી) (૬) ભ, પદ્મપ્રભ કથાનક (બોલ સંગ્રહ રૂપે) આ અવસર્પિણીમાં જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ચોથા તીર્થંકર ભગવંત પદ્મપ્રભ થયા. તેઓ પૂર્વના મનુષ્યભવે ધર્મમિત્ર નામે માંડલિક રાજા હતા. તે ભવે દીક્ષા લીધી. અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે ભવે જ તીર્થંકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને નવમા સૈવેયક વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં ૩૧ સાગરોપમ દેવ આયુ ભોગવ્યું. દેવતાના ભવથી ઍવીને તેઓ કૌશાંબી નગરીમાં ધર રાજાની પત્ની સુશીમા રાણીની કુક્ષિમાં મહાવદ છઠ (ગુજરાતી પોષવદ–૬)ના દિવસે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે સુશીમાં માતા ગજ-વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા. - કારતક વદ બારશ (ગુજરાતી આસોવદ–૧૨)ને દિવસે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે કૌશાંબીનગરીમાં ભપદ્મપ્રભુનો જન્મ થયો. માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતાને પદ્મ (કમળ)ની શય્યામાં શયન કરવાની ઈચ્છા થયેલી. દેવતાએ તેને માટે પાની શય્યા બનાવી. ભગવંત પણ પદ્મ વર્ણના હતા. તેથી તેમનું નામ પદ્મપ્રભ રખાયું. સામાન્યથી બીજો અર્થ કર્યો કે નિષ્પકતાને આશ્રિને પદ્મના જેવી પ્રભા તેમની હોવાથી પપ્રભ નામ પાડેલ હતું. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ લાલ (રાત) હતો. તેમનું લાંછન કમળ હતું. ભ૦પપ્રભ બાલ્યભાવ છોડીને યૌવનને પામ્યા ત્યારે તેના લગ્ન થયા. તેઓ સાડા સાત લાખ પૂર્વ કુમાર અવસ્થામાં રહ્યા. સાડા એકવીશ લાખ પૂર્વ અને સોળ પૂર્વાગ માંડલીક રાજા રૂપે તેમણે રાજ્ય ભોગવ્યું. એ રીતે ઓગણત્રીસ લાખ પૂર્વ અને સોળ પૂર્વાગ સુધી તેઓ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. ૨૫૦ ધનુષની ઊંચાઈવાળા તે પ્રભુ પછી દીક્ષા લેવાને ઉદ્યત થયા. વિષયો (ઇન્દ્રિય ધર્મ) અને રાજ્યનો પરિત્યાગ કરી, કારતક વદ તેરશ (ગુજરાતી આસોવદ-૧૩)ના દિવસે વૈજયંતી નામની શિબિકામાં બેસીને દિવસના પાછલા પ્રહરમાં પત્તપ્રભ સ્વામી કૌશાંબી નગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેમની ઉમરની પાછલી વય હતી. તેમણે છઠનો તપ કર્યો હતો. તે જ દિવસે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં ૧,૦૦૦ પુરુષો સહિત દીક્ષા લીધી. દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી સંભવનાથ પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. બંસ્થલ નગરીમાં સોમદેવ નામના ગાથાપતિએ અમૃતના રસ જેવી ખીર (પરમાત્ર) વહોરાવી – ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. પાપ્રભુ સ્વામી છ માસ છઘસ્થ અવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ કર્યો. તે કાળે પદ્મપ્રભુસ્વામીએ છટ્ઠનો તપ કરેલો. એકરાત્રિની પ્રતિમા વહન કરેલી. ત્યારે ચૈત્રસુદ પૂનમના પ્રાતઃકાળે સૂર્યોદય સમયે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો. ત્યારે કૌશાંબી નગરીથી બહાર સહસ્ત્રાપ્રવન-ઉદ્યાનમાં છત્રાભવૃક્ષની નીચે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સમવસરણ મધ્યે રચેલા ચૈત્યવૃક્ષની ઊંચાઈ દોઢ ગાઉની હતી. પ્રભુના કેવળજ્ઞાનના Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ આગમ કથાનુયોગ-૧ દિવસે જ પ્રથમ સમવસરણમાં ચાતુર્વર્ણ સંઘરૂપ તીર્થ પ્રવર્તન થયેલ. પદ્મપ્રભુસ્વામીએ ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર જ હતું. (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું. તેમના શાસનના સાધુસાધ્વીજીઓમાં સુઆગેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે જિનકથિત ધર્મોપદેશ તેઓને માટે સુગમ હતો. - પાપ્રભ સ્વામીને ૧૦૭ ગણ થયા, ૧૦૭ ગણધર થયા. તેમના પ્રથમ શિષ્યનું નામ સુવ્રત હતું અને પ્રથમ શિષ્યાનું નામ રતિ હતું. તેઓની ઉત્કૃષ્ટ સંપદા–શ્રમણોની ૩,૩૦,૦૦૦, શ્રમણીઓની ૪, ૨૦,૦૦૦, શ્રાવકોની ૨,૭૬,૦૦૦ અને શ્રાવિકાઓની ૫,૦૫,૦૦૦ની હતી. પપ્રભ સ્વામીના શિષ્યોમાં ૧૦,૦૦૦ અવધિજ્ઞાની, ૧૦,૩૦૦ મન:પર્યવજ્ઞાની. ૧૨,૦૦૦ કેવલજ્ઞાની મુનિ, ૨,૩૦૦ ચૌદ પૂર્વધર, ૯,૬૦૦ વાદીમુનિ અને ૧૬,૧૦૮ વૈક્રિય લબ્ધિધર મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. પ્રભુ ૧૬ પૂવગ ન્યૂન એવા એક લાખ પૂર્વ શ્રમણ પર્યાયમાં રહ્યા. તેમાં ફક્ત છ માસનો છઘસ્થ કાળ હતો. બાકીનો શ્રમણપર્યાય કેવલીરૂપે વ્યતીત કર્યો. ૩૦ લાખ પૂર્વનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસના નિર્જળ ઉપવાસ કરેલા એવા પદ્મપ્રભુસ્વામી માગસર વદ અગીયારસ (ગુજરાતી કારતક વદ-૧૧)ના દિવસે ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ૩૨૪ મુનિવરો સાથે નિર્વાણ પામ્યા યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા. પપ્રભસ્વામીના નિર્વાણ બાદ નવ હજાર કરોડ સાગરોપમનો કાળ વીત્યા બાદ સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથ થયા. પદ્મપ્રભ ભગવંતનો “પદ્માભ” અને સુપ્રભ નામે પણ ઉલ્લેખ જોવા મળેલ છે. (જુઓ આવશ્યક નિર્યુક્તિ ૨૪૩ અને ૩૭૦) આગમ સંદર્ભ :ઠા ૧૧૬, ૪૪૫, ૪૪૬ ૫૧૪; સમ. ૪૯, ૫૩, ૫૪, ૧૮૨, ૨૬૩ થી ૩૧૧ મળે; ભગ ૭૯૪; આવ.મૂ. ૪ થી ૬, ૪૧ થી ૪૩; આવ.નિ ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૩૨૦, ૩૨૩ થી ૩૨૯, ૩૭૬ થી ૩૯૦, ૧૦૮૨; આવ યૂ. ૧–૧૫૭ થી ૨૧૭; આવામ.. ૨૦૬ થી, નદી. ૧૮; તિલ્યો. ૩૧૯, ૩૪૧, ૩૯૨, ૩૯૧, ૪૦૫, ૪૪૫, ૪૪૬, ૪૬૯, ૧૧૫૦ (મૂ. ૪૪૬માં ૧૦૧ ગણધર નોંધ્યા છે. કલ્પ. ૧૮૫; - ૪ — — — Page #120 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્રભસુપાર્શ્વ કથાનક (માહિતી) (૭) ભ સુપાર્શ્વ કથાનક :- (બોલ સંગ્રહ રૂપે) આ અવસર્પિણીમાં જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સાતમા તીર્થંકર ભગવંત સુપાર્શ્વનાથ થયા. તેઓ પૂર્વના મનુષ્યભવમાં સુંદરબાહુ નામે માંડલિક રાજા હતા. (ત્રિષષ્ઠીમાં નંદીષેણ નામ છે.) તે ભવમાં દીક્ષા ગ્રહણ કરી, અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે જ ભવે તીર્થંકર નામકર્મ બાંધ્યુ. ત્યાંથી કાળધર્મ પામીને છટ્ઠા ત્રૈવેયક વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં ૨૮ સાગરોપમ દેવઆયુ ભોગવ્યું. ૧૧૯ દેવતાના ભવથી ચ્યવીને તેઓ વાણારસી નગરીમાં પ્રતિષ્ઠ રાજાની પત્ની પૃથ્વી રાણીની કુક્ષિમાં ભાદરવા વદ આઠમ (ગુજરાતી શ્રાવણ વદ–૮)ના દિવસે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા, તે વખતે પૃથ્વી માતા ગજ વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા. જેઠ સુદ-૧૨ના દિવસે વિશાખા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે વાણારસી નગરીમાં ભ૰સુપાર્શ્વનો જન્મ થયો. માતાના ગર્ભમાં આવ્યા. ત્યારે તીર્થંકરના અનુભાવથી તેણીના પાર્શ્વ (પડખાં) શોભન – સોહામણા થયા. તેથી પ્રભુનું સુપાર્શ્વ નામ પડાયું. બીજો સામાન્ય અર્થ એ છે કે, જેના પાર્ટ્સ (પડખાં) શોભન–સોહામણા છે તે એવા પ્રભુ' એ અર્થમાં સુપાર્શ્વ નામ રખાયું. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ સુવર્ણની પ્રભા સમાન હતો. તેમનું લાંછન સ્વસ્તિક હતું. ભસુપાર્શ્વ બાલ્યભાવ છોડી યૌવનને પામ્યા. ત્યારે તેના લગ્ન થયા. તેઓ પાંચ લાખ પૂર્વ કુમારઅવસ્થામાં રહ્યા. ચૌદ લાખ પૂર્વ અને વીસ પૂર્વાંગ તેમણે માંડલિકરાજા રૂપે રાજ્ય ભોગવ્યું. એ રીતે ૧૯ લાખ પૂર્વ અને વીસ પૂર્વાંગ વર્ષ સુધી તેઓ ગૃહસ્થ અવસ્થામાં રહ્યા. ૨૦૦ ધનુષની ઊંચાઈવાળા આ પ્રભુ પછી દીક્ષા લેવા માટે ઉદ્યત થયા. વિષયો (ઇન્દ્રિય ધર્મ) અને રાજ્યનો પરિત્યાગ કરી. જેઠ સુદ-૧૩ને દિવસે જયંતી નામની શિબિકામાં બેસીને (ત્રિષષ્ઠિમાં મનોહરા શિબિકા લખ્યું છે) દિવસના પાછલા પ્રહરમાં સુપાર્શ્વનાથ ભગવંત વાણારસી નગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેમની ઉંમરની પાછલી વય હતી. તેમણે છઠનો તપ કર્યો હતો. તે જ દિવસે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે સહસ્રામવન ઉદ્યાનમાં પ્રભુએ એક હજાર પુરુષો સહિત દીક્ષા લીધી. દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી સુપાર્શ્વનાથ પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. પાલિસંડ નગરીમાં મહેન્દ્ર નામક ગૃહપતિએ (રાજાએ) અમૃતના રસ જેવી ખીર (પરમાત્ર) વહોરાવી ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ–રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. સુપાર્શ્વનાથ પ્રભુ નવ માસ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્રતપ કર્યો. તે કાળે સુપાર્શ્વનાથ પ્રભુએ છટ્ઠનો તપ કરેલો. એકરાત્રિકી પ્રતિમા વહન કરેલી. ત્યારે ફાગણ વદ આઠમ (ગુજરાતી મહાવદ–૮)ના પ્રાતઃકાળે સૂર્યોદય સમયે વિશાખા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે વાણારસી નગરી બહાર સહસ્રામવન ઉદ્યાનમાં શિરીષ નામના વૃક્ષની નીચે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેમના સમવસરણ મધ્યે રચેલા ચૈત્યવૃક્ષની Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ આગમ કથાનુયોગ-૧ ઊંચાઈ એક ગાઉ અને ૪૦૦ ધનુષ હતી. પ્રભુના કેવળજ્ઞાનના દિવસે જ પ્રથમ સમવસરણમાં ચાતુર્વર્ણ સંઘ રૂપ તીર્થ પ્રવર્તન થયેલ. સુપાર્શ્વનાથ ભગવંતે ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર જ હતું. (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું) તેમના શાસનમાં સાધુસાધ્વીજીઓમાં સુઆધ્યેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે ધર્મઉપદેશ તેઓને માટે સુગમ હતો. સુપાર્શ્વનાથ પ્રભુને ૫ ગણ થયા. ૯૫ ગણધર થયા. તેમના પ્રથમ શિષ્યનું નામ વિદર્ભ હતું. પ્રથમ શિષ્યાનું નામ સોમા હતું. તેઓની ઉત્કૃષ્ટ સંપદા – શ્રમણોની ત્રણ લાખ, શ્રમણીઓની ૪,૩૦,૦૦૦, શ્રાવકોની ૨,૫૭,૦૦૦ અને શ્રાવિકાઓની ૪,૯૩,૦૦૦ની હતી. સુપાર્શ્વનાથ ભગવંતના શિષ્યોમાં ૯,૦૦૦ અવધિજ્ઞાની ૯,૧૫૦ મન:પર્યવજ્ઞાની, ૧૧,૦૦૦ કેવલજ્ઞાની મુનિ, ૨,૦૩૦ ચૌદ પૂર્વધર, ૮,૬૦૦ (બીજા મતે ૮,૪૦૦) વાદી મુનિ, ૧૫,૩૦૦ વૈક્રિય લબ્ધિધર મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. પ્રભુ વીસ પૂવગ ન્યૂન એવા એક લાખ પૂર્વ શ્રમણ પર્યાયમાં રહ્યા. તેમાં માત્ર નવ માસ છઘWકાળ હતો. બાકીનો શ્રમણ પર્યાય કેવલીરૂપે વ્યતીત કર્યો. વીસ લાખ પૂર્વનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસના નિર્જળ ઉપવાસ કરેલા એવા સુપાર્શ્વનાથ ભગવંત ફાગણ વદ સાતમ (ગુજરાતી મહાવદ-૭)ના દિવસે મૂલ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પ૦૦ મુનિવરો સહિત, સમેત શિખર પર્વત પર નિર્વાણ પામ્યા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા. સુપાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ બાદ ૯૦૦ કરોડ સાગરોપમનો કાળ વીત્યા બાદ આઠમા તીર્થંકર ચંદ્રપ્રભ સ્વામી થયા. ઐરવત ક્ષેત્રમાં તીર્થકર “સોમચંદ" ભસુપાર્શ્વનાથના સમકાલીન હતા. આગમ સંદર્ભ :ઠા ૧૧૬, ૫૧૪; સમ. ૪૯, ૫૩, ૨૪, ૧૯૫, ૧૭૪, ૧૮૧, ૨૬૩ થી ૩૧૧ મળે; ભગ ૭૯૪; આવ ૪ થી ૬; આવ નિ ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૨૦, ૩૨૩ થી ૩૨૯, ૩૭૬ થી ૩૯૦ મધ્યે, ૧૦૮૩; આવયૂ.૧–૫ ૧૫૭ થી ૨૧૭; આવ.મ.પૃ. ૨૦૬, ૨૦૮-૨૧૪, ૨૩૭–૨૪3; નંદી. ૧૮; તિલ્યો. ૩૨૦, ૩૪૦, ૩૬૨, ૪૦૫, ૪૪૬, ૪૨૦, ૪૭૦; કલ્પ ૧૮૪; – ૪ – ૪ – Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ તીર્થંકર ચરિત્ર–ભચંદ્રપ્રભ (માહિતી) (૮) ભ.ચંદ્રપ્રભ કથાનક (બોલ સંગ્રહ રૂપે) આ અવસર્પિણીમાં જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં આઠમા તીર્થંકર ભગવંત શ્રી ચંદ્રપ્રભ થયા. તેઓ પૂના મનુષ્યભવમાં દીર્ઘબાહુ નામે માંડલિક રાજા હતા. તે ભવમાં દીક્ષા ગ્રહણ કરી, અગિયાર અંગોનું અધ્યયન કર્યું. તે ભવમાં તીર્થંકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને વિજય નામના વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા (ત્રિષષ્ઠી માં વૈજયંતનો ઉલ્લેખ છે) ત્યાં ૩૧ સાગરોપમનું દેવ આયુ ભોગવ્યું. દેવતાના ભવથી ચ્યવીને તેઓ ચંદ્રપુર નગરીમાં મહુસેન રાજાની પત્ની લક્ષ્મણા રાણીની કુક્ષિમાં ચૈત્ર વદ પાંચમ (ગુજરાતી ફાગણ વદ-૫)ના દિવસે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે લક્ષ્મણા માતા ગજ-વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા. પોષ વદ બારસ (ગુજરાતી માગસર વદ-૧૨)ના દિવસે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે ચંદ્રપુર નગરીમાં ભચંદ્રપ્રભાનો જન્મ થયો. માતાના ગર્ભમાં આવ્યા ત્યારે માતાને ચંદ્રનું પાન કરવાની ઈચ્છા થયેલી, વળી પ્રભુનો વર્ણ પણ ચંદ્રની પ્રભા સમાન હતો. તેથી તેમનું ચંદ્રપ્રભ એવું નામ પડાયું. બીજો અર્થ એ કે, “ચંદ્રના જેવી જેમની પ્રભા અર્થાત્ સૌમ્ય જ્યોત્સા છે તે” – એ અર્થમાં ચંદ્રપ્રભ નામ રખાયું. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ શ્વેત (ગૌર–ચંદ્ર સમાન) હતો. તેનું લાંછન ચંદ્ર હતું. ભચંદ્રપ્રભ બાલ્યભાવ છોડી યૌવનને પામ્યા ત્યારે તેમના લગ્ન થયા. તેઓ અઢી લાખ પૂર્વ કુમારઅવસ્થામાં રહ્યા. સાડા છ લાખ પૂર્વ અને ચોવીશ પૂવગ વર્ષ તેમણે માંડલિક રાજા રૂપે રાજ્ય ભોગવ્યું. એ રીતે નવ લાખ પૂર્વ અને ચોવીશ પૂવગ વર્ષ સુધી તેઓ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. ૧૫૦ ધનુષની ઊંચાઈવાળા એ પ્રભુ ત્યાર પછી દીક્ષા લેવા માટે ઉદ્યત થયા. વિષયો (ઇન્દ્રિય ધર્મ) અને રાજ્યનો પરિત્યાગ કરી, પોષ વદ તેરસ (ગુજરાતી માગસર વદ–૧૩)ને દિવસે અપરાજિતા નામની શિબિકામાં બેસીને દિવસના પાછલા પ્રહરમાં ચંદ્રપ્રભ સ્વામી ચંદ્રપુર નગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેમની ઉમરની પાછલી વય હતી. છઠ તપ કરેલ. તે જ દિવસે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં પ્રભુએ ૧,૦૦૦ પુરુષો સહિત દીક્ષા લીધી. દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી ચંદ્રપ્રભસ્વામીને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. પદ્મખંડ નગરના સોમદત્તે અમૃતના રસ જેવી ખીર (પરમાત્ર) વહોરાવી – ભિક્ષાદાન કરેલું. પ્રભુએ મગધ રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. ચંદ્રપ્રભસ્વામી ત્રણ મહિના છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ કર્યો તે કાળે ચંદ્રપ્રભસ્વામીએ છઠનો તપ કરેલ હતો. એકરાત્રિની પ્રતિમા વહન કરેલી. ત્યારે ફાગણ વદ સાતમ (ગુજરાતી મહાવદ-૭)ના પ્રાત:કાળે સૂર્યોદય સમયે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે ચંદ્રપુર નગરી બહાર સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં નાગ (પુત્રાગ) નામના વૃક્ષની નીચે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેમના સમવસરણ મધ્યે રચેલ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ આગમ કથાનુયોગ-૧ ચૈત્યવૃક્ષની ઊંચાઈ ૧,૮૦૦ ધનુષ હતી. કેવળજ્ઞાનના દિવસે જ પ્રથમ સમવસરણમાં ચાતુર્વર્ણ સંઘરૂપ તીર્થપ્રવર્તન થયેલ. ચંદ્રપ્રભસ્વામીએ ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી તેમના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર હતું (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું) તેમના શાસનના સાધુ સાધ્વીજીઓમાં સુઆખેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે ધર્મોપદેશ પામવો તેઓનો માટે સુગમ હતો. ચંદ્રપ્રભસ્વામીને ૯૩ ગણ થયા, ૯૩ ગણધર થયા. તેમના પ્રથમ શિષ્યનું નામ દિન્ન હતું. પ્રથમ શિષ્યાનું નામ સુમના હતું. તેઓની ઉત્કૃષ્ટ સંપદાશ્રમણોની અઢી લાખ, શ્રમણીઓની ૩,૮૦,૦૦૦, શ્રાવકોની ૨,૫૦,૦૦૦, શ્રાવિકાઓની ૪,૯૧,૦૦૦ની હતી. ચંદ્રપ્રભસ્વામીના શિષ્યોમાં ૮,૦૦૦ અવધિજ્ઞાની, ૮,૦૦૦ મન:પર્યવજ્ઞાની, ૧૦,૦૦૦ કેવલજ્ઞાની મુનિ, ૨,૦૦૦ ચૌદ પૂર્વધર, ૭,૬૦૦ વાદીમુનિ અને ૧૪,૦૦૦ વૈક્રિય લબ્ધિધર મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. પ્રભુ ૨૪ પૂર્વાગ ન્યૂન એવા એક લાખ પૂર્વ શ્રમણ પર્યાયમાં રહ્યા. તેમાં ફક્ત ત્રણ મહિનાનો છઘWકાળ હતો. તે સિવાયનો કાળ કેવલી પર્યાયરૂપે વ્યતીત કર્યો. દશ લાખ પૂર્વનું કુલ આય ભોગવ્યું. છેલ્લે એક માસના નિર્જળ ઉપવાસ કરેલા એવા ચંદ્રપ્રભસ્વામી ભાદરવા વદ સાતમ (ગુજરાતી શ્રાવણ વદ–૭)ના દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે એક હજાર મુનિવરો સહિત સમેત શિખર પર્વત પર નિર્વાણ પામ્યા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા. ચંદ્રપ્રભસ્વામીના નિર્વાણ બાદ નેવું કરોડ સાગરોપમનો કાળ વીત્યા બાદ નવમાં તીર્થકર સુવિધિનાથ થયા. - ચંદ્રપ્રભસ્વામી“શશિ" નામે પણ ઓળખાય છે. ૦ આગમ સંદર્ભ :ઠા ૧૧૬, ૧૧૪, ૯૩૦; સમ ૪૯, ૫૩, ૨૪, ૧૭૨, ૧૮૦, ૨૬૩ થી ૩૧૧ મધ્યે, ભગ. ૭૯૪; આવ.મૂ. ૪ થી ૬; આવ.નિ. ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૩૨૩, ૩૨૩ થી ૩૨૯, ૩૭૬ થી ૩૯૦, ૧૦૮૩, આવ.યૂ.૧– ૧૫૭ થી ૨૧૭; નંદી. ૧૮; તિત્વો. ૩૨૧, ૩૪૨, ૩૬૨, ૩૯૧, ૪૦૫, ૪૪૭, ૪૫૮; કલ્પ ૧૮૩; Page #124 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર–ભ સુવિધિ (માહિતી) ૧૨૩ (૯) ભ, સુવિધિ કથાનક (બોલ સંગ્રહ રૂપે). આ અવસર્પિણીમાં જંબૂલીપના ભરતક્ષેત્રમાં નવમા તીર્થંકર ભગવંત શ્રી સુવિધિનાથ થયા. (જે પુષ્પદંત નામે પણ ઓળખાય છે.) તેઓ પૂર્વના મનુષ્યભવમાં જુગબાહુ નામે માંડલિક રાજા હતા. તે ભવમાં દીક્ષા ગ્રહણ કરી. અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે ભવમાં તીર્થંકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળ કરીને આનત નામના દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં ૧૯ સાગરોપમનું દેવઆયુ ભોગવ્યું. (ત્રિષષ્ઠીમાં મહાપા નામ છે. વૈજયંત વિમાને દેવ થયાનું કહેલ છે.) દેવતાના ભવથી ચ્યવીને તેઓ કાકંદી નગરીમાં સુગ્રીવ રાજાની પત્ની રામા રાણીની કુલિમાં ફાગણ વદ નોમ (ગુજરાતી મહાવદ-૯)ના દિવસે મૂલ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે રામા માતા ગજ-વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા. (કાવય નિશ્ચિત્ત ૩૮૫માં માતાનું નામ “સામા” લખ્યું છે.) માગસર વદ પાંચમ (ગુજરાતી કારતક વદ–૫)ના દિવસે મૂલ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે કાકંદી નગરીમાં ભસુવિધિ (પુષ્પદંત)નો જન્મ થયો. માતાના ગર્ભમાં આવ્યા ત્યારે રામા માતા સર્વ વિધિઓમાં વિશેષ કશળ થયા હોવાથી તેમનું સુવિધિ' એવું નામ પાડ્યું. (પુષ્પના દોહદથી પ્રભુને દાંત આવ્યા તેથી પુષ્પદંત પણ કહેવાયા). બીજો અર્થ એ કે જેમની વિધિ શોભન છે, સુંદર કૌશલ્યવાળા છે માટે પણ તેનું સુવિધિ નામ રખાયું છે. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ શ્વેત–ગૌર ચંદ્ર સમાન હતો. તેમનું લાંછન મગર હતું. ભસુવિધિ બાલ્યભાવ છોડીને યૌવનને પામ્યા ત્યારે તેમના લગ્ન થયા. તેઓ ૫૦,૦૦૦ પૂર્વ વર્ષ કુમારાવસ્થામાં રહ્યા. ૫૦,૦૦૦ પૂર્વ અને ૨૮ પૂર્વાગ વર્ષ તેમણે માંડલિક રાજારૂપે રાજ્ય ભોગવ્યું. એ રીતે એક લાખ પૂર્વ અને ૨૮ પૂર્વગ વર્ષ સુધી તેઓ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. ૧૦૦ ધનુષની ઊંચાઈવાળા એ પ્રભુ ત્યાર પછી દીક્ષા લેવાને ઉદ્યત થયા. વિષયો (ઇન્દ્રિય ધર્મ) અને રાજ્યનો પરિત્યાગ કરી માગસર વદ છઠ (ગુજરાતી કારતક વદ-૬)ને દિવસે અરૂણપ્રભા નામની શિબિકામાં બેસીને, દિવસના પાછલા પ્રહરમાં સુવિધિનાથ પ્રભુ કાકંદી નગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેની ઉમરની પાછલી વય હતી. તેમણે છઠ તપ કરેલો. તે જ દિવસે મૂલ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં પ્રભુએ ૧,૦૦૦ પુરુષો સહિત દીક્ષા લીધી. દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી સુવિધિનાથ પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. શ્વેતપુર નગરમાં પુષ્ય ગૃહપતિએ અમૃતના રસ જેવી ખીર (પરમાન્ન) વહોરાવી - ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. સુવિધિનાથ પ્રભુ ચાર મહિના છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ કર્યો. તે કાળે સુવિધિનાથ પ્રભુએ છઠનો તપ કરેલ હતો. એકરાત્રિકી પ્રતિમા વહન કરેલી. ત્યારે કારતક સુદ ત્રીજના પ્રાતઃકાળે સૂર્યોદય સમયે મૂલ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ E Page #125 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૧ પ્રાપ્ત થયો ત્યારે કાકંદી નગરી બહાર સહસ્રામવનમાં માલી નામના વૃક્ષની નીચે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સુવિધિનાથ પ્રભુના સમવસરણ મધ્યે ચૈત્ય વૃક્ષની ઊંચાઈ ૧,૨૦૦ ધનુષની હતી. કેવળ જ્ઞાનના દિવસે પ્રથમ સમવસરણમાં ચાતુર્વર્ણ સંઘરૂપ તીર્થ પ્રવર્તન થયેલ. સુવિધિનાથ પ્રભુએ ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિક રૂપ ચારિત્ર જ હતું. (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું). તેમના શાસનના સાધુ– સાઘ્વીજીઓમાં સુઆધ્યેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે તેઓને ધર્મોપદેશ પામવો સુગમ હતો. ૧૨૪ સુવિધિનાથ પ્રભુને ૮૮ ગણ થયા, ૮૮ ગણધર થયા. સમવાયાંગમાં ૮૬ ગણ–૮૬ ગણધર કહ્યા છે. તેમના પ્રથમ શિષ્યનું નામ વરાહ હતું. પ્રથમ શિષ્યાનું નામ વાણિ હતું. તેઓની ઉત્કૃષ્ટ સંપદાશ્રમણોની બે લાખ, શ્રમણીઓની ત્રણ લાખ (હારિભદ્રીયવૃત્તિ ટીપ્પણક, ત્રિષષ્ઠી તથા પ્રવચન સારોદ્ધારમાં ૧,૨૦,૦૦૦ શ્રમણી સંખ્યા નોંધેલ છે ?) શ્રાવકોની ૨,૨૯,૦૦૦, શ્રાવિકાઓની ૪,૭૧,૦૦૦ની હતી. સુવિધિનાથ ભગવંતના શિષ્યોમાં ૮,૪૦૦ અવધિજ્ઞાની, ૭,૫૦૦ મન:પર્યવજ્ઞાની, ૭,૫૦૦ કેવલજ્ઞાની, ૧,૫૦૦ ચૌદ પૂર્વધર, ૬,૦૦૦ વાદીમુનિ, ૧૩,૦૦૦ વૈક્રિય લબ્ધિધર મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. પ્રભુ અઠ્ઠાવીસ પૂર્વાંગ ન્યૂન એવા એક લાખ પૂર્વ શ્રમણ પર્યાયમાં રહ્યા. તેમાં ફક્ત ચાર માસનો છદ્મસ્થ કાળ હતો. બાકીનો શ્રમણ પર્યાય કેવલીરૂપે વ્યતીત કર્યો. બે લાખ પૂર્વનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસના નિર્જળ ઉપવાસ કરેલા એવા સુવિધિનાથ ભગવંત કારતક વદ નોમ (ગુજરાતી આસોવદ-૯)ના દિવસે મૂલ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે ૧,૦૦૦ મુનિવરો સહિત સમ્મેતશિખર પર્વત પર નિર્વાણ પામ્યા યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા. સુવિધિનાથ પ્રભુના નિર્વાણ બાદ નવ કરોડ સાગરોપમનો કાળ વીત્યા બાદ દશમા તીર્થંકર શીતલનાથ પ્રભુ થયા. ૦ આગમ સંદર્ભ :-- સમ. ૪૯, ૫૩, ૫૪, ૧૫૩, ૧૬૫, ૧૭૯, ૨૬૦ થી ૩૧૧; ઠા ૧૧૬, ૪૪૬, ૫૧૪; ભગ. ૭૯૪; આવ.મૂ. ૪ થી ૬; આવ.નિ. ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૩૨૦, ૩૨૩ થી ૩૨૯, ૩૭૬ થી ૩૯૦, ૧૦૮૪; આવ.ચૂ.૧-૫ ૧૫૭ થી ૨૧૭; આવ.મ..પૃ. ૨૦૬ થી ૨૧૪, ૨૩૭ થી ૨૪૩; તિત્વો. ૩૨૨, ૩૪૨, ૩૬૨, ૩૯૧, ૪૦૬, ૪૪૭, નંદી. ૧૮; કલ્પ. ૧૮૨; ૪૪૮, ૪૫૦, ૪૫૮, ૪૭૨; (૪૫૦માં ૮૪ ગણઘર લખે છે); X X = Page #126 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર—ભ૰શીતલ (માહિતી) (૧૦) ભશીતલ કથાનક (બોલ સંગ્રહ રૂપે) આ અવસર્પિણીમાં જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં દશમા તીર્થંકર ભગવંત શ્રી શીતલનાથ થયા. તેઓ પૂર્વના મનુષ્યભવમાં લઠબાહુ નામે માંડલિક રાજા હતા. તે ભવમાં દીક્ષા ગ્રહણ કરી, અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું, તે ભવમાં તીર્થંકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને પ્રાણત કલ્પે દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં વીશ સાગરોપમનું દેવ-આયુ ભોગવ્યું. ૧૨૫ દેવતાના ભવથી ચ્યવીને તેઓ ભદ્દિલપુર નગરીમાં દૃઢરથરાજાની પત્ની નંદા રાણીની કુક્ષિમાં વૈશાખ વદ છઠ (ગુજરાતી ચૈત્રવદ-૬)ના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે નંદામાતા ગજ–વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા. મહા વદ બારશ (ગુજરાતી પોષવદ–૧૨)ના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે ભદ્દિલપુર નગરીમાં ભશીતલનો જન્મ થયો. માતાના ગર્ભમાં આવ્યા ત્યાર પહેલા રાજાŁઢરથ (ભના પિતા)ને પિત્તદાહ ઉત્પન્ન થયેલો, જે ઔષધ વડે શાંત થતો ન હતો. ગર્ભના પ્રભાવે નંદામાતાના સ્પર્શથી તે પિત્તદાહ શાંત થયો. રાજા દૃઢરથે શીતળતા અનુભવી તેથી પ્રભુનું શીતલ નામ રખાયું. બીજો અર્થ એ કે સર્વ જીવોને સંતાપકારક એવા વિરહાગ્નિને શીતલકર્તા તેમજ સર્વ શત્રુ—મિત્ર પરત્વે શીતલતાને ધારણ કરનારા હોવાથી તે શીતલ નામે ઓળખાયા. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ સુવર્ણપ્રભા સમાન હતો. તેમનું લાંછન શ્રીવત્સ હતું. ભશીતલ બાલ્યભાવ છોડી યૌવનને પામ્યા ત્યારે તેમના લગ્ન થયા. તેઓ ૨૫,૦૦૦ પૂર્વ વર્ષ કુમારઅવસ્થામાં રહ્યા. ૫૦,૦૦૦ પૂર્વ વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં રહ્યા. નેવું ધનુષની ઊંચાઈવાળાએ પ્રભુ પછી દીક્ષા લેવાને ઉદ્યત થયા. વિષયો (ઇન્દ્રિય ધર્મ) અને રાજ્યનો પરિત્યાગ કરી મહાવદ બારસ (ગુજરાતી પોષવદ–૧૨)ના દિવસે પાછલા પ્રહરમાં ચંદ્રપ્રભા નામની શિબિકામાં બેસીને શીતલનાથ ભગવંત દ્દિલપુર નગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેમની ઉંમરની પાછલી અવસ્થા હતી. તેમણે છઠનો તપ કર્યો હતો. તે જ દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે સહસ્રામ્રવન–ઉદ્યાનમાં પ્રભુએ ૧,૦૦૦ પુરુષો સહિત દીક્ષા લીધી. દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી શીતલનાથ પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થઈ. રિષ્ટપુર નગરના પૂનર્વસુ નામક ગાથાપતિએ અમૃતના રસ જેવી ખીર (પરમાત્ર) વહોરાવીભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ–રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. શીતલનાથ પ્રભુ ત્રણ માસ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી ન શકે તેવો ઉગ્ર તપ કર્યો. તે કાળે શીતલનાથ પ્રભુએ છટ્ઠનો તપ કરેલ હતો. એકરાત્રિકી પ્રતિમા વહન કરેલી. ત્યારે પોષ વદ ચૌદશ (ગુજરાતી માગસર વદ–૧૪)ના દિવસે પ્રાતઃકાળે સૂર્યોદય સમયે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ભદ્દિલપુર નગરથી બહાર સહસ્રામવન ઉદ્યાનમાં પીલંખુ વૃક્ષની નીચે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. શીતલનાથ પ્રભુના Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ આગમ કથાનુયોગ-૧ સમવસરણ મધ્યે રચાયેલ ચૈત્યવૃક્ષ ૧૦૮૦ ધનુષ ઊંચુ હતું કેવળ જ્ઞાનના દિવસે પ્રથમ સમવસરણમાં ચતુર્વર્ણ સંઘરૂપ તીર્થ પ્રવર્તન થયેલ. શીતલનાથ ભગવંતે ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયીક રૂપ ચારિત્ર જ હતું. (એદીપસ્થાપનીય ચારિત્ર ન હતું) તેમના શાસનના સાધુસાધ્વીજીઓમાં સુઆધ્યેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે તેઓને માટે ધર્મોપદેશ પામવો સુગમ હતો. શીતલનાથ પ્રભુને ૮૧–ગણ થયા, ૮૧–ગણધર થયા. (સમવાયમાં ૮૩ ગણ અને ૮૩ ગણધર કહ્યા છે, તેમના પ્રથમ શિષ્યનું નામ આનંદ હતું. પ્રથમ શિષ્યાનું નામ સુલતા હતું. તેઓની ઉત્કૃષ્ટ સંપદા – શ્રમણોની એક લાખ, શ્રમણીઓની ૧,૨૦,૦૦૦ (હારિભદ્રીય વૃત્તિ ટીપ્પણક પ્રવચન સારોદ્વાર તથા ત્રિષષ્ઠીમાં ૧,૬૦,૦૦૦ કહે છે) શ્રાવકોની ૨,૮૯,૦૦૦, શ્રાવિકાઓની ૪,૫૮,૦૦૦ની હતી. શીતલનાથ ભગવંતના શિષ્યોમાં ૭,૨૦૦ અવધિજ્ઞાની, ૭,૫૦૦ મન:પર્યવજ્ઞાની, ૭,૦૦૦ કેવલજ્ઞાની મુનિ, ૧,૪૦૦ ચૌદપૂર્વધર, ૫,૮૦૦ વાદીમુનિ, ૧૨,૦૦૦ વૈક્રિયલબ્ધિધર મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. પ્રભુ ૨૫,૦૦૦ પૂર્વ વર્ષ શ્રમણ પર્યાયમાં રહ્યા. જેમાં ફક્ત ત્રણ માસનો છઘસ્થ પર્યાય હતો. તે સિવાયનો કાળ કેવલીરૂપે વ્યતીત કર્યો. એક લાખ પૂર્વનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસના નિર્જળ ઉપવાસ કરેલા એવા શીતલનાથ ભગવંત વૈશાખ વદ બીજ (ગુજરાતી ચૈત્ર વદી–૨)ના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે એક હજાર મુનિવરો સહિત સમ્મતશિખર પર્વત ઉપર નિર્વાણ પામ્યા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા. -શીતલનાથ પ્રભુના નિર્વાણ બાદ એક કરોડ સાગરોપમમાં એકસો સાગરોપમ અને ૬૬,૨૬,૦૦૦ વર્ષ બાદ કરતા જે સમય પ્રાપ્ત થાય તેટલા કાળે અગીયારમાં તીર્થંકર શ્રી શ્રેયાંસનાથ પ્રભુ થયા. - ઐરાવત ક્ષેત્રમાં તીર્થકર “સત્યકી” ભ...શીતલનાથના સમકાલીન હતા. ૦ આગમ સંદર્ભ :ઠા. ૧૧૬, ૪૪૬, ૫૧૪; સમ ૪૯, ૫૩, ૨૪, ૧૫૩, ૧૬૨, ૧૬૯, ૨૬૦ થી ૩૧૧; ભગ. ૭૯૪; આવયૂ ૪ થી ૬; આવ.નિ ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૩૨૦, ૩ર૩ થી ૩૨૯, ૩૭૬ થી ૩૯૦, ૧૦૮૪; આવ યૂ. ૧–પૃ. ૧૫૭ થી ૨૧૭ આવમ ૨૦૬–૨૧૪, ૨૩૭–૨૪૩; નંદી. ૧૮; તિલ્યો. ૩૨૩, ૩૪૨, ૩૬૨, ૩૯૨, ૪૦૬, ૪૪૭, ૪૪૮, ૪૫૯, ૪૭૩; કલ્પ ૧૮૧; — — — — — Page #128 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર-ભશ્રેયાંસ (માહિતી) ૧૨૭ (૧૧) ભ. શ્રેયાંસ કથાનક :- (બોલ સંગ્રહ રૂપે) આ અવસર્પિણીમાં જંબૂઢીપના ભરતક્ષેત્રમાં અગીયારમાં તીર્થકર ભગવંત શ્રી શ્રેયાંસનાથ થયા. તેઓ પૂર્વના મનુષ્યભવમાં દિન્ન નામે માંડલિક રાજા હતો. તે ભવમાં દીક્ષા ગ્રહણ કરી. અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે ભવમાં તીર્થંકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને અમ્રુત કલ્પે દેવરૂપે ઉત્પન્ન થયા. (ત્રિષષ્ઠીમાં મહાશુક્ર કલ્પ ગયાનું નોંધે છે.) ત્યાં ૨૧ સાગરોપમનું દેવ-આયુ ભોગવ્યું. દેવતાના ભવથી ચ્યવીને પ્રભુ સિંહપુર નગરીમાં વિષ્ણુરાજાની પત્ની વિષ્ણુ રાણીની કુક્ષિમાં જેઠ વદ છઠ (ગુજરાતી વૈશાખ વદ–૬)ના દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો, ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે વિષ્ણુ માતા ગજ-વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા. ફાગણ વદ બારસ (ગુજરાતી મહાવદ–૧૨)ને દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો, ત્યારે સિંહપુરનગરીમાં ભ૦શ્રેયાંસનો જન્મ થયો. પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા ત્યાર પહેલા વિષ્ણુ રાજા પરંપરાથી દેવતા પરિગૃહિત એવી શય્યાની પૂજા કરતા હતા. જે તેનું ઉલ્લંઘન કરે તેને દેવતા ઉપસર્ગ કરતા હતા. ભગવંત ગર્ભમાં આવ્યા. ત્યારે વિષ્ણુમાતાને એવી ઈચ્છા થઈ કે તે શય્યામાં બેસી અતિક્રમણ કરવું. દેવતાઓએ પણ ભગવંતના પ્રભાવે તેમ થવા દીધું. ગર્ભના પ્રભાવથી જ શ્રેય પ્રાપ્ત થયો. તેથી પ્રભુનું શ્રેયાંસ એવું નામ રખાયું. બીજો અર્થ એ કે – સર્વ ત્રિલોકમાં શ્રેયના કરનારા હોવાથી તેઓ શ્રેયાંસ નામે ઓળખાયા. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ સુવર્ણપ્રભા સમાન હતો. તેમનું લાંછન ખગ હતું. ભશ્રેયાંસ બાલ્યભાવ છોડીને યૌવનને પામ્યા ત્યારે તેમના લગ્ન થયા. તેઓ ૨૧ લાખ વર્ષ કુમારઅવસ્થામાં રહ્યા. ૪૨ લાખ વર્ષ માંડલિક રાજારૂપે રાજ્ય ભોગવ્યું. એ રીતે ૬૩ લાખ વર્ષ પ્રભુ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. એંશી ધનુષની ઊંચાઈવાળા આ પ્રભુ ત્યાર પછી દીક્ષા લેવાને માટે ઉદ્યત થયા. વિષયો (ઇન્દ્રિય ધર્મ) અને રાજ્યનો પરિત્યાગ કરી, ફાગણ વદ તેરસ (ગુજરાતી મહાવદ-૧૩)ના દિવસે સૂરપ્રભા નામની શિબિકામાં બેસીને, દિવસના પહેલા પ્રહરમાં (પૂર્વાહ્નકાળ) શ્રેયાંસનાથ ભગવંત સિંહપુર નગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેમની ઉમરની પાછલી અવસ્થા હતી. પ્રભુએ છઠનો તપ કરેલો. તે જ દિવસે શ્રવણનક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં ૧,૦૦૦ પુરુષો સહિત દીક્ષા લીધી. દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી શ્રેયાંસનાથ પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલ. સિદ્ધાર્થપુર નગરમાં પૂર્ણનંદ (નંદ) ગૃહપતિએ અમૃતના રસ જેવી ખીર (પરમાન્ન) વહોરાવી-ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ રાજગૃહી આદિ આર્ય ભૂમિમાં વિચરણ કરેલું. શ્રેયાંસનાથ પ્રભુ બે માસ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી ન શકે તેવો. ઉગ્ર તપ કર્યો. તે કાળે શ્રી શ્રેયાંસનાથ પ્રભુએ છઠનો તપ કરેલ હતો. એકરાંત્રિકી પ્રતિમા વહન Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ આગમ કથાનુયોગ-૧ કરેલી. ત્યારે મહાવદ અમાસ (ગુજરાતી પોષવદ અમાસ)ના પ્રાત:કાળે સૂર્યોદય સમયે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે સિંહપુરનગરી બહાર સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં હિંદુક નામના વૃક્ષની નીચે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. શ્રેયાંસનાથ પ્રભુના સમવસરણ, મધ્યે રચાયેલ ચૈત્યવૃત ૯૬ ધનુષ ઊંચુ હતું. કેવળજ્ઞાનના દિવસે જ પ્રથમ સમવસરણમાં ચાતુર્વર્ણ સંઘરૂપ તીર્થ પ્રવર્તન થયું. શ્રેયાંસનાથ પ્રભુએ ચાતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર જ હતું (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું). પ્રભુના શાસનના સાધુસાધ્વીજીઓમાં સુઆખેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે તેઓને માટે ધમપદેશ સુગમ હતો. શ્રેયાંસનાથ પ્રભુને ૭૨ ગણ થયા. ૭ર ગણધર થયા. (સમવાયાંગ અનુસાર ૬૬ ગણ અને ૬૬ ગણધર, તિર્થોલ્ગારિત મુજબ તે ૭૭–૭૭ થયા પ્રવચન સારોદ્વાર સમવાયાંગવૃત્તિ તથા ત્રિષષ્ઠીમાં આ સંખ્યા ૭૬ છે) તેમના પ્રથમ શિષ્યનું નામ ગૌસ્તુભ હતુ. પ્રથમ શિષ્યાનું નામ ધારિણી હતું. પ્રભુની ઉત્કૃષ્ટ સંપદા – શ્રમણોની ૮૪,૦૦૦, શ્રમણીઓની ૧,૦૬,૦૦૦, (હારિભકીયવૃત્તિ ટીપ્પણકમાં ૧,૦૩,૦૦૦ સંખ્યા બતાવે છે) શ્રાવકોની ૨,૭૯,૦૦૦ અને શ્રાવિકાઓની ૪,૪૮,૦૦૦ની હતી. શ્રેયાંસનાથ ભગવંતના શિષ્યોમાં ૬,૦૦૦ અવધિજ્ઞાની, ૬,૦૦૦ મન:પર્યવજ્ઞાની, ૬,૫૦૦ કેવલજ્ઞાની મુનિ, ૧,૩૦૦ ચૌદ પૂર્વધર, ૧૧,૦૦૦ વૈક્રિયલબ્ધિધર અને ૫,૦૦૦ વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. પ્રભુ ૨૧ લાખ વર્ષ શ્રમણ પર્યાયમાં રહ્યાં. તેમાં ફક્ત બે માસ છદ્મસ્થપણે રહ્યા. તે સિવાયનો કાળ કેવલીરૂપે વ્યતીત કર્યો. ૮૪ લાખ વર્ષનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસના નિર્જળ ઉપવાસ કરેલ એવા શ્રેયાંસનાથ ભગવંત શ્રાવણ વદ–ત્રીજ (ગુજરાતી અષાઢ વદ–૩)ના દિવસે ધનિષ્ઠા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ૧૦૦૦ મુનિવરો સહિત સમેતશિખર પર્વત પર નિર્વાણ પામ્યા યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા. શ્રેયાંસનાથ પ્રભુના નિર્વાણ બાદ ૫૪ સાગરોપમનો કાળ વીત્યા બાદ બારમા તીર્થકર વાસુપૂજ્ય સ્વામી થયા. - ઐરવત ક્ષેત્રમાં તીર્થકર “જુત્તિસેન” ભશ્રેયાંસનાથના સમકાલીન હતા. ૦ આગમ સંદર્ભ :ઠા ૧૧૬, ૧૧૪ સમ ૪૯, ૫૩, ૨૪, ૧૪૪, ૧૫૯, ૧૬૩, ૨૬૦ થી ૩૧૧; સમાં ૬૬ ની વૃ. આવ.મૂ. ૪ થી ૬; ભગ૭૯૪; આવ.નિ ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૩૨૦, ૩ર૩ થી ૩૨૯, ૩૭૬ થી ૩૯૦, ૧૦૮૫; આવ.યૂ. ૧–પૃ. ૧૫૭ થી ૨૧૭, આવ.મ. ૨૦૮-૨૧૪, ૨૩૭–૨૩૯, ર૬૭; નંદી. ૧૮; તિલ્યો. ૩ર૪, ૩૪૪, ૩૯૪, ૪૦૬, ૪૪૮, ૪૪૯, ૪૫૮, ૪૭૪; કલ્પ ૧૮૦; – ૪ – ૪ – Page #130 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર-ભવાસુપૂજ્ય (માહિતી) ૧૨૯ (૧૨) ભવાસુપૂજ્ય કથાનક :- (બોલ સંગ્રહ રૂપે) આ અવસર્પિણીમાં જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં બારમા તીર્થંકર ભગવંત શ્રી વાસુપૂજ્યસ્વામી થયા. તેઓ પૂર્વના મનુષ્યભવમાં ઇન્દ્રદત્ત નામે માંડલીક રાજા હતા. તે ભવે દીક્ષા ગ્રહણ કરી. અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું, તે ભવે જ તીર્થકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને પ્રાણત કલ્પે દેવતા રૂપે ઉત્પન્ન થયા. ત્યાં વસ સાગરોપમનું દેવઆયુ ભોગવ્યું. દેવતાના ભવથી ચ્યવીને તેઓ ચંપાપુરી નગરીમાં વપૂજ્યરાજાની પત્ની જયારાણીની કુલિમાં જેઠ સુદ નોમના દિવસે શતભિષા નક્ષત્રનો ચંદ્રમા સાથે યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે જયા માતા ગજ વૃષભ આદિ ચૌદ સ્વપ્નો જોઈને જાગ્યા. ફાગણ વદ ચૌદશ (ગુજરાતી મહાવદ-૧૪)ને દિવસે શતભિષા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ચંપાપુરી નગરીમાં ભવાસુપૂજ્યનો જન્મ થયો. પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા. ત્યારે વાસવ નામક દેવરાજ જયામાતાની વારંવાર પૂજા કરતા હતા માટે તેનું નામ વાસુપૂજ્ય રખાયું અથવા વૈશ્રમણ દેવ તે રાજકૂળને ગર્ભના પ્રભાવે વારંવાર વસૂ અર્થાત્ રત્નો વડે પૂરતો હતો તેથી વાસુપૂજ્ય નામ પાડ્યું. બીજો અર્થ એ કે – વસૂ અર્થાત્ દેવ. બધાં તીર્થકરો ઇન્દ્રાદિ દેવો માટે પૂજ્ય હોવાથી તે વાસુપૂજ્ય કહેવા. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ રાતો (લાલ) હતો. તેમનું લાંછન મહિષ (પાડો) હતું. ભવાસુપૂજ્ય બાલ્યભાવ છોડી યૌવનને પામ્યા ત્યારે તેઓએ લગ્ન ન કર્યા. (આવશ્યક નિર્યુક્તિ રર૧, રરરમાં લગ્ન ન કર્યાનું જણાવેલ છે. ત્રિષષ્ઠી શલાકા. ગ્રંથનો પણ આ જ અભિપ્રાય છે. સાસતિ શતસ્થાનક આદિ અન્ય ગ્રંથોમાં લગ્ન થયાની વાત પણ આવે છે.) પ્રભુએ રાજાપણું પણ ભોગવેલ ન હતું. (તેથી જ આવશ્યક નિર્યુક્તિમાં પણ બીજા તીર્થકર માટે કુમારવાસ અને રજ શબ્દ વાપર્યા પણ અહીં ગિહવાસ શબ્દ લખ્યો. તેથી ભવાસુપૂજ્યની કુમાર અને રાજ્યાવસ્થાને બદલે ફક્ત ગૃહવાસનો કાળ જ નોંધાયો છે.) પ્રભુ અઢાર લાખ વર્ષ ગૃહસ્થપણે રહ્યા પછી દીક્ષા લેવાને ઉદ્યત થયા. તેમની ઊંચાઈ ૭૦ ધનુષ હતી. વિષય અને રાજ્યને ભોગવ્યા વિના જ ફાગણ વદ અમાસ (ગુજરાતી મહાવદ અમાસ)ને દિવસે અગ્રિપ્રભા નામક શિબિકામાં બેસીને દિવસના પાછલા પ્રહરમાં વાસુપૂજ્ય ભગવંત ચંપાપુરીનગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેમની યૌવન વય હતી. તેમણે ચોથભક્ત (એક ઉપવાસ)નો તપ કર્યો હતો. તે જ દિવસે શતભિષા નક્ષત્રનો ચંદ્રમા સાથે યોગ પ્રાપ્ત થયો. ત્યારે વિહારગ્રહ નામના ઉદ્યાનમાં પ્રભુએ ૬૦૦ પુરુષ સહિત દીક્ષા લીધી. દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી વાસુપૂજ્ય સ્વામીને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. મહાપુરનગરીમાં સુનંદ ગાથાપતિએ પરમાત્ર વહોરાવી-ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. વાસુપૂજ્ય સ્વામી એક માસ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્રતપ કર્યો. તે કાળે વાસુપૂજ્ય સ્વામીએ ચોથભક્ત (એક ઉપવાસ) તપ કર્યો હતો. એક International Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦. આગમ કથાનુયોગ-૧ રાત્રિકી પ્રતિમા વહન કરેલી. ત્યારે મહાસુદ બીજને દિવસે પ્રાતઃકાલે સૂર્યોદય સમયે શતભિષા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે ચંપાનગરીથી બહાર વિહારગ્રહ-ઉદ્યાનમાં પાલવૃક્ષની નીચે પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. વાસુપૂજ્ય સ્વામીના સમવસરણ મધ્યે રચાયેલ ચૈત્યવૃક્ષ ૮૪૦ ધનુષ ઊંયુ હતું. કેવલજ્ઞાનના દિવસે જ પ્રથમ સમવસરણમાં ચાતુર્વર્ણ સંઘ રૂપ તીર્થ પ્રવર્તન થયેલ. 1 વાસુપૂજ્ય સ્વામીએ ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિક રૂપ ચારિત્ર જ હતું (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું) પ્રભુના શાસનના સાધુસાધ્વીજીઓમાં સુઆગેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે તેઓને ધર્મોપદેશ પામવો સુગમ હતો. વાસુપૂજ્ય સ્વામીને ૬૬ ગણ થયા. ૬૬ ગણધર થયા. (સમવાયાંગ અને તિર્થોદ્દગાલિત અનુસાર ૬ર ગણ અને ૬ર ગણધરનો ઉલ્લેખ છે) પ્રભુના પ્રથમ શિષ્યનું નામ સુહમ હતું. પ્રથમ શિષ્યાનું નામ ધરણી હતું. તેઓની ઉત્કૃષ્ટ સંપદા – શ્રમણોની ૭૨,૦૦૦, શ્રમણીઓની ૧,૦૩,૦૦૦ (હારિભકીયવૃત્તિ ટીપ્પણક આદિમાં એક લાખ સંખ્યા છે.) શ્રાવકોની ૨,૧૫,૦૦૦, શ્રાવિકાઓની ૪,૩૬,૦૦૦ની હતી. વાસુપૂજ્ય સ્વામીના શિષ્યોમાં ૫,૪૦૦ અવધિજ્ઞાની, ૬,૦૦૦ મન:પર્યવજ્ઞાની, ૬,૦૦૦ કેવલજ્ઞાની મુનિ, ૧,૨૦૦ ચૌદ પૂર્વધર, ૧૦,૦૦૦ વૈક્રિય લબ્ધિધર અને ૪,૭૦૦ વાદમુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. પ્રભુ ચોપન લાખ વર્ષ શ્રમણ પર્યાયમાં રહ્યા. જેમાં ફક્ત એક માસ છગ્ગસ્થ રૂપે રહ્યા. તે સિવાયનો કાળ કેવલીરૂપે વ્યતીત કર્યો. બોંતેર લાખ વર્ષનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસનું અનશન કર્યું. અષાઢ સુદ ચૌદશના દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે ૬૦૦ મુનિવરો સહિત ચંપાનગરીએ નિર્વાણ પામ્યા યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા. વાસુપૂજ્ય સ્વામીના નિર્વાણ બાદ ૩૦ સાગરોપમનો કાળ વીત્યા બાદ તેરમા તીર્થકર શ્રી વિમલનાથ થયા. ૦ આગમ સંદર્ભ :ઠા ૧૧૬, ૧૧૪, ૫૭૧; સમ. ૪૯, ૫૩, ૫૪, ૧૪૭, ૧૪૮, ૨૬૦ થી ૩૧૧ મધ્યે. ભગ ૭૯૪; આવ મૂ૪ થી ૬ આવનિ ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૩ર૦, ૩૨૩ થી ૩૨૯, ૩૭૬ થી ૩૯૦, ૧૦૮૫, આવયૂ.૧–પૂ. ૧૫૭ થી ર૧૭; આવ.મ.પૃ. ૨૦૪ થી ૨૧૪; નંદી. ૧૮; | તિત્વો. ૩૨૫, ૩૪૨, ૩૬૨, ૩૯૨, ૪૪૯, ૪૫૯, ૪૭૫; કલ્પ ૧૭૯; Page #132 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભવિમલ (માહિતી) ૧૩૧ (૧૩) ભવિમલ કથાનક (બોલ સંગ્રહ રૂપે) આ અવસર્પિણીમાં જંબૂતીપના ભરતક્ષેત્રમાં તેરમા તીર્થંકર ભગવંત શ્રી વિમલનાથ થયા. તેઓ પૂર્વના મનુષ્યભવમાં સુંદર નામે માંડલીક રાજા હતા. તે ભવે દીક્ષા ગ્રહણ કરી. અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે ભવે જ તીર્થંકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને સહસ્ત્રાર દેવલોકે ઉત્પન્ન થયા. ત્યાં ૧૮ સાગરોપમનું દેવ આયુ ભોગવ્યું. દેવતાના ભાવથી ઍવીને તેઓ કંપિલ્લપુર–નગરીમાં કૃતવર્મા રાજાની પત્ની શ્યામા રાણીની કુલિમાં વૈશાખ સુદ બારસના દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે શ્યામામાતા ગજ–વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા. (આવશ્યક નિર્યુક્તિ-૩૮૫માં માતાનું નામ “મા” લખ્યું છે). મહાસુદ ત્રીજને દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે કંપિલપુર–નગરમાં ભવિમલનો જન્મ થયો. પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા ત્યારે શ્યામામાતાની બુદ્ધિ અને શરીર અતીવ વિમલ (નિર્મલ) થયા. તેથી પ્રભુનું “વિમલ” નામ રખાયું. બીજો અર્થ એ કે, “જેમનામાંથી મળ ચાલ્યો ગયો છે તેવા અથવા જેના જ્ઞાનાદિ વિમલ છે તેવા અથવા જ્ઞાન, દર્શન, શરીરના વિમલપણાથી તેઓ વિમલ કહેવાયા. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ સુવર્ણપ્રભા સમાન હતો. તેમનું લાંછન વરાહ (સુવર) હતું. ભ, વિમલ બાલ્યભાવ છોડી યૌવનને પામ્યા ત્યારે તેમના લગ્ન થયા. તેઓ પંદર લાખ વર્ષ કુમાર અવસ્થામાં રહ્યા. ત્રીસ લાખ વર્ષ માંડલીક રાજા રૂપે રાજ્ય ભોગવ્યું. એ રીતે ૪૫ લાખ વર્ષ તેઓ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. ૬૦ ધનુષની ઊંચાઈવાળા આ પ્રભુ ત્યાર પછી દીક્ષા લેવાને માટે ઉદ્યત થયા. વિષયો (ઇન્દ્રિય ધર્મ અને રાજ્યનો પરિત્યાગ કરી, મહાસુદ ચોથના દિવસે સુપ્રભા (વિમલા) શિબિકામાં બેસીને, દિવસના પાછલા પ્રહરમાં વિમલનાથ ભગવંત કંપિલપુર નગરથી દીક્ષા લેવાને માટે નીકળ્યા. તે વખતે તેમની ઉમરની પાછલી વય હતી. પ્રભુએ છઠનો તપ કરેલો. તે જ દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં ૧,૦૦૦ પુરષો સહિત દીક્ષા લીધી. દીક્ષા ગ્રહણ કર્યાના બીજા જ દિવસે શ્રી વિમલનાથ પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. ધાન્યકૂટ નગરીમાં જય નામના ગાથાપતિએ અમૃતના રસ જેવી ખીર (પરમાન્ન) વહોરાવી, ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ, રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. વિમલનાથ પ્રભુ બે માસ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્રતપ કર્યો. તે કાળે વિમલનાથ પ્રભુએ છઠનો તપ કરેલ હતો. એકરાત્રિકી પ્રતિમા વહન કરેલી. ત્યારે પોષસુદ છઠના દિવસે પ્રાતઃકાળે સૂર્યોદય સમયે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રનો ચંદ્રમા સાથે યોગ થયો ત્યારે કંપિલ્લપુર નગરથી બહાર સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં જંબૂ નામના વૃક્ષની નીચે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. વિમલનાથ પ્રભુના સમવસરણમાં રચાયેલ ચૈત્યવૃક્ષ ૭૨૦ ધનુષુ ઊંચુ હતું. કેવળજ્ઞાનના દિવસે જ પ્રથમ સમવસરણમાં ચાતુર્વર્ણ સંઘરૂપ તીર્થ પ્રવર્તન થયેલ. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ આગમ કથાનુયોગ-૧ વિમલનાથ ભગવંતે ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર જ હતું. (દોપસ્થાપનીય ચારિત્ર ન હતું. તેમના શાસનના સાધુસાધ્વીજીઓમાં સુઆધ્યેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે તેઓને ધર્મોપદેશ પામવો સુગમ હતો. વિમલનાથ પ્રભુને પ૭ ગણ થયા, પ૭ ગણધર થયા. (સમવાયાંગમાં ૫૬ ગણ અને પ૬ ગણધરનો ઉલ્લેખ છે.) પ્રભુના પ્રથમ શિષ્યનું નામ મંદિર હતું. પ્રથમ શિષ્યાનું નામ ધરણિધરા હતું. તેઓની ઉત્કૃષ્ટ સંપદા – શ્રમણોની ૬૮,૦૦૦, શ્રમણીઓની એક લાખ, (હારિભદ્રીયવૃત્તિ ટીપ્પણક, પ્રવચન સારોદ્ધાર આદિ પ્રમાણે ૧,૦૦,૦૦૦) શ્રાવકોની ૨,૦૮,૦૦૦, શ્રાવિકાઓની ૪,૨૪,૦૦૦ની હતી. વિમલનાથ ભગવંતના શિષ્યોમાં ૪,૮૦૦ અવધિજ્ઞાની, ૫,૫૦૦ મન:પર્યવજ્ઞાની, ૫,૫૦૦ કેવલજ્ઞાની મુનિ, ૧,૧૦૦ ચૌદ પૂર્વધર, ૯,૦૦૦ વૈક્રિય લબ્ધિધર અને ૩,૬૦૦ વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. પ્રભુ ૧૫ લાખ વર્ષ શ્રમણ પર્યાયમાં રહ્યા. તેમાં ફક્ત બે માસ છઘસ્થરૂપે રહ્યા, તે સિવાયનો કાળ કેવલીરૂપે વ્યતીત કર્યો. ૬૦ લાખ વર્ષનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસનું અનશન કરેલા એવા વિમળનાથ ભગવંત અષાઢ વદ સાતમ (ગુજરાતી જેઠવદ૭)ને દિવસે ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ૬,૦૦૦ મુનિવરો સહિત સમેતશિખર પર્વત નિર્વાણ પામ્યા. યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા. વિમલનાથ પ્રભુના નિર્વાણ બાદ નવ સાગરોપમનો કાળ વીત્યા બાદ ચૌદમા તીર્થકર અનંતનાથ પ્રભુ થયા. - ઐરાવત ક્ષેત્રમાં તીર્થકર “સિંહસેન ભવિમલનાથના સમકાલીન હતા. ૦ આગમ સંદર્ભ :ઠા. ૧૧૬, ૪૪૬, ૫૧૪; સમ ૪૯, ૫૩, ૨૪, ૧૩૪, ૧૩૮, ૨૬૦ થી ૩૧૧ મધ્યે. ભગ. ૭૯૪; આવ મૂ. ૪ થી ૬; આવનિ ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૩૨૩, ૩૨૩ થી ૩૨૯, ૩૭૬ થી ૩૦, ૧૦૮૬; આવયૂ ૧–પૃ. ૧૫૭, ૨૧૭; આવ.મ. ૨૦૮ થી ૨૧૪, ૨૩૭ થી– નંદી. ૧૮; તિલ્યો. ૩૨૫, ૩૨૬, ૩૪૦, ૩૬૩, ૩૯૨, ૪૦૬, ૪૭૬; કલ્પ. ૧૭૮; Page #134 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ અનંત (માહિતી) ૧૩ ૩. (૧૪) ભ.અનંત-કથાનક (બોલ સંગ્રહ રૂપે) આ અવસર્પિણીમાં જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં ચૌદમા તીર્થંકર ભગવંત શ્રી અનંતનાથ થયા. તેઓ પૂર્વના મનુષ્યભવમાં માહિદ્ નામે માંડલીક રાજા હતા. તે ભવે દીક્ષા ગ્રહણ કરી. અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે ભવે જ તીર્થંકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને પ્રાણત કલ્પે દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં વીશ સાગરોપમનું દેવ-આયુ ભોગવ્યું. દેવતાના ભવથી ઍવીને તેઓ અયોધ્યા નગરીમાં સિંહસેન રાજાની પત્ની સુજસા રાણીની કુક્ષિમાં શ્રાવણવદ-સાતમ (ગુજરાતી અષાઢ વદ-૭)ના દિવસે રેવતી નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે પુત્ર રૂપે ઉત્પન્ન થયા. તે વખતે સુજસા માતા ગજવૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા. વૈશાખ વદ-તેરસ (ગુજરાતી-ચૈત્ર વદ-૧૩)ને દિવસે રેવતી નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે અયોધ્યાનગરીમાં ભ અનંતનો જન્મ થયો. પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા ત્યારે સુજસા માતાએ અનંત (અતિ મોટા પ્રમાણમાં) રત્નોનું બનેલ દામ (કુંભ) સ્વપ્નમાં જોયેલ. તેથી પ્રભુનું અનંત નામ રખાયું. બીજો અર્થ એ કે – અનંતા કર્મોને જીત્યા હોવાથી અથવા અનંત જ્ઞાનાદિને લીધે પ્રભુ અનંત કહેવાયા. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ સુવર્ણ પ્રભા સમાન હતો. તેમનું લાંછન યેન (સીંચાણો) પક્ષી હતું. (પ્રભુ ગર્ભમાં હતા ત્યારે રાજા સિંહસેને શત્રુના અનંત બલને જીતેલ તેથી પ્રભુ અનંતજિતુ નામે પણ ઓળખાતા હતા). ભ૦ અનંત બાલ્યભાવ છોડી યૌવનને પામ્યા ત્યારે તેમના લગ્ન થયા. પ્રભુ સાડા સાત લાખ વર્ષ કુમાર અવસ્થામાં રહ્યા. ૧૫ લાખ વર્ષ તેમણે માંડલીક રાજા રૂપે રાજ્ય ભોગવ્યું. એ રીતે સાડા બાવીશ લાખ વર્ષ તેઓ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. પ૦ ધનુષની ઊંચાઈવાળા આ પ્રભુ પછી દીક્ષા લેવાને ઉદ્યત થયા. વિષયો (ઇન્દ્રિય ધર્મ અને રાજ્યનો પરિત્યાગ કરી, વૈશાખ વદ ચૌદશ (ગુજરાતી ચૈત્રવદ–૧૪)ને દિવસે પંચવર્ણા નામની શિબિકામાં બેસીને, દિવસના પાછલા પ્રહરમાં અનંતનાથ ભગવંત અયોધ્યાનગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેમની ઉમરની પાછલી વય હતી. તેમણે છઠ તપ કર્યો હતો. તે જ દિવસે રેવતી નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે સહસ્ત્રાપ્રવન-ઉદ્યાનમાં પ્રભુએ ૧,૦૦૦ પુરુષો સહિત દીક્ષા લીધી. દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી અનંતનાથ પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. વર્તમાન નગરીમાં વિજય નામક ગાથાપતિએ અમૃતના રસ જેવી ખીર (પરમાન્ન) વહોરાવી – ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. અનંતનાથ પ્રભુ ત્રણ વર્ષ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ કર્યો. તે કાળે અનંતનાથ પ્રભુએ છઠનો તપ કરેલ હતો. એક રાત્રિકી પ્રતિમા વહન કરેલી. ત્યારે વૈશાખ વદ-ચૌદશ (ગુજરાતી ચૈત્ર વદ–૧૪)ને દિવસે પ્રાતઃકાળે સૂર્યોદય Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ આગમ કથાનુયોગ-૧ સમયે રેવતી નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે અયોધ્યા નગરી બહાર સહસ્ત્રાપ્રવન-ઉદ્યાનમાં અશ્વત્થ વૃક્ષની નીચે પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. અનંતનાથ પ્રભુના સમવસરણમાં રચાયેલ ચૈત્યવૃક્ષ ૬૦૦ ધનુષ ઊંચું હતું. કેવળજ્ઞાનના દિવસે જ પ્રથમ સમવસરણમાં ચાતુર્વર્ણ સંઘ રૂ૫ તીર્થ પ્રવર્તન થયું. અનંતનાથ પ્રભુએ ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર જ હતું (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું) તેમના શાસનના સાધુસાધ્વીજીઓમાં સુઆધ્યેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે તેઓને ધર્મોપદેશ પામવો સુગમ હતો. અનંતનાથ પ્રભુને ૫૦ ગણ થયા. પ૦ ગણધર થયા. (સમવાયાંગ ગણ અને ગણધરની સંખ્યા ૫૪–૫૪ જણાવેલ છે) પ્રભુના પ્રથમ શિષ્યનું નામ “જશ” હતું. પ્રથમ શિષ્યાનું નામ “પા” હતું. તેઓની ઉત્કૃષ્ટ સંપદા – શ્રમણોની ૬૬,૦૦૦, શ્રમણીઓની ૧,૦૦,૦૦૦ (હારિભદ્રીયવૃત્તિ ટીપ્પણક, પ્રવચન સારોદ્વાર આદિ મતે ૬૨,૦૦૦ શ્રમણી હતા), શ્રાવકોની ૨,૦૬,૦૦૦ અને શ્રાવિકાઓની ૪,૧૪,૦૦૦ની હતી. અનંતનાથ ભગવંતના શિષ્યોમાં ૪,૩૦૦ અવધિજ્ઞાની, ૫,૦૦૦ મન:પર્યવજ્ઞાની, ૫,૦૦૦ કેવળજ્ઞાની મુનિ, ૧,૦૦૦ ચૌદપૂર્વી, ૮,૦૦૦ વૈક્રિયલબ્ધિધર અને ૩,૨૦૦ વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. (ત્રિષષ્ઠીમાં ચૌદપૂર્વી, મન:પર્યવજ્ઞાની.. સંખ્યામાં ભિન્નતા છે) પ્રભુ સાડાસાત લાખ વર્ષ શ્રમણ પર્યાયમાં રહ્યા. જેમાં ત્રણ વર્ષ છદ્મસ્થરૂપે રહ્યા, તે સિવાયનો કાળ કેવલીરૂપે નિર્ગમન કર્યો. ત્રીસ લાખ વર્ષનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસનું અનશન કર્યું. એવા અનંતનાથ ભગવંત ચૈત્રસુદ પાંચમને દિવસે રેવતી નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ૭,૦૦૦ મુનિવરો સહિત સમેત શિખર પર્વત નિર્વાણ પામ્યા યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા. અનંતનાથ પ્રભુના નિર્વાણ બાદ ચાર સાગરોપમનો કાળ વ્યતીત થયા બાદ પંદરમાં તીર્થકર ધર્મનાથ સ્વામી થયા. ૦ આગમ સંદર્ભ :ઠા ૧૧૬, ૪૪૭, ૨૧૪; સમ ૪૯, ૫૩, ૫૪,૧૨૮,૧૩૨, ર૬૦ થી ૩૧૧ મધ્યે, ભગ. ૭૯૪; આવ.મૂ. ૪ થી ૬; આવ.નિ ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૩૨૦, ૩૨૩ થી ૩૨૯, ૩૭૬ થી ૩૯૦, ૧૦૮૬ આવ.યૂ૧–૫૧૫૭, ૨૧૭; નંદી. ૧૮; તિત્વો. ૩૨૭, ૩૪૫, ૩૬૨, ૩૯૨, ૪૫૦, ૪૬૮, ૪૭૭; કલ્પ. ૧૭૭; Page #136 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ૦ધર્મ (માહિતી) ૧૩૫ (૧૫) ભ,ધર્મ-કથાનક (બોલ સંગ્રહ રૂપે). આ અવસર્પિણીમાં જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં પંદરમાં તીર્થકર ભગવંત શ્રી ધર્મનાથ થયા. તેઓ પૂર્વના મનુષ્યભવમાં સિંદુરથ નામે માંડલીક રાજા હતા. તે ભવમાં દીક્ષાગ્રહણ કરી, અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે ભવે જ તીર્થંકર નામ કર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને વિજય નામક અનુત્તર વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં ૩૨ સાગરોપમનું દેવ-આયુ ભોગવ્યું. દેવતાના ભવથી ચ્યવીને તેઓ રત્નપુરીનગરીમાં ભાનુ રાજાની પત્ની સુવતા રાણીની કુક્ષિમાં વૈશાખ સુદ સાતમને દિવસે પુષ્ય નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે સુવ્રતામાતા ગજ-વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા. મહાસુદ ત્રીજને દિવસે પુષ્ય નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે રત્નપુરી નગરીમાં ભ૦ધર્મનો જન્મ થયો. પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા ત્યારે સુવ્રતામાતા દાન-દયા આદિ અધિકાર રૂપ વિશેષ ધર્મવતી થયા તેથી પ્રભુનું નામ ધર્મ રખાયું. બીજો અર્થ એ કે, દુર્ગતિમાં પડતા સર્વ જીવ સમૂહને ધારી રાખે છે. (દુર્ગતિમાં પડતા અટકાવવા સમર્થ છે) માટે તે “ધર્મ” નામે ઓળખાયા. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ સુવર્ણ પ્રભા સમાન હતો. તેમનું લંછન વજ હતું. ભ૦ધર્મ બાલ્યભાવ છોડી યૌવનને પામ્યા ત્યારે તેના લગ્ન થયા. તેઓ અઢી લાખ વર્ષ કુમાર અવસ્થામાં રહ્યા. પાંચ લાખ વર્ષ તેમણે માંડલીક રાજા રૂપે રાજ્ય ભોગવ્યું. એ રીતે સાડા સાત લાખ વર્ષ સુધી તેઓ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. ૪૫ ધનુષની ઊંચાઈ વાળા આ પ્રભુ પછી દીક્ષા લેવાને માટે ઉદ્યત થયા. વિષયો (ઇન્દ્રિયધર્મ) અને રાજ્યનો પરિત્યાગ કરી, મહાસુદ તેરસના દિવસે સાગરદત્તા નામની શિબિકામાં બેસીને, દિવસના પાછલા પ્રહરમાં ધર્મનાથ ભગવંત રત્નપુરીનગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેમની ઉમરની પાછલી વય હતી. તેમણે છઠનો તપ કર્યો હતો. તે જ દિવસે પુષ્ય નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે વપ્રગા નામક ઉદ્યાનમાં પ્રભુએ ૧,૦૦૦ પુરુષો સહિત દીક્ષા લીધી. દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી ધર્મનાથ પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. સોમનસ નગરમાં ધર્મસિંહ નામક ગાથાપતિએ અમૃતના રસ જેવી ખીર (પરમાત્ર) વહોરાવી – ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. ધર્મનાથ પ્રભુ બે વર્ષ છઘસ્થ અવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ કર્યો. તે કાળે ધર્મનાથ પ્રભુએ છઠનો તપ કરેલ હતો. એકરાત્રિકી પ્રતિમા વહન કરેલી. ત્યારે પોષસુદ-પૂર્ણિમાના પ્રાત:કાળે સૂર્યોદય સમયે પુષ્ય નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે રત્નપુરી નગરી બહાર વપ્રગા નામક ઉદ્યાનમાં દધિપર્ણ વૃક્ષની નીચે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ધર્મનાથ પ્રભુના સમવસરણમાં રચાયેલ ચૈત્યવૃક્ષ ૫૪૦ ધનુષુ ઊંચુ હતું. કેવળજ્ઞાનના દિવસે પ્રથમ સમવસરણમાં જ ચાતુર્વર્ણ સંઘ રૂપ તીર્થ પ્રવર્તન કરેલ. Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ આગમ કથાનુયોગ-૧ ધર્મનાથ ભગવંતે ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર જ હતું. (દોપસ્થાપનીય ચારિત્ર ન હતું) પ્રભુના શાસનના સાધુસાધ્વીજીઓમાં સુઆગેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને આચરણાને લીધે તેઓને ધર્મોપદેશ પામવો સુગમ હતો. ધર્મનાથ ભગવંતને ૪૩ ગણ થયા, ૪૩ ગણધર થયા. (સમવાયાંગમાં ૪૮ ગણ, ૪૮ ગણધરનો ઉલ્લેખ છે) પ્રભુના પ્રથમ શિષ્યનું નામ “અરિષ્ટ' હતું. પ્રથમ શિષ્યાનું નામ શિવા” હતું. તેઓની ઉત્કૃષ્ટ સંપદા – શ્રમણોની ૬૪,૦૦૦, શ્રમણીઓની ૬૨,૪૦૦, શ્રાવકોની ૨,૦૪,૦૦૦ (ત્રિષષ્ઠી. આદિમાં ૨,૪૦,૦૦૦ જણાવેલ છે), શ્રાવિકાઓની ૪,૧૩,૦૦૦ની હતી. ધર્મનાથ ભગવંતના શિષ્યોમાં ૩,૬૦૦ અવધિજ્ઞાની, ૪,૫૦૦ મન:પર્યવજ્ઞાની, ૪,૫૦૦ કેવલજ્ઞાની મુનિ, ૯૦૦ ચૌદ પૂર્વધર, ૭,૦૦૦ વૈક્રિયલબ્ધિધર અને ૨,૮૦૦ વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. પ્રભુ અઢી લાખ વર્ષ શ્રમણ પર્યાયમાં રહ્યા. જેમાં બે વર્ષ છઘસ્થ રૂપે હતા. તે સિવાયનો સર્વ કાળ કેવલીપણે વિચરણ કર્યું. દશ લાખ વર્ષનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસનું અનશન કરેલા એવા ધર્મનાથ પ્રભુ જેઠ સુદ-પાંચમના દિવસે પુષ્ય નક્ષત્રમાં ચંદ્રમાનો – યોગ પ્રાપ્ત થયો ત્યારે ૧૦૮ મુનિવરો સાથે સમેત શિખર પર્વત પર નિર્વાણ પાખ્યા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા. ધર્મનાથ પ્રભુના નિર્વાણ બાદ ત્રણ ચતુર્થાશ પલ્યોપમ ન્યૂન એવો ત્રણ સાગરોપમ કાળ વીત્યા બાદ સોળમાં તીર્થકર શાંતિનાથ પ્રભુ થયા. ૦ આગમ સંદર્ભ :ઠા. ૧૧૬, ૨૪૨, ૪૪૭, ૧૧૪, ૯૩૦; સમ. ૪૯, ૫૩, ૨૪, ૧૨૧, ૧૨૬, ૨૬૦ થી ૩૧૧ મળે, ભગ. ૭૯૪; આવ મૂ ૪ થી ૬; આવ.નિ. ૨૦૯ થી ૩૧૧, ૩૧૯, ૩૨૦, ૩૨૩ થી ૩૨૯, ૩૭૬ થી ૩૦, ૧૦૮૬, આવ.યૂ.૧–પૃ. ૧૫૭, ૨૧૭; નિંદી. ૧૯; તિલ્યો. ૩૪૧, ૩૬૩, ૩૯૨, ૪૦૬, ૪૫૦, ૪૬૮, ૪૭૮; કલ્પ. ૧૭૬; – ૪ – ૪ – Page #138 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર-ભશાંતિ-કથા ૧૩૭ (૧૬) ભશાંતિ-કથાનક (પાંચમાં ચક્રવર્તીરૂપે તથા બોલસંગ્રહયુક્ત) આ અવસર્પિણીમાં જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સોળમા તીર્થંકર ભગવંત શ્રી શાંતિનાથ થયા, જે બાર ચક્રવર્તીમાંના પાંચમાં ચક્રવર્તી પણ હતા. તેઓ પૂર્વના મનુષ્યભવમાં મેઘરથ નામે માંડલીક રાજા હતા. -૦- મેઘરથ રાજાનો ભવ :- આ જંબૂદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી નામની વિજયમાં પંડરીકિણી નામે એક નગરી હતી. ત્યાં ધનરથ નામે રાજા હતો. તેને પ્રીતિમતી અને મનોરમા નામે પત્નીઓ હતી. રૈવેયક વિમાનથી ચ્યવીને એક દેવ પ્રીતિમતીની કુક્ષિમાં ઉત્પન્ન થયો, તે વખતે પ્રીતિમતી રાણીએ સ્વપ્નમાં અમૃત સમાન જળ વરસાવતા મેઘને જોયો. રાણીએ સવારે રાજાને જ્યારે સ્વપ્નની વાત કરી ત્યારે રાજાએ કહ્યું કે, હૃદયમાં ઉદ્ભવેલા સંતાપને હરનાર મેઘ સમાન પુત્રને તું જન્મ આપીશ. ગર્ભકાળ પૂર્ણ થતા પ્રીતિમતી રાણીએ પુત્રને જન્મ આપ્યો. સ્વપ્નદર્શન અનુસાર તેનું મેઘરથ એવું નામ પાડ્યું. પોતાની રાણીઓ સાથે ભોગ ભોગવતા ધનરથ રાજાએ ઘણો કાળ નિગર્મન કર્યો. તેમના પુત્રો પણ યુવાન થયા. તે વખતે લોકાંતિક દેવોએ આવીને ધનરથ રાજાને બોધ પમાડ્યા. (દીક્ષાના અવસરની જાણ કરી). ધનરથ રાજાએ વાર્ષિક દાન આપ્યું. મેઘરથકુમારને રાજ્ય સોંપ્યું. મનોરમા રાણીના પુત્ર દઢરથને યુવરાજ પદે સ્થાપી, દીક્ષા લીધી, કેવલજ્ઞાન પામી, ભવ્ય જીવોને પ્રતિબોધ કર્યા. એક વખત રાજા મેઘરથ પૌષધ (વ્રત) ધારણ કરીને રહેલા હતા. તે વખતે ભયથી વ્યાકુળ બનેલ એક પારાપત (કબૂતર) તેના ખોળામાં (શરણમાં આવીને પડ્યું. મનુષ્યની ભાષામાં તે પક્ષીએ રાજા પાસે શરણું માંગ્યું. રાજાએ કહ્યું કે તું ભયભીત ન થઈશ. મારા ખોળામાં સુખેથી રહી શકી. ત્યાં એક યેન (બાજ પક્ષી) આવ્યું. રાજાને કહ્યું કે, હે દેવ ! આ મારું ભલ્ય (ખોરાક) છે, તમે તેને છોડી દો. રાજાએ કહ્યું કે, તે યેન ! હું કોઈપણ સંજોગોમાં આ પક્ષી તને નહીં આપું કેમકે ક્ષત્રિયો પોતાના શરણે આવેલાનું પ્રાણાન્ત પણ રક્ષણ કરે છે. તે વિવેકી (શ્યન) ! તારા પ્રાણને પોષવા માટે બીજાના પ્રાણ લેવા, તે તારા માટે પણ યોગ્ય નથી. જેમ તને તારું જીવન પ્રિય છે, તેમ બીજા જીવને પણ પોતાનું જીવન પ્રિય હોય છે. તેથી જેમ તું તારું રક્ષણ કરે છે તેમ બીજાનું પણ તારે રક્ષણ કરવું જોઈએ. – કદાચ આ પક્ષીનું ભક્ષણ કરવાથી ક્ષણવારને માટે તું તૃપ્તિ પામીશ, પણ આ પક્ષીના તો સર્વ પ્રાણોનો નાશ થશે. બીજાનો આહાર કરવાથી તને ઉત્પન્ન થયેલ ભુખનું દુઃખ તો ક્ષણવાર માટે જ નાશ પામશે, પણ જીવહિંસાથી પ્રાપ્ત નરકની વેદના લાંબાગાળે પણ નાશ નહીં પામે. માટે તું પ્રાણિની હિંસાનો ત્યાગ કરી ધર્મનો આશ્રય કર. જે તને આ ભવ–પરભવમાં ઉત્તમ સુખ આપશે. ત્યારે તે શ્યને પણ મનુષ્ય ભાષામાં તે મેઘરથ રાજાને કહ્યું કે, આ કબૂતરે મારાથી ભયભીત થઈને આપનું શરણ સ્વીકાર્યું છે. પણ ભુખના દુઃખથી વ્યથિત એવો હું કોનું શરણ લઉં ? જો તમે આ કબૂતરનું રક્ષણ કરો છો તો મારું પણ રક્ષણ કરો. ધર્મ-અધર્મના વિચારો તો શરીર સ્વસ્થ (ભરેલા પેટે) હોય Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ આગમ કથાનુયોગ-૧ ત્યારે આવે. પણ ભુખ્યો જીવ કયુ પાપ કરતો નથી? હે રાજનું! બીજું કંઈપણ ભક્ષણ કરવાથી મને તૃપ્તિ થશે નહીં, હું તો તુરંત જ આને મારીને ભક્ષણ કરીશ. હું ભુખથી તરફડી રહ્યો છું માટે તમે જલદી મારા ભક્ષ્યને આપી દો. ત્યારે મેઘરથ રાજાએ તે યેન પક્ષીને કહ્યું, હું તને આ કબૂતરના પ્રમાણ જેટલું મારું માંસ કાપીને આપું, જેથી તારે ભૂખથી તડપવું ન પડે. યેન પક્ષીએ તે વાત કબૂલ કરી, રાજાએ ત્રાજવાના એક પલ્લામાં તે કબૂતરને મૂક્યું, બીજા પલ્લામાં પોતાના શરીરમાંથી માંસ કાપીને મૂક્યું. જેમ જેમ રાજા પોતાના શરીરનું માંસ કાપીકાપીને પલ્લામાં મુકતો ગયો તેમ તેમ કબૂતરવાળા પલ્લાનો ભાર વધતો ગયો. તેથી રાજાએ પોતે જ એક પલ્લામાં પોતાના શરીરને મૂકી દીધું. તે જોઈને તેના મુખ્યમંત્રી ગદ્ગદીત થઈ બોલ્યા, હે રાજન્ ! એક પક્ષીના રક્ષણ માટે તમે જાતને હોમી દીધી. હે રાજન્ કદાપી આ પક્ષીનો આટલો ભાર હોઈ ન શકે, નક્કી આ કોઈ માયાવી દેવ કે અસુર જણાય છે. આટલો સંવાદ સાંભળી દિવ્ય અલંકાર યુક્ત એવો દેવ પ્રગટ થયો. તે દેવે બે હાથ જોડી રાજાને કહ્યું કે, જ્યારે ઈશાન અને શક્ર ઇન્દ્રએ તમારી સ્તુતિ કરતા કહ્યું કે, રાજા મેઘરથને ચલાયમાન કરવા દેવ પણ સમર્થ નથી, ત્યારે મારાથી તે પ્રશંસા સહન ન થઈ, તેથી હું તમારી પરીક્ષા કરવા આવેલ. હે રાજન્ ! ખરેખર તમે મહાસત્વશાળી છો, તમને ધન્યવાદ છે કે તમે એક જીવના રક્ષણ માટે તમારા પોતાના પ્રાણને તૃણ સમાન પણ ગણતા નથી. એ પ્રમાણે રાજાની સ્તુતિ કરી તે દેવ સ્વર્ગમાં ગયો. મંત્રી વગેરે પણ તે જોઈને વિસ્મય પામ્યા. ઇશાનેન્દ્ર એ પણ મેઘરથ રાજાના સત્વની પ્રશંસા કરી. તે વખતે મહિષિ દેવે તે પ્રશંસા સાંભળી રાજાને ચલાયમાન કરવા કામવૃક્ષ સર્દશા કામિનીઓ (સુંદર સ્ત્રીઓ) વિકુર્તી, અનુકૂળ ઉપસર્ગનો આરંભ કર્યો. કોઈ નયનોના તીર ચલાવતી, કોઈ કમર લચકાવતી, કોઈ ભ્રમર વિભ્રમ કરતી, કોઈ સુવર્ણઘટ સમાન ઉન્નત પયોધરવાળી પીન સ્તની, કોઈ માથાના વાળને બાંધતી-છોડતી. કોઈ ત્રણ વલય યુક્ત પાતળી કમરને દેખાડતી, કોઈ સુંદર વાવડી સમાન નાભિને વારંવાર ખુલ્લી કરતી, કોઈ વસ્ત્રોને વારંવાર ઊંચા કરીને સાથળ-જાંઘના મૂળને દેખાડતી, કોઈ સ્તનોને પ્રદર્શિત કરતી, કોઈ વૃંગારયુક્ત સ્મિત કરતી, કોઈ વિકાર ઉત્પાદક ગીતો ગાતી, કોઈ પ્રિયજન વિયોગની વાતો કરતી, કોઈ પોતે અનુભવેલ રતિક્રીડાના વર્ણન કરતી હતી. તેણી પ્રાર્થના કરતી હતી કે, હે રાજનું! તમે અમારી સાથે મીઠી વાત કરો, સૌમ્ય દૃષ્ટિએ અમને જુઓ, બંને હાથ વડે અમને ગળે લગાડો, કોઈ તેમને ક્ષોભાયમાન્ કરવા કુચેષ્ટા પણ કરતી હતી. આવા અનેક પ્રયત્નો પછી થાકીને તે દેવીઓ નમસ્કાર કરી સ્વર્ગ પાછી ગઈ. તે મેઘરથ રાજાએ પણ વિરક્ત રહી પોતાની કાયોત્સર્ગ પ્રતિજ્ઞા પૂર્ણ કરી. પછી ધનરથ ભગવંત ત્યાં પધાર્યાના સમાચાર જાણ્યા ત્યારે મેઘરથ રાજા પરિવાર સહિત તેમના વંદનાર્થે ગયા. પ્રભુની વૈરાગ્ય સભર વાણી સાંભળી પાછો ફર્યો. પછી મેઘરથ રાજાએ અનેક રાણી, પુત્રાદિ પરિવાર સહિત તીર્થકર સમીપે જઈ દીક્ષા ગ્રહણ કરી. મેઘરથ રાજર્ષિએ દીક્ષા લઈ અગિયાર અંગ સૂત્રોનું અધ્યયન કર્યું. Page #140 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર-ભશાંતિ-કથા ૧૩૯ વિવિધ ક્ષેત્રમાં વિચરણ કર્યું. અરિહંત-સિદ્ધ આદિની ભક્તિ પૂર્વક વિશ સ્થાનકની આરાધના કરવા પૂર્વક સરળ–શુભ ભાવો સહિત તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું, સિંનિષ્ક્રીડિત નામનો મહાન તપ કર્યો. એક લાખ પૂર્વ તેમણે ઉગ્ર સંયમનું પાલન કર્યું. અંબરતિલક ગિરિ પર અનશન કરી કાળધર્મ પામીને સર્વાર્થ સિદ્ધ વિમાને દેવતા થયા. ત્યાં ૩૩ સાગરોપમનું દેવઆયુ ભોગવ્યું. ભ૦ શાંતિનો જન્મ :- દેવતાના ભવથી ચ્યવીને તે મેઘરથ રાજાનો જીવ, આ જ ભરત ક્ષેત્રમાં વિપુલ ઋદ્ધિમાન, એવા હસ્તિનાપુર (જેનું બીજું નામ ગજપુર પણ છે.) નગરના પૃથ્વી પર ઇન્દ્રની જેમ શોભતા મહાન્ રાજા “વિશ્વસન"ની પત્ની ઇન્દ્રાણી સદશા એવા “અચિરા' રાણીની કુક્ષિમાં ભાદરવા વદ સાતમ (ગુજરાતી શ્રાવણ વદ–)ને દિવસે ભરણી નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે સુખેથી સુતેલા એવા અચિરા માતાએ પ્રશસ્ત આકારને ધારણ કરેલા એવા ગજ-વૃષભ આદિ ચૌદ મહાસ્વપ્નોને પોતાના મુખ પ્રવેશતા જોયા. રાજાને સ્વપ્નનો અર્થ પૂછતા જાણ્યું કે, અચિરા માતા ભાવિમાં તીર્થકર અથવા ચક્રવર્તી થનારા ઉત્તમ પુત્રને જન્મ આપશે. જ્યારે અચિરા માતાનો ગર્ભકાળ પૂર્ણ થયો ત્યારે જેઠવદ તેરશ (ગુજરાતી વૈશાખ વદ–૧૩)ના દિવસે ભરણી નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ગજપુર નગરમાં રાત્રિના સમયે અચિરા રાણીએ સુખપૂર્વક ભશાંતિને જન્મ આપ્યો. પ્રભુ ગર્ભમાં આવ્યા તે પૂર્વે તે દેશમાં ઉદ્વેગ – મહામારી વગેરે અનેક રોગ આદિ પ્રવર્તતા હતા, શાંતિ માટે પૂજા આદિ અનેક ઉપાયો કરવા છતાં તે ઉપદ્રવો શાંત થતા ન હતા. પ્રભુ ગર્ભમાં આવ્યા પછી તેના પ્રભાવે રોગઅશિવ ઇત્યાદિ સર્વે ઉપદ્રવો શાંત થઈ ગયા. પ્રભુનો જન્મ થયો ત્યારે ત્રણે લોકમાં મહાન્ ઉદ્યોત થયો. નારકીના જીવોને પણ ક્ષણવાર માટે સુખશાંતિનો અનુભવ થયો. ભશાંતિનાથનો જન્મ થયાનું જાણી છપ્પન દિકકુમરી જલ્દીથી ત્યાં આવી સૂતિકર્મ આદિ કર્યું. શક્ર ઇન્દ્ર પણ અવધિજ્ઞાન વડે પ્રભુના જન્મની હકીકત જાણીને પરિવાર સહિત ત્યાં આવ્યા. પ્રભુનો જન્માભિષેક મહોત્સવ કર્યો. (આ સર્વ વર્ણન ભગવંત ઋષભના કથાનક પ્રમાણે જાણી લેવું) યાવત્ સર્વ ઇન્દ્રો – દેવ આદિ અષ્ટાલિકા મહોત્સવ કરી પોત-પોતાના કલ્પ (દેવલોક આદિ સ્થાનોમાં) પાછા ગયા. વિશ્વસેન રાજાને દાસીએ પુત્રજન્મની વધામણી આપી. રાજાએ તેણીને વિપુલ પ્રમાણમાં દાન આપી વિદાય કરી. રાજ્યમાં પુત્રજન્મ મહોત્સવ કર્યો. ૦ “શાંતિ” નામ કેમ? ભગવંતના જન્મ પૂર્વે ઘણો જ ઉપદ્રવ અને અશિવ હતા, પણ ભગવંતના ગર્ભમાં આવ્યા બાદ તે બધું શાંત થઈ ગયુ માટે “શાંતિ” નામ રખાયુ. બીજો અર્થ એ કે, શાંતિને કરનારા હોવાથી અથવા શાંતિ અર્પનારા હોવાથી ભગવંત “શાંતિ" નામે ઓળખાય છે. ૦ ભશાંતિનો ગૃહસ્થકાળ :- ઇન્દ્રએ પ્રભુના અંગુઠામાં સંક્રમાવેલ અમૃતને પીતા-પીતા પ્રભુ પોતાની સુધાને શાંત કરતા એવા જગત્પતિ શાંતિનાથ અદ્વિતીય રૂપ અને તેજથી વૃદ્ધિ પામવા લાગ્યા. અશ્વસેન રાજાના ગૃહરૂપી આંગણમાં સ્વામી જંગમ કલ્પ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ આગમ કથાનુયોગ-૧ વૃક્ષ જેવા શોભી રહ્યા હતા. પ્રભુની સાથે રજક્રીડા કરી પોતાના આત્માને મહામૂલ્ય કરવાને ઈચ્છતા દેવતા આશાતનાથી બીતા બીતા પ્રભુને રમાડતા હતા. કાળક્રમે પ્રભુ યૌવનને પામ્યા. તેમનું વર્ણ સુવર્ણપ્રભા સમાન હતો. પ્રભુ ચાલીશ ધનુષની ઊંચાઈવાળા થયા. તેમનું લાંછન મૃગ (હરણ) હતું. પિતાની આજ્ઞાને સ્વીકારીને શાંતિનાથ પ્રભુએ યૌવન વયે લગ્ન કર્યા. યશોમતિ (સમવાયાંગ મુજબ વિજયા) આદિ કન્યાઓ પણ આવા પતિને પ્રાપ્ત કરીને પોતાને ધન્ય માનતી હતી. ૦ ભશાંતિનું રાજવીપણું - જ્યારે શાંતિનાથ પ્રભુની ઉમર ૨૫,૦૦૦ વર્ષની થઈ ત્યારે વિશ્વસેન રાજાએ તેમનો રાજ્યાભિષેક કર્યા. રાજાએ પોતાનું આત્મહિત સાધવું શરૂ કર્યું અને શાંતિનાથ પ્રભુ માંડલિક રાજા બન્યા. અર્વત્ પ્રભુને પણ નિકાચીત ભોગનીય કર્મ અવશ્ય ભોગવવું પડે છે. સર્વાર્થસિદ્ધ વિમાનથી દઢરથ (મેઘરથના ભવનો તેનો ભાઈ)નો જીવ ચ્યવીને શાંતિનાથ પ્રભુની પટ્ટરાણી યશોમતીની કૃષિમાં પુત્ર રૂપે અવતર્યો. તે વખતે યશોમતી રાણીએ મુખમાં પ્રવેશ કરતા ચક્રને સ્વપ્નમાં જોયું. જ્યારે તેણે આ વાત (શાંતિનાથ) રાજાને જણાવી ત્યારે પ્રભુએ જણાવ્યું કે, તું વિશ્વમાં આભુષણરૂપ એવા એક પુત્રને જન્મ આપીશયશોમતી રાણીએ પણ પૂર્ણ સમયે એક સુલક્ષણા પુત્રને જન્મ આપ્યો. તેનું નામ ચક્રાયુધ પાડ્યું. ૦ ભ. શાંતિનું ચક્રવર્તીપણું :- શાંતિનાથ રાજાને માંડલિક રાજારૂપે રાજ્ય ભોગવતા ૨૫,૦૦૦ વર્ષ પુરા થયા ત્યારે (તેમની ઉંમર ૫૦,૦૦૦ વર્ષ થઈ ત્યારે) તેમની શસ્ત્રશાળામાં એક ચક્ર ઉત્પન્ન થયું. ચક્રપૂજા કરીને પ્રભુ તેને અનુસરતા લીલા માત્રમાં ભારતના છ ખંડને જીતી લીધા. (ખંડ સાધનાનું વિસ્તૃત વર્ણન ભરત ચક્રવર્તી કથાનકમાં આવે છે.) બત્રીસ હજાર રાજાઓ જેની સેવા કરી રહ્યા છે તેવા શાંતિનાથ ષટુ (છ) અરિ વર્ગની જેમ ષટુ ખંડ ભારતને સાધી ગજપુર (હસ્તિનાપુર) નગરે પાછા ફર્યા. ત્યાં દેવતાઓએ અને બીજા રાજાઓએ શાંતિનાથનો ચક્રવર્તી રૂપે અભિષેક કર્યો. ત્યાંના લોકો ખૂબ જ હર્ષિત થયા. ચક્રવર્તીની લક્ષ્મી તથા અંતઃપુરની રાણીઓ સાથે ભોગ ભોગવતા (આઠસો વર્ષ જૂન) ૨૫,૦૦૦ વર્ષ પુરા થયા. ૦ ભશાંતિનાથની દીક્ષા :- શાંતિનાથ પ્રભુ ૨૫,૦૦૦ વર્ષ કુમાર અવસ્થામાં રહ્યા, ૨૫,૦૦૦ વર્ષ માંડલિક રાજારૂપે રહ્યા, ૨૫,૦૦૦ વર્ષ ચક્રવર્તીપણે રહ્યા. એ રીતે ૭૫,૦૦૦ વર્ષ ગૃહસ્થપણામાં વ્યતીત કર્યા. ત્યારે લોકાંતિક દેવોએ આવી પ્રભુને તીર્થ પ્રવર્તાવવા માટે વિનંતી કરી, પ્રભુએ નિદાન રહિતપણે એક વર્ષ પર્યત દાન આપ્યું (વાર્ષિક દાન આપ્યું) પોતાના પુત્ર ચક્રાયુધને રાજ્ય સોંપી દીક્ષા લેવા માટે ઉદ્યત થયા. વિષયો અને છ ખંડ ભારત રાજ્યનો પરિત્યાગ કરી, જેઠવદ-ચૌદશ (ગુજરાતીવૈશાખ વદ-૧૪)ને દિવસે નાગદત્તા નામની શિબિકામાં બેસીને (ઉત્તરાધ્યયન-ભાવ વિજય કૃત વૃત્તિમાં શિબિકાનું નામ “સર્વાથ" જણાવેલ છે. ત્રિષષ્ઠી શલાકા ચરિત્રમાં પણ આ જ નામ છે.) દિવસના પાછલા પ્રહરમાં શાંતિનાથ પ્રભુ ગજપુર નગરથી દીક્ષા લેવાને માટે નીકળ્યા. સુર અસુર અને અન્ય રાજાઓએ પ્રભુના નિષ્ક્રમણનો મહોત્સવ કર્યો. તે વખતે પ્રભુની ઉમરની પાછલી વય હતી. તેમણે છઠનો તપ કર્યો હતો. તે જ દિવસે ભરણી નક્ષત્રમાં Page #142 -------------------------------------------------------------------------- ________________ : તીર્થકર ચરિત્ર–ભશાંતિકથા ૧૪૧ ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે સહસ્ત્રાપ્રવન-ઉદ્યાનમાં પ્રભુએ ૧૦૦૦ પુરુષો સહિત દીક્ષા લીધી. ભગવંતને ચોથુ મન:પર્યવજ્ઞાન પ્રાપ્ત થયું (પ્રત્યેક તીર્થકરને જન્મથી જ ત્રણ જ્ઞાન હોય છે) દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી શાંતિનાથ પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. મંદિર નામક નગરીમાં સુમિત્ર એ અમૃતના રસ જેવી ખીર (પરમાત્ર) વહોરાવીભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધરાજધાની આદિ આર્ય ભૂમિમાં અપ્રતિબદ્ધ વાયુ પેઠે વિચરણ કર્યું. એક વર્ષ એ રીતે ઉગ્ર તપસ્યાપૂર્વક છપસ્થપણામાં વિચરતા-વિચરતા ફરી હસ્તિનાપુરના સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. તે કાળે શાંતિનાથ પ્રભુએ છઠનો તપ કરેલ હતો. એકરાત્રિકી પ્રતિમા વહન કરેલી, પોષ સુદ નોમને દિવસે પ્રાતઃકાળે સૂર્યોદય વેળાએ ભરણી નક્ષત્રમાં ચંદ્રમાંનો યોગ પ્રાપ્ત થયો ત્યારે, ગજપુર નગરની બહાર સહસ્સામ્રવન ઉદ્યાનમાં નંદીવૃક્ષની નીચે શુક્લધ્યાનની ધારાએ ચઢેલા પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ઇન્દ્રાદિ દેવોએ આવી સમવસરણની રચના કરી. તેની મધ્યમાં રચાયેલ ચૈત્યવૃક્ષ ૪૮૦ ધનુષુ ઊંચુ હતું. સમવસરણના પૂર્વ ધારેથી ત્રિભુવન પ્રભુ શાંતિનાથે તેમાં પ્રવેશ કર્યો. સિંહાસન ઉપર પૂર્વ તરફ મુખ રાખીને પ્રભુ બેઠા. ધર્મ કથનનો (દેશનાનો) આરંભ કર્યો. વ્યંતરોએ પણ બાકીની ત્રણ દિશામાં શાંતિનાથ પ્રભુના જેવી જ ત્રણ પ્રતિમા બનાવી. પ્રભુના પ્રભાવ થકી ત્રણે પ્રતિમા સાક્ષાત્ શાંતિનાથ પ્રભુ ત્યાં બિરાજમાન હોય તેવી શોભવા લાગી. ઉદ્યાનપાલકે પણ ચક્રાયુધ રાજા પાસે જલદીથી જઈને પ્રભુના કેવળજ્ઞાન થયાની વાત જણાવી. રાજાએ પણ તેને પ્રીતિદાન કર્યું. રાજા પ્રભુની પાસે જવા, વંદન કરવા, પરમાત્માની સ્તવના કરવા અને સમીહિત ધર્મને શ્રવણ કરવા અતિ ઉત્સુક બન્યો. દેશના સાંભળી જિનેશ્વરને નમન કરી ચક્રાયુધ રાજાએ કહ્યું, હે નાથ ! તમે કરુણા રૂપી અમૃતના સાગર છો, આપ અમારી સામે દૃષ્ટિ કરો, હું ભયથી છળાયેલો છું. ભવરૂપી રાક્ષસથી મને બીક લાગે છે. તે વિભુ ! દીક્ષા રૂપી રક્ષાથી આપ મને અનુગ્રહિત કરો. શાંતિનાથ પ્રભુની અનુમતિ પામી, રાજાએ પોતાના પુત્રને રાજ્ય ભાર સોંપીને ત્યાંને ત્યાં જ તુરંત ૩૫ અન્ય રાજા સહિત દીક્ષા ગ્રહણ કરી. ભગવંત પાસેથી ત્રિપદી પામીને દ્વાદશાંગીને ધારણ કરનારા એવા છત્રીશ ગણધરો થયા. (આવશ્યક નિર્યુક્તિ, ઉત્તરાધ્યયન – ભાવ વિજય–વૃત્તિ, ત્રિષ્ટીચરિત્ર, પ્રવચન સારોદ્ધાર આદિમાં ગણધર સંખ્યા ૩૬ બતાવે છે. જ્યારે સમવાયાંગ ગણધરોની સંખ્યા ૯૦ બતાવે છે. તિર્થંગારિત પયત્રામાં આ સંખ્યા ૪૦ની બતાવેલ છે) બીજા પણ ઘણાં નરનારીઓએ દીક્ષા ગ્રહણ કરી. કેટલાકે શ્રાવકધર્મ પણ સ્વીકાર્યો. એ રીતે પ્રભુના કેવળજ્ઞાનના દિવસે જ પ્રથમ સમવસરણમાં ચાતુર્વણ સંઘરૂપ તીર્થ પ્રવર્તન થયું. શાંતિનાથ પ્રભુએ ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર જ હતું (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું). તેમના સાધુ-સાધ્વીજીઓ સુઆગેયતા આદિ ગુણવાળા હોવાથી તેઓને માટે ધર્મોપદેશ પામવો સુગમ હતો. શાંતિનાથ પ્રભુને ૩૬ ગણ અને ૩૬ ગણધર થયા (સમવાયાંગ મતે ૯૦-૯૦ અને તિર્થોદુગારિત પયત્રાના મતે ૪૦-૪૦ થયા) તેમના પ્રથમ શિષ્યનું નામ ચક્રાહ (ચકાયુધ) હતું. Page #143 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ શ્રમણોની ૬૨,૦૦૦, પ્રથમ શિષ્યાનું નામ સુચિ હતું. પ્રભુની ઉત્કૃષ્ટ સંપદા શ્રમણીઓની ૬૧,૬૦૦, (સમવાયાંગમાં શ્રમણી સંખ્યા ૮૯,૦૦૦ કહી છે.) શ્રાવકોની ૨,૯૦,૦૦૦, શ્રાવિકાઓની ૩,૯૩,૦૦૦ હતી. ૧૪૨ શાંતિનાથ પ્રભુના શિષ્યોમાં ૩,૦૦૦ અવધિજ્ઞાની, ૪,૦૦૦ મન:પર્યવજ્ઞાની, ૪,૩૦૦ કેવળજ્ઞાની મુનિ, ૯,૩૦૦ ચૌદ પૂધર, ૬,૦૦૦ વૈક્રિય લબ્ધિધર અને ૨,૮૦૦ વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. પ્રભુ ૨૫,૦૦૦ વર્ષ શ્રમણ પર્યાયમાં રહ્યા. તેમાં એક વર્ષ છદ્મસ્થરૂપે રહ્યા. ૨૪,૯૯૯ વર્ષ કેવીરૂપે વિચરણ કર્યું. એક લાખ વર્ષનું કુલ આયુષ્ય ભોગવ્યું. નિર્વાણ સમય નજીક જાણી પ્રભુ વિચરતા સમ્મેત શિખર પર્વતે આવ્યા. ત્યાં નવસો મુનિઓ સાથે અનશન સ્વીકાર્યું. એક માસનું અનશન થયું ત્યારે જેઠ વદ તેરશ (ગુજરાતી વૈશાખ વદ– ૧૩)ના દિવસે ભરણી નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પ્રભુ ત્યાં નિર્વાણ પામ્યા યાવત્ સર્વ દુ:ખથી મુક્ત થયા. ત્રણ લોકના પ્રાણીઓને શાંતિદાતા એવા શાંતિનાથ ભગવંતનો વિમુક્તિ મહોત્સવ સુર અને અસુરોએ કર્યો. શાંતિનાથ પ્રભુના નિર્વાણ પછી અડધા પલ્યોપમનો કાળ વ્યતીત થયા બાદ સત્તરમાં તીર્થંકર શ્રી કુંથુનાથ થયા. – પ્રભુના પૂર્વજો કુરુવંશના હતા. (ઠા. ૫૪૨ની વૃત્તિ) ૦ આગમ સંદર્ભ : ઠા. ૧૧૬, ૨૪૨, ૪૪૭, ૫૧૪, ૯૦૭; ઠા. (મુ) ૫૪૨ની વૃ આવ.મૂ. ૫, ૪૨; સમ. ૪૯, ૫૩, ૫૪, ૧૧૬, ૧૫૩, ૧૬૮, ૧૬૯, ૧૭૨, ૨૬૫, ૨૭૦, ૨૭૧, ૨૭૪, ૨૭૮, ૨૮૪, ૨૮૬, ૨૮૮, ૨૮૯, ૨૯૧, ૨૯૪, ૨૯૫, ૨૯૭, ૨૯૯, ૩૦૨, ૩૦૪, ૩૦૬, ૩૦૮, ૩૧૦, ૩૧૨, ૩૧૩, ૩૧૫, ૩૧૭, ૩૨૦; ભગ. ૭૯૪; આવ.નિ. ૧૮૨, ૨૦૯ થી ૨૧૪, ૨૨૬ થી ૨૨૯, ૨૩૧ થી ૨૩૭, ૨૩૯, ૨૪૮, ૨૫૪, ૨૫૫, ૨૫૮, ૨૬૨, ૨૬૪, ૨૬૫, ૨૬૭, ૨૭૦, ૨૭૧, ૨૭૪, ૨૯૪, ૩૦૨, ૩૦૪, ૩૦૬, ૩૧૧, ૩૧૯, ૩૨૧, ૩૨૪, ૩૨૮, ૩૭૧, ૩૭૪, ૩૭૭, ૩૭૯, ૩૮૧, ૩૮૩, ૩૮૬, ૩૯૮, ૩૯૦ થી ૩૯૨, ૩૯૪, ૩૯૫, ૩૯૭ થી ૩૯૯, ૪૦૧, ૧૦૮૭; આવ.૨.૧૫ ૧૫૭, ૨૧૫, ૨૧૭, ૨૦, ૨૨૮; આવ..પૃ.પૃ. ૨૦૬ થી ૨૧૪, ૨૩૭ થી; ઉત્તભાવ.પૃ.પૃ. ૩૪૯ થી ૩૬૭; નંદી. ૧૯; તિત્થો. ૩૨૯, ૩૪૨, ૩૬૩, ૩૯૨, ૪૦૬, ૪૫૦, ૪૫૧, ૪૬૦, ૪૭૯, ૫૫૯; X — x આનિ. ૪૧૫ની રૃ. ઉત્તમૂ ૫૯૭ + કલ્પ. ૧૭૫; Page #144 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભકું-કથા ૧૪૩ (૧૭) ભ કુંથુ-કથાનક : (છઠા ચક્રવર્તીરૂપે તથા બોલ સંગ્રહ યુક્ત) આ અવસર્પિણીમાં જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં સત્તરમા તીર્થંકર ભગવંત શ્રી કુંથુનાથ સ્વામી થયા, તેઓ ભરત ક્ષેત્રમાં થયેલા બાર ચક્રવર્તીમાના છઠા ચક્રવર્તી પણ હતા. તેઓ પૂર્વના મનુષ્યભવમાં “રૂપ્પી” નામે માંડલીક રાજા હતા. (ઉત્તરાધ્યયન-ભાવવિજય વૃત્તિમાં તેમનું સિંહાવહ નામ જણાવેલ છે. ત્રિષષ્ઠી-ચરિત્રમાં પણ આ જ નામ છે.) ૦ રૂપ્પી (અથવા સિંહાવહ) રાજાનો ભવ :- આ જ જંબુદ્વીપમાં પૂર્વ વિદેહમાં આવર્ત નામે વિજય હતી. તેમાં ખગી નામક નગરીમાં આ રાજા થયો. તેણે એક વખત સંવર નામના આચાર્ય પાસે વ્રત ગ્રહણ કર્યા (દીક્ષા લીધી). અરિહંત ભક્તિ આદિ સ્થાનકોની આરાધના કરીને આ રાજાએ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરેલ. દીક્ષા લઈને ઉત્તમ કક્ષાનો સંયમ પાલન કરતા અને તીવ્ર તપ તપતા એ રાજર્ષિએ અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પણ પ્રાપ્ત કર્યું. ત્યાંથી કાળધર્મ પામીને તે સર્વાર્થસિદ્ધ નામક અનુત્તર વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેત્રીશ સાગરોપમનું દેવ-આયુ ભોગવ્યું. ૦ ભટકુંથુનો જન્મ :- દેવતાના ભવથી ઍવીને તેઓ આ જ ભરત ક્ષેત્રના ગજપુર (બીજું નામ – હસ્તિનાપુર) નગરીમાં સૂર રાજાની પત્ની સિરિ (શ્રી) રાણીની કુક્ષિમાં શ્રાવણ વદ નોમ (ગુજરાતી અષાઢ વદ-૯)ના દિવસે કૃતિકા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે સિરિ માતા ગજ-વૃષભ આદિ ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગ્યા. કાળક્રમે વૈશાખ વદ-ચૌદશ (ગુજરાતી ચૈત્રવદ-૧૪)ને દિવસે કૃતિકા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ગજપુર નગરમાં ભકુંથુનો જન્મ થયો. છાગ (બકરો)ના લંછન (ચિન્હ)વાળા પ્રભુનું શરીર સુવર્ણપ્રભા સમાન વર્ણવાળું હતું. પ૬-દિકકુમારીકાઓએ આવીને સૂતિકાકર્મ કર્યું. સર્વે ઇન્દ્રો પણ ત્યાં પધાર્યા અને મેર ગિરિ ઉપર કુંથુનાથ પ્રભુનો જન્માભિષેક મહોત્સવ કર્યો. સૂર રાજા પણ ખૂબ જ ખુશ થયો અને તેણે પુત્રજન્મ નિમિત્તે મહા મહોત્સવ કર્યો. ભગવંત જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે સિરિમાતાએ કુંથુ નામના રત્નનો સ્તૂપ જોયેલ હતો. તેથી માતા-પિતાએ વિચારેલ કે આ બાળકનો જ્યારે જન્મ થશે ત્યારે ઉત્સવ કરવા પૂર્વક તેનું કુંથુ એવું નામ રાખીશું. વિયવ નિક્તિમાં પણ જણાવે છે કે, ભાકુંથુ જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે સિરિ માતાએ અતિ ઉન્નત, મનોહર એવા મહાપ્રદેશમાં આશ્ચર્યકારી રત્નોનો એક સૂપ જોઈને જાગ્યા, તેથી તેનું કુંથુ એવું નામ રખાયું. બીજો અર્થ એ – “કુ'નો અર્થ પૃથ્વી થાય છે. ત્યાં રહેલા હોવાથી પ્રભુ કુંથુ કહેવાય છે. ૦ ભ૦ કુંથુનું ગૃહસ્થ જીવન અને રાજવીપણું : કાશ્યપ ગોત્રીય પ્રભુ કુંથુનાથ કાળક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. લોકોત્તર ગુણના આધારરૂપ એવા આ પ્રભુ બાલ્યભાવ પૂર્ણ કરી યૌવનને પામ્યા. પાત્રીશ ધનુષની ઊંચી કાયાવાળા થયા. અનેક રાજકન્યાઓ સાથે તેના વિવાહ કરાયા કેમકે ભોગકર્મ ફળ બીજી કોઈ રીતે છેદી શકાતું નથી. કુંથુનાથ સ્વામીને જન્મથી ૨૩,૭૫૦ વર્ષ પૂર્ણ થયા ત્યારે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ આગમ કથાનુયોગ-૧ તેમના પિતા સૂર રાજાએ તેમને રાજ્ય ભાર સોંપી પોતે પોતાનું આત્મહિત સાધ્યું. કુંથુનાથ સ્વામી માંડલિક રાજા થયા. પ્રભુએ માંડલિક રાજાપણે રાજ્યનું પાલન કરતા કરતા બીજા ૨૩,૭૫૦ વર્ષ પસાર કર્યા ત્યારે તેમની આયુધ શાળામાં ચક્રરત્નની ઉત્પત્તિ થઈ. ચક્રરત્નની પૂજા કરી. ચક્રરત્નને અનુસરતા (ભરત ચક્રવર્તી કથાનક પ્રમાણે) દિગ્વીજય કરતા કરતા ૬૦૦ વર્ષમાં આખા ભરત ક્ષેત્રને છ ખંડ સહિત જીતી લીધું. સર્વ રાણીઓમાં મુખ્ય એવી સ્ત્રીરત્ન રૂપે “કૃષ્ણ શ્રી''ની પણ પ્રાપ્તિ થઈ. દીર્ધકાળ સુધી તેણે સ્ત્રીરત્ન (આદિ અંતઃપુર) તથા ચક્રવર્તીને પ્રાપ્ત એવી સર્વ સમૃદ્ધિને ભોગવી. એ રીતે ચક્રવર્તીપણામાં પણ ૨૩,૭૫૦ વર્ષનો કાળ નિર્ગમન કર્યો. કુલ ૪૭,૫૦૦ વર્ષ પ્રભુ રાજ્યાવસ્થામાં રહ્યા. ૦ ભકુંથુનાથની દીક્ષા :- કુંથુનાથ પ્રભુ ૭૧,૨૫૦ વર્ષ ગૃહસ્થપણે રહ્યા. ત્યારે ભગવંતનો દીક્ષા અવસર જાણી (છેલ્લા વર્ષ) લોકાંતિક દેવોએ સ્વયંબુદ્ધ એવા પ્રભુને તીર્થ પ્રવર્તાવવા વિનંતી કરી. પ્રભુ પણ અવધિજ્ઞાનથી જાણતા જ હતા. તેથી પુત્રને રાજ્ય અને અર્થજનોને વાર્ષિક દાન આપી પ્રભુ દીક્ષા લેવા માટે ઉદ્યત થયા. ત્યારે દેવેન્દ્ર અને નરેન્દ્રએ પ્રભુનો નિષ્ક્રમણ મહોત્સવ કર્યો. વિષયો (ઇન્દ્રિય ધર્મ) અને છ ખંડ એવા સમગ્ર ભરત ક્ષેત્રના રાજ્યનો પરિત્યાગ કરીને, વૈશાખ વદ પાંચમ (ગુજરાતી ચૈત્રવદ–૫)ના દિવસે અભયકરા નામની શિબિકામાં બેસીને, દિવસના પાછલા પ્રહરમાં કુંથુનાથ ભગવંત ગજપુર (હસ્તિનાપુર) નગરીથી દીક્ષા લેવાને માટે નીકળ્યા. તે વખતે તેમની ઉંમરની પાછલી વય હતી. પ્રભુએ છઠનો તપ કર્યો હતો. તે દિવસે કૃતિકા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે સહસ્સામ્રવનમાં પ્રભુએ ૧,૦૦૦, પુરુષો સહિત દીક્ષા ગ્રહણ કરી. જન્મથી ત્રણ જ્ઞાનના ધારક એવા પ્રભુને વ્રત ગ્રહણ કરતાની સાથે જ ચોથું મન:પર્યવ નામનું જ્ઞાન ઉત્પન્ન થયું. દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી કુંથુનાથ પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. ચક્રપુર નગરમાં વ્યાઘસિંહ નામક ગાથાપતિએ અમૃતના રસ જેવી ખીર (પરમાન્ન) વહોરાવી –- ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ-રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. પ્રભુએ ભાખંડ પક્ષીની જેમ અપ્રમત્તપણે પૃથ્વી પર વિચરણ કર્યું. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ કરતા, કુંથુનાથ પ્રભુ સોળ વર્ષ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. તે કાળે કુંથુનાથ પ્રભુએ છઠનો તપ કરેલ હતો. એકરાત્રિની પ્રતિમા વહન કરેલી. ત્યારે ચૈત્રસુદ-ત્રીજને દિવસે પ્રાતઃકાળે સૂર્યોદય સમયે કૃતિકા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ગજપુર નગરની બહાર જ્યાં પ્રભુએ દીક્ષા ગ્રહણ કરેલી તે સહસ્ત્રાપ્રવનમાં પધારેલ પ્રભુને તિલક વૃક્ષની નીચે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સર્વ ઇન્દ્રાદિ દેવતા ત્યાં પધાર્યા. ત્રણ પ્રકારથી મંડિત એવા સમવસરણની રચના કરી. દેવતા રચિત સુવર્ણ કમળ ઉપર ચરણ મૂકતા પ્રભુએ પૂર્વ ધારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. ધર્મચક્રી અને જગદ્ગર એવા કુંથુનાથ સ્વામીએ ચારસો વીશ ધનુષ ઊંચા ચૈત્યવક્ષને પ્રદક્ષિણા કરી. સમવસરણમાં રહેલા સિંહાસન પર પૂર્વાભિમુખ કરીને બેઠા. ધર્મ સિંહાસને બેસેલા ૩૫-ધનુષુ ઊંચા કુંથુનાથ ભગવંતે વાણીના પાત્રીશ Page #146 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભકુંથુ–કથા ૧૪૫ અતિશયોથી સમૃદ્ધ એવી દેશનાનો આરંભ કર્યો. ત્યાં બિરાજમાન પ્રભુની પાસે દેશના શ્રવણ કરવા આવેલા અનેક લોકોએ દીક્ષા ગ્રહણ કરી. કેવળજ્ઞાનના દિવસે પ્રથમ સમવસરણમાં જ ચતુર્વિધ સંઘ રૂપ તીર્થની સ્થાપના કરી. પ્રભુએ ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિક રૂપ ચારિત્ર જ હતું. (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું). પ્રભુના શાસનના સાધુ-સાધ્વીજીઓમાં સુઆખેયતા આદિ ગુણોને લીધે તેઓને ધમપદેશ સુગમ હતો. કુંથુનાથ ભગવંતને રૂ૫ ગણ અને ૩૫ ગણધરો થયા. (સમવાય અને તિર્થોદ્ગારિત પન્નામાં ગણ અને ગણધર સંખ્યા ૩૭ બતાવે છે. ઉત્તરાધ્યયન – ભાવ વિજયજી કૃત વૃત્તિમાં આ સંખ્યા ૩૦ની બતાવે છે.) પ્રભુના પ્રથમ શિષ્યનું નામ “સ્વયંભૂ" હતું. પ્રથમ શિષ્યાનું નામ “અંજૂ (અંજૂકા)" હતું. પ્રભુની ઉત્કૃષ્ટ સંપદાશ્રમણોની ૬૦,૦૦૦, શ્રમણીઓની ૬૦,૬૦૦, શ્રાવકોની ૧,૭૯,૦૦૦ અને શ્રાવિકાઓની ૩,૮૧,૦૦૦ની હતી. આ પ્રકારના ચતુર્વિધ સંઘયુક્ત પ્રભુએ વિહાર કર્યો. કુંથુનાથ પ્રભુના શિષ્યોમાં ૯,૧૦૦ અવધિજ્ઞાની, ૮, ૧૦૦ મન:પર્યવજ્ઞાની, ૩, ૨૩૨ કેવળજ્ઞાની મુનિ, ૬૭૦ ચૌદ પૂર્વી, ૫,૧૦૦ વૈક્રિય લબ્ધિર અને ૨,૦૦૦ વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ. બીજા મતે ૨,૫૦૦ અવધિજ્ઞાની, ૩,૩૪૦ મન:પર્યવજ્ઞાની, ,૨૦૦ કેવળજ્ઞાનીની સંપદા હતી. પ્રભુ ૨૩,૭૫૦ વર્ષ શ્રમણ પર્યાયમાં રહ્યા. જેમાં ૧૬ વર્ષ છઘસ્થ રૂપે પસાર કર્યા. ૨૩,૭૩૪ વર્ષ કેવળજ્ઞાની રૂપે વિચરણ કર્યું. કુલ ૯૫,૦૦૦ વર્ષનું પૂર્ણ આયુ કુંથુનાથ પ્રભુએ ભોગવ્યું. પ્રભુ આયુષ્ય પૂર્ણ થવામાં એક માસ બાકી હતો ત્યારે ૧,૦૦૦ મુનિવરો સાથે સમેત શિખર પર્વત પર ગયા. ત્યાં અનશન સ્વીકાર્યું. એક માસનું અનશન તપ પૂર્ણ થયું ત્યારે વૈશાખ વદ એકમ (ગુજરાતી ચૈત્રવદ–૧)નો દિવસ હતો. તે દિવસે કૃતિકા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે તત્ર સ્થિત સર્વ મુનિવરો સાથે કુંથુનાથ પ્રભુ મોક્ષે સિધાવ્યા. દેવેન્દ્રોએ પ્રભુના નિર્વાણનો મહોત્સવ કર્યો. કુંથુનાથ પ્રભુના નિર્વાણ બાદ એક ચતુર્થેશ પલ્યોપમમાં એક હજાર કરોડ વર્ષ બાકી હતા. ત્યારે અઢારમાં તીર્થકર અરનાથ પ્રભુ થયા. ૦ આગમ સંદર્ભ :ઠા ૧૧૬, ૪૪૭, ૧૧૪, ૯૦૭, સમ ૪૯, ૫૩, ૨૪, ૧૦૮, ૧૧૧, ૧૧૩, ૧૯૦, ૧૭૦, ૧૭૪, ૨૬૩, ૩૬૬, ૨૬૮, ૨૭૦, ૨૭૧, ૨૭૪, ૨૭૬, ૨૭૯, ૨૮૪ થી ૨૮૬, ૨૮૮, ૨૮૯, ૨૯૧, ૨૯૪ થી ૨૯૭, ૨૯૯, ૩૦૨, ૩૦૪, ૩૦૬, ૩૦૮, ૩૧૦, ૩૧ર, ૩૧૩, ૩૧૫ થી ૩૧૭, ૩૧૯, ૩ર૦; - ભગ. ૭૯૪; આવ.મૂ. ૫, ૪૨; આવ.નિ. ૧૮૨, ૨૦૯ થી ૨૩૬, ૨૩૯, ૨૪૯, ૨૫૪, ૨૫૫, ૨૫૮, ૨૬૨, ૨૬૪, ૨૬૫, ૨૬૭, ૨૭૦, ૨૭૧, ૨૯૩, ૩૦૫ થી ૩૦૭, ૩૧૧, ૩૧૯, ૩૨૦, ૩૨૫, ૩૨૮, ૩૭૧, ૩૭૪, ૩૭૭, ૩૭૯, ૩૮૧, ૩૮૩, ૩૮૬, ૩૮૯ થી ૪૦૧, ૪૧૫ (ની વૃત્તિ), ૪૧૭, ૧૦૮૮; આવ યૂ. ૧૫૭, ૨૧૫, ૨૧૭, ૨૨૦, ૨૨૮; આવ.મ.વૃ– ૨૦૮ થી ઉત્ત.મૂ. ૫૧૮ + . ઉત્ત.ભાવ... ૩૬૭ થી ૩૬૮; તિત્યો. ૩૩૦, ૩૪૮, ૩૬૩, ૪૦૬, ૪૫૧, ૪૦, ૪૮૦, ૨૫૯ કલ્પ. ૧૭૪; નંદ. ૧૯; – –– » – Jain international Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ આગમ કથાનુયોગ-૧ (૧૮) ભ અર_કથાનક (સાતમા ચક્રવર્તીરૂપે તથા બોલ સંગ્રહ યુકત) આ અવસર્પિણીમાં જંબૂઢીપના ભરતક્ષેત્રમાં અઢારમાં તીર્થકર શ્રી અરનાથ ભગવંત થયા. તેઓ ભરત ક્ષેત્રમાં થયેલા બાર ચક્રવર્તીમાંના સાતમાં ચક્રવર્તી પણ હતા. તેમણે પૂર્વના મનુષ્યભવમાં “સુદર્શન" નામે માંડલિક રાજા હતા. (ઉત્તરાધ્યયન ભાવ વિજયજી કૃત્. વૃત્તિ, ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર આદિમાં તેમનું “ધનપતિ” નામ છે.) ૦ સુદર્શન (અથવા ધનપતિ) રાજાનો ભવ : આ જ જંબૂઢીપના પૂર્વવિદેહ ક્ષેત્રમાં સીતા નદીના કાંઠે વત્સ નામક વિજય છે. તેમાં સુસીમા નામની મોટી નગરીમાં સંપત્તિની સીમારૂપ અને સારા દર્શનવાળો એવો સુદર્શન નામે એક માંડલિક રાજા હતો. તેણે આ અસાર સંસારથી વિરક્ત થઈને કોઈ વખતે સંવર નામના મુનિની પાસે દીક્ષા લીધી. અહંદુભક્તિરૂપ મુખ્ય એવા કેટલાંક સ્થાનોની આરાધના કરતા કરતા તે રાજર્ષિએ તીર્થંકર નામ કર્મનું ઉપાર્જન કર્યું. લાંબા સમય સુધી તે રાજર્ષિએ તીવ્ર તપશ્ચર્યાઓ કરી, ઉત્તમ એવા વ્રતની પરિપાલના કરી, વિવિધ સ્થળે વિચરણ કર્યું. કાળધર્મ પામીને નવમાં મૈયેયકમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં ૩૧ સાગરોપમનું દેવ આયુ ભોગવ્યું. ૦ ભઅરનો જન્મ : દેવતાના ભવથી ચ્યવીને તેઓ આ જ ભરતક્ષેત્રના ગજપુર (બીજું નામ હસ્તિનાપુર) નગરીમાં જેનું દર્શન પણ લોકોને આનંદ અને હર્ષને દેનારું હતું. તેવા સુદર્શન રાજા હતા. તેને દેવકન્યા જેવી સુંદર એવી દેવી નામની એક પત્ની હતી. ફાગણ સુદ બીજને દિવસે રેવતી નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી, ત્યાંથી ચ્યવીને આ દેવી રાણીની કુક્ષિમાં ભગવંત અરનાથ પુત્ર રૂપે ઉત્પન્ન થયા. ત્રણ જ્ઞાનના ધારક એવા આ પ્રભુ ચ્યવન પામ્યા ત્યારે દેવી માતા ગજ-વૃષભ આદિ ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગ્યા. ધીરે ધીરે સુખપૂર્વક ગર્ભ પણ વૃદ્ધિને પામ્યો. ગર્ભાવસ્થા પૂર્ણ થઈ ત્યારે – માગસર સુદ દશમના દિવસે રેવતી નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ગજપુર નગરમાં ભોઅરનાથનો જન્મ થયો. નંદાવર્તના લાંછન (ચિન્હ)વાળા અને સુવર્ણની પ્રભા સમાન દેડવાળા પુત્રને જ્યારે “દેવી માતાએ જન્મ આપ્યો ત્યારે છપ્પન દિકકુમારીઓએ આવીને તેનું સૂતિકર્મ આદિ કર્યા, સર્વે ઇન્દ્રોએ આવીને પ્રભુનો જન્માભિષેક મહોત્સવ કર્યો સૌધર્મેન્દ્રએ પ્રભુની સ્તુતિ કરી. રાજાએ પણ પુત્રના જન્મનો મહા મહોત્સવ કર્યો. પ્રભુ જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે દેવી” માતાએ સ્વપ્નમાં સંપૂર્ણ રત્નનું બનેલ, અતિ સુંદર, ખૂબ જ મોટા પ્રમાણવાળું આરક (આરાવાળું ચક્ર) જોયેલ. તેથી પ્રભુનું નામ “અર” રખાયું બીજો અર્થ એ કે, સર્વોત્તમ અને મહાસત્વશાળી કુળમાં તેની અભિવૃદ્ધિ (વંશાદિની વૃદ્ધિ) કરનારા હોવાથી તેઓ “અર” કહેવાય છે. ૦ ભઅરનાથનું ગૃહસ્થજીવન અને રાજવીપણું : કાશ્યપ ગોત્રીય પ્રભુ અરનાથ કાળક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. ત્રીશ ધનુષની કાયા Page #148 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર-ભ-અર–કથા ૧૪૭ (ઊંચાઈ)વાળા પ્રભુ જ્યારે યૌવન વયને પામ્યા ત્યારે સુદર્શન રાજા એવા પિતાની આજ્ઞાથી અનેક કન્યા સાથે તેમના વિવાહ થયા. અરનાથ પ્રભુને જન્મથી ૨૧,૦૦૦ વર્ષ પુરા થયા ત્યારે પિતાના આદેશથી રાજ્યની ધુરા સંભાળી. એ રીતે ૨૧,૦૦૦ વર્ષની કુમાર અવસ્થા પૂર્ણ થયા બાદ તેઓ માંડલિક રાજા બન્યા. માંડલિક રાજા રૂપે અરનાથ પ્રભુ ૨૧,૦૦૦ વર્ષ રહ્યા ત્યારે તેમની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. ગગનચારી ચક્રરત્નને અનુસરતા પ્રભુએ છ ખંડને જીતી લીધા. તેઓ ચક્રવર્તી રાજા બન્યા. સૂર્યશ્રી નામના સ્ત્રીરત્ન સહિત બીજા તેર રત્નોના સ્વામીપણાંને પામેલા એવા ભાઅરનાથ ચૌદરત્ન અને નવનિધિનું આધિપત્ય ભોગવતા ૨૧,૦૦૦ વર્ષ ચક્રવર્તીપણે રાજ્યાવસ્થામાં રહ્યા. એ રીતે પ્રભુએ કુલ ૪૨,૦૦૦ વર્ષ સુધી રાજ્યાવસ્થામાં પસાર કર્યા. અભુક્ત યોગી જેમ ભોજન ગ્રહણ કરે તેમ અનાસક્તપણે તેમણે ચક્રવર્તીની લક્ષ્મી અને વૈભવનો અનાસક્ત ભાવે ઉપભોગ કર્યો. ૦ ભ૦ અરનાથની દીક્ષા : અરનાથ પ્રભુ ૬૩,૦૦૦ વર્ષ ગૃહસ્થપણામાં રહ્યા. એક વર્ષ બાકી રહ્યું ત્યારે લોકાંતિક દેવોએ આવીને કહ્યું કે, હે નાથ ! આપ તીર્થનું પ્રવર્તન કરો. ત્રણ જ્ઞાનના ધારક પ્રભુએ અવધિજ્ઞાન વડે પોતાના દીક્ષાનો અવસર જાણ્યો. એક વર્ષ પર્યત દાન આપી, પોતાના પુત્ર અરવિંદને રાજ્ય સોંપી “નિવૃત્તિકરા” નામની શિબિકામાં બેસીને સુરઅસુર રાજા આદિથી પરિવરેલા પ્રભુ ગજપુરનગર બહારના સસ્સામ્રવનમાં પહોંચ્યા. માગસર સુદ અગિયારસના દિવસે, છઠ તપ યુક્ત એવા પ્રભુએ દિવસના પાછલા પ્રહરમાં પોતાની વયની પાછલી અવસ્થામાં તેમજ રેવતી નક્ષત્રમાં ચંદ્રમાંનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ૧,૦૦૦ પુરષો સહિત દીક્ષા ગ્રહણ કરી. વિષયો (ઇન્દ્રિય ધર્મ) અને ષખંડ ભારતના સમગ્ર સામ્રાજ્યનો પરિત્યાગ કરીને નીકળેલા એવા પ્રભુએ જેવું વ્રત ઉચ્ચારણ કર્યું (દીક્ષા ગ્રહણ કરી કે તુરંત જ તેને ચોથું મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે અરનાથ ભગવંતને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. રાજપુર નગરમાં અપરાજીત નામના ગૃહપતિએ અમૃતના રસ જેવી ખીર (પરમાત્ર) વહોરાવી–ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ તપતા ત્રણ વર્ષ સુધી પ્રભુ છદ્મસ્થપણે રહ્યા. ત્રણ વર્ષ બાદ પ્રભુ ફરી પાછા ગજપુર નગરની બહારના સહસ્ત્રાપ્ર વનમાં પધાર્યા (કે જે વનમાં પ્રભુએ દીક્ષા ગ્રહણ કરેલી) ત્યાં એકરાત્રિકી પ્રતિમા ધારણ કરીને રહ્યા. પ્રભુએ ત્યારે છટ્ઠનો તપ કરેલો હતો. કારતક સુદ બારસને દિવસે, પ્રાતઃકાળે સૂર્યોદય સમયે રેવતી નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે અંબક (આમ્ર) વૃક્ષની નીચે પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ આવીને પ્રભુના નાણ કલ્યાણકનો મહોત્સવ ઉન્ચો. પરમાત્માને માટે સમવસરણની રચના કરી. પ્રભુએ પૂર્વ ધારેથી પ્રવેશ કરી ૩૬૦ ધનુષુ ઊંચા ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી, પછી ધર્મ સિંહાસન પર બેઠા. પૂર્વાભિમુખ બેઠેલા પ્રભુએ એકયોજનમાં સંભળાતી એવી વાણી વડે, સર્વ જીવો Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ આગમ કથાનુયોગ–૧ પોતપોતાની ભાષામાં સમજી શકે તે રીતે ધર્મદેશના દેવાનો આરંભ કર્યો. તે ધર્મદેશના સાંભળીને અનેક લોકોએ દીક્ષા ગ્રહણ કરી. કેવળજ્ઞાનના દિવસે પ્રથમ સમવસરણમાં જ ચતુર્વિધ સંઘરૂપ તીર્થની સ્થાપના કરી. ચતુર્યામ ધર્મરૂપ શ્રમણ ધર્મની પ્રરૂપણા કરી. સામાયિકરૂપ ચારિત્ર પ્રવર્તાવ્યું. પ્રભુના શાસનના સાધુ-સાધ્વીજીઓ સુઆગેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાવાળા હોવાથી તેઓને માટે ધર્મોપદેશ પામવો અતિ સુગમ હતો. અરનાથસ્વામીને ૩૩ ગણ અને ૩૩ ગણધર થયા. પ્રભુના પ્રથમ શિષ્યનું નામ “કુંભ” હતું. “રક્ષિતા” પ્રભુના પ્રથમ શિષ્યા હતા. પ્રભુના ચતુર્વિધ સંઘની ઉત્કૃષ્ટ સંપદા આ પ્રમાણે હતી પ૦,૦૦૦ શ્રમણો, ૭૦,૦૦૦ શ્રમણીઓ, ૧,૮૪,૦૦૦ શ્રાવકો અને ૩,૭૨,૦૦૦ શ્રાવિકાઓ. અરનાથ ભગવંતના શિષ્યોમાં ૨,૬૦૦ અવધિજ્ઞાની, ૨,૫૫૧ મન:પર્યવજ્ઞાની ૨,૮૦૦ કેવળજ્ઞાની મુનિ, ૬૧૦ ચૌદ પૂર્વી, ૭,૩૦૦ વૈક્રિય લબ્ધિધર અને ૧,૬૦૦ વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ. આ રીતે પ્રભુ ૨૧,૦૦૦ વર્ષ શ્રમણ પર્યાયમાં રહ્યા. જેમાં ત્રણ વર્ષ તેઓએ છઘસ્થ રૂપે પસાર કર્યા અને ૨૦,૯૯૭ વર્ષ પ્રભુએ કેવળજ્ઞાની અવસ્થામાં વિચરણ કર્યું. કુમાર અવસ્થા, રાજ્યાવસ્થા અને શ્રમણ પર્યાય એમ બધું મળીને ૮૪,૦૦૦ વર્ષનું પૂર્ણ આયુ પરમાત્માએ ભોગવેલું. જ્યારે પ્રભુએ પોતાનો નિર્વાણકાળ નિકટ છે. તેમ જાણ્યું ત્યારે પ્રભુ સમેત શિખર નામના પર્વત પર પધાર્યા. ત્યાં ૧,૦૦૦ મુનિઓ સહિત અનશન સ્વીકાર્યું. એક માસના નિર્જળ – ઉપવાસ બાદ, માગસર સુદ દશમને દિવસે રેવતી નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે મહાનંદ પદ રૂપ મોક્ષે સિધાવ્યા. એ રીતે અરનાથ સ્વામી કુલ ૮૪,૦૦૦ વર્ષનું આયુ પૂર્ણ કરી નિર્વાણ પામ્યા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા. ઇન્દ્રો સહિત દેવોએ આવીને પ્રભુનો નિર્વાણ મહોત્સવ કર્યો. અરનાથ પ્રભુના નિર્વાણ બાદ એક હજાર કરોડ વર્ષે ઓગણીસમાં તીર્થકર શ્રી મલ્લિનાથ સ્વામી થયા. ૦ આગમ સંદર્ભ :ઠા. ૧૧૬, ૪૪૭, ૧૧૪, ૯૦૭; સમ ૪૯, ૫, ૫૪, ૯૯, ૨૬૩, ૨૬૬, ૨૬૮, ૨૭૦, ૨૭૧, ૨૭૪, ૨૭૬, ૨૭૯, ૨૮૪ થી ૨૮૬, ૨૮૮, ૨૮૯, ૨૨, ૨૯૪, ૨૫, ૨૯૭, ૨૯૯, ૩૦૨, ૩૦૪, ૩૦૬, ૩૦૮, ૩૧૦, ૩૧૨, થી ૩૧૭, ૩૨૦; ભગ ૭૯૪; આવ મ ૫, ૪3; આવનિ ૧૮૨, ૨૦૯ થી ૨૩૬, ૨૩૯, ૨૪૯, ૨૫૪, ૨૫૫, ૨૫૮, ૨૬૩, ર૬૫, ૨૬૮ થી ર૭૧, ૨૭૫, ૨૯૪, ૩૦ર, ૩૦૫ થી ૩૦૭, ૩૧૧, ૩૧૯ થી ૩૨૧, ૩૨૫, ૩૨૯, ૩૪૧, ૩૭૧, ૩૭૪, ૩૭૭, ૩૭૯, ૩૮૧, ૩૮૩, ૩૮૬, ૩૮૯ થી ૩૯૯, ૪૦૧, ૪૧૫ (ની વૃત્તિ), ૧૦૮૮; આવ.ચૂ.૧–પૃ. ૧૫૭, ૨૧૫, ૨૧૭, ૨૧૮, ૨૨૦; આવ મા ૨૩૭ થી ૨૪3; ઉત્ત. ૧૧૯ + વૃ. ઉત્ત.ભાવ. ૩૬૮; નંદી. ૧૯; કલ્પ. ૧૭૩; તિત્વો. ૩૩૦, ૩૩૧, ૩૪૧, ૩૬૩, ૩૯૩, ૪૦૬, ૪૫ર, ૪૮૧, પપ૯; – ૪ – ૪ – Page #150 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભમધિ-કથા ૧૪૯ (૧૯) ભમલ્લિકથાનક : – કથાનો મુખ્ય આગમ સંદર્ભ :- નાયાધમ્મકહા – કથાના બોલ સંગ્રહ – સંદર્ભ :- ૧. સમવાય ૨. આવશ્યક ૩. તિર્થોગાલિત આ અવસર્પિણીમાં આ જંબૂલીપના ભરત ક્ષેત્રમાં ઓગણીસમાં તીર્થકર ભગવંત શ્રી મલ્લિનાથ થયા. તેઓ પૂર્વભવમાં મહાબલ નામે માંડલિક રાજા હતા. ૦ ભ૦ મલ્લિનો પૂર્વભવ : તે કાળે અને તે સમયે આ જ જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં મેરૂ પર્વતની પશ્ચિમ દિશામાં નિષધ નામક વર્ષધર પર્વતની ઉત્તર દિશામાં, સીતોદા મહાનદીની દક્ષિણ દિશામાં, સુખાવહ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં અને પશ્ચિમ લવણ સમુદ્રની પૂર્વ દિશામાં સલિલાવતી નામની વિજય હતી. તે સલિલાવતી વિજયમાં નવ યોજન વિસ્તારવાળી થાવત્ પ્રત્યક્ષ દેવલોક સમાન લાગતી વીતશોકા નામની રાજધાની હતી. તે વીતશોકા રાજધાનીના ઇશાન ખૂણામાં ઇન્દ્રકુંભ નામક એક ઉદ્યાન હતું. તે વીતશોકા રાજધાનીમાં બલ નામનો રાજા હતો. તેને ધારિણી વગેરે ૧,૦૦૦ રાણીઓનું અંતઃપુર હતું. કોઈ સમયે સિંહનું સ્વપ્ન જોઈને તે ધારિણી રાણી નિદ્રામાંથી જાગ્યા – યાવત્ - મહાબલ નામના પુત્રને જન્મ આપ્યો. (સમવાય – સૂત્ર ર૭૪ મુજબ ભ મલ્લિના પૂર્વભવનું નામ નંદન હતું.) – યાવત્ – તે બાળક બાલ્યાવસ્થા પૂર્ણ કરીને – યાવત્ – તે ભોગ ભોગવવામાં સમર્થ થયો. ત્યાર પછી માતા-પિતાએ તે મહાબલના એક જ દિવસે સમાન કુળ અને વય વાળી કમલશ્રી આદિ પ૦૦ રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવ્યું. ૫૦૦ પ્રાસાદ, ૫૦૦ પ્રમાણ દાય પ્રાપ્ત થયો – યાવત્ – મનુષ્યભવ સંબંધિ કામભોગોનો ભોગોપભોગ કરતા સમય વ્યતીત કરવા લાગ્યા. તે કાળ અને તે સમયમાં ઇન્દ્રકુંભ ઉદ્યાનમાં સ્થવિરો પધાર્યા. પર્ષદા ધર્મ શ્રવણ માટે નીકળી. બલ રાજા પણ નીકળ્યો. ધર્મનું શ્રવણ અને ગ્રહણ કરી હષ્ટ-તુષ્ટ થઈને Wવિરોને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, વંદના-નમસ્કાર કર્યા. વંદના-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું કે, “હું ભગવન્! હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા કરું છું -- યાવત્ - અહીં એટલું વિશેષ કે મહાબલ કુમારનો રાજ્યાભિષેક કરીશ. ત્યાર પછી આપ દેવાનુપ્રિયાની પાસે મુંડિત થઈ, ગૃહવાસનો ત્યાગ કરી અનગારત્વ સ્વીકારીશ. હે દેવાનુપ્રિય ! જેમ અનુકૂળ લાગે તેમ કરો – યાવત્ – અગિયાર અંગોના જ્ઞાતા થયા. ઘણાં વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરીને ચાર પર્વત પર આવીને એક માસનું ભક્ત પ્રત્યાખ્યાન કરીને બલરાજા સિદ્ધ થયા. ત્યાર પછી કોઈ સમયે મહાબલ રાજાની પત્ની રાણી કમલ શ્રી સ્વપ્નમાં સિંહ જોઈને જાગી – યાવત્ – તેણીએ બલભદ્ર નામના કુમારને જન્મ આપ્યો. જે કાળક્રમે યુવરાજ થઈ ગયો. ૦ મહાબલ રાજા અને તેના મિત્રો : તે મહાબલ રાજાને છ પ્રિય બાળમિત્રો કે જે રાજા હતા – તે આ પ્રમાણે :– ૧. અચલ, ૨. ધરણ, ૩. પૂરણ, ૪. વસુ, ૫. વૈશ્રમણ અને ૬. અભિચંદ્ર. આ મિત્રોના જન્મ પણ મહાબલના જન્મની સાથે સાથે થયો. મોટા પણ સાથે-સાથે થયા. ધૂળમાં પણ સાથે Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ આગમ કથાનુયોગ-૧ રખ્યા. લગ્ન પણ બધાંના એક સમયે થયા. બાળબચ્ચાવાળા થયા. તે બધાં પરસ્પર અનુરક્ત હતા. એકબીજાને અનુસરવાવાળા હતા. સમાન ઇચ્છા-વૃત્તિવાળા હતા. એકબીજાના હિતાકાંક્ષી હતા, એકબીજા પ્રત્યે પ્રીતિવાળા હતા. પોતપોતાના કર્તવ્ય-ચોગ્ય કાર્યો કરતા કરતા સમય વ્યતીત કરતા હતા. આ પ્રકારે સમય વ્યતીત કરતા, તે બધાં રાજા કોઈ એક સમયે એક સ્થાને ભેગા થયા. ત્યારે પરસ્પર તેઓએ એવો વિચાર કર્યો કે, હે દેવાનુપ્રિયો ! આપણા સુખનું કામ હોય કે દુઃખનું આપણે પ્રવજ્યા લેવી હોય કે પરદેશગમન કરવું હોય. આવા પ્રકારનું કોઈપણ કાર્ય હોય તો આપણે બધાં એક સાથે મળીને તે કાર્યને કરીશું. આવો નિર્ણય કરી તેઓ પરસ્પર વચનબદ્ધ થયા. ૦ મહાબલ અને તેના મિત્રોની દીક્ષા : તે કાળ અને તે સમયે ઇન્દ્ર કુંભ ઉદ્યાનમાં સ્થવિરો પધાર્યા. પર્ષદા નીકળી. મહાબલરાજા પણ ધર્મને શ્રવણગ્રહણ કરીને હૃષ્ટ-તુષ્ટ થયો. વિશેષ એટલે કે, છે બાળમિત્રોને પૂછી લઉં અને બળભદ્રકુમારનો રાજ્યાભિષેક કરી દઉં – યાવત્ – તે છ બાળ મિત્રોને પૂછે છે. ત્યારે તે છ એ બાળમિત્રોએ મહાબલ રાજાને એવું કહ્યું કે, હું દેવાનુપ્રિય ! જો તમે દીક્ષા લેવા ઇચ્છતા હો તો અમારે બીજું કોણ આધાર કે અવલંબન છે ? અમે પણ દીક્ષા ગ્રહણ કરીશું. ત્યારે તે મહાબલ રાજાઓ તે છ બાલમિત્રોને આ રીતે કહ્યું કે, જો તમે પણ મારા સાથે દીક્ષિત થવા ઇચ્છતા હો, તો પોતપોતાના રાજ્યમાં જઈ, તમારા રાજ્યોને પોતપોતાના જયેષ્ઠ પુત્રોને સોંપીને, ત્યાર પછી પુરુષ સહસ્ત્રવાહિની શિબિકાઓમાં બેસીને મારી પાસે આવ્યો. તે બધાં પણ મહાબલે કહ્યા પ્રમાણે કાર્ય નિષ્પન્ન કરીને આવ્યા. મહાબલ રાજા મિત્રોને જોઈને ખુશ થયો. સંતુષ્ટ થયો. પછી કૌટુંબિક પુરુષોને બોલાવીને – યાવત્ – બલભદ્રકુમારનો રાજ્યાભિષેક કરે છે – યાવત્ – બલભદ્ર રાજાને પૂછયું. ત્યાર પછી તે મહાબલ રાજા પોતાના છ એ બાલમિત્રો સાથે મડાનું દ્ધિયુક્ત ઉત્સવ આદિ સમારોહપૂર્વક દીક્ષિત થયો. તેણે અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. અનેક ઉપવાસ, છઠ, અઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, અર્ધ માસક્ષમણ આદિ વિવિધ પ્રકારની તપસ્યાઓ દ્વારા પોતાના આત્માને ભાવિત કરતો વિચરવા લાગ્યા. ૦ મહાબલ રાજર્ષિનો માયાયુક્ત તપ : - ત્યાર પછી એક સ્થાને એકઠા થયેલા તે મહાબલ આદિ સાતે સાધુ ભગવંતોને કોઈ વખતે પરસ્પર વાત કરતા એવો વિચાર આવ્યો, હે દેવાનુપ્રિયો ! આપણામાંનો જે કોઈ એક તપ વિશેષને સ્વીકારશે, આપણે બધાં તે જ તપ વિશેષને આદરીશું આ પ્રકારનો નિશ્ચય કરીને પરસ્પર એકબીજાએ આ સંકલ્પનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને તેઓ સર્વે ઉપવાસ, છઠ, અઠમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ, અર્ધ માસ ક્ષમણ, માસક્ષમણ આદિ વિવિધ તપસ્યા વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યાર પછી મહાબલ અણગાર સિવાયના બાકીના છ અણગાર જ્યારે ઉપવાસ કરતા ત્યારે મહાબલ અણગાર છઠનો તપ કરતા હતા. જો બાકીના છ અણગાર Page #152 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભમધિ–કથા ૧૫૧ છઠનો તપ કરતો તો તે વખતે મહાબલ અણગાર અઠમ તપ કરતા હતા. આ રીતે જ્યારે બીજા અઠમ તપ કરે ત્યારે મહાબલ અણગાર ચાર ઉપવાસ કરે ઇત્યાદિ પરિણામે આ પ્રકારનો (માયાયુક્ત) તપ કરવાને કારણે મહાબલ રાજર્ષિએ સ્ત્રી નામ ગોત્રકર્મનું ઉપાર્જન કર્યું. ૦ મહાબલ રાજર્ષિ દ્વારા તીર્થકર નામકર્મ ઉપાર્જન : (વિશુદ્ધ તપ આરાધનાને લીધે) નિમ્નોક્ત વીશ સ્થાનોની વારંવાર આરાધના– આસેવના કરવાને કારણે મહાબલ રાજર્ષિએ તીર્થંકર નામ ગોત્ર, કર્મનું પણ ઉપાર્જન કર્યું. ૧. અરિહંત વત્સલતા, ૨. સિદ્ધ વત્સલતા, ૩. પ્રવચન વત્સલતા, ૪. ગુરુ વત્સલતા, ૫. સ્થવિર વત્સલતા, ૬. બહુશ્રુત વત્સલતા, ૭. તપસ્વી વત્સલતા, ૮. નિરંતર જ્ઞાનોપયોગ ૯. દર્શન વિશુદ્ધિ, ૧૦. વિનયસંપન્નતા, ૧૧. આવશ્યક (ક્રિયાઓ વિધિ – બહુમાન સહિત કરવી), ૧૨. શીલ-ઉત્તર ગુણ, વ્રત–મૂળગુણ (આ શીલ અને વ્રતનું નિરતિચાર પાલન કરવું તે) ૧૩. ક્ષણલવ, ૧૪. તપ, ૧૫. ત્યાગ, ૧૬. વૈયાવચ્ચ, ૧૭. સમાધિ, ૧૮. અપૂર્વ જ્ઞાન ગ્રહણ, ૧૯. શ્રુત ભક્તિ, ૨૦. પ્રવચન પ્રભાવના. (વીશે સ્થાનકની વ્યાખ્યા નાયાધમકહા સૂત્ર ૭૭ થી ૭૯ની વૃત્તિમાં છે, આવશ્યક નિર્યુક્તિ ૧૭૯, ૧૮૦, ૧૮૧ની વૃત્તિમાં અને નિયુક્તિ અવમૂર્ણિમાં પણ છે. જે અમે ઋષભદેવના કથાનકમાં આપેલી છે) -(આ વીશ સ્થાનકમાં આવશ્યક ચૂર્ણિ આદિમાં શીલ અને વ્રત સ્થાનક ૧૨ને જૂદા ગણે છે અને ૧૭માં સમાધિ સ્થાનકને ક્ષણલવ, તપ, ત્યાગ અને વૈયાવચ્ચ સાથે જોડે છે. જેમકે તપ સમાધિ, ત્યાગ સમાધિ એ પ્રમાણે). – (વર્તમાન કાળે આ વીશ નામોમાં ઘણા પરિવર્તન જોવા મળે છે.) – (ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્રમાં ૧. અરિહંત, ૨. સિદ્ધ, ૩. પ્રવચન, ૪. ગુરુ/આચાર્ય, ૫. સ્થવિર, ૬. બહુશ્રુત/ઉપાધ્યાય, ૭. તપસ્વી/સાધુ, ૮. જ્ઞાન, ૯. દર્શન, ૧૦. વિનય, ૧૧. ચારિત્ર આવશ્યક, ૧૨. શીલ + વ્રત, ૧૩. સસલવ/સમાધિ ૧૪. તપ, ૧૫. દાન, ૧૬, વૈયાવચ્ચ ૧૭. સંયમ, ૧૮. અભિનવ જ્ઞાન, ૧૯. શ્રત અને ૨૦. તીર્થ/પ્રભાવના એ રીતે વીશ સ્થાનકો જણાવ્યા છે) આ વીશ સ્થાનકોની આરાધના વડે (આ – આ વિશમાંના કોઈપણ કારણ વડે) જીવ તીર્થકર નામ, ગોત્ર, કર્મનું ઉપાર્જન કરે છે. ૦ મહાબલ આદિ રાજર્ષિઓની તપશ્ચર્યા : ત્યાર પછી તે મહાબલ આદિ સાતે અણગારે એક માસિક ભિક્ષુ પ્રતિમા – યાવત. - એક રાત્રિકી ભિક્ષુ પ્રતિમાની ઉપાસના પૂર્વક વિચરણ કર્યું. ત્યાર પછી તે મહાબલ આદિ સાતે અણગારે ક્ષુલ્લક સિંહ નિષ્ક્રીડિત તપ કર્મ સ્વીકાર્યું. ત્યાર પછી તે મહાબલ વગેરે સાતે અણગારે બે વર્ષ અને અઠાવીશ દિવસમાં પુરો થતો એવા લઘુસિંહનિષ્ઠીતતપની યથાસૂત્ર – યાવત્ – આજ્ઞાનુસાર આરાધના કરીને જ્યા સ્થવિર ભગવંતો બિરાજમાન હતા ત્યાં આવ્યા. આવીને સ્થવિર ભગવંતોને વંદના-નમસ્કાર કરીને નિવેદન કર્યું કે, હે ભગવંત! અમે મહાસિંહનિષ્ક્રીડિત તપોકર્મ કરવાની ઇચ્છા રાખીએ છીએ. ત્યાર પછી તે મહાબલ આદિ સાતે અણગાર મહાસિંહનિષ્ક્રીડિત તપને સૂત્રાનુસાર - યાવત્ – આરાધના કરીને જ્યાં સ્થવિર ભગવંત છે ત્યાં આવ્યા, આવીને સ્થવિર ભગવંતોને વંદન-નમસ્કાર કર્યો. પછી ઘણાં જ ઉપવાસ, છટ્ઠ, અઠમ યાવત્ Page #153 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ માસક્ષમણનો તપ કરવા વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. આવા પ્રકારની ઉગ્ર તપશ્ચર્યાના ફળ સ્વરૂપ મહાબલ આદિ સાતે અણગારો શરીરથી શુષ્ક, કૃશ થઈ ગયા. તેઓના શરીર માંસ રહિત, કડકડ કરતા હોય તેવા, હાડકાં અને ચામડાના આવરણ માત્ર, કૃશ, ધમની જેવા થઈ ગયા. સ્કંદક ઋષિના વર્ણન અનુસાર જાણવા (જુઓ સ્કંદક કથાનક) ફર્ક માત્ર એટલો કે, સ્થવિરોની આજ્ઞા પ્રાપ્ત કરીને ધીમે ધીમે ચારુ નામના પર્વત પર ચઢે છે. ચઢીને – યાવત્ – બે માસની સંલેખના દ્વારા આત્માને તપાવતા (ઝોસણા કરતા) ૧૨૦ ભક્તના અનશન પૂર્વક ચોર્યાશી લાખ વર્ષનો શ્રમણ પર્યાય પાળીને, ચોર્યાશી લાખ પૂર્વ વર્ષનું સમસ્ત આયુ ભોગવીને જયંત વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. જયંત વિમાનમાં કેટલાંક દેવોની બત્રીશ સાગરોપમની સ્થિતિ (આયુષ્ય) હોય છે. ત્યાં મહાબલ રાજર્ષિ સિવાયના છ (રાજર્ષિ) દેવોની સ્થિતિ બત્રીશ સાગરોપમથી કંઈક ન્યૂન હતી. મહાબલ (રાજર્ષિ) દેવની સ્થિતિ પરિપૂર્ણ બત્રીશ સાગરોપમની હતી. ૦ મહાબલ દેવના છ મિત્ર દેવોનો મનુષ્ય ભવ :- ત્યાર પછી મહાબલ દેવ સિવાયના છ દેવોના દેવઆયુ – દેવભવ અને દેવસ્થિતિનો ક્ષય થવાથી અંતર રહિતપણે દેવલોકથી ચ્યવીને આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિશુદ્ધ માતા–પિતાના વંશવાળા રાજકૂળોમાં પ્રત્યેક પૃથક્-પૃથક્ પુત્રરૂપે ઉત્પન્ન થયા ૧. ઇક્ષ્વાકુરાજપ્રતિબુદ્ધિ, ૨. અંગરાજચંદ્રચ્છાય, ૩. કાશીરાજ-શંખ, ૪. કુણાલાધિપતિરૂપી (રુકમી), ૫. કુરુરાજઅદીનશત્રુ અને ૬. પંચાલાધિપતિ-જિતશત્રુ. ૦ ભ૰મલ્લિનું ચ્યવન (ગર્ભાવતરણ) :– ત્યાર પછી જ્યારે સૂર્યાદિ ગ્રહો પોતાના ઉચ્ચસ્થાનમાં હતા, દિશાઓ સૌમ્ય, અંધકાર રહિત વિશુદ્ધ હતી, પક્ષીઓ દ્વારા જયસૂચક શબ્દારવ થઈ રહ્યો હતો, વાયુ પૃથ્વીનો સ્પર્શ કરતો એવો અનુકૂળ વહી રહ્યો હતો, ઊભા પાકથી પૃથ્વી હરીભરી થયેલી હતી, જેના કારણે પ્રજાજન આનંદમગ્ન થઈને વિવિધ પ્રકારની ક્રીડાઓમાં રત હતા, ત્યારે (તે કાળું) અર્ધરાત્રિ (મધ્યરાત્રિ) સમયે અશ્વિની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે હેમંત ઋતુનો ચોથો માસ, આઠમો પક્ષ અર્થાત્ ફાગણ સુદ ચોથના દિવસે, જયંત વિમાને સંપૂર્ણ બત્રીશ સાગરોપમનું આયુષ્ય ભોગવ્યા બાદ આ જ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં મિથિલા રાજધાનીમાં કુંભક (કુંભ) રાજાની પત્ની પ્રભાવતી રાણીની કુક્ષિમાં તે મહાબલ રાજા (દેવ)નો જીવ દેવ સંબંધિ આહાર–ભવ અને શરીરની સ્થિતિનો અંત કરીને પુત્રીરૂપ ગર્ભપણે ઉત્પન્ન થયા. પ્રભુને ગર્ભોત્પતિથી ત્રણ જ્ઞાન હતા. ૧૫૨ - જે રાત્રિએ ભમલ્લિ પ્રભાવતી માતાની કુક્ષિમાં ઉત્પન્ન થયા, તે રાત્રિ એ તે પ્રભાવતી રાણી ગજ–વૃષભ આદિ ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગ્યા. પોતાના પતિ કુંભરાજાને સ્વપ્નની વાત કરી, સ્વપ્ન પાઠકોને પૂછયું – યાવત્ – પ્રભાવતી રાણી વિપુલ ભોગોપભોગને ભોગવતી સમય વ્યતીત કરે છે. ત્યાર પછી તે પ્રભાવતી દેવીને ગર્ભાવસ્થાના ત્રણ મહિના પુરા થયા ત્યારે આવા પ્રકારનો દોહદ (ઇચ્છા) ઉત્પન્ન થઈ – તે માતાઓ ધન્ય છે, જે જલ કે સ્થલમાં ઉત્પન્ન, Page #154 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર–ભમલ્લિ— કથા વિકસિત, રંગબેરંગી અનેક પુષ્પો અને તેની માળાઓ વડે સારી રીતે આચ્છાદિત, સજાવેલી શય્યા પર બેસે છે, સુખપૂર્વક સુવે છે, તેમજ પરમ સુખદાક સ્પર્શવાળા, દર્શનીય, તૃપ્તિકારક, મહાસુરભિગંધ ગુણવાળા પુદ્ગલોર્ન ફેલાવનારો ગુલાબ, મલ્લિકા, ચંપક, અશોક, પુન્નાગ, નાગ, મરવો, દમનક અને સુંદર અનવદ્ય નિર્મળ કુબ્જક પુષ્પો દ્વારા નિર્મિત એક અદ્વિતીય શ્રીદામકાંડને સૂંઘતી એવી પોતાના દોહદની પૂર્તિ કરે છે. ત્યાર પછી તે પ્રભાવતી દેવીના આવા પ્રકારના ઉત્પન્ન દોહદને જાણીને નજીકમાં રહેનારા વાણવ્યંતર દેવોએ તુરંત જ જલ અને સ્થલમાં ઉત્પન્ન પંચવર્ષી પુષ્પ કુંભ પ્રમાણ અને ભારપ્રમાણ અર્થાત્ ઘણા અધિક પરિમાણમાં લાવીને કુંભ રાજાના ભવનમાં રાખ્યા. તેની સાથે જ એક ખૂબ મોટો ભારે – યાવત્ – સુરભિગંધથી યુક્ત શ્રી દામકાંડને પણ રાખે છે. ત્યારે તે પ્રભાવતી દેવીએ જળ અને સ્થળના વિકસિત પંચવર્ણી પ્રભૂત પુષ્પો દ્વારા પોતાના દોહદની પૂર્તિ કરી અને ત્યાર પછી તે પ્રશસ્ત દોહદવાળી, સંમાનનીય દોહદવાળા, સંપન્ન દોહદવાળા, સંપૂર્ણ દોહદવાળા, સંપ્રાપ્ત દોહદવાળા પ્રભાવતી દેવી મનુષ્ય યોગ્ય વિપુલ ભોગોને ભોગવતી સમય વિતાવવા લાગી. ૦ ભ૰ મહિનો જન્મ : ૧૫૩ ત્યાર પછી સુખપૂર્વક નવમાસ અને સાડા સાત રાત્રિ–દિનનો સમય વ્યતીત થયો, હેમંત ઋતુનો પહેલો મહિનો, બીજું પખવાડીયું અર્થાત્ માગસરનો શુકલ પક્ષ આવ્યો ત્યારે તે માગસર સુદ અગિયારસને દિવસે મધ્યરાત્રિમાં અશ્વિની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે બધાં ગ્રહો પોતાના ઉચ્ચ સ્થાનમાં સ્થિત હતા યાવત્ પ્રજાજનો પ્રમુદિત થઈને આમોદ પ્રમોદમાં નિમગ્ન હતા ત્યારે આરોગ્યવતી તે પ્રભાવતી દેવીએ આરોગ્યપૂર્વક નિરોગી એવા ઓગણીસમાં તીર્થંકરનો મિથિલા નગરીમાં જન્મ આપ્યો. તે કાળ તે સમયમાં અધોલોકવાસિની આઠ પ્રધાન દિક્કુમારિકાઓ વગેરે એ ઋષભદેવ પ્રભુના જન્મોત્સવની માફક જન્મોત્સવ કર્યો. તેનું સમસ્ત વર્ણન (જંબુદ્વીપ પ્રજ્ઞતિથી) ભ૰ઋષભ કથાનક અનુસાર જાણી લેવું. ફર્ક માત્ર એટલો છે કે, અહીં નગરી મિથિલા, રાજા કુંભક અને રાણી પ્રભાવતીના નામોનો ઉલ્લેખ કરવો - યાવત્ – નંદીશ્વર દ્વીપમાં મહોત્સવ કર્યો (ત્યાં સુધી જાણવું) અનેક ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો દ્વારા જન્મોત્સવ સંપન્ન થઈ ગયા પછી કુંભક રાજાએ પ્રાતઃકાળ થતા નગર રક્ષકોને બોલાવ્યા. જાત કર્મ કર્યું – યાવત્ નામકરણ કર્યું. ૦ ભ૰ ‘મલ્લિ” નામ કેમ પડ્યું ? ભગવંત જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે તે પુત્રીની માતાને પુષ્પોથી આચ્છાદિત શય્યા પર બેસવા – સૂવા આદિની ઈચ્છા ઉત્પન્ન થયેલી. તેથી અમારી આ પુત્રીનું નામ મલ્લિ થાઓ. (આવશ્યક નિયુક્તિ ૧૦૮૯માં પણ જણાવે છે કે−) ભગવંત માતાના ગર્ભમાં આવ્યા ત્યારે સર્વઋતુઓના ઉત્તમ સુગંધી ફૂલોની માળા પર સુવાનો માતાને દોહદ થયો, દેવતા દ્વારા તે પૂર્ણ કરાયો, તેથી તેનું ‘મલ્લિ” નામ રખાયું. બીજો અર્થ એ કે, પરિષહ આદિ મલને જીતવાથી પ્રાકૃતશૈલી અનુસાર તથા છંદાનુસાર ‘મલ્લિ’” કહેવાય છે અથવા સર્વે પરિષહ મલ્લ અને રાગદ્વેષને હણ્યા હોવાથી ‘મલ્લિ' કહેવાયા. