________________
૨૪૦
આગમ કથાનુયોગ-૧
લક્ષણોને બતાવનારો, આશિતલને વિશે પ્રકાશ કરનારો હોવાથી પ્રદીપ સમાન, હિમના સમૂહને નષ્ટ કરનારો, ગ્રહોના સમુદાયનો સ્વામી અને રાત્રિના સમૂહને નાશ કરનારો હતો.
– ઉદય અને અસ્ત સમયે મુહર્ત સુધી સુખપૂર્વક જોઈ શકાય તેવો અને તે સિવાયના અન્ય સમયે દુઃખે કરી જોવાય તેવા ઉગ્ર સ્વરૂપવાળો, રાત્રિના સમયે ભટકનારા સ્વેચ્છાચારી એવા ચોર, લુંટારા કે વ્યભિચારી આદિથી થતા અન્યાયને અટકાવનાર, ઠંડીના વેગને પોતાના તાપથી દૂર કરનાર, પ્રદક્ષિણા વડે મેરૂ પર્વતની આસપાસ સતત ભ્રમણ કરનાર, વિસ્તીર્ણ મંડળવાળો, પોતાના હજાર કિરણો વડે ચંદ્ર-તારાગણ આદિની શોભાને નષ્ટ કરનારો એવા સૂર્યને ત્રિશલા ક્ષત્રિયાણી જુએ છે. ૦ આઠમું સ્વપ્ન – ધ્વજા :
ત્યારપછી તે ત્રિશલા ક્ષત્રિયાણી આઠમા સ્વપ્નમાં દધ્વજાને જુએ છે. તે ધ્વજા ઉત્તમ જાતિના સુવર્ણમય દંડ ઉપર પ્રતિષ્ઠિત હતી. લીલા, કાળા, લાલ, પીળા અને સફેદ એ વિવિધ વર્ગોની બનેલી હોવાથી રમણીય લાગતી હતી. સુકુમાલ હતી. વાયુ વડે આમતેમ ફરકતા જત્થાબંધ મોરપીંછ રૂપી કેશવાળી હોવાથી શોભાયમાનું લાગતી હતી. તે ધ્વજા અતિશય શોભાયુક્ત હતી. તે ધ્વજાના ઉપરના ભાગમાં સિંહ ચિતરેલો છે. તે સિંહ સ્ફટિક, શંખ, અંતરત્ન, મચકુંદ પુષ્પ, પાણીના કણીયા અને રૂપાના કળશ જેવો સફેદ હતો. આવા પ્રકારના પોતાના સૌંદર્ય વડે રમણીય લાગતા સિંહ વડે તે ધજા શોભતી હતી. વાયુના તરંગથી તે ધજા ફરકતી હતી. તેથી તેમાં ચીતરેલો સિંહ ઉછળી રહ્યો હતો ત્યારે એમ લાગતું હતું કે, સિંહ આકાશતલને ભેદવા માટે પ્રયાસ કરી રહ્યો છે. તે ધ્વજા સુખકારી મંદમંદ પવનથી લહેરાઈ હતી. અતિશય મોટી અને મનુષ્યોને જોવાલાયક એવી મનોહર ધજાને ત્રિશલાદેવી આઠમાં સ્વપ્નમાં જુએ છે. ૦ નવમું સ્વપ્ન – કળશ :
ત્યારપછી ત્રિશલા ક્ષત્રિયાણી નવમાં સ્વપ્નમાં કળશને જુએ છે. તે કળશ નિર્મળ જળથી પૂર્ણ ભરેલો હતો. ઉત્તમ જાતિના સુવર્ણ જેવા દેદીપ્યમાન રૂપવાળો અને અતિ નિર્મળ હતો. નિર્મળ જળથી ભરેલો હોવાથી કલ્યાણને સૂચવનારો, ચળકાટ કરતી કાંતિવાળો, ચારે તરફ કમળના સમૂહથી શોભતો, પ્રતિપૂર્ણ–સર્વ પ્રકારના મંગલોના સંકેત
સ્થાન સમાન હતો. ઉત્તમ રત્નો વડે અતિશય શોભતા કમળ ઉપર રહેલો, નેત્રોને આનંદ આપનારો, અત્યંત દેદીપ્યમાન અથવા પોતાની પ્રભા વડે નિરૂપમ અને તેથી જ સર્વ દિશાઓને દીપાવતો, ઉત્તમ સંપત્તિનું ઘર, સર્વ પ્રકારના અમંગલ રહિત અને તેથી જ શુભ કરનારો, તેજસ્વી અને ધર્મ, અર્થ, કામરૂપ સંપત્તિ વડે શ્રેષ્ઠ હતો. સર્વ ઋતુઓમાં થતા સુગંધી પુષ્પોની માળા તે કળશના કંઠ ઉપર રાખેલ હતી. આવા પ્રકારના પૂર્ણ ભરેલા રૂપાના કળશને તે ત્રિશલા ક્ષત્રિયાણી જુએ છે. ૦ દશમું સ્વપ્ન – પદ્મ સરોવર :
ત્યારપછી દશમાં સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણી પદ્મ સરોવર જુએ છે. તે પદ્મ સરોવર ઉગતા સૂર્યના કિરણોથી વિકસિત સહસ્ત્ર પાંખડીઓવાળા કમળોની સૌરભથી સુગંધિત હતું. તેનું પાણી કમળના પરાગ પડવાથી લાલ અને પીળા વર્ણનું લાગતું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org