________________
૬૮
આગમ કથાનુયોગ-૧
પુણ્યશાળી છો, કૃતાર્થ છો.
હે દેવાનુપ્રિયે ! હું શક્ર નામનો દેવેન્દ્ર દેવરાજ તીર્થકર ભગવંતનો જન્મ મહિમા કરીશ, તો આપ ભયભીત ન થશો. એમ કહીને અવસ્થાપિની વિદ્યાનો પ્રયોગ કરે છે. માતાને ગાઢ નિદ્રામાં મૂકી દે છે. પછી તીર્થંકર સમાન પ્રતિરૂપકની વિદુર્વણા કરીને તીર્થંકરની માતા પાસે તે બાળકને ગોઠવી દે છે.
- ત્યાર પછી તે શક્ર પાંચ શક્રોની વિકૃર્વણા કરે છે. વિકર્વિત શક્રમાંથી એક, તીર્થકર ભગવંતને બે હથેળીમાં લે છે, એક શક્ર પાછળ છત્ર ધારણ કરે છે. બે શક્રો બંને બાજુએ ઊભા રહી ચામર ઢાળે છે. એક શક હાથમાં વજ લઈ આગળ ચાલે છે. ત્યારે તે દેવેન્દ્ર દેવરાજ શક્ર અન્ય અનેક ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવદેવીઓની સાથે સર્વ ઋદ્ધિ – યાવત્ – દુંદુભિનાદ સાથે પોતાની ઉત્કૃષ્ટ દેવગતિથી – થાવત્ – ગમન કરતો કરતો મેરુ પર્વતના પંડકવનની જમણી બાજુની અતિપડકંબલ અભિષેક શિલાના અભિષેક સિંહાસન પાસે આવે છે. ત્યાં પૂર્વ દિશા તરફ મુખ રાખીને તે સિંહાસન ઉપર બેસે છે. –૦- ઇશાનેન્દ્રનું આગમન :
તે કાળ તે સમયે શૂલપાણી વૃષભવાહન દેવેન્દ્ર દેવરાજ ઇશાન નામના સુરેન્દ્ર જે ઉત્તર લોકાર્ધના અધિપતિ છે, અઠાવીસ લાખ વિમાનોના સ્વામી છે, આકાશ જેવા નિર્મળ વસ્ત્રોને ધારણ કરે છે ઇત્યાદિ વર્ણન શક્ર ઇન્દ્ર અનુસાર સમજી લેવું. ફર્ક માત્ર એ છે કે ઘંટાનું નામ મહાઘોષા છે. પદાતિ સેનાપતિનું નામ લઘુપરાક્રમ છે. પુષ્પક વિમાન છે. બહાર નીકળવાનો માર્ગ દક્ષિણ દિશાનો છે. ઇશાન ખૂણાના રતિકર પર્વતે આવે છે. મેરુ પર્વત આવે છે – યાવત્ – પર્યપાસના કરે છે. –૦- બાકી સુરેન્દ્રોનું આગમન :
શક્ર અને ઇશાન ઇન્દ્રોની જેમ અય્યતેન્દ્ર સુધીના બધાં જ ઇન્દ્રો ત્યાં આવ્યા. વિશેષ એ કે સામાનિક દેવોની સંખ્યામાં ફેરફાર છે તે આ પ્રમાણે – પહેલા કલ્પ ના ૮૪૦૦૦ સામાનિક દેવ હતા, બીજાના ૮૦,૦૦૦, ત્રીજાના ૭૨,૦૦૦, ચોથાના ૭૦,૦૦૦, પાંચમાંના ૬૦,૦૦૦, છઠાના ૫૦,૦૦૦, સાતમાંના ૪૦,૦૦૦, આઠમાંના ૩૦,૦૦૦, નવમાં-દશમાં કલ્પના ૨૦,૦૦૦ અને અગીયારમા–બારમાં કલ્પના ૧૦,૦૦૦ સામાનિક દેવો હતા.
આ ઇન્દ્રો જેનું આધિપત્ય કરે છે તે વિમાનોની સંખ્યામાં પણ ફેરફાર છે. પહેલા કલ્પના ૩૨ લાખ, બીજા કલ્પના ૨૮ લાખ, ત્રીજા કલ્પના ૧૨ લાખ, ચોથા કલ્પના ૮ લાખ, પાંચમાં કલ્પના ૪ લાખ, છટ્ઠા કલ્પના ૫૦,૦૦૦, સાતમાં કલ્પના ૪૦,૦૦૦, આઠમા કલ્પના ૬૦૦૦, આનત–પ્રાણત (નવદશમા) કલ્પના ૪૦૦ અને આરણ-અર્ચ્યુત કલ્પના ૩૦૦ વિમાનો જાણવા.
' યાન વિમાનના નિર્માણ કર્તા દેવોના નામોમાં પણ ફેરફાર છે તે આ પ્રમાણે :(૧) પાલક, (૨) પુષ્પક, (૩) સૌમનસ, (૪) શ્રીવત્સ, (૫) નંદાવર્ત, (૬) કામગમ, (૭) પ્રીતિગમ, (૮) મનોરમ, (૯-૧૦) વિમલ અને (૧૧-૧૨માં કહ્યું વિમાન નિર્માણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org