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ આગમ કથાનુયોગ-૧ ૦ ભમણિનું યુવાન થવું : કાશ્યપ ગોત્રના આ ભગવંત મલ્લિનો વર્ણ નીલ હતો. તેમનું લાંછન (ચિન્હ) કુંભ (કળશ) હતું. એવા એ ભમલ્લિ પાંચ ધાયમાતાઓ દ્વારા પાલનપોષણ પામીને – યાવત્ - સુખપૂર્વક વૃદ્ધિ પામવા લાગ્યા. દેવલોકથી આવેલી, ઉત્તમ શોભાવાળી તે ભગવતી મલિ દાસ-દાસી અને પીઠમઈક આદિથી ઘેરાયેલી એવી વૃદ્ધિને પ્રાપ્ત થઈ રહી હતી. તેણીના વાળ કાળા, આંખો સુંદર, હોઠ બિંબ ફળ સમાન લાલ અને દાંતોની પંક્તિ ઉજ્વળ હતી. કમળના પુષ્પની સદશ તેણીનું શરીર અત્યંત કોમળ હતું. તેના શ્વાસોચ્છવાસ પુષ્પ ગંધ સમાન સુગંધી હતા. ત્યારે તે વિદેહવર રાજકન્યા મલ્લિ બાલ્યાવસ્થાને પાર કરીને યોગ્ય કળાઓથી સુશિક્ષિત થયા. યુવાવસ્થાને પ્રાપ્ત કરીને ક્રમશઃ યૌવન અને લાવણ્યથી યુક્ત સર્વોત્કૃષ્ટ શરીર સંપદાવાળા થયા. તેણીની ઊંચાઈ (કાયા) પચીશ ધનુષુ હતી. ૦ મલ્લિ દ્વારા મોહનગૃહ નિર્માણ : - ૧૦૦ વર્ષના આયુષ્યમાં થોડો સમય બાકી હતો ત્યારે રાજકન્યા મલિએ અવધિજ્ઞાન વડે જાણ્યું કે તેણીના પૂર્વભવના છ બાળમિત્રો (અત્યારે) ૧. ઇક્વાકુ રાજપ્રતિબુદ્ધિ, ૨. અંગરાજ ચંદ્રચ્છાય, ૩. કાશીરાજ શંખ, ૪. કુણાલાધિપતિ રુકિમ, ૫. કુરુરાજ અદીનશત્રુ અને ૬. પંચાલાધિપતિ-જિતશત્રુ રૂપે ઉત્પન્ન થયા છે. ત્યારે ભમલિએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! તમે અશોકવાટિકામાં સેંકડો સ્તંભોથી શોભાયમાન એક ભવ્ય મોહનગૃહનું નિર્માણ કરો. તે મોહનગૃહના બરાબર મધ્યમાં છ ગર્ભગૃહ બનાવો. તે ગર્ભગૃહની વચ્ચોવચ્ચ એક જાલગૃહ બનાવો. તે જાલગૃહના અતિ મધ્ય ભાગમાં મણિમય પીઠિકા બનાવો અને આ કાર્ય પૂર્ણ કરીને પછી મને સૂચના આપો. તે કૌટુંબિક પુરુષોએ પણ આજ્ઞા અનુસાર કાર્ય પૂર્ણ થયાની જાણ કરી. ત્યાર પછી તે મણિમય પીઠિકા પર ભગવતી મલિએ પોતાના જેવી જ સમવયસ્ક, સ્વશરીર સદશ લાવણ્યરૂપ ચૌવન આદિ ગુણોપેત પદ્મ અને ઉત્પલોથી આચ્છાદિત સચ્છિદ્ર મસ્તકવાળી એક સુવર્ણમયી પ્રતિમા બનાવડાવી, પ્રતિમા તૈયાર થઈ ગયા પછી વિપુલ મનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવી, તે મનોજ્ઞ અશનાદિ આહારમાંથી રોજેરોજ એક એક કોળીયો લઈને તે પદ્મ તથા ઉત્પલ આચ્છાદિત સચ્છિદ્ર મસ્તકવાળી સુવર્ણમયી પ્રતિમાના તે મસ્તકના ઉપરના ભાગમાં રહેલ છિદ્રમાં ક્ષેપ કરતાકરતા સમય પસાર કરી રહ્યા હતા. આ પ્રકારે પદ્મ-ઉત્પલ આચ્છાદિત સચ્છિદ્ર મસ્તકવાળી સુવર્ણમયી પ્રતિમામાં એક-એક કવલ નાંખવાથી તેમાંથી દુર્ગધ ઉત્પન્ન થતી હતી. તે દુર્ગધ કેવી હતી? મરેલા સાપ જેવી અથવા મરેલી ગાય જેવી અથવા મરેલા કુતરા જેવી, મરેલી બિલાડી જેવી અથવા મરેલા મનુષ્ય જેવી, મરેલ ભેંસ જેવી અથવા મરેલ ઉદર જેવી, મરેલા ઘોડા, હાથી, સિંહ, વાઘ કે ચિત્તા જેવી. તે દુર્ગધ હતી. મરેલ, સડેલ, ગળેલ કીડાથી વ્યાપ્ત અને જાનવરો દ્વારા ખવાયેલ કોઈ મૃત કલેવર સમાન દુર્ગધવાળી હતી. કૃમિઓના સમૂહથી Page #156 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર-ભમલિ–કથા ૧૫૫ પરિપૂર્ણ હતી. અશુચિ, વિકૃત, વિરસ અને જોવામાં શું તે પ્રતિમા બીભત્સ અને ડરામણી હતી? શું તે પ્રતિમાની દુર્ગધ એવા પ્રકારની હતી ? ના, તે અર્થ બરાબર નથી. તે દૂર્ગધ એથી પણ વધારે અનિષ્ઠતર, અરમણિય, અપ્રિય, અમનોજ્ઞ અને અમનામતર હતી. ૦-૧ ઇસ્યાકુરાજ-પ્રતિબુદ્ધિ અધિકાર :પ્રતિબુદ્ધિ રાજાની પદ્માવતી રાણીનો નાગ મહોત્સવ : તે કાળે તે સમયે કૌશલ નામક જનપદ હતું. ત્યાં સાકેત નામે નગર હતું. તેના ઇશાન ખૂણામાં દિવ્ય, કામનાપૂર્ણ કરનાર અતિશય યુક્ત એક વિશાળ નાગગૃહ હતું. તે સાકેત નગરમાં પ્રતિબુદ્ધિ નામક ઇત્ત્વાકુ રાજ રહેતો હતો. તેની પત્નીનું નામ પદ્માવતી હતું. સામ, દંડ, ભેદ આદિ રાજનીતિઓમાં કુશળ અને નિયવિજ્ઞ સુબુદ્ધિ અમાત્ય હતો. કોઈ વખતે તે પદ્માવતી રાણીનો નાગ મહોત્સવ હતો. નાગ મહોત્સવનો દિવસ આવ્યો ત્યારે તે પદ્માવતી દેવી પ્રતિબુદ્ધિ રાજા પાસે આવી, બંને હાથ જોડી, મસ્તકે અંજલિ કરી, દશ નખ ભેગા કરી નમસ્કાર કર્યો, જયવિજય શબ્દો વડે વધાવી આ પ્રમાણે બોલી, હે સ્વામિન્ ! કાલે મારે નાગમહોત્સવ છે. હું તે મનાવવા માંગુ છું. જો આપ આજ્ઞા આપો તો હું તે મનાવવા જઉં. આપ પણ આ નાગ મહોત્સવમાં પધારો. પ્રતિબુદ્ધિ રાજાએ પદ્માવતી રાણીની વાત સાંભળી, ત્યાર પછી પ્રતિબુદ્ધિ રાજા દ્વારા પોતાની પ્રાર્થનાનો સ્વીકાર થયો જાણીને પદ્માવતી રાણી ખુશ થઈ સંતુષ્ટ થઈ. પછી પદ્માવતી દેવીએ કૌટુંબિક પરષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! કાલે મારે નાગ મહોત્સવ છે. તો તમે માલાકારને બોલાવીને એમ કહો કે, કાલે પદ્માવતી દેવીને નાગ મહોત્સવ છે, તો હે દેવાનુપ્રિયો ! જળસ્થળમાં ઉત્પન્ન વિકસિત પંચવર્ણા પુષ્પો અને તેની માળાઓ નાગગૃહમાં પહોંચાડો. સાથે એક મહાશોભા સંપન્ન શ્રીદામકાંડ લાવવું. ત્યાર પછી જલ થલ ઉત્પન્ન સુવિકસિત પંચરંગી પુષ્પોમાંથી બનાવેલ હંસ, મૃગ, મયૂર, ક્રૌંચ, સારસ, ચક્રવાક, મદનલાલ, કોકિલ, ઈહામૃગ, વૃષભ, તુરગ, નર, મગર, વિડગ, વ્યાલ, કિન્નર, સસ, સરભ, અમર, કુંજર, વનલતા, પદ્મલતા વગેરેના આશ્ચર્યજનક ચિત્રોથી શોભિત, વૈભવશાળી, મહાપુરુષોને યોગ્ય વિશાળ પુષ્પમંડપ બનાવો. તેની બરાબર મધ્યમાં ચંદરવામાં એક મહાન્ (મોટું) – યાવત્ – પોતાની સુરભિગંધથી વાતાવરણને સુગંધમય બનાવતું એવું શ્રીદામકાંડ લટકાવો. પછી પદ્માવતી રાણીની પ્રતિક્ષા કરતા ત્યાં બેસો. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ એ પ્રમાણે કર્યું – યાવત્ – પદ્માવતી દેવીની પ્રતિક્ષા કરતા ત્યાં બેઠા. ત્યાર પછી રાત્રિના અંધકારથી આચ્છાદિત પ્રભાવાળા – યાવત્ – સહસ્રરશ્મિ દિનકર તેજથી દીતિમાનું સૂર્ય ઉદિત થયો ત્યારે તે પદ્માવતી દેવીએ કૌટુંબિક પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે જલદીથી અંદરબહાર સુગંધી જળને સિંચીને, સાફ કરીને, લીંપીને સાકેત નગરને – યાવત્ – સુગંધની ડબ્બી અથવા વાટિકા જેવું કરી દો – બીજા પાસે કરાવો. આ કાર્ય કરી-કરાવીને પછી આજ્ઞાપૂર્તિ થયાની મને સૂચના આપો. તેઓએ પણ તેમ કરીને સૂચના આપી. ત્યાર પછી પદ્માવતી દેવીએ ફરી – બીજી વખત કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ આગમ કથાનુયોગ-૧ બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, “હે દેવાનુપ્રિયો ! તમે જલ્દીથી તેજ ચાલનારો – થાવત્ – યોગ્ય શ્રેષ્ઠ રથ લાવો. તેઓ પણ એવો જ રથ લાવ્યા. * ત્યાર પછી પદ્માવતી દેવીએ અંતઃપુરમાં જઈને સ્નાન કર્યું - યાવત્ – ધાર્મિક રથ પર બેઠી. પછી પોતાના પરિવારની સાથે તે પદ્માવતી દેવી સાકેત નગરના અતિ મધ્ય ભાગથી નીકળી. જ્યાં પુષ્કરિણી (વાવ) હતી ત્યાં આવી, પુષ્કરિણીમાં જઈ સ્નાન કર્યું - વાવ – પરમ ચિભૂત થઈને ભીની સાડી પહેરીને પુષ્કરિણીમાં ઉત્પન્ન કમળોને ચૂંટ્યા. પછી નાગગૃહ તરફ ચાલી. - ત્યાર પછી પદ્માવતી દેવીની દાસ-ચૂડીઓ ઘણા પુષ્પકરંડક, ધૂપધાણા આદિ હાથમાં લઈને તેની પાછળ-પાછળ ગઈ. પછી તે પદ્માવતી દેવી ઘણી ઋદ્ધિપૂર્વક નાગગૃહે આવી. નાગગૃહમાં પ્રવેશ કર્યો, મયૂરપંખની બનેલી માર્જની વડે પરિમાર્જન કર્યું – યાવત્ - ધૂપ પ્રગટાવ્યો. પછી પ્રતિબુદ્ધિ રાજાની પ્રતિક્ષા કરતી ત્યાં બેઠી. પછી પ્રતિબુદ્ધિ રાજાએ સ્નાન કર્યું. શ્રેષ્ઠ હાથી પર બેઠો, ત્યારે છત્રધારીઓએ કોરંટ પુષ્પોની માળાઓથી શોભિત છત્ર રાજાના મસ્તક પર ધારણ કર્યું. ચામરધારીઓએ શ્વેત ધવલ શ્રેષ્ઠ ચામરોથી વિંઝવાનો પ્રારંભ કર્યો. અશ્વ, ગજ, રથ અને શૂરવીર યોદ્ધાથી યુક્ત ચતુરંગિણી સેના તથા ઘણાં સુભટ, વિદૂષક, રથ, પગે ચાલનારા આદિના સમૂહની સાથે સાકેત નગરના ઠીક મધ્ય ભાગથી નીકળ્યો. નીકળીને નાગગૃહે પહોંચ્યો. ત્યાં પહોંચી હાથી પરથી નીચે ઉતર્યો. ઉતરીને પ્રણામ કર્યા. પછી તે પુષ્પમંડપમાં પ્રવેશ્યો. પ્રવેશીને તે મહાન્ (મોટા) શ્રી દામકાંડને જુએ છે. ૦ મલ્લિના શ્રી દામકાંડની પ્રશંસા : તે વખતે પ્રતિબુદ્ધિ રાજા તે શ્રીદામકાંડનું ઘણાં સમય સુધી સૂક્ષ્મ દૃષ્ટિથી નિરીક્ષણ કરે છે. તેને નિરખીને તે શ્રીદામકાંડથી આશ્ચર્યચકિત થઈ સુબુદ્ધિ અમાત્યને કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે મારા દૂત બનીને ઘણાં ગામ, આકર – યાવત્ – સન્નિવેશોમાં જાઓ છો, અનેક રાજા ઈશ્વર – યાવત્ – સાર્થવાહો વગેરેના ઘરોમાં પણ જાઓ છો તો આ પહેલા તમે ક્યાંય આવું શ્રી દામકાંડ જોયું છે એવું પદ્માવતી દેવીનું શ્રીદામકાંડ છે ? ત્યારે સુબુદ્ધિ મંત્રીએ પ્રતિબુદ્ધિ રાજાને કહ્યું, હાં સ્વામી ! જોયું છે. કોઈ વખતે હું તમારો દૂત બનીને મિથિલા રાજધાનીમાં ગયેલો. ત્યાં મેં કુંભ રાજાની અને પ્રભાવતી દેવીની પુત્રી મલ્લિના વર્ષગાંઠ અવસરે દિવ્ય એવા શ્રી દામકાંડને પહેલા જોયું હતું. તે શ્રી દામકાંડની તુલનાએ આ પદ્માવતી દેવીનું શ્રીદામકાંડ લાખમાં ભાગ તુલ્ય પણ નથી. ૦ મલ્લિના રૂપની પ્રશંસા :- સુબુદ્ધિ અમાત્યની આ વાત સાંભળીને પ્રતિબુદ્ધિ રાજાએ તેને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિય ! તે વિદેહવર રાજકન્યા મલિ (દેખાવમાં) કેવી છે? જેની વર્ષગાંઠ પર બનાવાયેલ શ્રી દામકાંડની તુલના પદ્માવતી દેવીનું શ્રીદામકાંડ લાખમે ભાગે પણ કરી શકે તેમ નથી. ત્યારે સુબુદ્ધિ મંત્રીએ ઇક્વાકુરાજ પ્રતિબુદ્ધિને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! વિદેહવર રાજકન્યા મલિ સુપ્રતિષ્ઠિત કૂર્મપૃષ્ઠ સદશ રમણીય ચરણવાળી – યાવત્ – પ્રતિરૂપ સંપન્ન છે. (ઇત્યાદિ વર્ણન સમજી લેવું) ૦ મલ્લિ કન્યા માટે પ્રતિબુદ્ધિની લગ્નેચ્છા :- સુબુદ્ધિ અમાત્યની આ વાત Page #158 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભમદ્ધિ-કથા ૧૫૭ સાંભળીને શ્રીદામકાંડ જનિત શોભાથી હર્ષિત થયેલ પ્રતિબુદ્ધિ રાજાએ દૂતને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું મિથિલા રાજધાની જા અને જેને માટે રાજ્ય પણ, ચૌછાવર કરી શકાય, એવી કુંભરાજા અને પ્રભાવતી રાણીની પુત્રી “રાજકન્યા મલ્લિની મારી પત્ની રૂપે માંગણી કરો. ત્યારે દૂતે પ્રતિબુદ્ધિ રાજાની એ વાત હર્ષિત અને સંતુષ્ટ થઈને સાંભળી. પછી પોતાના ઘેર આવ્યો. જ્યાં ચાતુર્ઘટવાળો રથ હતો ત્યાં આવીને તે રથને સુસજ્જિત કરાવ્યો. સુસજ્જિત કરાવ્યા બાદ હાથી, ઘોડા, રથ આદિથી યુક્ત સેનાને સાથે લઈને, ઘણાં જ ભાંડ, વિદુષક આદિ સાથે નીકળ્યો. નીકળીને જ્યાં વિદેહ રાજ્ય હતું – મિથિલા રાજધાની હતી તે તરફ ચાલ્યો. ૦-૨ અંગરાજચંદ્રચ્છાય અધિકાર : તે કાળે તે સમયે અંગ નામક જનપદ હતું. તેમાં ચંપા નામની નગરી હતી. તે ચંપાનગરીમાં ચંદ્રગ્ઝાય નામનો અંગરાજ હતો. તે નગરીમાં અન્નક આદિ સમુદ્રયાત્રા કરનાર પોતવણિક રહેતા હતા. તેઓ ઋદ્ધિમાનું – યાવત્ – બીજા અનેક લોકોથી પરાભવ ન પામે તેવા હતા. તેમાં અન્નક શ્રમણોપાસક હતો. જે જીવાજીવ સ્વરૂપનો જ્ઞાતા હતો. ૦-અન્નકની સમુદયાત્રા : તે કાળે (કોઈ વખતે) એકઠા થયેલા અત્રક આદિ પોત વણિકોને પરસ્પર વાત કરતા એવો વિચાર ઉત્પન્ન થયો કે, (અમારા માટે એ) શ્રેયકારી છે કે અમે ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય આદિ વસ્તુઓ લઈને પોતવાહનોથી લવણ સમુદ્રનું અવગાહન કરીએ. એ વાત બધાએ સાંભળી અને સ્વીકાર કર્યો. સ્વીકાર કરી ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય વસ્તુઓને લીધી. લઈને ગાડાં ગાડી સજાવ્યા. સજાવીને ગણિમ આદિ વસ્તુઓથી ગાડાં-ગાડી ભર્યા ત્યાર પછી શુભ તિથી, કરણ, નક્ષત્ર, મુહુર્ત આદિ જોઈને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ પદાર્થો તૈયાર કરાવ્યા. તૈયાર કરાવીને મિત્ર, જ્ઞાતિજન, નિજી–સંબંધિ, પરિજન આદિને આમંત્રિત કરી ભોજન કરાવ્યું. પછી મિત્રો, જ્ઞાતિજન, નિજી–સંબંધિ, પરિજન આદિને પૂછે છે. પછી ગાડાગાડી જોડ્યા. જોડીને ચંપાનગરીની બરાબર મધ્યમાંથી નીકળ્યા. નીકળીને જ્યાં ગંભીરક પોતપટ્ટન (બંદર) છે ત્યાં આવ્યા. આવીને ગાડાં ગાડી છોડ્યા, પોતવહન સજાવ્યા. સજાવીને ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય પદાર્થો ભર્યા. સાથે સાથે ચોખા, ઘઉં, તેલ, ઘી, ગોળ, ગોરસ, પાણી, વાસણ, ઔષધિ, દવા, ઘાસ, કાષ્ઠ, આવરણ, પહેરવાના વસ્ત્ર આદિ બીજા અનેક ઉપયોગી પદાર્થો તથા પોતવાહનને યોગ્ય પદાર્થોથી પોતવાહન ભર્યું. શુભ તિથી, કરણ, નક્ષત્ર, મુહૂર્તને જોઈને, વિપુલ અશન, પાન, ખાદિમ-સ્વાદિમને બનાવ્યા. બનાવીને મિત્ર, જ્ઞાતિજન, સ્વજન, સંબંધિ, પરિજન આદિને ભોજન કરાવ્યું. ત્યાર પછી તે મિત્ર-જ્ઞાતિજન આદિની વિદાય લઈ જ્યાં પોતસ્થાન (બંદર) હતું. ત્યાં આવ્યા. તે વખતે અન્નક આદિ પોતવણિકોના મિત્રો-જ્ઞાતિજન આદિએ પણ તેઓનું ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનોહર, ઉદાર શબ્દોથી અભિનંદન અને અભિવાદન કરતા શુભ કામના વ્યક્ત કરતા કહ્યું, હે આર્ય !, તાત !, ભાઈ !, મામા !, ભાણેજ ! તમે આ સમુદ્ર ' Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ આગમ કથાનુયોગ-૧ ભગવાન્ થી સુરક્ષિત થઈને દીર્ધકાળ જીવો, તમારું કલ્યાણ થાઓ, તમને અર્થનો લાભ થાઓ. કૃતકૃત્ય થઈ, રોગ-બાધાદિ રહિત તમને ઘેર પાછા આવેલા અમે જોઈએ. આ પ્રમાણે કહીને તેઓ ત્યાં સૌમ્ય, સ્નિગ્ધ-પ્રેમભરી દૃષ્ટિથી યુક્ત, દર્શનની ઉત્સુકતાપૂર્વક અશ્રપૂર્ણ નયનોથી જોતા. ત્યાં એક મૂહર્ત પર્યત બેઠા. - ત્યાર પછી પુષ્પ અર્ચન, બલિકર્મ પૂજા, યાચકોને દાન આદિ કાર્ય કર્યા બાદ સરસ, રક્ત, ચંદન, દર્ટર વડે (હાથના) થાપા મારીને, ધૂપ-લેપ આદિ દ્વારા સમુદ્રવાયુ (દેવતા)ની પૂજા કરીને લાંબા કાષ્ઠ–વલયના પતવાર યથાસ્થાને ગોઠવી, શીર્ષસ્થાન પર શ્વેત ધ્વજા ફરકાવીને, માંગલિક વાદ્યોના ધ્વનિપૂર્વક, જયવિજય સૂચક પક્ષીઓના શબ્દ શકુન થતા, રાજાની આજ્ઞા લઈ, મહાનું ઉત્કૃષ્ટ સિંહનાદના ધ્વનિ ઘોષમાં પ્રક્ષુબ્ધ મહાસાગરની ધ્વનિ સમાન આકાશ મંડલને વ્યાપ્ત કરીને તે અન્નક આદિ પોતવણિક એક જ દિશામાં મુખ રાખીને નૌકાઓમાં આરૂઢ થયા. ત્યારે પુષ્પમાણવકો (મંગલ પાઠકો)એ મંગલ વચનોના ઉચ્ચારણ કરતા કહ્યું કે, હે પોતવણિકો ! તમને અર્થની સિદ્ધિ થાઓ, કલ્યાણ સદા આપની સમક્ષ ઉપસ્થિત રહો, તમારી યાત્રામાં સર્વ પ્રકારના વિનોનો વિનાશ થાઓ. એવું આ પુષ્ય નક્ષત્ર છે, વિજય મુહૂર્ત છે. પ્રસ્થાન યોગ્ય દેશકાળ છે. તે વખતે મંગલપાઠકોના એ સ્વસ્તિવચનો સાંભળીને હર્ષિત-સંતુષ્ટ થયેલ કર્ણધાર, કુચ્છિધાર, ગર્ભગૃહમાં કામ કરનાર સાયંત્રિકો સાથે તે પોતવણિકો પોતપોતાના કાર્યોમાં જોડાઈ ગયા. પછી વિવિધ પ્રકારની વસ્તુ વડે ભરેલ અને પૂર્ણ મુખ નૌકાના લંગર ઉઠાવી, નૌકાને બંધનમુક્ત કરી. ત્યાર પછી તે બંધનમુક્ત નૌકા, વાયુના વેગથી પ્રેરાઈને જળપ્રવાહના વેગથી વારંવાર અહીં-તહીં ઉછળતી હોય તેમ તેના ઉપર વાયુના સંગ્રહ માટે બાંધેલ શ્વેત પતવારને ફેલાવતી આકાશમાં ઉડતા ગરૂડ સદશ, હજારો તરંગ માલારૂપ ઉર્મિ–મોજાઓને પાર કરતી એવી કેટલાંયે દિવસો સુધી ચાલતી લવણ સમુદ્રમાં અનેક યોજનો ગઈ. ૦–અર્વત્રક આદિને તાલપિશાચનો ઉપદ્રવ : તે વખતે – જ્યારે અન્નક આદિ સાંયાત્રિક પોતવણિકોએ લવણ સમુદ્રમાં સેંકડો યોજન સુધી અવગાહન કર્યું. ત્યારે ઘણાંબધાં – સેંકડો ઉત્પાતો ઉત્પન્ન થવા લાગ્યા. જેમ કે અકાળે મેઘગર્જના, અકાળે વિજળી થવી, અકાળે વાદળાઓનો ગડગડાટ, વારંવાર આકાશમાં દેવતાઓ નાચતા દેખાવા ઇત્યાદિ. ત્યારે (અન્નકને છોડીને બાકીના) સાંયાત્રિક પોતવણિક એક વિશાળકાય તાલપિશાચને જુએ છે. તે પિશાચની જંઘા તાડની જેવી લાંબી હતી, તેની બંને ભૂજા આકાશને અડકી રહ્યા હતા. વિખરાયેલવાળોવાળું તેનું બેડોળ માથું હતું. ભમરાઓનો સમૂહ, અતિકૃષ્ણ વર્ણવાળો કાજળના ઢગલા જેવા, ભેંસના વર્ણ સદશ, મેઘ ઘટાઓથી પણ અધિક કાળા એવા શરીરવાળો હતો. તેના નખ સૂપડા જેવા લાંબા હતા. જીભ પણ ફાળ જેવી લાંબી હતી. હોઠ લાંબા અને દાંત બહાર નીકળેલા હતા. મોટું ગોળમટોળ હતું. તલવાર જેવી ધારદાર, મજબૂત, મોટી અને વાંકી-ચૂકી દાઢી હતી. તેની જીભનો અગ્રભાગ ખ્યાનથી નીકળેલ તલવાર સમાન તીણ, ધારદાર, પાતળો અને ચંચળ હતો. Page #160 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર—ભમલ્લિ—કથા તેની જીભમાંથી લાળ ટપકતી હતી. તે જીભ લપલપાયમાન થતી હતી. એક જેવી લાગતી તેની બે જીભો મોઢાની બહાર લબડતી હતી. - વારંવાર મોઢું ફાડતો હોવાથી તેનું તાળવું મહાવિકરાલ, ડરામણું લાગતું હતું. તે લાલ વર્ણનું હતું અને તેમાંથી લાળ ટપકતી હતી. તેનું મોઢું અંજનગિરિ જેવું કાળા પર્વત સમાન અને તેમાં હિંગલોકથી ભરેલી ગુફા જેવા બિલ સશ હતું. અંજનગિરિમાંથી અગ્નિની જ્વાળા નીકળતી હોય તેવું તેનું મુખ લાગતું હતું. તેના બંને ગાલ સુકાયેલા ચામડાના પાત્ર (ચરસ)ની જેમ અંદરની બાજુ દબાયેલા હતા. તેનું નાક નાનું-વાકુંચૂકું અને ચપટું હતું. તેના નસકોરામાંથી નીકળતો શ્વાસોચ્છવાસ એવો લાગતો હતો કે જાણે તે ક્રોધથી ફુત્કાર કરી રહ્યો હોય. તે શ્વાસ લેતો હતો ત્યારે ધમધમ જેવો અવાજ થતો હતો. તે શબ્દધ્વનિ અતિ તીવ્ર કર્કશ, કઠોર અને દુઃસહ હતો. – તેના બંને કાન શકુલીના સમાન ઊંચા ફૂલેલા હતા. તેના પર લાંબાલાંબા વાળ ઉગેલા હતા. મહાવિકરાળ હતા. આંખો સુધી ફેલાયેલા અને ચંચળ હતા. આંખો બિલાડીના જેવી માંજરી અને આગીયાની જેમ લાલ ચમકીલી હતી. જે જોનારને ભયપ્રેરક હતી. લલાટની ભ્રમર વિજળી જેવી વક્ર હતી. ગળામાં પરિચય ચિન્હરૂપ નરમુંડોની માળા પહેરી હતી. કવચરૂપે અનેક વર્ણવાળા મહાવિષધર સર્પ શરીર સાથે લપેટેલા હતા. ખંભા ઉપર અહીં-તહીં સરકતા, ફુત્કાર કરતા સર્પો, વિંછીઓ, ગોધા, ઉંદરો, નકુલો, સરટોની રંગબેરંગી માળા ધારણ કરેલી હતી. કુંડલોને સ્થાને મહાભયંકર ફેણવાળા અને ફૂત્કાર કરતા કાળા નાગો પહેર્યા હતા. ૧૫૯ - તેના ખંભા પર બિલાડી અને શિયાળ ઉછળ કૂદ કરી રહ્યા હતા. જોરજોરથી ઘૂઘૂ કરનારા ઉલ્લુઓને મુગટરૂપે મસ્તક પર ધારણ કરેલ હતા. વારંવાર મહાભયંકર ઘંટારવ કરતો હતો. કાયરજનોના હૃદયને હચમચાવનાર મહાભયંકર અટ્ટહાસ્ય કરતો હતો. જેનું શરીર ચર્બી, લોહી, પરુ, માંસ અને મળથી લપેટાયેલ હતું. જેના દબાવથી પંચ-પચ જેવો શબ્દ નીકળતો હતો. જેના જોતાં જ કમકમાટી છૂટતી હતી. તેનું વક્ષસ્થળ (છાતી) વિશાળ હતી. પેટ વિશાળ અને લાંબુ હતું. તે હસે કે ચાલે ત્યારે તેના શરીરના અવયવો લબડતા હતા. તેણે જે પોષાક પહેરેલ હતો, તેમાં સ્પષ્ટરૂપે વાઘના છેઠેલા નખ, વાળ, મુખ, નયન અને કાન દેખાતા હતા. તેણે ઊંચા ઉઠાવેલા બંને હાથોમાં ખૂનથી લથબથ એવા એક વિશાળ હસ્તિચર્મને પકડેલ હતું. આવા તાલપિશાચને ભયંકર, અત્યંત કર્કશ, અસ્નિગ્ધ, અનિષ્ટ, અશુભ, અપ્રિય, અમનોજ્ઞ વાણીથી ત્રાસ આપતો અને પોતાની તરફ આવતો જુએ છે. તે પિશાચ નાચતો એવો જાણે આકાશ ફોડી દેવું હોય તે રીતે આવી રહ્યો હતો. તે ગર્જના કરતો હતો, અટ્ટહાસ્ય કરતો ભેંસની શીંગ જેવી કાળી અને તીક્ષ્ણ તલવાર લઈને આવતો હતો. તેને જોઈને બધાં ડરી ગયા. ત્રાસ પામ્યા, ઉદ્વિગ્ન થઈ ગયા અને ભયભીત થયેલા તે એકબીજાને ચોંટીને બેસી ગયા. તે સાંયાત્રિક પોતવાહકો ઘણાં ઇન્દ્રની, સ્કંદની, રુદ્રની, શિવની, વૈશ્રમણની, નાગની, ભૂતની, યક્ષની અને કેટલીયે પ્રશાંત સ્વભાવવાળી દેવીઓની માનતા કરવા લાગ્યા. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ આગમ કથાનુયોગ-૧ ૦-અર્ડત્રક દ્વારા સાગારી પ્રત્યાખ્યાન : ત્યાર પછી અત્રક શ્રમણોપાસકે તે દિવ્ય પિશાચરૂપને પોતાની તરફ આવતા જોયો, જોઈને તે ડર્યો નહીં, ઉદ્વિગ્ન ન થયો, તેના મુખ અને આંખનો રંગ પીળો (ફીક્કો) ન પડ્યો. તેના મનમાં દીનતા અને ઉદાસીનતા ન આવી. પરંતુ પોતવાહન (નાવ)ના એક યોગ્ય સ્થાન પર વસ્ત્રના છેડા વડે ભૂમિનું પ્રમાર્જન કર્યું. પ્રમાર્જન કરી ત્યાં બેઠો, બેસીને બંને હાથ જોડી મસ્તકે અંજલિ કરી, નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું અરહંત ભગવંતોને મારા નમસ્કાર થાઓ – યાવત્ – સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત કરનારને (નમસ્કાર થાઓ) હું આ ઉપસર્ગથી મુક્ત ન થાઉં ત્યાં સુધી હું ભક્ત પ્રત્યાખ્યાન (અનશન) સ્વીકાર કરું છું. જો હું આ ઉપસર્ગથી મુક્ત થાઉં તો મને આ પચ્ચક્ખાણ પારવું કલ્પ અને જ્યાં સુધી મુક્ત થાઉં ત્યાં સુધી મારે આ પચ્ચક્ખાણ થાઓ. એમ પ્રતિજ્ઞા કરી તેણે સાગારીભક્ત પ્રત્યાખ્યાન કર્યું. ૦–અત્રકને પિશાચ દ્વારા ઉપસર્ગ અને અર્વત્રકની ધર્મદઢતા : ત્યારે તે પિશાચરૂપ જ્યાં અત્રક શ્રમણોપાસક હતો ત્યાં આવ્યો. આવીને તેણે આ પ્રમાણે કહ્યું, ઓ અર્પત્રક ! અપ્રાર્થિત (મોતની) પ્રાર્થના કરનારા ! તુરંત પંત લક્ષણવાળા ! હીન પુન્ય ચૌદશીયા ! શ્રી હ્રીધૃતિ–કીર્તિ વગરના ! જો તું શીલવત, ગુણ વ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ આદિથી ચલિત નહીં થા, ભિત નહીં થા; તું તેનું ખંડન નહીં કરે, ભંગ નહીં કરે, તું તેને છોડીશ નહીં, તેનો પરિત્યાગ નહીં કર, તો આ વહાણને બે આંગળી વડે પકડીને સાતઆઠ તાલ પ્રમાણ ઊંચે આકાશમાં લઈ જઈશ અને પછી ઊંડા પાણીમાં ડૂબાડી દઈશ. જેનાથી તું આર્ત, રૌદ્ર ધ્યાનને વશ થઈ, અસમાધિ પામી અકાળે જીવનરહિત થઈ જઈશ ત્યારે તે અત્રક શ્રમણોપાસકે પોતાના મનમાં જ તે દેવને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! જીવ-અજીવ આદિ તત્ત્વોને જાણતો (શ્રદ્ધા કરતો) એવો હું અન્નક શ્રમણોપાસક છું. કોઈ દેવ, દાનવ, ચલ, રાક્ષસ, કિનર, ઝિંપુરુષ, મહોરગ કે ગંધર્વ મને નિગ્રંથ પ્રવચનથી ચલિત કરવા, યુભિત કરવા કે વિપરિત પરિણામવાળો કરવા માટે શક્તિમાન નથી. તને જેમ ઠીક લાગે તેમ કર. આ પ્રમાણે કહીને નિર્ભય – યાવત્ – મુખ અને નેત્રની કાંતિમાં કિંચિત્ પણ પરિવર્તન કર્યા વિના, અદીન અને નિરપેક્ષ મનવાળો થઈને નિશ્ચલ, નિષ્કપ અને નિઃશબ્દ થઈ શાંતિપૂર્વક ધર્મધ્યાનમાં સ્થિર રહ્યો. ત્યાર પછી તે દિવ્ય પિશાચરૂપે અન્નક શ્રમણોપાસકને બીજી વખત, ત્રીજી વખત પણ આ પ્રકારે પૂર્વવત્ કહ્યું. (તો પણ તે અન્નક) ધર્મધ્યાનમાં સ્થિર રહ્યો. તે વખતે તે દિવ્ય પિશાચરૂપે જ્યારે અન્નકને ધર્મધ્યાનમાં સ્થિર રહેલો જોયો ત્યારે તે અત્યંત ક્રોધિત થયો. તેણે પોતાની બે આંગળી વડે તે વહાણને પકડીને સાત-આઠ તાલ પ્રમાણ આકાશમાં ઉઠાવ્યું. ઉઠાવીને અન્નકને કહ્યું, હે અપ્રાર્થિતને પ્રાર્થનાર ! એ મારા માટે યોગ્ય નહીં થાય કે હું તને તપ, શીલ, વ્રત, ગુણ, વિરતિ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ આદિથી ચલિત કરું, શોભિત કરું, ખંડિત કરું, ભંજિત કરું અથવા પરિત્યાગ કરવા. -- તેથી સારું એ છે કે, તું તારી જાતે જ શીલ, વ્રત, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન, Page #162 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભમધિ–કથા ૧૬૧ પૌષધોપવાસ આદિથી ચલિત નહીં થાય, યુભિત નહીં થાય, તેને ખંડિત નહીં કરે, તેનો ભંગ નહીં કરે, તેને છોડીશ નહીં, તેનાથી વિચલિત નહીં થાય તો હું આ વહાણને અગાધ જળમાં ડૂબાડી દઈશ. જેનાથી તને અસમાધિ થશે, તું આર્તરૌદ્રધ્યાનને વશ થઈ અકાળે મરણ પામીશ. ત્યારે તે અત્રક શ્રમણોપાસકે મનમાં જ તે દેવને એ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! હું જીવાજીવ તત્ત્વોના જ્ઞાતા અત્રક શ્રમણોપાસક છું. કોઈ દેવ – યાવતું – ગંધર્વ મને નિર્ગસ્થ પ્રવચનથી ચલિત કરવામાં, યુભિત કરવામાં કે વિપરિણમિત કરવામાં સમર્થ નથી. તમારી ઈચ્છા હોય તેમ કરો. એમ કહીને નિર્ભય – યાવત્ - શાંત થઈને ધર્મધ્યાનમાં સ્થિર રહ્યો. પિશાચ રૂપનું સંહરણ અને દેવનું સ્વવૃત્તાંત : ત્યાર પછી જ્યારે તે પિશાચરૂપ દેવ, તે અર્વત્રકને નિર્ગસ્થ પ્રવચનથી ચલિત કરવામાં, સુભિત કરવામાં કે વિપરિણામિત કરવામાં સમર્થ ન થયો ત્યારે તે ઉપશાંત, શાંત, પ્રશાંત એવું મનોમન ખેદિત થઈ ગયો, તે વહાણને ધીમે ધીમે નીચે ઉતારી ફરી પાણી ઉપર મૂકી દીધું. પછી પોતાનું દૈવિક પિશાચરૂપ સંહરી લીધું, પછી દિવ્ય દેવરૂપની વિકુર્વણા કરી. આકાશમાં ઊંચે રહીને ઘુંઘરુની છમછમ ધ્વનિથી યુક્ત અને રંગબેરંગી શ્રેષ્ઠ શુદ્ધ વસ્ત્રાભૂષણોને ધારણ કરીને અન્નક શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું – હે અત્રક ! હે દેવાનુપ્રિય! તું ધન્ય છે, હે દેવાનુપ્રિયતું પુણ્યશાળી છે તું કૃતાર્થ છે – કૃતલક્ષણ છે. તે મનુષ્યભવનું ફળ સારી રીતે પ્રાપ્ત કરેલ છે. કેમકે તે નિર્ગસ્થ પ્રવચનમાં આવી પ્રતિપત્તિ, દૃઢ શ્રદ્ધા પ્રાપ્ત કરી છે – ઉપાર્જિત કરી છે – સંપૂર્ણરૂપે આરાધના કરી છે. હે દેવાનુપ્રિય ! દેવેન્દ્ર દેવરાજ શક્રએ સૌધર્મકલ્પ, સૌધમવતંસક વિમાનમાં, સુધર્માસભામાં ઘણાં દેવોની મધ્યે ઉચ્ચસ્વરમાં આ પ્રમાણે કહ્યું, પ્રજ્ઞાપના કરી, પ્રરૂપણા કરી કે, ખરેખર હે દેવાનુપ્રિયો ! જંબૂલીપના ભારત વર્ષમાં ચંપાનગરીમાં જીવઅજીવનો જ્ઞાતા (શ્રદ્ધાવાનું) અન્નક શ્રમણોપાસક છે. તેને કોઈ પણ દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, કિંમર, લિંપુરુષ, મહોરગ કે ગંધર્વ નિર્ગ પ્રવચનથી ચલિત કરવામાં, યુભિત કરવામાં કે વિપરિણામિત કરવામાં સમર્થ નથી. ત્યારે તે દેવાનુપ્રિય! દેવેન્દ્ર દેવરાજ શક્રની એ વાત પર મને શ્રદ્ધા ન થઈ, પ્રતીતિ ન થઈ, રુચિ ન થઈ. ત્યારે મને એવા પ્રકારનો વિચારમનોગત સંકલ્પ, ચિંતન ઉત્પન્ન થયા કે – હું અર્વત્રકની પાસે જાઉં અને જાણે કે અત્રક ધર્મપ્રિય છે અથવા ધર્મપ્રિય નથી. શીલ, વ્રત, ગુણ, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસથી ચલિત થાય છે કે ચલિત થતો નથી. સુભિત થાય છે કે મુભિત થતો નથી. શીલ-વ્રતાદિને ખંડિત કરે છે કે નથી કરતો, ભંગ કરે છે કે નથી કરતો, (થોડો પણ) ત્યાગ કરે છે કે નથી કરતો, (પૂર્ણ) પરિત્યાગ કરે છે કે નથી કરતો ? આવો વિચાર કર્યો. કરીને અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. પછી આપ દેવાનુપ્રિયને જોયા. જોઈને ઇશાન ખૂણામાં આવી ઉત્તર વૈક્રિય શરીરની વિદુર્વણા કરી, પછી જ્યાં લવણ સમુદ્ર હતો, જ્યાં આપ હતા ત્યાં આવીને આપને ઉપસર્ગ કર્યો, પરંતુ આપ તે ઉપસર્ગથી ડર્યા નહીં, ત્રસ્ત, ચલિત, સંભ્રાંત, વ્યગ્ર, ઉદ્વિગ્ન ન થયા. ભિન્ન Jain ternational Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ આગમ કથાનુયોગ-૧ મુખરાગ નયન વર્ણવાળા, દીન કે વિમનસ્ક ન થયા. તેથી જે દેવેન્દ્ર દેવરાજ શક્રે કહ્યું હતું. તે સર્વ કથન સત્ય સિદ્ધ થયું. મેં જોયું કે આપ દેવાનુપ્રિયને ઋદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય, પુરુષાર્થ, પરાક્રમ પ્રાપ્ત થયા છે, પામ્યા છો, તે સર્વે આપની સન્મુખ આવેલ છે. હે દેવાનુપ્રિય ! હું આપની ક્ષમા યાચું છું. આપ દેવાનુપ્રિય ! મને ક્ષમા કરો. હે દેવાનુપ્રિય ! આપ ક્ષમા આપવાને સમર્થ છો. હવે હું પુનઃ પુનઃ આવું કરીશ નહીં. એ પ્રમાણે કહીને અંજલિ કરીને ચરણોમાં નમસ્કાર કરીને સવિનય પોતાના અપરાધની પુનઃ પુનઃ ક્ષમાયાચના કરી, પછી અન્નકને ભેટ સ્વરૂપે દિવ્ય કુંડલની જોડી અર્પણ કરી. અર્પણ કરીને જે દિશામાંથી પ્રગટ થયો હતો તે દિશામાં પાછો ચાલ્યો ગયો. ત્યારે અર્વત્રકે પણ નિરુપસર્ગ સ્થિતિ જાણીને પોતાની પ્રતિજ્ઞા પારી. અન્નકનું મિથિલામાં આગમન કુંભરાજાને ભેટમું : ત્યાર પછી તે અન્નક આદિ સાંયાત્રિક નાવવણિકો દક્ષિણ દિશાના અનુકૂળ પવનને લીધે ગંભીર નામક બંદરે આવ્યા. ત્યાં આવી વહાણને લાંગર્યું. પછી ગાડાં-ગાડી તૈયાર કર્યા. તૈયાર કરીને તેમાં ગણિમ, ધરિમ, મેય અને પરિચ્છેદ્ય વ્યાપાર યોગ્ય વસ્તુઓના વાસણો રાખ્યા. પછી ગાડાગાડી જોડીને મિથિલા નગરી આવ્યા. ત્યાં આવી મિથિલા રાજધાનીની બહાર અગ્ર ઉદ્યાનમાં ગાડાં–ગાડી છોડ્યા. પછી મહાઈક, મહામૂલ્યવાનું અને મહાપુરુષોને યોગ્ય, વિપુલ પરિમાણમાં રાજાને યોગ્ય ભેટ અને કુંડલ યુગલ લીધા. લઈને મિથિલા રાજધાનીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જ્યાં કુંભ રાજા હતા. ત્યાં આવ્યા. બંને હાથ જોડી મસ્તકે અંજલિ કરી, નમસ્કાર કરી મહાર્થક, મહામૂલ્યવાનું, મહાપુરુષોને યોગ્ય, રાજાને યોગ્ય વિપુલ ભેટ અને કુંડલ યુગલ રાખ્યા. ત્યારે કુંભરાજા તે સાંયાત્રિક નાવ વણિકોની તે મહાર્થક, મૂલ્યવાન, મહાયોગ્ય, વિપુલ, રાજાને યોગ્ય ભેંટ અને દિવ્યકુંડલ યુગલનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને વિદેહવર રાજકન્યા મલ્લિને બોલાવી. તે દિવ્ય કુંડલ યુગલ વિદેહવર રાજકન્યા પલિને પહેરાવ્યા. પહેરાવીને વિદાય કરી, પછી કુંભ રાજાએ તે અત્રક આદિ સાંયાત્રિક નાવવણિકોનું વિપુલ વસ્ત્ર, માલા, અલંકરાદિથી સત્કાર અને સન્માન કર્યું. કરીને તેનું શુલ્ક માફ કર્યું. પછી રાજમાર્ગ પર તેમના રહેવાનો પ્રબંધ કર્યો, પછી વિદાય આપી. ૦-અન્નકનું ચંપામાં આગમનચંદ્રચ્છાય રાજા પાસે ગમન :- ત્યાર પછી તે અન્નક આદિ સાંયાત્રિક નાવવણિક જ્યાં રાજમાર્ગ પર આવાસ હતો ત્યાં આવ્યા. આવીને વાસણ આદિનો વ્યાપાર કર્યો. બદલામાં બીજા વેચાણ યોગ્ય પદાર્થોની ખરીદી કરી, ખરીદીને ગાડાગાડી ભર્યા. ભરીને ગંભીર નામના બંદરે આવ્યા. પછી વહાણોને તૈયાર કરીને બધાં વાસણ આદિ ભર્યા. દક્ષિણ દિશાનો અનુકૂળ પવન જોઈને ચંપા નામક બંદરે આવ્યા. ત્યાં વહાણ રોક્યા. પછી ગાડાગાડી તૈયાર કર્યા. તૈયાર કરીને ગણિમ, ઘરિમ, મેય અને પરિચ્છેદ્ય પદાર્થોથી ગાડાં-ગાડી ભર્યા. ભરીને ગાડાં–ગાડી જોડ્યા. જોડીને ચંપાનગરી આવ્યા. પછી ચંપા રાજધાનીની બહાર અગ્ર ઉદ્યાનમાં ગાડાગાડી છોડ્યા. છોડીને મહાર્થક, મહામૂલ્યવાનું મહાયોગ્ય અને રાજાને યોગ્ય વિપુલ ભેટ તથા દિવ્ય કુંડલ યુગલ લઈને અંગરાજ, ચંદ્રચ્છાય પાસે આવ્યા. Page #164 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભમલિ–કથા ૧૬૩ આવીને તે વિપુલ ભેટ તથા દિવ્ય કુંડલ યુગલ રાજાની પાસે મૂકયા. ત્યારે તે અંગરાજ ચંદ્રચ્છાયે તે મહાન ભેટ અને દિવ્યકુંડલ યુગલનો સ્વીકાર કર્યો. સ્વીકારીને તે અત્રક આદિને આ પ્રમાણે કહ્યું, તમે લોકો ઘણાં ગામ, નગર – થાવત્ – સંનિવેશ આદિમાં પરિભ્રમણ કરો છો. વારંવાર વહાણ લઈને લવણ સમુદ્રમાં પણ જાઓ છો. તો તમે કોઈ સ્થાને કંઈ આશ્ચર્ય જોયું-જાણ્યું હોય તો કહો. ૦-ભમતિની રૂપ પ્રશંસા – ચંદ્રચ્છાય રાજાની મલ્લિ માટે માંગણી : ત્યારે અન્નક આદિએ અંગરાજ ચંદ્રચ્છાયને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી! અમે અન્નક આદિ ઘણાં સાંયાત્રિક નાવવણિક આ ચંપાનગરીમાં વસીએ છીએ. અમે લોકો કોઈ વખતે ગણિમ આદિ પદાર્થો લઈને પૂર્વવતુ અહીનાધિક – યાવતુ - કુંભરાજા પાસે પહોંચ્યા, ત્યારે તે કુંભ રાજાએ વિદેહવર રાજકન્યાને તે દિવ્યકુંડલ યુગલ પહેરાવી, વિદાય કરેલ. હે સ્વામી! અમે કુંભરાજાના ભવનમાં વિદેહવર રાજકન્યા મલ્લિને આશ્ચર્યરૂપે જોઈ. તેની પહેલાં ક્યારેય એવી બીજી કન્યા, અસુર કન્યા, નાગ કન્યા, યક્ષ કન્યા, ગંધર્વ કન્યા કે રાજ કન્યા જોઈ નથી, જેવી તે વિદેહવર રાજકન્યા મલ્લિ હતી. ત્યારે ચંદ્રચ્છાય રાજાએ અન્નક આદિના સત્કાર સન્માન કર્યા. તેમની જકાત માફ કરીને વિદાય કર્યા. ત્યારે વણિકોના કથનથી આનંદિત થયેલ ચંદ્રગ્ઝાય રાજાએ દૂતને બોલાવીને આ પ્રકારે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે જાઓ – યાવત્ – વિદેહવર રાજકન્યા મલિની મારી પત્નીના રૂપે માંગણી કરો તમારી સાથે લગ્ન કરે તેમ કહો) તે માટે આખું રાજ્ય આપવું પડે તો પણ કબૂલ કરજો. ત્યારે તે દૂત ચંદ્રચ્છાય રાજાની આ વાત સાંભળી હર્ષિત, સંતુષ્ટ થઈ – યાવત્ – જવા માટે તૈયાર થયો. ૦-૩ કુણાલાધિપતિ રક્રિમ રાજાનો અધિકાર : તે કાળે તે સમયે કુણાલ નામક જનપદ હતું. તેમાં શ્રાવતિ નામની નગરી હતી. ત્યાં કુણાલાધિપતિ રુકિમ નામનો રાજા હતો. તે રુકિમ રાજા અને ધારિણી રાણીની પુત્રી એવી સુબાહુ નામની કન્યા હતી. જેના હાથ-પગ આદિ સર્વાગ સુકોમળ હતા તથા તે રૂપ-લાવણ્ય અને યૌવનમાં ઉત્કૃષ્ટ હતી. તેમજ ઉત્કૃષ્ટ શરીરવાળી હતી. ૦ સુબાહુ કન્યાનો સ્નાન મહોત્સવ : કોઈ વખતે તે સુબાહુકન્યાનો ચાતુર્માસિક સ્નાન ઉત્સવ આવ્યો. ત્યારે તે કુણાલાધિપતિ રુકિમએ સુબાહુકન્યાનો ચાતુર્માસિક સ્નાન મહોત્સવ આવ્યો જાણી કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! કાલે સુબાહુ બાલિકાનો ચાતુર્માસિક સ્નાન મહોત્સવ થશે. તેથી તમે કાલે રાજમાર્ગના મધ્યચોકમાં જળ અને સ્થળમાં ઉત્પન્ન પંચવર્ણા પુષ્પોને લાવી – યાવત્ – એક વિશાળ અને સુગંધ પ્રચૂર શ્રી દામકાંડને લટકાવો. તેઓએ પણ તે કાર્ય કર્યું. પછી તે કુણાલાધિપતિ રકિમએ સોનીઓના સમૂહને બોલાવીને આ પ્રકારે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલદીથી રાજમાર્ગ મધ્યે પુષ્પમંડપમાં અનેક પ્રકારના પંચરંગી ચોખાથી નગરનું આલેખન કરો. તેની બરાબર મધ્યમાં એક પાટ રાખો અને મારી આ આજ્ઞાનું પાલન કરીને મને જણાવો. તેઓએ પણ રાજાની આજ્ઞા મુજબ કાર્ય સંપન્ન કર્યું. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ આગમ કથાનુયોગ-૧ પછી તે કુણાલાધિપતિ રુકિમ શ્રેષ્ઠ હાથી પર બેસી, ચતુરંગિણી સેના, મહાનું યોદ્ધા અને રથના સમૂહથી ઘેરાયેલો, સુબાહુ બાલિકાને આગળ રાખીને રાજમાર્ગ અને જ્યાં પુષ્પમંડપ હતો ત્યાં આવ્યો. ત્યાં આવી હસ્તિ પરથી નીચે ઉતર્યો. પછી પુષ્પમંડપમાં પ્રવેશ્યો. પ્રવેશીને પૂર્વ દિશા તરફ મોઢું રાખી ઉત્તમ સિંહાસન પર બેઠો. પછી અંતઃપુરની સ્ત્રીઓએ સુબાહુકુમારીને પાટ પર બેસાડી. બેસાડીને શ્વેત અને પીત (ચાંદી અને સોનાના) કળશોથી સ્નાન કરાવ્યું. સ્નાન કરાવી સર્વ અલંકારો વડે વિભૂષિત કરી. પછી પિતાને પગે લાગવા માટે લાવ્યા. ત્યારે તે સુબાહુકુમારી જ્યાં રુકિમ રાજા હતા ત્યાં આવી. આવીને પિતાના ચરણસ્પર્શ કર્યા. ૦-ભ૦મલિનો સ્નાન મહોત્સવ અને રુકિમ રાજા દ્વારા વિવાહ માટે માંગણી : ત્યાર પછી તે ક્રિમ રાજા સુબાહુ બાલિકાને પોતાના ખોળામાં બેસાડે છે. પછી સુબાહુ બાલિકાના રૂપ, યૌવન અને લાવણ્યને જોઈને વિસ્મિત થઈને અંતઃપુર રક્ષકને બોલાવે છે. બોલાવી આ પ્રકારે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું મારા દૂત રૂપે અનેક ગામ, આકર, નગર – યાવત્ – સન્નિવેશોમાં પરિભ્રમણ કરે છે. ઘણાં રાજા, ઈશ્વર – યાવતું – સાર્થવાહ વગેરેના ઘરોમાં પણ જાય છે. તે ક્યારેય કોઈ રાજા કે ઈશ્વરને ત્યાં પૂર્વે આવો સ્નાન મહોત્સવ જોયો છે, જેવો આ સુબાહુ બાલિકાનો ખાન મહોત્સવ થયો ? ત્યારે તે અંતઃપુર રક્ષકે બંને હાથ જોડી, મસ્તકે અંજલિ કરી નતમસ્તકે આ પ્રમાણે કહ્યું, કે હે સ્વામી ! હું ક્યારેક તમારા દૂતરૂપે મિથિલાનગરી ગયેલ. ત્યાં મેં કુંભ રાજા અને પ્રભાવતીની પુત્રી વિદેહવર રાજકન્યા મલ્લિનો નાન–મહોત્સવ જોયેલો. તે સ્નાન મહોત્સવના લાખમાં ભાગે પણ આ સુબાહુકુમારીનો ખાન મહોત્સવ નથી. ત્યારે તે અંતઃપુર રાકની આ વાત સાંભળીને, વિચાર કરીને તથા આ સ્નાન મહોત્સવના વૃત્તાંતથી હર્ષિત થયેલા કિમ રાજાએ દૂતને બોલાવી આ પ્રકારે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે જાઓ – યાવત્ – વિદેહવર રાજકન્યા મલિની મારી પત્નીના રૂપે માંગણી કરો તમારી સાથેના લગ્નનું કહેણ જણાવો) તેના માટે જો આ રાજ્ય પણ આપવું પડે તો પણ તે વાતનો સ્વીકાર કરજો. ત્યારે તે દૂત રુકિમ રાજાની એ વાત સાંભળીને હર્ષિત થયો – સંતુષ્ટ થયો – યાવત્ – જ્યાં મિથિલા નગરી છે તે દિશામાં ચાલ્યો. ૦-૪ કાશીરાજ-શંખનો અધિકાર : તે કાળે અને તે સમયે કાશી નામક જનપદ હતું. તેમાં વારાણસી નામક એક નગરી હતી. ત્યાં શંખ નામનો કાશીરાજા હતો. ૦-ભમલિનું કુંડલ યુગલ ખૂલી જવું – સોનીની નિષ્ફળતા : ત્યાર પછી કોઈ એક સમયે વિદેહવર રાજકન્યા મલ્લિના તે (અત્રકે ભેટ આપેલ) દિવ્ય કુંડલ યુગલની સંધિ ખુલી ગઈ. ત્યારે કુંભ રાજાએ સોનીઓના સમૂહને બોલાવ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! આ દિવ્ય કુંડલ યુગલના સાંધાને તમે ફરી જોડી દો. ત્યારે તે સોનીઓના સમૂહે તથાસ્તુ (સારુ) એમ કહીને કુંડલ યુગલના સાંધાને જોડવાની રાજાજ્ઞા સ્વીકારી. તે કુંડલ યુગલને ગ્રહણ કર્યા. લઈને જ્યાં સોનીઓની બેસવાની (–કામ કરવાની) જગ્યા હતી ત્યાં આવ્યા. પોતાના સ્થાને બેઠા. પછી અનેક Page #166 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ મલિ–કથા ૧૬૫ સાધનો, અનેક ઉપાયો ને ઔત્પાતિકી, વૈનયિકી, કર્મચા તથા પારિણામિકી બુદ્ધિ વડે તે દિવ્ય કુંડલની જોડને સાંધવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ તે સંધિને જોડી શક્યા નહીં ત્યારે તે સોનીઓ કુંભરાજા પાસે આવ્યા. આવીને બે હાથ જોડી મસ્તકે અંજલિ કરી, નતમસ્તકે રાજાને જય-વિજય શબ્દો વડે વધાવ્યા. વધાવીને આ પ્રમાણે કહ્યું કે, આજે આપે અમને બોલાવ્યા – યાવત્ – આજ્ઞા કરી કે કુંડલ યુગલની સંધિ જોડીને આપની આજ્ઞાનું પાલન કરવું. ત્યારે અમે તે દિવ્ય યુગલ લઈ ગયા. સોનીઓને બેસવાને સ્થાને પણ ગયા – યાવત્ – સંધિને જોડવામાં અમે સફળ થઈ શક્યા નથી. હે સ્વામી! જો આપ આજ્ઞા આપો તો અમે આ દિવ્યકુંડલ યુગલ સમાન બીજા કુંડલ બનાવીએ. ૦-સોનીઓનો દેશ નિકાલ – તેઓનું વાણારસીમાં ગમન : ત્યારે સોનીઓની આ વાત સાંભળીને અને વિચારીને કુંભ રાજા તુરંત જ ક્રોધિત, રષ્ટ, કોપિતા અને ચંડિકાવત્ થઈ ગયા. ક્રોધથી ધમધમતા એવા તેમના લલાટમાં ત્રણ સળ પડી અને ભૂકુટિ ચઢાવીને આ પ્રમાણે બોલ્યા, તમે કેવા સુવર્ણકાર છો, જે તમે આ દિવ્ય કુંડલ યુગલની સંધિ જોડી શક્યા નહીં? એમ કહીને તે સોનીઓને દેશનિકાલની આજ્ઞા આપી. ત્યારે કુંભરાજા દ્વારા અપાયેલી દેશનિકાલની આજ્ઞા સાંભળીને તે સોનીઓ જ્યાં પોતપોતાના ઘર હતા ત્યાં આવ્યા, આવીને પોત-પોતાના ભાંડ-ઉપકરણ આદિ લઈને મિથિલા રાજધાનીની વચ્ચોવચ્ચ થઈને નીકળ્યા. નીકળીને વિદેહ–જનપદની મધ્યમાંથી થઈ જ્યાં કાશી જનપદ હતું, જ્યાં વાણારસી નગરી હતી, ત્યાં આવ્યા. આવીને અગ્રઉદ્યાનમાં પોતપોતાના ગાડાં-ગાડીને રોક્યા. રોકીને મહાર્થક – યાવત્ – ઉપહારને લીધાં. લઈને વાણારસી નગરીની ઠીક મધ્યમાં થઈને કાશીરાજ શંખ પાસે આવ્યા. ત્યાં આવીને બંને હાથ જોડી, નતમસ્તક થઈ અંજલિ કરવા પૂર્વક રાજાને જય-વિજય શબ્દો વડે વધાવ્યા. વધાઈ દઈ ઉપહાર આદિ ભેટ કર્યા, ભેટ આપીને આ પ્રમાણે કહ્યું – હે સ્વામી ! કુંભ રાજા દ્વારા કરાયેલ દેશનિકાલની આજ્ઞાને લીધે અમે મિથિલા છોડીને અહીં આવ્યા છીએ. તેથી હે સ્વામી! અમે આપની ભુજાની છાયામાં આશ્રય લઈને નિર્ભય, નિદ્વિગ્ન થઈ સુખપૂર્વક અહીં રહેવા ઇચ્છિએ છીએ. ત્યારે કાશીરાજ શંખે તે સુવર્ણકારોને એમ પૂછયું કે, હે દેવાનુપ્રિયો ! કુંભ રાજાએ શા માટે તમને દેશનિકાલની આજ્ઞા આપી ? ત્યારે તે સોનીઓએ કાશીરાજ શંખને આ પ્રમાણે કહ્યું – હે સ્વામી ! કુંભ રાજા અને પ્રભાવતી દેવીની પુત્રી વિદેહવર રાજકન્યા મલિના કુંડલ યુગલની સંધિ ખુલી ગયેલી. ત્યારે કુંભરાજાએ સુવર્ણકારોના સમૂહને બોલાવ્યા – થાવત્ – દેશનિકાલની આજ્ઞા કરી. બસ આ જ કારણે કુંભરાજાએ આજ્ઞા કરી અમને દેશનિકાલ કર્યા. ત્યારે કાશીરાજ શંખે સુવર્ણકારોને આ પ્રમાણે કહ્યું (પૂછયું) – હે દેવાનુપ્રિયો ! કુંભરાજા અને પ્રભાવતી દેવીની પુત્રી વિદેહવર રાજકન્યા મલ્લિ કેવી છે ? ૦-ભ૦મલ્લિના રૂપની પ્રશંસા – શંખરાજા દ્વારા તેની માંગણી : ત્યારે સોનીઓએ કાશીરાજ શંખને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી! જેવી વિદેહવર રાજકન્યા મલ્લિ છે તેવી ન તો કોઈ દેવકન્યા છે કે અસુરકન્યા, નથી કોઈ નાગ કન્યા કે Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ આગમ કથાનુયોગ–૧ યક્ષ કન્યા, કોઈ ગંધર્વ કન્યા કે રાજકન્યા પણ તેવી નથી. ત્યારે કંડલની વાતથી હર્ષિત થયેલ કાશીરામ શંખે દૂતને બોલાવ્યો. તેને આ પ્રમાણે કહ્યું કે, હે દેવાનુપ્રિય! તમે જાઓ - યાવત્ – વિદેહવર રાજકન્યા મલ્લિની મારી પત્નીના રૂપે માંગણી કરો. જો તેના બદલામાં શુલ્ક રૂપે રાજ્ય પણ આપવું પડે તો આપી દેવું. ત્યારે શંખરાજાની એ વાત સાંભળી તે દૂત હર્ષિત, સંતુષ્ટ થતો – યાવત્ – મિથિલા નગરી તરફ જવા નીકળ્યો. ૦-૫ કુરુરાજ અદીનશત્રુનો અધિકાર : તે કાળે, તે સમયે કુરુ નામક જનપદ હતું. ત્યાં હસ્તિનાપુર નામક નગર હતું. ત્યાં અદીનશત્રુ નામક રાજા હતો – યાવત્ – રાજ્યનું પ્રશાસન કરતો હતો. ૦મલ્લદિનકુમાર દ્વારા ચિત્રસભા નિર્માણ : તે મિથિલા નગરીમાં કુંભ રાજા અને પ્રભાવતી દેવીનો પુત્ર મલિનો અનુજ સુકુમાલ હાથ–પગવાળો મલ્લદિન્ન નામક કુમાર – યાવત્ – યુવરાજ હતો. તે વખતે કોઈ એક દિવસે મલ્લદિન્ન કુમારે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રકારે કહ્યું, તમે લોકો જાઓ અને મારા પ્રમાદવનમાં અનેક સ્તંભોથી યુક્ત એક વિશાળ ચિત્રસભાનું નિર્માણ કરો. મારી આ આજ્ઞાનું પાલન થયાની સૂચના આપો. તેઓએ પણ યુવરાજની આજ્ઞા પ્રમાણે કાર્ય કરી સૂચના આપી. ત્યાર પછી તે મલ્લદિન્નકુમારે ચિત્રકારોના સમૂહને બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે ચિત્રસભાને હાવ, ભાવ, વિલાસ, બિબ્લોકથી યુક્ત રૂપોથી ચિત્રિત કરો, ચિત્રિત કરીને મારી આજ્ઞાનું પાલન કરીને મને જણાવો. ત્યારે તે ચિત્રકારોએ તથાસ્તુ (સારુ) એમ કહીને યુવરાજની આજ્ઞા સ્વીકારી. પછી પોતાને ઘેર આવ્યા. ત્યાં આવીને રંગ–પીંછી વગેરે લીધા. લઈને જ્યાં ચિત્રસભા હતી ત્યાં આવ્યા. ચિત્રસભામાં પ્રવેશ કરીને ચિત્ર રચના સ્થાનને રેખાઓ વગેરેથી અંકિત કર્યા પછી તે સ્થાનને સજ્જ કર્યું. ચિત્રસભાને સજાવીને હાવ, ભાવ, વિલાસ, બિબ્લોકથી યુક્ત ચિત્રો બનાવવામાં પ્રવૃત્ત થયા. ૦-એક ચિત્રકાર દ્વારા ભ૦મહિના સદશ રૂપનું ચિત્રણ : તે ચિત્રકારોમાં એક ચિત્રકારને એવા પ્રકારની લબ્ધિ પ્રાપ્ત હતી, લબ્ધ હતી, સમ્યક્ પ્રકારે સન્મુખ આવેલી હતી કે જે કોઈ દ્વિપદ, ચતુષ્પદ કે અપદના કોઈ એક માત્ર અંશને જોઈ લે, તો તે એક અંશ માત્રને આધારે તેનું પૂરા રૂપને-ચિત્રને તે બનાવી શકતો હતો. તે ચિત્રકારે પડદાની પાછળ બેઠેલ મલિકુંવરીના પગના અંગૂઠાને જાળના છિદ્રમાંથી જોયો. ત્યારે તે ચિત્રકારના મનમાં આવા પ્રકારનો વિચાર ઉત્પન્ન થયો કે મારા માટે એ શ્રેયસ્કર છે કે હું વિદેહવર રાજકન્યા મલ્લિના પગના અંગુઠા અનુસાર તેણીનું સદ, સમાન, સદશવય, સદશ લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણોપેત ચિત્ર બનાવું. એ પ્રમાણે સંકલ્પ કરી, ભૂમિભાગને સજ્જ કર્યો, સજ્જ કરીને વિદેહવર રાજકન્યા મલ્લિના પગના અંગુઠા અનુસાર તેણીનું સદશ – યાવત્ – ગુણોપેત ચિત્ર બનાવ્યું. ૦–મધ્યદિનકુમારનું ચિત્રસમાગમન : ત્યાર પછી તે ચિત્રકારોએ ચિત્રસભાના હાવ, ભાવ, વિલાસ, બિબ્લોક યુક્ત રૂપો ચિત્રિત કર્યા, ચિત્રિત કરીને જ્યાં મલ્લદિનકુમાર હતા ત્યાં આવ્યા. આજ્ઞાનુસાર કાર્ય થઈ Page #168 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભમધિ–કથા ૧૬૭ ગયાની જાણ કરી. ત્યારે તે મલ્લદિન્નકુમારે ચિત્રકાર શ્રેણીનો સત્કાર અને સન્માન કર્યું. સત્કાર સન્માન કરીને જીવિકાને યોગ્ય વિપુલ પ્રીતિદાન આપી, વિદાય કર્યા. પછી મલદિન્ન કુમારે સ્નાન કર્યું. પછી અન્તઃપુર અને પરિવાર સહિત ધાયમાતાને સાથે લઈને ચિત્રસભા પાસે આવ્યા. ચિત્રસભામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરી હાવ ભાવ, વિલાસ, બિબ્લોક યુક્ત ચિત્રોને જોતો જોતો જ્યાં વિદેહવર રાજકન્યા મલિનું તદનુરૂપ ચિત્ર બનેલું હતું, તે તરફ જવા ઉદ્યત થયો. ત્યારે તે મલ્લદિનકુમાર વિદેહવર રાજકન્યા મલ્લિનું આબેહુબ ચિત્ર જુએ છે. ચિત્રને જોઈને તેના મનમાં એવો વિચાર ઉત્પન્ન થયો કે આ તો વિદેહવર રાજકન્યા મલ્લિ પોતે જ છે. એવું વિચારી (-સમજી)ને તે લજ્જા પામ્યો, વિલખો પડી ગયો, વ્યગ્ર થઈને ધીમે ધીમે ત્યાંથી સરકી ગયો. તે વખતે મલ્લદિત્ર કુમારને એ રીતે ધીમે ધીમે સરકતો જોઈને ધાયમાતાએ આ પ્રમાણે કહ્યું, હે પુત્ર શા કારણે તું લજ્જિત, પીડિત અને વ્યથિત થઈને ધીરે-ધીરે પાછો જઈ રહ્યો છે? ત્યારે મલ્લદિનકુમારે ધાયમાતાને કહ્યું કે, હે માતા ! શું મારે માટે એ યોગ્ય છે કે જ્યાં ગુરુ અને દેવતા સમાન અને જેની સામે જવાથી મારે લજ્જિત થવું પડે એ રીતે મારી મોટી બહેન જ્યાં બેઠી હોય તેવી ચિત્રસભામાં હું જઉ ? ત્યારે ધાયમાતાએ મલ્લદિન્નકુમારને એ પ્રમાણે કહ્યું કે, હે પુત્ર ! નિશ્ચયથી આ સાક્ષાતુ વિદેહવર રાજકન્યા મલ્લિ નથી. આ તો ચિત્રકાર દ્વારા વિદેહવર રાજકન્યા મલ્લિનું બનાવેલ તદનુરૂપ (-આબેહુબ) એવું તેનું ચિત્ર છે. ત્યારે ધાયમાતાની આ વાતને સાંભળી અને વિચાર કરીને માલદિન્નકુમાર ક્રોધિત થઈ આ પ્રમાણે બોલ્યા, કોણ છે આ અપ્રાર્થિત (મોત)ની પ્રાર્થના કરનાર એવો દુરંતપંત લક્ષણ, પુન્યહીન, ચઉસિયો અને શ્રીહી–ધૃતિકીર્તિ વગરનો ચિત્રકાર ? જેણે ગુરુદેવ સ્વરૂપ અને જેની સામે જતા પણ મને લજ્જા અનુભવવી પડે એવી મારી મોટી બહેનનું આ ચિત્રસભામાં તદનુરૂપ ચિત્ર બનાવ્યું છે ? એટલું બોલીને તેણે ચિત્રકારનો વધ કરવાની આજ્ઞા કરી. ૦-ચિત્રકારને દેશનિકાલની આજ્ઞા : ત્યારે ચિત્રકારોના સમૂહને આ કથનના સમાચાર જાણવામાં આવ્યા, ત્યારે જ્યાં મલ્લદિન્નકુમાર હતા ત્યાં આવ્યા. આવીને બંને હાથ જોડી, નતમસ્તકે, અંજલિ કરવા પૂર્વક (યુવરાજને) જય વિજય શબ્દોથી વધાવ્યા. વધાવીને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! ખરેખર આ ચિત્રકારને એવા પ્રકારની ચિત્રકાર લબ્ધિ પ્રાપ્ત થઈ છે યાવત્ અધિગત થઈ છે કે તે જે કોઈપણ દ્વિપદ, ચતુષ્પદ કે અપદનો એકાદ અંશ પણ જોઈ લે, તેના તે એક અંશ પરથી આખું ચિત્ર આબેહુબ-તદનુરૂપ ચિત્રિત કરી દે છે. તેથી હે સ્વામી! આપ તે ચિત્રકારના વધની આજ્ઞા ન આપો. પણ હે સ્વામી! આપ તે ચિત્રકારને બીજો કોઈ પણ દંડ આપો. ત્યારે મલ્લદિન્નકુમારે તે ચિત્રકારના સાંધા (બીજા મતે – જમણા હાથનો અંગુઠો અને પહેલી આંગળી) છેદાવી નાંખ્યા. છેદન કરાવીને તે ચિત્રકારને દેશનિકાલની આજ્ઞા કરી. ૦ ચિત્રકારનું હસ્તિનાપુરે આગમન : ત્યાર પછી મલ્લદિનકુમાર દ્વારા દેશનિકાલની આજ્ઞા પામેલ તે ચિત્રકાર પોતાના Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ આગમ કથાનુયોગ-૧ ભાંડ-ઉપકરણ (સરસામાન) આદિ લઈને મિથિલા નગરીથી નીકળ્યો, નીકળીને વિદેહ જનપદની બરાબર મધ્યમાંથી થઈને જ્યાં કુરુ જનપદ હતું. જ્યાં હસ્તિનાપુર નગર હતું, ત્યાં આવ્યો. આવીને પોતાના ભાંડ-ઉપકરણ આદિ રાખ્યા. પછી ચિત્રફલકને સજાવ્યું. સજાવીને વિદેહવર રાજકન્યા મલ્લિના પગના અંગુઠા અનુસાર તેણીનું ચિત્ર બનાવ્યું. પછી તે ચિત્રને પોતાની કાંખમાં દબાવી મહાર્થક – યાવત્ – ભેટ–ઉપહાર લીધા. લઈને હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચ થઈને અદીનશત્રુ રાજા પાસે આવ્યો. આવીને બે હાથ જોડી, મસ્તક નમાવી, મસ્તકે અંજલિ કરી જય-વિજય શબ્દોથી વધાવી રાજા સમક્ષ ભેટ ધરી આ પ્રમાણે કહ્યું – હે સ્વામી ! કુંભ રાજા અને પ્રભાવતી દેવીના પુત્ર મલદિનકુમાર દ્વારા મને દેશનિકાલની આજ્ઞા થઈ, માટે મિથિલા નગરીથી હું અહીં આવેલ છું. હવે તે સ્વામી ! આપના બાહુની છાયામાં (આપના શાસનમાં) આશ્રય લઈને નિર્ભય અને ઉદ્વેગ રહિતપણે સુખશાંતિપૂર્વક હું અહીં રહેવા ઈચ્છું છું. ત્યારે તે અદીનશત્રુ રાજાએ તે ચિત્રકારને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! મલ્લદિન્નકુમારે તને કયા કારણથી દેશનિકાલ કર્યો ? ત્યારે તે ચિત્રકારે અદીનશત્રુ રાજાને આ પ્રમાણે કહ્યું (ઉત્તર આપ્યો) કે, હે સ્વામી ! કોઈ એક દિવસે મલ્લદિત્રકુમારે બધાં ચિત્રકારોને બોલાવ્યા. પછી કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! તમે લોકો મારી ચિત્રસભાને – યાવત્ – ચિત્રિત કરો. (પછી સ્વવૃત્તાંત કહી તે ચિત્રકારે જણાવ્યું કે) – યાવત્ – મારા સાંધા છેદાવી નાંખીને મને દેશનિકાલની આજ્ઞા આપી. આ પ્રમાણે મને મલ્લદિન્ન કુમારે દેશનિકાલ કર્યો. ૦-અદીનશત્રુ દ્વારા મલિના ચિત્રનું દર્શન-મલ્લિકુંવરીની માંગણી :- ત્યારે અદીનશત્રુ રાજાએ ચિત્રકારને કહ્યું કે, હે દેવાનુપ્રિય! તે વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલિનું આબેહુબ ચિત્ર કેવું બનાવેલ છે ? ત્યારે ચિત્રકારે પોતાની કાંખમાંથી ચિત્રફલક કાર્યું, તે ચિત્ર અદીનશત્રની સામે રાખીને આ પ્રમાણે કહ્યું, હે સ્વામી ! મેં તો વિદેહવર રાજકન્યા મલિનું તેણીના જેવું જ અનુરૂપ ચિત્ર, કિંચિત્ માત્ર આકાર ભાવથી ચિત્રિત કર્યું છે. પણ તે વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલિનું તદનુરૂપ સર્વાગીણ ચિત્ર બનાવવા માટે તો કોઈ દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, કિંમર, કિંગુરુષ, મહોરશ કે ગંધર્વ પણ સમર્થ થઈ શકતો નથી. ત્યારે તે પ્રતિરૂપ ચિત્રજનિત અનુરાગથી હર્ષિત થયેલા અદીનશત્રએ દૂતને બોલાવ્યો. બોલાવીને એ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તું જા – યાવત્ – વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલિની મારી પત્નીરૂપે માંગણી કરો. જો તેના શુલ્ક રૂપે રાજ્ય માંગે તો પણ તે વાત સ્વીકારી લેવી. ત્યારે અદીનશત્રુ રાજાની આ વાત સાંભળીને તે દૂત હર્ષિત અને સંતુષ્ટ થઈને – વાવ – મિથિલા નગરી જવાને માટે પ્રવૃત્ત થયો. ૦-૬ પંચાલાધિપતિ – જિતશત્રુ રાજાનો અધિકાર : તે કાળે – તે સમયે પાંચાલ નામક જનપદ હતું. તેમાં કંપિલપુર નગર હતું. તેમાં પંચાલાધિપતિ જિતશત્રુ નામે રાજા હતો. તે જિતશત્રુના અંતઃપુરમાં ધારિણી આદિ ૧,૦૦૦ રાણીઓ હતી. Page #170 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભમધિ–કથા ૧૬૯ ૦ચોકખા પરિવારિકા : તે મિથિલા નગરીમાં વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ઇતિહાસ, નિઘંટુ આદિના અંગ-ઉપાંગના રહસ્યોના જ્ઞાતા – યાવત્ – બ્રાહ્મણ શાસ્ત્રોમાં સુપરિણત (જાણકાર) ચોખા નામક પરિવારિકા રહેતી હતી. તે ચોખા પરિવાજિક મિથિલા નગરીમાં અનેક રાજેશ્વર – યાવત્ – સાર્થવાહ આદિ પાસે દાનધર્મ, શૌચધર્મ અને તિર્ધાભિષેકનું કથન કરતી, પ્રજ્ઞાપના કરતી, પ્રરૂપણા કરતી, ઉપદેશ દેતી હતી. કોઈ એક સમયે તે ચોખા પરિવ્રાજિકા ત્રિદંડ અને કમંડલ – યાવતુ – ગેરુ વસ્ત્ર સહિત પરિવારિકાઓને લઈને નીકળી નીકળીને કેટલીક પરિવ્રાજિકાઓ સાથે મિથિલા રાજધાનીની મધ્યમાં થઈને જ્યાં કુંભરાજાનું ભવન હતું, જ્યાં કન્યાઓનું અંતઃપુર હતું, જ્યાં વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લિ હતી, ત્યાં આવી. આવીને જળ વડે ભૂમિને સિંચી. ઘાસ બિછાવ્યું અને આસન રાખીને ત્યાં બેઠી. બેસીને વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલિ સમક્ષ દાનધર્મ, શૌચધર્મ અને તિથભિષેકનું કથન કર્યું – યાવત્ – ઉપદેશ આપ્યો. ૦-ભમલ્લિ દ્વારા ચોકખા પરિવ્રાજિકાના મતનું ખંડન : ત્યાર પછી વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલિને ચોક્ખા પરિવાજિકાને આ પ્રમાણે કહ્યું, હે ચોક્ખા તમારે ત્યાં ધર્મનું મૂળ શું બતાવેલ છે? ત્યારે તે ચોખા પરિવારિકાએ વિદેહરાજ વરકન્યા મલ્લિને કહ્યું કે, હે દેવાનુપ્રિયે ! ધર્મ શૌચમૂલક કહ્યો છે. તેથી જ્યારે અમારી કોઈ વસ્તુ અશુદ્ધ થઈ જાય છે ત્યારે અમે તેને જળ કે માટી વડે શુદ્ધ કરી લઈએ છીએ. એ રીતે જલાભિષેકથી પવિત્ર થઈ અમે નિર્વિદને સ્વર્ગે જઈએ છીએ. ત્યારે વિદેહરાજ, શ્રેષ્ઠ કન્યા મણિએ ચોક્ખા પરિવાધિકાને કહ્યું, હે ચોક્ખા ! જેમ કોઈ (અમુક) નામનો પુરુષ લોહી વડે લેપાયેલ વસ્ત્રને લોહી વડે જ ધુવે, તો હે ચોખા ! શું તે લોહી વડે લિપ્ત વસ્ત્રની લોહીના ધોવાથી કોઈ શુદ્ધિ થઈ શકે ? આ અર્થ સમર્થ (બરાબર) નથી. એ જ રીતે હે ચોખા ! જેમ લોહી વડે લિપ્ત વસ્ત્રની લોહી વડે ધોવાથી શુદ્ધિ થતી નથી, તેમ પ્રાણાતિપાત – યાવત્ – મિથ્યાદર્શનશલ્યથી તમારી શુદ્ધિ થઈ શકતી નથી. વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલિના આ કથનને સાંભળીને તે ચોક્ખા પરિવારિકા પોતાના મનમાં શંકાયુક્ત, કાંક્ષાવાળી, વિચિકિત્સાયુક્ત અને ભયથી આક્રાંત થઈ ગઈ. વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલ્લિના પ્રશ્નનો કોઈ જ ઉત્તર ન આપી શકી અને તે ચુપચાપ મૌન થઈ ગઈ. ત્યાર પછી મણિકુંવરીની અનેક દાસીઓએ ચોખાની એ હાલત જોઈ, ત્યારે તેમાંની કેટલીક દાસી તેની હીલના કરવા લાગી, નિંદવા લાગી, ખિસા કરવા લાગી, ગ કરવા લાગી, કેટલીક તેને ચિઢાવવા લાગી, કેટલીક મુહ મચકોડવા લાગી, કેટલીક ઉપહાસજનક શબ્દો ઉચ્ચારવા લાગી કેટલીક તર્જના કરવા લાગી, કેટલીકે તાળીઓ પાડીને તેને અંતઃપુરની બહાર કાઢી મૂકી. ૦ચોકૂખાનું કંપિલપુરે આગમનજિતશત્રુ રાજા સાથે સંવાદ : ત્યાર પછી વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલિની દાસચેટિકા દ્વારા અપમાનિત, નિંદિત, ખ્રિસિત, ગર્પિત થયેલી ચોક્ખા ક્રોધાભિભૂત – યાવત્ - ક્રોધને લીધે દાંત કચકચાવતી Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ આગમ કથાનુયોગ-૧ વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલ્લિ પરત્વે પરમ ઠેષ વાળી થઈ. ઊભી થઈને તેણે આસન લીધું. આસન લઈને તેણી કન્યાના અંતઃપુરથી નીકળી. નીકળીને મિથિલાથી ચાલી નીકળી. પછી પરિવ્રાજિકાની સાથે જ્યાં પંચાલ જનપદ હતું. જ્યાં કંપિલપુર હતું ત્યાં આવી. આવીને અનેક રાજેશ્વર – યાવત્ – સાર્થવાહ આદિ સમક્ષ દાનધર્મ, શૌચધર્મ અને તીથભિષેકનું આખ્યાન, પ્રજ્ઞાપના, પ્રરૂપણા, ઉપદેશ કરતી વિચરવા લાગી. ત્યાર પછી કોઈ એક વખતે જિતશત્રુ રાજા પોતાના અંતઃપુરના પરિવારની સાથે સિંહાસન પર બેઠો હતો. તે સમયે પરિવારિકા સાથે ચોખા જિતશત્રુ રાજાના ભવનમાં આવી. જિતશત્રુ રાજા પાસે આવી. આવીને રાજાને જય-વિજય શબ્દો વડે વધાવ્યા. ત્યારે જિતશત્રુએ ચોખા પરિવારિકાને આવતા જોઈ, સિંહાસન પરથી ઊભો થયો. ઊભો થઈ ચોખાનો સત્કાર અને સન્માન કર્યા પછી આસન પર બેસવા માટે નિમંત્રણ આપ્યું. ત્યારે ચોકખાએ જળ વડે ભૂમિની સિંચી, દર્ભ બિછાવી પછી ત્યાં બેઠી. પછી જિતશત્ર રાજાના રાજ્ય, રાષ્ટ્ર, કોશ, કોઠાગાર, સેના, વાહન, નગર અને અંતઃપુરના ક્ષેમકુશળ પૂછયા. પછી ચોખાએ જિતશત્રુ રાજાને દાનધર્મ, શૌચધર્મ, તીર્થાભિષેકનું કથન કર્યું. પ્રજ્ઞાપના કરી, પ્રરૂપણા કરી અને ઉપદેશ આપ્યો. ત્યારે પોતાના અંતઃપુરથી હર્ષોન્મત્ત થયેલ જિતશત્રુએ ચોખા ને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! તમે ઘણાં ગામ – યાવત્ – સન્નિવેશોમાં પરિભ્રમણ કરો છો. તો કોઈ રાજા કે ઈશ્વર કે અન્ય કોઈનું એવું અંતઃપુર પૂર્વે જોયું છે કે જેવું મારું આ અંતઃપુર છે. ત્યારે તે ચોક્ખા પરિવ્રાજિકા જિતશત્રુ રાજાની આ વાત સાંભળી થોડી હસી. (મંદ હાસ્ય કર્યું) પછી આ પ્રમાણે બોલી – ' હે દેવાનુપ્રિય ! કુવાનો દેડકો કેવો હોય ? હે જિતશત્રુ ! કોઈ એક કુવાનો દેડકો હતો. જે તેમાં જ ઉત્પન્ન થયો હતો. તેમાં જ મોટો થયેલો. તેને પોતાના કુવા સિવાય બીજા કોઈ કુવા, તળાવ, સરોવર, દ્રહ કે સમુદ્ર આદિને જોયા ન હતા. તેથી તે એવું માનતો હતો કે મારો આ જ કુવો એ કુવો કે તળાવ કે દ્રહ કે સરોવર કે સમુદ્ર છે. (તેના સિવાય બીજું કશું નથી) ત્યાર પછી તે કુવામાં સમુદ્રવાસી દેડકો આવ્યો. ત્યારે તે કુવાના દેડકાએ સમુદ્રના દેડકાને પૂછયું કે તું કોણ છે ? અને ક્યાંથી આવ્યો છે ? ત્યારે તે સમુદ્રના દેડકાએ કુવાના દેડકાને કહ્યું કે, હે દેવાનુપ્રિય ! હું સમુદ્રનો દેડકો છું. ત્યારે તે કુવાના દેડકાએ સમુદ્રના દેડકાને પૂછયું કે, તે સમુદ્ર કેટલો મોટો છે? ત્યારે તે સમુદ્રના દેડકાએ કુવાના દેડકાને કહ્યું કે, હે દેવાનુપ્રિય! તે સમુદ્ર તો ઘણો મોટો છે. ત્યારે તે કુવાના દેડકાએ પગથી એક લીટી દોરીને પૂછ્યું કે, હે દેવાનુપ્રિય! શું સમુદ્ર આટલો મોટો છે ? ત્યારે સમુદ્રના દેડકાએ કહ્યું, તારી વાત બરાબર નથી. સમુદ્ર તો આનાથી પણ મોટો છે. ત્યારે તે કુવાનો દેડકો ઉછળીને પૂર્વથી પશ્ચિમના કિનારે પહોંચ્યો. પહોંચીને બોલ્યો કે, હે દેવાનુપ્રિય ! શું તે સમુદ્ર આટલો મોટો છે ? ત્યારે સમુદ્રના દેડકાએ કહ્યું, ના! તારી વાત બરોબર નથી. એ જ રીતે હે જિતશત્રુ! તે પણ ક્યારેય બીજા અનેક રાજાઓ, ઈશ્વરો – થાવત્ – સાર્થવાહો આદિની પત્નીને, બહેનને પુત્રીને કે પુત્રવધૂને જોઈ નથી, તેથી તું માની રહ્યો છે કે, જેવું મારું આ અંતઃપુર છે તેવું બીજા કોઈનું નથી Page #172 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ૦મદ્ધિ-કથા ૧૭૧ ૦-ભમલ્લિના રૂપની પ્રશંસા – જિતશત્ર દ્વારા તેણી માટે માંગણી : ખરેખર હે જિતશત્રુ ! મિથિલા નગરીના કુંભ રાજા અને પ્રભાવતી દેવીની પુત્રી વિદેહરાજની શ્રેષ્ઠ કન્યા મલિ રૂપ–લાવણ્ય કે યૌવનમાં અને શરીરથી (દેખાવથી) જેવી ઉત્કૃષ્ટ છે, તેવી ઉત્કૃષ્ટ કોઈ દેવ કે અસુર કે નાગ કે યક્ષ કે ગંધર્વ કે રાજાની કન્યાની પણ નથી. તે વિદેહરાજ શ્રેષ્ઠ કન્યાના પગના અંગુઠાના લાખમે ભાગે પણ તારું આ અંતઃપુર નથી. આટલું કહી ચોખા જે દિશામાંથી આવી હતી તે દિશામાં પાછી ગઈ. ત્યાર પછી તે પરિવ્રાજિકાની વાતથી ઉત્પન્ન થયેલ હર્ષવાળા જિતશત્રુ રાજાએ દૂતને બોલાવ્યો, બોલાવી તેને આ પ્રમાણે કહ્યું – યાવત્ – વિદેહરાજ શ્રેષ્ઠ કન્યાની મારી પત્નીના રૂપમાં માંગણી કરો, તેના બદલામાં શુલ્ક રૂપે રાજ્ય પણ આપવું પડે તો પણ તે વાતને સ્વીકારી લેવી. ત્યારે તે દૂત જિતશત્રુની આ વાતને સાંભળી હર્ષિત અને સંતુષ્ટ થયો – યાવત્ – મિથિલા નગરી તરફ જવા માટે પ્રવૃત્ત થયો. દૂતો દ્વારા સંદેશ નિવેદન – કુંભરાજા દ્વારા તેનો તિરસ્કાર : ત્યારબાદ જિતશત્રુ આદિ છ એ રાજાના દૂત, જ્યાં મિથિલા નગરી હતી. ત્યાં જવા રવાના થયેલા, તે છ એ દૂતો મિથિલા નગરી આવ્યા. આવીને મિથિલા નગરીના અગ્ર ઉદ્યાનમાં દરેકે પોત-પોતાની (રહેવા માટેની) છાવણી બનાવી બનાવીને મિથિલા રાજધાનીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જ્યાં કુંભરાજા હતો ત્યાં આવ્યા. પછી બધાંએ બે હાથ જોડી મસ્તકે અંજલિ કરી, નમસ્કાર કરવા પૂર્વક પોતપોતાના રાજાના સંદેશાનું નિવેદન કર્યું. ત્યારે કુંભ રાજા તે દૂતોનો સંદેશો સાંભળી ક્રોધિત, રોષિત, કુપિત અને ચંડિકા સ્વરૂપ થઈ ગયો. ક્રોધથી ધમધમતા એવા તેના કપાળમાં ત્રણ સળ પડી અને તે ભૂકુટિને ખેંચીને આ પ્રમાણે બોલ્યો – હું તમારામાંથી કોઈને પણ વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલિને આપીશ નહીં. એમ કહીને તે છ એ દૂતોનો અસત્કાર કરી, અસન્માન કરી પાછળના દ્વારેથી કાઢી મૂક્યા. કુંભરાજા દ્વારા એ રીતે અસત્કારિત કાવત્ કાઢી મુકાયેલા છ એ દૂતો જ્યાં જ્યાં પોતાનું જનપદ હતું – પોતપોતાનું નગર હતું, પોતપોતાના રાજા હતા ત્યાં આવ્યા, આવીને બંને હાથ જોડી, અંજલિ કરી, નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યા, હે સ્વામી! અમે જિતશત્રુ આદિ છ એ રાજાઓના દૂત એક જ સમયે મિથિલા નગરી પહોંચ્યા – યાવત્ – પાછલા દ્વારેથી (તિરસ્કાર પૂર્વક) કાઢી મૂકાયા. તો હે સ્વામી ! રાજા કુંભ વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલિને આપશે નહીં. પોતપોતાના રાજાને આ વૃત્તાંત નિવેદન કર્યું. ૦–જિતશત્રુ આદિ રાજાનું કુંભરાજા પર આક્રમણ : ત્યાર પછી તે જિતશત્રુ આદિ છ એ રાજા તે દૂતોના વૃત્તાંતને સાંભળીને અને વિચારીને અતિ ક્રોધિત, રણ, કુપિત અને ચંડિકારૂપ થઈ ગયા. ક્રોધાભિભૂત થઈ ધમધમતા એવા તેઓએ એકબીજાની પાસે પોતાના દૂતને મોકલ્યા અને સંદેશો મોકલ્યો કે, હે દેવાનુપ્રિય ! આપણા છ એ રાજાઓના દૂત એક સાથે જ્યાં મિથિલા નગરી હતી, ત્યાં પહોંચ્યા – યાવત્ – પાછલા દ્વારેથી કાઢી મૂકાયા. તેથી હે દેવાનુપ્રિય ! હવે આપણે કુંભરાજા સાથે યુદ્ધ કરવું જોઈએ. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ આગમ કથાનુયોગ-૧ આ પ્રકારે એકબીજાના વિચારને સાંભળીને નિશ્ચય કર્યો. પછી સ્નાન કર્યું. શસ્ત્ર સજ્જ થઈ હાથીના સ્કંધ પર આરૂઢ થયા. કોરંટ પુષ્પની માળાવાળું છત્ર ધારણ કર્યું. શ્રેષ્ઠ શ્વેત ચામર તેઓની બંને બાજુ વિંઝાતા હતા. મોટા મોટા હાથી, ઘોડા, રથ અને પ્રવર યોદ્ધાઓથી શોભિત ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને સર્વ ઋદ્ધિ સહિત – યાવત્ ઇંદુભિનાદના ધ્વનિ સહિત પોત-પોતાના નગરોથી નીકળ્યા. નીકળીને એક સ્થાને એકઠા થયા. પછી જ્યાં મિથિલા નગરી હતી. ત્યાં જવાને માટે તત્પર થયા. તે વખતે કુંભરાજાએ આ સમાચાર સાંભળ્યા ત્યારે પોતાના સેનાનાયકને બોલાવીને આ પ્રકારે કહ્યું, હે દેવાનુપ્રિય ! જલદીથી ઘોડા, હાથી, રથ અને ઉત્તમ યોદ્ધાથી યુક્ત ચતુરંગિણી સેના તૈયાર કરો. પછી મને સૂચના આપો. તેઓએ પણ રાજાજ્ઞાનું પાલન કરીને સૂચના આપી. પછી કુંભરાજાએ સ્નાન કર્યું, શસ્ત્ર સજ્જ થઈ હાથીના સ્કંધ પર બેઠા. કોટ પુષ્પની માળાથી યુક્ત છત્ર ધારણ કર્યું. તેની બંને બાજુ શ્રેષ્ઠ શ્વેત ચામર વિંઝાવા લાગ્યા. ઘોડા, હાથી, રથ અને ઉત્તમ યોદ્ધાથી શોભિત વિશાળ ચતુરંગિણી સેનાથી પરિવૃત્ત થઈને, સર્વઋદ્ધિ સાથે – યાવત્ – દૂભિનાદના ધ્વનિપૂર્વક મિથિલાની વચ્ચોવચ્ચેથી નીકળ્યા. નીકળીને વિદેહ જનપદની મધ્યમાંથી થઈને જ્યાં રાજ્યની સીમા હતી, ત્યાં આવ્યા. આવીને રૂંધાવાર નિવેશ કર્યો (છાવણી બનાવી). પછી જિતશત્રુ આદિ છ એ રાજાની પ્રતિક્ષા કરતા, યુદ્ધને માટે સજ્જ થઈ ત્યાં રોકાયા. ત્યાર પછી તે જિતશત્રુ આદિ છ એ રાજા જ્યાં કુંભરાજા હતા ત્યાં આવ્યા, આવીને કુંભરાજા સાથે યુદ્ધ કરવામાં પ્રવૃત્ત થયા. ત્યાર પછી જિતશત્રુ વગેરે છ એ રાજાઓએ કુંભરાજાના કેટલાંયે વીરોને મારી નાંખ્યા, કેટલાંયને ઘાયલ કરી દીધા, વિડંબિત કર્યા, ચિન્હરૂપ ધ્વજા-પતાકાઓને છિન્નભિન્ન કરી દીધી. પ્રાણોને સંકટમાં પડેલા જોઈને કુંભ રાજાની સેના ચારે દિશાઓમાં ભાગવા લાગી. ત્યારે જિતશત્રુ વગેરે છ એ રાજાઓ દ્વારા પોતાના શ્રેષ્ઠ યોદ્ધાઓને હણાયેલા, માનમર્દિત અને ઘાયલ થયેલા, તેમજ ચિન્હરૂપ ધજા-પતાકાઓને છિન્ન ભિન્ન થયેલ તથા સેનાઓની ચારે દિશાઓમાં નાશભાગ જોઈને કુંભ રાજા સામર્થ્યહીન, બલહીન, નિર્વીર્ય, પરાક્રમહીન થઈને અને શત્રુઓને અજેય માની જલદીથી ત્વરિત, ચપળ અને ચંડગતિથી જ્યાં મિથિલા નગરી હતી ત્યાં આવ્યો. આવીને મિથિલામાં પ્રવેશ કર્યો. પછી મિથિલાના દ્વાર બંધ કરી દીધા. બંધ કરીને સ્વરક્ષણ કરતો ત્યાં રહ્યો. ત્યાર પછી જિતશત્રુ આદિ છ રાજા જ્યાં મિથિલા હતી, ત્યાં આવ્યા. આવીને મિથિલા રાજધાનીને મનુષ્યોના આવાગમનથી રહિત અને શબ્દવિહીન કરી દીધી. નગરીને ચારે તરફથી ઘેરીને તેઓ ત્યાં રહ્યા. ત્યાર પછી જ્યારે કુંભ રાજાએ મિથિલા રાજધાનીને ઘેરાયેલી જોઈ ત્યારે કિલ્લાની અંદર બનેલા સભામંડપમાં સ્થિત સિંહાસન પર બેસીને વિચાર કરવા છતાં તે છ એ રાજાઓના અંતરોને, છિદ્રોને, વિવરોને કે મર્મસ્થાનોને જ્યારે જાણી ન શક્યા ત્યારે અનેક યુક્તિઓથી, ઉપાયોથી ઔત્પાતિકી, વૈનયિકી, કર્મજા અને પારિણામિકી બુદ્ધિ વડે વિચાર કરતા પણ કોઈ ઉપાય ન દેખાયો, તેથી નિરાશ વદને, માથે હથેળી ટેકવીને આર્તધ્યાનમાં ડૂબી ગયા. Page #174 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભમતિ-કથા ૧૭3. ૦-ભમતિ દ્વારા કુંભરાજાની ચિંતાનો હેતુ જાણીને – નિવારણ કરવું : આ તરફ વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલિએ સ્નાન કર્યું. પૂજા આદિ કર્યા, કૌતુક-મંગલ પ્રાયશ્ચિત આદિ કર્યા સર્વાલંકાર વડે વિભૂષિત થઈને ઘણી કુન્જા-દાસીઓથી સંપરિવૃત્ત થઈને કુંભ રાજા પાસે આવીને રાજાના ચરણસ્પર્શ કર્યા, પરંતુ ત્યારે કુંભ રાજાએ તેણીનો આદર ન કર્યો, તેણીની સામે ધ્યાન ન આપ્યું. પણ ચુપચાપ શાંતિથી બેસી રહ્યો. ત્યારે વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલ્લિને આ પ્રકારે કહ્યું, હે તાત ! પહેલા જ્યારે તમે મને આવતી જોતા હતા, ત્યારે તમે મારો આદર કરતા હતા, મારી તરફ ધ્યાન આપતા હતા, ખોળામાં બેસાડતા હતા. પરંતુ આજ શું કારણ છે કે, તમે મારો આદર ન કર્યો, મારા આગમન તરફ ધ્યાન ન આપ્યું, ગોદમાં ન બેસાડી. પણ આજ આપ નિરાશ વદને, મોઢા પર હાથ ટેકવી આર્તધ્યાન કરતા બેઠા છો ? ત્યારે કુંભે વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલ્લિને આ પ્રમાણે કહ્યું, હે પુત્રી તારી સાથે લગ્ન કરવાની ઈચ્છાથી જિતશત્રુ આદિ છ એ રાજાઓએ દૂત મોકલેલ. તેઓને મેં અસત્કાર, અસન્માન કરી પાછલા દ્વારેથી કાઢી મૂક્યા. પોતપોતાના દૂતો પાસેથી આ વૃત્તાંત સાંભળીને તે જિતશત્ર આદિ છ એ રાજા કોપાયમાન થયા અને (હાલ તેઓએ) મિથિલા રાજધાનીને આવાગમન રહિત અને નિઃશબ્દ કરી દીધી છે તેમજ ચારે તરફથી ઘેરો ઘાલીને રહ્યા છે. હે પુત્રી ! હું તે જિતશત્રુ આદિ છ એ રાજાઓના અંતર, છિદ્ર, વિવર અને મર્મસ્થાનોને જાણી શક્યો નથી – યાવત્ – આર્તધ્યાનમાં ડૂબેલો છું. ત્યારે વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલિએ કુંભરાજાને આ પ્રમાણે કહ્યું, હે તાત! આપ નિરાશ વદનવાળા થઈ, મુખને હથેલી પર ટેકવીને, આર્તધ્યાનયુક્ત થઈને બેઠા છો તે (ચિંતાને) છોડી દો. આપ તે જિતશત્રુ આદિ છ એ રાજાઓને પ્રત્યેકની પાસે ગુપ્તરૂપે દૂત મોકલીને એવું કહેવડાવી દો કે વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલ્લિ હું તમને આપી. (તમારી સાથે વિવાહ કરાવીશ) આવો સંદેશો મોકલીને જ્યારે સંધ્યાકાળે મનુષ્યોનું આવાગમન લગભગ બંધ થઈ જાય, તેમનો કોલાહલ પૂરી રીતે શાંત થઈ ગયો હોય ત્યારે તે રાજાઓને એક-એક કરીને મિથિલા રાજધાનીમાં બોલાવો, બોલાવીને ગર્ભગૃહમાં લઈ જઈને બેસાડો. પછી મિથિલાના દ્વાર બંધ કરાવી યુદ્ધની તૈયારી કરો. ત્યારે કુંભરાજાએ પણ તે જિતશત્રુ આદિ છ એ રાજાઓની પાસે પ્રત્યેક રાજાને અલગ અલગ એક દૂત એકાંતમાં મોકલ્યો – યાવત્ – યુદ્ધની તૈયારી કરી. ૦-ભ૦મલિનો જિતશત્રરાજા આદિને પ્રતિબોધ : - ત્યાર પછી જિતશત્રુ આદિ છ એ રાજા બીજે દિવસે અર્થાત્ રાત્રિ વીતવાના અનંતર દિવસે – કાવત્ – જ્યારે સહસ્રરશ્મિ દિનકર સૂર્ય પોતાના જાજ્વલ્યમાન તેજથી યુક્ત થઈ ઉદય પામ્યો. ત્યારે (તે રાજાઓ) ઝરૂખા (જાળી)માંથી સચ્છિદ્ર મસ્તકવાળી અને જે છિદ્ર પદ્મ-ઉત્પલોથી ઢાંકેલ હતું એવી સુવર્ણમયી પ્રતિમાને જુએ છે. આ જ વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલ્લિ છે એવું સમજીને વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલ્લિના રૂપ, યૌવન, લાવણ્ય પર મૂર્શિત, ગૃહ, મુગ્ધ અને અધ્યાપન્ન થઈને અનિમેષ દૃષ્ટિથી વારંવાર જોતા એવા ઊભા રહ્યા. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ આગમ કથાનુયોગ-૧ ત્યાર પછી વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલિએ સ્નાન કર્યું. પૂજા, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્તાદિ કર્યા, સર્વાલંકારથી વિભૂષિત થઈ, અનેક કુન્જા-દાસીઓ સાથે – યાવત્ – પરિવૃત્ત થઈને જ્યાં જાગૃહ હતું, જ્યાં સુવર્ણમયી, મસ્તકમાં છિદ્રવાળી, પદ્મ કમળોથી આચ્છાદિત મસ્તકવાળી પ્રતિમા હતી. ત્યાં આવી, આવીને તે સુવર્ણમયી સચ્છિદ્ર મસ્તકવાળી – યાવત્ – પ્રતિમાના મસ્તક ઉપરથી પu–કમળનું આવરણ ખોલી નાંખ્યું. આવરણ ખોલતાની સાથે જ તેમાંથી દુર્ગધ નીકળી. તે દુર્ગધ એવી હતી જેવી મરેલા સાપની દુર્ગધ હોય – યાવત્ – તેનાથી પણ અશુભતર દુર્ગધ હતી. ત્યારે તે જિતશત્રુ આદિ છ એ રાજાઓએ તે અશુભ ગંધથી અભિભૂત થઈને પોતપોતાના ઉત્તરીય વસ્ત્ર વડે મુખ અને નાક ઢાંકી દીધા. ઢાંકીને પોતાનું મુખ ફેરવીને ઊભા રહ્યા. ત્યારે વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલિએ જિતશત્રુ આદિ રાજાને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે પોતપોતાના ઉત્તરીય વસ્ત્ર વડે તમારા મોઢાને ઢાંકીને મુખ ફેરવીને કેમ ઊભા રહી ગયા છો? ( બેઠા છો ?) ત્યારે તે જિતશત્રુ આદિ રાજાએ વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મહિને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયે ! આ અશુભ ગંધથી અભિભૂત થઈને ગભરાઈને અમે અમારા ઉત્તરીય-વસ્ત્ર વડે મુખ ઢાંકીને વિમુખ થઈને રહ્યા છીએ. તેઓની આ વાત સાંભળીને વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મલિએ તે જિતશત્ર આદિ રાજાને આ પ્રમાણે કહ્યું, જો એમ જ છે, તો હે દેવાનુપ્રિયો ! જ્યારે સચ્છિદ્ર મસ્તકવાળી અને પદ્મ–ઉત્પલથી ઢંકાયેલી સુવર્ણમયી પ્રતિમામાં પ્રતિદિન મનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહારનો માત્ર એક એક કવલ નાંખવામાં આવ્યો તો પણ આવા પ્રકારનું અશુભ પુલ પરિણામ સ્વરૂપ થઈ ગયો. તો પછી કફ, વમન, પિત્ત, શુક્ર, શોણિત, પરૂના આશ્રયભૂત અને જેના શ્વાસ-ઉચ્છવાસ કુરૂપ અનિષ્ટતર ગંધવાળા છે તથા જે હંમેશા ધૃણાજનક મૂત્ર, પરૂ, વિષ્ઠા, મળ આદિથી ભરેલું રહે છે. સદન, ગલણ, છેદન અને વિધ્વંસ ધર્મવાળા આ ઔદારિક શરીરનું પરિણમન કેવું થશે ? હે દેવાનુપ્રિયો! તમે આ મનુષ્ય સંબંધિ કામભોગોમાં ફસાઓ નહીં, તેમાં રાગ ન કરો, ગૃદ્ધિ ન કરો, મોહિત ન થાઓ, તેનો વિચાર પણ ન કરો. હે દેવાનુપ્રિયો ! તમે સૌ અને હું આની પૂર્વેના ત્રીજા ભવમાં પશ્ચિમ વિદેહ ક્ષેત્રમાં સલિલાવતી નામક વિજયમાં વીતશોકા નામની રાજધાનીમાં મહાબલ આદિ સાત બાલવયસ્ક મિત્ર રાજાઓ હતા, જે સમાન કાળે જન્મ્યા હતા – યાવતું – દીક્ષા લીધી હતી. ત્યાર પછી હૈ દેવાનુપ્રિયાં! તે ભવમાં મેં સ્ત્રી ગોત્ર નામ કર્મ ઉપાર્જન કરેલું. કેમકે જ્યારે તમે ઉપવાસ કરતા હતા તો હું છઠ તપની આરાધના કરતો વિચરતો હતો. ઇત્યાદિ પૂર્વભવ અનુસાર જાણવું, ત્યારબાદ હે દેવાનુપ્રિયો ! આપ સૌ કાળધર્મ પામીને જયંત વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાં તમારી સ્થિતિ (આયુષ્ય) બત્રીશ સાગરોપમથી કંઈક ઓછી હતી. ત્યાર પછી તમે સૌ તે દેવલોકથી ઍવીને આ જંબૂદ્વીપ નામના દ્વીપમાં – થાવત્ – પોતપોતાના રાજ્યનું શાસન કરતાં વિચરી રહ્યા છો. હે દેવાનુપ્રિયો ! ત્યાર પછી હું પણ તે દેવલોકથી આયુનો ક્ષય પામી – યાવતુ – અહીં કન્યારૂપે ઉત્પન્ન થઈ. શું તમે તે પૂર્વભવને ભૂલી ગયા છો ? જ્યારે આપણે સૌ Page #176 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર–ભમલ્લિ–કથા જયંત વિમાનમાં (દેવરૂપે) હતા. સમય આવ્યે આપણે એકબીજાને પ્રતિબોધિત કરીશું એવા પ્રકારની પરસ્પર પ્રતિજ્ઞા કરેલી હતી ? તો હવે તમે તે દેવભવનું સ્મરણ કરો. જિતશત્રુ આદિ રાજાને જાતિસ્મરણ – તે બધાંનો પ્રવ્રજ્યા સંકલ્પ : . ત્યાર પછી વિદેહરાજ શ્રેષ્ઠ કન્યા મહ્લિ પાસેથી પોતાનો પૂર્વભવના વૃત્તાંતને સાંભળી અને સમજીને શુભ પરિણામોથી, પ્રશસ્ત અધ્યવસાયોથી, વિશુદ્ધ લેશ્યાઓથી તથા તદાવરક કર્મોના ક્ષયોપશમથી ઇહા–અપોહ-માર્ગણા અને ગવેષણા કરવાથી તે જિતશત્રુ આદિ છ એ રાજાઓને સંજ્ઞી જીવોને ઉત્પન્ન થતું એવું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. જેથી તેઓને (ભ૰મલ્લિની)એ વાત સમ્યક્ પ્રકારે સમજમાં આવી. ત્યાર પછી જ્યારે ભ૰મલ્લિ અર્હન્તુ એ જાણ્યું કે જિતશત્રુ આદિ રાજાઓને જાતિ સ્મરણ જ્ઞાન થયું છે ત્યારે તેણીએ ગર્ભગૃહના દ્વાર ખોલાવી દીધા. ત્યારે જિતશત્રુ આદિ છ એ રાજાઓએ આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયેલ છું – યાવત્ – પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઈચ્છું છું. તો તમે શું કરશો ? કઈ રીતે રહેશો ? શું તમે તમારું હિત સાધવા સમર્થ છો ? ત્યારે જિતશત્રુ આદિ છ એ રાજાઓએ ભ૰મલ્લિ અર્જુન્તને આ પ્રમાણે કહ્યું – ૧૭૫ હે દેવાનુપ્રિયો ! જો તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને – યાવત્ – પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઈચ્છતા હો તો, હે દેવાનુપ્રિય ! તો અમારે માટે બીજું કયું આલંબન કે આધાર કે પ્રતિબંધ છે ? હે દેવાનુપ્રિય ! જેમ આજથી પૂર્વના ત્રીજા ભવમાં અનેક કાર્યોમાં આપ મેઢીભૂત, પ્રમાણભૂત – યાવત્ – ધર્મધુરા રૂપ હતા, તે જ રીતે હે દેવાનુપ્રિય ! આ ભવમાં પણ આપ – યાવત્ – અમારા ધર્મધુરા થાઓ. હે દેવાનુપ્રિય ! સંસારના ભયથી ઉદ્વિગ્ન – યાવત્ – જન્મ મરણથી ભયભીત એવા અમે પણ આપ દેવાનુપ્રિયની સાથે મુંડિત થઈને ગૃહવાસ ત્યાગીને અનગારિક પ્રવ્રજ્યા (દીક્ષા) ગ્રહણ કરીશું. - ત્યાર પછી ભમલ્લિ અન્તને જિતશત્રુ આદિ છ એ રાજાને આ પ્રમાણે કહ્યું, જો તમે પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન હો – યાવત્ – મારી સાથે દીક્ષા લેવા ઇચ્છતા હો, તો હે દેવાનુપ્રિયો ! તમે પોતપોતાના રાજ્યોમાં જઈ, તમારા મોટા પુત્રને રાજ્ય પર પ્રતિષ્ઠિત કરો. પછી હજાર પુરુષ દ્વારા વહન કરાતી શિબિકાઓમાં આરૂઢ થઈને મારી પાસે આવો. ત્યારે તે જિતશત્રુ આદિ છ એ રાજાઓએ ભ૰મલ્લિ અર્હન્તની આ વાતનો સ્વીકાર કર્યો. પછી ભ૰મલ્લિ અર્હન્ત તે જિતશત્રુ આદિ છ એ રાજાઓને સાથે લઈને, જ્યાં કુંભ રાજા હતા ત્યાં આવ્યા. આવીને કુંભરાજાને પગે પડ્યા. ત્યારે કુંભ રાજાએ તે જિતશત્રુ આદિનો વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ વડે ભોજનથી તથા પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકારો આદિથી સત્કાર કર્યો, સન્માન કર્યું. પછી વિદાય આપી. ત્યાર પછી કુંભરાજા દ્વારા વિદાય અપાયેલ તે જિતશત્રુ આદિ છ એ રાજા પોતપોતાના રાજ્યમાં, પોતપોતાના નગરમાં આવ્યા. ત્યાં આવી પોતપોતાના રાજ્યોનું શાસન કરતા વિચરવા લાગ્યા. ૦ભમલ્લિનો દીક્ષા સંકલ્પ અને કલ્યાણક મહોત્સવ : મલ્લિ ભગવતી આ પ્રમાણે અપરિણિત જ રહ્યા. (તેમણે લગ્ન કર્યા ન હતા) તેઓ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ આગમ કથાનુયોગ-૧ ફક્ત ૧૦૦ વર્ષ કુમારી અવસ્થામાં રહ્યા. તેમણે રાજ્ય પણ ભોગવ્યું નહીં, અર્થાત્ તેઓ ૧૦૦ વર્ષ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. તેમાં જ્યારે એક વર્ષ બાકી હતું ત્યારે એક વર્ષ બાદ હું નિષ્ક્રમણ કરીશ અર્થાત્ દીક્ષા લઈશ એ પ્રમાણે ભ૦મલિ અર્ટો નિર્ધાર કર્યો. તે કાળ, તે સમયે શક્રનું આસન ચલિત થયું જાણ્યું. શક્કે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકયો. તે દ્વારા તેણે ભમલિ અર્પાને જોયા. જોઈને તેના મનમાં આવા પ્રકારનો અધ્યવસાય, ચિંતન અને પ્રશસ્ત મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો. જેબૂદ્વીપ નામના દ્વીપમાં ભરત ક્ષેત્રમાં મિથિલા નગરીમાં કુંભ રાજા અને પ્રભાવતી દેવીના પુત્રી મલ્લિ અર્વન્ત મનમાં આ પ્રકારે વિચાર કરે છે કે તે દીક્ષા લેશે. અતીત, વર્તમાન અને અનાગત દેવેન્દ્ર દેવરાજ શક્રનો આ પરંપરાગત આચાર છે કે દીક્ષા લેવાને માટે સમુદ્યત અહંત ભગવંતોને ત્યાં આટલા પ્રમાણમાં અર્થ સંપત્તિ પ્રદાન કરે. જેમકે – ઇન્દ્ર ત્રણસો અઠાસી કરોડ એંસી લાખ સુવર્ણ મુદ્રા અલ્તને (ત્યાં) આપે છે. એ પ્રમાણે વિચારી, વૈશ્રમણ દેવને બોલાવ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય! જંબૂઢીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં મિથિલા રાજધાનીમાં કુંભરાજા અને પ્રભાવતી દેવીની પુત્રી ભગવતી મલિ અર્ડન્ત દીક્ષા લેવાનો મનમાં સંકલ્પ કર્યો છે – યાવત્ – ઇન્દ્ર તેને અર્થસંપત્તિ પ્રદાન કરે છે. તો હે દેવાનુપ્રિય ! તમે જાઓ અને જંબૂઢીપના ભરત ક્ષેત્રમાં મિથિલા રાજધાનીમાં, કુંભરાજાના ભવનમાં આ પ્રમાણે અર્થસંપત્તિનું સંકરણ કરો. તેમ કરીને મારી આજ્ઞા પાલન થયાની સૂચના આપો. ત્યારે તે વૈશ્રમણ દેવ દેવેન્દ્ર દેવરાજ શક્રની એ વાતને સાંભળી, હર્ષિત – સંતુષ્ટ થઈ, બે હાથ જોડી-દશ નખ ભેગા કરી મસ્તકે અંજલિ કરી, નતમસ્તકે હે વ્ર ! “તથાસ્તુ” એમ કહી વિનયપૂર્વક આજ્ઞા વચનનો સ્વીકાર કર્યો. સ્વીકારીને જંભક દેવોને બોલાવ્યા, પછી આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં મિથિલા રાજધાનીમાં જઈને કુંભરાજાના ભવનમાં ૩૮૮ કરોડ અને ૮૦ લાખ એ પ્રમાણે અર્થસંપત્તિ (સુવર્ણમુદ્રા)નું સંહરણ કરો. એમ કરીને મને જણાવો. ત્યારે વૈશ્રમણ દેવની આ વાત સાંભળીને તે જંભક દેવો – યાવત્ – ઇશાન ખૂણામાં ગયા, જઈને વૈક્રિય સમુદુઘાત કર્યો કરીને સંખ્યાત યોજન પ્રમાણનો દંડ બનાવ્યો – યાવત્ – ઉત્તર વૈક્રિયરૂપની વિકુણા કરી, કરીને તેઓ ઉત્કૃષ્ટ – યાવત્ – દેવગતિથી ચાલતા જંબૂદીપના ભરતક્ષેત્રની મિથિલા રાજધાનીમાં જ્યાં કુંભરાજાનું ભવન હતું ત્યાં આવ્યા. આવીને કુંભરાજાના ભવનમાં ૩૮૮ કરોડ અને ૮૦ લાખ સુવર્ણમુદ્રાનું સંહરણ કર્યું. પછી પાછા આવીને વૈશ્રમણ દેવને આજ્ઞાનું પાલન થયાની સૂચના આપી. વૈશ્રમણ દેવે દેવેન્દ્ર દેવરાજ શક્રને તેમની આજ્ઞાનું પાલન થયાની સૂચના આપી. ' ત્યાર પછી ભમલિ અર્ડન્ત પ્રતિદિન – યાવત્ - માગધિક પ્રાતરાશ (અર્થાત્ મગધ દેશના પ્રાતઃથી લઈને બપોરના ભોજનકાળ)ના સમય સુધી ઘણાં સનાથોને, અનાથોને, પથિકો (-ભિક્ષાચર)ને, પથિકોને, કરોટિકો અને કાર્યાટિકોને (રોજ) એક કરોડ અને આઠ લાખ (સુવર્ણમુદ્રા) અર્થ સંપત્તિનું દાન કરતા હતા. (અહીં ૩૬૦ દિવસનું એક વર્ષ અભિપ્રેત છે. કેમકે તો જ રોજના એક કરોડ આઠ લાખ દ્રવ્ય પ્રમાણે ૩૮૮ કરોડ–૮૦ લાખ દ્રવ્ય થાય). Page #178 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર–ભ મલિ–કથા ૧૭૭ ત્યાર પછી કુંભરાજાએ મિથિલા રાજધાનીમાં જ્યાં ત્યાં (અનેક સ્થાને) ભોજનશાળાઓ ખોલાવી. તે ભોજન શાળાઓમાં જેમને ભોજન અને વેતન મળતું હતું તેવા ઘણાં મનુષ્યો ત્યાં રોજેરોજ વિપુલ પરિમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ ભોજન બનાવતા હતા. એ ભોજન ત્યાં આવનાર પથિક, પથિક, કરોટિક, કાર્યાટિક, પાખંડી અથવા ગૃહસ્થ (જે આવે તેને) આશ્વાસન આપી, વિશ્રામ આપી, સુખદ્ આસને બેસાડીને તે વિપુલ અશન આદિ ભોજન પીરસવામાં આવતું હતું. ત્યારે મિથિલા નગરીમાં શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, રાજમાર્ગ, રસ્તા આદિ સ્થાનો પર જ્યાં અનેક લોકો એકબીજાને કહેવા લાગ્યા, હે દેવાનુપ્રિય ! કુંભરાજાના ભવનમાં સર્વકામગુણિત એવા વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ભોજન ઘણાં શ્રમણો, માહણો, સનાથો, અનાથો, પથિકો, પથિકો, કરોટિકો, કાર્યાટિકોને પીરસાય છે – અપાયા છે. સુર, અસુર, દેવ, દાનવ અને નરેન્દ્ર દ્વારા પૂજિત તીર્થકરોના નિષ્ક્રમણ અવસરે વારંવાર આ ઘોષણા કરાય છે કે માંગો, જેની જે ઈચ્છા હોય તે માંગો એ પ્રમાણે ઈચ્છાનુસાર દાન દેવાય છે. તે વખતે ભ, મલ્લિ અન્ત પણ વર્ષીદાન (એક સંવત્સર અર્થાત્ વર્ષમાં) ૩૮૮ કરોડ અને ૮૦ લાખની અર્થ સંપત્તિ (સુવર્ણમુદ્રા)નું દાન દઈને હું દીક્ષા માટે નીકળે એવો મનમાં નિશ્ચય કર્યો. તે કાળે, તે સમયે બ્રહ્મલોક કલ્પના રિષ્ટ વિમાન પ્રતરમાં નિવાસ કરતા લોકાંતિક દેવ પોતપોતાના વિમાનમાં, પોતપોતાના પ્રાસાદાવતંસકોમાં પ્રત્યેક પોતપોતાના ૪,૦૦૦ સામાનિક દેવો, ત્રણ પર્ષદા, સાત સેના, સાત સેનાધિપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો અને બીજા પણ અનેક લોકાંતિક દેવોથી પરિવૃત્ત થઈને મહાન્ એવા (મોટામોટા અવાજોથી) નૃત્ય, ગીત, વાદ્ય, તંત્રી, તલ, ત્રુટિત, ઘન, મૃદંગ, પહ, નગારા આદિના ધ્વનિ પૂર્વક દિવ્ય ભોગોને અનુભવતા વિચરતા હતા. તે લોકાંતિક દેવોના નામ આ પ્રમાણે છે. ૧. સારસ્વત, ૨. આદિત્ય, ૩. વહિ, ૪. વરુણ, ૫. ગઈતોય, ૬. તુષિત, ૭. અવ્યાબાધ અને ૮. આગ્નેય. એ આઠે લોકાંતિક રિષ્ટ નામના પ્રતરમાં રહેતા હતા. (* લોકાંતિક દેવ – આચારાંગ સૂત્ર ૫૧૮-૫૧૯ તથા વૃત્તિમાં સ્થાનાંગ સૂત્ર ૭૩૪-૭૩૫ તથા તેની વૃત્તિમાં, ભગવતી સૂત્ર ર૯૫–૧૯માં, નાયાધમ્મકા સૂત્ર ૧૦૨ તથા તેની વૃત્તિમાં, કલ્પસૂત્ર (મૂળ)ના સૂત્ર ૧૧૦માં, તત્વાર્થ સૂત્ર સ્વપજ્ઞ ભાગમાં અધ્યાય-૪ના સૂત્ર ૨૪ અને ૨૫નું ભાષ્ય, આદિ સ્થાનોમાં આઠ લોકાંતિકનો પાઠ જ જોવા મળેલ છે. જ્યારે સ્થાનાંગ સૂત્ર ૮૪૧-૮૪ર તથા તેની વૃત્તિ, ભગવતી સૂત્ર ૨૯૭, આવશ્યક નિર્યુક્તિ ૨૧૪ તથા તેની વૃત્તિ, કલ્પસૂત્ર મૂ૧૧૦ની વિનયવિજયજીની ટીકા આદિમાં નવા લોકાંતિકનો પાઠ છે. તદુપરાંત નાયાધમ્મકહાની અભયદેવસૂરિ કૃત વૃત્તિ (સૂત્ર ૧૦૨) તથા તત્ત્વાર્થ ભાષ્ય ટીપ્પણકમાં “અન્યત્ર-દશ લોકાંતિક કહ્યા છે” તેવો સાક્ષી પાઠ પણ મળે છે. આ વિષયમાં અને વિસ્તૃત ચર્ચા મારા તત્ત્વાર્થસૂત્ર અભિનવ ટીકા ભાગ–૪–અધ્યાય–૪–૧૦૨, ૧૦૩ ઉપર પણ કરેલી જ છે. અહીં કથાનુયોગ હોવાથી તે ચર્ચાની નોંધ રજૂ કરેલ નથી. પણ જ્યાં નવનો ઉલ્લેખ છે ત્યાં રિષ્ટ (કે અરિષ્ટ)ને નવમાં લોકાંતિક કહ્યા છે. અમે તો ઉપરોક્ત અનુવાદ નાયાધમકહાના ભમલિ અધ્યયનને આધારે જ કરેલ છે.) ત્યાર પછી તે લોકાંતિક દેવોના પ્રત્યેકના આસન ચલાયમાન થયા ઇત્યાદિ પૂર્વવતુ air n international Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ આગમ કથાનુયોગ-૧ - યાવતુ – અભિનિષ્ક્રમણ કરવા ઈચ્છતા અરિહંત ભગવંતોને સંબોધિત કરવા એ લોકાંતિક દેવોનો પરંપરાગત આચાર છે. તેથી આપણે જઈએ અને ભમલિ અર્વતને સંબોધિત કરીએ. એ પ્રમાણે વિચાર કર્યો. વિચાર કરીને ઇશાન ખૂણામાં ગયા. જઈને વૈક્રિય સમુઘાત કર્યો. સમુદૂઘાત કરીને સંખ્યાત યોજન પ્રમાણના દંડનું નિસ્સરણ કર્યું અને શેષ કથન જંભક દેવોની માફક જાણવું – યાવત્ – જ્યાં મિથિલા રાજધાની, કુંભરાજાનું ભવન અને મલ્લિ અર્વન્ત હતા ત્યાં આવ્યા. – આવીને ઘુંઘરૂઓથી યુક્ત પંચરંગી વસ્ત્રાભૂષણોને ધારણ કરીને અંતરિક્ષમાં ઊંચે ઊભા રહીને બંને હાથ જોડી – દશ નખ ભેગા કરી – મસ્તકે અંજલિ કરી, આવર્ત કરી ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનોહર સ્વરોથી આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! લોકના નાથ! બોધ પામો, ધર્મતીર્થનું પ્રવર્તન કરો, જે જીવોને હિત સુખ અને નિઃશ્રેયસ્કર થશે. એ પ્રમાણે કહીને બીજી વખત, ત્રીજી વખત પણ એ પ્રમાણે કહ્યું. પછી ભમલિ અર્પતને વંદના કરી, નમસ્કાર કર્યો. કરીને જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા. ત્યાર પછી લોકાંતિક દેવો દ્વારા સંબોધિત થયેલ ભગવતી મલિ અર્વન્ત તેણીના માતા-પિતા પાસે આવ્યા, આવીને બંને હાથ જોડી – દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, અંજલિ કરી આ પ્રમાણે બોલ્યા – હે માતાપિતા ! હું આપની આજ્ઞા લઈને, મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી અનગારત્વ રવીકાર કરવા ઉત્સુક છું (દીક્ષા લેવા ઈચ્છું છું). એ વાત સાંભળી તેઓએ કહ્યું, જેમ સુખ ઉપજે તેમ કરો. હે દેવાનુપ્રિયા ! વિલંબ કરશો નહીં. ત્યાર પછી કુંભરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે ૧,૦૦૮ સુવર્ણ કળશો – યાવત્ – ૧,૦૦૮ માટીના કળશોની તથા અન્ય મહાર્થક, મહાર્દૂ, મહા-ચોગ્ય અને વિપુલ એવી તીર્થંકરના અભિષેકને યોગ્ય સામગ્રીને શીઘ ઉપસ્થિત કરો. તેઓએ પણ – યાવત્ – તે પ્રમાણે કર્યું. તે કાળે, તે સમયે ચમરેન્દ્ર અસુરેન્દ્ર યાવત્ અટ્યુતકલ્પ સુધીના ઇન્દ્રો અભિષેક મહોત્સવ કરવાને માટે આવ્યા. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શકે આભિયોગિક દેવોને બોલાવ્યા, બોલાવીને એ પ્રકારે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે જલદીથી ૧,૦૦૮ સુવર્ણ કળશો – યાવત્ – ૧,૦૦૮ માટીના કળશોને તથા તીર્થકરના અભિષેકને યોગ્ય એવી અન્ય મહાર્થક, મહામૂલ્યવાનું, મહા-ચોગ્ય અને વિપુલ સામગ્રી ઉપસ્થિત કરો. તેઓએ પણ – યાવત્ – ઉપસ્થિત કરી, પછી તે (દિવ્ય કળશોનો કુંભરાજાના કળશોમાં) પ્રવેશ થઈ ગયો (બંને કળશોને એકમાં ભેગા કરી દીધાં). ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર અને કુંભ રાજાએ ભ૦મલિ અર્પત્તને પૂર્વાભિમુખ કરીને સિંહાસન પર બેસાડ્યા, બેસાડીને ૧,૦૦૮ સુવર્ણ કળશો વડે – યાવત્ – તીર્થંકર અભિષેક વડે અભિસિંચિત કર્યા. આ પ્રકારે જ્યારે ભ૦ મલ્લિ અન્તનો અભિષેક થઈ રહ્યો હતો. ત્યારે કેટલાંયે દેવો મિથિલાની અંદરબહાર – યાવત્ – ચારે તરફ અહીં તહીં દોડવા લાગ્યા, ઉછળકૂદ કરવા લાગ્યા. ત્યાર પછી કુંભ રાજાએ બીજી વખત ઉત્તરાભિમુખ કરીને ભમલિ અન્તિને સિંહાસન પર બેસાડ્યા – યાવત્ – સર્વ Page #180 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર-ભ૦મલિ–કથા ૧૭૯ અલંકારોથી વિભૂષિત કર્યા. વિભૂષિત કરીને કૌટુંબિક પુરુષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રકારે કહ્યું. હે દેવાનુપ્રિયો ! તમે જલદીથી મનોરમા શિબિકા લાવો. તેઓ પણ લાવ્યા. ત્યારે દેવેન્દ્ર દેવરાજ શકે આભિયોગિક દેવોને બોલાવ્યા. બોલાવીને આ પ્રકારે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે જલદીથી અનેક સેંકડો સ્તંભોની બનેલી – યાવત્ – મનોરમા શિબિકા લાવો. તેઓ પણ – યાવત્ – લાવ્યા. એ (દેવ) શિબિકા પણ પેલી (કુંભરાજાની) શિબિકામાં સમાઈ ગઈ. - ત્યાર પછી ભમલિ અન્ત સિંહાસનથી ઊભા થયા. ઉઠીને જ્યાં મનોરમા શિબિકા હતી ત્યાં આવ્યા. આવીને મનોરમા શિબિકાની પ્રદક્ષિણા કરી. કરીને મનોરમા શિબિકા પર આરૂઢ થયા, પછી પૂર્વ દિશા તરફ મુખ કરીને શ્રેષ્ઠ સિંહાસન પર બિરાજમાન થયા. (જેણે ગ્રામ્યચાર ધર્મનું પાલન નથી કર્યું અર્થાત્ જેઓએ લગ્ન નથી કર્યા તેમજ રાજ્ય પણ ભોગવ્યું નથી તેવા ભગવતી માિ પૂર્વાભકાળે (-પ્રાતઃકાળે) પોતાની પ્રથમ વયમાં અર્થાત્ યૌવનના આરંભે જ મિથિલા નગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા – પ્રસ્થાન માટે પ્રવૃત્ત થયા) ત્યારે કુંભ રાજાએ અઢાર શ્રેણિ-પ્રશ્રેણિયોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે સ્નાન કરીને – યાવત્ - સર્વ અલંકારોથી વિભૂષિત થઈને મલ્લિકુંવરીની શિબિકા વહન કરો. તેઓ પણ – યાવત્ – વહન કરે છે. ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્રને મનોરમા શિબિકાની દક્ષિણ તરફની ઉપરની બાહા ગ્રહણ કરી, ઇશાનેન્દ્રએ ઉત્તર તરફની ઉપરની બાહા ગ્રહણ કરી, અમરેન્દ્રએ દક્ષિણ તરફની નીચલી વલી અને ઉત્તર તરફની નિચલી બાહા ગ્રહણ કરી. શેષ દેવોએ યથાયોગ્ય શિબિકા વહન કરી. (હર્ષને કારણે જેના રોમ કૂપ વિકસ્વર થઈ રહ્યા છે. તેવા મનુષ્યોએ સર્વપ્રથમ શિબિકા ઉપાડી, ત્યાર પછી અસુરેન્દ્ર, સુરેન્દ્ર અને નાગેન્દ્રોએ શિબિકાનું વહન કર્યું. ચલાયમાન ચપળ કુંડલોને ધારણ કરવાવાળા, સ્વેચ્છાનુસાર વિકુર્વિત આભુષણોને ધારણ કરવાવાળા દેવેન્દ્ર અને દાનવેન્દ્રો જિનેન્દ્ર ભગવાનની શિબિકા વહન કરે છે. પૂર્વમાં દેવો (સુરેન્દ્રો) – દક્ષિણમાં નાગેન્દ્ર, પશ્ચિમમાં અસુરેન્દ્રો અને ઉત્તરમાં ગરુડેન્દ્રો શિબિકાને વહન કરે છે – જિનેશ્વરોની શિબિકાને વહન કરવાના સંદર્ભમાં સર્વસાધારણ વ્યાખ્યા સૂચવતી આ ત્રણ ગાથાઓ સમવાય ૨૮૧ થી ૨૮૩માં જણાવેલ છે. પ્રથમ બે ગાથા નાયાધમ્મકહા ૧૦૪-૧૦પમાં પણ જણાવેલી જ છે.) ત્યાર પછી ભગવતી મલિ અર્વન્ત મનોરમા શિબિકામાં આરૂઢ થઈ ગયા. ત્યારે તેમની સામે અનુક્રમે આઠ-આઠ મંગલ દ્રવ્ય ચાલવા લાગ્યા. જમાલિના નિર્ગમનની માફક અહીં પણ વર્ણન કરવું જોઈએ. ત્યાર પછી જ્યારે ભમલિ અર્પત્તનું નિષ્ક્રમણ થઈ રહ્યું હતું ત્યારે કેટલાંયે દેવોએ મિથિલા નગરીને અંદર અને બહાર જળ વડે સિંચિત કરી, સાફ કરી, ચૂના. આદિથી ઘોળી – યાવત્ – તેઓ અહીંતહીં ભાગદોડ અને ઉછળકૂદ કરવા લાગ્યા. ત્યાર પછી ભમલિ અર્વન્ત જ્યાં ઉત્તમ અશોક વૃક્ષ હતું ત્યાં આવ્યા, આવીને શિબિકાથી Page #181 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ–૧ નીચે ઉતર્યા, આભરણ અલંકારોનો ત્યાગ કર્યો. ત્યારે પ્રભાવતી માતાએ હંસ જેવા શ્વેત વસ્ત્રમાં આભરણ અલંકારોને ગ્રહણ કર્યા. ૧૮૦ ત્યાર પછી મલ્લિ અર્જુન્ને સ્વયમેવ પંચમુષ્ટિક લોચ કર્યો. ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રએ ભગવતી મલ્લિના વાળને ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને ક્ષીરોદક સમુદ્રમાં પધરાવ્યા. પછી ભ૰મલ્લિ અર્હો ‘સિદ્ધોને નમસ્કાર થાઓ'' એમ કહીને સામાયિક ચારિત્ર સ્વીકાર કર્યું. જે સમયે ભમલ્લિ અર્હન્તે સામાયિક ચારિત્ર સ્વીકાર્યું તે સમયે શક્રના આદેશ વચનથી દેવો અને મનુષ્યોનો કોલાહલ, વાર્તાનો નિનાદ, ગીત વાજિંત્રોનો નિર્દોષ એકદમ બંધ થઈ ગયો. જે સમયે ભ૰મલ્લિ અર્હતે સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું તે સમયે ભગવતી મલ્લિ અર્હન્તને મનુષ્યોને જ પ્રાપ્ત થનારું એવું ઉત્તમ મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. ભગવતી મલ્લિ અર્હતે હેમંતઋતુનો બીજો માસ, ચોથો પક્ષ અર્થાત્ પોષ સુદ અગિયારસને દિવસે (નાયાધમ્મકહા આગમમાં સૂત્ર-૧૦૬માં 'પોસ સુદ્ધસ્ત પારસી પāળ'' એવો વ્યવહારમાં ભગવતી મલ્લિનું દીક્ષા કલ્યાણક માગસર સુદ-૧૧ પ્રસિદ્ધ થયેલ છે. આવશ્યક સૂત્ર નિયુક્તિ ૨૫૦ નો કેવળજ્ઞાન દિવસનો સંબંધ જોડતા માગસર સુદ-૧૦નો પાઠ બંધ બેસે છે. કેમકે તેને બીજે દિવસે કેવળજ્ઞાન થયાનું સ્વીકારતા કેવળજ્ઞાન દિવસ, માગસર સુદ-૧૧ થાય છે. ત્રિષષ્ઠી શલાકા તથા સપ્તતિ શત સ્થાનકમાં તો માગસર સુદ–૧૧ છે જ. શ્રી અભયદેવ સૂરિજી લખે છે કે આ નિર્ણય બહુશ્રુતો જ કરી શકે.) સ્પષ્ટ પાઠ છે પૂર્વાહ્ન કાળ સમયે નિર્જળ અઠ્ઠમ તપ પૂર્વક અને અશ્વિની નક્ષત્ર સાથે ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ૩૦૦ અત્યંતર પર્ષદાની સ્ત્રીઓ અને ૩૦૦ બાહ્ય પર્ષદાના પુરુષો સાથે મુંડિત થઈને દીક્ષા લીધી. (સમવાય સૂત્ર–૨૮૬ અને આવશ્યક નિયુક્તિ ૨૨૪માં ૩૦૦ પુરુષો સાથે દીક્ષા લીધી તેમ લખેલ છે. શક્ય છે કે ત્યાં અત્યંતર પદાની ૩૦૦ સ્ત્રીઓની વિવક્ષા ન કરી હોય, પણ નાયાધમ્મકહાઓ માં સ્વતંત્ર કથાનક હોવાથી સૂત્ર-૧૦૬માં તો બંને પર્ષદાનો સ્પષ્ટ પાઠ છે જ.) સ્થાનાંગ સૂત્ર–૨૪૩ મૂળમાં ૩૦૦ પુરુષો સાથે દીક્ષાનો પાઠ છે, પણ તેની અભયદેવ સૂરિ કૃતુ વૃત્તિમાં “૩૦૦ સ્ત્રીઓ સાથે પણ'' એ વાતનો ઉલ્લેખ છે.) ભગવતી મહ્નિ અર્હન્તને અનુસરીને આ આઠ જ્ઞાતકુમારો પણ દીક્ષિત થયા. જેના નામ આ પ્રમાણે છે :- ૧. નંદ, ૨. નંદમિત્ર, ૩. સુમિત્ર, ૪. બલમિત્ર ૫. ભાનુમિત્ર, ૬. અમરપતિ, ૭. અમરસેન અને ૮. મહાસેન. - ત્યાર પછી તે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ મલ્લિ અર્હન્તનો અભિનિષ્ક્રમણ મહોત્સવ કરીને નંદીશ્વર દ્વીપ ગયા. ત્યાં જઈને અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો. મહોત્સવ કરીને જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા. ૦ ભૂમલ્લિને કેવળજ્ઞાન : ત્યાર પછી ભ૰મલ્લિ અર્હન્ત જે દિવસે પ્રજિત થયા તે જ દિવસ અપરાહ્ન કાળ સમયે દિવસના પશ્ચિમ ભાગે અશોક વૃક્ષ નીચે પૃથ્વી શિલા પટ્ટક પર (બેઠા હતા ત્યારે) ઉત્તમ સુખાસને શુભ પરિણામ અને પ્રશસ્ત અધ્યવસાયો તથા પ્રશસ્ત લેશ્યાએ વર્તતા, આત્મ વિશુદ્ધિ થતાં, તદાવરણ કર્મરજને દૂર કરનાર અપૂર્વકરણ ગુણસ્થાનને પ્રાપ્ત થયા. તેમને અનંત, અનુત્તર, નિરાબાધ, નિરાવરણ, પૂર્ણ, પ્રતિપૂર્ણ, સર્વોત્તમ કેવળજ્ઞાન – કેવળ દર્શન ઉત્પન્ન થયા. Page #182 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર-ભમદ્ધિ-કથા ૧૮૧ – અહીં કેવળજ્ઞાન આદિ સંબંધિ બે ભિન્ન મતો રજૂ કરવા જરૂરી છે. - બંને વાતો આગમિક સાક્ષીપાઠ ધરાવે છે. તુભમલિને દીક્ષા ગ્રહણ કર્યા બાદ બીજે દિવસે પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. જુઓ–સમવાય–૨૯૪, આવશ્યક નિર્યુક્તિ–૩૧૯, ૦ભ૦મલિને પ્રથમ ભિક્ષા મિથિલા નગરીમાં પ્રાપ્ત થયેલી જુઓ–આવશ્યક નિર્યુક્તિ–૩૨૫; ૦ ભ૦મલ્લિને વિશ્વસેન ગૃહપતિએ અમૃતના રસ જેવી ખીર (–પરમાત્ર) વહોરાવી પ્રથમ ભિક્ષાદાન કરેલ. – જુઓ સમવાય–૨૯૫, આવશ્યક નિર્યુક્તિ-૩૨૯ ૦ છદ્મસ્થ કાળ : - નાયાધમ્મકાઓ સૂત્ર-૧૦૮ – મુજબ દીક્ષાને દિવસે જ કેવળજ્ઞાન થયેલું તે મુજબ એક પ્રહર જેટલો છદ્મસ્થ કાળ થાય. આવશ્યક નિર્યુક્તિ–૨૩૯ મુજબ – ભગવંત મલ્લિને એક અહોરાત્રનો છદ્મસ્થ કાળ હતો. ૦ કેવળજ્ઞાન : – નાયાધમ્મકહા–સૂત્ર–૧૦૮ મુજબ – દીક્ષાને દિવસે જ અર્થાત્ પોષ સુદ-૧૧ના દિવસે અપરાળ કાળ સમયે અર્થાત્ દિવસના પાછલા ભાગે કેવળજ્ઞાન થયું. તેનો નાણ તપ–દીક્ષાતપ અનુસાર અઠમનો હતો. એક પ્રહર પર્યંત શુભધ્યાનમાં રહ્યા. મિથિલા નગરી બહાર સહસ્ત્રાપ્રવનમાં અશોકવૃક્ષ નીચે અને અશ્વિની નક્ષત્રમાં ભગવતી મલિ કેવળજ્ઞાન પામ્યા. - સમવાય-પ૩ મુજબ તથા આવશ્યક નિર્યુક્તિ-૨૫૩ મુજબ - પરમાત્મા મહાવીર સિવાયના ત્રેવીસ તીર્થંકર ભગવંતોને પૂર્વા કાળે સૂર્ય ઉદયમુહૂર્ત વેળાએ કેવળજ્ઞાન (દર્શન) ઉત્પન્ન થયેલ છે. – આવશ્યક ૨૫૦, ૨૫૩, ૨૫૪, ૨૫૫ મુજબ – ભગવતી મલ્લિનાથને તે કાળે અઠમનો તપ હતો, એકરાત્રિકી પ્રતિમાનું પ્રભુએ વહન કરેલું ત્યારે મિથિલા નગરીની બહાર સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં અશોકવૃક્ષની નીચે માગસર સુદ એકાદશીના દિવસે પ્રાત:કાળે સૂર્ય ઉદય મુહુર્ત વેળાએ અશ્વિની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. (માગસર સુદ-૧૧ એવો અહીં સ્પષ્ટ પાઠ છે. તિત્વોગાલિયમાં પણ મા.સુ.૧૧ છે. એક અહોરાત્રનો છઘWકાળ પણ આવ.નિ.૨૩ભાં જણાવ્યો છે આ વિધાનનો નિષ્કર્ષ કાઢીએ તો દીક્ષા માગસર સુદ-૧૦ની માનવી પડે). સમાધાન : આવશ્યક ચૂર્ણિ ૧ – પૃષ્ઠ–૧૫૭ મુજબ – બંને મતો ટાંકેલ છે. ૧. ભ૦ મહાવીર સિવાયના ત્રેવીસ તીર્થકરને સૂર્યોદય વેળાએ કેવળજ્ઞાન થયું. ૨. બીજા મતે ભમલ્લિનાથ અને ભમહાવીરને પશ્ચિમકાળે (-ચોથા પ્રહરે) અને બાકીના બાવીશ તીર્થકરને પૂર્વાભકાળે કેવળજ્ઞાન થયું. નાયાધમકહા–સૂત્ર-૧૦૬ની અભયદેવ સૂરિ કૃત્ વૃત્તિ ૧. પોષ સુદ-૧૧ના દીક્ષાના દિવસે જ પશ્ચિમકાળે કેવળજ્ઞાન થયું. ૨. માગસર સુદ-૧૧ના પૂર્વાભકાળે (સવારે) કેવળજ્ઞાન થયું તેવો ઉપરોક્ત Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ આગમ કથાનુયોગ–૧ આવશ્યક નિર્યુક્તિનો મત પણ તેમણે નોંધ્યો છે અને એક અહોરાત્રના છદ્મસ્થ પણાની વાત પણ નોંધી છે. છેલ્લે પૂજ્ય વૃત્તિકાર લખે છે કે, “તવત્રામિત્રાયં વહુશ્રુતા વિવન્તીતિ’' અર્થાત્ આ અભિપ્રાયને બહુશ્રુતો જ જાણે છે (−જણાવી શકે છે.) - તે કાળે, તે સમયે (પ્રભુને કેવળજ્ઞાન • કેવળ દર્શન ઉત્પન્ન થયું ત્યારે) બધાં દેવોનું આસન ચલાયમાન થયું. ધર્મ શ્રવણ કરવાને માટે સમવરિત થયા. પરમાત્મા મલ્લિએ પણ ૩૦૦ ધનુષુ ઊંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરીને દેવો રચિત સમવસરણમાં ધર્મદેશના આપી. દેવો ધર્મદેશના શ્રવણ કરીને નંદીશ્વર દ્વીપે ગયા, ત્યાં જઈને અષ્ટાહ્નિકા મહોત્સવ કર્યો. કરીને જે દિશામાં આવ્યા હતા તે જ દિશામાં પાછા ગયા. કુંભ રાજા પણ નીકળ્યા. જિતશત્રુ આદિ છ રાજાની પ્રવ્રજ્યા : . ત્યારબાદ તે જિતશત્રુ આદિ છ એ રાજા પોત-પોતાના મોટા પુત્રોને રાજ્ય પર સ્થાપિત કરી હજાર પુરુષ વડે વહન કરાતી શિબિકાઓમાં આરૂઢ થઈને સર્વઋદ્ધિ સાથે જ્યાં મહ્નિ અર્હન્ત હતા, ત્યાં આવ્યા – યાવત્ – પર્યુપાસના કરવા લાગ્યા. ત્યાર પછી ભ૰મલ્લિ અર્જુન્તે તે મોટી પર્ષદાન, કુંભરાજાને તથા જિતશત્રુ આદિ છ એ રાજાઓને ધર્મોપદેશ આપ્યો. તેમણે ચતુર્યામ ધર્મરૂપ શ્રમણ ધર્મની પ્રરૂપણા કરેલી. ભમલ્લિના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર જ હતું (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું) ધર્મદેશના બાદ પર્ષદા જે દિશામાંથી આવી હતી, તે દિશામાં પાછી ગઈ. ભ૰મલ્લિએ કેવળજ્ઞાનના દિવસે પ્રથમ સમવસરણમાં જ ચાતુર્વર્ણ સંઘરૂપે તીર્થ પ્રવર્તન કરેલ. કુંભ શ્રમણોપાસક થયા – યાવત્ – પાછા ગયા. પ્રભાવતી શ્રમણોપાસિકા થયા, તે પણ પાછા ગયા. ત્યારે જિતશત્રુ આદિ છએ રાજાએ ધર્મનું શ્રવણ કરી અને સમજીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્ ! આ લોક આલિપ્ત છે, પ્રલિપ્ત છે, આલિસ પ્રલિપ્ત છે. જરામરણથી વ્યાપ્ત છે - યાવત્ – તેઓ દીક્ષિત થયા. (કાળક્રમે) ચૌદ પૂર્વના જ્ઞાતા પણ થયા. શ્રેષ્ઠ એવા અનંત કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરીને પછી તેઓ સિદ્ધ પણ થયા. ભ૰મલ્લિના શાસનના સાધુ-સાધ્વીઓમાં સુઆધ્યેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસત્વ અને સુઆચરણાને લીધે ધર્મોપદેશ પામવો સુગમ હતો. ત્યાર પછી ભમલ્લિ અર્હન્ત સહસ્રામવન ઉદ્યાનથી બહાર નીકળ્યા. નીકળીને મગધ, રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરવા લાગ્યા. ભમલ્લિને અટ્ઠાવીશ ગણ અને અટ્ઠાવીશ ગણધર થયા. પ્રભુના પ્રથમ શિષ્યનું નામ (નાયાધમ્મકહા પ્રમાણે) ભિષક હતું. (સમવાયાંગના મતે) ઇન્દ્ર હતું. (પ્રવચન સારોદ્ધાર અને ત્રિષષ્ઠી શલાકામાં તેનું ભિષક નામ જ છે). ભ૰મલ્લિના પ્રથમ શિષ્યાનું નામ બંધુમતી હતું. તેઓની ઉત્કૃષ્ટ સંપદા – શ્રમણોની ૪,૦૦૦, શ્રમણીઓની ૫૫,૦૦૦, શ્રાવકોની ૧,૮૪,૦૦૦ અને શ્રાવિકાઓની ૩,૬૫,૦૦૦ની હતી. (બીજા મતે – ત્રિષષ્ઠી શલાકા, પ્રવચન સારોદ્ધાર, સપ્તતિ શત સ્થાનક આદિમાં ભ૰મલિના શ્રાવકની સંખ્યા ૧,૮૩,૦૦૦ અને શ્રાવિકાની સંખ્યા ૩,૭૦,૦૦૦ બતાવેલ છે.) ભમલ્લિ અર્જુન્તના શિષ્યોમાં ૨,૦૦૦ અવધિજ્ઞાની, ૮૦૦ મન:પર્યવજ્ઞાની, Page #184 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભમધિ–કથા (માહિતી) ૧૮૩ ૩,૨૦૦ કેવળજ્ઞાની, ૬૦૦ ચૌદ પૂર્વધર, ૩,૫૦૦ વૈક્રિય લબ્ધિધર, ૧,૪૦૦ વાદી મુનિ અને ૨,૦૦૦ અનુત્તર વિમાને ઉત્પન્ન થનાર મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. (સમવાયાંગ સૂત્ર–૧૩૭ મુજબ ૫,૯૦૦ અવધિજ્ઞાની અને સમવાયાંગ સૂત્ર–૧૩૫ મુજબ ૫,૭૦૦ મન:પર્યવજ્ઞાની હતા. પ્રવચન સારોદ્વારમાં ૨,૨૦૦ અવધિજ્ઞાની, ૧,૭૫૦ મન:પર્યવજ્ઞાની, ૨,૨૦૦ કેવળજ્ઞાની, ૬૬૮ ચૌદ પૂર્વધર, ૨,૯૦૦ વૈક્રિય લબ્ધિધરની ઉત્કૃષ્ટ મુનિ સંપદા જણાવી છે) ભમલ્લિના શરીરનો વર્ણ પ્રિયંગુસમાન અર્થાત્ નીલ વર્ણ હતો. તેમનું સંસ્થાન સમચતુરસ્ત્ર અને સંઘયણ વજsષભનારાય હતું. મધ્યદેશમાં સુખપૂર્વક વિચરણ કરીને જ્યાં સમેત શિખર પર્વત હતો ત્યાં આવ્યા. આવીને તેમણે સમેત શિખર પર્વત પાદપોપગમન સંથારો અંગીકાર કર્યો. મલ્લિ અર્પત ૧૦૦ વર્ષ ગૃહસ્થપણે રહ્યા. ૫૪,૯૦૦ વર્ષ શ્રમણ પર્યાયમાં રહ્યા. જેમાં તેનો છઘર્થીકાળ (નાયાધમ્મકા મુજબ) એક પ્રહર અથવા (આવશ્યક નિર્યુક્તિ તથા સમવાય અનુસાર) એક અહોરાત્ર માત્ર રહ્યો. શેષ સર્વકાળ કેવલી પર્યાયમાં વિચરણ કર્યું. છેલ્લે એક માસનું નિર્જળ અનશન કર્યું. એ રીતે પપ,૦૦૦ વર્ષનું પૂર્ણ આયુ ભોગવ્યું. – ત્યાર પછી ગ્રીષ્મ ઋતુનો પ્રથમ માસ, બીજો પક્ષ અર્થાત્ ચૈત્રસુદની ચોથની તિથિએ ભરણી નક્ષત્ર સાથે ચંદ્રમાનો યોગ થયો ત્યારે અર્ધરાત્રિના સમયે પ૦૦ સાધ્વીઓ અત્યંતર પર્ષદાની અને પ૦૦ સાધુઓ બાહ્ય પર્ષદાના સહિત તેમના વેદનીય, આયુ, નામ અને ગોત્રકર્મ ક્ષીણ થયા ત્યારે સિદ્ધ થયા. યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા. જે રીતે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં ઋષભદેવ-પ્રથમ તીર્થંકરના વિષયમાં પરિનિર્વાણ મહોત્સવનું વર્ણન છે તે રીતે અહીં પણ પરિનિર્વાણ મહોત્સવ સમજી લેવો – યાવતું – નંદીશ્વરવીપમાં અષ્ટાલિકા મહોત્સવ કર્યો અને પછી તે દેવો પોતપોતાના સ્થાને ગયા. મલ્લિનાથ પ્રભુના નિર્વાણ બાદ ચોપન લાખ વર્ષનો કાળ વીત્યા બાદ વીશમાં તીર્થકર મુનિસુવ્રત સ્વામી થયા. ભમલિનું સ્ત્રીરૂપે તીર્થંકર થવું તે દશ આશ્ચર્યોમાંનું એક આશ્ચર્ય હતું. ૦ આગમ સંદર્ભ :- (મૂળ કથાસ્ત્રોત – નાયા. ૭૬ થી ૧૦૯ તથા તેની ) આયા... ૧૩; આયા.