________________
તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા
૨૩૯
૦ પાંચમું સ્વપ્ન - પુષ્પની માળા :
ત્યારપછી ત્રિશલા ક્ષત્રિયાણી પાંચમાં સ્વપ્નમાં આકાશમાંથી નીચે ઉતરતી એવી પુષ્પોની માળાને જુએ છે. તે માળા કલ્પવૃક્ષનાં તાજાં અને રસ સહિત ફૂલો વડે ગુંથાયેલી અનેક માળાએ વડે વ્યાસ એવી રમણીય માળા હતી. તે માળામાં ચંપો, અશોક, પુન્નાગ, નાગકેશર, પ્રિયંગુ, શિરીષ, મોગરો, મલિકા, જાઈ, જૂઈ, અંકોલ, કોક્ક, કોરિંટ, ડમરપત્ર, નવમાલિકા, વેલડી, બકુલ, તિલક, વાસંતિક, પદ, ઉત્પલ, ગુલાબ, મચકુંદ અને માધવી લતાના પુષ્પો (આ બધાં પ્રકારના પુષ્પો) તેમજ આમ્રમંજરી તે માળામાં ગુંથેલ હતા. તેની મધુર સુગંધથી દશે દિશાઓ મહેંકી રહી હતી.
તે માળા સર્વ ઋતુઓના સુગંધી પુષ્પોથી તૈયાર થયેલ હતી. તે માળાનો વર્ણ મુખ્યત્વે સફેદ હતો, વળી દેદીપ્યમાન રમણીય લાલ–પીળા વગેરે વિભિન્ન રંગોના પુષ્પોની વચ્ચે વચ્ચે ગુંથણી કરેલ હતી. તેનાથી માળા ઘણી જ મનોહર, રમણીય અને આશ્ચર્યકારી લાગતી હતી. તે માળાની અતિશય સુગંધીને લીધે અન્ય સ્થળેથી ખેંચાઈને આવેલ ષપદ–મધુકરી અને ભ્રમરાઓનો સમૂહ તે માળાની ઉપર-નીચે અને આસપાસ કર્ણમધુર ગુંજારવ કરી રહ્યા હતા. આવા પ્રકારની પુષ્પમાળાને આકાશતલથી ઉતરતી ત્રિશલા રાણી જુએ છે. ૦ છઠું સ્વપ્ન – ચંદ્ર :
ત્યારપછી ત્રિશલા દેવી છઠા સ્વપ્નમાં ચંદ્રને જુએ છે. તે ચંદ્ર ગાયના દૂધ, ફીણ, પાણીના કણીયા અને રૂપાના કળશ જેવો સફેદ હતો. શાંતિદાયક, લોકોના હૃદય અને નેત્રને પ્રિય લાગતો, પરિપૂર્ણ અને ઘોર અંધકારનો નાશ કરનારો હતો. માસ–વર્ષ આદિના પ્રમાણને કરનારા જે શુકલ અને કૃષ્ણ એવા બે પક્ષ તેની મધ્યે રહેલ પૂર્ણિમાના ચંદ્રની માફક પૂર્ણ કળાયુક્ત હતો. તે ચંદ્ર કુમુદના વનને વિકસિત કરનારો, રાત્રિની શોભાને વધારનાર, સારી રીતે માંજીને ઉજ્વલ બનાવેલા દર્પણ જેવો અને હંસની માફક ઉજ્વલ વર્ણવાળો હતો.
તે ચંદ્ર જ્યોતિષ્કના મુખને શોભાવનાર અર્થાત્ ગ્રહ, નક્ષત્ર, તારામાં અગ્રેસર હતો. રાત્રિની શોભામાં અભિવૃદ્ધિ કરનારો અને અંધકારનો શત્રુ હતો. કામદેવના ભાથા સમાન અર્થાત્ ચંદ્રનો ઉદય થતા કામદેવ કામીજનોને ઘાયલ કરતો હતો. સમુદ્રના પાણીની વેળાને વધારનારો અને વિરહની વેદનાને ભોગવનારને વ્યથિત કરનારો હતો. સૌમ્ય અને રમણીય સ્વરૂપવાળો હતો. આકાશમંડળના વિસ્તીર્ણ, સૌમ્ય અને હરતા-ફરતા તિલક જેવો હતો. તેની પત્ની રોહિણીના મનને આહ્માદિત કરનારા અને ચાંદની વડે શોભી રહેલા એવા પૂર્ણ ચંદ્રને ત્રિશલાદેવી જુએ છે. ૦ સાતમું સ્વપ્ન – સૂર્ય :
ત્યારપછી ત્રિશલાદેવી સાતમાં સ્વપ્નમાં સૂર્યને જુએ છે. તે સૂર્ય અંધકારના સમૂહને નાશ કરનારો, તેજથી જાજ્વલ્યમાન રૂપવાળો, લાલ અશોકવૃક્ષ, વિકસિત થયેલ કેસુડો, પોપટની ચાંચ, ચણોઠીનો અર્ધભાગ જેવા લાલ રંગવાળો અને કમળના વનને સુશોભિત કરનારો હતો. તે સૂર્ય જ્યોતિષુ ચક્ર ઉપર સંક્રમણ કરવાના કારણે તેનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org