________________
આગમ કથાનુયોગ-૧
ત્યાં બધાંએ પહેલા શ્રાવક ધર્મ સ્વીકાર્યો – યાવત્ – કાળધર્મ પામીને અચ્યુતકલ્પે ઇન્દ્રના સામાનિક દેવ થયા. ત્યાંથી ચ્યવીને કેશવ (તીર્થંકર ઋષભનો જીવ જે પૂર્વે લલિતાંગ દેવ હતો તે) વજ્રસેન રાજાનો પુત્ર થયો તેનું વજ્રનાભ નામ હતું – યાવત્ - હું તે જ નગરમાં રાજપુત્ર થયો. બાળપણથી જ વજ્રનાભ સાથે રહ્યો. પછી હું તેમનો સારથી થયો. મારું નામ સુયશ હતું – યાવત્ – (તીર્થંકર ઋષભની કથામાં જણાવ્યા પ્રમાણે) બધાં સર્વાર્થસિદ્ધ વિમાને દેવ થયા.
-
સૌથી પહેલાં વજ્રનાભ સર્વાર્થસિદ્ધ વિમાનથી વ્યવ્યા. જો કે મેં પણ પૂર્વભવના સ્નેહથી વજ્રનાભની પાછળ પ્રવ્રજ્યા ગ્રહણ કરેલી. તે ભવમાં વજ્રસેન ભગવંતે નિર્દિષ્ટ કરેલ કે આ વજ્રનાભ આવતી ચોવીસીમાં ભરત ક્ષેત્રમાં ઋષભ નામે પ્રથમ તીર્થંકર થશે. કનકનાભ (બીજું નામ બાહુ છે) તે પ્રથમ ચક્રવર્તી ભરત થશે. રૂપ્યનાભ (બીજું નામ સુબાહુ છે તે) બાહુબલિ થશે ઇત્યાદિ બધાં મનુષ્ય ભવ પામી સંસારનો અંત કરનારા થશે. ત્યાંથી (સર્વાર્થસિદ્ધથી) અમે છ એ ચ્યવીને અહીં આવ્યા.
મેં વજ્રસેન તીર્થંકરને આવી આકૃતિથી ત્યાં જોયેલા. અત્યારે પિતામહને પણ તે જ રીતે જોઈને જાતિસ્મરણ જ્ઞાન થયું. મેં જાણ્યું કે તપસ્વીને અન્ન-પાનાદિ આપવા. ત્યારે શ્રેયાંસ પાસેથી આ વૃત્તાંત સાંભળીને પ્ર–હર્ષિત માનસ વડે નરપતિ આદિથી પૂજિત થયા. ત્યારથી લોકોને ભિક્ષાદાનનું જ્ઞાન થયું. શ્રેયાંસે પણ અહીં મારા ભગવંત ત્રિલોકગુરુ ઊભા હતા. તે સ્થાન કોઈના પગ વડે આક્રમિત ન થાય તેમ જાણીને ત્યાં રયણપીઠિકા રચાવી. ઇત્યાદિ (ભગવંત અને શ્રેયાંસ ભવસંબંધ જાણવો.)
(જો કે આવશ્યક વૃત્તિ, કલ્પસૂત્ર વૃત્તિ, આવશ્યક ચૂર્ણિ, ત્રિષષ્ઠીશલાકા આદિમાં આ કથામાં થોડો—થોડો ભેદ સ્પષ્ટ જણાય છે.)
૯૬
આ ભવે હું ભગવંતનો પ્રપૌત્ર શ્રેયાંસ થયો. આ પ્રમાણેની વાત શ્રેયાંસ પાસેથી સાંભળી તેને અભિનંદતા પોતપોતાના સ્થાને ગયા. શ્રેયાંસે પણ જે સ્થાને ભગવંતને પડિલાભ્યા હતા. તે સ્થળે ભક્તિપૂર્વક રત્નમય પીઠિકા બનાવી. ત્યાં ત્રિકાળ પૂજા કરવા લાગ્યા. પર્વદેશકાળે તેની વિશેષથી પૂજા કરીને જ તે ભોજન લેતો હતો. લોકો પૂછતા કે આ શું છે ? ત્યારે શ્રેયાંસ ઉત્તર આપતો કે, આ ‘‘આદિકરમંડલ’’ છે. ત્યારે લોકોએ પણ જ્યાં જ્યાં ભગવંત રહ્યા ત્યાં ત્યાં પીઠિકા બનાવી.
ભગવંત ત્યાંથી વિહાર કરી તક્ષશિલા નગરી સમીપે પધાર્યા. ભગવંત નગરીની બહાર ઉદ્યાનમાં કાયોત્સર્ગ ધ્યાને રહ્યા. તત્કાળ ઉદ્યાનપાલકે આવી બાહુબલીને વધામણી આપી. પ્રભુના આગમનના સમાચાર સાંભળી હર્ષિત થયેલા બાહુબલિએ વિચાર્યું કે કાલે સવારમાં સર્વ ઋદ્ધિ સહિત જઈને પ્રભુને વંદના કરીશ. પ્રભુ તો પ્રાતઃકાળે પ્રતિમાસ્થિતિ સમાપ્ત કરી ત્યાંથી વિહાર કર્યાં. બાહુબલિ સવાર થતાં સર્વ ઋદ્ધિ સાથે આડંબરપૂર્વક પ્રભુને વંદન કરવા ગયા. પ્રભુને વિહાર કરી ગયા જાણી તેને ઘણો જ ખેદ થયો. પછી પ્રભુના ચરણબિંબને કોઈ ઉલ્લંઘે નહીં એમ વિચારી બાહુબલિએ ત્યાં રત્નમય ધર્મચક્રની સ્થાપના કરી. ભક્તિપૂર્વક વંદના કરી બાહુબલિ પોતાની નગરીમાં ગયા. ભગવંત પણ નિરૂપસર્ગ વિહાર કરતાકરતા વિનિતા નગરીના પુરિમતાલ ઉદ્યાનમાં પહોંચ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org