મૂ. ૬ની , ઠા ૧૧૬, ૨૪૩, ૧૧૪, ૬૬૪, ૭૩૪, ૭૩૫, ૮૪ર ઠL ૬૬૪, ૧૦૦રની સમા ૪૭, ૪૯, ૫૩, ૨૪, ૨૫, ૧૩૩, ૧૩૫, ૧૩૭, ર૬૬, ર૭૦, ર૭૧, ૨૭૪, ૨૭૬, ૨૭૯ થી ૨૮૬, ૨૮૮, ૨૮૯, ૨૯૨, ૨૯૪ થી ૨૯૭, ૨૯૯, ૩૦૨, ૩૦૪, ૩૦૬, ૩૦૮, ૩૧૦, ૩૫૦; ભગ. ૭૯૪; બુહ.ભા. ૨૬૯રની વૃ; આવ.મૂ. ૬, ૪૪; આવ.યૂ.૧–. ૮૯, ૧૫૭, ૨૧૭; આવનિ ૧૮૧, ૧૮૨, ૨૦૯ થી ૨૨૨, ૨૨૪, ૨૨૬ થી ૨૨૯, ૨૩૧ થી ૨૩૭, ૨૩૯, ૨૫૦, ૨૫૩ થી ૨૫૫, ૨૫૮, ૨૬૩, ૪૬૮, ૨૬૯, ૨૭૫, ૨૫, ૩૦૫ થી ૩૦૯, ૩૧૯ થી ૩૨૧, ૩૨૫, ૩૨૯, ૩૪૧, ૩૭૧, ૩૭૬, ૩૭૯, ૩૮૧, ૩૮૩, ૩૮૬, ૩૮૯, ૩૦, ૧૦૮૮, ૧૦૮૯; નંદી. ૧૯; કલ્પ ૧૦૦, ૧૧૦, ૧૭૨ તથા . તિલ્યો. ૩૩૧, ૩૩૨, ૩૫૩, ૩૬૪, ૩૯૩, ૪૦૭, ૪૫૩, ૪૬૫, ૪૬૫, ૪૮૨, ૫૩૨, ૫૪૦; – –– » – Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ આગમ કથાનુયોગ-૧ (૧૬) ભ૰મુનિસુવ્રત કથાનક : (બોલ સંગ્રહ રૂપે) આ અવસર્પિણીમાં જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં વીસમાં તીર્થંકર ભગવંત શ્રી મુનિસુવ્રત સ્વામી થયા. તેઓ પૂર્વના મનુષ્યભવમાં સિંહગિરિ નામે માંડલિક રાજા હતા. તે ભવમાં દીક્ષા ગ્રહણ કરી, અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કયું. તે ભવે જ તીર્થંકર નામ કર્મ બાંધ્યુ. ત્યાંથી કાળધર્મ પામીને અપરાજિત વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં ૩૨ સાગરોપમનું દેવ આયુ ભોગવ્યું. દેવતાના ભવથી ચ્યવીને તેઓ રાજગૃહી નગરીમાં સુમિત્રરાજાની પત્ની પદ્માવતી રાણીની કુક્ષિમાં શ્રાવણ સુદ-૧૫ના દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. ત્યારે પદ્માવતી માતા ગજવૃષભ આદિ ચૌદ સ્વપ્નો જોઈને જાગ્યા. જેઠ વદ–આઠમ (ગુજરાતી વૈશાખ વદ–૮)ના દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે રાજગૃહી નગરીમાં ભ૰મુનિસુવ્રતનો જન્મ થયો. પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા ત્યારે પદ્માવતી માતા અતીવ સુવ્રતા થયા. તેથી પ્રભુનું નામ મુનિસુવ્રત રખાયું. બીજો અર્થ એ કે, જગત્ ત્રિકાલ અવસ્થામાં માને છે તેથી તે મુનિ છે અને જેના વ્રતો શોભન હોય છે તેથી સુવ્રત. સુવ્રતવાળા એવા મુનિ હોવાથી મુનિસુવ્રત કહેવાયા અથવા સર્વભાવોને સારી રીતે જાણતા અને સમ્યક્ વ્રતવાળા હોવાથી તે મુનિસુવ્રત કહેવાયા. ગૌતમ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ કૃષ્ણ હતો. લંછન કાચબો હતું. ભ૰મુનિસુવ્રત બાલ્યભાવ છોડી યૌવનને પામ્યા ત્યારે તેના લગ્ન થયા. તેઓ ૭,૫૦૦ વર્ષ કુમાર અવસ્થામાં રહ્યા. ૧૫,૦૦૦ વર્ષ તેમણે માંડલિક રાજા રૂપે રાજ્ય ભોગવ્યું. એ રીતે ૨૨,૫૦૦ વર્ષ સુધી પ્રભુ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. વીશ ધનુની ઊંચાઈવાળા આ પ્રભુ પછી દીક્ષા લેવાને માટે ઉદ્યત થયા. વિષયો (ઇન્દ્રિય ધર્મ) અને રાજ્યનો પરિત્યાગ કરી. ફાગણ સુદ બારસના દિવસે મનોહરા નામની શિબિકામાં બેસીને, દિવસના પાછલા પ્રહરમાં, મુનિસુવ્રત સ્વામી રાજગૃહી નગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેમની ઉંમરની પાછલી વય હતી. પ્રભુએ છટ્ઠનો તપ કર્યો હતો. તે જ દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે નિલગુહા નામક ઉદ્યાનમાં પ્રભુએ ૧,૦૦૦ પુરુષો સહિત દીક્ષા લીધી. દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી મુનિસુવ્રત સ્વામીને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. રાજગૃહી નગરીમાં જ આવશ્યકમતે બ્રહ્મદત્ત અને સમવાયાંગ મતે ઋષભસેન ગાથાપતિએ અમૃતના રસ જેવી ખીર (પરમાત્ર) વહોરાવીભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધ, રાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. મુનિસુવ્રતસ્વામી અગિયાર માસ છદ્મસ્થ અવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ કર્યો. તે કાળે મુનિસુવ્રત સ્વામીએ છઠનો તપ કરેલ હતો. એકરાત્રિકી પ્રતિમા વહન કરેલી. ત્યારે ફાગણ વદ–બારસ (ગુજરાતી મહાવદ–૧૨)ના પ્રાતઃકાળે સૂર્યોદય વેળાએ શ્રવણ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે રાજગૃહી નગરી બહાર સહસ્રામવન ઉદ્યાનમાં ચંપકવૃક્ષની નીચે પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. મુનિસુવ્રતસ્વામીના સમવસરણમાં Page #186 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભમુનિસુવ્રત-કથા (માહિતી) ૧૮૫ રચાયેલ ચૈત્યવૃક્ષ ૨૪૦ ધનુષ્ય ઊંચુ હતું. કેવળજ્ઞાનના દિવસે પ્રથમ સમવસરણમાં જ ચાતુર્વર્ણ સંઘરૂપ તીર્થ પ્રવર્તન કરેલ. | મુનિસુવ્રત સ્વામીએ ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર જ હતું. (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું) પ્રભુના શાસનના સાધુસાધ્વીજીઓમાં સુઆધ્યેયતા, સુવિભાજયતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે તેઓને માટે ધર્મોપદેશ પામવો સુગમ હતો. મુનિસુવ્રતસ્વામીને ૧૮ ગણ થયા. ૧૮ ગણધર થયા. પ્રભુના પ્રથમ શિષ્યનું નામ કુંભ” હતું. પ્રથમ શિષ્યાનું નામ “પુષ્પવતી” હતું. તેઓની ઉત્કૃષ્ટ સંપદાશ્રમણોની ૩૦,૦૦૦, શ્રમણીઓની ૫૦,૦૦૦, શ્રાવકોની ૧,૭૨,૦૦૦, શ્રાવિકાઓની ૩,૫૦,૦૦૦ની હતી. મુનિસુવ્રતસ્વામીના શિષ્યોમાં ૧,૮૦૦ અવધિજ્ઞાની, ૧,૫૦૦ મન:પર્યવજ્ઞાની, ૧,૮૦૦ કેવળજ્ઞાની મુનિ, ૫૦૦ ચૌદપૂર્વી, ૨,૦૦૦ વૈક્રિયલબ્ધિધર અને ૧,૨૦૦ વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. પ્રભુ ૭,૫૦૦ વર્ષ શ્રમણપર્યાયમાં રહ્યા. જેમાં ૧૧ મહિના છઘસ્થ રૂપે હતા. તે સિવાય સર્વ કાળ કેવલીપણે વિચરણ કર્યું. ૩૦,૦૦૦ વર્ષનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસનું અનશન કરેલા એવા પ્રભુ મુનિ સુવ્રતસ્વામી જેઠ વદનોમ (ગુજરાતી વૈશાખ વદ-૯)ના દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ૧,૦૦૦ મુનિવરો સાથે સમેત શિખર પર્વત પર નિર્વાણ પામ્યા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા. મુનિસુવ્રતસ્વામીના નિર્વાણ બાદ છ લાખ વર્ષનો કાળ વીત્યા બાદ એકવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ પ્રભુ થયા. - સ્કંદક, ખત્તિય, ગંગદત્ત આદિ તેમનાથી પ્રતિબોધિત થયેલાં. ૦ આગમ સંદર્ભ :ઠા ૧૧૬, ૪૪૮, ૨૧૪; સમ. ૪૯, ૫૦, ૨૩, ૨૪, ૧૨૮, ૧૩૫, ૧૩૭, ૨૬૬, ૨૭૦, ૨૭૧, ૨૭૪, ૨૭૯, ૨૮૪, ૨૮૭, ૨૮૮, ૨૯ર, ૨૯૪, ૨૯૫, ૩૦૦, ૩૦૨, ૩૦૬, ૩૧૦; ભગ. ૬૭૬, ૭૨૬, ૭૯૪; વવ.ભા. ૪૪૧૪ + વૃ. જીય.ભા. પ૨૮, ૨૪૯૮; આવ. મૂ. ૬, ૪3; આવનિ ૨૦૯ થી ૨૧૧, ૨૨૧, ૨૨૫, ૨૨૬, ૨૨૮, ૨૩૧ થી ૨૩૬, ૨૩૯, ૨૫૦, ૨૫૪; ૨૫૫, ૨૫૮, ૨૬૩, ૨૬૫, ૪૬૮, ૨૬૯, ૨૭૬, ૨૯૬, ૩૦૫, ૩૧૧, ૩૧૯, ૩૨૦, ૩૨૫, ૩૨૯; ૩૭૧, ૩૭૯, ૩૮૧, ૩૮૩, ૩૮૬, ૩૮૯, ૧૦૮૯; આવ.૧–પૃ. ૧૫૭, ૨૧–ર–પૃ. ૨૭૭; ઉત્ત.ચૂપૃ. ૭૩, નંદી ૧૯; કલ્પ. ૧૭૭ તિત્વો. ૩૦૩, ૩૪૯, ૪૦૭, ૪૫૩, ૪૬૧, ૪૮૩; – x -- ૪ - Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ આગમ કથાનુયોગ-૧ (૧૭) ભમિ -કથાલંક (બોલ સંગ્રહ રૂપે) આ અવસર્પિણીમાં જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં એકવીસમાં તીર્થકર ભગવંત શ્રી નમિનાથ થયા. તેઓ પૂર્વના મનુષ્યભવમાં અદીનશત્રુ નામે માંડલીક રાજા હતા. તે ભવે દીક્ષા ગ્રહણ કરી. અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે ભવે જ તીર્થકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને પ્રાણતકલ્પ દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં વીશ સાગરોપમનું દેવઆયુ ભોગવ્યું. દેવતાના ભવથી ચ્યવીને તેઓ મિથિલા નગરીમાં વિજય રાજાની પત્ની વપ્રારાણીની કુક્ષિમાં આસો સુદ-૧૫ના દિવસે અશ્વિની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ઉત્પન્ન થયા. તે વખતે વપ્રામાતા ગજ-વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા. શ્રાવણ વદ આઠમ (ગુજરાતી અષાઢ વદ-૮ના દિવસે અશ્વિની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે મિથિલા નગરીમાં ભ૦નમિનો જન્મ થયો. પ્રભુ માતાના ગર્ભમાં આવ્યા ત્યાર પહેલા દુર્લલિત એવા શત્રુ રાજાઓએ મિથિલા નગરીને ઘેરો ઘાલ્યો હતો. પણ ગર્ભના પ્રભાવે તેની પુન્યશક્તિથી પ્રેરાઈને વપ્રા માતાને મહેલની અટ્ટાલિકાએ ચઢવાની ઈચ્છા થઈ. અન્ય શત્રુરાજાએ તેને ચઢેલા જોયા. ગર્ભના પ્રભાવથી તે રાજાઓ નમિ ગયા. તેથી પ્રભુનું “નમિ” નામ રખાયું. બીજો અર્થ એ કે, સર્વે ઉપસર્ગ, પરીષહ અને કષાયોને નમાવી દીધા હોવાથી પ્રભુ નમિ કહેવાયા. કાશ્યપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ સુવર્ણ પ્રભા સમાન હતો. તેમનું લંછન નીલકમલ હતું. ભ૦નમિ બાલ્યભાવ છોડી યૌવનને પામ્યા ત્યારે તેમના લગ્ન થયા. તેઓ ૨,૫૦૦ વર્ષ કુમારઅવસ્થામાં રહ્યા. ૫,૦૦૦ વર્ષ તેમણે માંડલીક રાજા રૂપે રાજ્ય ભોગવ્યું. એ રીતે ૭,૫૦૦ વર્ષ સુધી પ્રભુ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. ૧૫–ધનુની ઊંચાઈવાળા આ પ્રભુ પછી દીક્ષા લેવાને માટે ઉદ્યત થયા. વિષયો (ઇન્દ્રિય ધર્મ અને રાજ્યનો પરિત્યાગ કરીને, અષાઢ વદ નોમ (ગુજરાતી જેઠ વદ-૯ના દિવસે દેવકુરા નામની શિબિકામાં બેસીને દિવસના પાછલા પ્રહરમાં નમિનાથ ભગવંત મિથિલા નગરીથી દીક્ષા લેવા માટે નીકળ્યા. તે વખતે તેમની ઉંમરની પાછલી વય હતી. તેમણે છઠનો તપ કર્યો હતો. તે જ દિવસે અશ્વિની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો. ત્યારે સહસ્ત્રાપ્રવન ઉદ્યાનમાં પ્રભુએ ૧,૦૦૦ પુરુષો સહિત દીક્ષા લીધી. દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી નમિનાથ પ્રભુને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. વીરપુર નગરમાં દિન્ન (દત્ત) નામક ગાથાપતિએ અમૃતના રસ જેવી ખીર (પરમાન્ન) વહોરાવી – ભિક્ષાદાન કર્યું. પ્રભુએ મગધરાજગૃહી આદિ આર્યભૂમિમાં વિચરણ કરેલું. નમિનાથ પ્રભુ નવ માસ છઘસ્થ અવસ્થામાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ કર્યો. તે કાળે નમિનાથ પ્રભુએ છઠનો તપ કરેલ હતો. એકરાત્રિકી પ્રતિમા વહન કરેલી. ત્યારે માગસર સુદ અગિયારસને દિવસે પ્રાતઃકાળે સૂર્યોદય વેળાએ અશ્વિની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે મિથિલાનગરીની બહાર સહસ્ત્રાપ્રવનમાં બકુલ વૃક્ષની નીચે Page #188 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભનમિ-કથા (માહિતી) ૧૮૭ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુના સમવસરણમાં રચાયેલ ચૈત્યવૃક્ષ ૧૮૦ ધનુષ ઊંચુ હતું. કેવળજ્ઞાનના દિવસે પ્રથમ સમવસરણમાં જ ચાતુર્વર્ણ તીર્થ પ્રવર્તાવેલ. નમિનાથ ભગવંતે ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિકરૂપ ચારિત્ર જ હતું. (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું) પ્રભુના શાસનના સાધુસાધ્વીજીઓમાં સુઆગેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે તેઓને ધર્મોપદેશ પામવો સુગમ હતો. નમિનાથ પ્રભુને ૧૭ ગણ થયા. ૧૭ ગણધર થયા (જો કે તિત્વોગાલિયમાં ૧૧ ગણગણધર કહ્યા છે.) પ્રભુના પ્રથમ શિષ્યનું નામ “શુંભ” હતું. પ્રથમ શિષ્યાનું નામ “અનિલા” કે અમલા હતું. તેઓની ઉત્કૃષ્ટ સંપદા – શ્રમણોની ૨૦,૦૦૦, શ્રમણીઓની ૪૧,૦૦૦, શ્રાવકોની ૧,૭૦,૦૦૦ અને શ્રાવિકાઓની ૩,૪૮,૦૦૦ની હતી. નમિનાથ ભગવંતના શિષ્યોમાં ૧,૬૦૦ અવધિજ્ઞાની, ૧,૨૫૦ મન:પર્યવજ્ઞાની, ૧,૬૦૦ કેવળજ્ઞાની મુનિ, ૪૫૦ ચૌદપૂર્વી, ૫,૦૦૦ વૈક્રિય લબ્ધિધર અને ૧,૦૦૦ વાદી મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. (સમવાયાંગમાં ૩,૯૦૦ અવધિજ્ઞાની કહ્યા છે) પ્રભુ ૨,૫૦૦ વર્ષ શ્રમણ પર્યાયમાં રહ્યાં. જેમાં ફક્ત નવ માસ છદ્મસ્થરૂપે રહ્યાં. તે સિવાયનો સર્વકાળ કેવલીપણે વિચરણ કર્યું. ૧૦,૦૦૦ વર્ષનું કુલ આયુ ભોગવ્યું. છેલ્લે એક માસનું અનશન કરેલા એવા નમિનાથ પ્રભુ વૈશાખ વદ-દશમ (ગુજરાતી ચૈત્ર વદ-૧૦)ના દિવસે અશ્વિની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ૧,૦૦૦ મુનિવરો સાથે સમેત શિખર પર્વત પર નિર્વાણ પામ્યા યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા. નમિનાથ પ્રભુના નિર્વાણ બાદ પાંચ લાખ વર્ષનો કાળ વીત્યા બાદ બાવીશમાં તીર્થકર શ્રી નેમિનાથ (અરિષ્ટ નેમિ) પ્રભુ થયા. ઐરાવત ક્ષેત્રમાં તીર્થકર શ્યામકોષ્ઠ ભ૦નમિનાથના સમકાલિન હતા. ૦ આગમ સંદર્ભ :ઠા. ૧૧૬, ૪૪૮, ૨૧૪, ૯૩૦; સમ ૩૫, ૪૨, ૪૯, ૫૦, ૫૩, ૨૪, ૧૧૫, ૧૧૭, ૨૬૬, ૨૭૦, ૨૭૧, ૨૭૫, ૨૭૯, ૨૮૪, ૨૮૮, ૨૯૨, ૨૯૪, ૨૯૫, ૩૦૦, ૩૦૨, ૩૦૬, ૩૧૦; ભગ. ૭૯૪; આવ.મૂ. ૬, ૪ર; આવ.નિ. ૨૦૯ થી ૨૧૧, ૨૨૧, ૨૨૫, થી ૨૩૪, ૨૩૬, ૨૩૯, ૨૫૦, ૨૫૪, ૨૫૫, ૨૫૮, ૨૬૩, ૨૬૫, ૪૬૮, ૨૬૯, ૨૭૬, ૨૯૭, ૩૦૫, ૩૧૧, ૩૧૯, ૩૨૦, ૩ર૩, ૩૨૯, ૩૭૧, ૩૭૭, ૩૮૦, ૩૮૧, ૩૮૪, ૩૮૬, ૩૮૯, ૧૦૮૯, ૧૦૯૦; આવ૨.૧–પૃ. ૧૫૭, ૨૧૭, નંદી, ૧૯, કલ્પ ૧૭૬; તિત્વો. ૩૩૨, ૩૫૩, ૩૬૪, ૩૯૩, ૪૦૭, ૪૫૪, ૪૬૫, ૪૮૩; – ૪ – ૪ – Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ આગમ કથાનુયોગ-૧ (૨૨) ભઅરિષ્ટનેમિનેમિ-કથાનક આ અવસર્પિણીમાં જંબૂઢીપના ભરતક્ષેત્રમાં બાવીસમાં તીર્થકર ભગવંત શ્રી “અરિષ્ટનેમિ" થયા. તે “નેમિ" નામે પણ ઓળખાય છે. તેઓ પૂર્વના મનુષ્ય ભવમાં “શંખ' નામે માંડલીક રાજા હતા. તે ભવમાં દીક્ષા ગ્રહણ કરી, અગિયાર અંગોનું અધ્યયન કર્યું. તે ભવે જ તીર્થકર નામ–કર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને અપરાજિત નામના ચોથા અનુત્તર વિમાને દેવરૂપે ઉત્પન્ન થયા. ૦ પાંચ કલ્યાણક નક્ષત્ર :- તે કાળે તે સમયે અર્હત્ અરિષ્ટનેમિ પાંચ ચિત્રા યુક્ત હતા. (પાંચ કલ્યાણક ચિત્રા નક્ષત્રમાં થયા) ભગવંત અરિષ્ટનેમિ ચિત્રા નક્ષત્રમાં દેવલોકથી ચ્યવ્યા. ચ્યવીને ગર્ભમાં ઉત્પન્ન થયા - યાવત્ - ચિત્રા નક્ષત્રમાં તેઓ પરિનિર્વાણ પામ્યા. (ચિત્રા નક્ષત્રમાં ચ્યવ્યા, ચિત્રા નક્ષત્રમાં જન્મ્યા, ચિત્રા નક્ષત્રમાં દીક્ષા લીધી, ચિત્રા નક્ષત્રમાં કેવળજ્ઞાન પામ્યા. ચિત્રા નક્ષત્રમાં નિર્વાણ પામ્યા) ૦ ભઅરિષ્ટનેમિનું ચ્યવન :- તે કાળે, તે સમયે અહંત અરિષ્ટનેમિ જ્યારે વર્ષાઋતુનો ચોથો માસ, સાતમો પક્ષ અર્થાત્ કારતક વદ બારસ (ગુજરાતી આસો વદ૧૨)ના દિવસે બત્રીશ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા અપરાજિત નામના મહાવિમાનથી ચ્યવીને આ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં સોરિયપુર નગરમાં સમુદ્રવિજય રાજાની પત્ની શિવાદેવી રાણીની કુક્ષિમાં મધ્યરાત્રિએ ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે ગર્ભમાં ઉત્પન્ન થયા. ત્યાર પછીનું સમગ્ર વર્ણન (ભગવંત મહાવીરમાં કરાશે તે મુજબ) સ્વપ્ન દર્શન, ધનધાન્યની વૃદ્ધિ ઇત્યાદિ જાણવું – યાવત્ શિવાદેવી માતા ગજ-વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા. ૦ ભ. અરિષ્ટનેમિનો જન્મ : તે કાળે અને તે સમયે વર્ષાઋતુનો પ્રથમ માસ અને બીજો પક્ષ અર્થાત્ શ્રાવણ સુદ પાંચમના દિવસે નવ માસ (સાડા) સાત દિવસ પૂરા થતા – યાવત્ - ચિત્રા નક્ષત્રનો ચંદ્રમા સાથે યોગ થતા (મધ્ય રાત્રિએ) આરોગ્યવાળી માતાએ આરોગ્યવાળા પુત્રને જન્મ આપ્યો. જન્મનું વૃત્તાંત (ભ,મહાવીરમાં કહેવાશે તે પ્રમાણે) વર્ણન કરી લેવું. માત્ર પિતાના સ્થાને અહીં ("સિદ્ધાર્થને બદલ) સમુદ્રવિજય કહેવું. ૦ “અરિષ્ટનેમિ" નામ કેમ પડ્યું ? નામ આદિ વર્ણન : પ્રભુ માતાના ગર્ભમાં હતા ત્યારે માતાએ સ્વપ્નમાં મહા મોટી એવી અરિષ્ટ રત્નની બનેલ નેમિ (અર્થાત્ ચક્રની ધાર) જોઈ હતી. તેથી આ બાળકનું નામ અરિષ્ટનેમિ થાઓ એમ કહી “અરિષ્ટનેમિ" નામ રખાયું. (કોઈ કહે છે કે રિઝ રત્નની નેમિ હતી પણ રિષ્ટ શબ્દ અમંગલ સૂચક છે તેથી અમંગલના પરિવાર માટે “અ” અક્ષર આગળ મૂકી “અરિષ્ટ" કર્યું) બીજો અર્થ એ કે, પ્રભુ ધર્મચક્રના નેમિભૂત હોવાથી અથવા અરિષ્ટનો ધ્વંશ કરવામાં નેમિ સમાન હોવાથી (સર્વે પણ તીર્થંકર) અરિષ્ટનેમિ કહેવાય છે. અરિષ્ટનેમિ અહંતનું ગોત્ર ગૌતમ હતું. તેમના શરીરનો વર્ણ શ્યામ હતો. તેમનું કુળ હરિવંશ વૃષ્ણિ હતું. ૧,૦૦૮ શુભ લક્ષણોના ધારક હતા. વજઋષભનારી સંઘયણ અને સમચતુરસ્ત્રસંસ્થાન વાળા તેમજ મનમોહક મુખાકૃતિવાળા હતા. તેમના ત્રણ ભાઈઓ Page #190 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ,અરિષ્ટનેમિ-કથા ૧૮૯ રથનેમિ, સત્યનેમિ અને દઢનેમિ પણ આગમોમાં વિશેષ પ્રસિદ્ધ થયા છે. ૦ ભ૦અરિષ્ટનેમિનું પરાક્રમ દર્શન : - જ્યારે કુમાર અરિષ્ટનેમિ અનુક્રમે મોટા થયા. બાલ્યભાવ છોડીને યૌવનને પામ્યા. દશ ધનુષની ઊંચાઈવાળો દેહ થયો. કૌતુક રહિત એવા પ્રભુ મિત્રો વડે પ્રેરાઈને એક વખત ફરતા ફરતા શ્રી કૃષ્ણ વાસુદેવની આયુધશાળામાં પહોંચ્યા. ત્યાં કૌતુક જોવાને ઉત્સુક થયેલા મિત્રોની વિનંતીથી નેમિકુમારે શ્રી કૃષ્ણના સુદર્શન ચક્રને આંગળી ઉપર રાખી કુંભારના ચાકડાની માફક ફેરવ્યું. શા ધનુષ્યને કમળના નાળચાની માફક વાળી દીધું. કૌમુદી ગદાને લાકડાની માફક ઉઠાવીને પોતાના ખભે રાખી દીધી અને પાંચજન્ય શંખને પણ જોરથી વગાડ્યો. તે વખતે નેમિકુમારે પોતાના મુખેથી એટલો પવન ભરીને શંખ વગાડેલો કે જેના અવાજથી હાથીઓ બંધનતંભ ઉખેડી સાંકળો તોડીને ભાગવા લાગ્યા. કૃષ્ણ વાસુદેવના ઘોડાઓ અશ્વશાળામાંથી ભાગી નીકળ્યા. નગરજનો ભયભીત થઈ ગયા, આખું શહેર જાણે બહેરું બની ગયું. શસ્ત્રશાળાના રક્ષકો મૃત થયા હોય તેમ પડી ગયા. એ ધ્વનિ સાંભળીને કોઈ શત્રુ ઉત્પન્ન થયાનું વિચારતા શ્રી કૃષ્ણ પણ આકુળ-વ્યાકુળ થઈને તુરંત આયુધ શાળામાં આવ્યા. અરિષ્ટનેમિએ શંખ વગાડ્યાની વાત જાણીને આશ્ચર્ય પામ્યા. - ત્યાર પછી પોતાની ભુજાના બળની તુલના કરવા માટે શ્રી કૃષ્ણ અરિષ્ટનેમિને કહ્યું કે, “હે બંધુ આપણે બળની પરીક્ષા કરીએ” અરિષ્ટનેમિએ તે વાત સ્વીકારતા બંને વ્યાયામ શાળામાં આવ્યા. અરિષ્ટનેમિએ કૃણ વાસુદેવને કહ્યું કે, આપણે ભુજા બળની કસોટી કરીએ. કૃષ્ણ તે વાત સ્વીકારી ભુજાને લાંબી કરી. અરિષ્ટનેમિએ નેતરની લતાની માફક અથવા કમળના નાળચાની માફક પળવારમાં તે ભુજાને નમાવી દીધી. પછી અરિષ્ટનેમિએ પોતાની ભુજા લંબાવી. કૃષ્ણ પ્રબળ પ્રયત્નો કર્યા તો પણ તેને નમાવી ન શક્યા. ત્યારે કૃષ્ણ અરિષ્ટનેમિની ભુજાને છોડી દઈને કહ્યું કે, જેમ બળભદ્ર મારા બળથી જગને તૃણ સમાન માને છે, તેમ હું તમારા બળથી જગને તૃણ સમ ગણું છું. પછી ખિન્ન મનવાળા કૃષ્ણ ચિંતાતુર બની વિચારવા લાગ્યા કે, આ મહાબલિષ્ઠ અરિષ્ટનેમિ મારા રાજ્યને લીલામાત્રમાં લઈ લેશે. ઘણાં કષ્ટ મેળવેલા મારા રાજ્યનો ભોક્તા એ જ થશે. પછી તે બલભદ્ર સાથે વિચારણા કરવા લાગ્યા કે હું વાસુદેવ હોવા છતાં અરિષ્ટનેમિની ભુજા નમાવી ન શક્યો ! આવા મહાબલિષ્ઠ અરિષ્ટનેમિ આપણું રાજ્ય લઈ લેશે, તો હવે શું કરવું? આવું વિચારતા હતા, તેવામાં આકાશમાં દેવવાણી થઈ કે, “આ અરિષ્ટનેમિ કુમાર અવસ્થામાં જ દીક્ષા લેશે.” પૂર્વે નમિનાથ તીર્થકરે પણ આ વાત કહી છે. આવી દેવવાણી સાંભળી કૃષ્ણ નિશ્ચિત થઈ ગયા. ૦ ભ, અરિષ્ટનેમિને વિવાહ માટે તૈયાર કરવા : યુવાવસ્થાન પામેલા અરિષ્ટનેમિને એક વખત શિવાદેવી માતાએ કહ્યું કે, “હે પુત્ર! હવે તું લગ્ન કરવાની અનુમતિ આપ અને અમારા મનોરથ પુરા કર ! પ્રભુ બોલ્યા કે, “હે માતા ! યોગ્ય કન્યા પ્રાપ્ત થતાં પરણીશ” ભઅરિષ્ટનેમિ વૈરાગ્યરસથી ભિંજાયેલા હતા. કૃષ્ણ પણ આકાશવાણી સાંભળી નચિંત હતા છતાં નિશ્ચય કરવા માટે એક વખત Page #191 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ અંતઃપુરથી પરિવરેલા કૃષ્ણ અરિષ્ટનેમિને જળક્રીડા કરવા રૈવતાચલ ઉદ્યાનમાં લઈ ગયા. ત્યાં કૃષ્ણ પ્રેમથી હાથ ઝાલીને પ્રભુને સરોવરમાં લઈ ગયા. સુવર્ણની પીચકારીમાં કેસર મિશ્રિત જળ ભરી પ્રભુને સિંચવા લાગ્યા. કૃષ્ણ ઈચ્છતા હતા કે અરિષ્ટનેમિ વિવાહિત થઈ જાય તેનું અતુલબલ ક્ષીણ થાય તો તેમના તરફથી ભય કે આશંકા રહે નહીં. ૧૯૦ કૃષ્ણ રુક્મિણી આદિ રાણીઓને પણ કહી રાખ્યું કે, તમારે અરિષ્ટનેમિ સાથે નિઃશંકપણે ક્રીડા કરવી, તેમને કોઈપણ રીતે વિવાહની ઈચ્છાવાળા કરવા. પતિની આજ્ઞાથી તે રાણીઓ પણ અરિષ્ટનેમિ સાથે ક્રીડા કરવા લાગી. કોઈ સુગંધી જળ છાંટતી, કોઈ પુષ્પોના દડા મારતી, કોઈ હૃદયભેદી તીક્ષ્ણ કટાક્ષ ફેંકતી, કામકળા ચતુર સ્ત્રી મશ્કરી વડે વિસ્મય પમાડવા લાગી. એ રીતે બધી રમતમાં તન્મય બની ગઈ. ત્યારે આકાશમાં દેવવાણી થઈ, આ પ્રભુને જન્મ સમયે ચોસઠ ઇન્દ્રોએ યોજન પ્રમાણ મુખવાળા કળશોથી મેરૂપર્વત અભિષેક કર્યો, તો પણ પ્રભુ વ્યાકુળ થયા નહીં. તમે શું કરશો ? પછી અરિષ્ટનેમિ પણ કૃષ્ણ તથા સર્વ રાણીને જળ છાંટવા લાગ્યા. એ રીતે વિસ્તારપૂર્વક જળક્રીડા કરી, સરોવરને કાંઠે આવી અરિષ્ટનેમિ કુમારને સુવર્ણના સિંહાસન પર બેસાડી બધી રાણીઓ ચારે તરફ વિંટળાઈને ઊભી રહી. વિવિધ શબ્દો અને સંવાદોથી અરિષ્ટનેમિને વિવાહ માટે સમજાવા લાગી. સત્યભામાએ પણ કહ્યું કે, “પૂર્વે ઋષભ આદિ તીર્થંકરોએ પણ વિવાહ કર્યો હતો, રાજ્ય પણ ભોગવેલું, અંતે મોક્ષે ગયા, તમે કોઈ નવા મોક્ષગામી થવાના છો. તમે પણ લગ્ન કરી સૌના મનને સ્વસ્થ કરો. જાંબવતીએ પણ કહ્યું, પહેલા તમારા જ વંશના વિભુષણ સમાન એવા મુનિસુવ્રત તીર્થંકર થયા. તેઓ પણ ગૃહસ્થાવાસ ભોગવી પછી મોક્ષે ગયેલા. તો તમે પણ વિવાહ કરો. આ રીતે રુક્મિણી, સત્યભામા, જાંબવતી, પદ્માવતી, ગાંધારી, લક્ષ્મણા આદિ અનેક રાણીઓએ વિવિધ યુક્તિ-પ્રયુક્તિથી સમજાવ્યા. તે વખતે મૌન રહેલા પ્રભુને સહેજ હસતાં મુખવાળા જોઈને, રાણીઓએ હર્ષિત થઈ ઊંચે સ્વરે ઉદ્ઘોષણા કરી કે અરિષ્ટનેમિકુમારે લગ્ન કરવાની અનુમતિ આપી છે. દ્વારિકામાં બધે આ વાત ફેલાઈ ગઈ. બધાં નગરજનો કહેવા લાગ્યા કે, “નેમિકુમાર વિવાહ માટે તૈયાર થયા છે.' ૦ રાજીમતિ કન્યા સાથે વિવાહની વાત : ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે ઉગ્રસેન રાજા પાસે જઈ અરિષ્ટનેમિકુમાર માટે ઉગ્રસેન રાજાની રૂપવતી કન્યા રાજીમતિની માંગણી કરી. રાજીમતિ સર્વ લક્ષણોથી સંપન્ન, વિદ્યુત્ સમાન પ્રભાવાળી રાજકન્યા હતી. ઉગ્રસેને વિવાહની વાત સહર્ષ સ્વીકારી. કૃષ્ણ મહારાજે તુરંત સમુદ્રવિજય રાજાને આ સમાચાર આપ્યા. સમુદ્રવિજય પણ તે સાંભળી હર્ષિત અને સંતુષ્ટ થયા. પછી જ્યોતિષીને બોલાવીને લગ્નનો શુભ દિવસ પૂછયો. જ્યોતિષીએ કહ્યું, “હે રાજન ! વર્ષાકાળમાં આવું શુભ કાર્ય કરવું યોગ્ય નથી. સમુદ્રવિજયના અતિ આગ્રહથી શ્રાવણ સુદ–છટ્ઠનો દિવસ કહ્યો. એ વાતની ઉગ્રસેન રાજાને પણ જાણ કરી. બંને બાજુ વિવાહની તૈયારી થવા લાગી. કૃષ્ણે સમગ્ર નગરીને સુશોભિત કરાવી. વિવાહના દિવસે પ્રભુને સૌષધિ વડે સ્નાન કરાવ્યું, કૌતુક મંગલ કરાયા, દિવ્ય વસ્ત્રાભૂષણોથી શ્રૃંગાર યુક્ત કર્યાં. શ્વેત અશ્વવાળા રથ પર પ્રભુ આરૂઢ થયા. મસ્તકે છત્ર Page #192 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ-અરિષ્ટનેમિ-કથા ૧૯૧ ધરાયું, બંને બાજુ ચામર વિંઝાવા લાગ્યા. રાજકુમારો અશ્વારૂઢ થઈ પ્રભુની આગળ ચાલ્યા. બંને બાજુ હાથી પર બેસીને રાજા ચાલવા લાગ્યા. પાછળ સમુદ્રવિજયાદિ દશા, કૃષ્ણ-બળભદ્ર આદિ પરિવાર ચાલ્યો. ત્યારે કૃષ્ણ પણ મસ્તક પર ચૂડામણી જેવા શોભતા હતા. પછી મહામૂલ્યવાળી શિબિકાઓમાં બેસીને શિવાદેવી માતા સહિત અંતઃપુરની અન્ય રાણીઓ ચાલી. વાજિંત્રો વાગવા લાગ્યા, મંગલ ગીતો ગવાવા લાગ્યા. ચતુરંગિણી સેના સહિત સમૃદ્ધિપૂર્વક જતા અરિષ્ટનેમિએ ઉગ્રસેન રાજાનો ભવ્ય મહેલ જોયો. ત્યાં રાજીમતિ પોતાની સખી સાથે વાર્તાલાપ કરી રહી હતી. ૦ અરિષ્ટનેમિનો કરુણાભાવ : રાજા ઉગ્રસેને જાનૈયાઓના ભોજનને માટે સેંકડો પશુ-પક્ષીઓને એકઠાં કર્યા હતા. અરિષ્ટનેમિ જ્યારે વિવાહ અર્થે ત્યાં પહોંચ્યા ત્યારે તેમને એક વાડામાં બંધ કરેલા પશુઓના કરુણ રુદન સાંભળવામાં આવ્યા. તેમનું હૃદય કરુણાથી દ્રવી ઉઠ્યું. ભગવંતે સારથીને પછયું, “હે મહાભાગ! આ બધાં સુખાર્થી જીવોને પાંજરામાં શા માટે પૂરવામાં આવ્યા છે? સારથીએ કહ્યું કે, આ બધાં ભદ્ર અને મૂક પ્રાણીઓ આપના વિવાહ કાર્યમાં આવેલ વ્યક્તિઓના ભોજનને માટે છે. કરુણામૂર્તિ અરિષ્ટનેમિએ વિચાર્યું કે મારા કારણે આ ઘણાં જીવોનો સંહાર થાય તે મારા માટે કલ્યાણપ્રદ નહીં બને. અરે ! આ વિવાહોત્સવને ધિક્કાર છે, જેમાં આ જીવો મરણભયથી શોકગ્રસ્ત છે. તેમ કહીને પોતાનાં કુંડલ, કંદોરો વગેરે આભુષણો ઉતારીને સારથીને આપી દીધા. ૦ લગ્નની અનિચ્છા–રાજીમતી આદિનો વિલાપ : અરિષ્ટનેમિ પ્રભુએ સારથીને રથ પાછો વાળવા કહી દીધું. હે સારથી ! મારે આ હિંસાકારી વિવાહ નથી કરવા. તે વખતે રાજીમતિ પણ અપશુકનના ભયથી અને મનમાં સંતાપ થવાથી અશ્રુ વહાવવા લાગી. તેની સખીઓએ તેને શાંત પાડવા ઘણાં પ્રયત્નો કર્યા. પરંતુ રાજીમતિના ચહેરા પર છવાયેલ ખુશી પ્રભુના પાછા ફરવાથી વિલીન થઈ ગઈ. અરિષ્ટનેમિકુમારને પાછા ફરતા જોઈ સમુદ્રવિજય શિવાદેવી પ્રમુખ સ્વજનોએ તુરત રથને અટકાવ્યો. શિવાદેવી માતા અથુપૂર્ણ નયને બોલ્યા કે, હે વત્સ ! તું વિવાહ કરી મને પુત્રવધૂનું મુખ દેખાડ. ત્યારે અરિષ્ટનેમિએ કહ્યું કે, મને મનુષ્ય સ્ત્રીમાં કોઈ રાગ નથી હવે હું મુક્તિરૂપી સ્ત્રીના સંગમ માટે ઉત્સુક છું. હે માતા ! તમે આ આગ્રહ છોડી દો. તેઓ વિવાહ કર્યા વિના જ ચાલી નીકળ્યા. રાજીમતિ પણ આ સાંભળી મૂછિત થઈ ગયા. સખીઓએ મહામુશ્કેલીથી તેણીને શુદ્ધિમાં લાવ્યા. રાજીમતિ ચોધાર આંસુએ વિલાપ કરવા લાગ્યા. ભઅરિષ્ટનેમિને ઉપાલંભ દેવા લાગ્યા. સખીઓ પણ અરિષ્ટનેમિ વિશે નિંદિત વચનો બોલવા લાગી. માતા-પિતા, સખીએ તેણીને ઘણું સમજાવ્યું, “અરિષ્ટનેમિ ચાલ્યા ગયા તો શું થયું – ઘણાંએ સારા વર પ્રાપ્ત થઈ જશે. રાજીમતિ પોતાના ભાગ્યને દોષ દેવા લાગ્યા. તેણી ઘણી વ્યથિત થઈ, અરિષ્ટનેમિ જ તેણીના હૃદયમાં વસેલ હતા. તેણીએ દઢતાથી બીજા કોઈ પણ સાથેના વિવાહની વાતનો વિરોધ કર્યો. સખીઓને કહ્યું કે, હું મન અને વચનથી અરિષ્ટનેમિને વરી Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ આગમ કથાનુયોગ-૧ ચૂકી છું. મારો હસ્તમેળાપ ન થયો તો શું? તેઓ જે માર્ગે જશે, તેને હું અનુસરીશ. સમુદ્રવિજયે પણ સંત હૃદયે અરિષ્ટનેમિને લગ્ન માટે સમજાવ્યા. શ્રી કૃષ્ણ આદિએ પણ ઘણી વિનવણી કરી પણ અનંતા પ્રાણીઓના સંહારક અને સંસારમાં દુઃખરૂપ એવા સ્ત્રી સંગ્રહવાળા વિવાહ અરિષ્ટનેમિને મંજુર ન હતા. અરિષ્ટનેમિએ કહ્યું, હે માતા! પિતા ! બંધુજનો ! જે રીતે મેં આ પ્રાણીઓને બંધનથી મુક્ત કર્યા તે રીતે હું પણ કર્મના બંધનથી મુક્ત થવા ઈચ્છું છું. અદ્વૈત સુખના કારણરૂપ દીક્ષા ગ્રહણ કરવાની મારી ઈચ્છા છે. કર્મનો ઉચ્છેદ દીક્ષા વિના સાધ્ય નથી, માટે હું તેને જ ગ્રહણ કરીશ. ૦ ભ, અરિષ્ટનેમિની દીક્ષા :- (અને છઘસ્થ કાળ) એ રીતે ભઅરિષ્ટનેમિએ લગ્ન કર્યા નહીં. રાજ્ય પણ ભોગવ્યું નહીં. કુમાર અવસ્થામાં જ રહ્યા. ગ્રામ્યાચાર અને રાજ્યના પરિત્યાગનો તેમને પ્રશ્ન જ ન હતો. એવા ભઅરિષ્ટનેમિ દક્ષ હતા -- યાવત્ – ૩૦૦ વર્ષ સુધી કુમારાવસ્થામાં ગૃહસ્થાવાસમાં રહ્યા. ત્યાર પછી જેમનો જિતાચાર છે, એવા લોકાંતિક દેવોએ આવીને પ્રભુને પ્રાર્થના કરી. ઇત્યાદિ કથન (ભ,મહાવીરના કથાનકમાં કહેવાશે તે પ્રમાણે અહીં પણ) સમજી લેવું. -- યાવત્ – અભિનિષ્ક્રમણ પૂર્વે એક વર્ષ સુધી દાન આપ્યું. | (વ્યવહારમાં એવી ભ્રામક માન્યતા પ્રવર્તે છે કે વિવાહ કર્યા વિના ભઅરિષ્ટનેમિ પાછા ફર્યા અને સીધી જ દીક્ષા ગ્રહણ કરી. આ વાત અયોગ્ય છે. કલ્પસૂત્ર મૂળમાં શ્રી ભદ્રબાહુસ્વામી સૂત્ર–૧૭૨માં પ્રભુએ વર્ષિદાન આપ્યાનું જણાવે જ છે. લોકાંતિક દેવો વિનંતી કરવા પણ પ્રભુના પાછા ફર્યા પછી જ આવ્યા છે. ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્રમાં શ્રી હેમચંદ્રાચાર્યજી પણ આ વાતની પુષ્ટિ કરતા જણાવે છે કે, પછી પ્રભુ દરરોજ (વર્ષિ)દાન આપવા લાગ્યા. રાજીમતિ પણ અરિષ્ટનેમિનું ધ્યાન ધરતા કાળ નિર્ગમન કરે છે. પ્રભુએ એક વર્ષપર્યત દાન દીધું. પછી શક્રાદિએ આવીને પ્રભુનો દીક્ષા સંબંધિ અભિષેક કર્યો) જે આ વર્ષાઋતુનો પ્રથમ માસ, દ્વિતીય પક્ષ અર્થાત્ શ્રાવણ માસનો સુદ પક્ષ આવ્યો તે શ્રાવણ સુદ છઠના દિવસે પુર્વા સમયે, જેની પાછળ દેવ, માનવ અને અસુરોની પર્ષદા ચાલી રહી હતી. એવા ભઅરિષ્ટનેમિ અત્ પોતાની યૌવનવયમાં ઉત્તરકુરા નામની શિબિકામાં બેસીને – યાવત્ – દ્વારિકા નગરીના ઠીક મધ્ય ભાગમાં થઈને નીકળ્યા. નીકળીને જે તરફ રૈવત ઉદ્યાન હતું ત્યાં આવ્યા. આવીને અશોક વૃક્ષ નીચે શિબિકા ઊભી રાખી (અહીં કલ્પસૂત્ર તથા ઉત્તરાધ્યયન સુત્ર–૮૧૮ રૈવત ઉદ્યાન લખે છે. આવશ્યક નિયુક્તિ ૨૩૧માં “સહસ્ત્રાપ્રવન”નો ઉલ્લેખ છે.) શિબિકા ઊભી રાખીને નીચે ઉતર્યા. ઉતરીને પોતાના જ હાથે આભરણ, માળા, અલંકારોને ઉતાર્યા. પછી પોતાની જ મેળે પંચમુષ્ટિ લોચ કર્યો. લોચ કર્યા પછી નિર્જળ એવો છઠનો તપ કરેલા પ્રભુએ ચિત્રા નક્ષત્રનો ચંદ્રમા સાથે યોગ થયો ત્યારે એક દેવદુષ્ય વસ્ત્ર લઈને ૧,૦૦૦ પુરુષ સાથે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી અનગારત્વને સ્વીકાર્યું અર્થાત્ દીક્ષા ગ્રહણ કરી, જિતેન્દ્રિય અને લોચ કરેલા ભઅરિષ્ટનેમિએ કૃષ્ણ વાસુદેવને કહ્યું. હે દમીશ્વર ! તમે તમારા અભિષ્ટ મનોરથોને જલદી પામો, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા, નિલભતામાં ખૂબ ખૂબ આગળ વધો. ત્યાર પછી તે બલરામ, કેશવ (વાસુદેવ), દશાર્ડ આદિ અનેક લોકો અરિષ્ટનેમિને વંદન કરીને દ્વારિકાપુરી પાછા ફર્યા. Page #194 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર–ભઅરિષ્ટનેમિ કથા ભ૰અરિષ્ટનેમિની પ્રવ્રજ્યા (નો વૃત્તાંત) સાંભળીને રાજકન્યા રાજીમતિનો આનંદ, હાસ્ય નષ્ટ થઈ ગયા. તે શોકથી મૂર્છિત થઈ ગઈ. રાજીમતિએ વિચાર્યું કે, ધિક્કાર છે મારા જીવનને ! મને અરિષ્ટનેમિએ ત્યજી દીધી એટલે મારે પ્રવ્રજ્યા લેવી જ શ્રેયસ્કર છે. દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે અર્હત્ અરિષ્ટનેમિને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. દ્વારાવતી નગરીના વરદત્તે અમૃતના રસ જેવી ખીર (પરમાત્ર) વહોરાવી ભિક્ષાદાન કર્યું. પ્રભુએ ત્યારપછી આર્ય અને અનાર્ય બંને પ્રકારની ભૂમિમાં વિચરણ કરેલું. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્ર તપ કરેલો. અર્હત્ અરિષ્ટનેમિ ચોપન રાત્રિદિવસ છદ્મસ્થ અવસ્થામાં રહ્યાં. કાયાને વોસિરાવી દીધેલી, દેહના મમત્ત્વભાવને છોડી દીધેલ ઇત્યાદિ વર્ણન (પૂર્વે પણ કરાયું છે અને ભગવંત મહાવીરમાં પણ કરાશે, તે રીતે) સમજી લેવું. ૦ ભ૰ અરિષ્ટનેમિનું કેવળજ્ઞાન અને તિર્થપ્રવર્તન : એ રીતે જ્યારે પંચાવનમો દિવસ આવ્યો ત્યારે વર્ષાઋતુનો ત્રીજો માસ, પાંચમો પક્ષ અર્થાત્ આસોવદ અમાસ (ગુજરાતી ભાદરવા વદ–અમાસ)ના દિવસે (અપરાણ કાળે) દિવસના પાછલા ભાગે (આ પ્રમાણે ભદ્રબાહુસ્વામી રચિત કલ્પસૂત્ર–૧૭૪માં લખ્યું છે. આવશ્યક નિયુક્તિ ૨૫૩ અને સમવાયાંગ સૂત્ર–૫૩ મુજબ “સૂર્યોદય વેળાએ અર્થાત્ દિવસના પૂર્વાણ કાળે' એમ જણાવે છે. આવશ્યક ચૂર્ણિમાં પૃષ્ઠ—૧૫૮ ઉપર તો ત્યાં સુધી લખ્યું છે કે, “એકરાત્રિકી પ્રતિમા વહન કરેલા એવા પ્રભુને—સૂર્યોદય વેળાએ”) ઉજ્જયંત પર્વતના શિખર પર (* આવશ્યક નિયુક્તિ-૨૫૪ મુજબ સહસ્રાપ્રવનમાં) વેંતસ વૃક્ષની નીચે, નિર્જલ એવા અઠ્ઠમ તપને કરેલા પ્રભુને ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ધ્યાનાંતરિકામાં વર્તતા પ્રભુને અનંત અનુત્તર એવા કેવળજ્ઞાન–કેવળદર્શન ઉત્પન્ન થયા યાવત્ – સમસ્ત લોક અને સર્વ જીવોના ભાવોને જોતા અને જાણતા એવા વિચરવા લાગ્યા. - ૧૯૩ (* આવશ્યક સૂત્ર—મૂળ—પ૬—અરિષ્ટનેમિના દીક્ષા, નાણ, નિર્વાણ ત્રણ કલ્યાણકો ઉજ્જયંત પર્વતના શિખર પર થયાનું જણાવે છે.) અર્હત્ અરિષ્ટનેમિએ ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના સમવસરણમાં રચાયેલ ચૈત્યવૃક્ષની ઊંચાઈ ૧૨૦ ધનુની હતી. કેવળજ્ઞાન પામ્યાના દિવસે પ્રથમ સમવસરણમાં જ પ્રભુએ તિર્થ પ્રવર્તન કરેલ. તેમના શાસનમાં છેોપસ્થાપના ન હતી. કેવળ સામાયિક ચારિત્ર જ હતું. તેમના સાધુ–સાધ્વીઓમાં સુઆભ્યેયતા આદિ ગુણોને લીધે તેઓને માટે ધર્મોપદેશ પામવો સુગમ હતો. ઉયંત (ગિરનાર) પર્વત પર સહસ્રામવનમાં અરિષ્ટનેમિ અર્જુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાના સમાચાર ઉદ્યાનપાલકે તત્કાળ કૃષ્ણ વાસુદેવને આપ્યા. આ વૃત્તાંત સાંભળી હર્ષિત થયેલા કૃષ્ણે તેને સાડાબાર કરોડ દ્રવ્ય આપ્યું. તત્કાળ મોટી સમૃદ્ધિ સાથે પ્રભુને વંદન કરવા ગયા. તે વખતે રાજીમતી પણ પ્રભુને વંદન કરવા આવ્યા. એ વખતે પ્રભુની અમૃતમય દેશના સાંભળી પ્રતિબોધ પામેલા વરદત્ત આદિ ૨,૦૦૦ રાજાઓએ દીક્ષા લીધી. અરિષ્ટનેમિ પ્રભુના પ્રથમ શિષ્ય વરદત્ત થયા, પ્રથમ શિષ્યા યક્ષિણી થયા. નંદ પ્રથમ શ્રાવક અને મહાસુવ્રતા પ્રથમ શ્રાવિકા થયા. એ રીતે ચાતુર્વર્ણ સંઘ થયો. ૦ રાજીમતિ સાથેના પૂર્વભવોના સંબંધનું કથન : Jain ૧/૧૩ |nternational Page #195 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ તીર્થ પ્રવર્તન અવસરે કૃષ્ણે મસ્તકે અંજલિ કરીને પૂછયું કે, હે સ્વામી ! આપના ઉપર રાજીમતિના આટલા બધાં સ્નેહનું કારણ શું છે ? ત્યારે પ્રભુએ પોતાના પૂર્વભવોનો તેણી સાથેનો સંબંધ કહી સંભળાવ્યો. તે આ પ્રમાણે ૧૯૪ પહેલા ભવમાં હું ધન નામે રાજપુત્ર હતો. તે વખતે રાજીમતીનો જીવ ધનવતી નામે મારી પત્ની હતી. બીજા ભવમાં અમે બંને પહેલા દેવલોકમાં દેવ અને દેવી હતા. ત્રીજા ભવમાં હું ચિત્રગતિ નામે વિદ્યાધર હતો, એ રત્નવતી નામે મારી પત્ની હતી. ચોથા ભવમાં અમે બંને ચોથા દેવલોકમાં દેવ હતા. પાંચમાં ભવમાં હું અપરાજિત નામે રાજા હતો અને એ પ્રિયતમા નામે મારી રાણી હતી. છટ્ઠા ભવમાં અમે બંને અગિયારમાં દેવલોકમાં દેવ થયા. સાતમા ભવમાં હું શંખ નામે રાજા હતો અને એ યશોમતી નામે મારી રાણી હતી. આઠમા ભવે અમે બંને અપરાજિત દેવલોકમાં દેવ થયા. આ ભવમાં હું અરિષ્ટનેમિ નામે તીર્થંકર છું અને એ રાજીમતિ છે. હે કૃષ્ણ ! આ કારણે તેણીનો મારી સાથે ચિર સ્નેહ છે. ૦ રાજીમતિની દીક્ષા – રથનેમિને પ્રતિબોધ : - (શ્રમણ/શ્રમણી વિભાગની આ અવાંતર કથા છે.) અતુ અરિષ્ટનેમિ ત્યાંથી વિહાર કર્યો. ભિન્ન ભિન્ન સ્થળે વિચરી અનેક ભવ્યોને પ્રતિબોધી અનુક્રમે ફરી રૈવતગિરિએ પધાર્યા. સમવસરણની રચના થઈ. રાજીમતિ વિચારે છે કે ભગવંતને ધન્ય છે કે, જેમણે મોહને જીતી લીધો છે. ધિક્કાર છે મને કે, જે હું મોહના કાદવમાં ફસાયેલી છું મારે માટે એ જ શ્રેયસ્કર છે કે હવે હું દીક્ષા લઈ લઉં. દૃઢ સંકલ્પ કરીને રાજીમતિએ કાંસકી વગેરેથી સજાવેલા ભમરા જેવા કાળા કેશને ઉખેડી નાંખ્યા. સર્વ ઇન્દ્રિયોને જીતીને દીક્ષાને માટે તૈયાર થઈ. શ્રીકૃષ્ણે પણ તે કેશવિહિન અને જિતેન્દ્રિયા રાજીમતિને કહ્યું, હે કન્યા ! તુ આ ઘોર સંસારસાગરને જલ્દીથી તરી જા. શીલવતી તેમજ બહુશ્રુતા રાજીમતિએ પ્રવ્રુજિત થઈને પોતાની સાથે ઘણાં સ્વજનપરિજનોને પણ દીક્ષાના માર્ગે વાળ્યા. દીક્ષા લીધા પછી એક વખત રાજીમતિ સાધ્વી રૈવતકગિરિ તરફ જઈ રહ્યા હતા. ત્યાં જ વચ્ચે મુશળધાર વરસાદ પડ્યો. તેણી આખા પલળી ગયા. વરસાદને લીધે અંધકાર પથરાઈ ગયો. સહવર્તી સાધ્વીઓ વિખરાઈ ગયા. આ સ્થિતિમાં તેણી એક ગુફામાં પહોંચ્યા. એકાંત સ્થાન જાણીને બધાં ભીના વસ્ત્રો ઉતારીને પહોળાં કર્યા. ત્યાં રથનેમિ પણ દીક્ષિત થઈને એકાંત સ્થાનમાં ધ્યાનમગ્ર હતા. (જે તેણીને ખબર નહીં) વિજળીના ચમકારામાં રાજીમતિને એકલા અને નિર્વસ્ત્ર જોઈને રથનેમિ મુનિનું મન વિચલિત થઈ ગયું. એકાએક રાજીમતિની દૃષ્ટિ પણ તેનાં ઉપર પડી. ત્યાં એકાંતમાં તે રથનેમિ સંયતને જોઈને ભયભીત થઈ ગયા. ભયથી ધ્રુજતા તે પોતાના બંને હાથો વડે શરીરને ઢાંકીને બેસી ગયા. ત્યારે સમુદ્રવિજયના રાજપુત્ર રથનેમિએ રાજીમતિને ભયભીત જોઈને આમ કહ્યું– હે ભદ્રે ! હે સુરૂપા ! હે મધુરભાષિણી ! હું રથનેમિ છું. તું મારો સ્વીકાર કર. હે સુતનુ ! તું જરા પણ સંકોચ ન કર. મારા તરફથી તને કોઈ દુઃખ નહીં થાય. મનુષ્ય Page #196 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ-અરિષ્ટનેમિ-કથા ૧૯૫ જન્મમાં અતિ દુર્લભ એવા કામભોગોને ચાલ આપણે ભોગવીએ. સાંસારિક ભોગોનો આનંદ લઈ – ભૂક્તભોગી બનીને ફરી આપણે જિનમાર્ગે જઈશું. સંયમ પ્રતિ ભગ્ર મનોબળવાળા અને ભોગ વાસનાથી પરાજિત બનેલા રથનેમિને જોઈને તે સંભ્રાન્ત ન થઈ. પોતાને સંવરી લીધી – વસ્ત્રો પુનઃ ધારણ કરી લીધા. નિયમ અને વ્રતમાં અવિચળ રહેનાર શ્રેષ્ઠ રાજકન્યા રાજીમતિએ જાતિકુળ અને શીલની રક્ષા કરવા પૂર્વક રથનેમિને કહ્યું તમે રૂપમાં વૈશ્રમણ જેવા હો, લલિતકળામાં નળકુબેર જેવા હો બીજું તો શું? સાક્ષાતુ. ઇન્દ્ર સમાન હો તો પણ હું તમારી ઈચ્છા કરતી નથી. હે અયશની એષણાવાળા! ધિક્કાર છે તમને કે જે તે ભોગી જીવન માટે ત્યક્ત ભોગોને ફરી ભોગવવાની ઈચ્છા કરે છે. આના કરતા તો મરી જવું શ્રેયસ્કર છે. હું ભોજરાજાની પૌત્રી અને તમે અંધકવૃષ્ણિના પૌત્ર છે. અરે ! અગંધન કુળમાં ઉત્પન્ન થયેલ સર્વ પ્રજ્વલિત અગ્નિમાં બળીને મરવાનું પસંદ કરે છે પણ વમેલા વિષને ફરી પીવાની ઈચ્છા કરતા નથી નેમિનાથે વમેલી એવી મને – તમે શા માટે ઈચ્છો છો? તમે સ્વસ્થ, સ્થિર, નિબૃત થઈને સંયમ પાળો. અન્યથા જે જે સ્ત્રીને જોઈને રાગ કરશો તો વાયુકંપિત હS, વનસ્પતિ માફક અસ્થિર બની જશો. હે રથનેમિ ! તમે ઇન્દ્રિયોને વશમાં રાખી, અનાચારથી તમારી જાતને દૂર રાખો, આત્માનો સંવર કરો. રાજીમતિના સુભાષિત વચનો સાંભળીને, જે રીતે અંકુશથી હાથી વશ થાય તેમ રથનેમિ ધર્મમાં સમ્યક્ પ્રકારે સ્થિર થયા. મન, વચન, કાયાથી ગુપ્ત, જિતેન્દ્રિય અને વ્રતી બન્યા. જાવજીવ પર્યત નિશલભાવે શ્રામણ્યનું પાલન કર્યું. ઉગ્રતાના આચરણ દ્વારા તેમજ રથનેમિ અર્હત્ અરિષ્ટનેમિ પાસે પ્રાયશ્ચિત્ ગ્રહણ કરીને અને રાજીમતિ વિશુદ્ધ ભાવથી દીક્ષા આરાધી બંને કેવળી બન્યા. સર્વ કર્મનો ક્ષય કરી બંને મોક્ષે પધાર્યા. ૦ ભ૦અરિષ્ટનેમિની ગણધરાદિ સંપદા : અર્હત્ અરિષ્ટનેમિને અઢાર ગણ અને અઢાર ગણધર થયા. (આવશ્યક નિર્યુક્તિ ૨૬૮ મુજબ ૧૧ ગણ, ૧૧ ગણધર હતા.) અર્હત્ અરિષ્ટનેમિની ઉત્કૃષ્ટ સંપદા – શ્રમણોની ૧૮,૦૦૦, શ્રમણીઓની ૪૦,૦૦૦, શ્રાવકોની ૧,૬૯,૦૦૦ અને શ્રાવિકાઓની ૩,૩૬,૦૦૦ની હતી. અહંતુ અરિષ્ટનેમિના શિષ્યોમાં ૧,૫૦૦ અવધિજ્ઞાની, ૧,૦૦૦ વિપુલ મતિ મન:પર્યવજ્ઞાની, ૧,૫૦૦ કેવળજ્ઞાની, પોતે જિન ન હોવા છતાં સઘળાં અક્ષરોના સંયોગના યથાર્થને જાણનારા એવા ૪૦૦ ચૌદપૂર્વી, દેવ-મનુષ્ય કે અસુરની સભામાં પરાજિત ન થાય તેવા વાદકળા નિપુણ ૮૦૦ વાદી, ૧,૫૦૦ વૈક્રિય લબ્ધિધર અને અનુત્તર વિમાને ઉત્પન્ન થનારા ૧,૬૦૦ મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. પ્રભુના ૧,૫૦૦ શ્રમણો અને ૩,૦૦૦ શ્રમણીઓ સિદ્ધ થયા. ૦ ભ, અરિષ્ટનેમિની અંતકૃત્ ભૂમિ : અત્ અરિષ્ટનેમિને બે પ્રકારની અંતકૃત્ ભૂમિ થઈ. ૧. યુગાંતકર અને ૨. પર્યાયાંતકર – યાવત્ – આઠમાં પુરુષ સુધી (અર્થાત્ પાટ પરંપરા સુધી) મોક્ષ માર્ગ ચાલુ રહ્યો. બીજી પર્યાયાંતકર ભૂમિ – પ્રભુના કેવળજ્ઞાન પછી બે વર્ષ પછી કોઈ કેવલીએ સંસારનો અંત કર્યો અર્થાત્ પ્રભુના કેવળજ્ઞાન બાદ બે વર્ષ પછી નિર્વાણ માર્ગ ચાલુ થયો. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ આગમ કથાનુયોગ-૧ ૦ ભ, અરિષ્ટનેમિનું નિર્વાણ : તે કાળ, તે સમયે અહંતુ અરિષ્ટનેમિ ૩૦૦ વર્ષ સુધી કુમાર અવસ્થામાં, ગૃહસ્થાવસ્થામાં રહ્યા. ચોપન રાત્રિ-દિવસ તેમનો છઘસ્થ પર્યાય રહ્યો. ચોપન દિવસ સિવાયનો ૭૦૦ વર્ષનો કાળ પ્રભુ કેવલિરૂપે વિચર્યા. એ રીતે ૭૦૦ વર્ષ પર્યત પ્રભુ શ્રમણ અવસ્થામાં રહ્યા. પ્રભુએ ૧,૦૦૦ વર્ષ પૂર્ણાયુ ભોગવ્યું. ત્યારે વેદનીય, આયુ, નામ અને ગોત્રકર્મ ક્ષીણ થયા. આ અવસર્પિણીમાં દુઃષમ-સુષમા આરો ઘણો બધો વ્યતીત થયો ત્યારે જે આ ગ્રીષ્મ ઋતુનો ચોથો માસ-આઠમો પક્ષ અર્થાત્ અષાઢ માસના શુક્લ પક્ષ આવ્યો. અષાઢ સુદ આઠમે ઉત્યંત પર્વતના શિખર પર, બીજા પ૩૬ સાધુઓ સાથે જેમણે છેલ્લે એક માસના નિર્જળ ઉપવાસ કરેલા હતા. તેવા અરિષ્ટનેમિ પ્રભુ ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે, મધ્યરાત્રિએ નિષદ્યામાં રહેલા અર્થાતુ પર્યકાસને બેઠા બેઠા નિર્વાણ પામ્યા યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા. - અર્હત્ અરિષ્ટનેમિના નિર્વાણ બાદ ૮૩,૭૫૦ વર્ષ વીત્યા પછી તેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ થયા. –૦- ભ૦અરિષ્ટનેમિ સાથે સંકળાયેલ વિશિષ્ટ શ્રમણકથા : અત્ અરિષ્ટનેમિના કેવલી પર્યાયમાં અનેક શ્રમણોના કથાનકો તેમની સાથે જોડાયેલા આગમોમાં નજરે પડે છે. જેમાં ગજસુકુમાલ અને થાવસ્ત્રાપુત્રની દીક્ષા એ બે ચરિત્રો તથા ઢઢણ મુનિનું તપસ્વીપણું એ વિસ્તારથી અને જગપ્રસિદ્ધ છે. તે સિવાય ગૌતમ, સમુદ્ર, સાગર, ગંભીર, તિમિત, અચલ, કાંડિલ્ય, અક્ષોભ, પ્રસેનજિત, વિષ્ણુકુમાર, સાગર, સમુદ્ર, હિમવંત, અચલ, ધરણ, પૂરણ, અભિચંદ્ર, અનિયસ, અનંતસેન, અનિહત, વિહંતુ, દેવયશ, શત્રુસેન, સારણ, ગજસુકુમાલ, સુમુખ, દુર્મુખ, ફૂપક, દારૂક, અનાદૃષ્ટિ, સુલસા દ્વારા ઉછેરાયેલ એવા દેવકીના છ પુત્રો, જાલિ, મયાલિ, ઉવયાલિ, પુરુષસેન, વારિણ, પ્રદ્યુમ્ન, શાંબ, અનિરુદ્ધ, સત્યનેમિ, દૃઢનેમિ ઇત્યાદિ કુમાર અહંતુ અરિષ્ટનેમિ પાસે દીક્ષા લઈ અંતકૃત્ કેવલી થઈ મોક્ષે ગયા. રથનેમિ કથાનક પણ પૂર્વે નોંધેલ છે. નિષધ, અનિયસ, વહ, વેહલ, પ્રગતિ, જુત્તિ, દશરથ, મહાધન, સપ્તધન, દશધનું અને શતધનું ભોઅરિષ્ટનેમિ પાસે દીક્ષા લઈ સર્વાર્થસિદ્ધ વિમાને ગયા. પાંચ પાંડવો પણ તેમના શાસનમાં સમર્પિત થઈ. તેમનું જ ધ્યાન ધરતા મોક્ષને પામ્યા. –૦- ભઅરિષ્ટનેમિ સાથે સંકળાયેલ વિશિષ્ટ શ્રમણી–કથા : રાજીમતિનો પ્રસંગ તો સુવિદિત છે જ. તે સિવાય પદ્માવતી, ગૌરી, ગાંધારી, લક્ષ્મણા, સુશીમાં, જાંબવતી, સત્યભામા, રૂક્ષ્મણી (એ આઠ કૃષ્ણ વાસુદેવના પટ્ટરાણી) તથા મૂલશ્રી અને મૂલદત્તા ભોઅરિષ્ટનેમિ પાસે દીક્ષિત થઈને અંતકૃત્ કેવલી થઈ મોક્ષ ગયા. દ્રૌપદીનું પાત્ર પણ શ્રમણીરૂપે અરિષ્ટનેમિના શાસનમાં પ્રસિદ્ધ છે. –૦- ભઅરિષ્ટનેમિના વિશિષ્ટ શ્રાવક-શ્રાવિકા કથાનક : કૃષ્ણ વાસુદેવ અને રામ-બળદેવ બે તો પ્રસિદ્ધ જ છે. તે સિવાય સમુદ્રદત્ત, વસુદેવ, સાગરચંદ્ર ઇત્યાદિ શ્રાવકો તથા મુખ્યતયા દેવકી-તી રોહિણી આદિ શ્રાવિકાઓ Page #198 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર-ભઅરિષ્ટનેમિ-કથા ૧૯૭ ભ-અરિષ્ટનેમિના શાસનમાં આગમના પાને પ્રસિદ્ધ થયા. ૦ ભઅરિષ્ટનેમિ અને કૃષ્ણ વાસુદેવ : કૃષ્ણ વાસુદેવ ભ૦અરિષ્ટનેમિના મુખ્ય ભક્ત રાજા અને પિતરાઈ ભાઈ રૂપે તો પ્રસિદ્ધ છે જ. તદુપરાંત તેમના કેટલાંક વિશિષ્ટ પ્રસંગો પણ ભિન્ન ભિન્ન આગમોમાં નોંધાયા છે – જેમાં ભઅરિષ્ટનેમિના વંદન, દર્શન, શ્રવણ અર્થે કૃષ્ણ વાસુદેવના જવાના તો અનેક પ્રસંગો નોંધાયા જ છે. તદુપરાંત શ્રી કૃષ્ણ વાસુદેવની દ્વારિકાનો વિનાશ, કૃષ્ણનું મૃત્યુ કઈ રીતે અને ક્યાં થશે, મૃત્યુ બાદ તેની નરકગતિનું વિધાન, ભાવિ ચોવીસીમાં કૃષ્ણ “અમમ” નામે તીર્થર થશે ઇત્યાદિ ભાવિ કથન આગમોના પાને નોંધાયા જ છે. તે સિવાય ગજસુકુમારને મારનાર સોમિલ વિશેનું સ્પષ્ટીકરણ, શાંબ અને પાલકના ભાવ તથા દ્રવ્ય વંદનની વાત ઇત્યાદિ અનેકાનેક પ્રસંગકથા ભઅરિષ્ટનેમિ અને કૃષ્ણ વાસુદેવ વચ્ચે આકાર લીધાની આગમિક નોંધ છે. –૦- ભઅરિષ્ટનેમિના શાસનમાં ભાવિ તીર્થકરના જીવો : સમવાયાંગ, સપ્તતિશત સ્થાનક ઇત્યાદિમાં જણાવ્યા અનુસાર -- દેવકી, કૃષ્ણ વાસુદેવ, બળદેવ, રોહિણી, કૈપાયનષિ આગામી ચોવીસીમાં ભરત ક્ષેત્રમાં થનાર ભાવિ તીર્થકરોના જીવો છે. – – ભઅરિષ્ટનેમિના દ્વારિકામાં આવાગમનના ઘણાં પ્રસંગો નોંધાયા છે. ૦ આગમ સંદર્ભ :આયા. ૫ ૨૨૦; આયામૂ. ૩૪૫ ની ; ઠા ૧૧૬, ૪૧૫, ૪૪૮, ૪૪૯, ૫૧૪, ૬૮૯, ૭૩૧, ૭૩૮, ૭૮૮, ૯૩૦; સમ ૧૪, ૪૩, ૪૯, ૫૩, ૫૪, ૧૧૬, ૧૩૨, ૧૮૩, ૧૮૯, ૧૦, ૧૯૨, ૨૬૬, ૨૭૦, ર૭૧, ૨૭૫, ૨૭૯, ૨૮૪, ૨૮૭, ૨૮૮, ૨૯૨, ૨૯૪, ૨૫, ૩૦૦, ૩૦૨, ૩૦૬, , ૩૧૧, ૩૫૭, ૩૫૮, ૩૬૩, ૩૬૩; ભગ. ૭૯૪; નાયા. ૬૪ થી ૬૭, ૧૮૨; અંત, ૫ થી ૨૨; જંબૂ. ૬૯, વહેિ . ૨, 3; આવ.મૂ. ૬, ૪૩; આવનિ ૨૦૯ થી ર૧૨, ૨૧૬, ૨૨૧, ૨૨૫, ૨૨૬, ૨૨૮, ૨૨૯, ૨૩૧ થી ૨૩૪, ૨૩૬, ૨૩૯, ૨૫૧, ૫૪, ૨૫૫, ૨૫૮, ૨૬૩, ૨૬૫, ૨૬૮, ૨૬૯, ૨૭૬, ૨૯૮, ૩૦૫ થી ૩૦૮, ૩૧૧, ૩૧૯, ૩૨૦, ૩૨૫, ૩૨૯, ૩૭૧, ૩૭૬, ૩૭૭, ૩૮૦, ૩૮૧, ૩૮૪, ૩૮૬, ૩૮૯, ૪૨૦, ૧૦૯૦; આવ.૨.૧–પૃ. ૧૫૭, ૧૫૮, ૨૧૭; – ૨–. ૧૯; આવનિ. ૭ર૪–વૃ. આવ.મ.વૃ. ૧૩૭, ૨૦૮-૨૧૪; દસ.યૂ.. ૮૭; ઉત્ત. ૭૯૯ થી ૮૪૬ + વ્ર ઉત્ત.નિ ૪૪૪ની વ ઉત્ત.ભાવવ. ૪૨૦થી; નંદી. ૧૯; કલ્પ.મૂ૧૭૦ થી ૧૮ર તથા તેની ; તિત્વો. ૩૩૩, ૩૩૪, ૩૫ર, ૩૨૪, ૩૯૩, ૪૦૭, ૪૫૪, ૪૬૫, ૪૬૪, ૪૭૦, ૫૧૧; Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ આગમ કથાનુયોગ-૧ (૨૩) ભરુપાર્શ્વ–કથાનક આ અવસર્પિણીમાં જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં તેવીસમાં તીર્થકર ભગવંત શ્રી પાર્શ્વનાથ થયા. તેઓ પૂર્વના મનુષ્ય ભવમાં સુદર્શન નામે માંડલિક રાજા હતા. તે ભવે જ દીક્ષા ગ્રહણ કરી. અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે ભવે જ તીર્થંકર નામકર્મ બાંધ્યું. ત્યાંથી કાળધર્મ પામીને પ્રાણત નામના કલ્પે દેવરૂપે ઉત્પન્ન થયા. ૦ કલ્યાણક નક્ષત્ર :- તે કાળે તે સમયે પુરુષાદાનીય અર્પતુ પાંચ વિશાખાવાળા થયા (– પાર્શ્વનાથ પ્રભુના પાંચે કલ્યાણક વિશાખા નક્ષત્રમાં થયા) તે આ પ્રમાણે :૧. પાર્થ અર્હત્ વિશાખા નક્ષત્રમાં દેવલોકથી વ્યુત થયા. ચ્યવીને ગર્ભમાં આવ્યા, ૨. વિશાખા નક્ષત્રમાં જન્મ્યા, ૩. વિશાખા નક્ષત્રમાં મુંડ થઈને ઘરવાસમાંથી નીકળી અણગારપણાને પામ્યા અર્થાત્ દીક્ષા લીધી. ૪. વિશાખા નક્ષત્રમાં અનંત, અનુત્તર, વ્યાઘાત રહિત, આવરણ રહિત, સંપૂર્ણ, પ્રતિપૂર્ણ એવાં ઉત્તમોત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયા, ૫. અત્ પાર્શ્વ વિશાખા નક્ષત્રમાં મોક્ષે ગયા. ૦ ભ. પાર્શ્વનું ચ્યવન : તે કાળે તે સમયે પુરુષાદાનીય અહેતુ પાર્શ્વ જે આ ગ્રીષ્મઋતુનો પહેલો માસ, પહેલું પખવાડીયું અર્થાત્ ચૈત્રમાસનો કૃષ્ણ પક્ષ, તે ચૈત્ર વદ ચોથ (ગુજરાતી ફાગણ વદ-૪)ને દિવસે વીશ સાગરોપમની સ્થિતિવાળા પ્રાણત નામક દશમા દેવલોકથી વીશ સાગરોપમનું આયુ પૂર્ણ કરીને દેવ સંબંધિ આહારનો, ભવનો અને શરીરનો ત્યાગ કરીને આંતરા વિનાશીઘ ચ્યવન કરીને આ જંબૂદ્વીપના ભરત (વર્ષ) ક્ષેત્રની વારાણસી નગરીમાં અશ્વસેન રાજાની પત્ની નામાદેવી રાણીની કુક્ષિમાં મધ્યરાત્રિએ વિશાખા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પુત્રરૂપે–ગર્ભપણે ઉત્પન્ન થયા. પુરુષાદાનીય અર્હત્ પાર્શ્વ મતિ, શ્રુત, અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. હું દેવવિમાનમાંથી ચ્યવશ એ પ્રમાણે (અત્ પાર્થ) જાણતા હતા, હું ઍવું છે તે જાણતા ન હતા, કારણ કે વર્તમાનકાળનો એક સમય અતિ સૂક્ષ્મ છે. હું ઍવ્યો એ પ્રમાણે તેઓ જાણતા હતા. અહીંથી આરંભીને (વામાદેવી ગજ-વૃષભ આદિ ચૌદ સ્વપ્નોને જોઈને જાગ્યા) સ્વપ્નદર્શન આદિ સંબંધિત સંપૂર્ણ વર્ણન (ભ,મહાવીર કથાનકમાં કહેવાશે તે મુજબ) સમજી લેવું – યાવત્ – માતા સુખપૂર્વક ગર્ભ ધારણ કરે છે. ૦ ભ૦પાશ્મનો જન્મ : તે કાળે, તે સમયે હેમંત ઋતુનો બીજો માસ, ત્રીજો પક્ષ અર્થાત્ પોષ વદ-દશમ (ગુજરાતી માગસર વદ-૧૦ ના દિવસે પ્રતિપૂર્ણ એવા નવમાસ અને સાડા સાત દિવસ પુરા થયા ત્યારે મધ્યરાત્રિએ વિશાખા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે આરોગ્યવાળી વામા માતાએ વારાણસી નગરીમાં આરોગ્ય પૂર્વક પુરુષાદાનીય અત્ પાર્થ નામક પુત્રને જન્મ આપ્યો. જે રાત્રિએ પુરુષાદાનીય અર્પતુ પાર્શ્વનો જન્મ થયો. તે રાત્રિ પ્રભુના જન્મોત્સવ માટે નીચે ઉતરતા – યાવત્ - અતિશય આકુળ બની, આનંદથી ફેલાઈ રહેલા હાસ્યાદિ, અવ્યક્ત શબ્દોથી કોલાહલમય બની હોય એવી થઈ. પાર્શ્વનાથના જન્મોત્સવ આદિ સર્વ વૃત્તાંત (ભ૦મહાવીર કથા પ્રમાણે) જાણી લેવો. Page #200 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–પાશ્મ–કથા ૧૯૯ ૦ ભ૦પાર્શ–નામકરણ આદિ : કૈલોક્ય બાંધવ ભગવંત જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે માતાએ સ્વપ્નમાં સાત ફણાવાળો નાગ જોયો હતો. તે વખતે અંધકારમાં શય્યાની પાસેથી સર્પને આવતો જોઈને ગર્ભના પ્રભાવથી રાણીએ રાજાની શય્યા પાસેથી અંધકારમાં જતા સર્પને જોઈને કહ્યું કે, આ સર્પ જાય છે. રાજાએ પૂછયું, તમે કઈ રીતે જાણ્યું ? રાણીએ કહ્યું કે, દીવાના પ્રકાશમાં મને તે દેખાયો. રાજાએ વિચાર્યું કે, આ ગર્ભના અતિશયનો પ્રભાવ છે કે આવા ઘોર અંધકારમાં તેણીને દેખાયું. એ રીતે માતાએ પાઠ્ય (અર્થાત્ પડખે)થી જતાં કાળા સર્પને જોયો હતો. તેથી “પાર્થ” નામ રખાયું. બીજો અર્થ એ કે પૂર્વોક્ત યુક્તિકલાપ વડે સર્વ ભાવોને જાણે છે માટે પાર્થ અથવા સર્વે પણ સર્વભાવોને જોનારજાણનાર હોવાથી પ્રભુ “પાર્થ” કહેવાય છે. ૦ પાર્શ્વનું યુવાન થવું અને લગ્ન :- કાયપ ગોત્રના એવા આ પ્રભુનો વર્ણ નીલ હતો, તેમનું લાંછન (–ચિન્હ) સર્પ હતું. ઇન્ડે આજ્ઞા કરેલી ધાત્રીઓ વડે લાલન–પાલન કરાતા જગત્પતિ પાર્શ્વનાથ બીજના ચંદ્રમાની માફક વધતા નવ હાથની ઊંચી કાયાવાળા થયા. અનુક્રમે યુવાવસ્થા પામ્યા. પિતાના આગ્રહથી કુશસ્થલ નગરના પ્રસેનજિત રાજાની પ્રભાવતી નામની કન્યા સાથે લગ્ન થયા. (અહીં કલ્પસૂત્રની વૃત્તિમાં લગ્ન થયાનો ઉલ્લેખ છે. ત્રિષષ્ટિ શલાકા આદિમાં પાર્શ્વનાથ ચરિત્રમાં પણ લગ્ન થયાના ઉલ્લેખો મળે છે. પરંતુ આવશ્યક નિર્યુક્તિ ૨૨૧–૨૨૨માં લગ્ન ન કર્યાનું જણાવેલ છેઆવશ્યક નિયુક્તિ ૨૨૨ની અવમૂર્ણિમાં પણ “ર સ્ત્રી પાuિહળ” શબ્દનો પ્રયોગ કર્યો છે. જો સ્થાનાંગ સૂત્ર–૫૧૪ની અભયદેવ સૂરિ કૃતુ વૃત્તિનો જ માત્ર અર્થ લઈએ તો ત્યાં “કુમારવાસ" શબ્દનો અર્થ રાજકુમારપણું કર્યો છે. સમવાય-૧ન્ના સૂત્ર–૪ત્ની વૃત્તિમાં ગૃહવાસનો અર્થ રાજ્ય ભોગવ્યું કર્યો છે. કલ્પસૂત્ર–૧૫૭માં મનુષ્ય યોગ્ય ગૃહસ્થ ધર્મના ઉલ્લેખ દ્વારા પાપ્રભુની વિવાહની આડકતરી વાત છે –). ૦ નાગ ઉદ્ધારનો પ્રસંગ : એક દિવસ રાજકુમાર પાર્થ રાજમહેલની ગોખે બેઠા બેઠા નગનું અવલોકન કરી રહ્યા હતા. એવામાં તેણે પૂજાની સામગ્રી લઈને મોટા જનસમૂહને નગર બહાર જતો જોયો. કુતૂહલવશ કુમારે પૂછયું કે, શું આજે કોઈ મહોત્સવ છે કે, અન્ય કોઈ વિશેષ પ્રસંગ છે કે, જેથી આ લોકો જઈ રહ્યા છે ? ત્યારે ઉત્તર મળ્યો કે હે કુમાર ! નગરની બહાર એક કમઠ નામે ઉગ્ર તપસ્વી આવેલો છે. જે પંચાગ્નિ તપ તપી રહ્યો છે. તે ઉગ્ર તપસ્વી છે. તેની પૂજા અને અર્ચના કરવા માટે આ લોકો જઈ રહેલા છે. કૌતુકવશ રાજકુમાર પાર્થ પણ કમઠને જોવા ચાલ્યા. આ કમઠ એક અત્યંત ગરીબ કુળમાં જન્મ્યો હતો. ભૂખ અને દારિદ્રથી વ્યાકુળ બનીને તેણે તાપસી દીક્ષા લીધેલી. તેની ઉગ્ર તપસ્યાથી લોકોના મનમાં તેના તપની છાપ પડી, લોકો તેના તપની પ્રશંસા કરવા લાગ્યા. રાજકુમાર પાર્શ્વનાથે જોયું કે, આની ચારે દિશામાં અગ્નિ બળી રહેલ છે. મસ્તક ઉપર સૂર્ય તપી રહેલો છે અગ્નિકુંડમાં મોટા મોટા લાકડાં બળી રહેલ છે. પાર્થ પ્રભુએ અવધિજ્ઞાનના બળથી જાણ્યું કે, આ સળગતા કાષ્ઠ મધ્યે એક મોટો સર્પ પણ બળી રહ્યો છે. સર્પને જોઈને પાર્શ્વકુમારનું હૃદય કરુણાથી દ્રવી ઉઠ્યું. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ આગમ કથાનુગ-૧ તાપસ કમઠના આ વિવેકશૂન્ય ક્રિયાકાંડને જોઈને પાર્થકુમારે કહ્યું, હે તપસ્વી ! તમે આ અજ્ઞાન તપ શા માટે કરો છો ? દયા વિનાના વૃથા કલેશકારક કષ્ટ શા માટે કરો છો ? શું પંચેન્દ્રિય જીવનો વધ કરી તમે તમારું કલ્યાણ ચાહો છો ? તે સાંભળી ક્રોધિત થયેલ કમઠ તાપસે કહ્યું કે, હે રાજકુમાર ! તમે ધર્મના રહસ્યને જાણતા નથી. રાજપુત્રો હાથી-ઘોડા ખેલાવી જાણે. ધર્મના રહસ્યને અમે તપસ્વી જ જાણીએ. કમઠના આવા વચનો સાંભળી ક્ષમાસાગર પ્રભુએ નોકરને કહીને અગ્નિકુંડમાંથી બળતા કાષ્ઠને બહાર કઢાવ્યું. તેને કુહાડા વડે જયણાપૂર્વક ફડાવ્યું. તેમાંથી તાપ વડે આકુળ-વ્યાકુળ બનેલો અને મરણપ્રાય થઈ ગયેલો સર્પ તુરંત જ બહાર નીકળ્યો. પાર્થ પ્રભુની આજ્ઞાથી નોકરે તેને નવકાર મંત્ર સંભળાવ્યો. તે સાંભળ્યા બાદ સર્પ તે જ ક્ષણે સમાધિપૂર્વક મરણ પામી નાગાધિપ ધરણેન્દ્ર થયો. પછી અહો જ્ઞાની ! અહો જ્ઞાની ! એ પ્રમાણે સ્તુતિ કરાતા પ્રભુ પોતાના મહેલે પાછા પધાર્યા. લોકો કમઠ તાપસને તિરસ્કારવા લાગ્યા–ધિક્કારવા લાગ્યા. પછી તાપસ કમઠ લોકો દ્વારા હેલના પામી, ભગવંત પાર્શ્વ પરત્વે દ્વેષ કરતો બીજે સ્થળે ચાલ્યો ગયો. ત્યાંથી મૃત્યુ પામી ભવનવાસી મેઘકુમાર દેવોમાં મેઘમાળી નામે – દેવ થયો. અહંતુ પાર્શ્વ પણ રાજકુમાર અવસ્થામાં જ રહ્યાં. તેમણે રાજ્યભાર ગ્રહણ કર્યો નહીં (વાસુપૂજ્ય, મતિ, નમિ, પાર્શ્વ મહાવીર એ પાંચે તીર્થકરોએ રાજ્ય ભોગવ્યું ન હતું તે સર્વ સંમત છે.) ૦ ભ૦પાર્શ્વની દીક્ષા :- (પ્રથમ ભિક્ષાદિ) પુરુષાદાનીય પાર્થ અર્હત્ દક્ષ હતા, દક્ષ પ્રતિજ્ઞાવાળા હતા. સુંદર રૂપવાળા, સર્વ ગુણોથી યુક્ત, ભદ્ર અને વિનીત હતા. તેઓ ત્રીશ વર્ષ સુધી ગૃહસ્થાવાસમાં રાજકુમાર સ્વરૂપે જ રહ્યા. ત્યાર પછી ગ્રામ્યધર્મ અર્થાત્ ઇન્દ્રિયના વિષયોનો પરિત્યાગ કરીને, (જો લગ્ન નથી કર્યા તેવો આવશ્યકનો મત સ્વીકારીએ તો ગ્રામ્યધર્મ ભોગવ્યા વિના જ) રાજ્ય ગ્રહણ કર્યા વિના જ દીક્ષા લેવાને તત્પર થયેલા. તેમાં છેલ્લે એક વર્ષ બાકી હતું ત્યારે, પોતાનો શાશ્વત આચાર જાણી, પરંપરાગત કલ્પ સમજીને લોકાંતિક દેવોએ આવીને ઇષ્ટ વાણી દ્વારા આ પ્રમાણે કહ્યું, હે સમૃદ્ધિશાળી આપ જય પામો, જય પામો. હે ભદ્ર! આપનું કલ્યાણ થાઓ – યાવત્ – આ પ્રકારે જય જય શબ્દ બોલે છે. પુરુષાદાનીય અર્પતુ પાર્શ્વને મનુષ્ય સંબંધિ ગૃહસ્થ ધર્મની પહેલાં પણ અનુત્તર એવું અવધિજ્ઞાન હતું. ઇત્યાદિ સર્વ વર્ણન (ભ,મહાવીર–કથાનકમાં કહેવાશે તે પ્રમાણે) જાણી લેવું – યાવત્ – વાર્ષિક દાન દઈને, પોતાના ગોત્રીયોને સુવર્ણાદિક ધન ભાગે પડતું વહેંચી આપીને પ્રભુ દીક્ષા લેવા નીકળ્યા. જે આ હેમંતઋતુનો બીજો માસ અને ત્રીજો પક્ષ અર્થાતુ પોષવદ–અગિયારસ (ગુજરાતી માગસર વદ-૧૧)ના દિવસે પૂર્વાભકાળે – પહેલા પ્રહરે વિશાલા નામની શિબિકામાં બેસીને, પોતાની યૌવન વયમાં દેવ–મનુષ્ય અને અસુરોના વિરાટ સમૂહની સાથે (ભ,મહાવીર–કથાનકમાં કહેવાશે તે રીતે) વારાણસી નગરીની મધ્યમાંથી થઈને નીકળ્યા. નીકળીને આશ્રમપદ ઉદ્યાનમાં, અશોકવૃક્ષની નીચે આવ્યા. ત્યાં પોતાની શિબિકા સ્થાપન કરાવી. શિબિકામાંથી નીચે ઉતર્યા.. Page #202 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભરુપાર્શ્વ–કથા ૨૦૧ – નીચે ઉતરીને પોતાની મેળે જ આભુષણ-માળાદિ અલંકારો ઉતાર્યા. ઉતારીને પોતાના હાથે જ પંચમૃષ્ટિ લોન્ચ કર્યો. નિર્જળ અઠમ તપ કર્યો હતો. તેવા અહેતુ પાર્શ્વનાથે વિશાખા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે એક દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને ૩૦૦ પુરુષોની સાથે મુંડિત થઈને ગૃહવાસથી નીકળી અણગારપણાને પામ્યા અર્થાત્ તેમણે દીક્ષા લીધી. દીક્ષા ગ્રહણ કર્યાના બીજે જ દિવસે શ્રી પાર્શ્વનાથ અને પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થયેલી. કોપટક નગરના ધન્ય ગાથાપતિએ અમૃતના રસ જેવી ખીર (પરમાન્ન) વહોરાવી - ભિક્ષાદાન કર્યું. અહેતુ પાર્શ્વનાથે આર્ય-અનાર્ય બંને પ્રકારની ભૂમિમાં વિચરણ કરેલું. તેઓએ છઘસ્થાવસ્થા દરમિયાન સામાન્ય મનુષ્ય કલ્પી ન શકે તેવો ઉગ્ર તપ કર્યો. ૦ ભ૦પાર્શ્વનાથની છદ્મસ્થાવસ્થા અને ઉપસર્ગ : પુરુષાદાનીય અહેતુ પાર્શ્વ દીક્ષા લીધા પછી વ્યાસી દિવસ સુધી નિત્ય કાયા શુશ્રુષાના ત્યાગપૂર્વક કાયાને વોસિરાવી દીધી, શરીરના મમત્વનો ત્યાગ કર્યો હતો, ત્યારે દેવ–મનુષ્ય કે તિર્યંચોએ જે કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગો કર્યા તે સર્વે ઉપસર્ગોને સમ્યક્ પ્રકારે સહન કર્યા, ક્રોધરહિતપણે ખમ્યા, દીનતા રહિતપણે અને કાયાની નિશ્ચલતાપૂર્વક સહન કર્યા. (ઉપસર્ગનો એક ખાસ પ્રસંગ કલ્પસૂત્ર વૃત્તિમાં નોંધાયો છે–) અ પાર્શ્વનાથે દીક્ષા લઈ વિચરણ શરૂ કર્યું. કોઈ વખતે કોઈ તાપસના આશ્રમમાં પધાર્યા. ત્યાં રાત્રિએ કૂવાની નજીકમાં વટવૃક્ષ નીચે પ્રતિમાધ્યાને સ્થિત થયા. કમઠ તાપસ કે જે મરીને મેઘમાલી દેવ થયો હતો. તેણે પોતાના જ્ઞાનથી પ્રભુને ધ્યાન મગ્ન જોયા. તે દેવ પૂર્વભવનું વેર યાદ કરીને પ્રભુને ઉપસર્ગ કરવા આવ્યો. ક્રોધથી ધમધમી રહેલા તે મેઘમાલીએ વેતાલ, સિંહ, વીંછી, સર્પ વિગેરે જુદાં જુદાં રૂપ વિકુર્તીને ભગવંતને ઘણાં ઉપસર્ગ કર્યા છતાં ધ્યાનમાં લીન રહેલાં પ્રભુ જરા પણ વિચલિત થયા નહીં પ્રભુની દૃઢતા જોઈને મેઘમાલી વધારે ક્રોધિત થયો. તેણે આકાશમાં કાળ રાત્રિ જેવો ભયંકર મેઘ વિફર્યો. ચારે દિશામાં વિજળીઓ થવા લાગી. ઘોર ગર્જના થવા લાગી. મુશળધાર મેઘ વરસવા લાગ્યો. સમગ્ર પૃથ્વી ત્યાં જળમય બની ગઈ, વૃક્ષો તણાવા લાગ્યા. ક્ષણવારમાં તો પાણી વધતા–વધતા પ્રભુના ઘુંટણથી, કમરથી આગળ વધી કંઠ સુધી પહોંચી ગયું. પછી પ્રભુની નાસિકા સુધી પહોંચી ગયું, તો પણ ધ્યાનમગ્ન પ્રભુ ચલિત થયા નહીં. આ અવસરે ધરણેન્દ્રનું આસન કંપ્યું. તેણે અવધિજ્ઞાન વડે જોયું કે, પરમોપકારી ભગવંતને મેઘમાળી ઘોર ઉપસર્ગ કરી રહ્યો છે. તત્કાળ ધરણેન્દ્ર પોતાની પટ્ટરાણી સાથે પ્રભુ પાસે આવ્યા. ભક્તિપૂર્વક પ્રભુને નમસ્કાર કરી, પ્રભુના ચરણ નીચે કમળ સ્થાપન કરી, મસ્તક ઉપર સાત ફણાવાળું છત્ર બનાવી ઉપસર્ગનું નિવારણ કર્યું. ધ્યાનમગ્ર સમદર્શી ભગવાન ન તો ભક્તિ કરનાર ધરણેન્દ્ર પર તુષ્ટ થયા કે ન તો ઉપસર્ગ કરનાર મેઘમાલી પર રુષ્ટ થયા. બંને પરત્વે સમભાવલીન પ્રભુને તુલ્ય મનોવૃત્તિ રહી. ધરણેન્દ્રના આક્રોશ વચનો અને ફીટકારથી ભયભીત બનેલા મેઘમાલી દેવે તત્કાળ Page #203 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ સર્વ જળને સંહરી લીધું. પ્રભુના ચરણોમાં નમી પડ્યો. મસ્તકે અંજલિ કરી પ્રભુ પાસે પોતાના અપરાધની ક્ષમાયાચના કરી, પાછો ગયો. ૨૦૨ – * ત્યાર પછી ભગવંત પાર્શ્વ અણગાર થયા યાવત્ – ઈર્યાસમિતિવાળા થયા. આ રીતે પોતાના આત્માને ભાવિત કરતા ત્ર્યાસી રાત્રિ-દિવસ પસાર થયા. ચોર્યાશીમો દિવસ આવ્યો ત્યારે – જે આ ગ્રીષ્મકાળનો પહેલો પક્ષ અર્થાત્ ચૈત્ર વદ–ચોથ (ગુજરાતી ફાગણ વદ–૪)ના દિવસે પ્રભાતકાળ સમયે – સૂર્ય ઉગવાની વેળાએ વારાણસી નગરી બહાર આશ્રમપદ ઉદ્યાનમાં ધાતકી નામના વૃક્ષની નીચે એકરાત્રિકી પ્રતિમા વહન કરેલા અને નિર્જળ એવા છટ્ઠ તપ વડે યુક્ત ભગવંત પાર્શ્વને વિશાખા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે શુક્લ ધ્યાનના મધ્ય ભાગમાં વર્તતા હતા ત્યારે અનંત, અનુત્તર – યાવત્ પ્રધાન એવું કેવળજ્ઞાન—કેવળદર્શન ઉત્પન્ન થયા યાવત્ – ભ૰પાર્શ્વનાથ સંપૂર્ણ લોકાલોકના ભાવોને જોતા અને જાણતાં વિચરવા લાગ્યા. - * ઉપરોક્ત કથાનુવાદ કલ્પસૂત્ર–૧૫૯ મુજબ કર્યો છે. તેમાં અન્ય આગમ પાઠો પ્રમાણે કેટલાંક મતભેદ છે. જેમકે (૧) ભગવંતનો નાણ તપ ‘આવશ્યક નિયુક્તિ ૨૫૫માં અઠ્ઠમ ભક્ત કહ્યો છે. આ જ અભિપ્રાય ત્રિષષ્ટિ શલાકા ચરિત્ર, સપ્તતિ શત સ્થાનક અને પ્રવચન સારોદ્વારાદિમાં છે, જો કે તિર્થોાલિયમાં છટ્ઠનો ઉલ્લેખ છે – (૨) – કલ્પસૂત્ર ૮૩ દિવસનો છદ્મસ્થ કાળ બતાવી ૮૪માં દિવસે કેવળજ્ઞાન થયાનું જણાવે છે. જ્યારે આવશ્યક નિયુક્તિ ૨૩૯, ત્રિષષ્ટિ. તથા સપ્તતિ શત સ્થાનકમાં છદ્મસ્થકાળ ૮૪ દિવસનો કહ્યો છે. ભગવંત પાર્શ્વનાથના સમવસરણમાં રચાયેલ ચૈત્યવૃક્ષની ઊંચાઈ ૨૭ ધનુની હતી. (નવ હાથની કાયાને બાર ગણું કરતા ૧૦૮ હાથ પ્રમાણ). કેવળજ્ઞાનના દિવસે પ્રથમ સમવસરણમાં જ ચાતુર્વર્ણ સંઘરૂપ તીર્થનું પાર્શ્વનાથ પ્રભુએ પ્રવર્તન કરેલું. તેમણે ચતુર્યામ ધર્મરૂપ શ્રમણધર્મની પ્રરૂપણા કરેલી. તેમના શાસનમાં સામાયિક રૂપ ચારિત્ર જ હતું (છેદોપસ્થાપનીય ચારિત્ર ન હતું) પાર્શ્વ પ્રભુના શાસનના સાધુ–સાધ્વીજીઓમાં સુઆધ્યેયતા, સુવિભાજ્યતા, સુદર્શતા, સુસહત્વ અને સુઆચરણાને લીધે તેઓને ધર્મોપદેશ પામવો સુગમ હતો. ૦ ભ૰પાર્શ્વનું ગુણવર્ણન ૦ ભ૰પાર્શ્વના ગણ અને ગણધર :~ – -- નાયાધમ્મકહા સૂત્ર-૨૨૦ જુઓ કાલી—શ્રમણી કથા. પુરુષાદાનીય પાર્શ્વ અર્જુને આઠ ગણ અને આઠ ગણધર હતા. તે આ પ્રમાણે :૧. શુંભ, ૨. આર્યઘોષ, ૩. વસિષ્ઠ, ૪. બ્રહ્મચારી, ૫. સોમ, ૬. શ્રીધર, ૭. વીરભદ્ર અને ૮. યશ. (આવશ્યક નિર્યુક્તિ ૨૬૮માં દશ ગણ અને દશ ગણધર જણાવેલા છે. આવશ્યક મલયગિરિ વૃત્તિમાં, સપ્તતિ શત સ્થાનક, પ્રવચન સારોદ્ધાર આદિમાં દશ ગણધરોના ઉલ્લેખ છે. કલ્પસૂત્ર, સમવાયાંગ, સ્થાનાંગ, તિર્થોગારિતમાં આઠ ગણધરોનો ઉલ્લેખ છે તે સંબંધિ સ્પષ્ટીકરણ કરતા કલ્પસૂત્ર વૃત્તિ—ટીપ્પણકમાં, સમવાય આઠ–સૂત્ર–૮ અને ૯ની વૃત્તિમાં, સ્થાન સૂત્ર–૭૨૮ની વૃત્તિમાં એક જ ખુલાસો વૃત્તિકારે આપેલ છે કે બે ગણધરો અલ્પ આયુષ્યવાળા હોવાથી વગેરે કારણોથી તેનો ઉલ્લેખ કર્યો નથી. (અર્થાત્ દશ ગણધરો હતા તે સર્વમાન્ય છે)) Page #204 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર–ભ પાર્શ્વ કથા આ ઉપરાંત ગણધરના નામમાં પણ ભેદ છે. કલ્પસૂત્ર, સ્થાનાંગ, સમવાયાંગ પ્રથમ ગણધરનું નામ “શુંભ'’ જણાવે છે. તિર્થોંગારિતમાં તથા પ્રવચન સારોદ્વારમાં પ્રથમ ગણધરનું નામ “આદિત્ર' છે. સમવાયાંગ સૂત્ર–૩૦૬માં પ્રથમ ગણધરનું નામ “દિત્ર' કહ્યું છે. કલ્પસૂત્રમાં પણ સૂત્ર−૧૬૦ પ્રથમ ગણધરનું નામ શુંભ લખે છે, પછી સૂત્ર-૧૬૧માં મુખ્ય શિષ્યનું નામ આર્યદિત્ર જ નોંધે છે. કથાગ્રંથોમાં પણ નામોમાં આ ભિન્નતા જોવા મળી છે. ૦ ભ૰પાર્શ્વની શ્રમણ આદિ સંપદા :– પુરુષાદાનીય અર્હત્ પાર્શ્વને આર્યદિત્ર વગેરે ૧૬,૦૦૦ શ્રમણોની, પુષ્પચૂલા વગેરે ૩૮,૦૦૦ શ્રમણીઓની, સુવ્રત વગેરે ૧,૬૪,૦૦૦ શ્રાવકોની અને સુનંદા વગેરે ૩,૨૭,૦૦૦ શ્રાવિકાઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. પુરુષાદાનીય અર્હત પાર્થના શિષ્યોમાં ૧,૪૦૦ અવધિજ્ઞાની, ૬૦૦ ઋજુમતિ મન:પર્યવજ્ઞાની, ૭૫૦ વિપુલમતિ મન:પર્યવજ્ઞાની, પોતે અસર્વજ્ઞ હોવા છતાં સર્વજ્ઞની માફક સર્વ અક્ષરોના સંયોગોને જાણવાવાળા ૩૫૦ ચૌદપૂર્વી, ૧,૦૦૦ કેવળજ્ઞાની, ૧,૧૦૦ વૈક્રિય લબ્ધિધરો, ૬૦૦ વાદીમુનિ અને અનુત્તર વિમાને ઉત્પન્ન થનારા ૧,૨૦૦ મુનિઓની ઉત્કૃષ્ટ સંપદા હતી. પુરુષાદાનીય અર્હત્ પાર્શ્વના ૧,૦૦૦ શ્રમણો અને ૨,૦૦૦ શ્રમણીઓ મોક્ષે ગયા. તેમને સર્વ દુઃખોનો અંત કરનારની ભૂમિકા બે પ્રકારની હતી. એક યુગ અંતકૃત્ ભૂમિ અર્થાત્ પાટ પરંપરા. પાર્શ્વપ્રભુથી ચોથા યુગપુરુષ સુધી મોક્ષમાર્ગ ચાલુ રહ્યો. બીજી પર્યાયાંતકૃત્ ભૂમિ–અર્હત્ પાર્શ્વના કેવળજ્ઞાન પછી ત્રણ વર્ષ બાદ કોઈ કેવલીએ મુક્તિ પ્રાપ્ત કરી અર્થાત્ મોક્ષ માર્ગનો પ્રારંભ થયો. ૨૦૩ ભ૰પાર્શ્વનું નિર્વાણ : તે કાળે, તે સમયે પુરુષાદાનીય અતુ પાર્શ્વ ૩૦ વર્ષ સુધી ગૃહસ્થ અવસ્થામાં રહ્યા. ૭૦ વર્ષનો શ્રમણ પર્યાય પાળ્યો. જેમાં ૮૩ અહોરાત્ર (બીજા મતે ૮૪ અહોરાત્ર) છદ્મસ્થ પર્યાયમાં રહ્યા. તે સિવાયનો કાળ કેવલી પર્યાય રૂપે વ્યતીત કર્યો. ૧૦૦ વર્ષનું પૂર્ણ આયુ પાલન કર્યું. પછી વેદનીય, આયુ, નામ અને ગોત્રકર્મ ક્ષીણ થયું ત્યારે —આ અવસર્પિણી કાળમાં દુષમ—સુષમ આરાનો ઘણો સમય વ્યતીત થયો ત્યારે જે વર્ષાઋતુનો પ્રથમ માસ અને બીજો પક્ષ અર્થાત્ શ્રાવણ સુદ–આઠમને દિવસે સમ્મેત શિખર પર્વત પર પોતાના સહિત ચોત્રીશ પુરુષો સાથે નિર્જળ એવા માસિક ભક્ત અનશન કરેલ એવા પ્રભુ પૂર્વાહ્ન સમયે વિશાખા નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પોતાના બંને હાથ લાંબા કર્યા હોય એવા (કાયોત્સર્ગ પ્રકારની) ધ્યાનમુદ્રામાં રહીને નિર્વાણ પામ્યા – યાવત્ – સર્વ દુઃખોથી મુક્ત થયા. -- - પાર્શ્વનાથના નિર્વાણ બાદ ૨૫૦ વર્ષનો કાળ વીત્યો ત્યારે ચોવીસમાં તીર્થંકર વર્ધમાન (મહાવીર સ્વામી) થયા. પાર્શ્વ અરિષ્ટનેમિ પછી ૮૩,૭૫૦ વર્ષે થયા હતા. પુરુષાદાનીય શબ્દનો અર્થ : 101 ભ૰પાર્શ્વનાથ માટે અનેક સ્થળે પુરુષાદાનીય વિશેષણ પ્રયોજાયું છે. સૂયગડાંગ, સમવાયાંગ, ભગવતી, ઉત્તરાધ્યયન, કલ્પસૂત્ર આદિના વૃત્તિકારે પણ તેની વ્યાખ્યા કરી Page #205 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ આગમ કથાનુયોગ-૧ છે. જે આ પ્રમાણે છે :- પુરુષોમાં પ્રધાન, પુરુષોમાં ઉત્તમ, પુરુષો મધ્યે આદાનીય, પુરુષ અર્થાત્ પુરુષાકારે વર્તતા અને આદાનીય અર્થાત્ જેની વાણીની આદેયતા છે તે, પુરુષ એવા તે આદાનીય, પરષનો અર્થ પ્રાયઃ તીર્થકરને જણાવવા માટે છે અને જ્ઞાન આદિ ગુણ વડે આદાનીય હોવાથી તે પુરુષાદાનીય કહેવાય છે, મુમુક્ષુ પુરુષોને આદાનીય અર્થાત્ આશ્રયણીય–આશ્રય કરવા લાયક તે પુરુષાદાનીય, મહાનથી પણ મહાન્ એવા, જેની ભક્તિ અને અનુસરણ મૂલ્યવાનું છે તેંવા. –૦- પાર્શ્વનાથે આમલકલ્પા, શ્રાવસ્તી, ચંપા, નાગપુર, સાકેત, અરસુરી, મથુરા, રાજગૃહ, કંપિલ્લપુર, કૌશાંબી, હસ્તિનાપુર ઇત્યાદિ વિહાર ક્ષેત્રોમાં વિચરણ કર્યાનું જ્ઞાતા ધર્મકથા, પુષ્પચૂલિકા, આવશ્યક ચૂર્ણિ આદિ આગમોમાં જોવા મળે છે. – – પરમાત્મા મહાવીરે જ્યારે-જ્યારે પ્રભુ પાર્શ્વનો ઉલ્લેખ કર્યો, ત્યારે–ત્યારે “અહતું પુરુષાદાનીય” વિશેષણથી તેમને ઓળખાવ્યાનો પણ આગમોલ્લેખ છે. –૦- પાર્શ્વ પ્રભુ પાસે દીક્ષિત થનાર વિશિષ્ટ શ્રમણોમાં કેશિસ્વામી તો પ્રસિદ્ધ છે જ, તે સિવાય અંગતિ ગાથાપતિ કે જે દીક્ષા લીધા બાદ કાળ કરીને જ્યોતિર્મેન્દ્ર ચંદ્ર થયા, સુપ્રતિષ્ઠ ગાથાપતિ કે જે દીક્ષા લીધા બાદ કાળ કરીને જ્યોતિષ્કન્દ્ર સૂર્ય થયા. સોમિલ બ્રાહ્મણ જે શુક્ર મહાગ્રહ દેવ થયા, ઇત્યાદિ શ્રમણ કથાનકો જોવા મળે છે. –૦- પાર્થ પ્રભુ પાસે દીક્ષિત થનાર વિશિષ્ટ શ્રમણીઓમાં પુષ્પયૂલા' તો મુખ્ય સાધ્વી હતા જ. તે સિવાય કેટલાંક કથાનકો નાયાધમકહા, પુષ્પચૂલિકા આદિ આગમોમાં નોંધાયેલા છે. જેમકે – કાલી, રાજી, રજની, વિદ્યુત, મેઘા, શુંભા, ઇલા, સતરા, સૌદામિની, ઇન્દ્રા, ઘના, વિદ્યુતા, રૂચા, સુરુચા, રુચાંશા, રૂચકાવતી, રુચકાંતા, સુપ્રભા, કમલાદેવી ઇત્યાદિ, સૂર્યપ્રભા આદિ, ચંદ્રપ્રભા આદિ, પદ્માવતી આદિ, કૃષ્ણા આદિ, શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી, ઇલાદેવી, સુરાદેવી, રસદેવી, ગંધદેવી વગેરે–વગેરે. ૦ આગમ સંદર્ભ :સૂય. ૪૭૦ની વૃ. ઠા. ૧૧૬, ૨૪૩, ૪૪૮, ૪૪૯, ૫૭૧, ૭૨૮; સમ. ૮, ૯, ૧૩, ૪૧, ૪૯, ૫૩, ૨૪, ૯૯, ૧૧૪, ૧૩૨, ૧૪૮, ૧૭૯, ૧૮૪,૧૮૮, ૧૯૨, ૧૯૩, ૨૦૫, ૨૬૬, ૨૭૦, ૨૭૧, ૨૭૫, ૨૭૯, ૨૮૪, ૨૮૬, ૨૮૮, ૨૯૨, ૨૯૪, ૨૯૫, ૨૯૯, ૩૦૨, ૨૦૬, ૩૧૧; ભગ. ૨૬૮, ૪૩૫ + વૃ. ૭૯૪; નાયા. ર૨૦ થી ૨૨૬, ૨૩૩; પુષ્ફિ . ૩, ૪, ૫, ૭; પુફ. 3; આવ.મૂ. ૬, ૪3; આવ.નિ. ૨૦૯, ૨૧૦, ૨૧૪ થી ૨૧૬, ૨૨૧ થી ૨૩૨, ૨૩૪, ૨૩૯, ૨૫, ૨૫૪, ૨૫૫, ૨૫૮, ૨૬૩, ૨૫, ૨૬૮, ૨૬૯, ૨૭૬, ૨૯૯, ૩૦૫ થી ૩૦૮, ૩ર૩, ૩૨૯, ૩૭૬, ૩૮૦, ૩૮૧, ૩૮૪, ૩૮૬, ૩૮૯, ૩૯૦, ૧૦૯૦, ૧૦૯૧; આવ.ભા. ૧૬૨; આવ.યૂ.૧–પૃ. ૧૫૯, ર–પૃ. ૨૦૨; આવ.મ... ૨૦૯; આવ.નિ. ૨૨રની અવમૂર્ણિ ઉત્ત.ચૂં.પૃ. ૨૬૪; ઉત્ત.મૂ. ૧૭૮ની વૃ. ઉત્ત.ભાવ.વ.પૃ. ૪૪ર થી, નંદી. ૧૯; કલ્પ. ૧૪૯ થી ૧૬૯ + 9. તિલ્યો. ૩૩૪, ૩૨૩, ૩૨૪, ૩૯૩, ૪૦૭, ૪૫૫, ૪૬૨; Page #206 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૨૦૫ (૨૪) ભ,મહાવીર કથાનક – (વિસ્તૃત ચરિત્ર) (ચરિત્રનો મુખ્ય આધાર :- આચારાંગ, ભગવતી, ઉવવાઈ કલ્પસૂત્ર, આવશ્યક ભાષ્ય, આવશ્યક ચૂર્ણિઆવશ્યક નિર્યુક્તિ–વૃત્તિ). ૦ ભગવંત મહાવીરના કથાનકની વિશેષતા અને મર્યાદા : - અહીં ઉત્તમ પુરુષ ચરિત્રોમાં અમે તીર્થકર ચરિત્રોમાં જે કંઈ રજૂ કર્યું છે તેનો આધાર આગમ સૂત્રો અને તેની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને વૃત્તિ છે. - ભ, મહાવીરનું ચરિત્ર આગમોમાં પણ અનેક સ્થાને છે અને “મહાવીર ચરિયું, ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર ચઉપ્પન મહાપુરુષ ચરિયું આદિ ગ્રંથોમાં પણ છે. - આગમોમાં અનેક સ્થાનોએ પડેલી વિભિન્ન અને વિવિધ માહિતીને સંકલિત રૂપે સંગૃહિત કરવાના મહત્તમ પ્રયાસ છતાં કિંચિત્ – કંઈક છૂટી ગયું હોય તે પુરો સંભવ છે. – કથાનક ગ્રંથો એ અમારું આ “કથાનુયોગ"નું કાર્યક્ષેત્ર ન હોવાથી સાહિત્યિક વર્ણનો કે કેટલીક પૂરક માહિતી અહીં ન પણ હોયજેમકે “ત્રિષષ્ટિપુરુષ ચઢિમાં આવતી ધર્મદેશના કે “મહાવીર ચરિય”માં આવતા કોઈક ઉપસર્ગો - આગમ–પંચાંગી અમારા આ “કથાનુયોગ"નો મૂળ સ્ત્રોત હોવાથી કેટલીક વિશેષતાઓ અને મતભેદો પણ જોવા મળશે. જે પૂર્ણતયા નવીનતા યુક્ત પણ લાગે. ૦ ભૂમિકા : આ અવસર્પિણીમાં આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ચોવીસમાં અને અંતિમ તીર્થકર ભગવંત શ્રી મહાવીર સ્વામી થયા. જેમનું જન્મદત્ત નામ “વર્તમાન' હતું. તેઓ પૂર્વના મનુષ્યભવમાં નંદન નામે માંડલિક રાજા હતા. નંદન રાજાએ પછી દીક્ષા લીધી. તે ભવે તીર્થકર નામકર્મ બાંધ્યું. અગિયાર અંગોનું શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યાંથી કાળધર્મ પામીને પ્રાણત કલ્પ દેવતા થયા. ભ૦પાર્શ્વના નિર્વાણ પછી ૨૫૦ વર્ષે ભમહાવીર થયા. ઐરાવત ક્ષેત્રમાં તે કાળે વારિષેણ નામે તીર્થકર થયેલા. ૦ કલ્યાણક નક્ષત્ર : તે કાળે અને તે સમયે એટલે કે આ અવસર્પિણીના ચોથા આરાને અંતે શ્રમણ ભગવંત મહાવીરને હસ્તોત્તર અર્થાત્ ઉત્તરાફાલ્ગની નક્ષત્રમાં પાંચ ઘટના બની. ( હસ્તોત્તર – આચારાંગ–૫૩૬; સ્થાનાંગ સૂત્ર–૪૪૯ની વૃત્તિ, આચારાંગ પૂર્ણિ પૃ. ૫૩૫ કલ્પસૂત્ર ચૂર્ણિ સૂ.૧–પૃ.૧૦૨ અને કલ્પસૂત્ર ટીપ્પણક – આ પૃથ્વીચંદ્ર સૂ. રમાં હસ્તોત્તરનો અર્થ ઉત્તરા ફાલ્ગની કર્યો છે – જેની પછી હસ્ત નક્ષત્ર આવે છે તે – અથવા હસ્તનક્ષત્ર જેની નિકટ છે તે – નક્ષત્રોની ગણનામાં ઉત્તરાફાલ્વની નક્ષત્ર પછી હસ્ત નક્ષત્ર આવે છે તેથી “ડસ્તોત્તર” શબ્દનો અર્થ અહીં અને હવે પછી આ કથાનકમાં સર્વત્ર “ઉત્તરાફાલ્ગની” કરેલ છે.) ૧. ઉત્તરાફાલ્વની નક્ષત્રમાં ભગવાન્ (પ્રાણત દેવલોકથી) ટ્યુત થયા, ટ્યુત થઈને ગર્ભમાં ઉત્પન્ન થયા. ૨. ઉત્તરાફાગુની નક્ષત્રમાં (દેવાનંદાના) ગર્ભમાંથી (ત્રિશલાના) ગર્ભમાં મૂકાયા. ૩. ઉત્તરાફાલ્વની નક્ષત્રમાં જન્મ્યા. ૪. ઉત્તરાફાગુની નક્ષત્રમાં મુંડ થઈને - ગૃહવાસ છોડી અણગારપણાને પામ્યા અર્થાત્ ભ મહાવીરે દીક્ષા લીધી અને ૫. ઉત્તરાફાલ્વની નક્ષત્રમાં ભમહાવીરને અનંત, અનુત્તર, અવ્યાબાધ, નિરાવરણ, સમગ્ર અને પરિપૂર્ણ એવા શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયા. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ આગમ કથાનુયોગ-૧ - તથા સ્વાતિ નક્ષત્રમાં ભમહાવીર પરિનિર્વાણ પામ્યા – મોક્ષે ગયા. – ભ૦મહાવીરના ચાર કલ્યાણક ઉત્તરા ફાલ્ગનીમાં થયા અને પાંચમું કલ્યાણક સ્વાતિ નક્ષત્રમાં થયું. ૦ ભ૦મહાવીરનું ચ્યવન :- (દેવાનંદાના ગર્ભમાં). તે કાળે, તે સમયે અર્થાત્ આ અવસર્પિણી કાળમાં સુષમ-સુષમા નામક ચાર કોડાકોડી સાગરોપમનો પહેલો આરો ગયા બાદ, સુષમા નામક ત્રણ કોડાકોડી સાગરોપમનો બીજો આરો ગયો. ત્યારબાદ – સુષમદુષમા નામક બે કોડાકોડી સાગરોપમનો ત્રીજો આરો ગયો. ત્યારબાદ – દુષમસુષમા નામક ચોથો આરો કે જે એક કોડાકોડી સાગરોપમમાં ૪૨,૦૦૦ વર્ષ ઓછા પ્રમાણવાળો છે, તે પણ ઘણો બધો વીતી ગયો. તે ચોથા આરાના ફક્ત પંચોતેર વર્ષ અને સાડા આઠ માસ બાકી રહ્યા હતા ત્યારે જે તે ગ્રીષ્મકાળનો ચોથો માસ અને આઠમો પક્ષ અર્થાત્ અસાડ માસનો શુકલ પક્ષ, તે અસાડ સુદ–છઠના દિવસે પ્રાણત કલ્પના મહાવિજય સિદ્ધાર્થના શ્વેત કમળ જેવા અર્થાત્ શ્રેષ્ઠ એવા પુષ્પોત્તર દિશા સૌવસ્તિક વર્તમાન નામક મહાવિમાન થકી કે જ્યાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ સાગરોપમની છે. ત્યાં ભગવંત પણ વીશ સાગરોપમની સ્થિતિ (આયુષ્ય) પૂર્ણ થયે દેવ સંબંધિ આયુષ્યનો, ભવનો અને સ્થિતિનો ક્ષય થતાં ત્યાંથી ચ્યવીને આ જ જંબૂદ્વીપના દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રમાં ઇક્વાકુ કુળમાં ઉત્પન્ન થયેલા અને કાશ્યપ ગોત્રવાળા એકવીશ તીર્થકરો તથા હરિવંશ કુળમાં ઉત્પન્ન થયેલા ગૌતમ ગોત્રવાળા (ભમુનિસુવ્રત અને ભનેમિનાથ) બે તીર્થકરો, એ રીતે ઋષભદેવથી આરંભીને પાર્શ્વનાથ સુધીના, ત્રેવીસ તીર્થંકરો થયા બાદ, પૂર્વના તીર્થકરો દ્વારા નિર્દિષ્ટ કે, “શ્રમણ ભગવંત મહાવીર અંતિમ તીર્થંકર થશે" એવા ભ૦મહાવીર # દક્ષિણ–બ્રાહ્મણ કુંડગ્રામ નગરમાં (કુંદપુરમાં) કોડાલ ગોત્રના ઋષભદત્ત નામના બ્રાહ્મણની પત્ની, જાલંધર ગોત્રની દેવાનંદા નામની બ્રાહ્મણીની શ્રેષ્ઠ ઉત્પત્તિ સ્થાન ભૂત કુક્ષિમાં પૂર્વ રાત્રિ પૂર્ણ થતી હતી અને પાછલી રાત્રિ શરૂ થતી હતી તે સંધિકાળ અર્થાત્ મધ્યરાત્રિએ ઉત્તરાફાગુની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે દેવ સંબંધિ આહારનો, ભવનો અને શરીરનો ત્યાગ કરીને પુત્રરૂપ ગર્ભપણે ઉત્પન્ન થયા. ( ચ્યવન નગરીનું નામ – આચારાંગ સૂત્ર–૫૧૦માં “દાડિણ માહણ કુંડપુર” બતાવે છે આવશ્યક નિર્યુક્તિ ૩૮૪માં "કુંડપુર” લખે છે. કલ્પસૂત્ર–રૂમાં “માહણકુંડગામ” બતાવે છે.) શ્રમણ ભગવંત મહાવીર (મતિ–મૃત-અવધિ) એ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. “હું દેવભવમાંથી ચ્યવીશ” એમ તેઓ જાણતા હતા, વર્તમાનમાં “હું ઍવું છું' તેમ જાણતા ન હતા. “હું ચ્યવ્યો છું" એમ જાણતા હતા. (કલ્પસૂત્ર ચૂર્ણિકાર, ટીપ્પણકાર, વૃત્તિકાર અને આચારાંગ સૂત્ર-૫૧૦ની વૃત્તિમાં જણાવે છે કે-) એક સમયમાં ઉપયોગ લાગતો નથી. છઘસ્થજીવનો જ્ઞાન ઉપયોગ અંતર્મુહુર્તનો હોય છે. જ્યારે ચ્યવનકાળ એક સમયનો જ હોય છે. તેથી ચ્યવનકાળના અતિ સૂક્ષ્મ સમયને છઘસ્થ જીવ ચ્યવન કરી રહેલ છું તેમ જાણી શકતા નથી. પરંતુ ત્રણ જ્ઞાન હોવાથી હું ચ્યવી ગયો છું તેમ જાણે છે. સંક્ષેપમાં કહીએ તો (આયા.મૂ.૫૧૦ “હુને હૈ સાને') વર્તમાનકાળ અતિ સૂક્ષ્મ હોવાથી “ઍવું છું” Page #208 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્રભ-મહાવીર–કથા ૨૦૭ તે જાણતા નથી. – વર્તમાન સ્વામી (ભ,મહાવીર)ની વક્તવ્યતા જણાવવા આવશ્યક નિર્યુક્તિકાર તેર તારોને નિર્યુક્તિ–૪૫૮માં નોંધે છે – સ્વપ્ન, અપહાર, અભિગ્રહ, જન્મ, અભિષેક, વૃદ્ધિ, જાતિસ્મરણ, ભેષણ, વિવાહ, અપત્ય, દાન, સંબોધ અને નિષ્ક્રમણ. ૦ સ્વપ્ન દર્શન અને ફળ કથન : જે રાત્રિએ શ્રમણ ભગવંત મહાવીર જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે અવતર્યા, તે રાત્રિએ દેવાનંદા બ્રાહ્મણી શય્યામાં કંઈક ઊંઘતી કંઈક જાગતી અર્થાત્ અર્ધ નિદ્રાવસ્થામાં હતી, તે સમયે (હવે પછી તેનું વર્ણન કરાશે) એવા સ્વરૂપના પ્રશસ્ત, કલ્યાણકારી, ઉપદ્રવોને હરનારા, ધનના હેતુ, મંગલને કરનારા અને શોભાયુક્ત ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગી. તે (સ્વપ્ન) આ પ્રમાણે છે ૧. હાથી, ૨. વૃષભ, ૩. સિંહ, ૪. લક્ષ્મી (અભિષેક કરાતા લક્ષ્મી દેવી, પ. ફૂલની માળા, ૬. ચંદ્ર, ૭. સૂર્ય, ૮. ધ્વજા, ૯, કુંભ, ૧૦. પદ્મ સરોવર, ૧૧. સમુદ્ર, ૧૨. દેવ વિમાન અથવા ભવન, ૧૩. રત્નરાશિ અને ૧૪. નિર્ધમ અગ્રિ. (આવશ્યક ભાષ્ય – ૪૬ તથા કલ્પસૂત્ર–વૃત્તિમાં જણાવે છે કે જે તીર્થકરનો જીવ દેવલોકમાંથી આવે તેની માતા દેવ વિમાનને અને જે તીર્થકરનો જીવ (અધોલોક–) નરકમાંથી આવે તેમની માતા ભવનને બારમાં સ્વપ્નમાં જુએ છે.) તે સમયે તે દેવાનંદા બ્રાહ્મણી આવા સ્વરૂપના પ્રશસ્ત, કલ્યાણકારી, ઉપદ્રવોને હરનારા, ધનના હેતુરૂપ, મંગલકારી અને શોભા સહિત ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગી. હર્ષિત અને સંતુષ્ટ થઈ, ચિત્તમાં આનંદિત થઈ, પ્રીતિયુક્ત મનવાળી થઈ. પરમ શોભન મનવાળી અને હર્ષના વશથી ઉલ્લસિત હૃદયવાળી થઈ. મેઘની ધારાથી સિંચાયેલા કદંબના પુષ્પની જેમ તેણીની રોમરાજી વિકસિત થઈ તેણી સ્વપ્નાઓનું સ્મરણ કરવા લાગી. પછી શય્યામાંથી ઉઠી, ત્વરા, ચપળતા, સ્કૂલના અને વિલંબ એ ચારેથી રહિત અને રાજહંસ જેવી ગતિએ ચાલતી તેણી જ્યાં ઋષભદત્ત બ્રાહ્મણ છે ત્યાં આવે છે. . – આવીને ઋષભ દત્ત બ્રાહ્મણને “જય અને વિજય થાઓ” (એવા શબ્દોથી) વધાવે છે. પછી ભદ્રાસને બેસીને જરા શાંત અને સ્વસ્થ થઈને સુખપૂર્વક ઉત્તમ આસને બેઠેલી એવી તેણી બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલી કરીને આ પ્રમાણે બોલી, હે દેવાનુપ્રિય ! હું આજે શય્યામાં કંઈક ઉંઘતી, કંઈક જાગતી અર્થાત્ અલ્પ નિદ્રામાં હતી ત્યારે આવા પ્રકારના પ્રશસ્ત યાવતું શોભાયુક્ત ચૌદ મહાસ્વપ્નોને જઈને જાગી. તે આ પ્રમાણે હાથી – યાવત્ – નિર્ધમ અગ્નિ. હે દેવાનુપ્રિય ! આ પ્રશસ્ત – યાવત્ – ચૌદ મહાસ્વપ્નોનું મને કલ્યાણકારી એવું શું ફળ અને વૃત્તિ વિશેષ થશે? ત્યારે તે ઋષભદત્ત બ્રાહ્મણ દેવાનંદા બ્રાહ્મણીની આ વાત સાંભળીને, મનમાં અવધારીને હર્ષિત અને સંતુષ્ટ થયો. તેનું હૃદય હર્ષના વશથી ઉલ્લસિત થયું. મેઘધારાથી સિંચાયેલા કદંબના પુષ્પની જેમ તેની રોમરાજી વિકસ્વર થઈ. સ્વપ્નાઓના ફળનું અવધારણ કરી, તેના અર્થની વિચારણા કરવા લાગ્યો. વિચારણા કરીને પોતાની સ્વાભાવિક પતિપૂર્વક, બુદ્ધિ અને વિજ્ઞાન વડે તે સ્વપ્નાઓનાં અર્થનું અવધારણ કરી, અર્થનિર્ણય કરીને દેવાનંદા બ્રાહ્મણીને આ પ્રમાણે કહ્યું Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ આગમ કથાનુયોગ-૧ હે દેવાનુપ્રિયા ! તેં પ્રશસ્ત સ્વપ્નોને જોયા છે. કલ્યાણકર, ઉપદ્રવડર, ધન્ય, મંગલરૂપ અને શોભાયુક્ત સ્વપ્નોને જોયા છે. આરોગ્ય, સંતોષ, લાંબુ આયુષ્ય, કલ્યાણ અને મંગળને કરનારા એવા સ્વપ્નો હે દેવાનુપ્રિયા ! તે જોયા છે. (તનું વિશેષ ફળ એ છે કે) હે દેવાનુપ્રિયા ! તને અર્થ–લાભ, ભોગ-લાભ, પુત્ર–લાભ અને સુખ-લાભ થશે. હે દેવાનુપ્રિયા ! નિશ્ચયથી તું પ્રતિપૂર્ણ નવ માસ અને સાડા સાત દિવસ વ્યતિત થયા પછી સુકોમલ હાથપગવાળા, પાંચે ઇન્દ્રિયોથી પરિપૂર્ણ શરીરવાળા, શુભ # લક્ષણ–શુભ ફ ચિલ્ડ-ઉત્તમ ગુણયુક્ત, માન–ઉન્માન પ્રમાણથી યુક્ત, પ્રતિપૂર્ણ અને સવાંગ સુંદર શરીરવાળા, ચંદ્રની જેવા સૌમ્ય, મનોહર, પ્રિયદર્શન (-સોહામણા), સુંદર રૂપવાળા અને દેવકુમાર સદેશ પત્રને જન્મ આપીશ. ( કલ્પસૂત્ર વૃત્તિ આદિમાં જણાવે છે કે, તીર્થકર ચક્રવર્તી આદિના શરીર ઉપર ૧,૦૦૮ શુભ લક્ષણો હોય છે. બળદેવ-વાસુદેવના શરીર પર ૧૦૮ લસણ અને અન્ય પ્રતિભા સંપન્ન જીવો બત્રીશ લક્ષણોથી યુક્ત હોય છે. આ બત્રીસ લક્ષણોનો બે ભિન્ન-ભિન્ન પ્રકારે ઉલ્લેખ મળે છે– (૧) છત્ર, કમળ, ધનુષ્ય, રથ, વજ, કાચબો, અંકુશ, વાવ, સ્વસ્તિક, તોરણ, સરોવર, સિંહ, વૃક્ષ, ચક્ર, શંખ, હાથી, સમુદ્ર, કળશ, પ્રાસાદ, મત્સ્ય, જવ, યજ્ઞસ્તંભ, સૂપ, કમંડલ, પર્વત, ચામર, દર્પણ, બળદ, ધ્વજા, અભિષેક કરાતા લક્ષ્મી, માળા અને મોર એ બત્રીસ લક્ષણો પુન્યવાનું મનુષ્યને હોય છે. . (૨) જેના નખ, પગના તળીયા, હથેળી, જીભ, હોઠ, તાળવું અને આંખના ખૂણા એ સાત લાલ વર્ણના હોય, કાંખ, હૃદય, ગરદન, નાક, નખ અને મુખ એ છ ઉન્નત હોય, દાંત, ત્વચા, કેશ, આંગળીના ટેરવા અને નખ એ પાંચે પાતળાં હોય, આંખો, હદય, નાક, હડપચી અને ભુજા એ પાંચ લાંબા હોય, કપાળ, છાતી અને મુખ એ ત્રણ વિશાળ હોય, ડોક–જાંઘ અને પુરુષ ચિન્હ એ ત્રણ લઘુ હોય તથા જેના સત્વ–સ્વર અને નાભિ એ ત્રણે ગંભીર હોય તો તે પુરુષ બત્રીસ લક્ષણ યુક્ત જાણવો. આ જ રીતે ત્યાં વ્યંજન, ગુણ, માન, ઉન્માન, પ્રમાણ આદિ પણ વ્યાખ્યાયિત કરાયા છે – જુઓ કલ્પસૂત્ર-૯ની વૃત્તિ) (હે દેવાનુપ્રિયા ! વળી) તે પુત્ર જ્યારે બાળભાવથી મુક્ત થશે ત્યારે તેને સઘળું વિજ્ઞાન પરિણમશે પછી જ્યારે યૌવન અવસ્થાને પામશે ત્યારે વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વણવેદ, પાંચમો ઇતિહાસ, છઠું નિઘંટુશાસ્ત્ર એ દરેકનો સાંગોપાંગ તથા રહસ્ય સહિત જ્ઞાતા થશે. વળી ચારે વેદોને સ્મરણ કરનાર, તે વેદોનો પારગામી, અશુદ્ધિ પાઠાદિનો વારક તેમજ વેદોનો ધારક થશે. તે છ અંગનો જ્ઞાતા, ષષ્ટિ તંત્ર વિશારદ, સાંખ્યગણિત, આચાર શાસ્ત્ર, શિક્ષાકલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્તિ, જ્યોતિષચક્ર, બ્રાહ્મણ સંબંધિ અનેક શાસ્ત્ર અને પરિવ્રાજકના શાસ્ત્રોમાં નિપુણ થશે. તેથી હે દેવાનુપ્રિયા ! તેં આરોગ્ય, સંતોષ, દીર્ધ આયુષ્ય, મંગલ અને કલ્યાણને કરનારા સ્વપ્નો જોયા છે. એવું કહીને (ઋષભદત્ત બ્રાહ્મણ) વારંવાર તેની અનુમોદના કરવા લાગ્યો. ત્યાર પછી તે દેવાનંદા બ્રાહ્મણી ઋષભદત્ત પાસેથી આ સ્વપ્ન ફળ સાંભળીને, હૃદયમાં અવધારીને હર્ષિત તથા સંતુષ્ટ થઈ યાવત્ પ્રકૃદ્ધિત હૃદયવાળી થઈ, બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, આવર્ત કરી મસ્તકે અંજલિ કરી ઋષભદત્ત બ્રાહ્મણને આ પ્રમાણે કહે છે, હે દેવાનુપ્રિય ! આપે સ્વપ્નોનો જે અર્થ કહ્યો છે તે સર્વથા સત્ય છે, યથાસ્થિત છે, સંદેહરહિત છે, ઇચ્છિત છે, પ્રતિચ્છિત છે. જે પ્રમાણે તમે કહો છો તે Page #210 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ-મહાવીર–કથા ૨૦૯ સત્ય જ છે. એ રીતે સ્વપ્નોને સારી રીતે અંગીકાર કરીને ઋષભદત્ત બ્રાહ્મણની સાથે મનુષ્ય સંબંધિ શ્રેષ્ઠ સુખોનો ઉપભોગ કરતી વિચરવા લાગી. ૦ શક્રનું સ્વરૂપ અને શકે કરેલી વિચારણા : -(સુધર્માસભામાં બેઠેલા સૌધર્મેન્દ્ર-શુક્રનું સ્વરૂપ જણાવતા કલ્પસૂત્ર સૂત્ર–૧૪ તથા આવશ્યક ચૂર્ણિકાર નિર્યુક્તિ–૪૫૮ માં જણાવેલ બીજા તારની ચૂર્ણિના આરંભે પૃષ્ઠ ૨૩૭ થી – આ પ્રમાણે વિશેષણ યુક્ત શક્રનું સ્વરૂપ જણાવે છે) તે કાળે, તે સમયે શક્ર નામના સિંહાસન પર બેસનારો, દેવોનો ઇન્દ્ર, દેવોનો રાજા, હાથમાં વજને ધારણ કરનારો, દૈત્યના નગરોનો નાશ કરનાર, સો વખત સુધી શ્રાવકની પાંચમી પ્રતિમા (–અભિગ્રહ વિશેષને) ધારણ કરનાર, પાંચસો મંત્રીની આંખો વડે જોનાર (–સ્વર્ગના રાજ્યની વ્યવસ્થા ચલાવનાર, મહામેઘને વશમાં રાખનાર, પાક નામના દૈત્યને શિક્ષા કરનાર, દક્ષિણાર્ધ ભરતનો અધિપતિ, ઐરાવણ હાથી રૂપ વાહનવાળો, દેવોને આનંદ આપનાર, બત્રીસ લાખ વિમાનનો અધિપતિ, રજ રહિત આકાશ જેવા સ્વચ્છ વસ્ત્રોને ધારણ કરનાર, માળા અને મુગટ પહેરેલો, નવાં જ ઘડાયેલા સુંદર, ચંચળ, આશ્ચર્યકારી અને કંપાયમાન થતા એવા સુવર્ણના કુંડલ યુગલની પ્રભાથી પ્રદીપ્ત ગાલવાળો, મહાદ્ધિ અને ઘુતિને ધારણ કરનાર, મહાબળવાનું, મહાયશસ્વી, મોટા માહાન્યવાળો, મહાસુખી, દેદીપ્યમાનું શરીરવાળો, પગ સુધી લાંબી માળાને ધારણ કરનારો એવો (સૌધર્મેન્દ્ર–શક્ર) સૌધર્મ નામના દેવલોકમાં સૌધર્માવલંસક વિમાનમાં સુધર્માસભામાં શક્ર નામના સિંહાસન પર બેઠેલો હતો. ( શક્રનું એક વિશેષણ ‘શતક' છે. શતક્રતુ અર્થાત શ્રાવકની પાંચમી પ્રતિમાને ૧૦૦ વખત સુધી વહન કરનાર, જેમાં કાર્તિક શ્રેષ્ઠીનું કથાનક છે. આ કથા ભગવતી, આવશ્યક ચૂર્ણિ, કલ્પસૂત્ર વૃત્તિ આદિમાં આવે છે. આ કથા શ્રમણ વિભાગમાં “કાર્તિક શમણ" માં જોઈ લેવી) (ઉક્ત વિશેષણવાળા સૌધર્મ-ઇન્દ્રની ઋદ્ધિ અને પ્રવૃત્તિને જણાવતા કહે છે કે) તે ઇન્દ્ર ત્યાં (સૌધર્મકલ્પમાં) બત્રીસ લાખ વિમાનોનું, (ઇન્દ્ર તુલ્ય શક્તિ, આયુષ્ય અને ઋદ્ધિવાળા) ૮૪,૦૦૦ સામાનિક દેવોનું, (પૂજ્ય સ્થાનીય અને મંત્રીતુલ્ય) તેત્રીશ ત્રાયશ્ચિંશક દેવોનું, (સોમ, યમ, વરૂણ અને કુબેર) ચાર લોકપાલોનું, (પ્રત્યેકની સોળ-સોળ હજાર) દેવીઓના પરિવાર સહિત એવી (પઘા, શિવા, શચી, અંજૂ, અમલા, અપ્સરા, નવમિકા અને રોહિણી એ) આઠ અગ્રમહિષીઓનું, (બાહ્ય, મધ્યમ અને અત્યંતર એ) ત્રણ પર્ષદાઓનું, (હાથી, ઘોડા, રથ, સુભટ, વૃષભ, નાટકીયા અને ગંધર્વ) એ સાત સૈન્યનું, સાત સેનાપતિઓનું, ચારે દિશામાં રહેલા ૮૪,૦૦૦-૮૪,૦૦૦ આત્મરક્ષક (અર્થાત્ ૩,૩૬,૦૦૦ આત્મરક્ષક) દેવોનું અને સૌધર્મકલ્પ રહેલા બીજા પણ ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓનું આધિપત્ય કરતો એવા ઇન્દ્ર ત્યાં રહ્યો છે. ઉક્ત સઘળાં પરિવારમાં તેનું અધિપત્ય, અગ્રેસરત્વ, સ્વામિત્વ, પોષકત્વ, મહત્તરત્વ આદિ રહેલું છે. તેના નિયુક્ત દેવો દ્વારા પોતાના સૈન્ય પ્રતિ અદ્ભુત આજ્ઞા કરાવતો, પોતે પણ આજ્ઞા કરતો, નિરંતરપણે ઉચ્ચ પ્રકારના નાટક, ગીત, વીણા વાદન, હસ્તતાલ, અન્ય વાજિત્રનાદ, મેઘ ગંભીર ધ્વનિવાળા મૃદંગ, શ્રેષ્ઠ ધ્વનિ કરતા પડધમ – ૧/૧૪ For Private & Personal use only . Jain Ednicationinternational Page #211 -------------------------------------------------------------------------- ________________ - ૨૧૦. આગમ કથાનુયોગ-૧ એ બધાંના મધુર શબ્દોને શ્રવણ કરતો દેવસંબંધિ વિશિષ્ટ ભોગ–ઉપભોગ આદિને ભોગવતો તે ઇન્દ્ર ત્યાં રહેલો છે. તે સૌધર્મેન્દ્ર આ સંપૂર્ણ જંબૂઢીપ નામના દ્વીપને પોતાના વિપુલ અવધિજ્ઞાન વડે જોતા-જોતા ત્યાં રહેલ હતા. તે સમયે શ્રમણ ભગવાન મહાવીરને જંબૂલીપ નામક દ્વીપના ભરત ક્ષેત્રના દક્ષિણાર્ધ ભારતના બ્રાહ્મણ કુંડગ્રામ નગરમાં કોપાલ ગોત્રના ઋષભદત્ત નામક બ્રાહ્મણની પત્ની જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયેલા જુએ છે. જોઈને તે ઇન્દ્ર હર્ષિત થયો, સંતુષ્ટ થયો, ચિત્તમાં આનંદ પામ્યો. હર્ષિત–પરમાનંદિત થયો. પ્રીતિયુક્ત મનવાળો અને પરમ શોભન મનવાળો થયો. હર્ષના વશથી વિકસિત હૃદયવાળો, મેઘધારાથી સિંચિત કદંબવૃક્ષના સુગંધી પુષ્પતુલ્ય ઉલ્લસિત રોમરાજી વાળો, વિકસિત ઉત્તમ કમળની જેમ પ્રફૂલ્લિત મુખ અને નેત્રવાળો થયો. શ્રેષ્ઠ કડાં, બેરખા, બાજુબંધ, મુગટ, કુંડળ આદિ ચલાયમાન થયા. જેનું હૃદય હારથી સુશોભિત હતું. લંબાયમાન મોતીનું ઝુંબનક અને ચલાયમાન આભુષણો ધારણ કર્યા હતા. –આવો ઇન્દ્ર આદર, ઉત્સુકતા, શરીરની ચપળતા સહિત પોતાના સિંહાસનેથી ઉક્યો. ઉઠીને પાદપીઠથી નીચે ઉતર્યો. પછી – ઉત્તમ એવા વૈર્ય રિષ્ટ, અંજનક આદિ રત્નોથી યુક્ત, કુશળ કારીગરોથી નિર્મિત હોય તેવી, દેદીપ્યમાન મણિ અને રત્નોથી જડેલી પાદુકાઓને ઉતારે છે. ઉતારીને એક વસ્ત્રવાળું ઉત્તરાસંગ કરે છે. પછી અંજલિપૂર્વક બે હાથ જોડી, તીર્થકરની સન્મુખ સાત, આઠ પગલાં ચાલીને પોતાનો ડાબો ઢીંચણ ઊંચો રાખે છે, પછી જમણા ઢીંચણને ભૂમિતલ પર લગાડી પોતાના મસ્તકને ત્રણ વખત પૃથ્વીતલ પર મૂકે છે (- નમસ્કાર કરે છે). પછી શરીરને કિંચિત્ નમાવી, કંકણ અને બહેરખાંથી ખંભિત થયેલી પોતાની ભૂજાને સંકોચે છે. પછી બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરીને તે સૌધર્મેન્દ્ર આ પ્રમાણે બોલ્યો અરિહંત–ભગવંતોને મારા નમસ્કાર થાઓ. (અરિહંત ભગવંતોના ગુણ યુક્ત વિશેષણોપૂર્વક ભક્તિથી સ્તવના કરતા અરિહંતનું સ્વરૂપ જણાવતા કહે છે) ધર્મની આદિના કરનારા, ધર્મ–તીર્થની સ્થાપના કરનારા, પોતાની મેળેજ સમ્યક્ બોધને પામનાર, પુરુષોમાં શ્રેષ્ઠ, પુરુષોમાં સિંહસમાન, પુરુષોમાં શ્વેત કમળ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન, લોકમાં ઉત્તમ, લોકના નાથ, લોક (સર્વ જીવોના) હિતને કરનારા, લોકમાં પ્રદીપ સમાન, લોકમાં પ્રદ્યોત કરનારા, અભયને દેનારા, શ્રુતજ્ઞાનરૂપી ચક્ષુને દેનારા, મોક્ષમાર્ગ (ના ઉપદેશને) દેનારા, શરણદાતા, (સર્વથા મૃત્યુનો અભાવ તે જીવન–એવા) જીવનને દેનારા, સખ્યત્વને આપનારા, (ચારિત્ર) ધર્મના દાતા, ધર્મના દેશના દાતા, ધર્મના નાયક, ધર્મ (રૂપી રથના) સારથી, (ધર્મરૂપી ચક્ર વડે ચાર ગતિનો અંત કરનારા હોવાથી) ધર્મચક્રવર્તી ( મેઘકુમારની કથા–“ધર્મસાથી” વિશેષણ અંતર્ગતુ આ કથા કલ્પસૂત્ર વૃત્તિમાં જોવા મળે છે. જે શ્રમણ વિભાગમાં જોવી.) –ભવરૂપી સમુદ્રમાં ડીપ સમાન, (અનર્થોનો નાશ કરી) રક્ષણ કરનારા, (કર્મોના ઉપદ્રવથી ભય પામેલાને) શરણરૂપ, (દુઃખી પ્રાણીઓ સુખને માટે જેનો આશ્રય લે તેવી) ગતિ અર્થાત્ આશ્રયરૂપ, (સંસારરૂપી કૂવામાં પડતા પ્રાણીઓ માટે) આધારરૂપ, અસ્મલિત Page #212 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૨૧૧ અને શ્રેષ્ઠ એવા કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનારા, (ઘાતિકર્મો રૂ૫) છઘસ્થપણાથી રહિત, (સ્વયં રાગદ્વેષને) જીતનારા, (ઉપદેશ દ્વારા ભવ્ય પ્રાણીઓને રાગદ્વેષ) જીતાવનારા, (ભવ સમુદ્રને) તરી જનારા, (અન્ય ભવ્ય પ્રાણીઓને) તારનારા, (સ્વયં તત્ત્વ) બોધ પામેલ, (બીજાને જીવાદિ તત્ત્વોનો) બોધ પમાડનારા, (બાહ્યઅત્યંતર પરિગ્રહ અથવા કર્મબંધનથી પોતે) મુક્ત થયેલ, (બીજા જીવોને) બંધનથી મુકાવનારા, (કેવળજ્ઞાન વડે) સઘળું જાણનારા, (કેવળદર્શન વડે) સઘળું જોનારા –ઉપદ્રવ રહિત, અંતરહિત, અક્ષય, પીડારહિત, જ્યાં ગયા પછી ફરી પાછા ન ફરવું પડે તેવા સિદ્ધિ ગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા એવા, (કર્મરૂપી વૈરીના) ભયને જીતનારા એવા સર્વે જિનેશ્વરને મારા નમસ્કાર થાઓ. (આ રીતે સર્વ જિનોને અથવા આવા વિશિષ્ટ ગુણયુક્ત એવા સકલ અરિહંતોને નમસ્કાર કર્યા પછી સૌધર્મેન્દ્ર વીર પ્રભુને નમસ્કાર કરતા કહે છે કે 0 ઉક્ત સ્તવનાને શક્રસ્તવ, પ્રણિપાત સૂત્ર કે “નમુહૂર્ણ” કહે છે. શક્રસ્તવ–ભગ3; નાયા. ૫; જબૂ. ૨૨૭, આવ.ચૂ. ૧–પૃ. ૨૩૮; કલ્પ. ૧૪; શ્રમણ ભગવાનું મહાવીરને નમસ્કાર થાઓ. (કે જે ભગવંત મહાવીર) (પોતાના તીર્થની અપેક્ષાએ ધર્મની) આદિને કરનારા છે, (આ ચોવીસીમાં ભરત ક્ષેત્રના) છેલ્લા તીર્થકર છે. (ઋષભ આદિ ત્રેવીસ) પૂર્વ તીર્થકરો જેનો નિર્દેશ કરેલો છે – યાવતુ– (સિદ્ધિગતિ નામક સ્થાનને) સંપ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા છે (તેવા શ્રમણ ભગવંત મહાવીરને) અહીં – સ્વર્ગમાં રહેલ એવો હું – સૌધર્મેન્દ્ર શક્ર ત્યાં – દેવાનંદાની કુક્ષિમાં રહેલા એવા ભગવંતને વંદના કરું છું ત્યાં રહેલા ભગવંત પણ અહીં રહેલા એવા મને (તેમના) જ્ઞાન વડે જુઓ. – આ પ્રમાણે ભાવના ભાવિને તે શક શ્રમણ ભગવાન્ મહાવીરને વંદન–નમસ્કાર કરે છે. વંદન–નમસ્કાર કરીને ઉત્તમ સિંહાસન પર, પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠો ત્યાર પછી દેવોનો ઇન્દ્ર, દેવોનો રાજા એવા તે શક્રેન્દ્રને આવા સ્વરૂપનો (તેના) આત્મામાં થયેલો ચિંતનસ્વરૂપ, અભિલાષારૂપ અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો ખરેખર ભૂતકાળમાં આવું ક્યારેય થયું નથી, વર્તમાનમાં થતું નથી અને ભવિષ્યમાં પણ એવું થશે નહીં કે, અરિહંતો, ચક્રવર્તીઓ, બળદેવો કે વાસુદેવો અંત્યકુળમાં, પ્રાંત (અધમ) કુળમાં, તુચ્છ કુળમાં, દરિદ્ર કુળમાં, કૃપણ કુળમાં, ભિલુક કુળમાં કે બ્રાહ્મણ કુળમાં આવ્યા હોય, આવવાના હોય કે આવે અર્થાત્ કદિ' જમ્યા નથી, જન્મતા નથી કે જન્મશે પણ નહીં. નિશ્ચયથી અરિહંતો, ચક્રવર્તીઓ, બળદેવો, વાસુદેવો ઉગ્ર કુળમાં, ભોગ કુળમાં, રાજન્ય કુળમાં, ઇક્વાકુ કુળમાં, ક્ષત્રિય કુળમાં, હરિવંશ કુળમાં તથા બીજા પણ તેવા પ્રકારના ઉત્તમ જાતિ અને કુળવાળા વંશોમાં આવ્યા હતા–આવે છે અને આવશે અર્થાત્ જન્મ્યા હતા, જન્મે છે અને જન્મશે. (ભઋષભ દેવે ચાર પ્રકારના કુળો સ્થાપેલા :- (૧) આરક્ષક પણે અર્થાત્ રાજ્ય વ્યવસ્થા માટે સ્થાપેલા રક્ષક દળ રૂપે એવું ઉગ્ર કુળ(૨) ગુરુ સ્થાનીય Page #213 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ એવા મંત્રી સમાન સ્થાપેલા તે ભોગકુળ, (૩) મિત્ર સ્થાને સ્થાપેલા–નિકટવર્તી એ રાજન્ય કુળ અને પ્રજારૂપે સ્થાપેલા અન્ય રાજકુલિન માણસો તે ક્ષત્રિય કુળ. તે સિવાય ઋષભદેવના કુળમાં જન્મેલા તે ઇક્ષ્વાકુ કુળ. હરિવર્ષ ક્ષેત્રથી લાવેલા યુગલિકના વંશજ તે હરિવંશ કુળ ઇત્યાદિ. ૨૧૨ વિશુદ્ધ જાતિ તે મોશાળ પક્ષ અને વિશુદ્ધ પિતૃપક્ષ તે વિશુદ્ધ કુળ) ૦ દશ આશ્ચર્ય : (સૌધર્મેન્દ્ર શક્ર વિચારે છે કે) લોકમાં અચ્છેરા એટલે આશ્ચર્યરૂપ એવી ઘટના ભવિતવ્યતાના યોગે અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી ગયા બાદ બને છે. આવી વિસ્મયકારી અને અદ્ભુત ઘટનાઓ (માં મુખ્યત્વે) દશ ઘટનાનો ઉલ્લેખ (સ્થાનાંગ સૂત્ર ૧,૦૦૧ થી ૧,૦૦૩; કલ્પસૂત્ર−૧૯ની વૃત્તિ આદિમાં) આવે છે. ઉપસર્ગ, ગર્ભહરણ, સ્ત્રી તીર્થંકર, અભાવિત્ પર્ષદા, કૃષ્ણનું અપરકંકા ગમન, ચંદ્ર—સૂર્યનું મૂળ વિમાને અવતરણ, હરિવંશ કુલની ઉત્પત્તિ, ચમરેન્દ્ર ઉત્પાત, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮નું એક સમયે સિદ્ધ થવું અને અસંયતોની પૂજા. ૦ આશ્ચર્ય-૧-ઉપસર્ગ :- શ્રી વીરપ્રભુને કેવળજ્ઞાન થયા પછી પણ ગોશાળાએ ઉપસર્ગ કર્યો. કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી તીર્થંકરોનો એવો અતિશય હોય છે કે તે જ્યાં રહે ત્યાં આસપાસ ૧૦૦ યોજન સુધી કોઈપણ જાતનો વૈરભાવ, મરકી, રોગ કે દુર્ભિક્ષ વગેરેનો ઉપદ્રવ થતો નથી. પણ ભગવંત મહાવીરને કેવળજ્ઞાન થયા પછી પણ આ રીતે ઉપસર્ગ થયો તે આશ્ચર્ય. ભગવંત મહાવીરે જ્યારે ગોશાળાને સમભાવપણે યથાસ્વરૂપ એટલે કે, ગોશાળાનું પોતાનું સાચું સ્વરૂપ સમજાવ્યું ત્યારે તે ગોશાળો અત્યંત ક્રોધિત થયો અને ભગવંત ઉપર તેજોલેશ્યા છોડી. તે તેજોલેશ્યાના તાપથી ભગવંતને છ મહિના સુધી લોહી ખંડવા (–પિત્તજ્વર અને રક્ત અતિસાર) થઈ ગયો હતો. તીર્થંકર ભગવંતને કેવળજ્ઞાન પછી જે આ ઉપસર્ગ થયો તે પ્રથમ અચ્છેરરૂપ ઘટના હતી. ( અહીં ગોશાળાનું વિસ્તૃત કથાનક જે ભગવતી સૂત્ર–૬૩૯ થી ૬૫૪, ૬૫૬ થી ૬૫૯માં આવે છે, જેમાં સૂત્ર ૬૪૫થી ઉક્ત ઉપસર્ગની વાતનો સંબંધ છે. તેનો સારાંશ કલ્પસૂત્ર વૃત્તિકારે પણ લીધો છે. આ કથા “ગોશાલક”ના કથાનકમાં અતિ વિસ્તારથી અમે શ્રમણ કથાનક અંતર્ગત્ નિહ્નવ કથા પછીના અધ્યયનમાં આપી છે. ત્યાંથી જોવી.) ૦ આશ્ચર્ય ૨-ગર્ભહરણ : ઉત્તમ પુરુષોના ગર્ભનું હરણ અર્થાત્ ગર્ભને એક ઉદરમાંથી બીજા ઉદરમાં મૂકવાની ઘટના બનતી નથી. જ્યારે શ્રમણ ભગવંત મહાવીરના ગર્ભનું દેવાનંદાની કુક્ષિમાંથી ત્રિશલારાણીનું કુક્ષિમાં સંક્રમણ થયું તે આશ્ચર્ય. ( ગર્ભ સંહરણ પ્રસંગ આ જ કથાનકમાં આગળ કહેવાશે, તેથી અત્રે તેનો વિસ્તાર કરેલ નથી. આ ઘટનાનું વર્ણન કે નોંધ – આચારાંગ સૂત્ર–૫૧૦, સ્થાનાંગ સૂત્ર-૪૪૯, સમવાયાંગ સૂત્ર–૧૬૧, ૧૬૨; આવશ્યક નિર્યુક્તિ-૪૫૮, આવશ્યક ભાષ્ય-૪૮, ૫૩; આવશ્યક ચૂર્ણિ ૧-પૃ. ૨૩૯, ૨૪૦; કલ્પસૂત્ર–વૃત્તિ—સૂત્ર ૧૯ થી ૩૦ આદિમાં નોંધાયેલ છે.) ૦ આશ્ચર્ય–૩–સ્રી તીર્થંકર : એવો નિયમ છે કે તીર્થંકરો પુરુષો જ હોય છે. પુરુષસિંહ, પુરુષવર આદિ કહ્યું છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા ૨૧૩ કદાપિ સ્ત્રી તીર્થંકર ન બને. પણ આ અવસર્પિણી કાળમાં મિથિલા નગરીના કુંભરાજાની મલ્લિ નામે પુત્રી આ ભરતક્ષેત્રની આ ચોવીસીમાં ૧૯ત્માં તીર્થકર થયા તે આશ્ચર્ય. ( આ ઘટના ભ૦મલિના કથાનકમાં વિસ્તારથી આવેલી છે. તેથી અહીં તેની પુનરુક્તિ કરેલ નથી. આ કથા નાયાધમ્મકહા સૂત્ર–૭૬માં પણ આવે છે.) ૦ આશ્ચર્ય-૪-અભાવિત પર્ષદા : અભાવિતુ પર્ષદા અર્થાત્ તીર્થંકરની દેશના નિષ્ફળ જવી તે. તીર્થકરની (પ્રથમ) દેશના ક્યારેય નિષ્ફળ ન જાય, પરંતુ આ અવસર્પિણીમાં શ્રી વીર ભગવંત જૈભિકાગ્રામનગર બહાર કેવળજ્ઞાન પામ્યા બાદ દેવ રચિત સમવસરણમાં પ્રથમ દેશના આપી છતાં કોઈને વિરતિના પરિણામ થયા નહીં. (સ્થાનાંગ સૂત્ર-૧,૦૦૨ની વૃત્તિમાં પણ લખે છે કે,) ભક્તિ અને કુતૂહલથી ખેંચાઈને અનેક મનુષ્યો, દેવો, તિર્યચવિશેષ આવ્યા. તેઓને સ્વ–સ્વભાષામાં પરિણમતી અતિ મનોહર અને સુંદર ધ્વનિયુક્ત ધર્મકથા પણ થઈ તો પણ ત્યાં કોઈએ વિરતિ ગ્રહણ ન કરી, આવું પૂર્વના તીર્થકરોમાં બન્યું ન હતું. પણ ભ૦મહાવીરમાં બન્યું. (આવશ્યક નિર્યુક્તિ-૨૬૫માં પણ લખ્યું કે,) ત્રેવીસ તીર્થકરોને પ્રથમ સમવસરણમાં તીર્થ સ્થાપના થઈ પણ ભ મહાવીરને બીજા સમોવસરણમાં ચતુર્વિધ સંઘરૂપ તીર્થ સ્થાપના થઈ (આવશ્યક નિર્યુક્તિ–૫૪૦માં પણ એ જ ઉલ્લેખ છે) તે આશ્ચર્ય. ૦ આશ્ચર્ય-પ-કૃષણનું અપરકંકાગમન : દ્રોપદી માટે નવમા વાસુદેવ શ્રી કૃષ્ણનું અપરકંકા નામે નગરીમાં ગમન થયું. તે આવી રીતે – એક દિવસ પાંડવોની ભાર્યા દ્રૌપદી પાસે નારદ ઋષિ આવ્યા. તે વખતે નારદને અસંયત જાણીને અભ્યત્થાન – “ઊભા થઈ સામે જવું” આદિ આદર સત્કાર કર્યો નહીં. તેથી ગુસ્સે થયેલા નારદે વિચાર્યું કે, “મારું અપમાન કરનારી દ્રૌપદીને ગમે તેમ કરી કષ્ટમાં નાખું એમ વિચારી નારદ ધાતકીખંડના ભરતક્ષેત્રમાં ગયા. ત્યાં અપરકંકા નગરીના રાજા પોત્તર સ્ત્રીઓમાં અત્યંત લુબ્ધ હતો. તેથી તેની પાસે જઈ દ્રૌપદીના રૂપનું વર્ણન કર્યું. પડ્યોત્તર રાજાએ પોતાના મિત્રદેવની મદદથી દ્રૌપદીનું અપહરણ કરાવી પોતાના અંતઃપુરમાં રાખી. મહાસતી દ્રૌપદીએ પોતાનું સતીપણું જાળવી રાખ્યું. પાંડવોની માતા કુંતીએ દ્રૌપદી ગુમ થયાની વાત કૃષ્ણને જણાવી. નારદના મુખેથી જ દ્રૌપદીના સમાચાર મળ્યા. કૃષ્ણ લવણ સમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત દેવનું આરાધન કરી. તેમની મદદથી સમુદ્રમાં માર્ગ મળ્યો. કૃષ્ણ પાંડવો સહિત અપરકંકા પહોંચ્યા. કૃષ્ણ નરસિંહનું રૂપ કરી પક્વોત્તર રાજાને જીત્યો. પાછાં ફરતાં કૃષ્ણએ શંખનાદ કર્યો. તે સાંભળી ત્યાંના કપિલ વાસુદેવને આશ્ચર્ય થયું. ત્યાં વિચરતા તે ક્ષેત્રના ભ મુનિસુવ્રતને પૂછતાં કપિલ વાસુદેવને કૃષ્ણ વાસુદેવના આગમનની જાણ થઈ. તેણે પણ પોતાનો શંખનાદ કર્યો. આ રીતે કૃષ્ણનું પોતાની સીમાથી બહાર જવું તે આશ્ચર્ય. (નોંધ :- આ કથા દ્રૌપદી-શ્રમણી કથાનકમાં વિસ્તારથી આવે છે. ઘટનાનું વર્ણન નાયાધમકહામાં સૂત્ર ૧૭૪ થી ૧૭૭માં લંબાણથી મળે છે અને સ્થાનાંગ સૂત્ર-૧,૦૦૦ની વૃત્તિમાં સંક્ષેપથી પણ મળે છે. ઉક્ત વર્ણન કલ્પસૂત્ર–૧૯ની વૃત્તિના આધારે લખેલ છે.) Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ૦ આશ્ચર્ય ૬- ચંદ્ર સૂર્યનું મૂળ વિમાને આવવું : કૌશાંબી નગરીમાં ભગવંત શ્રી મહાવીરને વંદન કરવા સૂર્ય અને ચંદ્ર પોતાના શાશ્વત—મૂળ વિમાનો સહિત ઉપસ્થિત થયા તે આશ્ચર્ય. આગમ કથાનુયોગ-૧ ( આ પ્રસંગ આવશ્યક નિયુક્તિ ગાથા ૫૧૭ મુજબ ભગવંત મહાવીર છદ્મસ્થ હતા ત્યારે તેમના વિચરણ દરમિયાન કૌશાંબીમાં બન્યો. જ્યારે ઠાણાંગ સૂત્ર−૧૦૦૨ની વૃત્તિ મુજબ “સમવસરણ ભૂમિ મધ્યે'' બન્યો હોવાનું જણાવે છે.) ૦ આશ્ચર્ય—૭-હરિવંશ કુળની ઉત્પત્તિ : કૌશાંબી નગરીના રાજા સુમુખે વીરક નામના શાળવીની પત્ની વનમાળાને જોઈ. તેને અત્યંત રૂપવતી જાણી અંતઃપુરમાં બેસાડી દીધી. તેથી વીરક શાળવી પોતાની પ્રાણપ્રિયાના વિયોગથી એટલો બધો ગાંડો થઈ ગયો કે જેને જુએ તેને ‘વનમાલા— વનમાલા' કહીને બોલાવવા લાગયો. ગાંડો વીરક એક વખત રાજમહેલ નીચે આવ્યો. ત્યારે ઝરૂખામાં બેસી ક્રીડા કરી રહેલા રાજા અને વનમાળાએ તેને જોયો. તે વખતે વીરકની આવી દયાજનક હાલત જોઈ તેઓ ખેદ કરવા લાગ્યા કે, “આપણે આ અનુચિત કામ કર્યું'' આપણી વિષય લાલસાની તૃપ્તિ ખાતર આ નિરપરાધી માણસની જીંદગી બરબાદ કરી. વિષયને વશ થઈ કામાંધ માણસો શું શું અનર્થ નથી કરતા ? આ પ્રમાણે પોતે કરેલા અનુચિત કાર્ય માટે ખેદ કરે છે, તેવામાં ભવિતવ્યતાના યોગે તેઓ ઉપર વિજળી પડવાથી તેઓ બંને મરીને હરિવર્ષ ક્ષેત્રમાં યુગલિક થયા. પછી વીરક પણ કાળક્રમે ડાહ્યો થઈ ગયો. વૈરાગ્યભાવથી તાપસ થયો. તપ કરી, મૃત્યુ બાદ વ્યંતર દેવ થયો. ત્યાં વિભંગજ્ઞાન વડે પેલા યુગલિકને જોઈ ચિંતવવા લાગ્યો કે, અરેરે ! આ બંને (રાજા અને વનમાલાના જીવ) મારા પૂર્વભવના વૈરી યુગલીયાનું સુખ ભોગવી રહ્યા છે. વળી પાછાં મરીને દેવલોકે અનુપમ સુખ ભોગવશે. મારા બૈરી સુખ ભોગવે એ મારાથી કેમ સહન થાય ? તેથી આ બંનેને દુર્ગતિમાં પાડું, જેથી દુઃખ પામે. એમ વિચારી તે વ્યંતરે પોતાની શક્તિ વડે તે બંનેના શરીર અને આયુષ્ય સંક્ષિપ્ત કરી દીધા–ટુંકાવી દીધાં. આ ભરતક્ષેત્રમાં લાવીને રાજ્ય આપી, સાત વ્યસનો શીખવાડ્યા. તે બંનેના ‘હરિ' અને ‘હરિણી' એવા નામ પ્રસિદ્ધ કરીને, તેમને માંસમદિરાદિમાં આસક્ત કરી તે વ્યંતર ચાલ્યો ગયો. તે બંને વ્યસન સેવનથી મૃત્યુ પામી નરકમાં ગયા. તે હરિના વંશમાં જે ઉત્પન્ન થયા તેઓ હરિવંશથી ઓળખાવા લાગ્યા. અહીં યુગલિકનું આ ક્ષેત્રમાં આવવું, તેઓના આયુષ્ય અને શરીરનો સંક્ષેપ થવો તથા યુગલિકોનું નરકે જવું એ સર્વે આશ્ચર્યરૂપ જાણવું. ૦ આશ્ચર્ય–૮–ચમરેન્દ્રનો ઉત્પાત : અસુરકુમારોના ઇન્દ્ર ચમરેન્દ્રનું ઊંચે જવું તે પૂરણ નામનો તાપસ મૃત્યુ પામીને ચમરેન્દ્ર થયો અવધિજ્ઞાનથી તેણે પોતાની ઉપર સૌધર્મકલ્પમાં સૌધર્મેન્દ્રને જોયો. ઇર્ષ્યાથી ધમધમતા એવા તેણે ગુસ્સે થઈ પહેલા ભગવંત મહાવીરનું શરણું લીધું. પછી ભયંકર રૂપ કરી લાખ યોજન પ્રમાણે શરીર કર્યું. હાથમાં પરિધ નામનું હથિયાર લઈ ચારે તરફ ઘુમાવતો, આત્મરક્ષક દેવોને ત્રાસ પમાડતો ઊંચે ગયો. સૌધર્માવતંસકની વેદિકામાં પગ Page #216 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૨૧૫ મૂકી શકને આક્રોશ તથા તિરસ્કાર કરવા લાગ્યો. શકે કુદ્ધ થઈ તેના તરફ જાજ્વલ્યમાન વજ છોડ્યું. તેથી ભયભીત ચમરેન્દ્રએ તુરંત પ્રભુ વીરના ચરણકમળનું શરણું લીધું. શક્રએ પણ તીર્થંકરની આશાતનાના ભયથી વજને સંહરી લીધું – આ રીતે ચમરેન્દ્રનું ઉર્ધ્વગમન તે આશ્ચર્ય જાણવું. | ( આ ઘટના અહીં કલ્પસૂત્ર-૧ની વૃત્તિ આધારે નોંધી છે. તે સંક્ષેપમાં ઠાણાંગ સૂત્ર૧૦૦૨ની વૃત્તિમાં પણ છે. વિસ્તારથી વર્ણન ભગવતીજી સૂત્ર ૧૭૦ થી ૧૭૭માં છે. જે આ કથાનુયોગમાં પૂરણ તાપસ"ની કથામાં “અન્ય તીર્થિક” વિભાગમાં નોંધાયેલ છે. શેષ કથન “અસુરેન્દ્ર” નામથી– દેવદેવી વિભાગમાં પણ છે.) ૦ આશ્ચર્ય-૯-ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ સિદ્ધ : ભગવંત ઋષભદેવ, ભરત સિવાયના તેમના ૯૯ પુત્રો અને ભારતના આઠ પુત્રો એમ ઉત્કૃષ્ટ અવગાહનાવાળા (-૫૦૦ ધનુષની કાયાવાળા) ૧૦૮ એક જ સમયમાં સિદ્ધ થયા. તે અનંતી ઉત્સર્પિણી–અવસર્પિણીએ થયેલ આશ્ચર્ય. કેમકે ઉત્તરાધ્યયન સૂત્ર૧૫૧૭માં જણાવે છે કે, ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એક સમયે બે સિદ્ધ થઈ શકે (પણ ૧૦૮ સિદ્ધ ન થાય) મધ્યમ અવગાહનાવાળા હોય તો એક સમયે ૧૦૮ સિદ્ધ થઈ શકે. આવશ્યક નિર્યુક્તિ–૪૩૪માં જ ૧૦,૦૦૦ મુનિ સાથે ભગવંત ઋષભદેવ મોક્ષ ગયા તેમ જણાવે તે પૃથક્ પૃથક્ સમયાદિ કારણે જાણવા. ૦ આશ્ચર્ય–૧૦–અસંયતિઓની પૂજા : આરંભ–પરિગ્રહમાં આસક્ત જે અસંયમી બ્રાહ્મણ આદિની પૂજા નવમા અને દશમાં તીર્થંકરની વચ્ચેના કાળમાં થઈ. પૂજા સંયતિઓની થાય. પણ આ અવસર્પિણીમાં જે અસંયતિઓની પૂજા થઈ તે આશ્ચર્ય. આ દશ આચર્યો અનંતો કાળ ગયા બાદ આ અવસર્પિણીમાં થયા. એ રીતે કાળના તુલ્યપણાથી બાકીના ચાર ભરતક્ષેત્ર અને પાંચ ઐરાવત ક્ષેત્રોમાં પ્રકારાંતરે દશદશ આશ્ચર્યો સમજી લેવા. આ દશ આશ્ચર્યોમાં – ૧. ઋષભદેવ તીર્થમાં ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮ સિદ્ધો થયા. ૨. અસંયતિઓની પૂજા સુવિધિનાથના તીર્થમાં થઈ. ૩. શીતલનાથના તીર્થમાં હરિવંશ કુળની ઉત્પત્તિ થઈ. ૪. સ્ત્રી તીર્થકર મલ્લિનાથ તીર્થે થયા. ૫. નેમિનાથના તીર્થમાં કૃષ્ણનું અપરકંકામાં ગમન થયું અને બાકીના પાંચ આશ્ચર્યો – ગર્ભાપહાર, અમરેન્દ્રનો ઉત્પાત, સૂર્ય-ચંદ્રનું મૂળ વિમાને આવવું, અભાવિત પર્ષદા અને ઉપસર્ગ ભ૦મહાવીરના તીર્થમાં ઉક્ત ક્રમમાં થયા. ૦ દશ આશ્ચર્યો પછી–આગળ–શક્રેન્દ્ર વિચારે છે કે : નીચ ગોત્ર” નામનું જે કર્મ – જેની સ્થિતિનો ક્ષય થયો નથી. જેનો રસ વેદાયો નથી. જેના પ્રદેશો જીવપ્રદેશ થકી નાશ પામ્યા નથી. (અર્થાત્ પ્રકૃતિ બંધરૂપે રહેલ નીચ ગોત્રકર્મ – સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધથી ક્ષીણ થયું નથી). એવા નીચ ગોત્રકર્મના ઉદયથી– (ભ,મહાવીર દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયા છે. તે નીચ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ આગમ કથાનુયોગ-૧ ગોત્રકર્મ ભગવંતે સ્થળ સત્તાવીશ ભવની અપેક્ષાએ ત્રીજે ભવે બાંધ્યું હતું.) ૦ ભ૦મહાવીરનાં ભાવો :(આવશ્યક નિર્યુક્તિ-૧૪૬ થી ૧૪૯, ૪૩૭ થી ૪૫૭; આવશ્યક ભાષ્ય-૧, ૨, ૪૭, ૪૮; આવશ્યક ચૂર્ણિ–૧–પૃ ૧૨૮, ૧૮૨, ૨૧૧, ૧૨, ૨૧૯, ૨૨૮ થી ૨૩૬, કલ્પસૂત્ર–૧૯ની વૃત્તિ) ભવ ગણના : ૧. સમ્યગુદર્શનની પ્રાપ્તિથી જ ભવ ગણના થાય છે. અન્યથા જીવ તો અનાદિ અનંતકાળનો છે. તેનો કોઈ પ્રથમ ભવ હોઈ જ ન શકે. માટે અહીં પણ નયસારના ભવમાં સમ્યકત્વ પ્રાપ્ત થયું ત્યાંથી ભવગણના કરાઈ છે. ૨. સત્તાવીસ ભવ એ પણ સ્થળ ગણના છે. વચ્ચે અનેક લુક ભવોનો ઉલ્લેખ આ ગણનામાં થયો નથી. જેમકે આવશ્યક નિર્યુક્તિ૪૪૦માં લખે છે કે, નારક દેવ આદિ કેટલાંક ભવો કરીને– કેટલોક કાળ સંસાર ભ્રમણ કરીને પછી... એ રીતે ભવ ગણના દેખાડી. ૩. સત્તાવીસ ભવોની ગણનાના ક્રમમાં પણ કિંચિત્ ભેદ જોવા મળેલ છે. જેમકે સમવાયાંગ સૂત્ર–૨૧૩ વૃત્તિમાં દેવાનંદાના ગર્ભમાં ૨૬મો, ત્રિશલા માતાના ગર્ભમાં ર૭મો ભવ ગણ્ય છે. ** (૧) નયસાર–પહેલો ભવ : પશ્ચિમ મહાવિદેહમાં મહાવપ્રવિજય ક્ષેત્રના પુરપ્રતિષ્ઠાન નામના એક ગામમાં ભમહાવીરના જીવ તે સમયે નયસાર નામના ગ્રામચિંતક (ગ્રામપતિ) હતા. તે ત્યાંની નગરીના રાજાની આજ્ઞાથી ગાડાંઓ લઈને લાકડાં લેવા માટે મહા–અટવીમાં પહોંચ્યા. ભોજન તૈયાર થઈ ગયું. ત્યારે તેને વિચાર થયો કે, આ સમયે કોઈ અતિથિ આવી જાય તો સારું. આ તરફ સાર્થની સાથે જતા સાધુઓ માર્ગ ભૂલી ગયા હતા. માર્ગથી અજાણ્યા અને દિમૂઢ થઈ ગયેલા તે સાધુઓ અટવીના રસ્તે ચાલતા, મધ્યાહ્ન કાળે ભૂખ અને તરસથી પીડાતા એવા (નયસારના) ગાડાંઓનો પડાવ હતો ત્યાં આવ્યા. - નયસાર તેમને જોઈને અત્યંત સંવેગમય બન્યા અને બોલ્યા કે, અરે ! આ તપસ્વી મુનિઓનો મને અત્યારે આ અટવીમાં સમાગમ થયો. અનુકંપા ભાવથી તેણે વિપુલ પ્રમાણમાં અશન-પાન આદિ વહોરાવ્યા–આપ્યા. પછી સાધુ ભગવંતો પાસે જઈને કહ્યું કે, પધારો; હું આપને રસ્તો બતાવું. એમ કહી તે સાધુઓની આગળ ચાલ્યા. ત્યારે તે સાધુઓ પણ તેની પાછળ ચાલ્યા. (માર્ગમાં ચાલતા સાધુઓએ તેને યોગ્ય જીવ જાણી) એક ધર્મકથા લબ્ધિસંપન્ન સાધુએ ત્યાર પછી તેને ધર્મનો ઉપદેશ આપ્યો. ધર્મકથા પૂર્ણ થયા પછી તે સમકિત પામ્યા. ત્યાર પછી નયસાર પોતાને ગામ પાછા આવ્યા. પછી તે અવિરતિ સમ્યગૃષ્ટિ નયસાર કાળક્રમે મૃત્યુ પામ્યા. | ( કલ્પસૂત્ર-૧ત્ની વૃત્તિમાં કિંચિત્ શાબ્દિક ફેરફાર છે. ઉક્ત પહેલો ભવ આવશ્યક નિર્યુક્તિ ૧૪૬ની વૃત્તિ, આવશ્યક ભાષ્ય ૧, ૨, આવશ્યક ચૂર્ણિ ૧–પૃ.