________________
૧૫૪
આગમ કથાનુયોગ-૧
૦ ભમણિનું યુવાન થવું :
કાશ્યપ ગોત્રના આ ભગવંત મલ્લિનો વર્ણ નીલ હતો. તેમનું લાંછન (ચિન્હ) કુંભ (કળશ) હતું. એવા એ ભમલ્લિ પાંચ ધાયમાતાઓ દ્વારા પાલનપોષણ પામીને – યાવત્ - સુખપૂર્વક વૃદ્ધિ પામવા લાગ્યા. દેવલોકથી આવેલી, ઉત્તમ શોભાવાળી તે ભગવતી મલિ દાસ-દાસી અને પીઠમઈક આદિથી ઘેરાયેલી એવી વૃદ્ધિને પ્રાપ્ત થઈ રહી હતી. તેણીના વાળ કાળા, આંખો સુંદર, હોઠ બિંબ ફળ સમાન લાલ અને દાંતોની પંક્તિ ઉજ્વળ હતી. કમળના પુષ્પની સદશ તેણીનું શરીર અત્યંત કોમળ હતું. તેના શ્વાસોચ્છવાસ પુષ્પ ગંધ સમાન સુગંધી હતા.
ત્યારે તે વિદેહવર રાજકન્યા મલ્લિ બાલ્યાવસ્થાને પાર કરીને યોગ્ય કળાઓથી સુશિક્ષિત થયા. યુવાવસ્થાને પ્રાપ્ત કરીને ક્રમશઃ યૌવન અને લાવણ્યથી યુક્ત સર્વોત્કૃષ્ટ શરીર સંપદાવાળા થયા. તેણીની ઊંચાઈ (કાયા) પચીશ ધનુષુ હતી. ૦ મલ્લિ દ્વારા મોહનગૃહ નિર્માણ :
- ૧૦૦ વર્ષના આયુષ્યમાં થોડો સમય બાકી હતો ત્યારે રાજકન્યા મલિએ અવધિજ્ઞાન વડે જાણ્યું કે તેણીના પૂર્વભવના છ બાળમિત્રો (અત્યારે) ૧. ઇક્વાકુ રાજપ્રતિબુદ્ધિ, ૨. અંગરાજ ચંદ્રચ્છાય, ૩. કાશીરાજ શંખ, ૪. કુણાલાધિપતિ રુકિમ, ૫. કુરુરાજ અદીનશત્રુ અને ૬. પંચાલાધિપતિ-જિતશત્રુ રૂપે ઉત્પન્ન થયા છે.
ત્યારે ભમલિએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! તમે અશોકવાટિકામાં સેંકડો સ્તંભોથી શોભાયમાન એક ભવ્ય મોહનગૃહનું નિર્માણ કરો. તે મોહનગૃહના બરાબર મધ્યમાં છ ગર્ભગૃહ બનાવો. તે ગર્ભગૃહની વચ્ચોવચ્ચ એક જાલગૃહ બનાવો. તે જાલગૃહના અતિ મધ્ય ભાગમાં મણિમય પીઠિકા બનાવો અને આ કાર્ય પૂર્ણ કરીને પછી મને સૂચના આપો. તે કૌટુંબિક પુરુષોએ પણ આજ્ઞા અનુસાર કાર્ય પૂર્ણ થયાની જાણ કરી.
ત્યાર પછી તે મણિમય પીઠિકા પર ભગવતી મલિએ પોતાના જેવી જ સમવયસ્ક, સ્વશરીર સદશ લાવણ્યરૂપ ચૌવન આદિ ગુણોપેત પદ્મ અને ઉત્પલોથી આચ્છાદિત સચ્છિદ્ર મસ્તકવાળી એક સુવર્ણમયી પ્રતિમા બનાવડાવી, પ્રતિમા તૈયાર થઈ ગયા પછી વિપુલ મનોજ્ઞ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવી, તે મનોજ્ઞ અશનાદિ આહારમાંથી રોજેરોજ એક એક કોળીયો લઈને તે પદ્મ તથા ઉત્પલ આચ્છાદિત સચ્છિદ્ર મસ્તકવાળી સુવર્ણમયી પ્રતિમાના તે મસ્તકના ઉપરના ભાગમાં રહેલ છિદ્રમાં ક્ષેપ કરતાકરતા સમય પસાર કરી રહ્યા હતા.
આ પ્રકારે પદ્મ-ઉત્પલ આચ્છાદિત સચ્છિદ્ર મસ્તકવાળી સુવર્ણમયી પ્રતિમામાં એક-એક કવલ નાંખવાથી તેમાંથી દુર્ગધ ઉત્પન્ન થતી હતી. તે દુર્ગધ કેવી હતી? મરેલા સાપ જેવી અથવા મરેલી ગાય જેવી અથવા મરેલા કુતરા જેવી, મરેલી બિલાડી જેવી અથવા મરેલા મનુષ્ય જેવી, મરેલ ભેંસ જેવી અથવા મરેલ ઉદર જેવી, મરેલા ઘોડા, હાથી, સિંહ, વાઘ કે ચિત્તા જેવી. તે દુર્ગધ હતી. મરેલ, સડેલ, ગળેલ કીડાથી વ્યાપ્ત અને જાનવરો દ્વારા ખવાયેલ કોઈ મૃત કલેવર સમાન દુર્ગધવાળી હતી. કૃમિઓના સમૂહથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org