________________
તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા
૩૪૧
(૧૦) ભોજન શુષ્ક હોય કે મિશ્રિત હોય, શીત આહાર હોય કે જુના અડદ હોય, જુના ધાન્ય–દન હોય કે જુના સતુ હોય, જવ આદિનો બનેલો આહાર હોય, પર્યાપ્ત અને સારો આહાર મળે કે ન મળે. આ સર્વેમાં સંયમનિષ્ઠ ભગવંત રાગ કે દ્વેષ કરતા ન હતા. ૦ ભગવંતની સંયમચર્યા :
(૧) ભગવંત મહાવીર ઉભુટ્રક આદિ આસનોમાં બેસીને ધ્યાન ધરતા હતા. ઊંચ-નીચે કે આસપાસ લોકમાં સ્થિત દ્રવ્ય-પર્યાયને ધ્યાનનો વિષય બનાવતા હતા. અસંબદ્ધ વાતોથી દૂર રહીને આત્મ સમાધિમાં કેન્દ્રિત રહેતા હતા.
(૨) ભગવંત ક્રોધાદિ કષાયોને શાંત કરીને, આસક્તિનો ત્યાગ કરીને, શબ્દ અને રૂપ પરત્વે અમૂર્થિત રહીને ધ્યાન કરતા હતા. છvસ્થ અવસ્થામાં સદનુષ્ઠાનમાં પરાક્રમ કરતા તેઓએ એક વખત પણ પ્રમાદ કર્યો ન હતો.
(૩) આત્મશુદ્ધિ દ્વારા ભગવંતે સ્વયમેવ આયતયોગને પ્રાપ્ત કરી લીધો અને તેમના કષાય ઉપશાંત થઈ ગયા. તેઓએ જીવનપર્યત માયાથી રહિત થઈને તથા સમિતિ ગુપ્તિથી યુક્ત થઈને સંયમ સાધના કરી.
(૪) મતિમાનું મહામાડણ ભગવંત મહાવીરે આત્મશુદ્ધિને માટે અનેક વખત આ વિધિનું આચરણ નિદાનકર્મથી રહિતપણે કર્યું. તેમ હું કહું છું. ૦ ભગવંત મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્તિ :
ઉપરોક્ત વિધિ અનુસાર ભગવંતને વિચરણ કરતા-કરતા, (ઘોર પરીષહ ઉપસર્ગોને સહન કરતાં કરતાં) અસાધારણ ગુણો વડે આત્માને ભાવિત કર્યો તે ગુણો આ પ્રમાણે છે
અનુત્તર (અનુપમ) જ્ઞાન, અનુત્તર દર્શન, અનુત્તર ચારિત્ર, અનુત્તર (નિર્દોષ) વસતિ, અનુત્તર વિહાર, અનુત્તર વીર્ય–પરાક્રમ, અનુત્તર આર્જવ (માયા રહિતપણું), અનુત્તર માર્દવ (માનરહિતપણું), અનુત્તર લાઘવ (ક્રિયા કુશલપણું અથવા લાઘવ એટલે દ્રવ્યથી અલ્પ ઉપધિ અને ભાવથી ત્રણ ગૌરવરહિતપણું), અનુત્તર શાંતિ (ક્રોધનિઝડપણું), અનુત્તર મુક્તિ (લોભ રહિતતા), અનુત્તર ગુપ્તિ, અનુત્તર તુષ્ટિ (ઇચ્છા નિવૃત્તિરૂપ), અનુત્તર સત્ય–સંયમ, તપને સારી રીતે આચરવાથી નિર્વાણનો માર્ગ અર્થાત સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ ચારિત્રની પુષ્ટિ થવા પણું.
એ સર્વે ગુણો વડે આત્માને ભાવિત કરતા ભગવંતને બાર વર્ષ પસાર થઈ ગયા. ત્યાર પછી તેરમા વર્ષના મધ્યમાં વર્તતા એવા શ્રમણ ભગવંત મહાવીરને જે આ ગ્રીષ્મકાળનો બીજો મહિનો ચોથું પખવાડીયું અર્થાત્ વૈશાખ સુદની દશમી તિથિ એટલે કે વૈશાખ સુદ-૧૦ને દિવસે પૂર્વ દિશા તરફ છાયા ગઈ ત્યારે, પ્રમાણપ્રાપ્ત વિયત્ત પોરિસિ અર્થાત્ પાછલી પરિસિ થઈ ત્યારે, સુવ્રત નામના દિવસે, વિજય નામના મુહૂર્તમાં, જંભિકાગ્રામનગરની બહાર, જુવાલિકા નદીને કાંઠે, કોઈ વ્યંતરના જીર્ણ થયેલા વેપાવત્ત નામના મંદિરથી બહુ દૂર નહીં, બહુ નજીક નહીં તેવા ઇશાન ખૂણાના સ્થાનમાં શ્યામાક ગાથાપતિના ખેતરમાં, શાલ નામના વૃક્ષની નીચે, ગોદોહિક (ગાયને દોહવા બેસીએ તેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org