૧૨૮ના આધારે અહીં નોંધેલ છે.) (૨) પ્રથમ દેવલોક – ભવ બીજો : - ભ૦મહાવીરનો જીવ બીજે ભવે સૌધર્મકલ્પ એક પલ્યોપમની સ્થિતિ વાળા મહર્તિક દેવ થયા. (૩) મરીચિ–ભવ ત્રીજો : Page #218 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા ૨૧૭ ભ-મહાવીરનો જીવ બીજા ભવનું દેવાય પૂર્ણ કરી ત્રીજા ભવે ભગવંત ઋષભદેવના પુત્ર ચક્રવર્તી ભરત, તેના પુત્ર મરીચિ નામે ઉત્પન્ન થયા. અર્થાત્ ભ ષભના પૌત્ર પણે જખ્યા. તેના જન્મતાની સાથે જ “મરીચિ' અર્થાત્ કિરણો નીકળ્યા. તેથી તેને કિરણોયુક્ત જાણી તેનું “મરીચિ” નામ રખાયેલું. ભગવંત ઋષભદેવની પ્રથમ દેશના સાંભળી તે સત્વબુદ્ધિવાળા મરીચિએ પણ દીક્ષા લીધી. ત્યાર પછી સામાયિક આદિ અગિયાર અંગો તે ભણ્યા. કોઈ એક વખતે ઉનાળામાં તાપ આદિથી પીડાતા અને અસ્નાન પરીષહ સહન ન થવાથી તેઓ સંયમથી વિચલિત થઈ કુલિંગાણાની વિચારણા કરવા લાગ્યા – મેરૂ પર્વત જેવો આ સંયમનો ભારે બોજ હું એક મુહુર્ત પણ સહન કરવાને માટે સમર્થ નથી. આ શ્રમણો તો વિશિષ્ટ શાંતિ-સમા આદિ ગુણોવાળા હોવાથી આવો શ્રમ–તપ અથવા કષ્ટાદિ સહન કરે છે. પણ હું હવે ધૃતિ આદિ ગુણ વગરનો છું અને સંસારની ઈચ્છાવાળો છું. હવે મારે શું કરવું? ઘેર જવુંગૃહસ્થપણું લેવું મારે માટે અનુચિત છે. શ્રમણગુણોનું હું પાલન કરી શકું તેમ નથી. આ પ્રમાણે વિચારણા કરતા તેઓ કોઈના પણ ઉપદેશ વિના સ્વમતિ કલ્પનાથી એવું વિચારવા લાગ્યા કે, મારી શાશ્વત બુદ્ધિથી મને વર્તમાન કાલોચિત્ત એવો ઉપાય ખરેખર પ્રાપ્ત થયો છે. તે આ પ્રમાણે - તેમણે સંકલ્પ કર્યો કે, હું હવે નવીન પ્રકારનો વેશ રચે શ્રમણો મનદંડ, વચનદંડ, કાયદંડ એ ત્રણે દંડથી વિરમેલા છે. ઐશ્વર્યાદિ “ભગ” યોગથી ભગવંત છે. અંતઃકરણથી અશુભ વ્યાપાર પ્રવૃત્તિનો પરિત્યાગ કરેલ છે. અશુભ કાય વ્યાપારનો ત્યાગ કરવાથી તેઓએ પોતાના અંગોને સંકોચી લીધા છે. હું તો તેવો છું નહીં.” મેં તો ચક્ષુ આદિ ઇન્દ્રિયોને જીતી નથી. હું તો તેનાથી પરાજિત થયેલો છું અર્થાત્ મન, વચન, કાયાના દંડથી પરાજિત એવો હું “અજિતેન્દ્રિય દંડ” હોવાથી તે વાતનું વિસ્મરણ મને ન થાય તે માટે મારે ત્રિદંડ રૂપ ચિહ્ન થાઓ. (એટલે કે હું ત્રિદંડને ધારણ કરીશ) શ્રમણો દ્રવ્ય અને ભાવથી મુંડિત હોય છે. કેમકે દ્રવ્યથી લોચ કરેલ હોય છે. ભાવથી ઇન્દ્રિય જન્ય રાગદ્વેષ વર્જેલા હોય છે. પરંતુ હું ઇન્દ્રિય મુંડ નથી. તેથી અનિન્દ્રિય મુંs એવા મારે દ્રવ્ય મંડપણાને શું કરવું ? હવે હું અસ્ત્રા વડે હજામત કરીશ અને માથે ચોટલી રાખીશ. સાધુઓ સર્વ પ્રાણાતિપાત આદિ સર્વ પ્રકારે સર્વ વિરત છે. હું તો તેવો છું નહીં. તેથી મારે હવેથી હંમેશાં સ્થૂલ પ્રાણાતિપાત આદિથી વિરમવા રૂપ દેશવિરતિ થાઓ. શ્રમણોને હિરણ્યાદિ અલ્પ પણ વિદ્યમાન ન હોવાથી તેઓ અકિંચન હોય છે. પણ હું તેવો નથી. તેથી (મોક્ષ)માર્ગની વિસ્મૃતિ ન થાય તે માટે હું પવિત્રિકા-(કમંડલ) ઘારણ કરીશ. વળી સાધુઓ શીલરૂપી સુગંધથી વાસિત હોય છે. હું તો શીલ વડે સુગંધી નથી. તેથી હું ચંદનાદિ સુગંધીથી સુગંધિત રહીશ. શ્રમણો મોહરહિત હોય છે. પણ હું તો નિર્મોહી છું નહીં. તેથી મોહ આચ્છાદિત એવો હું માથે છત્ર ધારણ કરીશ. શ્રમણો ઉઘાડે પગે ચાલનારા છે. હું ઉપાનહ અર્થાત્ પગમાં પાદુકા પહેરીશ. શ્રમણોમાં જેઓ સ્થવિર કલ્પી છે તેઓ શ્વેત વસ્ત્ર ધારણ કરે છે. જેઓ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ આગમ કથાનુયોગ-૧ જિનકલ્પિક છે તેઓ વસ્ત્ર રહિત રહે છે. હું તો કષાયથી કલુષિત મતિવાળો છું. તેથી મારે માટે ઉચિત અને યોગ્ય એ છે કે, આ કષાયના પ્રતિકરૂપે રંગેલા – ભગવા કપડાં પહેરીશ. શ્રમણો પાપભીરુ હોય છે. ઘણાં જીવોનો ઘાત કરનારા એવા આરંભ–પરગ્રહથી મુક્ત હોય છે. સચિત્ત પાણી–વનસ્પતિ આદિનો ઉપયોગ કરતા નથી. પણ હું તેવો નથી. તેથી હું પરિમિત જળને ખાન અને પીવા માટે ગ્રહણ કરીશ. તેમજ હું સ્થૂલ મૃષાવાદ આદિથી નિવૃત્ત થઈશ. - આ રીતે પોતાને રચ્યું તેવી મતિ વડે – નિજ મતિ વડે વિકલ્પો વિચારીને તેને અનુરૂપ આવો પરિવ્રાજક વેશ નીપજાવ્યો. પછી ભગવંત ઋષભદેવ સાથે જ વિચરવા લાગ્યો. ભગવંતના શ્રમણોથી મરીચિની આવી ઉદભટ–જુદી વેશભૂષા જોઈને લોકોને કુતૂહલ ઉત્પન્ન થયું. લોકો તેની આસપાસ મંડરાવા લાગ્યા. લોકો તેને ધર્મ પૂછવા લાગ્યા. ત્યારે તે સાધુ સંબંધિ લાંતિ–ક્ષમા આદિ અણગાર ધર્મની પ્રરૂપણા કરતા હતા. ત્યારે લોકો પૂછતા કે, જો આ (શ્રમણ) ધર્મ શ્રેષ્ઠ છે તો તમે કેમ અંગીકાર કરતા નથી ? ત્યારે તે કહેતા કે, હું મેગિરીના ભાર જેવા શ્રમણ ધર્મને વહન કરવા સમર્થ નથી. ઇત્યાદિ પૂર્વવત્ વિચારણા જણાવતા હતા. તે ભગવંત સાથે ગામ નગરાદિ વિચરતા હતા. ધર્મકથા કહીને જે આવે તેને ભગવંત ઋષભસ્વામી પાસે મોકલતા અને ભગવંતના શિષ્ય બનાવતા. એ રીતે પોતાની દેશના શક્તિથી અનેક રાજપુત્રો આદિને પ્રતિબોધ કરી પ્રભુ પાસે દીક્ષા અપાવી. એક વખત ભગવંત (આવશ્યક નિર્યુક્તિ-૩૬૬ની વૃત્તિ મુજબ) અષ્ટાપદે – (કલ્પસૂત્ર૧ત્ની વૃત્તિ મુજબ) અયોધ્યામાં સમવસર્યા. ત્યારે ચક્રવર્તી ભરતે ભગવંત ઋષભદેવને પૂછ્યું, શું આ પર્ષદામાં કોઈ એવો જીવ છે જે આપની સમાન આ ભરતક્ષેત્રમાં તીર્થકર થશે ? ત્યારે ભગવંતે તેને પ્રત્યુત્તર આપતા કહ્યું કે, સ્વાધ્યાય અને ધ્યાનથી આત્માને ભાવિત કરતો તમારો પુત્ર મરીચિ કે જે આદ્ય પરિવ્રાજક છે. તે ભવિષ્યમાં વર્ધમાન (–મહાવીર) નામના અંતિમ તીર્થંકર થશે. (અંતિમ તીર્થંકર થતા પહેલાં) તે પોતનપુરના અધિપતિ એવા વાસુદેવોમાં રસ પ્રથમ ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ થશે અને મહાવિદેહ ક્ષેત્રની સૂકા નામે નગરીમાં પ્રિય િ. નામના ચક્રવર્તી થશે. ભગવંત પાસે આ ભાવિ કથન સાંભળી ચક્રવર્તી ભરત, ભાગ 1 ઋષભદેવને વંદન કરી, મરીચિને વંદન કરવા તેની પાસે પહોંચ્યા. મરીચિ છે જઈને વિનય વડે મરીચિને ત્રણ પ્રદક્ષિણા કરીને વંદન કર્યું. પછી તેમની મધુર વાણ સ્તુતિ કરતા કહ્યું કે, હે મરીચિ ! આ દુનિયાના જેટલા લાભો છે તે તમે પ્રાપ્ત કર્યા છે. – કારણ કે- તમે આ ચોવીશીના ચોવીશમાં “વીર” નામના તીર્થકર થશો. વળી તમે પ્રિય મિત્ર નામે ચક્રવર્તી પણ થશો અને (આ અવસર્પિણીમાં ભરતક્ષેત્રના નવ વાસુદેવોમાંના પ્રથમ) ત્રિપૃષ્ઠ નામે વાસુદેવ પણ થશો. એ પ્રમાણે ઋષભદેવ પ્રભુએ કહેલી બધી વાત જણાવીને કહ્યું કે, હું તમારા આ પરિવ્રાજકપણાને તથા તમારા આ જન્મને વંદન કરતો નથી પણ તમે છેલ્લા તીર્થકર થશો, તેથી વંદન કરું છું. એ રીતે એકાંતે સમ્યગુ દર્શનાનુ રંજિતહદયવાળા ભરત ચક્રવર્તીએ ભાવિ તીર્થંકરપણાની ભક્તિથી મરીચિનું Page #220 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૨૧૯ અભિવાદન કર્યું. પછી ભરત મહારાજા અયોધ્યા નગરીમાં ગયા. ત્યારે ભરત ચક્રવર્તીના તે વચન સાંભળીને મરીચિ અતિ હર્ષિત થયા. ત્રણ વખત પગ ઉપર હાથને પછાડીને નાચતા એવા બોલવા લાગ્યા કે, “હું પહેલો વાસુદેવ થઈશ, હું મૂકી નગરીમાં ચક્રવર્તી થઈશ તથા છેલ્લો તીર્થંકર થઈશ.” મને આવા પર્યાપ્ત લાભો પ્રાપ્ત થયા છે. હું વાસુદેવોમાં પહેલો વાસુદેવ થઈશ, મારા પિતા ચક્રવર્તીઓમાં પ્રથમ ચક્રવર્તી છે. મારા દાદા તીર્થકરોમાં પ્રથમ તીર્થંકર છે. ખરેખર ! મારું કુળ કેટલું ઉત્તમ છે ? આ રીતે મરીચિએ જાતિનો મદ કરીને નીચ ગોત્રકર્મ બાંધ્યું. (કેમકે જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ અને શ્રુતનો મદ કરવાથી જેનો જેનો મદ કરે તે-તે તેને હીન મળે છે અર્થાત્ તેની તેની હાનિ થાય છે.) તે પૂર્વવર્ણિત મરીચિ ભગવંત ઋષભદેવના નિર્વાણ બાદ સાધુઓ સાથે વિચરતા હતા. લોકો પૂછે ત્યારે જિનપ્રણિત ધર્મની જ પ્રરૂપણા કરતા હતા. જે મનુષ્યો ધર્મ પામે તેને સાધુઓને જ શિષ્યરૂપે સોંપતા હતા. એક વખત તેનું સ્વાથ્ય બગડ્યું. પણ મરીચિ અવિરતિ હોવાથી કોઈ સાધુએ તેની સેવા કરી નહીં. ત્યારે તે વિચારવા લાગ્યા કે, આ સાધુઓ મારી સેવા કરતા નથી. કેમકે તેઓ તો નિષ્ઠિતાર્યા છે અર્થાત્ પોતાના શરીરની પણ મૂચ્છ ન રાખનારા કૃતકૃત્ય થયેલા સંયમી મુનિઓ છે. તેઓ અસંયતની સેવા કઈ રીતે કરે ? મારે પણ તેમ કરાવવું યોગ્ય નથી. તેથી હવે કોઈકને દીક્ષા આપી શિષ્ય બનાવીશ. પછી મરીચિ અનુક્રમે નિરોગી થયા. તે વખતે કપિલ નામનો રાજપુત્ર ધર્મ શ્રવણની ઈચ્છાથી તેની પાસે આવ્યો. મરીચિએ તેને સાધુધર્મ–મુનિમાર્ગ સમજાવ્યો. કપિલે તેને સામો પ્રશ્ન કર્યો કે, જો આ (સાધુપણું) જ માર્ગ છે તો તમે સ્વયં તેનું કેમ પાલન કરતા નથી ? મરીચિએ તેને જણાવ્યું કે હું પાપી છું તેને પાલન કરવાને સમર્થ નથી વગેરે પૂર્વવત્ જણાવ્યું કર્મના ઉદયથી મુનિમાર્ગથી પરાક્મુખ બનેલા કપિલે ફરી પૂછયું કે, શું તમારા દર્શનમાં ધર્મ છે જ નહીં? ત્યારે મરીચિએ વિચાર્યું કે, ખરેખર ! આ ભારેકર્મી જીવ છે . તેથી તીર્થંકર પ્રરૂપેલ ધર્મને તે અંગીકાર કરતો નથી. – આ મારે માટે જ શિષ્ય કરવા યોગ્ય છે. એમ વિચારીને કહ્યું કે, હે કપિલ ! અહીં પણ તે જ છે કે જે જિનધર્મમાં છે અર્થાત્ જિનેશ્વર પ્રરૂપિત માર્ગમાં ધર્મ છે, તેમ મારા માર્ગ પણ ધર્મ છે. કપિલે પણ એ વાત સાંભળીને તેની પાસે દીક્ષા લીધી. મરીચિએ આ દુર્વચન વડે સંસારની અભિવૃદ્ધિ કરી. એક દુર્ભાપતિ વચન વડે મરીચિ દુઃખ સાગરને પ્રાપ્ત થયા. તેણે એક કોડાકોડી સાગરોપમ પ્રમાણ સંસાર ભ્રમણ વધાર્યું. એ રીતે દુર્ભાષિત વચન વડે સંસાર ભ્રમણ અને પૂર્વોક્ત જાતિમદ વડે નીચગોત્ર કર્મ ઉપાર્જન કર્યું. ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી, તે દુર્ભાષિત વચન અને જાતિમદની આલોચના કર્યા વિના જ આયુષ્ય પૂર્ણ કર્યું. (મરીચિના ભવના આગમ સંદર્ભ ) આવ.નિ. ૧૪૮, ૧૪૯, ૩૪૭, ૧૪૮, ૩૫૦ થી ૩૬૧, ૩૬૭, ૪૨૨ થી ૪૩૨, ૪૩૭ થી ૪૪૦ તેમજ આ નિર્યુક્તિની વૃત્તિ; Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ આગમ કથાનુયોગ-૧ આવ.ચૂ ૧-૫૧૨૮, ૧૮૨, ૨૧૧, ૨૧૨, ૨૧૯, ૨૨૯, કલ્પ.સૂત્ર-૧૯ની વૃત્તિ આવ.ભા. ૩૭, ૪૪ની વૃત્તિ; આવ.મલય.પૃ. ૨૪૭; (૪) બ્રહ્મદેવલોકભવ ચોથો :— ભ૰મહાવીનો જીવ મરીચિનો ભવ પૂરો કરીને બ્રહ્મ દેવલોકમાં દશ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા. (૫) કૌશિક બ્રાહ્મણ—પાંચમો ભવ :– બ્રહ્મ દેવલોકથી ચ્યવીને તે કોલાક સંનિવેશમાં એંશી લાખ પૂર્વના આયુષ્યવાળા કૌશિક નામે બ્રાહ્મણ થયા. (વિષયમાં આસક્ત, દ્રવ્યોપાર્જનમાં તત્પર અને હિંસાદિકમાં ક્રુર હૃદયવાળો તે બ્રાહ્મણ ઘો કાળ ગૃહસ્થાવાસ ભોગવી, અંતે ત્રિદંડી થઈ, મૃત્યુ પામ્યો કલ્પ.સૂત્ર-૧૯ની વૃત્તિ) ~~~ ત્યાર પછી તિર્યંચનારક—દેવના ભવો રૂપી સંસાર ચક્રમાં ઘણો કાળ ભમ્યા. અર્થાત્ સંસારમાં કેટલોક કાળ ભમ્યા. તે ભવો સ્થૂળ ભવોની ગણનામાં લેવાયા નથી આવ.નિ. ૪૪૦ની રૃ., આવ.યૂ.૧-પૃ. ૨૨૯; કલ્પ.સૂત્ર-૧૯ની વૃત્તિ. (૬) પુષ્યમિત્ર બ્રાહ્મણ—છઠ્ઠો ભવ : ભ૰મહાવીરનો જીવ છટ્ઠા ભવે સ્થૂણા નગરીમાં બોંતેર લાખ પૂર્વના આયુષ્યવાળા પુષ્યમિત્ર નામે બ્રાહ્મણ થયા. પરિવ્રાજક દર્શનની દીક્ષા લીધી અર્થાત્ અંતે ત્રિદંડી પરિવ્રાજક થઈ મૃત્યુ પામ્યા. (૭) સૌધર્મ દેવલોક—સાતમો ભવ : • ત્યાંથી સૌધર્મકલ્પમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયા. (૮) અગ્નિદ્યોત બ્રાહ્મણ—આઠમો ભવ :— ત્યાંથી ચ્યવીને ભ૰મહાવીરનો જીવ આઠમા ભવમાં ચૈત્ય સંનિવેશમાં સાઈઠ લાખ પૂર્વના આયુષ્યવાળા અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ થયા. ત્યાં પણ અંતે ત્રિદંડી પરિવ્રાજક થઈ મૃત્યુ પામ્યા. (૯) ઇશાન દેવલોક—નવમો ભવ : ત્યાંથી ઇશાન દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયા. (૧૦) અગ્નિભૂતિ બ્રાહ્મણ—દશમો ભવ : ભ૰મહાવીરનો જીવ ઇશાનકલ્પથી ચ્યવીને મંદર સંનિવેશમાં છપ્પન લાખ પૂર્વના આયુષ્યવાળા અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયા. અંતે ત્રિદંડી પરિવ્રાજક થઈ મૃત્યુ પામ્યા. (૧૧) સનત્કુમાર દેવલોક—અગિયારમો ભવ : ત્યાંથી સનત્કુમાર દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયા. (૧૨) ભારદ્વાજ બ્રાહ્મણબારમો ભવ :– ભ૰મહાવીરનો જીવ દેવલોકથી ચ્યવીને બારમા ભવે શ્વેતાંબી નગરીમાં ૪૪ લાખ પૂર્વના આયુષ્યવાળા ભારદ્વાજ બ્રાહ્મણ થયા. અંતે ત્રિદંડી–પરિવ્રાજક થઈ મૃત્યુ પામ્યા. (૧૩) માહેન્દ્ર દેવલોક—તેરમો ભવ :– ત્યાંથી માહેન્દ્ર દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયા. Page #222 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા ૨૨૧ -૦- મહેન્દ્ર દેવલોકથી વી કેટલોક કાળ સંસારમાં પરિભ્રમણ કર્યું (તેની ગણના કરાઈ નથી) – આવ.નિ. ૪૪૩ + વૃ, આવ.પૂ.૧–પૃ.૨૩૦, કલ્પ.સુ. ૧૯–4. (૧૪) સ્થાવર બ્રાહ્મણ-ચૌદમો ભવ : ભમહાવીરનો જીવ ચૌદમે ભવે રાજગૃહ નગરમાં ચોત્રીસ લાખ પૂર્વના આયુષ્યવાળા સ્થાવર નામે બ્રાહ્મણ થયા. અંતે ત્રિદંડી–પરિવ્રાજક થઈને મૃત્યુ પામ્યા. (૧૫) બ્રહ્મ દેવલોક-પંદરમો ભવ : - ત્યાંથી બ્રહ્મ દેવલોકે મધ્યમ સ્થિતિવાળા દેવ થયા. –૦- બ્રહ્મલોકથી ચવીને તેણે ઘણો કાળ સંસારમાં પરિભ્રમણ કર્યું. (તેની ગણના કરાઈ નથી) આવ.નિ. ૪૪૩ + વૃ, આવ યૂ.૧–પૃ. ૨૩૦; કલ્પ.સ્. ૧ત્ની વૃ. (૧૬) વિશ્વભૂતિ-સોળમો ભવ : ભમહાવીરનો જીવ સોળમાં ભવે રાજગૃહ નગરમાં વિશ્વનંદી રાજાના ભાઈ તથા યુવરાજ વિશાખભૂતિના પુત્ર વિશ્વભૂતિ ક્ષત્રિય થયા. તેની માતાનું નામ ધારિણી હતું. રાજા વિશ્વનંદીના પુત્રનું નામ વિશાખનંદી હતું. વિશ્વભૂતિનું આયુષ્ય એક કરોડ વર્ષ હતું. વિશ્વભૂતિ એક વખત પોતાના અંતઃપુર સાથે પુષ્પકરંડક નામના રમણીય ઉદ્યાનમાં સ્વચ્છંદપણે ક્રીડા કરતા સુખપૂર્વક વિચારી રહ્યા હતા. વિશાખાનંદીના માતા–મહારાણીની દાસીઓ તે ઉદ્યાનમાં પુષ્પ–પત્ર આદિ લેવા માટે આવી. વિશ્વભૂતિને ત્યાં ક્રીડા કરતાં જોઈને તેમને ઇર્ષ્યા જન્મી. તે દાસીઓએ આવીને રાજરાણીને કહ્યું, મહારાણી ! સાચું સુખ તો વિશ્વભૂતિકુમાર ભોગવે છે. વિશાખનંદી રાજકુમાર હોવા છતાં પણ તેને વિશ્વભૂતિ જેવું સુખ ક્યાં છે ? કહેવામાં તો આપ ભલે આપનું રાજ્ય કહો. પણ સાચું રાજ્ય તો વિશ્વભૂતિનું છે. આ પ્રમાણે તે કુમાર વિલાસ કરે છે તો આપણે રાજ્ય કે બળનો શો અર્થ છે? જો વિશાખનંદી આવા ભોગ ન ભોગવે તો શો અર્થ છે ? રાણી તે દાસીઓ પાસેથી આ વાત સાંભળી ઇર્ષ્યાવાળી બની. તેણી રોષથી કોપ ભવનમાં ચાલી ગઈ. જો હજી રાજાની હયાતિ છે ત્યાં આ સ્થિતિ છે, તો જ્યારે રાજાનું મૃત્યુ થશે, ત્યારે અહીં અમારું શું થશે ? ત્યારે રાજા વિશ્વનંદી ત્યાં રાણી પાસે કોપભવનમાં આવ્યા. તેણીએ પ્રસાદ (ભોજન) ગ્રહણ ન કર્યું. તેણીએ કહ્યું, તમારા હોવા છતાં અમારે આ રાજ્ય શા કામનું? પછી ત્યાં જવા માટે મંત્રીને આજ્ઞા કરી, મંત્રી ગયા, તો પણ તેણી માની નહીં. ત્યારે મંત્રીએ કહ્યું, હે રાજન્ ! તમે રાણીના વચનને અવગણો નહીં. રાજાએ પૂછયું કે, “શો ઉપાય કરવો ?' અમારી કુળ પરંપરાની મર્યાદા છે કે જ્યાં સુધી પ્રથમ પુરુષ અંતઃપુર સહિત ઉદ્યાનમાં હોય ત્યાં સુધી બીજો પુરુષ તેમાં પ્રવેશ કરી શકતો નથી. ત્યારે વસંતઋતુ આવી. છેવટે મંત્રીએ ઉપાય શોધ્યો. અજાણ્યા માણસ પાસે રાજાને બનાવટી સંદેશો પહોંચાડ્યો. રાજાએ યુદ્ધની ઉદઘોષણા કરી. યુદ્ધની તૈયારીઓ શરૂ થઈ. વિશ્વભૂતિને તે સૂચના મળતાં જ તે ઉદ્યાનમાંથી નીકળીને રાજા પાસે પહોંચ્યા. રાજાને અટકાવી તે જાતે જ યુદ્ધ માટે ચાલી Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ આગમ કથાનુયોગ-૧ નીકળ્યા. યુદ્ધના મેદાનમાં કોઈ શત્રુને ન જોતા તેઓ પોતાના સૈન્ય સાથે પાછા ફર્યા. ફરી તે પુષ્પકરંડક ઉદ્યાનમાં પ્રવેશવા ગયા ત્યારે હાથમાં દંડ ગ્રહણ કરેલા દ્વારપાળે તેને રોકીને કહ્યું કે, હે સ્વામી ! તમે અંદર જશો નહીં. વિશ્વભૂતિએ કારણ પૂછ્યું, ત્યારે દ્વારપાળે જણાવ્યું કે, ઉદ્યાનમાં વિશાખનંદી રાજકુમાર ક્રીડા કરી રહેલ છે. વિશ્વભૂતિ આ વાત સાંભળીને ઘણાં ગુસ્સે થયાં. તે સમજી ગયા કે તેને યુદ્ધના નિમિત્તનું કપટ કરીને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તેણે કોપાયમાન થઈને ત્યાં કોઠાના વૃક્ષ પર એક જોરદાર મુક્કો માર્યો. કોઠાના બધાં ફળો તે મુષ્ટિ પ્રહારથી જમીન પર પાડી દીધા. પછી દ્વારપાળોને કહ્યું કે, હું આ રીતે તમારા મસ્તકોને પણ પૃથ્વી પર રગદોડી નાખું એવી મારી તાકાત છે, પણ હું વડીલોના (–રાજાના) ગૌરવ ખાતર એમ કરીશ નહીં. ( ઉક્ત કથાનક આવશ્યક નિર્યુક્તિ અને આવશ્યક ચૂર્ણિને આધારે લખ્યું છે. કલ્પ.સૂત્ર–૧૯ની વિનયવિજયજી કૃત વૃત્તિમાં થોડો ભેદ છે. ત્યાં એવું જણાવેલ છે કે, વિશ્વભૂતિને ઉદ્યાનમાં જોઈને વિશાખનંદીને ઇર્ષ્યા થઈ. વિશાખનંદીએ કપટ કરીને સરળ સ્વભાવી વિશ્વભૂતિને બહાર કાઢ્યો અને પછી પોતે અંતઃપુર સહિત જઈ ઉદ્યાનમાં ક્રીડા કરવા લાગ્યો... વિશાખનંદીને કહ્યું કે, આ કોઠાના ફળની જેમ તમારા મસ્તકો પૃથ્વી પર રગદોળી નાખું એવી મારી તાકાત છે. પણ વડીલોની ભક્તિને કારણે જ તેમ કરી શકતો નથી.) તમે છળકપટ કરી મને ઉદ્યાનમાંથી બહાર કાઢ્યો. આવા કપયુક્ત ભોગની મારે જરૂર નથી. અપમાનથી આઘાત પામેલા વિશ્વભૂતિ વિષયથી વિરક્ત બની ગયા. તેણે આર્યસંભૂતિ સ્થવિરની પાસે દીક્ષા લીધી. તેણે દીક્ષા લીધાનું સાંભળીને રાજા અંતઃપુર અને પરિજનો સહિત નીકળ્યા, યુવરાજ પણ નીકળ્યો. તે સર્વેએ વિશ્વભૂતિ મુનિની ક્ષમા માંગી. (તેને પાછા ફરવા કહ્યું, પણ તેણે તેઓની વિનંતી સ્વીકારી નહીં. ત્યાર પછી ઘણાં છઠ–અઠમ આદિ તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા તે વિહરવા લાગ્યા. એ પ્રમાણે વિચરતા ૧,૦૦૦ વર્ષનો ઉગ્ર તપ તપતા તે મથુરા નગરી પધાર્યા. આ તરફ વિશાખનંદીકુમાર પણ મથુરાના રાજાની અઝમહિષીની પુત્રીને પરણવા ત્યાં આવેલ. ત્યાં તેને રાજમાર્ગ પરના મહેલમાં ઉતારો આપેલ હતો. તે વિશ્વભૂતિ અણગાર માસક્ષમણના પારણે વિચરતા જે સ્થાને વિશાખનંદી કુમાર હતા તે પ્રદેશમાં આવ્યા. વિશાખનંદીકુમારના અનુચરોએ કુમારને કહ્યું કે, “સ્વામી ! તમે આ મુનિને ઓળખ્યા ?" કુમારે કહ્યું કે, “હું તેને ઓળખતો નથી.” કેમકે મુનિ અત્યંત કૃશકાય થઈ ગયા હતા. તેઓએ કહ્યું કે, આ વિશ્વભૂતિકુમાર છે. કુમારે વિશ્વભૂતિને ઓળખતા તેમના મનમાં રોષ ઉત્પન્ન થયો. તે વખતે તુરંતની વિયાએલ ગાય સાથે અથડાવાથી વિશ્વભૂતિ મુનિ પડી ગયા. ત્યારે વિશાખનંદીકુમાર ખડખડાટ હસવા લાગ્યો. તે ઉપહાસ કરતા બોલ્યો કે, કોઠાના ફળને પાડી દેવાનું તમારું બળ ક્યાં ગયું ? ત્યારે વિશ્વભૂતિ અણગારે પણ આવેશમાં આવીને ગાયના શિંગડા પકડીને ચક્રની માફક ઘુમાવીને ગાયને આકાશમાં ઉછાળી. શું દુર્બળ સિંહ શિયાળથી પણ ઉતરતો હોય છે? શું આ દુરાત્મા હજી મારા પ્રત્યે રોષ ધરાવે છે ? Page #224 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૨ ૨ ૩ ત્યારે તે વિશ્વભૂતિ મુનિએ નિયાણું કર્યું કે, “જો મારા તપ–નિયમ અને બ્રહ્મચર્યનું કંઈ ફળ હોય તો આગામી ભવમાં હું અપરિમિત બળવાળો બનું.” એ રીતે નિયાણું કર્યા પછી તેની આલોચના કર્યા વિના જ તે મૃત્યુ પામ્યા. એક કરોડ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. જેમાં ૧,૦૦૦ વર્ષ દીક્ષા પાળી. (વિશ્વભૂતિના ભવના આગમ સંદર્ભ) આવ.નિ. ૪૪૪ થી ૪૪૬ + ; આવ ચૂ.૧–પૃ. ૨૩૦ થી ૨૩૨; આવ મલય..પૂ. ર૪૯; સમ. ૩૩૪, ૩૩૯; કલ્પ.સુ. ૧––. (૧૭) મહાશુક્ર દેવલોક-સત્તરમો ભવ : ત્યાંથી મહાશુક દેવલોકમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા દેવ થયા. (૧૮) ત્રિપૃષ્ઠ વાસુદેવ-અઢારમો ભવ : ભ૦મહાવીરનો જીવ મહાશુક્ર કલ્પથી ચ્યવને પોતનપુર નગરના રાજા પ્રજાપતિની પત્ની મૃગાવતી દેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. તે પ્રથમ વાસુદેવ “ત્રિપૃષ્ઠ" થયા. રાજાનું પ્રજાપતિ નામ કઈ રીતે થયું? તેનું નામ પહેલા “રિપુપ્રતિશત્રુઓ હતું. તેની ભદ્રા નામની પત્ની (રાણી)ની કુક્ષિથી અચલ નામે પુત્ર અને મૃગાવતી નામે પુત્રી થઈ. અચલની બહેન મૃગાવતી અતિ રૂપવતી હતી. તેણી બાળભાવને છોડીને યુવાન થઈ. એક વખત સર્વ અલંકારોથી વિભૂષિત થઈ તેણી પિતાને પ્રણામ કરવા ગઈ. ત્યારે રાજાએ તેણીને પોતાની ગોદમાં બેસાડી. રાજા તેણીના રૂ૫–ચૌવન અને અંગસ્પર્શથી મૂચ્છિત થયો - અતિ કામાતુર થયો. તેણીની સાથે લગ્ન કરવાનો ઉપાય વિચારી તેણીને વિદાય કરી. ત્યાર પછી નગરના લોકોને બોલાવીને પૂછયું, “રાજ્યમાં જે રત્ન ઉત્પન્ન થાય તેના સ્વામી કોણ થાય ?” ત્યારે નગરજનોએ કહ્યું કે, “હે સ્વામી ! ઉત્તમ રત્ન તો રાજાના જ કહેવાય. આ પ્રમાણે તેણે ત્રણ વખત પૂછયું અને લોકોના મોઢે બોલાવ્યું કે, ઉત્તમ રત્નના માલિક રાજા જ કહેવાય. પછી રાજાએ દાસીને કહીને મૃગાવતીને રાજસભામાં બોલાવી. આ બનાવથી લોકો લજ્જિત થઈ નીકળી ગયા. પછી રાજાએ ગાંધર્વ વિવાહથી મૃગાવતી સાથે લગ્ન કર્યા. પોતાની પત્ની રૂપે રાખી. આ પ્રમાણે તે રાજા પોતાની પ્રજા એટલે સંતતિનો પતિ થયો તેથી તેનું નામ પ્રજાપતિ થયું. ત્યારે વિશ્વભૂતિ (ભ,મહાવીરનો સોળમો ભવ) મહાશુક્ર કલ્પે ઉત્પન્ન થયેલો તે વીને મૃગાવતીની કૃષિમાં ઉત્પન્ન થયો. માતાએ સાત સ્વપ્નો જોયા. સ્વપ્ન પાઠકોએ તે સ્વપ્નનું ફળકથન કરતા પ્રથમ વાસુદેવ ઉત્પન્ન થયા વિશે જણાવ્યું. ગર્ભકાળ પૂરો થતા તેનો જન્મ થયો. તે પુત્રના પૃષ્ઠ ભાગમાં ત્રણ પાંસળીઓ હોવાથી તેનું ત્રિપૃષ્ઠ એવું નામ રખાયું. અનુક્રમે તે ત્રિપૃષ્ઠ યૌવન અવસ્થાને પામ્યા. આ તરફ પ્રતિવાસુદેવ “અશ્વગ્રીવ નામે મહામાંડલિક રાજા હતા. તેણે નિમિત્તકને પૂછયું કે, મને કોના તરફથી ભય છે ? અર્થાત્ મારું મૃત્યુ કઈ રીતે થશે ? ત્યારે નિમિત્તકે જણાવ્યું કે, જે આપના ચંદ મેઘદૂતનું અપમાન કરશે, બીજું જે તમારા મહાબલી સિંહને મારશે, તેનાથી તમને ભય છે. તેણે સાંભળેલું કે, તેના માંડલિક રાજા પ્રજાપતિના પુત્રો ઘણાં જ બળવાનું છે. ત્યારે તેની પરીક્ષા માટે ચંદમેઘ દૂતને મોકલ્યો. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ આગમ કથાનુયોગ-૧ રાજા પ્રજાપતિ તે વખતે અંતઃપુરમાં ગીત-સંગીત આદિનો આનંદ માણી રહ્યા હતા. તે જ સમયે દૂતે પ્રવેશ કર્યો. અચાનક આવેલા દૂતને જોઈને રાજા ઊભા થઈ ગયા. ગીત–સંગીત સ્થગિત થઈ ગયા. બંને કુમારો ત્રિપૃષ્ઠ અને અચલને તે ન ગમ્યું. તેઓએ પૂછયું કે, આ કોણ છે ? રાજાએ જણાવ્યું કે, તે અશ્વગ્રીવ રાજાનો દૂત છે. તે કુમારોએ અનુચરોને કહ્યું કે, આ દૂત જાય ત્યારે અમને જણાવજો. રાજાએ તે દૂતનો સત્કાર કરી વિદાય આપી. અનુચરો દ્વારા જ્યારે બંને કુમારોને આ સમાચાર મળ્યા. ત્યારે તે બંનેએ જઈને માર્ગમાં અડધેથી પકડી તે દૂતને ખૂબ માર માર્યો. તે દૂતના સહાયકો દિશા–વિદિશામાં ભાગી છૂટ્યા. જ્યારે પ્રજાપતિ રાજાએ આ વાત જાણી ત્યારે તે ચિંતાતુર બની ગયા. દૂતને પાછો બોલાવી બમણું–ત્રણગણું ઇનામ આપીને કહ્યું કે, મારા પુત્રોની આ ભૂલ અશ્વગ્રીવ રાજાને ન કહેશો. દૂતે તો આ વાત સ્વીકારી પણ તેના સાથીઓ જે પહેલા પહોંચી ગયા હતા. તેણે બધો વૃતાંત અશ્વગ્રીવ રાજાને કહી દીધો. ત્યારે અશ્વગ્રીવ રાજા અતિ ક્રોધિત થઈ ગયો. તેણે બંને રાજકુમારોને મરાવી નાંખવાનો નિશ્ચય કર્યો. અશ્વગ્રીવે શાલિપાચની ખેતી કરાવડાવી. પોતાના બીજા દૂતને પ્રજાપતિ રાજા પાસે મોકલ્યો. દૂતે આદેશ સંભળાવ્યો કે, ખેતરમાં એક કુર સિંહે ઉપદ્રવ મચાવ્યો છે. ત્યાં રખેવાળોને મારી નાંખ્યા છે. તેથી તમે જઈને શાલિક્ષેત્રની રક્ષા કરો. પ્રજાપતિ રાજાએ પુત્રોને બોલાવીને ઠપકો આપ્યો કે, “તમે દૂતની સાથે દુર્વ્યવહાર કરી અકાળે મૃત્યુને આમંત્રણ આપ્યું છે. તેથી મારો વારો ન હોવા છતાં રાજાએ આ આજ્ઞા કરી છે. - ત્યાર પછી પ્રજાપતિ રાજા ત્યાં જવા માટે તૈયાર થયા. ત્યારે બંને પુત્રોએ તેને રોકીને કહ્યું કે, અમે બે જઈશું. તે બંનેને રોકવા છતાં ધરાર ગયા. ત્યાં જઈને ખેતરના રક્ષકોને પૂછયું, બીજા રાજાઓ આ ખેતરની રક્ષા કઈ રીતે કરે છે ? ખેતર રક્ષકોએ જણાવ્યું કે, હાથી, ઘોડા, રથ અને પુરુષોની એવી ચતુરંગિણી સેનાનો પડાવ નાંખી અહીં રહે છે. કેટલા સમય સુધી ? શાલિ ધાન્ય પાકે ત્યાં સુધી. ત્રિપૃષ્ઠએ પૂછયું, તે દુર સિંહ કયાં રહે છે ? મને તે સ્થાન બતાવો. તેઓએ કહ્યું કે, આ ગુફામાં રહે છે. ત્યારે રથ પર આરૂઢ થઈને કુમારે તે ગુફામાં પ્રવેશ કર્યો. લોકોએ બંને તરફ નાદ કરી સિંહને જગાડ્યો. પછી તેઓ નીકળી ગયા. ત્રિપૃષ્ઠ વિચાર્યું કે, આ સિંહ પગે ચાલે છે અને હું રથમાં બેઠો છું. વળી તેના શસ્ત્રો તેના દાંત અને નખ છે. હું તલવાર અને ખગ સહિત છું. આ રીતે તેના પર આક્રમણ કરવું ઉચિત નથી. તેથી તે રથમાંથી નીચે ઉતરી ગયા અને શસ્ત્રોનો પણ ત્યાગ કર્યો. સિંહને તે જોઈને ક્રોધ ચડ્યો. એક તો આ રથમાં એકલો ગુફામાં આવ્યો છે. બીજું તે જમીન પર ઉતર્યો છે. ત્રીજું શસ્ત્રો નીચે મૂકી દીધા છે. “હવે તેને એક ઝપાટામાં હું ચીરી નાખું” એમ વિચારી સિંહે મહાગર્જના કરી. ત્રિપૃષ્ઠ એક હાથે તેનું ઉપરનું જડબું અને બીજા હાથે નીચેનું જડબું પકડીને જરી પુરાણા વસ્ત્રને ચીરતો હોય તેમ સિંહના બે ફાડચા કરી નાંખ્યા. (કેમકે તેણે પૂર્વે વિશ્વભૂતિના ભવમાં અતિશય બળવાનું થવાનું નિયાણું કરેલ હતું.) ત્યારે લોકોએ ઉત્કૃષ્ટ Page #226 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૨૨૫ એવા હર્ષનાદો કર્યા. નજીકમાં રહેલાએ ત્યાં આભરણ–વસ્ત્ર અને પુષ્પની વર્ષા કરી. તે સિંહ ક્રોધથી તરફડતો હતો. અરે ! હું આ કુમાર વડે યુદ્ધમાં હણાયો. તે વખતે ગૌતમ સ્વામીનો જીવ (જે પૂર્વે કપિલ હતો અને મરીચિનો શિષ્ય થયેલો તે) ભગવંતના (ત્રિપૃષ્ઠ વાસુદેવના) રથનો સારથી હતો. તેણે પૂર્વના ભવનો વિશાખનંદી કે જે સિંહ થયેલો તે સિંહને સાંત્વના આપતા કહ્યું કે, તું વિષાદ નહીં કર. જેમ તું મૃગોનો અધિપતિ છે તેમ આ પણ નર-સિંહ છે. તેથી જો એક સિંહે બીજા સિંહને મારી નાંખ્યો તો તેમાં વિષાદ કરવા જેવું શું છે ? તે સારથીના વચનોને મધની માફક પાન કરતો એવો તે સિંહ મૃત્યુ પામીને નરકમાં ગયો. તે કુમાર પણ સિંહચર્મ લઈને પોતાના નગરમાં પાછો ફર્યો. ત્યાં આવીને ગામવાસીને કહ્યું કે, જાઓ તમારા ઘોડાગ્રીવને – અશ્વગ્રીવને જઈને કહી દો કે, હવે સુખેથી જીવે, મેં સિંહને મારી નાંખ્યો છે. તેણે જઈને અશ્વગ્રીવરાજાને સંદેશો આપ્યો ત્યારે અશ્વગ્રીવે રોષાયમાન થઈને દૂતને કાઢી મૂક્યો. તું વૃદ્ધ છો. જા જઈને તે બંને કુમારોને મારી પાસે મોકલ. તેથી તેને હું જોઉ–સત્કાર કરું અને રાજ્ય પણ દાન કરું. પણ તે બંને કુમારો ન આવ્યા ત્યારે અશ્વગ્રીવે કહેવડાવ્યું કે, જો કુમારો ન આવે તો યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય. ત્યારે તે અગ્રીવ પોતાની સર્વ સેના અને બળ સહિત ઉપસ્થિત થયો. પોતનપુર પર ચઢાઈ કરી, ત્યારે ત્રિપૃષ્ઠ પણ પોતાની સેના સાથે દેશની સીમા પર આવી ગયા. ઘણાં કાળ સુધી યુદ્ધ ચાલ્યું. ઘોડા, હાથી, રથ, મનુષ્યોના ભયંકર રક્તપાન જોઈને ત્રિપૃષ્ઠકુમારે દૂતને મોકલ્યો અને કહેવડાવ્યું કે, હું અને તમે – આપણે બે જ યુદ્ધ કરીએ. આટલા બધાં લોકોનો સંહાર કરવાથી શો ફાયદો? અશ્વગ્રીવે તે પ્રસ્તાવ સ્વીકાર્યો. બીજા દિવસે રથઆરૂઢ થઈ બંને એ યુદ્ધ આરંભ્ય. જ્યારે અશ્વગ્રીવના બધાં શસ્ત્રો નષ્ટ થઈ ગયા. ત્યારે તેણે ચક્ર ફેંક્યુ. ત્રિપૃષ્ઠ તેને પકડી લીધું. તેના વડે જ શત્રુના મસ્તકને છેદી નાંખ્યું. (સમવાયાંગ–૩૪રમાં પણ કહ્યું છે કે, કીર્તિમાન પુરુષ એવા વાસુદેવના પ્રતિશત્રુ (પ્રતિવાસુદેવ) – બધાં જ ચક્ર વડે યુદ્ધ કરે છે અને પોતાના ચક્રથી જ તેઓ વાસુદેવ વડે હણાય છે.) એ રીતે અહીં પણ ત્રિપૃષ્ઠના હાથે પ્રતિવાસુદેવ એવા અશ્વગ્રીવનું પોતાનું જ ચક્ર અશ્વગ્રીવના મોતનું કારણ બન્યું. ત્યારે દેવોએ ઉદ્ઘોષણા કરી કે, આ ત્રિપૃષ્ઠ નામના પ્રથમ વાસુદેવ ઉત્પન્ન થયા છે. અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ મરીને સાતમી નરકે ગયા. ત્યારે બધાં જ રાજાઓએ આવીને ત્રિપૃષ્ઠ વાસુદેવને નમસ્કાર કર્યા. પછી અર્ધભરત–ભરતક્ષેત્રના ત્રણ ખંડને તેણે જીતી લીધા. રથ આવર્ત પર્વત સમીપે યુદ્ધ થયું. કરોડ પુરષથી ઉપાડી શકાય તેવી શિલાને પોતાની બાહુ વડે ધારી રાખનાર એવા અતુલ બળ ત્રિપૃષ્ઠ વાસુદેવ ૮૪ લાખ વર્ષના આયુષ્યવાળા થયા. તે વખતે ભગવંત શ્રેયાંસ નાથ–અગિયારમાં તીર્થકરનું શાસન વર્તતું હતું. એક વખત વાસુદેવના શયન સમયે મધુર સ્વરવાળા કેટલાંક ગવૈયાઓ ગાન કરતા હતા. ત્યારે વાસુદેવે શય્યાપાલકને આજ્ઞા કરેલી કે, મને નિદ્રા આવી જાય પછી સંગીતગાન બંધ કરાવજો. થોડા સમયમાં વાસુદેવ નિદ્રાધીન થઈ ગયા. છતાં પણ મધુર Jain on International Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ આગમ કથાનુયોગ-૧ ગાયનના રસમાં તલ્લીન બનેલા શવ્યાપાલકે ગાયન બંધ ન કરાવ્યું. તેથી વાસુદેવ થોડી વારમાં જાગી ગયા. સંગીત–ગાન ચાલ જોઈને દ્વારપાળ પર ક્રોધિત થયેલા વાસુદેવે તેને ધમકાવ્યો, દુષ્ટ ! શું મારી આજ્ઞા કરતા પણ તને ગાયન વધુ પ્રિય છે ? તો હવે તેનું ફળ પણ ભોગવ. એમ કહીને તેમણે શય્યાપાલકના કાનમાં તપાવેલા સીસાનો રસ રેડાવી દીધો. આ કૃત્યથી પ્રભુના જીવે કાનમાં ખીલા ઠોકાવાનું કર્મ ઉપાર્જન કર્યું. એ રીતે મહારંભ–મહાપરિગ્રહમાં આસક્ત બનીને અનેક દુષ્કર્મો કર્યા. ચોર્યાશી લાખ વર્ષ સુધી અર્ધ ભારતની રાજલક્ષ્મી ભોગવી મૃત્યુ પામ્યા. પૂર્વના ભવે મથુરામાં ગાયના નિમિત્તે તેણે નિયાણ કરેલ. સર્વે વાસુદેવો (કેશવો) નિયાણા કરેલા જ હોય છે. નિયાણાના પ્રતાપે તેઓ નિત્ય અધોગામી અર્થાત્ નરકગામી જ થાય છે. તેના ભાઈ અચલ બળદેવ કે જે પૂર્વ ભવે વિશ્વનંદના જીવ હતા અને તેણે પણ આર્યસંભૂત સ્થવર પાસે દીક્ષા ગ્રહણ કરેલી. પણ સર્વે રામ અર્થાત્ બળદેવો નિયાણારહિત હોય છે અને તેઓ નિત્ય ઉર્ધ્વગામી અર્થાત્ સ્વર્ગ કે મોક્ષે જનારા હોય છે. તેમ અચલ બળદેવ દીક્ષા લઈને બ્રહ્મદેવલોકે ગયા. ( ભ મહાવીરના પૂર્વભવરૂપે તેમજ ત્રિપૃષ્ઠ–વાસુદેવ, અચલ બળદેવ અને અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ માટે વર્તમાનકાલીન આગમમાં આટલી માહિતી અમોને પ્રાપ્ત થઈ છે. ફક્ત વાસુદેવ, બળદેવ, પ્રતિવાસુદેવનું ચરિત્ર જાણવાની જિજ્ઞાસાવાળાએ વિરોષ માહિતી ત્રિષષ્ઠિ શલાકા, કે ચઉપ્પન મહાપુરુષ આદિ ચરિત્ર ગ્રંથોથી જાણવી. આગમ કથાનુયોગમાં પ્રાપ્ત માહિતી અત્રે જણાવી દીધેલ છે.) ૦ ત્રિપૃષ્ઠના ભવના આગમ સંદર્ભ :આવ.નિ. ૪૦ર થી ૪૦૫, ૪૦૮, ૪૦૯, ૪૪૭, ૪૪૮ + વૃ. આવા નિ ૪૪પની . આવ.ભા.૪૦ થી ૪3 આવ.પૂ.૧–પૃ. ૨૩ર થી ર૩૫; આવમ.પૂ. ૨૫૦; કલ્પસૂત્ર–૧૯ની . સમ. ૧૫૯, ૧૬૩, ૩ર૧ થી ૩૨૬, ૩૨૮ થી ૩૪ર; (૧૯) સાતમી નરક-ઓગણીસમો ભવ : ત્રિપૃષ્ઠ વાસુદેવ આયુષ્ય પૂર્ણ કરીને સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેનું ૩૩ સાગરોપમ આયુષ્ય હતું. (૨૦) સિંહ–વીસમો ભવ : ભમહાવીરનો જીવ વીસમા ભવે સિંહ થયા. (૨૧) ચોથી નરક–એકવીસમો ભવ : ત્યાંથી મૃત્યુ પામીને ચોથી નરકે ગયા. –૦- ચોથી નરકથી નીકળીને કેટલાંક ભવ તિર્યંચ અને મનુષ્યના કર્યા. (તેની ગણના કરાઈ નથી.) – આવ. નિ. ૪૪૮ + વૃ. આવ.ચૂં.૧–પૃ. ૨૩૫, કલ્પ.સૂ.૧૦–વૃ. # બાવીશમાં ભવથી ત્રણ પ્રકારે ભવગણના જોવામાં આવે છે. ૧. લોક પ્રસિદ્ધ ૨૭–ભવની ગણના : લ્પસૂત્ર–૧૯ત્ની વૃત્તિ મુજબ ૨૨મે ભવે મનુષ્ય થયા. (આ અભિપ્રાય ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર, પર્વ–૧૦, સર્ગ–૧, શ્લોક-૧૮૩નો પણ છે.) Page #228 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર-ભમહાવીર–કથા ૨૨૭ ૨. સમવાયાંગ સૂત્ર–૨૧૩ મુજબ ૨૭–ભવની ગણના : આ સૂત્રની અભયદેવસૂરિ કૃત વૃત્તિ મુજબ પોલિ/(પ્રિય મિત્ર ચક્રવર્તી)નો ભવ. ૩. આવશ્યક નિર્યુક્તિ ૪૪૮ + તેની વૃત્તિ અને આવશ્યક ચૂર્ણિ ૧- ૨૩૫ મુજબ ૨૬ ભવની ગણના – તે મુજબ પ્રિય મિત્ર ચક્રવર્તીનો ભવ બાવીશમો છે. *** (૨૨) મત–૧–મુજબ : બાવીશમે ભવે ભ૦મહાવીરનો જીવ મનુષ્યપણું પામ્યા. ત્યાં શુભ કર્મોનું ઉપાર્જન કર્યું. પછી મૃત્યુ પામ્યા. (અહીં કલ્પસૂત્ર વૃત્તિકાર કે ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં તેનું નામ, ગામ ઇત્યાદિ કોઈ માહિતી આપેલ નથી) (૨૩/૨૨) મત-૧ મુજબ ત્રેવીસમો અને મત–ર અને ૩ મુજબ બાવીશમો ભવ :૦ કલ્પસૂત્ર–૧૯ની વૃત્તિ મુજબ વેવીશમો ભવ ૦ આવશ્યક નિર્યુક્તિ, ચૂર્ણિ, સમવાયાંગ મુજબ બાવીશમો ભવ પ્રિય મિત્ર ચક્રવર્તી | પોલિ ૦ લોક પ્રસિદ્ધ રીતે તેનું નામ પ્રિયમિત્ર ચક્રવર્તી છે. - જુઓ ૧. આવશ્યક નિર્યુક્તિ ૪૪૮ ‘મિત્ત વવ મૂનારૂં” ૨. આવશ્યક ચૂર્ણિ ૧–પૃ. ૨૩૫ “પિપિત્તો નામ વિટ્ટી નાતો" ૩. કલ્પસૂત્ર–૧૯ની વૃત્તિ-પ્રિય મિત્ર ચક્રવર્તી થયા. ૦ સમવાયાંગ સૂત્ર-૨૧૩ તથા તેની વૃત્તિ–મુજબ પોફિલ નામ છે. – ““ફિન બવાહ'... “પોટ્ટિનમિઘાનો નપુત્રો વમૂવ' ૦ રાજવીપણું : ૧. પ્રિયમિત્ર નામોલ્લેખ કરનારે તેને ચક્રવર્તી કહા છે. (આ વાતનો ઉલ્લેખ મરીચિના ભવમાં ભગવંત ઋષભદેવના મુખે પણ થયો છે. ૨. સમવાયાંગ સૂત્ર–૨૧૩ની અભયદેવસૂરિ કૃત્ વૃત્તિમાં તેને રાજ પુત્ર કહ્યા છે – નિમિયાનો રખપુત્રો યમૂવ.'' ૦ શ્રમણપણું – બંને મતોમાં તેનો શ્રમણ પર્યાય એક કરોડ વર્ષનો છે. ૦ ભાવિગતિ૧. પ્રિયમિત્ર નામોલ્લેખ કરનારે ભાવિગતિ મહાશુક્ર કલ્પ જણાવી છે. ૨, પોટિલની પછીનો ભવ સમવાયાંગ વૃત્તિમાં સહસ્ત્રાર કલ્પે કહ્યો છે. -૦- પછીનો ભવ બંનેએ “નંદન”નો જ કહ્યો છે. ૦ તારણ :- શક્ય છે કે વાંચના ભેદથી આ મતભેદ નોંધાયો હોય. ૦ પ્રિયમિત્ર ચક્રવર્તી : પશ્ચિમ મહાવિદેહની મૂકા નામની રાજધાનીમાં ધનંજય રાજાની પત્ની ધારિણી રાણીની કુક્ષિમાં પ્રિયમિત્ર નામના ચક્રવર્તી ઉત્પન્ન થયા. તેમનું ચોર્યાશી લાખ પૂર્વનું આયુષ્ય હતું. ચક્રવર્તીપણું પ્રાપ્ત કરી, ચક્રવર્તીને પ્રાપ્ત એવા સર્વ ભોગો ભોગવ્યા પછી, કંઈક સંવેગ ઉત્પન્ન થતા ભોગનો ત્યાગ કરીને તેણે પોટ્ટિલ નામના આચાર્ય પાસે દીક્ષા લીધી. એક કરોડ વર્ષનું શ્રમણપણું પાલન કરીને મૃત્યુ પામ્યા. (અહીં આવશ્યક નિર્યુક્તિની Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ આગમ કથાનુયોગ-૧ વૃત્તિ અને કલ્પસૂત્ર વૃત્તિમાં પોલિ–આચાર્ય લખે છે. આવશ્યક ચૂર્ણિમાં પોલિ–સ્થવીર લખેલ છે. સમવાયાંગમાં ગુરુના નામનો ઉલ્લેખ નથી) ૦ પોટ્ટિલ : સમવાયાંગ સૂત્ર–૨૧૩ મુજબ પ્રિય મિત્રને બદલે પોટ્ટિલ નામથી લખ્યું છે કે, શ્રમણ ભગવાન મહાવીરના તીર્થંકરના ભવગ્રહણથી પૂર્વે છઠો ભવ પોટ્ટિલનો ગ્રહણ કર્યો. તે રાજપુત્ર હતા. ત્યાં પ્રવજ્યા ગ્રહણ કરી એક કરોડ વર્ષના દીક્ષા પર્યાયનું પાલન કર્યું. પછી મૃત્યુ (કાળધર્મ) પાખ્યા. (૨૪/૨૩) દેવલોક :મત-૧–મુજબ ચોવીશમો અને મત-૨ અને ૩ મુજબ ત્રેવીસમો ભવ ૧. કલ્પસૂત્ર–૧૯ત્ની વૃત્તિ ચોવીશમે ભવે ભગવંત મહાવીર મહાશુક્ર દેવલોકમાં સર્વાર્થ નામના વિમાનમાં ૧૭ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા. ૨. આવશ્યક નિર્યુક્તિ ૪૪૯ + વૃત્તિ અને આવા ચૂર્ણિ ૧–પૃ. ૨૩૫ પ્રિય મિત્ર ચક્રવર્તીના ભવમાં મૃત્યુ પામી, તે મહાશુક્ર દેવલોકના સર્વાર્થ વિમાનમાં ૧૭ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા. (અહીં નિર્યુક્તિમાં માત્ર “સબૂઢે” શબ્દ જ છે. વૃત્તિકારે તેની સ્પષ્ટતા કરી છે.) ૩. સમવાય સૂત્ર ૨૧૩ + વૃત્તિ પોટ્ટિલના ભાવમાં મૃત્યુ પામી સહસ્ત્રાર કલ્પના સર્વાર્થ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. (વૃત્તિકારે – દેવ થયા એમ લખ્યું છે.) (૨૫) ૨૪) નંદન :** મત–૧ મુજબ પચ્ચીશમો અને મત–૨ અને ૩ મુજબ ચોવીશમો ભવ – (ભવના ક્રમ સિવાય બાકી કથાનક અંગે અહીં કોઈ મતભેદ નથી) – દેવલોકથી ચ્યવીને ભ૦મહાવીરનો જીવ આ ભરતક્ષેત્રની છત્રગ્ર નગરીમાં જિતશત્રુ રાજાની પત્ની ભદ્રારાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયો. તેનું નંદન નામ પાડ્યું. નંદનનું આયુષ્ય પચ્ચીશ લાખ વર્ષનું હતું. તેઓ ચોવીશ લાખ વર્ષ સુધી ગૃહસ્થપણે રહ્યા. જેમાં ઘણાં વર્ષ સુધી તેણે રાજ્ય ભોગવ્યું. જ્યારે એક લાખ વર્ષનું આયુષ્ય બાકી રહ્યું ત્યારે રાજ્યનો ત્યાગ કરી પોટ્ટિલાચાર્ય પાસે પ્રવજ્યા-દીક્ષા ગ્રહણ કરી. અગિયાર અંગોનો અભ્યાસ કર્યો. – દીક્ષા લીધા પછી તે નંદન મુનિએ એક લાખ વર્ષના સમગ્ર શ્રમણ પર્યાયમાં માસક્ષમણને પારણે માસક્ષમણ કર્યા. તેમાં વિશ સ્થાનકની આરાધના કરીને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. અંતે એક માસની સંખના કરી, સાઈઠ ભક્તનો ત્યાગ કરી અર્થાત્ છેલ્લા ૩૦ દિવસના ઉપવાસ કરી આલોચના અને પ્રતિક્રમણ કરી ૨૫-લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. - નંદન મુનિએ જે વીશ સ્થાનકની આરાધના કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું તે વીશ સ્થાનકો આ પ્રમાણે છે – (નાયા.મૂ. ૭૭ થી ૭૯ + વૃ.). (આવશ્યક નિર્યુક્તિ–૧૭૯ થી ૧૮૧ + વૃ, આવ.યૂ.૧–પૃ. ૧૩૪, ૧૩૫) Page #230 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા ૨૨૯ ૧. અરિહંત (વત્સલતા) – અશોક આદિ આઠ મહા પ્રાતિહાર્યાદિ રૂપ પૂજાને યોગ્ય તે અરિહંત, તે તેમના પ્રત્યેનો વાત્સલ્ય ભાવ. સિદ્ધ (વત્સલતા) – સઘળા કર્મોથી રહિત થયેલા, પરમ સુખી અને જેના સર્વ કાર્યો સંપન્ન થઈ ગયા છે તેવા કૃતકૃત્ય તે સિદ્ધ. * તેમના પ્રત્યેનો વાત્સલ્યભાવ. ૩. પ્રવચન (વત્સલતા) – શ્રુતજ્ઞાનના ઉપયોગવાળા અથવા સંઘ તે પ્રવચન. # તે પ્રત્યેનો વાત્સલ્યભાવ. ગુરુ (વત્સલતા) શાસ્ત્રાર્થને ગુંથનાર અર્થાત્ ધર્મોપદેશાદિના દાતા તે ગુરુ, ગુરુ એટલે ધર્મોપદેશક. ૪ તેમના પ્રત્યેનો વાત્સલ્યભાવ. સ્થવિર (વત્સલતા) – ધર્મમાં સ્થિર કરે તે સ્થવિર. આ સ્થવિર ત્રણ પ્રકારે કહ્યા. જાતિથી, શ્રતથી અને પર્યાયથી. જાતિ એટલે કે વયથી સાઈઠ વર્ષના હોય તે જાતિ સ્થવિર, સમવાયાંગને ધારણ કરનાર તે શ્રત વિર. વીસ વર્ષના દીક્ષાપર્યાયવાળા તે પર્યાય સ્થવિર. * આ સ્થવિર પ્રત્યેનો વાત્સલ્યભાવ. બહુશ્રુત (વત્સલતા) – જેને ઘણું શ્રુતજ્ઞાન છે તે. અપેક્ષાએ બીજા કરતા વધુ શ્રુતજ્ઞાનવાળા એમ સમજવું. જો કે સૂત્રધર કરતાં અર્થ-ધરની પ્રધાનતા છે. તેના કરતા પણ સૂત્ર અને અર્થ ઉભયને ધારણ કરનારાની પ્રધાનતા છે. એ આવા બહુશ્રુત પ્રત્યેનો વાત્સલ્યભાવ. ૭. તપસ્વી (વત્સલતા) – અનશન આદિ ભેટવાળા (બારે પ્રકારના) તપને આદરતા એવા અથવા સામાન્ય સાધુ. # તેના પ્રત્યેનો વાત્સલ્યભાવ. * વત્સલતા (વાત્સલ્યભાવ) - ઉક્ત અરિહંતાદિ સાતે પરત્વેનો હૃદયનો અનુરાગ ભાવ તેમના ગુણોની સ્તુતિ અને પ્રશંસા. યથાનુરૂપ ભક્તિ અને અતિ બહુમાન. ૮. અભીષ્ણજ્ઞાનોપયોગ – અનવરત કે નિરંતરપણે જ્ઞાનનો ઉપયોગ હોવો તે. અથવા અનુપ્રેક્ષાદિમાં નિઃશંકિતતા આદિ હોવા તે. ૯. દર્શન – સમ્યક્ત્વ, તેનું નિરતિચારપણે પાલન ધારણ કરવું તે. અથવા જીવાદિ તત્ત્વોની અતુટ શ્રદ્ધા" – તેની વિશુદ્ધિ રાખવી તે. ૧૦. વિનય – જ્ઞાન આદિ ભેદે ઓળખાવાય છે. તેમાં સંપન્ન રહેવું તે. ૧૧. આવશ્યક – સંયમ આદિ ક્રિયાને નિરતિચારપણે અવશ્ય કરવી તે. ૧૨. શીલવત – શીલ અર્થાત્ અઢાર હજાર શીલાંગરથ રૂપ ઉત્તર ગુણો અને વ્રત અર્થાત્ મૂળગુણો. આ મૂળગુણ અને ઉત્તરગુણોનું નિરતિચારપણે પાલન કરવું તે. ૧૩. ક્ષણલવ – કાળને આશ્રિને આ એક માપ છે. ક્ષણલવમાં સંવેગભાવના અને ધ્યાનનું સેવન કરવું. સતત સંવેગભાવ અને ધ્યાનાસેવન કરવું તે. ૧૪. તપ – યથાશક્તિ બારે પ્રકારનો તપ કરવો તે. તપમાં સતત રતિ હોવી તે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૦. આગમ કથાનુયોગ-૧ ૧૫. ત્યાગ – વિધિપૂર્વક છૉડવું તે. (કાંત–પ્રિય એવા ભોગ પ્રાપ્ત થાય ત્યારે તેના તરફથી મુખ ફેરવી લેવું તે). ત્યાગમાં અતિ પ્રીતિ હોવી તે. દ્રવ્યથી આહાર, ઉપધિ, શય્યા આદિ, ભાવથી ક્રોધઆદિનો ત્યાગ કરવો તે. ૧૬. વૈયાવચ્ચ – સેવાભક્તિમાં અતિ પ્રીતિ હોવી તે. આચાર્ય, ઉપાધ્યાય, વિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુળ, ગણ અને સંઘને ૧. ભોજન, ૨. પાન, ૩. આસનપ્રદાન, ૪. ઉપકરણ પડિલેહણ, ૫. પગ પ્રમાર્જના, ૬. વસ્ત્રદાન, ૭. ઔષધદાન, ૮. માર્ગમાં સહાય, ૯. દુષ્ટ–ચોર આદિથી રક્ષણ, ૧૦, વસતિમાં પ્રવેશે ત્યારે દંડ લઈ લેવો, ૧૧. કાયિક માત્રક આપવું, ૧૨. સંજ્ઞામાત્રક આપવું અને ૧૩. શ્લેષ્મ માત્રક આપવું. એ તેર પ્રકારે વૈયાવચ્ચ કરવી. ૧૭. સમાધિ – ગુરુ ભગવંતો આદિનું કાર્ય કરવા દ્વારા તેમને સ્વસ્થતા અને સમાધિ પહોંચાડવી તે. ૧૮. અપૂર્વ જ્ઞાનગ્રહણ – અપૂર્વ ઉત્સાહપૂર્વક જ્ઞાનાભ્યાસ કરવો તે અથવા નિત્ય નવું-નવું જ્ઞાન પ્રાપ્ત કરવું તે. ૧૯. શ્રુતભક્તિ – શ્રતનું બહુમાન હોવું તે. ૨૦. પ્રવચન પ્રભાવના – યથાશક્તિ માર્ગની દેશના આપવી. પ્રવચનના વિવિધ અર્થોને પ્રકાશવા તે. સંકટમાં મહપ્રભાવનું દર્શન કરાવવું તે. ૦ આ વીશ સ્થાનો (કે તેમાનું કોઈપણ સ્થાન) આરાધવાથી જીવને તીર્થકર—નામકર્મનો બંધ થઈ શકે છે. ભમહાવીરના જીવે નંદનમુનિના ભવમાં આ વિશે સ્થાનકોની આરાધના કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કરેલ. ( આવશ્યક ચૂર્ણિમાં ૧ થી ૧૧ સ્થાન ઉપર મુજબ જ છે. ૧૨મું શીલ–વ્રત ત્યાં જુદા પાડેલ છે. ૧૨-શીલ, ૧૩–વત પછી લણલવથી વૈયાવચ્ચ સ્થાન ઉપર મુજબ છે. પણ તેની સાથે સમાધિ શબ્દ જોડેલ છે. તે આ રીતે ૧૪–ક્ષણલવ સમાધિ, ૧૫-તપ સમાધિ, ૧૬-ત્યાગ સમાધિ. ૧૭–વૈયાવચ્ચ સમાધિ એ રીતે સમાધિ નામના સ્થાનકને અલગ ગણેલ નથી ૧૮ થી ૨૦ સ્થાન ઉપર મુજબ જ છે) – (જુઓ – આવશ્યક ચૂર્ણિ ૧- ૧૩૪) ૦ નંદનમુનિના ભવના આગમસંદર્ભ :સમ. ૫૩, ૨૭૫; સમ. ૨૧૩ની વૃ. નાયા ૭૭ થી ૭૯ ની વૃ. આવ નિ ૧૭૯–૧૮૧, ૨૩૬, ૪૪૯, ૪૫૦ + વૃ. આવ.યૂ. ૧–પૃ. ૨૩૫; આવમ.. ૨૫૧, ૨૫ર કલ્પસૂત્ર–૧૯ ની વૃ. (૨૬/૨૫) પ્રાણત દેવલોક : કલ્પસૂત્ર વૃત્તિ મુજબ રહ્યો અને આવશ્યક તથા સમવાયાંગ મતે ૨૫મો ભવ : – નંદન મુનિનો ભવ પુરો કરી પ્રાણત નામના દશમાં દેવલોકમાં પુષ્પોત્તરાવતંસક વિમાનમાં વીશ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા. ત્યાં દેવ સંબંધિ ભોગો ભોગવી આયુષ્ય પૂર્ણ કર્યું. (૨૭/૨૬) ભમહાવીર | દેવાનંદાના ગર્ભમાં : (૧) કલ્પસૂત્ર–સૂત્ર–૧૯ની વૃત્તિ મુજબ ૨૭મો ભવ ભ૦મહાવીર રૂપે થયો. Page #232 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર-કથા ૨૩૧ (૨) આવશ્યક નિર્યુક્તિ–૪૫૦, ૪પ૭ + વૃત્તિ મુજબ ર૬મા ભવે ભમહાવીર, આવશ્યક ચૂર્ણિ ૧-૫. ૨૩૬ મુજબ ૨૬મા ભવે ભ૦ મહાવીર. (૩) સમવાય સૂત્ર ૨૧૩ની વૃત્તિ મુજબ ૨૬મા ભવે દેવાનંદાના ગર્ભમાં. પ્રાણત દેવલોકના પુષ્પોત્તર વિમાનથી વીશ સાગરોપમનું પૂર્ણાયુ ભોગવી ત્યાંથી ચ્યવીને બ્રાહ્મણ કુંડગ્રામ નગરે કોડાલ ગોત્રના ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદા બ્રાહ્મણીના ગર્ભમાં ઉત્પન્ન થયા. કેમકે મરીચિના ભવમાં કુળમદ કરીને નીચગોત્રકર્મ બાંધેલ હતું. તે કિંચિત્ ભોગવવાનું બાકી હતું. તે નીચગોત્ર કર્મના ઉદયથી તે જીવ આવા નિમ્નકુળમાં આવ્યો. ૦–૦ સત્તાવીશ ભાવસંબંધિ અંતિમ ખુલાસો ૧. કલ્પસૂત્ર વૃત્તિ, ચરિત્ર ગ્રંથ, વ્યવહાર પ્રસિદ્ધિ મુજબ ૨૭ ભવ પુરા થયા. ૨. આવશ્યક નિર્યુક્તિ અને ચૂણિને આધારે ૨૬ ભવ છે. કેમકે ત્યાં બાવીશમાં ભવે મનુષ્યપણું પામ્યાનો કોઈ સ્વતંત્ર નિર્દેશ નથી. પરંતુ બાવીશમો ભવ પ્રિયમિત્ર ચક્રવર્તીનો કહ્યો છે. ૩. સમવાય સૂત્ર ૨૧૩ની અભયદેવસૂરિ કૃતુ વૃત્તિ ૨૭ ભવ જણાવે છે તે આ પ્રમાણે છે :- (૧) ભગવંત પોલિ નામે રાજપુત્ર થયા... પછી (૨) બીજો ભવ સહસ્ત્રાર કલ્પ સર્વાર્થ વિમાને દેવ થયા. પછી (૩) નંદન નામે રાજપુત્ર થયા પછી (૪) દશમા દેવલોકે... દેવ થયા પછી (૫) .... દેવાનંદાની કુતિમાં ઉત્પન્ન થયા. પછી (૬) ચાશીમે દિવસે.... ત્રિશલા રાણીની કૃષિમાં ઇન્દ્રના વચનથી પરિણેગમેલી દેવ વડે સંતરાઈને તીર્થકરપણે જન્મ્યા. ૩રું મવશ્રણ વિના नान्यद्भवग्रहणं षष्ठं श्रूयते भगवतइत्येव षष्ठभवग्रहणतया व्याख्यातं यस्माच्च भवग्रहणादिदं Tઇ વચ્ચેતક્ષાત્ પદમેતે સુદૂધ્યતે તીર્થર-મવગ્રહત્િ છે પોતિમવગ્રહને રૂતિ ! આ રીતે પોટ્ટિલ (પ્રિય મિત્રચક્રી)ના ભવથી બાવીસમાં ભવ ગણના પ્રમાણે ૨૭મો ભવ અલગ ગણ્યો છે. ત્યાં બાવીશમો અંક એવું ભલે જણાવેલ નથી પણ દેવાનંદાના ગર્ભમાં પાંચમો અને ત્રિશલારાણીની કુતિથી તીર્થકરપણે છઠો એમ બંને અલગ ભવોનું સ્પષ્ટ વિધાન છે. અલબત સમવાયાંગ વૃત્તિ સિવાય આ વાત ક્યાંય જોવા મળી નથી. તે વખતના સમર્થ વૃત્તિકાર હરિભદ્રસૂરિ કે મલયગિરિજીએ પણ વાત ક્યાંય નોંધી નથી. ચૂર્ણિકારે પણ નોધી નથી. ચરિત્રગ્રંથકારોએ પણ નોધી નથી, તો સામે પક્ષે સમવાય સૂત્ર-ર૧૩ની વૃત્તિમાં અભયદેવ સૂરિજી તો “જ'કાર પૂર્વક આ વાતનો નિર્દેશ કરે છે અને અન્ય કોઈ સ્પષ્ટીકરણ આપતા જ નથી. સત્ય શું ? તે બહુશ્રુતો જાણે. દેવાનંદાના ગર્ભ અને ત્રિશલારાણીના ગર્ભને અલગ અલગ ભવરૂપે ગણવાની વાત કેમ નોંધી છે? તે પણ બહુકૃતો જ કહી શકે. કેમકે કલ્પસૂત્ર અને આચારાંગસૂત્રમાં જે નવ માસ સાત દિવસની ગર્ભસ્થિતિ જણાવી તે – તો દેવાનંદાની કુલિથી જ દિનગણના પ્રમાણે છે. ૦ શક્રેન્દ્રની વિચારણા – (ચાલુ) – (સૌધર્મેન્દ્ર શક્ર વિચારતા હતા કે ઉક્ત પ્રકારે નીચ ગોત્રકર્મના ઉદયથી શ્રી વીર પ્રભુનો જીવ નીચ કુળમાં આવ્યો. –૪–૪– પછી દશ આશ્ચર્યો અને ભગવંત મહાવીરના ભવોનો પ્રસંગ મુજબ ઉલ્લેખ કર્યો –૪–૪– સૌધર્મેન્દ્ર આગળ વિચારે છે) નીચ ગોત્રકર્મ ક્ષીણ ન થવાથી (કદાચ) અરિહંત, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ અંતકુળ, પ્રાંતકુળ, તુચ્છકુળ, દરિદ્રકુળ, ભિક્ષુકકુળ, કૃપણકુળ કે બ્રાહ્મણ કુળોમાં આવ્યા હતા–આવે છે કે આવશે. કૃષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયા હતા–થાય છે કે થશે. પરંતુ તેઓ કદાપિ ત્યાં જન્મ્યા નથી – જન્મતા નથી અને જન્મશે પણ નહીં. (જ્યારે) આ શ્રમણ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ આગમ કથાનુયોગ-૧ ભગવંત મહાવીર જંબૂલીપ નામના હીપના ભરતક્ષેત્રમાં બ્રાહ્મણ કુંડગ્રામ નગરમાં કોડાલગોત્રના ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયા છે– – ત્યારે ભૂતકાળના, વર્તમાનના અને ભાવિમાં થનારા દેવેન્દ્ર દેવરાજ શક્રનો એવો (પરંપરાગત) જિતઆચાર છે કે, અરિહંત ભગવંતોને પૂર્વે કહેલા એવા પ્રકારના અંત, પ્રાંત, તુચ્છ, દરિદ્ર, ભિક્ષુક, કૃપણ કે બ્રાહ્મણ કુળોમાંથી, પૂર્વે કહેલા એવા પ્રકારના ઉગ્ર, ભોગ, રાજન્ય, ઇત્ત્વાક, જ્ઞાત, ક્ષત્રિય કે હરિવંશ કુળમાં અથવા તેવા પ્રકારના વિશુદ્ધ જાતિ અને કુળવાળા વંશોમાં -- યાવત્ – રાજ્ય કરતા અને રાજ્યલક્ષ્મી ભોગવતા કુળોમાં સંઘરીને – લાવીને મૂકવા જોઈએ. તેથી મારે માટે પણ એ શ્રેયસ્કર છે કે શ્રી ઋષભદેવ વગેરે પૂર્વ તીર્થકરોએ કહેલા છેલ્લા તીર્થકર શ્રમણ ભગવંત મહાવીરને બ્રાહ્મણકુંડગ્રામ નગરથી કોપાલગોત્રના ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં (ઋષભદેવના વંશમાં થયેલા) જ્ઞાતવંશીય ક્ષત્રિયોમાંના કાશ્યપ ગોત્રીય સિદ્ધાર્થ ક્ષત્રિયની પત્ની ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભપણે મૂકવા જોઈએ. વળી જે ત્રિશલા ક્ષત્રિયાણીનો (પુત્રીરૂપ) ગર્ભ છે તેને પણ જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કૃષિમાં ગર્ભરૂપે પરાવર્તિત કરવો જોઈએ. ૦ ગર્ભ પરાવર્તન માટેની સૂચના : શક્રેન્દ્ર આ પ્રમાણે વિચાર કર્યો અને વિચાર કરીને પાયદળ સેનાના અધિપતિ હરિબૈગમેષી નામના દેવને બોલાવ્યો. બોલાવીને આ પ્રમાણે કહ્યું કે, હે દેવાનુપ્રિય ! નિશ્ચયથી આ પ્રમાણે એવું બન્યું નથી, બનતું નથી, બનશે પણ નહીં કે અરિહંતો, ચક્રવર્તીઓ, બળદેવો કે વાસુદેવો અંત, પ્રાંત, કૃપણ, દરિદ્ર, તુચ્છ, ભિક્ષુક કે બ્રાહ્મણ કુળોમાં આવ્યા હોય, આવતા હોય કે આવવાના હોય. ખરેખર, અરિહંતો, ચક્રવર્તીઓ, બળદેવો કે વાસુદેવો ઉગ્રકુલોમાં, ભોગ, રાજન્ય, જ્ઞાત, ક્ષત્રિય, ઇત્ત્વાકુ કે હરિવંશ કુળોમાં અથવા તેવા પ્રકારના વિશુદ્ધ જાતિ અને કુળવાળા વંશોમાં આવ્યા હતા, આવે છે, આવશે. પરંતુ આવો પણ ભાવ થયો છે કે, જે લોકોમાં આશ્ચર્યભૂત છે, કે જે ભાવ અનંતી ઉત્સર્પિણી, અવસર્પિણી ગયા પછી ઉત્પન્ન થાય છે. જ્યારે નામ ગોત્રકર્મ (પૂર્ણ) ક્ષીણ થતું નથી, તેનું (પૂર્ણ) વેદન થતું નથી. તે (પૂર્ણ) નિર્જરતું નથી (અર્થાત્ પ્રકૃતિબંધથી જે નામકર્મ છે તેનો સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ કિંચિંતું પણ બાકી હોય છે) ત્યારે તે ઉદયમાં આવતા અરિહંતો, ચક્રવર્તીઓ, બળદેવો કે વાસુદેવો અંતકુળોમાં, પ્રાંત, તુચ્છ, દરિદ્ર, ભિક્ષુક, કૃપણ કે બ્રાહ્મણ કુળોમાં આવ્યા હતા, આવે છે કે આવશે. પણ, તેઓએ ત્યાં કદાપી જન્મ લીધો નથી, લેતા નથી અને લેશે પણ નહીં આ શ્રમણ ભગવંત મહાવીર જંબૂલીપ નામના હીપના ભરતક્ષેત્રમાં બ્રાહ્મણ કુંડગ્રામ નગરમાં કોડાલ ગોત્રના ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કૃષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયેલ છે. તેથી દેવેન્દ્ર દેવરાજ એવા અતીત–વર્તમાન અને અનાગત શક્રોનો એવો આચાર છે કે, અરિહંત ભગવંતોને તેવા પ્રકારના અંત, પ્રાંત, તુચ્છ, કૃપણ, દરિદ્ર, ભિક્ષુક યાવત્ બ્રાહ્મણ કુળોમાંથી તેવા પ્રકારના ઉગ્ર, ભોગ, રાજન્ય, જ્ઞાત, Page #234 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર–ભ મહાવીર-કથા ૨ ૩૩ ક્ષત્રિય, ઇક્વાક કે હરિવંશકુળો અથવા તેવા પ્રકારના વિશુદ્ધ જાતિ અને વિશુદ્ધ કુળવાળા વંશોમાં સંક્રમાવવા જોઈએ. તેથી હે દેવાનુપ્રિય ! તું જા અને શ્રમણ ભગવાન મહાવીરને બ્રાહ્મણ કુંડગ્રામ નગરથી કોપાલગોત્રના ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી ક્ષત્રિય કુંડગ્રામ નગરમાં જ્ઞાતકુળના ક્ષત્રિયોમાં કાશ્યપ ગોત્રના સિદ્ધાર્થ ક્ષત્રિયની પત્ની વાશિષ્ઠ ગોત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કૃષિમાં ગર્ભપણે સંક્રમાવ. જે ત્રિશલા ક્ષત્રિયાણીનો ગર્ભ છે તેને પણ જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કૃષિમાં ગર્ભપણે સંક્રમાવ. એ પ્રમાણે સંહરણ કરીને મારી આજ્ઞા પાલન થયાનું મને સૂચિત કર. ૦ ગર્ભ સંહરણ પ્રક્રિયા : ત્યારે પદાતિસૈન્યના અધિપતિ એવા તે હરિભેગમેષી દેવને જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રએ આ પ્રમાણે કહ્યું ત્યારે તે હરિસેગમેષી દેવ હર્ષિત થયો – યાવત્ – પ્રફૂલ્લિત હૃદયવાળો થઈને બંને હાથ જોડીને – યાવત્ – મસ્તકે અંજલિ કરીને “જેવી દેવની આજ્ઞા” એ પ્રમાણે કહીને શક્રની આજ્ઞાના વચનને વિનયપૂર્વક સ્વીકારે છે. સ્વીકારીને ઇશાન ખૂણા તરફ જઈને વૈક્રિય સમુદૂઘાત વડે વૈક્રિય શરીર કરવા માટે સંખ્યાતા યોજન પ્રમાણવાળા દંડના આકારે જીવપ્રદેશ અને કર્મ પુદ્ગલોના સમૂહને શરીરથી બહાર કાઢે છે. ત્યાર પછી રત્નના, વજના વૈડૂર્યના, લોહિતાક્ષના, મસારગલના, હંસગર્ભના, પુલકના, સૌગંધિકના, જ્યોતિરસના, અંજનના, અંજનપુલકના, જાતરૂપના, સુભગના, અંકના, સ્ફટિકના, રિષ્ટના (એવા સોળ પ્રકારના) રત્નો જેવાં વૈક્રિય પુલોને ગ્રહણ કરીને તેમાંથી બાદલપુદ્ગલોનો ત્યાગ કરે છે. પછી સૂક્ષ્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે. બીજી વખત પણ વૈકિયસમુદૂઘાત વડે પૂર્વે કહ્યા પ્રમાણે કરે છે. એ રીતે પોતાના મૂળ શરીરથી ભિન્ન એવા ઉત્તર વૈક્રિયરૂપ શરીરને બનાવે છે. એ રીતે વૈક્રિય શરીર બનાવ્યા પછી તે હરિરંગમેષી દેવ ઉત્કૃષ્ટ, ત્વરાયુક્ત, ચપળ, તીવ્ર, પ્રચંડ વેગવાળી, ઉતાવળી અને દેવોને યોગ્ય એવા પ્રકારની દેવગતિ વડે દોડતો—દોડતો તે દેવ તીરછા અસંખ્યાત દ્વીપસમુદ્રોના ઠીક મધ્યભાગમાં જ્યાં જંબૂદ્વીપ નામનો હીપ છે, ભરત ક્ષેત્ર છે. જ્યાં બ્રાહ્મણકુંડગ્રામ નગર છે, જ્યાં ઋષભદત્ત બ્રાહ્માણનું ઘર છે, જ્યાં દેવાનંદા બ્રાહ્મણી છે ત્યાં આવે છે. આવીને ભગવંતનું દર્શન થતાં જ શ્રમણ ભગવાનું મહાવીરને પ્રણામ કરે છે. પછી પરિવાર સહિત દેવાનંદા બ્રાહ્મણીને અવસ્થાપિની નિદ્રા આપે છે અર્થાત્ ગાઢ નિદ્રામાં મૂકી દે છે. ત્યાર પછી અશુભ પગલોને દૂર કરે છે. દૂર કરીને શુભ મુગલોને સ્થાપિત કરે છે. પછી હે ભગવંત ! “આપ મને અનુજ્ઞા આપો” એમ કહીને – શ્રમણ ભગવાનું મહાવીરને જરા પણ કષ્ટ ન પહોંચે એ રીતે સુખપૂર્વક પોતાના દિવ્ય પ્રભાવ વડે હસ્તતલના સંપુટમાં ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને જ્યાં ક્ષત્રિયકુંડ ગ્રામ નગર છે, જ્ય સિદ્ધાર્થ ક્ષત્રિયનું ઘર છે, જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી છે ત્યાં આવે છે. આવીને ત્રિશલા ક્ષત્રિયાણીને સપરિવાર અવસ્થાપિની નિદ્રા આપે છે. એ રીતે તેમને નિદ્રાધીન કરીને અશુભ પુદ્ગલોને દૂર કરે છે. શુભ પુદ્ગલોને સ્થાપન કરે છે. પછી શ્રમણ ભગવાન્ મહાવીરને Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪. આગમ કથાનુયોગ-૧ બિલકુલ કષ્ટ ન પહોંચે તે રીતે સુખપૂર્વક પોતાના દિપ્રભાવ વડે ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભપણે સંક્રમાવે છે અને જે તે ત્રિશલાક્ષત્રિયાણીનો ગર્ભ હતો તે ગર્ભને જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કશિમાં ગર્ભપણે સંક્રમાવે છે. એ રીતે ગર્ભનું સંકરણ કરીને (તે દેવ) જે દિશાથી આવ્યો હતો તે જ દિશા તરફ પાછો જાય છે. (તે હરિભેગમેષી દેવ) ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપળ, વેગયુક્ત, બીજી સઘળી ગતિને જીતનારી, ઉપર તરફ જતી, શીઘ, દેવોને યોગ્ય એવી દેવગતિ વડે તિરછા અસંખ્યાત દ્વીપ સમુદ્રની ઠીક મધ્યમાંથી થઈને લાખ યોજન પ્રમાણવાળી ગતિથી દોડતો— દોડતો જ્યાં સૌધર્મ દેવલોક છે, સૌધર્માવલંસક વિમાન છે અને શક્ર નામના સિંહાસન ઉપર દેવેન્દ્ર દેવરાજ શક્ર બેઠો છે ત્યાં આવે છે. આવીને દેવેન્દ્ર દેવરાજ શક્રને તેની આજ્ઞા શીઘ્ર સમર્પિત કરે છે. એટલે કે, આજ્ઞાનુસાર કાર્ય થયાનું નિવેદન કરે છે. ૦ ગર્ભ સંહરણ–દિન : તે વખતે જ્યારે શ્રમણ ભગવંત મહાવીર અને પોતાની તથા શક્રની અનુકંપાથી તે દેવે તેનો જિતાચાર અર્થાત્ પરંપરાનુસાર આચાર સમજીને આ સંકરણ કર્યું. તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીરને જે તે વર્ષાકાળનો ત્રીજો માસ, પાંચમો પક્ષ એટલે કે, આસો માસના કૃષ્ણ પક્ષની તેરશની રાત્રિએ અર્થાત્ આસો વદ–તેરશ (ગુજરાતી ભાદરવા વદ-૧૩)ની રાત્રિએ (દેવાનંદાના ગર્ભમાં આવ્યાને) વ્યાશી રાત્રિ-દિવસ ગયા બાદ અને ચાશીમાં દિવસની મધ્ય રાત્રિએ પ્રભુ ઉપર ભક્તિવાળા હરિભેગમેષી દેવે શક્રના વચનથી આજ્ઞા પામીને બ્રાહ્મણ કુંડગ્રામ નગરથી કોપાલગોત્રના ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુલિમાંથી ક્ષત્રિય કુંડગ્રામ નગરમાં જ્ઞાતકુળના ક્ષત્રિયોમાં કાશ્યપ ગોત્રના સિદ્ધાર્થ ક્ષત્રિયની પત્ની વાશિષ્ઠ ગોત્રીયા ત્રિશલા ક્ષત્રિયાણીની કુલિમાં મધ્યરાત્રિએ ઉત્તરાફાલ્ગની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે પ્રભુને કષ્ટ ન પહોંચે તે રીતે સુખપૂર્વક (ત્રિશલા માતાની) કુક્ષિમાં ગર્ભપણે સંક્રમાવ્યા. ( ભગવતી સૂત્ર–૨૨૭માં પણ ગર્ભ સંવરણ સંબંધે પ્રશ્નોત્તરમાં નોંધ્યું છે કે, તે હરિણગમેલી દેવ પોતાના હાથથી ગર્ભનો સ્પર્શ કરી-કરીને, તે ગર્ભને જરાપણ પીડાં ન પહોચે તે રીતે તે ગર્ભને યોનિ દ્વારા બહાર કાઢીને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં રાખી દે છે. તે હરિáગમેલી દેવ, સ્ત્રીના ગર્ભને નખાગ દ્વારા અથવા છિદ્ર દ્વારા ગર્ભાશયમાં રાખવો કે ગર્ભાશયથી કાઢવામાં સમર્થ હોય છે. તે દેવ તે ગર્ભને કિંચિત માત્ર પણ પીડા પહોંચાડતો નથી. હાં તે ગર્ભનો વિચ્છેદ કરે છે. પછી તેને ઘણો જ સૂક્ષ્મ કરીને ઉદરમાં મૂકી દે છે અથવા બહાર કાઢે છે અર્થાત્ સંકરણ કરે છે.) હે આયુષ્યમાન્ શ્રમણો! શ્રમણ ભગવાન્ મહાવીરનું જ્યારે દેવાનંદાની કુલિમાંથી ત્રિશલા માતાની કૃષિમાં ગર્ભ સંહરણ થયું ત્યારે પ્રભુ મતિ–શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા. “મારું સંતરણ થશે” એ પ્રમાણે તે જાણતા હતા. “સંહરણ થઈ રહેલ છે' તે જાણતા ન હતા. “સંહરણ થઈ ગયું છે.' તે જાણતા હતા.* ( ઉક્ત પાઠ કલ્પસૂત્ર-૩૧નો છે. આચારાંગ સૂત્ર-૫૧૦માં વૃત્તિમાં પણ આ પ્રમાણે પાઠ છે. પણ આચારાંગ–મૂળસૂત્રમાં ભિન્ન ભિન્ન પ્રતિઓ જોતા બે પ્રકારના પાઠ મળે છે – (૧) “સંહરણ થઈ રહેલ છે" તે જાણતા ન હતા. Page #236 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્રભ૰મહાવીર—કથા (૨) “સંહરણ થઈ રહેલ છે.' તે પણ જાણતા હતા. જો કે કલ્પસૂત્રની પૃથ્વીચંદ્ર કૃતુ ટીપ્પણમાં તો “તિજ્ઞાળોવાણ સાહરિગ્રિસ્લામિ જ્ઞાતિ વ્યવનવવું જ્ઞેયમ્ એમ લખ્યું જ છે.) (કલ્પસૂત્ર–૩૧–વૃત્તિગત સ્પષ્ટીકરણ : અહીં કોઈ શંકા કરે કે, સંહરણ કાળ તો અસંખ્ય સમયનો છે તો આવી અસંખ્ય સમયવાળી ક્રિયા પ્રભુ કેમ ન જાણે ? સંહરણ ક્રિયાકાળ અસંખ્ય સમયનો હોવાથી હું સંહરાઉ છું એમ પ્રભુ જાણે તો ખરા જ. પણ આ વાક્ય સંહરણ ક્રિયાની કુશળતાને જણાવનારું છે. હરિણેગમેષી દેવે તે ગર્ભનું એવી કુશળતાથી સંહરણ કર્યું કે, જેથી પ્રભુને લેશ માત્ર પણ પીડા થઈ નહીં. તેથી પ્રભુએ જાણવા છતાં પણ જાણ્યું જ નથી તેમ કહેવાયું અર્થાત્ આ “વ્યવહાર સત્ય' રૂપ વાક્ય છે. બાકી તો ઉભય પાઠભેદનો નિર્ણય બહુશ્રુતો જ કરી શકે) ૦ દેવાનંદાની સ્થિતિ : ૨૩૫ જે રાત્રે શ્રમણ ભગવાન્ મહાવીર જાલંધર ગોત્રીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી વાસિષ્ઠ ગોત્રીયા ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભપણે સંહરાયા તે રાત્રે દેવાનંદા બ્રાહ્મણી શય્યામાં કંઈક ઊંઘતી, કંઈક જાગતી અર્થાત્ અનિદ્રાવસ્થામાં હતી. તે સમયે તેણે એવું સ્વપ્ન જોયું કે, તેના ઉદાર, કલ્યાણકારી, ઉપદ્રવહર, ધન્ય, મંગળરૂપ અને શોભા સહિત (હવે કહેવાશે તેવા) ચૌદ મહા સ્વપ્નોને ત્રિશલા ક્ષત્રિયાણીએ હરી લીધાં છે. એવું સ્વપ્ન જોઈને તે જાગી. તે ચૌદ મહાસ્વપ્નો હાથી, વૃષભ ઇત્યાદિ હતા. ૦ ત્રિશલાનું શયનગૃહ અને સ્વપ્નદર્શન : જે રાત્રિએ શ્રમણ ભગવાન મહાવીર જાલંધર ગોત્રીયા દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાંથી વાસિષ્ઠ ગોત્રીય ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભપણે સંહરાયા તે રાત્રિએ તે ત્રિશલા ક્ષત્રિયાણી ભવ્ય (શયનમંદિર) વાસગૃહમાં નિદ્રા લઈ રહ્યા હતા. * તે વાસગૃહનો અંદરનો ભાગ ચિત્રો વડે સુશોભિત હતો. બહારનો ભાગ ચૂના વડે ધોળાયેલો હતો. ઘસીને તે ચીકણો, સુંવાળો તથા ચમકદાર બનાવેલો હતો. ઉપરનો ભાગ પણ વિવિધ પ્રકારના ચિત્રો વડે ચિતરેલ હતો. મણિરત્નોની ઝગમગાટ કરતી જ્યોતિથી ત્યાંનો અંધકાર નષ્ટ થઈ ગયો હતો. તેનું તળીયું પણ દેદીપ્યમાન હતું. ત્યાંનો ભૂમિભાગ સમતલ અને સુવિભક્ત હતો. તેમજ પાંચ વર્ણવાળા મણિઓથી બાંધેલો હોવાથી ભિન્ન ભિન્ન જાતના સ્વસ્તિકાદિ રચના વડે મનોહર લાગતો હતો. તેના પર પંચવર્ણી સરસ સુગંધિત ફૂલો ત્યાં વિખેરાયેલા પડ્યા હતા. Badide તે વાસગૃહ કાલગુરુ, ઉત્તમ કુંદરુ, લોબાન અને દશાંગાદિ ધૂપના જ્વલનથી મહેકતો હતો. તેની સુગંધ ચારે તરફ ફેલાઈ રહી હતી. તે સર્વે વડે તે રમણીય બન્યો હતો. ઉત્તમ ગંધવાળા સુગંધી ચૂર્ણોની સુગંધવાળો હતો. સુગંધી દ્રવ્યોની બનેલી ગુટિકા તુલ્ય સુગંધિત હતો. આવા શ્રેષ્ઠ વાસગૃહ—શયનમંદિરમાં ત્રિશલાક્ષત્રિયાણી સૂતા હતા. તે શય્યા પણ અવર્ણનીય તથા અતિશય પુણ્યશાળીને જ પ્રાપ્ત થાય તેવી હતી. તે આ પ્રમાણે :- શરીર પ્રમાણ દીર્ઘ (ગાદલાવાળી), જેની બંને બાજુએ એટલે કે, મસ્તક અને પગ રાખવાને સ્થાને તકીયા ગોઠવેલા હતા. તે તકીયાને કારણે બન્ને બાજુએ ઊંચી અને મધ્યના ભાગમાં ગંભીર (નીચી) હતી. ગંગાનદીના તટની રેતી સમાન તે - --- Page #237 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ મુલાયમ અને કોમળ હતી. તે શય્યા ઉપર ઉત્તમ કારીગરીવાળું રેશમી વસ્ત્ર પાથરેલું હતું. રજ વગેરેથી મેલી ન થાય તે માટે ઉત્તમ વસ્ત્રથી આચ્છાદિત હતી. તે શય્યા લાલ વર્ણ વડે સંવૃત્ત-ઢંકાયેલી હતી. સુરમ્ય હતી. તે શય્યા સંસ્કારિત કરેલ ચર્મ, રૂ, બૂરનામક વનસ્પતિ, માખણ અને આંકડાના રૂ ના કોમળ સ્પર્શ સમાન અતિ મૂલાયમ હતી. સુગંધિત પુષ્પ અને સુગંધી ચૂર્ણ વડે ઉત્તમ રીતે સજાવાયેલી હતી. આવા પ્રકારની શય્યામાં કંઈક ઊંઘતી, કંઈક જાગતી અર્થાત્ અલ્પનિદ્રા કરતી એવી ત્રિશલા ક્ષત્રિયાણી હવે પછી કહેવાશે તેવા પ્રશસ્ત યાવત્ – ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગી.* આવું જ વર્ણન ભગવતી સૂત્ર–૫૧૮માં પ્રભાવતી દેવીની શય્યાનું આવે છે. તે ચૌદ મહાસ્વપ્નો આ પ્રમાણે છે :– હાથી, વૃષભ, સિંહ, (અભિષેક કરાતા) લક્ષ્મી, પુષ્પની માળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજા, કળશ, પદ્મસરોવર, સમુદ્ર, દેવવિમાન (અથવા ભવન), રત્નનો ઢગલો અને નિર્ધમ અગ્નિ ૨૩૬ (જો કે પહેલા સ્વપ્નમાં ઋષભદેવની માતાએ વૃષભ જોયો હતો અને ભ૰મહાવીરની માતાએ સિંહ જોયો હતો. પણ સર્વ સાધારણ પાઠ પ્રમાણે અહીં ગજ–વૃષભ ઇત્યાદિ ક્રમમાં ચૌદ સ્વપ્નોનું વર્ણન આપેલ છે. તે જ રીતે બારમા સ્વપ્નમાં ત્રિશલા માતાએ (દેવ) વિમાન જ જોયેલું હતું. પણ જે તીર્થંકરનો જીવ અઘોલોકમાંથી આવે છે તેની માતા બારમા સ્વપ્નમાં ભવન જુએ છે. તેથી પાઠને અખંડિત રાખવા ઉપર “વિમાન કે ભવન” એવો નિર્દેશ કરેલો છે.) ૦ પ્રથમ સ્વપ્ન - હાથી : www તે ત્રિશલા ક્ષત્રિયાણી પ્રથમ સ્વપ્નમાં હાથીને જુએ છે. તે હાથી ચાર દંતૂશળવાળો અને ઊંચો હતો. વરસાદ વરસી રહ્યા બાદ ગળી ગયેલા વિશાળ મેઘ જેવો શ્વેત, હારના સમૂહ જેવો ઉજ્જ્વળ, ક્ષીરસમુદ્ર જેવો ધવલ, ચંદ્રકિરણ જેવો ચમકદાર, પાણીનાં ટીપાં જેવો નિર્મળ અને ચાંદીના પર્વત જેવો સફેદ હતો. તેના ગંડસ્થળમાંથી મદ ઝરી રહેલ હતો. જેની સુગંધ લેવા ભ્રમરો ગુંજારવ કરી રહ્યા હતા. શક્રેન્દ્રના ઐરાવત હાથી તુલ્ય શ્રેષ્ઠ પ્રમાણવાળો હતો. જળથી ભરેલા અને ચોતરફ ફેલાયેલા મેઘની ગર્જના જેવી મનોહર ગર્જનાવાળા તથા શુભને કરનારો અને સર્વ શુભ લક્ષણોના સમૂહથી યુક્ત હતો. એવા ઉત્તમ અને વિશાળ હાથીને ત્રિશલા ક્ષત્રિયાણી પહેલા સ્વપ્નમાં જુએ છે. ૦ બીજું સ્વપ્ન વૃષભ : તે પછી ત્રિશલા ક્ષત્રિયાણી બીજા સ્વપ્નમાં વૃષભને જુએ છે. તે વૃષભ શ્વેત કમળની પાંદડીઓના સમૂહથી પણ અધિક રૂપની કાંતિવાળો હતો. પોતાની પ્રભાના સમૂહને ફેલાવવા દ્વારા દશે દિશાને ઉદ્યોતિત કરતો હતો. ઉત્કૃષ્ટ શોભા સમૂહની પ્રેરણા વડે ઉન્નત થયેલ હોય તેવી મનોહર, સોહામણી અને સુંદર કાંધવાળો હતો. તેના રોમ સૂક્ષ્મ, અતિ સુંદર અને સુકોમળ હતા. તેનું અંગ–શરીર મજબૂત, સારા બાંધાવાળું, માંસલ, પુષ્ટ, મનોહર અને યથાસ્થિત સર્વ અવયવોવાળું તેમજ સુંદર હતું. તેના શિંગડા મજબૂત, વર્તુળાકાર, લઠ, ઉત્તમ, તેલ ચોપડેલા અને તીક્ષ્ણ હતા. તેના દાંત ક્રુરતા રહિત, ઉપદ્રવ રહિત, બરાબર સમાન, સોહામણા, વિશુદ્ધ, અગિણત ગુણોરૂપી મંગલના આગમનના દ્વાર સમાન હતા. (આવા પ્રકારના વૃષભને તેણી જુએ છે.) --- Page #238 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા ૨૩૭ ૦ ત્રીજું સ્વપ્ન – સિંહ - તે પછી તે ત્રિશલા ક્ષત્રિયાણી ત્રીજા સ્વપ્નમાં સિંહને જુએ છે. તે સિંહ (મોતીના) હારનો સમૂહ, ક્ષીર સમુદ્ર, ચંદ્રના કિરણો, પાણીના કણિયા અને રૂપાના પર્વત જેવો અતિશય સફેદ તેમજ રમણીય અને પ્રેક્ષણીય હતો. તેના પંજા મજબૂત અને દૃઢ હતા. તેની દાઢાઓ વર્તુળાકાર, પુષ્ટ, સુશ્લિષ્ટ-પોલાણ રહિત, શ્રેષ્ઠ અને તીક્ષ્ણ હતી. તેના વડે તે સિંહનું મુખ સુશોભિત લાગતું હતું. તેના બંને હોઠ સ્વચ્છ, ઉત્તમ જાતિના કમળ જેવા કોમળ, પ્રમાણસર અને સોહામણા હતા. તેનું તાળવું લાલ કમળના પાંદડા તુલ્ય મૃદુ, સુકોમળ અને રક્તવર્ણીય હતું. તે સિંહની જીભ લપલપાયમાન થતી હતી. તેના બંને નેત્રો સુવર્ણ ગાળવાની માટીની કુલડીમાં ગાળેલા અને ફુદડી ફરતા ઉત્તમ સુવર્ણ જેવા ગોળ, સ્વચ્છ વિજળી જેવા ચમકદાર અને ચપળ હતા. તેની વિશાળ જાંઘો અત્યંત પુષ્ટ અને ઉત્તમ હતી. તેની કાંધ પરિપૂર્ણ અને નિર્મળ હતી. તેની દીર્ધ કેશવાળી, કોમળ, સફેદ, બારિક, શ્રેષ્ઠ લક્ષણયુક્ત અને વિસ્તીર્ણ હતી. તેનું પૂંછડું કુંડલાકાર અને શોભાયુક્ત હતું. તેની આકૃતિ–દેખાવ સૌમ્ય અને ક્રુરતા રહિત હતો. તેના નખનો અગ્રભાગ અતિ તીક્ષ્ણ હતો. નવીન પલ્લવ પત્ર સમાન રમણીય અને ફેલાયેલી જીભ હતી. એવા સિંહને વિલાસ સહિત મંદ મંદ ગતિયુક્ત આકાશ થકી ઉતરતો અને પોતાના મુખમાં પ્રવેશ કરતો એવો તે ત્રિશલા ક્ષત્રિયાણી ત્રીજા સ્વપ્નમાં જુએ છે. ( સિંહના સ્વપ્નનું આવું જ વર્ણન ભગવતી સૂત્ર–૫૧૮માં પ્રભાવતી દેવીના સ્વપ્ન વર્ણનમાં જોવા મળે છે.) ૦ ચોથું સ્વપ્ન – લક્ષ્મી દેવી : - ત્યાર પછી પૂર્ણ ચંદ્ર સમાન મુખવાળી ત્રિશલા ક્ષત્રિયાણી ચોથા સ્વપ્નમાં લક્ષ્મીદેવીને જુએ છે. તે લક્ષ્મીદેવી અત્યંત ઊંચો જે હિમવાનું પર્વત, તેના ઉપર ઉત્પન્ન થયેલ શ્રેષ્ઠ કમળના આસન ઉપર બેઠેલા હતા. તે હિમવાન્ પર્વત ૧૦૦ યોજન ઊંચો છે. ૧૦૫૨ યોજન અને ૧૨ કળા પ્રમાણ પહોળો છે. તે પર્વત પર ૧૦૦૦ યોજન લાંબુ, ૫૦૦ યોજન પહોળું અને ૧૦ યોજનની ઊંડાઈ વાળો પદ્મ દ્રહ નામે પ્રહ છે. તેના મધ્ય ભાગમાં ૧ યોજન પહોળું, ૧ યોજન લાંબુ અને પાણીથી બે કોસ ઊંચુ નીલરત્નમય નાળચાવાળું એક કમળ છે. જેનું મૂળ વજમય છે, કંદ રિઝરત્નમય છે, લાલ સુવર્ણમય બહારના અને સુવર્ણમય અંદરના પાંદડા છે એ કમળમાં લાલ સુવર્ણમય કેસરાથી શોભતી એક સુવર્ણની કર્ણિકા છે. તેના મધ્ય ભાગમાં અડધો કોસ પહોળું, એક કોસ લાંબુ અને એક કોસમાં કંઈક ન્યૂન ઊંચુ એવું લક્ષ્મીદેવીનું મંદિર છે. તે મંદિરમાં ૫૦૦ ધનુષ ઊંચા, ૨૫૦ ધનુષ પહોળા એવા ત્રણ દરવાજા છે જે પૂર્વ, દક્ષિણ અને ઉત્તર દિશામાં એક-એક હાર સંસ્થિત છે તે મંદિરના મધ્ય ભાગમાં ૨૫૦ ધન પ્રમાણની મણિમય વેદિકા છે. તે વેદિકા ઉપર લક્ષ્મીદેવીને યોગ્ય એવી શય્યા છે. મુખ્ય કમળની ચારે તરફ વલયાકારના અને મુખ્ય કમળથી અડધા પ્રમાણવાળા બીજા ૧૦૮ કમળો છે. તેના ફરતા અને ૧૦૮ કમળના પ્રમાણથી અર્ધ પ્રમાણવાળા કમળો Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ આગમ કથાનુયોગ-૧ બીજા વલયમાં છે, જેમાં તેના સામાનિક દેવો, મહર્તિક દેવી, ગુરુ સ્થાનીય દેવો, મિત્ર સ્થાનીય દેવો, કિંકર દેવો અને સાત સેનાનાયકો રહે છે. ત્રીજા વલયમાં અંગરક્ષક દેવોના ૧૬,૦૦૦ કમળો છે. એ રીતે ચોથા, પાંચમા અને છઠા વલયમાં અત્યંતર, મધ્ય, બાહ્ય આભિયોગિક દેવોના કમળો છે. આવી રીતે પરિવાર સહિત તે લક્ષ્મીદેવી મૂળ કમળ સ્થાન પર બેઠેલા છે. તે લક્ષ્મીદેવી પ્રશસ્ત રૂપવતી હતા. તેણીના ચરણ યુગલ સુસંસ્થિત સુવર્ણમય કાચબા જેવા ઉન્નત હતા. તેણીના અંગુઠા અતિ ઉન્નત અને પુષ્ટ હતા. તેણીના નખ રંગ્યા હોય તેવા, પુષ્ટ, મધ્ય ભાગમાં ઊંચા, બારીક, રક્તવર્ણા અને સ્નિગ્ધ હતા. હાથ અને પગ કમળ સમાન કોમળ હતા. આંગળીઓ કોમળ અને શ્રેષ્ઠ હતી. પગની પિંડીઓ કુરુવંદના આવર્ત સમાન, વર્તુળાકાર, પહેલા પાતળી અને પછી અનુક્રમે જાડી-જાડી થતી એવી હતી. બંને ઘુંટણ શરીરની પુષ્ટતાને લીધે બહારને દેખાય તેવા ગુપ્ત હતા. જાંઘ ઉત્તમ હાથીની સૂંઢ જેવી પરિપુષ્ટ હતી. તેણીની કમર રમણીય, સુવિસ્તૃત અને સુવર્ણમય કંદોરાથી યુક્ત હતી. રોમરાજી ઘુંટેલ અંજન, ભ્રમર અને મેઘસમૂહ સમાન શ્યામ વર્ણવાળી, સરસ, સીધી, આંતરા રહિત, બારીક, સુંદર, મનોરમ, પુષ્પાદિ સુકોમળ પદાર્થ કરતા પણ વધુ કોમળ અને રમણીય હતી. તેનું જઘન–કમ્મરની નીચેનો આગળનો ભાગ તેણીના નાભિમંડળને કારણે અતિ સુંદર, વિશાળ અને સારા લક્ષણોથી યુક્ત હતું. ઉદર-કમરનો ભાગ મુઠ્ઠીમાં આવી જાય તેવો પાતળો, સુંદર અને ત્રિવલીયુક્ત હતો. અંગોપાંગ વિવિધ પ્રકારના મણિઓ, સુવર્ણ, રત્નો તથા નિર્મળ લાલ સુવર્ણના આભરણ અને આભુષણોથી સુશોભિત હતા. તેણીના બંને સ્તનો સુવર્ણના કળશની માફક ગોળ, કઠ્ઠણ અને પુષ્ટ હતા. તે મોતીના હારથી મનોહર, મચકુંદ આદિ પુષ્પમાળાથી વ્યાપ્ત અને દેદીપ્યમાન લાગતા હતા. યથાસ્થાને રહેલા, મરકતના પાનાં વડે શોભિત અને દૃષ્ટિને આનંદકારી મોતીઓના ગુચ્છા વડે ઉજ્વલ એવા મોતીઓના હાર વડે તેણી શોભતી હતી. હૃદય સુવર્ણમાળા વડે અને કંઠ રત્નમય દોરા વડે શોભતા હતા. કાનોમાં ચમકદાર, શોભાયુક્ત અને સમીચીન કાંતિવાળા દીતિ સ્વરૂપ કુંડળો પહેર્યા હતા જે તેણીના ખભા સુધી લટકતા હતા. જેમ રાજા તેના સેવકોના સમૂહ વડે શોભે છે તેમ તેણીનું મુખ પણ દીતિલક્ષણ ગુણ સમૂહ વડે શોભી રહ્યું હતું. તેણીના નેત્રો નિર્મળ, વિશાળ અને રમણીય હતા. તેણીના બંને હાથોમાં દેદીપ્યમાન બે કમળ હતા. જેમાંથી મકરંદના બિંદુઓ ટપકી રહ્યા હતા. તેણીને ફક્ત આનંદ ખાતર વિંઝાતા પંખા વડે તે સુશોભિત હતા. તેણીનો કેશ–પાશ, પૃથકૂ–પૃથક, ગુચ્છા વગરના તથા કાળા, સઘન, બારીક, સ્નિગ્ધ અને કમર સુધી લંબાયેલ હતો. તેણીનો નિવાસ પૂર્વવર્ણિત એવા પદ્ધહના કમળ ઉપર હતો. તેણીને હિમવાનું પર્વતના શિખર ઉપર દિગગજેન્દ્રોની લાંબી અને પુષ્ટ સૂઢો વડે અભિષેક કરાતો હતો. એવા પ્રકારની ભગવતી–ઐશ્વર્યાદિ ગુણયુક્ત લક્ષ્મીદેવીને ત્રિશલા ક્ષત્રિયાણી ચોથા સ્વપ્નમાં જુએ છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા ૨૩૯ ૦ પાંચમું સ્વપ્ન - પુષ્પની માળા : ત્યારપછી ત્રિશલા ક્ષત્રિયાણી પાંચમાં સ્વપ્નમાં આકાશમાંથી નીચે ઉતરતી એવી પુષ્પોની માળાને જુએ છે. તે માળા કલ્પવૃક્ષનાં તાજાં અને રસ સહિત ફૂલો વડે ગુંથાયેલી અનેક માળાએ વડે વ્યાસ એવી રમણીય માળા હતી. તે માળામાં ચંપો, અશોક, પુન્નાગ, નાગકેશર, પ્રિયંગુ, શિરીષ, મોગરો, મલિકા, જાઈ, જૂઈ, અંકોલ, કોક્ક, કોરિંટ, ડમરપત્ર, નવમાલિકા, વેલડી, બકુલ, તિલક, વાસંતિક, પદ, ઉત્પલ, ગુલાબ, મચકુંદ અને માધવી લતાના પુષ્પો (આ બધાં પ્રકારના પુષ્પો) તેમજ આમ્રમંજરી તે માળામાં ગુંથેલ હતા. તેની મધુર સુગંધથી દશે દિશાઓ મહેંકી રહી હતી. તે માળા સર્વ ઋતુઓના સુગંધી પુષ્પોથી તૈયાર થયેલ હતી. તે માળાનો વર્ણ મુખ્યત્વે સફેદ હતો, વળી દેદીપ્યમાન રમણીય લાલ–પીળા વગેરે વિભિન્ન રંગોના પુષ્પોની વચ્ચે વચ્ચે ગુંથણી કરેલ હતી. તેનાથી માળા ઘણી જ મનોહર, રમણીય અને આશ્ચર્યકારી લાગતી હતી. તે માળાની અતિશય સુગંધીને લીધે અન્ય સ્થળેથી ખેંચાઈને આવેલ ષપદ–મધુકરી અને ભ્રમરાઓનો સમૂહ તે માળાની ઉપર-નીચે અને આસપાસ કર્ણમધુર ગુંજારવ કરી રહ્યા હતા. આવા પ્રકારની પુષ્પમાળાને આકાશતલથી ઉતરતી ત્રિશલા રાણી જુએ છે. ૦ છઠું સ્વપ્ન – ચંદ્ર : ત્યારપછી ત્રિશલા દેવી છઠા સ્વપ્નમાં ચંદ્રને જુએ છે. તે ચંદ્ર ગાયના દૂધ, ફીણ, પાણીના કણીયા અને રૂપાના કળશ જેવો સફેદ હતો. શાંતિદાયક, લોકોના હૃદય અને નેત્રને પ્રિય લાગતો, પરિપૂર્ણ અને ઘોર અંધકારનો નાશ કરનારો હતો. માસ–વર્ષ આદિના પ્રમાણને કરનારા જે શુકલ અને કૃષ્ણ એવા બે પક્ષ તેની મધ્યે રહેલ પૂર્ણિમાના ચંદ્રની માફક પૂર્ણ કળાયુક્ત હતો. તે ચંદ્ર કુમુદના વનને વિકસિત કરનારો, રાત્રિની શોભાને વધારનાર, સારી રીતે માંજીને ઉજ્વલ બનાવેલા દર્પણ જેવો અને હંસની માફક ઉજ્વલ વર્ણવાળો હતો. તે ચંદ્ર જ્યોતિષ્કના મુખને શોભાવનાર અર્થાત્ ગ્રહ, નક્ષત્ર, તારામાં અગ્રેસર હતો. રાત્રિની શોભામાં અભિવૃદ્ધિ કરનારો અને અંધકારનો શત્રુ હતો. કામદેવના ભાથા સમાન અર્થાત્ ચંદ્રનો ઉદય થતા કામદેવ કામીજનોને ઘાયલ કરતો હતો. સમુદ્રના પાણીની વેળાને વધારનારો અને વિરહની વેદનાને ભોગવનારને વ્યથિત કરનારો હતો. સૌમ્ય અને રમણીય સ્વરૂપવાળો હતો. આકાશમંડળના વિસ્તીર્ણ, સૌમ્ય અને હરતા-ફરતા તિલક જેવો હતો. તેની પત્ની રોહિણીના મનને આહ્માદિત કરનારા અને ચાંદની વડે શોભી રહેલા એવા પૂર્ણ ચંદ્રને ત્રિશલાદેવી જુએ છે. ૦ સાતમું સ્વપ્ન – સૂર્ય : ત્યારપછી ત્રિશલાદેવી સાતમાં સ્વપ્નમાં સૂર્યને જુએ છે. તે સૂર્ય અંધકારના સમૂહને નાશ કરનારો, તેજથી જાજ્વલ્યમાન રૂપવાળો, લાલ અશોકવૃક્ષ, વિકસિત થયેલ કેસુડો, પોપટની ચાંચ, ચણોઠીનો અર્ધભાગ જેવા લાલ રંગવાળો અને કમળના વનને સુશોભિત કરનારો હતો. તે સૂર્ય જ્યોતિષુ ચક્ર ઉપર સંક્રમણ કરવાના કારણે તેનાં Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ આગમ કથાનુયોગ-૧ લક્ષણોને બતાવનારો, આશિતલને વિશે પ્રકાશ કરનારો હોવાથી પ્રદીપ સમાન, હિમના સમૂહને નષ્ટ કરનારો, ગ્રહોના સમુદાયનો સ્વામી અને રાત્રિના સમૂહને નાશ કરનારો હતો. – ઉદય અને અસ્ત સમયે મુહર્ત સુધી સુખપૂર્વક જોઈ શકાય તેવો અને તે સિવાયના અન્ય સમયે દુઃખે કરી જોવાય તેવા ઉગ્ર સ્વરૂપવાળો, રાત્રિના સમયે ભટકનારા સ્વેચ્છાચારી એવા ચોર, લુંટારા કે વ્યભિચારી આદિથી થતા અન્યાયને અટકાવનાર, ઠંડીના વેગને પોતાના તાપથી દૂર કરનાર, પ્રદક્ષિણા વડે મેરૂ પર્વતની આસપાસ સતત ભ્રમણ કરનાર, વિસ્તીર્ણ મંડળવાળો, પોતાના હજાર કિરણો વડે ચંદ્ર-તારાગણ આદિની શોભાને નષ્ટ કરનારો એવા સૂર્યને ત્રિશલા ક્ષત્રિયાણી જુએ છે. ૦ આઠમું સ્વપ્ન – ધ્વજા : ત્યારપછી તે ત્રિશલા ક્ષત્રિયાણી આઠમા સ્વપ્નમાં દધ્વજાને જુએ છે. તે ધ્વજા ઉત્તમ જાતિના સુવર્ણમય દંડ ઉપર પ્રતિષ્ઠિત હતી. લીલા, કાળા, લાલ, પીળા અને સફેદ એ વિવિધ વર્ગોની બનેલી હોવાથી રમણીય લાગતી હતી. સુકુમાલ હતી. વાયુ વડે આમતેમ ફરકતા જત્થાબંધ મોરપીંછ રૂપી કેશવાળી હોવાથી શોભાયમાનું લાગતી હતી. તે ધ્વજા અતિશય શોભાયુક્ત હતી. તે ધ્વજાના ઉપરના ભાગમાં સિંહ ચિતરેલો છે. તે સિંહ સ્ફટિક, શંખ, અંતરત્ન, મચકુંદ પુષ્પ, પાણીના કણીયા અને રૂપાના કળશ જેવો સફેદ હતો. આવા પ્રકારના પોતાના સૌંદર્ય વડે રમણીય લાગતા સિંહ વડે તે ધજા શોભતી હતી. વાયુના તરંગથી તે ધજા ફરકતી હતી. તેથી તેમાં ચીતરેલો સિંહ ઉછળી રહ્યો હતો ત્યારે એમ લાગતું હતું કે, સિંહ આકાશતલને ભેદવા માટે પ્રયાસ કરી રહ્યો છે. તે ધ્વજા સુખકારી મંદમંદ પવનથી લહેરાઈ હતી. અતિશય મોટી અને મનુષ્યોને જોવાલાયક એવી મનોહર ધજાને ત્રિશલાદેવી આઠમાં સ્વપ્નમાં જુએ છે. ૦ નવમું સ્વપ્ન – કળશ : ત્યારપછી ત્રિશલા ક્ષત્રિયાણી નવમાં સ્વપ્નમાં કળશને જુએ છે. તે કળશ નિર્મળ જળથી પૂર્ણ ભરેલો હતો. ઉત્તમ જાતિના સુવર્ણ જેવા દેદીપ્યમાન રૂપવાળો અને અતિ નિર્મળ હતો. નિર્મળ જળથી ભરેલો હોવાથી કલ્યાણને સૂચવનારો, ચળકાટ કરતી કાંતિવાળો, ચારે તરફ કમળના સમૂહથી શોભતો, પ્રતિપૂર્ણ–સર્વ પ્રકારના મંગલોના સંકેત સ્થાન સમાન હતો. ઉત્તમ રત્નો વડે અતિશય શોભતા કમળ ઉપર રહેલો, નેત્રોને આનંદ આપનારો, અત્યંત દેદીપ્યમાન અથવા પોતાની પ્રભા વડે નિરૂપમ અને તેથી જ સર્વ દિશાઓને દીપાવતો, ઉત્તમ સંપત્તિનું ઘર, સર્વ પ્રકારના અમંગલ રહિત અને તેથી જ શુભ કરનારો, તેજસ્વી અને ધર્મ, અર્થ, કામરૂપ સંપત્તિ વડે શ્રેષ્ઠ હતો. સર્વ ઋતુઓમાં થતા સુગંધી પુષ્પોની માળા તે કળશના કંઠ ઉપર રાખેલ હતી. આવા પ્રકારના પૂર્ણ ભરેલા રૂપાના કળશને તે ત્રિશલા ક્ષત્રિયાણી જુએ છે. ૦ દશમું સ્વપ્ન – પદ્મ સરોવર : ત્યારપછી દશમાં સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણી પદ્મ સરોવર જુએ છે. તે પદ્મ સરોવર ઉગતા સૂર્યના કિરણોથી વિકસિત સહસ્ત્ર પાંખડીઓવાળા કમળોની સૌરભથી સુગંધિત હતું. તેનું પાણી કમળના પરાગ પડવાથી લાલ અને પીળા વર્ણનું લાગતું હતું. Page #242 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૨૪૧ તેમાં જળચર જીવોનો સમૂહ વ્યાપ્ત હતો. મત્સ્યાદિ તેનાં જળનું પાન કરી રહ્યા હતા. તે સરોવર ઘણું મોટું હતું, સૂર્યવિકાસી કમળો, ચંદ્રવિકાસી કમળો, લાલ કમળો, મોટા કમળો, શ્વેત કમળો એ રીતે વિવિધ જાતિનાં કમળોના વિશાળ અને ફેલાઈ રહેલા કાંતિઓના સમૂહ વડે શોભી રહ્યું હતું. તેના રૂપની શોભા રમણીય હતી. - પ્રમુદિત એવા ભમરા અને મદોન્મત મધુકરી તે કમળો પર બેસીને તેનું રસપાન કરી રહ્યા હતા. તે સરોવર ઉપર મધુર કલરવ કરનારા કલહંસ, બગલા, ચક્રવાક, રાજહંસ, સારસ વગેરે વિવિધ પક્ષીઓના યુગલોનો સમૂહ જળક્રીડા કરી રહેલ હતો. તેમાં કમલિની દળ ઉપર રહેલાં જળકણો સૂર્યના કિરણો પડવાથી મોતીની જેમ ચમકી રહ્યા હતા. અર્થાત્ કમલિનીઓના પાંદડા નીલરત્ન જેવા શોભતા હતા અને જલબિંદુ મોતી જેવા ચમકતા હતા. તેથી પઘસરોવર આશ્ચર્યકારી લાગતું હતું. હૃદય અને નેત્રોને પરમ શાંતિદાયક, સરોવરોને વિશે પૂજનીય અને કમળોથી રમણીય એવું પuસરોવર ત્રિશલા ક્ષત્રિયાણી દશમાં સ્વપ્નમાં જુએ છે. ૦ અગિયારમું સ્વપ્ન – ક્ષીર સમુદ્ર : ત્યારપછી અગિયારમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણી ક્ષીરસમુદ્રને જુએ છે. તે ક્ષીરસમુદ્રનો મધ્યભાગ ચંદ્રકિરણોના સમૂહ સટશ શોભાયમાન અને અત્યંત ઉજ્વળ હતો. તેમાં ચારે દિશાના માર્ગોમાં પાણીનો સમૂહ અતિશય વધતો હતો. અર્થાત્ અગાધ જળપ્રવાહવાળો હતો. તેની લહેરો ચંચળ અને ઉછળતી હતી. તેના વડે સમુદ્રનું પાણી વારંવાર એકઠું થઈને જુદું પડતું હતું. તેના પ્રગટ તરંગો સખત પવનના આઘાતથી ચલાયમાન થયેલ અને તેથી જ ચપળ બનેલ હતા. તેના મોજા (તરંગ વિશેષ) આમતેમ નાચી રહ્યા હતા. તેની સ્વચ્છ અને ઉછાળા મારતી ઉર્મિઓ ભયભ્રાંત થઈ હોય તેમ અતિશય ક્ષોભ પામતી ચારે બાજુએ અથડાતી હતી. તેને લીધે તે અત્યંત શોભતો હતો. આ રીતે તરંગ–મોજા (ભંગ) અને ઉર્મિઓ (પાણીના લોઢ)ની સાથેના સંબંધથી તે સમુદ્ર કાંઠા તરફ દોડતો અને કાંઠેથી પાછો ફરતો હોય તેવો – દેદીપ્યમાન અને જોનારાને પ્રીતિ ઉપજાવનારો લાગતો હતો. તેમાં રહેલા વિરાટ મગરમચ્છ, તિમિમચ્છ, તિમિંગલ મચ્છ, નિરુદ્ધ અને તિલિતિલક વગેરે જુદી જુદી જાતના જળચર જીવો પોતાની પૂંછડીને જ્યારે પાણી ઉપર ફટકારતા હતાં ત્યારે તેની ચારે બાજુ કપૂર જેવાં ઉજ્વળ ફીણ ફેલાતા હતા. મહાનદીઓનો પ્રવાહ તેમાં જોશભેર દોડી આવવાથી તેમાં ગંગાવર્તિ નામના આવર્ત ઉત્પન્ન થતા હતા. તે આવર્ત-ઘૂમરીમાં વ્યાકુળ થતું અને આવર્તમાં પડેલું હોવાથી અન્ય સ્થળે નીકળવાનો અવકાશ નહીં હોવાથી ઊંચે ઉછાળા મારતું અને પાછું તે જ ઘૂમરીમાં પડતું અને તેથી જ ચક્રાકાર ભમી રહેલ ચપળ પાણી જેમાં રહેલું છે એવા પ્રકારના ક્ષીર સમુદ્રને શરદઋતુના ચંદ્રમાં જેવા સૌમ્ય મુખવાળી ત્રિશલા ક્ષત્રિયાણી અગિયારમાં સ્વપ્નમાં જુએ છે. ૦ બારમું સ્વપ્ન – વિમાન : ત્યારપછી ત્રિશલા ક્ષત્રિયાણી બારમા સ્વપ્નમાં વિમાન જુએ છે. તે વિમાન નવા ઉગેલા સૂર્યના બિંબ માફક કાંતિવાળું અને દેદીપ્યમાન હતું. તેમાં ઉત્તમ જાતિના સુવર્ણ Jain International Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ આગમ કથાનુયોગ-૧ અને ઊંચા પ્રકારના મહામણિઓના સમૂહ વડે જડાયેલા ૧૦૦૮ સ્તંભો હતા કે, જે પોતાના અલૌકિક પ્રકાશથી આકાશ-મંડળને આલોકિત કરી રહ્યા હતા. તેમાં સુવર્ણના પતરાં ઉપર જડેલાં મોતીઓના ગુચ્છ લટકતા હતા. તે કારણે તે વિમાન અતિ તેજસ્વી લાગતું હતું. તેમાં દિવ્ય માળાઓ પણ લટકતી રહી હતી. તેમાં વરૂ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, રૂ૩મૃગ, શરભ, ચમરી ગાય તથા વિશેષ પ્રકારનાં જંગલી પશુઓ, હાથી, વનલતા, પઘલતા વગેરેના વિવિધ ચિત્રો ચિતરેલા હતા. તેમાં ગંધર્વોના મધુર સ્વરે ગવાતા ગીતો અને વગાડાતા વાજિંત્રોનો પૂર્ણનાદ સંભળાઈ રહ્યો હતો. જળથી ભરેલા ઘટાટોપ બનેલા અને વિસ્તારવાળા મેઘની ગર્જના સદશ દેવદુંદુભિના મોટા શબ્દ–અવાજ તેમાં થઈ રહેલ હતો, તેના કારણે સકળ જીવલોકને તે શબ્દાયમાન – વ્યાપ્ત કરતું હોય તેમ લાગતું હતું. કાળાગુરુ, શ્રેષ્ઠ કુંદક, તુરષ્ક તથા બળી રહેલા ધૂપથી તથા બીજા પણ સુગંધી દ્રવ્યો વડે તે વિમાન મહેંકી રહ્યું હતું. ચારે તરફ ફેલાઈ રહેલી સુગંધને લીધે તે મનોહર દેખાતું હતું. તે વિમાનમાં નિરંતર પ્રકાશ રહેતો હતો. તે શ્વેત અને ઉજ્વળ પ્રભાવાળું હતું. ઉત્તમ દેવતા વડે શોભી રહ્યું હતું. સદા શાતાવંદનીય કર્મના ઉપભોગથી યુક્ત, અન્ય વિમાનો કરતા ઉત્તમ અને શ્રેષ્ઠ પુંડરીક કમળ જેવા વિમાનને ત્રિશલા ક્ષત્રિયાણી જુએ છે. ( ભગવતી સૂત્ર–૫૧ની અભયદેવસૂરિ કૃત્ વૃત્તિમાં અહીં એક સ્પષ્ટીકરણ છે કે, બારમાં સ્વપ્ન માટે વિનામવM શબ્દ વપરાયો છે તેનો અર્થ :- (૧) વિમાન અને ભવન એક જ છે. વિમાન આકારનું ભવને તે વિમાનભવન અથવા (૨) જો તીર્થકર દેવલોકથી ઍવીને આવે તો તેમની માતા વિમાન જુએ છે અને જો નરકમાંથી તે જીવ આવે તો માતા ભવન જુએ છે.) ૦ તેરમું સ્વપ્ન – રત્નનો રાશિ : ત્યારપછી ત્રિશલા ક્ષત્રિયાણી તેરમાં સ્વપ્નમાં રત્નનો રાશિ જુએ છે. તે રત્નનો ઢગલો ભૂમિ ઉપર રાખેલ હતો. તેમાં પુલક, વજ, ઇન્દ્રનીલ, શાસક, કર્કતન, લોહિતાક્ષ, મરકત, મસારગલ, પ્રવાલ, સ્ફટિક, સૌગંધિય, હંસગર્ભ, અંજન, ચંદ્રપ્રભ વગેરે શ્રેષ્ઠ રત્નો હતા. તે રત્નો વડે આકાશમંડલને અંત સુધી શોભાવતો હતો. તે રત્નોનો રાશિ મેરૂ પર્વત સદશ ઊંચો હતો. આવા પ્રકારના રત્નસમૂહને તે ત્રિશલા ક્ષત્રિયાણી જુએ છે. ૦ ચૌદમું સ્વપ્ન – નિર્ધમ અગ્નિ : તે ત્રિશલા ક્ષત્રિયાણી ચૌદમા સ્વપ્નમાં (અશ્ચિ)શિખા – નિર્ધમ અગ્રિને જુએ છે. તે અગ્નિની શિખા વિસ્તારવાળી અર્થાતુ ઉપરની તરફ ઉઠી રહી હતી. તે ઉજ્વલ ઘી અને પીળા મધ વડે સિંચાતી, ધૂમાડા રહિત, ધગધગતી અને જાજ્વલ્યમાન એવી બળી રહેલી હતી. તે વાલા વડે અગ્નિ ઉત્પલ અને મનોહર લાગતો હતો. તે અગ્નિજ્વાલા તરતમ યોગયુક્ત અર્થાત્ એકબીજાની અપેક્ષાએ નાની–મોટી અને પરસ્પર મિશ્રિત લાગતી હતી. એકબીજા સાથે સ્પર્ધા કરતી અગ્રિમાં પ્રવેશી રહી હોય તેમ લાગતી હતી. તેમાંની ઊંચી જ્વાલા એટલી ઊંચી ઉઠતી હતી કે તે આકાશને પકડવાની તૈયારી કરતી હોય તેવી લાગતી હતી. તેના અતિશય વેગને કારણે અગ્નિશિખા ઘણી ચંચળ લાગતી હતી. એવા પ્રકારના નિર્ધમ અગ્રિને ત્રિશલા ક્ષત્રિયાણી જુએ છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ મહાવીર-કથા ૨૪ ૩ આવા પ્રકારના શુભ, સૌમ્ય, દર્શન માત્રથી પ્રીતિને ઉપજાવનારા અને સુરૂપ સ્વપ્નોને નિદ્રામાં જોઈને કમળ જેવા નેત્રોવાળી અને હર્ષ વડે રોમાંચિત શરીરવાળી તે ત્રિશલા ક્ષત્રિયાણી જાગી. જે રાત્રિએ મહાયશસ્વી તીર્થકરો માતાની કુક્ષિમાં આવે છે. તે રાત્રિએ સર્વે તીર્થકરમાતાઓ આ ચૌદ સ્વપ્નોને જુએ છે. ૦ સ્વપ્નદર્શન પછીનો ત્રિશલા અને સિદ્ધાર્થ સાથેનો સંવાદ : ત્યારપછી તે ત્રિશલા ક્ષત્રિયાણી આવા સ્વરૂપના પ્રશસ્ત એવા ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગ્યા. તે હર્ષિત થયા, સંતુષ્ટ થયા – યાવત્ – હર્ષના વશથી ઉલ્લસિત હૃદયવાળા થયા. તેના રોમરોમ મેઘની ધારાથી સિંચિત કદંબના પુષ્પની જેમ પુલકિત થઈ ગયા. તે સ્વપ્નાનું સ્મરણ કરવા લાગ્યા. પછી શય્યાથી ઉક્યા. ઉઠીને પાદપીઠથી નીચે ઉતર્યા. ત્વરારહિત, ચપળતારહિત, સ્કૂલનારહિત અને વિલંબરહિતપણે રાજહંસ જેવી ગતિ વડે જ્યાં સિદ્ધાર્થક્ષત્રિયની શય્યા છે. જ્યાં સિદ્ધાર્થક્ષત્રિય ત્યાં આવે છે – આવીને સિદ્ધાર્થ ક્ષત્રિયને ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મનોહર, ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય, મંગળકારી, શોભાયુક્ત, હદયને રૂચિકર, હૃદયને આલ્હાદકારી, મિત, મધુર અને મંજુલ એવા પ્રકારની વાણી વડે બોલતા–બોલતા સિદ્ધાર્થ રાજાને જગાડે છે. ત્યાર પછી તે ત્રિશલાક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજાની આજ્ઞા પ્રાપ્ત કરીને વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ અને રત્નોની રચના વડે આશ્ચર્યકારી એવા સિંહાસન ઉપર બેસે છે. બેસીને શ્રમને દૂર કરીને, ક્ષોભરહિત થઈ સુખપૂંક આસન પર બેઠેલી એવી ત્રિશલા રાણી સિદ્ધાર્થ ક્ષત્રિયને તેવા પ્રકારની ઇષ્ટ – યાવતું – મંજુલ વાણી વડે આ પ્રમાણે કહે છે– હે સ્વામી ! ખરેખર હું આજે પૂર્વવર્ણિત રમણીય શય્યામાં સૂતેલી હતી ત્યારે – થાવત્ – ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગી. તો હે સ્વામી ! આ પ્રશસ્ત એવા ચૌદ મહાસ્વપ્નોનું કલ્યાણકારી શું ફળવિશેષ અને વૃત્તિવિશેષ થશે ? ત્યારે તે સિદ્ધાર્થ રાજા ત્રિશલા ક્ષત્રિયાણીની પાસે આ અર્થ સાંભળીને તથા મનથી અવધારીને હર્ષિત અને સંતુષ્ટ થઈ – યાવત્ – હર્ષના વશથી ઉલ્લસિત હૃદયવાળો થયો. તેની રોમરાજી મેઘધારાથી સિંચિત્ કદંબના પુષ્પની જેમ વિકસ્વર થઈ. તે સ્વપ્નનાઓને મનમાં ધારે છે. ધારીને અર્થની વિચારણા કરે છે. અર્થ વિચારણા કરીને પોતાની સ્વાભાવિક મતિપૂર્વક બુદ્ધિવિજ્ઞાન વડે તે સ્વપ્નાઓના અર્થનો નિર્ણય કરે છે. પછી ત્રિશલા-ક્ષત્રિયાણીને તેવા પ્રકારની ઇષ્ટ – યાવત્ – મંગલ, મિત, મધુર અને શોભાયુક્ત વાણી વડે આ પ્રમાણે કહે છે હે દેવાનુપ્રિયા ! તમે પ્રશસ્ત સ્વપ્ન જોયા છે, કલ્યાણરૂપ સ્વપ્ન જોયા છે, શિવરૂપ—ઉપદ્રવને હરનારા, ધન્ય-ધનનાં હેતુરૂપ, મંગલરૂપ, શોભાયુક્ત સ્વપ્નોને જોયા છે. આરોગ્ય, સંતોષ, લાંબુ આયુષ્ય, કલ્યાણ અને વાંછિત ફલને દેનારા સ્વપ્નો જોયા છે. હે દેવાનુપ્રિય તમે જોયેલા સ્વપ્નોથી તમને અર્થનો લાભ થશે, ભોગનો લાભ થશે, પુત્રનો લાભ થશે, સુખનો લાભ થશે, રાજ્યનો લાભ થશે. હે દેવાનુપ્રિયા ! નિશ્ચયથી તમે નવ માસ સારી રીતે પરિપૂર્ણ થયા બાદ સાડા સાત દિવસ ગયા બાદ આપણા કુળમાં ધ્વજા સમાન, કુળમાં દીપક સમાન, કુળમાં પર્વત Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ આગમ કથાનુયોગ-૧ સમાન, કુળમાં મુગટ સમાન, કુળમાં તિલક સમાન, કુળની કીર્તિ વધારનાર, કુળનો નિર્વાહ કરનાર, કુળમાં સૂર્ય સમાન, કુળના આધાર સમાન, કુળની વિવૃદ્ધિ કરનાર એવા પુત્રને જન્મ આપશો. તે પુત્રના હાથ–પગ સુકોમલ હશે. તેના શરીરની પાંચ ઇન્દ્રિયો સારા લક્ષણ યુક્ત અને પરિપૂર્ણ હશે. (છત્ર–ચામર આદિના) લક્ષણ ગુણયુક્ત અને (મસતલ વિગેરેના) વ્યંજન ગુણયુક્ત, માન, ઉન્માન, પ્રમાણથી પરિપૂર્ણ તથા સવાંગ સુંદર શરીરવાળા, ચંદ્ર સમાન સૌખ્ય આકૃતિવાળા, મનોહર, પ્રિયદર્શી અને સુંદર રૂપવાળા પુત્રને તમે જન્મ આપશો. તે પુત્ર બાળભાવથી ઉન્મુક્ત થશે ત્યારે તેને સઘળું વિજ્ઞાન પરિણમશે. પછી કાળક્રમે યૌવન અવસ્થાને પામશે ત્યારે (દાનદેવામાં અને અંગીકાર કરેલ કાર્યનો નિર્વાહ કરવામાં) શૂર થશે, વીર–પરાક્રમી થશે, તેની પાસે વિપુલ બળ–વાહન (સેના) હશે અને રાજ્યનો અધિપતિ–રાજા થશે. તેથી હે દેવાનુપ્રિયા ! તમે પ્રશસ્ત સ્વપ્નો જોયા છે – યાવત્ – મંગલને કરનારા સ્વપ્નો જોયા છે. એ રીતે સિદ્ધાર્થરાજા બે વાર-ત્રણ વાર તેની અનુમોદના કરવા લાગ્યા. ત્યારપછી તે ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજાની પાસે આ અર્થ સાંભળીને, હૃદયમાં અવધારીને હર્ષિત, સંતુષ્ટ યાવત્ વિકસિત હૃદયવાળી થઈ, બંને હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી આ રીતે બોલ્યા, હે સ્વામી ! તે એમ જ છે, જેવું આપે કહ્યું તેવું જ છે, આપનું કથન સત્ય છે, સંદેહરહિત છે, તે મેં ઇચ્છેલું છે, મેં આપનું વચન ગ્રહણ કરેલું છે. જે પ્રમાણે તમે કહો છો તે અર્થ સત્ય છે, એમ કહીને તે સ્વપ્નાઓને સારી રીતે અંગીકાર કરે છે. – ત્યાર પછી સિદ્ધાર્થ રાજાની આજ્ઞા પ્રાપ્ત કરીને, વિવિધ પ્રકારના મણિ, સુવર્ણ અને રત્નોથી રચિત ભદ્રાસનથી ઉઠે છે. ઉઠીને ત્વરા રહિત, ચપળતા રહિત, સ્કૂલના રહિત, વિલંબ રહિત રાજહંસ સદશ ગતિ વડે જ્યાં પોતાની શય્યા છે ત્યાં આવે છે, આવીને આ પ્રમાણે બોલે છે (વિચારે છે) – મેં ઉત્તમ, પ્રધાન, મંગળરૂપ એવા મહાસ્વપ્નોને જોયા છે. તે સ્વપ્નો બીજા ખરાબ સ્વપ્નોથી નિષ્ફળ ન જાય તે માટે મારે હવે સૂવું ન જોઈએ. એમ વિચારી ત્રિશલા ક્ષત્રિયાણી દેવ અને ગુરુજનના સંબંધવાળી પ્રશસ્ત, મંગલ કરનારી અને મનોહર ધાર્મિક કથાઓ વડે સ્વપ્નાઓનું રક્ષણ કરવા માટે વિશેષે–વિશેષે જાગૃત થઈને રહેવા લાગ્યા. ૦ સ્વપ્નાંતર દિવસે સિદ્ધાર્થ રાજાની દિનચર્યા : - ત્યાર પછી સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રભાત થતાં કૌટુંબિક પુરુષોને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! આજે બહારના સભામંડપને સારી રીતે સાફ કરી, સુગંધી પાણી છંટાવી, લીંપણ કરાવો, યોગ્ય સ્થાને પંચવર્ણ પુષ્પ સમૂહો ગોઠવી સુશોભિત કરો. કલાગુર, ઉત્તમ કિંઠુ, લોબાન અને જ્વલિત ધૂપથી મધમધિત અને સુગંધથી રમણીય બનાવો. ઉત્તમ ગંધવાળા સુગંધી ચૂર્ણો તથા સુગંધી દ્રવ્યોની બનેલી ગુટિકા સમાન અતિશય સુગંધીયુક્ત એવો સભામંડપ તમે જાતે કરો, બીજા પાસે કરાવો. એમ કરીને ત્યાં એક સિંહાસન સ્થાપન કરાવો. કર્યા પછી મારી આજ્ઞાપાલન થયાનું મને Page #246 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભમહાવીર–કથા ૨૪૫ ---- -- - નિવેદન કરો. ત્યાર પછી તે કૌટુંબિક પુરષો સિદ્ધાર્થ રાજાએ એ પ્રમાણે કહ્યું. ત્યારે હર્ષિતસંતુષ્ટ યાવત્ પ્રફૂલ્લિત હૃદયવાળા થયા. બે હાથ જોડી યાવતું મસ્તકે અંજલિ જોડીને જેવી આપની આજ્ઞા” એમ કહી સિદ્ધાર્થ રાજાના વચનને વિનયપૂર્વક સ્વીકારે છે. સ્વીકારીને સિદ્ધાર્થ ક્ષત્રિય પાસેથી નીકળે છે. નીકળીને બહારના સભામંડપ પાસે આવે છે. પછી બહારના તે સભામંડપને વિશેષ પ્રકારે સુગંધી પાણી છંટાવી, પવિત્ર કરી યાવત્ સિંહાસન સ્થાપન કરે છે. સ્થાપીને સિદ્ધાર્થ ક્ષત્રિય પાસે આવી, બે હાથ જોડી દશ નખ ભેગા કરી મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ જોડીને સિદ્ધાર્થ ક્ષત્રિયની પૂર્વે કહેલી આજ્ઞાનુસાર કાર્ય થઈ ગયાનું નિવેદન છે.* ( ત્રિશલા રાણી સિદ્ધાર્થ રાજાને સ્વપ્નનું ફળ પૂછે છે ત્યાંથી આરંભીને અહીં સુધીનું વર્ણન ભગવતીજી સૂત્ર–૫૧૮માં પણ આ રીતે જ જોવામાં આવે છે માત્ર ત્યાં રાણી પ્રભાવતી છે – રાજા બલ છે.) ત્યારપછી સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રાતઃકાલ સમયે જ્યારે ઉત્પલ કમલ વિકસિત થાય છે; હરણોના કોમળ નેત્રો ખુલવા લાગે છે અને ઉજ્વળ પ્રભાત થાય છે. પછી લાલ અશોકના પ્રભાપુંજ સમાન રક્તવર્ણી સૂર્ય ઉગે છે. તે સૂર્ય કેસુડાનાં પુષ્પ, પોપટની ચાંચ, ચણોઠીના અર્ધભાગની લાલાશ, બપોરીયાના પુષ્પ, પારેવાના પગ અને નેત્ર, કોપિત થયેલી કોયલના અતિશય લાલ બનેલા નેત્રો, જાસૂદના પુષ્પોનો ઢગલો, હિંગલોકનો ઢગલો એ સર્વના લાલ રંગના પદાર્થ સમાન લાલ રંગવાળો તથા એ સર્વ પદાર્થ કરતા વિશેષ કાંતિવાળો, મોટા મોટા જળાશયોમાં સરખી રીતે ઉત્પન્ન થતાં કમળોને વિકસિત કરનાર, હજારો કિરણોવાળો, રાત્રિનું નિવારણ કરી દિવસને કરનારો, તેજ વડે દેદીપ્યમાન એવો સૂર્ય ઉગ્યો. ઉદય પામતા સૂર્યના કુંકુમવર્ણા તાપ વડે મનુષ્ય લોક પણ કુંકુમ વર્ણો થઈ ગયો અર્થાત્ સૂર્યોદય થયો ત્યારે સિદ્ધાર્થ રાજા શય્યા પરથી ઉઠે છે. સિદ્ધાર્થ રાજા શય્યામાંથી ઉઠીને પાદપીઠ પર પગ મૂકી નીચે ઉતરે છે. નીચે ઉતરીને જ્યાં કસરત શાળા છે ત્યાં આવે છે. પછી કસરત શાળામાં પ્રવેશ કરે છે. ત્યાં અનેક પ્રકારના વ્યાયામ (–કસરત)ને યોગ્ય – મુગર આદિને ફેરવવા, વલ્સન, કુદવું, ઉઠ–બેસ કરવી, વ્યામર્દન, પરસ્પર ભુજા વગેરે અંગોને મરડવા, મલ્લયુદ્ધ, કુસ્તી કરવી વગેરે વિવિધ જાતની કસરત (વ્યાયામ) કરવાથી જ્યારે તેઓને શ્રમ લાગ્યો, સમગ્ર અંગોપાંગમાં થાક લાગ્યો ત્યારે તે સિદ્ધાર્થ રાજાએ કુશળ પુરુષો પાસે શરીરે પુષ્ટિકારક તેલ વગેરે ચોપડાવી મર્દન કરાવ્યું. તે તેલ – ભિન્ન ભિન્ન ઔષધિઓના રસ વડે સો વખત પકાવેલું અથવા સો સોનામહોરના વ્યયથી પકાવાયેલું એવું શતપાક તેલ, એ જ પ્રકારે સહસ્ત્રપાક તેલ કે જે હજાર વખત પકાવાયેલું અથવા હજાર સોના મહોરના ખર્ચ વડે પકાવાયેલું હોય એવું હતું. એવા પ્રકારના સુગંધિત તેલ વડે મર્દન કરાવ્યું. તે તેલ રસ રુધિર વગેરે ધાતુઓની પુષ્ટિ કરનાર, સુધાને પ્રદીપ્ત કરનાર, કામની વૃદ્ધિ કરનાર, માંસને પુષ્ટ કરનાર, બળ અને તેજને વધારનાર, સર્વ ઇન્દ્રિયો તથા ગાત્રોને મજબૂત બનાવનાર એવા પ્રકારનું તેલ હતું. સિદ્ધાર્થ રાજાએ ઉક્ત પ્રકારના તેલથી અળંગન–મર્દન કરાવ્યું. પછી તે તેલચમ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ આગમ કથાનુયોગ-૧ પર બેઠા. ત્યાં બેસીને ચંપી કરાવતા તેનો સઘળો થાક ઉતરી ગયો. તે તેલ મર્દન અને ચંપી કરનારા પુરુષો – મર્દન કાર્યમાં નિપુણ, પ્રતિપૂર્ણ હાથ–પગવાળા, હથેળી અને પગના તળીયા સુકોમલ હોય તેવા, મર્દન કરવામાં અને મર્દન કર્યા પછી શરીરમાં પ્રવેશ કરાવેલ તેલને બહાર કાઢવાનાં ગુણોમાં અતિશય મહાવરાવાળા, અવસરજ્ઞ, કાર્યદક્ષ, મર્દન કરનારાઓમાં અગ્રેસર, કુશળ, મેધાવી, પરિશ્રમને જીતનારા અર્થાત્ મજબૂત બાંધાવાળા હતા. એવા પુરુષોએ મર્દન–ચંપી કરી. તે ચંપી એવી હતી કે, જેથી હાડકાંઓને સુખ ઉપજે, માંસને સુખ ઉપજે, ત્વચાને સુખ ઉપજે, રોમરાજીને સુખ ઉપજે. આ રીતે ચાર પ્રકારની સુખદાયક અંગ શુશ્રષાવાળી ચંપી વડે ચંપાયેલા તે સિદ્ધાર્થ રાજા થાકરહિત થઈને કસરત શાળામાંથી બહાર નીકળે છે. કસરત શાળાથી બહાર નીકળીને જ્યાં સ્નાનગૃહ છે ત્યાં આવે છે, આવીને ખાનગૃહમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને નાનમંડપમાં સ્થાપેલા ખાનપીઠ (-બાજોઠ) ઉપર સુખપૂર્વક બેઠા. તે નાનપીઠ ગુંથેલા મોતીઓના સમૂહથી મનોહર, વિવિધ મોતીઓ તથા રત્નોથી જડિત એવા તળીયાવાળી અને રમણીય હતી. ત્યાં સિદ્ધાર્થ ક્ષત્રિયે પુષ્પરસ મિશ્રિત જળ, સુગંધી પદાર્થ મિશ્રિત જળ, ઉષ્ણજળ, પવિત્ર તીર્થજળ અને સ્વાભાવિક નિર્મળ જળ વડે કલ્યાણ કરવામાં પ્રવિણ એવા નાનવિધિપૂર્વક પૂર્વ વર્ણિત કુશળ પુરષો દ્વારા સ્નાન કર્યું. તે સ્નાન અવસરે ઘણાં પ્રકારના સેંકડો કૌતુક કર્યા બાદ કલ્યાણપ્રદ શ્રેષ્ઠ સ્નાનવિધિ પૂર્ણ થતાં રૂંવાટીવાળા, અતિ કોમળ સ્પર્શવાળા અને સુગંધી એવા લાલ વસ્ત્ર વડે શરીરને લુંછવામાં આવ્યું. ત્યાર પછી જરા પણ ફાટ્યા–તુટ્યા વગરનું સ્વચ્છ અને અતિ મૂલ્યવાનું દૂષ્યરત્ન અર્થાત્ ઉત્તમોત્તમ વસ્ત્ર ધારણ કર્યા.. – તે સિદ્ધાર્થ ક્ષત્રિયના શરીર ઉપર સરસ–સુગંધી એવા ગોશીષ ચંદનનો લેપ કરવામાં આવ્યો. પવિત્ર માળા પહેરી, શરીર ઉપર કેશર મિશ્રિત સુગંધી ચૂર્ણનું વિલેપન કર્યું, મણિઓથી જડેલા સોનાના આભૂષણ પહેર્યા. અઢારસરો, નવસરો, ત્રિસરો, એકસરો હાર ગળામાં ધારણ કર્યો. લંબાયમાન મોતીનું ઝુંબનક અને કમ્મરે કંદોરો પહેર્યો તે બધાં વડે સુશોભિત લાગતા હતા. કંઠને શોભિત કરાવનાર વિવિધ આભૂષણ ધારણ કર્યા. આંગળીઓમાં વેઢ–વીંટી વગેરે પહેર્યા, કેશની શોભા વધારતા આભૂષણ ધારણ કર્યા. રત્નજડિત સોનાના કડાં અને બાજુબંધથી તેની બંને ભુજાઓ ખંભિત થઈ ઉઠી. પોતાના સ્વાભાવિક સૌંદર્યથી દીપતા એવા તે સિદ્ધાર્થ રાજાએ કાનમાં કુંડલો પહેર્યા જેનાથી તેનું મુખ ચમકવા લાગ્યું. મુગટ વડે મસ્તક દેદીપ્યમાન થયું. હૃદય હાર વડે ઢંકાઈને દર્શનીય બન્યું. વીંટી વડે આંગળીઓ પીળી પ્રભાવાળી બની. તે સિદ્ધાર્થ રાજાએ લાંબા અને લટકતા એવા વસ્ત્રનું ઉત્તરાસંગ કર્યું. વિવિધ મણિ–રત્નોથી જડિત એવા સુવર્ણના બહુમૂલ્ય પ્રભાવાલા અને નિપુણ કારીગરોએ બનાવેલા ચળકાટ મારતા તથા સાંધાઓને બરાબર જોડીને ચીવટપૂર્વક બનાવાયેલા વિશિષ્ઠ અને મનોહર વીરવલયો પહેર્યા. આવું તો તે રાજાનું કેટલું વર્ણન કરવું ? તે રાજા કલ્પવૃક્ષ સમાન અલંકૃત અને વિભૂષિત થયેલો. સિદ્ધાર્થ રાજાએ મસ્તક ઉપર કોરિંટ Page #248 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા. ૨૪૭ વૃક્ષના પુષ્પોની બનેલ માળાઓ સહિતનું છત્ર ધારણ કર્યું. તેની બંને બાજુ ઉત્તમ એવા શ્વેત ચામરો વીંઝાવા લાગ્યા. તેમને નિહાળતાં જ લોકો “જય-જય” એવા માંગલિક શબ્દો ઉચ્ચારવા લાગ્યા. - આ પ્રમાણે અલંકૃત્ થઈને અનેક ગણનાયકો (ગણના સ્વામી), દંડનાયકો (–પોતાના દેશની ચિંતા કરનારા), રા–ઈશ્વર (ખંડિયા રાજા અને યુવરાજો), તલવર (રાજાએ સંતુષ્ટ થઈને પટ્ટાબંધ વડે વિભૂષિત કરેલા), મડંબના સ્વામી, કૌટુંબિકો (—કેટલાંક કુટુંબના સ્વામી), મંત્રી અને મહામંત્રીઓ, ગણગ (જ્યોતિષી), દ્વારપાળો, અમાત્ય (–વજીરો), ચાકરો, પીઠમર્દક, નગરજનો, નિગમ (વણિકજનો), શ્રેષ્ઠીઓ, સેનાપતિ, સાર્થવાહ, દૂત (–સંદેશવાહકો), સંધિપાલ (-સંધિ કરાવનારાઓ) આ બધાં વડે ઘેરાયેલ સિદ્ધાર્થ રાજા શ્વત મહામેઘમાંથી નીકળતા ચંદ્રની જેમ બહાર નીકળ્યા. તે ગ્રહ–નક્ષત્ર અને તારા ગણોની મધ્યે શોભતા ચંદ્રની જેમ શોભાયમાન હતા. એવા તે પ્રિયદર્શનવાળા નરપતિ સ્નાનગૃહથી બહાર નીકળ્યા. સ્નાનગૃહથી બહાર નીકળતો એવો તે રાજા મનુષ્યોમાં ઇન્દ્ર સમાન, પુરુષોમાં વૃષભ સમાન, પુરષોમાં સિંહ સમાન એવો અતિશય રાજતે જરૂપ લક્ષ્મી વડે દીપી રહ્યો હતો. આવા રાજા (પૂર્વોક્ત ગણનાયક આદિથી પરીવરેલો) ખાનગૃહમાંથી નીકળીને બહાર સભાનું સ્થાન છે ત્યાં આવીને સિંહાસન પર પૂર્વ દિશા તરફ મુખ રાખી બેસે છે. ત્યારપછી પોતાથી ઇશાન ખૂણામાં શ્વેત વસ્ત્રોથી ઢંકાયેલા અને સરસવ આદિ વડે માંગલિક ઉપચાર કરાયેલા એવા આઠ ભદ્રાસન ગોઠવાવે છે. તે પછી બહુ દૂર નહીં, બહુ નિકટ નહીં એ રીતે સભાના અંદરના ભાગમાં એક પડદો (યવનિકા) બંધાવી. આ પડદો વિવિધ પ્રકારના મણિ અને રત્નોથી જડિત, અધિક દર્શનીય, મહામૂલ્યવાનું, ઊંચી જાતના વસ્ત્રો જ્યાં વણાતા હોય તેવા શહેરમાં બનેલો, બારીક રેશમમાંથી તૈયાર થયેલો, સેંકડો ચિત્રોથી ચિતરાવાયેલ અને મનને અચંબો પમાડે તેવો હતો. તે પડદા (યવનિકા)માં વરુ, વૃષભ, ઘોડા, મનુષ્ય, મગરમચ્છ, પંખી, સર્પ, કિન્નર, રરમૃગ, સરભ, ચમરીગાય, હાથી, વનલતા, પઘલતા વગેરેના મનોહર અને આશ્ચર્યકારી ચિત્રો ચિતર્યા હતા. આવા પ્રકારની અત્યંતર યવનિકા અંતઃપુરને બેસવા માટે બંધાવી. જ – તે પડદા (યવનિકા)ની અંદર વિવિધ પ્રકારના મણિ અને રત્નો વડે આશ્ચર્યકારી ભદ્રાસન મૂકાવ્યું. તે ભદ્રાસન ઉપર કોમળ રેશમી ગાદી પથરાવી, ગાદી ઉપર સફેદ વસ્ત્ર બીછાવ્યું. આવા અતિશય કોમળ અને શરીરને સુખાકારી સ્પર્શવાળું સુંદર સિંહાસન ત્રિશલા ક્ષત્રિયાણીને બેસવા માટે મૂકાવ્યું. તે ભદ્રાસન મૂકાવ્યા બાદ કૌટુંબિક પરષોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! અષ્ટાંગ મહાનિમિત્ત સૂત્ર અને અર્થના પારગામી, વિવિધ શાસ્ત્રોમાં કુશળ એવા સ્વપ્નલક્ષણ પાઠકોને બોલાવો. – ત્યાર પછી તે કૌટુંબિક પુરુષો સિદ્ધાર્થ રાજાએ જ્યારે આ પ્રમાણે કહ્યું, ત્યારે હર્ષિત થયા, સંતોષ પામ્યા – યાવત્ – પ્રફૂલ્લિત હૃદયવાળા થઈને બે હાથ જોડી યાવતુ. સિદ્ધાર્થ રાજાની આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકારે છે. સ્વીકારીને સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસેથી નીકળે છે. નીકળીને કુંડગ્રામ નગરની વચ્ચોવચ્ચ થઈને જ્યાં સ્વપ્નલક્ષણ પાઠકોના ઘર Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ છે ત્યાં આવે છે. આવીને સ્વપ્નલક્ષણ પાઠકોને બોલાવે છે. ૦ સ્વપ્નલક્ષણ પાઠકોનું આગમન—સ્વપ્ન ફળ કથન :— ત્યારે સિદ્ધાર્થ ક્ષત્રિયના કૌટુંબિક પુરુષો દ્વારા બોલાવાયેલા તે સ્વપ્નલક્ષણ પાઠકો હર્ષિત થયા. સંતોષ પામ્યા યાવત્ પ્રફુલ્લિત હૃદયવાળા થયા. તેમણે સ્નાન કર્યું. બલિકર્મ (–ઇષ્ટ દેવતાની પૂજા) કરી, તિલક આદિ કૌતુક કર્યા, સરસવ, દહીં, ચોખા, દુર્વાદિ મંગલરૂપ પ્રાયશ્ચિત્ત કર્યા (જેથી દુષ્ટ સ્વપ્નાદિ ફળ નિષ્ફળ બને) રાજ્યસભામાં જવાને યોગ્ય શુદ્ધ, મંગળરૂપ, ઉત્તમવસ્ત્રો ધારણ કર્યા. અલ્પ પણ બહુમૂલ્ય આભૂષણોથી શરીરને અલંકૃત્ કર્યું. મસ્તક (–કપાળ) ઉપર સફેદ સરસવ અને ચોખા વગેરે મંગળ નિમિત્તે સ્થાપન કર્યા અને પોતપોતાના ઘેરથી નીકળ્યા. નીકળીને ક્ષત્રિય કુંડગ્રામ નગરની વચ્ચોવચ્ચથી થઈને જ્યાં સિદ્ધાર્થ રાજાના મહેલોના મુગટ સમાન એટલે કે, ઉત્તમ ભવનનું પ્રવેશદ્વાર છે ત્યાં આવે છે. આવીને ઉત્તમ મહેલના દરવાજા પાસે એક સમ્મત્ત (–એકઠાં થઈને એકમત) થાય છે. (અહીં એકમત થવા પર પાંચસો સુભટનું દૃષ્ટાંત કલ્પસૂત્ર વૃત્તિકાર નોંધે છે. જે દૃષ્ટાંત વિભાગમાં નોંધેલ છે.) એક સમ્મત્ત થયેલા તે સ્વપ્નલક્ષણ પાઠકો બહારના સભા સ્થાનમાં જ્યાં સિદ્ધાર્થે ક્ષત્રિય છે ત્યાં આવે છે. આવીને બે હાથ જોડી યાવતુ મસ્તકે અંજલિ કરીને સિદ્ધાર્થ ક્ષત્રિયને જય–વિજય વડે વધાવે છે. (પછી વિવિધ આશીર્વચનો બોલે છે.) ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજાએ સ્વપ્નલક્ષણ પાઠકોને (તેઓના સદ્ગુણોની સ્તુતિ કરવા દ્વારા) વંદન કર્યું, (પુષ્પાદિ વડે) પૂજા કરી, સત્કાર કર્યો, સન્માન કર્યું. પછી તેઓ પ્રત્યેક—પ્રત્યેક પૂર્વે સ્થાપેલા ભદ્રાસન પર બેઠા. ત્યાર પછી સિદ્ધાર્થ ક્ષત્રિય ત્રિશલા ક્ષત્રિયાણીને પૂર્વ વર્ણવેલ પડદા (યવનિકા)ની અંદર પૂર્વે સ્થાપેલા ભદ્રાસન પર બેસાડે છે. બેસાડીને હાથમાં પુષ્પ તથા ફળ લઈને સિદ્ધાર્થ ક્ષત્રિયે અતિશય વિનયપૂર્વક તે સ્વપ્નલક્ષણ પાઠકોને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! ખરેખર આજે ત્રિશલા ક્ષત્રિયાણી તેવા પ્રકારની (પૂર્વવર્ણિત એવી ભાગ્યશાળીને યોગ્ય) ઉત્તમ શય્યામાં શયન કરતાં, અર્ધ નિદ્રાવસ્થામાં આ પ્રકારના પ્રશસ્ત અને ઉદાર એવા ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગ્યા. તે સ્વપ્ન ગજવૃષભ આદિ હતા. હે દેવાનુપ્રિયો ! કલ્યાણકારી એવું શું ફળ વિશેષ અને વૃત્તિ વિશેષ થશે ? ત્યાર પછી તે સ્વપ્નલક્ષણ પાઠકો સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસે આ અર્થ સાંભળીને, મનમાં અવધારીને હર્ષિત થયા, સંતુષ્ટ થયા યાવત્ હર્ષના વશથી ઉન્નસિત હૃદયવાળા થયા. પ્રથમ તેઓએ એ સ્વપ્નોને સામાન્યથી ધારી લીધા. ધારીને અર્થની વિચારણા કરી, અર્થ વિચારીને તે સ્વપ્ન સંબંધિ પરસ્પર વિચારણા કરી અર્થાત્ વિચાર વિનિમય કર્યો. એ રીતે પ્રથમ સૌએ પોતે તે સ્વપ્નાના અર્થને જાણ્યો, પછી બીજાના અભિપ્રાય દ્વારા તે—તે અર્થોને ગ્રહણ કર્યાં. પરસ્પર પૂછીને પોત–પોતાના સંશયનું નિવારણ કર્યું. પછી (તે સ્વપ્નાના અર્થનો) નિશ્ચય કર્યો. નિશ્ચયિત અર્થનું અવધારણ કર્યું. પછી સ્વપ્નશાસ્ત્રોનું ઉચ્ચારણ કરતા—કરતા સિદ્ધાર્થ ક્ષત્રિયને આ પ્રમાણે કહ્યું * હે દેવાનુપ્રિય ! નિશ્ચિતરૂપથી અમારા સ્વપ્નશાસ્ત્રમાં (સામાન્ય ફળને દેનારા) આગમ કથાનુયોગ-૧ — - Page #250 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભમહાવીર–કથા ૨૪૯ બેંતાલીસ સ્વપ્નો અને (વિશેષ ફળને દેનારા) ત્રીશ મહાસ્વપ્નો કહેલાં છે. એ રીતે બંને મળીને કુલ બોંતેર સ્વપ્નો કહેલા છે. તેમાંથી હે દેવાનુપ્રિય! અરિહંત પરમાત્માની અથવા ચક્રવર્તીની માતા જ્યારે અરિહંત કે ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે એ ત્રીશ મહાસ્વપ્નોમાંથી આ ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગે છે. જેવા કે, હાથી, વૃષભ, સિંહ ઇત્યાદિ. વાસુદેવની માતાઓ વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ સ્વપ્નોમાંથી કોઈપણ સાત સ્વપ્નોને જોઈને જાગે છે. બળદેવની માતા બળદેવ ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈપણ ચાર મહાસ્વપ્નોને જોઈને જાગે છે. માંડલિકની માતા માંડલિક ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈપણ એક સ્વપ્નને જોઈને જાગે છે.* ( ઉક્ત વર્ણન કલ્પસૂત્ર-૭૩ થી ૭૭નું છે. આવું જ વર્ણન ગૌતમસ્વામી અને ભગવંત મહાવીરના પ્રશ્નોત્તર રૂપે ભગવતીજી સૂત્ર-૬૭૮માં આવે છે અને સૂત્ર–૫૧૮ થી પર૦માં બલરાજા અને પ્રભાવતી દેવીના સંદર્ભમાં પણ આ જ રીતે સ્વપ્ન, સ્વપ્નપાઠક, ફળકથને આવે છે.) (સ્વપ્ન સંબંધિ ફળકથન માટે કલ્પસૂત્ર-વિનય વિજયજી વૃત્તિમાં કેટલીક વાતો નોંધી છે. એ જ રીતે ભગવતીજી સૂત્ર–૬૮૦માં પણ સ્વપ્નફળ નિર્દેશ છે. ભગવતીજી મૂળ સૂત્ર હોવાથી અહીં ભગવતીજી સૂત્રને પ્રાધાન્ય આપી તે ફળ કથનનો નિર્દેશ કરીએ છીએ–). ૦ કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નના અંતમાં એક મહાન્ અશ્વપંક્તિ, ગજપંક્તિ અથવા – યાવત્ – વૃષભ પંક્તિનું અવલોકન કરતા જુએ. તેના પર પ્રયત્નપૂર્વક ચઢતા જુએ કે, પોતાને ચઢેલ એવા પ્રકારનું સ્વપ્ન જોઈને તુરંત જાગે તો તે એ જ ભવે સિદ્ધ થાય. - સમુદ્રની બંને તરફ સ્પર્શતી, પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તૃત એક મોટી રસ્સી– દોરડું પ્રયત્નપૂર્વક જુએ, પોતાના બંને હાથે તે દોરડાને ભેગું કરે, પછી અનુભવ કરે કે મેં સ્વયં દોરડાને સમેટી લીધું છે. આવું સ્વપ્ન જોઈને તે જાગે તો તે એ જ ભવે સિદ્ધ થાય. - એ જ રીતે લોકાંતને સ્પર્શતી એવી તથા પૂર્વ–પશ્ચિમ લાંબી રસ્સી–દોરડાને જુએ, તેને પ્રયત્નપૂર્વક કાપી નાંખે, તેને કાપી નાખ્યાનો સ્વયં અનુભવ કરે એવું સ્વપ્ન જુએ પછી તુરંત જાગી જાય તો તે એ જ ભવે સિદ્ધ થાય છે. એક મોટા કાળા કે સફેદ દોરાને જુઓ, તેમાં પડી ગયેલી ગાંઠને ખોલે કે ખોલતા જુએ પછી મેં આ ગાંઠ ખોલી દીધી છે એમ સ્વયં માને આવું સ્વપ્ન જોઈને તુરંત જાગી જાય તો તે એ જ ભવમાં સિદ્ધ થાય. જો એક મોટા લોઢાનો ઢગલા, તાંબાનો ઢગલા, કાંસાનો ઢગલા અથવા શીશાના ઢગલાને પ્રયત્નપૂર્વક જુએ, તેના પર ચઢે, પોતાને ચઢેલો માને. આવું સ્વપ્ન જોઈને તત્કાળ જાગી જાય તો તે એ જ ભવમાં સિદ્ધ થાય. જો એક મોટા ચાંદીના ઢગલા, સોનાના ઢગલા, રત્નોના ઢગલા અથવા વજના ઢગલાને જુએ, તેના પર ચઢે, પોતાને તેના પર ચઢેલો માને આવું સ્વપ્ન જોઈને તત્કાળ જાગી જાય તો તે એ જ ભવે સિદ્ધ થાય છે. - જો એક મહાનું તૃણરાશિ, તેજ નિસર્ગ યાવત્ કચરાના ઢગલાને જુએ, તેને વિખેરી નાંખે, મેં વિખેરી દીધો છે એવું પોતે માને, આવું સ્વપ્ન જોઈને Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ૦ જો કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નના અંતે : - - 1 -- તત્કાળ જાગે તો તે એ જ ભવમાં સિદ્ધ થાય. ૦ કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નના અંતે : - એક મહાન્ સરસ્તંભ, વીરણ સ્તંભ, વંશીમૂલ સ્તંભ અથવા વલ્લીમૂલ સ્તંભને જુએ, તેને ઉખેડીને ફેંકી દે તથા એવું માને કે મેં તેને ઉખેડીને ફેંકી દીધેલ છે. આવું સ્વપ્ન જોઈને તત્કાળ જાગી જાય તો તે એ જ ભવ સિદ્ધ થાય. એક મહાન ક્ષીરકુંભ, દધિકુંભ, ધૃતકુંભ અથવા મધુકુંભને જુએ, તેને હાથ વડે ઉઠાવે, એવું માને કે તેણે સ્વયં એ કુંભ ઉપાડી લીધો છે. આવું સ્વપ્ન જોઈને તત્કાળ જાગી જાય તો તે એ જ ભવે સિદ્ધ થાય. એક મહાનૢ સૂરાકુંભ, સૌવીરકુંભ, તેલકુંભ અથવા વસાકુંભને જુએ, તે કુંભને ફોડી નાંખે, મેં તે કુંભ ફોડી દીધો છે એવું માને. આવું સ્વપ્ન જોઈને શીઘ્ર જાગી જાય તો તે બે ભવમાં મોક્ષે જાય. એક મહાન કુસુમિત પદ્મ સરોવરને જુએ, તેમાં અવગાહન કરે, મેં સ્વયં અવગાહન કર્યું છે એવો અનુભવ કરે. આવું સ્વપ્ન જોઈને શીઘ્ર જાગી જાય તો તે એ જ ભવે સિદ્ધ થાય છે. આગમ કથાનુયોગ-૧ જો તરંગો અને કલ્લોલોથી વ્યાસ એક મહાસાગરને જુએ, તેને તરીને પાર કરી લે, મેં સ્વયં પાર કર્યો છે એવું માને. આવું સ્વપ્ન જોઈને શીઘ્ર જાગૃત થાય તો તે એ જ ભવે સિદ્ધ થાય છે. જો સર્વરત્નમય એવું મહાભવન જુએ, તેમાં પ્રવેશ કરે, હું તેમાં સ્વયં પ્રવિષ્ટ થઈ ગયો છું એવું માને. આવું સ્વપ્ન જોઈને શીઘ્ર જાગી જાય તો તે એ જ ભવમાં સિદ્ધ થઈ જાય છે. જો એક સર્વરત્નમય મહાત્ વિમાનને જુએ, તેના પર ચઢી જાય, હું તેના પર ચઢી ગયો છું એવો સ્વયં અનુભવ કરે. આવું સ્વપ્ન જોઈને તત્કાળ જાગી જાય તો તે એ જ ભવે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે — યાવત્ – સર્વ દુઃખોનો અંત કરે છે. - * X ~~~ હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ ચૌદ મહાસ્વપ્નો જોયાં છે. હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ પ્રશસ્ત સ્વપ્નો જોયા છે. – યાવત્ – મંગળને કરનારા સ્વપ્નોને જોયા છે. તેનાથી હે દેવાનુપ્રિય !