________________
તીર્થંકર ચરિત્ર–ભમલ્લિ— કથા
વિકસિત, રંગબેરંગી અનેક પુષ્પો અને તેની માળાઓ વડે સારી રીતે આચ્છાદિત, સજાવેલી શય્યા પર બેસે છે, સુખપૂર્વક સુવે છે, તેમજ પરમ સુખદાક સ્પર્શવાળા, દર્શનીય, તૃપ્તિકારક, મહાસુરભિગંધ ગુણવાળા પુદ્ગલોર્ન ફેલાવનારો ગુલાબ, મલ્લિકા, ચંપક, અશોક, પુન્નાગ, નાગ, મરવો, દમનક અને સુંદર અનવદ્ય નિર્મળ કુબ્જક પુષ્પો દ્વારા નિર્મિત એક અદ્વિતીય શ્રીદામકાંડને સૂંઘતી એવી પોતાના દોહદની પૂર્તિ કરે છે.
ત્યાર પછી તે પ્રભાવતી દેવીના આવા પ્રકારના ઉત્પન્ન દોહદને જાણીને નજીકમાં રહેનારા વાણવ્યંતર દેવોએ તુરંત જ જલ અને સ્થલમાં ઉત્પન્ન પંચવર્ષી પુષ્પ કુંભ પ્રમાણ અને ભારપ્રમાણ અર્થાત્ ઘણા અધિક પરિમાણમાં લાવીને કુંભ રાજાના ભવનમાં રાખ્યા. તેની સાથે જ એક ખૂબ મોટો ભારે – યાવત્ – સુરભિગંધથી યુક્ત શ્રી દામકાંડને પણ રાખે છે. ત્યારે તે પ્રભાવતી દેવીએ જળ અને સ્થળના વિકસિત પંચવર્ણી પ્રભૂત પુષ્પો દ્વારા પોતાના દોહદની પૂર્તિ કરી અને ત્યાર પછી તે પ્રશસ્ત દોહદવાળી, સંમાનનીય દોહદવાળા, સંપન્ન દોહદવાળા, સંપૂર્ણ દોહદવાળા, સંપ્રાપ્ત દોહદવાળા પ્રભાવતી દેવી મનુષ્ય યોગ્ય વિપુલ ભોગોને ભોગવતી સમય વિતાવવા લાગી.
૦ ભ૰ મહિનો જન્મ :
૧૫૩
ત્યાર પછી સુખપૂર્વક નવમાસ અને સાડા સાત રાત્રિ–દિનનો સમય વ્યતીત થયો, હેમંત ઋતુનો પહેલો મહિનો, બીજું પખવાડીયું અર્થાત્ માગસરનો શુકલ પક્ષ આવ્યો ત્યારે તે માગસર સુદ અગિયારસને દિવસે મધ્યરાત્રિમાં અશ્વિની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે બધાં ગ્રહો પોતાના ઉચ્ચ સ્થાનમાં સ્થિત હતા યાવત્ પ્રજાજનો પ્રમુદિત થઈને આમોદ પ્રમોદમાં નિમગ્ન હતા ત્યારે આરોગ્યવતી તે પ્રભાવતી દેવીએ આરોગ્યપૂર્વક નિરોગી એવા ઓગણીસમાં તીર્થંકરનો મિથિલા નગરીમાં જન્મ આપ્યો.
તે કાળ તે સમયમાં અધોલોકવાસિની આઠ પ્રધાન દિક્કુમારિકાઓ વગેરે એ ઋષભદેવ પ્રભુના જન્મોત્સવની માફક જન્મોત્સવ કર્યો. તેનું સમસ્ત વર્ણન (જંબુદ્વીપ પ્રજ્ઞતિથી) ભ૰ઋષભ કથાનક અનુસાર જાણી લેવું. ફર્ક માત્ર એટલો છે કે, અહીં નગરી મિથિલા, રાજા કુંભક અને રાણી પ્રભાવતીના નામોનો ઉલ્લેખ કરવો - યાવત્ – નંદીશ્વર દ્વીપમાં મહોત્સવ કર્યો (ત્યાં સુધી જાણવું) અનેક ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો દ્વારા જન્મોત્સવ સંપન્ન થઈ ગયા પછી કુંભક રાજાએ પ્રાતઃકાળ થતા નગર રક્ષકોને બોલાવ્યા. જાત કર્મ કર્યું – યાવત્ નામકરણ કર્યું. ૦ ભ૰ ‘મલ્લિ” નામ કેમ પડ્યું ?
ભગવંત જ્યારે માતાના ગર્ભમાં આવ્યા ત્યારે તે પુત્રીની માતાને પુષ્પોથી આચ્છાદિત શય્યા પર બેસવા – સૂવા આદિની ઈચ્છા ઉત્પન્ન થયેલી. તેથી અમારી આ પુત્રીનું નામ મલ્લિ થાઓ. (આવશ્યક નિયુક્તિ ૧૦૮૯માં પણ જણાવે છે કે−) ભગવંત માતાના ગર્ભમાં આવ્યા ત્યારે સર્વઋતુઓના ઉત્તમ સુગંધી ફૂલોની માળા પર સુવાનો માતાને દોહદ થયો, દેવતા દ્વારા તે પૂર્ણ કરાયો, તેથી તેનું ‘મલ્લિ” નામ રખાયું. બીજો અર્થ એ કે, પરિષહ આદિ મલને જીતવાથી પ્રાકૃતશૈલી અનુસાર તથા છંદાનુસાર ‘મલ્લિ’” કહેવાય છે અથવા સર્વે પરિષહ મલ્લ અને રાગદ્વેષને હણ્યા હોવાથી ‘મલ્લિ' કહેવાયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org