________________
આગમ કથાનુયોગ-૧
એ રીતે દેવ–મનુષ્ય અને અસુરોનો સમૂહ શિબિકાની પાછળ સમ્યક્ પ્રકારે અનુગમન કરતો હતો. તે વખતે કેટલાંક આગળ શંખ વગાડતા હતા. કેટલાંક ચક્રધારણ કરી, કેટલાંક સુવર્ણ હળધારી, ભટ્ટ, કેટલાંક મોઢેથી મંગળ શબ્દો બોલનારા, કેટલાંક વર્ધમાનક અર્થાત્ કુમારોને ખભે બેસાડી ચાલનારા, બિરૂદાવલી બોલનાર ભાટ ચારણો, ઘંટ વગાડનાર રાઉલિયા આદિના સમુદાયથી ભગવંત પરિવરેલા હતા. તે વખતે કુલના વડિલો, મહત્તરા આદિ સ્વજનો તેવા પ્રકારની ઇષ્ટ, મનોહર, કર્ણપ્રિય, ચિત્ત આહ્લાદક, ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્ય, મંગળરૂપ, પરિમિત, મધુર અને શોભાયુક્ત વાણીથી ભગવંતને અભિનંદતા અને સ્તવના કરતા આ પ્રમાણે બોલ્યા
૨૭૦૮
હે સમૃદ્ધિમાન્ ! આપનો જય થાઓ, વિજય થાઓ ! હે કલ્યાણકારક ! આપ જય પામો, વિજય પામો. આપનું કલ્યાણ થાઓ. નિરતિચાર જ્ઞાન–દર્શન અને ચારિત્ર (આરાધના) વડે તમે નહિ જીતેલી ઇન્દ્રિયોને જીતો, તે જીતીને તમે શ્રમણ ધર્મનું પાલન કરો. વિઘ્નોને જીતીને હે દેવ ! તમે સિદ્ધિ મધ્યે અર્થાત્ શ્રમણ ધર્મના પ્રકર્ષમાં તમે અંતરાય રહિત રહો. બાહ્ય અત્યંતર તપ વડે તમે રાગદ્વેષરૂપી મલોનો નાશ કરો. ધૈર્યરૂપી મજબૂત કચ્છ બાંધીને ઉત્તમ શુકલ ધ્યાન વડે આઠ કર્મોરૂપી શત્રુઓનું મર્દન કરો.
હે વીર ! અપ્રમાદી બનીને ત્રણ લોકના રંગમંડપમાં આરાધનારૂપી પતાકાને ફરકાવો. અંધકાર રહિત ઉત્તમ પ્રકાશરૂપ (–અનુત્તર) કેવળજ્ઞાનને પ્રાપ્ત કરો. જિનેશ્વરો દ્વારા ઉપદેશાયેલ (જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ) અકુટિલ એટલે કે સરળ માર્ગ વડે પરીષહોની સેનાને હણીને પરમપદરૂપ મોક્ષને પ્રાપ્ત કરો. હે ક્ષત્રિયોમાં વૃષભ સમાન ! તમે જય પામો, વિજય પામો. ઘણાં દિવસો સુધી, ઘણાં પક્ષ સુધી, ઘણાં મહિનાઓ સુધી, ઘણી ઋતુઓ સુધી, ઘણાં અયનો સુધી, ઘણાં વર્ષો સુધી પરીષહો અને ઉપસર્ગોથી નિર્ભય બનીને ભય અને ભૈરવોને ક્ષમાપૂર્વક સહન કરી વિચરો—સંયમરૂપ ધર્મમાં તમે નિર્વિઘ્નતા પામો. આ પ્રમાણે આશીર્વચનો કહી, કુલના વડિલ આદિ સ્વજનો જય--જય શબ્દો બોલે છે. ૦ દીક્ષા સ્થાને પ્રભુનું ગમન અને પ્રવ્રજ્યા ગ્રહણ :
તે વખતે શ્રમણ ભગવંત મહાવીર હજારો નેત્ર પંક્તિથી વારંવાર જોવાતા, હજારો મુખોથી—વચનોથી વારંવાર સ્તુતિ કરાતા, હજારો હૃદયોથી વારંવાર અભિનંદિત કરાતા, હજારો મનોરથો વડે વારંવાર ચિંતવાતા પ્રભુ ચાલ્યા. તે વખતે ભગવંતની કાંતિ અને રૂપ જોઈને લોકો તેવી જ કાંતિ અને રૂપને ઇચ્છવા લાગ્યા. હજારો આંગળીઓ વડે તેઓ દેખાડતા હતા. ભગવંત પોતાના જમણા હાથથી, હજારો નર–નારીઓના પ્રણામનો સ્વીકાર કરતા હતા. (જતાં-જતાં) હજારો ઘરોની પંક્તિઓનું ઉલ્લંઘન કરતા હતા. વીણા, હસ્તતાલ, વાજિંત્ર, ગીત અને વાદ્યોના મધુર, મનોહર શબ્દો, લોકો દ્વારા કરાતી જય—જય શબ્દોની ઉદ્ઘોષણા, તે બધાં વડે મીશ્રિત અતિ કોમળ શબ્દો વડે પ્રભુ વારંવાર પ્રતિબોધિત (-સાવધાન) થતા હતા.
(તે વખતે શ્રમણ ભગવંત મહાવીર) છત્ર—ચામરાદિ સર્વ ઋદ્ધિથી, આભુષણાદિ સર્વ પ્રકારની કાંતિથી, ઉચિત સર્વ વસ્તુના સંયોગથી, હાથી—ઘોડા આદિ સર્વ પ્રકારના સૈન્યથી, સર્વ વાહનોથી, સર્વ જનસમુદાયથી, સર્વ આદરથી, સર્વ સંપત્તિથી, સમસ્ત
Jain Education International
'
For Private & Personal Use Only
www.jainelibrary.org