– અર્થનો લાભ થશે, ભોગનો લાભ થશે, પુત્રનો લાભ થશે, સુખનો લાભ થશે, રાજ્યનો લાભ થશે. હે દેવાનુપ્રિય ! નિશ્ચયથી ત્રિશલા ક્ષત્રિયાણી નવ માસ બરાબર પૂર્ણ થયા બાદ સાડા સાત દિવસ ગયા બાદ તમારા કુળમાં ધ્વજા સમાન, કુળમાં દીપક સમાન, કુળમાં પર્વત સમાન, કુળમાં મુગટ સમાન, કુળમાં તિલક સમાન, કુળની કીર્તિ વધારનાર, કુળનો નિર્વાહ કરનાર, કુળમાં સૂર્ય સમાન, કુળના આધારરૂપ, કુળની વૃદ્ધિ કરનાર અથવા Page #252 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર—ભમહાવીર કથા કુળને માટે કલ્યાણરૂપ, કુળની ખ્યાતિ કરનાર અથવા કુળના યશને વિસ્તારનાર, કુળને માટે વૃક્ષ સમાન, કુળના તંતુ સમાન એટલે કે કુળના આધારરૂપ પુત્ર-પૌત્રાદિ સંતતિની વૃદ્ધિ કરનાર એવા પુત્રને જન્મ આપશે. · વળી તે પુત્રના હાથ-પગ સુકોમલ હશે. તેની પાંચે ઇન્દ્રિયો અને શરીર ક્ષતિ રહિત અને પરિપૂર્ણ હશે. તે લક્ષણ—વ્યંજન અને ગુણોથી યુક્ત હશે. માન, ઉન્માન, પ્રમાણથી પરિપૂર્ણ હશે. સુજાત અને સર્વાંગ સુંદર શરીરવાળો હશે. ચંદ્રમાની પેઠે સુંદર આકૃતિવાળો, મનોહર, પ્રિયદર્શન અને સુંદર રૂપવાળા એવા પુત્રને જન્મ આપશે. વળી તે પુત્ર બાળપણું છોડીને જ્યારે મોટો થશે (—આઠ વર્ષનો થશે) ત્યારે તેને સઘળું વિજ્ઞાન પરિણમશે. પછી તે યૌવન અવસ્થાને પામશે ત્યારે શૂરવીર અને અત્યંત પરાક્રમી થશે. તેની પાસે વિરાટ સેના અને વાહન હશે. તે ત્રણ બાજુ સમુદ્ર અને ચોથો હિમવંત એ ચારે પૃથ્વીના અંતને સાધનારો એવો રાજ્યનો સ્વામી ચક્રવર્તી રાજા થશે. અથવા ત્રણલોકના નાયક ધર્મવર ચાતુરંત ચક્રવર્તી એવા જિન—તીર્થંકર બનશે. તેમાં જિન તીર્થંકર પણાને આશ્રિને ચૌદ મહાસ્વપ્નોનાં પૃથક્પૃથક્ ફળ આ પ્રમાણે સમજવા ૨૫૧ ૧. ચાર દંતૂશળવાળો હાથી જોવાથી તે ચાર પ્રકારે ધર્મને કહેશે. ૨. વૃષભને જોવાથી તે ભરતક્ષેત્રમાં બોધિબીજને વાવશે. ૩. સિંહને જોવાથી રાગદ્વેષાદિ રૂપ દુષ્ટ હાથીઓ વડે ભંગાતા ભવ્યપ્રાણી રૂપ વનનું રક્ષણ કરનારો થશે. લક્ષ્મીને જોવાથી વાર્ષિક દાન આપીને તીર્થંકરની લક્ષ્મીને ભોગવશે. ૪. ૫. માળાને જોવાથી ત્રણ ભુવનના મસ્તક ઉપર ધારણ કરવા યોગ્ય બનશે. ચંદ્રને જોવાથી પૃથ્વીમંડલને આનંદ આપનારો થશે. ૬. ૭. સૂર્યને જોવાથી ભામંડલ વડે વિભૂષિત થશે. ૮. ધ્વજ જોવાથી ધર્મરૂપ ધ્વજા વડે વિભૂષિત થશે. ૯. કળશ જોવાથી ધર્મરૂપી મહેલના શિખર ઉપર રહેશે. ૧૦. પદ્મસરોવર જોવાથી દેવનિર્મિત સ્વર્ણ કમળો ઉપર તેના પગ રહેશે. ૧૧. સમુદ્રને જોવાથી કેવળજ્ઞાનરૂપી રત્નના સ્થાનકરૂપ બનશે. ૧૨. વિમાન જોવાથી વૈમાનિક દેવોને પણ પૂજનીય બનશે. ૧૩. રત્નરાશિ જોવાથી રત્નના કિલ્લાએ કરીને વિભૂષિત થશે. ૧૪. નિઠૂમ અગ્નિ જોવાથી ભવ્ય પ્રાણીરૂપ સુવર્ણની સિદ્ધિ કરનારો થશે. તેથી હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ પ્રશસ્ત સ્વપ્નોને જોયા છે. યાવતુ હે દેવાનુપ્રિય ! ત્રિશલા ક્ષત્રિયાણીએ આરોગ્ય, સંતોષ, દીર્ઘ આયુષ્ય, કલ્યાણ અને મંગલને કરનારાં સ્વપ્નોને જોયા છે. ત્યારપછી તે સિદ્ધાર્થ રાજા તે સ્વપ્ન લક્ષણ પાઠકોની પાસે આ અર્થ સાંભળીને, મનમાં અવધારીને હર્ષિત થયા, સંતુષ્ટ થયા, ચિત્તમાં આનંદિત થયા, પ્રીતિયુક્ત મનવાળા થયા. પરમ શોભન મનવાળા થયા. હર્ષના વશથી ઉન્નસિત હૃદયવાળા થયા. બે હાથ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ આગમ કથાનુયોગ-૧ જોડીને સ્વપ્ન લક્ષણ પાઠકોને તેણે આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય ! તમે સ્વપ્નાઓનું જે ફળ કહ્યું તે એમ જ છે, અન્યથા નથી, આપનું કથન યથાર્થ છે અમને ઇષ્ટ છે, સ્વીકૃત છે મનને ગમતું છે. આપે જે કહેલ છે તે કથન સત્ય છે. આ રીતે તે સ્વપ્નાઓને વિનયપૂર્વક અંગીકાર કરે છે. કરીને તે સ્વપ્નલક્ષણ પાઠકોને વિપુલ અશન, પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા અને અલંકાર વડે સત્કાર કરે છે, સન્માન કરે છે. પછી જીવનપર્યંત ચાલે એટલું પ્રીતિદાન આપીને સ્વપ્નલક્ષણ પાઠકોને વિસર્જિત કરે છે. ત્યારપછી તે સિદ્ધાર્થ ક્ષત્રિય સિંહાસનથી ઉઠે છે, ઉઠીને પડદાની પાછળ જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી છે ત્યાં આવે છે. આવીને ત્રિશલા ક્ષત્રિયાણીને કહે છે, હે દેવાનુપ્રિય! ખરેખર આવી રીતે સ્વપ્નશાસ્ત્રમાં સામાન્ય ફળને દેનારા બેંતાલીશ અને મહાફળને દેનારા ત્રીશ મહાસ્વપ્નો કહ્યા છે. યાવત્ તીર્થકરની માતા ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગે છે. (ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ જાણવું). હે દેવાનુપ્રિય! તમે આ ચૌદ મહાસ્વપ્નોને જોયા છે. તેથી હે દેવાનુપ્રિય! તમે પ્રશસ્ત સ્વપ્નોને જોયા છે – ચાવત્ – આ પુત્ર ત્રણ લોકનો નાયક એવો “ધર્મવર ચાતુરંત ચક્રવર્તી" થશે. (ઇત્યાદિ વર્ણન પૂર્વવત્ જાણવું) ત્યારપછી તે ત્રિશલા ક્ષત્રિયાણી આ અર્થ સાંભળીને, મનમાં અવધારીને હર્ષિત થયા, સંતુષ્ટ થયા યાવત્ હર્ષના વશથી ઉલ્લસિત હૃદયવાળા થઈ, બે હાથ જોડી, મસ્તકે અંજલિ કરી સ્વપ્નાઓને સારી રીતે અંગીકાર કરે છે. કરીને પોતાના સ્થાને જવા માટે સિદ્ધાર્થરાજા પાસે અનુમતિ મેળવી વિવિધ પ્રકારના મણિઓ અને રત્નોથી રચિત એવા સિંહાસનથી ઉઠે છે, ઉઠીને ત્વરારહિત, ચપળતારહિત, સ્કૂલનારહિત અને વિલંબરહિત એવી રાજહંસ સમાન ગતિ વડે જ્યાં પોતાનું ભવન છે ત્યાં આવે છે, આવીને પોતાના ભુવનમાં દાખલ થઈ. ૦ ધન-ધાન્યાદિની વૃદ્ધિ : જ્યારથી આરંભીને શ્રમણ ભગવાનું મહાવીર તે રાજકુળમાં સંહરાયા ત્યારથી આરંભીને વૈશ્રમણ (-કુબેર)ની આજ્ઞાને આધીન એવા તિરછાલોક નિવાસી ઘણાં તિર્યમ્ જંભકદેવોએ શકના હુકમથી જે આ પૂર્વે દાટેલાં એવા ઘણાં કાળના પુરાણા મહાનિધાનો હતા, તેને લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં મૂકવા લાગ્યા. તે પુરાણાં મહાનિધાનો કેવા હતા તે જણાવે છે– જે નિધાનોના સ્વામી ક્ષીણ થયા છે, જેની વૃદ્ધિ કરનારા કોઈ રહ્યા નથી, જે નિધાનો જેમણે દાઢ્યા છે તેમના ગોત્રમાં પણ કોઈ રહ્યું નથી, જે ધનભંડારોના સ્વામી કે અધિકારી પણ સર્વથા વિનાશ પામ્યા છે. જે નિધાનોની પ્રતિવર્ષે તપાસ કરનારા કે વૃદ્ધિ કરનારા સ્વામી કે અધિકારી પણ સર્વથા વિનાશ પામ્યા છે. તેના સ્વામી કે અધિકારીના ગોત્રીય પુરુષો પણ સર્વથા વિનાશ પામ્યા છે. જે ઘરોના નામ, નિશાન કે અવશેષ પણ રહ્યા નથી. (એવા પ્રકારના મહાનિધાનોને લાવીને તિર્યકુ જંભકદેવો રાજાના ભવનમાં મૂકે છે. હવે આ નિધાનો કયા કયા સ્થાનોમાં દાટેલા હતા તે જણાવે છે) ગામ, આકર (- લોખંડ, તાંબુ આદિ ધાતુઓની ખાણ), નગર, (માટીથી બનાવેલા ગઢવાળા) ખેડ, (ખરાબનગર હોય તે) કબૂટ, (ચારે દિશામાં બબ્બે ગાઉ સુધી Page #254 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર—ભ મહાવીર—કથા કોઈ ગામ ન હોય તે) મડંબ, (જળ અને સ્થળ બંને માર્ગોથી યુક્ત એવા) દ્રોણમુખ, (જળ કે સ્થળ માર્ગથી યુક્ત) પત્તન, આશ્રમ, (ખેડૂતો ખેતી કરી જ્યાં ધાન્યને રક્ષા માટે સ્થાપે તે) સંવાહ, સાર્થવાહોને ઉતરવાના સ્થાનક એવા) સંનિવેશ (આવા ગામ, આકર યાવત્ સંનિવેશમાં જે મહાનિધાનો દાટેલા હોય તેને સિદ્ધાર્થરાજાના ભવનમાં મૂકે છે.) શ્રૃંગાંટક (શિંગોડા આકારનું ત્રણ ખૂણીયું સ્થાન), ત્રિક (ત્રણ રસ્તા ભેગા થતા હોય તે સ્થાન), ચતુષ્ક (ચાર રસ્તા ભેગા થતા હોય તે સ્થાન), ચત્વર (જ્યાં ઘણાં રસ્તા મળતા હોય તે), ચતુર્મુખ (ચાર દરવાજાવાળા દેવાલય આદિ), રાજમાર્ગો, નિર્જન એવા ગ્રામ્યસ્થાન કે નગરના સ્થાન, ગામ કે નગરની પાણી નીકળવાની ખાળો, દુકાનોમાં, દેવ મંદિરો, સભાસ્થાન કે ચોતરામાં, પાણીની પરબો, બગીચા, ઉદ્યાન, વન, વનખંડ, સ્મશાન, શૂન્યઘર, પર્વતોની ગુફા, શાંતિગૃહો, (પર્વતો કોતરીને બનાવાયેલ) શૈલગૃહો, રાજ્યસભાનું સ્થાન, ભવનગૃહો આ સર્વે સ્થળોમાં પહેલા કોઈએ મહાનિધાન દાઢ્યા હોય તે મહાનિધાનોને લઈને શક્રેન્દ્રની આજ્ઞાથી તિર્ય ́ભક દેવો લાવીને સિદ્ધાર્થ રાજાના ભવનમાં મૂકે છે. - ૨૫૩ જે રાત્રિએ શ્રમણ ભગવંત મહાવીર જ્ઞાતકુળમાં સંહરાયા તે રાત્રિથી આરંભીને તે જ્ઞાતકુળ હિરણ્યથી, સુવર્ણથી, ધનથી, ધાન્યથી, રાજ્યથી, રાષ્ટ્રથી, (ચતુરંગી સેનારૂપ) બળથી, વાહનોથી, કોશ-ખજાનાથી, કોષ્ઠાગારથી, નગરથી, અંતઃપુરથી, જનપદથી, યશવાદ–કીર્તિથી વૃદ્ધિ પામ્યું. તેમજ વિપુલ ધન, સુવર્ણ, રત્નોથી, મણિ, મોતી, શંખ, શિલા, પ્રવાલ, માણેક વગેરે લાલ રત્નોથી તેમજ સારભૂત સંપત્તિથી, પ્રીતિ અને સત્કારથી તે જ્ઞાતકુળ અતિશય—અતિશય વૃદ્ધિ પામ્યું. ૦ નામકરણનો સંકલ્પ : ત્યારપછી શ્રમણ ભગવાન્ મહાવીરના માતા–પિતાને આત્મવિષયક, ચિંતિત, પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, જ્યારથી આરંભીને આપણો આ બાળક કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયો છે ત્યારથી આરંભીને આપણે હિરણ્યથી, સુવર્ણથી, ધનથી, ધાન્યથી યાવત્ વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યથી, માનસિક સંતોષથી, સ્વજનોએ કરેલા સત્કારથી અતિશય અતિશય વૃદ્ધિ પામીએ છીએ. તેથી જ્યારે આપણા આ બાળકનો જન્મ થશે. ત્યારે આપણે આ બાળકનું તેના અનુરૂપ ગુણો અનુસરતું એવું ‘વર્ધમાન’’ એ પ્રમાણે નામ રાખીશું. ૦ ગર્ભમાં ભગવંતનો સંકલ્પ અને ત્રિશલાની મનોસ્થિતિ : - ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર · “મારા હલનચલનથી માતાને કષ્ટ ન થાઓ'' એ પ્રમાણે માતાની અનુકંપા – અર્થાત્ ભક્તિને માટે પોતે ગર્ભમાં નિશ્ચલ થઈ હલનચલન બંધ કરી દીધું. સ્પંદન રહિત અને નિષ્કપ થઈ ગયા. અંગ-ઉપાંગને ગોપવીને લીન થયા, ગુપ્ત થયા એ રીતે માતાની કુક્ષિમાં સંપૂર્ણપણે નિશ્ચલ થઈને રહ્યા. ત્યારે તે ત્રિશલા ક્ષત્રિયાણીને આવા પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયો. ગયા શું મારો ગર્ભ હરણ કરાઈ ગયો ? શું મારો ગર્ભ મૃત્યુ પામ્યો ? શું મારો ગર્ભ ચ્યવી ગયો ? શું મારો ગર્ભ ગળી ગયો ? કારણ કે મારો ગર્ભ પહેલાં કંપાયમાન થતો Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ આગમ કથાનુયોગ-૧ હતો, પણ હવે તે બિલકુલ કંપતો નથી. આવા પ્રકારના વિચારથી તે ખિન્ન મનવાળા થઈ ગયા. ચિંતા અને શોકના સાગરમાં ડૂબી ગયા. હથેળી પર મોટું રાખી આર્તધ્યાન કરવા લાગ્યા. ભૂમિ તરફ દૃષ્ટિ કેન્દ્રિત કરી વિચારવા લાગ્યા કે મેં આ ભવ કે પરભવમાં એવો શો અપરાધ કર્યો હશે ? જેથી વિધાતાએ મારી સાથે આવી ક્રુર મજાક કરી. અરેરે ! હવે હું શું કરું ? ક્યાં જાઉં ? કોની પાસે જઈને પોકાર કરું ? ભદ્રક એવી મને કોઈ દુષ્ટ દેવે બાળીને ભસ્મ કરી દીધી. આવા અદ્વિતીય પુત્રરત્ન રહિત હવે મારે આ રાજ્યની શું જરૂર છે? વિષયજન્ય એવા કૃત્રિમ સુખોની શી જરૂર છે ? આ સુખશય્યા અને ભવ્ય મહેલ પણ શા કામના છે ? આ અસાર સંસારને ધિક્કાર છે અથવા પૂર્વભવમાં મેં જ તેવા પ્રકારનું કોઈ દુષ્કતું કર્યું હશે, તેનું મને આવું દુ:ખદાયી ફળ મળ્યું છે. પશુ, પક્ષી, મનુષ્યોના બાળકોની માતા–પિતાથી વિયોગ કરાવેલ હશે તેથી જ સંતાનનો યોગ રહેતા નહીં હોય... એ રીતે ત્રિશલા માતા અકથ્ય કલ્પનાના પ્રવાહમાં વહીને દારુણ વિલાપ કરવા લાગ્યા. હાય આ શું થઈ ગયું? મારો ગર્ભ ફરકતો કેમ નથી ? શું તે નષ્ટ થઈ ગયો? શું કોઈએ મારા પુત્રરત્નને છીનવી લીધો. હે ભગવાન્ ! કેવા ભયંકર પાપ કર્યા હશે કે આવો અનર્થ થઈ ગયો. શું મેં પૂર્વજન્મમાં કોઈના ગર્ભ પડાવ્યા હશે ? શું મેં કોઈને તેમના લાડલાથી વિખુટા પડાવ્યા હશે ? શું મેં પક્ષીઓનાં ઇંડા નષ્ટ કર્યા હશે? શું મે કીડી કે ઉદર આદિના દરમાં ઉકળતા પાણી નાખીને તેમના બચ્ચાનો ઘાત કર્યો હશે? હવે હું મારી કરુણ કથની કોને જઈને સંભળાવું. ખરેખર ! હું જ અભાગણી છું. ત્રિશલા માતાનું આવું કરુણ રૂદન સાંભળીને દાસીઓ દોડી આવી. તેઓ મધુર વાણીથી સાંત્વના આપતું કહ્યું કે, હે દેવિ ! આપ શા માટે રડો છો ? આપનું મુખ કેમ કરમાઈ ગયું છે ? આપનો દેહ તો સ્વસ્થ છે ને ? આપનો ગર્ભ તો હેમખેમ છે ને ?. ત્રિશલા માતાએ નિસાસો નાંખ્યો. અરે ! ગર્ભ હેમખેમ હોય તો બીજું શું જોઈએ ! આંખોમાંથી આંસુની ધારા છુટવા લાગી. તેણી મૂર્ણિત થઈ ભૂમિ ઉપર પડી ગયા. દાસીઓ પણ તે જોઈને ગભરાઈ ગઈ, પંખા વડે હવા નાંખવા લાગી. આખું અંતઃપુર શોકમાં ડૂબી ગયું. મહારાજા સિદ્ધાર્થ પણ આ સાંભળીને ત્યાં દોડી આવ્યા, લોકો પણ ચિંતાતુર થઈ ગયા. મંત્રીઓ પણ દિમૂઢ બની ગયા. - સિદ્ધાર્થ રાજાના ભવનમાં મૃદંગ, વીણા, તંત્રી, તાલ, નાટક આદિ બંધ થઈ ગયા. મનોહરપણું ચાલ્યું ગયું. વાજિંત્રોના કર્ણપ્રિય-મધુર અને સુંદર ધ્વનિ લુપ્ત થઈ ગયો. રાજભુવન શોકમગ્ન બની ગયું. સર્વે દીન અને વ્યગ્રચિત્ત બની ગયા. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે (ગર્ભમાં રહ્યા–રહ્યા પોતાના અવધિજ્ઞાનથી જાણ્યું કે, માતાને આવા પ્રકારનો આત્મવિષયક પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો છે. માતા, પિતા અને પરિવારજનો વિહળ બની ગયા છે. ત્યારે પ્રભુ વિચારવા લાગ્યા કે શું કરીએ ? કોને કહીએ ? મોહની ગતિ જ ઘણી વિચિત્ર છે. મેં માતાના સુખને માટે જે કર્યું તે ઉલટું માતાને ખેદજનક થયું. આવું વિચારીને પ્રભુએ શરીરના એક ભાગને કંપાવ્યો-હલાવ્યો. ત્યારે તે ત્રિશલા ક્ષત્રિયાણી હર્ષિત થયા. સંતુષ્ટ થયા યાવત્ હર્ષના Page #256 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૨૫૫ વશથી પ્રફૂલ્લિત હૃદયવાળા થયા અને આ પ્રમાણે કહેવા લાગ્યા ખરેખર ! મારો ગર્ભ હરાયો નથી કે મારો ગર્ભ ગળી પણ નથી ગયો. આ મારો ગર્ભ પહેલા કંપતો ન હતો હવે કંપે છે. એમ કહી તે ત્રિશલા ક્ષત્રિયાણી હર્ષિત થયા, સંતુષ્ટ થયા અને હર્ષના વશથી પ્રફૂલ્લિત હૃદયવાળા થઈ વિહરવા લાગ્યા. ગર્ભની કુશળતા જાણી ત્રિશલા ક્ષત્રિયાણીના બંને નેત્રો ઉલ્લસિત થયા. તેણીનું મુખ પ્રફૂલ્લિત થયું. કંચુક રોમાંચિત થઈ. તેણી પોતાના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. વૃદ્ધ સ્ત્રીઓ પણ આશીર્વચનો બોલવા લાગી. ચારે દિશામાં ધ્વજા ફરકાવાઈ. મોતીના સાથીયા પુરાયા. રાજકુલ પુનઃ ધબકતું થયું. વાજિંત્રોના સૂર રેલાવા લાગ્યા. સિદ્ધાર્થ રાજા પણ વધામણીમાં આવેલા ધનને ગ્રહણ કરવા લાગ્યા અને દાન આપવા લાગ્યા. હર્ષવિભોર બની ગયા. ત્યાર પછી શ્રમણ ભગવાન્ મહાવીરે ગર્ભમાં રહીને આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કર્યો, સંકલ્પ કર્યો કે જ્યાં સુધી મારા માતા-પિતા જીવિત હોય ત્યાં સુધી હું મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરીશ નહીં. કેમકે હજી તો હું ગર્ભમાં છું ત્યારે પણ જો માતાને મારી ઉપર આવો ગાઢ સ્નેહ છે. તો પછી મારો જન્મ થશે ત્યારે કેવો સ્નેહ થશે ? તેથી માતાપિતાની હયાતીમાં હું સંયમ લઈશ તો તેમને ઘણું દુઃખદાયી થશે. (આવશ્યક ભાષ્ય ગાથા-૫૯માં જણાવે છે કે, ત્રણ જ્ઞાન સંયુત શ્રમણ ભગવંત મહાવીરે ચ્યવનથી સાતમાં મહિને ગર્ભમાં ઉક્ત પ્રતિજ્ઞા કરેલી. ૦ ગર્ભ પરિપાલન : ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણીએ સ્નાન કર્યું. બલિકર્મ અર્થાત્ ઇષ્ટદેવની પૂજા કરી, કૌતુક-મંગલ અને પ્રાયશ્ચિત્ કર્યા. સર્વ અલંકારો વડે વિભૂષિત થયા. તે ગર્ભનું પોષણ કરવા લાગ્યા. તેણીએ અતિ ઠંડો નહીં, અતિ ગરમ નહીં, અતિ કડવો નહીં, અતિ તીખો નહીં, અતિ તુરો નહીં, અતિ ખાટો નહીં, અતિ મીઠો નહીં, અતિ ચીકાશવાળો નહીં, અતિ લુખો નહીં, અતિ ગીલો નહીં, અતિ શુષ્ક નહીં એવો આહાર ગ્રહણ કરી ગર્ભનું પોષણ કરવા લાગ્યા. (ઉક્ત પાઠ કલ્પસૂત્ર-૯૫નો છે. આવો જ પાઠ ભગવતીજીના સૂત્ર–પરમાં રાજા બળની પત્ની પ્રભાવતી દેવીના ગર્ભપાલનમાં પણ આવે છે.) (ગર્ભને માટે અતિ ઠંડા-અતિ ગરમ આદિ પદાર્થો હિતકારી ન હોવાથી માતા ગ્રહણ કરતા નથી. કેમકે તે વાત-પિત અથવા કફના કારક બને છે.) તેથી ત્રિશલા માતા સર્વ ઋતુઓમાં સેવાતા એવા સુખકારી–ગુણકારી પદાર્થોનું ભોજન ગ્રહણ કરે છે. તેણીએ વસ્ત્ર, સુગંધી પદાર્થો અને પુષ્પમાળા પણ ઋતુઓને અનુકૂળ જ ધારણ કર્યા. તેણી રોગરહિત, શોકરહિત, મોહરહિત, ભયરહિત અને ત્રાસ રહિતપણે રહેવા લાગ્યા. ગર્ભને માટે હિતકર, પરિમિત, મધ્ય અને ગર્ભપોષક આહારવિહાર કરતા સાવધાનીપૂર્વક રહે છે. દેશ અને કાળ અનુસાર આહાર કરવાપૂર્વક કહે છે. દોષ રહિત અને સુકોમળ એવાં શયન અને આસનનો ઉપભોગ કરવા લાગ્યા. નિર્જન, શાંત, મનને અનુકૂળ અને ચિત્તને આનંદદાયી એવી વિહારભૂમિમાં રહે છે. ત્રિશલા ક્ષત્રિયાણીને ગર્ભના પ્રભાવથી પ્રશસ્ત દોહદ (મનોરથ) ઉત્પન્ન થયાં. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ આગમ કથાનુયોગ-૧ સિદ્ધાર્થ રાજાએ તેના સર્વ દોહદ પૂર્ણ કર્યા. ઇચ્છિત પદાર્થો પ્રાપ્ત થવાથી તેના દોહદ સન્માનિત થયા. કોઈપણ દોહદની જરા પણ અવગણના થઈ નહીં. તેના મનોવાંછિત દોહદ પૂર્ણ થવાથી ફરીથી કોઈ નવા મનોરથ કે ઇચ્છા રહી નહીં. કોઈ બીજા દોહદ હવે વિદ્યમાન રહ્યા નથી. એવા તે ત્રિશલા ક્ષત્રિયાણી ગર્ભને બીલકુલ બાધા ન પહોંચે તે રીતે સુખપૂર્વક ટેકો લઈને બેસે છે, સૂએ છે, ઊભા થાય છે, આસન પર બેસે છે, શય્યામાં આળોટે છે, જમીન પર ચાલે છે. આવી રીતે ત્રિશલા સુખપૂર્વક ગર્ભને વહન કરે છે. ૦ ભ૦મહાવીરનું જન્મકલ્યાણક : તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાનું મહાવીર, જે-તે ગ્રીષ્મ કાળનો પહેલો મહિનો, બીજું પખવાડીયું અર્થાત્ ચૈત્ર માસના શુક્લપક્ષ, તે ચૈત્રમાસના શુક્લ પક્ષના તેરમા દિવસે અર્થાત્ ચૈત્ર સુદ–તેરસના દિવસે નવ માસ બરાબર સંપૂર્ણ થઈને સાડા સાત દિવસ વ્યતીત થયા ત્યારે (મહાવીર પ્રભુને નવ માસ સાત દિવસ પૂર્ણ થયા ત્યારે) બધા ગ્રહો પોતાના ઉચ્ચ સ્થાનમાં હતા, ચંદ્રમાનો ઉત્તમ યોગ પ્રાપ્ત થયો. દિશાઓ બધી સૌમ્ય, અંધકાર રહિત અને વિશુદ્ધ હતી. જય-વિજયના સૂચક બધી જાતના શુકનો હતા. પ્રદક્ષિણા પૂર્વક–અનુકૂળ એવો સુગંધિત મંદમંદ પવન પૃથ્વીને સ્પર્શ કરતો વહી રહ્યો હતો. સર્વ પ્રકારના ધાન્યાદિ પદાર્થોથી પૃથ્વી ભરપૂર હોય તેવો કાળ હતો. દેશવાસી લોકોના મન આનંદિત અને પ્રમુદિત હતા. આવા સમયે મધ્ય રાત્રિમાં ઉત્તરાફાગુની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ક્ષત્રિય કુંડગ્રામ નગરમાં આરોગ્ય સંપન્ન એવા ત્રિશલા માતાએ નિરોગી અને સ્વસ્થ એવા પુત્રને જન્મ આપ્યો. (અહીં આવશ્યક ચૂર્ણિ ૧-પૃ. ૧૩૫ જણાવે છે કે) તીર્થકરની માતાનો ગર્ભ પ્રચ્છન્ન હોય છે (પેટ વધતું નથી) જર, રુધિર, કલમલ આદિ પ્રસવ વખતે નીકળતા નથી. પ્રભુને સિંહનું લંછન (ચિન્હ) હતું. તેનો વર્ણ સુવર્ણની પ્રભા સર્દશ હતો. જે રાત્રિએ ત્રિશલા ક્ષત્રિયાણીએ શ્રમણ ભગવંત મહાવીરને જન્મ આપ્યો તે રાત્રિ પ્રભુના જન્મોત્સવ માટે નીચે ઉતરતા અને ઊંચે ચડતા એવા ઘણા ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવ-દેવીઓ વડે અતિશય આકુળ બની, આનંદથી ફેલાઈ રહેલા હાસ્યાદિ અવ્યક્ત શબ્દોથી કોલાહલમય બની. અનેક દેવ–દેવીઓના આવાગમનથી મહાન દિવ્યોદ્યોત ફેલાયો. (સ્થાનાંગ સૂત્ર-૧૪૨માં પણ જણાવે છે કે અરિહંતનો જન્મદીક્ષા અને નાણ ઉત્પત્તિ સમયે લોકમાં ઉદ્યોતું થાય છે તથા દેવઉદ્યોત થાય છે.) ૦ દેવદેવી કૃત્ જન્મ મહોત્સવ : (જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ર૧૨ થી ૨૪૪ વક્ષસ્કા—–માં ખૂબ જ વિસ્તારથી છપ્પન દિકકુમરી અને સર્વે ઇન્દ્રો દ્વારા કરાતા જન્મ કલ્યાણક મહોત્સવનું વર્ણન આવે છે. જે અમે ભગવંત ઋષભ કથાનકમાં આપેલું જ છે. આ વર્ણન પ્રત્યેક તીર્થકર માટે એકસમાન જ હોય છે. અહીં ભ મહાવીરના કથાનકમાં પણ સંપૂર્ણતયા તે જ વર્ણન મુજબ જન્મકલ્યાણક મહોત્સવ દેવ– દેવીએ ઉજવ્યો હતો. અમે કથાનુયોગના વૈશિશ્ય હેતુથી અત્રે તે વર્ણનનું પુનર્લખન કરવાને બદલે કલ્પસૂત્રવૃત્તિમાં અપાયેલ સંક્ષિપ્ત વર્ણન રજૂ કરીએ છીએ (આ જ પ્રકારનું સંક્ષિપ્ત વર્ણન આવશ્યક નિર્યુક્તિ ૧૮૭– ૧૮૮ની વૃત્તિમાં પણ છે.) “ભઋષભ કથાનકનો મહોત્સવ અલગ હતો અને ભ મહાવીરનો જન્મ મહોત્સવ સંક્ષિપ્ત છે તેવું Page #258 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર—ભમહાવીર—કથા ન વિચારવું. કેમકે ભઋષભના કથાનકમાં કરાયેલ “જન્મ કલ્યાણક મહોત્સવ” વર્ણન સર્વ તીર્થંકરો માટે એકસમાન જ જાણવું. અહીં તો માત્ર વર્ણનનું સ્વરૂપ બદલાયું છે. તદુપરાંત પ્રસ્તુત કથાનકની કલ્પસૂત્રીયા વૃત્તિ પણ અણસ્પર્શી ન રહે તે ઉદ્દેશની જાળવણીના હેતુથી આ સંક્ષિપ્ત વર્ણન રજૂ કર્યું છે) પ્રભુના જન્મ સમયે અચેતન દિશાઓ પણ હર્ષિત થઈ હોય તેવી રમણીય દેખાવા લાગી. સુખકર અને મંદમંદ પવન વાઈ રહ્યો હતો. ત્રણે જગત્ ઉદ્યોતમય થઈ ગયા. આકાશમાં દુંદુભિના કર્ણપ્રિય નાદ થવા લાગ્યા. પૃથ્વી ઉચ્છ્વાસને પામી અને દુઃખ વ્યાસ નારકીના જીવોને પણ તે સમયે આનંદ પ્રવર્તો. તે વખતે ભગવંતનો જન્મ મહોત્સવ ઉજવવા સર્વ પ્રથમ છપ્પન દિક્કુમારીઓ આવીને પોતાના શાશ્વત આચાર કરે છે તે આ પ્રમાણે ભમહાવીરના જન્મ સમયે દિકુમરીઓના આસન કંપ્યા. ત્યારે અવધિજ્ઞાન વડે તે દિકુમરીએ અરિહંત પરમાત્માનો જન્મ થયો તે જાણ્યું. તે દિકુમરીઓ હર્ષપૂર્વક સૂતિકા ઘરમાં આવી. પહેલા અધોલોકની આઠ દિકુમારીઓ :- ૧. ભોગંકરા, ૨. ભોગવતી, ૩. સુભોગા, ૪. ભોગમાલિની, ૫. સુવત્સા, ૬. વત્સમિત્રા, ૭. પુષ્પમાલા અને ૮. અનિંદિતા આવી. આવીને પ્રભુને તથા પ્રભુની માતાને તેમણે નમસ્કાર કર્યાં. પછી ઇશાન દિશામાં સૂતિકાઘર બનાવ્યું તથા તે સૂતિકાધરથી એક યોજન સુધી ચારે તરફ જમીનને સંવર્ત વાયુ વડે શુદ્ધ કરી. (આ આઠ નામોમાં જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ અને સ્થાનાંગ સૂત્રમાં નામ ભેદ છે, જેનો ઉલ્લેખ ભ૰ઋષભ કથાનકમાં અમે કરેલો છે.) ૨૫૭ પછી ઉર્ધ્વલોકવાસિની આઠ દિક્કુમારી આવી :- ૯. મેઘંકરા, ૧૦. મેઘવતી, ૧૧. સુમેઘા, ૧૨. મેઘમાલિની, ૧૩. તોયધારા, ૧૪. વિચિત્રા, ૧૫. વારિષણા અને ૧૬. બલાહકા. આ આઠ દિક્કુમારીઓએ આવીને પ્રભુને તથા પ્રભુની માતાને નમસ્કાર કર્યા. પછી સુગંધી જળ અને પુષ્પોની વૃષ્ટિ કરી. (આ નામો આવશ્યક નિર્યુક્તિમાં પણ આ જ પ્રમાણે છે પરંતુ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ અને સ્થાનાંગમાં નામોમાં ફેરફાર છે જેની નોંધ અમે ભઋષભના કથાનકમાં કરી છે.) પછી પૂર્વ દિશાના રુચક પર્વતથી આઠ દિકુમારીઓ આવી :- ૧૭. નંદા, ૧૮. નંદુત્તરા (ઉત્તરાનંદા), ૧૯. આનંદા, ૨૦. નંદિવર્ધના, ૨૧. વિજયા, ૨૨. વૈજયંતી, ૨૩. જયંતી અને ૨૪. અપરાજિતા. આ આઠ દિકુમારી મુખદર્શનના હેતુથી પ્રભુ તથા માતા સન્મુખ દર્પણ ધરે છે. પછી દક્ષિણ દિશાના રૂચક પર્વતથી આઠ દિકુમારીઓ આવી :- ૨૫. સમાહારા, ૨૬. સુપ્રદત્તા, ૨૭. સુપ્રબુદ્ધા, ૨૮. યશોધરા, ૨૯. લક્ષ્મીવતી, ૩૦. શેષવતી, ૩૧. ચિત્રગુપ્તા અને ૩૨. વસુંધરા. આ આઠ દિકુમારીઓ સ્નાન માટે જળથી ભરેલા કળશોને ધારણ કરી ગીતગાન કરતી ઊભી રહે છે. (અહીં આવશ્યક નિયુક્તિ ૧૮૭ની વૃત્તિમાં ‘શેષવતી’ને બદલે ‘ભોગવતી' નામ છે.) પછી પશ્ચિમ દિશાના રૂચક પર્વતથી આઠ દિકુમારીઓ આવી :- ૩૩. ઇલાદેવી, ૩૪. સુરાદેવી, ૩૫. પૃથિવી, ૩૬. પદ્માવતી, ૩૭. એકનાસા, ૩૮. નવમિકા, ૩૯. ભદ્રા અને ૪૦. શીતા. આ આઠ દિકુમારીઓ પ્રભુને તથા માતાને પવન નાંખવા માટે હાથમાં Jain ૧/૧૭ international Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ આગમ કથાનુયોગ-૧ વીંઝણા લઈને ઊભી રહે છે. (અહીં ઠાણાંગ સૂત્ર ૭૭૨, આવશ્યક નિર્યુક્તિ ૧૮૭–વૃત્તિમાં શીતાને સાતમી અને ભદ્રાને આઠમી કહી છે. (અર્થાતુ ૪૦ અને ઉલ્લા) ક્રમમાં ફેરફાર છે.) પછી ઉત્તર દિશાના રૂચક પર્વતથી આઠ દિકકુમારીઓ આવી :- ૪૧. અલંબુસા, ૪૨. મિતકેશી, ૪૩. પુંડરીકા, ૪૪. વારુણી, ૪૫. હાસા, ૪૬. સર્વપ્રભા, ૪૭. શ્રી અને ૪૮. હી. આ આઠ દિકકુમારી પ્રભુ તથા તેની માતાને ચામર વીંઝે છે. (અહીં ઠાણાંગ તથા જંબૂતીપ પ્રજ્ઞપ્તિમાં નામોમાં ફેરફાર છે. જે અમે ભઋષભના કથાનકમાં નોંધેલ છે.) પછી રૂચકપર્વતની વિદિશાઓથી ચાર દિકકુમારીઓ આવી – ૪૯. ચિત્રા, ૫૦. ચિત્રકનકા, ૫૧. શહેરા અને પર. વસુદામિની. આ ચાર દિકકુમારી આવીને હાથમાં દીપક ગ્રહણ કરી ચારે વિદિશાઓમાં ઊભી રહી. પછી રૂચક હીપથી ચાર દિકકુમારીઓ આવી :- ૫૩. રૂપા, ૫૪. રૂપાસિકા, પપ. સૂરૂપા, પ૬ રૂપકાવતી. આ ચાર દિકકુમારીએ આવીને ભગવંતની નાળને ચાર અંગુલ દૂરથી છેદીને ખાડો ખોદી દાટી, ત્યાં વૈડૂર્ય રત્નની એક પીઠ બનાવી અને તેને દુર્વા અર્થાત્ લીલા ઘાસ વડે બાંધી દીધી. – ત્યારપછી તે દિકકુમારીઓએ જિનેશ્વર પ્રભુના જન્મદરની પૂર્વ-દક્ષિણ અને ઉત્તર દિશામાં પ્રત્યેકમાં કેળના ઘર બનાવ્યા. દક્ષિણ દિશા તરફના ઘરમાં સિંહાસન ઉપર પ્રભુને તથા માતાને બેસાડી બંનેનું સુગંધી તેલથી મર્દન કરે છે. પછી પૂર્વ દિશા તરફના કેળના ઘરમાં લઈ જઈને સ્નાન કરાવી, વિલેપન કરી, વસ્ત્ર તથા આભૂષણો પહેરાવે છે. પછી ઉત્તર દિશામાં બનાવેલા કેળના ઘરમાં જઈને ભગવંતને તથા માતાને સિંહાસન ઉપર બેસાડી, અરણિનાં બે કાષ્ઠો ઘસીને તેમાંથી અગ્નિ નીપજાવી, ઉત્તમ ચંદન વડે હોમ કરી, તે અગ્રિની રાખ વડે દિકકુમારીઓ પ્રભુને તથા માતાને હાથે રક્ષા પોટલી બાંધે છે. ત્યારપછી તે દિકકુમારીઓ રત્નના બે ગોળા અફળાવીને “તમે પર્વત જેટલા દીર્ધાયુષી થાઓ'' એમ કહીને પ્રભુને તથા માતાને જન્મસ્થાનકે મૂકીને પોતપોતાની દિશામાં રહી ગીતગાન કરતી ઊભી રહે છે. આ પ્રત્યેક દિકકુમારી સાથે ચાર હજાર સામાનિક દેવો, ચાર મહત્તરાઓ, ૧૬,૦૦૦ અંગરક્ષકો, સાત સેના, સાત સેનાપતિ તથા બીજા પણ મહર્તિક દેવો હોય છે. વળી તે દિકકુમારીઓ આભિયોગિક દેવોએ બનાવેલા યોજના પ્રમાણ વિમાનોમાં બેસીને જન્મ મહોત્સવ કરવા આવે છે. – ત્યારપછી સૌધર્મેન્દ્ર શુક્રનું પર્વત સમાન નિશ્ચલ શક્ર નામનું સિંહાસન ચલાયમાન થયું. ત્યારે શક્રેન્દ્રએ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી અંતિમ જિનેશ્વરનો જન્મ થયાનું જાણ્યું. ત્યાર પછી ઇન્દ્ર હરિભેગમેલી દેવ પાસે એક યોજન પરિમંડળવાળો સુઘોષા નામનો ઘંટ વગડાવ્યો, તેથી સર્વ વિમાનના ઘંટ વાગવા લાગ્યા. પોતપોતાના વિમાનમાં થતા ઘંટનાદથી તે દેવો ઇન્દ્રનું કાર્ય જાણી એકઠાં થયા, ત્યારે હરિણેગમેષીએ ઇન્દ્રનો હુકમ સંભળાવ્યો. તીર્થંકરનો જન્મ મહોત્સવ કરવાને જવા માટે ઇન્દ્રનો હુકમ સાંભળી હર્ષિત થયેલા દેવો ચાલવાની તૈયારી કરવા લાગ્યા. ત્યારે પાલકનામના દેવે બનાવેલા લાખ યોજનના પ્રમાણવાળા પાલક નામના Page #260 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર—ભમહાવીર—કથા વિમાનમાં સ્થિત સિંહાસન ઉપર ઇન્દ્ર બેઠો. તે વિમાનમાં ઇન્દ્રના સિંહાસનની સન્મુખ ઇન્દ્રની આઠ અગ્રમહિષીઓના આઠ ભદ્રાસન હતા. ડાબી બાજું ૮૪,૦૦૦ સામાનિક દેવોના ૮૪,૦૦૦ ભદ્રાસન હતા. જમણી બાજુ અત્યંતર પર્ષદાના ૧૨,૦૦૦ દેવોના ૧૨,૦૦૦ ભદ્રાસન હતા. મધ્યમ પર્ષદાના ૧૪,૦૦૦ દેવોના ૧૪,૦૦૦ ભદ્રાસન અને બાહ્ય પર્ષદાના ૧૬,૦૦૦ દેવોના ૧૬,૦૦૦ ભદ્રાસન હતા. પાછળના ભાગમાં સાત સેનાપતિઓના સાત ભદ્રાસન હતા. પ્રત્યેક દિશામાં ૮૪,૦૦૦ આત્મરક્ષક દેવોના ૮૪,૦૦૦ ભદ્રાસનો હતા. આ પ્રમાણે તે ઇન્દ્ર પોતાના પરિવારના દેવો તેમજ બીજા પણ કરોડો દેવોથી પરિવરેલો ચાલ્યો. – કેટલાએક દેવો ઇન્દ્રના હુકમથી ચાલ્યા, કેટલાએક મિત્રના વચનથી, કેટલાએક પ્રિયાની પ્રેરણાથી, કેટલાએક આત્મિક ભાવથી, કેટલાક કૌતુક વડે, કેટલાક અપૂર્વ આશ્ચર્યથી, કેટલાંક ભક્તિથી – એ રીતે સર્વ દેવો વિવિધ પ્રકારના વાહન ઉપર સવાર થઈ ચાલવા લાગ્યા. તે વખતે વાગી રહેલા ભિન્ન ભિન્ન વાજિંત્રો, ઘંટનાદો અને દેવોના કોલાહલથી આખું બ્રહ્માંડ શબ્દમય બની ગયું. તે વખતે દેવોના કરોડો વિમાનો અને વિવિધ જાતિના વાહનો વડે વિશાળ એવો આકાશમાર્ગ પણ સાંકડો થઈ ગયો. આવી રીતે દેવોથી પરિવરેલો ઇન્દ્ર નંદીશ્વર દ્વીપ પાસે આવી, વિમાનને સંક્ષેપીને ભગવંતના જન્મસ્થાનકે આવ્યો. ૨૫૯ વિમાનમાંથી ઉતરી, જિનેશ્વર તથા જિનમાતાને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન—નમસ્કાર કરી કહ્યું કે, હે રત્નકુક્ષિધારિકે ! જગમાં દીપિકા સમાન માતા ! હું તમને નમસ્કાર કરું છું. હું દેવોનો સ્વામી શક્રેન્દ્ર છું. તમારા પુત્ર એવા અંતિમ તીર્થંકરના જન્મ મહોત્સવ કરવાને હું પહેલા દેવલોકથી અહીં આવ્યો છું. માટે તમે કોઈ પ્રકારે ભય રાખશો નહીં. એ પ્રમાણે કહી પ્રભુને કરસંપુટમાં ગ્રહણ કરી, પોતાના પાંચ રૂપ વિકુર્વ્યા. એક રૂપે પ્રભુને ગ્રહણ કર્યા, બે રૂપે બંને પડખે રહીને ચામર વીંઝવા લાગ્યો. એક રૂપે પ્રભુને મસ્તકે છત્ર ધારણ કર્યું. એક રૂપે વજ્ર હાથમાં લઈ આગળ ચાલવા લાગ્યો. દેવોથી પરિવરેલો સૌધર્મેન્દ્ર મેરૂ પર્વતમાં ઉપર રહેલા પાંડુકવનમાં આવ્યો. ત્યાં મેરૂની ચૂલાથી દક્ષિણ ભાગમાં રહેલી અતિપાંડુકંબલા નામની શિલા પર જઈ પ્રભુને ખોળામાં લઈ પૂર્વ દિશા સન્મુખ બેઠો. એ વખતે કુલ ચોસઠ ઇન્દ્રો ત્યાં હાજર હતા. દશ વૈમાનિક, વીશ ભવનપતિ, બત્રીશ વ્યંતર અને બે જ્યોતિષ્ક. તે વખતે અચ્યુતેન્દ્રએ આભિયોગિક દેવો પાસે સુવર્ણના, રૂપાના, રત્નના, સુવર્ણ અને રૂપાના, સુવર્ણ અને રત્નના, રત્ન અને રૂપાના, સુવર્ણ રત્ન અને રૂપાના તથા માટીના એવા આઠ જાતિના એક યોજન મુખવાળા કળશો, જે પ્રત્યેક જાતિના ૧૦૦૮-૧૦૦૮ મંગાવ્યા. તે ઉપરાંત શ્રૃંગાર, દર્પણ, રત્નકદંડક, સુપ્રતિષ્ઠ, થાળ, પાત્રી અને પુષ્પોની છાબડી વગેરે પૂજાના ઉપકરણો પણ કળશની માફક દરેક આઠ આઠ જાતિના ૧૦૦૮૧૦૦૮ મંગાવ્યા. માગધ વગેરે તીર્થોની માટી અને જળ, ગંગા વગેરે મહાનદીઓના કમળ અને જળ, પદ્મદ્રહ વગેરેનાં કમળ અને જળ તથા લઘુહિમવંત, વર્ષધર, વૈતાઢ્ય, વિજય અને વક્ષસ્કારાદિ પર્વતો ઉપરથી સરસવ, પુષ્પો, સુગંધી પદાર્થો અને સર્વ પ્રકારની Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ આગમ કથાનુયોગ-૧ ઔષધિઓ મંગાવી. આભિયોગિક દેવોએ પ્રભુને સ્નાન કરાવવા માટે સર્વ કળશો ક્ષીર સમુદ્રાદિના જળથી ભરી તૈયાર રાખ્યા. આ અવસરે ભક્તિયુક્ત ચિત્તવાળા શક્રને શંકા ઉત્પન્ન થઈ કે, આટલા લઘુ શરીરવાળા પ્રભુ આટલા બધા જળનો ભાર કઈ રીતે સહન કરી શકશે ? આ પ્રમાણે ઇન્દ્રને થયેલો સંશય દૂર કરવા માટે પ્રભુએ પોતાના ડાબા પગના અંગુઠાના અગ્ર ભાગથી મેરૂ પર્વતને દબાવ્યો, ત્યારે પ્રભુના અતુલ બળથી આખો મેરૂ પર્વત કંપી ઉઠ્યો. પર્વતના શિખરો ચોતરફથી કંપવા લાગ્યા. પર્વતના કંપથી પૃથ્વી પણ કંપી, સમુદ્ર ખળભળી ઉક્યો. દેવો ભય વિહળ બની ગયા. તે વખતે ઇન્દ્ર પણ ક્રોધિત થયા. અવધિજ્ઞાનથી જ્યારે ઇન્દ્ર જાણ્યું કે, આ તો પ્રભુની પરાક્રમ લીલા છે ત્યારે તેણે કહ્યું કે, અહો ! તીર્થકરનું અનંત બળ મેં ન જાણ્યું. મારી વિપરિત ચિંતવના માટે “મિચ્છામિ દુક્કડમ્”. હું મારા અપરાધની ક્ષમા માંગુ છું. ત્યારપછી પહેલા અય્યતેન્દ્રએ અભિષેક કર્યો, પછી અનુક્રમે બીજા બધાં ઇન્દ્રોએ જળ–અભિષેક કર્યો. શક્રએ પણ ચાર વૃષભનું રૂપ કરીને તેના આઠ શીંગડાઓમાંથી પડતા જળ વડે પ્રભુનો અભિષેક કર્યો. પછી દેવોએ મંગળ દીવો અને આરતી ઉતારીને નાચ, ગાન, વાજિંત્રાદિકથી વિવિધ પ્રકારે મહોત્સવ કર્યો. પછી ઇન્દ્ર ગંધકાષાયી નામના દિવ્ય વસ્ત્ર વડે પ્રભુના શરીરને લુંછી, ચંદનાદિ વડે વિલેપન કરી, પુષ્પાદિ વડે પૂજા કરી, પ્રભુ સન્મુખ રત્નના પાટલા ઉપર રૂપાના ચોખા વડે દર્પણ, વર્ધમાન, કળશ, મત્સ્ય યુગલ, શ્રી વત્સ, સ્વસ્તિક, નંદ્યાવર્ત અને સિંહાસન એ અષ્ટમંગલ આલેખીને પ્રભુની સ્તુતિ કરી. પછી ઇન્દ્ર પ્રભુને માતા પાસે લાવીને મૂક્યા. પ્રભુનું પ્રતિબિંબ તથા અવસ્થાપિની નિદ્રા સંહરી લીધી. પછી ઇન્દ્ર ઓશીકા નીચે બે કુંડલ અને રેશમી કપડાંની જોડ મૂકી. ઉપરના ચંદરવા સાથે સુવર્ણ અને રત્નોની હાર વડે સુશોભિત એવો દડો લટકાવ્યો. બત્રીશ બત્રીસ કરોડ રન, સુવર્ણ અને રૂપાની વૃષ્ટિ કરી. પ્રભુના અંગુઠા પર અમૃત મૂક્યું. કેમકે જિનેશ્વરો કદાપી સ્તનપાન કરતા નથી. પછી નંદીશ્વર દ્વીપમાં અઠાઈ મહોત્સવ કરીને બધાં દેવો પોતપોતાના સ્થાને ગયા. (આચારાંગ-સૂત્ર-પ૧૦માં પણ અતિ સંક્ષેપમાં દેવકૃત મહોત્સવને જણાવતા લખ્યું કે-) જે રાત્રિએ નિરોગી એવા ત્રિશલા ક્ષત્રિયાણીએ શ્રમણ ભગવાન્ મહાવીરને સુખપૂર્વક જન્મ આપ્યો, તે રાત્રિએ ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી તથા વૈમાનિક દેવોએ કૌતુકભૂતિકર્મ તથા તીર્થકરનો અભિષેક કર્યો. તેમજ ઘણાં દેવો અને દેવીઓએ અમૃતની, સુગંધિત દ્રવ્યોની, સુગંધિત ચૂર્ણોની, ફૂલોની તેમજ ચાંદી–સોના અને રત્નોની વર્ષા કરી, તે આ પ્રમાણે– (કલ્પસૂત્ર-૯૮) જે રાત્રિએ શ્રમણ ભગવાન્ મહાવીર જન્મ્યા તે રાત્રિએ કુબેરની આજ્ઞાને માનનારા ઘણાં તિર્યમ્ જંભક દેવોએ સિદ્ધાર્થ રાજાના ભુવનમાં રૂપાની, સોનાની, રત્નોની, દેવદૂષ્યાદિ વસ્ત્રોની, ઘરેણાંની, નાગરવેલ પ્રમુખ પત્રોની, પુષ્પોની, ફળોની, ધાન્યની, માળાની, સુગંધી દ્રવ્યોની, સુગંધી ચૂર્ણોની, હિંગલોક આદિ વર્ણોની અને દ્રવ્યની ધારાબદ્ધ વૃષ્ટિ કરી. Page #262 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૨૬૧ ૦ સિદ્ધાર્થ રાજા કૃત્ જન્મમહોત્સવ : ત્રિશલા માતાએ જ્યારે શ્રમણ ભગવાન્ મહાવીરને જન્મ આપ્યો ત્યારે સૌ પ્રથમ પ્રિયંવદા નામની દાસીએ સિદ્ધાર્થ રાજાને પુત્ર જન્મની શુભ વધામણી આપી. તે શુભ વધામણી સાંભળી રાજા ઘણાં જ હર્ષિત થયા. હર્ષના આવેશથી તેની વાણી ગદગદિત બની. તેના રોમાંચ ખડાં થઈ ગયા. હર્ષદાયી વધામણી આપનારી દાસી પરત્વે ઘણાં જ પ્રસન્ન થઈને તેણે મુગટ સિવાયના બધાં આભૂષણો તેણીને બક્ષીસમાં આપી દીધા તથા તેણીને દાસીપણાંથી મુક્ત કરી દીધી. તે પછી ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોએ તીર્થંકરનો જન્માભિષેક કર્યા પછી પ્રભાતકાળ સમયે સિદ્ધાર્થ રાજાએ નગરરક્ષકોને બોલાવીને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો! તમે જલદીથી કુંડપુર નગરમાં કેદખાનાની શુદ્ધિ કરો અર્થાત્ કેદખાનામાં રહેલા કેદીઓને છોડી મૂકો. તોલમાપની વૃદ્ધિ કરો. તે વધારીને કુડપુર નગરને અંદરથી અને બહારથી વાળીચોળી સાફ કરાવી, સુગંધી પાણી છંટાવી, લીંપણ કરાવો. તેમજ શૃંગાટક, ત્રિક (ત્રણ રસ્તાનો સંગમ), ચૌક (ચાર રસ્તાઓનો સંગમ), ચચ્ચર (ઘણાં રસ્તા ભેગા થતા હોય તે) ચઉમુખ (ચાર દરવાજાવાળા સ્થાન), રાજમાર્ગો તથા સામાન્ય માર્ગો તથા રસ્તાઓના મધ્ય ભાગો અને દુકાનોના માર્ગોને સાફ કરી, જમીન સરખી કરી, પાણી છંટાવી પવિત્ર કરો. આગંતુકોને બેસવા માટે મંચ બંધાવો. - તેમજ – વિવિધ રંગોથી સુશોભિત ધજા અને પતાકાઓ વડે નગરને સુશોભિત. કરો. નગર આખાને લીંપી–ગૂંપીને સ્વચ્છ કરો, ભીંત વગેરે સ્થાને ચુના ઘોળાવો. ગોશીર્ષ ચંદન, સરસ રક્તચંદન, દર્દર ચંદન આદિથી ભીંતો વગેરે સ્થળોએ પાંચે આંગળા અને હથેલીના થાપાં લગાવો. ઘરોની અંદર ચોકમાં મંગળકળશ રખાવો. વારે વારે ચંદનના કળશોથી રમણીય લાગતા તોરણો બંધાવો. સ્થળે સ્થળે ઉપરથી છેક ભૂમિ સુધી લટકતી એવી લાંબી અને ગોળ આકારની પુષ્પમાળાઓનો સમૂહ બંધાવો. સરસ–સુગંધી એવા પંચવર્ણા પુષ્પોના સમૂહને અહીં-તહીં ગોઠવાવો. સ્થાને સ્થાને પુષ્પોના ઘર રચાવો. સ્થાને–સ્થાને સર્વત્ર પ્રજ્વલિત કાળો અગરુ, ઉત્તમ કિંઠુ, સેલારસ અને દશાંગાદિ ધૂપની સુગંધથી સંપૂર્ણ નગરને સુગંધિત કરો. સુગંધી પદાર્થની ગુટિકા સદશ નગર તમે પોતે કરો ને બીજા પાસે કરાવો. - તદુપરાંત – જનરંજનને માટે નટ, નાટક કરો, નૃત્ય કરાવો, દોરડા પર ચઢી ખેલ બતાવનારાનો ખેલ કરાવો, મલ્લકુસ્તી, મુષ્ટિયુદ્ધ કરાવો, વિદુષકોને બોલાવીને હાસ્ય કરાવો, ભાંડ ભવાઈયાને બોલાવો. ઊંચા કે લાંબા કુદકા કરનાર અથવા નદી આદિ તરનાર પ્લવકના ખેલ કરાવો. રસિક કથા કરનાર, કાવ્યસુભાષિત આદિ બોલનાર, રાસ રમનાર, વાંસ પર ચઢી ખેલ કરનાર, ચિત્રપટ્ટ રાખી ભિક્ષા માંગનાર, ચામડાની મસકને હવા પૂરી વગાડનાર, વીણા વગાડનાર, તાળી વગાડી રંજન કરનાર આદિ સર્વે પોતપોતાની કળા મુજબ લોકોનું રંજન કરે એવી વ્યવસ્થા નગરમાં તમે જાતે કરો – બીજા પાસે કરાવો. – આ પ્રમાણે કરાવીને હજારો ધુંસરા અને હજારો મુસળ (સાંબેલા) ઊંચા કરાવો અર્થાત્ ગાડાં હાંકવા, હળ વડે ખેડવું, સાંબેલાથી ખાંડવું–પીસવું વગેરે કાર્ય બંધ કરાવો. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ આગમ કથાનુયોગ-૧ આ પ્રમાણે સર્વ કાર્યો કરીને મારી આ આજ્ઞા પ્રમાણે કાર્ય થઈ ગયાનું નિવેદન કરો. તે સિદ્ધાર્થ રાજાની આજ્ઞા પામીને તે કૌટુંબિક પુરુષો | નગર રક્ષકો હર્ષિત થયા. સંતુષ્ટ થયા યાવત્ પ્રફૂલ્લિત હૃદયવાળા થઈને બે હાથ જોડી વાવ મસ્તકે અંજલિ કરીને સિદ્ધાર્થ રાજાના આજ્ઞા વચનને વિનયપૂર્વક સ્વીકારે છે. સ્વીકારીને તુરંત જ કંડપુનગરમાં જઈને પહેલા કારાગૃહના બંદીજનોને છોડી મૂકે છે યાવત્ ધુંસરા અને મુસળ ઉઠાવવા પર્વતના જે કોઈ કાર્ય કરવાની સિદ્ધાર્થ રાજાએ આજ્ઞા કરી હતી, તે પ્રમામે સર્વ કાર્યો સંપન્ન કરીને સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસે આવી બે હાથ જોડી મસ્તકે અંજલિ કરીને સિદ્ધાર્થ રાજાની પૂર્વોક્ત આજ્ઞા પ્રમાણે દરેક કાર્યો કર્યા છે – તેવું નિવેદન કરે છે. ત્યારપછી તે સિદ્ધાર્થ રાજા જ્યાં વ્યાયામ શાળા છે ત્યાં આવે છે. આવીને કસરત કરી, તેલથી મર્દન કરાવી, સ્નાન કરી, વિલેપન કરી, ઉત્તમ વસ્ત્રો તથા બહુમૂલ્યવાળા આભૂષણો પહેરી – યાવત્ – સર્વ પ્રકારની ઋદ્ધિ, વાહન, પરિવાર અને અંતઃપુર વડે યુક્ત, સર્વ જાતિના પુષ્પ, સુગંધી પદાર્થો, વસ્ત્રો, માળા અને અલંકારાદિરૂપ શોભા વડે યુક્ત, સર્વ વાજિંત્રોના નાદ, છત્રાદિ રૂ૫ મહાનું ઋદ્ધિ, મહાનુ યુક્તિ, મોટું સૈન્ય, અનેક વાહનો, વિશાળ સમુદાય, શંખ, નગારું, નોબત, ખંજરી, રણશીંગુ, હુડુક્ક, ઢોલ, મૃદંગ, ઇંદુભિ ઇત્યાદિ ઉત્તમ વાજિંત્રોના ગંભીર અને પડઘાયુક્ત ધ્વનિ આદિ સહિત અર્થાત્ આવી સકલ સામગ્રીથી વિભૂષિત થયેલો સિદ્ધાર્થ રાજા દસ દિવસ સુધી તેમની કુળમર્યાદા અનુસાર મહોત્સવ કરે છે. આ ઉત્સવમાં જકાત–કર તથા ખેડ આદિનો લેવાતો ભાગ બંધ કરવામાં આવ્યો. જેમને જે કોઈ વસ્તુની જરૂર હોય તે વિનામૂલ્ય પ્રાપ્ત કરવાની છૂટ અપાઈ, ખરીદ-વેચાણ બંધ કરવામાં આવ્યું. તે બધાંનું મૂલ્ય રાજ્યની તિજોરીમાંથી ચૂકવી આપવાની વ્યવસ્થા કરાઈ. સિપાઈ–અમલદારો કે રાજપુરુષ કોઈના ઘરમાં પ્રવેશ ન કરી શકે તેવો નિયમ કરાયો. દંડ–કુદંડ આદિ ભરવાનું બંધ કરાવ્યું – માફ કરાયું, ઋણ મુક્તતા અર્થાત્ દરેક દેવાદારનું કર્જ રાજ્ય તરફથી ચૂકવી દેવાયું. આવી વ્યવસ્થા દશ દિવસ માટે કરાઈ. તે સાથે – રમણીય ગણિકાઓ સહિતના નાટકના પાત્રો, અનેક નાચ કરનારાઓ વડે યુક્ત, મૃદંગના નિરંતર ધ્વની, કરમાયા વિનાની–વિકસ્વર પુષ્પમાળાઓ સહિત, પ્રમુદિત અને અહીં-તહીં રમત-ગમત કરતા નગરજનો અને દેશવાસીઓ સહિતની એવા પ્રકારની મહોત્સવરૂપ સ્થિતિપતિતા અર્થાત્ કુલમર્યાદાને દશ દિવસ સુધી સિદ્ધાર્થ રાજાએ કરી – કરાવી. - ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા આવા પ્રકારની દશ દિવસ સુધીની કુળમર્યાદા સંપન્ન કરીને સેંકડો, હજારો, લાખો પ્રકારના યાગો (પૂજા યોગ્ય સામગ્રી)ને, તથા દાન–ભાગને આપતા–અપાવતા તથા સેંકડો, હજારો, લાખો ભેટોને સ્વીકાર કરતા-કરાવતા એ પ્રમાણે રહે છે. શ્રમણ ભગવાન્ મહાવીરના માતા-પિતા પ્રભુના જન્મને પહેલે દિવસે કુળ પરંપરા અનુસાર પુત્રજન્મને ઉચિત એવી ક્રિયા – અનુષ્ઠાન કરે છે. ત્રીજે દિવસે ચંદ્ર, સૂર્યના દર્શનરૂપ ઉત્સવ વિશેષ કરે છે. ત્યાર પછી પુત્રજન્મના છઠે દિવસે કુળ ધર્માનુસાર રાત્રિ જાગરણ કરે છે. એ રીતે કુલમર્યાદા કર્યા બાદ અગિયારમો દિવસ વ્યતીત થયા બાદ સર્વ Page #264 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર-ભ૦મહાવીર–કથા ૨૬૩ પ્રકારની અશુચિ નિવારણની જન્મક્રિયાઓ સમાપ્ત થઈ ગયા પછી બારમો દિવસ આવે છે. – તે બારમે દિવસે પુષ્કળ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ એ પ્રમાણે ચાર પ્રકારના આહાર તૈયાર કરાવે છે. કરાવીને મિત્ર, જ્ઞાતિજન, નિજક–સ્વકીય પુત્ર પૌત્રાદિ, સ્વજન, પરિજન, દાસ-દાસી, જ્ઞાતકુલના ક્ષત્રિયો આદિને ભોજન માટે આમંત્રણ આપે છે. આમંત્રીને પછી પ્રભુના માતાપિતાએ સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, તિલકાદિ કૌતુક અને દહીં–અક્ષત આદિ મંગલરૂપ પ્રાયશ્ચિત્ત કર્યા. ભોજનમંડપમાં પ્રવેશને યોગ્ય સ્વચ્છ અને મંગલને સૂચવતા એવા ઉત્તમ વસ્ત્રો પહેર્યા. થોડાં પણ બહુમૂલ્ય આભૂષણોથી શરીરની શોભા વધારી, આવા સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણી ભોજન વેળાએ ભોજન મંડપમાં આવીને ઉત્તમ આસને સુખપૂર્વક બેઠા. - પછી ભોજનને માટે નિમંત્રેલા એવા મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધિ, પરિજન, જ્ઞાત-ક્ષત્રિયો આદિ સાથે પૂર્વે તૈયાર કરાવેલા એવા વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમને આસ્વાદન કરતા, વિસ્વાદન કરતા અને ભોજન કરતા એવા તે સિદ્ધાર્થ ક્ષત્રિય અને ત્રિશલા ક્ષત્રિયાણી સ્વયં ભોજન કરે છે અને બીજાને કરાવે છે. એ રીતે જમણ–ભોજન કર્યા પછી વિશુદ્ધ જળથી કોગળા વગેરે કરીને દાંત તથા મુખને સ્વચ્છ કરે છે. એ રીતે પરમ વિશુદ્ધ બનેલાં માતા–પિતા, મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધિ, પરિજન, જ્ઞાત-ક્ષત્રિયોનો પુષ્કળ પ્રમાણમાં પુષ્પ, વસ્ત્ર, સુગંધી ચૂર્ણ, ફૂલની માળા અને વિવિધ પ્રકારના આભૂષણો વડે સત્કાર અને નમ્રવચનો થકી સન્માન કરે છે. તેમ કરીને તે જ મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધિ, પરિજન અને જ્ઞાતકુલિન ક્ષત્રિયો પાસે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીએ આ પ્રમાણે કહ્યું ૦ નામકરણ : (આયા. પ૧૦, કલ્પ ૧૦૬, આવ.નિ. ૧૦૯૧, આ ચૂ.૧– ૨૪૫) હે દેવાનુપ્રિયો ! જ્યારથી શ્રમણ ભગવંત મહાવીર અર્થાત્ અમારો આ બાળક ત્રિશલા ક્ષત્રિયાણીની કુલિમાં ગર્ભરૂપે આવ્યો ત્યારે અમોને આવા પ્રકારનો આત્મવિષયક થાવત્ ચિંતિત પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો હતો કે, જ્યારથી આપણો આ બાળક ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયો છે, ત્યારથી આરંભીને આપણે (આ કુળ) હિરણ્યથી, સુવર્ણથી, ધનથી, ધાન્યથી, રાજ્યથી, માણિજ્યથી, મોતીઓથી, શંખ (ખીતાબ)થી, શીલથી, પ્રવાલથી, વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યથી, માનસિક સંતોષથી અને સ્વજનોએ કરેલા સત્કારથી અતિશય–અતિશય પરિ–વૃદ્ધિ પામીએ છીએ. વળી સીમાડાઓના રાજાઓ વશ થયા છે. તેથી જ્યારે આપણા આ બાળકનો જન્મ થશે ત્યારે આપણે આ બાળકનું તેના ગુણને અનુરૂપ, ગુણ નિષ્પન્ન એવું વર્તમાન નામ રાખીશું. અમોને ઉત્પન્ન થયેલા મનોરથની સંપત્તિ આજે સફળ થઈ છે, તેથી અમારા આ કુમારનું નામ “વર્તમાન” થાઓ. એ રીતે વર્તમાન' નામ રખાયું. માના ગર્ભમાં હતા ત્યારે જ્ઞાતકુલ વિશેષે કરીને ધન વડે વૃદ્ધિ પામ્યું. તેથી તેનું નામ “વર્ધમાન' રખાયું એ વિશેષાર્થ અને સામાન્યથી તેઓ ઉત્પત્તિથી આરંભીને જ્ઞાનાદિ વડે વૃદ્ધિ પામે છે માટે “વર્ધમાન' કહેવાયા. Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ આગમ કથાનુયોગ-૧ શ્રમણ ભગવાન્ મહાવીર કાશ્યપ ગોત્રનાં હતા. તેમના ત્રણ નામ પ્રસિદ્ધ થયાં. તે આ પ્રમાણે :- વર્ધમાન”, “શ્રમણ અને “શ્રમણ ભગવાન્ મહાવીર.” ૦ વર્ધમાન – માતા-પિતાએ તેમનું “વર્ધમાન રાખ્યું હતું. ૦ શ્રમણ – સ્વાભાવિક સમભાવ હોવાથી – ‘શ્રમણ' – રાગદ્વેષરહિતપણાનો જે સહજ ગુણ, તે સહજ ગુણપણે તપસ્યા કરવાની શક્તિયુક્ત હોવાથી પ્રભુનું બીજું નામ શ્રમણ' પડ્યું. ૦ શ્રમણ ભગવંત મહાવીર – ભય ( વીજળી આદિ પડવા તે), ભૈરવ(સિંહાદીથી ઉત્પન્ન થતો ડર). આવા ભય-ભૈરવથી પ્રભુ ચલાયમાન થયા નહીં. (બાવીશ પ્રકારના) પરીષહો તથા (દેવ, દાનવ, માનવ કે તિર્યંચ સંબંધિ ઉત્પન્ન થતાં) ઉપસર્ગોને ક્ષમાપૂર્વક, લોભારહિતપણે સહન કરનારા, ભદ્રાદિ પ્રતિમા કે એકરાત્રિકી અભિગ્રહોને પાળનારા, ધીમાનું એટલે જ્ઞાનવાળા, અરતિ અને રતિને સહન કરનારા અર્થાત્ સુખમાં હર્ષ કે દુઃખમાં ખેદ નહીં પામનારા, સદ્ગણોના આગાર, પરાક્રમી-અતુલ બલી હોવાના કારણે દેવોએ તેમનું નામ શ્રમણ ભગવંત મહાવીર રાખ્યું હતું. (ભગવંત આ ત્રણ નામો સિવાયના અન્ય અનેક વિશિષ્ટ નામો પણ છે જેનો ઉલ્લેખ આ કથાનકમાં જ હવે પછી આગળ કરાયેલ છે) ૦ ભ૦મહાવીરનો બાલ્યકાળ અને વીર/મહાવીર નામ : જન્મ પછી શ્રમણ ભગવંત મહાવીરનું પાંચ ધાયમાતાઓ દ્વારા લાલનપાલન થવા લાગ્યું. ૧. ક્ષીરધાત્રી (દૂધ પીવડાવનાર ધાયમાતા), ૨. મજ્જન ધાત્રી (સ્નાન કરાવનારી ધાયમાતા), ૩. મંડાવણ ધાત્રી (વસ્ત્રાલંકાર પહેરાવનારી ધાયમાતા), ૪. ખેલાવણ ધાત્રી (ક્રીડા કરાવનારી ધાયમાતા) અને ૫. અંકધાત્રી (ખોળામાં બેસાડી રમાડનાર ધાયમાતા). આ રીતે આ ધાય માતાઓની ગોદમાં, એક ખોળામાંથી બીજા ખોળામાં – લઈ જવાતા, મણિમંડિત રમણીય આંગણામાં રમતા તેઓ પર્વત ગુફામાં સ્થિત ચંપકવેલની માફક યથાક્રમથી–કાળક્રમે મોટા થવા લાગ્યા. (આયા. પ૧૦) (આવ.ભા. ૭૨ થી ૭૫, આવ.યૂ.૧–પૃ. ૨૪૬ થી ર૪૮, આવ.મ.વ.પૃ. ૨૫૮, કલ્પ.૧૦૮) ઉક્ત સંદર્ભ આધારે બાલ્યકાળ અને વીર' નામનું રહસ્ય જન્મોત્સવ બાદ પ્રભુ દાસ-દાસી વડે પરિવરેલા અને સેવકો દ્વારા સેવા પામી રહ્યા હતા. બીજના ચંદ્ર અને કલ્પવૃક્ષના અંકુરા માફક દિવસે–દિવસે વધવા લાગ્યા. પ્રભુ બાળક હતા ત્યારે પણ મહાનું તેજસ્વી, ચંદ્રમા સદશ મનોહર મુખવાળા, સુંદર નેત્રવાળા, ભ્રમર સમાન શ્યામ કેશવાળા, પરવાળા જેવા લાલ હોઠવાળા, હાથીની ગતિ જેવી મનોહર ગતિવાળા, કમળ જેવા કોમળ હાથવાળા, શ્વેત દંતપંક્તિ યુક્ત, સુગંધી શ્વાસવાળા, દેવો કરતા પણ અધિક રૂપવાળા, જાતિસ્મરણ યુક્ત, ત્રણ જ્ઞાન વડે શોભતા, નિરોગી, ધૈર્ય ગાંભીર્યાદિ ગુણોના નિધિ અને જગતમાં તિલક સમાન હતા. આ રીતે પ્રભુ મોટા થતા કિંચિત્ જૂનું આઠ વર્ષના થયા. તેઓ આસક્તિ રહિત, ભદ્રક, વિનીત, શૂર, વીર, પરાક્રમી હતા. તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર પોતાના સિંહાસન પર પૂર્વાભિમુખ બેઠા હતા. તેણે પોતાની સભામાં ભગવંતના ગુણની પ્રશંસા Page #266 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા ૨૬૫ કરતા કહ્યું કે, હે દેવો ! ખરેખર ભગવંત વર્ધમાન બાળક હોવા છતાં પણ બાળભાવ રહિત છે અને મહાપરાક્રમી છે. વૃદ્ધ નહીં હોવા છતાં વૈર્યશાળી અને ગાંભીર્યાદિ ગુણ સંપન્ન છે. મનુષ્યલોકમાં રહેલા તેને દેવ-દાનવ કે ઇન્દ્ર પણ બીવડાવવા, પરાજિત કરવા કે છળવા સમર્થ નથી. સૌધર્મેન્દ્રના આવા વચનની અશ્રદ્ધા કરતો એક દેવ જ્યાં ભગવંત હતા ત્યાં આવ્યો. તે વખતે ભગવંત પ્રમઈવનમાં સમાન વયના બાળકો સાથે આમલકી ક્રીડા કરવા વૃક્ષની ડાળી પર ચડવું–ટપવું વગેરે રમતો રમતા હતા. જે બાળક પહેલાં ડાળીએ ચઢી જાય, પહેલા ટપી જાય તેને બીજા બાળકે ખભા ઉપર બેસાડી ફેરવવા પડે તેવા પ્રકારની શરત હતી. તે સમયે ઇન્દ્રના વચનને જુઠું પાડવા તે દેવે આવીને સાંબેલા જેવા જાડા, ચપળ બે જીભવાળા, ચળકતા મણીવાળા, ભયંકર ફૂંફાડા મારતા, કાજળ સમાન કાળા વર્ણવાળા, કુર રૂપવાળા, વિસ્તૃત ફણાવાળા એવા મોટા સર્પનું રૂપ બનાવીને તેણે ક્રીડા કરવાના વૃક્ષને વીંટાળી દીધું. તે સર્પને જોઈને બધાં કુમારો રમત પડતી મૂકી ત્યાંથી દૂર ચાલ્યા ગયા. તે વખતે મહાપરાક્રમી, વૈર્યશાળી વર્ધમાન કુમારો જરા પણ ડર્યા વિના ત્યાં જઈ સર્પને પોતાના હાથે પકડી દૂર ફેંકી દીધો. નિર્ભય બનેલા બધાં બાળકો ત્યાં પાછા આવ્યા અને રમત ફરી ચાલુ કરી. – તે દેવે વિચાર્યું કે, વર્ધમાનકુમાર આવી રીતે ન ડર્યા તો બીજી રીતે બીવડાવું. બધાં કુમારોએ દડા વડે રમવાનું શરૂ કર્યું. તે દેવે પણ એક કુમારનું રૂપ વિફર્વી તેઓ સાથે રમવા લાગ્યો. તેમાં પણ એવી શરત હતી કે, જે હારી જાય તે જીતેલાને ખભે બેસાડે. ત્યારે કુમાર બનેલો તે દેવ ભગવંત વર્ધમાન સ્વામી સામે હારી ગયો. વર્ધમાનકુમાર તેના ખભા ઉપર બેઠા. પ્રભુને ડરાવવા માટે તે દેવે પોતાનું શરીર સાત તાડ જેટલું ઊંચુ વિકુવ્યું. તાલપિશાચ રૂપ કર્યું. સ્વામીએ તે સ્વરૂપને જાણીને વજ જેવી કઠોર મુઠ્ઠીથી તેની પીઠ ઉપર પ્રહાર કર્યો. એ પ્રહારની વેદનાથી ચીસો પાડતો અને પીડાયેલો તે દેવ મચ્છરની જેમ સંકોચાઈ ગયો. પ્રભુનું આવું પરાક્રમ અને શૈર્ય પ્રત્યક્ષ જોઈ ઇન્દ્રના વચનને સત્ય માનતા એવા તે દેવે પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું. સર્વ વૃત્તાંત જણાવીને તેણે ભગવંતને કહ્યું કે, હે સ્વામી ! ઇન્દ્ર દેવસભામાં આપની જે ગુણ પ્રશંસા કરેલી તેવા જ ગુણો મેં પ્રત્યક્ષ જોયાં. મેં આપની પરીક્ષા માટે ડરાવવાનો જે પ્રયત્ન કર્યો. તે અપરાધની ક્ષમા કરો. આ રીતે વારંવાર પોતાના અપરાધની ક્ષમા યાચના કરી, તે દેવ પોતાના સ્થાને ગયો. તે વખતે સંતુષ્ટ થયેલા ઇન્દ્રએ પ્રભુને બાલ્યાવસ્થામાં આવા મહાનું પરાક્રમી જોઈને પ્રભુનું "વીર"| “મહાવીર” એવું નામ આપ્યું. (વ્યવહારમાં આ નામ જ પ્રસિદ્ધ થયું છે.) ૦ ભ૦મહાવીરને ભણવા બેસાડવા (ઐદ્ર વ્યાકરણની રચના) : પછી સ્વામી આઠ વર્ષના થઈ ગયા. ત્યારે તેને લેખાચાર્ય પાસે ભણવા મોકલવાનું માતા-પિતાએ વિચાર્યું. (જો કે ભગવંત તો જન્મથી જ ત્રણ જ્ઞાનના સ્વામી હોય છે). પાઠશાળા મોકલવા માટે શુભ મુહુર્ત અને શુભ લગ્ન મહોત્સવ પૂર્વક સર્વ તૈયારી કરી. સર્વે સગાંસંબંધીઓને વાહન–આભુષણ અને વસ્ત્રાદિ આપીને સત્કાર કર્યો. લેખાચાર્ય Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ આગમ કથાનુયોગ-૧ (અધ્યાપક)ને ભેટ આપવા માટે પણ યોગ્ય મહામૂલ્યવાળા ઘરેણાં, વિવિધ પ્રકારના વસ્ત્રો, શ્રીફળ વગેરે ઉત્તમ વસ્તુઓ તૈયાર કરી. વિદ્યાશાળામાં ભણતા બાળકોને વહેંચવા માટે પણ સોપારી, સાકર, બદામ, દ્રાક્ષ, ચારોળી, મીઠાઈ, વસ્ત્રો આદિ મંગાવ્યા. સુવર્ણ– રત્ન અને રૂપાથી જડેલ પાટી, ખડીયો, લેખણ આદિ ઉપકરણો તૈયાર કર્યા. કુળની વૃદ્ધાએ પ્રભુને પવિત્ર તીર્થજળ વડે સ્નાન કરાવ્યું. ચંદન, કપૂર આદિ સુગંધી પદાર્થોથી વિલેપન કર્યું. પછી ઉત્તમ વસ્ત્રો, દિવ્ય આભુષણો અને પુષ્પમાળાથી અલંકૃત્ થયેલા પ્રભુને ઉત્તમ હાથી પર બેસાડ્યા. પ્રભુના મસ્તક પર રમણીય છત્ર ધારણ કરાયું. શ્વેત ચામર વિંઝાવા લાગ્યા. વાજિંત્રોના મધુર સ્વરોપૂર્વક ગાયન ગવાતા હતા. વાચકોને ઇચ્છિત દાન અપાવા લાગ્યું. એ રીતે ચતુરંગી સેનાથી પરીવરેલા સ્વામી (વર્ધમાનકુમાર) લેખાચાર્ય–અધ્યાપકને ત્યાં પધાર્યા. લેખાચાર્ય પણ કપાળમાં તિલક કરી. ઉત્તમ સ્વચ્છ વસ્ત્રો પહેરી, આભુષણોથી અલંકૃત્ થઈ પહેલેથી જ રાહ જોતા બેઠા હતા. સ્વામી (વર્ધમાન) પણ પાઠશાળામાં આવી યોગ્ય સ્થાને બેઠા. તે વખતે પ્રભુના પ્રૌઢ પ્રભાવથી ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થયું. ઇન્દ્ર તુરંત અવધિજ્ઞાનના ઉપયોગ વડે પ્રભુના પાઠશાળા ગમનનો વૃત્તાંત જાણ્યો. તે વિસ્મય પામીને બોલ્યો કે, હે દેવો ! જુઓ, ત્રણ જ્ઞાનના ધણી અને સર્વ શાસ્ત્રોના પારગામી તીર્થકર પરમાત્માને પણ માતા–પિતાએ મોહવશ થઈ અલ્પ વિદ્યાપારી સામાન્ય મનુષ્ય પાસે ભણવા મોકલ્યા છે. શક્રેન્દ્ર તુરંત જ ત્યાં આવ્યા. પંડિતને યોગ્ય આસન પર પ્રભુને બેસાડી પોતે બ્રાહ્મણ રૂપે પ્રભુને બે હાથ જોડી અંજલિ કરીને ઉપોઘાત, પદ, પદાર્થ, ક્રમ, ગુરુ, લઘુ, સમાસ, વિસ્તાર, સંક્ષેપ, વિષય, વિભાગ, પર્યાય, વચન, આક્ષેપપરિહાર આદિ લક્ષણ અને વ્યાખ્યા વડે વ્યાકરણના અર્થો પૂછ્યા. અકરાદિ પર્યાય, ભંગ અને ગમ પૂછ્યા. ત્યારે ભગવંતે તેના અનેક પ્રકારે ઉત્તરો આપ્યા. કેટલાંયે પ્રશ્નો વ્યાકરણમાં અધિક કઠિન હતા. તેની સિદ્ધિ ઉપાધ્યાય પણ કરી શકતા ન હતા. તેના મનમાં ઘણાં લાંબા સમયથી રહેલા સંદેહોના ઉત્તરો જાણીને તે લેખાચાર્ય–ઉપાધ્યાય વિચારમગ્ન થઈ બેસી ગયા. ઇન્દ્ર તો અવધિજ્ઞાન વડે તે ઉપાધ્યાયના મનમાં રહેલા સંદેહો જાણીને ભગવંતને પ્રશ્નો પૂછેલા. ભગવંતના ઉત્તરોથી ઉપાધ્યાયના સંદેહોનું નિવારણ થયું અને “ઐન્દ્ર વ્યાકરણની રચના થઈ. સર્વે લોકો વિસ્મિત થઈ ગયા. અહો ! વર્ધમાનકુમાર બાળક હોવા છતાં આટલી બધી વિદ્યા જ્યાં ભણ્યા ? ઉપાધ્યાય પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા. મોટા-મોટા પંડિતો જે સંશયોનું નિરાકરણ કરતા ન હતા, તે સંશયો આ બાળક હોવા છતાં તેણે દૂર કર્યા. તેમ છતાં આ બાળકની ગંભીરતા કેટલી છે ? આવી વિચારણા કરતા ઉપાધ્યાયને જોઈને શકેન્દ્રએ તેને કહ્યું કે, હે વિપ્ર ! તમારે ચિત્તમાં આ બાળકને સામાન્ય મનુષ્ય માનવાની જરૂર નથી. આ તો ત્રણ જગના નાયક અને સકલશાસ્ત્રોના પારગામી એવા શ્રી વીર જિનેશ્વર છે. તેઓ ત્રણ જ્ઞાનના ધારક અને જાતિસ્મરણ જ્ઞાનવાળા હોવાથી આ બધું જાણે છે ત્યારે તે ઉપાધ્યાય પણ સંતુષ્ટ થયા. ઇન્દ્ર પ્રભુની સ્તુતિ કરી સ્વ-સ્થાને ગયા. ભગવંત સર્વ જન સાથે ઘેર આવ્યા. Page #268 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૨૬૭ ૦ ભગવંતનો યૌવનકાળ અને લગ્ન : શ્રમણ ભગવંત મહાવીર એ રીતે નિરૂપસર્ગપણે મોટા થતાં કાળક્રમે યૌવન વયને પામ્યા. જ્ઞાન-વિજ્ઞાન આદિથી પરિણત ભગવંતે બાલ્યાવસ્થાને પૂર્ણ કરી. તેમની ઊંચાઈ સાત હાથની હતી. ભગવંતને શબ્દાદિ વિષયના ભોગોમાં સમર્થ જાણીને તેમના માતાપિતાએ (પ્રભુ “વીર"ના માતા-પિતાએ) પ્રભુના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. શુભ તિથિ, શુભ નક્ષત્ર અને મુહુર્ત જોઈને પ્રશસ્ત અને મહાનું એવા સામંતોના કુળમાં જન્મેલ અને રાજા સમરવીરની યશોદા નામની ઉત્તમ રાજકન્યા સાથે પ્રભુનું પાણિગ્રહણ અર્થાત્ વિવાહ કરાવ્યા. (આ ઉલ્લેખ આવશ્યયક ભાષ્ય ૭૮, ૭૯માં અને આવશ્યક નિર્યુક્તિ ૪૫૮ના નવમાં “વિવાહ” નામના દ્વારની વ્યાખ્યામાં આવ.મ.વૃ,પૃષ્ઠ. ૨૫૮ ઉપર તથા કલ્પસૂત્ર–૧૦૯ની વૃત્તિમાં છે. આચારાંગ સૂત્ર–૫૧૧માં તેના પરિવારના નામોમાં પણ પત્ની-પુત્રીનો ઉલ્લેખ છે. તેથી આવશ્યક નિર્યુક્તિ ૨૨૧૨૨રનો “ર રૂત્યિશબ્દનો અર્થ તથા નિર્યુક્તિ અવમૂર્ણિમાં લખેલ “ર સ્ત્રી પ્રાગ' ઇત્યાદિ પાઠો “સામાન્યથી વિશેષ બળવાનું છે” એ ન્યાયે અત્રે અગ્રાહ્ય છે.) યશોદા રાજકન્યા સાથે વિવાહ બાદ મનુષ્ય સંબંધિ ઉદાર એવા શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શરૂપ પાંચ પ્રકારના કામભોગોને ઉદાસીન ભાવથી ભોગવતા, ત્યાગભાવ સહ વિચરવા લાગ્યા. (જેના ફળ સ્વરૂપ) તેજથી લક્ષ્મી સમાન અને સુરૂપ એવી પ્રિયદર્શના નામક પુત્રીને જન્મ આપ્યો. (એ પ્રમાણે આવ.નિ. ૪૫૮ના ‘અપત્યકારના ભાષ્યમાં કહ્યું છે.) ૦ ભ૦મહાવીરનો પરિવાર : શ્રમણ ભગવંત મહાવીરના પિતા કાશ્યપ ગોત્રના હતા. તેમનાં ત્રણ નામ આ રીતે પ્રસિદ્ધ થયા. ૧. સિદ્ધાર્થ, ૨. શ્રેયાંસ અને ૩. યશસ્વી શ્રમણ ભગવંત મહાવીરના માતા વાશિષ્ઠ ગોત્રના હતા. તેણીનાં ત્રણ નામ પ્રસિદ્ધ થયા તે આ પ્રમાણે :- ૧. ત્રિશલા, ૨. વિદેદિન્ના અને 3. પ્રીતિકારિણી. શ્રમણ ભગવંત મહાવીરના કાકાનું નામ સુપાર્શ્વ હતું. મોટાભાઈનું નામ નંદિવર્ધન હતું. બહેનનું નામ સુદર્શના હતું. તેમની પત્નીનું નામ યશોદા હતું કે, જે કૌડિન્ય ગોત્રના હતા. શ્રમણ ભગવંત મહાવીરના પુત્રી કાશ્યપ ગોત્રના હતા. તેણીના બે નામ પ્રસિદ્ધ થયા. તે આ પ્રમાણે :- ૧. અનવદ્યા, ૨. પ્રિયદર્શના. આ પ્રિયદર્શનાના લગ્ન (આવ.પૂ.૧.પૃ.૪૧૬, આવ.ભા.૧૨૬–વૃત્તિ, ઉત્ત.નિ.૧૬૭–q. મુજબ) ભગવંતની મોટી બહેન સુદર્શનાના પુત્ર અને ભગવંતના ભાણેજ જમાલી સાથે થયા હતા. અર્થાત્ ભગવંતના જમાઈનું નામ જમાલી હતું. ભગવંત મહાવીરની પૌત્રી એટલે કે, પુત્રી પ્રિયદર્શનાની પુત્રી કૌશિક ગોત્રની હતી. તેના બે નામ પ્રસિદ્ધ થયા. તે આ પ્રમાણે શેષવતી અને યશસ્વતી. ૦ ભગવંતના માતા–પિતાનો દેવલોક-ભાવિ ગતિ : શ્રમણ ભગવંત મહાવીરના માતા-પિતા ભગવંત પાર્શ્વનાથના સાધુઓના શ્રમણોપાસક હતા. (ભ૦પાર્શ્વના સંતાનીય શ્રાવક–શ્રાવિકા હતા). તેઓએ ઘણાં વર્ષો સુધી શ્રમણોપાસક | શ્રાવક ધર્મનું પાલન કરીને છ જીવનિકાયના જીવોની રક્ષા નિમિત્તે આલોચના કરીને, આત્મનિંદા કરીને, ગુરુ સાક્ષીએ ગઠ્ઠ કરીને, પ્રતિક્રમણ કરીને તથ ઉત્તરગુણોની શુદ્ધિને માટે યથાયોગ્ય પ્રાયશ્ચિતું ગ્રહણ કરીને દર્ભના સંથારા પર આરૂઢ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ આગમ કથાનુયોગ-૧ થઈને ભક્તપ્રત્યાખ્યાન નામક અનશન સ્વીકાર કર્યું. – ભક્તપ્રત્યાખ્યાન અનશન સ્વીકારીને અંતિમ મારણાંતિક શારીરિક સંલેખન દ્વારા શરીરને શોષવીને કાળ સમય થયો ત્યારે અર્થાત્ આયુષ્ય પૂર્ણ થયું ત્યારે કાળધમ પામીને આ શરીરનો ત્યાગ કરીને અય્યત નામક બારમાં દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા (આ મત આચારાંગ સૂત્ર–૫૧રનો છે. આવશ્યકના મતે, સતતિ શતસ્થાનકમાં માહેન્દ્ર દેવલોકમાં ગયાન મત પણ છે.) દેવલોકમાંથી દેવ સંબંધિ આયુનો-ભવનો અને સ્થિતિનો ક્ષય થયા પછી ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં અંતિમ શ્વાસોચ્છવાસે એટલે કે, આયુષ્યનો ક્ષય કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિવૃત્ત થશે અને સર્વ પ્રકારે દુઃખોનો અંત કરશે ૦ ભ૦મહાવીરના અભિનિષ્ક્રમણ પૂર્વેની સ્થિતિ : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર દક્ષ અર્થાત્ સર્વ કળામાં કુશળ હતા દક્ષપ્રતિજ્ઞ હતા કરેલી પ્રતિજ્ઞાનો સમ્યક્ પ્રકારે નિર્વાહ કરનારા હતા. અત્યંત સુંદર રૂપવાળા હતા. સર્વ પ્રકારના ગુણોથી યુક્ત સંયમી અને ઇન્દ્રિયોને અંકુશમાં રાખનાર હતા. ભદ્રક, વિનીત અને જ્ઞાતખ્યાતિ પામેલા હતા અથવા જ્ઞાત એટલે જ્ઞાતવંશીય હતા જ્ઞાતપુત્ર અર્થાત્ જ્ઞાતવંશીય સિદ્ધાર્થ રાજાના પુત્ર હતા. જ્ઞાતકુળમાં વિશેષ આલાદદાયક જ્ઞાતવંશમાં ચંદ્ર સમાન હતા. તે વિદેહ હતા – અર્થાત્ – બીજાના દેહની અપેક્ષાએ વિલક્ષણ કે વિશિષ્ટ કોટીના દેહવાળા હતા. વિદેહદિન્ન–વિદેહદિન્ના ત્રિશલા ક્ષત્રિયાણીન પુત્ર હતા. વિદેડજાત્ય – વિદેહા એટલે ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિથી ઉત્પન્ન અથવા વિદેહવાસીઓમાં શ્રેષ્ઠ હતા. વિદેહ સુકુમાર–ગૃહસ્થાવસ્થામાં અત્યંત સુકુમાર હતા રાજકુળ અને વિશુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલા હતા. – ભગવંત મહાવીર સાત હાથની કાયાવાળા, સમચતુરસ્ત્રસંસ્થાન સંસ્થિત વજઋષભનારચ સંઘયણવાળા, અનુલોમ વાયુવેગી, કંકગ્રહણ કપોતપરિણામી, પદ્મની ગંધ સદેશ શ્વાસોચ્છવાસવાળા, ઉત્તમ, પ્રશસ્ત, નિરૂપમ શરીરવાળા, પ્રસ્વેદ, મેલ, કલંક, રજ આદિ દોષ વર્જિત દેહવાળા, નિરૂપલેપ, છાયા–ઉદ્યોત સમ અંગવાળા, ઘન, નિચિત, સુબદ્ધ, લક્ષણ આદિ મસ્તકયુક્ત, દાડમના પુષ્પ સટશ તપનીય સદશ વર્ણવાળી કેશભૂમિયુક્ત, છત્રાકાર ઉત્તમાંગ પ્રદેશવાળા, ચંદ્રના જેવા સૌમ્ય મુખવાળા, અર્ધચંદ્ર સમાન કપાળવાળા, સુંદર મુખ, કર્ણ, ગાલવાળા, વિકસિત કમળ જેવા નયનવાળા, ગરૂડ સમ ઉરંગ નાસિકાવાળા, બિંબફળ સમાન હોઠવાળા, શ્વેત દંત પંકિત–તથા તપનીયા તાલુ–માંસલ હડપચી, દુંદુભિસમ સ્વર ઇત્યાદિ વડે સર્વાગ સુંદર હતા. (આવા પ્રકારનું લખાણ આગળ સમવસરણ વક્તવ્યતામાં પણ છે.) તેઓ ત્રીશ વર્ષ સુધી વિરાગી સદશ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. માતા-પિતાના મૃત્યુ અને દેવલોક ગમન પછી પોતાના મોટાભાઈ અને રાજ્યના પ્રધાનોની અથવા નંદિવર્ધન, સુપાર્શ્વકાકા આદિ વડીલ પુરુષોની અનુમતિ મેળવી. દીક્ષા માટે તૈયાર થયા. વળી માતાપિતાનું મૃત્યુ થયું હોવાથી ભગવંતની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ હતી. કેમકે ગર્ભમાં રહેલા ભગવંતે પ્રતિજ્ઞા કરેલી કે, “માતા-પિતા જીવતા હોય ત્યાં સુધી દીક્ષા લઈશ નહીં.” (અહીં આચારસંગ સૂત્ર-૨૭૫, કલ્પસૂત્ર વૃત્તિ, આવ યૂ.૧–પૃ. ૨૪૯; આવભા. ૮૦ની વૃત્તિ આદિ Page #270 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૨૬૯ શાસ્ત્ર સંદર્ભોમાં ઉલ્લેખિત ઘટના આ પ્રમાણે છે) માતા-પિતા જીવિત હોય ત્યાં સુધી દીક્ષા ન લેવાનો અભિગ્રહ તો ભગવંતને અઠાવીસમે વર્ષે પૂરો થયો હતો. કેમકે ત્યારે ભગવંતના માતા-પિતા દેવલોકે સિધાવ્યા. ત્યારે ભગવંત દીક્ષા માટે વડિલબંધુ નદિવર્ધનની અનુમતિ માગી. નંદિવર્ધન રાજાએ કહ્યું કે, ભાઈ ! હજી તો માતા-પિતાના વિયોગથી હું પીડાઉ છું. હજી તે દુઃખ પણ વિસારે પડ્યું નથી. તેવામાં વળી તમે દીક્ષાની વાત કરો છો. આ સમયે તમારો વિરહ ઘા ઉપર ખાર નાંખવા જેવો વિશેષ સંતાપ કરનારો થશે, માટે અત્યારે તમારે મને છોડીને ન જવું જોઈએ. હું શોકમુક્ત થઈ જાઉં તે માટે તમે થોડોક કાળ રોકાઈ જાઓ. સ્વામીએ પૂછ્યું કે, હું કેટલો કાળ રોકાઈ જઉ ? ત્યારે વડિલબંધુએ બે વર્ષ રોકાઈ જવા કહ્યું. – ત્યારે ભગવંતે કહ્યું કે, હે નરેશ્વર ! ભલે, તમારા આગ્રહથી હું બે વર્ષ ઘેર રહીશ, પણ મારે માટે હવેથી કોઈપણ પ્રકારનો આરંભ કરશો નહીં. હું પ્રાસુક આહારપાણી વડે શરીરનો નિર્વાહ કરીશ. રાજાએ તે વાત સ્વીકારી. ભગવંત બે વર્ષ વધુ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. તેમણે અપ્રાસુક, નિર્દોષ અને એષણીય આહાર કર્યો. શીતઉદક – સચિત્ત પાણી પણ ન વાપર્યું. રાત્રિભોજન ન કર્યું. બ્રહ્મચર્યનું પાલન કર્યું. અસંયમથી રહિત અર્થાત્ સંયમિતપણે રહ્યા. આભુષણાદિનો પણ ત્યાગ કર્યો. પ્રાસુક જળ વડે પણ સ્નાન ન કર્યું. માત્ર હાથ–પગની શુદ્ધિ અને આચમન પ્રાસુક જળ વડે કર્યું. નિષ્ક્રમણ અભિષેક જો કે અપ્રાસુક-સચિત્ત જળ વડે થયો. કેમકે તીર્થંકરોનો એ આચાર છે. પ્રભુ જ્યારે જન્મ્યા હતા ત્યારે ચૌદ મહાસ્વપ્નથી સૂચિત હોવાથી “નિશ્ચયથી આ ચક્રવર્તી રાજા થશે." એ પ્રમાણે લોકોક્િત સાંભળી શ્રેણિક ચંડપ્રદ્યોત વગેરે રાજકુમારોને તેમના માતાપિતાએ પ્રભુની સેવા માટે મોકલ્યા હતા. પણ જ્યારે પ્રભુને મહાવૈરાગી અને દીક્ષા લેવા માટે તત્પર જોયા ત્યારે “આ ચક્રવર્તી નથી' એમ જાણી તે રાજકુમારો પોતપોતાને ઘેર ગયા. ભગવંતની ઉમર જ્યારે ઓગણત્રીસ વર્ષની થઈ ત્યારે તેમણે એક વર્ષ પછી હું દીક્ષા લઈશ તેવો મનમાં સંકલ્પ કર્યો. વળી પ્રભુની પ્રતિજ્ઞા પણ સમાપ્ત થતી હતી. એ સમયે લોકાંતિક દેવો પણ પોતાનો શાશ્વત આચાર જાણી એક વર્ષ બાકી રહ્યું ત્યારે પ્રભુને દીક્ષાનો અવસર જણાવવા વિનંતી કરી, તે આ પ્રમાણે– ૦ ભગવંત મહાવીરનો દીક્ષા મહોત્સવ :૦–૦ લોકાંતિક દેવોનું આગમન : (લોકાંતિક દેવોનું નિવાસ સ્થાન, તેમની દ્વિ-પરિવાર, તેમના નામ, તેમની સંખ્યા વિષયક મતભેદ, તેમનું આગમન, તીર્થ પ્રવર્તન માટેની વિનંતી ઇત્યાદિ વિગતો સવિસ્તર અમે ભગવંત મલિની કથામાં તો આપેલી જ છે. પ્રત્યેક તીર્થકરના નિષ્ક્રમણ પૂર્વે આ વર્ણન એક સમાન જ હોય છે. તો પણ પ્રસ્તુત કથાનકમાં આવશ્યક ભાષ્ય અને કલ્પસૂત્ર મૂલ ૧૧૦–૧૧૧ તથા તેની વૃજ્યાનુસાર કિંચિત્ કથન કરેલ છે.) બ્રહ્મલોક નિવાસી લોકાંતિક દેવોએ પોતાનો જિતકલ્પ અર્થાત્ અવશ્યપણે તીર્થકરને દીક્ષાનો અવસર જણાવવાનો પોતાનો આચાર સમજીને તેવા પ્રકારની ઇષ્ટ, મનોહર, પ્રિય, મનોજ્ઞ, મનામ, ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્યરૂપ, મંગલરૂપ, પરિમિત, Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ આગમ કથાનુયોગ-૧ મધુર, શોભાયુક્ત, હૃદયને ગમ્ય, હૃદયને પલ્લવિત–પ્રસન્ન કરનારી, ગંભીર, પુનરૂક્તિ આદિ દોષોથી રહિત, સુંદર ધ્વનિ, મનોહર વર્ણ અને સ્પષ્ટ ઉચ્ચારવાળી, અલંકારાદિ વડે શોભતી અને સુંદર લાલિત્યવાળા વર્ણો વડે મનોહર આવા પ્રકારની વાણી વડે પ્રભુને નિરંતર અભિનંદતા, પ્રભુની સ્તુતિ કરવા પૂર્વક આ પ્રમાણે બોલ્યા – હે નંદ ! સમૃદ્ધિશાળી ! આપ જય પામો, જય પામો. હે ભદ્ર! કલ્યાણવંત ! આપ જય પામો, જય પામો. હે પ્રભુ! આપનું ભદ્ર-કલ્યાણ થાઓ. હે ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ વૃષભ સમાન ! તમારો જય થાઓ, વિજય થાઓ. હે ભગવાન્ ! આપ બોધ પામો, દીક્ષા ગ્રહણ કરો. તે લોકનાથ ! સકળ જગતના જીવોને હિતકર એવું ધર્મતીર્થ પ્રવર્તાવો. તે ધર્મતીર્થ સકળ લોકમાં સર્વ જીવોને હિત કરનારું, સુખ કરનારું તથા નિઃશ્રેયસકર(મોક્ષને દેનારું) થશે. આ પ્રમાણે કહીને તે લોકાંતિક દેવો જય-જય શબ્દ બોલે છે. જો કે બધાં જ તીર્થકરો સ્વયંબુદ્ધ જ હોય છે. ગર્ભથી ત્રણ જ્ઞાનના ધારક હોય છે. તો પણ લોકાંતિક દેવો પ્રભુને જે સંબોધન કરે છે – અર્થાત્ બોધ પમાડવા આવે છે તે બ્રહ્મલોકના શિષ્ટ પ્રતરની કૃષ્ણરાજી મધ્યે નિવાસ કરે છે. તેના નામ સારસ્વત, આદિત્ય, વૃષ્ણિ, વરુણ, ગર્દતોય, તૂષિત, અવ્યાબાધ અને અગ્નિ (તેમજ બીજા મતે નવમા) રિષ્ટ છે. એ દેવો પ્રત્યેક પોતાના ૪,૦૦૦ સામાનિક દેવ, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સેનાપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો અને બંભલોક કલ્પ ના અનેક અન્ય દેવો સાથે વિચરતા હતા. તેવા લોકાંતિક દેવો પધાર્યા. – (લોકાંતિક દેવોએ પ્રતિબોધ કર્યા પહેલાં પણ) ભગવંત મહાવીર જ્યારે ગૃહસ્થાવસ્થામાં હતા, વિવાહાદિ નહોતા કર્યા ત્યારે પણ અનુત્તર-ઉત્તમ, આભોગિક અર્થાત્ ઉત્કૃષ્ટ, ઉપયોગ વાળું અને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય ત્યાં સુધી સ્થિર રહેનારું એવા પ્રકારનું અવધિજ્ઞાન અને અવધિદર્શન હતું. તે અનુત્તર આભોગિક એવા અવધિજ્ઞાન અને અવધિદર્શન વડે ભગવંત પોતાનો દીક્ષાકાળ જાણે છે. ૦ ભગવંતનું સંવત્સર દાન : (ભઋષભ અને ભ૦મલિના કથાનકમાં આ વાત આવેલ છે જ. તો પણ આચારાંગ સૂત્ર આવશ્યક ભાષ્ય, આવશ્યક ચૂર્ણિ, કલ્પસૂત્ર મૂળમાં ભ૦મહાવીરનું સ્વતંત્ર કથાનક હોવાથી અમે આ સંદર્ભશાસ્ત્રાનુસાર વિક્તવ્યતા અત્રે રજૂ કરી છે.) ભમહાવીરે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ત્યારે, જ્ઞાનથી પોતાનો દીક્ષાકાળ જાણીને તેમજ લોકાંતિક દેવોની વિનંતી બાદ સંવત્સર દાન આરંભ કર્યું ત્યારે– હિરણ્યનો ત્યાગ કરીને, સુવર્ણનો ત્યાગ કરીને, ધનનો ત્યાગ કરીને, રાજ્ય અને રાષ્ટ્રનો ત્યાગ કરીને, બળ (–સેના), વાહન, કોશ અને કોઠાગારનો ત્યાગ કરીને, નગર, અંતઃપુર અને દેશવાસીઓનો ત્યાગ કરીને, વિપુલ ધણ (-પશુઓ), કનક ( સુવર્ણ), રત્ન, મણિ, મોતી, શંખ, શિલ, પ્રવાલ અને માણેક વગેરે રત્નાદિનો ત્યાગ કરીને, વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યનો ત્યાગ કરીને એ રીતે સર્વ વસ્તુનો ત્યાગ કરીને, વિશેષ પ્રકારે ત્યાગ કરીને, જમીનમાં દાટેલા અને ગુપ્ત રહેલા સુવર્ણાદિકને પ્રગટ કરીને, વાચકોને સુવર્ણ આદિ ધન ભાગે પડતું વહેંચી આપીને, પોતાના ગોત્રીયોને સુવર્ણાદિક ધન Page #272 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૨૭૧ ભાગે પડતું વહેંચી દઈને, જ્ઞાતિજનોને આપી દઈને તેમજ સાંવત્સરિક દાન આપ્યું. સંવત્સર દાન માટે સૂર્યોદયથી આરંભીને તેઓ ભોજનકાળ પર્યન્ત દાન આપતા હતા. આ દાન શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ–રાજમાર્ગ, ગલીઓમાં પૂર્વે ઘોષણા કરાવી, જેને જે દાન જોઈએ તે લઈ જાઓ એ રીત આપતા હતા અને તે સર્વ ઇન્દ્રના હુકમથી દેવો પૂરું કરતા હતા. તે વખતે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક એ ચાર પ્રકારના દેવો અર્થાત્ સુર–અસુર બને અને માનવ સમુદાય ઉપસ્થિત થતો. ત્યારે એક વર્ષમાં ૩૮૮ કરોડ અને ૮૦ લાખનું દાન કર્યું. તેઓ પ્રતિદિન ૧ કરોડ અને ૮ લાખ સૌનેયાનું દાન કરતા હતા. એ રીતે ૩૬૦ દિવસ સુધી દાન દીધું. એ સર્વે સુવર્ણ ઇન્દ્રની આજ્ઞાથી વૈશ્રમણ દેવોએ પૂરું પાડેલ. જ્યારે આ સંવત્સર દાન દેવાતું હતું ત્યારે ઘણાં અનાથ-અનાથ, પથિક, કારોટીક, કાર્પટીક આદિ દાન લેવા આવતા હતા. તે સમયે નંદિવર્ધનરાજાએ કુંડગ્રામ નગરમાં તે-તે સ્થાને અહીં-તહીં દેશ-દેશમાં મોટી ભોજન શાળાઓ કરાવેલી. ત્યાં અનેક સેવકજનો ભક્તિપૂર્વક વિપુલ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ–સ્વાદિમ આદિ વડે તે સનાથ–અનાથ આદિને તેમજ પાસત્થા, ગૃહસ્થ આદિને ત્યાં બેસાડી, વિશ્રામ કરાવી, સુખાસન આપી ભોજન કરાવતા હતા. ત્યારે કુંડગ્રામ નગરના શૃંગાટક યાવત્ મધ્યરસ્તાપરસ્પર અનેક લોકો આ પ્રમાણે કહેતા હતા કે, હે દેવાનુપ્રિય! કુંડગ્રામ નગરમાં નંદિવર્ધન રાજાના ભવનમાં ઇચ્છાપૂર્વક સર્વકામિત વિપુલ અશનાદિનું ભોજન કરાવાય છે. ૦ ભ૦મહાવીરનો નિષ્ક્રમણ અભિષેક અને અલંકૃત્ કરવા : (નિષ્ક્રમણ અભિષેકની ઘટના ભઋષભ તથા ભ૦મલિના કથાનકમાં આપેલી છે. અહીં પણ તેનું સ્વતંત્ર કથાનક સ્વરૂપે “આચારાંગ” આદિમાં જે નિરૂપણ છે. તેની નોંધ લીધી છે.) ભગવંતે દીક્ષા અવસર આવ્યો ત્યારે વડીલબંધુ નંદિવર્ધન રાજા તથા સુપાર્શ્વ કાકાની અનુમતિ માંગી. તેઓએ પણ અનુમતિ આપી. પછી રાજા નંદિવર્ધને દીક્ષા મહોત્સવ માટે ક્ષત્રિયકુંડ નગરને ધ્વજા, પતાકા અને તોરણો વડે શણગાર્યું. રસ્તા, બજારો વગેરે સાફસુફ કરાવી, સુશોભિત કરાવી, ઉત્સવ જોવા માટે આવેલા લોકોને બેસવાના મંચ તૈયાર કરાવ્યા. અનેક સ્થળે પંચવર્ણા પુષ્પોની માળાઓ લટકાવી દીધી. એ રીતે ક્ષત્રિયકુંડનગરને દેવલોક સદશ બનાવી દીધું. ત્યાર પછી નંદિવર્ધન રાજાએ અભિષેક માટેના કળશો તૈયાર કરાવવા કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું કે, સોનાના, રૂપાના, રત્નના, સોના-રૂપાના, સોના અને રત્નના, રત્ન અને રૂપાના, સોના-રૂપા અને રત્નના તથા માટીના એવા આઠ જાતિના પ્રત્યેકના ૧૦૦૮–૧૦૦૮ સંખ્યાના કળશો તેમજ અન્ય સર્વ સામગ્રી તૈયાર કરાવો. તે કાળે, તે સમયે દેવેન્દ્ર-શુક્રનું પણ આસન ચલિત થયું. અવધિજ્ઞાન વડે ભગવંત મહાવીરનો નિષ્ક્રમણ અવસર જાણ્યો. ત્યારે પોતાનો પરંપરાગત શાશ્વત આચાર જાણી પરિવાર સહિત આવ્યા. (આ વર્ણન જંબૂતીપ પ્રજ્ઞપ્તિ અનુસાર ભઋષભના જન્મ અભિષેક મુજબ જાણવું – જુઓ ઋષભ કથાનક) શ્રમણ ભગવંત મહાવીરના અભિનિષ્ક્રમ, દીક્ષા અવસરને જાણીને ભવનપતિ, Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ આગમ કથાનુયોગ-૧ વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એવા ઘણાં દેવ-દેવીઓ પોતપોતાના રૂપ, વેશ, ચિન્હોથી યુક્ત થઈને, પોતપોતાની સર્વ પ્રકારની ઋદ્ધિ, ધૃતિ, સેના, સમુદાય સહિત પોતપોતાના વિમાનમાં ચડે છે. ચઢીને યથાબાદર સ્થળ નિસ્સાર પુદ્ગલોનો ત્યાગ કરે છે. કરીને યથા સારવાનું સૂક્ષ્મ પુદગલોને ગ્રહણ કરે છે. તેમ કરીને, ઉપર ચઢે છે. ચઢીને ઉત્કૃષ્ટ, શીઘ, ચપળ, ત્વરિત દિવ્ય દેવગતિથી નીચે ઉતરીને તિછલોકમાં સ્થિત અસંખ્યાત દ્વીપ સમુદ્રોને ઓળંગીને જ્યાં જંબૂઢીપ છે ત્યાં આવે છે. આવીને ઉત્તર ક્ષત્રિય કુંડપુર સંનિવેશના ઇશાન ખૂણામાં વેગથી ઉતરે છે. દેવ આગમન સંબંધિ આ સંક્ષિપ્ત વર્ણન કલ્પસૂત્ર વૃત્તિ મુજબ લખ્યું છે. પણ આવશ્યક ચૂર્ણિકાર તેને વિસ્તારથી નોંધે છે. જુઓ આવ.યૂ.૧–પૃ.૨૫૧ થી ૨૫૫. અહીં તે વર્ણનનો સાર અમે જિજ્ઞાસુઓ માટે અત્રે રજૂ કરેલ છે. આવું જ વર્ણન સમવસરણ રચના વખતે આવતા દેવોમાં પણ થયું છે.) (તે વખતે નંદિવર્ધન રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને ૧૦૦૮–૧૦૦૮ સુવર્ણના યાવત્ માટીના કળશો તથા અન્ય પણ મહાઈ–મહાઈ સામગ્રીને લાવવા જણાવ્યું. તેણે પણ બધું લાવીને મૂક્યું. તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્રનું આસન ચલિત થયું. તે દિવ્ય વિમાનમાં આવ્યા. મહાવીરસ્વામીને ત્રણ પ્રદક્ષિણા કરી, ભગવંતથી ઇશાન ખૂણામાં જમીનથી ચાર આંગળ ઊંચુ તે દિવ્ય વિમાન થંભાવ્યું. તેની સાથે આઠ અગ્રમડિષી, ન અને ગંધર્વ બે સૈન્ય હતા. તે દિવ્ય વિમાનના પૂર્વ ભાગના ત્રિસપાનકથી ઉતર્યા. ૮૪,૦૦૦ સામાનિક દેવો ઉત્તર ભાગના ટિસોપાનકથી ઉતર્યા. બાકીના દેવદેવીઓ દક્ષિણ ભાગના ટિસોપાનકથી ઉતર્યા. ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક્ર પોતાના ૮૪,૦૦૦ સામાનિક દેવો આદિ પરિવાર સાથે સર્વ ઋદ્ધિ પૂર્વક વાજિંત્રોના નાદપૂર્વક ભગવંત મહાવીર પાસે આવ્યા. તેમને ત્રણ પ્રદક્ષિણા આપી, વંદન–નમસ્કાર કરી, પર્યાપાસના કરે છે. એ રીતે બધાં જ ઇન્દ્રો ત્યાં આવ્યા અને સૂર્ય પર્વતના સર્વે ઇન્દ્રો આવીને પર્યપાસના કરવા લાગ્યા. તે કાળે, તે સમયે ઘણાં અસુરકુમાર દેવો મહાવીરસ્વામી સમીપે પ્રગટ થયા. આ દેવો કાળા, મોટા અગ્નિ સમાન નીલગુલિક પ્રકાશવાળા, વિકસિત પત્ર સમાન તમ લાલ જીભ અને તાળવાવાળા, અંજન અને ધન એવા કાળા વાળવાળા, કુંડલને ધારણ કરેલા, આÁચંદનનું વિલેપન કરેલા. સિલિંઘપુષ્પ સમાન પ્રકાશિત સૂક્ષ્મ પ્રવર વસ્ત્ર ધારણ કરેલા, પ્રથમ વયને પૂર્ણ કરીને અને દ્વિતીય વયને ન પામેલા, ભદ્ર, યૌવનમાં વર્તતા, તાલ, ભૃગ, ત્રુટિત, પ્રવર આભુષણ અને નિર્મલ મણિરત્નથી વિભૂષિત, હાથમાં દશે આંગળીએ મુદ્રિકા ધારણ કરેલા, ચુડામણી, વિવિધ વિચિત્ર ચિલોવાળા, મુગટને ધારણ કરેલા, સુરૂપ, મહાદ્ધિ, મહાતિ, મહાયશ, મહાબળ, મહાનુભાગ મહા સૌમ્યવાળા, હૃદય પર હારથી વિભૂષિત, કડા ત્રુટિતથી ખંભિત ભૂજાવાળા, કાનના કુંડળથી શોભિત ગાલવાળા, વિચિત્ર વસ્ત્ર, આભરણ, માળાથી યુક્ત, કલ્યાણકારી–પ્રવર વસ્ત્ર અને માળા ધારણ કરેલા, લાંબી માળા પહેરેલા હતા. તેઓ દિવ્ય વર્ણ, ગંધ, સ્પર્શ, સંઘાત, સંસ્થાનથી યુક્ત હતા. દિવ્ય ઋદ્ધિ, જુત્તિ, પ્રભા, છાયા, અર્ચિત, તેજ, વેશ્યા વડે દશે દિશાઓને ઉદ્યોતિત કરતા, પ્રભાસિત કરતા આવ્યા આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કર્યા કરીને શુશ્રુષા કરતા, નમન કરતા, અભિમુખ થઈને વિનયપૂર્વક પર્યાપાસના કરવા લાગ્યા. એ જ પ્રમાણે નાગ, સુવર્ણ. વિદ્યુતઅગ્નિ, તપ, ઉદધિ, દિશા, વાયુ અને સ્વનિતકુમાર ભવનવાસીઓ આવ્યા. જે નાગ, ગરૂલ, વજ, પૂર્ણ કળશ, સિંહ ઇત્યાદિ ચિલોવાળા મુગટથી યુક્ત હતા. સુરૂપ, મહર્કિક આદિ વિશેષતા યુક્ત તે દેવો આવીને પથ્થુપાસના કરવા લાગ્યા. તે કાળે, તે સમયે ઘણાં વાણવ્યંતર દેવો મહાવીરસ્વામી પાસે આવ્યા. પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિંનર, કિંમુરિષ, મહોરગ, ગંધર્વ એ આઠ અને અણપત્રિ પણપત્રિ, ઇસિવાદિ ભૂતવાદિ, કંદ, મહાકંદ, કુહંડ, પતગ એ આઠ એવા સોળ જાતિના વાણવ્યંતર દેવો આવ્યા. તેઓ ચંચળ, ચળયપળ ચિત્તવાળા અને રમતપ્રિય હતા. હાસ્ય, ગીત, નર્તનાદિ તેમને પ્રિય હતા. વનમાળાયુક્ત મુગટ, કુંડલધારી, સ્વચ્છંદ, આભરણ અને સુંદર ભુષણધારી, સર્વઋતુના સુગંધી ફૂíની બનેલ લાંબી, શોભન, મનોહર, Page #274 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર-ભમહાવીર–કથા ૨૭૩ વિકસિત, વિચિત્ર વર્ષની માળાથી ઢાંકેલ વક્ષસ્થળવાળા, કામગમા, કામરૂપધારી, વિવિધ વર્ગોના વસ્ત્રને ધારણ કરનારા વિવિધ દેશના વેશને ધારણ કરનારા, કંદર્પ, કેલિ, કલહ, કોલાહલથી આનંદ પામતા, વિશેષ હાસ્ય કસ્તા, અનેકમણિ રત્નાદિ યુક્ત વિવિધ ચિન્હોના ધારક, સુરૂપ, મહાઋદ્ધિવાળા હતા. તેઓ આવીને પ્રભુની પથુપાસના કરવા લાગ્યા. - તે કાળે, તે સમયે અનેક જ્યોતિષ્ક દેવો મહાવીર સ્વામી સમીપે પ્રગટ થયા. બૃહસ્પતિ, ચંદ્ર, સૂર્ય, શુક્ર, શનિશ્ચર, રાહુ, ધૂમકેતુ, બુધ, અંગારક નામે હતા. તસ–તપનીય સુવર્મવર્ણવાળા, જ્યોતિષ ચક્રમાં ગતિ કરનારા, ગતિરતિક, અઠાવીસ પ્રકારના નક્ષત્ર દેવગણ, વિવિધ સંસ્થાનથી સંસ્થિત. પંચવર્ણવાળા તારાગણ, સ્થિતલેશ્યાચારી, અવિશ્રાંત મંડલગતિવાળા પ્રત્યેક નામ પ્રમાણેના ચિન્હવાળા મુગટધારી અને મહાઋદ્ધિવાળા હતા. તેઓ આવીને ભગવંતની પપાસના કરવા લાગ્યા. તે કાળે, તે સમયે ઘણાં વૈમાનિક દેવો મહાવીર સ્વામી સમીપે પ્રગટ થયા. જેવા કે, સૌધર્મ, ઇશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાંતક, શુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અય્યત તેઓ હર્ષિત થયા. ત્રાયશ્ચિંશક, સામાજિક, લોકપાલ અને અગ્રમડિલી પર્ષદા સહિત, આત્મરક્ષક દેવોથી પરિવરેલ, હજારો કેવો વડે અનુગમન કરાતા, શોભાસહિત સદરપૂર્વક સૌમ્ય–મનોહર રૂપવાળા, વિમલ ચામર વડે વિંઝાતા, દેવસમૂહના જયકાર શબ્દસહ અને મૃગ, મહિષ, વરાહ, છગલ, દર, ઘોડો, હાથી, ભુજગ, ગ, વૃષભ, કપિ આદિ ચિન્હવાળા મુગટોને સૌધર્માદિ ક્રમમાં અનુક્રમે ધારણ કરેલા તેમજ પાલક, પુષ્પ, સોમનસ સિરિવત્સ નંદિયાવર્ત આદિ પોતપોતાના વિમાનોમાં બેસીને નીકળ્યા. આ વિમાન મણિ, કનક, રત્નની ઘંટિકા સમૂહ, ઉજ્વળ સુવર્ણના તોરણોથી યુક્ત, ફરતાં ઉત્તમ મોતીની માળા અને લટકતા ઝુમખાંથી યુક્ત હતા. ઘંટાવલિના મધુર શબ્દો વાંસળી, તંત્રી, તાલસહ ગવાતા ગીતના ધ્વનિપૂર્વક ઉત્તમ તુરિતના અવાજ વડે આકાશને પૂરતા દેવેન્દ્રો હર્ષિત, સંતુષ્ટ મનવાળા હતા. લોકાંતિક વિમાનવાસી દેવ સંઘ પણ પોતાના સમુદાય સાથે સામેલ હતો. એ રીતે અનેક દેવ પરિવાર મહાઋદ્ધિપૂર્વક ભગવંત મહાવીર પાસે આવીને પપાસના કરે છે. તે કાળે, તે સમયે વિશાળ અપ્સરા સમુદાય પણ ભગવંત મહાવીર સમીપે પ્રગટ થયો. તે અપ્સરાઓ બાળભાવથી મુક્ત થયેલ અને મધ્યમ જરઠ વયભાવથી વિરહિત હતી. અતિ ઉત્તમ સૌમ્ય, મનોહર રૂપવાળી હતી. ઉપઘાત રહિત, શોભન યૌવન અને તરુણભાવયુક્ત હતી. નિત્ય અવસ્થિત ભાવવાળી અને સવગ સુંદર હતી. શ્રેષ્ઠ વસ્ત્રોની ઘારક, મનોહર હાર, રત્નના કુંડલ, સુવર્ણનો કંદોરો આદિ અનેક આભુષણોથી વિભૂષિત હતી. ઉત્તમ ચંદનથી ચર્ચિત, ઉત્તમ અલંકારોથી ભૂષિત, સર્વઋતુના સુગંધી ઉત્તમ પુષ્પોની માળાને ધારણ કરેલી, ચંદ્રના જેવા મુખવાળી, ચંદ્ર વિલાસીની, ઉલ્કા જેવી ચમકતી, શૃંગારના ઘર જેવી સુંદર વેશવાળી ઇત્યાદિ અનેક વિશેષતાઓથી યુક્ત કાંત, પ્રિયદર્શના સુશીલા હતી. જિનદર્શન ભક્તિના અનુરાગપૂર્વક જિનવરની સમીપે આવેલ હતી. નમન કરીને, વિનયપૂર્વક બે હાથ જોડીને પર્યાસના કરતી ત્યાં રહેલી છે. આ રીતે ઉપસ્થિત દેવ-દેવી સમુદાય મધ્યે અચ્યતેન્દ્રથી શક્રેન્દ્ર સુધી સર્વ ઇન્દ્રોએ શ્રમણ ભગવંત મહાવીરનો મહાઈ, માઈ, વિપુલ નિષ્ક્રમણ અભિષેક કર્યો) ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર પણ ધીમે ધીમે યાન–વિમાનને ત્યાં ઊભું રાખે છે. ઊભું રાખીને ધીમે ધીમે યાન–વિમાનથી ઉતરે છે. ઉતરીને એકાંતમાં જઈને વૈક્રિય સમુઘાત કરે છે. સમુદ્દઘાત કરીને મણિ, કનક, રત્નોથી બનેલા એક શુભ, મનોહર અને કાંતિમાનું એવા મહાન્ દેવછંદકની વિદુર્વણા કરે છે. તે દેવછંદકની વચ્ચોવચ્ચ પાદપીઠ સહિત એવા અને વિવિધ મણિરત્નોથી બનાવેલા શુભ–મનોહર અને કાંતિમાન મહાનું સિંહાસનની વિકુર્વણા કરે છે. તેમ કરીને ભગવંત મહાવીર હતા ત્યાં આવે છે. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત પ્રદક્ષિણા કરી શ્રમણ ભગવંત મહાવીરને વંદન– નમસ્કાર કરે છે. Jain Idulaton nternational Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ આગમ કથાનુયોગ-૧ વંદન–નમસ્કાર કર્યા બાદ ભગવંત મહાવીરને લઈને જ્યાં દેવચ્છેદક છે ત્યાં આવે છે. ત્યાં આવીને ધીરે ધીરે પૂર્વ દિશા તરફ મુખ કરીને ભગવંતને સિંહાસન ઉપર બેસાડે છે. પૂર્વાભિમુખ સિંહાસન પર બેસાડીને ધીમે ધીમે શતપાક, સહસ્ત્રપાક તેલ વડે માલિશ કરે છે. પછી સુગંધી ઉબટન વડે ઉબટન કરે છે. પછી પ્રભુને પવિત્ર જળ વડે સ્નાન કરાવે છે. તે આ પ્રમાણે અય્યતેન્દ્ર વગેરે ચોસઠ ઇન્દ્રો પોતપોતાના આભિયોગિક દેવો દ્વારા જે આઠ જાતિના ૧૦૦૮–૧૦૦૮ કળશો તૈયાર કરાવ્યા છે. તેને નંદિવર્ધન રાજાએ તૈયાર કરાવેલા કળશોમાં દિવ્યશક્તિ વડે સમાવી દે છે. તેથી નંદિવર્ધન રાજાના કળશો અત્યંત શોભવા લાગે છે. પછી સર્વે ઇન્દ્રો ક્ષીરસમુદ્રના જળ અને સર્વે તીર્થોની માટી તથા સર્વ ઔષધિ વડે ભમહાવીરનો જળ અભિષેક કરે છે. ત્યાર પછી નંદિવર્ધન રાજા પણ જળ અભિષેક કરે છે. એ વખતે ઇન્દ્રો હાથમાં ઝારી-દર્પણ વગેરે લઈ જય-જય શબ્દ બોલતા ઊભા રહે છે. એ રીતે પ્રભુને સ્નાન કરાવ્યા બાદ ગંધકાષાયી વસ્ત્ર વડે શરીરને લુંછે છે. ત્યાર પછી એક લાખ સુવર્ણમુદ્રા કરતાં પણ અધિક મૂલ્યવાળા એવા બહુમૂયવાનું અત્યંત શીતલ ગોશીષ રક્તચંદનનો લેપ કરે છે. પછી ધીમા શ્વાસોચ્છવાસથી પણ કંપિત થાય તેવું, પ્રસિદ્ધ નગરમાં નિર્માણ પામેલું, પ્રતિષ્ઠિત પુરુષો દ્વારા પ્રશસિત, અશ્વની જેમ લાલઝાંય પ્રગટ કરતું, વિશિષ્ટ કારીગરો દ્વારા સુવર્ણજડિત છેડાવાળું, હંસ સમાન શ્વેત એવા વસ્ત્ર યુગલને પહેરાવે છે. કલ્પવૃક્ષના પુષ્પોની મનોહરમાળા પહેરાવી. હાર, અર્ધવાર, એકાવલીહાર, લટકતીમાળા, ઝુમખાં, કંદોરો, મુગટ, રત્નમાળા પહેરાવી, ગ્રંથિમ, વેષ્ટિમ, પુરિમ અને સંઘાતિમ એવી ચાર પ્રકારની માળા પહેરાવી. બાજુબંધ, કડાં, કુંડલ આદિ પહેરાવી કલ્પવૃક્ષ સંદેશ અલંકૃત્ કર્યા. ૦ શિબિકા નિર્માણ : ભગવંત મહાવીરને એ રીતે સમ્યક્ પ્રકારે અલંકૃત્ કર્યા પછી ઇન્દ્ર મહાનું વૈક્રિય સમુદ્દઘાત કરે છે. તે પ્રમાણે સમુઘાત કરીને એક વિરાટ એવી સહસ્ત્રવાહિની ચંદ્રપ્રભા નામની શિબિકાની અય્યતેન્દ્રના હુકમથી વિમુર્વણા કરે છે. આ શિબિકામાં ઇહામૃગ, વૃષભ, અશ્વ, મગરમચ્છ, પક્ષી, વાંદરા, હાથી, રણમૃગ, સરભ, ચમરી ગાય, શાર્દુલ સિંહ આદિના તથા વનલતા, અનેક વિદ્યાધર યુગલ, યંત્ર, મનુષ્યયુગલના ચિત્રો બનેલા હતા. તે શિબિકા સહસ્રરશ્મિ સૂર્યપ્રભા સમાન તેજવાળી, રમણીય, ઝગમગાતી, હજારો રૂપકો અને ચિત્રોથી યુક્ત, દીપ્યમાન અને દેદીપ્યમાન હતી. જેને જોતાં જ આંખો ચમકી જાય. તેમાં મોતીની માળાઓ અને મોતીના જાળ–તોરણો ઝૂલી રહ્યા હતા. શ્રેષ્ઠ સુવર્ણોના મણકા વડે ગુંથાયેલી મોતીયોની માળા લટકી રહી હતી. હાર, અર્ધપાર આદિ ભૂષણોથી સજાવાયેલ હતી. અત્યધિક દર્શનીય હતી. પઘલતા, અશોકલતા, કુંદલતા તથા એવી બીજી લતાઓ વડે ચિત્રિત હતી. તે શિબિકા અતિશુભ, સુંદર, મનોહર દેખાવવાળી, વિવિધ પ્રકારના રંગબેરંગી મણિઓ, ઘંટડીઓ, પતાકાઓથી મંડિત શિખરવાળી આકર્ષક, દર્શનીય, સુંદર હતી. સર્વજગત્ વત્સલ બધાં જિનવરેન્દ્રોની આ શિબિકાઓ સર્વઋતુમાં સુખદાયી, ઉત્તમ અને શુભકાંતિવાળી હોય છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા ૨૭૫ ૦ સંગ્રહણી ગાથાર્થ : (જરામરણથી વિમુક્ત જિનવર મહાવીરને માટે તે શિબિકા લવાઈ. જે જળ અને સ્થળમાં ઉત્પન્ન થનારા દિવ્યપુષ્પો અને દેવ નિર્મિત પુષ્પમાળાથી યુક્ત હતી. તેના મધ્ય ભાગમાં દેવનિર્મિત તથા જિનવરને માટે શ્રેષ્ઠ રત્નોની રૂપરાશિ દ્વારા ચર્ચિત અને પાદપીઠ વડે યુક્ત મહામૂલ્યવાનું સિંહાસન બનાવેલું હતું. ભગવંત મહાવીરે પણ શ્રેષ્ઠ આભુષણો ધારણ કર્યા હતા. યથાસ્થાને દિવ્યમાળા અને મુગટ પહેર્યા હતા. લક્ષ સુવર્ણમુદ્રાનું બનેલા ભૌમ વસ્ત્ર પહેર્યું હતું. જે બધાં વડે ભગવંતનું શરીર વિશેષ દેદીપ્યમાન થઈ રહ્યું હતું.) ૦ ભ૦મહાવીરનું અભિનિષ્ક્રમણાર્થે ગમન : (- ભ. મહાવીરે સાંવત્સરિક દાન દીધું. સુવર્ણાદિનો ત્યાગ કર્યો. પછી – ભગવંતનો ઇન્દ્રાદિ દેવો અને નંદિવર્ધન દ્વારા અભિષેક કરાયો. – પછી શિબિકાનું નિર્માણ થયું. સમલંકૃતુ ભગવંત ગમનોત્સુક થયા) તે કાળે અને તે સમયે ત્રીશ વર્ષની ગૃહસ્થાવસ્થા પૂર્ણ કરીને, રાજ્ય ન ભોગવ્યું હોવાથી ત્રીશ વર્ષનો સર્વકાળ કુમાર (રાજકુમાર) અવસ્થામાં પસાર કરીને, પોતાની ઉંમરના પૂર્વા અર્થાત્ યૌવનકાળમાં ભગવંત મહાવીર ગ્રામ્યાચાર અર્થાત્ ઇન્દ્રિયધર્મનો ત્યાગ કરીને નીકળ્યા. રાજ્ય ભોગવ્યું ન હોવાથી રાજ્યનો ત્યાગ કરીને એ અર્થ અહીં અપ્રસ્તુત છે. (આવશ્યક નિર્યુક્તિ ૨૨૧-૨૨૨માં ભ૦મહાવીરને કુમારવાસમાં દીક્ષા લઈ અને સ્ત્રી તથા રાજ્ય ન ભોગવ્યાનું જણાવે છે. પછી આવ.નિ. ૨૩૩માં કુમારને વર્જીને વિષયત્યાગ સમજવો તેમ લખે છે. તેનો અર્થ તો ભ૦મહાવીરે પણ વિષય સેવ્યો ન હતો તેમ થાય. કુમારનો અર્થ રાજકુમાર કરવાનું આવનિ આદિમાં ક્યાંય જણાવ્યું નથી. પણ આવ.ભા.આવ.ચૂં. આદિમાં પત્ની જશોદા સાથે ભોગ ભોગવ્યાનું જણાવેલ છે. માટે અહીં ગ્રામ્યાચારનો ત્યાગ કર્યો તેમાં લખ્યું છે. રાજા નંદિવર્ધને તૈયાર કરાવેલી પચાશ ધનુષ લાંબી, પચ્ચીશ ધનુષ પહોળી અને છત્રીસ ધનુષુ ઊંચી એવી તથા સુવર્ણમય સેંકડો સ્તંભોથી શોભતી, મણિ અને સુવર્ણ જડિત હોવાથી આશ્ચર્યકારી જણાતી તેમજ દેવનિર્મિત શિબિકા દેવશક્તિથી જેમાં સમાઈ ગયેલી તેવી પાલખીમાં બેસીને પ્રભુ દીક્ષા લેવા માટે નીકળ્યા. તે કાળે, તે સમયે જીવ–અજીવ આદિ નવ તત્ત્વોની શ્રદ્ધાવાળા શ્રમણ ભગવંત મહાવીર જેતે હેમંતઋતુનો પહેલો માસ, પહેલો પક્ષ અર્થાત્ માગસર માસનો કૃષ્ણ પક્ષ અને તેની દશમની તિથિમાં અર્થાત્ માગસર વદ-દશમ (ગુજરાતી કારતક વદ-૧૦)ના દિવસે પૂર્વ દિશા તરફ છાયા ગઈ ત્યારે પ્રમાણ પ્રાપ્ત એટલે કે, ન્યૂન નહીં તેમ અધિક નહીં એવા પ્રકારની પાછલી પોરિસિ થઈ ત્યારે (અહીં આચારાંગ સૂત્ર-પ૩રમાં બીજી પરિસિએ નીકળ્યા તેમ લખ્યું છે. કલ્પસૂત્રકાર અને આવશ્યક નિર્યુક્તિ-૨૩ર પશ્ચિમ પોરિસિનું જણાવે છે.) સુવ્રત નામના દિવસે, વિજય નામના મુહૂર્તમાં ઉત્તરાફાલ્ગની નક્ષત્ર સાથે ચંદ્રમાનો યોગ હતો ત્યારે, નિર્જળ એવા છઠ ભક્ત (બે ઉપવાસ) પૂર્વક, એક વસ્ત્ર લઈને, સહસ્ત્રવાહિની ચંદ્રપ્રભા નામની શિબિકામાં પૂર્વાભિમુખ બેસીને દેવ, મનુષ્ય, અસુરોની પર્ષદાની સાથે, ઉત્તર ક્ષત્રિયકુંડપુર સંનિવેશના મધ્યાતિમધ્ય ભાગથી નીકળ્યા. તે આ પ્રમાણે તે વખતે વૈશાલિક (–મહાવીર) સ્વામી કેશઅલંકાર, માલ્ય અલંકાર, આભરણ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ આગમ કથાનુયોગ-૧ અલંકાર અને વસ્ત્ર અલંકારથી અલંકૃત્ થઈને પ્રતિપૂર્ણ અલંકૃત્ એવા તે પોતાના સિંહાસનથી ઊભા થઈને ચંદ્રપ્રભા શિબિકા પાસે આવી, શિબિકાને પ્રદક્ષિણા દઈને, શિબિકા સ્થિત સિંહાસનમાં બેઠા ત્યારે, તેઓ પ્રશસ્ત અધ્યવસાય છઠનો તપ અને શુભ લેશ્યાથી વિશુદ્ધ થયેલા હતા. જન્મ, જરા, મરણના ભાવોથી વિમુક્ત હતા. શિબિકામાં બેઠેલા પ્રભુની જમણી બાજુ કુલ મહત્તરા સ્ત્રી સ્નાન કરીને હંસ લક્ષણા શ્વેત સાડી લઈને ભદ્રાસન પર બેઠા હતા. ડાબે પડખે ભગવંતના ધાવમાતા ઉપકરણો લઈને બેઠા હતા. પાછળના ભાગમાં એક શ્રેષ્ઠ તરુણી શૃંગારના ઘર સમાન સુંદર વેશ ધારણ કરીને ઊભેલી. જે રૂપ, યૌવન, વિલાસયુક્ત હતી. હાથમાં તેણીએ સફેદ છત્ર ધારણ કરેલું હતું. સ્વામીની બંને તરફ એક–એક સુંદર તરુણી ચપળ ચામર ગ્રહણ કરીને ઊભેલી હતી. ઇશાન ખૂણામાં એક શ્રેષ્ઠ તરુણી હાથમાં સંપૂર્ણ ભરેલો રજતમય કળશ લઈને ઊભેલી અને અગ્નિખૂણામાં એક શ્રેષ્ઠ તરુણી આશ્ચર્યકારી સોનાના દંડવાળા મણિમય પંખાને લઈને ઊભેલી હતી. જ્યારે ભગવંત શિબિકામાં બેઠા ત્યારે શક્રેન્દ્ર અને ઇશાનેન્દ્ર તેની બાજુ બાજુ ઊભા રહીને મણિ રત્નાદિ બનેલ આશ્ચર્યકારી દંડવાળા ચામર ભગવંતની બંને બાજુ ઢોળવા લાગ્યા. ૦ ભગવંતની શિબિકાનું વહન અને લોકોનું અનુગમન :- સામાન્ય ઉલેખ – આચારાંગ–પર૬, પર૭; સમાવાયાંગ–૨૮૧ થી ૨૮૩; આવ.ભ. ૯૮ થી ૧૦૦ સામાન્યથી શિબિકાનું વહન – જ્યારે જિનેશ્વરો દીક્ષા ગ્રહણ કરવા માટે નીકળે ત્યારે પહેલાં હર્ષથી રોમાચિંત મનુષ્યો પોતાના ખભે આ શિબિકા લઈને ચાલે છે. પછી અસુરેન્દ્રો, સુરેન્દ્રો અને નાગેન્દ્રો આ શિબિકા લઈને ચાલે છે. ચંચલ ચપળ કુંડલોના ધારક અને પોતાની ઇચ્છાનુસાર વૈક્રિય આભુષણોને ધારણ કરવાવાળા તે દેવગણ, સુર અસુરોથી વંદિત જિનેન્દ્રોની શિબિકાને વહન કરે છે. આ શિબિકાઓને પૂર્વ તરફ વૈમાનિક દેવ, દક્ષિણ બાજુએ નાગકુમાર, પશ્ચિમ બાજુએ અસુરકુમાર અને ઉત્તર તરફથી ગરુડકુમાર દેવો વહન કરે છે. – વિશેષ ઉલ્લેખ – આવશ્યક પૂર્ણિ ૧- ૨૫૯, ૨૬૦; કલ્પસૂત્ર–૧૧૩ વૃત્તિ રાજા નંદિવર્ધને અઢાર શ્રેણિ–પ્રશ્રેણીના લોકોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! સ્નાનાદિથી સંપન્ન થઈ, સર્વ અલંકાર વડે વિભૂષિત થઈ તમે શિબિકા વહન કરો. તે વખતે નંદિવર્ધન રાજાના હુકમથી તેઓએ શિબિકા ઉપાડી. ત્યાર પછી શક્રેન્દ્રએ શિબિકાની દક્ષિણ તરફની ઉપરની બાહાને ઉપાડી, ઇશાનેન્દ્રએ ઉત્તર તરફની ઉપલી બાહાને ઉપાડી, અમરેન્દ્રએ દક્ષિણ તરફની નીચેની બાહાને ઉપાડી અને બલિન્દ્રએ ઉત્તર તરફની નીચેની બાહાને ઉપાડી, બાકી રહેલા ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેવોએ યથાયોગ્ય ચંદ્રપ્રભા પાલખીને ઉપાડી. ત્યાર પછી શક્રેન્દ્ર અને ઇશાનેન્દ્ર શિબિકાની બાહા છોડીને ભગવંતને ચામર વિંઝવા લાગ્યા. આ રીતે પ્રભુ શિબિકામાં બેસીને ચાલ્યા ત્યારે શરદુ ઋતુમાં વિકસિત થયેલ કમળો વડે શોભતા પા સરોવર અને પ્રફુલ્લિત થયેલ અળસી, કણેર, ચંપા અને Page #278 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા ૨૭૭ તિલકનું વન શોભે તે રીતે દેવોના સમૂહ વડે આકાશ શોભવા લાગ્યું. તે વખતે સતત વાગી રહેલાં નગાર, નોબત, ભંભા, વીણા, મૃદંગ અને ઇંદુભી આદિ અનેક પ્રકારના વાજિંત્રોના નાદ આકાશતલ અને ભૂતલ ઉપર ફેલાઈ ગયો. દેવગણ પણ ઘણાં બધાં નૃત્યો અને નાટ્યોની સાથે અનેક પ્રકારના તત, વિતત, ઘન અને સુષિર એવાં ચાર પ્રકારના વાજિંત્રો વગાડી રહ્યા હતા. ભગવંતની શિબિકા પાછળ ગમન કરતા દેવોનો સમૂહ શુક્લ આદિ પંચવર્ણના પુષ્પોને વિખેરતો, દુંદુભીનો નાદ કરતો અને પ્રકર્ષતયા હર્ષિત થઈને ભગવંતની સ્તવના કરતો સર્વ દિશાઓ અને આકાશને શબ્દોથી વ્યાપ્ત કરી રહ્યો હતો. એ વખતે ભગવંતની આગળ સ્વસ્તિક, શ્રીવત્સ, નન્દાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્યયુગલ અને દર્પણ એ પ્રમાણે રત્નમય એવા આઠ મંગલ ક્રમસર ચાલવા લાગ્યા. જે આઠે મંગલ દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતા. તેની પછી પૂર્ણકળશ, ભંગાર, ચામરો, મોટી પતાકા, વૈિડૂર્યરત્નજડિત એવા દંડ પર રહેલું સફેદ છત્ર અને મણિ તથા સુવર્ણમય સિંહાસન, પવનથી ઊંચે ફરકતી અને આકાશતળને સ્પર્શતી હોય તેટલી ઊંચી વિજય વેજયંતી ધ્વજા વગેરે ચાલવા લાગ્યા. ત્યારપછી અસવાર રહિત એવા ઉત્તમ પ્રકારના ૧૦૮ ઉત્તમ ઘોડા, પછી એવા જ પ્રકારના ૧૦૮ ઉત્તમ હાથી અનુક્રમે ચાલ્યા. ત્યાર પછી ફરકતી પતાકાઓથી મનોહર લાગતા, ઘંટા અને વાજિંત્રોના નાદથી રમણીય બનેલા, અનેક પ્રકારના શસ્ત્રો તથા બખ્તરોથી ભરેલા એવા ઉત્તમ પ્રકારના ૧૦૮ રથ ચાલવા લાગ્યા. તેની પછી બખ્તર પહેરેલા અને સવાંગસુંદર એવા ૧૦૮ વીર પુરુષો ચાલ્યા. ત્યાર પછી અનુક્રમે ઘોડા, હાથી, પાયદળ, ઉત્તમ એવા રથવાળી ચતુરંગિણી સેના ચાલી. ત્યાર પછી હજારો પતાકા વડે શોભતો, હજાર યોજન ઊંચો, મા મોટો મહેન્દ્ર ધ્વજ ચાલ્યો. ત્યારપછી ઘણાં ખગધારી, ઘણાં ભાલાધારી, ઘણાં બાજોઠધારી ક્રમસર ચાલ્યા. ત્યાર પછી ઘણાં હાસ્ય કરનારા, દવ કરનારા, ખેડુ કરનારા, ચારુ કરનારા, કંદપિંક, કૌકુચિક, ગાનારા, વગાડનારા, નાચનારાઓ હસતા-રમતા, હસાવતા–રમાડતા, આલોક કરતા જય-જય શબ્દ બોલતા ચાલવા લાગ્યા. ત્યાર પછી ઘણાં ઉગ્ર, ભોગ, રાજન્ય, ક્ષત્રિય, કોટવાળો, મંડળ અધિકારીઓ, કૌટુંબિકો, શ્રેષ્ઠીઓ, સાર્થવાહો વગેરે મહાવીર સ્વામીની આગળ-પાછળ અને પડખે અનુક્રમે ચાલવા લાગ્યા. ત્યારપછી ઘણાં દેવ-દેવીઓ પોતપોતાના રૂપ, વેશ, ચિન્હ અને નિયોગપૂર્વક ભગવંતની આગળ, પાછળ, પડખે અનુક્રમે ચાલવા લાગ્યા. ત્યારે તે નંદિવર્ધન રાજા પણ (ઉવવાઈ સૂત્રમાં જણાવેલ કોણિક રાજાની માફક) ઉત્તમ હસ્તિરત્નના સ્કંધ પર સવાર થયેલો, કોરંટ પુષ્પની માળાથી આચ્છાદિત છત્રને ધારણ કરાયેલો, શ્વેત ચામરો વડે ઢોળાતો, હાથી, ઘોડા, રથ અને પાયદળ યુક્ત ચતુરંગિણી સેના સાથે પરિવરેલો, ઘણાં ભાટચારણો સહિત ભગવંતની પાછળ-પાછળ ચાલ્યો. તે વખતે સ્વામીની આગળ અશ્વ અને અસવારો ચાલતા હતા, બંને બાજુ હાથી અને મહાવતો હતા, પાછળ રથ અને રથ ચાલકો હતા. Page #279 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ એ રીતે દેવ–મનુષ્ય અને અસુરોનો સમૂહ શિબિકાની પાછળ સમ્યક્ પ્રકારે અનુગમન કરતો હતો. તે વખતે કેટલાંક આગળ શંખ વગાડતા હતા. કેટલાંક ચક્રધારણ કરી, કેટલાંક સુવર્ણ હળધારી, ભટ્ટ, કેટલાંક મોઢેથી મંગળ શબ્દો બોલનારા, કેટલાંક વર્ધમાનક અર્થાત્ કુમારોને ખભે બેસાડી ચાલનારા, બિરૂદાવલી બોલનાર ભાટ ચારણો, ઘંટ વગાડનાર રાઉલિયા આદિના સમુદાયથી ભગવંત પરિવરેલા હતા. તે વખતે કુલના વડિલો, મહત્તરા આદિ સ્વજનો તેવા પ્રકારની ઇષ્ટ, મનોહર, કર્ણપ્રિય, ચિત્ત આહ્લાદક, ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય, મંગળરૂપ, પરિમિત, મધુર અને શોભાયુક્ત વાણીથી ભગવંતને અભિનંદતા અને સ્તવના કરતા આ પ્રમાણે બોલ્યા ૨૭૦૮ હે સમૃદ્ધિમાન્ ! આપનો જય થાઓ, વિજય થાઓ ! હે કલ્યાણકારક ! આપ જય પામો, વિજય પામો. આપનું કલ્યાણ થાઓ. નિરતિચાર જ્ઞાન–દર્શન અને ચારિત્ર (આરાધના) વડે તમે નહિ જીતેલી ઇન્દ્રિયોને જીતો, તે જીતીને તમે શ્રમણ ધર્મનું પાલન કરો. વિઘ્નોને જીતીને હે દેવ ! તમે સિદ્ધિ મધ્યે અર્થાત્ શ્રમણ ધર્મના પ્રકર્ષમાં તમે અંતરાય રહિત રહો. બાહ્ય અત્યંતર તપ વડે તમે રાગદ્વેષરૂપી મલોનો નાશ કરો. ધૈર્યરૂપી મજબૂત કચ્છ બાંધીને ઉત્તમ શુકલ ધ્યાન વડે આઠ કર્મોરૂપી શત્રુઓનું મર્દન કરો. હે વીર ! અપ્રમાદી બનીને ત્રણ લોકના રંગમંડપમાં આરાધનારૂપી પતાકાને ફરકાવો. અંધકાર રહિત ઉત્તમ પ્રકાશરૂપ (–અનુત્તર) કેવળજ્ઞાનને પ્રાપ્ત કરો. જિનેશ્વરો દ્વારા ઉપદેશાયેલ (જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ) અકુટિલ એટલે કે સરળ માર્ગ વડે પરીષહોની સેનાને હણીને પરમપદરૂપ મોક્ષને પ્રાપ્ત કરો. હે ક્ષત્રિયોમાં વૃષભ સમાન ! તમે જય પામો, વિજય પામો. ઘણાં દિવસો સુધી, ઘણાં પક્ષ સુધી, ઘણાં મહિનાઓ સુધી, ઘણી ઋતુઓ સુધી, ઘણાં અયનો સુધી, ઘણાં વર્ષો સુધી પરીષહો અને ઉપસર્ગોથી નિર્ભય બનીને ભય અને ભૈરવોને ક્ષમાપૂર્વક સહન કરી વિચરો—સંયમરૂપ ધર્મમાં તમે નિર્વિઘ્નતા પામો. આ પ્રમાણે આશીર્વચનો કહી, કુલના વડિલ આદિ સ્વજનો જય--જય શબ્દો બોલે છે. ૦ દીક્ષા સ્થાને પ્રભુનું ગમન અને પ્રવ્રજ્યા ગ્રહણ : તે વખતે શ્રમણ ભગવંત મહાવીર હજારો નેત્ર પંક્તિથી વારંવાર જોવાતા, હજારો મુખોથી—વચનોથી વારંવાર સ્તુતિ કરાતા, હજારો હૃદયોથી વારંવાર અભિનંદિત કરાતા, હજારો મનોરથો વડે વારંવાર ચિંતવાતા પ્રભુ ચાલ્યા. તે વખતે ભગવંતની કાંતિ અને રૂપ જોઈને લોકો તેવી જ કાંતિ અને રૂપને ઇચ્છવા લાગ્યા. હજારો આંગળીઓ વડે તેઓ દેખાડતા હતા. ભગવંત પોતાના જમણા હાથથી, હજારો નર–નારીઓના પ્રણામનો સ્વીકાર કરતા હતા. (જતાં-જતાં) હજારો ઘરોની પંક્તિઓનું ઉલ્લંઘન કરતા હતા. વીણા, હસ્તતાલ, વાજિંત્ર, ગીત અને વાદ્યોના મધુર, મનોહર શબ્દો, લોકો દ્વારા કરાતી જય—જય શબ્દોની ઉદ્ઘોષણા, તે બધાં વડે મીશ્રિત અતિ કોમળ શબ્દો વડે પ્રભુ વારંવાર પ્રતિબોધિત (-સાવધાન) થતા હતા. (તે વખતે શ્રમણ ભગવંત મહાવીર) છત્ર—ચામરાદિ સર્વ ઋદ્ધિથી, આભુષણાદિ સર્વ પ્રકારની કાંતિથી, ઉચિત સર્વ વસ્તુના સંયોગથી, હાથી—ઘોડા આદિ સર્વ પ્રકારના સૈન્યથી, સર્વ વાહનોથી, સર્વ જનસમુદાયથી, સર્વ આદરથી, સર્વ સંપત્તિથી, સમસ્ત ' Page #280 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૨૭૯ શોભાથી, સંપૂર્ણ ઉત્કંઠાથી, સમગ્ર સગાં-સંબંધિ, નગરજન આદિના મેળાપથી, સર્વ પ્રકૃતિ અર્થાત્ અઢારે વર્ણની પ્રજાથી, બધી જાતના નાટકો અને તાલ બજાવનારાઓથી, સઘળાં અંતઃપુરથી, સર્વ જાતિના પુષ્પ, વસ્ત્ર, સુગંધી પદાર્થો, માળા અને અલંકારોની શોભા વડે યુક્ત હતા. સર્વ પ્રકારના વાજિંત્રોના શબ્દ અને પ્રતિશબ્દો ધ્વનિત થતા હતા. (આ રીતે શ્રમણ ભગવંત મહાવીર) મહાદ્યુતિ, મહાયુતિ, મોટું સૈન્ય, ઘણાં વાહનો અને પરિવાર, નગરજન આદિ વિશાળ સમુદાય સાથે નીકળ્યા. તે વખતે ઉત્તમ વાજિંત્રોનો એકી સાથે મહાનું ધ્વનિ–પ્રતિધ્વનિ ગુંજી રહ્યો હતો. શંખ, નગારું, પટ૭, નોબત, ખંજરી, રણશિંગુ, હુડુક્ક, ઇંદુભિ એ સર્વ વાજિંત્રોના ગંભીર નાદ અને નિનાદ થઈ રહ્યા હતા. આવા ઉક્ત આડંબર સહિત ભગવંત કુડપુર નગરના મધ્યભાગથી નીકળ્યા. ભગવંત જિનસિંગે જ નીકળે. અન્ય લિંગ, કુલિંગ કે ગૃહિલિંગ નહીં નીકળીને જ્યાં જ્ઞાતખંડ વન નામનું ઉદ્યાન હતું, અશોક નામનું ઉત્તમ વૃક્ષ હતું ત્યાં આવ્યા. ત્યાં આવીને ભૂમિથી એકાદ હાથ પ્રમાણે ઊંચે સહસ્ત્રવાહિની ચંદ્રપ્રભા શિબિકાને ધીમે ધીમે રોકાવી. શિબિકા રોકાવીને પ્રભુ તેમાંથી ધીમે ધીમે નીચે ઉતર્યા. નીચે ઉતરીને ધીમે ધીમે સિંહાસન પર પૂર્વાભિમુખ બેઠા. બીજા મતે અશોક વૃક્ષ નીચે શિબિકા સ્થાપન કરાવી પ્રભુ નીચે ઉતર્યા. પછી પોતાની જ મેળે વીંટી, વીરવલય, બાજુબંધ, હાર, કુંડલ, મુગટ આદિ સર્વ આભુષણ અલંકાર ઉતાર્યા. (આચારાંગ સૂત્ર-પ૩ર મુજબ) વૈશ્રમણદેવ ઘૂંટણ ટેકવીને શ્રમણ ભગવંત મહાવીરના ચરણોમાં ઝકીને અને ભક્તિપૂર્વક પ્રભુના તે આભરણ અલંકારોને હંસલક્ષણ શ્વેત વસ્ત્રમાં ગ્રહણ કરે છે. (આવશ્યક ચૂર્ણિ–૧–પૃ. ૨૬૬ મુજબ) તે કુલમહત્તરા સ્ત્રી (કે જે પહેલેથી જ પ્રભુની સાથે શિબિકામાં શ્વેત વસ્ત્ર લઈને બેઠેલા તેણી) હંસલક્ષણ સંદેશ શ્વેતપટ–સાડી એટલે કે વસ્ત્રમાં આભરણ અને અલંકાર ગ્રહણ કરે છે. એક–એક આભુષણને ગ્રહણ કરતી અને મુકતા–મુકતા રૂદન કરતી-વિલાપ કરતી તે કુલમહત્તરા સ્ત્રીએ ભગવંત મહાવીરને આ પ્રમાણે કહ્યું તમે જ્ઞાતવંશમાં જન્મ્યા, કાશ્યપ ગોત્રમાં જન્મ્યા, ઉદિતોદિત અને વિખ્યાત કીર્તિ જ્ઞાતકુલમાં સિદ્ધાર્થ ક્ષત્રિયના પુત્રરૂપે તમે જખ્યા. ઉત્તમ જાતિની ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં તમે ઉત્પન્ન થયા. સુકુમાલ ગર્ભમાં આવ્યા. તમે યૌવન વયમાં અભિનિવૃત્ત થયા. અપ્રતિરૂપ એવા રૂપ–લાવણ્ય અને યૌવન ગુણવાળા તમે થયા. તમે અધિક શોભાવાળા, અધિક પ્રેક્ષણીય, અધિક પ્રીતિવાળા, અધિક પ્રશસ્ત, અધિક મતિવિજ્ઞાનવાળા થયા. દેવેન્દ્ર નરેન્દ્રોમાં તમારી કીર્તિ વિસ્તરી. તેથી હે પુત્ર ! તમે આ સંયમ માર્ગમાં સાવધાન થઈને ચાલજો. પૂર્વઋષિએ આચરેલા માર્ગનું આલંબન કરજો. તલવારની ધાર સમાન મહાવ્રતોનું પાલન કરજો, પુરુષાર્થ અને પરાક્રમ કરજો. શ્રમણ ધર્મમાં પ્રમાદ ન કરશો ઇત્યાદિ આશીર્વચન રૂપ પ્રાર્થના કરી, નંદિવર્ધન આદિ સ્વજન વર્ગે સ્વામીને વંદન, નમસ્કાર, અભિનંદન, સ્તવનાદિ કર્યા પછી એક તરફ ગયા. બીજા પણ આનંદનો અશુપાત કરવા લાગ્યા. તે વખતે મહાવીર સ્વામીએ પણ તેમની પ્રાર્થનાને સ્વીકારી. ત્યાર પછી પ્રભુએ (એક મુઠ્ઠી વડે દાઢી-મૂછનો અને ચાર મુઠ્ઠી વડે મસ્તકના Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ આગમ કથાનુયોગ-૧ વાળનો એ રીતે) જમણે હાથે જમણી બાજુના અને ડાબે હાથે ડાબી બાજુના કેશોનો પોતાની મેળે જ પંચમુષ્ટિક લોચ કર્યો. ત્યારે દેવેન્દ્ર દેવરાજ શક્રએ પ્રભુના અંજન અને મેઘ સમાન કાળા, ઘટ્ટ અને ચમકતી એવા નિર્મળ છાયાવાળા તે કેશને, શ્રમણ ભગવંત મહાવીર સન્મુખ ઘુંટણ ટેકવી, પ્રભુના ચરણમાં ઝુકીને તત્પણ ગ્રહણ કર્યા. પછી તે ભગવંત! “આપની આજ્ઞા હો” એમ કહીને શીરોદધિ સમુદ્રમાં પધરાવ્યા. અહીં ત્રણ મત જોવા મળેલ છે :(૧) આચારાંગ સૂત્ર-પ૩ર મુજબ – તે કેશને વજમય થાળમાં ગ્રહણ કર્યા. (૨) આવશ્યક ચૂર્ણિ–૧-પૃ. ૨૬૭ મુજબ – તે કેશને હંસલક્ષણ શ્વેત વસ્ત્રપટ્ટમાં ગ્રહણ કર્યા. (૩) આવશ્યક ભાષ્ય–૧૦૭ મુજબ – ગ્રહણ કર્યા. (એટલો જ ઉલ્લેખ છે.). - પંચમુષ્ટિક લોચ કર્યા બાદ “નમોજૂર્ણ સિદ્ધાણં' એમ કહીને સિદ્ધ ભગવંતોને નમસ્કાર કર્યા. નમસ્કાર કરીને “હવે મારે સર્વ પાપકર્મ અકરણીય છે” એ પ્રમાણે અભિગ્રહ ગ્રહણ કરે છે. પછી સામાયિક ચારિત્ર ગ્રહણ કરે છે. તે સમયે શક્રના વચન સંદેશથી તુરંત જ દેવો અને મનુષ્યોનો કોલાહલ તથા વાજિંત્ર સમુહ, ગીત, ગાન આદિનો ધ્વનિ બંધ થઈ ગયો. ત્યાં ઉપસ્થિત સમગ્ર દેવ સમુહ અને મનુષ્યગણ ભીંત પર ચિતરેલા ચિત્ર જેમ સ્થિત થઈ ગયો અર્થાત્ ચિત્રવત્ નિશ્રેષ્ઠ–નિસ્તબ્ધ થઈ ગયા. તે વખતે ભગવંતે “કિ સામાં સવ્વ સવિન્ન નો પર્દાવરવામિ' પાઠનો ઉચ્ચાર કર્યો. અર્થાત્ પ્રતિજ્ઞા કરી. તેમાં અંતે શબ્દનું ઉચ્ચારણ કરતા નથી. કેમકે તીર્થકરોનો એ પ્રમાણેનો શાશ્વત આચાર છે. આ પ્રતિજ્ઞા ગ્રહણ કરીને ભગવંત સર્વવિરતિ ચારિત્રવંત થયા. એ રીતે ભગવંત ચારિત્ર અંગીકાર કરીને અહર્નિશ સમસ્ત પ્રાણીઓ અને ભૂતોના હિતમાં સંલગ્ન થઈ ગયા. સર્વે દેવગણ પણ આ સાંભળીને હર્ષથી પુલકિત થઈ ગયો. ૦ ભગવંતને મન:પર્યવજ્ઞાનની ઉત્પત્તિ : જે સમયે મહાવીર સ્વામીએ સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું, તે સમયે જ અર્થાત્ સાયોપથમિક સામાયિક ચારિત્ર ગ્રહણ કરતાં જ શ્રમણ ભગવંત મહાવીર મનુષ્યધર્મથીગૃહસ્થધર્મથી પછીનું (સાધુધર્મમાં ઉત્પન્ન થનારું) મન:પર્યવ નામનું જ્ઞાન ઉત્પન્ન થયું. જેના દ્વારા ભગવંત અઢીદ્વીપ અને મધ્યના બે સમુદ્રમાં સ્થિત સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત વ્યક્ત મનવાળા જીવોના મનોગત ભાવોને જાણવા લાગ્યા. તીર્થકર ભગવંતો ગૃહવાસમાં હોય છે ત્યારે પણ મતિ, ભુત, અવધિ એ ત્રણ જ્ઞાનથી યુક્ત હોય જ છે. જયારે સર્વવિરતિ ચારિત્ર અંગીકાર કરે ત્યારે ચાર જ્ઞાનના સ્વામી બને છે. છઘ0 કાળ સુધી અર્થાત્ કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી તેઓ ચતુર્ગાની રહે છે. દીક્ષા વખતે ભગવંત નિર્જળ છઠ તપ વડે યુક્ત હતા. ઉત્તરાફાલ્વની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થયો ત્યારે દીક્ષા ગ્રહણ કરેલી. તે વખતે ઇન્દ્ર ભગવંતને ડાબા ખભે એક દેવદૂષ્ય વસ્ત્ર સ્થાપન કરેલું તે એક જ વસ્ત્ર ગ્રહણ કરીને એકલા નીકળ્યા. તેઓ અદ્વિતીય હતા એટલે કે જેમ ભગવંત ઋષભ ૪,૦૦૦ સાથે, ભમલ્લિભ પાર્થ ૩૦૦-૩૦૦ સાથે, ભવાસુપૂજ્ય ૬૦૦ સાથે અને શેષ ઓગણીશ તીર્થકર ૧૦૦૦–૧૦૦૦ સાથે Page #282 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા ૨૮૧ દીક્ષિત થયા. તેમ ભમહાવીર સાથે અન્ય કોઈ સહ દીક્ષિત ન હતા. ભ૦મહાવીર એકલા જ કેશલોચ કરવા રૂપ દ્રવ્યથી અને ક્રોધાદિ નિગ્રહરૂપ ભાવથી મુંડ થઈને ગૃહવાસ થકી નીકળી અનગારપણાને એટલે કે, સાધુપણાને પામ્યા. ત્યાર પછી ઇન્દ્રાદિક દેવો પ્રભુને વંદન કરી, નંદીશ્વર હીપે મહોત્સવ કરી પોતપોતાના સ્થાને ગયા. ૦ ભગવંતે કરેલ અભિગ્રહ અને પ્રથમ વિહાર : શ્રમણ ભગવંત મહાવીરે પ્રવજિત થયા બાદ પોતાના નિકટવર્તી સર્વે સ્વજનોની, કુંડપુર નગરથી બહારના જ્ઞાતખંડ વન–ઉદ્યાનથી વિહાર કરવા માટે અનુમતિ માંગી, પછી પોતાના મિત્ર, જ્ઞાતિજન, સ્વજન, સંબંધિ વર્ગને પ્રતિવિસર્જિત કર્યા. પછી એવો અભિગ્રહ ધારણ કર્યો કે, હું આજથી બાર વર્ષ સુધી મારા શરીરનો વ્યુત્સર્ગ કરીશ – દેહના મમત્વ ભાવનો ત્યાગ કરી. તે દરમિયાન દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધિ જે કોઈપણ ઉપસર્ગ ઉત્પન્ન થશે, તે સર્વે સમુત્પન્ન ઉપસર્ગને અકલુષિત, નિશ્ચલ, અદીનમના અને મન, વચન, કાયાની ગુણિપૂર્વક સમ્યક્ પ્રકારે – સમભાવથી સહન કરીશ, ક્ષમાભાવ રાખીશ અને ખેદરહિતપણે ખમીશ. આવા પ્રકારનો અભિગ્રહ ધારણ કરીને શરીરનો વ્યુત્સર્ગ અને દેહ મમત્વભાવનો ત્યાગ કરેલ શ્રમણ ભગવંત મહાવીર મુહૂર્ત માત્ર દિવસ બાકી રહ્યો ત્યારે (આવશ્યક ચૂર્ણિ૧-૫. ૨૬૮ મુજબ) ચતુર્ભાગ પોરિસિ બાકી રહી ત્યારે કમ્મર ગ્રામમાં પહોંચ્યા. જ્યારે ભગવંત કર્માર ગ્રામ જવા માટે નીકળ્યા ત્યારે બે માર્ગો હતા. એક જળ માર્ગ અને બીજો સ્થળ માર્ગ ભગવંત સ્થળ માર્ગે જ ગયેલા. ભગવંત કર્માર ગ્રામ પહોંચીને પ્રતિમા (-કાયોત્સર્ગ) ધ્યાને રહ્યા. ભગવંતનો જ્યારે નિષ્ક્રમણ અભિષેક થયો ત્યારે તેમને દિવ્ય ગોશીષ ચંદનથી, ચૂર્ણથી, ગંધથી અને પુષ્પથી વિક્ષેપિત અને વાસિત કરાયેલા. પ્રભુની દીક્ષાથી સાધિક ચાર માસ પર્યન્ત તેની દિવ્ય ગંધ પ્રભુના શરીર પર તેવી જ રહેલી હતી. આવી અલૌકિક સુગંધને કારણે દૂરદૂરથી ભ્રમરા, મધમાખી આદિ જીવો ખેંચાઈને આવતા અને પ્રભુને ડંખ દેવા લાગ્યા, શરીર ઉપર ફરવા લાગ્યા હતા. કોઈક જીવજંતુને શરીર પર ફરતા કંઈ ન મળે ત્યારે નખ અને મુખ વડે શરીરના તે ભાગને ખાવા લાગતા હતા. ચારે તરફ ફેલાતી સુગંધને કારણે તરુણ વર્ગ આવીને ભગવંત પાસે ગંધપુટી માંગતો હતો. ગ્રામાનુગ્રામ વિચરતા પ્રભુની પાછળ તે તરુણ વર્ગ જતો અને ભગવંત તેમને કશો પ્રત્યુત્તર ન આપતા, તેથી તેઓ પ્રતિકૂળ ઉપસર્ગો કરતા હતા. સ્ત્રીઓ પણ ભગવંતના એવા અદ્ભુત સૌંદર્ય અને સુગંધમય શરીર જોઈને ભોગ પ્રાર્થનાદિ રૂપ અનુકૂળ ઉપસર્ગો કરવા લાગી તો પણ પ્રભુ મેરૂ માફક નિશ્ચલ રહ્યા, સર્વ ઉપસર્ગો સમભાવપણે સહન કરી વિચારવા લાગ્યા. ૦ પ્રથમ રાત્રિએ જ ઉપસર્ગનો આરંભ ઇન્દ્રની વિનંતિનો અસ્વીકાર : પ્રભુ પ્રવજ્યાની પ્રથમ રાત્રિએ કર્મારગ્રામમાં ધ્યાનસ્થ હતા. તે વખતે કોઈ એક ગોવાળ આખો દિવસ બળદો પાસે હળ વહન કરાવી સંધ્યાકાળે તે બળદોને પ્રભુ સમીપે મૂકીને ગાયોને દોહવા ચાલ્યો ગયો. બળદો દૂર જંગલમાં ચરવા જતા રહ્યા. ગોવાળ જ્યારે ગાયોને દોહીને પાછો આવ્યો ત્યારે ત્યાં બળદોને ન જોવાથી ભગવંતને પૂછવા Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ આગમ કથાનુયોગ-૧ લાગ્યો કે, મારા બળદો ક્યાં છે ? પણ પ્રતિમાધારી પ્રભુ કંઈપણ બોલ્યા નહીં ત્યારે ગોવાળે વિચાર્યું કે, આ બળદના સંબંધમાં કંઈ જાણતા નથી. તે ગોવાળ આખી રાત્રિ જંગલમાં બળદની શોધમાં ભટક્યો પણ બળદની કંઈ ભાળ મળી નહીં. બળદો આખી રાત ચરીને ફરતા ફરતા પાછા પ્રભુની પાસે પોતાની મેળે જ આવ્યા અને સ્વસ્થ ચિત્તે ત્યાં વાગોળતા વાગોળતા બેઠા. પેલો ગોવાળ પણ ભટકી–ભટકીને ત્યાં આવ્યો અને બળદને બેઠેલા જોઈને વિચાર્યું કે, અરે ! આને ખબર હતી, તો પણ મને ફોગટ આખી રાત ભટકાવ્યો. એમ વિચારી ક્રોધથી બળદની રાશ ઉપાડી પ્રભુને મારવા દોડ્યો. એ જ વખતે શક્રેન્દ્રને વિચાર થયો કે પ્રભુ પ્રથમ દિવસે શું કરે છે તે જોઉં. અવધિજ્ઞાન વડે જોયું, ત્યાં પ્રભુને મારવા આવેલા ગોવાળને જોયો. ઇન્દ્ર તુરંત ગોવાળને થંભાવી દીધો. પછી ત્યાં આવીને ગોવાળને ધમકાવ્યો. હું જાણતો નથી કે આ સિદ્ધાર્થ રાજાના પુત્ર છે. તે સાધુ થયા છે. ત્યાં સિદ્ધાર્થ વ્યંતર પણ આવ્યો. પછી ઇન્દ્રએ ભગવંતને વંદન કરી વિનંતી કરી કે, હે ભગવન્! આપને બાર વર્ષ સુધી ઘણાં ઉપસર્ગો થવાના છે. જો આપ અનુજ્ઞા આપો તો ત્યાં સુધી હું આપની પાસે સેવા કરવા રહું. પ્રભુ કાયોત્સર્ગ પારીને બોલ્યા કે, હે દેવેન્દ્ર ! એવું કદાપિ થયું નથી, થતું નથી અને થશે પણ નહીં કે, કોઈ પણ દેવેન્દ્ર કે અસુરેન્દ્રની સહાયથી તીર્થકરો કેવળજ્ઞાન ઉત્પન્ન કરે અને સિદ્ધિ પદને પામે. તીર્થકરો કદાપિ પર સહાયની અપેક્ષા રાખતા નથી. તેઓ પોતાના જ પુરુષાર્થ, બળ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમથી કેવળજ્ઞાન પામે છે અને મોક્ષે જાય છે. પ્રભુના આવાં વચન સાંભળીને ઇન્દ્રએ પ્રભુ સાથે રહેવાનો વિચાર બંધ રાખવો પડ્યો. પ્રભુને મરણાંત ઉપસર્ગ થાય તે અટકાવવા માટે બાળતપસ્યાથી બંતર બનેલા પ્રભુના માસીના પુત્ર સિદ્ધાર્થ વ્યંતરને પ્રભુની પાસે રાખી ઇન્દ્ર પાછો ફર્યો. ૦ ભગવંતને પ્રથમ ભિક્ષા : ભગવંતે દીક્ષા ગ્રહણ કરી ત્યારે છઠનો તપ હતો. દીક્ષાના બીજે દિવસે તેને પારણાર્થે ભિક્ષા માટે જવાનું હતું. ભગવંત કર્મારગ્રામથી વિહાર કરતા કોલાગ સંનિવેશમાં પધાર્યા. ત્યાં બહુલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. ભગવંતે ભિક્ષાર્થે તેના ઘરમાં પ્રવેશ કર્યો. તે વખતે બહુલ બ્રાહ્મણે અમૃતના રસ જેવી, ઘી વગેરેથી યુક્ત ખીર (પરમાન્ન) વહોરાવી પ્રતિલાભિત કર્યા. દીક્ષાને બીજે દિવસે પ્રભુને પારણું થયું. (આવશ્યક મલયગિરિ વૃત્તિ પૃ. ૧૬૮/૧ તથા કલ્પસૂત્ર–વૃત્તિ મુજબ ગૃહસ્થના પાત્રમાં પારણું કરેલું) બહુલ બ્રાહ્મણ ભિક્ષા વહોરાવી ત્યારે પંચ દિવ્યો પ્રગટ થયા. વસ્ત્રની વૃષ્ટિ, સુગંધી જળ અને પુષ્પની વૃષ્ટિ, દેવદૂદમિનો નાદ, આકાશમાં દેવો દ્વારા કરાયેલ “અહોદાનમ્ અહોદાનમ્' ઉદ્ઘોષણા અને સાડા બાર કરોડ સુવર્ણની વૃષ્ટિ એ પાંચ દિવ્યો પ્રગટ થયા. (સમવાયાંગ સૂત્ર–૨૯૨ થી ૨૯૬માં પણ જણાવે છે કે, તે કાળે, તે સમયે વિશુદ્ધ લેશ્યાવાળા અને (મહાવીર) જિનેશ્વરની ભક્તિને માટે અંજલિપુટ–અંજલિ કરીને જિનવરેન્દ્ર (મહાવીર)ને, દીક્ષાને બીજે જ દિવસે બહુલ (નામના ગૃહસ્થ) પરમાત્ર વહોરાવી પ્રથમ ભિક્ષાદાન કર્યું. જિનેશ્વરે જ્યાં પ્રથમ ભિક્ષા પ્રાપ્ત કરી ત્યાં શરીર પ્રમાણ Page #284 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ-મહાવીર–કથા ૨૮૩ ઊંચી વસુધારાની વૃષ્ટિ થઈ. (આવશ્યક નિર્યુક્તિ ૩૧૯ થી ૩૨૩, ૩૨૫, ૩ર૯ થી ૩૩૪માં જિનેશ્વરોને પ્રાપ્ત પ્રથમ ભિક્ષા સંબંધિ વર્ણન-વિસ્તાર પણ સુંદર છે. તે આ પ્રમાણે) ભમહાવીરને દીક્ષાના બીજે જ દિવસે પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થઈ. અમૃતના રસ સંદેશ. પરમાત્ર (ખીર) વડે પારણું થયું. તે વખતે દેવોએ આકાશ મધ્યે “અહોદાનમ્—અહોદાનમ્' અર્થાત્ તમે સુપાત્રદાન કર્યું. એવી ઉદ્દઘોષણા થઈ. દિવ્ય વાજિંત્રનો નાદ થયો. દેવો વસુધારા અર્થાત્ સુવર્ણદ્રવ્યની વૃષ્ટિ કરી. પ્રથમ ભિક્ષા કોલથગ્રામ (કોલાચગામ)ના બહુલે આપી. ભક્તિ, બહુમાન અને શુભ લેશ્યાયુક્ત એવા પ્રથમ ભિક્ષાદાતાએ અંજલિપુટ કરીને, તે વખતે પ્રકૃષ્ટ હર્ષિત ચિત્તવાળા થઈને જિનવરેન્દ્રને પ્રતિલાળ્યા. પ્રત્યેક જિનેશ્વરને જ્યાં પણ પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થાય ત્યાં વસુધારા અને પુષ્પની વૃષ્ટિ થાય છે. આ વસુધારા ઉત્કૃષ્ટથી સાડા બાર કરોડ અને જઘન્યથી સાડા બાર લાખની હોય છે. સર્વે પણ જિનેશ્વરને જેણે પ્રથમ ભિક્ષાદાન કર્યું હોય. તેઓના રાગ-દ્વેષ પાતળા પડે છે (મંદ થાય છે) ઉત્તમ–દિવ્ય પરાક્રમી થાય છે. તે ભિક્ષાદાતામાં કોઈ સર્વ કર્મોથી મુક્ત થઈને તે જ ભવે નિવૃત્ત થાય છે. કોઈ ત્રણ ભવમાં સિદ્ધિ પામે છે અર્થાત્ મોક્ષે જાય છે. (આવશ્યક ચૂર્ણિ–૧–પૃ. ર૭૦માં બહુલને બદલે “બલબ્રાહ્મણે” ભિક્ષાદાન કર્યાનો ઉલ્લેખ છે.) ૦ ભગવંતનો પ્રથમ મુખ્ય વિહાર અને પાંચ અભિગ્રહો – કોલાગ સંનિવેશથી વિચરતા–વિચરતા પ્રભુ મોરાક સંનિવેશમાં દૂઇજ્જત જાતિના તાપસીના આશ્રમમાં (આવ.