________________
તીર્થંકર ચરિત્રભઋષભકથા
ત્યારે તેને અતિ મધુર ગીતો આક્રોશ જેવા લાગતા હતા, મનોહરરૂપો વિકૃત જણાતા હતા. ખીર, ખાંડ, સાકર મિશ્રિત ખીર તેને પરૂ સમાન લાગતી હતી. ચંદનનો લેપ મુર્ખર અગ્નિ જેવો લાગતો હતો. હંસતુલ્ય અને મૃદુ શય્યા કાંટાળી લાગતી હતી. તેના તેવા પ્રકારના વિપરિત ભાવોને જાણીને કુરુમતી દેવી સહિત હરિચંદ પ્રચ્છન્ન છુપાઈને રહ્યા. તે કુરુચંદ રાજા આ રીતે પરમ દુ:ખી થઈને કાળધર્મ પામ્યો. તેની નીહરણ ક્રિયા કરીને હરિચંદ જનપદ સહિત ગંધસમૃદ્ધનું પાલન કરવા લાગ્યો.
ત્યારે તે પિતાના તેવા પ્રકારના મરણને વિચારતો હતો. ત્યારે તેને એવા પ્રકારની મતી ઉત્પન્ન થઈ કે, ખરેખર ! સુકૃત-દુષ્કૃત્ ફળ દેનારા થાય છે. તેને એક ક્ષત્રિયકુમાર બાલ મિત્ર હતો. તેને કહ્યું, હે ભદ્રમુખ ! તું મને પંડિતજન ઉપદિષ્ટ ધર્મશ્રુતિ કહે, પછી તે તેમની સાથે જેજે ધર્મસંશ્રિત વચનો સાંભળતો તે-તે રાજાને કહેતો. ત્યારે હરિચંદ પણ તેની શ્રદ્ધા કરતો શીલપૂર્વક તે પ્રમાણે જ અંગીકાર કરતો.
કોઈ દિવસે તે નગરથી નીકટ તથારૂપ સાધુને કેવળજ્ઞાન ઉત્પત્તિ થતા મહિમા કરવા માટે દેવો આવ્યા. તે સમાચાર ક્ષત્રિયકુમારે હરિચંદ રાજાને જણાવ્યા. તે પણ દેવ આગમનથી વિસ્મીત થઈને જવાને માટે ઘોડા પર બેઠો. સાધુની પાસે ગયો. ત્યાં વંદન કરીને વિનયપૂર્વક બેસી કેવલીના મુખેથી વચનામૃત સાંભળવા લાગ્યો. તેમણે સંસાર અને મોક્ષની કથા કહી. પરભવ–જન્મ આદિ સાંભળીને તે નિઃશંકિત થયો.
ત્યારે હરિચંદ રાજાએ પૂછયું, હે ભગવન્ ! મારા પિતાની કઈ ગતિ થઈ છે ? ત્યારે તે કેવલી ભગવંતે કહ્યું, વિપરિત વિષયને પ્રાપ્ત થઈને તે સાતમી નારકીને પામ્યા છે. હે હરિચંદ ! તારા પિતા અનિવારિત પાપાશ્રવથી, ઘણા જીવોને પીડા પહોંચાડીને પાપકર્મના ભારથી નરકે ગયા છે. ત્યાં પરમ દુઃસહ, નિરુપમ, નિપ્રતિકાર, નિરંતર અને જેને સાંભળતા પણ જીવને ભય લાગે તેવા દુઃખો અનુભવે છે.
ત્યારે તેવા પ્રકારે કેવલિ દ્વારા કથિત પિતાના કર્મવિપાકને સાંભળીને સંસાર અને મરણથી ભયભીત હરિચંદ રાજા તેમને વંદન કરીને પોતાના નગરે ગયો. પુત્રને રાજ્યશ્રી સમર્પિત કરીને સુબુદ્ધિને કહ્યું, તું મારા પુત્રને ઉપદેશ આપજે. તેણે વિનવણી કરી કે, હે સ્વામી ! જો હું કેવલીના વચન સાંભળીને તમારી સાથે તપ ન કરું, તો મેં તે વચન ન સાંભળ્યા બરાબર છે. પછી રાજાએ પોતાના પુત્રને આજ્ઞા કરી કે તારે સુબુદ્ધિના પુત્ર પાસે ધર્માધિકાર સાંભળવો.
૯૧
પછી તે ત્વરિતપણે સિંહની જેમ નીકળી ગયો. સુબુદ્ધિની સાથે હરિચંદ્ર રાજાએ પણ કેવલીની પાસે દીક્ષા લીધી. પરમ સંવેગપૂર્વક પ્રશસ્ત સ્વાધ્યાયમાં ચિંતન કરતો ફ્લેશની જાળને છેદીને પછી ઉત્પન્ન જ્ઞાનવાળા તે પરિનિર્વાણ પામ્યા. તે હરિચંદ રાજર્ષિના વંશમાં સંખ્યાતીત નરપતિ ધર્મપરાયણ થઈ તેમાં જ મતી રાખી વર્ત્યા, તેવા વંશમાં હે સ્વામી ! તમે ઉત્પન્ન થયા છો અને હું સુબુદ્ધિના વંશમાં જન્મ્યો છું. તેથી આ આપણો સંયોગ ધર્મદેશના અધિકાર વિષયમાં ઘણી પુરુષ પરંપરાથી પ્રાપ્ત થયો છે.
મેં જે તમને વિનવણી કરી તેનું કારણ પણ સાંભળો આજે હું નંદનવનમાં ગયેલો. ત્યાં મેં બે ચારણ શ્રમણ મુનિને જોયા—આદિત્યયશા અને અમિતતેજ. તેમને વંદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org