________________
તીર્થકર ચરિત્ર-ભઋષભકથા
૯૭
૦ ઋષભદેવ પ્રભુનું કેવળજ્ઞાન કલ્યાણક :
જ્યારથી કૌશલિક અત્ ઋષભ મુંડિત થઈને ગૃહવાસ છોડી અનગારીક પ્રવજ્યાથી પ્રવ્રજિત થયા હતા ત્યારથી તેમણે શરીર શુશ્રુષા છોડી દીધી હતી, દેહના મમત્વનો ત્યાગ કરેલો. દેવકૃત્ – યાવત્ અનુકૂળ કે પ્રતિકૂળ જે કોઈ ઉપસર્ગો થયા તેને સહન કર્યા. અહીં પ્રતિકૂળ અર્થાત્ વેંત – યાવત્ – શરીર પર ચાબુકથી પ્રહાર ઇત્યાદિ અને અનુકૂળ ઉપસર્ગોમાં વંદન – યાવતુ – પર્યાપાસના આદિ સમુત્પન્ન એવા આ સર્વે ઉપસર્ગોને પ્રભુએ સમભાવપૂર્વક, કલુષિત મનવાળા થયા સિવાય, દુઃખ રહિતપણે, અલુબ્ધભાવથી, મન, વચન, કાયાને સંયમિત રાખીને, શાંતિપૂર્વક સારી રીતે સહન કર્યા – યાવત્ – અવિચલ રહ્યા. –૦- ભ. ઋષભનું અનગાર સ્વરૂપ :
જ્યારથી ભગવંત ઋષભ શ્રમણ થયા ત્યારથી તે ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમત્ત નિક્ષેપણા સમિતિ, પારિષ્ઠાપનિકા સમિતિ, મનઃ સમિતિ, વચન સમિતિ, કાય સમિતિ એ આઠે સમિતિથી સમિત હતા. મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયવુતિ વડે ગુપ્ત હતા – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારી હતા. ક્રોધ, માન, માયા, લોભ આદિ ભાવોથી રહિત હતા. તેઓ શાંત, પ્રશાંત, ઉપશાંત, પરિનિવૃત્ત, શોકરહિત, અલિપ્ત હતા.
(ભગવંતના અનગાર સ્વરૂપ માટે અપાયેલી ઉપમાઓમાં એકરૂપતા જોવા નથી મળી – જુઓ આગમ સંદર્ભ :- (૧) ઠા. ૮૭૨-૮૭૫, (૨) પહા ૪૫; (૩) ઉવ ૧૭, (૪) જંબૂ ૪૪, (૫) કલ્પમૂ ૧૧૮)
ભગવંત – જેમ અતિ નિર્મળ કાંસાનાં વાસણ પાણીના સંપર્કથી મુક્ત રહે છે તેવા આસક્તિ પૂર્ણ સંબંધોથી મુક્ત હતા. શંખની જેમ રાગાદિ અંજનની કાલિમાથી રહિત તથા રાગ-દ્વેષ મોહથી વિરક્ત હતા. કાચબાની જેમ ગુપ્ત ઇન્દ્રિય હતા. શુદ્ધ સુવર્ણની જેમ શુદ્ધાત્મ સ્વરૂપની શોભાને પ્રાપ્ત કરનારા હતા. કમળના પાનની જેમ નિર્લેપ હતા. ચંદ્રની સમાન સૌમ્ય સ્વભાવવાળા અને સૂર્યની જેમ દેદીપ્યમાન હતા. પર્વતોમાં પ્રધાન મેરૂપર્વત જેવા અચળ, સમુદ્રની માફક ક્ષોભરહિત તથા સ્થિર અને પૃથ્વીની માફક બધાં જ પ્રકારના સ્પર્શીને સહન કરનારા હતા.
તપને કારણે રાખથી ઢાંકેલા અગ્નિ જેવા, પ્રજ્વલિત અગ્નિ સમાન તેજથી જાજવલ્યમાન અને ગોશીષચંદનની પેઠે શીતળ તથા સુગંધિત હતા. સરોવરની જેમ શાંત સ્વભાવી, સારી રીતે ઘસીને ચમકાવેલ નિર્મળ દર્પણમંડળના તળીયા સમાન સહજ સ્વભાવથી શુદ્ધ પરિણામવાળા હતા. હાથી સમાન શૂરવીર, વૃષભ સમાન બલિષ્ઠ અને મૃગાધિપતિ સિંહ સમાન અજેય હતા. શરદઋતુના જળ જેવા શુદ્ધ હૃદયી, ભાખંડ પક્ષીની જેમ અપ્રમત્ત, ગેંડાની સિંગ સમાન એકાકી, સ્થાણુ જેવા ઉદ્ઘકાય અને શૂન્યગૃહ સમાન શૃંગાર શોભાથી રહિત હતા.
શૂન્યગૃહની અંદર વાયુરહિત સ્થાનમાં રખાયેલા દીપકની જ્યોતિ સમાન નિષ્કપ હતા. છુરાની ધારની જેમ ધ્યાનની એકાગ્રધારાવાળા, સર્પની જેમ સ્થિર દૃષ્ટિવાળા અને આકાશની જેમ આલંબન રહિત હતા. પક્ષીની જેમ સર્વત્ર મુક્ત વિહારી અથવા પક્ષી જેવા પરિગ્રહ રહિત, સર્પની જેમ બીજાના બનાવેલા સ્થાનમાં નિવાસ કરનારા (સ્વ નિવાસ
For Private & Personal Use Only
www.jainelibrary.org