સ્. ઈજ્જત નામના પાખંડી ગૃહસ્થના આવાસમાં) પધાર્યા. ત્યાંનો કુલપતિ ભગવંતના પિતા સિદ્ધાર્થ રાજાનો મિત્ર હતો. તેથી તે ભગવંતના સ્વાગત માટે આવ્યો. ભગવંતે પણ પૂર્વના અભ્યાસથી સામે હાથ ફેલાવ્યા. તેણે કહ્યું, હે કુમારપર ! આપનું જ ઘર છે. અહીં રહો. ત્યારે પ્રભુ તેની પ્રાર્થનાથી એક રાત્રિ ત્યાં રહ્યા. સવારે વિહાર કરવા તૈયાર થયેલા પ્રભુને કુલપતિએ વિનંતિ કરી કે, આપ આ એકાંત સ્થાનમાં વર્ષાવાસ–ચોમાસુ કરો, અહીં પધારી અમારા પર અનુગ્રહ કરો. ત્યારે પ્રભુએ શેષકાળમાં ભિન્ન ભિન્ન સ્થળે વિચરણ કરીને વર્ષાવાસ માટે ફરી તે જ દુઈજ્જતગ ગામ (–આશ્રમ)માં પધાર્યા. ત્યાં કુલપતિએ આપેલી એક ઝૂંપડીમાં રહ્યા. ત્યાં જંગલમાં ઘાસ ન હોવાથી ભૂખી થયેલી ગાયો જીર્ણ ઘાસ ખાવા માટે ત્યાં પર્ણકુટિઓમાં આવતી હતી. તાપસો લાકડી મારીને તે ગાયોને હાંકી કાઢતા હતા. પ્રતિમા સ્થિત પ્રભુએ ઘાસ ખાતી ગાયોને રોકી નહીં. ત્યારે તે તાપસોએ કુલપતિને ફરિયાદ કરી. કુલપતિએ ત્યાં આવીને કહ્યું કે, હે કુમારવર ! પક્ષીઓ પણ પોતાના માળાનું રક્ષણ કરે છે. તમે તો રાજપુત્ર છો, છતાં શું પોતાના આશ્રયનું રક્ષણ કરવા અસમર્થ છો? સમભાવ મગ્ર પ્રભુએ વિચાર્યું કે, મારા અહીં રહેવાથી આ તાપસોને અપ્રીતિ થશે. તેથી મારે અહીં રહેવું યોગ્ય નથી. એમ વિચારી પ્રભુએ આ પાંચ અભિગ્રહો ગ્રહણ કર્યા. ૧. અપ્રીતિ થાય તે વસતિમાં રહેવું નહીં. ૨. નિત્ય કાયા વોસિરાવીને (પ્રતિમા સ્થિત) - રહેવું. ૩. (છઘસ્થાવસ્થા સુધી) મૌન પાળવું. ૪. હાથમાં જ આહાર કરવો અને Page #285 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ ૫. ગૃહસ્થોનો વિનય ન કરવો ત્યાં ભગવંત અર્ધ માસ રહીને ત્યાંથી અસ્થિક ગ્રામ તરફ વિહાર કર્યો. (વર્ષાકાળમાં ફક્ત પંદર દિવસ ત્યાં રહી ચાતુર્માસ દરમિયાન જ વિહાર કર્યો) (ઉક્ત પાંચ અભિગ્રહની વાત આવશ્યક ચૂર્ણિ ૧–પૃ. ૨૭૧, આવશ્યક મલયગિરિ વૃત્તિ પૃષ્ઠ. ૨૬૮, આવ.નિયુક્તિ ૪૬૧–હારિભદ્રીય વૃત્તિ, કલ્પસૂત્ર-૧૧૭ પૂર્વેની વૃત્તિમાં પણ છે. આચારાંગ સૂત્ર૨૮૩માં જણાવેલ છે કે, ભગવંત બીજાના પાત્રમાં ભોજન કરતા ન હતા. આ વાતનું સમાધાન આવશ્યક મલયગિરિ વૃત્તિ પૃષ્ઠ ૨૬૮ ઉપર જણાવે છે કે, ભગવંતે પહેલું પારણું ગૃહસ્થના પાત્રમાં કર્યું. ત્યાર પછી ‘‘મારે કરપાત્રી થવું અર્થાત્ હાથમાં ભોજન કરવું' તેવો અભિગ્રહ કરેલો કલ્પસૂત્ર–૧૧૭માં તો એક વર્ષ, એક માસ પછી કરપાત્રી બન્યા તેમ લખે છે. આવશ્યક ચૂર્ણિ ૧-પૃ. ૨૭૧ ઉપર લખે છે કે, “કેટલાંક માને છે કે, પોતાના સાધુ માટે સપાત્રધર્મની પ્રરૂપણા કરવા માટે ભગવંતે પહેલું પારણું પરપાત્ર અર્થાત્ ગૃહસ્થ પાત્રમાં કર્યું. પછી કરપાત્રમાં આહાર કર્યો. ચૂર્ણિકારે એક સાક્ષી પાઠ પણ આપ્યો છે કે, “જ્યારે તંતુવાય શાળામાં ગોશાળાએ કહ્યું કે, હું તમારું ભોજન (ગૌચરી) ગૃહસ્થ પાત્રમાં લાવીશ, ત્યારે પણ ભગવંતે તેની ઈચ્છા ન કરી (અનુમતિ ન આપી)” જુઓ ભગવતી સૂત્ર–૬૩૯. પછી જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું પછી તો “પ્રવચન લાઘવતા'' ન થાય તે માટે ભગવંત જાતે ભિક્ષાર્થે પધારતા ન હતા, લોહાર્ય અણગાર ગૌચરી લાવતા હતા. તેથી જ “ધો તો તોડ્યો'' ધન્ય છે તે લોહાર્યને જેણે ભગવંતને કેવળજ્ઞાન પછી ભિક્ષા લાવીને અર્પણ કરી' એમ કહેવાયું) ૦ ભગવંતનું અચેલકત્વ અને કરપાત્રીપણું : ૨૦૪ (કલ્પસૂત્ર–૧૧૭) શ્રમણ ભગવંત મહાવીર એક વર્ષ ને એક માસ સુધી વસ્ત્રધારી હતા. ત્યાર પછી અચેલક એટલે વસ્ત્રરહિત થયા અને કરપાત્રી અર્થાત્ હાથરૂપી જ પાત્રવાળા થયા. આવ.ભા. ૧૦૯ની વૃ, ૦ અર્ચલકત્વ સંબંધિ વૃત્તાંત :~ (સંદર્ભ આવ.ચૂ.૧-પૃ. ૨૬૮, આવ.મ.પૃ.પૃ. ૨૬૬) ચારિત્ર ગ્રહણ કર્યું ત્યારે સ્વાભાવિક ત્રણ ભુવનના ભુષણ સમાન ભગવંત ભૂષણ રહિત થયા અને ઇન્દ્રે દેવદૂષ્ય વસ્ત્ર પ્રભુને ખભે મૂકેલું. એ રીતે દીક્ષા પછી ફક્ત એક દેવદૃષ્ય જ તેમના પાસે હતું. (આવ.યૂ.−) પ્રભુએ કર્માર ગ્રામ તરફ વિહાર કર્યો એટલામાં પિતા સિદ્ધાર્થ રાજાના મિત્ર સોમ નામના બ્રાહ્મણ મળ્યા. (આવ.ચુ., આવ.ભા.૧૦૯–૧.) દીક્ષા ગ્રહણ કરી ત્યારે જ તે હાજર થયો. જે વખતે પ્રભુએ વાર્ષિકદાન આપ્યું, તે વખતે તેં દરિદ્ર સોમ બ્રાહ્મણ ધન કમાવવા કોઈ સ્થળે ગયેલો. પણ ભાગ્યહીનતાથી કંઈ લાભ પ્રાપ્તિ વિના જ પાછો ફરેલો. દરિદ્રતાથી સંપન્ન તેની સ્ત્રી તેને કહેવા લાગી. અરે ! નિર્ભાગ્ય શિરોમણી ! વર્ધમાનકુમારે જ્યારે સુવર્ણનો વરસાદ વરસાવ્યો ત્યારે ક્યાં હતા ? હજી જાઓ. વર્ધમાન તો દયાળુ અને દાનવીર છે. જલ્દી તેમની પાસે જાઓ. જેથી આ દારિદ્ર દૂર થાય. પોતાની સ્ત્રીનાં આવા વચનથી પ્રેરાયેલો તો બ્રાહ્મણ પ્રભુની પાસે આવ્યો અને દીનમુખે વિનંતી કરી કે, હે સ્વામી ! આપે તો સર્વત્ર સુવર્ણની ધારા વરસાવી, પણ આપે મને કંઈ ન આપ્યું. માટે હે કૃપાનિધિ ! મને કંઈક આપો. તે બ્રાહ્મણની દરિદ્ર દશા અને કાકલુદી સભર વિનંતી અને યાચનાને લીધે કરુણાર્ક Page #286 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૨૮૫ પ્રભુએ તેને દેવદૂષ્યનો અડધો ભાગ આપ્યો. બીજા અર્ધવસ્ત્રનો ત્યાગ ન કરતા પોતાના ખભે સ્થાપન કર્યું. તે બ્રાહ્મણ તો તે વસ્ત્રના અર્ધ ભાગ મળવાથી પણ ખુશ થઈ ગયો. પ્રભુને વંદન કરી સત્વરે પોતાને ગામ આવ્યો. પછી તે બ્રાહ્મણે તે અર્ધ દેવદૂષ્યના છેડા બંધાવવા એક તૃણનારને બતાવ્યું. કોની પાસેથી કઈ રીતે આ વસ્ત્ર મળ્યું તેનો વૃત્તાંત કહી સંભળાવ્યો. તેણનારે સર્વ વૃત્તાંત સાંભળીને કહ્યું, જો તું આ વસ્ત્રનો બીજો અડધો ટુકડો લઈ આવે તો બંને ટુકડાને એવી રીતે સાંધી આપુ કે, તેમાં જરા પણ સાંધો દેખાય નહીં. પછી તે અખંડ જેવા દેખાતા વસ્ત્રના એક લાખ સોનૈયા ઉપજશે. તે ધનને આપણે અડધું– અડધું વહેંચી દઈશું તો બંનેનું દારિદ્ર દૂર થશે. ત્યારે તે સોમ બ્રાહ્મણે કહ્યું કે, જ્યારે ભગવંતના ખભેથી પડશે, ત્યારે હું લાવી આપીશ. લક્ષ મૂલ્ય પ્રાપ્ત થશે ત્યારે આપણે બંને અડધો-અડધો ભાગ કરી લઈશું. પછી તે બ્રાહ્મણ અર્ધવસ્ત્ર પડી જાય તો લઈ લઉં એવી આશાએ પ્રભુની પાછળ-પાછળ ભટકવા લાગ્યો. એ રીતે સાધિક એક વર્ષ વીતી ગયું ત્યારે દક્ષિણ વાચાલ સન્નિવેશની નજીકમાં સુવર્ણ વાલુકા નામની નદીને કાંઠે આવ્યા. ત્યાં ચાલતાં-ચાલતાં દેવદૂષ્યનો અડધો ભાગ કાંટામાં ભરાઈ જવાથી પડી ગયો, કોઈ કહે છે કે વસ્ત્ર સરી પડ્યું, ત્યારે તે સોમ બ્રાહ્મણ બીજું અર્ધવસ્ત્ર ગ્રહણ કરીને ચાલતો થયો. રાજા નંદીવર્ધને લાખ મૂલ્ય ચૂકવી ખરીદી લીધું. આ પ્રમાણે એક વર્ષ, એક માસ સુધી પ્રભુ સચેલક રહ્યા, સવસ્ત્ર ધર્મ દેખાડ્યો. પ્રથમ પારણું પાત્ર વડે કરીને સપાત્ર ધર્મ સ્થાપ્યો. પછી પ્રભુ જીવનપર્યત અચેલક અને કરપાત્રી રહ્યા. આવશ્યક નિર્યુક્તિ ૪૯પની વૃત્તિમાં તથા આવશ્યક ચૂર્ણિમાં એક વિશિષ્ટ નિર્દેશ છે– - જ્યારે ભગવંતનું અર્ધ દેવદુષ્ય કાંટામાં ભરાઈને પડી ગયું ત્યારે પ્રભુએ પાછળ દૃષ્ટિ કરી તે દેવદુષ્ય તરફ જોયું. પ્રભુએ શા કારણથી જોયું હશે ? કોઈ કહે છે પ્રભુએ મમતાથી જોયું. કોઈ કહે છે કે, વસ્ત્ર સાથે સ્થાને પડ્યું કે, અયોગ્ય સ્થાને પડ્યું? તે જોવા માટે પ્રભુએ પાછળ જોયું. કોઈ કહે છે પ્રભુએ સહસાકારે પાછળ જોયું. કોઈ કહે છે કે, “મારા શિષ્યોને વસ્ત્ર–પાત્ર સુલભ થશે કે, દુર્લભ ?” તેનો નિર્ણય કરવા પ્રભુએ જોયું. ૦ ભગવંતના વિહારો અને ઉપસર્ગાદિ ઘટના : મુખ્ય સંદર્ભ – (૧) આવશ્યક ચૂર્ણિ (૨) આવશ્યક વૃત્તિ (૩) કલ્પસૂત્ર વૃત્તિ (૪) ભગવતી સૂત્ર. ભગવંત શરીરના મમત્વ અને સંસ્કારનો ત્યાગ કરી વિહાર યાત્રાનો આરંભ કર્યો. અનુત્તર જ્ઞાન યાવત્ અનુત્તર ચારિત્ર, નિર્જન સ્થાન, અનુત્તર શ્રેષ્ઠ વિહાર, શ્રેષ્ઠ પરાક્રમ, શ્રેષ્ઠ સંયમ, ઉપધિરહિતતા, અનુત્તર સંવર, શ્રેષ્ઠ તપ, શ્રેષ્ઠ બ્રહ્મચર્યાવાસ, અનુત્તર એવા ક્ષમા, નિર્લોભતા, સંતોષ, તુષ્ટી, શ્રેષ્ઠ સમિતિ, શ્રેષ્ઠ ગુપ્તિ, અનુત્તર કાયોત્સર્ગ, અનુત્તર કર્મ, મહાપુરુષો દ્વારા સેવિત અને સર્વ દુઃખોથી પરિનિવૃત્તિ રૂપ નિશ્ચિત ફળ વાળો અનુત્તર મુક્તિમાર્ગ એ સર્વેથી યુક્ત એવા શ્રમણ ભગવંત મહાવીર પોતાના આત્માને ભાવિત કરતા વિહાર કરતા હતા. – (આચારાંગ–૫૩૫) - આવા પ્રકારનો વિહાર કરતા દેવકૃત્ – મનુષ્ય કે તિર્યંચ સંબંધિ જે કોઈ ઉપસર્ગો ઉત્પન્ન થયા તેને અકલુષિત, અડગ, અદીન મનવાળા થઈને મન, વચન, કાયાથી ગુપ્ત Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ આગમ કથાનુયોગ-૧ થઈને, સમભાવપૂર્વક, ક્ષમા, સહિષ્ણુતા અને સ્થિર ભાવોથી સહન કરે છે. તે આ પ્રમાણે – (આચારાંગ–પ૩૫) – દીક્ષા લીધી તે દિવસે જ વિહાર કર્યો. કર્મારગ્રામ પહોંચ્યા. પ્રથમ રાત્રિએ ગોવાળીયાએ ઉપસર્ગ કર્યો. ત્યાંથી કોલગ સંનિવેશે જઈ પ્રથમ ભિક્ષા લીધી. – પ્રથમ ચાતુર્માસ માટે મોરાગ સંનિવેશમાં દૂઈજ્જતગ આશ્રમે પધાર્યા. ત્યાં તાપસ આદિની અપ્રીતિ જાણી. તે ચોમાસામાં પંદર દિવસ જ રહી નીકળી ગયા. પાંચ અભિગ્રહો ધારણ કર્યા – દૂઈજ્જતગ આશ્રમથી નીકળી પ્રભુ અસ્થિક ગ્રામ પધાર્યા. (આટલી ઘટનાનું વર્ણન આ પૂર્વે થઈ ગયેલ છે.) ૦ અસ્થિક ગ્રામે શૂલપાણી યક્ષનો ઉપદ્રવ : આ અસ્થિક ગ્રામનું નામ પહેલા વર્ધમાનક હતું. ધનદેવ નામનો કોઈ વણિક પાંચસો ગાડા ભરીને જતો હતો. ત્યાં નિકટમાં વેગવતી નામે નદી આવી. નદીના કીચડમાં તે ૫૦૦ ગાડા ખુંચી ગયા. તેમાં એક બળદ ઘણો જોરાવર, ઉત્સાહી અને પાણીદાર હતો. તે બળદને મૂળધુરિ સાથે જોડી દીધો. તેણે બળપૂર્વક તે બધાં ગાડા કીચડમાંથી બહાર ખેંચી દીધા. પણ શક્તિ બહારની તાકાત વાપરવાથી તે બળદના સાંધા તુટી ગયા. તેથી તે બળદ પડી ગયો. તેથી ધનદેવે તે બળદને નજીકમાં રહેલા વર્ધમાન ગામના અગ્રેસરને સોંપ્યો. ઘાસ, પાણી વગેરેની બધી વ્યવસ્થા કરી, ધનદેવ ત્યાંથી નીકળી ગયો. બળદના નિભાવ માટે દ્રવ્ય મળેલ હોવા છતાં વર્ધમાન ગામના અગ્રણી એ બળદની સારસંભાળ ન લીધી તે બળદ ત્યાં જેઠ મહિનાના અતિ ગરમીમાં ભૂખ અને તરસથી પીડાવા લાગ્યો. તે માર્ગેથી વર્ધમાનગ્રામના લોકો ઘાસ–પાણી વગેરેનું વહન કરતા હતા પણ તે બળદને કશું આપતા ન હતા. તેથી તે બળદને સખત ઠેષ ઉત્પન્ન થયો. ભૂખ અને તરસથી પીડાયેલો તે બળદ અકામ નિર્જરાથી મૃત્યુ પામીને તે જ ગામના અગ્રિ ઉદ્યાનમાં શૂલપાણી નામે યક્ષરૂપે ઉત્પન્ન થયો. ઉત્પન્ન થઈને તેણે બળદનું શરીર જોયું. પૂર્વભવનો સંબંધ જાણી અતિ કૃદ્ધ થયો. તેણે ગામમાં મરકી ફેલાવી. ત્યાં ઘણાં લોકો મરવા લાગ્યા. મરકીનો ઉપદ્રવ ફેલાવાથી એટલાં બધાં લોકો મરવા લાગ્યા કે, કોઈ મડદાં બાળનાર ન મળે. લોકોએ કંઈક કૌતુક–મંગલ કર્યા. તો પણ લોકોના મૃત્યુ બંધ ન થયા. ત્યારે તે ગ્રામજનોને ચિંતા થઈ કે, આપણે જાણતા નથી કે કોઈ દેવ કે દાનવની આપણાથી વિરાધના થઈ છે કે શું ? ત્યારે તેઓએ જઈને નગરદેવતાને વિપુલ અશન, પાન, ખાદિમ–સ્વાદિમ રૂપ બલિ–ઉપહાર કર્યો અર્થાત્ ભેટ ધર્યો. હે દેવતા ! અમને શરણ-શરણ આપોનો પોકાર કર્યો. જો અમારાથી કંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરો – એમ કહી ક્ષમાયાચના કરી. ત્યારે આકાશમાં રહેલા તે દેવે કહ્યું, હે દુરાત્મનો ! તમે અનુકંપા વગરના છો. માર્ગમાં જતા-આવતા તમે તે બળદને જોતા હતા તો પણ ઘાસ કે પાણી આપતા ન હતા. તેનું આ ફળ છે. હવે હું તમને છોડીશ નહીં. – ત્યારે ગ્રામજનોએ સ્નાન કરીને, હાથમાં પુષ્પ બલિ લઈને તે યક્ષને કહ્યું, અમે આ કોપ જોયો. હવે અમે તમારી કૃપા ઈચ્છીએ છીએ. ત્યારે દેવે કહ્યું કે, આ લોકોના Page #288 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા ૨૮૭ હાડકાંનો જે ઢગલો થયો છે. તેને સરખો ગોઠવી તેના ઉપર એક દેવકુલ અર્થાત્ મંદિર બનાવો. શૂલપાણી યક્ષની ત્યાં સ્થાપના કરો. કોઈ કહે છે કે, બળદની મૂર્તિ બનાવવા કહેલું. તેની નીચે બળદના અસ્થિને પધરાવો. ગ્રામજનોએ પણ તુરંત તે કાર્ય કર્યું. ઇન્દ્ર શર્મા નામનો પૂજારી રાખ્યો. આવતા-જતા લોકો તે અસ્થિ ઉપરના દેવકુલને જોતાં, કોઈ પૂછે કે, કયાંથી આવ્યા ? તો ઉત્તર મળતો કે અસ્થિકગ્રામથી. એ રીતે તેનું અસ્થિક ગ્રામ નામ પડ્યું. તે વ્યંતરગૃહમાં જે રાત્રે નિવાસ કરે તેને તે શૂલપાણિ યક્ષ મારી નાંખતો. તેથી લોકો ત્યાં દિવસે રોકાતા, પણ સાંજે બીજે ચાલ્યા જતા. ઇન્દ્રશર્મા પણ દિવસે જ ધૂપદીપ આદિ પૂજા કરતો. તે વખતે મોરાગ સંનિવેશના દઈજ્જતગ આશ્રમથી વિહાર કરી ભ૦મહાવીર પ્રથમ ચાતુર્માસ પૂર્ણ કરવા ત્યાં પધાર્યા. તે વખતે ત્યાં એકઠાં થયેલા લોકો પાસે ભગવંતે તે દેવકૂલમાં રહેવા માટે અનુજ્ઞા માંગી. તેઓએ કહ્યું કે, ગ્રામજનોને પૂછી જુઓ. ભગવંત પછી ગ્રામજનોને મળ્યા અને મંદિરમાં રહેવાની અનુજ્ઞા માંગી, ત્યારે ગ્રામજનોએ કહ્યું કે, એ મંદિરમાં રહેવું શક્ય નથી. કેમકે ત્યાં શૂલપાણિ યક્ષ રાત્રે તે મંદિરમાં જે હોય તેને મારી નાંખે છે. તો પણ ભગવંતે લોકોની અનુમતિ ફરી માંગી અને અનુમતિ મેળવી ત્યાં જ રહ્યા. જો કે લોકોએ બીજી વસતિ ગ્રહણ કરવા કહ્યું, પણ ભગવંત જાણતા હતા કે તે યક્ષ બોધ પામશે. તેથી ભગવંત તે મંદિરમાં જ રહ્યા. ત્યાં એક ખૂણામાં જઈ પ્રતિમા (કાયોત્સર્ગ) ધ્યાને ઊભા રહી ગયા. ત્યારે સૂર્યાસ્ત સમયે તે ઇન્દ્રશર્મા પૂજારી ત્યાં આવ્યો. તેણે પુષ્પ ચઢાવી, ધૂપ કર્યો. ત્યારે ત્યાં રહેલા કાપેટિક–કરોટિક સર્વે ચાલ્યા ગયા. ઇન્દ્રશર્માએ ભગવંતને કહ્યું, હે દેવાર્ય ! તમે પણ અહીંથી નીકળી જાઓ, નહીં તો આ યક્ષ તમને મારી નાંખશે. ભગવંત મૌન રહ્યા. ત્યારે તે વ્યંતર વિચારવા લાગ્યો કે પુજારી તથા ગ્રામજનોએ કહેવા છતાં આ જતો નથી. હવે જુઓ, આના હું શું હાલ કરું છું. સંધ્યાકાળે જ ત્યારે તેણે ભૂમિને ભેદી નાંખે તેવું અટ્ટહાસ્ય કર્યું. પ્રભુને ક્ષોભ પમાડવા તે પ્રવૃત્ત થયો. ત્યારે સર્વ લોકો તેના આ અટ્ટહાસ્યથી ડરી ગયા. તેમને થયું કે, હમણાં તે દેવાર્યને યક્ષ મારી નાંખશે. તે વખતે ભગવંત પાર્થ પાસે દીક્ષા લઈ, પછી પરિવ્રાજક બની ગયેલો અષ્ટાંગ મહાનિમિત્તનો જાણકાર ઉત્પલ નામે નિમિત્તકે લોકો પાસેથી આ વાત સાંભળી “તીર્થકરને આવું કંઈ થવું ન જોઈએ” એમ ચિંતા કરતો, ભય પામતો રાત્રિ પસાર કરવા લાગ્યો. ભગવંત જ્યારે યક્ષના અટ્ટહાસ્યયુક્ત શબ્દોથી ભય ન પામ્યા. ત્યારે તે યક્ષે હાથીનું, પિશાચનું, સર્પનું રૂપ વિફર્વી પ્રભુને દુઃસહ ઉપસર્ગો કર્યા. એ રીતે પણ ભગવંતને ક્ષોભ પમાવ્વામાં સફળ ન થયો ત્યારે તે યક્ષે સાત પ્રકારની વેદના ઉત્પન્ન કરી. તે આ રીતે – પ્રભુના મસ્તક, કાન, નાક, નેત્ર, દાંત, પીઠ અને નખ. એ સાત અંગોમાં વિવિધ પ્રકારે એવી તો વેદના કરી છે, જેમાંની એક વેદના પણ કોઈ સામાન્ય મનુષ્યના પ્રાણ લઈ લે. તો પછી સાતે દુસ્સહ વેદના એક સાથે થાય ત્યારે શું પરિણામ આવે ? ભગવંતે તે સમભાવે સહન કરી. એ રીતે જ્યારે તે યક્ષ ભગવંતને ચલિત કરવામાં કે ક્ષોભ પમાડવામાં સફળ ન Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ આગમ કથાનુયોગ-૧ થયો ત્યારે થાકી-હારીને ભગવંતના ચરણે નમી પડ્યો. હે ભટ્ટારક ! મને ક્ષમા કરો. ત્યારે સિદ્ધાર્થ વ્યંતરે ત્યાં દોડી આવીને કહ્યું, અરે ! શૂલપાણિ ! અપ્રાર્થિત (મૃત્યુની) પ્રાર્થના કરનાર ! શું તું જાણતો નથી કે આ સિદ્ધાર્થ રાજાના પુત્ર તીર્થકર ભગવંત મહાવીર છે. જો શક્ર ઇન્દ્ર તારું આ કૃત્ય જાણશે તો તને સ્થાન ભ્રષ્ટ કરી દેશે. સિદ્ધાર્થના આ વચન સાંભળી તે યક્ષ ભયવિહળ બની ગયો. ફરી-ફરી પ્રભુની ક્ષમાયાચના કરવા લાગ્યો. સિદ્ધાર્થ વ્યંતરે તેને ધર્મ કહ્યો. ત્યારે પ્રતિબોધ પામી ઉપશાંત થયેલા શૂલપાણિ યક્ષે ભગવંતનો વિશેષ મહિમા કર્યો. તે નાચવા-ગાવા લાગ્યો. યક્ષ મંદિરમાં થતા નાચગાનના અવાજ સાંભળી ગ્રામજનો વિચારવા લાગ્યા કે નક્કી તે યક્ષે તે દેવાર્યને મારી નાખ્યા લાગે છે. તેથી ખુશ થઈને આવી ક્રીડા કરી રહ્યો છે. તે વખતે ભગવંતે કિંચિંતુ ન્યૂન ચાર પ્રહર રાત્રિ અત્યંત વેદના સહન કરી. પ્રભાતકાળે મુહુર્ત માત્ર નિદ્રા–પ્રમાદમાં વીતાવી. ત્યારે આ દશ મહાસ્વપ્નોને જોઈને જાગ્યા. તે આ પ્રમાણે :- ૧. તાલ પિશાચને હણ્યો, ૨. સફેદ પક્ષી જોવું, ૩. ભગવંતની સેવા કરતું વિચિત્ર કોયલ પક્ષી, ૪. સુગંધી પુષ્પયુક્ત બે માળા જોઈ ૫. પ્રભુની સેવા કરતો ગાયોનો સમૂહ, ૬. દેવોથી શોભતું પદ્મ સરોવર, ૭. સાગર તરી જવો, ૮. ઉગતા એવા સૂર્યનો પ્રકીર્ણ કિરણ સમૂહ, ૯. આંતરડા વડે માનુષોત્તર પર્વતને વીંટી લેવો અને ૧૦. મેરૂ પર્વતનું આરોહણ. (આ દશ સ્વપ્નોનો ક્રમ – ઠાણાંગ સૂત્ર–૯૬૧, ભગવતી સૂત્ર-૬૭૯, આવ.ભા. ૧૧૩, ૧૧૪ આવા ચૂર્ણિ–૧–પૃ. ૨૭૪, આવશ્યક નિર્યુક્તિ ૪૬૩ પછીની વૃત્તિ, આવ મલયવૃતિ પૃ. ૨૭૦ બધે આ પ્રમાણે જ છે. શાબ્દિક ફેરફારો જરૂર છે પણ ક્રમ ફેરફાર નથી માત્ર કલ્પસૂત્રની વિનયવિજયજી કૃત્ વૃત્તિમાં ક્રમ ફેરફાર કરેલો છે. ક્રમ ૧ થી ૩ આ પ્રમાણે છે. ક્રમ-૪ થી ફેરફાર છે. ૪. ગાયસમૂહ . સમુદ્ર તરવો, ૬. ઉગતો સૂર્ય છે. આંતરડાથી પર્વત વીટવો, ૮. મેરૂ પર્વતારોહણ, ૯. પદ્મ સરોવર, ૧૦. ફૂલની માળા) - પ્રભાત કાળે ગ્રામજનો ત્યાં આવ્યા. ઉત્પલ અને ઇન્દ્ર શર્મા નિમિત્તક આવ્યા. તેઓએ પ્રભુને દિવ્ય ગંધ, ચૂર્ણ, પુષ્પોથી પૂજાયેલા જોયા. ભગવંતને સર્વાગ અ-ક્ષત. જોયા. સર્વે હર્ષ પામ્યા. બધાંએ ઉત્કૃષ્ટ સિંહનાદપૂર્વક હર્ષ વ્યક્ત કર્યો, પ્રભુને પગે પડીને વંદન કર્યા અને કહેવા લાગ્યા કે દેવાર્ય અર્થાત્ ભગવંતે યક્ષને ઉપશાંત કર્યો અને મહિમા વધાર્યો. ઉત્પલ નિમિત્તકે પણ ભગવંતને જોઈને વંદન કરીને કહ્યું કે, હે ભગવંત ! આપે અંતિમ રાત્રિમાં દશ સ્વપ્નો જોયા તે સ્વપ્ન અને તેનું ફળ આ પ્રમાણે છે (ફળ કથન – આવશ્યક ચૂર્ણિ અને વૃત્તિમાં સમાન શબ્દોમાં ઉત્પલે કરેલ ફળ કથન રૂપે છે. – ઠાણાંગ અને ભગવતીજીમાં એક સમાન રૂપે સ્વપ્ન તથા ફળ નિરૂપણ છે. - અત્રે અમે ઠાણાં –ભગવતી અનુસાર વર્ણન કરેલ છે. કેમકે – (૧) તે મૂળ સૂત્રો છે. (૨) વિસ્તૃત વર્ણન છે. (૩) તો પણ આવશ્યકનું વર્ણન આ વર્ણનને અંતે કસમાં તો અમે સમાવી જ દીધું છે.) ૦ દશ સ્વપ્નો અને તેનું ફળકથન : (૧) એક મહાભયંકર અને તેજસ્વી રૂપવાળા તાડ જેવા પિશાચને પરાજિત કર્યો. એવું સ્વપ્ન દેખીને ભગવંત જાગ્યા. - શ્રમણ ભગવંત મહાવીર જે એક મોટા ભયંકર તેજસ્વી રૂપવાળા તાડ જેવા Page #290 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા પિશાચને સ્વપ્નમાં પરાજિત કરેલ જોઈને જાગ્યા. તે સ્વપ્નનું ફળ એ છે કે, શ્રમણ ભગવંત મહાવીરે મોહનીય કર્મને મૂળથી નાશ કર્યો. (ઉત્પલ–ભગવંત! આપ મોહનીય કર્મનો મૂળથી નાશ કરશો.) (૨) એક મોટા શ્વેત ધવલ પાંખવાળા પુંસ્કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્યા. – શ્રમણ ભગવંત મહાવીર જે એક મોટા શ્વેત પાંખોવાળા પુસ્કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્યા. તે સ્વપ્નનું ફળ એ છે કે, શ્રમણ ભગવંત મહાવીર શુક્લ ધ્યાનને પ્રાપ્ત કરીને વિચરણ કરે છે. (ઉત્પલ–ભગવંતઆપ શુક્લ ધ્યાનમાં રહેશો) (૩) એક મોટા ચિત્ર-વિચિત્ર પાંખવાળા પુસ્કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્યા. – શ્રમણ ભગવંત મહાવીર સ્વપ્નમાં જે એક ચિત્રવિચિત્ર પાંખવાળા પુસ્કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્યા. તેનું ફળ એ છે કે, શ્રમણ ભગવંત મહાવીરે આશ્ચર્યકારી, સ્વસમય, પર સમયના વિચારોથી યુક્ત દ્વાદશાંગ ગણિપિટકને કહેશે, પ્રજ્ઞાપના, પ્રરૂપણા, દર્શન, નિદર્શન કરે છે. જેમકે, આચાર, સૂત્રકૃતુ યાવત્ દૃષ્ટિવાદ. | (ઉત્પલ–ભગવંત ! તમે દ્વાદશાંગીની પ્રરૂપણા કરશો.) (૪) એક મહાનું સર્વ રત્નમય માલાયુગલને સ્વપ્નમાં જોઈને જાગ્યા. - શ્રમણ ભગવંત મહાવીર એક મહાનું સર્વ રત્નમય માળા યુગલને સ્વપ્નમાં જોઈને જાગ્યા. તેનું ફળ એ છે કે, શ્રમણ ભગવંત મહાવીરે બે પ્રકારના ધર્મની પ્રરૂપણા કરી, જેમકે આગાર ધર્મ અને અણગાર ધર્મ. (આવશ્યક ચૂર્ણિ અને આવશ્યક વૃત્તિમાં અહીં તફાવત પડે છે– ઉત્પલ – હે સ્વામી ! આપે ચોથા સ્વપ્નમાં માળા યુગલ જોયું, તેનું ફળ હું જાણતો નથી. ભગવંતે કહ્યું કે, તે સ્વપ્નનો અર્થ એ છે કે હું સાગારિક અને અનગારિક બે પ્રકારના ધર્મની પ્રરૂપણા કરીશ.) (૫) એક મોટા અને શ્વેત ગાયોના સમૂહને સ્વપ્નમાં જોઈને જાગ્યા. – શ્રમણ ભગવંત મહાવીર એક મહાન્ શ્વેત ગાયોના સમૂહને સ્વપ્નમાં જોઈને જાગ્યા. તેનું ફળ એ છે કે, શ્રમણ ભગવંત મહાવીરને ચાર પ્રકારનો સંઘ થયો. તે આ પ્રમાણેશ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા. (ઉત્પલ–ભગવંત્ ! આપને શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ થશે. (૬) ચારે તરફ કુસુમિત – ફૂલોથી આચ્છાદિત એવા એક મહાન્ પઘસરોવરને સ્વપ્નમાં જોઈને જાગ્યાં. – શ્રમણ ભગવંત મહાવીર એક વિશાળ પા સરોવરને ચારે તરફથી કુસુમિત થયેલું સ્વપ્નમાં જોઈને જાગ્યા. તેનું ફળ એ છે કે, શ્રમણ ભગવંત મહાવીરે ભણવાસી, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક એ ચાર પ્રકારના દેવોનું પ્રતિપાદન કર્યું. (ઉત્પલ–ભગવંત! ચતુર્વિધ દેવ સમૂહ થશે. (સેવામાં હશે) (૭) હજારો તરંગો અને કલોલથી વ્યાપ્ત એક મહાસાગરને ભૂજાઓ વડે તરી ગયા, એવું સ્વપ્ન જોઈને જાગ્યા. ૧/૧૯] Jain T e nternational Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ આગમ કથાનુયોગ-૧ – શ્રમણ ભગવંત મહાવીર સ્વપ્નમાં જે હજારો તરંગો અને કલ્લોલોથી વ્યાપ્ત એક મહાસાગરને પોતાની ભૂજા વડે તરી ગયાનું સ્વપ્ન જોઈને જાગ્યા તેનું ફળ એ છે કે, શ્રમણ ભગવંત મહાવીરે અનાદિ, અનંત, અનવદગ્ર, દીર્ધ માર્ગવાળા ચતુર્ગતિરૂપ સંસાર કાંતારને પાર કરી ગયા. (ઉત્પલ–ભગવંત! આપ સંસાર સાગર તરી જશો.) (૮) તેજથી પ્રજ્વલિત એક મહાન સૂર્યને સ્વપ્નમાં જોઈને જાગ્યા. - શ્રમણ ભગવંત મહાવીર તેજથી પ્રજ્વલિત એક મહાનું સૂર્યને સ્વપ્નમાં જોઈને જાગ્યા. તેનું ફળ એ છે કે, શ્રમણ ભગવંત મહાવીર અનંત, અનુત્તર, નિરાબાધ, નિરાવરણ, કૃત્મ, પ્રતિપૂર્ણ એવા શ્રેષ્ઠ કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન્ન થયા. (ઉત્પલ–ભગવંત ! હે આપને જલ્દીથી કેવળજ્ઞાન ઉત્પન્ન થશે) (૯) એક વિશાળ, લીલા વૈડૂર્ય રંગની આભા સમાન, આપના આંતરડા દ્વારા માનુષોત્તર પર્વતને ચારે તરફથી આવેખિત–પરિવેષ્ટિત કરેલો સ્વપ્નમાં જોઈને જાગ્યા. – શ્રમણ ભગવંત મહાવીર જે ઉક્ત સ્વપ્ન જોઈને જાગ્યા. તેનું ફળ એ છે કે, શ્રમણ ભગવંત મહાવીરની ઉદાર કીર્તિ, વર્ણ, શબ્દ, બ્લોક અર્થાત્ સ્તુતિ, સન્માન અને યશ દેવ, મનુષ્ય અને અસુર લોકમાં પરિવ્યાસ થયો કે, “નિશ્ચયથી આ જ શ્રમણ ભગવંત મહાવીર છે." (ઉત્પલ–ભગવંતઆપની નિર્મલ, યશકીર્તિ, પ્રતાપ સારાયે ત્રિભુવનમાં થશે.) (૧૦) એક મહાનું મેરૂ પર્વતની અંદર ચૂલિકાના ઉપરના સિંહાસન પર પોતાને બેઠેલા સ્વપ્નમાં જોઈને જાગ્યા. – શ્રમણ ભગવંત મહાવીર સ્વપ્નમાં પોતાને મેરૂ પર્વતની અંદરચૂલિકા ઉપરના સિંહાસનમાં બેઠેલા જોઈને જાગ્યા, તેનું ફળ એ છે કે, શ્રમણ ભગવંત મહાવીર દેવ, મનુષ્ય, અસુર યુક્ત પર્ષદામાં કેવલી પ્રજ્ઞપ્ત ધર્મનું કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદેશ કરે છે. (ઉત્પલ–ભગવંત ! આપ સિંહાસન પર બિરાજિત થઈને દેવ, મનુષ્ય, અસુરની પર્ષદામાં ધર્મની પ્રજ્ઞાપના કરશો) – – ત્યારપછી તે ઉત્પલનૈમિતિક ભગવંતને વંદન કરીને ગયો. ત્યાં ભગવંતે અર્ધ–અર્ધ માસક્ષમણ વડે અર્થાત્ પંદર-પંદર ઉપવાસ વડે પ્રથમ ચાતુર્માસ નિર્ગમન કર્યું. અસ્થિક ગ્રામમાં એ પહેલું ચોમાસું ભગવંતે કર્યું. ૦ અસ્થિક ગ્રામથી વિહાર અને અચ્છેદકનો પ્રસંગ : પછી શરદઋતુમાં ભગવંત અસ્થિક ગ્રામથી વિહાર કરી મોરાક સંનિવેશ ગયા. ત્યાં ભગવંત બહારના ઉદ્યાનમાં રહ્યા. ત્યાં મોરાક સંનિવેશમાં અચ્છેદગા નામના પાખંડીઓ રહેતા હતા. તેમાંને એક અચ્છેદક તે ગામમાં જતો અને કાર્મણ, વશીકરણ, જ્યોતિષ આદિથી પોતાનું ગુજરાન ચલાવતો હતો. સિદ્ધાર્થ વ્યંતર એકલો દુઃખી થઈ ભગવંતનો પૂજા–મહિમાદિ ન થતો જોઈ, તેણે જતા-આવતા ગોવાળોને બોલાવીને તેઓ ક્યાં ગયા હતા, શું જમ્યા વગેરે ભૂત, ભવિષ્ય, વર્તમાન કહેવા લાગ્યો. Page #292 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૨૯૧ પ્રભુના શરીરમાં પ્રવેશી સિદ્ધાર્થ વ્યંતર આ રીતે બોલતો હતો. તે જતા આવતા પથિકોને આ રીતે ત્રણે કાળની વાતો કરવા લાગ્યો. એ રીતે તે વાત આખા ગામમાં ફેલાવા લાગી. ઉદ્યાનમાં એક દેવાર્ય પધાર્યા છે. તે અતીત, અનાગત, વર્તમાન બધું જ જાણે છે. તે સાંભળી બીજા–બીજા લોકો પણ ત્યાં આવવા લાગ્યા. તે બધાંને તેણે ત્રણે કાળની ઘટના કહેવાની શરૂ કરી. એ રીતે લોકોને આવજીને પ્રભુનો મહિમા વધારી દીધો. જ્યારે લોકોએ કહ્યું કે, આ અચ્છેદક જ્યોતિષી પણ બધું જાણે છે ત્યારે સિદ્ધાર્થે કહ્યું કે, તે કંઈ જાણતો નથી. ત્યારે લોકોએ અચ્છેદકને જઈને કહ્યું કે, તને કંઈ જ્યોતિષ જ્ઞાન નથી દેવાર્ય (ભગવંત) તો બધું જ જાણે છે. અચ્છેદકે લોકોને કહ્યું કે, ચાલો ત્યાં જઈએ. જો તે મારી આગળ પોતાનું જ્ઞાન સાબિત કરે તો માનવું કે, તે જ્ઞાતા છે. ત્યારે બધાં લોકો તેની સાથે આવીને ભગવંત પાસે ઉપસ્થિત થયા. અચ્છેદકે એક તણખલું હાથમાં લીધું અને ભગવંતને પ્રશ્ન કર્યો કે, બોલો આ તણખલું મારાથી તુટશે કે નહીં ? તેના મનમાં એમ હતું કે, જો તણખલું તુટશે' એમ કહેશે તો નહીં તોડું અને “નહીં તુટે" એમ કહેશે તો તોડી નાખીશ. એ રીતે ભગવંતની વાણી જૂઠી પાડીશ. ત્યારે ભગવંતના શરીરમાં રહેલા સિદ્ધાર્થે કહ્યું કે, તે તણખલું તુટશે. નહીં. તે સાંભળી અચ્છેદક તરણું તોડવા માટે તત્પર બન્યો. હવે આ વખતે શક્રેન્દ્ર વિચારતો હતો કે, પ્રભુ હાલ જ્યાં વિચરતા હશે ? અવધિજ્ઞાન વડે તેણે આ વૃત્તાંત જાણ્યું. “પ્રભુની વાણી અસત્ય ન થાઓ' એમ વિચારી ઇન્દ્ર વજ છોડ્યું. અચ્છેદનની દશે આંગળી છેદીને જમીન પર પાડી દીધી. તેથી તૃણ છેદયું નહીં. ભગવંતની વાણી જૂઠી પાડવા અચ્છેદકે જે તરકટ રચેલું તેનાથી સિદ્ધાર્થ તેના પર ઘણો રોષાયમાન થયો અને લોકો દ્વારા પણ ઘણો તિરસ્કાર પામ્યો. ત્યાર પછી સિદ્ધાર્થે તેને હલકો પાડવા લોકોને કહ્યું કે, આ અચ્છેદક ચોર છે. ત્યારે લોકોએ પૂછયું કે, તેણે કોનું શું ચોર્ય છે ? સિદ્ધાર્થે પૂછયું કે, આને વરઘોષ નામનો નોકર હતો? તે પગે પડીને બોલ્યો કે, હા હું વીરઘોષ છું. તારે ક્યારેય દશ પલ પ્રમાણનો વાટકો ખોવાયો છે ? તે બોલ્યો, હા! ખોવાયો છે. તે આ અચ્છેદકે ચોર્યો છે. જા તેના ઘરની પાછળ પૂર્વ દિશામાં ખજૂરીના વૃક્ષની નીચે એક હાથ પ્રમાણ જઈને ખોદીને લઈ લે. વીરઘોષ જઈને “કલકલ' અવાજ કરતો તે વાટકો લાવ્યો. સિદ્ધાર્થે કહ્યું, હવે આ અચ્છેદકનું બીજું પરાક્રમ સાંભળો. અહીં કોઈ ઇન્દ્રશર્મા નામનો ગૃહપતિ છે? ત્યારે ઇન્દ્રશર્મા જાતે આવીને બોલ્યો કે, હા હું જ તે છું. “સ્વામી આજ્ઞા કરો.” અમુક સમયે તારો ઘેટો ખોવાયો છે ? ઇન્દ્રશર્માએ હા કહી. તેને આ અચ્છેદક મારીને ખાઈ ગયો છે તે ઘેટાના હાડકાં બોરડીના વૃક્ષ નીચે જમણી બાજુ દાઢ્યા છે. ઇન્દ્રશર્માએ ત્યાં જઈને તપાસ કરી. તે પણ મોટેથી અવાજ કરતો આવ્યો કે, હા ! હાડકા ત્યાં જ છે. પછી સિદ્ધાર્થે કહ્યું કે, તેનું ત્રીજું પરાક્રમ કહેવા જેવું નથી. – લોકોએ ખૂબ આગ્રહ કર્યો ત્યારે સિદ્ધાર્થ વ્યંતરે કહ્યું કે, તેનું ત્રીજું દુશ્ચરિત્ર તેની પત્નીને જઈને પૂછો તે જ કહેશે. અછંદકની સ્ત્રી તેના દોષ શોધતી ત્યાંજ ઊભી Page #293 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ હતી. તેણીએ આ સાંભળ્યું. અચ્છંદકને તેની સ્ત્રી સાથે અણબનાવ હતો. જે દિવસે તેની આંગળીઓ છેદાઈ તે જ દિવસે તેણે તેની પત્નીને મારેલી. તેણીએ વિચાર્યું કે, લોકોને આવવા દો એટલે બધું કહી દઉં. લોકોએ આવીને તેણીને પૂછયું ત્યારે તેણી બોલી કે એ પાપીનું નામ જ ન લેશો. તે પોતાની સગી બહેનને પણ ભોગવે છે. આ રીતે લોકોમાં તેનો તિરસ્કાર થયો કે, આ પાપીને કદી ભિક્ષા પણ ન આપવી. ત્યારે અચ્છેદક ભગવંત પાસે આવીને બોલ્યો કે, હે ભગવંત ! આપતો બીજે જશો તો પણ પૂજાઓ છો, પણ હું ક્યાં જઉં ? ત્યારે ભગવંતે વિચાર્યું કે, અહીં રહેવાથી આને અપ્રીતિ થશે. ભગવંતને અભિગ્રહ હતો કે, અપ્રીતિ થાય તે સ્થાનમાં રહેવું નહીં. તેથી ભગવંત ત્યાંથી વિહાર કર્યો. ૦ મોરાક સંનિવેશથી વિહાર - ચંડકૌશિક સર્પને પ્રતિબોધ : -Ow ૨૯૨ ત્યાંથી દક્ષિણ વાચાલ અને ઉત્તર વાચાલ બે માર્ગ હતા. બંને માર્ગે નદી હતી. સુવર્ણવાલુકા અને રૂપ્યવાલુકા. ભગવંત દક્ષિણ વાચાલથી ઉત્તર વાચાલ તરફ જતા હતા. ત્યાં સુવર્ણવાલુકા નદીને કાંઠે કાંટામાં તેમનું વસ્ત્ર ભરાઈ ગયું. (આ ઘટનાનું વર્ણન ભગવંતના અચેલકત્વમાં આવી ગયું છે.) ત્યારપછી ભગવંત ઉત્તરવાચાલ તરફ ચાલ્યા. ત્યાં વચ્ચે કનકખલ નામનો આશ્રમ હતો. ત્યાંથી જવા માટે બે માર્ગ હતા. એક સરળ માર્ગ અને બીજો કઠિન. સરળ માર્ગ કનકખલ આશ્રમમાંથી થઈને જતો હતો. કઠિન માર્ગ થોડો લાંબો હતો. સ્વામી કઠિન માર્ગ છોડીને સરળ માર્ગે ચાલ્યા. માર્ગમાં ગોવાળોએ તેમને કહ્યું કે, એ માર્ગે ન જશો. આ માર્ગમાં ચંડકૌશિક નામે એક દૃષ્ટિવિષ સર્પ રહે છે. પણ ભગવંત જાણતા હતા કે, તે સાપ ભવિજીવ છે. ભવ્ય હોવાને લીધે તે જરૂર પ્રતિબોધ પામવાનો છે. તેથી ચંડકૌશિક પ્રત્યેની કરુણાને લીધે ભગવંત તે જ માર્ગે આગળ ચાલ્યા. ત્યાં જઈને યક્ષગૃહમંડપમાં પ્રતિમા ધારણ કરીને રહ્યા. તે સર્પ પૂર્વભવમાં કોણ હતો ? તે ચંડકૌશિક પૂર્વભવમાં એક ઉગ્ર તપસ્વી ‘‘ક્ષમક'' નામે સાધુ હતા. તે તપસ્વી સાધુ એક વખત તપસ્યાના પારણે કોઈ બાળમુનિને લઈને ગૌચરી વહોરવા ગયા. ચાલતા-ચાલતા તેના પગ નીચે આવીને એક નાની દેડકી મરી ગઈ. તે બાળ સાધુએ ઇરિયાવહી પ્રતિક્રમતા તેમને દેડકીની વિરાધના થયાનું યાદ અપાવ્યું. ત્યારે તે સાધુ કહે કે, શું મેં તે દેડકી મારી છે ? લોકોએ મારી છે. ત્યારે બાળસાધુએ માન્યું કે, સાંજે પ્રતિક્રમણ વેળાએ તેની આલોચના કરશે. જ્યારે તે સાધુ પ્રતિક્રમણ વેળા આલોચના કરવા ઉપસ્થિત થયા ત્યારે ફરી બાળસાધુને થયું કે, આ ખરેખર ભૂલી ગયા લાગે છે. તેણે ફરી દેડકીની વિરાધના થયાનું યાદ કરાવ્યું. તે વખતે ક્રોધિત થયેલા તે સાધુ, બાળસાધુને મારવા દોડ્યા. ત્યારે થાંભલામાં અથડાઈને મૃત્યુ પામ્યા. શ્રામણ્યવિરાધનાથી તે જ્યોતિષ્ક દેવપણે ઉત્પન્ન થયા. જ્યોતિષ્ક દેવપણાથી ચ્યવીને કનકખલ આશ્રમમાં પાંચસો તાપસોના કુલપત્નીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. તે પુત્રનું ‘‘કૌશિક' નામ રાખ્યું. તે સ્વભાવથી અત્યંત ક્રોધી હતો. ત્યાં તાપસોમાં બીજા પણ કૌશિક નામવાળા હતા. તેથી તેનું નામ ચંડકૌશિક રખાયું. કુલપતિના મૃત્યુ બાદ તે ચંડકૌશિક કુલપતિ થયો. તેને તે વનખંડમાં ઘણી મૂર્છા હતી. Page #294 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા ૨૯૩ તેથી ત્યાંના ફળ તે તાપસોને આપતો ન હતો. તેઓ ફળ ન મળવાથી જુદી–જુદી દિશામાં ચાલ્યા ગયા. ત્યાં કોઈ ગોવાળ આવે તો તેને પણ ચંડકૌશિક મારવા દોડતો હતો. ત્યાંથી નજીકમાં શ્વેતાંબિકા નામની નગરી હતી. ત્યાંના રાજપુત્રે આવીને તે આશ્રમ–ઉદ્યાનને ભાંગી–તોડીને નષ્ટ કરી દીધો. ગોવાળોએ આ હકીકત ચંડકૌશિકને જણાવી. તે હાથમાં કુહાડી લઈને રોષથી ધમધમતો ગયો. રાજકુમારે તેને આવતા જોઈને પલાયન થઈ ગયા. તે જ્યારે હાથમાં કુહાડી લઈને પાછળ દોડ્યો અને ખાડામાં–કૂવામાં પડી ગયો. તે વખતે કુહાડો સીધો તેના માથામાં વાગતા તેના માથાના બે ટુકડા થઈ ગયા. ત્યાંથી મરીને તે જ વનખંડ-આશ્રમમાં ક્રોધના તીવ અધ્યવસાયથી સર્પ થયો. તે સર્પ લોભથી અને રોષથી તે આશ્રમનું રક્ષણ કરવા લાગ્યો. તે ચંડકૌશિક એક દૃષ્ટિવિષ સર્પ થયો હોવાથી તેણે ઘણાં બધાં તાપસોને બાળીને ભસ્મ કરી દીધાં. જેઓ બચી ગયા તે ભાગી ગયા. ચંડકૌશિક સર્પ ત્રિકાળ સંધ્યાએ ફરીને જે કોઈ પક્ષીને જોતો તેને બાળી નાંખતો. હવે તે વખતે તેણે આશ્રમમાં ભગવંતને કાયોત્સર્ગ ધ્યાને સ્થિર થયેલાં જોયા. પ્રભુને જોઈને તે ક્રોધથી ધમધમવા લાગ્યો. “શું આ મને જાણતો નથી ?" એમ વિચારી સૂર્ય સમક્ષ દૃષ્ટિ કરી, પ્રભુ સન્મુખ દૃષ્ટિ જ્વાલા છોડવા માંડી. પણ પ્રભુને બળતા ન જોઈને બે વખત, ત્રણ વખત એ રીતે દૃષ્ટિ જવાળાઓ છોડી. તો પણ પ્રભુને ધ્યાનમગ્ર જોઈને વધારે ક્રોધિત થયેલો તે સર્પ પ્રભુને ડસવા દોડ્યો. ડસીને સર્પ પાછો ખસી ગયો. “ક્યાંક આ મરીને મારા ઉપર પડે તો એમ વિચારી પાછળ ગયો. પણ પ્રભુને મૃત્યુ પામેલા ન જોઈને ત્રણ-ત્રણ વખત તેણે વંશ માર્યા. પ્રભુને કંઈ ન થયું જાણીને તે રોષથી જોતો ત્યાં રહ્યો. પ્રભુને તે જ્યાં જ્યાં વસ્યો ત્યાં ત્યાં પગમાંથી ગાયના દૂધ જેવી લોહીની ધારા ઝરતી જોઈ. તે વિચારવા લાગ્યો કે, હું જેના સામે દૃષ્ટિ કરું છું તેને બાળીને ભસ્મ કરી નાંખુ છું. મારા એક ડંશથી બલિષ્ઠ માણસો પણ મરણને શરણ થાય છે. જ્યારે આ તો હજી પણ વ્યાકુળતા રહિત સ્થિર ઊભા છે તે વખતે પભુની શાંત મુખમુદ્રા જોઈ તેનાં ક્રોધી નેત્રોમાં શાંતિ પ્રસરી ગઈ. તે વખતે તેને કિંચિંતુ શાંત જોઈને ભગવંતે કહ્યું, હે ચંડકૌશિક ! તું ઉપશાંત થા, ઉપશમ ભાવને ધારણ કર (બોધ પામ–બોધ પામ !) ત્યારે તે ચંડકૌશિકને ઈહા, અપોહ, માર્ગણા, ગવેષણાં કરતા જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે તેણે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી, પોતાના અપરાધનો પશ્ચાત્તાપ કરતા તે સર્પ શુભ ભાવપૂર્વક મનથી જ ભક્ત પ્રત્યાખ્યાન રૂપ અનશન ગ્રહણ કર્યું. જો કે તીર્થકર તો તે જાણે જ છે. ત્યારે તે સર્પ પોતાનું મસ્તક બિલમાં રાખી સ્થિર થઈ ગયો. તેણે વિચાર્યું કે, હવે હું મુખને બહાર કાઢીશ નહીં. જેથી મારા રોષથી કોઈનું મૃત્યુ ન થાય. ભગવંત તેની અનુકંપાને લીધે ત્યાં રહ્યા. તે વખતે ભગવંતને જોઈને ગોવાળના બાળકો ત્યાં આવ્યા. વૃક્ષોની પાછળ પોતાને ગોપવીને તે સર્પ ઉપર પત્થર ફેંકવા લાગ્યા. તે સર્પ પોતાને ગોપવીને રહ્યો પણ લેશમાત્ર ચલિત ન થયો. લાકડા વડે તેને પીડા આપી તો પણ સ્પંદિત ન થયો. ત્યારે લોકોએ આવી, ભગવંતને વંદના કરી, તે સર્પની પૂજા કરવા લાગ્યા. બીજા પણ ઘી વેચનારા આવીને તે સર્પને સ્પર્શવા અને ઘી વગેરે ચોપડવાં લાગ્યા. ઘીની ગંધથી આવેલી કડીઓ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ આગમ કથાનુયોગ-૧ તે સર્પને ચટકા ભરવા લાગી. તે સર્પ એ સર્વ વેદના શુભધ્યાને રહી સમભાવે સહન કરી. એ રીતે પંદર દિવસના અનશન બાદ મૃત્યુ પામીને સહસ્ત્રાર દેવલોકે દેવ થયો. ત્યાર પછી ભગવંત વિહાર કરીને ઉત્તર વાચાલ ગામે ગયા. ૦ ઉત્તર વાચાલ આદિ ગામે વિહાર-સુદંષ્ટ્ર દ્વારા ઉપસર્ગ : ભગવંત મહાવીર ઉત્તર વાચાલ ગામે પધાર્યા. તેમને પંદર ઉપવાસનું પારણું હતું. ત્યાં નાગસેન નામના ગૃહપતિએ ખીર વહોરાવી પ્રતિલાભિત કર્યા. ત્યારે પાંચ દિવ્યો પ્રગટ થયા. જેમકે વસુધારા, અહોદાન-અહોદાનમ્ ઉદ્ઘોષણા ઇત્યાદિ. ત્યાંથી વિહાર કરી ભગવંત શ્વેતાંબી નગરી પધાર્યા. ત્યાં શ્રમણોપાસક એવા પ્રદેશી રાજાએ ભગવંતનો મહાન્ સત્કાર કર્યો. ત્યાંથી સુરભિપુરના માર્ગે ચાલ્યા. ત્યાં માર્ગમાં રાજા પ્રદેશી પાસે જઈ રહેલા પાંચ રથો વડે યુક્ત નૈયક રાજાઓએ ભગવંતને વંદના કરી અને પૂજન કર્યું. ત્યાંથી ભગવંત સુરભિપુર પહોંચ્યા. ત્યારે ગંગા નદીને પાર કરવાની હતી. ત્યાં સિદ્ધયાત્ર નામનો નાવિક હતો, લેમિલ નામનો શકુનજ્ઞાતા હતો. ભગવંત તે નૌકામાં આરૂઢ થયા. નૌકા જેવી વહેતી થઈ, તેટલામાં જમણી બાજુએ કૌશિક નામના ઘુવડનો અપશકુન રૂપ શબ્દ સંભળાયો. તે વખતે ક્ષેમિલ શકનજ્ઞાતાએ કહ્યું કે, આપણે જે પ્રકારના શકુનના શબ્દ સાંભળ્યા છે તેનાથી મારણાંતિક ઉપસર્ગ થશે. પણ આ મહર્ષિના પ્રભાવથી આપણે તે ઉપસર્ગમાંથી મુક્ત થઈશું. પછી તે નૌકા ચાલવા લાગી. એ વખતે સુદંષ્ટ્ર નાગકુમાર દેવે (બીજા મતે નાગકુમારરાજ) ભગવંતને નાવમાં રહેલા જોયા. તેને પૂર્વભવનું વૈર યાદ આવતા ક્રોધ ઉત્પન્ન થયો. તે (વિશાખ નંદીનો જીવ હતો જે મરીને કાળક્રમે) સિંહ થયેલો. જેને ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં ભગવંતના જીવે મારી નાંખ્યો હતો. તે જ સંસાર ભ્રમણ કરી હાલ સુદંષ્ટ્ર નામે નાગકુમાર થયો હતો. તેણે સંવર્તક વાયુ વિકુર્યો. જેના વડે તે નાવમાં અગાધ જળ ભરાવા લાગ્યું. કેમકે તે દેવ નાવને ડૂબાડી દેવા ઇચ્છતો હતો. આ તરફ કંબલ–શંબલ દેવનું આસન ચલિત થયું. તે કંબલ–શંબલ નાગકુમાર દેવો ત્યાં આવ્યા. આ કંબલ–શંબલ કોણ હતા? મથુરા નગરીમાં જિનદાસ વણિકુ એક શ્રાવક હતો. તેની પત્ની સાધુદાસી નામે શ્રાવિકા હતી. (આવશ્યક ચૂર્ણિમાં સાધુદાસી નામ છે. આવશ્યક વૃત્તિમાં સોમદાસી નામ છે.) તે બંને જીવ-અજીવ આદિના જ્ઞાતા અને ધર્મ પરિણત પરમ શ્રાવક હતા. તેઓને પાંચમાં પરિગ્રહ પરિમાણ વ્રત અંતર્ગત્ ચતુષ્પદ સંબંધિ પચ્ચક્ખાણ હોવાથી તેઓ ઢોર રાખતા ન હતા. તેઓ રોજ-રોજનું ગોરસ (દહીં-દૂધ) ખરીદતા. એક વખત આભીરણ ગોરસ લઈને આવી. તેણીને સાધુદાસી શ્રાવિકાએ કહ્યું, તારે બીજે ક્યાંય જવું નહીં. તું અહીં આવી ત્યારે હું ગોરસ ખરીદીશ. એ રીતે તેમને મૈત્રી બંધાઈ. આ પણ તેણીને ગંધપુટીવાસણ વગેરે આપતી અને તેમની મિત્રતા દઢ થતી ગઈ. કોઈ વખતે તે આભીરણના ગોપબાળકના વિવાહનો પ્રસંગ આવ્યો. ત્યારે તેણીએ આ બંનેને નિમંત્રણ આપ્યું. જિનદાસ અને સાધુદાસીએ કહ્યું કે, અમે કામમાં છીએ તેથી Page #296 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર–ભમહાવીરકથા ત્યાં આવવું શક્ય નથી. પણ જો તારે જરૂર હોય તો ભોજન માટેના વાસણ, કડછા, વસ્ત્ર, આભરણ, ધૂપ, પુષ્પ, ગંધ, માળા વગેરે વિવાહ ઉપયોગી જે કંઈ સામગ્રી જોઈતી હોય તે લઈ જજે. પછી વરવધૂ માટે ઘણી બધી સામગ્રી આપી. તેના કારણે વિવાહોત્સવ ઘણો શોભી ઉઠ્યો. લોકોએ પણ તેની ખૂબ પ્રશંસા કરી. આથી ખુશ થઈને તે આભીરણે ત્રણ–ત્રણ વર્ષના, બે હ્રષ્ટપુષ્ટ અને મનોહર વાછરડાં તે શ્રાવક યુગલને ભેટ આપવા માટે લાવ્યા. જેનું નામ કંબલ શંબલ હતું. જિનદાસ સાધુદાસી તે લેવા ઇચ્છતા ન હતા. તો પણ તે આભીરયુગલ પરાણે તેમને દ્વારે એ બે બળદને બાંધી ગયા. ૨૯૫ ત્યારે તે જિનદાસ શ્રાવકે વિચાર્યું કે, આ વાછડાંને છોડી મૂકીશ તો લોકો તેમની ખસી કરી ગાડા—હળ વગેરેમાં જોડીને દુઃખી કરશે. માટે ભલે મારે ઘેર જ રહ્યા. તે શ્રાવક બંને બળદોનું પ્રાસુક ઘાસ અને પાણી વડે પોષણ કરવા લાગ્યો. તે શ્રાવક આઠમ—ચૌદશ ઉપવાસ કરતો અને ધાર્મિક પુસ્તકનું વાંચન કરતો હતો. તે બંને બળદ પણ તે સાંભળીને ભદ્રિક પરિણામી થયા. ઉપશાંત, શાંત, સંજ્ઞાવાળા થયા. જે દિવસે શ્રાવક ન જમે (ઉપવાસ કરે તે દિવસે તે બળદો પણ જમતા ન હતા – ઉપવાસ કરતા હતા) ત્યારે તે શ્રાવકને એવો ભાવ થયો કે, આ બળદો ભવ્ય (ભવિજીવ છે) ઉપશાંત છે. હવે તો તે મારા સાધર્મિક બંધુઓ છે. તેને બળદો ઉપર વિશેષ સ્નેહ થયો. તે બંને બળદ પણ ઘણાં રૂપવંત–રમણીય થઈ ગયા. એક વખત તે શ્રાવકના મિત્રને ભંડી રવણ નામના યક્ષનો યાત્રા–ઉત્સવ આવ્યો. યુવાનો વાહનોની સ્પર્ધા કરતા હતા. તે મિત્ર પાસે તેવા પ્રકારના બળદો ન હતા. તેથી તે જિનદાસને પૂછ્યા વિના જ તે બળદોને ઉત્સવમાં દોડાવવા લઈ ગયો. આ બળદોએ તો જન્મથી ઘોંસરી જોઈ ન હતી. તેને સ્પર્ધામાં દોડાવ્યા ત્યારે તે સુકોમળ બળદના સાંધા તુટી ગયા. તે મિત્રએ તે બળદોને લાવીને જિનદાસના ઘેર પાછા બાંધી દીધા. ભોજન અવસરે જ્યારે તેને ઘાસ અને પાણી આપ્યા ત્યારે તે બળદોએ ન ઘાસ ખાધું ન પાણી પીધું. તે શ્રાવકે બળદોની આ સ્થિતિ જોઈને તેને ભક્ત-પચ્ચક્ખાણ કરાવ્યું. નમસ્કાર મંત્ર સંભળાવ્યો. તે બંને બળદો મૃત્યુ પામીને નાગકુમાર દેવપણે ઉત્પન્ન થયા. તુરંત ના ઉત્પન્ન થયેલા તે કંબલશંબલ દેવે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો ત્યારે તીર્થંકરને ઉપસર્ગ થતો જાણ્યો. તે બંને દેવે વિચાર્યું કે, બીજું બધું પછી, પહેલા ભગવંતને મુક્ત કરાવીએ તે બંને દેવ તુરંત ભગવંત પાસે આવ્યા. એક દેવે નાવનું રક્ષણ કર્યું. બીજા દેવે સુર્દષ્ટ્ર દેવ સાથે યુદ્ધ કર્યું. આ દેવો મહર્દિક હતા, તુરંતના ઉત્પન્ન થયેલા હતા. જ્યારે સુદંષ્ટ્રનો ચ્યવનકાળ નજીક આવ્યો હતો. તેથી સુદંષ્ટ્ર તે દેવો દ્વારા જલ્દી પરાજિત થયો. ત્યાર પછી કંબલ શંબલ નાગકુમાર દેવે તીર્થંકરનો મહિમા કર્યો. પ્રભુના સત્વ અને રૂપનું ગાન (સ્તુતિ) કરવા લાગ્યા. લોકોએ પણ ભગવંતની સ્તુતિ કરી. પછી ભગવંતે ગંગા પાર કરી. દેવોએ પણ સુગંધી જળ અને પુષ્પની વૃષ્ટિ કરી. બંને દેવો પોતાના સ્થાને ગયા. પછી ભગવંતે નદી કિનારે ઇર્યાપથિકી પ્રતિક્રમણ કર્યું. ત્યાંથી વિહાર કર્યો. તે વખતે જતાં એવા ભગવંતના પગનાં લક્ષણો નદીની નરમ રેતીમાં (પોચા કાદવમાં) અંકિત Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ આગમ કથાનુયોગ-૧ થઈ ગયા. ત્યાં પુષ્પ નામનો સામુદ્રિક હતો. તેણે આ લક્ષણો જોઈને વિચાર્યું કે, અહીંથી કોઈ ચક્રવર્તી એકલા ગયેલા છે. કેમકે આવા લક્ષણોવાળો ચક્રવર્તી જ હોય. હું જલ્દી જઈને તેને મળે. તે ભવિષ્યમાં મારા કલ્યાણને માટે થશે. તેની કુમારપણામાં જ હું સેવા કરું. ભગવંત પણ કૃણાક સંનિવેશના બહારના માર્ગમાં પ્રતિમા ધ્યાને રહેલા હતા. ત્યાં પહોંચીને ભગવંતને જોઈને તે પુષ્પ સામુદ્રિક આશ્ચર્યચકિત થઈ ગયો. આવા ઉત્તમ લક્ષણવાળા સાધુપણામાં ન હોઈ શકે. આ સમયે શક્રેન્દ્ર દેવરાજ અવધિજ્ઞાન વડે જોતો હતો કે, ભગવંત અત્યારે કયાં હશે ? ત્યારે ભગવંતને પ્રતિમા સ્થિત જોયા. પુષ્પ સામુદ્રિકને સામુદ્રિક શાસ્ત્ર પર થયેલી અશ્રદ્ધા જાણી. શક્રેન્દ્રએ આવીને ભગવંતને વંદન કર્યું. પછી પુષ્પ સામુદ્રિકને કહ્યું કે, અરે પુષ્પ ! શાસ્ત્ર ખોટું નથી પણ તું લક્ષણને બરાબર સમજ્યો નથી. આ તો અપરિમિત લક્ષણવાળા તીર્થકર છે. ત્યાર પછી શક્રેન્દ્રએ તેના અત્યંતર લક્ષણોનું વર્ણન કર્યું. જેવા કે, ગાયના દૂધ જેવું શ્વેત–ગૌર વર્ણ ભગવંતનું રૂધિર હોય છે ઇત્યાદિ. સામુદ્રિક શાસ્ત્ર ખોટું નથી. આ તો ચાર ગતિનો અંત કરનારા શ્રેષ્ઠ ધર્મચક્રવર્તી થશે. દેવેન્દ્ર અને નરેન્દ્રોથી પૂજિત થશે. ભવ્યજન રૂપી કુમુદને આનંદકારક થશે. ત્યારે પુષ્ય પણ ભગવંતને વંદન કરીને ચાલી નીકળ્યો. ૦ ભગવંતનું બીજું ચાતુર્માસ અને ગોશાળકનો ભેટો થવો : ભગવંત ધૃણાક સંનિવેશના બાહ્ય ભાગથી વિહાર કરીને રાજગૃહી પધાર્યા. ત્યાં નાલંદા નામના શાખાપુર (ઉપનગર)ની તંતુવાય શાળામાં એક ભાગમાં યથાપ્રતિરૂપ અવગ્રહની અનુજ્ઞા લઈ પહેલું માસક્ષમણ તપ અંગીકાર કરીને રહ્યા. બીજું ચાતુર્માસ ભગવંતે કર્યું. (ભગવતી સૂત્ર– ૩૯ તે કાળે, તે સમયે હે ગૌતમ! મેં દીક્ષા લઈને પહેલે વર્ષે અર્ધ માસક્ષમણ પંદર પંદર દિવસના ઉપવાસ કરી પહેલું ચોમાસું અસ્થિક ગ્રામ કર્યું. પછી બીજે વર્ષે માસ–માસક્ષમણ કરતો, ક્રમશઃ વિચરતો હું રાજગૃહ નગરીના નાલંદા પાડાની બહાર તંતુવાય શાળામાં આવ્યો. તેના યથા યોગ્ય ભાગમાં અવગ્રહ કરીને ચાતુર્માસ માટે રહ્યો. -૦- ( ગોશાલક સાથેનું સમગ્ર વૃત્તાંત આવશ્યક નિર્યુક્તિ, ચૂર્ણિ, વૃત્તિ અને ભગવતીસૂત્રમાં આવે છે. મહત્ત્વનો ફર્ક એ છે કે – ૧. આવશ્યકમાં આ વર્ણન ભગવંતના ચરિત્ર–કથારૂપે છે. ૨. ભગવતીજીમાં આ વાત ભગવંત સ્વમુખે ગૌતમને કહે છે. ૩. વર્ણનનું સ્વરૂપ ભગવતીજી અને આવશ્યકમાં ભિન્ન-ભિન્ન રૂપે છે. પણ પ્રધાન કથાસ્વરૂપ તો સમાન જ છે. –૦- અમે અહીં વર્ણનની પદ્ધતિ આવશ્યક મુજબ લીધી છે. કેમકે સમગ્ર ભમહાવીર કથાનક અહીં આવશ્યક આધારિત છે. પણ વર્ણનમાં ભગવતી સૂત્રની વિશેષતા સમાવી લીધી છે. તે કાળે, તે સમયે મંખલિ નામનો એક પંખ અર્થાત્ ચિત્રકળા જાણનાર એક ભિક્ષાચર હતો. તેને સુભદ્રા નામે સ્ત્રી હતી. શરવણ નામના સંનિવેશમાં ઘણી ગાયોવાળા કોઈ બ્રાહ્મણની ગોશાળામાં સુભદ્રાએ એક પુત્રને જન્મ આપ્યો. તે બાળક ગોશાળામાં Page #298 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્રભ૰મહાવીર—કથા જન્મ્યો. તેથી તેનું નામ ગોશાલક પડ્યું. આ ગોશાળો મોટો થયો. મંખશિલ્પનો તેણે અભ્યાસ કર્યો. તે એકાકી વિચરતો હતો. તે સમયે તે મંખલિપુત્ર ગોશાલક ચિત્રફલક હાથમાં લઈ મંખપનથી આજીવિકા ચલાવતો, ક્રમશઃ વિચરણ કરતો એક ગામથી બીજે ગામ જતો રાજગૃહ નગરના નાલંદા પાડાના બહારના ભાગમાં જ્યાં તંતુવાય શાળા હતી ત્યાં આવ્યો. તંતુવાય શાળાના એક ભાગમાં પોતાના ભાંડ—ઉપકરણ રાખ્યા. રાજગૃહ નગરમાં ઉચ્ચનીચ અને મધ્યમ કુલમાં ભિક્ષાટન કરતા. તેણે વર્ષાવાસ કરવા બીજું સ્થાન શોધવા ઘણો પ્રયત્ન કર્યો. પણ તેને બીજે કહીં નિવાસસ્થાન ન મળ્યું ત્યારે એ જ તંતુવાય શાળામાં જ્યાં ભગવંત મહાવીર રહેલા હતો, ત્યાં જ એક ભાગમાં રહ્યો. ૦–૦ પ્રથમ માસક્ષમણનું વિજય ગાથાપતિને ત્યાં પારણું પહેલા માસક્ષમણના પારણા માટે તંતુવાય શાળાથી નીકળી, નાલંદાના બહારના ભાગથી મધ્યભાગમાં થઈને પ્રભુ રાજગૃહીમાં પહોંચ્યા. ત્યાં ઊંચ, નીચ અને મધ્યમ કુળોમાં યાવત્ ભિક્ષાટન કરતા ભગવંતે વિજય ગાથાપતિના ઘરમાં પ્રવેશ કર્યો. તે સમયે વિજય ગાથાપતિ ભગવંતને આવતા જોઈ અતિ હર્ષિત અને સંતુષ્ટ થયો. તે જલ્દી પોતાના સિંહાસનથી ઊભો થયો, પાદપીઠ થકી નીચે ઉતર્યો. પછી તેણે પગમાંથી મોજળી કાઢી, એકસાટિક ઉત્તરાસંગ કર્યું. બંને હાથ જોડી સાત—આઠ કદમ પ્રભુની સન્મુખ આવ્યો. પ્રભુને ત્રણ વખત પ્રદક્ષિણા કરી વંદન–નમસ્કાર કર્યા. પછી તે એવો વિચાર કરી અત્યંત સંતુષ્ટ થયો કે, હું આજે ભગવંતને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ આહારથી પ્રતિલાભીશ તે વહોરાવતા પણ સંતુષ્ટ થઈ રહ્યો હતો. વહોરાવીને પણ સંતુષ્ટ થયો. તે વિજય ગાથાપતિએ તે દાનમાં દ્રવ્યશુદ્ધિથી, દાયકશુદ્ધિથી અને પાત્રશુદ્ધિને કારણે ત્રણ કરણ અને કૃત, કારિત અને અનુમોદનની શુદ્ધિપૂર્વક ભગવંતને વહોરાવ્યું હોવાથી તેણે દેવાયુનો બંધ કર્યો. સંસાર પરિમિત કર્યો. તે વખતે તેના ઘરે પાંચ દિવ્યો પ્રગટ થયા વસુધારાની વૃષ્ટિ, પંચવર્ણી ફૂલોની વૃષ્ટિ, વસ્ત્રની વૃષ્ટિ, દેવદુંદુભિનો નાદ અને આકાશમાં અહોદાનમ્ અહોદાનમ્ની ઘોષણા. તે સમયે રાજગૃહ નગરના શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, યાવત્ રાજમાર્ગો પર ઘણાં મનુષ્યો પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા યાવત્ પ્રરૂપણા કરવા લાગ્યા કે, હે દેવાનુપ્રિયો ! વિજય ગાથાપતિ ધન્ય છે. કૃતાર્થ છે, કૃતપુન્ય છે, કૃતલક્ષણ છે. તેના ઉભયલોક સાર્થક છે. વિજય ગાથાપતિનો મનુષ્ય જન્મ અને જીવનરૂપ ફળ સુલબ્ધ છે કે, જેના ઘરમાં તથારૂપ સૌમ્યરૂપ સાધુને પ્રતિલાભિત કરવાથી આ પાંચ દિવ્યો પ્રગટ થયા છે. ખરેખર વિજય ગાથાપતિ ધન્ય છે. કૃતાર્થ છે યાવત્ તેનો માનવ જન્મ અને જીવન સફળ છે, પ્રશંસનીય છે. ૨૯૭ તે અવસરે મંખલિપુત્ર ગોશાળાએ પણ ઘણાં લોકો પાસે આ વાત સાંભળી અને સમજી. તેના મનમાં પહેલા સંશય અને પછી કુતૂહલ ઉત્પન્ન થયું. તે વિજય ગાથાપતિને ઘેર ગયો. વરસેલી વસુધારા અને પાંચ વર્ણના ફૂલો પણ જોયા. તેણે ભગવંતને પણ વિજય ગાથાપતિના ઘરમાંથી બહાર નીકળતા જોયા. તે હર્ષિત થયો, સંતુષ્ટ થયો. પછી ભગવંતની પાસે આવીને તેણે ત્રણ વખત જમણી તરફથી પ્રદક્ષિણા આપી. વંદન નમસ્કાર Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ આગમ કથાનુયોગ-૧ કર્યા. પછી ભગવંતને કહ્યું. ભગવંત! તમે મારા ધર્માચાર્ય છો. હું આપનો ધર્મશિષ્ય છું. ભગવંતે મખલિપુત્ર ગોશાલકની તે વાતનો આદર ન કર્યો, સ્વીકાર ન કર્યો. મૌન રહ્યા. ૦–૦ ભગવંતનું બીજું માસક્ષમણ–આનંદ ગાથાપતિને ત્યાં પારણું : ભગવંત રાજગૃહ નગરથી નીકળ્યા. નાલંદા પાડાની મધ્યમાં થઈને બહાર નીકળી તે તંતુવાય શાળામાં આવ્યા. બીજું માસક્ષમણ તપ અંગીકાર કર્યું. (તપ પૂર્ણ થતાં) ભગવંત નાલંદાના બહારના ભાગથી મધ્ય ભાગમાં થઈને રાજગૃહ નગરમાં યાવત્ ભિક્ષાર્થે અટન કરતા કરતા આનંદ ગાથાપતિને ઘેર પ્રવેશ કર્યો. ( ભગવતીજી અને આવશ્યકમાં આનંદ નામ છે. કલ્પસૂત્ર વૃત્તિ-ખેમશાહીમાં નંદ લખ્યું છે) આનંદ ગાથાપતિએ ભગવંતને આવતા જોયા. શેષ સર્વ કથન વિજય ગાથાપતિ અનુસાર જાણવું. ફર્ક માત્ર એટલો કે, આનંદ ગાથાપતિએ વિચાર્યું કે, હું વિપુલ ખંડ–ખાદ્યાદિ ભોજન સામગ્રી વડે પ્રતિલાલીશ. એમ વિચારી યાવત્ વિજય ગાથાપતિની માફક સંતુષ્ટ થયો. ૦–૦ ભગવંતનું ત્રીજું માસક્ષમણ-સુનંદ ગાથાપતિને ત્યાં પારણું - ભગવંતે ત્રીજા માસક્ષમણને સ્વીકાર કરીને રહ્યા. યાવત્ ત્રીજા માસક્ષમણને પારણે સુનંદ ગાથાપતિના ઘેર પ્રવેશ કર્યો. ભગવંતને પ્રવેશ કરતા એવા જેવા સુનંદ ગાથાપતિએ જોયા, ઇત્યાદિ સર્વ કથન વિજય ગાથાપતિ સમાન જાણવું. ફર્ક માત્ર એટલો કે સુનંદ ગાથાપતિએ સર્વકામગુણિત ભોજનથી પ્રતિલાભિત કર્યા. (શેષ કથન "વિજય ગાથાપતિના પ્રસંગ અનુસાર જાણવું) ૦–૦ ભગવંતનું ચોથું માસક્ષમણ–બહુલ બ્રાહ્મણને ત્યાં પારણું : (ભગવંતના ત્રણ માસક્ષમણના પારણાં રાજગૃહીમાં ઉપર મુજબ થયા) ત્યાર પછી ભગવંત ચોથા માસક્ષમણને સ્વીકારીને રહ્યા. કાર્તિક પૂર્ણિમાને દિવસે ગોશાળાએ પૂછ્યું, આજે મને શું ભોજન મળશે? (પ્રભુ વતી) સિદ્ધાર્થે જવાબ આપ્યો, કોદરાના વાસી તાંદુલ ખાટી છાશ અને દક્ષિણામાં ખોટો રૂપિયો તને મળશે. ત્યારે ગોશાળો આખી નગરીમાં સર્વ આદરપૂર્વક ગયો. શ્રેષ્ઠીના ભવનોમાં પણ ફર્યો, પણ તેને કશી ભિક્ષા મળી નહીં. એ રીતે સાંજ પડવા આવી ત્યારે એક કારીગરે તેને વાસી તાંદુલ અને છાશ આપ્યા, તેનું ભોજન કર્યું. દક્ષિણામાં એક રૂપિયો આપ્યો. તેણે રૂપિયાની પરીક્ષા કરાવી પણ તે ખોટો હતો. ત્યારે તે બોલ્યો, “જે બનવાનું હોય તે બનીને જ રહે છે. અન્યથા થતું નથી” લજ્જિત થયેલો તે પાછો આવ્યો. ભગવંતને જ્યારે ચોથા માસક્ષમણનું પારણું હતું ત્યારે નાલંદાથી નીકળ્યા. (ચોમાસુ પુરું થયું હોવાથી) નાલંદાથી વિહાર કરતા,થોડે દૂર આવેલા કોલ્લાગ સંનિવેશમાં પધાર્યા. ત્યાં બહુલ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે ઘણો ઋદ્ધિમાનું અને અપરિભૂત હતો. ઋગ્વદ આદિમાં નિપુણ હતો. કાર્તિક ચૌમાસી (અનંતર) પ્રતિપદાને દિવસે પ્રચુર ઘી–ખાંડ આદિથી યુક્ત પરમાત્ર (ખીર)થી તેણે બ્રાહ્મણોને જમાડ્યા, આચમન કરાવ્યું. તે વખતે ભગવંત ઉચ્ચ, નીચ, મધ્યમ કુળોમાં ભિક્ષાર્થે પર્યટન કરતા-કરતા બહુલ બ્રાહ્મણના ઘરમાં પ્રવેશ કર્યો. તે સમયે બહુલ બ્રાહ્મણે ભગવંતને આવતા જોઈને – યાવત્ – હું ઘી–ખાંડથી Page #300 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્રભ૦મહાવીર–કથા ૨૯૯ સંયુક્ત પરમાત્ર (ખીર) વડે ભગવંતને પ્રતિલાભિત કરીશ એવો વિચાર કર્યો. ઘીખાંડયુક્ત પરમાન્ન વહોરાવ્યું યાવત્ વહોરાવતા પૂર્વે–વહોરાવતી વેળાએ વહોરાવ્યા પછી પણ તે ઘણો સંતુષ્ટ થયો. યાવતું ત્યાં પંચદિવ્યો પ્રગટ થયા. યાવતું બહુલ બ્રાહ્મણનો મનુષ્ય જન્મ અને જીવન ફળ પ્રશંસનીય છે ઇત્યાદિ પ્રશંસા કરવા લાગ્યા. તે વખતે ગોશાળાએ તંતુવાય શાળામાં ભગવંતને ન જોયા. રાજગૃહ નગરની અંદર કે બહાર પણ બધી જગ્યાએ ભગવંતને શોધવા પ્રયત્ન કર્યો. પણ જ્યાંય ભગવંતની કૃતિ, યુતિ કે પ્રવૃત્તિ ન જાણી ત્યારે પાછો તંતવાય શાળામાં ચાલ્યો ગયો. તેને પોતાના ઉપકરણાદિ પર ધિક્કાર છુટ્યો. ત્યાં તેણે તેની શાટિકા, પાટિકા, કુંડિકા, ઉપાનહ અને ચિત્રપટ આદિ બધું જ બ્રાહ્મણોને આપી દીધું. પછી દાઢી-મૂછ સહિત મુંડન કરાવ્યું. ત્યાર પછી તંતુવાય શાળાની બહાર નીકળ્યો અને નાલંદાના બહારના ભાગથી મધ્યમાં થઈને કોલ્લાગ સંનિવેશમાં આવ્યો. તે સમયે કોલ્લાગ સંનિવેશની બહાર ઘણાં લોકો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહી રહ્યા હતા યાવતુ પ્રરૂપણા કરતા હતા. હે દેવાનુપ્રિયો ! બહુલ બ્રાહ્મણ ધન્ય છે – યાવત્ – બહુલ બ્રાહ્મણનો માનવજન્મ અને જીવનરૂપ ફળ પ્રશંસનીય છે. તે સમયે ઘણાં લોકો પાસે આ વાત સાંભળીને અને અવધારીને તે મખલિપુત્ર ગોશાલકના હૃદયમાં આવા પ્રકારનો અધ્યવસાય યાવત્ સંકલ્પ સમુત્પન્ન થયો. મારા ધર્માચાર્ય અને ધર્મોપદેશક શ્રમણ ભગવંત મહાવીરને જેવી ઋદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ ઉપલબ્ધ—પ્રાપ્ત અને અભિસમન્વાગત થયા છે, તેવી ઋદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમ આદિ અન્ય કોઈપણ તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણને ઉપલબ્ધ—પ્રાપ્ત અને અભિસમન્વાગત થયા નથી. તેથી નિઃસંદેહ મારા ધર્માચાર્ય ધર્મોપદેશ શ્રમણ ભગવંત મહાવીર અવશ્ય અહીં હશે. એમ વિચારી ને કોલ્લાગ સંનિવેશની અંદરબહાર સર્વત્ર મારી શોધ કરવા લાગ્યો. સર્વત્ર શોધ કરતા તેને કોલ્લાગ સંનિવેશના બહારના ભાગની મનોજ્ઞ ભૂમિમાં મારી સાથે મિલન થયું. તે વખતે ગોશાલકે પ્રસન્ન અને સંતુષ્ટ થઈને ભગવંતને ત્રણ વખત જમણી તરફથી પ્રદક્ષિણા કરી યાવત્ વંદન-નમસ્કાર કર્યા. (આ પ્રમાણે પૂર્વે ત્રણ માસક્ષમણના પારણે ગોશાળાએ કરેલું હતું.) પછી તેણે આ પ્રમાણે કહ્યું કે, ભગવંત ! તમે મારા ધર્માચાર્ય છો અને હું તમારો શિષ્ય છું. (ભગવતી સૂત્ર-૬૩લ્માં જણાવે છે કે, આ વખતે (ચોથીવાર આવી વિનંતી કરી ત્યારે) મખલિ પુત્ર ગોશાલકની આ વાત ભગવંતે સ્વીકારી. (આવશ્યક ચૂર્ણિમાં આપેલ આવ.નિયુક્તિ–૪૭૪માં સા હું વાહિં તુ' પાઠ છે. આવશ્યક વૃત્તિમાં–નિર્યુક્તિ ૪૭૪માં સાન ફટ્ટ વ્ય' પાઠ છે. આવશ્યક નિર્યુક્તિ અવચૂર્ણિમાં આ જ પાઠ છે. ત્યાં અવમૂર્ણિમાં જણાવે છે કે- ત્યારે ગોશાળો બોલ્યો કે, “હે ભગવંત ! મને તમારી પ્રવજ્યા હો–થાઓ" કલ્પસૂત્ર વૃત્તિમાં પણ જણાવે છે કે- હવેથી મને આપની દીક્ષા હો, હે સ્વામી ! મને શિષ્ય તરીકે સ્વીકારો) ત્યારપછી ભગવંત મંખલિપુત્ર ગોશાળાની સાથે તે પ્રણિત ભૂમિમાં છ વર્ષ સુધી લાભ–અલાભ, સુખ–દુઃખ, સત્કાર-અસત્કારનો અનુભવ કરતા અનિત્યતાજાગરિકા કરતા વિહાર કરતા રહ્યા. તે આ પ્રમાણે– Page #301 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ આગમ કથાનુયોગ-૧ ત્યારપછી ભગવંત ગોશાળાની સાથે સુવર્ણખલ નામના ગામ તરફ ચાલ્યા. માર્ગમાં કેટલાંક ગોવાળ ગાયનું દૂધ લઈને મોટી હાંડલીમાં નવા-તાજા ચોખા લઈ ખીર રાંધતા હતા. ત્યારે ગોશાળો બોલ્યો ભગવંત! ચાલો આપણે અહીં ખીર ખાઈને જઈએ. સિદ્ધાર્થ વ્યંતરે કહ્યું કે, આ ખીર પાકવાની જ નથી. આ હાંડલી ફૂટી જવાની છે. ત્યારે ગોશાળાને શ્રદ્ધા ન થઈ. તેણે ગોવાળોને કહ્યું કે, આ દેવાર્ય અતીત–અનાગતના જ્ઞાતા છે. તે કહે છે કે, આ હાંડલી ફૂટી જવાની છે. તેથી પ્રયત્નપૂર્વક તેનું રક્ષણ કરો.ત્યારે ખીર રાંધતી વખતે ગોવાળોએ તેનું રક્ષણ કરવા ખૂબ સાવચેતી રાખી વંશાદિથી તે હાંડલીને બાંધી દીધી. તેઓએ ઘણાં ચોખા નાખેલા. ચોખા ફૂલવાથી હાંડલી ફૂટી ગઈ. પછી ગોવાળો જે કંઈ લાવ્યા હતા તે જમી લીધું. ગોશાળાને કંઈ મળ્યું નહીં. ત્યારે તેની નિયતિવાદની ધારણા દૃઢ થી કે, “હું માગૅ તત્ પતિ વ” જે થવાનું હોય તે થાય જ છે. ભગવંત (સુવર્ણખલથી વિહાર કરી) બ્રાહ્મણ ગામ પહોંચ્યા. ત્યાં નંદ-ઉપનંદ બે ભાઈઓ હતા. તે ગામમાં બે પાડા (પાટક) હતો. એક નંદનો પાટક (પાડો) અને બીજો ઉપનંદનો પાટક (પાડો). ભગવંત ભિક્ષાર્થે નંદના પાડામાં પ્રવેશ્યા. નંદના ઘેર ગયા. નંદે પઠુષિત ભોજન (અન્ન) વહોરાવ્યું. ગોશાળો ઉપનંદના પાડામાં ઉપનંદને ઘેર ગયો. તેણે ભિક્ષા માંગી. પણ ભોજન તૈયાર ન હોવાથી દાસી ઠંડા ભાત લઈને આવી. ગોશાળાએ એવી ભિક્ષા લેવાની ના પાડી. ઉપનંદે ક્રોધથી કહ્યું, હે દાસી ! જો તે ભિક્ષા ન લેતો હોય તો તેના માથા ઉપર ફેંકી દે. દાસીએ તે ચોખા ગોશાળા ઉપર ફેંક્યા. ત્યારે ગોશાળો ગુસ્સે થઈને બોલ્યો કે, જો મારા ધર્માચાર્યનું તપ તેજ હોય તો આનું ઘર બળી જાઓ. ત્યારે નજીકમાં રહેલા કોઈ વાણવ્યંતરે “ભગવંત જૂઠા ન પડે' તેમ વિચારી તેણે ઉપનંદનું ઘર બાળી નાખ્યું. ૦ ભગવંતનું ત્રીજું ચાતુર્માસ–ચંપાનગરીમાં : ત્યાંથી ભગવંત ચંપાનગરી ગયા. (ગોશાળો પણ સાથે જ હતો.) ભગવંતે ત્યાં ત્રીજુ ચાતુર્માસ વિતાવ્યું. તે ચોમાસામાં બેમાસી તપનો આરંભ કર્યો (સાઈઠ ઉપવાસ કર્યા), ચારે માસ વિચિત્ર, વિવિધ પ્રકારના તપ, સ્થાનાદિ વડે કાયોત્સર્ગ પ્રતિમાદિ, ઉત્કટુક આસન આદિ ઉગ્ર તપ કર્યા. બે માસી તપનું પ્રથમ પારણું ચંપામાં થયું. બીજા બે માસી તપ ચંપાનગરી બહાર કરી, કાલાયસંનિવેશ પધાર્યા. ત્યાં એક શૂન્યગૃહમાં ભગવંત પ્રતિમા ધ્યાને (કાયોત્સર્ગમાં) સ્થિત રહ્યા. ગોશાળા તેના દ્વારપથે આવવાના માર્ગમાં રહ્યો. તે કાલાયસંનિવેશમાં સિંહ નામનો ગ્રામકૂટ પુત્ર (ગામના મુખીનો પુત્ર) હતો. તે વિદ્યુમ્નતિ દાસીની સાથે તે શૂન્યગૃહમાં પ્રવેશ્યો. ત્યારે તેણે મોટે અવાજે કહ્યું, અહીં જે કોઈ શ્રમણ, બ્રાહ્મણ, પથિક અથવા અન્ય કોઈ પણ રહ્યું હોય, સાધના કરતા હોય તે બીજે ચાલ્યા જાઓ. ભગવંત મૌનપણે રહ્યા. ગોશાળો પણ મૌન રહ્યો. ગ્રામકૂટ પુત્ર અને દાસી રતિક્રીડા કરી ત્યાંથી નીકળતા હતા ત્યારે ગોશાળાએ તે દાસીનો સ્પર્શ કર્યો.દાસી બોલી અહીં કોઈ છે. આ પૂર્વે આપણને અનાચાર કરતા જોયા છે. સિંહમુખીપુત્રએ તેની Page #302 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૩૦૧ - - પાસે જઈને ખૂબ માર માર્યો. ત્યાર પછી ગોશાળાએ ભગવંતને કહ્યું, મને એકલાને આટલો બધો માર માર્યો, છતાં આપે તેને કેમ વાર્યો નહીં. (ભગવંત વતી) સિદ્ધાર્થે ઉત્તર આપ્યો, તું તારું ચરિત્ર કેમ ગોપવતો નથી? હું શા માટે માર ખાઉ? તું શા માટે અંદર ન રહ્યો? (તારે ગંભીરતા રાખવી જોઈએને ?). ત્યાંથી નીકળી ભગવંત પત્તકાલાય (પાલાત્રક) સંનિવેશમાં ગયા. ત્યાં પણ તે જ રીતે શૂન્યગૃહમાં રહ્યા. ત્યાં સ્કંદન નામનો ગામમુખિપુત્ર હતો. તે પોતાની દાસી દંતિલિકા સાથે લાપૂર્વક (છુપાતો) તે જ શૂન્યગૃહમાં આવ્યો. (આવશ્યક નિર્યુક્તિ, ચૂર્ણિ તથા વૃત્તિમાં દંતિલિકા નામ છે. કલ્પસૂત્ર વૃત્તિકાર અહીં સ્કંદિલા નામ લખે છે.) ગોશાળો તે દિવસે ભયથી અંદર એક ખૂણામાં ઊભો રહ્યો. સ્કંદક અને દંતિલિકાએ પણ સિંહ અને વિદ્યુત્પતિ જેવો જ પ્રશ્ન કર્યો. ભગવંત અને ગોશાળો મૌન જ રહ્યા. પણ જ્યારે રતિક્રીડા કરીને તેઓ નીકળ્યા ત્યારે ગોશાળાએ હાંસી–મશ્કરી કરી. ત્યારે પહેલાંની માફક જ તેણે માર ખાધો. ત્યારે ભગવંત પ્રત્યે જુગુપ્સા ભાવથી બોલયો, હું માર ખાઉ , તમે રોકતા કેમ નથી? શું હું તમારે અળખામણો છું ? સિદ્ધાર્થવ્યંતરે કહ્યું, તું તારી પોતાની ભૂલથી માર ખાય છે. તું તારું માથું ઠેકાણે કેમ નથી રાખતો ? ત્યાંથી ભગવંત કુમારક સંનિવેશ પધાર્યા. ત્યાં ચંપક રમણીય ઉદ્યાનમાં કાયોત્સર્ગ પ્રતિમા ધારણ કરીને રહ્યા. એ સમયે પાર્થપ્રભુના સંતાનીય શિષ્ય મુનિચંદ્ર નામના બહુશ્રુત સ્થવિર પોતાના ઘણાં શિષ્ય પરિવાર સાથે તે જ સંનિવેશમાં કૂપનક (કુવણય) નામના કુંભારની શાળામાં બિરાજતા હતા. તેઓ શિષ્યને ગચ્છ સોંપીને જિનકલ્પ પ્રતિમાની સાધના કરતા હતા. તેઓ સત્વભાવના વડે આત્માને ભાવિત કરતા વિચારતા હતા. તપ, સત્ત્વ, સૂત્ર, એકત્વ અને બળ એ પાંચ વડે તેઓ જિનકલ્પની તુલના કરી રહ્યા હતા. તેઓ સત્ત્વ ભાવના વડે આત્માને ભાવિત કરતા હતા. ૧. ઉપાશ્રયે, ૨. બહાર, ૩. ચતુષ્કમાં, ૪. શૂન્યગૃહમાં અને ૫. સ્મશાનમાં. એમ પાંચ ભાવનામાં તેઓ બીજી ભાવના વડે ભાવિત કરતા હતા. ગોશાળાએ સ્વામીને કહ્યું. ગૌચરીનો અવસર થયો છે. ચાલો જઈએ. સિદ્ધાર્થ વ્યંતરે ઉત્તર આપ્યો, “અમારે ઉપવાસ છે.” પછી ગોશાળો નીકળ્યો. તેણે પાર્થપ્રભુના શિષ્યોને જોયા. પૂછ્યું કે, તમે કોણ છો ? તેઓ બોલ્યા, અમે શ્રમણ નિર્ચન્હો છીએ. ગોશાળો બોલ્યા, તમે કેવા નિર્ગસ્થ છો ? આવા સુંદર વસ્ત્રાદિ રાખો છો છતાં કહો છો કે, નિર્ગસ્થ છો ! અરે ! તમે ક્યાં અને મારા ધર્માચાર્ય ક્યાં? ત્યારે પાર્થાપત્ય શ્રમણોએ કહ્યું કે, જેવો તું છે તેવા જ તારા ધર્માચાર્ય પણ સ્વયંગૃહિત લિંગ હશે ? આવા વચનો સાંભળી ગોશાળાને ક્રોધ ચડ્યો અને તેણે શાપ દીધો કે, જો મારા ધર્માચાર્યનું તપ-ત્તેજ હોય તો તમારું આ આશ્રય સ્થાન બળી જાઓ. ત્યારે તે સાધુઓએ કહ્યું કે, તારા કહેવાથી અમારું કંઈ બળવાનું નથી. ત્યારે તેણે ભગવંતને જઈને કહ્યું, હમણાં મેં આરંભ અને પરિગ્રહ યુક્ત એવા શ્રમણો જોયા. ઇત્યાદિ સર્વ વૃત્તાંત જણાવ્યો. ત્યારે (ભગવંત વતી) સિદ્ધાર્થ વ્યંતરે કહ્યું, અરે ! મૂર્ખ, તે પાર્શ્વનાથ ભગવંતના સાધુઓ છે, તે સાધુ કે તેનું સ્થાન શાપથી ન બળે. ત્યાર પછી Page #303 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ રાત્રિ થઈ. તે મુનિચંદ્ર આચાર્ય ઉપાશ્રયની બહાર જિનકલ્પની તુલના કરતા પ્રતિમા ધ્યાને રહેલા હતા. તે કૂપનક કુંભાર તે દિવસે મદિરા પીને ઉન્મત્ત થઈને વિકાલે આવ્યો. જેવા તેણે મુનિચંદ્ર આચાર્યને જોયા, તેવું તેને લાગ્યું કે, આ ચોર છે. તે કુંભારે આચાર્યને ગળેથી પકડી, તેમને શ્વાસ રહિત કરી દીધા. તો પણ તેઓ શુભ ધ્યાનથી ચલિત ન થયા. (વેદનાને સહન કરતા) તેમને તે જ વખતે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, તે વખતે જ તેમનું આયુ પૂર્ણ થતાં દેવલોકે ગયા. ૩૦૨ (ઉક્ત અભિપ્રાય આવશ્યક વૃત્તિનો છે. આવશ્યક ચૂર્ણિ−૧-પૃ. ૨૮૬ ઉપર એવું જણાવેલ છે કે, તે વખતે મુનિચંદ્ર આચાર્યને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ વખતે આયુનો ક્ષય થતાં સિદ્ધ થયા) ત્યારે ત્યાં આસપાસમાં રહેલા વ્યંતર દેવોએ તેમનો મહિમા કર્યો. તે વખતે ગોશાલકે બહાર ઊભા—ઊભા દેવોને નીચે ઉતરતા અને ઊંચે જતા જોયા. તેનો પ્રકાશ જોઈને ગોશાલકને લાગ્યું કે, આ તેમનું આશ્રયસ્થાન (ઉપાશ્રય) બળી રહ્યો છે. તેણે ભગવંતને કહ્યું કે, જુઓ આપના પ્રત્યેનીકોનો ઉપાશ્રય સળગી રહ્યો છે. ત્યારે સિદ્ધાર્થે સત્ય સમજાવ્યું કે, તેઓનો ઉપાશ્રય નથી બળતો પણ તેઓના આચાર્યને અવધિજ્ઞાન (કેવળજ્ઞાન) ઉત્પન્ન થયું છે તેમનું આયુષ્ય પૂર્ણ થતાં દેવલોકે (મોક્ષે) ગયા છે. તેથી ત્યાં રહેલા વ્યંતર દેવો તેનો મહિમા કરી રહ્યા છે. તેથી ગોશાળાને થયું કે, હું ત્યાં જઉં અને જોઉં. પછી ગોશાલક તે પ્રદેશમાં ગયો. જેવા દેવો મહિમા કરીને પાછા ગયા, ત્યારે ત્યાંની ગંધોદક વર્ષા, પુષ્પવર્ષા જોઈને અધિક હર્ષિત થયો. પછી સુતા એવા સાધુને જગાડીને કહ્યું કે, અરે ! તમે જાણતા નથી. અહીંથી મુંડકા ગયા. આચાર્ય કાળધર્મ પામ્યા તે પણ તમે જાણતા નથી. આખી રાત સુતા રહ્યા. ત્યારે સાધુઓને થયું કે, પિશાચ રાત્રે પણ ચાલે છે. તેથી સાધુ પણ તે વાતથી ઉઠી ગયા. આચાર્ય પાસે ગયા. જેવા તેમને કાલધર્મ પામેલા જોયા કે તેમને અધૃતિ થઈ. અમને ખબર પણ ન પડી કે આચાર્ય એ કાળ કર્યો છે. ગોશાલક પણ તિરસ્કાર કરીને ગયો. ત્યાર પછી ભગવંત ચોરાક સન્નિવેશ ગયા. ગોશાળો પણ સાથે હતો. ત્યાં કોટવાળે ભગવંત તથા ગોશાળાને છૂપી બાતમી લઈ જનારા જાસુસ સમજી કુવામાં ફેંકી દીધા. ફરી પાછા કાઢ્યા. તે વખતે ઉત્પલ નિમિત્તકની બે બહેનો સોમા અને જયંતિ કે જેમણે પાર્શ્વપ્રભુના શાસનમાં દીક્ષા લીધેલી, પણ સંયમ પાલન કરવા સમર્થ ન હોવાથી તેણી બંનેએ પરિવ્રાજકત્વ અંગીકાર કરેલ. તે બંનેએ સાંભળ્યું કે, આ રીતે કોઈ બે જણને કોટવાળે હેડમાં નાંખ્યા છે. તે બંને જાણતી હતી કે, છેલ્લા તીર્થંકરે દીક્ષા લઈ લીધી છે. ત્યાં જઈને ભગવંતને ઓળખ્યા. તુરંત તેમને મુક્ત કરાવ્યા. કોટવાલને કહ્યું, અરે મુર્ખે ! શું તમે મરવાને ઈચ્છો છો. જાણતા નથી આ સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાવીર છે. કોટવાલે પણ ભયભીત થઈને ક્ષમાયાચના કરી. . ૦ ભગવંતનું ચોથું ચાતુર્માસ—પૃષ્ઠચંપાનગરીમાં : ત્યાર પછી ભગવંત પૃષ્ઠ ચંપાનગરીએ પધાર્યા. ત્યાં ચોથું ચોમાસું કર્યું. ભગવંતે ત્યાં ચાર મહિનાના ઉપવાસ કર્યા. વિચિત્ર–વિવિધ પ્રકારના તપ, કાયોત્સર્ગાદિ પૂર્વક તપશ્ચર્યા કરી. પૃષ્ઠચંપા નગરીની બહાર પારણું કર્યું. ત્યાંથી વિહાર કરી ભગવંત કયંગલા Page #304 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૩૦૩ નગરી પધાર્યા. ત્યાં દરિદ્રયેર નામનો પાખંડી આરંભ, પરિગ્રહ અને મહિલા સહિત રહેતો હતો. તેની વાટિકા મધ્યે એક દેવકુલ હતું. ત્યાં ભગવંત પ્રતિમાધ્યાને રહ્યા. તે દિવસે કડકડતી ઠંડી પડી રહી હતી. તો પણ ભગવંત ઠંડીની પરવા કર્યા વિના રાતભરમાં ધ્યાનસ્થ રહ્યા. ત્યાં દેવકુલમાં તે દિવસે જાગરણ હતું. સ્ત્રી-પુરુષો એકઠાં થઈને નૃત્યગાન કરી રહ્યા હતા. ત્યારે ગોશાળાએ (તેમની મજાક કરતાં કહ્યું કે, આનું નામ જ પાખંડી કહેવાય. જે સ્ત્રીઓ સહિત આરંભપૂર્વક બધાં એકઠા થઈને ગાન અને વાદન કરી રહ્યા છે. ત્યારે તે લોકોએ ગોશાલકને પકડીને બહાર ફેંકી દીધો. ગોશાલક ત્યાં મહામાસની એ બલી ઠંડીમાં ધ્રુજવા લાગ્યો. પાખંડીઓને દયા આવવાથી ફરી તેને દેવકુલમાં લઈ આવ્યા. ફરી ગોશાલકે અવળવાણી કરી, ફરી બહાર કાઢયો. ફરી અંદર લાવ્યા. એ રીતે ત્રણ વખત ગોશાલકને બહાર ફેંકી દીધો અને દયા આવવાથી પાછો દેવકુલમાં લાવ્યા. ત્યારે ગોશાલક બોલ્યો કે, અમે સ્પષ્ટ (સત્ય) બોલીએ છીએ તો બહાર કાઢી મુકવામાં આવીએ છીએ. તે વખતે કોઈએ કહ્યું કે, આ દેવાર્ય (ભગવંત)નો કોઈ પીઠમર્દિક કે છત્રધારક લાગે છે. ત્યારે તે મૌન ધરીને ઊભો રહ્યો. પછી તેની વાત સાંભળી ન સાંભળી કરી ખૂબ જોરથી વાજાં વગાડ્યા. ત્યારપછી ભગવંત શ્રાવસ્તી નગરી પધાર્યા. નગરીની બહાર જ પ્રતિમા ધ્યાને રહ્યા. ભિક્ષાર્થે જવા નીકળતા ગોશાલકે ભગવંતને કહ્યું કે, આપ પધારો છો ? (ભગવંત વતી) સિદ્ધાર્થે કહ્યું, આજે અમારે ઉપવાસ છે. ગોસાલકે પૂછ્યું, આજે મને કેવો આહાર મળશે ? સિદ્ધાર્થે કહ્યું, આજે તું મનુષ્યનું માંસ ખાઈશ. તેણે કહ્યું, તો હું આજે એવા સ્થાને ભોજન કરીશ, જ્યાં માંસનો સંભવ જ ન હોય, પછી મનુષ્ય માંસનો તો સંભવ જ કયાંથી થશે ? તે ભિક્ષાર્થે નીકળ્યો. તે શ્રાવસ્તી નગરીમાં પિતૃદત્ત નામનો ગાથાપતિ હતો. તેને શ્રીભદ્રા નામે પત્ની હતી. તે નિંદ હતી. નિંદ્ર એટલે તેને મૃત બાળકો જ અવતરતા. તેણે શિવદત્ત નામના નૈમિત્તિકને પૂછ્યું, મારા પુત્ર કઈ રીતે જીવે ? નિમિત્તકે જણાવ્યું, જ્યારે તને મૃત સંતાન જન્મે ત્યારે તે મૃત સંતાનનું માંસ રાંધીને દૂધપાક સાથે કોઈ સારા તપસ્વીને આપજે. પણ પછી ઘરનું દ્વાર બીજી તરફ કરી નાંખજે. જેથી તેને જાણ ન થાય. નહીં તો તે ઘરને બાળી દેશે. એમ કરવાથી તને જીવિત બાળક અવતરશે. – શ્રી ભદ્રાએ તે પ્રમાણે કર્યું. ગોશાલક પણ ભિક્ષા અટન કરતો તેના ઘેર પ્રવેશ્યો. તેને તે દૂધપાક, ઘી–ખાંડ વગેરે ભેળવી સંસ્કારીને આપ્યો. ગોશાળાએ વિચાર્યું કે, અહીં માંસ કઈ રીતે હોઈ શકે? જેવો ગોશાલક ગયો કે, પેલી સ્ત્રીએ તુરંત ઘરનું કાર ફેરવી નાંખ્યું. ગોશાલકે સંતોષપૂર્વક તે દૂધપાક ખાધો. જઈને ભગવંત પાસે બધી વાત જણાવી. ત્યારે (પ્રભુ વતી) સિદ્ધાર્થ વ્યંતરે દૂધપાક સંબંધિ સત્ય હકીકત જણાવી કહ્યું, જો તને વિશ્વાસ ન હોય તો વમન કર. ગોશાળાએ મુખમાં આંગળી નાખી વમન કર્યું તો નખ, બાળકના માંસના ટુકડા આદિ જોયા. ત્યારે ક્રોધિત થઈ તેણીના ઘરે ગયો. પણ ઘરનું દ્વાર ફરી ગયું હોવાથી ગોશાલકને ઘર ન મળ્યું. શોધખોળ કરવા છતાં ભાળ ન મળી ત્યારે બોલ્યો કે, મારા ધર્માચાર્યનું જો તપ તેજ હોય તો આ ઘર બળી જાઓ. Page #305 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ નિકટમાં રહેલા વ્યંતરોએ “પ્રભુનું માહાત્મ્ય અન્યથા ન થાઓ'' તેમ વિચારી આખા પાડાને (પોળને) બાળી નાંખી. ૩૦૪ ત્યારપછી ભગવંત હલિદુગ (હરિદ્રક) નામના ગામે ગયા. ત્યાં અતિ વિરાટ હરિદ્રકનું વૃક્ષ હતું. શ્રાવસ્તિ નગરીથી નીકળી હલિદુગ ગામમાં જતો જનપદ કે સાર્થનિવેશ ત્યાં વસતો. ભગવંત તે વિરાટ વૃક્ષ નીચે પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં રાતવાસો કરનારા મુસાફરોએ ઠંડીને લીધે રાત્રે અગ્નિ સળગાવ્યો. ઉઘડતા પ્રભાતે તેઓ અગ્નિ ઓલવ્યા વિના જ નીકળી ગયા. અગ્નિ ફેલાતા—ફેલાતા ભગવંતની નજીક સુધી આવી ગયો. ભગવંતને પરિતાપવા લાગ્યો. ગોશાલકે કહ્યું, ભગવંત ! ભાગો, આ અગ્નિ આવી રહ્યો છે. ભગવંતના પગ બળવા લાગ્યા. ગોશાળો ત્યાંથી નાસી ગયો. પણ ભગવંત ધ્યાનથી વિચલિત ન થયા. ત્યાંથી ભગવંત નંગલા નામના ગામે પધાર્યા. ત્યાં વાસુદેવના મંદિરમાં પ્રભુ પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં ગોશાળો પણ રહ્યો. ત્યાં બાળકો રમતા હતા. ત્યાં કાંદર્ષિક ગોશાળો તે બાળકોને આંખોના વિકારો કરી બીવડાવવા લાગ્યો. ભયભીત બાળકો દોડતા પડવા લાગ્યા, તેમના ઘુંટણો છોલાઈ ગયા. કેટલાંક ખોડંગાતા ચાલવા લાગ્યા. પછી તેમના માતા–પિતાએ ત્યાં આવીને ગોશાળાને ઘણો માર માર્યો. પછી બોલ્યા કે, દેવાર્યનો આ દાસ સખણો રહેતો નથી. ત્યારે બીજાએ અટકાવીને કહ્યું કે, ચાલો, બહુ થયું. દેવાર્યને લીધે તેને માફ કરો. પછી ગોશાળાએ ભગવંતને કહ્યું કે, હું માર ખાઉં છું તો પણ તમે કોઈને રોકતા નથી. (ભગવંતના શરીરમાં રહેલા) સિદ્ધાર્થ વ્યંતરે સમજાવ્યું કે, તું એક સ્થાને સરખો નહીં રહે તો ચોક્કસ માર ખાઈશ. ત્યાંથી સ્વામી આવર્ત્ત નામના ગામે ગયા. ત્યાં પણ ભગવંત બળદેવના મંદિરમાં પ્રતિમાધ્યાને રહ્યા. ત્યાં પણ ગોશાળો મુખને વાંદરા જેવું કરી બાળકોને બીવડાવવા લાગ્યો. ફરી માર ખાધો. તે બાળકો રડતા–રડતા જઈને માત–પિતાને ફરિયાદ કરવા લાગ્યા. તેઓએ ત્યાં જઈને ગોશાલકને માર્યો. પણ તેના ચેનચાળા જોઈને આ તો કોઈ ગાંડો ભિખારી છે એમ સમજી છોડી દીધો. “આને મારવાનો શો અર્થ છે ?'' જવા દો. તેના કરતા તેના સ્વામીને મારો, કે જે આવા શિષ્યને રોકતા નથી. જેવા તે ભગવંતને મારવા ગયા કે બળદેવની મૂર્તિએ જ હળ ઉપાડી તેઓને અટકાવ્યા. ત્યારે આશ્ચર્યથી તેઓ પ્રભુને પગે પડીને ક્ષમા માંગવા લાગ્યા. ત્યાંથી ભગવંત ચોરાક સંનિવેશ પધાર્યા. ત્યાં એક માંડવામાં ઉત્તમ ભોજન રંધાતુ—પકાવાતુ હતુ. ભગવંત તો પ્રતિમા ધ્યાને ઊભા રહી ગયા. ગોશાળો બોલ્યો, ચાલો અહીં ફરીએ. સિદ્ધાર્થવ્યંતરે તેને સમજાવ્યું કે, હમણાં આપણે અહીં જ રહીએ. પણ ગોશાળો ‘ભોજન થવાને કેટલી વાર છે ?'' તેની તપાસ કરવા છુપાઈને લપાતો લપાતો વારંવાર ત્યાં જોવા લાગ્યો. લોકોને લાગ્યું કે નક્કી આ ચોર લાગે છે. તેથી ગોશાળાને પકડી લાવીને ઘણો માર માર્યો. ભગવંત તો પ્રચ્છન્નતયા કાયોત્સર્ગ સ્થિત હતા. ગોશાળો ક્રોધાવેશમાં બોલ્યો કે, મારા સ્વામીનું તપ—તેજ હોય તો આ મંડપ બળી જાઓ. પ્રભુ અનુરાગી વ્યંતરોએ તે બાળી નાખ્યો. Page #306 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા ૩૦૫ ત્યાર પછી ભગવંત કલબુકા નામના સંનિવેશમાં ગયા. ત્યાં મેઘ અને કાલહસ્તિ નામના બે ભાઈ પર્વતરક્ષકો હતા. કાલાહસ્તિ ચોરનો પીછો કરતા ત્યાંથી નીકળ્યો. માર્ગમાં ભગવંત મહાવીર અને ગોશાળાને જોયા. તેણે પૂછયું, તમે કોણ છો ? ભગવંત મૌન રહ્યા. તેથી કાલહતિએ ભગવંત અને ગોશાળા બંનેને ચોર સમજીને માર માર્યો. તો પણ ભગવંતે મૌન ભંગ ન કર્યો. ત્યારે કાલહસ્તિએ તે બંનેને બાંધીને મોટા ભાઈ મેઘ પાસે મોકલ્યા. મેઘે પહેલા ભગવંતને કુંડગ્રામપુરમાં જોયેલા હોવાથી ભગવંતને ઓળખી ગયો. તુરત જ તેણે ઉઠીને ભગવંતની પૂજા કરી, પોતાના અપરાધ બદલ ક્ષમા માંગી. બંનેને છોડી મૂક્યા. ત્યાર પછી ભગવંતે વિચાર્યું કે, ઘણાં કર્મની નિર્જરા માટે હું લાઢ પ્રદેશમાં જઉં ત્યાં અનાર્ય પ્રજા છે. ત્યાં હું મારા ઘણાં કર્મોને ખપાવીશ. પછી ભગવંત લાઢપ્રદેશમાં પધાર્યા. ત્યાં તિરસ્કારનિંદા આદિ દ્વારા ઘણાં કર્મો ખપાવ્યા. (આચારાંગ સૂત્ર ૩૦૫ થી ૩૧૬માં ભગવંત લાઢદેશમાં ગયાનું વર્ણન આવે છે. જે આ કથાનકમાં આગળ આપેલ છે. તેના સારાંશ આ પ્રમાણે છે–) ભગવંતે લાઢદેશમાં અનેક તુચ્છ સ્થાન અને કઠિન આસનોનું સેવન કર્યું. અનેક ઉપસર્ગો સહન કર્યા. ત્યાં અનાર્ય લોકો ભગવંતને દંડ આદિથી મારતા, ભોજન પણ પ્રાયઃ લખું–સુકું મળતું હતું, શિકારી કુતરાઓ કરડતા હતા. ત્યાં વિચરણ અતિ દુષ્કર હતું. ભગવંતને ત્યાંના લોકોના કાંટા સમાન તિણ વચનો પણ સહેવા પડતા હતા. એ રીતે ભગવંતે તે લાઢ દેશની અનાર્ય ભૂમિમાં ઘણાં કર્મોની સ્વેચ્છાએ નિર્જરા કરી. ભગવંત ત્યાંથી વિહાર કરી અનુક્રમે પૂર્ણકળશ નામના અનાર્ય ગામ તરફ જતા હતા. રસ્તામાં બે ચોર મળ્યા કે જેઓ લાઢ પ્રદેશમાં પ્રવેશ કરવા ઇચ્છતા હતા. ભગવંતને જોઈને તેમને થયું કે, આ તો અપશુકન થયા. તેથી ભગવંતનો વધ કરવા માટે હાથમાં તલવાર લઈને ભગવંતનું મસ્તક છેદી નાંખવા દોડ્યા. તે વખતે શક્રએ અવધિજ્ઞાન વડે આ ઘટના જાણી. શક્રેન્દ્રએ તુરંત જ વજ વડે તે બંને ચોરોને મારી નાખ્યા. ૦ ભગવંતનું પાંચમુ ચાતુર્માસ–ભદ્રિકા નગરીમાં : અનાર્યભૂમિમાં વિચરીને ભગવંત ભદ્રિકાનગરી પધાર્યા. ત્યાં પાંચમુ ચાતુર્માસ કર્યું. ત્યાં ચોમાસી તપ કર્યો. તે સાથે વિવિધ તપકર્મ અને ઉત્કટુક આદિ આસનોએ રહ્યા. ચોમાસી તપનું પારણું કરી ભગવંતે નગરીની બહાર પારણું કર્યું. ત્યાંથી વિચરણ કરતા ભગવંત કદલી કે કદલીસમાગમ નામના ગામે ગયા. ત્યાં શિયાળામાં પ્રચૂર પ્રમાણમાં દહીં–ભાત વગેરે આપતા હતા. ત્યારે ગોશાળાએ કહ્યું, ચાલો ત્યાં ભિક્ષાર્થે જઈએ. (ભગવંત વતી) સિદ્ધાર્થે કહ્યું કે, અમારે આજ ઉપવાસ છે. ગોશાલકે ત્યાં પ્રાપ્ત થતા દહીં–ભાતનો આહાર કર્યો. પણ તે તૃપ્ત ન થયો. તેઓએ કહ્યું કે, મોટું વાસણ લઈને આવ. પણ ગોશાલક પાસે તે ન હોવાથી, તેઓએ ગોશાલક પર આહાર ફેંક્યો. ત્યાર પછી ભગવંત જંબૂકંડ નામના ગામે ગયા. ભગવંત પ્રતિમા ધ્યાને સ્થિત રહ્યા ગોશાલક ભિક્ષાર્થે ગયો. ત્યાં દૂધ–ભાતનું ભોજન મળ્યું. ત્યાં પણ લોકો દ્વારા એ જ રીતે તિરસ્કૃતુ થયો. ૧/૨૦, Jain Loubetiannternational Page #307 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ આગમ કથાનુયોગ-૧ - ત્યાર પછી ભગવંત તંબાક નામના ગામે ગયા. ત્યાં પાર્થપ્રભુના અપત્ય શિષ્ય, બહુશ્રુત નંદિષેણ સ્થવિર ઘણાં શિષ્યોના પરિવાર સાથે પધારેલા હતા. તેઓ મુનિચંદ્રસૂરિની માફક જિનકલ્પની તુલના કરતા રહેલા. તે પણ બહાર પ્રતિમા ધ્યાને સ્થિત હતા. ગોશાલક ત્યાં ગયો. મુનિચંદ્રસૂરિના શિષ્યોની માફક નંદિષેણસૂરિના શિષ્યોનો પણ તિરસ્કાર આદિ કર્યા. નંદિષણ આચાર્ય તે દિવસે ચોથી પ્રતિમા ધરીને રહેલા હતા. તે ગામના કોટવાળના પુત્રે તે આચાર્યને ચોર માનીને ભાલા વડે હણ્યા.તો પણ તેઓ શુભ ધ્યાનથી ચલિત ન થયા. તે વેદનાને સહન કરતા નંદિષેણ આચાર્યને (આવશ્યક વૃત્તિ મુજબ) અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. (આવશ્યક ચૂર્ણિ મુજબ) કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. શેષ સર્વ કથન મુનિચંદ્ર આચાર્ય મુજબ સમજવું. યાવતુ ગોશાળો તેઓનો તિરસ્કાર કરીને પાછો આવ્યો. ત્યાંથી વિહાર કરી ભગવંત કૂપિકસંનિવેશે પધાર્યા. ત્યાંના અધિકારીઓએ મૌન ધરીને રહેલા પ્રભુને તથા ગોશાલકને ગુપ્તચર સમજીને પકડ્યા, બાંધ્યા અને ખૂબ જ માર માર્યો. તે વખતે લોક સમુદાય બોલવા લાગ્યો કે, અરે ! જુઓ રૂપ અને યૌવનથી અદ્ભુત એવા આ દેવાર્યને ગુપ્તચર સમજીને પકડ્યા છે ! તે ગામમાં પાર્થપ્રભુની અંતેવાસિની શિષ્યા, જે પછીથી પરિવારિકા થઈ ગયેલ તે વિજયા અને પ્રગભા રહેતી હતી. તેમને લોકો પાસે અંતિમ તીર્થંકર પ્રવ્રજિત થયાનું સાંભળેલ હતું. તે વિજયા અને પ્રગભા બંને પરિવ્રાજિકા તુરંત ત્યાં ગઈ, ભગવંતને જોતાં જ ઓળખી ગઈ. તુરંત ભગવંતને (અને ગોશાળાને) મુક્ત કરાવી, ત્યાંના અધિકારીને કહ્યું, ઓ! દુરાત્મનો ! શું તમે જાણતા નથી કે, આ છેલ્લા તીર્થકર અને રાજા સિદ્ધાર્થના પુત્ર છે. જો ઇન્દ્ર આ જાણશે તો તમારા શા હાલ થશે ? ભયભીત બનેલા તેઓએ ભગવંત તથા ગોશાળાને છોડી દઈ, ભગવંતની ક્ષમાયાચના કરી. ત્યાંથી વિહાર કરતા આગળ બે રસ્તા આવ્યા. ત્યારે ગોશાળો બોલ્યો, હું તમારી સાથે નહીં આવું. મને લોકો મારે છે તો પણ તેઓને તમે નિવારતા નથી. બીજું તમારી સાથે ઘણાં ઉપસર્ગો થાય છે. તેમાં પણ પહેલાં તો હું જ માર ખાઉ છું. તેના કરતા એકલા વિચરવું એ જ ઉત્તમ છે. તેથી હું એકલો વિચરીશ. (ભગવંત વતી) સિદ્ધાર્થે કહ્યું, “તું જાણ" અર્થાત્ જેવી તારી મરજી. પછી સ્વામી વૈશાલી નગરી તરફ ચાલ્યા. ગોશાલક ભગવંતથી છુટો પડીને બીજે માર્ગે ચાલ્યો. માર્ગમાં અડધે પહોંચ્યો, ત્યાં વૃક્ષ પર ચઢીને ચોરી માર્ગનું અવલોકન કરતા હતા, તેઓએ ગોશાલાને આવતો જોયો. તેને જોઈને કોઈ બોલ્યું, એક નગ્ન સાધુ આવી રહ્યો છે. તેનાથી બીવાની કે તેનું હરણ કરવાની જરૂર નથી. તે પસાર થાય તે પહેલા હું તેનો પરાભવ કરું છું. તે ૫૦૦ ચોરોએ તેને “આ તો મામો છે મામો" એમ કહીને એવો ફેરવ્યો કે શ્વાસ માત્ર બાકી રહ્યો ત્યારે છોડ્યો. તેથી ગોશાળાને એમ થયું કે, આના કરતા તો ભગવંત સાથે રહેવું સારું. કેમકે ભગવંતને કોઈક તો છોડાવશે જ. તેની નિશ્રામાં હું પણ બચી જઈશ. ત્યારે ગોશાળાએ ભગવંતની શોધ કરવી શરૂ કરી. ભગવંત તે વખતે વૈશાલી નગરી પહોંચી ત્યાં કર્મકર (લુહાર)ની શાળામાં અનુજ્ઞા લઈને પ્રતિમા ધ્યાને રહ્યા હતા. તે વખતે તે લુહાર શાળા જેને સ્વાધીન હતી તેની અનુજ્ઞા લીધી હતી. તે શાળાનો સ્વામી Page #308 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર—ભમહાવીર–કથા લુહાર છ માસથી રોગથી પીડાઈને સાજો થયો હતો. સારા તિથિ-કરણાદિ (મુહૂર્ત) જોઈને તે લોઢું ઘડવાના હથિયાર લઈને પોતાની શાળામાં આવ્યો. ત્યાં ભગવંતને જોઈને અપશુકન થયું જાણી તે ઘણ લઈને ભગવંતને હણવા માટે દોડ્યો. તે વખતે શક્રેન્દ્રએ અવધિજ્ઞાન વડે જેવું જોયું કે, ક્ષણ માત્રમાં તે આવ્યા. તે લુહાર ઉપર તેનું જ ધણ મારીને તે લુહારને મારી નાંખ્યો. શક્ર પણ ભગવંતને વંદન કરીને ગયો. ત્યારપછી ભગવંત ગ્રામાક નામના સન્નિવેશે પધાર્યા. ત્યાંના ઉદ્યાનમાં બિભેલક નામનો યક્ષ હતો. ભગવંત ત્યાં પ્રતિમા ધ્યાને રહ્યા હતા. તે યક્ષે પ્રભુનો મહિમા કર્યો. ત્યાંથી ભગવંત શાલિશીર્ષ નામના ગામે પધાર્યા. ત્યાં જઈને ત્યાંના ઉદ્યાનમાં પ્રતિમા ધ્યાને રહ્યા. તે વખતે મહા માસ ચાલતો હતો. કડકડતી ઠંડી પડતી હતી. તે વખતે કટપૂતના નામની વ્યંતરીએ ભગવંતને જોયા (ભગવંતના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં એક વિજયવતી નામે અણમાનીતી રાણી હતી. તેણી મૃત્યુ બાદ ઘણાં ભવભ્રમણ કરીને કટપૂતના નામે વ્યંતરી થયેલી. પૂર્વભવનો રોષ સંભારી તેણીનો દ્વેષ સળગી ઉઠ્યો.) ભગવંતનું તેજ સહન ન કરી શકતી એવી તે વ્યંતરીએ તાપસીનું રૂપ વિક્ર્વ્યુ. વલ્કલના વસ્ત્રો ધારણ કર્યા. જટામાં હિમ જેવું ઠંડુ પાણી ભર્યું. ભગવંતના શરીર પર તે ઠંડુ પાણી છાંટતા—છાંટતા ભગવંતનું આખું શરીર પાણી વડે ભીનું કરી દીધું. ત્યારપછી તેણીએ શીતળ વાયુ વિકુર્તીને ભગવંતને યાતના આપવાનું શરૂ કર્યું. તેણીએ જળ અને વાયુ વડે એવો તો શીત ઉપસર્ગ કરેલો કે, જો કોઈ બીજો સાધારણ મનુષ્ય હોત તો ઠંડીથી ઠરીને ઢીમ થઈ ગયો હોત. (આખી રાત્રિ આવો ઉપસર્ગ કરવા છતાં) ભગવંતે તે તીવ્ર વેદના સમભાવે સહન કરી, ધ્યાનથી સહેજ પણ ચલિત ન થયા. તે વખતે ભગવંતને લોકાવધિ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુને જન્મથી આરંભીને દેવલોક પ્રમાણ અવધિજ્ઞાન હતું. જેના વડે દેવલોક પર્યન્ત જોઈ શકતા હતા. હવે તે સમગ્ર લોકને જોઈ શકે તેટલું વિકસિત અવધિજ્ઞાન પામ્યા. તે વ્યંતરી પણ પરાજિત થઈ પછી ઉપશાંત થઈ પ્રભુની સ્તુતિ કરવા લાગી. ૦ ભગવંતનું છઠ્ઠું ચાતુર્માસ – ભદ્રિકા નગરીમાં : ત્યારપછી ભગવંત ભદ્રિકા નામની નગરીમાં ગયા. ત્યાં છ ુ ચોમાસુ કર્યું. ગોશાળો પણ છ માસ ભટકીને ત્યાં ભગવંતને આવીને મળ્યો. તેથી તે ચોમાસુ ગોશાળા સાથે થયું. ભગવંતે ચૌમાસી તપ કર્યો. તે સાથે વિવિધ અભિગ્રહો, આસન, ધ્યાનાદિ તપ કર્યાં. વર્ષાવાસ પૂર્ણ થયા બાદ નગરની બહાર જઈને પારણું કર્યું. ૩૦૭ ત્યારપછી ભગવંત મગધ તરફ પ્રયાણ કર્યું. ઋતુબદ્ધ માસમાં (શેષકાળમાં) નિરૂપસર્ગપણે ભગવંત મગધના અનેક ગામોમાં વિચર્યાં. . ભગવંતનું સાતમું ચાતુર્માસ – આલંભિકા નગરીમાં : પછી વર્ષાકાળે આલંભિકા નગરી પધાર્યા. ભગવંત ત્યાં સાતમું ચાતુર્માસ કર્યું. ત્યાં પૂર્વવત્ ચોમાસી તપ કર્યો. ત્યાં ચાતુર્માસ પૂર્ણ કરીને નગરની બહાર પારણું કર્યું. ત્યાંથી ભગવંત કુંડાક નામના સંનિવેશે પધાર્યા. ત્યાં વાસુદેવ મંદિરના એક ખૂણામાં પ્રભુ કાયોત્સર્ગ પ્રતિમાધ્યાને રહ્યા. ગોશાળો વાસુદેવ પ્રતિમા આગળ પરામુખ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ આગમ કથાનુયોગ-૧ સ્થિતિ કરીને રહ્યો. ત્યારે ત્યાંનો પૂજારી આવ્યો. ત્યાં ગોશાલકને તે રીતે રહેલો જોઈને, પૂજારીએ વિચાર્યું કે, હું આને રાગદ્વેષવાળો ધાર્મિક નહીં કહું. ગામમાં જઈને તેણે કહ્યું, જુઓ આ કોઈ રાગી લાગે છે. લોકોએ આવીને જોયું. પહેલા તેને માર્યો, પછી બાંધી દીધો. કોઈએ કહ્યું કે, આ પિશાચ ગાંડો ભિક્ષુક લાગે છે. ત્યારે તેને છોડી દીધો. ત્યાંથી નીકળી ભગવંત મર્દન નામે ગામમાં ગયા. ત્યાં બળદેવના મંદિરના અંદરના ખૂણામાં કાયોત્સર્ગ પ્રતિમાને રહ્યા. ગોશાળી બળદેવ પ્રતિમાના મુખ પાસે સાગારિકમેહન કરીને રહ્યો. ત્યાં પણ પૂર્વવત્ તેણે માર ખાધો. ત્યાં પણ તેને પિશાચ–ગાંડો ભિક્ષુક સમજીને છોડી દીધો. ત્યાંથી ભગવંત બહુશાલક નામના ગામે ગયા. ત્યાં શાલવન નામના ઉદ્યાનમાં પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં શાલાર્યા નામની વ્યંતરી હતી. તેણીએ કટપૂતના વ્યંતરીની માફક પ્રતિમા સ્થિત ભગવંતને ઘણાં ઉપસર્ગો કર્યા, છતાં ધ્યાનસ્થ પ્રભુ લેશમાત્ર ચલિત ન થયા ત્યારે ઉપશાંત થયેલી તે વ્યંતરીએ પોતાનો અપરાધ ખમાવી પ્રભુનો મહિમા કર્યો. (આવશ્યક ચૂર્ણિકાર કહે છે આ બીજાનો મત છે. ચૂર્ણિકારના મતે) તે વ્યંતરી ભગવંતની પૂજા કરતી હતી. (આવશ્યક નિર્યુક્તિ મુજબ પ્રથમ મત સિદ્ધ થાય છે.) ત્યાંથી વિહાર કરી ભગવંત લોહાર્ગલા નામની રાજધાનીમાં પધાર્યા. ત્યાં જિતશત્રુ નામે રાજા હતો. તેને પડોશી રાજા સાથે વિરોધ હતો. તે વખતે ભગવંતને (ગોશાળા સાથે) આવતા જોઈને, રાજા જિતશત્રુના ચાર પુરુષોએ તે બંનેને પકડ્યા. તેઓને “કોણ છો ?" એમ પૂછતા ભગવંત મૌન જ રહ્યા. તેમને ચરપુરુષ માની, પકડીને રાજા પાસે લઈ ગયા. ત્યાં ઉત્પલ નિમિત્તક પહેલેથી જ અસ્થિકગ્રામથી આવેલો હતો. તેણે ભગવંત અને ગોશાળાને પકડીને લવાતા જોયા. તેમને જોઈને ઉત્પલ ઊભો થયો, ત્રણ વખત વંદના કરી, પછી બોલ્યો, આ કોઈ ચરપુરુષ નથી. આ તો રાજા સિદ્ધાર્થના પુત્ર શ્રેષ્ઠ ધર્મચક્રવર્તી એવા ભગવંત છે. એમના શુભ લક્ષણો તો જુઓ. ત્યારે રાજા જિતશત્રએ ભગવંતનો સત્કાર કરી મુક્ત કર્યા ત્યાંથી ભગવંતે પુરિમતાલ નગર તરફ પ્રસ્થાન કર્યું. નગરની બહાર શકટમુખ નામે ઉદ્યાન હતું. નગરમાં વન્ગર નામનો એક શ્રાવક-શ્રેષ્ઠી હતો. તેને ભદ્રા નામે પત્ની હતી. તેણી વંધ્યા હતી. ઘણાં દેવની માનતા માનીને તેણી થાકી ગઈ હતી. કોઈ વખતે તેઓ શકટમુખ ઉદ્યાનમાં ઉદ્યાનિકામાં ગયા. ત્યાં તેમણે જીર્ણ—શીર્ણ સ્થિતિમાં એક દેવમંદિર જોયું. તેમાં મલ્લિનાથ ભગવંતની પ્રતિમા હતી. તે બંનેએ ભગવંત પ્રતિમાને નમસ્કાર કર્યા. પછી પ્રાર્થના કરી કે, (હે ભગવંત !) જો અમને પુત્ર કે પુત્રી થશે તો અમે આ દેવમંદિરનો (જિનાલયનો) જિર્ણોદ્ધાર કરાવીશું. અમારી ભક્તિથી અમને જરૂર સંતાન થશે. એ પ્રમાણે (માનતા કરી) નમસ્કાર કરી તે દંપતિ ગયા. ત્યારે ત્યાં નિકટમાં રહેલા વ્યંતર દેવોએ કરેલ પ્રાતિહાર્ય વડે ભદ્રા શ્રાવિકાને ગર્ભ ઉત્પન્ન થયો. જેવું વગુર શ્રેષ્ઠીએ આ જાણ્યું કે, તેણે તુરંત દેવમંદિર (જિનાલય) બનાવવું શરૂ કર્યું. અતિ ભક્તિભાવપૂર્વક ત્રણે સંધ્યા (ભગવંત મલ્લિનાથની) પૂજા કરવા લાગ્યા. આ પ્રમાણે તેઓ શ્રાવક થઈ ગયા. (શ્રાવક ધર્મ પાળવા લાગ્યા) Page #310 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભમહાવીર–કથા ૩૦૯. આ તરફ ભગવંત મહાવીર ત્યાં આવીને શકટમુખ ઉદ્યાન અને નગર મધ્યે કોઈ પ્રદેશમાં પ્રતિમા ધ્યાને રહ્યા. તે વખતે દેવેન્દ્ર દેવરાજ શક્ર જન્માભિષેકમાં કરેલા વર્ણન મુજબ પોતાના યાન વિમાનમાં સર્વઋદ્ધિ સાથે આવેલ. તેણે ભગવંતને જમણી તરફથી ત્રણ પ્રદક્ષિણા કરી વંદન અને નમસ્કાર કર્યા. કરીને પછી અંજલિ જોડીને ભગવંતની પર્યાપાસના કરતો ત્યાં રહ્યો. તે વખતે વઝુર શ્રાવક સ્નાન કરીને, આર્ટ પટશાટક ધારણ કરીને, પરિજન સહિત, મહાનું અર્થ–પૂજા સામગ્રી અને હાથમાં વિવિધ પ્રકારના પુષ્પો ગ્રહણ કરીને તે જિનાલયમાં પૂજા કરવા માટે આવ્યો. દેવેન્દ્ર દેવરાજ શક્રએ તેને ત્યાંથી પસાર થતો જોયો. ત્યારે તેણે કહ્યું, ઓ વગુર! તું આ પ્રત્યક્ષ તીર્થંકરનો મહિમા કરતો નથી. પ્રતિમાપૂજન માટે જઈ રહ્યો છે. આ મહાન્ એવા મહાવીર વર્ધમાન સ્વામી છે. જગતના નાથ અને લોકોના પૂજ્ય એવા ચરમ તીર્થકર છે. ત્યારે વર શ્રાવકે આવીને “મિચ્છામિ દુક્કડમ્' કહી પોતાના અપરાધની ક્ષમા માંગી. ભગવંત મહાવીરનો મહિમા કર્યો. (પછી ભમલિની પૂજા કરી) ત્યાંથી ભગવંતે ઉન્નાગ નામના સંનિવેશ તરફ વિહાર કર્યો. ત્યાં રસ્તામાં તુરંતના પરણેલા લાંબા લાંબા દાંતવાળા વર–વહુને સપરીવાર આવતા જોઈને ગોશાળાને મજાક સૂઝી વાહ! વિધિરાજ પણ કેવો કુશળ છે કે, જે જ્યાં દૂર પણ વસતું હોય તેને ધ્યાનમાં રાખે છે. જેને જે યોગ્ય હોય તેને તે બીજું મેળવી આપે છે. વિધાતા પણ સરખે સરખી જોડી ઠીક મેળવી આપે છે. તે સાંભળી વર-વહુના પક્ષના માણસોએ તેને ખૂબ માર્યો. મારીને વાંસના જાળામાં ફેંકી દીધો. ત્યાં પડેલો તે અશરણ થઈ ગયો. ભગવંત પસાર થયા ત્યારે (ભગવંતના શરીરમાં રહેલો) સિદ્ધાર્થ વ્યંતર બોલ્યો કે, “તારા કર્યા તું જ ભોગવ." ભગવંત દૂર નીકળી ગયા ત્યારે તેઓ બોલ્યા કે નક્કી આ દેવાર્યનો પીઠિકાવાહક કે છત્રધર લાગે છે. માટે તેને છોડી દો. કોઈ કહે છે કે, ભગવંતને ઊભેલા જોઈને મુસાફરોએ તેને બહાર કાઢ્યો. ત્યાર પછી ભગવંત ગોભૂમિમાં આવ્યા. ત્યાં માર્ગમાં ગાઢ જંગલ હતું. ગાયો ચરતી હતી. તેથી તે ગોભૂમિ કહેવાતી હતી. ત્યારે ગોશાળાએ ગોવાળોને કહ્યું, અરે ! વજલાઢો ! આ રસ્તો ક્યાં જાય છે ? મ્લેચ્છ કે અનાર્યને વજલાઢ કહેતા હોવાથી તે ગોવાળોએ પૂછ્યું કે, કેમ અમને આવી રીતે બોલાવે છે ? ત્યારે ગોશાલક બોલ્યો કે, સારું હું તમને અસૂરપુત્ર સૌરપુત્ર એમ સારી રીતે (આક્રોશ કરી) બોલાવીશ. ત્યારે તેઓએ ગોશાલકને ખૂબ માર્યો અને બાંધીને વાંસના જાળામાં ફેંકી દીધો. ભગવંતના નિમિત્તે ફરી તેને કોઈએ છોડાવ્યો. ૦ ભગવંતનું આઠમું ચાતુર્માસ–રાજગૃહ નગરીમાં : ભગવંત ગોભૂમિથી વિહાર કરીને રાજગૃહી પધાર્યા. ત્યાં આઠમું ચોમાસું કર્યું. આ ચોમાસામાં ભગવંતે વિવિધ પ્રકારના અભિગ્રહો સહિત ચૌમાસી–તપ કર્યો. નગરીની બહાર ચોમાસીતપનું પારણું કર્યું. શિયાળાની ઋતુ શરૂ થઈ. પ્રભુએ મનોમન (સ્વમતિથી) એક દૃષ્ટાંત વિચાર્યું, એક ગૃહસ્થને ત્યાં ઘણાં ચોખા પાકયા. ત્યારે તેણે મુસાફરોને કહ્યું, તમને ઇચ્છિત ભોજન કરાવીશ. પણ તમે મને આ પાક લણવામાં મદદ કરો. એ ઉપાય Page #311 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ આગમ કથાનુયોગ-૧ વડે તેણે બધો પાક લણ્યો. એ પ્રમાણે મારે પણ કર્મરૂપી ઘણો પાક થયો છે અર્થાત્ ઘણાં કર્મો ખપાવવાના બાકી છે. હું પણ આ લવકના દૃષ્ટાંત મુજબ મારા કર્મોની નિર્જરા કરું, ૦ ભગવંતનું નવમું ચાતુર્માસ અનાર્યભૂમિમાં : ભગવંત વિહાર કરી પછી અનાર્યભૂમિમાં ગયા. ત્યાં લાઢ પ્રદેશમાં વજભૂમિ અને શુદ્ધ ભૂમિમાં વિચર્યા (જેથી ઘણાં કર્મો નિર્જરી શકે.) ત્યાં અનાર્ય લોકો તેમની હેલણા કરતા, નિંદા કરતા અને વિવિધ ઉપસર્ગો કરતા હતા. પ્રભુની પાછળ “–છુ' કરી કુતરા દોડાવતા અને કરડાવતા હતા. યોગ્ય વસતિ પણ ન મળતી પરિણામે અનિયત વાસથી, ક્યાંય પણ સ્થિર થયા વિના અનિયત ચોમાસુ કર્યું. ચોમાસા ઉપરાંત પણ બીજા બે માસ ત્યાં રહી અનિત્યજાગરિકા પૂર્વક વિચર્યા. (એ રીતે છ માસ અનાર્ય ભૂમિમાં અનેક કષ્ટો સહેવાપૂર્વક વિચરી પછી આર્યભૂમિમાં પધાર્યા. – પ્રથમ શરદઋતુમાં ભગવંત ત્યાંથી નીકળી સિદ્ધાર્થપુર પધાર્યા. ત્યાંથી પછી કૂર્મગામ તરફ પ્રયાણ કર્યું. શરદઋતુ હતી, વરસાદનો અભાવ હતો. તે વખતે મંખલિપુત્ર ગોશાળા સાથે કૂર્મગ્રામ જતાં માર્ગમાં મધ્યે તલનો એક મોટો છોડ જોવા મળ્યો. જે પત્રપુષ્પથી યુકત હતો. ફૂલ્યોફાલ્યો હોવાથી તે ઘણો જ શોભાયમાન લાગતો હતો. ગોશાલકે તે તલનો છોડ જોઈને ભગવંતને પાસે આવીને વંદન–નમસ્કારપૂર્વક પૂછ્યું કે, હે ભગવંત ! આ તલનો છોડ નિષ્પન્ન થશે કે નહીં થાય? આ સાત તલના પુષ્પ જીવો મરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ભગવંતે ઉત્તર આપ્યો કે, હે ગોશાલક ! આ તલનો છોડ અવશ્ય ફળશે અને આ સાતે તલ પુષ્પના જીવો મરીને આ જ તલના વૃક્ષની એક શીંગ (તલફળી)માં સાત તલરૂપે ઉત્પન્ન થશે. આ પ્રમાણે ભગવંત કહેલી એ વાત પર ગોશાલકને શ્રદ્ધા ન થઈ. પ્રતીતિ ન થઈ, રુચિ ન થઈ. એ પ્રમાણે અશ્રદ્ધા, અપ્રતીતિ, અરુચિ કરતો અને ભગવંતના વચનને જુઠું પાડવા, ભગવંતને અસત્યવાદી સાબિત કરવા ધીરે ધીરે ગોશાળો પાછો ખસ્યો. તે તલના છોડ પાસે ગયો. તે તલના છોડને માટી સહિત ઉખેડીને એક તરફ ફેંકી દીધો. તે વખતે નજીકમાં રહેલા વ્યંતરોએ ભગવંતનું વચન મિથ્યા ન થાઓ એમ વિચારી આકાશમાં દિવ્ય વાદળો વિદુર્ગા. તે વાદળો તુરંત જ જોર-જોરથી ગરજવા લાગ્યા. તત્કાળ વિજળી ચમકવા લાગી. રજ અને ધૂળને શાંત કરનારી મંદ-મંદ વર્ષા થવા લાગી. આ દિવ્ય જલવૃષ્ટિથી તલનો છોડ ત્યાં જ જામી ગયો. ત્યાં કોઈ ગાય આવી. તેની ખરીથી તે છોડનું મૂળીયું દબાઈને જમીનમાં પેસી ગયું. તે છોડ ફરીથી ઉગ્યો-પુષ્પિત થઈ ગયો. તે સાત તલના પુષ્પજીવો મરીને પુનઃ તે જ તલના છોડની એક ફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થઈ ગયા. ત્યાર પછી ભગવંત ગોશાળા સાથે કૂર્મગ્રામ નગરે ગયા. તે સમયે કૂર્મગ્રામ નગરની બહાર વૈશ્યાયન નામક બાલતપસ્વી નિરંતર છઠ છઠ તપકર્મ કરવા સાથે પોતાના બંને હાથ ઊંચા રાખીને સૂર્યની સામે ઊભો રહી આતાપના ભૂમિમાં આતાપના લઈ રહ્યો હતો. આ બાલતપસ્વી કોણ હતો ? ચંપાનગરીથી રાજગૃહના અંતરાલમાં ગોબરગ્રામ નામ ગામ હતું. ત્યાં ગોશંખી Page #312 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભમહાવીર–કથા ૩૧૧ - - નામે એક કણબી હતો. તે આભીરોનો અધિપતિ હતો. તેની બંધુમતિ નામની પત્ની વંધ્યા હતી. તે વખતે તેનાથી નિકટમાં ચોર લોકોએ આવીને ગામ ભાંગ્યું. ઘણાં લોકોને બંદી બનાવ્યા. તે સમયે કોઈ સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો. તેના પતિને મારીને તે સ્ત્રીને બાળક સહિત ચાર લોકો લઈ ગયા. તે સ્ત્રીએ તે બાળકને ત્યજી દીધો. તે બાળકને પે'લા ગોશંખી કણબીએ સ્વરૂપવાનું જાણી ગ્રહણ કર્યો. ઘેર આવી પોતાની પત્નીને પુત્ર રૂપે રાખવા આપ્યો. ગોશંખીએ લોકોમાં એવી વાત જાહેર કરી કે, મારી પત્ની ગૂઢગર્ભા હતી. પછી એક ઘેટાને મારીને તેના લોહીથી બાળકને ખરડીને પોતાની પત્નીને પ્રસૂતારૂપે રાખી. પછી કાળક્રમે તે બાળક યુવાન થયો. તેની માતાને ચોર લોકોએ કોઈ વેશ્યાને વેંચી દીધી. તે વૃદ્ધ વેશ્યાએ તેને પોતાની પુત્રી રૂપે રાખીને તેણીને ગણિકાનો બધો આચાર શીખવ્યો. તેણી પ્રખ્યાત ગણિકા બની ગોશંખીનો તે (પાલક) પુત્ર યુવાન થઈ એક વખત મિત્રોની સાથે ઘીનું ગાડું લઈને ઘી વેચવા માટે ચંપાનગરી ગયો. ત્યાં નગરજનોને ચતુર રમણીઓ સાથે વિલાસ કરતા જોઈ, તે પણ વિલાસ કરવાની ઈચ્છાથી ગણિકાઓના સ્થાનમાં ગયો. તેને ગણિકા રૂપે પોતાની જ માતા ગમી ગઈ. ગણિકાને મૂલ્ય ચૂકવી, રાત્રે સ્નાન–વિલેપનાદિ કરીને તેણીના ઘર તરફ ચાલ્યો. માર્ગે જતા તેનો એક પગ વિષ્ટામાં પડ્યો. પણ (કામના મોહમાં) તેને ખબર ન પડી કે તેનો પગ શેના વડે લેપાયો. તે વખતે તેના અકૃત્યને રોકવા અને પ્રતિબોધ કરવા કુળદેવતાએ માર્ગમાં એક ગાય અને વાછડો વિફર્યો. તે વખતે વાછડાને તેણે પગથી સ્પર્શ કર્યો. તે વખતે વાછડાએ તેની માતા (ગાય)ને મનુષ્ય વાણીમાં પૂછયું, હે માતા ! આ પુરુષ વિષ્ટાવાળા પગે મારા પગને કેમ સ્પર્શે છે. ત્યારે તે ગાયે પણ મનુષ્યભાષામાં જવાબ આપ્યો, હે પુત્ર! તું ખેદ ન કર, આ પુરુષ તેની માતાની સાથે સંભોગ કરવા જઈ રહ્યો છે. આવું અકૃત્ય કરવા જનાર, બીજું કયું અકૃત્ય ન કરે ? આ વાત સાંભળી તેને ચિંતા થઈ. તેણે વિચાર્યું કે, હું ત્યાં જઈને પૂછીશ. ગણિકાગૃહે જઈને તેણે પૂછયું કે, તમારી ઉત્પત્તિ શું છે ? ત્યારે તે (ગણિકા) સ્ત્રીએ (નિર્લજ્જપણે) પૂછયું કે, તારી ઉત્પત્તિ શું છે ? (તું કઈ રીતે પેદા થયો છે ?) પછી તેણે સ્ત્રી ચરિત્ર (વેશ્યા યોગ્ય હાવભાવ) બતાવવા શરૂ કર્યા. ત્યારે તે યુવાને કહ્યું કે, જો તું મને સાચેસાચું જણાવીશ તો હું તને બમણું મૂલ્ય આપીશ. પછી સોગંદ આપ્યા ત્યારે તેણીએ બધું જ યથાસત્ય કહી દીધું. ત્યારે તે યુવાન ત્યાંથી નીકળી ગયો. પોતાને ગામ જઈને માતા-પિતાને પૂછ્યું. ગોશંખી કણબી અને તેની પત્નીએ સાચો ઉત્તર ન આપ્યો. ત્યારે તે ઘર છોડીને જવા તૈયાર થઈ ગયો. ત્યારે ગોશંખી કણબીએ તેને સત્ય વૃત્તાંત કહ્યો, પછી તે પોતાની માતાને છોડાવવા ફરી ચંપાનગરી ગયો. માતાને છોડાવ્યા પછી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો. વિષય–કામભોગની આવી સ્થિતિ છે તેમ વિચારી તેણે પ્રાણાની દીક્ષા ગ્રહણ કરી. (તે વૈશ્યાનો પુત્ર હોવાથી વૈશ્યાયન નામે ઓળખાયો) આ તે તાપસની ઉત્પત્તિ હતી. તે વિચરતો કૂર્મગ્રામ આવીને આતાપના લઈ રહ્યો હતો. સૂર્યના કિરણોના તાપથી તેની જટામાં રહેલી જુઓ ચારે તરફ પડતી હતી. તે તપસ્વી પ્રાણ, ભૂત, જીવ અને સત્વની દયાને માટે વારંવાર પડતી તે જુઓને ઉપાડીને ફરી-ફરી પોતાના મસ્તકની જટામાં રાખી Page #313 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ આગમ કથાનુયોગ-૧ દેતો હતો. ત્યારે મંખલિપુત્ર ગોશાલકે તે વૈશ્યાયન બાલતપસ્વીને જોયા. ત્યારે ગોશાલક ધીમે-ધીમે ભગવંત પાસેથી ખસીને ધીમે ધીમે વૈશ્યાયનની નજીક ગયો. તેમને જુઓને માથામાં મૂકતો જોઈને કહ્યું, તમે તત્ત્વજ્ઞ કે તપસ્વી મુનિ છો કે, જુઓના સજ્જાતર છો ? અથવા તમે સ્ત્રી છો કે પુરુષ? વૈશ્યાયન બાલ તપસ્વીએ ગોશાળાની આ વાતનો આદર ન કર્યો. સ્વીકાર ન કર્યો. પણ મૌન રહ્યો. ગોશાલકે બેત્રણ વખત તે બાલતપસ્વીને આ જ રીતે ફરી–ફરી પ્રશ્ન કર્યો. – ત્યારે તે વૈશ્યાયન ખૂબ જ ક્રોધિત થયો. ક્રોધથી દાંત પીસતો તે આતાપના ભૂમિથી નીચે ઉતર્યો. પછી તૈક્સ સમુદૂઘાત કરી તે સાત-આઠ ડગલા પાછળ ખસ્યો. ગોશાલકને ભસ્મ કરવા તેણે તેજલેશ્યાને પોતાના શરીરથી બહાર કાઢી, ગોશાલક ઉપર તેજલેગ્યા છોડી. તે વખતે મંખલિપુત્ર ગોશાલકની અનુકંપાને માટે અને વૈશ્યાયન બાલ તપસ્વીની તેજોવેશ્યાના ઉષ્ણ તેજનું પ્રતિસંહરણ કરવાને માટે ભગવંતે શીતલ તેજોલેશ્યા (શીતલેશ્યા) બહાર કાઢી ભગવંતની તે શીતલેશ્યા એવી હતી જે જંબૂદ્વીપને અંદરથી પરિવેષ્ટિત કરતી હતી. ભગવંતની આ શીતલેશ્યા વડે વૈશ્યાયન બાલ તપસ્વીની તેજલેશ્યાનો પ્રતિઘાત થઈ ગયો. (જે રીતે પાણી વડે અગ્નિ શમી જાય તે રીતે) શીતલેશ્યા વડે તેજલેશ્યાનું ઉપશમન થઈ ગયું અને ગોશાલકના શરીરને કિંચિત્ માત્ર પણ પીડા કે ક્ષતિ પહોંચી નહીં. - તે વખતે ભગવંતની રુદ્ધિ જોઈને તે વૈશ્યાયને પોતાની ઉણ તેજોલેશ્યા પાછી ખેંચી લીધી અને તેજલેશ્યાની સમેટી લઈ તેણે ભગવંતને કહ્યું, ભગવન્! મેં જાણી લીધું, મેં સમજી લીધું. હું જાણતો ન હતો કે, આ તમારો શિષ્ય છે. હે ભગવંત! આપ મને ક્ષમા કરો. ત્યારે મંખલિપુત્ર ગોશાલકે ભગવંતને પૂછયું, આ જુઓના શય્યાતરે આપને શું કહ્યું ? ભગવંતે ગોશાલકને કહ્યું, તું જ્યારે મારી પાસેથી ખસીને આ બાલતપસ્વી પાસે ગયો. યાવતુ તે ખૂબ જ ક્રોધિત થયો. યાવત્ તેણે તારા ઉપર તેજલેશ્યા છોડી. તે વખતે મેં તારી અનુકંપાથી વૈશ્યાયનની તેજોલેશ્યાનું પ્રતિસંહરણ કરવા માટે મારા શરીરમાંથી શીતલેશ્યા કાઢી યાવત્ તેણે પોતાની તેજલેશ્યા પાછી ખેંચી લીધી. તેથી તેણે કહ્યું, હે ભગવંત ! મેં જાણી લીધું, સારી રીતે સમજી લીધું. ભગવંત પાસેથી આ વાત સાંભળી ગોશાલક ડરી ગયો યાવત્ ભયભીત થઈને ભગવંતને વંદન–નમસ્કાર કરી બોલ્યો, હે ભગવંત ! સંક્ષિપ્ત અને વિપુલ તેજોલેશ્યા કઈ રીતે પ્રાપ્ત થાય ? ભગવંતે તેને સમજાવ્યું કે, ગોશાલક ! જે મનુષ્ય નિરંતર છઠ તપ કરે, છટ્ઠના પારણે નખ સહિત બંધ કરેલી મુઠીમાં જેટલા અડદના બાકુળા આવે તેટલા બાફેલા અડદ અને અંજલિ માત્ર પ્રાસુક પાણી એટલું જ ગ્રહણ કરે. સૂર્ય સામે બંને હાથ ઊંચા રાખી આતાપના લે, તો તે મનુષ્યોને છ માસને અંતે સંક્ષિપ્ત તથા વિપુલ તેજલેશ્યાની પ્રાપ્તિ થાય. આ વાત સાંભળી ગોશાલકે ભગવંતના કથનને વિનયપૂર્વક સમ્યક્ રીતે સ્વીકાર કર્યો. ત્યાર પછી કોઈ વખતે ભગવંત ગોશાલક સાથે વિહાર કરતાં કૂર્મગ્રામનગરથી સિદ્ધાર્થપુર જઈ રહ્યા હતા. તે વખતે ફરીથી પેલા તલના છોડની નજીક આવ્યા. ત્યારે Page #314 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભમહાવીર–કથા ૩૧૩ ગોશાલકે કહ્યું, હે ભગવંત ! આપે મને તે સમયે કહેલું કાવત્ પ્રરૂપણા કરેલી કે આ તલનો છોડ નિષ્પન્ન થશે યાવત્ તલપુષ્પના સાત જીવ મરીને તલના રૂપમાં પુનઃ ઉત્પન્ન થશે. પણ આપની વાત પ્રત્યક્ષ મિથ્થા સાબિત થઈ છે, કેમકે અહીં પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે કે, આ તલનો છોડ ઉગ્યો જ નથી. ત્યારે ભગવંતે કહ્યું કે, હે ગોશાલક ! જ્યારે મેં તને એ પ્રમાણે કહ્યું હતું ત્યારે તે મારી વાત પર શ્રદ્ધા, પ્રતીતિ કે રુચિ કરી ન હતી. પણ મને મિથ્યાવાદી સાબિત કરવા માટે તે તલના છોડને માટી સહિત ઉખેડીને ફેંકી દીધો. - પરંતુ તે જ સમયે આકાશમાં દિવ્ય વાદળો પ્રગટ થયેલા ચાવતુ આ તલપુષ્પ તલના છોડની એક ફળીમાં સાત તલરૂપમાં ઉત્પન્ન થયેલા. હે ગોશાલક ! આ તે જ તલનો છોડ છે. જે નિષ્પન્ન થયેલો છે અને તે જ સાત તલપુષ્પના જીવ મરીને આ જ તલના છોડની એક ફળીમાં સાત તલરૂપે ઉત્પન્ન થયા છે. તે ગોશાલક ! વનસ્પતિકાયિક જીવ મરી–મરીને પુનઃ તે જ વનસ્પતિકાયના શરીરમાં (અનેક ભવ સુધી) પુનઃ ઉત્પન્ન થતા હોય છે. તે વખતે ગોશાળાને ભગવંતની એ વાત યાવત્ પ્રરૂપણા પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ ન થઈ. પણ તે કથન પરત્વે અશ્રદ્ધા, અપ્રતીતિ અને અરુચિ કરતો તે તલના છોડ પાસે પહોંચ્યો. તલફળીને તોડી, હથેલી પર મસળતા સાત તલ બહાર નીકળ્યા. તે સાત તલનો ગણતા ગોશાળાના મનમાં એવો અધ્યવસાય યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો કે જે પ્રાણીઓ જે શરીરમાં મરે છે. તે પ્રાણીઓ તે જ શરીરમાં પાછા પરાવર્તન કરીને ત્યાંજ ઉત્પન્ન થાય છે. તેમજ “જે થવાનું હોય તે જ થાય છે." એ પ્રમાણેનો તેનો નિયતિવાદ પણ દૃઢ બન્યો. ત્યાંથી ભગવંત અને ગોશાલકનું પૃથક્ વિચરણ શરૂ થયું. ગોશાળો તેજલેશ્યા સાધવા માટે પ્રભુથી છુટો પડી શ્રાવસ્તીનગરીમાં ગયો. ત્યાં એક કુંભારની શાળામાં રહીને પ્રભુએ કહેલ વિધિ મુજબ નખ સહિત એક મુઠીમાં આવે તેટલા અડદના બાકુળા તથા ચુલ્લભર પાણી પારણે લઈને નિરંતર છઠ–છઠના તપ પૂર્વક પોતાના બંને હાથ ઊંચા કરી સૂર્ય આતાપના લેવાની શરૂ કરી, એ પ્રમાણે છે મહિનાને અંતે તેને સંક્ષિપ્ત-વિપુલ તેજલેશ્યા પ્રાપ્ત થઈ. તેણે પોતાની કુશળતાની પરીક્ષા કરવા કુવાના કાંઠે કોઈ દાસીને તેજલેશ્યા વડે બાળીને ભસ્મ કરી દીધેલી. ત્યાર પછી ગોશાળા પાસે કોઈ દિવસે શોણ, કણંદ, કર્ણિકાર, અચ્છિદ્ર અગ્રિવૈશ્યાયન અને ગૌતમપુત્ર અર્જુન એ છ દિશાચર આવ્યા. તે છ એ દિશાચરોએ પૂર્વકૃતમાં કહેવાયેલ અષ્ટાંગ નિમિત્ત, નવમા ગીતમાર્ગ અને દશમો નૃત્યમાર્ગ એ દશને પોતપોતાના મતિદર્શનોથી પૂર્વશ્રુતમાંથી ઉદ્ધત કર્યા. પછી ગોશાળા પાસે ઉપસ્થિત થયા. ત્યાર પછી તે મંખલિપુત્ર ગોશાલક તે અષ્ટાંગ મહાનિમિત્ત (શીખીને) તેના કોઈ ઉપદેશ દ્વારા સર્વે પ્રાણી, સર્વે ભૂત, સમસ્ત જીવો અને બધાં સત્ત્વોને માટે લાભ, અલાભ, સુખ, દુઃખ, જીવન અને મરણ એ છ અનતિક્રમણીય બાબતોના વિષયમાં ઉત્તર આપવા લાગ્યો (–નિમિત્ત કથન કરવા લાગ્યો). ત્યાર પછી તે ગોશાલક અષ્ટાંગ મહાનિમિત્તના સ્વલ્પદેશમાત્રથી શ્રાવસ્તી નગરીમાં જિન ન હોવા છતાં “હું જિન છું", અત્ ન હોવા છતાં “હું અહંત છું.” એ પ્રમાણે મિથ્યા પ્રલાપ–બકવાસ આદિ કરવા લાગ્યો. જિન નહીં હોવા છતાં પોતા માટે “જિન” શબ્દનો પ્રલાપ કરવા લાગ્યો. Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ આગમ કથાનુયોગ-૧ ભગવંત મહાવીર સિદ્ધાર્થપુરથી વિહાર કરી વૈશાલીનગરી પધાર્યા. ત્યાં કાયોત્સર્ગ ધ્યાને રહ્યા. બાળકોએ તેને પિશાચ માની સ્કૂલના પહોંચાડીને ભગવંતને ઉપસર્ગ કર્યો. ત્યાં સિદ્ધાર્થપુરમાં સિદ્ધાર્થ રાજાનો મિત્ર શંખ નામનો ગણરાજ હતો. તેણે ભગવંતને ભક્તિપૂર્વક વંદન કર્યું. ત્યાંથી વિહાર કરી ભગવંત વાણિજ્યગ્રામ પધાર્યા. ત્યારે માર્ગમાં ગંડિકા નામની નદી આવી. ત્યારે ભગવંતે નાવ વડે નદી પાર કરી. ત્યારે નાવિકે ભગવંતને ભાડુ આપવા કહ્યું, ભગવંતે ભાડુ નહીં આપતા તેમને પીડા પહોંચાડવાનું શરૂ કર્યું. તે વખતે (સંયોગવશાતુ) શંખરાજાનો ભાણેજ જેનું ચિત્ર નામ હતું તે દૂતકાર્ય માટે જતા ત્યાં આવ્યો. તેણે ભગવંતને નાવિકના ઉપદ્રવથી છોડાવી, પ્રભુની સ્તુતિ આદિ કર્યા. ત્યાંથી વિહાર કરી વાણિજ્યગ્રામ ગયા. બહારના કોઈ પ્રદેશમાં પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં આનંદ નામનો શ્રાવક હતો. તે હંમેશા છઠ–છઠનો તપ કરતો હતો અને સૂર્યની આતાપના લેતો હતો. તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયેલું. તેણે જેવા ભગવંત મહાવીરને જોયા કે તુરંત આવીને વંદન કર્યું અને કહ્યું કે, હે પ્રભુ ! આપને ધન્ય છે કે, આપે ઘોર ઉપસર્ગો સહન કર્યા. હવે આપને થોડા જ વખતમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થશે. પછી તેણે પ્રભુની સ્તુતિ આદિ પૂજા કરી. (નોંધ :- ઉપાશક દશામાં વર્ણિત આનંદ શ્રાવક અને આ આનંદ શ્રાવક બને જુદા છે. દશ ઉપાસકમાંના એક એવા આનંદ શ્રાવકને ભગવંતનાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી અવધિજ્ઞાન થયેલું હતું.) ૦ ભગવંતનું દશમું ચાતુર્માસ – શ્રાવસ્તી નગરીમાં – ભગવંત વાણિજ્યગ્રામથી વિહાર કરીને શ્રાવસ્તી નગરી પધાર્યા. ત્યાં તેમણે દશમું ચાતુર્માસ વિવિધ પ્રકારના તપ અને સાધના દ્વારા પૂર્ણ કર્યું. ત્યાંથી વિહાર કરી ભગવંત સાનુલખી નામના ગામે પધાર્યા. ત્યાં “ભદ્ર પ્રતિમા” તપ કર્યું. તે આ રીતે – દિવસના પૂર્વ તરફ મુખ રાખીને અને રાત્રે દક્ષિણ તરફ મુખ રાખીને રહેતા, બીજે દિવસે પશ્ચિમ તરફ અને રાત્રે ઉત્તર તરફ મુખ રાખીને રહેતા, એ પ્રમાણે છઠ ભક્તનો તપ કરતા. એ તપ પુરો કર્યા બાદ પારણું કર્યા વિના જ મહાભદ્રપ્રતિમા તપ કર્યો. તે આ રીતે–પહેલે દિવસે પૂર્વ દિશા સન્મુખ અહોરાત્ર રહ્યા. પછી દક્ષિણ, પછી પશ્ચિમ, પછી ઉત્તર એ રીતે ચારે દિશામાં ચાર અહોરાત્ર મુખ રાખીને કાયોત્સર્ગ ધ્યાને રહ્યા. એ રીતે ચાર ઉપવાસ થયા. એ રીતે ક્રમશઃ મહાભદ્ર તપ પૂરો કર્યો. પછી પારણું કર્યા વિના જ સર્વતોભદ્ર પ્રતિમા તપનો આરંભ કર્યો. ઇશાન આદિ આઠ તથા ઉર્ધ્વ અને અધો દિશા સન્મુખ ધ્યાન કર્યું. તેમાં દશે દિવસ ઉપવાસ કર્યા. એ રીતે ભગવંતે ભદ્રા, મહાભદ્રા અને સર્વતોભદ્રા ત્રણે પ્રતિમાની આરાધના કરી. ત્યાર પછી પ્રભુ આનંદ નામના ગાથાપતિના ઘેર ગયા. ત્યાં તેની બહુલા નામની દાસી ભોજનના વાસણ ધોતી હતી. ટાઢું અન્ન કાઢી નાખતી હતી. તે વખતે ભગવંતને પ્રવેશતા જોઈને તે દાસી બોલી કે, હે ભગવંત! તમને આ અન્ન ઉપયોગી છે ? ભગવંતે હાથ પસાર્યા. તેણીએ પરમ શ્રદ્ધાથી તે અન્ન આપ્યું. ત્યારે પાંચ દિવસો પ્રગટ થયા. ત્યારે આનંદે બડુલાને દાસીપણાથી મુક્ત કરી. Page #316 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા ૩૧૫ ત્યાંથી ભગવંત વિહાર કરી મ્લેચ્છ લોકોથી ભરપૂર એવી દૃઢ ભૂમિમાં ગયા. ત્યાં બહાર પેઢાલ નામનું ઉદ્યાન હતું. ત્યાં પોલાસ નામનું ચૈત્ય હતું. ત્યાં ભગવંતે અઠમ તપ કર્યો. ત્યાં એકરાત્રિની પ્રતિમાને રહ્યા. તે ધ્યાનમાં ભગવંતે એક પુદ્ગલ ઉપર દૃષ્ટિ સ્થિર કરી અનિમેષ નયને ધ્યાન ધર્યું. તેમાં પણ જે અચિત પુદ્ગલ હતા. ત્યાં દૃષ્ટિ સ્થિર કરી અને સચિત્ત વસ્તુથી દષ્ટિ ખેસવી લીધી. આ ધ્યાન ધરતી વખતે જાનુ સુધી ભુજા લંબાવી, શરીરને જરા નમાવ્યું, ચિત્ત સ્થિર રાખ્યું ઇત્યાદિ યથાસંભવ જાણવું. તે વખતે ઘણાં દેવ-દેવીઓથી પરિવરેલા દેવરાજ શકે અવધિજ્ઞાનથી ભગવંતને ધ્યાનમગ્ર જોયા. સુધર્માસભામાં સિંહાસન પર બેઠેલ શક્ર હર્ષિત થયો, સંતુષ્ટ થયો, પ્રસન્ન ચિત્ત થયો. તેણે મસ્તકે આવર્ત કરી, અંજલિ કરી ભગવંતને નમસ્કાર કરી આ પ્રમાણે બોલ્યા, સિદ્ધિગતિ નામના સ્થાનને સંપ્રાપ્ત થનારા અરિહંતને મારા નમસ્કાર થાઓ. ઉત્તમ એવા જ્ઞાતકુળના નંદન, તીર્થકર, સ્વયં બોધ પામેલા, પુરુષોમાં ઉત્તમ, પુરુષોમાં સિંહ સમાન, પુરુષોમાં ઉત્તમ કમળ સમાન, પુરુષોમાં ઉત્તમ ગંધહસ્તિ સમાન, અભયને દેનારા. થાવત્ જેના સર્વે કાર્યો સંપન્ન થયા છે તેવા શ્રમણ ભગવંત મહતિ મહાવીર વર્ધમાન સ્વામીને મારા નમસ્કાર થાઓ. અહીં રહેલો એવો હું ત્યાં રહેલા ત્રિલોકવીર ભગવંતને વંદન કરું છું. ત્યાં રહેલા ભગવંત પણ અહીં રહેલા એવા મને જુઓ. એ પ્રમાણે ભગવંતને વંદન–નમસ્કાર કરીને પછી તે શક્ર ઉત્તમ સિંહાસન પર પૂર્વાભિમુખ થઈને બેઠા. તે વખતે તે દેવેન્દ્ર શક્રએ ભગવંતના અતિશય ગુણથી આનંદિત થયેલા હૃદય વડે, હર્ષિત થયેલા હૃદય વડે, હર્ષના વશથી વિકસિત થયેલા હૃદય વડે, જેની રોમરાજી વિકસ્વર થઈ છે, કમલની જેમ વિકસિત થયેલા મુખ વડે ઘણાં સામાનિક, ત્રાયશ્ચિંશક આદિ દેવો અને દેવીઓને આમંત્રિત કરી આ પ્રમાણે કહ્યું, હે દેવો ! ત્રિલોકમાં મહાવીર સમાન એવા શ્રમણ ભગવંત મહાવીર પોતાની કાયાને વોસિરાવીને, દેહના મમત્વ ભાગનો ત્યાગ કરીને દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધિ જે કોઈ અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગો ઉત્પન્ન થાય છે તેને, સમ્યક્ રીતે સહન કરી રહ્યા છે. * (અહીથી આગળ આવશ્યક ચૂર્ણિકારે ભગવંતના અણગાર સ્વરૂપની અદ્દભુત પ્રશંસા કરી છે. જુઓ “આવશ્યક ચૂર્ણિ–૧–પૃ. ૩૦૧-૩૦૩.” પરંતુ આ વર્ણન ભગવંતના કેવળજ્ઞાન પૂર્વેના અનગાર સ્વરૂપમાં કરેલું હોવાથી અહીં નોંધેલ નથી) - ત્રિલોકવીર, ત્રિલોકસાર, ત્રિલોકના હિતમાં પરાક્રમી, ત્રિલોકને અભિભૂત કરતા રહેલા એવા શ્રમણ ભગવંત જિનવર મહાવીરને ત્રણલોકમાં પણ કોઈ દેવ કે દાનવ તેમના ધ્યાનથી લેશમાત્ર ચલિત કરવા સમર્થ નથી. તે વખતે સંગમક નામનો એક સૌધર્મ કલ્પવાસી દેવ કે જે શક્રનો સામાનિક દેવ અને મિથ્યાષ્ટિ–અભવસિદ્ધિક હતો, તે રોષથી બોલ્યો, આ દેવરાજ રાગને લીધે બકવાદ કરી રહ્યો છે. મનુષ્ય એટલે વળી કોણ ? કે જેને દેવ ચલિત ન કરી શકે ? હું હમણાં જ જઈશ અને ક્ષણમાત્રમાં તે મનુષ્યને ચલિત કરી દઈશ. તે વખતે શક્રએ તેને અટકાવ્યો નહીં શક્રએ વિચાર્યું કે જો હું અત્યારે સંગમને અટકાવીશ તો તે એવું માનશે કે તીર્થકરો તો પારકાની સહાયથી જ તપ કરે છે. પ્રભુને ચલાયમાન કરવાની ઇન્દ્ર સમક્ષ પ્રતિજ્ઞા કરી, Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ આગમ કથાનુયોગ-૧ ક્રોધથી ધમધમતો તે દેવ પ્રભુ પાસે આવ્યો. તે સંગમ દેવે આવીને ભગવંતને એક જ રાત્રિમાં વીશ મોટા મોટા ઉપસર્ગો કર્યા. તે આ પ્રમાણે– ૧. સૌ પ્રથમ તેણે ભગવંત ઉપર વજ જેવી ધૂળની વૃષ્ટિ કરી, પ્રભુના આંખ, કાન, નાસિકા વગેરે સર્વ દ્વારા પૂરાઈ ગયા અને પ્રભુને ઉચ્છવાસ રહિત કરી દીધા, ત્યાં સુધી ધૂળ વરસાવી. તેનાથી પ્રભુ તલતુષના ત્રીજા ભાગ જેટલા પણ અર્થાત્ લેશમાત્ર પણ ધ્યાનથી ચલિત ન થયા. ત્યારે સંગમ દેવે થાકીને તે ધૂળને ખસેડી દીધી પછી ૨. સંગમ દેવે વજના જેવા કઠોર મુખવાળી કીડીઓ વિફર્વી. તે કીડીઓ પ્રભુને ચારે બાજુથી વળગીને ખાવા લાગી. તે પ્રભુના શરીરના એક છિદ્રમાંથી પ્રવેશ કરી બીજા છિદ્રમાંથી બહાર નીકળવા લાગી. એ રીતે તે કીડીઓએ પ્રભુના શરીરને ચારણી જેવું કરી દીધું. તો પણ પ્રભુ પોતાના ધ્યાનથી લેશમાત્ર ચલિત ન થયા. પછી ૩. સંગમ દેવે વજના જેવા મુખવાળા ડાંસ વિકુળં. તે પ્રભુના શરીરને ખાવા લાગ્યા. તેના એક જ પ્રહાર વડે પ્રભુના શરીરમાંથી લોહી કાઢવા લાગ્યા. તેનાથી પણ ભગવંતને ચલિત ન કરી શક્યો. ત્યારે ૪. સંગમદેવે તીક્ષ્ણ મુખવાળી ધીમેલો વિકર્વી. તે ભગવંતના શરીરને એવી તો સજ્જડ ચોંટીને વિંધવા લાગી કે ભગવંતનું આખું શરીર ધીમેલમય દેખાવા લાગ્યું. જેમ જેમ સંગમ ઉપસર્ગો કરવા લાગ્યો તેમતેમ ભગવંત વિશેષે-વિશેષ ધ્યાન કરતા પોતાના આત્માને ભાવિત કરવા લાગ્યા. ધીમેલના ઉપસર્ગથી પણ પ્રભુ શોભિત ન થયા ત્યારે ૫. સંગમદેવે વીંછીઓ વિફર્ચા. આ વીંછીઓ ભગવંતના શરીરને ભેદવા લાગ્યા, તો પણ ભગવંત ચલાયમાન ન થયા ત્યારે ૬. તે દેવે નોળીયા વિકુળં. તે પોતાની તીક્ષ્ણ દાઢો વડે ભગવંતના શરીરમાંથી માંસના ટુકડા-ટુકડા કરી જુદા પાડવા લાગ્યા. તો પણ ભગવંતને ધ્યાનથી ચલિત ન કરી શક્યા ત્યારે– ૭. સંગમદેવે સાપ વિકવ્ય. આ સર્પો ઉગ્ર વિષવાળા, દાહ જ્વર ઉત્પન્ન કરનારા અને ભયંકર રોષવાળા હતા. આ સર્પો ભગવંતના શરીરને વીંટાઈને જોર-જોરથી પ્રહાર કરવા લાગ્યા તથા દાઢો બેસાડવા લાગ્યા. તો પણ ભગવંતને ધ્યાનથી ચલિત ન કરી શક્યા ત્યારે ૮. તે દેવે ઉદરો વિકુર્ચા. તે ઉંદરો ભગવંતને દાંત અને નખથી ખણવા લાગ્યા. ભગવંતના શરીરને બટકા ભરી. ત્યાં પડેલા ઘા ઉપર મૂત્ર કરીને ખાર નાંખવા લાગ્યા. તેનાથી ભગવંતને ભયંકર વેદના થવા લાગી. તો પણ તે દેવ ભગવંતને ધ્યાનથી ચલિત ન કરી શક્યો. ત્યારે ૯. તે દેવે મદોન્મત હાથી વિકર્યો. તે હાથી શુંઢ વડે ભગવંતને ગ્રહણ કરી સાત-આઠ તાડ જેટલી ઊંચાઈ પ્રમાણમાં ભગવંતને આકાશમાં ઉછાળી દંતશૂળ વડે ઝીલી, પછી ભૂમિ ઉપર પછાડી ભગવંતને પ્રહાર કરવા લાગ્યા, પછી પગ વડે પ્રહાર કરવા લાગ્યા. પગથી કચડવા લાગ્યા. તો પણ તે ભગવંતને ધ્યાનથી ચલિત કરી શક્યો Page #318 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર–ભમહાવીર—કથા નહીં. પછી ૧૦. સંગમદેવે હાથણી વિકુર્તી તે હાથણી સુંઢ અને દાંત વડે પ્રભુને વીંધવા અને વિદારવા લાગી. મૂત્ર વડે સીંચવા લાગી. પગ વડે મર્દન કરવા લાગી. તો પણ ભગવંતને ધ્યાનથી ચલિત ન કરી શકી. ત્યારે– ૩૧૭ ૧૧. સંગમદેવે પિશાચરૂપ વિક્ર્વ્યુ. તે પિશાચ અગ્નિની જ્વાળાઓથી વિકરાળ બનેલા પોતાના મુખને ફાડી, હાથમાં તલવાર પકડી ભગવંત સામે દોડી આવ્યો. અટ્ટહાસ્ય આદિ ઘોર ઉપસર્ગ કરવા લાગ્યો. તેનાથી પણ પ્રભુ કિંચિત્ માત્ર ક્ષોભિત ન થયા. ૧૨. સંગમદેવે વાઘનું રૂપ વિકુર્વ્યુ. તે વાઘ વજ્ર જેવી દાઢોથી અને ત્રિશૂલ જેવા તીક્ષ્ણ નહોરથી ભગવંતના શરીરને વિદારવા લાગ્યો. તેને ક્ષાર વડે સિંચવા લાગ્યો. તો પણ પ્રભુને ધ્યાનમાં નિશ્ચલ રહેલા જોઈને ૧૩/૧૪. તે દેવે ભગવંતના માતા–પિતા ત્રિશલા દેવી અને સિદ્ધાર્થ રાજાનું રૂપ વિકવ્યું. તેઓ કરુણ વિલાપ કરવા લાગ્યા. હે પુત્ર ! તેં આવી દુષ્કર દીક્ષા શા માટે લીધી? અમે ઘણા દુ:ખી થઈ જ્યાંત્યાં રઝળીએ છીએ. તું અમારી સાર—સંભાળ લે વગેરે—વગેરે પ્રલાપ કરવા લાગ્યા. આવા કરુણા વિલાપથી પણ ભગવંતનું મન લિપ્ત ન થયું ત્યારે (અહીં ૧૩માં ઉપસર્ગ માટે સ્થવીર (સિદ્ધાર્થ રાજા) અને ૧૪માં ઉપસર્ગ માટે સ્થવીરા (ત્રિશલારાણી) એમ જુદું સમજવું) ૧૫. સંગમદેવ એક છાવણી વિકુર્તી. ચારે બાજુથી ઢંકાયેલી હતી. તેમાં રહેલ રસોઈયાએ ભગવંતના બે પગ વચ્ચે અગ્નિ સળગાવ્યો. પગ ઉપર જ પીઠિકા બનાવી રસોઈ બનાવવી શરૂ કરી. પ્રભુના પગ બળવા લાગ્યા. તો પણ એકાગ્ર ધ્યાને રહેલા પ્રભુ ક્ષોભ ન પામ્યા ત્યારે ૧૬. સંગમદેવે એક ચાંડાલ વિકર્યો. તે ચંડાલે પ્રભુની ડોકમાં, બે કાનમાં, બે ભુજામાં ઇત્યાદિ સ્થાને પક્ષીઓના પાંજરા લટકાવ્યા. તે પક્ષીઓ પોતાની ચાંચ વડે પ્રભુને પ્રહાર કરવા લાગ્યા, બટકા ભરવા લાગ્યા. તે ઘા ઉપર મૂત્રાદિ વિસર્જન કરવા લાગ્યા. જેના વડે પ્રભુનું શરીર પાંજરા જેવા છિદ્રોવાળું થઈ ગયું. તો પણ ભગવંત ચલિત ન થયા. ૧૭. સંગમ દેવે પ્રચંડ પવન વિકુર્જ્યો. મેરૂ પર્વત પણ ચલિત થઈ શકે તેવી પ્રચંડ ગતિએ પવનની હતી. તે પવનથી પ્રભુને ઉપાડી, ઉપાડીને નીચે પછાડ્યા, તો પણ ભગવંત ચલિત ન થયા. ત્યારે ૧૮. સંગમદેવે તત્કાલ વંટોળીયો વિષુર્યો. તે વંટોળીયાથી ભગવંતને નંદાવર્તની જેમ ભમાડ્યા. તેનાથી પણ તે દેવ ભગવંતના ધ્યાનની નિશ્ચલતા ખંડિત ન કરી શક્યો. ૧૯. સંગમદેવે કાલચક્રની વિકુર્વણા કરી. તે કાળચક્રને લઈને તે દેવ આકાશમાં ઘણે ઊંચે સુધી ગયો. “હવે તો હું આને મારી જ નાંખુ'' એમ વિચારી વજ્ર જેવા કાળચક્રને ફેંક્યું. તેના વડે મોટામોટા પર્વતનો પણ ચુરો થઈ જાય એવા કાળચક્રથી ભગવંત હાથના અગ્ર નખ સુધી ભૂમિમાં ખૂંચી ગયા. તો પણ ભગવંતને મારી ન શક્યો ત્યારે તેણે વિચાર્યું કે, પ્રતિકૂળ ઉપસર્ગોથી તો હું તેમને ચલિત કરી શક્યો નહીં, તો હવે અનુકૂળ ઉપસર્ગ કરું. Page #319 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ ૨૦. ત્યારે તે દેવે (રાત્રિ હોવા છતાં) પ્રભાત વિકુર્વ્યુ. માણસો વિકુર્યાં. જે હરતા–ફરતા હતા અને ભગવંતને કહેવા લાગ્યા, હે દેવાર્ય ! હજુ આપ કેમ ઊભા છો ? હવે તો પ્રભાત થઈ ગયું. પણ ભગવંત જ્ઞાન વડે જાણતા હતા કે હજી પ્રભાત થયું નથી. તેથી ભગવંત ક્ષુભિત ન થયા, પણ છકાય જીવના હિતને ધ્યાવા લાગ્યા. કોઈ એમ કહે છે કે, વીસમા ઉપસર્ગમાં સંગમ દેવે અનુકૂળ ઉપસર્ગ કરવા માટે તે દેવે દેવઋદ્ધિ વિકુર્તી. વિમાનમાં બેસીને પ્રભુને લોભાવવા બોલ્યો કે, હે મહર્ષિ ! હું આપના ઉગ્ર તપથી સંતુષ્ટ થયો છું. આપને જે જોઈએ તે માગી લ્યો. કહો તો આપને સ્વર્ગમાં લઈ જાઉં. કહો તો મોક્ષમાં લઈ જાઉં. ત્રણે લોકને તમારા કદમોમાં પાડી દઉં. તો પણ ભગવંત ચલિત ન થયા ત્યારે “હવે હું કાલે ફરીથી ઉપસર્ગ કરીશ'' એમ વિચારી તે દેવ પાછો ગયો. એ વીશમો ઉપસર્ગ. ૩૧૮ ( ૧. સંગમદેવના ઉક્ત ઉપસર્ગ વર્ણન માટે જુઓ આવશ્યક નિયુક્તિ ૫૦૨ થી ૫૦૬, તેની ચૂર્ણિ તથા તેની વૃત્તિ. ર. કલ્પસૂત્રની વિનય વિજયજી કૃત્ વૃત્તિમાં ઉપસર્ગ ૧૩ અને ૧૪ બંને એક જ ગણ્યા છે અને વીસમા ઉપસર્ગ માટેનો જે બીજો મત છે. તેને અલગ ઉપસર્ગ ગણ્યો છે. એટલે કે આવશ્યક મતે ૧૯ પ્રતિકૂળ ઉપસર્ગ અને ૧-અનુક્રમ ઉપસર્ગ છે. જ્યારે વિનયવિજયજી કૃત્ કલ્પસૂત્ર વૃત્તિમાં ૧૮–પ્રતિકૂળ ઉપસર્ગ અને બે અનુકૂળ ઉપસર્ગ ગણાવ્યા છે. (આવશ્યક ચૂર્ણિ પૃ.૩૦૬ થી) (સંગમદેવે કરેલા વીશ ઉપસર્ગો પછી જણાવે છે કે, અન્ય આચાર્યો કહે છે કે, અનુકૂળ ઉપસર્ગ આ પ્રમાણે હતો—) - દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવજુત્તિ, દિવ્ય દેવપ્રભાવ વિકુર્યો. મનોહર એવા શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શની રચના કરી, મનોજ્ઞ અને મનાનુકુલી છ ઋતુઓ વિકુર્વી વિચિત્ર આશ્ચર્યકારી પુષ્પવાદળો સુગંધયુક્ત અને રમ્ય હતા. એવા આશ્ચર્યકારી મેઘવાદળ વિકર્યા. સુરૂપ સ્ત્રીઓ દેખાડી. પ્રધાન સ્ત્રીઓથી યુક્ત એવી સુરમ્ય, સૌમ્ય, સર્વાંગસુંદરી અપ્સરાઓ દેખાડી. (આ અપ્સરા આદિ સ્ત્રીઓ કેવી હતી તે જણાવે છે–) સુકુમાલ કુંભ સંસ્થિત એવા કાંત વિશિષ્ટ ચરણો, ઋજુ, પીવર, સારી રીતે ઘડાયેલ હોય તેવી આંગળીઓ, અશ્રુન્નત્ત, રચિત, તામ્રવર્ણીય, સ્નિગ્ધ, સુંદર નખો, રોમરહિત, વૃત્ત, લષ્ટ, સંસ્થિત, અજઘન્યપ્રશસ્ત લક્ષણ એવા જાંઘ યુગલ, સુનિર્મિત, સુનિગૂઢ, પ્રશસ્ત, સુબદ્ધ સંઘી યુક્ત જાનુમંડલ, કેળના સ્તંભ સમ સંસ્થિત, નિર્વર્ણ, સુકમાલ, મૃદુમાંસલ, અવિરલ, સમ, સુજાત, વૃત્ત, પીવર એવા ઉરૂ (સાથળ), અષ્ટાપદ વીતિપટ્ઠ સંસ્થિત, વદનના પ્રમાણથી બમણું, વિશાલ, માંસલ, સુબદ્ધ જઘનને ધારણ કરનારી (અપ્સરાદિ હતી). — – વળી, વજ્રવિરાજિત પ્રશસ્ત લક્ષણ ઉદર, ત્રિવલિવલિત, પાતળી, નમેલો કેળનો મધ્ય ભાગ, ઋજુ, સમ, જાત્ય, તનુ, કૃત્સ્ન, સ્નિગ્ધ, સુજાત, મૃદુ, સુવિભક્ત, કાંત, શોભંત, રુચિકર, રમણીય રોમરાજી, ગંગાવર્ત્ત, પ્રદક્ષિણાવર્ત્ત, તરંગ, ભંગ, તરુણ, રવિકિરણ બોધિત વિકસેલ પદ્મકમળ સમ, ગંભીર, વિવૃત્ત નાભિપ્રદેશ, અનુદ્બટ, પ્રશસ્ત, સુજાત, પીન કુક્ષી, સંનત, સંગત, સુજાત, મિત, પીનરચિત એવા પડખાં, નિર્મળ, સુજાત, નિરૂપહત ગાત્રલષ્ટી, સુવર્ણકળશ પ્રમાણ, સમ, સહિત, લષ્ટ, યમકયુગલવર્તિક, પીન, Page #320 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર—ભમહાવીર—કથા રચિત સંસ્થિત પીવર, સર્પની માફક અનુક્રમે તનુ, ગોપુચ્છ સમવૃત્ત, લલિત એવા તેમના બાહુઓ હતા. – વળી, તામ્રવર્ણીય નખો, માંસલ હાથ, પીવર, કોમળ, ઉત્તમ આંગળી, સ્નિગ્ધ હસ્તરેખા, રવિ, શશિ, શંખ, ચક્ર, સ્વસ્તિક, વિભક્ત, સુવિરચિત હસ્તરેખા, પીન, ઉન્નત્ત, કક્ષ બસ્તીપ્રદેશ, પ્રતિપૂર્ણ ગાળકપોલ, ચાર આંગળ, સુપ્રમાણ, સશ ગ્રીવા, માંસલ, સંસ્થિત, પ્રશસ્ત હનુગ, દાડમના ફૂલ સટશ, પીવર, પ્રલંબ, સુંદર ઓષ્ઠ, દહીં, કુંદ, ચંદ, વાસંતિ સમ શ્વેત, અચ્છિદ્ર, વિમલ દાંત, રક્તકમળ સમ તાળવું અને જીભ, અકુટિલ, અભ્યુદ્ગત, ઋજુ, ઉત્તુંગ નાસિકા, શરદઋતુ સંબંધી કમળ, કુમુદ, કુવલય, વિમલદલ, નિકર સટ્ટશ લક્ષણ એવા પ્રશસ્ત નયનો, શ્વેત, લાંબા, તામ્રખૂણાવાળા લોચન, કંઈક નમેલી, કૃષ્ણ, સંગત, સુજાત, તનુ, કૃત્સ્ન, સ્નિગ્ધ ભૂ-ભમર ભાગ હતો. – (વળી) અલ્લીન, પ્રમાણયુક્ત, સવર્ણા, પીન, રમણીય ગંડલેખા, ચોરસ, પ્રશસ્ત કપાળ, કૌમુદી, રજનીકર, વિમલ, પ્રતિપૂર્ણ સૌમ્યવદન, ઉન્નત્ત ઉત્તમાંગ, છત્ર, ધ્વજ, ચૂપ, સ્તંભ, દામિનિ, કમંડલ, કળશ, ઘંટ, વાવડી, સ્વસ્તિક, પતાકા, યવ, મત્સ્ય, કુંભ, રથ, મગર, અંકુશ, અષ્ટાપદ, સુપ્રતિષ્ઠક, મયૂર, આભિસેક્સ તોરણ, મેદિનિ, ઉદધિ, પ્રવર ભવન,ગિરિ, દર્પણ, ગજ, વૃષભ, સિંહ, ચામર, શસ્ત્ર ઇત્યાદિ ઉત્તમ, પ્રશસ્ત બત્રીશ લક્ષણધારી, હંસÊશા ગતિવાળી, કોયલ સમ મધુર વાણીયુક્તા, કાંત, બધાંને અનુમત, દુર્વર્ણ, વ્યાધિ, દોર્ભાગ્ય અને શોકથી મુક્ત ઇત્યાદિ સ્વરૂપવાળી તે અપ્સરાઓ હતી. તે અપ્સરાદિ સ્ત્રીઓ ઇચ્છિત, નેપથ્થરચિત, રમણીય વેશને ગ્રહણ કરેલી, કાંત હાર, અર્દ્રહાર, પહેરેલી, રત્નકુંડલ, હેમજાલ, મણિજાલ, કનકજાલના સૂત્રક, એકાવલિ કંઠસૂત્ર, ચૈવેયક, શ્રોણિસૂત્ર, ચૂડામણિ, કનકતિલક, કર્ણવાળી, શશિ, સૂર્ય, વૃષભ, ચક્ર, ભૃગક, ત્રુટિત, રચિત હસ્તમાળ, વલય, ઝુમખા, વીંટી, માલિકા, ઝાંઝર, ઘંટિકા, ખિખિણી, રત્નની ઉરુજાલ, કનક, નિયલજાલ ઇત્યાદિ આભૂષણને ધારણ કરેલી, પંચવર્ણી રંગ રચિત, રક્ત, મનહર, મહાર્ધ ઉચ્છવાસ યુક્ત, તુષાર, ગોક્ષીર, હાર, દગરજ, પંડુર, દુગુલ, સુકુમાલ, સુકૃત, રમણીય ઉત્તરિજ્જુને ધારણ કરેલી, ઉત્તમ આભુષણોથી યુક્ત પગવાળી, સર્વઋતુના સુગંધી ફૂલોથી સુરચિત વિચિત્ર માળાને ધારણ કરેલી, સુગંધ ચૂર્ણ, અંગરાગ, ઉત્તમ સુગંધી પુષ્પોત્તરથી વિરચિત, ઉત્તમ ચંદન ચર્ચિત, ઉત્તમ ધૂપથી ધૂપિત, અધિક શોભાયુક્ત, હાથમાં માલ્યદામની અંજલિ ધારણ કરેલી, ચંદ્રાનના, ચંદ્રવિલાસિણી, અર્ધચંદ્રાકાર કપાળયુક્ત, ઉલ્કા સટ્ટશ ઉદ્યોતીત, વિદ્યુત્—ઘનકિરણ સૂર્યના દિસ તેજથી અધિકતર દિપ્તિમાન, શ્રૃંગારના ઘર જેવી, સુંદર વેશવાળી, રમણીય હાસ્ય, વાણી, વચન, ચેષ્ટા, વિલાસ, લલિત, સંલાપમાં નિપુણ અને યુક્ત ઉપચારમાં કુશળ, સુંદર સ્તન, જઘન, વદન, હાથ, પગ, નયન, લાવણ્ય, વર્ણ, રૂપ, યૌવન અને વિલાસથી યુક્ત દેવાંગનાઓ, શિરિષપુષ્પ, નવનીત, મૃદુ, સુકુમાલ તુલ્ય સ્પર્શવાળી, મલ, મેલ, વાત આદિથી રહિત, સૌમ્ય, કાંત,પ્રિયદર્શના, સુશીલા, શ્રૃંગારરસયુક્ત, પ્રેક્ષણીય, ઘણાં ઉન્માદની જનની, નિત્ય એકાંતે રતિપ્રસન્ન, પ્રમત્તવિષયસુખ મૂર્છિત, બાલ્યભાવ અતિક્રમી યૌવન પામેલી, અતિ સુંદર, સૌમ્ય, ચારૂ રૂપ, નિરૂપહત - ૩૧૯ Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ આગમ કથાનુયોગ-૧ સરસ યૌવન, તરૂણ ભાવને પામેલી સવગ સુંદરીઓ હતી. ત્યારે તેણી સર્વે ભગવંત મહાવીરના અપ્રતિરૂપ રૂપ, લાવણ્ય, યૌવન, સૌભાગ્ય, અપરિમિત લાખો ગુણથી યુક્ત જોઈને અત્યંત મૃદુ, અનુલોમ, શૃંગાર યુક્ત ઉપસર્ગો વડે ઉપસર્ગ કરે છે. ત્યારે સર્વ પ્રથમ તેઓએ બહુસમરમણીય ભૂમિભાગ વિકર્થો. તેમાં અનેક સેંકડો સ્તંભથી યુક્ત યાવત્ શ્રી વડે અતીવ શોભાયમાન પ્રેક્ષાગૃહ મંડપ વિકુર્યો. ત્યાં દિવ્ય નૃત્ય, ગીત, વાજિંત્ર વિધિ દેખાડી યાવત્ યુક્ત ઉપચાર સહિત થઈને ભગવંતની સન્મુખ એકત્ર થઈને સમોસરણ કર્યું, પંક્તિઓ બનાવી, ચડતી–ઉતરતી નૃત્ય કરવા લાગી. એ જ પ્રમાણે સહિતા, સંગતા, તિમિતા, પ્રસરણ આદિ રચના કરી. એ જ રીતે એકઠી થઈને વાજિંત્ર, ગાન, નૃત્ય કરવા લાગી, હર્ષ તથા કિલકિલાટ કરતા ગીત, ગંધર્વ, આનંદિત મનથી ઊંચા-નીચા, મંદ સ્વરે ગાન કરવા લાગી. ગદ્ય, પદ્ય, કથ્ય, ગેય, પદબદ્ધ, પાદબદ્ધ ઇત્યાદિ સપ્ત સ્વર ગત, અષ્ટરસયુક્ત, અગિયાર અલંકાર, છ દોષ મુક્ત, આઠ ગુણયુક્ત મધુર, સમ, સલલિત, મનોહર, મૃદુ, રિભિત પદ સંચાર વડે દિવ્ય નૃત્ય સજ્જ ગીત આદિ કરવા લાગી. – સંખ્યાત સેંગાબરમુડી, પ્રણવ, પટણના નાદ કરતી, ભંભાને વગાડતી, તાળીઓ આપતી, ભેરી, ઝલ્લરી, દંભી, મુરવ, મુનીંગ, નંદીમુનીંગ, ગોમુખી, વીણા, વલુકડી, ભ્રામરી, સારિજેંતી, સુઘોષા, નંદિઘોષ, કચ્છભી, તુંબવીણા, હક્ક, ડિડિમ, કદંબ, તાલ, કંસતાલ, વંશ, વેલુ ઇત્યાદિ ઓગણપચાસ પ્રકારના વાજિંત્ર વિધાનોને પ્રકૃષ્ટતયા વગાડવા લાગી. ત્યારે તે દિવ્ય ગીત, દિવ્ય વાજિંત્ર, દિવ્ય નૃત્ય, અદ્ભુત શૃંગાર, ઉદાર, મનોજ્ઞ, મનોહર, ઉર્મિજ્વાલામાલાભૂત કહyહાયુક્ત દિવ્ય દેવરમણમાં પ્રવૃત્ત થયા હતા. ત્યારે તે દેવીઓએ ભગવંત મહાવીરની સન્મુખ પ્રથમ સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય અને દર્પણ એ અષ્ટ મંગલ પ્રવિભક્તિ નામની દિવ્ય નૃત્યવિધિ પ્રદર્શિત કરી. ભગવંત તો સમભાવમાં જ રહ્યા. જ્યારે ભગવંતને ચલિત ન કરી શક્યા ત્યારે અવ્યક્ત કામ, મૈથુનયુક્ત, મોહથી ભરેલ, અવાજો કરતી પ્રત્યેક–પ્રત્યેક મધુર, શૃંગાર, કરુણ શબ્દોથી ઉપસર્ગો કરવા લાગી. પછી ભગવંત મહાવીર ઉપર લલિત સહ વિવિધ પ્રકારનાં વાસ ચૂર્ણમય, દિવ્ય, ઘાણ અને મનને ભરી દેતા, સર્વઋતુઓના પુષ્પોની વૃષ્ટિ કરી, વિવિધ પ્રકારના મણિ, કનક, રત્નાદિ ઘંટિકા વડે નાદ કરતી દિશાઓને અવાજ વડે ભરી દેતી, આવા વચનો બોલવા લાગી, હે સ્વામી ! હોલ, વસુલ, ગોલ, નાથ, દયિત, પ્રિય. કાંત, રમણ, નિમ્પિણ, નિરર્થક, છિન્ન, નિષ્ક્રિવ, શિથિલ ભાવ, રૂક્ષ, દેવ, સર્વજીવ રક્ષક ! અમારી સાથે જોડાતા નથી. અનાથ એવા અમે તમારી અપેક્ષા કરીએ છીએ. હે ગુણશંકર ! અમે તમારા ચરણોમાં આવેલા છીએ. હે સ્વામી ! અમે આપના વિના એક ક્ષણને માટે પણ જીવિત રહી શકીએ તેમ નથી. તમારા આ ગુણ સમુદાયથી અમને શો લાભ ? આ પ્રકારે શશી મંડલમાંથી ઘન વિમળતા ચાલી ગઈ હોય તેવા, શારદ–કમળ, કુમુદ, મુકુલદલનિકર સદશ નયન, વદન પિપાસાગતા, જે અમને જોવા માટે Page #322 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભમહાવીર–કથા ૨૨૧ પણ ઈચ્છતા નથી. હે નાથ ! હવે તો તમે અમારી સામે જુઓ. અમારા વદનકમળ અને નયનને નિહાળો. એ પ્રમાણે પ્રણય સહિત પહેલા મધુર વચનો વડે પછી કરુણ વચનો બોલતી, વિલાસ કરતી, હાસ્યપૂર્વક બોલતી ઇત્યાદિ અનેક ચેષ્ટાઓને કરતી જ્યારે ભગવંતને કિંચિત્માત્ર પણ ચલાયમાન કરી શકી નહીં. ત્યારે તે દેવાંગનાઓ જે દિશામાંથી પ્રગટ થઈ હતી – આવી હતી, તે જ દિશામાં પાછી ચાલી ગઈ. આ પ્રમાણે અનેક અનુકૂળ ઉપસર્ગો કર્યા. પછી કહ્યું, હે મહર્ષિ ! હું તમારાથી તુષ્ટ છું. તમે વરદાન માંગો. હું તમને શું આપું? શું આપને સ્વર્ગ જોઈએ છે ? કે પછી શરીર સહિત મોક્ષ જોઈએ છે ? તમે કહો તો હું ત્રણે લોકને તમારા પગમાં પાડી દઉં. ત્રણે લોક તમને સ્વામીપણે સ્વીકાર કરે ? એ પ્રમાણે ઉપડત મતિ વિજ્ઞાનથી તેઓએ ત્યારે ભગવંત મહાવીરને ઘણાં જ પ્રલોભનો આપ્યા. પછી તેઓએ અવધિજ્ઞાન વડે જાણ્યું કે, ભગવંત તો છ કાયજીવના હિતમાં ધ્યાનમાં નિમગ્ર છે. ત્યારે ભગવંત તો લેશમાત્ર ચલિત થયા નથી. તેમ જાણીને સારી રીતે પ્રતિનિવેશ કરીને ગયા. (એ પ્રમાણે દેવી દ્વારા કરાયેલ અનુકૂળ ઉપસર્ગ જાણવો) ત્યાંથી ભગવંતે વાલકાગ્રામ તરફ વિહાર કર્યો. ત્યારે માર્ગમાં સંગમદેવે પ૦૦ ચોરોને વિકુળં. તેઓએ ભગવંતનું આખું શરીર રેતીમય કરી દીધું. બીજી પણ યાતનાઓ આપી. પછી ભગવંત વાલુકાગ્રામે પહોંચ્યા. ભગવંત જ્યાં જ્યાં ભિક્ષા માટે જતા, ત્યાં ત્યાં તે દેવ આહારને અનેષણીય કરી નાખતો અને બીજા પણ કષ્ટો આપતો. - ત્યાંથી વિહાર કરી ભગવંત સુભૌમ ગયા. ત્યાં પણ ભિક્ષાચર્યાર્થે જતા ભગવંતને વિવિધ ઉપદ્રવ કરતો અને ભગવંતને આહાર ઉપલબ્ધ થતો ન હતો. ત્યાંથી વિહાર કરી ભગવંત સુક્ષેત્રગ્રામે ગયા. ત્યાં ભગવંત ભિક્ષાર્થે નીકળ્યા. ત્યારે તેમને રસ્તામાં આવરી વિટનું રૂપ ધારણ કરી તે દેવ રસ્તામાં હસવાન્ગાવા, અટ્ટહાસ્યાદિ કરતો. અશિષ્ટ શબ્દો બોલવા લાગ્યો. ભગવંત ત્યાંથી પણ નીકળી ગયા. - ત્યાંથી ભગવંત મલયગ્રામ પધાર્યા. ત્યાં સંગમદેવે પિશાચનું રૂપ વિકુવ્યું. ત્યાં પણ ભગવંતને વિવિધ પ્રકારે કષ્ટ આપવા લાગ્યો. ભગવંતને આહારાદિ ઉપલબ્ધ ન થયા. એ જ રીતે ભગવંત વિહાર કરી હસ્તિશીર્ષ ગ્રામ ગયા. ત્યાં પણ તે દેવે શીવરૂપનું વિકુવ્યું. તેના પુરુષ ચિન્હને સ્તબ્ધ કરવા લાગ્યો. એ રીતે ભગવંતને અપભ્રાજિત કરીને ભિક્ષા પ્રાપ્ત થવા ન દીધી. ત્યારે ભગવતે વિચાર કર્યો કે, હવે કોઈ ગામમાં જવું જ નથી. કેમકે પેલો દેવ ઘણી જ અપભ્રાજના કરાવે છે. આહાર પણ અનેષણીય કરી દે છે. માટે હવે ગામની બહાર જ રહીશ. પછી ભગવંત એકાંતમાં સ્થિત થયા. ત્યારે શક્રે સંગમનો અપહાસ કર્યો. “કેમ ભગવંતને તું ચલિત ન કરી શક્યોને ?" પછી શક્રેન્દ્ર ત્યાં ભગવંતની સુખ શાતા પૂછી, વંદના કરીને ગયો. ત્યારપછી ભગવંત વિહાર કરી તોસલિ ગામે ગયા. ત્યાં બહાર જ પ્રતિમા ધ્યાને ૧/૧ Jaindl international Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ આગમ કથાનુયોગ-૧ સ્થિર રહ્યા. ત્યારે સંગમદેવે વિચાર્યું કે, આ ગામમાં જતા નથી. તેની અપભ્રાજના કઈ રીતે કરું ? માટે હમણાં તેમને અહીં જ ઉપસર્ગો કરીશ, ત્યાં તે દેવે બાળ સાધુનું રૂપ વિકવ્યું. લોકોના ઉપકરણ લઈને દોડ્યો. મને મારશો નહીં, મારશો નહીં એમ બૂમો પાડવા લાગ્યો. જ્યારે લોકોએ પૂછયું ત્યારે તે દેવ બોલ્યો કે, મને આચાર્યએ મોકલ્યો છે. તેઓ બહાર ઉદ્યાનમાં રહ્યા છે. ત્યારે લોકોએ ત્યાં જઈ ભગવંતને બાંધ્યા અને મારવા લાગ્યા. તે વખતે ભૂતિલ નામનો ઇન્દ્રજાલિક ત્યાંથી પસાર થતો હતો. તેણે ભગવંતને કુંડગ્રામમાં જોયેલા. તેણે ભગવંતને છોડાવ્યા અને કહ્યું કે, આ તો સિદ્ધાર્થ રાજાના પુત્ર છે. લોકોએ તેમને મુક્ત કર્યા અને ક્ષમાયાચના કરી. ત્યારે પેલા બાળ સાધુની શોધ કરતા ક્યાંય દેખાયો નહીં, ત્યારે ખ્યાલ આવ્યો કે, કોઈ દેવ ઉપસર્ગ કરી રહ્યો છે. ત્યાંથી વિહાર કરી ભગવંત મોસલિગ્રામે ગયા. ત્યાં પણ બહાર જ પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં તે દેવ સંધિમાર્ગ શોધતો, તેની નોંધ કરતો એવો એક બાળ સાધુ વિકુવ્ય. પછી ભગવંત પાસે બધાં જ ઉપકરણો વિકુળં. કોઈએ તે બાળ સાધુને પકડીને પૂછયું કે, તું અહીં કેમ ફરે છે? ત્યારે તેણે કહ્યું કે, મારા ગુરુ રાત્રે ખાતર પાડે છે. ત્યારે લોકો ભગવંતને પકડી લાવ્યા. તે વખતે સુમાગધ નામનો કોઈ માણસ કે જે ભગવંતના પિતાનો મિત્ર હતો. તેણે ભગવંતને છોડાવ્યા. ત્યાંથી વિહાર કરી ભગવંત તોસલિ ગામે ગયા. ત્યાં પણ તે દેવે ભગવંતને એ જ રીતે કષ્ટ પહોંચાડ્યું. લોકોએ ભગવંતને ચોર માનીને પકડ્યા. ફાંસી આપવા પ્રયત્ન કર્યો. ત્યાં તોસલિના ક્ષત્રિયોયે ભગવંતને છોડાવ્યા. ત્યાંથી ભગવંત સિદ્ધાર્થપુર ગયા. ત્યાં પણ તે દેવે એવી સ્થિતિ નિર્માણ કરી કે, લોકો ભગવંતને ચોર સમજી પકડી ગયા. ત્યાં કૌશિક નામનો ઘોડાનો વેપારી હતો. તેણે કુંડપુરમાં ભગવંતને જોયેલા. તેણે ભગવંતને છોડાવ્યા. ત્યાંથી ભગવંત વ્રજગ્રામ નામે ગોકુળમાં ગયા. ત્યાં તે દિવસે બધે જ ખીર બનાવાયેલી હતી. સંગમદેવ દ્વારા કરાતા ઉપસર્ગ લાંબા કાળથી ચાલતા હતા. ભગવંતે વિચાર કર્યો કે, તે દેવનો ઉપસર્ગ છ માસથી ચાલે છે. એમ વિચારી છ માસી તપનું પારણું કરવા માટે ભિક્ષાર્થે ગોકુળમાં ગયા. તેવામાં તે દેવે ત્યાં પણ આહારને અનેષણીય કરી દીધો. ભગવંતે જ્ઞાનથી તે જાણ્યું. તુરંત પાછા ફરીને ગામની બહાર આવી પ્રતિમા ધ્યાને સ્થિર થઈ ગયા. તે વખતે સંગમદેવે જ્ઞાનનો ઉપયોગ મુક્યો કે હજી આ મુનિના પરિણામો ભગ્ન થયા છે કે નહીં ત્યારે જાણ્યું કે, પ્રભુ તો અસ્મલિત વિશુદ્ધ પરિણામ વાળા જ છે. – ૮ – – સંગમ કૃ4 ઉપસર્ગ વિશે – આવ.યૂ.૧–પૃ. ૩૧૧ થી ૩૧૪ કિંચિત્ વિશેષ માહિતી (ત્યારપછી પ્રભાતે ભગવંત મહાવીરે વાલુકા નામના ગામ પ્રતિ વિહાર કર્યો. ત્યારે સંગમે માર્ગમાં એવો રસ્તો વિકર્થો કે જેની રેતી ભગવંતના પગમાં સખત ખુંચતી હતી. પછી મોટા પર્વતને પણ હલાવી દે તેવો વંટોળીયો વિદુર્યો. વજ જેવા કાંકરા તેમાં Page #324 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર—ભમહાવીર—કથા ઉડતા હતા, જે પર્વતને પણ ફોડી નાંખે તેવા હતા. પછી વાલુકા પહોંચ્યા. ત્યાં ભગવંત મહાવીર ભિક્ષાને માટે નીકળ્યા. ત્યારે સંગમદેવે ભગવંતનું રૂપ આવરી લઈ, અવિરિતિને કાણી આંખ દેખાડતો હતો. જ્યાં ત્યાં તરુણીઓ હોય તે તરફ જવા લાગતો અને માર ખાધો. ત્યાંથી નીકળી ભગવંત સુભોમ ગયા. ત્યાં પણ ભિક્ષાચર્યા માટે ગયા. ત્યાં પણ ભગવંતના રૂપને આવરીને સ્ત્રીઓને અંજલિ જોડવા લાગ્યો. ત્યાં તેઓએ પણ ભગવંતને માર્યા. ભગવંત ત્યાંથી પણ નીકળી ગયા. ત્યાર પછી સુચ્છેત્રા નામના ગામે ગયા. ત્યાં જઈને જ્યારે ભગવંત ભિક્ષાને માટે નીકળ્યા, ત્યારે સંગમદેવે તેમને આવરીને વિનું રૂપ કર્યું. ત્યાં અટ્ટહાસ્ય કરવા લાગ્યો, ગાવા લાગ્યો, કાણો થયો. એ રીતે વિની જેમ કરવા લાગ્યો. અશિષ્ટ ભાષા બોલવા લાગ્યો. ત્યાં પણ માર ખાધો. તેથી ત્યાંથી પણ નીકળી ગયા. ત્યાંથી મલય ગામે ગયા. ત્યાં પિશાચનું રૂપ વિકવ્યું. ઉન્મત્ત એવું ભગવંતનું રૂપ કર્યું. ત્યાં અવિરતિઓએ પકડીને ઘણો ત્રાસ આપ્યો. પછી ત્યાં બાળકોનો બીવડાવવા લાગ્યો, ઢેખાળા મારવા લાગ્યો, રેતી વગેરે ઉડાડવા લાગ્યો. તેને જોઈને બાળકો નાસવા લાગ્યા. તેથી ત્યાં પણ લોકોએ માર્યો. ત્યાંથી નીકળી હસ્તિશીર્ષ નામના ગામે ગયા. ત્યાં પણ ભગવંત ભિક્ષાચર્યા માટે નીકળ્યા. ત્યાં સંગમદેવે ભગવંતનું શિવરૂપ વિકવ્યું. સાગારિકની સાથે કષાય કરવા લાગ્યો. જો અવિરતિ દેખાય તો તેની પાછળ દોડતો. ત્યારે ભગવંતે વિચાર્યું કે, આ (સંગમદેવ) ઉડ્ડહણા પણ કરે છે અને ભિક્ષાને અનેષણીય પણ બનાવી દે છે. તેથી મારે હવે ગામમાં પ્રવેશ કરવો નહીં. હવે હું બહાર જ રહીશ. કોઈ આચાર્ય કહે છે. જેવો પંચાલદેવ હોય તેવું રૂપ સંગમે વિકવ્યું. ત્યારે પંચાલ ઉત્પન્ન થયો. ત્યારે ગામની બહાર નીકળી ગયા. જ્યાં સ્ત્રીવૃંદ હોય, તેમાં સાગારિક હોય તો કષાયકલહ કરીને રહેતો. ૩૨૩ ત્યાર પછી ઢાંઢશિવ પર્વત કે જ્યાં શક્રે ભગવંતને પૂજેલા ત્યાં ભગવંત રહ્યા. ત્યાર પછી ભગવંતે વિચાર્યું કે, આ નક્કામી ઉડ્ડાહણા કરે છે, માટે મારે ગામમાં જવું નહીં. એકાંતમાં જ રહેવું. ત્યારે સંગમ તે સ્થાનેથી ચલિત કરવા સમર્થ ન બન્યો. અતિથિરૂપે તે ગામ જોવા ગયો. ત્યારે શક્ર આવ્યા. ભગવંતને પૂછ્યું, હે ભગવન્ આપની યાત્રા સુખપૂર્વક વર્તે છે ? આપને યાપનીય બરાબર છે ? પ્રાસુકવિહાર અવ્યાબાધ વર્તે છે ? પછી વંદન કરીને શક્રેન્દ્ર ગયો. ત્યાર પછી ભગવંત તોસલિગામે ગયા. બહાર પ્રતિમાધ્યાને રહ્યા. ત્યારે સંગમદેવે વિચાર્યું કે, આ ગામમાં પ્રવેશ કરતા નથી. તો અહીં જ તેઓને કોઈ ઉપસર્ગ કરું. ત્યારે તેણે ક્ષુલ્લક રૂપ વિક્ર્વ્યુ. કોઈને ત્યાં સંધિ—ગ્રંથિ છેદ કરવા લાગ્યો. તેમના ઉપકરણ ચોરવા લાગ્યો. ત્યારે ત્યાંની વસતિના રહીશે તેને પકડી લીધો. તે દેવ બોલ્યો, મને મારશો નહીં. હું કંઈ જાણતો નથી. મને મારા આચાર્યએ અહીં મોકલ્યો છે. લોકોએ પૂછ્યું, તે ક્યાં છે ? તો દેવ કહે, આ વ્હારના અશોક ઉદ્યાનમાં છે. ત્યારે ફરી લોકોએ તેમને માર્યા અને ઝઘડા કર્યા. મારતા—મારતા બાંધીને ઢસડી જવા લાગ્યા. ત્યારે ભૂતિલ નામનો ઇન્દ્રજાલિક હતો કે, જેણે ભગવંતને કુંડગ્રામમાં જોયેલા. તેણે છોડાવ્યા. કહ્યું કે, Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ આગમ કથાનુયોગ-૧ આ તો રાજા સિદ્ધાર્થના પુત્ર છે. ત્યારે છોડ્યા અને માફી માંગી. પછી સુલક મુનિની શોધ કરી પણ તે ક્યાંય દેખાયા નહીં ત્યારે જાણ્યું કે, આ કોઈ દેવ ઉપસર્ગ કરે છે. ત્યાંથી ભગવંત મોસલિ ગામે ગયા. બહાર પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યારે સંગમદેવે ફરી લુલકબાળ સાધુનું રૂપ વિકુવ્યું. ખાતર પાડવા લાગ્યો. ત્યાં પણ લોકોએ તેમને પકડ્યો. બાંધીને મારવા લાગ્યા. ત્યાં સુમાગધ નામનો રાષ્ટ્રિક કે જે ભગવંતના પિતાનો મિત્ર હતો. તેણે તેમને છોડાવ્યા. પછી તે ભુલકને પકડ્યો. તે નાસી ગયો. ત્યાંથી ભગવંત તોસલિ ગયા. ત્યાં પણ બહાર પ્રતિમાધ્યાને રહ્યા. ત્યાં પણ સંગમદેવે સુલકબાળસાધુનું રૂપ વિકુવ્યું. સંધિમાર્ગ રાત્રે ચોરી કરવાના રસ્તા શોધવા લાગ્યો. રસ્તો સાફ કરી, ભગવંતની પાસે બધાં જ ખાતર પાડવાના અધિકરણો વિકુર્ચા ત્યારે લોકોએ તે સુલકને પકડ્યો. પૂછયું, તું અહીં કોને શોધે છે ? મારા ધમાચાર્યને રાત્રે કાંટા વગેરે ન લાગે તે જોઉ છું. કેમકે તે રાત્રે ખાતર પાડવા નીકળે છે. લોકોએ પૂછ્યું, તે ક્યાં છે ? દેવે તેમનું સ્થાન બતાવ્યું. લોકો ત્યાં ગયા. ભગવંત મહાવીરને જોયા. તેમને ચારે તરફથી બાંધ્યા. પકડીને લાવ્યા. તેમને દોરડું બાંધીને લટકાવી દીધા ત્યારે એક દોરડું છેદાઈ ગયું. એ પ્રમાણે સાત વાર લટકાવ્યા. બધી વાર દોરડું છેદાઈ ગયું. ત્યારે તોસલિક ક્ષત્રિયે તેમને જણાવ્યું. આમને છોડી દો. આ ચોર નથી પણ નિર્દોષ છે. તે સુલકને શોધો. દેખાયો નહીં ત્યારે જાણ્યું, આ દેવ ઉપસર્ગ હતો. ત્યાંથી ભગવંત મહાવીર સિદ્ધાર્થપુર નામના ગામે ગયા. ત્યાં પણ સંગમદેવે એવું કિંઈક કર્યું. જેથી લોકોએ ભગવંતને ચોર માનીને પકડી લીધા. ત્યાં કૌશિક નામે અશ્વવણિક હતો. તેણે ભગવંતને કુંડગ્રામે જોયેલા હતા. તેણે છોડાવ્યા. કોઈ કહે છે કે, ત્યાં કૌશિક નામે અશ્વવણિકે ભગવંતને જોયા. ત્યારે નિર્ગમન વખતે આ અમંગલ થયું તેમ માની તે તલવાર કાઢીને દોડ્યો. શક્રેન્દ્રએ તેની જ ઉપર તલવાર ચલાવી, તે મૃત્યુ પામ્યો. ત્યાંથી ભગવંત વગામ ગોકુળે ગયા. ત્યાં પણ તે દિવસે છળથી બધી જ ખીરને ઢોળી નાંખી. દીર્ધકાળ સુધી તે દેવે ત્યાં રહીને ઉપસર્ગ કર્યા. ભગવંતે વિચાર્યું. છ માસ આ રીતે ગયા. હવે ભિક્ષાર્થે જવું નહીં. જ્યાં જઈશ ત્યાં આ દેવ અનેષણીય કરી નાંખશે. એ પ્રમાણે ભગવંતે ઉપયોગ મૂકીને જોયું. પછી અડધે ચાલીને પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યારે સંગમદેવે પણ અવધિ વડે વિચારણા કરી કે, શું સ્વામી ભગ્ર પરિણામવાળા થયા છે કે નહીં ? તે વખતે ભગવંત પૂર્વવત્ જ છકાયજીવના હિતનું ધ્યાન કરતા હતા. તેમ જોઈને સંગમદેવને થયું કે, આમને ચલાયમાન કરવા શક્ય નથી. જે આટલા લાંબા છ માસના કાળ સુધી પણ ચલિત ન થયા, તેમને દીર્ધકાળે પણ ચલિત કરવા શક્ય નથી ત્યારે પગે પડીને સંગમદેવ બોલ્યો કે ખરેખર ! શક્રેન્દ્રએ જે કીધું તે સત્ય જ છે. હું મારા બધા અપરાધની ક્ષમા માંગુ છું. હે ભગવંત! હું ભગ્નપ્રતિજ્ઞ છું અને આપ સમ્યક્ પ્રતિજ્ઞ છો. હવે આપ પારણું કરો. હું કોઈ ઉપસર્ગ કરીશ નહીં ત્યારે ભગવંત મહાવીરે કહ્યું, ઓ સંગમક ! હું કોઈને આધારે વર્તતો નથી. મારી ઈચ્છા હોય તો વિચારું છું અથવા નથી વિચરતો. પછી બીજે દિવસે તે જ ગામમાં ભિક્ષા Page #326 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર–ભમહાવીર–કથા ૩૨૫ માટે નીકળેલા ત્યારે વસ્ત્રપાલ નામની સ્થવીરાએ દૂધપાક–ખીર વડે પારણું કરાવ્યું. પંચદિવ્ય પ્રગટ થયા. બીજા આચાર્ય કહે છે, તે દિવસે તેમને ખીર મળેલી ન હતી. બીજે દિવસે સવાર પછી ખીર પાકી તેના વડે પ્રતિલાભિત કર્યા, ત્યારે પંચદિવ્યો પ્રગટ થયા હતા. પછી તે સંગમદેવ સૌધર્મકલ્પ પાછો ફર્યો. આ તરફ સૌધર્મ કલ્પના સર્વે દેવો તે દિવસથી ઉગવાળા મને રહ્યા હતા. સંગમ આવ્યો ત્યારે શક્રેન્દ્રએ મુખ ફેરવી લીધું થાવત તે સંગમદેવ મેરૂ પર્વતની ચૂલિકાએ યાન વિમાનમાં આવીને રહ્યો. ઇત્યાદિ વર્ણન આવશ્યક ચૂર્ણિ અનુસાર જોવા મળેલ છે.) – ૪ – ૪ – ત્યારે સંગમદેવને થયું કે, મેં આમને છ મહિના સુધી સતત ઉપસર્ગો કર્યા તો પણ હું તેમને ચલિત કરી શક્યો નહીં. હજી દીર્ધકાળ સુધી પણ હું તેમને ચલિત કરી શકું તેમ નથી. ત્યારે ભગવંતના પગમાં પડીને બોલ્યો ખરેખર ! શક્રએ પ્રભુના ધૈર્યાદિ ગુણની જે પ્રશંસા કરેલી તે સત્ય છે. હે ભગવંત ! મને ક્ષમા કરો. મારી પ્રતિજ્ઞાનો ભંગ થયો છે. આપે આપની પ્રતિજ્ઞા પૂર્ણ કરી છે. હવે આપ ક્યાંય પણ વિચરો, હું ઉપસર્ગ કરીશ નહીં. ભગવંતે તેને કહ્યું, હે સંગમક ! હું કોઈના કહેવાથી કે, ઇચ્છાથી ક્યાંય જતો નથી કે, રોકાતો નથી. ભગવંત બીજે દિવસે ગોકુળમાં પધાર્યા. કોઈ વૃદ્ધા ગોવાલણે પ્રભુને ઠંડી ખીર વહોરાવી. ત્યાં પંચ દિવ્યો પ્રગટ થયા. આ તરફ સૌધર્મ દેવલોકમાં સર્વે દેવો સંગમકે ઉપસર્ગનો આરંભ કર્યો તે દિવસથી ઉદ્ધગયુક્ત મનવાળા થઈને રહેલા હતા. સંગમક જ્યારે સૌધર્મ દેવલોકમાં પાછો ફર્યો. ત્યારે શક્રએ તે તરફથી મોં ફેરવી લીધું પછી દેવોને કહ્યું, હે દેવી! તમે સાંભળો. આ પાપાત્મા આવી રહ્યો છે. તેનું મોઢું જોવામાં પણ પાપ છે. તેણે ફક્ત આપણા ચિત્તને જ અશાંતિ નથી પહોંચાડી, પરંતુ તીર્થંકરની પણ આશાતના કરી છે. આપણે તેનું કોઈ કામ નથી. એ પાપી જેમ પાપથી ડર્યો નહીં તેમ આપણાથી પણ ડર્યો નહીં. એ દુરાત્માને સ્વર્ગમાંથી જલદી કાઢી મૂકો. તેની *દ્ધિ વિષય બધું જ છીનવી લેવાયું. દેવ-દેવી દ્વારા પણ તેનો તિરસ્કાર કરાયો. દેવલોકમાંથી કાઢી મૂકાયેલો સંગમદેવ પછી યાનવિમાન દ્વારા મેરૂ પર્વતની ચૂલિકાએ આવ્યો. ત્યાં જઈને રહ્યો. ઇન્દ્રએ બીજા સર્વ પરિવારને તેની પાછળ જતો અટકાવ્યો. સંગમદેવ ત્યાં પોતાનું શેષ એક સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરશે. ભગવંત પણ ગોકુળગામથી નીકળી આલંભિકા નગરી પધાર્યા. ત્યાં વિદ્યુતકુમારોનો ઇન્દ્ર હરિ આવ્યો. તેણે ભગવંતને વંદના કરી, મહિમા કર્યો. ભગવંતની સુખશાતા પૂછી. ભગવંત આપના ઉપસર્ગો પૂર્ણ થયા ? ભગવંતે કહ્યું, ઘણાં બધાં ઉપસર્ગો પૂર્ણ થયા. થોડા રહ્યા છે. તે ઇન્ડે કહ્યું, હે ભગવંત! આપને જલદીથી કેવળજ્ઞાન ઉત્પન્ન થશે. ભગવંત ત્યાંથી વિહાર કરી શ્વેતાંબી નગરી પધાર્યા. ત્યાં વિદ્યુત્ કુમારોનો ઇન્દ્ર હરિસ્સહ ભગવંતની સુખશાતા પૂછીને ગયો. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ આગમ કથાનુયોગ-૧ ભગવંત ત્યાંથી શ્રાવસ્તીનગરી પધાર્યા. ત્યાં બહાર પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં લોકો સ્કંદપ્રતિમા મહોત્સવ કરતા હતા. તે વખતે શક્રએ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. તેણે જોયું કે, લોકો ભગવંતનો આદર કરતા નથી. પણ સ્કંદ પ્રતિમાની પૂજા કરી રહ્યા છે. તેથી તે દેવલોકથી નીચે આવ્યા. તે વખતે લોકો સ્કંદ પ્રતિમાને અલંકૃત્ કરી રથમાં લઈ જતા હતા. ત્યારે શક્રએ તે પ્રતિમામાં પ્રવેશ કર્યો. જ્યાં ભગવંત હતા ત્યાં ગયા. લોકો આશ્ચર્યથી અને સંતુષ્ટ થઈને બોલ્યા, અહો દેવ પોતે પધારી રહ્યા છે. શક્રએ પ્રતિમામાં રહીને પ્રતિમા દ્વારા ભગવંતને વંદન કર્યું. ત્યારે લોકોએ પણ તેનું અનુકરણ કર્યું “આ તો દેવના પણ દેવ છે.” એમ સમજી ભગવંતનો મહિમા પ્રવર્તાવ્યો. ભગવંત ત્યાંથી કૌશાંબી નગરી પધાર્યા. ત્યાં સૂર્ય અને ચંદ્રએ પોતાના વિમાનસહિત પ્રભુને વંદના કરી. પ્રભુનો મહિમા વધાર્યો. સુખશાતા પૂછી. ત્યાંથી ભગવંત વારાણસી પધાર્યા. ત્યાં શક્રેન્દ્રએ આવીને સુખ શાતા પૂછી. ત્યાંથી ભગવંત રાજગૃહી પધાર્યા. ત્યાં ઇશાનેન્દ્રએ આવીને સુખશાતા પૂછી. ત્યાંથી ભગવંત મિથિલા નગરી પધાર્યા. ત્યાં જનક રાજાએ તથા ધરણેન્દ્રએ આવીને ભગવંતની સુખશાતા પૂછી. ૦ ભગવંતનું અગિયારમું ચાતુર્માસ – વિશાલા નગરીમાં : ભગવંત વિહાર કરીને વિશાલા નગરી પધાર્યા. ત્યાં ભગવંતે અગિયારમું ચોમાસુ કર્યું. ( આ અભિપ્રાય આવશ્યકવૃત્તિ અને કલ્પસૂત્ર વૃત્તિનો છે. આવશ્યક ચૂર્ણિ–૧–પૃ. ૩૧૫ ઉપર નિર્યુક્તિ-પ૧૭ની ચૂર્ણિમાં જણાવે છે કે, ભગવંતનું અગિયારમું ચાતુર્માસિ મિથિલામાં થયું. ત્યાં ભગવંતે ચોમાસી તપ અને ધ્યાન સાધના સાથે ચાતુર્માસ પસાર કર્યું) વિશાલાનગરીએ નાગકુમારના ઇન્દ્ર ભૂતાનંદે આપીને સુખશાતા પૃચ્છા કરી, પ્રશ્નોના ઉત્તર આપ્યા. ત્યાંથી વિહાર કરી ભગવંત સુંસુમારરપુર ગયા. ત્યાં અમરેન્દ્રનો ઉત્પાત થયો. (આ ઘટના દશ આચર્યામાં પણ આવે છે. ભગવતી સૂત્ર–૧૭૦ થી ૧૭૭માં વિસ્તારથી આપેલી છે. અમે પૂરણ તાપસના કથાનકમાં તેની વિસ્તૃત નોધ કરી જ છે. જુઓ અન્યતીર્થિક કથા વિભાગમ પૂરણ તાપસની કથામાં) પ્રભુ સુસુમારપુર પધારીને ત્યાંના ઉદ્યાનમાં પ્રતિમા ધ્યાને રહ્યા. તે વખતે અમરેન્દ્ર ગર્વ કરીને શક્રને જીતવા સૌધર્મ દેવલોકે ગયો. તેથી શક્રએ રોષપૂર્વક તેના પર વજ છોડ્યું. વજથી ભયભીત ચમરેન્દ્ર પ્રભુના ચરણ કમળ આવીને શરણું સ્વીકારી રહ્યો. તેથી બચી ગયો. ત્યાંથી વિહાર કરી ભગવંત ભોગપુર પધાર્યા. ત્યાં માહેન્દ્ર નામનો ક્ષત્રિય ભગવંતને જોઈને ખજૂરીનો કંડક વડે મારવા દોડ્યો. તે વખતે સનતુ કુમારેન્દ્ર ત્યાં આવ્યા. તેણે માહેન્દ્ર ક્ષત્રિયને અટકાવ્યો. ત્રાસ આપીને કાઢી મૂક્યો. પછી ભગવંતની સુખશાતા પૂછી. ત્યાંથી ભગવંત નંદીગ્રામ પધાર્યા. ત્યાં નંદી નામે ભગવંતના પિતાનો મિત્ર હતો તેણે ભગવંતનો મહિમા કર્યો. ત્યાંથી ભગવંત મેંટિકગ્રામ પધાર્યા. ત્યાં કૂમરગ્રામની જેમ ગોવાળ દોરડું લઈને ભગવંત મારવા દોડ્યો. ત્યાં એ જ રીતે શક્રેન્દ્રએ તેને અટકાવી, ત્રાસ આપી કાઢી મૂકયો. ત્યાંથી ભગવંત કોસાંબી પધાર્યા. ત્યાં શતાનીક નામે રાજા હતો. તેની પત્ની Page #328 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભમહાવીર-કથા ૩૨૭ મૃગાવતી રાણી હતી. તત્ત્વવાદી નામે ધર્મપાઠક હતો. સુગુપ્ત નામે અમાત્ય હતો. તે અમાત્યની નંદા નામે પત્ની હતી. તે પરમ શ્રાવિકા હતી. તે શ્રાવિકા મૃગાવતી રાણીની સખી હતી. તે નગરમાં ધનાવહ નામે શ્રેષ્ઠી હતા. જેની મૂલા નામની પત્ની હતી. એ પ્રમાણે તે બધા પોતપોતાના કર્માનુસાર રહેલા હતા. ત્યાં ભગવંતે પોષવદ એકમ (ગુજરાતી માગસર વદ–૧)ના દિવસે આવા પ્રકારનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ઉગ્ર અભિગ્રહ ધારણ કર્યો. દ્રવ્યથી સૂપડાના ખૂણામાં રહેલા બાફેલા અડદ હોય, ક્ષેત્રથી વહોરાવનારે ઊંબરો ઓળંગેલ હોય અર્થાત્ તેનો એક પગ ઉબરામાં અને એક પગ બહાર હોય. કાળથી ભિક્ષાચરો ભિક્ષા લઈ ગયા પછીનો સમય હોય. ભાવથી દાસીપણાને પામેલી એવી રાજકુમારી હોય, જે બેડીમાં બંધાયેલી હોય, માથું મુંડેલું હોય, રૂદન કરતી હોય, અઠમ ભક્ત (ત્રણ દિવસથી ભોજન ન કર્યું હોય) એ ચારે અભિગ્રહ એક સાથે પૂરા થતા હોય તો ભિક્ષા લેવી કલ્પ અન્યથા ન કહ્યું. આ પ્રમાણે અભિગ્રહ લઈ કૌશાંબીમાં રહ્યા. રોજે રોજ ભગવંત ભિક્ષાચર્યા માટે નીકળતા હતા. જેથી ભિક્ષાચર્યાદિ પરીષહોની ઉદીરણા થતી રહે. એ પ્રમાણે કૌશાંબીમાં ફરતાફરતા ચાર માસ વ્યતીત થયા. ત્યારે ભગવંત નંદાના ઘેર ભિક્ષાર્થે પ્રવેશ કર્યો. ભગવંત પધાર્યા છે. તે જાણી પરમ આદરપૂર્વક વહોરાવવા માટે આહાર લાવી. ભગવંત (પોતાનો અભિગ્રહ પૂરો થયો નથી તેમ જાણીને) ત્યાંથી નીકળી ગયા. નંદાને ઘણો જ ખેદ થયો. તેણીએ દાસીને કહ્યું, આ દેવાર્ય રોજેરોજ ભિક્ષાર્થે નીકળે છે. (પણ કંઈ ગ્રહણ કરતા નથી ત્યારે તેણીને ખ્યાલ આવ્યો કે, નક્કી ભગવંતે કોઈ અભિગ્રહ કર્યો લાગે છે. તેણીને સતત ખેદ રહ્યા કર્યો. સુગુપ્ત અમાત્યે આવીને કહ્યું કે, શા માટે ખેદ કરે છે ? તેણીએ કહ્યું કે, આપણા આ અમાત્યપણાનો શું લાભ છે ? આટલા લાંબા સમય સુધી ભગવંતને ભિક્ષા પ્રાપ્ત થતી નથી. તમારું વિશિષ્ટ જ્ઞાન શું કામનું? જો તમે ભગવંતનો અભિગ્રહ શું છે? તે પણ જાણી ન શકો. અમાત્યએ તેની પત્ની નંદાને આશ્વાસન આપ્યું કે, કાલે દિવસ ઉગ્યા પછી મારાથી જે બને તે કંઈક કરીશ. આ વૃત્તાંત વિજયા નામની પ્રાતિહારિણી–દાસીના જાણવામાં આવ્યો. તેણીએ બધી વાત મૃગાવતી રાણીને જણાવી. મૃગાવતીને પણ તે સાંભળીને ઘણું જ દુઃખ થયું. ચેટક રાજાની પુત્રી (ભગવંતના મામાની દીકરી) એવી તે મૃગાવતીને પણ ભગવંતને ચાર માસથી ભિક્ષા મળી નથી જાણીને ઘણું દુઃખ થયું. જ્યારે રાજાએ આવીને તેણીને પૂછ્યું, ત્યારે તેણી બોલી કે, તમારા આ રાજ્યથી મને શો લાભ ? જો ભગવંત આટલા લાંબા સમયથી ભિક્ષા માટે નીકળે છે. છતાં તેમનો ભિક્ષા અભિગ્રહ આપણે જાણીએ નહીં અહીં વિચરે છે તો પણ તમે જાણતા નથી. રાજાએ મૃગાવતીને આશ્વાસન આપ્યું કે, કાલે હું કંઈક કરીને આ માહિતી મેળવીશ. ત્યારે રાજાએ સુગુપ્ત અમાત્યને બોલાવીને ઠપકો આપ્યો. શું તમને ભગવંત પધાર્યા છે તે ખબર નથી ? ભગવંત ચાર મહિનાથી અહીં વિચરી રહ્યા છે. ત્યારે તેણે તત્ત્વવાદીને બોલાવ્યો. શતાનીક રાજાએ તેને પૂછ્યું, તારા ધર્મશાસ્ત્રમાં સર્વ પાપંડોના Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ આગમ કથાનુયોગ-૧ આચારો આવે છે તે તું કહે. તેણે કહ્યું કે, ઘણાં પ્રકારના અભિગ્રહ હોય છે. તેથી કોણે શું ધારણા કરી છે તે જાણી શકાય નહીં. સાત પ્રકારે પિSષણા અને સાત પ્રકારની પારૈષણા વિષયક દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ વિવિધ અભિગ્રહો થઈ શકતા હોવાથી, તે વિશે અભિપ્રાય બાંધવો કઈ રીતે શક્ય બને ? ત્યારે રાજાએ લોકોને પરલોકનું હિત સમજાવી, સર્વત્ર લોકોને આજ્ઞા કરી કે, ભગવંતનો અભિગ્રહ પૂર્ણ થાય તેમ કરવું. ભગવંત ગૌચરી માટે નીકળતા. લોકો વિવિધ પ્રકારે આહાર વહોરાવવા પ્રયત્ન કરતા, પણ ભગવંત અભિગ્રહ પુરો ન થવાથી કંઈ ગ્રહણ કરતા ન હતા. આ તરફ એક બીજો પ્રસંગ બન્યો શતાનીક રાજાએ ચંપાનગરી પર ચડાઈ કરી. વિશાળ સૈન્ય સાથે જઈને ઓચિંતા જ નગરને ઘેરી લીધું. ત્યારે ત્યાંનો રાજા દધિવાહન નાસી છૂટ્યો. રાજાએ પણ નગરી લુંટવા આદેશ આપ્યો. શતાનીક રાજાના એક સુભટે દધિવાહન રાજાની પત્ની રાણી ધારિણી દેવી તથા તેની પુત્રી વસુમતીને પકડીને પોતાના કન્જામાં લીધી. રાજા ત્યાંથી પાછો ફર્યો. તે સુભટે કહ્યું કે, આ મારી પત્ની છે અને આ બાલિકાને હું વેંચી દઈશ. રાણી ધારિણી તે ઘટનાથી મનોમન ખૂબ દુઃખી થઈ, તેને થયું કે, આ મારી પુત્રીને ન જાણે શું કરશે ? એમ વિચારતા મૃત્યુ પામી. ત્યારે તે સુભટને ચિંતા થવા લાગી કે, “આ મારી પત્ની થશે તેમ મેં અનુચિત કહ્યું. હવે તેની પુત્રીને કશું કહીશ નહીં. જો તે પણ મરી જશે તો મને તેનું કશું મૂલ્ય ઉપજશે નહીં. પછી તે સુભટ ફરતા–ફરતા કૌશાંબી આવ્યો. ત્યાં વસુમતીને બજારમાં વેચવા ઊભી રાખી. ધનાવહ શ્રેષ્ઠીએ તેને જોઈ. અલંકાર રહિત હોવા છતાં પણ તેનું લાવણ્ય એટલું બધું દીસીમાનું હતું કે, ધનાવડને થયું કે નક્કી આ કોઈ રાજા અથવા ઈશ્વરની પુત્રી હોવી જોઈએ. તે રાજકન્યાને કોઈ વિપત્તિ ઉત્પન્ન ન થાય તે માટે સુભટે જે મૂલ્ય માગ્યું, તે આપી દઈને તે રાજકન્યાને ગ્રહણ કરી લીધી. પછી પોતાના ઘેર લાવી, પોતાની પુત્રીરૂપે રાખી. તેને સ્નાન કરાવડાવ્યું. તેણે પોતાની પત્ની મૂલાને પણ કહ્યું. આ તારી પુત્રી છે. વસુમતી પણ પોતાના જ ઘેર રહેતી હોય તેમ સુખપૂર્વક રહેવા લાગી. તેણીએ પોતાના શીલ અને વિનયગુણ વડે દાસ–પરિજન આદિ સર્વ લોકને પોતાના કરી લીધા. ત્યારે તે સર્વે લોકો કહેવા લાગ્યા કે, આ શીલચંદના છે. ત્યારથી તેનું નામ ચંદના થઈ ગયું. એ પ્રમાણે કાળ વહેતો ગયો. મૂલા શેઠાણી દ્વારા તે અપમાન અને ઇર્ષ્યાનો ભોગ બનવા લાગી. મૂલાના મનમાં થવા લાગ્યું કે, ક્યાંક શેઠ આને પત્નીરૂપે રાખી લેશે તો હું આ ઘરની સ્વામીની પણ નહીં રહું. ચંદનાના વાળ ઘણાં જ લાંબા, રમણીય અને કાળા હતા. એક વખત મધ્યાલે ધનાવહ શ્રેષ્ઠી ઘેર આવ્યા. ત્યાં કોઈ નોકર-ચાકરને ન જોવાથી શેઠ પોતાની મેળે પગ ધોતા હતા, ત્યારે ચંદના ત્યાંથી પાણી લઈને નીકળી. શેઠે તેણીને રોકી તો પણ તે શેઠના પગ ધોવા પ્રવૃત્ત થઈ. એ વખતે તેના બાંધેલા વાળ છૂટી ગયા તે વખતે ધનાવહ શેઠને થયું કે, “આ પુત્રીના વાળ કાદવમાં પડીને ખરડાય નહીં તે માટે શેઠે લાકડી વડે તેણીના વાળ ઊંચા કરી હાથમાં લઈને બાંધી દીધા. ગોખમાં બેઠેલી મૂલા શેઠાણીએ આ દૃશ્ય જોયું. મૂલા શેઠાણીના મનમાં થઈ ગયું. ખલાસ ! પિતા-પુત્રીના સંબંધમાં આવી ચેષ્ટા હોય જ નહીં. હવે જો શેઠ આને પરણી જશે તો હું તો નકામી Page #330 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર—ભ મહાવીરકથા થઈ જઈશ. રોગને તો મૂળથી જ ડામી દેવો સારો. શ્રેષ્ઠી જ્યારે બહાર ગયા ત્યારે હજામને બોલાવી ચંદનાનું મસ્તક મુંડાવી નાખ્યું. બેડીના બંધનમાં નાંખી અને ઘણો માર માર્યો તેમજ નોકરચાકરને પણ ધમકી આપી કે કોઈએ બોલવું નહીં. દૂરના કોઈ ઘરમાં પૂરી દીધી. પછી તે પીયર ચાલી ગઈ. શ્રેષ્ઠીએ ઘેર આવીને પૂછયું, ચંદના ક્યાં છે ? પણ મૂલા શેઠાણીના ભયથી કોઈએ જવાબ આપ્યો નહીં. શ્રેષ્ઠીને થયું કે ક્યાંક ઉપર રમતી હશે. રાત્રે પણ પૂછયું તો પણ જવાબ ન મળ્યો. શ્રેષ્ઠીને એમ કે, ચંદના સૂઈ ગઈ હશે. બીજે દિવસે પણ તેણી જોવા ન મળી. ત્રીજે દિવસે શ્રેષ્ઠીએ ઘનિષ્ટ પૂછતાછ કરી. હવે જો મને નહીં કહો તો હું તમને મારીશ. તે વખતે એક વૃદ્ધ દાસીએ વિચાર્યું કે, મારે જીવીને શું કરવું છે ? તેના કરતા ચંદના જીવે તે ઉત્તમ છે. ત્યારે તે દાસીએ શેઠને સર્વ વૃત્તાંત જણાવ્યો. અમુક ઘરમાં ચંદનાને પૂરી દીધી છે. શેઠે તે ઘર ઉઘાડ્યું. ભૂખ વડે પીડાઈ, બેહાલ થયેલી ચંદનાને જોઈ, શેઠને ઘણો જ ખેદ થયો. તેણે ભાત શોધવા પ્રયત્ન કર્યો. તે ન મળ્યા ત્યારે તેને બાફેલા અડદ જોવામાં આવ્યા. ત્યારે સુપડાના ખૂણામાં પડેલા અડદ ખાવા માટે આપીને લુહારને ઘેર ગયા. જેથી ચંદનાની બેડી તોડી શકાય. તે વખતે ચંદના પોતાના રાજકુળને સંભારતી ઊંબરો ઓળંગી એક પગ બહાર મૂકી બેઠી. પૂર્વાવસ્થાને યાદ કરતાં તેનું હૃદય ભરાઈ આવ્યું, તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ખરેખર આ મારા અધર્મનું ફળ છે. તે વખતે ભગવંત ભિક્ષાર્થે પધાર્યા. તેણીએ વિચાર્યું કે હું આ અડદ ભગવંતને વહોરાવી દઉં. તેણીએ ભગવંતને પૂછ્યું કે, આપને આ અડદ ખપશે ? ભગવંતે હાથ ફેલાવ્યો કેમકે ભગવંતના અભિગ્રહ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પૂર્ણ થયો હતો. તે વખતે પંચદિવ્યો પ્રગટ થયા. તેણીના વાળ, કેશપાશ પૂર્વવત્ સુશોભિત થઈ ગયા તેની બેડીઓ પણ તુટી ગઈ. તેને સ્થાને સુવર્ણના ઝાંઝર થઈ ગયા. દેવોએ ચંદનાને વસ્ત્ર-અલંકારથી સુશોભિત કરી દીધી. (આ સર્વ કથન આવશ્યક ચૂર્ણિ તથા આવશ્યક નિર્યુક્તિ ૫૨૦-૫૨૧ની વૃત્તિ આધારે છે. ત્રિષષ્ઠી શલાકામાં પણ આમ જ જણાવેલ છે. કલ્પસૂત્રના વૃત્તિકાર અહીં બે વાતમાં જુદા પડે છે. (૧) તેઓ ચોથે દિવસે ધનાવહ શ્રેષ્ઠીને ચંદનાની માહિતી મળી તેમ લખ્યું છે. (૨) પહેલા ચંદના રડતી ન હતી. ભગવંત પાછા ગયા. પછી રડવા લાગી તેમ લખ્યું છે.) તે વખતે દેવરાજ શક્ર પણ ત્યાં આવ્યા. તે વખતે સાડાબાર કોડી સુવર્ણ વૃષ્ટિ પણ થયેલી. કૌશાંબીમાં સર્વત્ર ચર્ચા થવા લાગી કે, આ પુણ્યવતીનું એવું કયું પુણ્ય છે કે, જેને ભગવંતને પ્રતિલાભ્યા ? આ વાત સાંભળી ત્યાં શતાનીક રાજા અંતઃપુર અને પરિજન સાથે આવ્યો. તે વખતે દધિવાહન રાજાનો સંપુલ નામનો કંચુકી જેને બંદી બનાવીને લાવ્યા હતા. તેણે ચંદનાને જોઈને ઓળખી લીધી. તુરંત તે ચંદનાને પગે પડીને રડવા લાગ્યો. રાજાએ તેને પૂછયું કે, તેણી કોણ છે ? ત્યારે કંચુકીએ કહ્યું કે, તેણી રાજા દધિવાહનની પુત્રી છે. ત્યારે મૃગાવતી રાણી બોલી કે, અરે ! આ તો મારી બહેનની પુત્રી છે. તે વખતે અમાત્ય પણ પોતાની પત્ની સાથે આવ્યો. તેણે ભગવંતને વંદના કરી. પછી ભગવંત ત્યાંથી નીકળી ગયા. તે વખતે શતાનીક રાજા સાડા બાર કરોડ સુવર્ણને ગ્રહણ કરવા માટે પ્રવૃત્ત થયો. ૩૨૯ Page #331 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ શક્રએ તેને વસુધારા લેતો અટકાવ્યો. હે રાજન્ ! આ ધન ચંદના જેને આપે તે જ લઈ શકે. જ્યારે ચંદનાને પૂછ્યું ત્યારે તેણીએ કહ્યું કે, ધનાવહ શેઠ મારા પિતા સમાન છે. માટે આ ધન તેને આપો. ચંદનાની અનુજ્ઞાથી શકે બધું ધન ધનાવહ શ્રેષ્ઠીને આપ્યું. પછી શક્રેન્દ્રએ શતાનીક રાજાને કહ્યું, આ ચંદના ચરમશરીરી છે. તેનું સારી રીતે પાલન કરજે. જ્યારે ભગવંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થશે. ત્યારે તે ભગવંતના પ્રથમ શિષ્યા થશે. ત્યારે રાજા તેણીને આદરપૂર્વક ઘેર લઈ ગયો. કન્યાના અંતઃપુમાં તેનો ઉછેર થવા લાગ્યો. મૂલા શેઠાણીની લોકો દ્વારા ઘણી હેલના અને તિરસ્કાર થયો. 330 ભગવંતનો અભિગ્રહ પાંચ માસ અને પચીશ દિવસે પૂર્ણ થયો. અર્થાત્ એટલા દિવસે ભગવંતને ભિક્ષા પ્રાપ્ત થઈ. ત્યાંથી વિહાર કરી ભગવંત સુમંગલ નામના ગામે પધાર્યા. ત્યાં સનકુમારેન્દ્ર આવ્યા. તેણે વંદના કરી, સુખશાતા પૂછી. ત્યાંથી વિહાર કરી ભગવંત સુક્ષેત્ર ગામે પધાર્યા. ત્યાં માહેન્દ્ર સુખશાતા પૂછવા આવ્યા. ત્યાંથી ભગવંત પાલક નામના ગામે ગયા. ત્યાં વાતબલ નામનો વણિક યાત્રાર્થે નીકળતો હતો. ભગવંતને જોઈને અપશુકન થયા તેમ માની તલવાર લઈ ભગવંતને મારવા દોડ્યો. ત્યારે સિદ્ધાર્થ વ્યંતરે તેને શિક્ષા કરવા પોતાના હાથે જ તે વિણક્નું મસ્તક છેદી નાખ્યું. .. ભગવંતનું બારમું ચાતુર્માસ – ચંપામાં અગ્નિહોત્રશાળામાં : ભગવંત ત્યાંથી ચંપાનગરી પધાર્યા. ત્યાં સ્વાતિદત્ત બ્રાહ્મણની અગ્નિહોત્ર શાળામાં વસતિ પ્રાપ્ત કરીને ત્યાં ચોમાસી તપ કરવા પૂર્વક ભગવંતે બારમું ચોમાસુ કર્યું. ત્યાં રોજ રાત્રે પૂર્ણભદ્ર અને માણિભદ્ર બે યક્ષો ભગવંતની પર્યાપાસના કરતા. એ રીતે ચારે મહિના તે બંને દેવોએ ભગવંતની ભક્તિ કરી. તે જોઈને સ્વાતિદત્તને થયું કે, આ દેવાર્ય નકકી કોઈ વિશિષ્ટ જ્ઞાની છે. તેણે ભગવંત સમક્ષ જિજ્ઞાસા રજૂ કરી કે આ આત્મા શું છે ? ભગવંતે ઉત્તર આપ્યો. જે આ “હું” શબ્દથી વ્યક્ત થાય છે. તે આત્મા છે. સ્વાતિદત્તે પૂછ્યું, તે આત્મા કેવો છે ? અર્થાત્ તેનું સ્વરૂપ કેવું છે ? તે અત્યંત સૂક્ષ્મ છે. ઇન્દ્રિયને અતિક્રાન્ત કરતો હોવાતી દેખાતો નથી. શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શના વિષયોથી રહિત છે. સ્વાતિદત્ત ફરી પૂછ્યું, સૂક્ષ્મ એટલે કેવો ? ભગવંતે જણાવ્યું કે, જે ઇન્દ્રિયો વડે જાણી શકાતો નથી તેવો સૂક્ષ્મ. ફરી સ્વાતિદત્તે પૂછ્યું કે, શું આત્મા શબ્દ, રૂપ, ગંધ અને પવનની માફક સૂક્ષ્મ છે ? ભગવંતે કહ્યું કે, ના. તે બધાં તો ઇન્દ્રિય ગ્રાહ્ય છે. અર્થાત્ કાન વડે શબ્દ, નેત્ર વડે રૂપ, નાક વડે ગંધ અને સ્પર્શ વડે પવન ગ્રાહ્ય છે. પરંતુ જે ઇન્દ્રિયો વડે ગ્રાહ્ય ન હોય તેવો સૂક્ષ્મ તે આત્મા છે. ઇન્દ્રિયો પદાર્થની ગ્રાહક છે. શું જ્ઞાન એ જ આત્મા છે ? ના. જ્ઞાન એ આત્માનો અસાધારણ ગુણ છે. જ્ઞાનનો આધાર આત્મા છે. હે ભગવંત ! પ્રદેશન શું છે ? ભગવંતે કહ્યું, હે સ્વાતિદત્ત ! પ્રદેશન બે પ્રકારે છે. ધાર્મિક અને અધાર્મિક. અહીં પ્રદેશનનો અર્થ ઉપદેશ કર્યો છે. હે ભગવંત ! પ્રત્યાખ્યાન શું છે ? પ્રત્યાખ્યાન બે પ્રકારે છે. મૂલગુણ પ્રત્યાખ્યાન અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. આ ઉપદેશથી ઉપગત હોય તે જ્ઞાની. આવા પ્રકારે સ્વાતિદત્તની શંકાનું Page #332 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ મહાવીર-કથા ૩ ૩૧ સમાધાન કરી ભગવંતે ત્યાંથી વિહાર કર્યો. ત્યાંથી વિહાર કરી ભગવંત જૂલિંકાગામ ગયા. ત્યાં શક્ર આવ્યા. ભગવંતને વંદન કરી, નાટ્યવિધિ દેખાડી, ભગવંતને કહ્યું કે, હે ભગવંત ! હવે આટલા દિવસોમાં આપને કેવળજ્ઞાન થશે. ત્યાંથી ભગવંત મિટિંકાગ્રામ પધાર્યા. ત્યાં અમરેન્દ્ર ભગવંતને વંદન કરવા અને સુખશાતા પૂછવા આવ્યા. ત્યાંથી ભગવંત વિહાર કરીને છમ્માણિ નામના ગામે પધાર્યા. ત્યાં બહાર પ્રતિમા ધ્યાને રહ્યા. ભગવંતે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં તપાવેલા સીસાનો રસ રડાવી જે અશાતાવેદનીય કર્મનું ઉપાર્જન કરેલ તે કર્મ પ્રભુને ઉદયમાં આવ્યું. તે શય્યા પાલકનો જીવ ઘણાં ભવોમાં ભ્રમણ કરીને આ ગામમાં ગોવાળ થયો હતો. તે ગોવાળ સાંજના પ્રભુને ગામની બહાર ઊભા રહેલા જોઈને પોતાના બળદો ભગવંત પાસે મૂકીને ગાયો દોહવા ગામમાં ગયો. ગોવાળના ગયા પછી બળદો ચરવા માટે અટવીમાં દૂર ચાલ્યા ગયા. ગોવાળ ગાયોને દોડીને ભગવંત પાસે પાછો આવ્યો. પણ બળદોને ન જોઈને ભગવંતને પૂછયું, હે દેવાર્ય ! મારા બળદો ક્યાં ગયા ? ભગવંત મૌન રહ્યા. ત્યારે તે ગોવાળે ભગવંતના બંને કાનોમાં કટની (વાંસની) તીક્ષ્ણ શલાકા (સળી) નાંખી દીધી. એક કાનમાં એક અને બીજા કાનમાં એક, એમ બે કાનમાં શલાકાઓ એવી રીતે ઘુસાડી દીધી કે બંને એકબીજાને મળી ગઈ, પછી તે શલાકાના મૂળ કાપી નાખ્યા. જેથી બહારથી દેખાય નહીં. કોઈ એમ પણ કહે છે કે, એક જ શલાકા એક કાનમાંથી નાખી બીજા કાનની બહાર નીકળી તે રીતે ઘુસાડી દઈ પછી બંને બાજુથી મૂળ કાપી નાંખ્યા. ભગવંત એ જ સ્થિતિમાં વિહાર કરી મધ્યમા પાપાનગરીએ પધાર્યા. ત્યાં સિદ્ધાર્થ નામનો વણિક હતો. ભગવંત તેના ઘેર પધાર્યા. સિદ્ધાર્થને એક ખરક નામનો મિત્ર હતો, તે વૈદ્ય હતો. તે બંને સિદ્ધાર્થના ઘેર હતા. જ્યારે ભગવંતે ભિક્ષાર્થે પ્રવેશ કર્યો, ત્યારે તે વણિકે ભગવંતને વંદના કરી, સ્તુતિ કરી, વૈદ્ય તીર્થકરને જોઈને કહ્યું, અરે ! આ ભગવંત સર્વલક્ષણ સંપૂર્ણ છે. પણ તેના શરીરમાં ક્યાંક શલ્ય છે. ત્યારે તે વણિકે સંભ્રમથી કહ્યું કે, બરાબર જો ક્યાં શલ્ય રહેલું છે ? વૈદ્ય ધ્યાનથી નિરીક્ષણ કરતા, પ્રભુના બંને કાનમાં શલાકા નંખાયેલી જોઈ. તુરંત સિદ્ધાર્થ વણિકે કહ્યું કે, બીજા બધાં કાર્યો પડતા મૂકીને પહેલા આપણે ભગવંતના આ શલ્યને દૂર કરવું જોઈએ. આ મહાતપસ્વીનું શલ્ય દૂર કરવાથી તને અને મને બંનેને પુણ્ય બંધાશે. બંનેની આવી વાત ચાલતી હતી, ત્યાં પોતાના દેહના મમત્વભાવનો ત્યાગ કરેલા પ્રભુ ચિકિત્સા ઈચ્છતા ન હોવાથી ત્યાંથી નીકળી ગયા. જ્યારે પ્રતિચારિત પાસેથી સમાચાર મળ્યા કે ભગવંત ઉદ્યાનમાં કાયોત્સર્ગ સ્થિત છે. ત્યારે સિદ્ધાર્થ વણિક અને ખરક વૈદ્ય ઔષધ આદિ લઈ સત્વરે ઉદ્યાનમાં ગયા. પહેલા ભગવંતને તેલની એક કુંડીમાં બેસાડ્યા. પ્રભુના શરીરનું તેલ વડે અથંગન કર્યું. પછી બળવાન્ ચંપી કરનારા ઘણાં પુરુષો પાસે મર્દન કરાવ્યું. બલિષ્ઠ પુરષોએ ભગવંતના બધા સાંધા ઢીલા કરી દીધા. પછી સાણસી વડે ભગવંતના બંને કાનોમાંથી તે શલાકા પકડીને વૈદ્ય બહાર ખેંચી કાઢી. તે ખીલા રૂધિર અને માંસમાં એવા ચોંટી ગયા હતા કે રૂધિર સહિત બહાર નીકળ્યા ત્યારે Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ આગમ કથાનુયોગ-૧ ભગવંત વડે મોટી ચીસ પડી ગઈ. જે મહાભયંકર અવાજ વડે આખું ઉદ્યાન તથા દેવકુળ શબ્દમય બની ગયું. પછી સંરોહણ ઔષધિ વડે પ્રભુના બંને કાન તત્કાલ રૂઝવી લોહી બંધ કરી દીધું, જખમ પણ ભરી દીધો. પછી પ્રભુને વંદન–નમસ્કાર કરી વૈદ્ય અને વણિક બંને ક્ષમાયાચના કરી ત્યાંથી ગયા. વૈદ્ય અને વણિક તીવ્ર વેદના આપવા છતાં શુદ્ધભાવ યુક્ત હોવાથી કાળક્રમે મૃત્યુ પામી સ્વર્ગે ગયા અને ગોવાળ સાતમી નરક ગયો. ભગવંતને થયેલા ઉપસર્ગોમાં દુર્વિષહ ઉપસર્ગો ક્યા હતા ? જણાવે છે કે, ભગવંતને થયેલા ઉપસર્ગોને ત્રણ ભાગમાં વહેંચીએ તો જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ ત્રણ પ્રકારના ઉપસર્ગો થયા, તેમાં કટપુતના વ્યંતરીએ કરેલો શીત ઉપસર્ગ જઘન્યમાં ઉત્કૃષ્ટ હતો, સંગમદેવે મૂકેલ કાલચક્ર એ મધ્યમ ઉપસર્ગોમાં ઉત્કૃષ્ટ હતો અને કાનમાંથી શલ્યનો ઉદ્ધાર કર્યો. તે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઉપસર્ગ હતો. એ રીતે ગોવાળથી ઉપસર્ગનો આરંભ થયો અને ગોવાળથી જ ઉપસર્ગ પૂરા થયા. ૦ ઉપસર્ગનો અંત – આ રીતે ભગવંત મહાવીરે દીક્ષાનો સ્વીકાર કર્યા પછી બાર વર્ષથી પણ વધારે સમય સુધી પોતાની કાયાને વોસિરાવી દઈને, દેહના મમત્ત્વ ભાવનો ત્યાગ કરીને શરીર પરત્વે બિલકુલ ધ્યાન ન આપ્યું. તે દરમિયાન જે કંઈ ઉપસર્ગો દેવ, મનુષ્ય કે તિર્યંચો દ્વારા કરાયા તે સર્વે અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગો નિર્ભયપણે અને સમ્યક્ પ્રકારે સહન કર્યા, ક્રોધ રહિતપણે ખખ્યા અને દીનતા રહિતપણે તેમજ કાયાની નિશ્ચલતા રાખી સહન કર્યા. (જો કે ભગવંત મહાવીરને કેવળજ્ઞાન પછી પણ ગોશાળાએ છોડેલ તેજોલેશ્યાને કારણે લોહી ખંડવા થયેલો તે ઉપસર્ગ આશ્ચર્યરૂપ ઘટના હતી જે અમે ગોશાળાની કથામાં નોધેલ છે.) ૦ ભગવંતનું અણગાર સ્વરૂપ : એક (કલ્પસૂત્ર-૧૧૮ આ વર્ણન ઉપસર્ગની પછી આપેલ છે. આવશ્યક પૂર્ણિ–૧–પૃ. ૩૦૨ ઉપર સંગમકૃત્ ઉપસર્ગ પૂર્વે શક્ર દ્વારા સૌધર્મસભામાં દેવ-દેવી મધ્યે શક્ર દ્વારા કરાયેલ પ્રભુની પ્રશંસા-સ્તુતિ સ્વરૂપે આપેલ છે.) (અહીં આ વર્ણન કેવળજ્ઞાન પ્રાપ્તિની પૂર્વભૂમિકારૂપે અમે નોંધેલ છે.) (આ રીતે ઉપસર્ગો સહન કર્યા પછી) શ્રમણ ભગવંત મહાવીર અણગાર થયા. તે આ રીતે – ઇર્યાસમિતિવાળા (ચાલતી વખતે કોઈપણ જીવની વિરાધના ન થાય તેમ સમ્યક્ પ્રવૃત્તિ – ઉપયોગવાળા), ભાષાસમિતિવાળા (નિર્દોષ વચન બોલવામાં ઉપયોગવાળા), આદાનભાંડ માત્ર નિક્ષેપણા સમિતિવાળા (વસ્ત્રપાત્ર આદિ ઉપકરણોને ગ્રહણ કરવા અને મૂકવામાં પ્રમાર્જનાદિ કરવા દ્વારા જયણા પાલનના ઉપયોગવાળા), ઉચ્ચાર પ્રશ્રવણ, ખેલ, સિંઘાણ, જલ્લ પારિષ્ઠાપનિકા સમિતિવાળા (વિષ્ઠા, મૂત્ર, કફ, શ્લેષ્મ, મેલનો પરિત્યાગ નિર્દોષ ભૂમિમાં કરવાના ઉપયોગવાળા) જો કે છેલ્લી બે સમિતિ ભગવંતની પ્રવૃત્તિમાં સંભવ નથી પણ પાઠની અખંડિતતા માટે સૂત્રકારે તેની નોંધ કરી છે. મનસમિતિવાળા, વચનસમિતિવાળા, કાયસમિતિવાળા (શુભ મનોયોગ, વચનયોગ, કાયયોગને પ્રવર્તાવનારા), મનોગુતિ, વચનગુપ્તિ, કાયગતિવાળા (અશુભ મનોયોગ, વચનયોગ, કાયયોગને રોકનારા), ગુપ્ત (સર્વ અશુભ વ્યાપારને રોકનારા), ગુપ્ત ઇન્દ્રિય Page #334 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર–ભમહાવીર–કથા ૩૩૩ (શબ્દ, રૂપ આદિ વિષયમાં રાગદ્વેષ રહિત), ગુપ્ત બ્રહ્મચારી (બ્રહ્મચર્યની નવ વાડોનું પાલન કરનારા) હતા. ભગવંત ક્રોધ, માન, માયા, લોભથી રહિત થયા. શાંત, પ્રશાંત, ઉપશાંત હતા. પરિનિવૃત્તિ (સર્વ સંતાપથી રહિત) હતા. આશ્રવ, મમત્વ દ્રવ્યાદિથી રહિત હતા. ગ્રંથિઓ છેદીને નિગ્રંથ થયા. દ્રવ્યથી શરીરના મેલરહિત અને ભાવથી કર્મરૂપ મેલથી ન લેવાતા એવા નિરૂપલેપ હતા. કાંસાનું પાત્ર જેમ જળથી લેપાતું નથી, તેમ ભગવંત પણ સ્નેહાદિ જળથી નિર્લેપ હતા. શંખ પર જે રીતે કોઈ રંગની અસર થતી નથી. તેમ ભગવંત પણ રાગદ્વેષાદિ રંગથી ન રંગાતા એવા નિરંજન હતા. જીવની માફક અપ્રતિહત ગતિવાળા હતા. આકાશની માફક આલંબન રહિત હતા. વાયુની માફક પ્રતિબદ્ધ વિહારી હતા. શરદઋતુના જળની માફક નિર્મલ હૃદયવાળા હતા. કમળના પત્રની માફક નિરૂપલેપ હતા. કાચબાની માફક ગુપ્ત ઇન્દ્રિય (ઇન્દ્રિયોને ગોપવીને રાખનારા) હતા. ગેંડાને જેમ એક શીંગડુ હોય છે તેમ રાગદ્વેષ રહિત એકાકી, પક્ષીની જેમ વિપ્રમુક્ત (પ્રતિબદ્ધતા રહિત), ભારંડ પક્ષીની માફક અપ્રમત્ત, કર્મરૂપી શત્રુઓને હણવા માટે હાથી જેવા શૂરવીર, સ્વીકારેલા મહાવ્રતનો ભાર વહન કરવામાં સમર્થ હોવાથી વૃષભની જેમ પરાક્રમી, સિંહની જેમ દુર્ઘર્ષ એટલે પરાભવ ન પામે તેવા, મેરૂ પર્વતની જેમ નિશ્ચલ, સાગર જેવા ગંભીર, ચંદ્ર જેવા સૌમ્યુલેશ્યાવાળા, સૂર્ય જેવા દેદીપ્યમાન, સુવર્ણની જેમ અતિદીપ્ત, કાંતિવાળા, પૃથ્વીની માફક સર્વ પ્રકારના સ્પર્શને સમભાવે સહન કરનારા, ઘી વગેરેથી અત્યંત દીપ્ત થયેલા અગ્રિની માફક જ્ઞાન અને તપરૂપ તેજ વડે દીપતા હતા. ભગવંત આવા સ્વરૂપના અણગાર થયા અથવા ભગવંત આવા સ્વરૂપવાળા અણગાર હતા. ભગવંતને અપાયેલ એકવીશ ઉપમા વિષયક બે સંગ્રહણી ગાથામાં છે. તે ઉપમાના નામ આ રીતે છે – (ભગવંત) કાંસાનું વાસણ, શંખ, જીવ, આકાશ, વાયુ, શરદઋતુનું જળ, કમળપત્ર, કાચબો, પક્ષી, ખગી, ભારંગપક્ષી, હાથી, વૃષભ, સિંહ, ગિરિરાજ (મેરૂ પર્વત), અશુભ, સાગર, ચંદ્ર, સૂર્ય, સુવર્ણ, પૃથ્વી અને હુતાશન (અગ્નિ) આવી એકવીશ ઉપમા સદશ હતા. ૦ ભગવંતનો પ્રતિબંધ અભાવ : ભગવંતને કોઈપણ પ્રકારનો પ્રતિબંધ ન હતો. તે પ્રતિબંધ ચાર પ્રકારે કહ્યો છે. તે આ પ્રમાણે :- ૧. દ્રવ્યથી, ૨. ક્ષેત્રથી, ૩. કાળથી, ૪. ભાવથી. દ્રવ્યથી સચિત્ત, અચિત્ત અને મિશ્ર. આ ત્રણમાંથી કોઈપણ પ્રકારે આ દ્રવ્યો મારા છે, એવો આશયરૂપ પ્રતિબંધ ભગવંતને નથી. ક્ષેત્રથી ગામમાં, નગરમાં, અરણ્યમાં, ખેતરમાં, ખળામાં, ઘરમાં, આંગણમાં કે આકાશમાં. એ પ્રમાણે કોઈપણ ગામ–ઘર આદિ આ મારા છે એ પ્રમાણે સંસારનો બંધ કરનાર આશયરૂપ પ્રતિબંધ ભગવંતને નથી. કળથી અત્યંત સૂક્ષ્મ કાળરૂપ સમય, અસંખ્યાત સમયરૂપ આવલિકા, આનપ્રાણ ( શ્વાસોચ્છુવાસ), સાત ઉચ્છવાસ પ્રમાણવાળા સ્ટોકમાં, ઘડીના છઠા ભાગરૂપ ક્ષણમાં, Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ આગમ કથાનુયોગ-૧ સાત સ્તોક પ્રમાણ લવમાં, ૭૭ લવ પ્રમાણ મુહૂર્તમાં, અહોરાત્રમાં, પખવાડીયામાં, મહિનામાં, ઋતુમાં, અયનમાં, વર્ષમાં કે બીજા પણ કોઈ દીર્ધકાળવાળા સંયોગમાં પ્રભુને પ્રતિબંધ નથી અર્થાત્ સમયના આવા કોઈપણ પ્રમાણમાં ભગવંતને અનુકૂળ કે પ્રતિકૂળપણાને ભાવ નથી. ભાવથી ક્રોધમાં, માનમાં, માયામાં, લોભમાં, ભયમાં, હાસ્યમાં, પ્રેમમાં, વેષમાં, કલહમાં, અભ્યાખ્યાન (આળ ચઢાવવારૂપ પ્રવૃત્તિમાં), પશુન્યમાં (ચાડી ખાવારૂપ પ્રવૃત્તિમાં), પરપરિવાદ (બીજા પ્રાણીની નિંદા કરવામાં), અરતિરતિ (ઉદ્વેગ કે હર્ષ)માં, માયા મૃષાવાદ (કપટવૃત્તિથી અસત્ય બોલી લોકોને ઠગવા)માં યાવત્ મિથ્યાદર્શન શલ્યમાં એ રીતે ક્રોધાદિ તેર પ્રકારના ભાવોમાં ભગવંતને પ્રતિબંધ નથી. એ રીતે ઉક્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ચારમાંથી કોઈપણ પ્રકારે ભગવંતને રાગભાવ કે દ્વેષભાવથી કોઈ જ પ્રકારે પ્રતિબંધ-આસક્તિ નથી. ૦ ભગવંતની વિહાર–ચર્યા અને સંયમવૃત્તિ : ભગવંત વર્ષાવાસ અર્થાત્ ચોમાસા સિવાયના કાળમાં એટલે કે, બાકીના ગ્રીષ્મકાળ અને હેમંતકાળ (શેષકાળ)માં આઠ મહિનામાં ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ એ પ્રમાણે રહીને વિચારતા હતા અર્થાત્ ચાતુર્માસ સિવાયના કાળમાં પ્રભુ વિચરતા રહેતા હતા. તેમાં ગામમાં એક રાત્રિથી વધુ અને નગરમાં પાંચ રાત્રિથી વધુ રહેતા ન હતા. ભગવંત કુહાડા અને ચંદનમાં સમાન વૃત્તિવાળા હતા. એટલે કે કુહાડાની જેમ અપકારક અને ચંદનનો લેપનની જેમ ઉપકારક પર ભગવંત ઠેષ કે રાગ ન કરતા પણ સમાન અધ્યવસાયવાળા હતા. તૃણ હોય કે મણિ, પત્થર હોય કે સુવર્ણ, ભગવંતની વૃત્તિ સમાન હતી. સુખ કે દુઃખને સમાન ભાવે સહેવાવાળા હતા. આ લોક કે પરલોકમાં ભગવંતને પ્રતિબંધ – આસક્તિ ન હતી. જીવન અને મરણની આકાંક્ષાથી રહિત હતા. સંસારરૂપી સમુદ્રનો પાર પામવાવાળા, કર્મરૂપી શત્રુઓનો નાશ કરવાને ઉદ્યત થયેલા. એ રીતે પ્રભુ વિચારી રહ્યા હતા. ૦ ભગવંતનો ઉગ્ર તપ : (આવ.નિ. ૨૪૦) ભગવંત મહાવીર બાર વર્ષ (થી કંઈક અધિક) છદ્મસ્થ પર્યાયમાં રહ્યા. સામાન્ય મનુષ્ય કલ્પી પણ ન શકે તેવો ઉગ્રતપ કર્યો. અન્ય તીર્થકરોની અપેક્ષાએ મહાવીરસ્વામીનો તપ અધિક ઉગ્ર હતો. તે તપ આ પ્રમાણે—(આવ.નિ. પર૭ થી પ૩૮-) વીરવર મહાનુભાવ ભગવંત મહાવીરે છઘર્થીકાળમાં જે તપની આચરણાકારી, તે તપનું યથાક્રમે હું કીર્તન–સ્તવના કરીશ. (ભગવંતે કરેલ તપ અને પારણાની સંખ્યા હું જણાવીશ) ૧. એક છ માસી તપ, ૨. એક પાંચ દિવસ ન્યૂન એવો છ માસી તપ (વિશિષ્ટ અભિગ્રહ પૂર્વકના પાંચમાંસ-પચ્ચીસ દિવસના ઉપવાસ), ૩. નવ ચોમાસી તપ, ૪. બે ત્રણમાસી તપ, ૫. બે અઢી માસી તપ, ૬. છ બેમાસીતપ, ૭. બે દોઢ માસી તપ, ૮. બાર માસક્ષમણ, ૯. બોંતેર પાક્ષિક (પંદર દિવસના ઉપવાસ), ૧૦. બાર અઠમ એક રાત્રિકી પ્રતિમાપૂર્વક, ૧૧. બસો ઓગણત્રીશ છઠ, ૧૨. એક ભદ્રપ્રતિમા બે દિવસ પ્રમાણની, Page #336 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર–ભ-મહાવીર–કથા ૩૩૫ ૧૩. એક મહાભદ્રપ્રતિમા ચાર દિવસ પ્રમાણની ૧૪. એક સર્વતોભદ્રપ્રતિમા દશ દિવસના પ્રમાણની, ૧૫. એક દિક્ષાના દિવસનો તપ અને ત્રણસો ઓગણ પચાશ (૩૪૯) પારણાના દિવસો ગયા. પણ ભગવંતે નિત્ય ભોજન કે એક ઉપવાસ તપ કદી નહોતા કર્યા. જઘન્યથી ભગવંતે છઠ તપ કરેલો. સર્વે તપ નિર્જલ કરેલો. ખીર આદિ આહાર સિવાય કોઈ પાનભોજન કરેલ નહીં. ભગવંત મહાવીરને બાર વર્ષ અને સાડા છ માસના છદ્મસ્થ પર્યાયમાં ફક્ત ૩૪૯ દિવસ જ આહાર કર્યો. બાકીના દિવસો નિર્જળ અને નિરાહાર રહેલા. ૪ (તપ માટે આ કથામાં આગળ લખેલ ભગવંતની આહાચર્યા પણ જોવી) તથા ઉત્સુટુક આસન પ્રતિમાએ ભગવંત રહ્યા હતા. આ પ્રમાણે પૂર્વોક્ત પ્રકારે તપોગુણમાં રત મુનિએ અનુક્રમે વિચરણ કરતા સાડા બાર વર્ષના છદ્મસ્થ પર્યાયમાં ઘોર-રૌદ્ર પરીષહોને ભગવંત મહાવીરે સહન કર્યા. ૦ ભગવંતની જીવન–ચર્યા : આચારાંગ સૂત્ર ૨૫ થી ૩૩૪માં ભગવંતની સમગ્ર જીવનચર્યાનું વર્ણન છે. જે નિમ્નોક્ત વિવિધરૂપે જૂ કરેલ છે. જેમાં ૦ ભગવંતની ચર્યા - ભગવંતની શય્યા-નિષદ્યા, ૦ ભગવંતને અનાર્યભૂમિમાં થયેલ પરીષહ–ઉપસર્ગ - ભગવંતનું ચિકિત્સા વર્જન, ૦ ભગવંતની આહાર ચર્યા. આટલા વિભાગોમાં ભગવંતની સમગ્ર જીવનચર્યાનું દર્શન છે. ૦ ભગવંતની ચર્યા : (૧) જે પ્રમાણે મેં શ્રમણ ભગવંત મહાવીરની ચર્ચાનું શ્રવણ કરેલ છે તે પ્રમાણે જ હું કહીશ. જે રીતે તેમણે કર્મક્ષય માટે પ્રવૃત્ત થઈને અને તત્વને જાણીને તે હેમંત ઋતુમાં તત્કાળ પ્રવ્રજિત થઈને વિહાર કર્યો. (૨) હું આ વસ્ત્રથી હેમંત કાળમાં શરીરને ઢાંકીશ એવા અભિપ્રાયથી તેને ગ્રહણ કરેલું ન હતું. કેમકે ભગવંત તો સંસાર અને પરીષહના પારગામી હતા. માવજીવન એ વૃત્તિને ધારણ કરવાવાળા હતા. પરંતુ પૂર્વવર્તી અન્ય તીર્થકરોએ પણ ગ્રહણ કરેલ હતું. તેથી ભગવંત મહાવીરે પણ વસ્ત્રને ગ્રહણ કરેલું. (૩) ભગવંતના શરીરમાંથી નીકળતી સુગંધથી આકર્ષાઈને ઘણી જાતના જીવજંતુ તેમના શરીર પર બેસવા અને રહેવા લાગ્યા. ચાર મહિનાથી અધિક સમય સુધી માંસ અને લોહીનું આસ્વાદન કરવા માટે શરીર ઉપર ચઢીને ડંખ મારતા રહ્યા. (૪) તે અણગાર ભગવંત તેર મહિના સુધી વસ્ત્રને ધારણ કરીને રહ્યા. ત્યાર પછી વસ્ત્ર ત્યાગીને અચેલક થઈ ગયા. (૫) ભગવંત પુરુષ પ્રમાણ આગળના માર્ગને અર્થાત્ રથની ધરી પ્રમાણ ભૂમિને જોતા-જોતા ઇર્યાસમિતિનું પાલન કરતા ચાલતા હતા. તેઓને આ પ્રમાણે ચાલતા જોઈને ઘણાં બાળકો ડરીને ધૂળ વગેરે ફેંકતા અને હલ્લો મચાવી કોલાહલ કરતા હતા. (૬) જો ગૃહસ્થો અને અન્યતીર્થિકવાળી વસતિમાં વિશ્રામ હેતુ રહેવાનો પ્રસંગ આવે અને ત્યાંની સ્ત્રીએ કામેચ્છા પ્રગટ કરે ત્યારે ભગવંત મૈથુનના પરિણામને જાણીને તેમનું સેવન ન કરતા પણ પોતાના આત્મામાં લીન બની સદા શુભધ્યાનમાં સંલગ્ન રહેતા. (૭) તે ઋજુ પરિણામી ભગવંત એ રીતે વિચરતા હતા કે કદાપી ગૃહસ્થોથી Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ આગમ કથાનુયોગ-૧ યુક્ત સ્થાનમાં રહેવાનો પ્રસંગ આવે તો ગૃહસ્થ સંસર્ગનો ત્યાગ કરીને ધ્યાનમાં લીન રહેતા હતા. તેમને કોઈ કંઈ પૂછે તો પણ વાત કરતા ન હતા. અન્યત્ર ચાલ્યા જતા. પણ પોતાના ધ્યાનનું અતિક્રમણ કરતા ન હતા. (૮) ભગવંત તેમનું અભિવાદન કરવાવાળાને આશીર્વચન કહેતા ન હતા કે, કોઈ પુણ્યહીન તેમને ડંડાથી મારે, તેમના વાળ ખેંચે અથવા અન્ય પ્રકારે કષ્ટ પહોંચાડે તો પણ તેમને શ્રાપ દેતા ન હતા. પણ સમભાવપૂર્વક માન–અપમાનને સહન કરતા હતા. ભગવંતની આ સાધના બીજા સાધકો માટે સુગમ ન હતી. (૯) કોઈના અત્યંત તીણ કટુ અને અસહનીય કઠોર વચનોને સાંભળીને તે મહામુનિ તેના પર ધ્યાન આપતા ન હતા. નૃત્ય અને ગીતોને સાંભળીને તથા દંડયુદ્ધ અને મુષ્ટિયુદ્ધને જોઈને હર્ષિત કે વિસ્મિત થતા ન હતા. (૧૦) પરસ્પર કામોત્તેજક કથામાં આસક્ત લોકોને જ્ઞાતપુત્ર ભગવંત મહાવીર હર્ષ કે શોકથી રહિત થઈને જોતા હતા. પણ આ દુર્દમનીય કથાનું સ્મરણ પણ ન કરતા એવા વિચરણ કરતા હતા. (૧૧) ભગવંત બે વર્ષથી પણ કંઈક અધિક સમય સુધી ગ્રહવાસમાં રહેતા હોવા છતાં પણ સચિત જળને પીધા વિના દીક્ષિત થયેલા. એકત્વ ભાવનાથી પોતાના અંતઃકરણને ભાવિત કર્યું હતું. ક્રોધ પર વિજય પ્રાપ્ત કરેલ હતો. એવા તે જ્ઞાન-દર્શન સંપન્ન ભગવંત ઇન્દ્રિયો અને અંતઃકરણનું ઉપશમન દમન કરતાકરતા વિચરણ કરતા હતા. (૧૨) પૃથ્વીકાય, અપ્લાય, તેજસ્કાય, વાયુકાય, શૈવાલ આદિ અને બીજ તથા વિવિધ પ્રકારની લીલી વનસ્પતીઓ અને ત્રસકાય એ બધાને સારી રીતે જાણીને જયણાપૂર્વક વિચરતા હતા. (૧૩) આ પૃથ્વીકાયાદિ જીવો સચિત્ત છે, તેનામાં ચેતના છે, એ પ્રમાણે વિચારીને તથા તેના સ્વરૂપને સારી રીતે સમજીને ભગવંત મહાવીર તેના આરંભ સમારંભનો ત્યાગ કરીને વિચરતા હતા. (૧૪) (ભગવંત સમજતા હતા કે, સ્થાવર જીવ ત્રસકાયરૂપે અને ત્રસકાય જીવ સ્થાવર રૂપે ઉત્પન્ન થાય છે અથવા સંસારી પ્રાણી યોનિઓમાં આવાગમન કરે છે. તથા અજ્ઞાની જીવ પોતપોતાના કર્મ અનુસાર વિભિન્ન યોનિઓમાં ઉત્પન્ન થાય છે. (૧૫) ભગવંત જાણતા હતા કે મમત્વયુક્ત અજ્ઞાની જીવ કર્મથી પીડાય છે અને બધાં પ્રકારના કર્મનું સ્વરૂપ સમજીને ભગવંતે તે પાપકર્મનો પરિત્યાગ કરી દીધો હતો. (૧૬) તે મેઘાવી અને સર્વભાવ જ્ઞાતા ભગવંતે બે પ્રકારની ક્રિયા (સાંપરાયિક અને ઇર્યાપથિકી)ને સમ્યક્ પ્રકારે જાણીને બીજી ક્રિયાને અનુપમ કહી હતી અને પહેલી ક્રિયાને કર્મો આવવાનો સ્ત્રોત બતાવેલ. તેથી તે ક્રિયાને તથા અતિપાત હિંસા સ્ત્રોત અને યોગરૂપ સ્રોતને સર્વ પ્રકારે કર્મબંધનનું કારણ સમજીને તેનાથી નિવૃત્ત થવાનું અને સંયમ અનુષ્ઠાનનું પ્રતિપાદન કરેલ. (૧૭) ભગવંતે સ્વયં પાપદોષથી રહિત નિર્દોષ અનાવૃષ્ટિનો આશ્રય લઈને બીજાઓને પણ હિંસા ન કરવાની પ્રેરણા આપી હતી. તથા સ્ત્રીઓનું યથાર્થ સ્વરૂપ અને Page #338 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર-ભ૦મહાવીર–કથા ૩૩૭ ભોગના કટુ પરિણામથી પરિજ્ઞાત ભગવંતે કામભોગ સમસ્ત પાપકર્મોનું મૂળ કારણ છે તેમ સમજી લીધુ હતું. (૧૮) સર્વ પ્રકારે કર્મબંધનું કારણ સમજીને ભગવંતે આધાકર્માદિ દોષયુક્ત આહારનું સેવન કર્યું ન હતું. ભવિષ્યમાં જે આહાર થોડાં પણ પાપકર્મનું કારણ થાય તો તે પણ ગ્રહણ ન કરતા ભગવંત પ્રાસુક–નિર્દોષ આહાર ગ્રહણ કરતા હતા. (૧૯) ભગવંત બીજાના વસ્ત્રનો પણ ઉપભોગ કરતા ન હતા. બીજાનાં પાત્રમાં ભોજન પણ કરતા ન હતા. તેઓ માન–અપમાનને છોડીને કોઈનું પણ શરણ લીધા વિના ભિક્ષાર્થે ગૃહસ્થોની ભોજનશાળામાં જતા હતા. (૨૦) તે મુનિ (ભ,મહાવીર) અશન–પાનની માત્રાને જાણતા હતા. રસોમાં આસક્ત ન હતા. ભોજન સંબંધિ પ્રતિજ્ઞા (ધારણા કે આકાંક્ષા) પણ કરતા ન હતા. આંખોમાં જકણ આદિ પડી જાય તો પણ તેનું પ્રમાર્જન કરતા ન હતા અને ખણ આવે તો શરીરને ખંજવાળતા ન હતા. (૨૧) ભગવંત ચાલતી વખતે આજુ-બાજુ કે પાછળ જતા ન હતા. તેઓ મૌનપણે ચાલતા હતા. કોઈના પૂછવા બોલાવવા પર પણ બોલતા ન હતા. પરંતુ જયણાપૂર્વક માર્ગને જોતાજોતા ચાલતા હતા. (૨૨) તે અણગાર (ભ,મહાવીર) દેવદૂષ્ય–વસ્ત્રનો પણ ત્યાગ કરી ચૂક્યા હતા. હવે તેઓ શીતકાળમાં પણ માર્ગમાં પોતાના બંને હાથ ફેલાવીને ચાલતા હતા અને તેને ખંભા ઉપર રાખીને ઊભા રહેતા હતા. (૨૩) મતિમાનું મહામાહણ મહાવીરે સર્વથા નિદાન કર્મથી રહિત થઈને ઉક્ત પ્રકારે વિહારચર્યા વિધિનું આચરણઅનુસરણ કર્યું હતું તેમ હું કહું છું. ૦ ભગવંતની સચ્ચા–નિષદ્યા : (૧) હે ભદંત ! ચર્યાની સાથે સાથે ભગવંતે આસન અને શય્યા સ્થાન પણ બતાવેલા છે. તો આપ મને તે શય્યા–નિષદ્યાને જણાવો. જેનું સેવન ભગવંતે કરેલું હતું. (એમ જંબુસ્વામીએ સુધર્મા સ્વામીને પૂછ્યું. ત્યારે સુધર્માસ્વામીએ કહ્યું કે) (૨) કયારેક તે ભગવંત મહાવીર શૂન્ય ઘરમાં, સભાભવનમાં, પાણીની પરબોમાં કે દુકાનોમાં નિવાસ કરતા હતા. કયારેક લુહારની શાળામાં, ઘાસના ઢેર લાગ્યા હોય તેવા ચારાગૃહમાં ભગવંત નિવાસ કરતા હતા. (૩) કોઈ વખતે ભગવંત યાત્રીગૃહમાં, આરામગૃહમાં, ગામમાં કે નગરમાં નિવાસ કરતા હતા. ક્યારેક શ્મશાનમાં, શૂન્યગૃહમાં અથવા વૃક્ષની નીચે વાસ કરતા હતા. (૪) મુનીન્દ્ર શ્રમણ ભગવંત મહાવીર આ પૂર્વોક્ત સ્થાનોમાં તપસાધનામાં નિમગ્ન રહીને (સાડા બાર વર્ષ પર્યત) રાત-દિવસ જયણાર્પક, પ્રમાદ રહિત અને સમાધિયુક્ત થઈને ધ્યાનસ્થ રહ્યા. (૫) ભગવંત નિદ્રા લેતા ન હતા. કદાચ ઝોકું આવી જાય તો ઊભા થઈને પોતાના આત્માને જાગૃત કરતા હતા. કિંચિત્ માત્ર નિદ્રા જણાય તો સાવધાન થઈને ચાલવા લાગતા હતા. નિદ્રા લેવાની આકાંક્ષાથી રહિત હતા. ૧/૨ | International Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ આગમ કથાનુયોગ-૧ (૬) ભગવંતને કદાચ નિદ્રા આવી જાય તો, ક્ષણભરના પ્રમાદ બાદ ફરી જાગૃત્ત થઈને ધ્યાનસ્થ થઈ જતા હતા. ક્યારેક-ક્યારેક પ્રમાદ નિવારણ માટે રાતમાં મૂહુર્ત પ્રમાણ બહાર ફરીને પુનઃ ધ્યાનમાં લીન થઈ જતા હતા. (૭) તે નિવાસ સ્થાનોમાં ભગવંતને અનેક પ્રકારના ભયંકર ઉપસર્ગો પણ થતા હતા. કયારેક સાપ કે નોળીયા આદિ પ્રાણી ઉપસર્ગ કરતા હતા. તો ક્યારેક વિચરતા પક્ષી માંસ તોડી લેતા હતા. (૮) તદુપરાંત તે ભગવંતને ચોર, સશસ્ત્ર ગ્રામરક્ષક, કામાસક્ત સ્ત્રીઓ કે પુરુષો પણ આવીને ઉપસર્ગ કરતા હતા. કષ્ટ આપતા. (૯) ભગવંતે ઇડલૌકિક (તિર્યંચ અને મનુષ્ય દ્વારા) અને પારલૌકિક (દેવો આદિ દ્વારા) કરાયેલા અનેક પ્રકારના ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કર્યા. તેઓ અનેક પ્રકારની સુગંધ-દુર્ગધ તથા પ્રિય-અપ્રિય શબ્દોમાં હર્ષ કે શોક રહિત મધ્યસ્થભાવે રહેતા. (૧૦) ભગવંતે સદા સમિતિ યુક્ત થઈને, અનેક પ્રકારના સ્પર્શોને સહન કર્યા. રતિ–અરતિ પર ભગવંતે વિજય પ્રાપ્ત કર્યો હતો. તે મહામાહણ મહાવીર ઘણું જ અલ્પ બોલતા હતા. (૧૧) ભગવંતને કોઈ આવીને પૂછતું કે, તમે કોણ છો ? અહીં કેમ ઊભા છો? ક્યારેક રાતના એકલા ફરનારા લોકો પણ ઉક્ત પ્રશ્નો પૂછતા. ત્યારે પણ ભગવંત કંઈ જ બોલતા ન હતા. જેનાથી ક્રોધિત થઈને તે લોકો ભગવંત સાથે દુર્વ્યવહાર કરતા હતા, તો પણ સમાધિમાં લીન રહેતા. પણ પ્રતિશોધ–બદલાની ભાવના રાખતા ન હતા. (૧૨) આ સ્થાનમાં આ કોણ છે ? એવું કોઈ પૂછે તો ભગવંત કહેતા હું ભિક્ષુ છું. જો તેઓ ક્રોધાંધ બની જાય તો ભગવંત ત્યાંથી ચાલ્યા જતા. આત્મધ્યાન અને સહિષ્ણુતાને ઉત્તમ ધર્મ માની, ભગવંત મૌન રહેતા અને ધ્યાનમાં લીન બની જતા. (૧૩) જ્યારે શિશિર ઋતુમાં ઠંડી હવા વહેતી હોય ત્યારે કેટલાંક સાધુ કાંપવા લાગે છે. શીતકાળમાં હિમવર્ષા થાય ત્યારે વાયુરહિત સ્થાનોની શોધ કરતા હોય છે. (૧૪) અતિ દુ:ખદાયી તે હિમજન્ય શીત સ્પર્શને કારણે કોઈ સાધુ એવું વિચારતા કે સંઘાટિકા (ચાદર કે કંબલમાં) ઘુસી જઈએ અથવા કાષ્ઠ જલાવીએ, બારણા બંધ કરી લઈએ જેથી આ ઠંડીથી બચી શકાય (ત્યારે) (૧૫) એવા વખતમાં ભગવંત આવા સંકલ્પો કરતા ન હતા, ચારે તરફ દિવાલ રહિત, કેવળ ઉપરથી આચ્છાદિત નિર્જન વન આદિ સ્થાનોમાં રહેતા. ક્યારેક રાત્રિએ બહાર નીકળી મુહૂર્ત સુધી રહીને ફરી સ્થાનમાં પાછા આવતા. એ રીતે શીત પરીષહને સમભાવે સહન કરતા હતા. (૧૬) મતિમાનું માહણ ભગવંત મહાવીરે સર્વથા નિદાન રહિત થઈને અનેકવાર આ વિધિનું પરિપાલન કરતા વિચરણ કર્યું એમ હું કહું છું. ૦ ભગવંતને (અનાર્ય ભૂમિમાં) થયેલ પરિષહ-ઉપસર્ગ : (૧) ભગવંતે તૃણ સ્પર્શ, શીત સ્પર્શ, ઉષ્ણ સ્પર્શ, ડાંસ અને મચ્છરોના ડંશ અને બીજા વિવિધ પ્રકારના સ્પર્શ હંમેશા સમભાવપૂર્વક સહન કર્યા. Page #340 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર-કથા ૩૩૯ (૨) દુર્ગખ્ય લાઢદેશની વજભૂમિ અને શુભ્રભૂમિમાં વિહાર કર્યો ત્યારે ભગવંતે ઘણાં જ તુચ્છ વાસસ્થાનો અને કઠિન આસનોનું સેવન કર્યું હતું. (૩) તે લાઢદેશમાં ભગવંતે અનેક ઉપસર્ગો સહન કર્યા. ત્યાંના ઘણાં અનાર્ય લોકોએ ભગવંત પર ડંડ આદિથી પ્રહાર કર્યા. અત્યંત રૂલ આહારનું સેવન કર્યું. ત્યાંના કુતરાઓ ભગવંત ઉપર ટુટી પડતા અને બટકાં ભરતા હતા. (૪) ત્યાંના અનાર્ય લોકોમાં કોઈ ભગવંતની પાછળ દોડતા કુતરાને રોકતા હતા, ઘણાં બધાં લોકો છૂ–છૂ કરીને તે કુતરાને ભગવંતની પાછળ દોડાવતા હતા. તે કુતરા ભગવંતને બટકા ભરતા હતા. (૫) તે વજભૂમિમાં તામસી ભોજન કરવાને કારણે એવા કઠોર સ્વભાવવાળા ઘણાં લોકો ભિક્ષુઓ પાછળ કતરા છોડી દેતા હતા. જેના કારણે તે ભિક્ષ, શ્રમણાદિ લાઠી કે નાલિકા લઈને ત્યાં વિચરણ કરતા હતા. (૬) ત્યાં વિચરણ કરનારા શ્રમણ આદિ લાકડી લઈને વિચરતા તો પણ કુતરા તેની પાછળ દોડતા અને બટકા ભરતા હતા. તે લાઢ પ્રદેશમાં વિચરણ કરવું શ્રમણોને ઘણું જ દુષ્કર હતું. (૭) પરંતુ અનગાર ભગવંત મહાવીર પ્રાણિઓ સામે રખાતા દંડનો ત્યાગ કરીને તેમજ પોતાના શરીર પ્રત્યેના મમત્વનો પણ વ્યુત્સર્ગ કરીને વિચરતા હતા. ત્યાંના ગ્રામજનોના કાંટા જેવા તીણ વચનોને પણ નિર્જરાનો હેતુ સમજી સમ્યક્ ભાવે સહન કરતા હતા. (૮) અથવા જેમ હાથી સંગ્રામને જીતીને યુદ્ધને પાર પામે છે. તે જ રીતે ભગવંત મહાવીર પણ તે લાઢ પ્રદેશમાં પરીષહ રૂ૫ શત્રુઓની સેનાને જીતીને પારગામી થયા. એક વખત તે લાઢ દેશમાં ગામ ન મળવાથી વનમાં જ રહ્યા હતા. (૯) વિચરણ કરતા ભગવંત ભિક્ષા માટે કે નિવાસ માટે તે ગામની નજીક પહોંચે, ન પહોંચે, ત્યાં તો કેટલાંક લોકો તે ગામથી નીકળીને ભગવંતને રોકી રાખતા અને તેમને મારતા–પીટતા અને કહેતા કે, અહીંથી બીજે દૂર ક્યાંય પણ ચાલ્યા જાઓ. (૧૦) તે લાઢ દેશમાં પહેલાં તો ઘણાં લોકો ડંડાથી, મુક્કાથી, ભાલા આદિ વડે, ફલકો વડે, પત્થરોથી મારતા, પછી “મારો–મારો' કહીને શોર મચાવતા હતા. (૧૧) ત્યાંના અનાર્ય લોકોએ કોઈ સમયે ધ્યાનસ્થ ઊભેલા ભગવંતના શરીરનું માંસ કાપ્યું. વિવિધ પ્રકારે કષ્ટ પહોંચાડ્યું. ક્યારેક તો ભગવંત પર ધૂળનો વરસાદ વરસાવતા હતા. (૧૨) કોઈ કોઈ લોકો ધ્યાનસ્થ ભગવંતને ઊંચે ઉપાડીને નીચે પછાડતા હતા, કોઈ તેમને આસન મુદ્રામાં ધક્કામાં મારી દૂર ખસેડતા હતા. પરંતુ ભગવંતે પોતાના શરીરનો મમત્વભાવ ત્યાગી દીધેલ હતો. તેઓ પરીષહ સહન કરવામાં સાવધાન હતા. નિદાનકર્મરહિત અપ્રતિબદ્ધ વિહાર કરતા હતા. (૧૩) જેમ કવચ પહેરેલ યોદ્ધો યુદ્ધના મોર્ચા પર શસ્ત્ર વડે વિદ્ધ થવા છતાં વિચલિત થતો નથી. તેમ સંવરરૂપી કવચ પહેરેલા ભગવંત મહાવીર લાઢાદિ દેશમાં Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ આગમ કથાનુયોગ-૧ પરીષહ સેનાથી પીડિત હોવા છતાં કઠોરતમ કષ્ટોનો સામનો કરતા મેરૂ પર્વતની માફક ધ્યાનમાં નિશ્ચલ રહીને મોક્ષ પથમાં પરાક્રમ કરતા હતા. (૧૪) મતિમાનું માહણ ભગવંત મહાવીરે નિદાન કર્મથી રહિત (અપ્રતિજ્ઞ) થઈને આ વિધિનું અનકેવાર આચરણ કર્યું. તેમ હું કહું છું. ૦ ભગવંતનું ચિકિત્સા વર્જન : (૧) ભગવંત રોગથી આક્રાન્ત ન થવા છતાં ઉણોદરી તપ કરવામાં સમર્થ હતા. રોગ હોય કે ન હોય તો પણ ઔષધિસેવન આદિ ચિકિત્સામાં રુચિ રાખતા ન હતા. (૨) શરીરને આત્માથી ભિન્ન સમજીને, ભગવંત રોગની શાંતિ માટે વિરેચન, વમન, મર્દન, સ્નાન, ચંપી વગેરે પરિકર્મનું સેવન કરતા ન હતા. દંત પ્રક્ષાલન પણ કરતા. ન હતા. (૩) ભગવંત ઇન્દ્રિય ધર્મો – વિષયોથી વિરક્ત રહેતા હતા. અલ્પભાષી હતા. કોઈ કોઈ વખત શીતકાળમાં પણ છાયામાં ઊભા રહી ધ્યાન ધરતા હતા. ૦ ભગવંતની આહાર ચર્યા : (૧) ભગવંત ગ્રીષ્મ ઋતુમાં આતાપના લેતા હતા. ઉલૂક આસને સૂર્યની સામે બેસતા. પ્રાયઃ રૂક્ષ આહાર જેવો કે ક્રોદ્રવ, બોરનું ચૂર્ણ તથા અડદ વગેરેથી પોતાના શરીરનો નિર્વાહ કરતા હતા. (૨) ભગવંતે ઉક્ત ત્રણ વસ્તુનું સેવન કરીને આઠ માસ સુધી જીવનનિર્વાહ કરેલો. ક્યારેક ક્યારેક ભગવંતે અડધા મહિના કે મહિના સુધી પાણી પણ પીધું નહીં. (૩) ભગવંત ક્યારેક ક્યારેક બે માસથી પણ વધુ સમય માટે, ક્યારેક છ માસ સુધી પાણી પણ પીધુ ન હતું. રાતભર જાગતા રહેતા. પણ તેમના મનમાં નિદ્રા લેવાનો વિચાર પણ આવતો ન હતો. ક્યારેક પર્ટુષિત ભોજનથી પણ ચલાવતા. (૪) ભગવંત કક્યારેક બે દિવસના અંતરે, કયારેક ત્રણ દિવસના, ક્યારેક ચાર દિવસના તો ક્યારેક પાંચ દિવસના અંતર પછી પણ આહાર કરતા હતા. આહાર પ્રતિ પ્રતિજ્ઞારહિત થઈને સમાધિમાં લીન રહેતા હતા. (૫) તે ભગવંત મહાવીર (દોષોને) જાણીને સ્વયં પાપ કરતા નહીં, બીજા પાસે કરાવતા નહીં અને પાપકર્મ કરવાવાળાની અનુમોદના પણ કરતા ન હતા. (૬) ગામ કે નગરમાં પ્રવેશીને બીજા માટે બનાવાયેલ આહારની એષણા કરતા હતા. સુવિશુદ્ધ આહાર ગ્રહણ કરીને ભગવંત આયતયોગપૂર્વક તેનું સેવન કરતા હતા. (૭) ભિક્ષાટનના સમયે ભગવંત નીકળે ત્યારે રસ્તામાં ભૂખથી પીડિત કાગડા તથા પાણી પીવાને આતુર અન્ય પ્રાણીઓને એકત્રિત થયેલા જુએ ત્યારે તથા – (૮) અથવા બ્રાહ્મણ, શ્રમણ, ગામના ભિખારી કે અતિથિ, ચાંડાલ, બિલાડી કે કુતરાઓને માર્ગમાં બેઠેલા જુએ ત્યારે (૯) તેઓની આજીવિકામાં બધા ન પહોંચે, તેમના મનમાં અપ્રીતિ ઉત્પન્ન ન થાય, તેનું ધ્યાન રાખીને ભગવંત ધીમે ધીમે ચાલતા હતા. કોઈને લેશમાત્ર ત્રાસ ન પહોંચે તે માટે હિંસા ન થાય તે રીતે આહારની ગવેષણા કરતા હતા. Page #342 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા ૩૪૧ (૧૦) ભોજન શુષ્ક હોય કે મિશ્રિત હોય, શીત આહાર હોય કે જુના અડદ હોય, જુના ધાન્ય–દન હોય કે જુના સતુ હોય, જવ આદિનો બનેલો આહાર હોય, પર્યાપ્ત અને સારો આહાર મળે કે ન મળે. આ સર્વેમાં સંયમનિષ્ઠ ભગવંત રાગ કે દ્વેષ કરતા ન હતા. ૦ ભગવંતની સંયમચર્યા : (૧) ભગવંત મહાવીર ઉભુટ્રક આદિ આસનોમાં બેસીને ધ્યાન ધરતા હતા. ઊંચ-નીચે કે આસપાસ લોકમાં સ્થિત દ્રવ્ય-પર્યાયને ધ્યાનનો વિષય બનાવતા હતા. અસંબદ્ધ વાતોથી દૂર રહીને આત્મ સમાધિમાં કેન્દ્રિત રહેતા હતા. (૨) ભગવંત ક્રોધાદિ કષાયોને શાંત કરીને, આસક્તિનો ત્યાગ કરીને, શબ્દ અને રૂપ પરત્વે અમૂર્થિત રહીને ધ્યાન કરતા હતા. છvસ્થ અવસ્થામાં સદનુષ્ઠાનમાં પરાક્રમ કરતા તેઓએ એક વખત પણ પ્રમાદ કર્યો ન હતો. (૩) આત્મશુદ્ધિ દ્વારા ભગવંતે સ્વયમેવ આયતયોગને પ્રાપ્ત કરી લીધો અને તેમના કષાય ઉપશાંત થઈ ગયા. તેઓએ જીવનપર્યત માયાથી રહિત થઈને તથા સમિતિ ગુપ્તિથી યુક્ત થઈને સંયમ સાધના કરી. (૪) મતિમાનું મહામાડણ ભગવંત મહાવીરે આત્મશુદ્ધિને માટે અનેક વખત આ વિધિનું આચરણ નિદાનકર્મથી રહિતપણે કર્યું. તેમ હું કહું છું. ૦ ભગવંત મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્તિ : ઉપરોક્ત વિધિ અનુસાર ભગવંતને વિચરણ કરતા-કરતા, (ઘોર પરીષહ ઉપસર્ગોને સહન કરતાં કરતાં) અસાધારણ ગુણો વડે આત્માને ભાવિત કર્યો તે ગુણો આ પ્રમાણે છે અનુત્તર (અનુપમ) જ્ઞાન, અનુત્તર દર્શન, અનુત્તર ચારિત્ર, અનુત્તર (નિર્દોષ) વસતિ, અનુત્તર વિહાર, અનુત્તર વીર્ય–પરાક્રમ, અનુત્તર આર્જવ (માયા રહિતપણું), અનુત્તર માર્દવ (માનરહિતપણું), અનુત્તર લાઘવ (ક્રિયા કુશલપણું અથવા લાઘવ એટલે દ્રવ્યથી અલ્પ ઉપધિ અને ભાવથી ત્રણ ગૌરવરહિતપણું), અનુત્તર શાંતિ (ક્રોધનિઝડપણું), અનુત્તર મુક્તિ (લોભ રહિતતા), અનુત્તર ગુપ્તિ, અનુત્તર તુષ્ટિ (ઇચ્છા નિવૃત્તિરૂપ), અનુત્તર સત્ય–સંયમ, તપને સારી રીતે આચરવાથી નિર્વાણનો માર્ગ અર્થાત સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ ચારિત્રની પુષ્ટિ થવા પણું. એ સર્વે ગુણો વડે આત્માને ભાવિત કરતા ભગવંતને બાર વર્ષ પસાર થઈ ગયા. ત્યાર પછી તેરમા વર્ષના મધ્યમાં વર્તતા એવા શ્રમણ ભગવંત મહાવીરને જે આ ગ્રીષ્મકાળનો બીજો મહિનો ચોથું પખવાડીયું અર્થાત્ વૈશાખ સુદની દશમી તિથિ એટલે કે વૈશાખ સુદ-૧૦ને દિવસે પૂર્વ દિશા તરફ છાયા ગઈ ત્યારે, પ્રમાણપ્રાપ્ત વિયત્ત પોરિસિ અર્થાત્ પાછલી પરિસિ થઈ ત્યારે, સુવ્રત નામના દિવસે, વિજય નામના મુહૂર્તમાં, જંભિકાગ્રામનગરની બહાર, જુવાલિકા નદીને કાંઠે, કોઈ વ્યંતરના જીર્ણ થયેલા વેપાવત્ત નામના મંદિરથી બહુ દૂર નહીં, બહુ નજીક નહીં તેવા ઇશાન ખૂણાના સ્થાનમાં શ્યામાક ગાથાપતિના ખેતરમાં, શાલ નામના વૃક્ષની નીચે, ગોદોહિક (ગાયને દોહવા બેસીએ તેવા Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ આગમ કથાનુયોગ-૧ પ્રકારના) ઘુંટણ ઉપર તરફ મસ્તક નીચે તરફ એવા ઉત્કટિક આસને બેસીને, સૂર્યના તાપ વડે આતાપના લેતા હતા ત્યારે, નિર્જલ એવા છઠ તપ વડે યુક્ત થયેલા ભગવંતને - ઉત્તરાફાલ્વની નક્ષત્ર સાથે ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ધર્મધ્યાનમાં લીન, ધ્યાનરૂપી કોઠામાં પ્રવેશ કરીને શુક્લધ્યાનના મધ્યભાગમાં વર્તતા અર્થાત એકત્વવિતર્ક વિચાર નામનો બીજો ભેદ પૂરો થયો અને સૂક્ષ્મક્રિયાનો ભેદ શરૂ થયા પહેલાં શ્રમણ ભગવંત મહાવીરને અનંત વસ્તુના વિષયવાળુ કે અવિનાશી, અનુત્તર, વ્યાઘાતરહિત અલના ન પામે તેવું સમસ્ત આવરણોથી રહિત, સમગ્ર અને પરિપૂર્ણ એવા પ્રકારનું ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. (બાકી તીર્થકરોએ કેવળજ્ઞાન પૂર્વે એક રાત્રિની પ્રતિમા વહન કરેલી પણ વીરપ્રભુને ચોથા પ્રહરે કેવળજ્ઞાન થયું હોવાથી તેમણે વહન ન કરેલ.) એ રીતે ભગવંતને બાર વર્ષ, છ માસ, પંદર દિવસનો છઘ0 પર્યાય રહ્યો. ત્યાર પછી કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત થયું. ભગવંત ત્યાં એક મુહર્ત પર્યન્ત રોકાયા હતા. શ્રમણ ભગવંત મહાવીરને કેવળજ્ઞાન, કેવળદર્શન થયું ત્યારે અન્ (અષ્ટ પ્રાતિહાર્ય પૂજાને યોગ્ય), જિન (રાગદ્વેષને જીતનારા), કેવલી, સર્વજ્ઞ અને સર્વદર્શી થયા. હવે ભગવંત દેવ, માનવ, અસુરસહિત લોકના સર્વ પર્યાયોને જાણે છે, જુએ છે. સર્વલોકમાં સર્વ જીવોની આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાત તેમજ સર્વ જીવોના મનને, મનમાં કરેલા સંકલ્પને, કરેલા ભોજનને, કરેલી સારી–નરસી પ્રવૃત્તિને, મૈથુનાદિ પ્રતિસેવનને, તેઓના પ્રગટ કાર્યને અને ગુપ્ત કાર્ય ભગવંત જાણે છે. ભગવંતને કેવળજ્ઞાન કેવળદર્શન થયા હોવાથી હવે તે “અરહા" થયા. તેથી તેમનાથી હવે કોઈપણ રહસ્ય છુપાયેલ નથી. અરહસ્યના ભાગી ભગવંતને જઘન્યથી પણ એક કરોડ દેવી સેવામાં રહેતા હોવાથી હવે તેઓ એકાંતમાં રહેવાની સ્થિતિમાં રહ્યા નહીં. હવે ભગવંત સર્વલોકમાં મન, વચન અને કાર્ય યોગમાં યથાયોગ્ય વર્તતા એવા સર્વ જીવોના (તથા સર્વ અજીવોના સમગ્ર પર્યાયોને) જાણતા અને જોતા વિચરે છે. ૦ ભગવંતનું પ્રથમ સમવસરણ – તીર્થ સ્થાપના ન થવીઃ આવ.નિ. ર૬૫, ૫૩૬; આવ.ભા. ૧૧૫; આવ.૨ ૧–પૃ. ૧૮૧, ૩૨૪; આયા. પ૩૫; કલ્પસૂત્ર ૧૨૧ની વૃત્તિ, ભગવંતને કેવળજ્ઞાન (અનંતજ્ઞાન)ની ઉત્પત્તિ થઈ, છાવસ્થિત જ્ઞાન નષ્ટ થયું ત્યારે ઇન્દ્રોના સિંહાસન ચલિત થયા. અવધિજ્ઞાન વડે ભગવંત મહાવીરને કેવળજ્ઞાન થયાનું જાણી, તુરંત જ ચારે નિકાયના દેવોથી પરિવરેલા તેમના સર્વે ઇન્દ્રો ત્યાં આવ્યા. તે આ પ્રમાણે – ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક. ચારે પ્રકારના દેવ–દેવીઓ ત્યાં આવ્યા. તેમના આવવાથી ત્યાનું વાતાવરણ મહાનું દિવ્ય દેવોદ્યોતથી, દેવસમૂહથી, દેવોના કોલાહલથી વ્યાપ્ત થઈ ગયું. સર્વઋદ્ધિ પૂર્વક આવેલા ઇન્દ્રાદિ દેવો હર્ષિત–સંતુષ્ટ થાય. પ્રભુના જ્ઞાન ઉત્પન્ન થયાનો મહિમા કર્યો. શક્રએ પણ પોતાના શાશ્વત આચાર મુજબ ભગવંતના અવસ્થિત કેશ, રોમ, નખ આદિ સાફ કર્યા. સમવસરણની રચના કરી. અહીં કોઈ વિરતિને યોગ્ય જીવ નથી તેમ જાણવા છતાં ભગવંત વિશિષ્ટ ધર્મકથન માટે Page #344 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્રભ૰મહાવીર—કથા પ્રવર્ત્ય નહીં. બીજા મતે કેવળ આચારને માટે ભગવંતે ક્ષણમાત્ર દેશના આપી. જો કે ભગવંતની પ્રથમ દેશના અથવા પ્રથમ સમવસરણ નિષ્ફળ ગયું. તેને દશ આશ્ચર્યમાંની એક આશ્ચર્યકારી ઘટનારૂપે જણાવેલ છે. ભગવંતનું બીજું સમવસરણ અને તીર્થ સ્થાપના : (આગમ સંદર્ભ = આવનિ ૫૩૯ થી ૫૯૭; આવ.ચૂ ૧-પૃ. ૩૨૧ થી ૩૩૨; આવ.ભા. ૧૧૫ થી ૧૧૯; કલ્પસૂત્ર–૧૨૧ વૃત્તિ;) ભગવંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તે સ્થાનથી બાર યોજન દૂર મધ્યમા નામની નગરી હતી. ત્યાં સોમિલાર્ય (સોમિલ) નામે બ્રાહ્મણ હતો. તેણે એક યજ્ઞનો આરંભ કરેલો. ત્યાં અગિયાર ઉપાધ્યાય (અધ્યાપક) પોતાના શિષ્ય પરિવાર સાથે આવેલ હતા. તે અગિયારે ચરમશરીરી હતા. તેથી આ વાત જાણીને ભગવંત જ્ઞાનોત્પત્તિ સ્થાને એક મુહૂર્ત માત્ર રહ્યા. યાવતુ દેવોએ પોતાનો શાશ્વત આચાર જાણી પૂજા (મહિમા) કર્યો. એવો શાશ્વત નિયમ છે કે, ભગવંત કેવળજ્ઞાનોત્પત્તિ સ્થાને મુહૂર્ત પ્રમાણ કાળ રોકાય. ત્યાર પછી ભગવંત અસંખ્ય દેવગણથી પરિવૃત્ત થઈને, દેવોના ઉદ્યોતથી પ્રકાશિત પથ પર રાત્રિના પણ જાણે દિવસ હોય તેમ, દેવોએ વિકુર્વેલા કમળો પર પગ મૂકીને ચાલતા, (દેવોએ હજાર પાંખડીવાળા અને માખણ જેવા કોમળ સ્પર્શવાળા સાત કમળ વિકુર્વેલા તેના પર ચાલતા જેમાં ત્રણ કમળ આગળ અને ત્રણ કમળ પાછળ હોય છે અને એક ઉપર ભગવંતનો પગ હોય તે રીતે, તો કોઈ કહે છે કે, સાત કમળો દેખાય છે. જ્યારે પગ ઉપાડે ત્યારે બીજા કમળ દેખાય છે. એટલે કે, સાત કમળ માર્ગમાં હોય છે અને બે કમળ ઉપર પગ મૂકેલ હોય છે એ રીતે નવ કમળ હોય છે – જુઓ આવશ્યક ચૂર્ણિ ૧પૃ. ૩૨૪) એ પ્રમાણે વિહાર કરીને રાત્રિના મધ્યમા નગરીના મહસેનવન ઉદ્યાનમાં પધાર્યા. ભગવંત ધર્મવરચક્રવર્તી થયા હોવાથી દેવેન્દ્ર અને નરેન્દ્રની પૂજાને પ્રાપ્ત થયા. ત્યાં ભગવંત માટે બીજા સમવસરણની રચના થઈ. જ્ઞાનોત્પતિ સ્થાને કરાયેલ પૂજાની અપેક્ષાએ આ બીજું હોવાથી પાપાનગરીની મધ્યમા નગરીમાં બીજું સમવસરણ રચાયું તેમ કહેવાય છે. તે વખતે મધ્યમાપાપાનગરીમાં સોમિલાર્ય બ્રાહ્મણે યોજેલ યજ્ઞમાં વિશિષ્ટ નગરવાસી લોકસમુદાય, સામાન્ય લોકો આદિ યજ્ઞમંડપમાં ભેગા થયા હતા. તે યજ્ઞમંડપની નજીક દેવેન્દ્ર અને દાનવેન્દ્રોએ જિનેન્દ્ર મહાવીરનો મહિમા કર્યો. (ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો સર્વઋદ્ધિ સહ, પર્ષદા સહિત ત્યાં પધાર્યા. સૂર્યોદય વેળાએ ભગવંતનો જ્ઞાનોત્પત્તિ મહિમા કરી સમવસરણની રચના કરી, આવ.ભા. ૧૧૫) (ઉપરોક્ત કથનને બે મુખ્ય વિભાગમાં વિવેચિત કરાયેલ છે - (૧) ભવનપતિ આદિ ચારે નિકાયના દેવોનું આગમન (૨) સમવસરણાદિ વક્તવ્યતા) ૦ દેવોનું આગમન : (આગમ સંદર્ભ :– ઉવવાઈ સૂત્ર ૨૨ થી ૨૬; * આવ.યૂ. ૧–પૃ. ૨પર થી ૨૫૫;) (આ વર્ણન પૂર્વે ભગવંતના દીક્ષા મહોત્સવમાં નિષ્ક્રમણ અભિષેક વખતે આવશ્યક ચૂર્ણિ આધારે સંક્ષેપિત રૂપે રજૂ કરાયેલ, અહીં ઉવવાઈ સૂત્રનો મુખ્ય સંદર્ભ લઈ પૂરેપૂરું વર્ણન રજૂ કરેલ છે.) ૩૪૩ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ આગમ કથાનુયોગ-૧ ૦–૦ ભવનવાસી દેવાનું આગમન : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પાસે અનેક અસુરકુમાર દેવો આવ્યા. તેઓનો વર્ણ કાળો મહા નીલમણિ, નીલમણિ, નીલની ગુટિકા, ભેંસના શીંગ, અળસીના પુષ્પ જેવો કૃષ્ણ વર્ણ હતો. તેમના નેત્ર ખીલેલા કમળ જેવા હતા, ભ્રમર નિર્મલ હતી. નેત્રોનો વર્ણ કંઈક કંઈક સફેદ, લાલ તથા તાંબા જેવો હતો. નાક ગરૂડ જેવું લાંબુ, સીધુ તથા ઉન્નત હતું. હોઠ પરિપુષ્ટ મુંગા અને બિંબ ફળ સમાન લાલ હતા. દંતપંક્તિ સ્વચ્છ ચંદ્રમા જેવી ઉજ્વળ, શંખ, ગાયના દૂધના ફીણ, જલકણ અને કમળની નાળ જેવી ધવલ–શ્વેત હતી. હથેળી, પગના તળીયા, તાળવું અને જીભ અગ્રિમાં ગરમ કરેલ. પુનઃ તપાવેલ, શોધિત કરેલ, નિર્મળ સ્વર્ણ સમાન લાલ હતા. તેમના વાળ, કાજળ તથા મેઘ સમાન કાળા તથા રુચક મણિ સમાન રમણીય, સ્નિગ્ધ અને મુલાયમ હતા. તેમના ડાબા કાનમાં એક કુંડલ હતું. શરીર આર્દ્ર ચંદનથી લિપ્ત હતું. તેમના વસ્ત્ર સીલીવ્રપુષ્પ જેવા કંઈક શ્વેત, કંઈક લાલ, સૂક્ષ્મ, સુંદર રીતે ધારણ કરેલ હતા. તેઓ બાલ્યાવસ્થાને પાર કરી ચૂક્યા હતા. મધ્યમ વય હજી પ્રાપ્ત થઈ ન હતી. કિશોરાવસ્થામાં વિદ્યમાન હતા. તેમની ભુજાઓ તલભંગક, ત્રુટિકા, અન્યા. ઉત્તમ આભુષણો, નિર્મલ રત્નો તથા મણિ વડે શોભતી હતી. હાથોની દશે આંગળીઓ વીંટી વડે શોભતી હતી. મુગુટો પર ચૂડામણિના રૂપમાં વિશેષ ચિહ્ન હતું. તેઓ સુરૂપ, પરમ ઋદ્ધિશાળી, ઘુતિમાન, બળવાન, યશસ્વી, સુખી અને સૌભાગ્યશાળી હતા. તેમના વક્ષ:સ્થળ હારથી શોભિત હતા. તેઓએ ભુજા પર કંકણ, આભરણાત્મક પટ્ટિકા અને અંગદ ધારણ કરેલ હતા. કેસર આદિ મંડિત કપાળ અને કુંડલ તેમજ અન્ય કર્ણભૂષણ શોભતા હતા. - તેઓએ વિચિત્ર હસ્તાભરણ ધારણ કરેલા હતા. મસ્તક પર વિવિધ પ્રકારની માળાથી યુક્ત મુગટ હતા. કલ્યાણકારી, અનુપત, પ્રવર વસ્ત્રો પહેરેલા હતા. મંગલમય, ઉત્તમ માળા અને અનુલેખનથી યુક્ત હતા. તેમનું શરીર દેદીપ્યમાન હતું. તેમના ગળાથી ઘુંટણ સુધી વનમાલા લટકતી હતી. તેઓ દિવ્ય વર્ણ, ગંધ, રૂપ, સ્પર્શ, સંઘાત, સંસ્થાન, ઋદ્ધિ, ધૃતિ, પ્રભા, કાંતિ, અર્ચિ, તેજ અને વેશ્યા અનુરૂપ પ્રભામંડળથી દશે દિશાઓને ઉદ્યોતિત, પ્રભાસિત કરતા શ્રમણ ભગવંત મહાવીરની પાસે આવીને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વંદન–નમસ્કાર કર્યા પછી પોત-પોતાના નામ અને ગોત્રનું ઉચ્ચારણ કરીને ભગવંતની અતિ નિકટ નહીં તેમ અતિ દૂર નહીં તે રીતે ધર્મશ્રવણની ઇચ્છાપૂર્વક પ્રણામ કરી, વિનયપૂર્વક સન્મુખ હાથ જોડી પર્યપાસના કરવા લાગ્યા. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની પાસે અસુરેન્દ્ર સિવાયના બીજા ભવનવાસી દેવો પણ આવ્યા. તેમના મુગટોમાં ક્રમશ: નાગની ફણા, ગરુડ, વજ, પૂર્ણકળશ, સિંહ, ઘોડો, હાથી, મગર અને વર્તમાનકનું ચિન્હ હતું. તેઓ સુરૂપ, પરમ દ્ધિશાળી, યુતિમાનું બળવાન, યશસ્વી, સુખી અને સૌભાગ્યશાળી હતા. તેમના વક્ષ:સ્થળ હાર વડે સુશોભિત હતા. ઇત્યાદિ વર્ણન અસુરકુમાર પ્રમાણે જ સમજવું. તે નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર, અગ્રિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર એ નવે ભવનવાસી દેવો પણ અસુરકુમારની માફક પર્યપાસના કરવા લાગ્યા. Page #346 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૩૪૫ ૦-૦ વ્યંતર દેવોનું આગમન : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પાસે પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંફરષ, મહોરગ અને ગંધર્વ તથા અણપત્રિક, પણપત્રિક, ઋષિવાદિક, ભૂતવાદિક, ઇંદિત, મહાકંદ્રિત કૂષ્માંડ અને પતગ એ સોળ વ્યંતર જાતિના દેવો આવ્યા. આ દેવો અત્યંત ચપળ ચિત્તવાળા, ક્રીડાપ્રિય તથા પરિહાસપ્રિય હતા. તેઓને ગંભીર હાસ્ય તથા તેવી જ વાણી પ્રિય હોય છે. તેઓ વૈક્રિયલબ્ધિ દ્વારા પોતાની ઇચ્છાનુસાર વિરચિત વનમાલા, ફૂલોનો સેહરો કે કલગી, મુગટ, કુંડલ આદિ આભુષણો દ્વારા સુંદર રૂપથી સજ્જ હતા. સર્વઋતુઓમાં ખીલતા સુગંધી પુષ્પોની રચેલી, લાંબી, શોભતી, સુંદર, વિકસિત વનમાળાઓ દ્વારા તેમના વક્ષ:સ્થળ ઘણા આલાભકારી લાગતા હતા. તેઓ કામગમ, કામરૂપધારી હતા. તેમણે ભિન્ન ભિન્ન રંગના ઉત્તમ, ચિત્રવિચિત્ર, ચમકતા વસ્ત્રો પહેર્યા હતા. અનેક દેશોની વેશભૂષાને અનુરૂપ તેઓએ ભિન્ન ભિન્ન પ્રકારનો પોશાક ધારણ કરેલ હતો. તેઓને પ્રમોદપૂર્ણ કામ, કલહ, ક્રીડા તથા તજનિત કોલાહલમાં પ્રીતિ હતી. તેઓ વધારે વાચાળ અને વધુ હસવાવાળા હતા. તેઓએ અનેક મણી અને રત્નોથી વિવિધરૂપે નિર્મિત ચિત્ર-વિચિત્ર ચિહ્નો ધારણ કરેલા હતા. તેઓ સુરૂપ તથા પરમ ઋદ્ધિ સંપન્ન હતા. તેઓ પણ અસુરકુમાર દેવોની માફક યથાવિધિ વંદન– નમસ્કાર કરી શ્રમણ ભગવંત મહાવીરની પર્યુપાસના કરવા લાગ્યા. ૦–૦ જ્યોતિષ્ક દેવોનું આગમન : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની પાસે બૃહસ્પતિ, ચંદ્ર, સૂર્ય, શુક્ર, શનૈશ્ચર, રાહુ, ધૂમકેતુ, બુધ તથા મંગળ નામક જ્યોતિષ્ક દેવો આવ્યા. તેમનો વર્ણ તપેલા સુવર્ણ સમાન દીપ્તિમાન હતો. તે સિવાયના જ્યોતિષુ ચક્રમાં પરિભ્રમણ કરનારા કેતુ આદિ ગ્રહો, અઠાવીસ પ્રકારનો નક્ષત્ર દેવગણ, વિવિધ આકૃતિવાળા પાંચ વર્ણના તારાદેવ પ્રગટ થયા. તેમાં સ્થિત રહીને પ્રકાશ કરનાર તથા અવિશ્રાન્તપણે ગતિશીલ એમ સ્થિર અને ચર બંને પ્રકારના જ્યોતિષ્ક દેવો આવ્યા. દરેકે પોતપોતાના નામથી અંકિત પોતાના વિશેષ ચિન્હો પોતાના મુગટ ઉપર ધારણ કરેલા હતા. તે પરમ દ્ધિશાળી દેવ અસુરકુમાર દેવની માફક ભગવંતની પર્યાપાસના કરવા લાગ્યા. ૦–૦ વૈમાનિક દેવોનું આગમન : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પાસે સૌધર્મ, ઇશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મ. લાંતક, મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અય્યત દેવલોકના વૈમાનિક દેવો આવ્યા. તે વૈમાનિક દેવોના ઇન્દ્રો, સામાનિક દેવો, ત્રાયશ્ચિંશક દેવો, લોકપાલો, પર્ષદા સહિતની પટ્ટરાણીયો, સેના, આત્મરક્ષક દેવો આદિ સર્વ પરિવારથી ઘેરાયેલા હતા. તેઓ પોતાની સંપૂર્ણ શ્રી, કાંતિ, વૈભવથી ભૂષિત હતા, સૌમ્ય અને સુંદર રૂપવાળા હતા. દેવગણની સાથે જય જયકારનો શબ્દ ઉચ્ચારણ કરતા, ગગન મંડલને ગુંજાવતા પ્રસન્નતાપૂર્વક આવ્યા. ભગવંતના દર્શનની ઉત્સુકતા અને તે માટે તેઓના ત્યાં પહોંચવાથી ઉત્પન્ન હર્ષથી તેઓ ઉલ્લસિત હતા. આ દેવો ક્રમશઃ પાલક, પુષ્પક, સૌમનસ, શ્રીવત્સ, નંદ્યાવર્ત, કામગમ, પ્રીતિગમ, Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ આગમ કથાનુયોગ-૧ મનોગમ, વિમલ તથા સર્વતોભદ્ર નામના પોતપોતાના વિમાનમાં આવ્યા હતા. તેઓએ અનુક્રમે મૃગ, મહિષ, વરણુ, છગલ, દુર્દર, ઘોડો, હાથી, ભુજગ, ખગ તથા વૃષભના ચિહ્નોથી અંકિત મુગટ ધારણ કરેલ હતા. તે શ્રેષ્ઠ મુગટો તેમના સુંદર મસ્તકને શોભાવી રહ્યા હતા. કુંડલોની ઉજવલ દીતિથી તેમના મુખ ઉદ્યોતિત હતા. તેઓ લાલ આભાવાળા, પઘગર્ભ સમાન ગૌર કાંતિમય શ્વેત વર્ણવાળા હતા. શુભ વર્ણ, ગંધ, સ્પર્શ આદિને નિષ્પન્ન કરવામાં ઉત્તમ વૈક્રિયલબ્ધિના ધારક હતા. વિવિધ પ્રકારના વસ્ત્ર, સુગંધી દ્રવ્ય તથા માળા ધારણ કરેલા હતા. તેઓ પરમ દ્ધિશાળી અને પરમ દ્યુતિમાન હતા. તેઓના વિમાન મધ્યાહ્નના સૂર્યના કિરણોથી પણ અધિક પ્રભાવાળા હતા. જેની ચારે તરફ મણી, રત્નો અને સુવર્ણની બનેલ મોતિયોની માળા, ઝમખા આદિ આભુષણ લટકતા હતા. વિમાનોમાં હલતી ઘંટિકાઓના મધુર અવાજ અને બંસરી, વીણા, હસ્તતાલ, ગીત, વાદ્યોના મધુર ધ્વનિથી ગગનમંડલ અને દિશાઓ ગુંજી રહી હતી. તે વિમાનોની પ્રભાથી દિશાઓ શોભી રહી હતી. તે વિમાનોમાં બેસીને હર્ષિત–સંતુષ્ટ મનવાળા દેવો ભગવંતની પાસે આવ્યા. એ જ પ્રમાણે બીજા સામાજિક આદિ દેવો મસ્તક પર વિવિધ ચિન્હોથી અંકિત મુગટ ધારણ કર્યા હતા, જે શુભ અને દર્શનીય હતા તે આવ્યા. એ જ પ્રમાણે લોકાંત વિમાનવાસી દેવો પણ આવ્યા. તે પ્રત્યેક દેવના કાનમાં મણિરત્નોથી વિરચિત દેદીપ્યમાન કુંડલ શોભતા હતા. તેઓએ પોતપોતાના મસ્તક પર નામાદિ સ્પષ્ટ ચિન્હોથી અંકિત મુગટોને ધારણ કરેલા હતા. પોતાપોતાના વૈભવનું પ્રદર્શન કરતા અને બીજાની દ્ધિને જોતા, જિનેન્દ્ર ભગવંતની વંદના ભક્તિના નિમિત્તથી પ્રેરાઈને, જિનદર્શન માટે ઉત્સુકતાપૂર્વક આવવાથી આનંદિત, વિશાળ સૈન્ય સમૂહ સાથે તે સર્વે દેવો તીવ્રગતિવાળા વિવિધ યાન, વાહન, વિમાન આદિમાં ત્યાં આવ્યા યાવત્ ભગવંતની પર્યાપાસના કરવા લાગ્યા. ૦–૦ અપ્સરા ગણનું આગમન : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પાસે અપ્સરાઓનો સમૂહ આવ્યો. તે અપ્સરાઓના શરીરની કાંતિ અગ્નિમાં તપાવાયેલ અને જળ વડે સ્વચ્છ કરાયેલ સ્વર્ણ જેવી હતી, તેઓ બાલભાવને છોડીને યૌવનમાં પ્રવેશી ચૂકી હતી. તેઓનું રૂપ અનુપમ, સુંદર અને સૌમ્ય હતું. તેમના અંગ-પ્રત્યંગમાં તારુણ્ય છલકી રહ્યું હતું. તેઓ ચિર યૌવના અને સર્વાગ સુંદર હતી, ઇષ્ટ વસ્ત્રાભૂષણો દ્વારા રમણીય વેશભૂષાથી વિભૂષિત હતી. તેઓએ હાર, અર્ધપાર, રત્નકુંડલ, લટકતા તેમજાલ, મણિજાલ, કનકાલ, સૂત્ર, ટિલડી, કંગન, ખુફુગ, એકાવલિ, કંઠસૂત્ર, મગધક, પરાક્ષ, રૈવેયક, શોણિસૂત્ર, તિલક, પુષ્પક, સિદ્ધાર્થિકા, કર્ણવાલિકા, શશિ, સૂર્યઋષભ, ચક્રક, તલભંગક, ત્રુટિક, હસ્તમાલક, હસ્તિ, કેયુર, વલય, પ્રાલંબ, પ્રલંબ, અંગૂઠી, વલાલ, દીનારમાલિકા, ચંદ્રમાલિકા, સૂર્યમાલિકા, કાંચી, કલાપ, પ્રતરક, પરિફેરક, પાદજાલઘંટિકા, કિંકિણી, રત્નોરુજાલ, શુદ્રિકા, ઝાંઝર, કનકનિકર, જાલક આદિ આભુષણો ધારણ કર્યા હતા. તેઓએ પંચરંગી, બહુમૂલ્ય, શ્વાસમાત્રથી ઉડવા લાગે તેવા હલકા, મનોહર, સુકોમલ, સ્વર્ણમય તારથી બનેલી કિનારીવાળા, સ્ફટિક તુલ્ય આભાવાળા વસ્ત્રો ધારણ Page #348 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર-ભમહાવીર–કથા ૩૪૭ કર્યા હતા. તેઓએ ડિમકણ, ગાયનું દૂધ, મોતીના હાર અને જલકણ સમાન સ્વચ્છ, ઉજ્જવલ, સુકુમાર, રમણીય, સુંદર રીતે ગુંથેલા રેશમી દુપટ્ટા ઓઢેલા હતા. બધી ઋતુઓમાં ખીલતા સુગંધી પુષ્પોની ઉત્તમ માળાઓ તેમણે પહેરી હતી. ચંદન, કેસર આદિ સુગંધમય પદાર્થોથી નિર્મિત દેહરંજનથી તેમના શરીર રંજિત અને સુવાસિત હતા. શ્રેષ્ઠ ધૂપ વડે ધૂપિત હતા. લક્ષ્મી સમાન વેશધારિણી હતી. પોતપોતાની અંજલીમાં દિવ્ય કુસુમ, સુગંધિત માળા વગેરે રાખેલી હતી. તેઓના મુખ ચંદ્ર સમાન કાંતિવાળા હતા. અર્ધચંદ્ર સમાન તેમનું લાલટ હતું. સૌંદર્યદર્શના હતી. તેઓની દીપ્તિ વીજળીના ચમકાર અને સૂરજના તેજ સમાન હતી. પોતાની સુંદર વેશભૂષાથી તે બધી વૃંગારના ઘર જેવી દેખાતી હતી. તેઓની ગતિ, હાસ્ય, ભાષા, નયનોના હાવભાવ, પારસ્પારિક આલાપ–સંલાપ આદિ બધાં કાર્યકલાપ નૈપુણ્ય અને લાલિત્યયુક્ત હતા. સુંદર સ્તન, કટિ પ્રદેશ, મુખ, હાથ, પગ, નેત્ર આદિ અંગોપાંગ અને સોહામણા રૂપ, યૌવન, હાવભાવ, વિલાસ આદિથી યુક્ત હતી. તે દેવીઓનો સંસ્પર્શ શિરિષપુષ્પ અને માખણ જેવો મૃદુ તથા કોમળ હતો. તેઓ નિષ્કલષ, નિર્મલ, સૌમ્ય, કમનીય અને પ્રિયદર્શના હતી. ભગવંતના દર્શનની ઉત્કંઠાથી ઘણી હર્ષિત હતી. એવા પ્રકારનો અપ્સરા ગણ આવીને યાવત્ ભગવંતની પર્યાપાસના કરવા લાગ્યો. ૦ સમવસરણ વક્તવ્યતા :- (દેવો આવીને ભગવંત માટે સમવસરણની રચના કરે છે. તે સમવસરણ સંબંધિ વક્તવ્યતા આવશ્યક નિર્યુક્તિ ગાથા ૫૪૩માં નવ દ્વારોમાં જણાવી છે. તે આ પ્રમાણે ) ૧. સમવસરણ વિષયક વિધિ, ૨. સામાયિક-અધિકારી, ૩. ભગવંતનું રૂપ, ૪. સંશય પૃચ્છા, ૫. ઉત્તર, ૬. શ્રોત્રાને પરિણમન, ૭. વૃત્તિદાન–પ્રીતિદાન, ૮. દેવમાલ્ય, ૯. માલ્યાનયન વિધિ અને ગણધર દેશના. ૦–૧ સમવસરણ વિધિ : સામાન્ય વિધિ :- જે ક્ષેત્રમાં પૂર્વે સમવસરણ ન હોય કે ભૂતપૂર્વ સમવસરણ ક્ષેત્ર હોય ત્યાં મહા ઋદ્ધિવાળા દેવો આવે છે. વાયુ વિકર્વી પ્રથમ ધૂળ વગેરેને ત્યાંથી દૂર કરે છે. પછી આવનારી ધૂળ આદિને ઉપશાંત કરવા માટે જળવાદળ વિકૃર્વે છે. ત્યાર પછી તે નિર્મળ ભૂમિની વિભૂષા માટે પુષ્પવાદળ વિકર્યું છે. અર્થાત્ જળવૃષ્ટિ કર્યા પછી પુષ્પ વૃષ્ટિ કરે છે. પછી ત્રણ પ્રાકાર બનાવે છે. આ બધું આભિયોગ્ય દેવો કરે છે. પછીપછીના સમવસરણ માટે આવો કોઈ નિયમ હોતો નથી. એ પ્રમાણે સામાન્ય સમવસરણ વિધિ કહી. વિશેષ વિધિ :- સામાન્ય વિધિ જણાવ્યા પછી હવે વિશેષ વિધિ કહે છે ૧. સર્વ પ્રથમ (વાયુકુમાર) દેવો આવીને એક યોજન પ્રમાણ પૃથ્વીનું સંમાર્જન કરે છે. જેથી ત્યાં રહેલ ધૂળકાંકરા આદિ સાફ થઈ જાય. ૨. પછી (મેઘકુમાર) દેવો આવીને સુગંધી જળની વૃષ્ટિ કરીને તે પૃથ્વીનું સિંચન કરે છે. જેથી રજ વગેરે શાંત થાય. બીજી રજ આદિનો સંતાપ ન થાય. ૩. પછી વ્યંતર દેવો ચંદ્રકાંતાદિ મણિઓ, સુવર્ણ અને ઇન્દ્રનીલ આદિ રત્નો વડે Page #349 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ અથવા સ્થળમાંથી ઉત્પન્ન મણિઓ, જળમાંથી ઉત્પન્ન રત્નો અને સુવર્ણ દ્વારા આશ્ચર્યકારી એવા ઊંચા ભૂમિતળને બનાવે છે. ૩૪૮ ૪. પછી તે યોજન પ્રમાણ ભૂમિમાગને બધી દિશાઓથી સુગંધીયુક્ત કરે છે. ૫. પછી તે મણિ, કનક, રત્નના આશ્ચર્યકારી ભૂમિતળ ઉપર અધોમુખ ડીંટાવાળા, સુગંધી, જળસ્થળમાં થયેલા દિવ્ય કુસુમો લાવીને તેના ઉપર ચારે તરફ પંચરંગી પુષ્પોની વૃષ્ટિ કરે છે. જેની પ્રબળ સુગંધ ફેલાય છે. ૬. પછી ચારે દિશાઓમાં મણિ, કનક, રત્નના બનાવેલા તોરણો બાંધે છે. તેમાં છત્રયુક્ત, શાલભંજિકા (થાંભલાની પુતળીઓ) હોય છે. મગરના મુખવાળી ધજાઓ, સ્વસ્તિકાદિની રચના કરેલી હોવાથી તે તોરણો અતિ મનોહર લાગે છે. આ સર્વ કાર્યો વ્યંતર દેવો કરે છે. ૭. પછી વિચિત્ર રત્નોના અને મણિકંચનના કાંગરાવાળા સુંદર એવા ત્રણ પ્રાકારોને દેવગણ વિકુર્વે છે. તે આ પ્રમાણે ૮. અત્યંતર એવો પ્રથમ પ્રાકાર (ગઢ) વૈમાનિક દેવો વિકુર્વે છે. તે આખો ગઢ રત્નનો બનેલો હોય છે. તેના પર પંચવર્ણના મણિમય કાંગરા બનાવેલા હોય છે. ૯. મધ્યમ એવો બીજો પ્રાકાર (ગઢ) જ્યોતિષ્ક દેવો વિકુર્વે છે. તે આખો સુવર્ણનો બનેલો હોય છે. તેના પર વિવિધ પ્રકારના રત્નોના કાંગરા હોય છે. ૧૦. બાહ્ય એવો ત્રીજો ગઢ ભવનપતિ દેવો વિકુર્વે છે. તે આખો ગઢ રૂપાનો બનેલો હોય છે. તેના ઉપર સુવર્ણના કાંગરા હોય છે. ૧૧. તે દરેક ગઢને સર્વરત્નમય એવા ચાર—ચાર દ્વારો તે—તે દેવોએ બનાવેલા હોય છે. આ દ્વારો પર મૂળથી સર્વરત્નમય એવા સુવર્ણના બનેલા પતાકા અને ધ્વજાથી યુક્ત તોરણો લટકાવે છે. જે તોરણોમાં સ્વસ્તિકાદિ અષ્ટ મંગલ આલેખેલા હોય છે. ૧૨. તે દ્વાર પાસે અથવા ફરતા ધૂપના પાત્રો વ્યંતર દેવો મૂકે છે. જેમાં કૃષ્ણાગ, કુન્નુરુક્ક આદિ મિશ્રિત ધૂપની મનોહર ગંધ ફેલાતી હોય છે. ત્યાં ઉત્કૃષ્ટ સિંહનાદ કરતા અને સર્વદિશાઓમાં ‘કલકલ' ધ્વનિ ફેલાવતા દેવો તીર્થંકરના ચરણકમળમાં આવીને નમે છે. ૧૩. અત્યંતર પ્રાકાર, પ્રથમ ગઢની બરાબર મધ્યમાં ભગવંતની ઊંચાઈ કરતા બાર ગણું ઊંચું ચૈત્યવૃક્ષ વ્યંતર દેવો રચે છે. ભગવંત મહાવીર માટે રચાયેલ ચૈત્યવૃક્ષ બત્રીશ ધનુષ ઊંચુ હતું. પ્રત્યેક ઋતુમાં તેમાં પુષ્પ પાન આદિ સમૃદ્ધિ વિદ્યમાન રહેતી. તે અશોકવૃક્ષ, શાલવૃક્ષથી આચ્છાદિત હતુ. સર્વ જિનના ચૈત્યવૃક્ષ છત્ર, ધ્વજા, પતાકા યુક્ત, વેદિકાવાળા, તોરણોથી સુશોભિત તથા સુર, અસુર અને ગરુડ દેવોથી પૂજિત હતા. (* જુઓ સમવાય સૂત્ર ૩૦૧, ૩૦૨) તે ચૈત્યવૃક્ષની નીચે વિવિધ રત્નોથી નિર્મિત્ત એક પીઠ હતી. તેની ઉપર મણિમય દેવચ્છેદક હતો. તે દેવસ્કંદકની મધ્યમાં પાદપીઠ સહિત સિંહાસન હતું. તેની ઉપર—ઉપર એમ ત્રણ છત્રો હતા. તેની આસપાસ હાથમાં ચામર લઈને ઊભેલા બે યક્ષો હતા. દ્વાર ઉપર સુવર્ણ કમળમાં રહેલ એક ધર્મચક્ર હતું. તે સિવાય બીજા પણ કરવા યોગ્ય સર્વ Page #350 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા ૩૪૯ - - કર્તવ્યો વ્યંતર દેવોએ કર્યા (જ્યારે તે પ્રકારના ઘણાં દેવો કે ઇન્દ્રો આવે ત્યારે આ પ્રમાણે સમવસરણની રચના કરે છે. જ્યારે કોઈ તેવા પ્રકારનો મહર્તિક દેવ આવે ત્યારે તે એકલો પણ આ બધી રચના કરે છે. જો ઇન્દ્ર ન આવે તો ભવનવાસી દેવ આ સર્વ રચના કરે અથવા ન પણ કરે) – આવશ્યક નિર્યુક્તિ–૫૫૪ આ પ્રમાણે દેવ નિષ્પાદિત સમવસરણમાં સૂર્યોદય કાળે પહેલી પોરિસિમાં ભગવંત પ્રવેશ કરવાને ચાલ્યા. તે વખતે દેવતાએ વિકુર્વેલ સહસ્ત્રપાંદડીવાળા સુવર્ણ કમળ પર પગ મૂકતા ચાલે છે. જેમાં બે કમળ પર ભગવંત પગ મુકે છે. બીજા સાત કમળો ભગવંતની આગળ—પાછળ સંચરે છે. ભગવંત પૂર્વ ધારેથી પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા આપી તીર્થને નમસ્કાર કરી પૂર્વાભિમુખે સિંહાસન પર બેસે છે. ભગવંત પૂર્વાભિમુખ બેસે ત્યારે બાકીની ત્રણ દિશામાં વ્યંતરો રત્નના ત્રણ સિંહાસન ઉપર ભગવંતના ત્રણ પ્રતિબિંબો વિકુર્વે છે. આ પ્રતિબિંબ ભગવંતના શરીર પ્રમાણ હોય છે. ત્યાં બંને બાજુ ચામર વીંઝનારા, પાછળ છત્રધારક અને ધર્મચક્ર પણ. હોય છે. આ ત્રણે પ્રતિબિંબ તીર્થકરના પ્રભાવથી તીર્થકર અનુરૂપ લાગે છે. જેથી બીજા દેવ આદિ સર્વ લોકોને એમ લાગે કે, ભગવંત અમારી સન્મુખ જ ધર્મકથન કરી રહ્યા છે. ભગવંતના પગ પાસે એક ગણધર અવશ્ય હોય છે. તે ગણધર જ્યેષ્ઠ ગણધર અથવા અન્ય કોઈ ગણધર હોઈ શકે છે. પણ પ્રાયઃ જ્યેષ્ઠ ગણધર જ બેસે છે. અન્ય ગણધરો અગ્નિ ખૂણામાં બહુ દૂર નહીં તેમ બહુ નજીક નહીં તે રીતે ભગવંતને નમસ્કાર કરીને બેસે છે. (આ સામાન્ય વિધિ કહી છે ભગવંત મહાવીરના પહેલા સમવસરણમાં ગણધરનો સંભવ નથી.) ૦ સમવસરણમાં બારે પર્ષદાના સ્થાનનું સર્વસામાન્ય કથન : પહેલા ગણધર પૂર્વકારેથી પ્રવેશ કરી, તીર્થંકર ભગવંતને ત્રણ વખત વંદન કરી અગ્નિખૂણામાં બેસે છે. પછી બાકીના ગણધરો પણ એ જ રીતે પ્રવેશ કરીને બેસે છે. ત્યારપછી કેવલી ભગવંતો પૂર્વકારથી પ્રવેશીને તીર્થકર ભગવંતને ત્રણ પ્રદક્ષિણા આપી, તીર્થંકર તથા તીર્થને નમસ્કાર કરી, ગણધરોની પાછળ બેસે છે. ત્યારપછી બાકીના અતિશયધારી શ્રમણો ક્રમશઃ મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, ચૌદપૂર્વી, દશપૂર્વી, નવ પૂર્વી ઇત્યાદિ, લબ્ધિધર શ્રમણો, સામાન્ય શ્રમણો પૂર્વધારેથી પ્રવેશ કરીને, ભગવંતને પ્રદક્ષિણા દઈ, ભગવંતને વંદન કરી, તીર્થને અને કેવલીને નમસ્કાર કરી, અતિશયધારીને નમસ્કાર કરી કેવલીની પાછળ-પાછળ અનુક્રમે બેસે છે. એ રીતે અગ્નિખૂણામાં શ્રમણોની પ્રથમ પર્ષદા બેસે છે. ત્યાર પછી પૂર્વકારેથી જ વૈમાનિકની દેવીઓ પ્રવેશ કરે છે. ભગવંતને પ્રદક્ષિણા કરી, વંદના કરી, તીર્થને તથા શ્રમણોને નમસ્કાર કરી, સર્વે શ્રમણોની પાછળ ઊભી રહે છે પણ બેસતી નથી. (ભગવંત મહાવીરના પ્રથમ સમવસરણમાં પણ પૂર્વે શ્રમણોનું અને અંતિમ શ્રમણીઓનું સ્થાન છોડીને મધ્ય સ્થાનમાં અગ્નિખૂણામાં વૈમાનિક દેવીઓ ઊભી રહી) ત્યારપછી પૂર્વ દ્વારેથી જ પ્રવેશ કરીને સર્વે શ્રમણીઓ ભગવંતને પ્રદક્ષિણા દઈ, વંદના કરી પૂર્વવત્ અગ્નિખૂણામાં વૈમાનિક દેવીઓની પાછળ આવીને ઊભા રહે છે. બેસતા Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ આગમ કથાનુયોગ-૧ નથી. આ રીતે અગ્નિખૂણાની ત્રણ પર્ષદા થઈ. ભવનપતિ પછી જ્યોતિષ્ક પછી વ્યંતરની દેવીઓ દક્ષિણદ્વારેથી પ્રવેશ કરી તીર્થકરને પ્રદક્ષિણા આપી, વંદન કરી નૈઋત્ય ખૂણામાં ઊભી રહે છે. ભવનવાસિણી દેવી પછી જ્યોતિષિણી દેવી પછી વ્યંતરી દેવી. આ રીતે ત્રણ પર્ષદા મૈઋત્ય ખૂણામાં થઈ. ભવનપતિ દેવો, જ્યોતિષ્ક દેવો, વ્યંતર દેવો પશ્ચિમ દિશાના દ્વારેથી પ્રવેશ કરીને ભગવંતને પ્રદક્ષિણા દઈ, વંદના કરી પૂર્વવત્ વાયવ્ય ખૂણામાં બેસે છે. (જો કે અહીં આવશ્યક ચૂર્ણિ અને વૃત્તિમાં વંતિ / તિત્તિ શબ્દ વાપરેલ છે.) ભવનપતિ દેવ પાછળ જ્યોતિષ્ક દેવ પાછળ વ્યંતર દેવ એ ક્રમ જાણવો. એ રીતે ત્રણ પર્ષદા વાયવ્ય ખૂણામાં થઈ. - વૈમાનિક દેવો, મનુષ્યો અને મનુષ્ય સ્ત્રીઓ ઉત્તર દિશાના દ્વારેથી પ્રવેશ કરીને ભગવંતને પ્રદક્ષિણા દઈ, વંદના કરી પૂર્વવત્ યથાક્રમે ઇશાન ખૂણામાં બેઠા **(અહીં પણ આવશ્યક ચૂર્ણિ અને વૃત્તિમાં ટાવંતિ | તિત્તિ શબ્દ વાપરેલ છે.) આ રીતે ત્રણ પર્ષદા ઇશાન ખૂણામાં થઈ. ૦ બાર પર્ષદા વિષયક કંઈક સ્પષ્ટીકરણ : ૧. ઉક્ત બાર પર્ષદ કથન સર્વ સામાન્ય છે. મહાવીર સ્વામીના કેવળજ્ઞાન પછીનું અને તીર્થ સ્થાપના પૂર્વેનું સમવસરણ હોવાથી શ્રમણ–શ્રમણીઓના સ્થાન ખાલી હતા. ૨. આવશ્યક નિર્યુક્તિ પ૬૦ની ચૂર્ણિ અને વૃત્તિમાં જણાવે છે કે, દેવ-દેવીનો જે પરિવાર જેની નિશ્રામાં આવેલ હોય તે પરિવાર તે–તે દેવ કે દેવીની પાસે જ રહે છે. અન્ય સ્થાને રહેતો નથી. ૩. આવશ્યક વૃત્તિકાર જણાવે છે કે, મૂલ ટીકાકારે ભવનપતિ આદિ દેવીના વિષયમાં બેસે છે કે, ઊભી રહે છે તેવો કોઈ સ્પષ્ટ નિર્દેશ કરેલો નથી. તેમણે માત્ર અવસ્થાનમ્ - “રહે છે' એટલો જ ઉલ્લેખ કર્યો છે. પરંતુ પૂર્વાચાર્યોના ઉપદેશથી લખાયેલ પટ્ટક આદિ ચિત્રકર્મોને આશ્રિને કહ્યું છે કે, બધી જ દેવીઓ ઊભી રહે છે પણ બેસતી નથી, દેવો, પુરુષો, સ્ત્રીઓ બેસે છે તેમ પ્રતિપાદન કરેલ છે. ૪. આવશ્યક ભાષ્ય ૧૧૬ થી ૧૧લ્માં તો બારે પર્ષદામાં “વિતિ' શબ્દનો પ્રયોગ કરેલ છે. છેલ્લે વંતિ શબ્દ લખ્યો છે અર્થાત્ “બે હાથની અંજલિ જોડીને તેમ સમજવું. ૫. આવનિ. પ૬૧ ફક્ત વિશેષતા દર્શાવતા જણાવે છે કે, અગ્નિ અને ઇશાન ખૂણાની પહેલી અને છેલ્લી ત્રિકમાં પુરુષ અને સ્ત્રી વર્ગ બંને હોય છે. જ્યારે નૈઋત્ય દિશાની ત્રિકમાં માત્ર સ્ત્રી (દેવી) વર્ગ હોય છે અને વાયવ્યમાં માત્ર દેવો હોય છે. – પર્ષદામાં દેવો અને મનુષ્યની સ્થિતિની વિશેષતા જણાવતા નિર્યુક્તિકાર લખે છે કે, જે અલ્પઋદ્ધિવાળા ત્યાં પ્રથમથી આવેલા હોય તે મહાદ્ધિવાળા જે કોઈ આવે તેને નમસ્કાર કરે છે. જો મહાદ્ધિવાળા પહેલેથી આવેલા હોય તો પછી આવનારા અલ્પદ્ધિવાળા તેમને નમન કરીને આગળ જાય છે. પ્રભુના સમવસરણમાં કોઈને પ્રતિબંધ નથી, કોઈ જાતની વિકથા નથી, પરસ્પર વિરોધી જીવને કોઈને ઇર્ષ્યા કે ભય હોતો નથી, કષ્ટ કે પીડા કરતા નથી. એવો ભગવંતનો પ્રભાવ હોય છે. Page #352 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર–ભ મહાવીર કથા આ પ્રમાણે પહેલા ગઢમાં દેવ અને મનુષ્યોની સ્થિતિ જણાવી. બીજા ગઢમાં તિર્યંચો હોય છે અને ત્રીજા (નીચેના) ગઢમાં યાન–વાહનો રહે છે. આ ત્રણે ગઢની બહાર તિર્યંચો, મનુષ્યો અને દેવો બધાં જ આવાગમન કરતા હોય છે. ૦–૨ સામાયિક અધિકારી :~ સામાયિક ચાર પ્રકારે છે. સર્વવિરતિ, દેશવિરતિ, સમ્યકત્વ અને શ્રુત. ભગવંત આ ચારની જ પ્રરૂપણા કરે છે. તે સિવાય અન્ય કોઈ સામાયિક હોતી નથી કે સમવસરણમાં કોઈ અન્ય સામાયિક અંગીકાર પણ કરતું નથી. આ ચાર સામાયિકમાંથી મનુષ્ય ચારમાંની કોઈપણ સામાયિક અંગીકાર કરી શકે છે. તિર્યંચો સર્વવિરતિ સિવાયની બાકી ત્રણમાંની કોઈપણ સામાયિક અંગીકાર કરી શકે છે. દેવોને સમ્યકત્વ કે શ્રુત સામાયિક હોય છે. જો કોઈ મનુષ્ય કે તિર્યંચ વિરતિગ્રહણ ન કરે તો નિયમા દેવોને સમ્યકત્વ સામાયિકની પ્રતિપત્તિ હોય છે. ૩૫૧ ‘‘નમસ્તીર્ઘાય’' એ પ્રમાણે બોલીને અને પ્રણામ કરીને ભગવંત દેવ, મનુષ્ય અને તિર્યંચ સંજ્ઞી પ્રાણીઓ સમજી શકે તેવી અને યોજન પ્રમાણમાં સાંભળી શકાય તેવી સાધારણ ભાષામાં ભગવંત દેશના આપે છે. ભગવંત અર્ધમાગધી ભાષામાં દેશના આપે છે. શ્રાવિકાઓ પણ અર્ધમાગધી ભાષા બોલતી હોય છે. દેવોની પણ આ જ ભાષા છે. ભગવંતની વાણી આર્ય—અનાર્ય તથા સર્વે સંજ્ઞી પ્રાણીઓને પોતપોતાની ભાષામાં પરિણમે છે. એવો ભગવંતની વાણીનો અતિશય હોય છે. ભગવંત તીર્થને શા માટે પ્રણામ કરે છે ? તે જણાવે છે, તીર્થ અર્થાત્ શ્રુતજ્ઞાન. આ શ્રુતજ્ઞાનથી ભગવંતનું તીર્થંકરત્વ હોય છે. તીર્થંકર પણ શ્રુતજ્ઞાન વડે જ ધર્મ કહે છે. લોકમાં તીર્થનું (શ્રુતનું) પૂજિતપણું હોવાથી ભગવંત પણ તેને પૂજે છે આ પ્રવૃત્તિ છે. વિનયકર્મને માટે આ પ્રણામ જરૂરી છે અથવા કૃતકૃત્યતા જણાવવા માટે પણ પ્રણામ કરે છે. તેથી એવું પ્રતીતિ થઈ શકે કે, જેમ ધર્મકથા કહે છે, તેમ તીર્થ (શ્રુત)ને પણ નમન કરે છે. ૦–૩ રૂપ દ્વાર : ભગવંતનું રૂપ કેવું હોય છે. તે જણાવે છે બધાં જ દેવો કદાચ એકઠા થાય અને સુંદર રૂપ નિર્માણ માટેની તેમની સર્વ શક્તિનો ઉપયોગ કરે અને અંગુઠા પ્રમાણ રૂપની વિકુર્વણા કરે તો પણ જિનેશ્વર ભગવંતના પગના અંગુઠા જેટલું રૂપ પણ વિકુર્વવા સમર્થ નથી. તીર્થંકરની રૂપ સંપત્તિ કરતા અનંતગુણહીન ગણધરનું રૂપ હોય છે. ગણધરના રૂપથી અનંતગુણહીન આહારક શરીરીના દેહનું રૂપ હોય છે. આહારક દેહના રૂપથી અનંત ગુણહીન અનુત્તર વૈમાનિક દેવોનું રૂપ હોય છે. તેનાથી અનંત ગુણ, અનંત ગુણ હીનરૂપ અનુક્રમે ત્રૈવેયક દેવ, અચ્યુત દેવ યાવતુ સૌધર્મ દેવનું રૂપ હોય છે સૌધર્મ દેવના રૂપથી અનંતગુણ, અનંતગુણ હીન અનુક્રમે ભવનપતિ દેવનું, જ્યોતિષ્ક દેવનું, વ્યંતર દેવનું રૂપ હોય છે. વ્યંતર દેવોના રૂપથી અનંતગુણ હીનરૂપ અનુક્રમે ચક્રવર્તીનું, તેનાથી વાસુદેવનું, તેનાથી બળદેવનું, તેનાથી માંડલિક રાજાનું રૂપ અનંત ગુણહીન હોય છે. શેષ રાજા, Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ આગમ કથાનુયોગ-૧ - - જનપદ, લોકોનું રૂપ છ સ્થાનથી હીન હોય છે. અનંત ભાગહીન કે અસંખ્યય ભાગહીન કે સંખ્યયભાગ હીન કે સંખ્યય ગુણ હીન કે અસંખ્યય ગુણહીન કે અનંત ગુણહીન હોય છે. (ભગવંતના ઉત્કૃષ્ટ રૂપના પ્રતિપાદન માટે આ વર્ણન કરાયેલ છે.) ભગવંતને નામકર્મના ઉદયથી અનુત્તર એવા સંઘયણ, રૂપ, સંસ્થાન, વર્ણ, ગતિ, સત્ત્વ (વીર્યાન્તરાયકર્મ ક્ષયોપમન્ય આત્મપરિણામ) સાર (બાહ્યથી ગુરુતા, અત્યંતર જ્ઞાનાદિ) સુગંધી શ્વાસોચ્છવાસ અને આદિ શબ્દથી ગાયના દૂધ જેવા શ્વેત માંસ અને લોહી પ્રાપ્ત થયા હોય છે. નામકર્મની અન્ય પ્રકૃત્તિ પણ પ્રશસ્ત ઉદયવાળી હોવાથી ઇન્દ્રિયો, શરીર, અંગોપાંગ આદિ પણ અનુત્તર હોય છે. શુભ ઉદયવાળી નામકર્મ પ્રકૃત્તિ જેવી ભગવંતની હોય છે તેવી અન્ય જીવોની હોતી નથી. ગોત્રાદિ પણ ભગવંતના ઉચ્ચ હોય છે. ક્ષયોપશમ જનિત અર્થાત્ છઘસ્વકાળે પણ ભગવંતના શબ્દ, ગંધ, રસ, સ્વર્ણાદિ જેવા અનુપમ હોય છે તેવા બીજા કોઈના હોતા નથી. તેમજ દાન, લાભ આદિ કાર્ય વિશેષ પણ ભગવંતને અનુત્તર જ હોય છે. કર્મનો ક્ષય થયા પછી અર્થાત્ કેવલપર્યાયમાં ભગવંતના ક્ષાયિકજ્ઞાનાદિ ગુણસમુદાય વિકલ્પરહિતપણે સર્વોત્તમ હોય છે. અશાતા વેદનીય આદિ જે અશુભ પ્રકૃત્તિ છે તે પણ દૂધમાં પડેલ લીંબુના રસના બિંદુ માફક ભગવંતને વિશેષ અશુભદા થતી નથી. ભગવંતને ઉત્કૃષ્ટરૂપ હોવાથી શ્રોતાઓને પણ ધર્મનો ઉદય કે પ્રવૃત્તિ સહેલાઈથી થાય છે. જો રૂપવાનું ધર્મ આચરે તો શેષ લોકો પણ ધર્મ આચરે તેવી શ્રોતાની બુદ્ધિ હોવાથી ભગવંતનું રૂપ ઉત્કૃષ્ટ જ હોય તે પ્રયોજન સિદ્ધ થાય છે. ૦–૪–૫ પ્રશ્ન અને ઉત્તર દ્વાર : દેવ, મનુષ્ય, તિર્યંચ આદિને સંખ્યાતીત પ્રશ્નો કે સંશયો થાય છે ત્યારે ભગવંતની વાણીમાં એવો અતિશય હોય છે કે, એક જ ઉત્તરમાં તેઓના સર્વ સંશયોને છેદી શકે છે. આ ઋદ્ધિ સામાન્ય કેવલીઓમાં હોતી નથી. ૦–૬ શ્રોતાને પરિણમન : જે રીતે વરસાદનું પાણી પડે ત્યારે તેના રસ, વર્ણ, ગંધ, સ્પર્શ એક રૂપ જ હોય છે પણ જે ભાજનવિશેષમાં તે પડે તેના વર્ણાદિ પ્રમાણે પરિણમે છે. જેમ સુગંધી માટીમાં પડે ત્યારે પાણી પણ સુગંધી રસમય બને છે અને ખર ભૂમિમાં પડે ત્યારે વિપરીત પરિણામ પામે છે. એ જ રીતે બધાં જ શ્રોતાઓને પોતાની ભાષામાં જિનવાણી પરિણમે છે. સામાન્યથી અનેક પ્રાણીઓને સ્વભાષામાં પરિણમતી એવી વાણી તેમનું નરક આદિ દુખથી રક્ષણ તો કરે જ છે તે ઉપરાંત જેને જે ઉપયોગ હોય તે અર્થમાં પણ એ ભાષા પરિણમે છે. શ્રોતા પોતાના બીજા બધાં ઉપયોગ તે વખતે ભૂલી જાય છે. ભૂખ, તરસ, ઠંડી, ગરમી, થાક, ભય બધું જ ભૂલી જાય છે. ૦–૭ દાન : ભગવંતના આગમનના કે વિહારવાર્તાનો સંદેશો જણાવનારને જે દેવાય તે દાના આ દાન બે પ્રકારે હોય છે. વૃત્તિદાન અને પ્રીતિદાન. જે વાર્ષિક વેતનના ધોરણે નિયુક્ત હોય તે પુરુષ સંદેશો આપે તેને વર્ષે અપાતું વેતન તે વૃત્તિદાન કહેવાય છે. નિયુક્ત થયેલા Page #354 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૩૫૩ પુરુષ સિવાયનો કોઈ અન્ય પુરુષ ઓચિંતો જ આવીને ભગવનના આગમનાદિનું કથન કરે. તેને પરમહર્ષથી અપાતું દાન પ્રીતિદાન કહેવાય છે. નિયુક્ત પુરુષને ચક્રવર્તી સાડાબાર કરોડ સુવર્ણનું, વાસુદેવ સાડા બાર કરોડ રૂપાનું અને માંડલિક રાજા સાડા બાર હજાર રૂધ્યકનું વૃત્તિદાન આપે છે. જ્યારે પ્રીતિદાન અનિયત હોય છે. બીજા મતે સાડા બાર લાખનું પ્રીતિદાન કર્યું છે. આવું દાન પોતાની ભક્તિથી વૈભવને અનુરૂપ શ્રેષ્ઠી, ધનપતિ વગેરે પણ આપતા હોય છે. આ દાનના ગુણો – જેમ દેવો ભગવંતની ભક્તિ કરે છે, તેની અનવૃત્તિરૂપે તથા ભગવદ્ ભક્તિ અર્થે આ દાન દેવાય છે. તેનાથી પૂજા, અભિનવ શ્રાવકોનું સ્થિરીકરણ, સાતા વેદનીય કર્મનો બંધ અને તીર્થની પ્રભાવના થાય છે. ૦–૮ દેવમાલ્ય વિધિ : ભગવંત જ્યારે પ્રથમ સંપૂર્ણ પોરિસિમાં ઘર્મકથન કરે છે ત્યારે વચમાં દેવમાલ્ય અર્થાત્ બલિ લાવવામાં આવે છે. રાજા કે અમાત્ય કે નગરજન ખાંડેલા છડેલા અર્ધપક્વ ચોખા આઢક પ્રમાણ લાવે છે. આ ચોખા અખંડ-અછૂટિત હોય છે. દેવો તેમાં ગંધાદિનો પ્રક્ષેપ કરે છે. ૦-૯ માલ્ય આનયન વિધિ : - ઉપરોક્ત બલિને દેવોસહિત રાજા વગેરે લઈને આવે ત્યારે વાજિંત્રોના નાદ વડે દશે દિશાઓને ગુંજિત કરે છે. પૂર્વ ધારેથી પ્રવેશ કરે છે. તે સમયે ભગવંત પણ દેશનાને વિરામ આપે છે. પછી રાજા વગેરે સર્વે ભગવંતને ત્રણ પ્રદક્ષિણા આપે છે. પછી બલિનો થાળ લાવી ભગવંતના ચરણની સમીપે સન્મુખ બલિને ફેંકવામાં આવે છે. તેમાંથી પડ્યા પહેલાં જ અર્ધા બલિને દેવોને ગ્રહણ કરી લે છે. અર્ધાનો અર્ધ ભાગ તે બલિના સ્વામી રાજા વગેરે લઈ લે છે. બાકીના ભાગનો બલિ સામાન્ય જનસમુદાય ગ્રહણ કરે છે. તે ચોખાનો એક દાણો પણ માથા ઉપર પ્રક્ષેપ કરવાથી પૂર્વના સર્વ રોગ ઉપશાંત થાય છે. નવા રોગ છ માસ સુધી થતા નથી. ભગવંતની દેશના પૂરી થયા બાદ ભગવંત પહેલા ગઢના ઉત્તર દ્વારેથી નીકળીને ઇશાન ખૂણામાં રહેલ દેવચ્છેદકમાં યથાસુખ સમાધિમાં રહે છે. બીજી પોરિસિમાં પહેલા કે અન્ય કોઈ ગણધર અર્થની દેશના આપે છે. તેમ કરવાથી ભગવંતને વિશ્રામ મળે છે અને ભગવંતની ઉપસ્થિતિમાં જ શિષ્યોના ગુણની ખ્યાતિ થાય છે. આચાર્યાદિના ક્રમનું ઉપદર્શન થાય છે. (આ પ્રમાણે સામાન્યથી સમવસરણ વક્તવ્યતા જણાવી.) હવે ભગવંત મહાવીર જ્યારે સમવસરણમાં પધાર્યા ત્યારે–દેવો દ્વારા જયકાર શબ્દ થતો હતો તેના ધ્વનિ સાથે દિવ્યદુંદુભિ તો નાદ ગુંજતો હતો. સ્વર્ગની અપ્સરાઓ સહિત દેવોનું વૃંદ આવી રહ્યું હતું. યજ્ઞપાટકની નિકટ જ્યારે આ સર્વે લોકોનું વૃંદ આવ્યું ત્યારે તે દિવ્ય દેવઘોષ સાંભળીને સોમિલ બ્રાહ્મણને ત્યાં યજ્ઞ માટે પધારેલા બ્રાહ્મણો ખુશ થઈ ગયા. ખરેખર! આશ્ચર્યની વાત છે કે, દેવો પણ આ યજ્ઞમાં આવી રહ્યા છે. ભગવંતના થનારા અગિયાર ગણધરો, ઉત્તમ જાતિવાળા, વિશાળ કુળ અને વંશવાળા તે મધ્યમા પાપાનગરીના તે યજ્ઞપાટકે ૧૨૩. Jain Cucation..ternational Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ પધાર્યા હતા. ભગવંતના થનારા એ ગણધરો ચૌદ વિદ્યાના પારગામી અને યજ્ઞક્રિયામાં વિચક્ષણ એવા બ્રાહ્મણો હતા. તે આ પ્રમાણે :- ૧. ઇન્દ્રભૂતિ, ૨. અગ્નિભૂતિ, ૩. વાયુભૂતિ. આ ત્રણે વિદ્વાન ભાઈઓ હતા, તે ત્રણેને પોતપોતાના ૫૦૦-૫૦૦ શિષ્યોનો પરિવાર હતો. ૪. વ્યક્ત અને ૫. સુધર્મા એ બે વિદ્વાનૂ પંડિતોને પણ ૫૦૦-૫૦૦ શિષ્યો હતા. ૬. મંડિત અને ૭. મૌર્યપુત્ર નામના બે ભાઈઓને ૩૫૦-૩૫૦ શિષ્યોનો પરિવાર હતો. ૮. અકંપિત, ૯. અચલભ્રાતા, ૧૦. મેતાર્ય અને ૧૧. પ્રભાસ એ ચાર વિદ્વાન પંડિતોને ૩૦૦-૩૦૦ શિષ્યોનો પરિવાર હતો. આ અગિયારે પંડિતોને પોતપોતાના સંશય હતા. જેનું નિવારણ થઈ શકેલ ન હતું. ૧. ઇન્દ્રભૂતિ – “જીવ છે કે નહીં ?'' ૨. અગ્નિભૂતિ – “કર્મ છે કે નહીં ?' ૩. વાયુભૂતિ– “શરીર એ જ જીવ છે કે શરીરથી ભિન્ન જીવ છે ?'' ૪. વ્યક્ત ‘પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ ભૂત છે કે નહીં ?'' ૫. સુધર્મા – ‘આ જીવ જેવો આ ભવમાં છે તેવો જ પરભવમાં થાય છે કે, ભિન્ન સ્વરૂપે ?'' ૬. મંડિત – ‘‘જીવને કર્મનો બંધ અને કર્મથી મુક્તિ છે કે નહીં ?'' ૭. મૌર્યપુત્ર – દેવો છે કે નહીં ?' ૮. અકંપિત – ‘નારકી છે કે નહીં ?'' ૯. અચલભ્રાતા “પુણ્યપાપ છે કે નહીં ?'' -- ૧૦, મેતાર્ય -> “પરલોક છે કે નહીં ?'' ૧૧. પ્રભાસ-મોક્ષ છે કે નહીં ?'' આ અગિયારે બ્રાહ્મણોની શંકા અને તેનું નિવારણ આદિ કોઈ જ ઘટનાનું વર્ણન કલ્પસૂત્રકારે લીધેલ નથી. તેમાં ભગવંતના કેવળજ્ઞાન પછી સીધું ચાતુર્માસ સૂચિ વર્ણન અને પછી નિર્વાણકલ્યાણક આવે છે. ઉપરોક્ત નામ, શિષ્ય પરિવાર, તે—તે વિદ્વાનોની શંકાનુ વર્ણન આવશ્યક નિયુક્તિ ૫૯૩ થી ૫૯૭ અને તેની વૃત્તિને આધારે કરેલ છે. ગણધર વાદ કે ગણધરો સંબંધિ અન્ય માહિતી આવશ્યક નિયુક્તિ ૫૯૯ થી ૬૫૯માં તઆધારિત ચૂર્ણિ અને વૃત્તિમાં આવે છે. તેમજ કલ્પસૂત્ર ૧૨૧ પછીની વૃત્તિમાં આવે છે. અને વિશેષાવશ્યક ભાષ્યમાં આવે છે. ->> -> — આગમ કથાનુયોગ-૧ → અમે ગણધર, ગણધર સંબંધિ માહિતી, ગણધરવાદ આદિનું વર્ણન “ગણધર’ વિભાગમાં કરેલું છે. જુઓ શ્રમણ કથા વિભાગમાં ગણધર કથાનક. → તેમની દિક્ષા વગેરે વર્ણન પણ અત્રે કલ્પસૂત્રવૃત્તિ આધારે જ નોંધેલ છે. ઉપરોક્ત અગિયાર વિદ્વાનૂ પંડિતો તથા તેમના ૪,૪૦૦ શિષ્યો અને અન્ય પણ ઘણાં બ્રાહ્મણો યજ્ઞમંડપમાં એકઠા થયેલા હતા. જ્યારે તેઓએ જોયું કે, તે વિશાળ દેવસમુદાય તો યજ્ઞમંડપ છોડીને દૂર જઈ રહ્યો છે ત્યારે તે બ્રાહ્મણો ખિન્ન થઈ ગયા. પછી લોકમુખે સાંભળ્યું કે, અત્રે સર્વજ્ઞ ભગવંત મહાવીર પધાર્યા છે અને દેવોનો તેમના વંદનાર્થે જઈ રહ્યા છે ત્યારે ક્રમશઃ અગિયારે બ્રાહ્મણો ભગવંત પાસે ગયા. ભગવંત મહાવીરે તેઓના મનમાં રહેલા ઉપરોક્ત જીવ કર્મ આદિ સંશયોના સચોટ સમાધાન આપ્યા ત્યારે પોતપોતાના સંશયોનું નિવારણ થતા ક્રમશઃ તે અગિયારે બ્રાહ્મણોએ પોતપોતાના શિષ્ય પરિવાર સહિત દીક્ષા ગ્રહણ કરી, તે વખતે ૪,૪૦૦ શિષ્યો સાથે તે Page #356 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૩૫૫ અગિયાર પણ ભગવંતના શિષ્ય બન્યા. ભગવંતને એક–એક પ્રદક્ષિણા કરતા ત્રણ પ્રદક્ષિણામાં આ અગિયારે ભગવંતને “તત્ત્વ શું છે ?” તે જાણવા જિજ્ઞાસા વ્યક્ત કરી. ત્યારે ભગવંતે તેઓને અનુક્રમે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણ પદરૂપ ત્રિપદી આપી. ઉત્પાદ એટલે દરેક પદાર્થો ઉત્પન્ન થાય છે. વ્યય એટલે દરેક પદાર્થ નાશ પામે છે. ધ્રૌવ્ય એટલે દરેક પદાર્થ નિત્ય છે. ભગવંત પાસેથી ત્રિપદીનું આ સ્વરૂપ જાણી તે ગણધરોએ ગણધર નામકર્મના ઉદયથી અંતમુહૂર્તમાં દ્વાદશાંગીની રચના કરી. પછી ભગવંતે તેમને ગણધરપદે સ્થાપ્યા. તે વખતે શક્રેન્દ્ર દિવ્યચૂર્ણનો ભરેલો વજય દિવ્યથાળ લઈને ભગવંત પાસે ઊભા રહ્યા. ભગવંતે સમવસરણમાં સિંહાસન પરથી ઉઠીને તે દિવ્ય ચૂર્ણની મુઠ્ઠી ભરી. તે વખતે ઇન્દ્રભૂતિ (ગૌતમ) આદિ અગિયાર ગણધરો સહેજ નમ્યા. અનુક્રમે ભગવંતની પાસે ઊભા રહ્યા. દેવવાજિંત્ર અને ગાન બંધ કરાયા. પછી ભગવંત મહાવીર બોલ્યા કે, ઇન્દ્રભૂતિને દ્રવ્ય, ગુણ, પર્યાય વડે તીર્થની અનુજ્ઞા આપું છું." એમ કહી ઇન્દ્રભૂતિ ગૌતમના મસ્તક પર વાતચૂર્ણનો લેપ કર્યો. પછી અનુક્રમે એ જ પ્રમાણે બીજા દશના મસ્તક પર વાસચૂર્ણનો લેપ કર્યો. ત્યાર પછી દેવોએ પણ અગિયાર ગણધર પર ચૂર્ણ, પુષ્પ, સુગંધી પદાર્થોની વૃષ્ટિ કરી, કાળક્રમે સુધર્મા ગણધર સર્વ મુનિઓના અગ્રેસર થયા. તેમની નિશ્રામાં સઘળો સમુદાય રહ્યો. ૦ તીર્થ પ્રવર્તન અને ધર્મ : એ રીતે શ્રમણ ભગવંત મહાવીરને બીજા સમવસરણમાં તીર્થની સ્થાપના થઈ. મહસેનવન ઉદ્યાનમાં વૈશાખ સુદ અગિયારસના દિવસે પ્રથમ પોરિસિમાં દેશનાકાળે દેવ વિરચિત સમવસરણમાં ભગવંતે તીર્થ સ્થાપના કરી. ચતુર્વિધ સંઘ સ્થપાયો જેમાં ભગવંતના પ્રથમ શિષ્ય ઇન્દ્રભૂતિ થયા, પ્રથમ શિષ્યા ચંદના થયા (જે ચંદનબાલા નામે પ્રસિદ્ધ છે.) શંખ અને શતક આદિ શ્રાવક થયા અને સુલસા અને રેવતી આદિ શ્રાવિકા થયા. એ રીતે મધ્યમ પાવાપુરી નગરીમાં ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ. ભગવંત મહાવીર (પ્રથમ તીર્થકર ઋષભદેવની માફક) પંચ મહાવ્રત રૂપ સાધુધર્મ ઉપદેશ્યો. (વચ્ચેના બાવીશ તીર્થકરોમાં ચતુર્યામરૂપ સાધુધર્મ હતો) સામાયિક અને છેદોપસ્થાપનીય એમ બે પ્રકારનો સંયમધર્મ પ્રવર્તાવ્યો. (વચ્ચેના બાવીશ તીર્થકરોમાં માત્ર સામાયિક સંયમ હતો) સત્તર ભેદે સંયમ ધર્મ કહ્યો. ભગવંતના શાસનના સાધુસાધ્વીઓને દુરાગેયતા, દુર્વિભાજ્યતા, દુર્દર્શતા, દુસહતા અને દુરનુચરતા એ પાંચ કારણે ધર્મનો ઉપદેશ પામવો કઠિન હતો. ૦ ભગવંત મહાવીરનું વર્ણન – (2 આ વર્ણન આવશ્યક પૂર્ણિમાં ભગવંતના અભિનિષ્ક્રમણ વખતે સંક્ષેપમાં છે. ને ઉવવાઈ સૂત્ર–૧૦ કેવળજ્ઞાન પછી ચંપાનગરીમાં પધાર્યા તે વખતે આવે છે.) તે સમયે શ્રમણ ભગવંત મહાવીર (જે હવે પછી કહેવાનારા વિશેષણોથી યુક્ત હતા) તેઓ આદિકર, તીર્થંકર, સ્વયંસંબુદ્ધ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષવરપુંડરીક, પુરુષવરગંધહસ્તિ, અભયદાતા, ચક્ષુદાતા, માર્ગદાતા, શરણદાતા, જીવનદાતા, ભવસાગરમાં દ્વીપ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ આગમ કથાનુયોગ-૧ સમાન, ત્રાણરૂપ, શરણરૂપ, ગતિ અને આધારરૂપ, ચાર અંતવાળી પૃથ્વીના અધિપતિ સમાન શ્રેષ્ઠ ધર્મચક્રવર્તી, અપ્રતિહત શ્રેષ્ઠ જ્ઞાનદર્શનના ધારક, છદ્મસ્થપણાથી રહિત, જિન–જિતનાર, જિતાવનાર, તીર્ણ, તારક, મુક્ત, મોચક, બુદ્ધ, બોધક, સર્વજ્ઞ, સર્વદર્શી શિવ, અચલ, નિરૂપદ્રવ, અંતરહિત, ક્ષયરહિત, બાધારહિત, અપુનરાવર્તન રૂ૫ એવી સિદ્ધિગતિ નામક સ્થાનને પ્રાપ્ત કરવાવાળા હતા. તે કેવળજ્ઞાન સંપન્ન જિન-અર્હત્ ભગવંત મહાવીર સાત હાથ ઊંચા હતા. સમચતુરસ્ત્ર સંસ્થાન સંસ્થિત, વજઋષભનારાચ સંડનન યુક્ત હતા. શરીરના અન્તર્વર્તી પવનના ઉચિત વેગથી યુક્ત, કંક પક્ષી માફક નિર્દોષ ગુદાશય યુક્ત, કબૂતર જેવી પાચન શક્તિવાળા, પક્ષીની માફક નિર્લેપ અપાન સ્થાનયુક્ત હતા. ભગવંત સુંદર પૃષ્ઠ, પાર્શ્વભાગ તથા જંઘાવાળા હતા. પદ્મ અને નીલકમલની ગંધ સદશ સુગંધિત શ્વાસોચ્છવાસ યુક્ત મુખવાળા હતા. ઉત્તમ ત્વચાયુક્ત, નિરોગી, ઉત્તમ–પ્રશસ્ત અત્યંત શ્વેત માંસયુક્ત હતા. પરસેવો, મેલ, ધબ્બા, સ્વેદ તથા રજદોષ વર્જિત નિર્મલ શરીરવાળા, નિરુપલેપ દીતિ વડે ઉદ્યોતિત પ્રત્યેક અંગવાળા હતા. અત્યધિક સઘન, સુબદ્ધ સ્નાયુબંધ સહિત, ઉત્તમ લક્ષણમય પર્વતના શિખર સમાન ઉન્નત મસ્તકવાળા હતા. ભગવંતના મસ્તકના વાળ સેમલના રૂ સમાન મૃદુ, અતિ નિબિડ (ધન), વિશદ, પ્રશસ્ત, સૂક્ષ્મ, શ્લષ્ણ, સુરભિત, સુંદર, ભુજમોચક, નીલમ, ભૃગ, નીલ, કજ્જલ, પ્રહષ્ટ, ભ્રમરવૃંદ જેવા ચમકતા, કાળા, ઘુંઘરાયા હતા. દાડમના ફૂલ, તપેલા સોનાની દીપ્તિ સમાન લાલ, નિર્મળ અને સ્નિગ્ધ ભગવંતના મસ્તકની ત્વચા હતી. તેમનું મસ્તક સઘન અને છત્રાકાર હતું. કપાળ વ્રણ, ફોડા ફન્સી આદિના ઘાવરહિત, સમતલ, સુંદર અને શુદ્ધ અર્ધ ચંદ્ર સમાન ભવ્ય હતું. મુખ પૂર્ણ ચંદ્ર સમાન સૌમ્ય હતું. કાન મુખ સમાન સુંદર અને પ્રમાણોપેત હતા. કપાળ, માંસલ અને પરિપુષ્ટ હતું. ભ્રમર કંઈક ખેંચાયેલા ધનુષ્ય સમાન સુંદર, કાળા વાદળની રેખા સમાન કૃશ, કાળી અને સ્નિગ્ધ હતી. ભગવંતના નયન ખીલેલા કમળ સમાન, આંખ પાસદશ વિકસિત, ધવલ તથા પાતળી હતી. નાક ગરૂડની ચાંચ સમાન સીધું અને ઉન્નત્ત હતું. હોઠ બિંબફળ અને મુંગા સમાન લાલ હતા. દંત પંક્તિ શ્વેત ચંદ્રમા સમાન વિમલ, નિર્મલ શંખ, ગાયની દૂધના ફીણ, કુંદ પુષ્પ જલકણ, મૃણાલ સમાન શ્વેત હતી. દાંત અખંડ, પરિપૂર્ણ, અસ્ફટિત, નિર્મલ, અવિરલ, સ્નિગ્ધ, આભામય, સુજાત હતા. અનેક દાંત એક દંતશ્રેણી જેવા લાગતા હતા. જિભ અને તાળવું અગ્રિમાં તપાવેલ અને જળથી ધોયેલ સ્વર્ણ સમાન લાલ હતા. તેમના દાઢીમૂછ અવસ્થિત, સુવિભક્ત હતા. દાઢી માંસલ, સુગઠિત, પ્રશસ્ત તથા સિંહ સમાન વિપુલ હતી. ડોક ચાર અંગુલ પ્રમાણ તથા ઉત્તમ શંખ સદશ હતી. ભગવંતના ખભા મહિષ, વરાહ, સિંહ, ચિત્તો, વૃષભ તથા ઉત્તમ હાથીના સ્કંધ સમાન પરિપૂર્ણ અને વિસ્તીર્ણ હતા. તેમની ભૂજા ગાડીના ચૂપ સમાન ગોળ અને લાંબી, સુદઢ, રમણીય, સુપુષ્ટ, સુશ્લિષ્ટ, વિશિષ્ટ, ધન, સ્થિર, સુસંબદ્ધ, નગરની અર્ગલા સમાન ગોળ હતી. તેમના બાહુ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે નાગરાજ દ્વારા ફેલાવાયેલ વિશાળ શરીર સદશ દીર્ધ હતી. તેમના હાથ ઉન્નત્ત, કોમળ, માંસલ, સુગઠિત, શુભ લક્ષણયુક્ત Page #358 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર-ભમહાવીર–કથા ૩૫૭ અને છિદ્રરહિત હતા. હથેળી લાલ, ઉજ્વલ, રુચિર, સ્નિગ્ધ અને કોમળ હતી. હથેળીમાં ચંદ્ર, સૂર્ય, શંખ, ચક્ર, દક્ષિણાવર્ત સ્વસ્તિકની શુભ રેખાઓ હતી. વક્ષ:સ્થળ સ્વર્ણ શિલાતલ સમાન ઉજ્વલ, પ્રશસ્ત, સમતલ, ઉપચિત, વિસ્તીર્ણ, પૃથુલ હતું. તેના પર શ્રી વત્સનું ચિન્હ હતું. દેહની માંસલતાને કારણે હાડકાં દેખાતા ન હતા. તેમનું શરીર સ્વર્ણ સમાન કાંતિમાનું, નિર્મલ, સુંદર, નિરુપહત હતું. તેમાં ઉત્તમ પુરુષના ૧૦૦૮ લક્ષણ વિદ્યમાન હતા. શરીરનો પાર્થ ભાગ ક્રમિક અવનત, ઉચિત, પ્રમાણયુક્ત, સુંદર, શોભન, દર્શનીય, રમણીય અને પરિમિત માત્રાવાળો પુષ્ટ હતો. તેમની રોમરાજિ સરળ, સમ–મિલિત, ઉત્તમ, પાતળી, કાળી, સ્નિગ્ધ, આદેય, લલિત અને રમણીય હતી. મત્સ્ય અને પક્ષી સમાન સુંદર અને પુષ્ટ કુક્ષિ હતી. ઉદર મત્સ્ય સમાન સુંદર હતું. ઇન્દ્રિયો સ્વચ્છ અને નિર્લેપ હતી. તેમનો આંત્ર સમૂહ નિર્મલ હતો. તેમની નાભિ કમલ સમાન વિકટ, ગંગાના આવર્ત જેવી ગોળ, દક્ષિણાવર્ત, સૂર્ય વિકાસી કમળ સમાન ખીલેલી હતી. તેમના દેહનો મધ્યભાગ ત્રિકાષ્ઠિકા, મૂસલ, દર્પણના હાથાનો મધ્યભાગ, તલવારની મૂઠ તથા ઉત્તમ વજ સમાન ગોળ અને પાતળો હતો. કટિપ્રદેશ સ્વસ્થ, પ્રમુદિત, ઉત્તમ ઘોડા તથા ઉત્તમ સિંહની કમર જેવો ગોળ હતો. ભગવંતનો ગુહ્ય પ્રદેશ ઉત્તમ અશ્વના ગુહ્ય પ્રદેશ સમાન તથા આકીર્ણ જાતિના અશ્વ સમાન નિરૂપલેપ હતો. શ્રેષ્ઠ હાથી સમાન પરાક્રમ અને ગતિ હતા. હાથીની સૂંઢ સમાન સુંદર જંઘાઓ હતી. ઘુંટણ ડબ્બીના ઢાંકણની જેમ નિગૂઢ હતા. તેમની જંઘા હરિણીની જંઘા સમાન, કરવિંદાવર્ત સમાન ગોળ, પાતળી, ઉપરથી મોટી, ક્રમશઃ પાતળી હતી. ઘુંટણ સુંદર, સુગઠિત અને નિગૂઢ હતા. પ્રભુના પગ સુપ્રતિષ્ઠ, કાચબા જેવા ઉન્નત્ત અને મનોજ્ઞ હતા. તેમના પગની આંગળીઓ ક્રમશ: ઉચિત આકારવાળી અને સુસંકત હતી. તેમના નખ ઉન્નત્ત, પાતળા, તાંબા જેવા લાલ અને સ્નિગ્ધ હતા. પગના તળીયા રક્તકમલ દલ સમાન લાલ, સુકુમાર અને કોમળ હતા. ભગવંતના શરીરમાં ઉત્તમ પુરુષોના ૧૦૦૮ લક્ષણો હતા. તેમના પગ પર્વત, નગર, મગર, સાગર તથા ચક્રરૂપ ઉત્તમ ચિહ્નો અને સ્વસ્તિક મંગલ આદિથી અંકિત હતા. તેમનું રૂપ વિશિષ્ટ હતું. તેમનું તેજ નિધૂમ અગ્નિજ્વાલા, વિસ્તીર્ણ વિદ્યુત્ તથા અભિનવ સૂર્ય કિરણ સમાન હતું. તેઓ કર્માસ્ત્રવ, મમત્વ, પરિગ્રહ રહિત હતા. ભવ પ્રવાહને ઉચ્છિન્ન કરેલ હતો. તેઓ નિરૂપલેપ હતા. પ્રેમ, રાગ, દ્વેષ, મોહનો તેમણે નાશ કરેલ હતો. તેઓ નિગ્રંથ પ્રવચનના ઉપદેશ, ધર્મ શાસનના નાયક, પ્રતિષ્ઠાપક તથા શ્રમણગણના સ્વામી હતા. શ્રમણાદિ વંદથી પરિવરિત હતા. તીર્થકરોના ચોત્રીશ અતિશયો અને વાણીના પાત્રીશ અતિશયોથી યુક્ત હતા. આકાશમાં રહેલા એવા ચક્ર, છત્ર, ચામર, સ્ફટિક મણિમય અને પાદપીઠયુક્ત સિંહાસન વડે યુક્ત હતા. તેમની આગળ ધર્મધ્વજ ફરકતો હતો. (ભગવંત મહાવીરની ગુણસ્તુતિ સૂયગડાંગ આગમમાં “મહાવીરથ” નામે અધ્યયનમાં છે.) ૦ ભગવંત મહાવીરના અંતેવાસી શ્રમણોનું સ્વરૂપ : | ( આગમ સંદર્ભ :- ઉવવાઈ સૂત્ર ૧૪ થી ૧૭ અને ૨૧) Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ આગમ કથાનુયોગ-૧ તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના અંતેવાસી ઘણાં શ્રમણો સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. તેમાંના અનેક શ્રમણો એવા હતા જે ઉગ્ર, ભોગ, રાજન્ય, જ્ઞાત, કુરુવંશીય, ક્ષત્રિય, સુભટ, યોદ્ધા, સેનાપતિ, પ્રશાસ્તા, શ્રેષ્ઠી, ઇભ્ય વર્ગોમાંથી દીક્ષિત થયા હતા. બીજા પણ ઘણાં ઉત્તમ જાતિ, ઉત્તમ કુળ, સુંદર રૂપ, વિનય, વિજ્ઞાન, વર્ણલાવણ્ય, વિક્રમ, સૌભાગ્ય તથા કાંતિ વડે સુશોભિત, વિપુલ ધનધાન્યનો સંગ્રહ અને પારિવારિક સુખસમૃદ્ધિથી યુક્ત, રાજસી ઠાઠ-માઠવાળા હતા અને ઇચ્છિત શુદ્ધ રૂપ આદિ ઇન્દ્રિય વિષયોમાં તલ્લીન રહેતા હતા. પરમ વિલાસી અને સુખસાધનો તથા વૈભવ વચ્ચે લાલિતપાલિત અને પોષિત થયા હતા. જેઓએ સાંસારિક ભોગ સુખને કિંપાક ફળ સમાન અસાર, જીવનને જળના પરપોટા તથા ઘાસના તણખલાં ઉપર રહેલ જળબુંદ માફક ચંચળ સમજીને, સાંસારિક અસ્થિર પદાર્થોને વસ્ત્ર પર લાગેલી ધૂળ સમાન ખંખેરીને, સુવર્ણાદિનો પરિત્યાગ કરીને શ્રમણ જીવનમાં દીક્ષિત થયા હતા. તેમાંથી કેટલાંકને દીક્ષિત થયે પંદર દિવસ, કેટલાંકને મહિનો, બે મહિના યાવત્ અગિયાર મહિનાનો દીક્ષાપર્યાય હતો. કેટલાંકને એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ યાવતુ કેટલાંકનો અનેક વર્ષનો દીક્ષા પર્યાય હતો. તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના અંતેવાસી ઘણાં નિર્ચન્થો સંયમ તથા તપથી આત્માને ભાવિત કરતા વિચરણ કરી રહ્યા હતા. તેમાંના કેટલાંક મતિજ્ઞાની યાવતુ કેવળજ્ઞાની હતા. કેટલાંક મનોબલી, વચનબલી, તથા કાયબલી હતા. કેટલાંક જ્ઞાનબલી, દર્શનબલી તથા ચારિત્રબલી હતા. કેટલાંક મનથી કે વચનથી કે શરીરથી અપકાર કે ઉપકાર કરવામાં સમર્થ હતા. કેટલાંક ખેલૌષધિ, કેટલાંક જલૌષધિ, વિપ્રૌષધિ, આમëષધિ, સર્વોષધિ આદિ લબ્ધિ પ્રાપ્ત હતા. કેટલાંક કોષ્ઠબુદ્ધિ, કેટલાંક બીજબુદ્ધિ, પટબુદ્ધિ, પદાનુસારી લબ્ધિ પ્રાપ્ત હતા. કેટલાંક સંભિન્નશ્રોત, કેટલાંક ક્ષીરાશ્રવ, મધ્વાત્સવ, અર્પિરાસ્ત્રવ કે અક્ષિણમહાનસ લબ્ધિવાળા હતા. કેટલાંક ઋજુમતિ, કેટલાંક વિપુલમતિ મન:પર્યવજ્ઞાનના ધારક હતા. કેટલાંક ચારણ લબ્ધિધારી, કેટલાંક વિદ્યાધર, આકાશગામી લબ્ધિવાન્ હતા. તે શ્રમણોમાં કોઈ કનકાવલિ તપોકર્મમાં લીન હતા. કેટલાંક એકાવલી, લઘુસિંહ નિષ્ક્રીડિત કે માસિંહનિષ્ક્રીડિત તપ તપતા હતા. એ જ પ્રમાણે કેટલાંક ભદ્રપ્રતિમા, મહાભદ્રપ્રતિમા, સર્વતોભદ્રપ્રતિમા આદિ પ્રતિમા ધારણ કરેલ હતા. કેટલાંક આયંબિલ વર્તમાન તપ કરતા હતા. કેટલાંક શ્રમણો એક માસિક ભિક્ષુપ્રતિમાં પ્રતિપન્ન હતા. કેટલાંક બેમાસિક, ત્રિમાસિક યાવત્ સપ્તમાસિક ભિક્ષુ પ્રતિમાં પ્રતિપન્ન હતા. કેટલાંક પ્રથમ સાત રાત્રિદિવસ ભિક્ષુ પ્રતિમાપારી હતા યાવત્ કેટલાંક ત્રીજી સાત રાતદિવસ ભિક્ષપ્રતિપાધારી હતા. કોઈ એક અહોરાત્ર તો કોઈ એકરાત્રિક ભિક્ષુપ્રતિમાપારી હતા. કોઈ સમ સપ્તમિકા કોઈ અષ્ટઅષ્ટમિકા, કોઈ નવનવમિકા, કોઈ દશદશમિકા ભિક્ષુપ્રતિમા ધારક હતા. કોઈ લઘુમોક પ્રતિમા ધારી હતા તો કોઈ મહામોક પ્રતિમાપારી હતા. એ જ રીતે યવમધ્ય, વજમધ્ય ચંદ્ર, વિવેક, વ્યુત્સર્ગ, ઉપધાન કે પ્રતિસંલિન પ્રતિમા પ્રતિપન્ન હતા. તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના અંતેવાસી ઘણાં સ્થવીર ભગવંતો Page #360 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા ૩૫૯ જાતિસંપન્ન, કુળસંપન્ન, બળસંપન્ન, રૂપસંપન્ન, વિનયસંપન્ન, જ્ઞાનસંપન્ન, દર્શનસંપન્ન, ચારિત્રસંપન્ન, લજ્જાસંપન્ન, લાઘવસંપન્ન, ઓજસ્વી, તેજસ્વી કે વર્ચસ્વી હતા. કેટલાંક ક્રોધજયી, માનજયી, માયાજયી, લોભજયી, ઇન્દ્રિયજયી, નિદ્રાજયી, પરિષહજયી હતા. જીવનની ઇચ્છા અને મૃત્યુભય રહિત, વ્રતપ્રધાન, ગુણપ્રધાન, કરણપ્રધાન, ચારિત્રપ્રધાન, નિગ્રહપ્રધાન, મુક્તિપ્રધાન, વિદ્યાપ્રધાન, મંત્રપ્રધાન, વિદ્યપ્રધાન, વેદપ્રધાન, નિશ્ચયપ્રધાન, આર્જવપ્રધાન, માર્દવપ્રધાન, લાઘવપ્રધાન, શાંતિપ્રધાન, બ્રહ્મચર્યપ્રધાન, નયપ્રધાન, નિયતપ્રધાન, સત્યપ્રધાન, શૌચપ્રધાન, સુંદર વર્ણ, લજ્જા, તપ સંપન્ન હતા. જિતેન્દ્રિય, શુદ્ધ હૃદયી, નિદાન, ઉત્સુકતા રહિત હતા. અબહિર્લેશ્ય, અપ્રતિલેશ્ય, સુશ્રામસ્યરત અને દાંત હતા. તેમજ નિગ્રન્થ પ્રવચન પ્રમાણભૂત માની વિચરતા હતા. તે સ્થવર ભગવંતો સ્વસિદ્ધાંત અને પરસિદ્ધાંતના જ્ઞાતા હતા. કમલવનમાં ક્રીડા આદિ હેતુ પુનઃપુનઃ વિચરણ કરતા હાથીની માફક પોતાના સિદ્ધાંતોના પુનઃપુનઃ અભ્યાસ કે આવૃત્તિને લીધે તેનાથી સુપરિચિત હતા. તેઓ અછિદ્ર નિરંતર પ્રશ્નોત્તર કરવામાં સક્ષમ હતા. તેઓ રત્નોની પેટી સદશ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ દિવ્ય રત્નોથી આપૂર્ણ હતા. કુત્રિકાપણ સદશ તેઓ પોતાની લબ્ધિને કારણે બધું ઇચ્છિત કરવામાં સમર્થ હતા. તેઓ પર વાદિ મર્દક અને બાર અંગના જ્ઞાતા હતા. સમસ્ત ગણિપિટકના ધારક, અક્ષરોના સર્વ સંયોગોના જાણકાર, સર્વભાષાવિજ્ઞ હતા. તેઓ સર્વજ્ઞ ન હોવા છતાં સર્વજ્ઞ સદશ હતા. તેઓ સર્વજ્ઞ માફક અવિતથ વાસ્તવિક કે સત્ય પ્રરૂપણા કરતા કરતા સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચારતા હતા. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના અંતેવાસી ઘણાં અણગાર ભગવંતો હતા. તેઓ ઇર્યાસમિતિ યાવત્ પારિષ્ઠાપનિકા સમિતિ યુક્ત હતા. મનોગુપ્ત, વચનગુપ્ત, કાયગુપ્ત, ગુપ્ત, ગુએન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી હતા. મમત્વ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ રહિત હતા. શાંત, પ્રશાંત, ઉપશાંત, પરિનિવૃત્ત હતા. આશ્રવ અને ગ્રંથિ રહિત હતા. છિન્નગ્રંથ છિન્નસ્ત્રોત હતા. નિરૂપલેપ, નિર્મલ શ્રેષ્ઠ કાંસાના ભાજન સદશ તથા મુક્ત તોય યાવતુ જીવની જેમ અપ્રતિહત ગતિવાળા હતા. તે પૂજ્ય અણગાર ભગવંતોને કોઈ પ્રકારે પ્રતિબંધ ન હતો. તે પ્રતિબંધ ચાર પ્રકારે કહ્યો છે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી, દ્રવ્યથી સચિત્ત, અચિત્ત અને મિશ્ર, ક્ષેત્રથી ગામ યાવત્ આકાશ, કાળથી સમય યાવત્ અન્ય દીર્ધકાલિનું સંયોગ, ભાવથી ક્રોધ, માન, માયા, લોભ, ભય, હાસ્ય આદિ એ સર્વેમાં પ્રતિબંધ રહિત હતા. તે અણગાર ભગવંતો વર્ષાવાસ સિવાયની ગ્રીષ્મ અને હેમંત ઋતુમાં ગામમાં એક રાત્રિ અને નગરમાં પાંચ રાત્રિ પર્યન્ત વિચરતા હતા. અપકારી કે ઉપકારી બંને પરત્વે સમભાવ રાખતા હતા. પત્થર અને સુવર્ણને સમાન માનતા હતા. સુખદુઃખમાં તુલ્ય પરિણામી હતા. આલોક પરલોક સંબંધિ ઈચ્છા રહિતપણે, સંસાર પાર કરવાને, કર્મનિર્જરા માટે સંયમારાધનામાં તત્પર થઈને વિચારતા હતા. જે જે દિશામાં વિચરતા ત્યાં અતિ અલ્પ ઉપધિપૂર્વક, ગ્રંથિ રાખ્યા સિવાય લઘુભૂત થઈને વિચરતા હતા. આ પ્રકારે વિચરતા તે શ્રમણ ભગવંત અત્યંતર તથા બાહ્ય તપમૂલક આચારનું અનુસરણ કરતા હતા. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ આગમ કથાનુયોગ-૧ કેવળજ્ઞાન પામીને પરિવાર સહિત વિચરતા શ્રમણ ભગવંત મહાવીરના કેટલાંક શ્રમણ ભગવંત આચાર યાવત્ વિપાકકૃતના ધારક હતા. તેઓ ત્યાં ભિન્ન ભિન્ન સ્થાનો પર એક એક સમૂહના રૂપમાં, સમૂહના એકએક ભાગરૂપે તથા વિભક્તરૂપે અવસ્થિત હતા. તેમાંના કેટલાંક આગમોની વાચના આપતા હતા, કોઈ પ્રતિપૃચ્છા કરતા, કોઈ પરિવર્તના કરતા હતા, કોઈ અનુપ્રેક્ષા કરતા હતા. કેટલાંક આક્ષેપણી, વિક્ષેપણી, સંવેગની તથા નિર્વેદની એવી અનેક પ્રકારની ધર્મકથા કહેતા હતા. કેટલાંક પોતાના ઘૂંટણો ઊંચા કરી, મસ્તક નીચું કરી ધ્યાનરૂપ કોષ્ઠમાં પ્રવિષ્ટ હતા. આ રીતે તે શ્રમણો સંયમ તથા તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચારી રહ્યા હતા. આ બધાં અણગારશ્રમણો સંસાર ભયથી ઉદ્વિગ્ન હતા. (સંસાર કેવો છે ?) આ સંસાર એક સમુદ્રરૂપ છે. જન્મ, વૃદ્ધાવસ્થા તથા મૃત્યુ દ્વારા જનિત ઘોર દુઃખરૂપ પ્રસુભિત પ્રચુર જળથી ભરેલો છે. તેમાં સંયોગવિયોગરૂપ લહેરો ઉત્પન્ન થાય છે. ચિંતા તેનો વિસ્તાર છે. વધબંધન તેના વિસ્તૃત તરંગો છે. જે કરુણ વિલપિત તથા લોભની કલકલ ધ્વનિથી યુક્ત છે. જલનો ઉપરનો ભાગ તિરસ્કારૂપી ફીણથી ઢાંકેલો છે. તીવ્ર નિંદા, નિરંતર અનુભૂત વેદના, અપમાન, નિર્ભત્સના, તપ્રતિબદ્ધ કર્મોના ઉદયથી ઉઠતી તરંગોથી તે સમુદ્ર પરિવ્યાપ્ત છે. તેમાં લાખો જન્મોનું અર્જિત પાપમય જળ સંચિત છે. અપરિમિત ઇચ્છાઓથી પ્લાન બનેલી બુદ્ધિરૂપી વાયુના વેગથી ઉછળતા સઘન જલકણોને લીધે અંધકારયુક્ત તથા આશા પિપાસાના ઉજળા ફીણથી તે શ્રેત છે. સંસારસાગરમાં મોહરૂપ મોટામોટા આવર્ત છે. ભોગરૂપ સંવર છે. તેથી દુ:ખરૂપ જળનું ભ્રમણ કરતો, ચપળ અને ઊંચે ઉછળતો તથા નીચે પડતો એવો વિદ્યમાન છે. આ સંસાર સમુદ્ર, પ્રમાદરૂપ પ્રચંડ, અત્યંત દુષ્ટ, નીચે પડતા અને દુઃખથી પિડાતા શુદ્ર જીવ સમૂહોથી વ્યાપ્ત છે. તે જ તેની ભયાવહ ગર્જના છે, અજ્ઞાન જ ભવસાગરમાં ફરતા મસ્યરૂપ છે. અનુપશાંત ઇન્દ્રિય તેના મોટા મગરમચ્છ છે. જેના જલદીથી ચાલતા રહેવાથી તેનું જળ ક્ષુબ્ધ થાય છે, નૃત્ય કરે છે, ચંચળતાપૂર્વક ઘૂમરી લે છે. આ સંસારસાગર અરતિ, ભય, વિષાદ, શોક તથા મિથ્યાત્વરૂપ પર્વતોથી સંકુલ છે. અનાદિ કાળથી ચાલ્યા આવતા કર્મબંધન, તત્પસૂત કલેરૂપ કાદવને લીધે અતિ દૂસ્તર છે. તે ચારે ગતિમાં ગમનરૂપ કુટિલ પરિવર્તે છે. વિપુલ વાર સહિત છે. ચાર ગતિરૂપ તેના ચાર છેડા છે. તે વિશાળ, અનંત, રૌદ્ર અને ભયાનક દેખાય છે. આવા સંસારસાગરને તે શીલસંપન્ન અણગાર શ્રમણો સંયમરૂપ જહાજ દ્વારા શીઘ્રતાપૂર્વક પાર કરી રહ્યા હતા. તે સંયમરૂપી જહાજ ધૃતિ, સહિષ્ણુતા રૂપ દોરડાથી બાંધેલું હોવાથી નિષ્પકંપ હોય છે. સંયમ અને વૈરાગ્યરૂપ તેના ઉચ્ચ ફૂપસ્તંભ છે. તે જહાજમાં જ્ઞાનરૂપ શ્વેત વસ્ત્રનો ઊંચો પાલ બાંધેલો છે. વિશુદ્ધ સમ્યકત્વ રૂપ કર્ણધાર છે. વિશુદ્ધ ધ્યાન તથા તારૂપ વાયુથી પ્રેરિત થઈને જહાજ ચાલી રહ્યું છે. તેમાં ઉદ્યમ, વ્યવસાય તથા પરખપૂર્વક ગૃહિત નિર્જરા, યતના, ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા વિશુદ્ધ વ્રતરૂપ શ્રેષ્ઠ માલથી ભરેલું છે. વીતરા પ્રભુના વચનો દ્વારા ઉપદિષ્ટ શુદ્ધ માર્ગથી તે શ્રમણ રૂપ ઉત્તમ સાર્થવાહ, સિદ્ધિરૂપ મહાપટ્ટણની તરફ આગળ જઈ રહ્યું હતું. તેઓ સમ્યક્ શ્રત, ઉત્તમ વચન, યોગ્ય Page #362 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૩૬૧ પ્રશ્નો અને સુપ્રણિત ઇચ્છાવાળા હતા. (એવા શ્રમણો આ સંસારસાગરને પાર કરી રહ્યા હતા.) આવા શ્રેષ્ઠ, ગુણવાનું, અણગાર શ્રમણો ગામમાં એક રાત્રિ તથા નગરમાં પાંચ રાત્રિ પર્યન્ત રહેતા રહેતા, જિતેન્દ્રિય, નિર્ભય, ગતભય, સચિત, અચિત્ત, મિશ્રદ્રવ્યોમાં વૈરાગ્યયુક્ત, સંયત, વિરત, અનુરાગશીલ, મુક્ત, લઘુક, નિરવકાંક્ષ, સાધુ અને નિભૃત થઈને ધર્મની આરાધના કરતા હતા. ૦ ભગવંત મહાવીરના સાધુઓનો કલ્પ આગમ સંદર્ભ :- (૧) આવશ્યક નિ ૧૧૪ની વૃત્તિ, (૨) આવ.મલય વૃત્તિ. ૧૨૧; (૩) નિશીથ ભા. ૧૯૩૩; (૪) બુહતું ભા. ૬૩૬૪ થી ૬૪૪૦, (૫) કલ્પસૂત્ર વૃત્તિ. (૧) આચેલકય : ભ૦મહાવીરના (Wવીરકલ્પી) શ્રમણો શ્વેત, પરિમાણવાળા, અલ્પમૂલ્ય અને જીર્ણપ્રાય વસ્ત્રો રાખતા હોવાથી તે અલ્પચેલ અર્થાત્ નહિંવત્ વસ્ત્રવાળા હોય છે. આ જીર્ણપ્રાય અને તુચ્છ વસ્ત્રોને કારણે તેમને વસ્ત્ર હોવા છતાં વસ્ત્ર વગરના છે તેવો ભાવ સમજવો. જેમ લોકો પાસે જુના કે તુચ્છપ્રાય વસ્ત્રો હોય ત્યારે ધોબી, દરજી કે વણકરને કહે છે કે, અમને વસ્ત્ર આપો, અમે વસ્ત્ર રહિત બેઠા છીએ. તેમ અહીં પણ સાધુને અચેલક (વસ્ત્રરહિત) સમજવા. (૨) ઉદ્દેશિક (આઘાર્મિક) : કોઈ સાધુ અથવા સાધુસમુદાય નિમિત્તે બનાવાયેલ આહાર, વસ્ત્ર, આવાસ આદિ બનાવાયેલ હોય તો તે ભ૦મહાવીરના સાધુઓમાં કોઈપણ સાધુને ન કલ્પ. (૩) શય્યાતર પિંડ (સાગારિક પિંડ) : શય્યાતર એટલે જે જગ્યાએ સાધુ ઉતર્યા હોય તે જગ્યાનો માલિક અથવા વસતિ દાતા. ભમહાવીરના સાધુઓને તે શય્યાતરના આહાર, પાણી, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ, સોય, અસ્તરો, નેરણી અને કાન ખોતરણી એ બાર પ્રકારનો પિંડ કલ્પતો નથી. પણ તૃણ, માટીનું ઢેકું, રાખ, માત્રુ માટેની કુંડી, પાટલો, પાટ, પાટીયું, શવ્યા, સંથારો, લેપ આદિ વસ્તુ અને ચારિત્રની ઇચ્છાવાળો ઉપધિસહિત શિષ્ય હોય તો તે કહ્યું છે. (૪) રાજપિંડ : સેનાપતિ, પુરોહિત, શ્રેષ્ઠી, પ્રધાન અને સાર્થવાહ સહિત જેનો રાજ્યાભિષેક કરાયેલ હોય તેને રાજા કહે છે. ભ૦મહાવીરના સાધુઓને તે રાજાના આહાર, પાણી, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ અને રજોહરણ એ આઠ પ્રકારનો પિંડ કલ્પતો નથી. (૫) કૃતિકર્મ : કૃતિકર્મ એટલે વંદન. ભ૦મહાવીરના સાધુઓ દીક્ષા પર્યાયના ક્રમથી પરસ્પર વંદન કરે અર્થાત્ જ્યેષ્ઠ પર્યાયવાળાને અલ્પ પર્યાયવાળા વંદે, પરંતુ ઘણાં વર્ષના દીક્ષિત એવા સાધ્વી હોય તો પણ તે આજના દીક્ષિત થયેલા સાધુને વંદન કરે. (૬) વ્રત (મહાવ્રત) – ભમહાવીરના સાધુઓને પાંચ મહાવ્રત હોય છે. સર્વથા હિંસાથી, મૃષાથી, Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ આગમ કથાનુયોગ-૧ અદત્તના આદાનથી, મૈથુનથી અને પરિગ્રહથી વિરમવું તે. (૭) જ્યેષ્ઠ કલ્પ : મોટા–નાનાપણાનો વ્યવહાર. ભ૦મહાવીરના સાધુઓને વડી દીક્ષાથી (છેદોપસ્થાપનીયચારિત્રથી) મોટા–નાનાપણાનો વ્યવહાર હોય છે. કેમકે ભ૦મહાવીરના સાધુઓ માટે સંયમ બે ભેદે છે. સામાયિક અને છેદોપસ્થાપનીય અર્થાત્ દીક્ષા અને વડીદીક્ષા. (૮) પ્રતિક્રમણ કલ્પ : ભ૦મહાવીરના સાધુઓને અતિયાર લાગે અથવા ન લાગે તો પણ સવાર અને સાંજ (અર્થાત્ રાઈય અને દિવસિય) બંને વખત અવશ્ય પ્રતિક્રમણ કરવું. વળી ભ મહાવીરના સાધુઓને પાંચ પ્રકારે પ્રતિક્રમણ કહ્યા છે. દેવસિય, રાઈય, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિકા (૯) માસકલ્પ : ભ૦મહાવીરના સાધુઓને ચાતુર્માસ સિવાયના ગ્રીષ્મ અને હેમંતકાળમાં એક જ સ્થાને વધુમાં વધુ એક માસ રહેવું કલ્પ. કદાચ દુષ્કાળ, અશક્તિ, રોગ વગેરેના કારણે એક મહિનાથી વધુ રહેવું પડે તો ઉપાશ્રય બદલે, ઉપાશ્રયનો ખૂણો બદલે પણ તે જ સ્થાને ન રહે. બૃહત્કલ્પ ભાષ્યમાં વર્ષાવાસ કાળે ચાર માસ અને શેષકાળે એક માસનું પરમ પ્રમાણ કહ્યું છે. (૧૦) પર્યુષણા કલ્પ :– પર્યુષણા એટલે સાધુઓએ વર્ષાવાસમાં એક સ્થળે રહેવું તે. ભ૦મહાવીરના સાધુઓ માટે જઘન્ય અને ઉત્કૃષ્ટ બે પ્રકારે પર્યુષણા કલ્પ કહ્યો છે. જઘન્ય અર્થાત્ સંવત્સરી પ્રતિક્રમણથી માંડીને કાર્તિક ચોમાસી પ્રતિક્રમણ પર્યત સીત્તેર દિવસ રહેવું તે. ઉત્કૃષ્ટ પર્યુષણા અર્થાત્ અસામાં ચોમાસી પ્રતિક્રમણથી કાર્તિક ચોમાસી પ્રતિક્રમણ પર્યત ચાર માસ એક સ્થાને વસવું તે. (આ રીતે સંક્ષેપથી ભ૦મહાવીરના સાધુઓ માટે દશ પ્રકારનો કલ્પ કહ્યો. જો કે તેમાં અપવાદ પ્રતિ અપવાદ પણ છે. જે નિશીથ, બૃહતુભાષ્ય, કલ્પસૂત્રની ચૂર્ણિ વૃત્તિ આદિ અન્ય આગમોથી જાણવા. તે “ચરણ કરણાનુયોગનો વિષય હોવાથી અત્રે તેની વિશેષ ચર્ચા કરેલ નથી) ૦ ભ૦મહાવીર દ્વારા દીક્ષિત રાજા અને અન્ય : શ્રમણ ભગવંત મહાવીરના ઉપદેશથી મુંડિત થઈ ગૃહવાસનો ત્યાગ કરી આઠ રાજાઓએ અનગારિક પ્રવજ્યા ગ્રહણ કરી. જેમકે – ૧. વીરાંગદ, ૨. વીરયશ, 3. સંજય, ૪. એણેયક, ૫. શ્વેત, ૬. શિવ, ૭. ઉદાયન, ૮. શંખ (કાશીવર્ધન) – જુઓ ઠાણાંગ–૭૩૨ ભગવંતના ત્રીશ વર્ષના કેવલી પર્યાયમાં અનેક વ્યક્તિને દીક્ષા આપી. ભગવંત મહાવીરને ૧૪,૦૦૦ શિષ્યો થયા. તેમાંના કેટલાંક પાત્રોના કથાનક આગમમાં દૃષ્ટિગોચર થાય છે. તે આ પ્રમાણે (અગિયાર ગણધર અને ઉપરોક્ત આઠ રાજા ઉપરાંત) મેઘકુમાર, ઋષભદત્ત, રોહ, અતિમુક્ત, કાલાશ્કવેસિયપુત્ર, જમાલ, નિયંઠિપુત્ર, નારયપુત્ર, શ્યામહસ્તી, આર્ટક, પુદ્ગલ, સર્વાનુભૂતિ, સુદર્શન, માર્કદીયપુત્ર કુરુદત્તપુત્ર, Page #364 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભમહાવીર–કથા ૩૬ ૩ તિષ્યક, સ્કંદક, સુનક્ષત્ર, સિંહ, લોહાર્ય, કૃતપુણ્ય દશાર્ણભદ્ર, નંદિષણ, મુગલ, જિનપાલિત, સોમિલ, શ્રેણિક રાજાના અભયકુમાર આદિ પુત્ર જેમકે – જાલિ, મયાલિ, ઉવયાલિ, પુરિસસેન, વારિષેણ, દીર્ધદંત, કષ્ટદંત, વેહલ, વેડાયસ, અભયકુમાર, દીર્ધસેન, મહાસેન આદિ તેર રાજકુમારો, ધન્ય, સુનક્ષત્ર આદિ દશકુમારો, ગંગદત્ત, ધન્નો, શાલિભદ્ર, હરિકેશી, મકાતિ, કિંકર્મ અર્જુનમાલાકાર, કાશ્યપ, ક્ષેમક, ધૃતિધર, કૈલાશ, હરિચંદન, વારત્રક આદિ અનેકને દીક્ષા આપી. ( આ પાત્રોનું વર્ણન તે તે કથાનકમાં શ્રમણ વિભાગમાં કરાયેલ છે.) ૦ ભગવાન મહાવીરના શ્રાવકો : ભગવંત મહાવીરને શંખ, શતક વગેરે ૧,૫૯,૦૦૦ શ્રાવકો થયા. જેમાં શાસ્ત્રને પાને વિશિષ્ટ શ્રમણોપાસક રૂપે દશ નામ અંકિત થયા. ૧. આનંદ, ૨. કામદેવ, ૩. ચુલનીપિતા, ૪. સુરાદેવ, ૫. ચુલ્લશતક, ૬. કુંડકોલિક, ૭. સદાલપુત્ર, ૮, મહાશતક, ૯. નંદિનીપિતા, ૧૦. લેઇયા પિતા (સાલિદીપિતા). એ સિવાય પણ ઇસિભદ્ર પુત્ર, મહુઅ, બહુલ, વરુણ, ચેટકરાજા, દધિવાહન, શતાનીક, ચંડપ્રદ્યોત, શ્રેણિકરાજા, કોણિક, અંબર, ઉદાયી, વગૂર, નંદમણિયાર, પ્રદ્યોત, નંદિવર્ધન, નવમલકી, નવલેચ્છવી એ અઢાર ગણ રાજા, કેટલાંક અન્યતીર્થિક, તંગિયા નગરીના શ્રાવકો ઇત્યાદિ. | આ પાત્રોનું વર્ણન તે તે કથાનકોમાં શ્રાવક આદિ વિભાગમાં કરાયેલ છે.) ૦ ભગવાન મહાવીરના શ્રમણીઓ : ભગવંત મહાવીરને ચંદના પ્રમુખ ૩૬,૦૦૦ શ્રમણીઓ થયા. જેમાંના કેટલાંક પાત્રોના કથાનક આગમમાં દૃષ્ટિગોચર થાય છે. જેવા કે, મૃગાવતી, દેવાનંદા, પ્રિયદર્શના, જયંતી, નંદા, નંદવતી, નંદુત્તરા આદિ શ્રેણિક રાજાની તેર રાણી, શ્રેણિકની કાલી, સુકાલી, મહાકાલી, કૃષ્ણા, સુકૃષ્ણા, મહાકૃષ્ણા, વીરકૃષ્ણા, રામકૃષ્ણા, પિતૃસેન કૃષ્ણા, મહાસેન કૃણા એ દશ રાણીઓ, રાજા પ્રદ્યોની અંગારવતી શિવા આદિ આઠ રાણીઓ આદિ અનેક ભગવંતના શાસનના શ્રમણી બન્યા. (* આ પાત્રોનું વર્ણન તે તે કથાનકોમાં શ્રમણી વિભાગમાં કરાયેલ છે.) ૦ ભગવાન્ મહાવીરના શ્રાવિકાઓ : ભગવંત મહાવીરને સુલસા રેવતી વગેરે ૩,૧૮,૦૦૦ શ્રાવિકા હતા. તેમાંના કેટલાંકના નામો આગામોમાં અંકિત થયા જોવા મળેલ છે. જેમકે–શિવાનંદા, ભદ્રા, શ્યામા, ધન્યા, બહુલા, પૂષા, અગ્નિમિત્રા, અશ્વિની, ફાગુની, ઉત્પલા, સુભદ્રા. ચેલણા, મિત્તશ્રી, સુભદ્રા વગેરે અનેક ભગવંતના શાસનના શ્રાવિકા બન્યા. ( આ પાત્રોનું વર્ણન તે તે કથાનકોમાં શ્રાવિકા વિભાગમાં કરાયેલ છે.) ૦ ભગવાન મહાવીરના તીર્થમાં તીર્થકર નામ કર્મ બંધક : શ્રમણ ભગવંત મહાવીરના તીર્થમાં નવ જીવોએ તીર્થંકર નામ ગોત્રકર્મનું ઉપાર્જન કર્યું. ૧. શ્રેણિક, ૨. સુપાર્શ્વ, ૩. ઉદાયન, ૪. પોટિલઅણગાર, ૫. ઢાયુ, ૬. શંખ, ૭. શતક, ૮. સુલસા શ્રાવિકા અને ૯. રેવતી શ્રાવિકા. – ઠાણાંગ. ૮૭૦, (* આ ઉલ્લેખ “ભાવિ તીર્થકર” વિભાગમાં જોવો) Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ આગમ કથાનુયોગ-૧ ૦ ભ૰ મહાવીરના તીર્થમાં થયેલ પ્રવચન નિહ્નવ : શ્રમણ ભગવંત મહાવીરના તીર્થમાં સાત (આઠ) પ્રવચન નિર્હાવો થયા. ૧. જમાલી, ૨. તિષ્યગુપ્ત, ૩. આષાઢ, ૪. અશ્વમિત્ર, ૫. ગંગ, ૬. ષલુક (રોહગુપ્ત), ૭. ગોષ્ઠામાહિલ (અને (૮) શિવભૂતિ) (* આ સાતેની નગરી, તેમણે કાઢેલા મત વગેરે ‘“નિહ્નવ કથા' વિભાગમાં જોવું.) ૦ ભ૰મહાવીરના વિશિષ્ટ વિહાર ક્ષેત્રો :-- ભગવંત મહાવીરે દીક્ષા લઈ કરેલ વિહારનું વર્ણન તો પૂર્વે આ જ કથાનકમાં કરાયેલ છે. કેવળજ્ઞાન પ્રાપ્તિ પછી તીર્થંકર અવસ્થામાં અર્થાત્ કેવલી પર્યાયમાં ભગવંતે ત્રીશ વર્ષ દરમ્યાન ભગવંત જ્યાં વિચરણ કર્યું. તેમાંની મહત્ત્વની ભૂમિઓ આ પ્રમાણે છે રાજગૃહી, માહણકુંડગ્રામ, કનકપુર, વીરપુર, વૈશાલી, ચંપા, ઋષભપુર, મથુરા, પાડલીખંડ, રોહિડક, વિજયપુર, સાકેતુ, વીતિભય, આમલકલ્પા, સૌરિયપુર, વર્ધમાનપુર, હસ્તિશીર્ષ, પોલાસપુર, ઉલ્લુગાતીર, વીજયપુર, સૌગંધિયા, મહાપુર, સુઘોષ, મિથિલા, આલભિયા, પુરિમતાલ, મંઢિયગ્રામ કયંજલા, સાહંજણી, હસ્તિનાપુર, વાણિજયગ્રામ, કાગંદી, શ્રાવસ્તિ, કૌશાંબી, મિયગ્રામ, મધ્યમપાવા ઇત્યાદિ ગામ–નગરીઓ. આગમ સંદર્ભ *. ૧. ભગવતી 1 ર. નાયાધમ્મકહા – ૨૯, ૧૪૭, ૧૪૫, ૨૧૨, ૨૨૦, ૨૨૪; – ૩. ઉપાસકદસા ૪. અંતગડદસા ૬. વિપાકશ્રુત – ૫, ૧૨, ૨૦, ૨૪, ૭. ઉવવાઈ ૧૦, ૧૩; - ૫, ૬, ૨૧, ૧૦૬, ૧૧૨, ૧૫૦, ૩૨૦, ૪૪૦, ૪૫૧, ૪૬૦, ૫૦૬, ૫૧૪, ૫૨૫, ૫૩૦, ૫૩૪, ૫૮૭, ૬૩૮, ૬૭૧, ૬૭૩, ૭૫૬; (વગેરે) ૯. સૂરપત્રતિ -૧; ૧૨. પુષ્ક્રિયા ૧૫. દસાસુય · ૧૬. આવ.નિ. ૫, ૨૦, ૨૭, ૨૯, ૩૨, ૩૪, ૩૭, ૪૭, ૪૯, ૫૫, ૫૭, ૫૮; ૨૬ થી ૫૯; ૫. અનુત્તરો – ૧, ૨, ૬, ૧૦, ૧૩; ૨૭, ૨૯, ૩૧, ૩૨, ૩૩, ૩૪, ૩૭, ૪૬; ૮. રાયમ્પસેણિય – ૭ ૩ થી ૫, ૮; ૫૪, ૯૫; ૧૦ ચંપન્નત્તિ ૨૦; ૧૪. પુષ્પસૂલિયા – ૩ 1 ૫૧૮, ૧૩૦૫; ૦ ભ૰મહાવીરના વિશેષણ વિશેષિત વિવિધ નામો : ભગવંત મહાવીરના પ્રસિદ્ધ ત્રણ નામોની વાત પૂર્વે નોંધી છે. જેમકે વર્ધમાન, શ્રમણ અને મહાવીર. તે સિવાય પણ ભગવંત માટે વિવિધ સંદર્ભમાં તેમના અન્ય અન્ય નામોનો ઉલ્લેખ જોવા મળેલ છે. જેમકે વીર, વીરવર, મહાભાગ, મહામુનિ, મહાતપસ્વી, જ્ઞાત, જ્ઞાતપુત્ર, વિદેહદિત્ર, વિદેહજાત્ય, જિનવીર, વેસાલીય, કુશલ, જ્ઞાતમુનિ, મુનિ, વિદેસૢમાલ, મહાગોપ, મહામાહણ, મહાયશ, ભૂતિપ્રજ્ઞ, આશુપ્રજ્ઞ, ત્રિલોકવીર, ત્રિલોકસાર, કાશ્યપ, મહર્ષિ, અપ્રતિજ્ઞ, જ્ઞાનતકુલ નંદન વગેરે વગેરે. ૦ ભ૰મહાવીર અને ગોશાળો :– ૧૧. જંબુદ્વીપ – ૧; ૧૭. આવ.યૂ ૧-પૃ. ૮૯, ૩૮૧, ૪૭૧, ૪૮૦, ૬૧૫; ભગવંતને બીજા ચાતુર્માસમાં રાજગૃહી નગરી બહાર તંતુવાય શાળામાં ગોશાળાનો ભેટો થયો. જે ભગવંતના દશમા ચાતુર્માસ પૂર્વે સિદ્ધાર્થપુરથી છુટો પડ્યો તે Page #366 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર-કથા ૩૬૫ વર્ણન પૂર્વે થઈ ગયેલ છે. ભગવંતને કેવળજ્ઞાન પછી પણ તેજોલેશ્યા મૂકી ઉપસર્ગ કર્યો. પોતાને જિનરૂપે ઓળખાવવા લાગ્યો ઇત્યાદિ વર્ણન ગોશાલક કથામાં જોવું. ૦ ભમહાવીર દ્વારા શંકાઓના સમાધાન : લોક વ્યવહારમાં એક ભ્રમણા ચાલે છે કે, પ્રશ્નો (શંકા) રજૂ કરનાર ગૌતમસ્વામી જ હોય અને તે પ્રશ્નોત્તર પણ ભગવતીજીમાં જ આવે છે. આ બંને માન્યતા ભ્રામક છે. ગૌતમસ્વામીના મુખેથી અનેક શંકાઓ રજૂ થઈ છે અને ભગવંતે તેના સમાધાનો આપ્યા છે. તે શંકા સમાધાનમાં ભગવતીજીની મુખ્યતા છે તે વાત બરાબર છે. પણ ગૌતમસ્વામી દ્વારા થયેલ શંકા અને સમાધાન સૂયગડાંગ, નાયાધમ્મકહા, ઉવાસગદસા, વિપાકકૃત, ઉવવાઈ, રાયપૂસેણિય, જીવાજીવાભિગમ, પન્નવણા, સૂરપન્નત્તિ, મહાનિશીથ આદિ અનેક આગમોમાં આવે છે, નહીં કે માત્ર ભગવતીજીમાં. ભગવંત પાસે પોતાની શંકાનું સમાધાન મેળવનાર માત્ર ગૌતમસ્વામી જ ન હતા. ગૌતમ (ઇન્દ્રભૂતિ) સિવાય અગ્નિભૂતિ, વાયુભૂતિ, ગાંગેય, સ્કંદક, અંબઇ, પુદ્ગલ, શિવ, તંગીયાનગરીના શ્રાવકો, સોમિલબ્રાહ્મણ, જયંતીશ્રાવિકા, માકંદી, રોહ, પિંગલ, કાલી સુકાલી આદિ દશ રાણી, અભયકુમાર, મંડિતપુત્ર, પાર્થાપત્ય સ્થવીરો, કાલોદાયી, સ્વાતિદત્ત, સુદર્શનશ્રેષ્ઠી, મુગલ, શંખ, ચક્ર, માકંદીપુત્ર, મદ્રુકશ્રાવક આદિ અનેકે પોતાની શંકાના સમાધાન મેળવેલ હતા. ૦ ભ૦મહાવીરને વંદન, શાતાપૃચ્છા, નાટ્ય દર્શનાર્થે આવેલ દેવ-દેવી : ભગવંત મહાવીરના જન્મ, દીક્ષા, નાણ કલ્યાણક પ્રસંગે તો સર્વે ઇન્દ્રો અનેક દેવ દેવીઓ સહિત આવ્યા જ હતા. પરંતુ કલ્યાણક સિવાયના પ્રસંગોમાં પણ કોઈ વંદનાર્થે આવ્યા, કોઈ નાટ્યવિધિ દેખાડીને ગયા, કોઈ ફક્ત સુખશાતા પૃચ્છાર્થે આવ્યા અને વંદના કરીને ગયા એવા અનેક પ્રસંગો આગમોમાં જોવા મળેલ છે. આ રીતે વંદના સુખશાતા, પૃચ્છા કે નાટ્યવિધિ દેખાડીને તથા શંકાસમાધાન અર્થે ઘણાં દેવ દેવી ભગવંત મહાવીર પાસે આવેલા, જેમકે– શક્રેન્દ્ર, ઇશાનેન્દ્ર, સનસ્કુમારેન્દ્ર, માહેન્દ્ર, અમરેન્દ્ર, નાગકુમારેન્દ્ર, પૂર્ણભદ્રયક્ષ, માણિભદ્રય, મહાશુક્રના બે મહર્તિક દેવ, ગંગદત્ત દેવ, વિદુકુમારેન્દ્ર હરિ અને હરિસ્સહ, ચંદ્ર, સૂર્ય, કંબલ સંબલ દેવ, સૂર્યાભદેવ, શુક્રદેવ, અય્યતેન્દ્ર આદિ દેવો. - તથા ચમરેન્દ્રની અગમહિષીઓ – કાલી, રાજી, રજની, વિદ્યુતું અને મેઘા; વૈરોચનેન્દ્રબલિની અગ્રમહિષીઓ – શુંભા, નિશુંભા, રંભા, નિરંભા અને મદના; અસુરેન્દ્ર સિવાયના દક્ષિણ દિશાના બીજા નવ ભવનપતિ ઇન્દ્રોની અગમહિષીઓ, ઇલા, સતેરા, સૌદામિની, ઇન્દ્રા, ધના અને વિદ્યુતા આદિ ચોપન દેવીઓ; એ જ રીતે ઉત્તર દિશાના નવ ભવનપતિ ઇન્દ્રોની અગ્રમહિષીઓ રૂપા, સુરૃપા, રૂપાંશા, રૂપવતી, રૂપકાંતા અને રૂપપ્રભા આદિ ચોપન દેવીઓ, વ્યંતર દેવોની બત્રીશ બત્રીશ (કુલ ચોસઠ) અગમહિષીઓ, સૂર્ય ઇન્દ્રની ચાર અગ્રમહિષીઓ, ચંદ્ર ઇન્દ્રની ચાર અગ્રમહિષીઓ, શક્રેન્દ્રની પઘા, શિવા આદિ આઠ અગ્રમહિષીઓ, ઇશાનેન્દ્રની કૃષ્ણા, કૃષ્ણરાજિ આદિ આઠ અગ્રમહિષીઓ એ સર્વે Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ આગમ કથાનુયોગ-૧ ભગવંતની પાસે આવી નાટ્યવિધિ દેખાડી વંદના કરી ચાલી ગઈ. ૦ ભ૦મહાવીરના ચાતુર્માસ :– તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરે અસ્થિક ગ્રામની નિશ્રાએ વર્ષાકાળમાં રહેવા માટે પહેલું ચોમાસુ કર્યું. ચંપા અને પૃષ્ઠ ચંપાની નિશ્રાએ ત્રણ વર્ષાવાસ (ચોમાસા) કર્યા. વૈશાલી નગરી અને વાણિજ્યગ્રામમાં ભગવંતે બાર ચોમાસા કર્યા. રાજગૃહી નગરીની બહાર નાલંદા પાડામાં ચૌદ ચોમાસા કર્યા. મિથિલા નગરીમાં છ ચોમાસા કર્યા. બે ચોમાસા ભદ્રિકા નગરીમાં, એક ચોમાસુ આલંભિકા નગરીમાં, એક ચોમાસુ શ્રાવસ્તી નગરીમાં, એક ચોમાસુ વજભૂમિ અનાર્ય દેશમાં, એક અંતિમ ચોમાસુ મધ્યમપાપા નગરીના રાજા હસ્તિપાલની રજુક સભામાં કર્યું. છ સ્થપણામાં બાર અને કેવલી પર્યાયમાં ત્રીશ એ રીતે ભગવંતે બેંતાલીશ ચોમાસા કર્યા. ૦ ભ૦મહાવીરનું નિર્વાણ લ્યાણક : શ્રમણ ભગવંત મહાવીરે જે વર્ષાકાળમાં મધ્યમપાપાપુરીમાં હસ્તિપાલ રાજાની રજુક સભામાં છેલ્લુ ચોમાસુ કર્યું. તે ચોમાસાના વર્ષાકાળનો જે આ ચોથો મહિનો, સાતમું પખવાડીયું એટલે કે કારતક માસનો કૃષ્ણ પક્ષ, તેના પંદરમાં દિવસે અર્થાત્ કારતક વદ અમાસ (ગુજરાતી આસો વદ–અમાસ)ની જે તે છેલ્લી પાછલી રાત્રિ, તે રાત્રિએ શ્રમણ ભગવંત મહાવીર કાળધર્મ (નિવાર્ણ) પામ્યા. અર્થાત્ કાયસ્થિતિ અને ભવસ્થિતિના કાળથી મુક્ત થયા. સંસારથી પાર ઉતરી ગયા. સમ્યક્ પ્રકારે ઉર્ધ્વ સ્થાનને પ્રાપ્ત થયા. જન્મ, જરા અને મરણનાં બંધનો છેદી નાખ્યા, સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા. સર્વે દુઃખોનો અંત કરીને ભગવંત પરિનિર્વાણને પામ્યા. ભગવંત એકલાં જ નિર્વાણ પામ્યા. અન્ય તીર્થકરોની જેમ તેમના નિર્વાણ સહવર્તી અન્ય કોઈ ન હતા. શ્રમણ ભગવંત મહાવીર નિર્વાણ પામ્યા ત્યારે ચંદ્ર નામનો બીજો સંવત્સર હતો, પ્રીતિવર્ધન નામનો મહિનો હતો, નંદિવર્ધન નામનું પખવાડીયું હતું. અગ્નિવેશ્ય નામનો દિવસ હતો. જેને ઉપશમ પણ કહેવાય છે. દેવાનંદા નામની રાત્રિ હતી. જેને “નિરતિ' નામે પણ ઓળખાવાય છે. અર્ચ નામનો લવ હતો, મુહુર્ત નામે પ્રાણ હતો, સિદ્ધ નામે સ્ટોક હતો, નાગ નામે કરણ હતું. (આ કરણ અમાવાસ્યાના ઉત્તરાર્ધમાં જ હોય છે), સર્વાર્થસિદ્ધ નામનું મુહૂર્ત હતું. આ વખતે સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે શ્રમણ ભગવંત મહાવીર નિર્વાણ પામ્યા. યાવત્ તેમના સર્વ દુઃખો ક્ષીણ થયા. ૦ દેવેન્દ્ર અને નરેન્દ્ર કૃત્ ઉદ્યોત : જે રાત્રિએ શ્રમણ ભગવંત મહાવીર નિર્વાણ પામ્યા તે રાત્રિ સ્વર્ગથી નીચે ઉતરતા અને ઊંચે ચડતા ઘણાં દેવદેવીઓથી ઉદ્યોમય બની ગઈ. જે રાત્રિએ શ્રમણ ભગવંત મહાવીર નિર્વાણ પામ્યા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા તે રાત્રિ સ્વર્ગથી નીચે ઉતરતા અને ઊંચે ચડતા ઘણાં દેવો અને દેવીઓ વડે અતિશય આકુળ થઈ તથા અવ્યક્ત શબ્દોથી જાણે કોલાહલમય બની ગઈ. (% નિર્વાણ સંબંધિ દેવકૃત્ વિશેષ કાર્ય ભઋષભના કથાનક મુજબ જાણવા) Page #368 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભમહાવીર–કથા ૩૬૭ - - જે રાત્રિએ શ્રમણ ભગવંત મહાવીર કાળધર્મ (નિર્વાણ) પામ્યા યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા. તે રાત્રિમાં કાશી દેશના મલ્લકિ જાતિના નવ રાજાઓ અને કોશલ દેશના લેચ્છક જાતિના નવ રાજાઓ એવા તે અઢારે ગણ રાજાઓએ અમાવાસ્યાને દિવસે સંસાર સમુદ્રથી પાર પહોંચાડનાર એવો પૌષધોપવાસ કર્યો હતો. અર્થાત્ આહાર ત્યાગરૂપ પૌષધઉપવાસ કર્યો હતો. તે અઢારે રાજાઓએ વિચાર્યું કે, (શ્રમણ ભગવંત મહાવીર નિર્વાણ પામ્યા એટલે) ભાવઉદ્યોતુ તો ગયો. તેથી હવે “દ્રવ્ય ઉદ્યોત કરશું” એમ વિચારી દ્રવ્યોદ્યોત માટે દીવા પ્રગટાવ્યા ત્યારથી દીવાળી પર્વ થયું. ભગવંતના મોટા ભાઈ નંદિવર્ધન શોકાતુર થઈ ગયેલા. તેથી શોક દૂર કરવા બહેન સુદર્શન કાર્તિક સુદ-બીજે આદર સહિત પોતાને ઘેર બોલાવી ભોજન કરાવ્યું. ત્યારથી ભાઈબીજ પર્વ પ્રવર્તુ. ૦ ગૌતમસ્વામીને કેવળજ્ઞાન : જે રાત્રિએ શ્રમણ ભગવંત મહાવીર નિર્વાણ પામ્યા યાવત્ સર્વદુઃખથી મુક્ત થયા. તે રાત્રિએ ભગવંતના જ્યેષ્ઠ અંતેવાસી, પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમ અણગારને જ્ઞાતવંશીય ભગવંત મહાવીર પરત્વે જે (ચીરકાલીન) પ્રેમબંધન હતું તે નષ્ટ થયું. ગૌતમને (નેહરાગ છેદાતા જ) અનંત, અનુત્તર યાવત્ કેવળજ્ઞાનકેવળદર્શન ઉત્પન્ન થયું. ગૌતમસ્વામીને ભગવંત મહાવીર પ્રત્યે અત્યધિક ખેહરાગ હતો. તેમનાથી અલ્પ પર્યાયવાળા શ્રમણોને કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થયા કરતી જોઈને ચિંતિત થયેલા ગૌતમસ્વામીના કેવળજ્ઞાન વિષયમાં ભગવંત મહાવીરે કેવળજ્ઞાનની અનુપલબ્ધિનું કારણ જણાવતા કહ્યું કે – (ભગવતી સૂત્ર-૬૧૮માં 2) હે ગૌતમ ! તું મારી સાથે ચિર સંશ્લિષ્ટ છે. ચિરસંસ્તુત છે. ચિરપરિચિત પણ છે. ગૌતમ ! તું મારી સાથે ચિરસેવિત અથવા ચિરપ્રિત છે. દીર્ધકાળથી તું મારો અનુગામી છે. ચિરઅનુવૃત્તિ છે. હે ગૌતમ ! આથી પૂર્વભવોમાં પણ તારે નેણંબંધ હતો. આ ભવમાં મૃત્યુ પછી, આ શરીર છૂટ્યા બાદ, આ મનુષ્ય ભવ પૂર્ણ થયા પછી પણ આપણે બંને તુલ્ય કાર્ય અને વિશેષતારહિત અને કોઈપણ પ્રકારના ભેદભાવ રહિત થઈ જઈશું અર્થાત્ મોક્ષમાં રહીશું. ભગવંતે ગૌતમનો સ્નેહરાગ જાણી, નેહરાગ નિવર્તન માટે ગૌતમ સ્વામીને અંત સમયે નજીકના કોઈ ગામમાં દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધવા મોકલ્યા. પાછા વળતા ભગવંતનું નિર્વાણ સાંભળી સ્તબ્ધ થઈ ગયા. તેમને ઘણું જ દુઃખ થયું. પછી પોતાના સ્નેહને ધિક્કારી અને સ્નેહ બંધન તોડીને તત્કાળ કેવલી થયા. પ્રાત:કાળે ઇન્દ્રાદિએ તેમનો કેવળજ્ઞાન મહોત્સવ કર્યો. ૦ ભસ્મરાશિ ગ્રહનો પ્રભાવ : જે રાત્રિએ શ્રમણ ભગવંત મહાવીર નિર્વાણ પામ્યા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા. તે રાત્રિએ શ્રમણ ભગવંત મહાવીરના જન્મ નક્ષત્રમાં શુદ્ર કુર સ્વભાવનો, બે હજાર વર્ષ સુધી રહેનારો ભસ્મરાશિ નામનો મહાગ્રહ સંક્રાંત થયો. જ્યારથી આરંભીને તે કુર સ્વભાવવાળો અને ૨,૦૦૦ વર્ષની સ્થિતિવાળો ભસ્મરાશિ નામનો મહાગ્રહ શ્રમણ ભગવંત મહાવીરના જન્મનક્ષત્રમાં સંક્રાંત થયો ત્યારથી આરંભીને શ્રમણ નિર્ચન્થોને અને નિગ્રંથીઓને પૂજાસત્કારમાં ઉત્તરોત્તર વૃદ્ધિ નહીં થાય. જ્યારે આ કુર સ્વભાવવાળો Page #369 -------------------------------------------------------------------------- ________________ આગમ કથાનુયોગ-૧ ભસ્મરાશિગ્રહ ભગવંતના જન્મનક્ષત્રથી ખસી જશે. ત્યાર પછી શ્રમણ નિર્પ્રન્થ અને નિગ્રન્થીઓની પૂજાસત્કારમાં ઉત્તરોત્તર અભિવૃદ્ધિ થશે. ૦ ભ૰મહાવીરના નિર્વાણ પછી સંયમની દુરારાધ્યતા :– જે રાત્રિએ શ્રમણ ભગવંત મહાવીર નિર્વાણ પામ્યા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા, તે રાત્રિએ ઉત્તરી ન શકાય એટલા અતિ સૂક્ષ્મ કુંથુવા ઉત્પન્ન થયા. તેમાં જે સ્થિર કુંથુવા હતા, હલનચલન નહોતા કરતા તે છદ્મસ્થ નિર્પ્રન્થ અને નિગ્રન્થીઓને દૃષ્ટિપથમાં આવતા ન હતા. પણ જે કુંથુવા અસ્થિર હતા, હાલતાચાલતા હતા, તે જ છદ્મસ્થ નિર્પ્રન્થ અને નિગ્રન્થીઓને સૃષ્ટિપથમાં જલ્દી આવતા હતા. આ પ્રકારે જીવોત્પત્તિ જોઈને ઘણાં નિગ્રન્થ નિર્પ્રન્થીઓએ ભક્ત પચ્ચક્ખાણ કર્યા. હે ભદન્ત ! અનશન કરવાનું કારણ શું ? આજથી આરંભીને સંયમ દુરારાધ્ય થશે. ૦ ભગવંત મહાવીરની ગણધર આદિ સંપદા ઃ— ભગવંત મહાવીરને નવ ગણ થયા. અગિયાર ગણધર થયા. જો કે બધાં તીર્થંકરોની ગણ અને ગણધર સંપદા સમાન હોય છે. પણ ભ૰મહાવીરના આઠમા અને નવમા ગણધરની તથા દશમા અને અગિયારમાં ગણધરની વાચના સમાન હતી. તેથી સમાન વાચનાને કારણે તે એક જ ગણ કહેવાતો હોવાથી નવ ગણ અને અગિયાર ગણધર થયા. ૩૬૮ ભ૰મહાવીરને નવ ગણ થયા :– ૧. ગોદાસ, ૨. ઉત્તર બલિસ્સહ, ૩. ઉદ્દેહ, ૪. ચારણ, ૫. ઉર્ધ્વવાતિક, ૬. વિશ્વવાદી, ૭. કામર્ધિક, ૮. માનવ, ૯. કોટિક, તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરની ઉત્કૃષ્ટ સંપદા—શ્રમણોની ઇન્દ્રભૂતિ વગેરે ૧૪,૦૦૦ હતી. શ્રમણીઓની ચંદના વગેરે ૩૬,૦૦૦ની હતી. શ્રાવકોની શંખ શતક વગેરે ૧,૫૯,૦૦૦ હતી. શ્રાવિકાઓની સુલસા રેવતી આદિ ૩,૧૮,૦૦૦ની હતી. શ્રમણ ભગવંત મહાવીરના શિષ્યોમાં જિન નહીં પણ જિન સમાન, સર્વાક્ષર સન્નિપાતી, જિનસમાન અવિતથ પ્રરૂપણા કરનારા, સર્વાક્ષરના સંયોગોને જાણનારા ચૌદ પૂર્વી ૩૦૦ હતા. વિશેષ પ્રકારે લબ્ધિવંત ૧૩૦૦ અવધિજ્ઞાની હતા. સંપૂર્ણ એવા શ્રેષ્ઠ જ્ઞાનદર્શનના ધારક ૭૦૦ કેવળજ્ઞાની શ્રમણો હતા. દેવ ન હોવા છતાં દેવની ઋદ્ધિને પ્રાપ્ત ૭૦૦ વૈક્રિય લબ્ધિધર હતા. અઢી દ્વીપ અને બે સમુદ્રોમાં રહેનારા સંજ્ઞી પર્યાપ્ત પંચેન્દ્રિય પ્રાણીઓના મનોભાવને જાણનારા ૫૦૦ વિપુલમતિ મનઃપર્યવજ્ઞાની હતા. દેવ, મનુષ્ય કે અસુરોની પર્ષદામાં વાદ કરતી વેળા અપરાજિત રહેનારા ૪૦૦ વાદી મુનિ હતા. ૭૦૦ અંતેવાસી શિષ્યો અને ૧૪૦૦ શ્રમણીઓ સિદ્ધ થયા યાવત્ તેઓના સર્વ દુઃખો નષ્ટ થયા. તેમજ ભવિષ્યમાં કલ્યાણ પ્રાપ્ત કરનારા, વર્તમાનમાં કલ્યાણનો અનુભવ કરનારા અને આગામી ભવે સિદ્ધ થનારા અનુત્તરૌપપાતિક શ્રમણો ૮૦૦ હતા. ભગવંતની ઉત્કૃષ્ટ શિષ્ય સંપદા આટલી થઈ. તેમાં ૫૩ અણગાર એવા હતા કે, જે માત્ર એક વર્ષના દીક્ષા પર્યાયવાળા થઈને જ મહામહિમાશાળી પાંચ અનુત્તર મહાવિમાનમાં દેવપણે ઉત્પન્ન થયેલા. શ્રમણ ભગવંત મહાવીરને બે પ્રકારની અંતકૃત્ ભૂમિ થઈ જેમાં યુગાંતકૃત્ ભૂમિ ત્રીજા યુગપુરુષ સુધી ચાલતી રહી પછી મોક્ષમાર્ગ વિચ્છેદ થયો. Page #370 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા ૩૬૯ ભગવંતના કેવળજ્ઞાન થયાના ચાર વર્ષ બાદ કોઈ કેવલીએ સંસારનો અંત કર્યો અર્થાત ત્યારથી મોક્ષ માર્ગ ચાલુ થયો. ૦ કથા સમાપન : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર ત્રીશ વર્ષ સુધી ગૃહસ્થપણે રહ્યા. સાધિક બાર વર્ષ (બાર વર્ષ અને સાડા છ માસ) છઘસ્થપર્યાય પાળીને ત્રીશ વર્ષથી કંઈક ન્યૂન (ઓગણત્રીશ વર્ષ સાડા પાંચ માસ) કેવલી પર્યાય પાળીને કુલ ૪૨ વર્ષ શ્રામણ્ય પર્યાય પાળીને, કુલ ૭૨ વર્ષનું સર્વ આયુ પાળીને વેદનીય, આયુ, નામ અને ગોત્ર ક્ષય થતા આ અવસર્પિણીમાં દુષમાસુષમા નામનો ચોથો આરો ઘણો ખરો ગયા બાદ ચોથા આરાના ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે મધ્યમ પાપાપુરીમાં હસ્તિપાલ રાજાની રજુક સભામાં રાગદ્વેષ રહિતપણે, એકલા, નિર્જલ છઠ તપ વડે યુક્ત થઈને સ્વાતિ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે પ્રભાત કાળ સમયે (ચાર ઘડી રાત્રિ શેષ રહેતા) સમ્યક્ પ્રકારે પદ્માસને બેસીને પંચાવન પુણ્ય ફલ વિપાકના અને પંચાવન પાપ ફળ વિપાકના અધ્યયનો, કોઈના પૂછયા વિનાના છત્રીશ ઉત્તરો કહીને પ્રધાન નામક મરૂદેવી અધ્યયન ભાવતા ભાવતા કાળધર્મ પામ્યા. યાવતુ સર્વદુઃખથી મુક્ત થયા. ભગવંતના નિર્વાણ પછી ૧૦૦૦ વર્ષપર્યંત પૂર્વગતશ્રુત રહેશે અને ૨૧,૦૦૦ વર્ષ પર્યત તીર્થ રહેશે પછી તેનો વિચ્છેદ થશે. ૦ આગમ સંદર્ભ :આયા. ૧૭૦, ૧૭૯, ૨૫ થી ૩૩૪, ૫૦૯ થી ૫૩૬, આયા.નિ. ૨૭૭ થી ૨૮૪ આયા.ચૂં.. ૨૭ થી ૩૨૪, ૩૭૫ થી ૩૭૭, ૫૩૫; સુય.મૂ. ૩૫૩ થી ૩૭૯; સૂયનિ ૧૯૯; ઠાણ. પ૩, ૧૧૬, ૧૩૧, ૧૪૨, ૨૪૩, ૨૪૪, ૨૭૩, ૪૧૬, ૪૪૮, ૪૪૯, ૫૮૨, ૬૬૮, ૭૩૨, ૭૭૨, ૭૯૦, ૮૩૭, ૮૭૦, ૯૬૧, ૧૦૦૧ થી ૧૦૦૩; સમ. ૭, ૧૯, ૩૧, ૪૯, ૫૩, ૫૪, ૯૯, ૧૧૦, ૧૧૨, ૧૩૧ થી ૧૩૩, ૧૪૮, ૧૫૦, ૧૬૧ થી ૧૩, ૧૮૩, ૧૮૫, ૧૮૯, ૧૯૦, ૨૧૩ થી ૨૧૫, ૨૬૬, ૨૬૭, ૨૭૦, ૨૭૧, ૨૭૫, ૨૭૯ થી ૨૮૬, ૨૮૮, ૨૯૨ થી ૨૯૬, ૩૦૦ થી ૩૦૩, ૩૦૬, ૩૦૭, ૩૧૧, ૩૨૩, ૩૨૪, ૩૨૮, ૩૩૦, ૩૩૨, ૩૩૪, ૩૩૭, ૩૩૯, ૩૪૧, ૩૪૩; ભગ. ૩, ૫, ૬, ૨૧, ૯૮, ૧૦૬, ૧૧૨, ૧૪૮, ૧૫૦, ૧૬૮, ૧૭૨ થી ૧૭૮, ૨૨૭, ૨૨૯, ૨૬૨, ૨૬૭, ૩૨૦, ૩૭૭, ૩૭૮, ૩૮૨, ૪૩૯, ૪૪૦, ૪૫૧, ૪૫૯ થી ૪૭૦, ૪૮૮, ૫૦૬, ૫૦૪, ૫૧૮ થી પર૦, ૫ર૪ થી પર૬, ૫૨૮, ૫૩૦, ૫૩૪, ૫૩૫, ૫૮૭, ૧૮, ૬૩૮ થી ૬૫૯, ૬૭૧, ૬૭૩, ૬૭૮ થી ૬૮૦, ૭૨૭, ૭૨૮, ૭૪૪, ૭૫૦, ૭૫૬, ૭૯૪, ૭૯૬, ૭૯૭; નાયા. ૫, ૨૯, ૭૬ થી ૭૯, ૧૪૮, ૧૪૫, ૧૭૪ થી ૧૭૭, ૧૨, ૨૨૦ થી ૨૪૧; ઉવા. ૫, ૨૦, ૨૭, ૨૯, ૩૨, ૩૪, ૩૭, ૪૭, ૪૯, ૫૫, ૫૭, ૫૮; અંત. ૨૬ થી ૫૯; અનુત્ત. ૧, ૨, ૬, ૧૦, ૧૩; પહા. ૮, ૩૫; વિવા. ૫, ૧૨, ૨૦, ૨૪, ૨૭, ૨૯, ૩૧ થી ૩૪, ૩૭ થી ૪૬; ઉવ. ૧૦, ૧૩ થી ૧૭, ૨૧ થી ૨૬, ૩૪; રાય. ૭ થી ૧૦, ૧૭ થી ૨૬; સૂર. ૧; ચંદ. ૨૦; જંબૂ. ૧, ૩૧, ર૧ર થી ર૪૪; Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ આગમ કથાનુયોગ-૧ - - નિર. ૭, ૨૦; પુષ્ફિ ૩ થી ૧૧; પુઠ્ઠ. 3; વીર. ૧૬, ૧૭, ૩૮ નિસી.ભા. ૧૯૩૩; બુહતુ.ભ. ૬૩૬૪-૬૪૪૦; દસા. ૧૭, ૨૩, ૫૪, ૯૪, ૯૫; આવ. ૬, ૪3; આવ.નિ. ૮૧, ૧૧૪, ૧૪૬ થી ૧૪૯, ૧૭૯ થી ૧૮૧, ૧૮૭, ૧૮૮, ૧૯૮, ૨૦૯ થી ૨૨૪, ૨૨૬ થી ૨૨૯, ૨૩૧ થી ૨૩૭, ૨૪, ૨૫૩ થી ૨૫૫, ૨૫૮, ૨૬૩, ૨૬૫, ૨૬૮ થી ૨૭૧, ૨૭૬, ૨૯૯, ૩૦૫ થી ૩૦૮, ૩૧૩, ૩૧૯ થી ૩ર૧, ૩ર૩, ૩૨૯ થી ૩૩૪, ૩૪૧, ૧૪૭, ૧૪૮, ૩૫૦ થી ૩૬૧, ૩૬૬, ૩૬૭, ૩૬૯ થી ૩૭૧, ૩૭૭, ૩૮૪, ૩૮૬, ૩૮૯, ૩૯૦, ૪૧૫, ૪રર થી ૪૩૨, ૪૩૫, ૪૩૭ થી ૬૫૯, ૭૩૪, ૧૦૯૧; આવ.ભા. ૧, ૨, ૧૭, ૩૭, ૪૪ થી ૧૧૯, ૧૨૬ (આવ.નિ. + ભા. બંનેની વૃત્તિ જોવી) આવ.યૂ.૧–પૃ. ૮૯, ૧૨૮, ૧૩૪ થી ૧૫ર, ૧૫૪, ૧૫૭, ૧૫૮, ૧૬૦, ૧૮૧, ૧૮૨, ૨૧૧, ર૧૨, ૨૧૭, ૨૧૯, ૨૧, ૨૨૮ થી ૩૩૫, ૩૮૧, ૪૧૬, ૪૭૧, ૪૮૦, ૬૦૧, ૬૧૫; –પૃ. ૧૯૩, ૨૦૪; આવ.મલય.વૃ,પૃ. ૧૨૧, ૧૫ર, ૨૪૭ થી ૨૫૧, ૨૫૮ થી ૨૬૧, ૨૬૫ થી ૩૦૦; ઉત્ત. ૧૫૧૭; ઉત્ત.યૂ.. ૨૬૪; ઉત્ત.નિ. ૧૬ છવૃ. નંદી.ર,૩, ૧૯થી ૧; કમ્પસુનં. ૧ થી ૧૪૮; કપૂ. ૧, ૩, ૧૩, ૬૧, ૬૨, ૧૨૦, ૧૨૩, ૧૨૬; કપવિનય વૃ. ૧ થી ૧૪૮ની. ફu.ટીપ્પ. ૧, ૨, ૩, ૧૫, ૧૭, ૨૭, ૬૬, ૧૫૪; તીત્યો. ૩૩૫, ૩૪૩, ૩૬૪, ૩૯૩, ૭૦૮ – – – » –– મુનિ દીપરત્નસાગર સંકલિત અને અનુવાદિત ચોવીસ તીર્થકર કથાનક વિભાગ પૂર્ણ Page #372 -------------------------------------------------------------------------- ________________ ભરતક્ષેત્ર આગામી ચોવીસી ૩૭૧ તીર્થકરોની અન્ય ચોવીસી ૦ ભરતક્ષેત્રની આગામી ચોવીસી : જંબૂદ્વીપના ભરતક્ષેત્રની આગામી ઉત્સર્પિણીમાં ચોવીસ તીર્થંકર થશે. તે આ પ્રમાણે – (સમવાય – ૩૫૪ થી ૩૬૧, ઠાણાંગ–૮૭૦, ૮૭૧, તીર્થો. ૧૧૧૫ થી ૧૧૧૯) (૧) મહાપદ્ય – પહેલા તીર્થંકર થશે. જે શ્રેણિક રાજાનો આગામી ભવ છે. તેની કથા કિંચિત્ વિસ્તારથી આ વિભાગમાં જ આગળ આપેલી છે. તેના દેવસેન અને વિમલવાહન એવા બીજા બે નામ પણ આવે છે. વ્યવહારમાં હાલ તેનું નામ પદ્મનાભ પ્રસિદ્ધ થયેલ છે. (૨) સુરદેવ – બીજા તીર્થંકર થશે. ભગવંત મહાવીરના કાકા સુપાર્શ્વનો જીવ છે. તેનું સુરાદેવ નામ પણ આવે છે. (૩) સુપાર્શ્વ – ત્રીજા તીર્થંકર થશે. સમવાયાંગ મતે – ઉદય પેઢાલપુત્રનો જીવ જે ભગવંત મહાવીરના શાસનમાં થયા હતા. તે ૩ કે ૩ નામે પણ ઓળખાતા હતા. કથા જુઓ – ઉદયપેઢાલપુત્ર. જ્યારે ઠાણાંગ – ૮૭૧ની વૃત્તિ મુજબ આ ડાયિ નો જીવ છે તે કોણિકનો પુત્ર હતો. કથા જુઓ “ઉદાયિ". (૪) સ્વયંપ્રભ – ચોથા તીર્થકર થશે. તે ભગવંત મહાવીરના તીર્થમાં થયેલ પોટ્ટિલ નામના સાધુ ભગવંતનો જીવ છે. (૫) સર્વાનુભૂતિ – પાંચમાં તીર્થકર થશે. તે ભગવંત મહાવીરના તીર્થમાં થયેલા ટઢાયુનો જીવ છે. (૬) દેવગુણ – છઠા તીર્થકર થશે. તેમનું બીજું નામ દેવકૃત પણ કહેવાય છે. જે પૂર્વભવે કાર્તિકનો જીવ હતાં. (૭) ઉદય – સાતમાં તીર્થકર થશે. ભગવંત મહાવીરના તીર્થમાં તીર્થકર નામકર્મ બાંધનાર શંખનો જીવ હતો. ઠાણાંગ ૮૭૦ની વૃત્તિમાં તેને શંખ શ્રમણોપાસકનો જીવ જણાવેલ છે. પણ ભગવતી પ૩૩ મુજબ તે શંખ મહાવિદેહે મોક્ષે જનાર છે. (૮) પેઢાલપુત્ર – આઠમાં તીર્થકર થશે. તેનું પેઢાલ નામ પણ આવે છે. પૂર્વભવમાં તેનું નામ નંદ હતું. (૯) પોહિલ – નવમાં તીર્થંકર થશે. પૂર્વભવે તે સુનંદનો જીવ હતો. (૧૦) શતક – દશમાં તીર્થકર થશે. તેનું શતકીર્તિ નામ પણ આવે છે. ભ૦મહાવીરના તીર્થમાં તીર્થંકર નામકર્મ બાંધનાર શતકનો જીવ હતો. (૧૧) મુનિસુવ્રત – અગિયારમાં તીર્થકર થશે. ભઅરિષ્ટનેમિના શાસનમાં થયેલ દેવકીનો જીવ છે. (કથા જુઓ દેવકી.) (૧૨) સર્વભાવવિદ – બારમાં તીર્થંકર થશે. તે સર્વભાવવિહંજણ નામે પણ ઓળખાય છે. તે સત્યકિ નામનો જીવ છે જે મહેશ્વર નામે પણ ઓળખાતો હતો. (કથા જુઓ “સત્યકિ" – “મહેશ્વર".) ( ૧. અહીં જે સત્યકિની વાત છે. તે સાધ્વી સુજ્યેષ્ઠા અથવા પેઢાલ વિદ્યાધરના પુત્રની વાત છે. સત્યકિ ભ.મહાવીરના કાળમાં થયેલ છે. પણ ભામહાવીરના શાસનમાં તીર્થકર નામકર્મ બાંધનાર Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ આગમ કથાનુયોગ-૧ જીવોમાં ઠાણાંગ સૂત્ર ૮૭૦માં જણાવેલ નામોમાં સત્યકિનું નામ જોવા મળેલ નથી. વૃત્તિમાં પણ તેનો ઉલ્લેખ નથી. જ્યારે સમવાય ૩૬૨માં સત્યકિ નામ છે. અન્ય ગ્રંથોમાં પણ આ જ નામનો ઉલ્લેખ મળે છે.) ( ૧. બારમાં તીર્થકર રૂપે અંતગડદસા સૂત્ર-૨૦, તિર્થંગારિત ગાથા ૧૧૧૭માં અહીં “અમને તીર્થકર જણાવેલ છે. ૨. અમે અહીં ચોવીસ ભાવિ તીર્થકરની નોંધ સમવાયાંગ સૂત્ર ૩૫૫ થી ૩૬૪ અનુસાર કરેલી છે. આ ક્રમમાં તીર્થકર બારથી તીર્થકર ચોવીસમાં તિર્થોદ્ગાલિત પયત્રો, આગમેત્તર ગ્રંથ-પ્રવચન સારોદ્ધાર, સતિશતસ્થાન પ્રકરણ, ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર, અભિધાન ચિંતામણી દેવાધિદેવ કાંડ વગેરેમાં ક્રમમાં અને નામમાં ઘણાં ફેરફારો જોવા મળે છે. જેની સંક્ષિપ્ત નોધ અમે છેલ્લે કરેલી છે. ૩. અત્રે ક્રમ–૧ર થી ક્રમ–૨૪ તેને ભાવિ તીર્થકરના નામ અને તેમના પૂર્વભવોના નામ સમવાયાંગ સૂત્રોનુસાર જાણવા. (૧૩) અમમ - તેરમાં તીર્થંકર થશે. જે ભગવંત અરિષ્ટનેમિના શાસનમાં થયેલા કૃષ્ણ વાસુદેવનો જીવ છે. કથા જુઓ કૃષ્ણ વાસુદેવ (તેમનો ક્રમ બારમો પણ બતાવાય છે.) (૧૪) નિષ્કષાય ચૌદમાં તીર્થંકર થશે. જે ભઅરિષ્ટનેમિના તીર્થમાં થયેલા બળદેવ જેને બળભદ્ર પણ કહે છે. તેનો જીવ હતો. કથા જુઓ – બલદેવ. (૧૫) નિપુલાક – પંદરમાં તીર્થકર થશે. ભઅરિષ્ટનેમિના તીર્થમાં થયેલ રોહિણીનો જીવ છે. ( આગમમાં આવો સ્પષ્ટ ઉલ્લેખ મળેલ નથી કે, તે બળભદ્રની માતા રોહિણી જ છે. આગમેત્તર ગ્રન્થોથી આ વાત લીધી છે.) (૧૬) નિર્મમ - સોળમાં તીર્થકર થશે. ભ૦મહાવીરના સમકિતી શ્રાવિકા, સુલતાનો જીવ છે. તેણે ભ૦ મહાવીરના તીર્થમાં તીર્થકર નામકર્મ બાંધેલ. (કથા જુઓ “સુલતા” – શ્રાવિકા વિભાગમાં છે.) (૧૭) ચિત્રગુપ્ત – સત્તરમાં તીર્થંકર થશે. ભમહાવીરના મુખ્ય શ્રાવિકા અને તેમના તીર્થમાં તીર્થકર નામકર્મ બાંધનાર રેવતી શ્રાવિકા (કથા જુઓ રેવતી.) (૧૮) સમાધિ – અઢારમાં તીર્થકર થશે. જે સત્તાલિનો જીવ છે. સમવાય મૂળમાં મિગાલિ નામ છે. ટીકામાં સત્તાલિ નામ છે. (૧૯) સંવર ઓગણીસમાં તીર્થકર થશે. જે ભયાલિનો જીવ છે. (૨૦) અનિવૃત્તિ – વીસમાં તીર્થકર થશે. તે દ્વૈપાયનનો જીવ છે. આ દ્વૈપાયન એ જ દ્વારિકાનો વિનાશ કરનાર જીવ છે તેવી આગમમાં સ્પષ્ટતા નથી. (૨૧) વિજય - એકવીસમાં તીર્થકર થશે. તેનું “વિવા” નામ પણ આવે છે. તેનું પૂર્વભવનું નામ કૃષ્ણ છે. (૨૨) વિમલ – બાવીસમાં તીર્થંકર થશે. તેનું પૂર્વભવનું નામ “નારદ” છે. આ નારદ એ દ્રોપદી કથાનક પ્રસિદ્ધ નારદ જ છે કે નહીં તેવો સ્પષ્ટ ઉલ્લેખ ઠાણાંગ – સમવાયાંગમાં નથી, (૨૩) દેવોપપાત – તેવીસમાં તીર્થકર થશે. તે ભ મહાવીરના તીર્થમાં થયેલ અંબઇ પરિવ્રાજકનો જીવ છે. કથા જુઓ “અંબઇ પરિવ્રાજક" (૨૪) અનંત વિજય – ચોવીસમાં તીર્થકર થશે. તે સ્વાતિબુદ્ધનો જીવ છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ ભરતક્ષેત્ર આગામી ચોવીસી ૦ આ ચોવીસ તીર્થંકરોના માતા-પિતા, પ્રથમ શિષ્ય, પ્રથમ શિષ્યા, પ્રથમ ભિક્ષાદાતા, ચૈત્યવૃક્ષ આદિ બધું જ થશે. તેમ સમવાયાંગમાં જણાવે છે (પણ કોઈ નામ કે માહિતી ત્યાં નોંધ્યા નથી) ઉક્ત ચોવીસી સંબંધિ સ્પષ્ટીકરણ (૧) આ ચોવીસ નામોમાં ઘણાં ભેદ જોવા મળે છે. ક્રમમાં પણ ભેદ છે. (૨) પૂર્વભવના નામોમાં, નામના ક્રમમાં, નામ પ્રમાણે “તે વ્યક્તિ કોણ છે ?'' તેના અર્થઘટનમાં પણ ભેદ જોવા મળે છે. (૩) ત્રણ અલગ–અલગ રીતે આ નામોનો અત્રે નિર્દેશ કરીએ છીએ. પણ આગમ સિવાયના ગ્રંથોમાં તેનાથી પણ ભિન્ન મતો જોવા મળેલ છે. ક્રમ ૧. ૨. 3. ૪. = ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. સમવાય મહાપદ્મ સૂરદેવ સુપાર્શ્વ સ્વયંપ્રભ સર્વાનુભૂતિ દેવશ્રુત ઉદય પેઢાલપુત્ર પોફિલ શતક મુનિસુવ્રત સર્વભાવવિદ્ અમમ નિષ્કષાય નિષ્કુલાક નિર્મમ ચિત્રગુપ્ત સમાધિ સંવર અનિવૃત્તિ વિપાક વિમલ દેવોત્પાત અનંતવિજય તિર્થોદગાલિત મહાપદ્મ સુરદેવ સુપાર્શ્વ સ્વયંપ્રભ સર્વાનુભૂતિ દેવગુપ્ત ઉદય પેઢાલપુત્ર પોટિલ -શતક મુનિસુવ્રત અમમ નિષ્કષાય નિષ્કુલાક નિર્મમ ચિત્રગુપ્ત સમાધિ સંવર અનિવૃત્તિ વિપાક વિમલ દેવોત્પાત્ અનંત વિજય પ્રવચન સારોદ્ધાર પદ્મનાભ સૂરદેવ સુપાર્શ્વ સ્વયંપ્રભ સંવર યશોધર વિજય મલ્લિ ૨૨. દેવ ૨૩. અનંતવીર્ય ભદ્રજિન ૨૪. * અહીં સમવાય અને તિર્થોગાલિતનો નામભેદ તો અનંત અને વિજયના અલગ 393 સર્વાનુભૂતિ -દેવશ્રુત ઉદય પેઢાલ પોફિલ શતકીર્તિ મુનિસુવ્રત અમમ નિષ્કષાય નિષ્કુલાક નિર્મમ ચિત્રગુપ્ત સમાધિ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ આગમ કથાનુયોગ-૧ ગણવા અને ન ગણવાથી જ સર્જાયેલ છે. મહાવીર વિદ્યાલયના જ બંને પ્રકાશનો સમવાય અને તિર્થોરિત માં પણ ઉપર મુજબ જ છે. જો સદ્ગમવિડ કે સદ્ભૂમાવવિહંગળ શબ્દને વિશેષણ ગણીએ તો પણ ક્રમ સરખો આવે અને અનંતવિનય ને વનંત અને વિનય ગણીએ તો પણ ક્રમ સરખો આવે. - સપ્તતિશતસ્થાન પ્રકરણમાં વળી જુદા જ નામો નોંધાયા છે. – પૂર્વભવોના નામો પણ સપ્તતિશતસ્થાન પ્રકરણ અને ત્રિષષ્ઠિ શલાકાપુરુષ ચરિત્ર બંનેમાં ભિન્ન ભિન્ન જ આવે છે. “સત્ય શું?" તે બહુશ્રુતો જાણે. - કેટલાંકના પૂર્વભવો સ્પષ્ટ છે. તે આ કથાનુયોગમાં સમાવાયા છે. કેટલાંકનો નામ માત્ર ઉલ્લેખ છે. તે સમાવી શકાયા નથી. જેમકે ભમહાવીરના તીર્થમાં નવજીવોએ તીર્થકર નામકર્મ બાંધ્યું તેમ ઠાણાંગ ૮૭૦માં આવે છે. પણ તે જ સૂત્રની વૃત્તિમાં અભયદેવસૂરિજી જણાવે છે કે, “દઢાયુરપ્રતીત:' દઢાયુની માહિતી નથી. ૦ ભગવંત મહાપદ્મ ચરિત્ર : -> આવતી ચોવીસીમાં થનારા પ્રથમ તીર્થકર કે જે રાજા શ્રેણિકનો જીવ છે તેનું ચરિત્ર યત્કિંચિંતુ જે પ્રાપ્ત થાય છે તે અહીં નોંધેલ છે. > રાજા શ્રેણિકનો પૂર્વભવ તથા શ્રેણિકનો ભવ આ કથાનુયોગમાં આગળ શ્રાવક વિભાગમાં શ્રેણિક ચરિત્રમાં નોધેલ છે. ૦ મહાપદ્મ ચરિત્રના આગમ સંદર્ભ :ઠા. ૭૩૭, ૮૭ર થી ૮૭૬; સમ. ૩૫૪, ૩૬૧; મહાનિ. ૧૨૩૪; તિલ્યો. ૧૦૨૫–૧૧૧૪; ભરૂ. ૬૭; આવ.નિ ૧૧૫૮, ૧૧૬૦ + વૃ. અવિરતિવંત હોવા છતાં શુદ્ધ સમ્યક્ત્વને કારણે શ્રેણિકે તીર્થંકર નામકર્મ અર્જિત કર્યું. અન્યથા શ્રેણિક રાજા બહુશ્રુત – ઘણાં આગમના ધારક ન હતા, પ્રજ્ઞપ્તિ – ભગવતી શ્રતના જ્ઞાતા પણ ન હતા. તે વાચક – પૂર્વધર પણ ન હતા. કેવળ સમ્યક્ત્વના પ્રભાવથી જ તે આવતી ચોવીસીમાં તીર્થંકર થનારા છે. પરંતુ તેમની પાસે ચારિત્ર ન હતું, કેવળ અનુત્તર એવી દર્શન સંપત્તિ જ હતી. ચારિત્ર રહિતતા તેમને નરકમાં જતા અટકાવી શકી નહીં. શ્રેણિક રાજા આત્મહત્યા કરી નરકે ગયા. હે આર્ય ! આ શ્રેણિક–બિંભિસાર રાજા મરીને રત્નપ્રભા પૃથ્વીના સીમંતક નરકાવાસમાં ૮૪,૦૦૦ વર્ષની નારકીય સ્થિતિવાળા નૈરયિક રૂપે ઉત્પન્ન થશે. નરકમાં તે અત્યંત કૃષ્ણવર્ણવાળા હશે. ત્યાં અતિ તીવ્ર યાવત્ અસહ્ય વેદના ભોગવશે. ૮૪,૦૦૦ વર્ષનું આયુ પૂર્ણ કરશે. નરકમાંથી નીકળી (કાળ સમયે કાળ કરીને) આગામી ઉત્સર્પિણીમાં આ જ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વતની નજીક પંડ જનપદના શતકાર નગરમાં સંમતિ (સંમતિ) કુલકરની ભદ્રાના નામની પત્નીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. તે વખતે ભદ્રામાતા સુખપૂર્વક પોતાની શય્યામાં સુતા–સુતા ચૌદ સ્વપ્નોને જોશે. જેમકે – હાથી, વૃષભ, સિંહ, (અભિષેક કરાતા) લક્ષ્મીદેવી, ફૂલની માળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, કુંભ, પધસરોવર, સાગર, ભવનવિમાન, રત્નનો રાશિ અને અગ્નિશિખા, જે રાત્રિએ મહાયશવાનું Page #376 -------------------------------------------------------------------------- ________________ ભ-મહાપદ્મ કથા ૩૭૫ પદ્મ (મહાપદ્મ) તેમની કણિમાં ઉત્પન્ન થશે ત્યારે આ ચૌદ સ્વપ્નો જોઈને લાગશે. મહાપદ્મ તીર્થકરનું ચ્યવન ઉત્તરાફાલ્ગની (હસ્તોત્તર) નક્ષત્રમાં થશે. ચૈત્ર સુદ–તેરસના દિવસે જ્યારે ઉત્તરાફાલ્વની નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ થશે નવમાસ અને સાડાસાત અહોરાત્ર પૂર્ણ થશે, ત્યારે સુકુમાર હાથ–પગવાળો, પ્રતિપૂર્ણ પંચેન્દ્રિય શરીર અને ઉત્તમ લક્ષણ, વ્યંજનયુક્ત એવો – યાવત્ – સ્વરૂપવાનું પુત્રપણે જન્મ લેશે. જે રાત્રિએ તે પુત્રરૂપે જન્મશે, તે રાત્રિએ શતદ્વાર નગરની અંદર અને બહાર ભારાગ્ર અને કુંભાગ્ય પ્રમાણ પદ્મ અને રત્નોની વર્ષા થશે. તે કાળે તે સમયે વિવિધ પ્રકારના આશ્ચર્યકારી રત્નો અને વસુધારાની વૃષ્ટિ થશે. ગગનમાં ગંભીર–મધુર શબ્દોનો દુંદુભીનાદ થશે. ઉર્ધ્વ, અધો, તીછલોકની દિકકુમારીઓ વિમાનમાં આરૂઢ થઈ (જન્મકલ્યાણક મનાવવા) આવશે. દેવ-દેવીઓના યાન–વિમાનની પ્રભાથી તે રાત્રિ પણ દિવસ જેવી લાગશે. ઇત્યાદિ જન્મમહોત્સવ (ભ,મહાવીર કથા મુજબ) જાણવો. દૂષમ–સૂષમ કાળના (ત્રીજા આરાના) ત્રણ વર્ષ અને સાડા આઠ માસ વીત્યા બાદ મહાપદ્મ તીર્થંકર થશે. જે અંતર ભમહાવીરથી ૮૪,૦૦૭ વર્ષ પાંચ માસ તીર્થોદ્ગાલિત પયત્રામાં જણાવે છે. ત્રિલોકને સુખ આપનારા એવા ભગવંત મહાપાનો જન્મ થશે ત્યારે સપરિવાર દેવ-દેવીઓ હર્ષિત–સંતુષ્ટ થશે. હર્ષના વશથી રોમાંચિત થયેલો દેવગણ ભગવંતને ત્યાં ઉત્તમ પધ, રત્ન, સુવર્ણ વસ્ત્રોને લાવીને મુકશે. ૦ મહાપદ્મ નામકરણ : તે ભગવંતના માતા-પિતા પુત્ર જન્મના અગિયાર દિવસો ગયા બાદ બારમે દિવસે તે બાળકનું ગુણ સંપન્ન એવું મહાપા નામ પાડશે, કેમકે તે બાળકનો જન્મ (ચ્યવન) થયો ત્યારે શતદ્વાર નગરની અંદર અને બહાર કુંભ અને ભાર પ્રમાણ પા અને રત્નોની વર્ષા થયેલ હોવાથી તે પુત્રનું મહાપદ્મ એવું નામકરણ કરવું એમ વિચારી તે બાળકના માતાપિતા તેનું મહાપદ્મ નામ રાખશે. તે જિનેશ્વરના કાળમાં ભરતવર્ષક્ષેત્ર ઋદ્ધિ આદિથી સમૃદ્ધ હશે. દેવલોક સદૃશ વિશેષ કરીને અતિશયવાળું હશે. ગામનગર આદિ દેવલોક તુલ્ય થશે. રાજા વૈશ્રમણ સરીખો હશે. લોકો ભાંગફોડ અને ત્રાસ રહિત હશે. વિવિધ ભય અને દંડથી રહિત હશે. પર શાસન, રોગ, ચોર આદિથી વર્જિત હશે. સંમુતિ રાજાની સંગમાં દાસ, દાસી, પીઠમર્દક આદિથી પરિવરેલો તે બાળક કાળક્રમે વૃદ્ધિ પાળશે. તેના નયનો મનોહર હશે, હોઠ બિંબફળ જેવા હશે. દાંતની પંક્તિ શ્વેત હશે. ઉત્તમ પદ્મ સમાન ગૌર અને કમળના પુષ્પ જેવા શ્વાસોચ્છવાસવાળા થશે. તે ભગવંત જાતિસ્મરણ જ્ઞાનવાળા હશે. ત્રણ જ્ઞાનથી સંયુક્ત હશે. મનુષ્યો મધ્યે તે અધિક કાંત, બુદ્ધિવાન્ હશે. આઠ વર્ષે તેને અલંકૃત્ કરી લેખાચાર્ય પાસે માતા–પિતા ભણવા લઈ જશે. ભ૦મહાવીર કથાનક પ્રમાણે શક્ર ભગવંતને શબ્દ–લક્ષણ આદિ પૂછી ભગવંતનું વિશિષ્ટ જ્ઞાનીપણું સાબિત કરશે. સાધિક આઠ વર્ષના થશે ત્યારે કૌતુક, અલંકૃત્ આદિ કરી માતા-પિતા તેનો રાજ્યાભિષેક કરશે, ત્યાર પછી ભ મહાપદ્મ ગુણવાનું રાજા-મહારાજાની સમાન – કાવત્ - રાજ્યનું શાસન કરશે. તે ભરતક્ષેત્રના (તે ઉત્સર્પિણી કાળના) હાથી, ઘોડા, રથ, Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ આગમ કથાનુયોગ-૧ યોદ્ધા આદિથી યુક્ત સૈન્યવાળા પ્રથમ રાજા થશે અને માણિભદ્ર તથા પૂર્ણભદ્ર નામના બે મહર્તિક – યાવત્ – મહાનું ઐશ્વર્યશાળી દેવો તેની સેનાનું સંચાલન કરશે. પ્રશસ્ત તિથિ અને કરણમાં મોટા સામંતકુળમાં જન્મેલ ઉત્તમ રાજકન્યા યશોદા સાથે તેમના લગ્ન થશે. ૦ ભ મહાપદ્યનું બીજું નામ દેવસેન : તે સમયે શતદ્વાર નગરના ઘણાં રાજા યાવત્ સાર્થવાહ આદિ પરસ્પર એ પ્રમાણે કહેશે કે, હે દેવાનુપ્રિયો ! આપણા મહાપદ્મ રાજાની સેનાનું સંચાલન મદ્ધિક – યાવત્ – મહા ઐશ્વર્યવાળા બે દેવો કરે છે. તેથી હે દેવાનુપ્રિયો ! મહાપા રાજાનું બીજું નામ દેવસેને થાઓ. તે સમયે મહાપઘનું બીજું નામ “દેવસેન” પણ થશે. બીજો અર્થ એ છે કે, પૂર્વસંગતિક એવા દેવો સેનાનું સંચાલન કરી રહ્યા છે. તેથી દેવાસૂર પૂજિત એવું તે રાજાનું દેવસેન નામ થાઓ. એ પ્રમાણે “દેવસેન' નામ થશે. ૦ ભ૦મહાપદનું ત્રીજું નામ વિમલવાહન : તે વખતે તે દેવસેન રાજાને એક શ્વેત, શંખ સમાન, શ્રેષ્ઠ, નિર્મળ, ચાર દાંતવાળો હસ્તિરત્ન પ્રાપ્ત થશે. ત્યારે તે દેવસેન રાજા તે શ્વેત શંખતલ સમાન નિર્મલ, ચતુર્દન્ત હસ્તિરત્ન પર આરૂઢ થઈને શતદ્વાર નગરના મધ્યભાગમાંથી વારંવાર આવ-જા કરશે. ત્યારે શતદ્વાર નગરના અનેક રાજેશ્વર, તલવર – યાવત્ – પરસ્પર મળશે ત્યારે આ પ્રકારે વાર્તાલાપ કરશે કે, હે દેવાનુપ્રિયો ! આપણા દેવસેન રાજાને શંખતલ જેવો નિર્મલ, શ્વેત ચાર દાંતવાળો હસ્તિરત્ન પ્રાપ્ત થયો છે. તેથી આપણા દેવસેન રાજાનું ત્રીજું નામ વિમલવાહન” થાઓ. તે સમયથી ભમહાપદ્યનું ત્રીજું નામ વિમલવાહન થશે. ૦ ભમહાપદ્મની પ્રવજ્યા : તે વિમલવાહન રાજા (મહાપદ્મ) ત્રીસ વર્ષ ગૃહસ્થાવાસમાં રહેશે. માતા–પિતાનો સ્વર્ગવાસ થયા પછી, વડીલોની આજ્ઞા લઈને, શરદઋતુમાં, સ્વયંબોધ પામી, અનુત્તર એવા મોક્ષમાર્ગમાં પ્રસ્થાન કરવા ઉદ્યત થશે. તે વખતે લોકાંતિક દેવ ઇષ્ટ – યાવત્ – કલ્યાણકારી વાણીથી તેમનું અભિવાદન અને સ્તુતિ કરશે. સાંવત્સરિક દાન દેશે. શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુર્મુખ, મહાપથ, ગલી આદિ સ્થાનોમાં તેમના દાનની ઘોષણા થશે. પ્રતિદિન સૂર્યોદય પછીથી આરંભી એક કરોડ અને આઠ લાખનું અન્યૂન એવું દાન આપશે. એ રીતે એક વર્ષમાં ૩૮૮ કરોડ ૮૦ લાખનું દાન કરી સંવત્સર પૂર્ણ થયે ઉત્તરાફાલ્વની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થશે ત્યારે પ્રવજ્યા ગ્રહણ કરશે. નગરની બહાર ભૂમિભાગ ઉદ્યાનમાં દીક્ષા ગ્રહણ કરી એક દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરી વિચરશે. ભગવંત મહાપવનું દીક્ષા કલ્યાણક વર્ણન મહાવીર પ્રમાણે જ જાણવું. વિશેષ એ કે, ભ મહાપદ્મ પોતાના જ્યેષ્ઠ પુત્ર નલિનિકુમારને રાજ્ય પર સ્થાપીને માગસર વદ– દશમ (ગુજરાતી કારતક વદ-૧૦ ના રોજ દિવસના પાછલા પ્રહરે, વિજય મુહૂર્તમાં દીક્ષા લેશે. તેની શિબિકા ચંદ્રપ્રભા હશે. શેષ શિબિકા વર્ણન ભમહાવીર અનુસાર જાણવું. ભ મહાપાને તે વખતે છઠનો તપ હશે. દીક્ષા લેતા જ ભ મહાપદ્મને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થશે. Page #378 -------------------------------------------------------------------------- ________________ ભ-મહાપદ્ય કથા ૩૭૭ ૦ છઘસ્યકાળ : કાયાને વોસિરાવીને, દેહના મમત્વભાવનો ત્યાગ કરીને તપોગુણરત એવા તે ભ-મહાપદ્મ બાર વર્ષ અને સાડા છ માસ પર્યન્ત દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધિ જે કોઈ ઉપસર્ગ થશે તેને સમભાવે સહન કરશે. ક્ષમા અને સહિષ્ણુતાપૂર્વક સહન કરતા તે લેશમાત્ર ક્ષોભ પામશે નહીં. સાત હાથની કાયાવાળા અને વજઋષભ નારાચ સંઘયણવાળા તે ભગવંત પછી અણગાર થશે. તે વખતે તેઓ ઇર્યાસમિતિવાળા, ભાષા સમિતિવાળા યાવત્ ગુપ્ત બ્રહ્મચારી થશે. તેઓ નિર્મલ નિષ્પરિગ્રહી યાવત્ કાંસ્ય પાત્ર સમાન અલિપ્ત હશે – યાવતું – આચારાંગ સૂત્રના ભાવના અધ્યયનમાં કહ્યા મુજબ ભ મહાવીર કથા અનુસાર તેમનું સર્વ અણગાર રૂપ સમજવું. (સંગ્રહણી ગાથાર્થ_) ૧. કાંસ્યપાત્ર સમાન અલિપ્ત, ૨. શંખ સમાન નિર્મળ, ૩. જીવ સમાન અપ્રતિહત ગતિ, ૪. ગગન સમાન નિરાલંબન, ૫. વાયુ સમાન અપ્રતિબદ્ધ વિહારી, ૬. શરદઋતુ સમાન સ્વચ્છહૃદયી, ૭. પદ્મપત્ર સમાન અલિપ્ત, ૮. કૂર્મ સમાન ગુમેન્દ્રિય, ૯. પક્ષી સમાન મુક્ત, ૧૦. ગેંડાના શીંગડા સમાન એકાકી, ૧૧. ભારંડ પક્ષી સમાન અપ્રમત્ત, ૧૨. હાથી સમાન વૈર્યવાનું, ૧૩. વૃષભ સમાન બલવાનું, ૧૪. સિંહ સમાન દુર્ઘર્ષ, ૧૫. મેરૂ સમાન નિશ્ચલ, ૧૬. સમુદ્ર સમાન ગંભીર, ૧૭. ચંદ્ર સમાન શીતલ, ૧૮. સૂર્ય સમાન ઉ જ્વલ, ૧૯. શુદ્ધ સુવર્ણ સમાન સુંદર, ૨૦. પૃથ્વી સમાન સર્વ સ્પર્શ સહિષ્ણુ, ૨૧. પ્રદીપ્ત અગ્નિ સમાન જ્ઞાનાદિ ગુણોમાં તેજસ્વી. એવા તે ભ૦મહાપદ્મ થયા. ૦ પ્રતિબંધ અભાવ : તે ભગવંત મહાપદ્મને કોઈ પ્રકારનો પ્રતિબંધ (આસક્તિ) હશે નહીં. પ્રતિબંધ ચાર પ્રકારે હોય છે. જેમકે – અંડજ, પોતજ, અવગ્રહિક અને પ્રગ્રહિક, જેમકે અંડજ – આ હંસ વગેરે મારા છે, પોતજ – આ હાથી આદિ મારા છે. અવગ્રહિક – આ મકાન, પાટ, ફલક આદિ મારા છે. પ્રગ્રહિક – આ પાત્ર વગેરે મારા છે. આવો કોઈ મમત્વભાવ તેમને હશે નહીં. (ભ.મહાવીર કથાનકમાં પ્રતિબંધ દ્રવ્યથી, ક્ષેત્રથી, ભાવથી, કાળથી કહ્યો છે. ઉક્ત ચાર ભેદ દ્રવ્યથી પ્રતિબંધના પેટા ભેદ છે. ક્ષેત્રાદિ પ્રતિબંધ પણ અહીં સમજી જ લેવો) તે ભગવંત મહાપદ્મ જે-જે દિશામાં વિચરવા ઇચ્છે. તે–તે દિશામાં સ્વેચ્છાપૂર્વક શુદ્ધભાવથી, ગર્વરહિત તથા સર્વથા મમત્વ રહિત થઈને સંયમ વડે પોતાના આત્માને પવિત્ર કરતા વિચરશે. તે ભગવંતને અનુત્તર એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર વસતિ અને વિહાર વડે સરળતા, મૃદુતા, લાઘવતા, ક્ષમા, નિર્લોભતા, મન, વચન, કાયાની ગુપ્તિ સત્ય, સંયમ, તપ, શૌચ અને નિર્વાણમાર્ગ વડે પોતાના આત્માને ભાવિત કરતા ધ્યાનાન્તરિકામાં વર્તતા, શુક્લધ્યાન ધ્યાતા અનંત, અનુત્તર, નિર્વાઘાત યાવત્ ઉત્તમ જ્ઞાન-દર્શન (કેવળજ્ઞાન–કેવળદર્શન ઉત્પન્ન થશે. ૦ ભ૦મહાપદ્યને કેવળજ્ઞાન ઉત્પત્તિ : વૈશાખ સુદ દશમના દિવસે શાલ વૃક્ષની નીચે, ઉત્કટુક આસને બેઠાબેઠા, છઠનો તપ કરેલા એવા તે ભ મહાપદ્મને ઉત્તરાફાલ્ગની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ થશે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થશે. ત્યાર પછી તેઓ કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી થશે. દેવ, મનુષ્યો અને Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૭૮ આગમ કથાનુયોગ-૧ અસુરોથી પરિપૂર્ણ લોકના સમસ્ત પર્યાયોને જાણનાર અને જોનાર થશે. તથા સંપૂર્ણ લોકના સર્વ જીવોની આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાત, તર્ક, માનસિક ભાવ, ભક્ત (ભોગ | ભોજન), કાર્ય, પરિસેવન, પ્રગટ કર્મો અને ગુપ્ત કર્મોને જાણશે. સર્વ રહસ્યોને જાણનારા તે ભગવંત તે–તે કાળના મન, વચન, કાયિક યોગોમાં વર્તતા સર્વ જીવોના સર્વ ભાવોને જાણતા અને જોતા વિચરણ કરશે. (વાચનાન્તરે – તે સમયે તે ભગવંત કેવળજ્ઞાન, કેવળદર્શન વડે સમસ્ત લોકને જાણીને શ્રમણ નિર્ચન્થોને પચ્ચીશ ભાવના સહિત પાંચ મહાવ્રત તથા છ જવનિકાય ધર્મનો ઉપદેશ આપશે). તે ભગવંત જે દિવસે મુંડિત થઈને – ચાવત્ – પ્રવજ્યા સ્વીકાર કરશે. તે જ દિવસે સ્વયં એવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કરશે કે, જે કોઈ પણ દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધિ ઉપસર્ગ ઉત્પન્ન થશે, તે બધાંને તેઓ સમ્યક્ રીતે સમભાવપૂર્વક, સહિષ્ણુતાથી પૂર્ણરૂપે સહન કરશે. પછી તે ભગવંત અનગાર થઈ (પૂર્વે જણાવ્યા મુજબ) ઇર્યાસમિતિ, ભાષા સમિતિનું પાલન કરશે. – યાવત્ – સર્વકથન ભ૦મહાવીર પ્રમાણે સમજી લેવું. એ પ્રમાણે વિહારચર્યા કરતા બાર વર્ષ અને તેર પક્ષ વ્યતીત થશે. તેરમાં વર્ષના મધ્યમાં વર્તતા તેમને અનુત્તર શ્રેષ્ઠ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થશે. તેઓ જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી નૈરયિક સહિત સમસ્ત જીવાજીવને જાણનારા થશે. ૦ ભ૦મહાવીર અને ભ મહાપદ્મનું સામ્ય – હે આર્યો ! જે રીતે મેં શ્રમણ નિર્ચન્થોને એક આરંભ સ્થાન (અસંયમ) કહ્યું છે, તે જ પ્રમાણે મહાપદ્મ અહંન્ત પણ શ્રમણ નિગ્રંથોને એક આરંભ સ્થાન કહેશે. તે આર્યો! જે પ્રકારે મેં શ્રમણ નિર્ચન્થોને બે બંધન કહ્યા છે, તે જ પ્રકારે મહાપદ્ય અર્વત શ્રમણ નિર્ચન્થોને બે બંધન કહેશે, રાગબંધન અને કેશબંધન. હે આર્યો ! જે રીતે મેં શ્રમણ નિર્ચન્થોને ત્રણ દંડ કહ્યા છે. તે જ પ્રકારે મહાપદ્મ અત્ત પણ શ્રમણ નિર્ચન્થોને ત્રણ દંડ કહેશે – મનદંડ, વચનદંડ અને કાયદંડ. આ પ્રમાણે આ–આ અભિલાશપૂર્વક આગળ-આગળ કહેવું. જેમકે મેં ચાર કષાય કહ્યા છે – ક્રોધકષાય યાવત્ લોભકષાય, પાંચ કામગુણ કહ્યા છે – શબ્દ યાવત્ સ્પર્શ છ જીવનિકાય કહ્યા છે. પૃથ્વીકાય – યાવત્ – ત્રસકાય એ જ પ્રમાણે (મહાપદ્ય અન્ત પણ) કહેશે. આ જ પ્રમાણે આ અભિલાપપૂર્વક નામોલ્લેખથી મેં સાત ભયસ્થાન કહ્યા છે. જેમકે ઇહલોક ભય યાવત્ પરલોક ભય. તે પ્રમાણે મહાપદ્ય અસ્ત પણ નિર્ચન્થોને સાત ભય કહેશે. એ જ પ્રમાણે તેઓ આઠ મદ સ્થાન, નવ બ્રહ્મચર્યગુપ્તિ, દશ શ્રમણ ધર્મ થાવત્ તેત્રીશ આશાતના પર્યન્ત કહેશે. હે આર્યો ! જે પ્રમાણે મેં શ્રમણનિગ્રંથોનો નગ્નભાવ, મુંડભાવ, અજ્ઞાન, અદંતધાવન, છત્રરહિતતા, ઉપાનહ (પગરખાં) ન પહેરવા, ભૂમિશય્યા, ફલકશચ્યા, કાષ્ઠશય્યા, કેશલોચ, બ્રહ્મચર્ય પાલન, પરઘર પ્રવેશ, પ્રાપ્ત-અપ્રાપ્ત આજીવિકામાં સમભાવ આદિ પ્રરૂપણા કરી છે, તે જ પ્રમાણે મહાપદ્મ અર્હત્ પણ શ્રમણ નિર્ચન્થોને નગ્નભાવ – થાવત્ – પ્રાપ્ત અપ્રાપ્ત આજીવિકામાં સમભાવ આદિ પ્રરૂપણા કરશે. Page #380 -------------------------------------------------------------------------- ________________ ભમહાપદ્મ કથા હે આર્યો ! મેં શ્રમણ નિર્ગુન્થોને આધાકર્મી, ઔદ્દેશિક, મિશ્રજાત, અધ્યવપૂર્વક, પૂતિક, ક્રીત, પ્રામિત્ય, આચ્છેદ્ય, અનિસૃષ્ટ, અભ્યાહત, ક્રાંતારભક્ત, દુર્ભિક્ષભક્ત, ગ્લાનભક્ત, વર્કલિકાભક્ત, પ્રાથૂર્ણક, મૂલ, કંદ, ફળ, બીજ, હરિત એ સર્વે ભોજન લેવાનો નિષેધ કર્યો છે, એ જ પ્રકારે મહાપદ્મ અર્હતુ પણ શ્રમણ નિગ્રન્થોને આધાકર્મ યાવત્ હરિતભોજન લેવાનો નિષેધ કરશે. હે આર્યો ! જે પ્રકારે મેં શ્રમણ નિર્ગુન્થોને પ્રતિક્રમણ સહિત પંચમહાવ્રત અને અચેલક ધર્મ કહ્યો છે તે જ પ્રકારે મહાપદ્મ અત્ પણ શ્રમણ નિર્પ્રન્થોને પંચમહાવ્રત યાવત્ અચેલક ધર્મ કહેશે. જે પ્રકારે મેં પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારનો શ્રાવક ધર્મ કહ્યો છે, તે જ પ્રકારે મહાપદ્મ અર્હતુ પણ પાંચ અણુવ્રત યાવત્ શ્રાવક ધર્મ કહેશે. મેં જે પ્રકારે શ્રમણ નિર્પ્રન્થોને શય્યાતર પિંડ અને રાજપિંડ લેવાનો નિષેધ કર્યો છે. તે પ્રકારે મહાપદ્મ અર્હન્ત પણ શ્રમણ નિર્ગુન્થોને શય્યાતર પિંડ અને રાજપિંડ લેવાનો નિષેધ કરશે. હે આર્યો ! જે પ્રકારે મારે નવ ગણ અને અગિયાર ગણધર છે તે જ રીતે મહાપદ્મ અને પણ નવ ગણ અને અગિયાર ગણધર થશે. તે સર્વે ઉન્નત્ત અને વિશાળ કુળ અને વંશવાળા થશે. તેમના પ્રથમ ગણધર મહાસત્ત્વશાળી એવા કુંભસેન નામના થશે. હે આર્યો ! જે રીતે હું ત્રીશ વર્ષ ગૃહસ્થ પર્યાયમાં રહીને મુંડિત – યાવત્ - પ્રવ્રુજિત થયો, બાર વર્ષ અને તેર પક્ષ ન્યૂન ત્રીશ વર્ષનો કેવલી પર્યાય અને બેંતાલીશ વર્ષનો શ્રમણ પર્યાય સહિત કુલ બોતેર વર્ષનું પૂર્ણ આયુ ભોગવી સિદ્ધ થઈશ – યાવત્ સર્વ દુઃખોનો અંત કરીશ, તે જ પ્રમાણે મહાપદ્મ અર્હન્ત પણ ત્રીશ વર્ષ ગૃહસ્થાવાસમાં રહીને યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. જે શીલ સમાચાર અર્હત્ તીર્થંકર મહાવીરનો હતો તે જ શીલ સમાચાર મહાપદ્મ અર્હત્નો થશે. મહાપદ્મ અત્ આઠ રાજાઓને મુંડિત કરીને તથા ગૃહવાસનો ત્યાગ કરાવીને અણગાર પ્રવ્રજ્યા આપશે, તે આ પ્રમાણે :- ૧. પદ્મ, ૨. પદ્મગુલ્મ, ૩. નલિન, ૪. નલિનગુલ્મ, ૫. પદ્મધ્વજ, ૬. ધનુર્ધ્વજ, ૭. કનકરથ અને ૮. ભરત. -- - - ૩૭૯ ભ૰મહાપદ્મના કાળમાં ચંદ્ર સમાન આચાર્ય, ક્ષીર સમુદ્ર તુલ્ય ઉપાધ્યાય, પ્રશસ્ય સાધુ ગણ, પાપથી ઉપશમિત શ્રમણીઓ, ચંદ્રની રેખા જેવા પ્રવર્તિની, દેવસમાન માતા– પિતા થશે. લોકો ધર્મ-અધર્મના જાણકાર, વિનય, સત્ય, શૌચ સંપન્ન, સાધુ–વડીલની પૂજામાં રત એવા થશે. આવા સમૃદ્ધ જનપદ અને કુળમાં તે તીર્થંકર ઘણાં કેવલી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની અને શ્રમણગણથી સંપરિવૃત્ત થઈને વિચરશે. ત્યાં કાળના અનુભાવથી જનપદ વંશ, શ્રેષ્ઠ રાજા નલિનિકુમારનો વંશ અને સ્વાધ્યાયાદિની વૃદ્ધિ થશે. કાર્તિક વદની છેલ્લી રાત્રિએ તે ભમહાપદ્મ નિર્વાણ પામશે. લક્ષ્મણા આર્યાનો જીવ ભ૰મહાપદ્મના તીર્થમાં મોક્ષે જશે. (જુઓ કથા ‘‘લક્ષ્મણા—સાધ્વી'' શ્રમણી વિભાગમાં.) X- * — Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ આગમ કથાનુયોગ-૧ ૦ મહાવિદેહ ક્ષેત્ર સ્થિત સીમંધર સ્વામી – મહાબાહુસ્વામી તીર્થકર : મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા એવા તીર્થકર ભગવંત સીમંધર સ્વામીનો ઉલ્લેખ કેટલાક કથાનકોમાં જોવા મળેલ છે. જેમકે દેવરાજ શક્રએ મહાવિદેહમાં સીમંધર સ્વામીને નિગોદના સ્વરૂપ વિશે પૂછયું. ભગવંતે નિગોદનું સ્વરૂપ વર્ણવી કહ્યું કે, ભરતક્ષેત્રમાં આર્યરક્ષિત પણ આવું જ સચોટ વર્ણન કરી શકે... સ્થૂલભદ્રના બહેન સાધ્વીએ પણ શ્રીયમુનિના કાળધર્મનું કારણ પૂછેલ. ભગવંતે તેમને ચૂલિકા રૂપ અધ્યયન આપેલ.. સીમંધરસ્વામી તથા મહાબાહુ સ્વામીને નારદે શૌચનું સ્વરૂપ પૂછેલ... જીવાજીવાભિગમમાં તેનો વર્તમાન તીર્થંકરરૂપે ઉલ્લેખ છે. જીવા.૧-9. આવ.યૂ.૧-પૃ. ૪૧૧, ર–પૃ. ૧૯૪, આવ.નિ.૭૭૭,૧૨૮૪–૧ દસ પ૨૫-4. ૦ ઐરવત ક્ષેત્રની વર્તમાન ચોવીસી : આગમ સંદર્ભ :- ૧. સમવાયાંગ–૩૪૬ થી ૩૫૧, ૨. તિર્થંગાલિત–૩૧૪-૩૩૫; વર્તમાન અવસર્પિણી કાળમાં ઐરાવત ક્ષેત્રમાં ચોવીસ તીર્થંકરો આ પ્રમાણે થયા :૧. ચંદ્રાનન, ૨. સુચંદ્ર, ૩. અગ્નિસેન, ૪. નંદિષેણ, ૫. ઋષિદત્ત, ૬. વ્રતધારી, ૭. શ્યામચંદ્ર, ૮. યુક્તિસેન, ૯. અજિતસેન, ૧૦. શિવસેન, ૧૧. દેવશર્મ, ૧૨. નિતિશસ્ત્ર, ૧૩. અસંજ્વલ, ૧૪. અનંતક, ૧૫. ઉપશાંત, ૧૬. ગુપ્તિસેન, ૧૭. અતિપાર્ચ, ૧૮. સુપાર્શ્વ, ૧૯. મરૂદેવ, ૨૦. ધર, ૨૧. શ્યામકોષ્ઠ, ૨૨. અગ્રિસેન, ૨૩. અગ્નિપુત્ર, ૨૪. વારિષેણ. (તિર્થોદુગાલિત પયત્રામાં ઉક્ત નામોમાં તફાવત છે. તે આ પ્રમાણે :- ૧. બાલચંદ્રાનન, ૮. દીર્ધસેન, ૯. શતાયુ. ૧૦. સર્વકી, ૧૧. યુક્તિસેન, ૧૨. શ્રેયાંસ, ૧૩. સિંહસેન, ૧૪સંજલ, ૧૬. દીર્ધસેન, ૧૭. માધિલોગબલ, ૧૮. અતિપાર્ચ, ૧૯. મરૂદેવિ, ૨૩. અગ્નિદત્ત) (પ્રવચન સારોદ્વારમાં પણ આ નામોમાં તફાવતો જોવા મળેલ છે.) ૦ ઐરાવત ક્ષેત્રની આગામી ચોવીસી : જંબૂદ્વીપના ઐરાવત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં ચોવીસ તીર્થંકર થશે તે આ પ્રમાણે :- ૧. સુમંગલ, ૨. સિદ્ધાર્થ, ૩. નિર્વાણ, ૪. મહાયશ, ૫. ધર્મધ્વજ, ૬. શ્રીચંદ્ર, ૭. પુપકે તુ, ૮. મહાચંદ્ર, ૯. શ્રતસાગર, ૧૦. પુણ્યઘોષ, ૧૧. મહાઘોષ, ૧૨. સત્યસેન, ૧૩. શૂરસેન, ૧૪. મહાસેન, ૧૫. સર્વાનંદ, ૧૬. દેવપુત્ર, ૧૭. સુપાર્શ્વ, ૧૮. સુવત, ૧૯. સુકોશલ, ૨૦. અનંતવિજય, ૨૧. વિમલ, ૨૨. ઉત્તર, ૨૩. મહાબલ અને ૨૪. દેવાનંદ. – જુઓ સમવાય–૩૭૪ થી ૩૮૧; (તિથીગાલિત પયત્રામાં ઉક્ત ક્રમમાં અને નામોમાં તફાવત છે તે આ પ્રમાણે – ૧. સિદ્ધાર્થ ૨. પુન્યઘોષ, ૩. શ્રતસાગર, ૪. (? નામ નથી), ૫. સુમંગલ, ૬. અર્થસિદ્ધ, ૭. નિર્વાણ, ૮. મહાયશ, ૯, ધર્મધ્વજ, ૧૦. શ્રીચંદ્ર, ૧૧. ઢકેતુ, ૧૨. મહાચંદ્ર, ૧૩. દીર્ધપાર્શ્વ ૧૪. સુવ્રત, ૧૫. સુપાર્શ્વ ૧૬. સુકોશલ, ૧૭. અનંતપાર્શ્વ, ૧૮. (નામ નથી), ૧૯. (?—નામ નથી), ૨૦. (?નામ નથી), ૨૧. (?—નામ નથી), ૨૨. વિમલ, ૨૩. મહાબલ, ૨૪. દેવાનંદ. અહીં પુન્યવિજયજીએ પોતાના સંપાદનમાં સ્વકલ્પનાથી શ્લોક પૂર્તિઓ કરી તેમાં ૪. પુષ્પકેતુ, ૧૮. પુન્યઘોષ, ૧૯. મહાઘોષ, ૨૦. સર્વાનંદ ૨૧. સત્યસેન, ૨૩. મ..લનું મહાબલ એ પ્રમાણે નામો સમવાયાંગને આધારે ગોઠવેલા છે. તે સાચા જ છે Page #382 -------------------------------------------------------------------------- ________________ તીર્થકર સામાન્ય ૩૮૧ એવું કહી શકાય નહીં) (પ્રવચન સારોદ્વાર ગાથા ૨૯ થી ૩૦૨ના નામો અને ક્રમમાં પણ ફેરફાર છે. પણ તે આગમેતર ગ્રંથ હોવાથી અહીં નોંધ કરી નથી) ૦ જંબુદ્વીપમાં તીર્થકર સંખ્યા : હે ભગવંત! જંબૂદ્વીપમાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કુલ કેટલા તીર્થકર હોય છે? હે ગૌતમ ! બધાં મળીને જઘન્યથી ચાર અને ઉત્કૃષ્ટથી ચોત્રીશ તીર્થકર હોય છે. આગમ સંદર્ભ :સમ ૧૧૦; જંબૂ ૩૬૦; ૦ તીર્થકર સામાન્ય : (ઉત્તમ પુરુષ ચરિત્ર વિભાગ અંતર્ગત તીર્થકર કથાનકોમાં કેટલીક બાબતો સર્વ તીર્થકરોમાં સામાન્ય (તુલ્ય) હોય છે. જેવી કે, ચતુર્યામ | પંચમહાવ્રત ધર્મ તીર્થકર, વર્ણ શિબિકા, શિબિકાવાહક, સ્વયંબુદ્ધપણું, લોકાંતિક દેવ દ્વારા પ્રતિબોધ, પરિત્યાગ, સંવત્સર દાન, દેવદૂષ્ય, સંયમ, સમવસરણ, પંચકલ્યાણક મહોત્સવ, ઉપદેશની સુગમત-દુર્ગમતા, ચોત્રીશ અતિશય ઇત્યાદિ. તેમાંની મોટા ભાગની બાબતો સમવાયાંગ, આવશ્યક નિર્યુક્તિ આદિ આગમોમાં સ્વતંત્ર જ આપેલી છે. જે અમે કથાનકોમાં વણી લીધી છે. પરમાત્માના ચોત્રીશ અતિશયો વગેરે કંઈક બાબત અહીં નોધીએ છીએ–) ૦–૦ તીર્થંકરના ચોત્રીશ અતિશયો : સંદર્ભ–સમ ૧૧૦, બુદ્ધાતિશય (તીર્થકર)ના અતિશયો ચોત્રીશ કહ્યા છે. ૧. નખ અને વાળ આદિ વધે નહીં. ૨. શરીર નિરોગી અને નિર્મલ હોવું. ૩. લોહી અને માંસ ગાયના દૂધ સમાન શ્વેત વર્ણના રહેવા. ૪. પદ્મ–કમળ સમાન શ્વાસોચ્છવાસ સુગંધિત હોવો. ૫. માંસ–ચક્ષુથી અદશ્ય પ્રચ્છન્ન આહાર અને નિહાર હોવો. ૬. આકાશમાં ધર્મચક્રનું ચાલવું. ૭. આકાશમાં ત્રણ છત્રોનું હોવું. ૮. બંને તરફ શ્વેત ચામર ઢોળાવા ૯. આકાશ તુલ્ય નિર્મલ સ્ફટિકમય - પાપીઠ યુક્ત સિંહાસનનું હોવું. ૧૦. આગળ હજાર લઘુ પતાકાવાળા – ઇન્દ્રધ્વજનું ચાલવું ૧૧. જ્યાં જ્યાં અરિહંત ભગવંત - રોકાય કે બેસે ત્યાં યક્ષ દેવો દ્વારા વિકુર્વિત પત્ર, પુષ્પ, પલ્લવોથી વ્યાપ્ત – છત્ર, ધ્વજ, ઘંટા, પતાકાથીયુક્ત શ્રેષ્ઠ અશોકવૃક્ષ હોવું. ૧૨. મસ્તક પાછળ તેજમંડલ (ભામંડલ)નું હોવું. જે અંધકારમાં પણ દશે દિશાઓને પ્રકાશિત કરતું હોય છે. ૧૩. ભગવંત જ્યાં વિચરે ત્યાં ભૂમિભાગ સમતલ અને રમણીય હોય. ૧૪. ભગવંત જ્યાં જ્યાં વિચરણ કરે ત્યાં કાંટાઓ અધોમુખ થઈ જાય. ૧૫. ભગવંત જ્યાં વિચરે ત્યાં સર્વઋતુ સુખદ સ્પર્શવાળી બને. ૧૬. ભગવંત જ્યાં બિરાજે ત્યાંની એક યોજન ભૂમિનું શીતળ, સુખસ્પર્શયુક્ત, સુગંધિત પવન વડે બધી બાજુ સંપ્રમાર્જન થવું. Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ ૧૭. મંદ–સુગંધિત મેઘ દ્વારા ધૂળનું ઉપશાંત થવું. ૧૮. જળ અને સ્થળમાં ખીલનારા પંચવર્ણી પુષ્પો વડે ઘુંટણ પ્રમાણ ભૂમિભાગનો પુષ્પોપચાર અર્થાત્ આચ્છાદિત થવું. ૧૯. અમનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધનો અભાવ હોવો. ૨૦. મનોજ્ઞ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધનો પ્રાદુર્ભાવ થવો. ૨૧. યોજન પર્યંત સંભળાતો અને હૃદયંગમ પ્રભુનો સ્વર હોવો. ૨૨. અર્ધમાગધી ભાષામાં ભગવંતે ધર્મોપદેશ દેવો. ૨૩. તે અર્ધમાગધી ભાષાનું (પર્ષદામાં ઉપસ્થિત) સર્વે આર્ય, અનાર્ય, દ્વિપદ, ચતુષ્પદ, મૃગ, પશુ, પક્ષી, સરિસૃપ આદિને પોતાની ભાષામાં પરિણત થવું તથા તેમને હિતકારી, સુખકારી અને કલ્યાણકારી લાગવું. ૨૪. પૂર્વભવના વૈરાનુબંધથી બદ્ધ દેવ, અસુર, નાગ, સુવર્ણ, યક્ષ, રાક્ષસ, કિંનર, કિંપુરુષ, ગરુડ, ગંધર્વ અને મહોરગનું અરહંતની સમીપ પ્રસન્નચિત્ત થઈને ધર્મ શ્રવણ કરવું. આગમ કથાનુયોગ-૧ ૨૫. અન્યતીર્થિક પ્રાવચનિક પણ આવીને ભગવંતને વંદના કરે છે. ૨૬. તે પ્રાવચનિકો પણ ભગવંત પાસે આવીને નિરુત્તર થઈ જાય છે. ૦-- જ્યાં જ્યાં અરિહંત ભગવંત પધારે ત્યાંત્યાં પચીશ યોજન સુધી ૨૭. ઇતિ (ઉંદર આદિનો ઉપદ્રવ) થતો નથી. ૨૮. પ્લેગ આદિ મહામારીનો ઉપદ્રવ થતો નથી. ૨૯. સ્વચક્ર (પોતાના રાજ્યની સેના)નો ભય નથી હોતો. ૩૦. પરચક્ર (અન્ય રાજ્યની સેના)નો ભય નથી હોતો. ૩૧. અતિવૃષ્ટિ થતી નથી. ૩૩. દુર્ભિક્ષ (દુકાળ) થતો નથી. ૦-૦ તીર્થંકર વસ્ર અને લિંગ :– ૩૨. અનાવૃષ્ટિ થતી નથી. ૩૪. પૂર્વ ઉત્પાત્ અને રોગ શાંત થાય છે. બધાં જ (ચોવીસ) તીર્થંકરે એક દૃષ્ય—વસ્ત્ર સાથે દીક્ષા લીધી હતી. પરંતુ અન્ય લિંગ, ગૃહલિંગ કે કુલિંગી અવસ્થામાં કોઈએ દીક્ષા લીધી ન હતી. ૦—૦ ચતુર્યામ ધર્મોપદેશક તીર્થંકર : ભરત અને ઐરવત ક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરને છોડીને વચ્ચેના બાવીશ તીર્થંકરો તથા બધાં જ મહાવિદેહ ક્ષેત્રના તીર્થંકર ભગવંતો ચતુર્યામ ધર્મની પ્રરૂપણા કરે છે તે આ પ્રમાણે :– ૧. સર્વ પ્રાણાતિપાતથી વિરમવું, ૨. સર્વ મૃષાવાદથી વિરમવું, ૩. સર્વ અદત્તાદાનથી વિરમવું, ૪. સર્વ પ્રકારના દ્ધિાવાન - બાહ્ય પદાર્થો - પરિગ્રહથી વિરમવું – ઠાણાંગ–૨૮૦. હે આર્ય ! કૃષ્ણવાસુદેવ, રામબળદેવ, ઉદકપેઢાલપુત્ર, પોટિલમુનિ, શતક ગાથાપતિ, દારુકનિÁન્થ, સત્યકીનિર્ગથી પુત્ર, અંબડપરિવ્રાજક, પાર્શ્વપત્યીયા સુપાર્શ્વ આર્યા એ નવે આગામી ઉત્સર્પિણીમાં ચતુર્યામ ધર્મની પ્રરૂપણા કરીને સિદ્ધ થશે દુઃખોનો અંત કરશે— ઠાણાંગ– ૮૭૧; - Page #384 -------------------------------------------------------------------------- ________________ f10 નાના ૩૮૩ ૦–૦ દીક્ષા પૂર્વેની અવસ્થા : - પાંચ તીર્થકર :- ૧. વાસુપૂજ્ય, ૨. મલ્લી, ૩. અરિષ્ટનેમિ, ૪. પાર્શ્વ, ૫. મહાવીર કુમારાવસ્થામાં મુંડિત યાવત્ પ્રવ્રજિત થયા. બાકીના ઓગણીસ તીર્થંકર ગૃહવાસનો ત્યાગ કરી મુંડિત થયા અર્થાત્ પ્રવજ્યા ગ્રહણ કરી. | (અહીં બંનેમાં રાજ્યવસ્થા વિચારવી તેવો એક મત છે અર્થાત્ પાંચ તીર્થકરે રાજ્ય ન ભોગવ્યું, ઓગણીસ તીર્થંકરોનો રાજ્યાભિષેક થયેલો) ( આ જ રીતે વર્ણ, પૂર્વશ્રુત, પૂર્વનું રાજ્વીપણું, શિબિકાવઠ્ઠન આદિ સામાન્ય બાબતો છે, જે અમે તીર્થકર કથાનકોમાં સમાવી દીધી છે.) – ૮ – ૪ – મુનિ દીપરત્ન સાગર સંકલિત અને અનુવાદિત આગમ કથાનુયોગ ભાગ-૧-પૂર્ણ —— — — — — Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ ઉત્તમ પુરુષચરિત્રોમાં ૧. તીર્થંકર કથાનકો – આ વિભાગ–૧–માં પૂર્ણ થયા ૨. ચક્રવર્તી કથાનકો – તથા ૩. વાસુદેવ, બલદેવ અને - પ્રતિવાસુદેવ કથાનકો - વિભાગ–૨–માં જોવા આગમ કથાનુયોગ-૧ Page #386 -------------------------------------------------------------------------- ________________ ‘‘ભotવ હૈમ લધુયોકંયા''ને મારી સર્જાયાત્રાળું આરભબિંદુ ગણીએ તો મારી આ યાબા બાવીસ વર્ષની થઈ. આઠ આઠલા વરસોથી લખું છું. છdi aiFસ્યકૃતિઓની સંખ્યાથી કોઈને આંજી શકું તેમ નથી. વર્ષો સાથે ગણિતonો મેળ બેસાડવા પ્રયા યહા કર્યો નથી. મારાથી થાય એ રીતે શબ્દolી પ્રાથના કરી રહ્યા છું. શબ્દofી આંગળી ઝાલી જયાં જયાં હું ગયો છું એ મુકામોનો હિસાબ હવે 247 પ્રકાશorોએ 'યહોંચે છે. આયુષ્ય કર્મ અને દેહoiામ કર્મ | આદિonો સથવારો રહે તો હજી શબ્દોના સંગાથે. (વધુને વધુ પંથકાયવાળી ભાવના ભાવું છું. જે કંઈ લખ્યું છે એ ફરી વાંચવાનો સમય 01 મળે એવી વાણા વચ્ચે જીવવાનું થયું છે. શ્વાસ લઉં છું કે વિયરું છું ત્યારે નહીં, પણ કંઈક લખી શકું છું ત્યારે તે જ જીવું છું. છતાંયે લખવામાં જ સમય જીવાળો વ્યાય આવી જાય છે, એવા ભ્રમમાં યહા હાથી. હા, આ સર્જનો યાણાવાયુમમ જફર બની રહે છે. - ગાગર - મુon દીકરાસાગર